________________
પુસ્તક ૧-લું નયસારની ભક્તિ
મુનિ મહારાજાઓ આહારપાણી કરી રહે પછી પણ તત્કાળ મુનિ મહારાજને સાર્થમાં ભેળવી દેવા માટે માર્ગ બતાવવાની વિનતિ કરવી એ જ કહી આપે છે કે નયસારના મનમાં મુનિ મહારાજાએને સાથે સાથે ભેળવી દેવાની તમન્ના લાગેલી હતી, મુનિ મહારાજાઓ પણ સાર્થમાં ભળવાને માટે જ ચાહતા હતા અને તેથી તે નયસારની વિનતિને અંગે તત્કાળ વિહાર કર્યો અને નયસાર પણ તે મુનિ મહારાજાઓને સાર્થમાં ભેળવવા માટે માર્ગ દેખાડવા સાથે ચાલ્યું. '
માર્ગમાં ચાલતાં પણ મુનિ મહારાજાઓનું ધ્યાન જગતના જીવ માત્રના ઉદ્ધાર તરફ હેવાને લીધે તે નયસારને પણ સંસારસમુદ્રથી ઉદ્ધાર થાય એ દષ્ટિએ નયસારને ઉપદેશ આપવાની ઈચ્છા થઈ, કારણ કે અત્યાર સુધીની તેનયસારની પ્રવૃત્તિ દેખીને તે મુનિ મહારાજાઓને જરૂર એમ લાગેલું હોવું જોઈએ કે અન્ય ધર્મમાં રહેલો છતાં આટલા બધા અદ્વેષભાવવાળે અને અનુકંપા કરવામાં આગેવાનપણું ધારણ કરનાર તથા પરોપકારને માટે નિસ્વાર્થ પણે પરિશ્રમ વેઠનારે હેવાથી ખરેખર આ પાત્રરૂપ છે અને તેથી આ જીવમાં વાવેલું બધિનું બીજ ઘણી સારી રીતે નવપલ્લવિત થશે એમ ધારી શુદ્ધ દેવાદિક તત્ત અને જીવાદિક પદાર્થોનું સ્વરૂપ સચેટપણે સમજી શકાય એવી ભવસમુદ્રને તારવા પ્રવહણ સમાન ધર્મદેશના સુવિહિત મુનિ મહારાજાઓએ કરી. રસ્તે ચાલતાં ઉપદેશ આપે ઉચિત નથી
જો કે માર્ગમાં ચાલતાં સુવિહિત મુનિઓને પૃચ્છનાદિક સ્વાધ્યાય પણ કરવાનું હોય નહિ, કેમકે તે સ્વાધ્યાય ઈર્યાસમિતિને વ્યાઘાત કરનાર છે અને તેથી જ શ્રી ઉત્તરાધ્યનસૂત્રમાં ઈર્યા સમિતિપૂર્વક ચાલતી વખતે માર્ગમાં સ્વાધ્યાય કરવાને નિષેધ કરે છે, અને જે વાચનાદિક સ્વાધ્યાયને નિષેધ હોય તે પછી