________________
આગમત કહેવું જ પડશે કે તે નયસારને મળેલું તલાટીપણું, તેમની અદ્વિતીય ઉત્તમતાને જ આભારી હતું, અને તલાટીપણું મળ્યા પછી પણ તેમની તે ઉત્તમતા ગંગાના પ્રવાહની પેઠે આવ્યા હતપણે વહી રહી હતી.
જો કે નયસારની જિંદગીના બીજા વૃત્તાંતે કઈ પણ શાસ્ત્રમાં ઉલ્લેખિત થએલા જોવામાં આવતા નથી, છતાં તલાટીપણામાં બાળવાના લાકડાં માટે જંગલમાં મધ્યાહ્ન વખતે નિવાસ કરવાનું કરેલું એક જ વર્ણન ચેખાની ભરેલી હાંલ્લીમાંથી બે દાણા ચાંપવાથી જેમ આખી હાંલ્લીની સ્થિતિ માલમ પડે, તેમ આ એક બાળવાના લાકડાં જેવી ચીજને માટે આપેલું વર્ણન તેમની સ્વાભાવિક જિદગીને ચિતાર આપવા માટે બસ છે. બાળવાના લાકડા માટે જંગલમાં જવાનું રહસ્ય
વાચકે સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે બાળવાના લાકડા જેવી ચીજ કઈક જ વખત જોઈએ છે એમ નહિં. પણ તે હરહંમેશની અપની ચીજ છે, અને હરહંમેશની ખપની હવા સાથે કિંમતમાં સર્વથા નજીવી છે, તે તેવી કિંમતમાં સર્વથા નજીવી અને હરહંમેશની ચીજ છતાં પણ જે ગરીબોને દુભવીને લેવા ન માગે અને તેવી હરહંમેશની સામાન્ય નજીવી ચીજને માટે સખત ઉનાળામાં, ખરે બપોરે, જે મનુષ્ય વનનિવાસને પ્રયાસ સેવે, તે મનુષ્ય બીજી કોઈ પણ ચીજ વગર અધિકારે ન લે એ સ્વાભાવિક જ છે.
આવી રીતે સખત ઉનાળાના મધ્યાહ્નની વખતે વનવાસ સેવીને પણ પિતાને જોઈતી ચીજ પિતે જ મેળવવી, પણ સત્તાની રૂએ કે લાજ શરમથી પણ કેઈની પાસેથી પણ તેવી સામાન્ય કિંમતવાળી નજીવી ચીજ ન લેવી, એવી પ્રવૃત્તિ તેમની આખી જિંદગીની ઉત્તમતાને જણાવવાને માટે આદર્શ રૂપજ છે. કેમકે જેઓને બીજાઓ પાસેથી સત્તા કે લાજશરમ, અગર બળાત્કારથી કંઈ પણ ચીજ લેવાની ટેવ પડી હોય તે મનુષ્ય સખત ઉનાળામાં, ખરા બપોરે