________________
રક
આગમોત માત્ર આકસ્મિક સગોના પલટાને અંગે થએલા ક્રિયા કે પરિણુમના પલટાની વખતના પરિણામને જ આભારી છે, અર્થાત અપાત્રમાં દેવાતા દાનની વખતે જે પાત્રપણાની બુદ્ધિ તે પાત્રદાનના ફળને દેવાને માટે સર્વથા અસમર્થ જ છે. જે એમ ન માનીએ તે સર્વ જૈનેતર લેકે હકીકતે કુદેવ, કુગુરૂ, કુધર્મને પણ સુદેવ, સુગુરુ, સુધર્મની બુદ્ધિએ જ માને છે, તે તે જેનેતરને પણ સમ્યક્ત્વ-પરિણામવાળા જ માનવા જોઈએ, પણ કઈ પણ પ્રકારે તે જૈનેતર સમ્યક્ત્વના લાભને મેળવતા નથી,
તેનું કારણ એ જ કે આકસ્મિક સંગને પલટાને અંગે કિયા અને પરિણામની ઉલટપાલટ થવાની હકીકત અહીં લાગુ પડતી નથી, તેથી તે જૈનેતર શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની બુદ્ધિએ પણ કુદેવ, કુગુરુ, અને કુધર્મને આરાધતા હોઈ મિથ્યાત્વદશામાં જ ગણાય છે. જેનશાસનને અંગે પણ ગેશલે, જમાલિ અને બીજા નિને અનુસરનારાઓ જે કે શુદ્ધપણાની બુદ્ધિથી જ અનુસરતા હતા તે પણ તે અનુસરનારાઓને શ્રદ્ધારહિત જ ગણવામાં આવ્યા છે. અનુકંપાદાનની ભદ્રકાદશાથી વિશિષ્ટતા
આ હકીકત જે ન માનીએ તે સુદેવ, સુગુરુ, સુધર્મ અને કુદેવ, કુગુરુ, કુધર્મની પરીક્ષાને અવકાશ જ ન રહે, અગર નિરર્થક જ માનવી પડે, એટલે કે “અપાત્રમાં પાત્રપણુની બુદ્ધિથી અપાતું દાન સર્વથા નિજાનું કારણ ન બને અને એકાંત પાબંધનું જ કારણ બને” એમ સ્પષ્ટપણે માની શકીએ, પણ તેથી “સુપાત્રદાનના પાત્રત મહાત્માઓ તરફ પિતાની અજ્ઞાન કે ભદ્રક દશાને અંગે સુપાત્રપણાની બુદ્ધિ ન થાય અગર સમજુ હેવાને લીધે સુપાત્રપણાની બુદ્ધિ હોવા છતાં પણ સુવિહિતશિરોમણિઓની બાલાદિક અવસ્થાને અંગે અનુકંપા બુદ્ધિ થઈ જાય તે તેટલા માત્રથી તે દાન દેનારે પાપ બાંધે છે” એમ કઈ પણ પ્રકારે કહી શકાય નહિ,