________________
આગમત
દેવના મુખ્ય પુત્ર ભરત ચક્રવતીને ઘેર નયસારને જીવ દેવલેકે જઈને મરીચિપણે જન્મે છે. નયસારના જીવનું મરીચિ એવું નામ જે સ્થાપન કરવામાં આવ્યું છે, તે અનર્થક કે યાદચ્છિકપણે નથી, કિન્તુ યથાર્થપણે છે, કેમકે તે મરીચિકુમારને જે વખતે જન્મ થયે છે, તે વખતે જેમ સૂર્યના બિંબમાંથી મરીચિ એટલે કિરણે ચારે દિશાએ નીકળે છે, કે દશે દિશાએ ફેલાય છે. તેવી રીતે તે મરીચિકુમાર પણ જે વખતે જન્મ પામે તે વખત તે કુમારના શરીરમાંથી દશે દિશાએ મરીચિ (કિરણ)ને વિસ્તાર થયે હતું અને તેથી તે વખતના છની સ્વાભાવિક વિશિષ્ટતા તરફ થતી વૃત્તિને અનુલક્ષીને તે ભરત મહારાજા વિગેરેએ તે કુંવરનું મરીચિ એવું નામ સ્થાપન કર્યું. - જે કે સૂર્યના કિરણોના સેંકડો કરતાં અધિક નામે હોય છે, પણ તે વખતે તે કિરણનું મરીચિ એવું નામ પ્રસિદ્ધિમાં હોય અને તેથી તે કુંવરના શરીરમાંથી નીકળેલા કિરણને મરીચિના નામથી ઓળખ્યાં હોય અને તેજ કારણને આગળ ધરીને ચક્રવર્તી ભરત મહારાજે કુંવરનું મરીચિ એવું નામ રાખ્યું હોય તે તે અસં. ભવિત નથી.
જે કે અનુણ છતાં પ્રકાશ કરવા રૂપ કાર્ય ઉત નામકર્મને લીધે હેય છે અને તેનામકર્મ કેવળ ચંદ્રના વિમાનપણે પરિણમેલા માત્ર પૃથ્વીકાયિક ને જ હોય છે, છતાં આ મરીચિકુંવરના શરીરથી અનુષ્ણ એવું પ્રકાશરૂપ તેજ નીકળ્યું, તે તેમાં તેને ઉદ્યોત નામકર્મને ઉદય માનવે કે કેમ એ જ શંકા સહેજે થાય તેમ છે, પણ તે મરીચિના શરીરમાંથી સર્વત્ર સર્વકાળે મરીચિ (અનુષ્ણ પ્રકાશરૂપ કિરણો) નીકળ્યાં છે તેમ નથી, પણ માત્ર તે મરીચિના જન્મ વખતે જ ગર્ભગૃહમાં જ કિરણને ફેલાવો થએલે છે, અને તેવા કવચિત-કથંચિત બનવાવાળા બનાવને મુખ્ય માર્ગની પ્રરૂપણામાંન લઈ તેને ઉત નામકર્મના ફળ તરીકે ન લેતાં સ્વાભાવિક પ્રભાવચિહ્ન તરીકે લઈએ તે તે ખોટું નથી. અન્ય દેવતાઓ પણ