________________
પુસ્તક 8-થું
નયસારની વિશિષ્ટ ચિત્તવૃત્તિ
હવે મૂળ વસ્તુ ઉપર આવતાં કોઈ પણ અધિકારી પિતાના અધિકારની બહાર જે પણ પિતાના તાબેદાર માણસ પાસે કાર્ય કરાવે અગર વસ્તુ પડાવે કે તે તાબેદાર માણસની સ્થિતિ દેખ્યા સિવાય તેની ઉપર કાર્યને બે નાખે, એ બધું ગરીબના લેહીએ ખરડાએલું ગણાય, તેથી જ આ નયસાર કે જે ભગવાન મહાવીર મહારાજાને જીવ હતું, તે તલાટીની સ્થિતિમાં છતાં પણ પિતાને બાળવાનાં લાકડાં જોઈએ તે સરખી ચીજ પણ ગરીબના લેહીથી ખરડાએલી લેતું ન હતું, અને તેથી જ બાળવાનાં લાકડાં માટે પણ તલાટીને જંગલમાં લાકડાં કાપવા જવું પડે તે ન્યાયપુરસ્સર હોઈ તીર્થંકરના જીવન માટે લાયક જ હતું.
એક બાવળના લાકડાં જેવી ચીજ તલાટીની સ્થિતિમાં છતાં લોકો પાસેથી બળજબરીથી જે લેવા ન માગે અને તેવી સામાન્ય ચીજને માટે ખરા બપોરે જંગલમાં નિવાસ કરે, તે મનુષ્ય તે તલાટીની પદવીને અંગે અધિકાર બહારની ઘરગથુ ચીજ લેવા માટે સ્વપ્ન પણ તૈયાર ન થાય, તે હકીકત સહેજે સમજી શકાય તેવી છે, અને જે પિતાના સ્વાર્થને માટે અધિકાર બહારની કઈ પણ ચી જ ગરીબના લોહીએ કરી ખરડાએલી લેવા ન માગે, તે મનુષ્ય રાજાના સ્વાર્થને પુષ્ટ કરવા ખાતર ગરીબોની આંતરડી કકળાવે નહિં તે પણ સ્વાભાવિક જ છે. નયસારની અપૂર્વ ઉત્તમતા
શાસ્ત્રકારોએ તલાટીપણમાં છતાં બાળવાના લાકડાં લેવા માટે નયસારને ખરે બપોરે જંગલમાં જવાનું જણાવીને તેના આખા ભવનું રહસ્ય સમજાવી દીધેલું છે. એટલે કે નથી કઈ પહેલાંના તલાટીને ધકકો મારીને કે હેરાન કરીને પોતે તલાટી બનેલેતેમજ રાજ્યની આવક વધારવાની શરતે તે તલાટી બનેલ નથી, તથા પિતાના ઘરના સ્વાર્થને જોરજુલમથી પિષવા માટે પણ તે તલાટી બનેલૈ નથી.