________________
પુસ્તક ૧-લું ભગવાન યુગાદિદેવની તીર્થકરપણુની અદ્ધિ એ એક સાર્વભૌમ સત્તાના અધિપતિના આડંબર સમાન ગણાય તેમાં આશ્ચર્ય નથી,
આ રીતે લૌકિક અને લેકેર અદ્ધિનું મહાન અંતર હેવાથી જ મરીચિકુમાર તે ચકવતી અદ્ધિને તૃણ સમાન ગણું તીર્થકર મહારાજની અદ્ધિના પ્રભાવમાં મહત્તા દેખી અંજાઈ જાય તેમાં કાંઈ નવાઈ નથી. મરીચિના વૈરાગ્યમાં રહેલી સમજણ
આ રીતે ભગવાન યુગાદિદેવની કૃદ્ધિની અલૌકિકતા દેખનાર મરીચિકુમાર લૌકિક ઋદ્ધિની તુચ્છતાને વિચારી છેડવા તૈયાર થયે, એટલે તે મરીચિકુમારમાં જીવાજીવાદિક તનું રેય, હેય કે ઉપાદેયપણે જ્ઞાન કે શ્રદ્ધાન થયું નહોતું એમ કહેવાનો આશય નથી, પણ ઉપર જણાવેલી હકીકતને આશય એજ છે કે યથાસ્થિત સમ્યગ્દર્શનને પામેલા છે ભગવાન જિનેશ્વરના પ્રાતિહાર્યો અને અતિશયોને પ્રભાવનું સાધન ગણનારા છતાં તે પ્રાતિહાર્ય અને અતિશયેની ઉપાદેયતાને ધારનારા દેતા નથી. તેમ આ મરીચિકુમારને તે ભાવમાં માર્ગપ્રવેશ વખતે તેવી દષ્ટિ ન ખુલી હેય અને ભગવાન જિનેશ્વરના પ્રાતિહાર્યો અને અતિશની મહત્તા તરફ દેરાયા હોય અને પછી યથાસ્થિત જીવાજીવાદિક પદાર્થોના યાદિપણાને સમજીને સમ્યગ્દર્શનરૂપ અમૂલ્ય રત્નને પામ્યા હોત તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે વ્યવસ્થિત વિચાર કરવાથી જ ભગવાન ચૂર્ણિકાર મહારાજ વિગેરે મરીચિકુમારને પ્રતિબંધમાં તીર્થકર સદ્ધિનું કારણ પણે જણાવ્યું છે અને પુંડરીક સ્વામી વિગેરેના પ્રતિબેધમાં ધર્મકથાનું કારણ પણું જણાવ્યું છે એમ ભિન્ન ભિન્ન કારણે પ્રતિબંધના જણાવ્યા છે, તે વાસ્તવિક રીતે સમજાશે.
આવશ્યકનિર્યુક્તિ અને બૃહત્કલ્પ ભાષ્ય વિગેરેમાં સમવસરણની રચનાથી અનેક જીને પ્રતિબંધની પ્રાપ્તિ જણાવી છે, તે વસ્તુ વિચારતાં મરીચિકુમારને ભગવાન યુગાદિદેવની તીર્થંકરપણાની ઋદ્ધિ દેખીને પ્રતિબંધ થાય તે અસંભવિત નથી.