________________
“ચિરસ્મરણીય રહેશે ધર્મપ્રાણુ લોકાશાહની લેખમાળા” કે જેણે મને વર્તમાન જેનસમાજના નિદાનની અણમેલી ભેટ ધરી.
આ વાકય મારા અંતઃકરણે આજ પહેલાં પણ અમૂલ્ય લાભ અનેક વાર ઉચ્ચાર્યું છે. શ્રી આચારાંગને આ
અનુવાદ એનું ફળ છે. જે મૌલિક જેનસંસ્કૃતિ અને જેનસમાજના વર્તમાન માનસને આટલો ઊંડે અને વ્યાપક અનુભવ ન થયો હોત તો કેવળ અભ્યાસથી હું આટલું હદય રેડી શકત કે કેમ ? એ વિષે મને શંકા છે. એટલે શ્રી આચારાંગના આ અનુવાદને યશ એને જ ફાળે જાય છે એમ મારે કહેવું જોઈએ.
શ્રી આચારાંગસૂત્રના અનુવાદને આરંભ મુંબઈમાં પ્રવેશ કર્યો ત્યારથી જ થયેલું. પરંતુ તે વખતે બે અધ્યયને પૂરાં થયાં હશે
તેટલામાં એ કાર્ય અધૂરું રહ્યું. એ અધૂરું અનુવાદને આરંભ રહેવામાં બીજાં ગૌણ કારણે હતાં ખરાં, પણ
તેમાંય મુખ્ય નિમિત્ત હતું “ધર્મપ્રાણુ લેકાશાહની લેખમાળા. એ લેખમાળાએ સાધુસમાજ પર સીધી અસર કરી અને પછી એની આડકતરી અસર સમસ્ત સમાજ પર ઊતરી. સમાજના ઊહાપોહે સારો એવો સમય રેકી લીધે અને શ્રી. આચારાંગનું કાર્ય સ્થગિત રહ્યું. એટલામાં ચાતુર્માસને નિવૃત્ત કાળ : સમાપ્ત થયા.