________________
પુસ્તક ૧-લું શ્રી તીર્થંકર પ્રભુની ઋદ્ધિનું રહસ્ય
શાસ્ત્રદષ્ટિએ જેનારા શાસ્ત્રચક્ષુઓને એ વાત સ્પષ્ટ માલમ હશે કે તે તીર્થંકરપણાની ઋદ્ધિ આત્મભરીઓને મળતી જ નથી, પરંતુ જેઓ જગતના જીવેને નિગ્રંથ-પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિ કરાવવાના વિચારમાં ઓતપ્રોત થએલા ભાગ્યશાળી જીને જ તે નિથ પ્રવચનના શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિના હેતુ તરીકે તે ઋદ્ધિ મળે છે, અને તેથી જ શાસ્ત્રકાર મહારાજાઓ અરિહંત નામકર્મનું ફળ સ્વગત શ્રમને વિચાર્યા વગર ધર્મદેશના દેવા આદિનું જણાવે છે. અર્થાત દેવદાનવ વગેરે ત્રિલેક તરફથી થતી પૂજા અને માન્યતા એ તીર્થકર નામકર્મને લીધે છે, છતાં પણ તે પૂજાને આદિ શબ્દથી ગણપદમાં રાખી નિગ્રંથપ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ સમગ્ર જગતના છને કરાવે એવી અર્ધમાગધી ભાષાદ્વારા કરાતી પ્રતિદિન આદંત પ્રહરની ધર્મદેશનાને જ મુખ્ય સ્થાન આપ્યું છે, એટલું જ નહિ પણ શ્રી દશાશ્રુતસ્કંધ અને પંચાશકછના જણાવ્યા પ્રમાણે દેવદાનવ આદિ ત્રિજગજનની પૂજાની મહત્તાને ગણી તેને મેળવવાની ઈચ્છાવાળે મનુષ્ય અરિહંતાદિક વિશસ્થાનકેની તપ દ્વારા જગત માત્રના જીના ઉદ્ધાર માટે આરાધના કરે તે પણ તીર્થકર નામકર્મ બાંધી શકે નહિ કે તીર્થંકરપણું મેળવી શકે નહિ. શ્રી તીર્થકર પ્રભુની ઋદ્ધિના નિયાણુને મર્મ
આટલા જ માટે તીર્થકરપણાની દેવપૂજાદિક ઋદ્ધિની અભિ લાષાને શાસ્ત્રકારોએ નિયાણ તરીકે ગણેલી છે. અર્થાત્ પૂર્વાપર વિચાર કરનારા મનુષ્ય સ્પષ્ટપણે જોઈ શકશે કે તીર્થંકરપણાની સદ્ધિને કારણભૂત જિન-નામકર્મ બાંધતી વખતે સુરાસુર નરેદ્રોથી થતી પૂજા આદિરૂપ તીર્થકર નામકર્મના ફળ ભોગવતી વખતે કુક્ષિભરિતાને અવકાશ જ નથી. અર્થાત્ ચાલુ પ્રકરણની અપેક્ષાએ એમ માની શકીએ કે તુચ્છ એવી ચક્રવતિપણાની ઋદ્ધિ