________________
આગમજ્યોત
નયસારની વિશિષ્ટ ભવિતવ્યતા
જો કે આ નયસારના ભાગ્યમાં તેવી અનુકૂળતા થવાની ભવિતવ્યતાજ છે, અને તેથી જ કેઈને જોડે લીધે નથી, પણ તે ભવિતવ્યતાની જડ આજન્મની ન્યાયવૃત્તિને જ આભારી છે, અને તેથી જ આગળ જણાવવામાં આવશે તેમ સાધુ મહાત્માઓને પ્રતિલાભવાને તેમજ જે સાર્થથી તે મહાત્માઓ છૂટા પડી ગયા હતા તે સાર્થમાં તે મહાત્માઓને ભેળવવાને સ્વયં પ્રયાસ કરવાને વખત આવ્યો.
એટલું તે સહેજે સમજી શકાય તેમ છે કે જે નયસારની સાથે તેના તાબેદાર બીજા મનુષ્યો હોત તે સાર્થથી વિખૂટા પડેલા મહાત્માઓને પ્રતિલાભવાને અને જે સાર્થથી તે છૂટા પડ્યા હતા તેમાં ભેળવવાના પ્રયાસ કરવાનું અહેભાગ્ય નયસારને કદાચ ન પણ મળત, કેમકે અધિકારપર આરૂઢ મનુષ્ય સત્તાના દરમાં મત્ત હોવાથી જેમ બીજાઓ પાસેથી હુકમથી કાર્ય લે છે તેમ નયસાર પણ જે તે ન્યાયવૃત્તિ અને ભવિતવ્યતાની અનુકૂળતા ન હોત તે જોડેને મનુષ્ય ઉપર હુકમ કરીને જ માત્ર પિતાને કૃતાર્થ ગણત, અને તેથી તે મહાત્માઓને પ્રતિલાભવાને કે સાથે સાથે ભેળવવાને પ્રયાસ કરવાનું તેના હાથમાં ન આવત.
આ રીતે જે તે નયસાર બીજા મનુષ્ય દ્વારા મહાત્માઓને કે સાર્થમાં મેળવવાને ઉદ્યમ કરતા તે માર્ગમાં મહોપકારી મહાપુરુષના મુખકમળમાંથી નીકળેલા દેશનારૂપી પરાગને પામવા તે નયસારરૂપી ભ્રમર કઈ પણ દિવસ ભાગ્યશાળી થાત નહિ, અને તીર્થકર૫ણના ફળરૂપે ફળવાવાળા વિચિત્ર તથા પ્રકારના ભવ્યત્વના પરિપાકરૂપે બેધિલાભની પ્રાપ્તિથી ખરેખર તેઓ બેનસીબ જ રહેત! શ્રુતજ્ઞાનમાં શ્રવણનું મહત્વ
અહીં પ્રાસંગિક એક વાત સમજવા-વિચારવા જેવી છે કેગુરૂમુખે ગ્ય રીતે શ્રવણ કરેલા પદાર્થો શ્રુતજ્ઞાનનું કારણ બને છે