________________
પુસ્તક ૧-લું
૩૫ નયસારની માર્ગ બતાવવાની વૃત્તિનું રહસ્ય
કેમકે તે શ્રી નયસારના ચરિત્રને જણાવનારા કોઈ પણ ગ્રંથમાં મુનિઓએ માર્ગ દેખાડવા માટે નયસારને પ્રેરણા કરી હોય એવો ઉલ્લેખ જ નથી, પણ સ્થાને સ્થાને તે ઉલ્લેખ છે કે સુવિહિત શિરોમણિ સાધુઓએ આહારપાણ કર્યું, પછી સ્વયં નયસાર તેઓશ્રીની પાસે આવીને પ્રેરણા કરે છે કે-“હે મહાભાગ્યશાળીએ આપ પધારે, હું આપને માર્ગ દેખાડું.” આવી રીતે પ્રેરણા કરીને પિતાથી અપરિચિત અને જુદા ધર્મવાળાને માર્ગ દેખાડવા પ્રવૃત્તિ કરવી તે તે નયસારમાં અનુકંપાગુણની વિશિષ્ટતા જણાવવા સાથે પરોપકાર વૃત્તિની વિશિષ્ટતા જણાવનારી બાબત છે. અર્થાત આહાર આદિનું દેવું જેમ પરોપકારવૃત્તિના ગુણથી જ બન્યું છે, તેમ સ્વયં પ્રેરણા કરીને માર્ગ દેખાડવા જવું તે પણ તે જીવની અત્યંત પરેપકારવૃત્તિને આભારી છે.
જગતમાં કેટલાકે આંગળી માત્રથી નિર્દેશ કરી પરોપકારની બુદ્ધિ દાખવવાવાળા હોય છે, પણ પિતે સ્વયં સાથે ચાલી, પ્રેરણા પૂર્વક માર્ગે ચઢાવવા તૈયાર થનારા પરોપકાર કરનારા ઘણા દુર્લભ હેય છે. શોચનીય બીના
વર્તમાન કાળમાં કેટલાક સાધુમહાત્માઓને એ વાતને સ્પષ્ટ અનુભવ છે કે તેઓ કઈ ગામમાં ગયા હોય અને તેઓને દુકાન ઉપર બેઠેલે કુલથી જૈનધર્મવાળો હોય અને તિલક કરેલું હોવાથી સામાન્ય રીતે ધર્મના સંસ્કારવાળે હેય, તેવાને માત્ર ઉપાશ્રયનું
સ્થાન પૂછવું હોય ત્યારે તે મહાનુભાવ આંગળીના ટેરવે ઉપાશ્રયને રસ્તે દેખાડે છે, પણ એ કેઈક જ મહાનુભાવ હોય છે કે જે સાધુ મહાત્માને ઉપાશ્રય દેખાડવા માટે સ્વયં પ્રવૃત્ત થાય અને સાથે ચાલે જ્યારે આવી રીતે કુલથી જૈન ધર્મવાળા અને કાંઈક સંસ્કારવાળાને પણ ઉપાશ્રયને માત્ર માર્ગ દર્શાવવામાં પ્રવૃત્તિ થવી