________________ જુવાની વાંચી ગયો અને તેમાંથી કેટલાય અભંગ મો પણ કર્યા. આ ચરિત્રપારાયણે ભારે રોગ મટાડ્યો. હું નિધન હોવાથી મનમાં દુઃખી રહેત; પણ તુકારામ ભુવાએ પણ દેવાળાં જ કહ્યાં હતાં ! હું અભણ હોવાથી શેક કરતો; પણ તુકાબાને તો મારાથી દસમે હિસ્સે પણ ભણવાનાં સાધનો નહોતાં મળ્યાં! મારું લગ્ન થયું તેથી હું વિમાસતા; પણ તુકેબા તો બે વખત પરણ્યા હતા ! દુનિયાદારીમાં મારાથી અનેક ગણી મુશ્કેલીઓ તેમને હતી છતાં પરમાર્થમાં તેમની ડાંફ કેટલી અગાડી ! દુનિયાનાં દુઃખો તેમને નુકસાનકર્તા ન નીવડતાં ઊલટાં લાભકર્તા જ લાગ્યાં! તો પછી મારે જ શું કરવા શોક કરવો? વિદ્યા અને ધન મેળવતાં ન આવડવું તો ભલે, પણ તુકાબાના જેવા સગુણે પણ મહેનત કરતાં ન કેળવતાં આવડે શું? વૈરાગ્યરૂપી કવચ પહેરીને સત્યનિષ્ઠા આદિ સદગુણરૂપી હથિયાર વડે શરીરને પરિપુ સાથે લડાઈ કરીશ, તે આજે નહિ તો કાલે જરૂર હું વિજયી થઈશ એવી આશા બંધાવા લાગી. નામ કાઢવું, કીર્તિ મેળવવી એ બધું ભલે ધર્યું રહે, પણ તુકેબા જેવા સાવિક તે બનવું જ એમ મને થવા લાગ્યું. એકાંતમાં બેસી મારા વિચારોને હું દઢ કરતે ગયો અને પરિણામે મારે હોગ સમૂળ જતો રહ્યો. ભિક પુંડલિક નાયક અમારા સંબંધી થાય. તેમના બાપ મારા પિતાના મામા અને તેમની બહેન મારી કાકી થાય. પણ અમારા આ સંબંધના કરતાં પણ તેઓ મારા ઉપર અધિક પ્રેમ રાખવા લાગ્યા. તેમના વિચાર મને ખૂબ ગમતા. મહિનામાં દસ બાર દિવસ હું મડગાંવમાં તેમને ઘેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust