________________
આગમત
બંદીખાને નાખ, વિરોધીને આર્થિક નુકશાનમાં રાજી થવું, કૌટુંબિક નાશમાં કિલકિલાટ કર, અપમાનમાં આનંદ માને ચાવત તેના શારીરિક દુઃખમાં સંતોષની સીમાએ પહોંચવું વિગેરે વિચારે ધરાવવા સાથે વચનપ્રવાહને વિસ્તારે છે, તેવી દ્રષદશા હેત તે તે નયસારને તે કષ્ટની કેટિએ ગએલા પણ સુવિહિતને દેખીને અંશ માત્ર પણ અનુકંપા આવત નહિ, પણ નયસારને તે સુવિહિ તેને તેવી અવસ્થામાં દેખીને અદ્વેષભાવ હોવાથી ઘણી જ તીવ્ર અનુકંપા આવી અને તેજ અનુકંપાને લીધે સાર્થવાહની અનુચિત પ્રવૃત્તિને તેને વિચાર થવા લાગે. નયસારની વિશિષ્ટ વિચારણું
તે નયસારના મનમાં આવ્યું કે ઉષણ કરીને વિશ્વાસ દેવાપૂર્વક સાર્થમાં લીધેલા સર્વ પુરુષને સર્વ પ્રકારે જાળવવા એ સાર્થવાહની ફરજ હોય તે પછી આવા તપસ્વી સાધુઓ સાર્થથી છૂટા પડી જાય તેની સાથે વાહે ખબર કેમ ન રાખી? વળી સાધુઓ ભૂલા પડી જંગલમાં રખડયા ત્યાં સુધી પણ સાર્થવાહ કેમ તપાસ ન કરી એ તે ખરેખર સુવિહિત સાધુઓની ભાગ્યદશા જ અને આયુષ્યનું સુસ્થિતપણું જોરદાર કે જેને લીધે ભૂલા પડયા છતાં પણ ભયંકર જંગલને પાર પામી શક્યા.
ક્ષણવાર સાર્થવાહ સંબંધી આ વિચાર કરીને નયસાર સુવિહિત સાધુઓને આશ્વાસન દેવાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. મુનિ મહારાજાઓને અશન-પાન આદિથી પ્રતિલોભે છે, મુનિ મહારાજાએ પણ દાયકઆદિની શુદ્ધિ દેખીને નયસારે દીધેલા અનાદિકને ગ્રહણ કરી આહારપાણ એકાંતમાં જઈ વાપરી લે છે, મુનિ મહારાજાઓને પ્રતિભાભીને વિદાય કર્યા છતાં મુનિ મહારાજાએ જે સાર્થથી છૂટા પડેલા છે તે જ સાર્થમાં ભેળવવાના વિચારને વળગી રહેલ છે અને તેથી જ મુનિ મહારાજાએ આહારપાણ કરીને ઊડ્યા કે તરત જ મુનિ મહારાજાઓની પાસે આવે છે અને વિનતિ કરે, છે કે આપ પધારે. હું આપને તે સાર્થની સાથે ભેળવી દઉં.