________________
ત્યારબાદ મુલુંદના ઊંચા અને એકાંત પહાડ પર ખીલેલી વનશ્રી વચ્ચે અવકાશ મળવાથી એની ફરીથી શરૂઆત થઈ અને લગભગ
પૂર્વાર્ધ ત્યાં જ પૂર્ણ કર્યું. એટલામાં તો શારીરિક સમૃદ્ધની ઉત્પત્તિ કારણે ઘાટકેપરમાં ઓપરેશન થયું, અને દેઢેક
માસ એણે લઈ લીધો. પુનઃ મુલુંદના નાગરિક ખેંચી ગયા. મુલુંદ ગયા પછી ઉત્તરાર્ધ લખાયું અને પૂર્વાર્ધનું પુનઃ અવલોકન કરવાનો સમય મળ્યો. આ વખતે મારી પાસે આવેલા એક સાધક પણ સાથે જ હતા. એ વાંચતા જાય અને હું સાંભળતે જાઉં. એ સાધકને આ વાચનથી ખૂબ રસ પડ્યો. સાધકજીવન સાથે આચારાંગનો અત્યંત સુમેળ છે, એમ એમણે પોતાના જ જીવન પરથી જાણ્યા પછી મારી પાસે એક દલીલ મૂકી કે “શ્રી આચારાંગની બેંધ પાછળ જે દષ્ટિ છે એને કંઈક હજુ વધુ વિસ્તૃત રૂપ અપાય તે મારા જેવા અનેક સાધકને આશ્વાસનદાયક અને ઉપકારક થઈ પડશે.” મને આ દલીલ ચી.
શ્રી આચારાંગ પ્રત્યેક સાધક–પછી તે ગૃહસ્થ હો કે સંન્યસ્ત ભિક્ષુ છે, ધનિક હો કે ગરીબ હો, સાધનસંપન્ન હો કે સાધન
વિહીન હો એને નવીન દૃષ્ટિ અને નવપ્રેરણું આચારાંગનાં તેજ આપી શકે છે. જીવનની કોઈ પણ બાજુ એવી
નહિ રહેતી હોય કે જેને શ્રી આચારાંગમાં એક યા બીજા પ્રકારે નિર્દેશ ન હોય. આથી જ મને જેટલે શ્રી ગીતાજી પ્રત્યે આદર છે તેટલો જ શ્રી આચારાંગ પ્રત્યે છે. હું તે શ્રી ગીતાજીને જેનધર્મ ગ્રંથ ગણું અને શ્રી આચારાંગને વેદધર્મ ગ્રંથ ગણું! કારણ કે શ્રી આચારાંગની સંક્લનામાં બ્રાહ્મસંસ્કૃતિ અને શ્રી ગીતાજીમાં ક્ષાત્રસંસ્કૃતિ છે. જૈનત્વને પાયે ક્ષાત્રસંસ્કૃતિ જ છે. શ્રમણ ભગવાન મહાવીર પોતે ક્ષત્રિય હતા. ફેરા એટલે જ કે ગીતાની સામગ્રી બાહ્ય યુદ્ધના મંડાણ પર રચાઈ છે, ત્યારે જૈનત્વ આંતરિક યુદ્ધના મંડાણ પર રચાયું છે. મહાભારતનું યુદ્ધ છે ગીતાનું રૂપક અને સ્વ તથા પરભાવનું યુદ્ધ એ છે શ્રી