________________
પુસ્તક ૧-લું હૈય, પણ ગુણવાનમાં ગુણવાનપણાની બુદ્ધિ ન થાય તેટલા માત્રથી તે પાપબંધ કહી શકાય નહિ, છતાં ગુણવાનમાં ગુણવાનપણની બુદ્ધિ ન થાય એટલા માત્રને અશુભ દીર્ધાયુષનું કારણ માની મહાપાપબંધ થવાનું માનીએ, તે અનાદિના મિથ્યાત્વમાં એટલે બધે પાપબંધ થઈ જાય કે કઈ પણ જીવ ઊંચે આવે જ નહિ, પણ તવની શ્રદ્ધા નહિ કરવારૂપ મિથ્યાત્વની દશાએ થતું યથાભદ્રકપણું પણ મહાપાપબંધનું કારણ જ બની જાય.
તેથી અનુકંપાદાનના વિષયમાં સુપાત્રદાનપણાની બુદ્ધિ એકાંત પાપનું કારણ બની શકે, કેમકે તેને આશ્રીને શ્રી ભગવતીજી વિગેરે સૂત્રમાં ફાસુ કે અફાસુ દાન દેનારાને અંગે અસંયત, અવિરત વિગેરે વિશેષણે જણાવેલાં છે, એટલે અસંયત, અવિરત, અપ્રતિહતઅપ્રત્યાખ્યાત-પાપકર્મવાળાને સંયત-વિરત વિગેરે માની દાન દે તે તેને અગ્રણીમાં ગુણવત્તાને આરેપ કરવાથી એકાંત પાપકર્મ થાય તે સ્વાભાવિક જ છે, અને તે માટે જ તે સૂત્રમાં અસંયત વિગેરે વિશેષણે આપવા સાથે વિટામિણે એવું સુપાત્રદાનપણને સૂચવનારૂં જ કૃદંત વાપરેલું છે. વળી ત્યાં નિષેધ પણ પાપબંધ જણાવવા સાથે નિજરને કરેલે છે, તે પણ સ્પષ્ટ જણાવે છે કે સુપાત્રદાન નિર્જરાની બુદ્ધિથી દેવાય છે અને તે નિર્જરા અહીં (દાન લેવાવાળે અપાત્ર હોવાથી) અંશે પણ થતી નથી. શાસ્ત્રીય એકાંત-પાપની વાતનું રહસ્ય
વળી એકાંત-પાપકર્મને બંધ જણાવ્યા પછી નિરાના નિષેધને પ્રસંગ જ રહેતું નથી, છતાં જે નિર્જરાને નિષેધ એકાંત પાપકર્મનું વિધાન કરવા છતાં કરે પડ્યો છે, તે એ વસ્તુ જણાવવાને બસ છે કે “દાતારની બુદ્ધિ સુપાત્રપણુની હેવાથી પરિણમે બંધની અપેક્ષાએ તે દાતારને સુપાત્રદાનની નિજારા મળવી જોઈએ” એવું કોઈ સમજી જાય નહિ.
કેમકે “ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ” એ વસ્તુ