Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/034420/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ pu Lang ( મુ Parily જયભિખ્ખુ Page #2 -------------------------------------------------------------------------- ________________ બેકકવર ટાઇટલ ભાગ-૧ ગણતંત્ર અને રાજ્યતંત્ર વચ્ચેના સંઘર્ષને આલેખતી શત્રુ કે અજાતશત્રુ (ભા. ૧૨) નવલકથા ભલે ઐતિહાસિક હોય પરંતુ એનું વિષયવસ્તુ તત્કાલીન સમયને પણ સ્પર્શે છે. પ્રજાતંત્રોની મુખ્ય તાકાત એમની એકતામાં છે અને જ્યારે એ એકતા કુસંપ અને વિલાસથી નિર્બળ બને છે ત્યારે પ્રજાતંત્ર પર પ્રચંડ આઘાત થતો હોય છે. આ નવલકથામાં શાક્ય, વૈશાલી અને લિચ્છવીના પ્રજાતંત્રના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. વૈશાલી જ્યારે ભોગ, વિલાસ અને વૈભવમાં ગળાડૂબ હતી ત્યારે એને ખ્યાલ ન આવે એ રીતે મગધની સેના વૈશાલીની સરહદો પર પગદંડો જમાવતી હતી અને મગધપતિ અજાતશત્રુ એના પર વિજય મેળવે છે. ઇતિહાસની એ મુખ્ય વિગતો જાળવતી આ નવલકથામાં જૈન સાહિત્ય પરંપરામાં મળતી બિંબિસાર અને અજાતશત્રુની સામગ્રીનો ઉપયોગ કર્યો છે. આમાં વૈશાલી ગણતંત્ર અને મગધના રાજ્યતંત્રની રાજકીય સંઘર્ષકથા આલેખાઈ છે. ભારત દેશ જ્યારે પ્રજાતંત્રના મહાન પ્રયોગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ નવલકથા અનેક રીતે મહત્ત્વની છે. લેખકની પરિસ્થિતિનો સર્વગ્રાહી દર્શન કરાવતી અને પાત્રને જીવંત રીતે આલેખતી કલ્પનાશક્તિ વાચકના મન પર ઊંડો પ્રભાવ પાડે છે. વૈશાલીના ગણતંત્રની આંતરિક અશક્તિઓ અને ક્ષતિઓ આલેખવા છતાં ગણતંત્ર પ્રત્યે વાચકનો પક્ષપાત જળવાઈ રહે તેવું આલેખન ચિત્રને સ્પર્શી જાય છે. શત્રુ કે અજાતશત્રુ જયભિખ્ખુ જયભિ સાહિણ શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jaybhikhkhu Janmashatabdi Granthavali Shatru Ke Ajatshatru A Gujarati Historical Novel by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007 0 સર્વ હક્ક પ્રકાશકના ISBN તૃતીય : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ ડિસેમ્બર, ૨૦૧૪ * પૃ. ૨૦ + ૩૯૬ કિંમત : રૂ. ? અર્પણ વિચારપૂર્ણ જ્ઞાનસત્રો દ્વારા આવનારાં પરિવર્તનો વિશે પરામર્શ કરનાર લેખક, તંત્રી, સંપાદક અને આગમ સાહિત્યના અભ્યાસી શ્રી ગુણવંત બરવાળિયાને પ્રકાશ કે કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮009 સાદર મુખ્ય વિતા ગુર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૧ ફોન : ૨૨ ૧૪ ૯૯૯૦ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પિલર, રમેશપાર્ક સોસાયટી વિશ્વ કોશ માર્ગ, ઉસ્માનપુરા, એમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ આવરણચિત્ર : મુદ્રક : ક્રિના ગ્રાફિક્સ, ૯૯૯, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ૧. વિક્માદિત્ય હેમુ ૩. દિલ્હીશ્વર ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૭. ચક્રવર્તી ભરતદેવ ૯. લોખંડી ખાખનાં ફૂલ ૧-૨ ૧૧. શત્રુ કે અજાતશત્રુ ૧-૨ ૧૩. પ્રેમાવતાર- ૧-૨ નવલકથા ૧. ભગવાન મહાવીર ૩. મહામંત્રી ઉદયન ૧. ફૂલની ખુશબો ૩. વીર ધર્મની વાતો ભાગ - ૧ ૫. માદરે વતન ૧. હિંમતે મર્દા ૩. માઈનો લાલ ૨. ભાગ્યનિર્માણ ૪. કામવિજેતા નવલિકાસંગ્રહ ૬. ભગવાન ઋષભદેવ ૮. ભરત-બાહુબલી ૧૦. પ્રેમનું મંદિર ૧૨. સંસારસેતુ ૧૪. બૂરો દેવળ ૨. ફૂલ નવરંગ ૪. વીર ધર્મની વાતો ભાગ - ૨ ચરિત્ર ૧. બાર હાથનું ચીભડું ૩. પ્રાણી મારો પરમ મિત્ર-૧-૨ ૨. જયસિંહ સિદ્ધરાજ ૪. મંત્રીશ્વર વિમલ કિશોર સાહિત્ય ૨. યજ્ઞ અને ઈંધણ ૪. જયભિખ્ખુ વાર્તાસૌરભ બાળકિશોર સાહિત્ય ૨. તેર હાથનું બી ૪. નીતિકથાઓ - ૧-૨ બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ) ૨. ફૂલપરી શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ) જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવિલ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ) પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખુના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ’ના ઉપક્મે આ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. એમના જીવનકાળમાં મુંબઈ અને કૉલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્મો યોજાયા હતા. એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ રકમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ'ની સ્થાપના કરી. આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખુના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખુના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખુ ઍવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખુ સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય’વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખુ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને ‘જયભિખ્ખુ નગર’ નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખુના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ Page #5 -------------------------------------------------------------------------- ________________ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના પ્રગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટયગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખુ જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખ્ખના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખુ લિખિત ‘બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. ‘જયભિખુની જન્મશતાબ્દી' નિમિત્તે ‘જયભિખ્ખું : વ્યક્તિત્વ અને વાડ્મય’ અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખું’ એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય આ કાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા ‘અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખુની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘શીલભદ્ર સારસ્વત જયભિખુ’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું. જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જે માં જયભિખુની નવલ કથાઓ ‘લોખંડી ખાખનાં ફૂલ' (ભાગ-૧-૨), ‘પ્રેમાવતાર' (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, ‘શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર ' અને ‘સંસારસેતુ' એમ કુલ છ નવલકથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખુની પ્રસિદ્ધ નવલકથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી શ્રી ધનવંત શાહે “કૃષ્ણભક્ત કવિ જયદેવ' નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એના કેટલાક નાટ્યાંશો પ્રસ્તુત કર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલા જયભિખ્ખના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે. જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪ ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ પૂર્વભૂમિકા ગણશાસનનું મૂળ શમ છે-શાંતિ છે. સામ્રાજ્યનું મૂળ બળ છે - યુદ્ધ છે. આ વાર્તાનો જન્મ પચીસસો વર્ષ પહેલાંના ભારતમાં થાય છે. એ વખતે ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની રાજ શાસનપદ્ધતિઓ પ્રચલિત હતી. એક ગણશાસનપદ્ધતિ, બીજી સામ્રાજ્યશાસનપદ્ધતિ, આખો ભારતવર્ષ એ વખતે લગભગ ત્રણ દેશમાં-વિભાગમાં વહેંચાયેલો હતો. એ વખતે દેશ શબ્દ પ્રાંતવાચી પણ હતો) હિમાલય અને વિંધ્યાચળની વચ્ચે વસેલો તથા સરસ્વતી નદીના પૂર્વ ભાગે તથા પ્રયાગના પશ્ચિમ ભાગે આવેલો પ્રદેશ મધ્યદેશ (-મઝિમ દેશ)ના નામે ઓળખાતો. આ મધ્યદેશના ઉત્તરનો ભાગ ઉત્તરાપથ અને દક્ષિણનો ભાગ દક્ષિણાપથને નામે જાણીતો હતો. આ વિસ્તારનાં બધાં રાજ્યોમાં ઘણાં રાજનૈતિક પરિવર્તન આવી ગયાં હતાં. એનું મૂળ ઠેઠ મહાભારતના ભીષણ યુદ્ધમાં પડ્યું હતું. એ યુદ્ધ એવો વિનાશ વિસ્તાર્યો હતો કે દેશની આખી સિક્લ પલટાઈ હઈ હતી, બધા ક્યાંનાં ક્યાં થઈ ગયાં હતાં ! હસ્તિનાપુરનો સુપ્રસિદ્ધ ભારત રાજવંશ ત્યાંથી ઊઠીને વત્સદેશની રાજધાની કૌશાંબીમાં ચાલ્યો ગયો હતો. ને કોશાબીના રાજાઓ, રાજ શક્તિમાં ક્ષીણ થઈ ગયા હોવા છતાં, પોતાના ભૂતકાળના રાજ ગૌરવમાં રાચતા હતા, કુરુ દેશનું આજે કોઈ મહત્ત્વનું સ્થાન નહોતું, પણ કુરુ ધર્મ આદર્શ ધર્મ લેખાતો. રાજ શાસનપદ્ધતિ પહેલી જનોમાં હતી, એ જનપદમાં આવી, જ્યાં જે જનપદ વસ્યાં ત્યાં તે નામથી તે ઉલ્લિખિત થયાં. કુરુ વસ્યા ત્યાં કુરુ જનપદ. મંદ્ર વસ્યા ત્યાં મદ્ર જનપદ. ને જનપદોમાંથી મહાજનપદ રાજ શાસન વિસ્તયાં. આપણી વાર્તા વખતે ભારતમાં ૧૬ મહાજનપદ વિખ્યાત હતાં. મુખ્યત્વે એ જાતિવાચક નામ હતાં અને બધાં નામો બબેનાં જોડિયામાં બોલાતાં : (૧-૨) અંગમગધ (૩-૪) કાશી-કોસલ (પ-૬) વર્જિ-મલ (૭-૮) ચેદિ-વત્સ (૯-૧૦) કુરપંચાલ, (૧૧-૧૨) મત્સ્ય-સૂરસેન (૧૩-૧૪) અમક-અવની (૧૫-૧૬) ગાંધારકાંબોજ . આ રાજ્યોની આછી આછી પિછાન અહીં કરી લઈએ. જે કથાપ્રસંગોને સમજવામાં મદદગાર થશે : ૧. અંગ રાજ્ય : મગધની પાસે પડતું હતું. બંનેની વચ્ચે ચંપા નદી હતી. આ નદી પર પાછળથી ચંપાનગરી વસી. ચંપાનું બીજું નામ માલિની. પ્રથમ આ સ્વતંત્ર રાજ્ય હતું. પછી મગધે એને પરાધીન ક્યું. ૨. મગધ રાજય : આ રાજ્યની સીમા ઉત્તરે ગંગા નદી, પૂર્વે ચંપા નદી, દક્ષિણે Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૧. મત્સ્ય રાજય : આજના અલવર, જયપુર અને ભરતપુરનો કેટલોક ભાગ એટલે મરાદેશ, મહાભારતનું મરા રાજ્ય રાજા વિરાટના અધિકારમાં હતું. ને એની રાજધાની વિરાટનગર (થોડા વખત પહેલાં વિલીન થયેલ જયપુર રાજ્યમાંના વૈરાટમાં)માં હતી. વિંધ્ય પર્વત અને પશ્ચિમે સોન નદી હતી. આની રાજધાની રાજગૃહી હતી. ગિરિત્રજ નામની જૂની રાજધાની રદ કરીને રાજા શ્રેણિક બિંબિસારે રાજ ગૃહ વસાવ્યું, છેવટે પાટલીપુત્ર આ રાજ્યની રાજધાની બન્યું. આજનું બિહાર તે મગધ. આજનું રાજગિર તે રાજગૃહી. આજનું પટના તે પાટલીપુત્ર. શ્રેણિક બિંબિસારનો પુત્ર તે અજાતશત્રુ. એ જ આ નવલકથાનો નાયક, ૩. કાશી રાજ્ય : આ રાજ્ય સ્વતંત્ર હતું. કાશી એ નગરનું નામ નથી. પણ રાષ્ટ્રનું નામ છે. એની રાજધાનીનું નામ વારાણસી હતું. એક કાળે બે હજાર ચોરસમાઈલ જેટલા વિસ્તારવાળું આ રાજ્ય કથાપ્રસંગે પરાધીન હતું, ને કોશલ રાજ્યમાં ભળી ગયું હતું. ૪. કોશલ રાજય : કોશલ રાજ્યની રાજધાની અયોધ્યા (સાકત) હતી. કથાપ્રસંગે એની રાજધાની શ્રાવસ્તી (સાવત્થી) હતી. વર્તમાન ગોંડા જિલ્લા પાસેનું સહેટમહેટ એ જ શ્રાવસ્તી. એના રાજાનું નામ પ્રસનદી-પ્રસેનજિત હતું. તેની ગાદીએ વિડુડલ્ટ આવ્યો. અજાતશત્રુએ જેમ લિચ્છવી ગણતંત્રનો નાશ કર્યો. એમ વિડુડલ્ય શાક્યોના રક્તમદથી દુભાઈ શાક્યોના મહાન ગણતંત્રનો સંહાર કર્યો. શ્રીકૃષ્ણ અને કંસ વચ્ચેની મામાભણેજની લડાઈ જેવી આ કાળે પણ મામા-ભાણેજ ની લડાઈઓ ચાલતી હતી. પ. વૃજિ રાજ્ય : આ નામ કુળ પરથી પડેલું હતું. આમાં આઠ રાજ કુળો ભળેલાં હતાં; તેમાં વિદેહ અને લિચ્છવી મુખ્ય હતાં. આની રાજધાની વૈશાલી હતી, જે અત્યારના મુજફફર જિલ્લામાં બસાઢ નામના સ્થાને હતી. ૩. મદલ રાજય : આ રાજ્યનો એક છેડો શાક્યોના રાજ્યને સ્પર્શતો, એક વૃન્જિ રાજ્યને. આની રાજધાનીનાં નગરો પાવા ને કુશિનાર હતાં. પૂર્વી ભારતનું આ શક્તિમાન ગણરાજ્ય હતું. મલ્લજાતિ લડાયક જાતિ હતી, ને કુસ્તીની શોખીન હતી. ભગવાન બુદ્ધનું નિર્વાણ કુશિનારમાં થયું. અજાતશત્રુએ આ ગણતંત્રીય મલ્લ રાજ્ય જીતી લીધું. ૭. ચેદિ રાજય : આ રાજ્ય આજના બુંદેલખંડમાં હતું. ૮. વત્સ રાજ્ય : અવંતી રાજ્યની ઉત્તરમાં આ વંશ યા વત્સ રાજ્ય આવેલું હતું. આની રાજધાની કોસાંબી નગરી હતી. એ આજના પ્રયાગથી ૩૦ માઈલ દૂર ને યમુનાના કિનારે આવેલી હતી. ઉદયન-પરંતપ-પુત્ર ત્યાંનો રાજા હતો. ૯. કુરુ રાજ્ય : કુરુ રાજ્ય પૂર્વમાં પાંચાર રાજ્ય ને દક્ષિણમાં મત્સ્ય રાજધાની વચ્ચે હતું. એની રાજધાની દિલ્હીની પાસે ઇંદ્રપ્રસ્થ હતી. આ રાજ્ય બે હજાર ચોરસ માઈલમાં ફેલાયેલું હતું. અને ઉત્તર કર ને દક્ષિણકર એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. ૧૦. પંચાલ રાજય : આ રાજ્ય ઉત્તર પંચાલ ને દક્ષિણ પંચાલ એમ બે ભાગમાં વહેંચાયેલું હતું. કુરુ, રાજ્યની પૂર્વમાં પહાડી ઘાટીઓ અને ગંગાની વચ્ચે એ વસેલું હતું. ઉત્તર પંચાલની રાજધાની કંપિલ્યપુર અને દક્ષિણ પંચાલની રાજધાની કનોજ હતી. ૧૨. શૂરસેન રાય : જે ચાર દેશ (કુરુ, મત્સ્ય, પંચાલ તથા શૂરસેન) બ્રહ્મર્ષિદેશ તરીકે જાણીતા હતા તેમાંનું એક રાજ્ય તે આ. એની રાજધાની યમુના નદીને કિનારે મધુરા-મથુરામાં હતી. ૧૩. અમક રાજય : આ રાજ્ય ગોદાવરી નદીને કાંઠે આવેલું હતું ને એની રાજધાની પોતાનપુર યા પોતલી હતું. આની સાથે બીજાં બે મુલક ને આંધ્ર રાજ્યો મળીને આજનો મહારાષ્ટ્ર બન્યો. ૧૪. અવની રાજય : અવન્તીના રાજ્યના બે ભાગ હતા. ઉત્તરીભાગ અવન્તી કહેવાતો, ને તેની રાજધાની ઉજજૈની હતી. અને દક્ષિણ ભાગ અવન્તી દક્ષિણાપથ કહેવાતો, ને તેની રાજધાની માહિષ્મતી હતી. અવન્તીના રાજાનું નામ પ્રઘાત હતું. એ પોતાના ક્રોધને લીધે ચંડપ્રઘાત તરીકે પણ ઓળખાતો. કવિઓની કથાનાયિકા પ્રસિદ્ધ વાસવદત્તા પ્રદ્યોતની પુત્રી થતી હતી, જે કોશાબીના હસ્તિકાન્ત વીણાના વાદક રાજા ઉદયનને વરી હતી. ૧૫. ગાંધાર રાય : પશ્ચિમ પંજાબ અને પૂર્વી અફઘાનિસ્તાનનો પ્રદેશ એ ગાંધાર, એની રાજધાની તક્ષશિલા હતી. અહીં પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય હતું. જગપ્રસિદ્ધ આચાર્યો અહીં વસતા. ત્રણ વેદ ને અઢાર વિદ્યા અહીં ભણાવાતી. કાશી, કૌશલ ને મગધના રાજપુત્રો, શ્રેષ્ઠીપુત્રો ને કિસાનપુત્રો અહીં રહેતા ને વિદ્યાભ્યાસ કરતા. ગંધારના રાજા પુક્સાતિએ બિંબિસારના દરબારમાં એલચી મોકલ્યો હતો, કાશમીર ગાંધારમાં ગણાતું. ૧૬. કોજ : આ વિશે મોટો મતભેદ છે. ઉત્તરી હિમાલય યા તિબેટમાં એ માનવમાં આવે છે. સિંધુ નદીની ઉત્તર-પશ્ચિમમાં પણ માનવામાં આવે છે. આની રાજધાની દ્વારકા માનવામાં આવે છે. કમ્બોજના ઘોડા બહુ વખણાતા. ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીના સમયમાં આ બધા નાનાં-મોટાં રાજ્યો પ્રાયઃ સર્વ તંત્ર સ્વતંત્ર જેવાં હતાં. સ્વતંત્રતાનું સહુને અભિમાન હતું. આ રાજ્યો પરસ્પર પ્રેમ કરતાં ને યુદ્ધ પણ કરતાં. પણ કોઈ રાજ્ય એટલું શક્તિશાળી નહોતું જે બીજાં રાષ્ટ્રોને પરાધીન કરી એમને સદાને માટે જીરવી શકે. આમ ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં અયોધ્યા, વારાણસી, ચંપા, કંપિરલ, કોસાંબી, મથુરા, મિથિલા. રાજ ગૃહ, રોરૂ ક, સાક્ત, સાગલ સાલકોટ) શ્રાવસ્તી, ઉજજેની ને વૈશાલી મુખ્ય નગરો હતાં; અને મગધ, કોશલ, વત્સ, અવન્તી અને ગંધાર પ્રબળ રાજ્યો હતાં. Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ભારતનાં આ સ્વાધીનતાપ્રેમી રાષ્ટ્રો પોતાના સ્વાતંત્ર્યપ્રેમ માટે જાણીતાં હતાં. એ રાષ્ટ્રોનાં પ્રત્યેક નગર અને પ્રત્યેક ગામ પોતાનો પ્રબંધ પોતે કરતાં, એટલે બધાં પ્રજાતંત્ર જેવાં જ હતાં, છતાં અગિયાર પ્રજાતંત્રીય રાજ્ય નીચે મુજબ જાણીતા હતાં. ૧. શાક્યોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની કપિલવસ્તુ ૨. ભગ્નનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની સુંસુમાર ૩. બુલીનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની અલ્લ કમ્પ ૪. કાલામનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની કેસપુરા ૫. કોલિયનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની રામગ્રામ ૬. મલ્લોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની કુશિનારા ૭. મલ્લોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની પાવા ૮. મલ્લોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની કાશી ૯. મૌર્યોનું-મોરિયનું પ્રજાતંત્ર રાજ્ય : પીપલીવન ૧૦. વિદેહોનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની મિથિલા ૧૧. લિચ્છવીનું પ્રજાતંત્ર રાજ્ય : રાજધાની વૈશાલી આ બધાંમાં શાક્ય, વૈશાલી અને લિચ્છવીનાં પ્રજાતંત્ર પ્રખ્યાત હતાં. વિદેહ અને લિચ્છવી એકમેકમાં ભળી ગયાં હતાં ને તેઓ વૃજિ તરીકે ઓળખાતાં હતાં. સ્વાધીન વિચાર, સંઘશક્તિ ને એકતા આ તંત્રોની મુખ્યતા હતી. આગળ જતાં બધાં પ્રજાતંત્રોનો નાશ કરી ચક્રવર્તી થનાર સમ્રાટ ચંદ્રગુપ્ત પણ મોરિય ગણતંત્રમાં થયો. શાક્ય અને વ૪િ પ્રજાતંત્રે એ સમયે સહુનું લક્ષ કેન્દ્રિત કર્યું હતું. અને શાક્ય દેશમાં જન્મ લેનાર ભગવાન બુદ્ધ અને વૃજિ પ્રજાતંત્રમાં જન્મ લેનાર ભગવાન મહાવીરે આ બે તંત્રોને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. એમાં પણ વૈશાલી એ કની ચર્યાભૂમિ અને બીજાની કર્મભૂમિ થતાં વૈશાલી એ વખતના સંસારમાં શિરમોર સમું બની રહ્યું હતું. વૈશાલી વૃક્તિઓનાં પ્રજાતંત્રની રાજધાની હતું, અને આઠ ભિન્ન ભિન્ન બળવાન ગણ જાતિઓના મિલનથી સંયુક્ત ગણરાજ્ય બન્યું હતું. વિદેહમાં રામાયણ અને ઉપનિષદમાં પ્રસિદ્ધ જનક રાજાનો પુરાણો વંશ એક વખત રાજ કરતો હતો. કથાપ્રસંગે એ ખતમ થઈ પંચાયતી રાજ્ય બની ગયું હતું. ભગવાન મહાવીરની માતા વૈદેહી કહેવાતાં હતાં. - લિચ્છવી લોકોની રાજ પ્રણાલી એવી હતી કે જેઓ રાજ્યમાંથી ત્રણ પુરુષોને પસંદ કરતાં. ને રાજ્યની લગામ તેમને સોંપી દેતા. લિચ્છવીઓની એક મહાસભા હતી - જે સંથાગારમાં મળતી, જેમાં જુવાનો ને વૃદ્ધ ભેગા થતા, ને એકમતીથી રાજ કારોબાર ચલાવતા, આ મહાસભામાં પ્રત્યેક કુળના વડીલ યા પ્રતિનિધિ સભ્યને ચૂંટવામાં આવતો. એ ‘રાજા' કહેવાતો. આવા રાજાઓની સંખ્યા ૭૭૦૭ની હતી. તેઓનો મંગલ પુષ્કરણીઓમાં મૂર્ધાભિષેક થતો. આ સભ્યને પારિવારિક જીવનમાં વિશુદ્ધિ ને આદર્શ અંગેના કઠોર નિયમો સ્વીકારવા પડતા. આ રાજાઓ મહાસભામાં એકત્ર થઈ કાયદા રચતા, તેમ જ વેપાર અને તેના વિશે વિચાર કરતા. આ સભામાં રાજસંબંધી તમામ બાબતો પર વિચાર અને વાદવિવાદ થતા. આ મહાસભા પોતાના સભ્યોમાંથી નવ સભ્યો ચૂંટતી. આ સભ્યો “ગણરાજ’ કહેવાતા, ને તેઓ તમામ કાર્ય પર દેખરેખ રાખતાં. આ પ્રજાતંત્રોમાં રાજ્યની તમામ વ્યક્તિઓ શાસનકાર્યમાં ભાગ લેતી, બધી પ્રજાના અધિકાર સમાન લેખાવામાં આવતા. તમામ પ્રજાજનો પૂરતી રીતે પોતે ઘડેલા નિયમો પાળતા. આ લોકો સ્વીકારતા કે ગણશાસનનું મૂળ શમ છે. શાંતિ છે. અને માત્ર સૈનિકોના પરાક્રમથી ગણશાસનનો આદર્શ સિદ્ધ થતો નથી. વળી તેઓ એ પણ સ્વીકારતા કે ગણશાસનમાં સદાકાળ એક વ્યક્તિ સર્વોપરી ન હોઈ શકે; ક્યારે કોઈ સર્વોપરી તો ક્યારે કોઈ ! વર્ણ, જાતિ, જન્મ કે કુલની બાબતમાં સર્વ સમાન, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનાં અહિંસા સત્ય વગેરે પંચશીલ માટે આ ભૂમિ બહુ અનુકૂલ હતી. પ્રજાતંત્રના લોકો અહિંસા પર શ્રદ્ધા રાખતા; સાથે પોતાની વીરતા માટે અભિમાન રાખતા ને હારવાને બદલે મરવાનું વધુ પસંદ કરતા. એ વખતે સમસ્ત ઉત્તર ભારત પ્રજાતંત્રોથી ગુંથાયેલું હતું. જેણે પ્રજાતંત્રનો હ્રાસ કર્યો એ કૌટિલ્ય, પોતે લખે છે કે પૂર્વમાં વન્જિ, લિચ્છવી ને મલ્લ રાજ્ય, મધ્યમાં કુરુ, અને પાંચાલ, ઉત્તર-પશ્ચિમમાં મદ્ર અને દક્ષિણ-પશ્ચિમમાં કુકુર ગણરાજ્યો હતાં. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે સેનાઇલ તથા મિત્રબલ કરતાં સંઘબલ અથવા ગણરાજ્યની સહાયતા અધિક શ્રેયસ્કર છે. પ્રજાતંત્રો અને એની બલવાન પ્રજા કોઈ રીતે વશ થાય તેમ નહોતાં. તેઓનો નાશ કૂટનીતિ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રજાતંત્રો કોઈ રીતે તૂટે તેમ ન હોવાનો અનુભવ થવાથી અજાતશત્રુએ પ્રતિજ્ઞા કરી કે હું આ લોકોને અનીતિમાર્ગમાં ફસાવી દઈશ. તેઓમાં કુસંપ કરાવીશ, ગુપ્તચરો દ્વારા એમનામાં ભેદ પેદા કરીશ ને એમને લાંચ લેતા કરીશ. પછી જોઉં છું કે તેઓ કેમ વશ થતાં નથી ! પ્રજાતંત્ર રાજ્યોની મૂળ તાકાત એની એકતામાં હતી. આપસમાં કુસંપ હોવાથી એ શક્તિ નષ્ટ થઈ. ગુપ્તચરો ને ગણિકાઓ ને વેશ્યાઓએ આમાં ખૂબ સાથ આપ્યો. વિલાસે એની જડ ઢીલી કરી નાખી. વૈશાલી નગરી ઇતિહાસરચનાકાલ પહેલાંની નગરી હતી. વાલ્મીકિ રામાયણમાં રામ મિથિલા જાય છે ત્યારે ગંગા પાર કરતાં ઉત્તરમાં રમ્ય, દિવ્ય ને સ્વર્ગોપમ દિવ્ય નગરીનાં દર્શન કરે છે. મહર્ષિ વિશ્વામિત્ર એ નગરીના રાજવંશોનો પરિચય કરાવતાં કહે છે કે દીર્ધાયુ, મહાત્મા, બલશાલી ને નીતિમાન રાજાઓથી શાસિત આ નગરી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ જે ગણતંત્રપ્રણાલીને લોકો આજે વખાણે છે ને અનુસરવા મથે છે, એ મોટે ભાગે વૈશાલીની શોધેલી છે. દેવભૂમિ જેવી ભૂમિ ને દેવતા જેવાં ત્યાંના નગરજનો ! લોકોને ત્યાંનો મોહ રહતો, જીવનમાં એક વાર એ દેશ જોવાની હોંશ રહેતી. ત્યાંની સ્ત્રીઓ, ત્યાંના પુરુષો અદ્ભુત હતા ! ગણશાસનપદ્ધતિ અને રાજશાસનપદ્ધતિમાં સ્પષ્ટ ફેર છે. ગણશાસનમાં ઐશ્વર્યસત્તા સર્વત્ર વહેંચાયેલી હોય છે. ને બધા લોકો એક-બીજાના અનુભવ ને ગરિમાનો સ્વીકાર કરે છે. પરસ્પર મળીને વ્યવહાર કરે છે. દેશની વિશાલ ભૂમિની અંદર જનકલ્યાણકામના ભરી ભરી રહે છે. રાજ્યની સમૃદ્ધિનું વરદાન દૂર દૂર સુધી પ્રજાના ઘરેઘરમાં પ્રસરી જાય છે. જ્યારે સામ્રાજ્યશાસનપદ્ધતિમાં સામ્રાજ્યનું સર્વસ્વ સમ્રાટ, એનાં કુળ અને એની રાજધાની સુધી સીમિત રહે છે. રાજકુળના લોકો, યા ગમે તે રીતે ત્યાં પહોંચતા લોકો જ એ કલ્યાણના ભાગી બને છે. અને બીજાઓને હીન યા હરકતવાળું જીવન જીવવું પડે છે. સામ્રાજ્યશક્તિ સર્વને હડપ કરવામાં ને સર્વ અધિકાર એકમાં કેન્દ્રિત કરવામાં માને છે. એક જ દેવ ને બધા પૂજારી; અને દેવ જ સર્વસ્વ એવી સ્થિતિ ત્યાં પ્રવર્તે છે. એ એકને માટે આખા દેશને હોમી શકાય ! ગણશાસનમાં તેમ હોતું નથી. અનેકને માટે ત્યાં એકનો હોમવાનો હોય છે. આ વૈશાલી પર એના સંઘશાસન પર, એના સમત્વભાવ પર, વૈયક્તિક ગરિમા પર, સ્વાતંત્ર્યભાવના પર ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધે બબ્બે મહાન વિભૂતિઓના આશીર્વાદ વરસ્યા. સોનામાં જાણે સુગંધ જાગી. પાશ્ચાત્ય જગતમાં જેમ રોમ અમર નગરી બની રહી, એમ પૌર્વાત્ય જગતની અમર નગરી વૈશાલી બની રહી. અને એક જાણવા જેવી વાત તો એ છે કે ગ્રીક અને ભારતીય જનપદોનો સમય એક છે. ગ્રીકના ઇતિહાસમં જે સ્થાન ત્યાંના જગપ્રસિદ્ધ પુરરાજ્યોનું છે, તેનાથી અધિક ને ચિરસ્થાયી સ્થાન ભારતીય ઇતિહાસમાં આ જનપદ રાજ્યોનું છે. એથેન્સ ને સ્પાર્ટાના ઝઘડાએ પુરરાજ્યોને તોડ્યાં; અહીં મગધ અને એના મિત્ર રાજ્યોએ તેમ કર્યું. શ્રી અગ્રવાલજી લખે છે કે “ભારતના સાંસ્કૃતિક અને રાજનૈતિક ઇતિહાસમાં રાજધાની વૈશાલી ચિરવિદ્યુત છે. આ લિચ્છવી ગણરાજ્યે જ માનવની વ્યક્તિગરિમા, સમતા અને સ્વતંત્રતાના મહત્ત્વપૂર્ણ પ્રયોગ કર્યો. અને આની સમીપ કુંડગ્રામમાં જન્મ લઈને જ્ઞાતૃવંશીય ભગવાન મહાવીરે માનવની ચિરપ્રતિષ્ઠા કરનાર અને બુદ્ધિપરાયણ તથા સાધનાપ્રધાન ધર્મને જન્મ આપ્યો.' વળી આગળ તેઓ લખે છે : “જોકે સંધોની સમપ્રધાન નીતિ સમુદીર્ણ સામ્રાજ્યશક્તિની સામે વિપુલ્સ થઈ. પરંતુ અમરતા અને સ્વતંત્રતા, સમતા ને વ્યક્તિગરિમા, પ્રજ્ઞા અને શીલ વગેરે જે આદર્શોનો વિકાસ થયો. એની સૌરભથી આજ પણ માનવીય સભ્યતા સુરભિત બનેલી છે.” १२ રાષ્ટ્રીય ગણશક્તિનો આ જ ચિરંતન વિજય છે. ઉપનિષદો પછીનો ઈ. સ. પૂર્વે ૪૦૦નો સમય કેવળ ભારતના જ નહિ, પણ માનવજાતના ઇતિહાસમાં મહાન છે. એ સમયમાં જ ગ્રીકમાં દાર્શનિક વિવેચનાનો જન્મ થયો; ફારસમાં અષો જરથુષ્ટ્ર, ચીનમાં કોન્ફ્યૂશિયસ, તથા તેમના સમકાલીન ભારતમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ તથા આજીવિક વગેરે થયા. આ યુગમાં કોઈ સાર્વભૌમ રાજા ન હતા. ચંદ્રગુપ્ત મૌર્ય જ પ્રથમ સાર્વભૌમ રાજા થયો. લિચ્છવીઓમાં મહાવીર અને બુદ્ધ બંને તરફ ભક્તિ હતી. બુદ્ધના નિર્વાણ સમયે જેમ એમણે સ્તૂપ રચ્યો, એમ મહાવીરના નિર્વાણકાલે એમણે દીપક પ્રગટાવ્યા. રામાયણ પ્રમાણે વૈશાલી ઇક્ષ્વાકુ વિશાલે વસાવી હતી. વિષ્ણુપુરાણના મત મુજબ ઇક્ષ્વાકુ વંશના ત્રિબિંદુએ વસાવી હતી. વૈશાલી સુપ્રસિદ્ધ નગર હતું. પણ મગધ સાથે એને હરીફાઈ ચાલ્યા કરતી. એક વાર અજાતશત્રુ બુદ્ધને વળોટાવા ગયો અને એણે રાજગૃહથી ગંગા સુધીની સડક સ્વચ્છ કરાવી ને સુગંધિત કરી, અને માર્ગમાં ફૂલ પાથર્યાં. આ પછી વૈશાલીના લોકો ત્યાં આવ્યા. એમણે ગંગાથી વૈશાલીનો પથ શણગાર્યો. એ પથના સૌંદર્ય અજાતશત્રુની મહેનત ઝાંખી પાડી. વૈશાલીના લોકોનાં કપડાંનું સૌંદર્ય અદ્ભુત હતું. લિચ્છવી લોકો સુંદર હતા, નીલ, પીત, અને લોહિત રંગોના શોખીન હતા. નીલ રંગના ઘોડા, તેવા જ રંગની લગામ ને ચાબૂક ને નીલા રંગના રથ, નીલા રંગની પાઘડી (ઉષ્ણી). નીલા રંગની છત્રી-છડી, નીલા રંગનાં વસ્ત્ર, તેવાં જ આભૂષણ, બધું જ નીલમ રંગનું ! આટલા શોખીન હોવા છતાં લિચ્છવીઓ પ્રમાદી નહોતા, ખૂબ મહેનતું હતા. તેઓ લાકડાનાં ઓશીકાં રાખીને સુતા, અપ્રમત્ત રહેતા. તપ કરતા, હાથી લડાવતા, શિકારી કૂતરા પાળતા અને છેક તક્ષશિલા સુધી ભણવા જતા. એક જણ ભણીને આવતો, એ બીજા પાંચસોને ભણાવતો. એ પોતાના વર્તુળમાં જ વિવાહ કરતા. વ્યભિચાર માટે કઠોર સજા થતી. સ્ત્રીની પવિત્રતાનો તેઓમાં ભારે આદર હતો. તેઓ ઉત્સવપ્રિય ને સાર્વજનિક મેળાના ખાસ શોખીન હતા. રાજ્યની શક્તિ નાગરિકોમાં નિહિત હતી. બધા નાગરિક પોતાને રાજ્યના રાજા સમજતા. રાજ્ય માટે સર્વસ્વ ત્યાગ કરવા તૈયાર રહેતા. આપણી કથા શરૂ થાય છે ત્યારે મગધ, કોશલ, અવન્તી વગેરે રાજાઓ આજના અર્થમાં રાજાઓ બનવા પ્રયત્ન કરી રહ્યા હતા. મૂળમાં રાજાઓ પાસે અપરાધીને દંડ દેવા સિવાય ને પરચક્ર સામે લડવા જવા સિવાય બીજી ખાસ કંઈ સત્તા નહોતી. પણ હવે તેઓ બળ અને એકહથ્થુ સત્તાના લોભી થતા જતા હતા; ને છેલ્લે છેલ્લે બીજાં રાજ્યોને જીત્તી ચક્રવર્તીપદ હાંસલ કરવાની ઝંખના સેવતા થયા હતા. અને આ માટે બધા १३ Page #9 -------------------------------------------------------------------------- ________________ ઝઘડાખોર બન્યા હતા, ને લડવા માટે નાનાં-મોટાં બહાનાં શોધતા હતા. આ બધા માટે વૈશાલી મોટી આડખીલીરૂપ હતું, ને એના વિજય વિના ચક્રવર્તીપદનું સ્વપ્ન પણ અશક્ય હતું. વૈશાલીનો પ્રભાવ તોડવા માટે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધનો પ્રભાવ પણ ઓછો કરવાની આવશ્યકતા મનાતી હતી. કથા પ્રારંભે રાજા બિબિસારને તેના પુત્ર અશોકચંદ્ર (અજાતશત્રુએ) કેદ કરીને જેલમાં નાખ્યો છે. બિંબિસારનું વલણ ગણતંત્રો તરફ સહાનુભૂતિ ભર્યું હતું. એ પછી એ મહાન રાજવી પર, રાજનીતિમાં સદાકાળ બને છે તેમ, અનેક હલકા આક્ષેપો કરવામાં આવ્યા, કારણ કે ભગવાન બુદ્ધ ને ભગવાન મહાવીરની સમપ્રધાન નીતિનો એ વૃદ્ધ રાજવી તરફદાર હતો. કથા શરૂ થાય છે ત્યારે રાજા બિબિસાર કારાગૃહમાં કેદ છે. તૃતીય આવૃત્તિ સમયે ભારતવર્ષની પ્રજા અત્યારે પ્રજાતંત્રના મહાન પ્રયોગમાંથી પસાર થઈ રહી છે ત્યારે આ નવલકથા પૂર્ણ રીતે નહીં તો અમુક અંશે માર્ગદર્શક અને દૃષ્ટિસૂચક જરૂર નીવડશે. જૈન, બૌદ્ધ અને વૈદિક આધાર પર ગૂંથવામાં આવેલી આ કથામાં લેખકે આડકતરી રીતે વર્તમાનકાળને ગૂંથી લીધો છે તેનો ભાવકને અનુભવ થશે. જયહિંદ અખબારમાં ધારાવાહી સ્વરૂપે પ્રગટ થઈ હતી ત્યારે અત્યંત લોકચાહના પામેલી આ નવલકથાની જયભિખુ જન્મશતાબ્દી નિમિત્તે તૃતિય આવૃત્તિ પ્રગટ થઈ રહી છે તેનો આનંદ અનુભવીએ છીએ. વર્તમાન સમયના વાચકો એને હોંશે હોંશે આવકારશે એવી ભાવના સેવીએ છીએ. સવાઈ સાહિત્યકાર જયભિખ્ખ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે, કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખ્ખું પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતાં. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો. અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ફ્લેશ વહોરે છે. ‘જયભિખ્ખું' જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત. ‘ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’માં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્રમાદિત્ય હેમુ’માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ’માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખએ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. | ‘જયભિખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, દિલ્હીશ્વર' વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉમેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ' શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં “માદરે વતન', ‘ કંચન અને કામિની', “યાદવાસ્થળી’, ‘પારકા ઘરની લક્ષ્મી’, પ્રેમપંથ પાવકની વાલા', “શુલી પર સેજ ટ્રસ્ટીમંડળ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ Page #10 -------------------------------------------------------------------------- ________________ હમારી’ વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે . તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખ્ખુ’નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે . સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર' નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે. ધર્મ જીવનવ્યાપી હવા છે . તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખ્ખુ’ એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્બેિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રિસક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખ્ખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. ‘જયભિખ્ખુ’નું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨૦૦૮ - ધીરુભાઈ ઠાકર १६ ૧. ૨. ૩. 8. ૫. ૬. ૩. ૮. C. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. અનુક્રમણિકા રાજમહેલમાં રાણી સુખી નથી કારાગારમાં રાજા દુઃખી નથી સાધુ રાજકારણમાં રાજી છે અપ્સરા શું અમી લઈને આવી? રાજકેદીની ગઈકાલ... રાજાને સુજન કોણ રહેવા દે માતાને વખાણું કે પિતાને વંદું? રંગીન પડદા પાછળ મહાભિખ્ખુ દેવદત્ત એક ડાળનાં અમે પંખી દેહનું દાન ને પ્રેમનું ગાન અગ્નિદાહ કે અંતરદાહ મગધના દરબારમાં વૈશાલીની વાતો નગરી વૈશાલી મગધ વૈશાલીની મૂઠભેડ સેચનકનું સમર્પણ સાચું શું ? માનરૂપ મગધપ્રિયા મુત્સદીઓની નજરે મહામુનિ વેલાકુલ સતી ફાલ્ગુની સેવામૂર્તિ પપૂજા યોગીનો યોગ બે અર્હતો તેજોલેશ્યા १७ ૧ te ૧૭ ૨૫ ૩૪ ૪૨ ૪૯ ૫૭ ૪ e のの ૪ ૯૧ ૯૮. ૧૦૫ ૧૧૩ ૧૨૧ ૧૨૭ ૧૩૫ ૧૪૩ ૧૫૦ ૧૫૬ ૧૬૩ ૧૬૯ ૧૭૫ ૧૮૩ ૧૯૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૨૪૦ ૨૪૭ શત્રુ કે અજાતશત્રુ કે * 5 * છે * જે * ૫ ૪૦. ૨૮. પ્રભાતે પારખું ૨૯. ફાલ્ગનીનું સાચું રૂપ ૩૦. અજાતશત્રુની નગરીમાં ૩૧. અહિંસાની સાધના ૩૨. મંત્રણાખંડ ૩૩. જૂના દેવ ગયા ! ૩૪. વર્ષકાર વૈશાલીમાં ૩૫. જૂથબંધી ૩૬. રાજનીતિના પ્રકારો દરેક વાતને બે બાજુ હોય છે. ૩૮. ભેદનીતિ ૩૯. વિખવાદ ન્યાયદેવતા અદૃશ્ય ! ૪૧. વૈશાલી ઠગાયું ૪૨. દીવા નીચેનું અંધારું, ૪૩. પ્રેમધર્મનું પ્રભાત ૪૪. મુનિનું સમર્પણ ૪૫. સ્ત્રી આખરે સ્ત્રી ૪૬. રથમુશલ યંત્ર સર્વનાશ ૪૮. અજાતશત્રુ કે જગતશત્રુ સ્વાર્થ માટે ન રડો ! કાદવમાં કમળ ૫૧. વા ફર્યા, વાદળ ફર્યા પર. ધરતીએ હાશ કર્યું ! ૨૯૩ ૩૦૧ ૩૧૦ *? ૩રક ૪૭. ૩૪૩ ૩૫૧ ૩૫૮ ૫૦. ૩૮૦ ૩૮૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ 1 રાજમહેલની રાણી સુખી નથી ! ગગનચુંબતો એક રાજમહાલય છે; અનેક ગોખગવાક્ષથી ભરેલો છે. સોનેરીરૂપેરી રસે રસાયેલા એના ખંડો છે. દ્વારે દ્વારે સશસ્ત્ર યવનીઓ ને ચોકીદારો ખડાં છે. આગળ મદગળતા માતંગ ઝૂમે છે. સંધ્યાનો સમય છે. ગગન વિવિધ રંગે રંગાયેલું છે. સંસાર માને છે કે રાજમહાલયમાં રહેનારાં સ્વર્ગનું સુખ ભોગવતાં હોય છે. પણ અહીં એવું નથી. ગ્લાનિનું એક મોજું બધે પથરાયેલું છે. બધાં હસે છે! પણ જાણે ખોટું. બધાં વાતો કરે છે, પણ જાણે સાવ ખોટેખોટી ! આ રાજમહાલયના એક ખંડમાં અપૂર્વ સૌંદર્યશાલિની એક રમણી ઊભેલી છે. જીવન-મૃત્યુનાં બે દ્વારમાંથી જે દ્વારેથી યુવાની આવી, એના સામેના દ્વારથી એ જાણે જવા માગે છે. જેના દેહ પર પ્રૌઢત્વ આવવાના કેટલાક સંકેતો રચાયા હોય, એવી નારી શણગારમાં બહુ ન રાચે; આ નારી પણ બહુ રાચતી હોય તેમ એની મુખમુદ્રા પરથી લાગતું નથી, છતાં આશ્ચર્યની વાત એ છે કે, રમણી અત્યારે સિંગાર કરી રહી છે ! દાસીઓ ઝવેરાતના દાબડાઓ, પટકૂળોની મંજૂષાઓ અને વિલેપનના કટોરાઓ લઈને સામે ઊભી છે. એ સુંદર નાર સિંગાર કરતી કરતી દેહપ્રમાણ અરીસા સામે આવીને ઊભી રહી; એક વાર અરીસા સામે જોઈને જાણે મનોમન વિચારી રહી : રે ! જે નયનો હરિણીને શરમાવતાં એ આજ કેમ ભારે ભારે છે ? ચંચળતામાં જે ચક્ષુઓ મીનને શરમાવતાં એ આજે કાં ચુસ્ત છે ? જે પગ પર અને પગની ચાલ પર અરમાન હતાં, એ આજે કાં ઢીલાંઢીલાં લાગે ? બિંબફળ જેવાં ઓષ્ઠનો Page #13 -------------------------------------------------------------------------- ________________ લાલચટક રંગ આજે ક્યાં ઊડી ગયો ? ને આ બધું છતાં નારી! તું સિંગારની સામગ્રી લઈને બેઠી છે, તે શું સિંચાર કરે છે કે સિંગારની મશ્કરી કરે છે ? પ્રત્યુત્તર સાંપડતો નથી. સુંદરી પોતાના કાર્યમાં મશગુલ છે. ભલે જોબનવંતી જવાબ ન વાળે. સંસાર જ વિચિત્રતાઓનો ભંડાર છે, એમાં તું વળી કંઈ નવું ચિત્ર નથી ! એ સુંદર નારે અંબોડો છોડ્યો - મદારીના કરંડિયામાંથી સાપ છૂટો પડે એમ સુદીર્ઘ કેશાવલી પાની સુધી લહેરાઈ રહી. મણિમુક્તાના થંભ પર જાણે શેષનાગ લટકી રહ્યો હોય, એવી શોભા વિસ્તરી રહી. ‘દાસી ! ઊંચામાં ઊંચો મઘ લાવ ' સુંદરીએ આજ્ઞા કરી-જાણે માળામાંથી કોયલ બોલી. ‘મઘ ?” દાસીઓને રાણીની મઘની માગણીએ જરા વિચાર કરતી કરી મૂકી. પણ નોકર તો ચાવીવાળું પૂતળું છે, આજ્ઞાની ચાવી ચડી કે ચાલવું એ જ એનો ધર્મ; યોગ્યયોગ્ય, સમય-કસમય કંઈ જોવાનું નહિ, માત્ર આજ્ઞાનું જ અનુપાલન કરવાનું. દાસીઓ દોડીને મઘભંડારમાંથી મઘ લઈ આવી. રાણીએ એ મઘ જોયો ને ફેંકી દીધો. અરે, આનાથી ભારે જોઈએ ! પાણી જેવા મઘ તે કંઈ ચાલે ?' દાસીઓ ફરી દોડી. ફરી મધના કંપા લઈ આવી. રાણીએ ફરી એ મદ્ય જોયો, સંધ્યો ને કહ્યું : અરે કંજૂસ લોકો ! આનાથી ઊંચો જોઈએ. મદાલસા !' રાણીએ એક દાસીને દૂરથી બોલાવી. મદાલસા ગજ ગામિનીની ચાલે ચાલતી આવી. એનું રૂપ આ સુંદરીથી સહેજે પણ ઊતરતું નહોતું, બલકે વધુ તાજું હતું. ફક્ત એ ક્ષત્રિયકુળમાં જન્મવાને બદલે દાકુળમાં જન્મી હતી, એટલું જ . મદાલસા સવારથી રસોઈગૃહમાં ગૂંથાયેલી હતી, કેસર, કસ્તુરી, અંબર અને સુવર્ણ પરપટી, ચાંદીની ભસ્મ, હીરાની ભસ્મ, મોતીની ભસ્મ લઈને બેઠી બેઠી એ કંઈક મિશ્રણ કરી રહી હતી. એ દોડીને આવી, બોલી, આજ્ઞા, રાજમાતા !” આ શબ્દો સાંભળતાં જ સિંગાર કરતી સુંદરી નારાજ થઈ ગઈ. એ બોલી : મારી છરી અને તારું ગળું ? હું રાજ માતા છું કે રાજરાણી છું ?' આપ રાજમાતા છો. ગઈ ગુજરી ભૂલી જાઓ. સ્વામિની ! આજે રાજા તો અશોકચંદ્ર ને રાણી તો પદ્માવતી. ઢઢેરા સાથે રાજઆજ્ઞા પ્રગટ થઈ ચૂકી છે.” 2 D શત્રુ કે અજાતશત્રુ મદાલસા બોલી. એના કથનમાં ભંગ નહોતો, વાસ્તવિકતા હતી. સિંગાર કરતી સુંદરી ફરી વ્યાકુળ બની ગઈ. એ એક વિરામાસન પર જઈને પોટલાની જેમ પડી, વિચાર કરી રહી અને થોડી વારે બોલી : | ‘મરી જઈશ, જો મને કોઈ રાજ માતા કહેશે તો ? ‘તમામ કાયર સ્ત્રી-પુરુષો મરવાનું જ જાણે છે. પોપટ જેમ રામ રામ પઢે, તેમ આવાં સ્ત્રી-પુરુષો કેવળ મોત મોત રટે છે. એમને જાણે જીવવામાં જોર પડે છે. પણ તમારા મરવાથી એક માખી પણ નારાજ નહિ થાય એટલું ન ભૂલશો. માણસના ધર્મની અને ધીરજની આવે વખતે જ કસોટી થાય છે. ઊભા થાઓ, સિંગાર ચાલુ કરો. શબ્દની માયાજાળમાં ન પડો.” વળી એ સુંદર નારી ઊભી થઈ. વળી અરીસા સામે જઈને થંભી ગઈ. આ વખતે એ અરીસા સામે ન જોઈ શકી, જાણે હૃદયહીણો અરીસો પણ એની મશ્કરી કરી રહ્યો હતો ! સુંદરીએ આંખ મીંચી દીધી, આંખ બંધ રાખીને જ એ બોલી, ‘મદાલસા! આ બધી દાસીઓ કંજૂસ છે. તે સ્વયં જા, અને ઊંચામાં ઊંચો મધ લઈ આવ!' | બા, તમે તો મધ કદી ચાખ્યો પણ નથી, ને ઊંચનીચની તેમને શી ગમ પડે? વારુ, મઘ લાવું છું.” મદાલસા મદ્યગૃહમાં ગઈ અને મઘની એક નાની કૂપી લઈ આવી. એણે દાસીઓને કૃપી આપતાં કહ્યું, ‘આથી બાના વાળને ભીંજાવીને અંબોડો ગૂંથી દેજો. પણ વારુ, અંબોડો ગૂંથતાં પહેલાં મને સાદ દેજો.’ | ‘અંબોડો ગૂંથતાં તો અમને પણ આવડે છે, હોં.' દાસીઓને મદાલસા પર જરા ખોટું લાગ્યું. આજનો અંબોડો નવી ભાતથી ગૂંથવાનો છે.” આટલું કહી મદાલસા ચાલી ગઈ. સુંદરી એક બાજોઠ પર બેસી ગઈ. દાસીઓ ચૂપચાપ રાણીના રેશમી કેશકલાપમાં મધ નાખીને ચોળી રહી. મઘની સુગંધ ચારે તરફ પ્રસરી ગઈ, અને એની માદક ગંધે ગંધે ભમરા પણ આવી પહોંચ્યા. એક દાસી મૂંગી મૂંગી ભમરાને ઉડાડી રહી. બીજી વાળમાં મઘ ચોળી રહી. “અરે ! તમે કોઈ બોલતી કેમ નથી ?' એ સુંદરીને મૌન અસહ્ય બન્યું, ‘શું તમારું કોઈ સગું મરી ગયું છે, કે આમ સાવ ચૂપ છો ?' રાજ મહેલની રાણી સુખી નથી D 3 Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુત્સાહથી સુંદરીએ અંબર પરિધાન કર્યું - જાણે સાવ અનાસક્ત ! આ પારદર્શક અંબરમાંથી દેખાતાં અંગો ખુદ કામદેવને પણ મોહ પમાડે તેવાં હતાં. માધુર્ય, કોમળતા અને સુંદરતાની આ નારી જાણે ખાણ હતી. આવું રૂપ પૃથ્વી પર જવલ્લે જ જોવા મળે. સુંદરીએ સામે પડેલી બે અંજનશલાકાઓ લીધી, ને આંખમાં સુરમો આંજ્યો. આંજીને કંટાળાથી સળીઓને ફગાવી દીધી. એ બોલી - જાણે રડતી હોય તેમ બોલી ‘રે મદાલસા ! આજ દેહને શણગારવો એ શબને શણગારવા બરાબર લાગે ‘બા ! અમે કંઈ બોલીએ અને તમને દુ:ખ લાગી જાય, માટે ચૂપ છીએ.’ દાસીઓએ કહ્યું. | રે ! તમે નારાજ થઈ ગયાં હતાં મારા પર, પણ અરી, દુ:ખિયાં જીવો પર દાઝે ન બળીએ, ભલે એ દાઝે બળે !' રાણીના સ્વરમાં દર્દ ભર્યું હતું કે આર્જવ, એ કળવું મુશ્કેલ હતું. આપ તો રાજ માતા છો. આપને દુ:ખ કેવું ?' એક દાસી બોલી. ‘ફરી મળે ગાળ દીધી ? અરે, હું મરી જઈશ.’ સુંદરી વ્યાકુળ બની ગઈ. થોડીવારે સ્વસ્થ થતી એ બોલી, “ના, ના, નહિ કરું. મારા આર્ય ગુરુ કહે છે કે મરવાથી માણસ દુ:ખ કે દોષથી છૂટતો નથી; ઘણી વાર ઓલામાંથી ચૂલામાં પડે છે. મારી પ્રિય સખીઓ ! હું નહિ કરું, તમારે જેટલી ગાળો દેવી હોય એટલી ખુશીથી દો.' ‘સખીઓ કહીને આપ અમારું સન્માન કરો, એ આપના મનની મોટાઈ છે; બાકી અમે તો આપની દાસીઓ છીએ. આપ અમારાં પૂજનીય છો.' દાસીએ કેશમાં મઘ ચોળતાં કહ્યું. મઘ બરાબર ચોળાઈ ગયું હતું. વાળ વાળે વહીને એનાં ટીપાં ધરતીને ગંધવતી બનાવતાં હતાં, ‘મદાલસા બહેન ! ચાલો. હવે અંબોડો વાળીએ છીએ.' વડી દાસીએ મદાલસાને હાક દીધી. મદાલસા તરત દોડી આવી. એના હાથમાં કંઈક ગોળી જેવું હતું. એણે અંબોડો ગૂંથતાં પહેલાં વચ્ચે એ મૂકીને અંબોડો ગુંથી લીધો. શું સરસ અંબોડો ગૂંથ્યો | ‘બા ! તમે ભણેલાં થઈને કાં ભૂલો ? સમયના ધર્મ સમયે અદા કરવા જોઈએ. કર્મરાજાની નાટકશાળાનાં આપણે તો માત્ર વિવિધ વેશ લેનારાં પાત્ર છીએ.” ‘મદાલસા ! મારી બહેન ! આર્ય ગુરુની તો હું પટશિષ્મા છું. પણ ખરે વખતે એ ઉપદેશ કેવો ભૂલી જવાય છે ! વેશ પણ કેવો વરવો ભજવવાનો વખત આવ્યો જાણે રૂપાળા મુખ પાછળ કાળો મધપૂડો ઝૂમી રહ્યો. એ અંબોડામાં વિવિધ જાતનાં ફૂલ ગૂંથ્યાં : સોનેરી ફૂલ, રૂપેરી ફૂલ, સાચાં ફૂલ, સુગંધી ફૂલ ! અંબોજો જાણે પળવારમાં કામણગારો બની ગયો. સુંદરીએ આંખો ખોલીને અરીસામાં જોયું. કાળાં વાદળોનાં પટલોમાંથી કૌમુદી મોં કાઢે એવું સુંદર પોતાનું મુખ ચમકી રહ્યું હતું. દાસીઓએ જૂનાં વસ્ત્રો કાઢી લીધાં. નવાં વસ્ત્રો પહેરાવતાં પહેલાં આખા દેહ પર સુગંધી વિલેપન કર્યું. પરણતાં વર-વહુ ડિલ પર લગાડે છે, એવો પીઠીનો સુવર્ણરંગી એ રંગ હતો. વિલેપન પૂરું થતાં હંસલક્ષણ અંબર શરીર પર મઢવું. સાપ જે અનુત્સાહથી દૂધ પીએ, સિંહ જે અનુત્સાહથી ખડ ખાય, હંસ જે અનુત્સાહથી પાણી પીએ, એ સુંદરી આટલું બોલી વળી પાછી વિચારમાં પડી ગઈ. કેટલીક પળો એમ ને એમ વીતી ગઈ. ‘કર્મની ગતિ વિચારો !' મદાલસા બોલી. એ શબ્દોમાં આશ્વાસન હતું. મદાલસા પણ જ્ઞાની લાગી. સૂર્ય હવે પશ્ચિમાકાશમાં ઢળતો હતો. નગરનાં દેવાલયોમાં ઝાલરો રણઝણી ઊઠવાની તૈયારી હતી. પંખી માળા ભણી પાછાં વળતાં હતાં. ‘બા ! ગોરજ સમય નજીક છે. એવું ન થાય કે સમય ચૂકી જઈએ અને મુલાકાત ન મળે. સિંગાર ઝડપથી પૂરો કરો.’ મદાલસાએ વળી સુંદરીને ટકોર કરીને સ્વધર્મ પ્રત્યે જાગ્રત કરી. ઓહ ! સમય ! સમયના રંગ ! સમયના ખેલ ! બલિહારી છે એ સૌની' સુંદરી હજી પણ વાસ્તવ દુનિયાથી જાણે દૂર હતી. વહી ગયેલાં પાણીને ફરી વાળવાનો પ્રયત્ન આજ વ્યર્થ છે. ગુરુમંત્ર ભૂલી ગયાં ? સારા TTU 3gp હાથ મારે સારું ! ચાલો ! સામે ઊભેલા સમયને વધાવો, જૂની વાતોને રોવાથી... આ તો જિંદગી છે કે કોઈ તોફાન છે, મૃત્યુના હાથે જ અમે જીવી ગયાં રાજમહેલની રાણી સુખી નથી D 5 4 શત્રુ કે અજાતશત્રુ Page #15 -------------------------------------------------------------------------- ________________ સુંદરીએ ઝડપથી આભૂષણ સજવા માંડ્યાં. દાસીઓ દોડીદોડીને આભૂષણોની નવી નવી મંજૂષાઓ લાવવા લાગી. આખરે સિંગાર પૂરો થયો અને સુંદરીએ પાસે પડેલો થાળ ઉપાડ્યો. એણે થાળ હાથમાં લેતાં પહેલાં ઉપરનું આવરણ દૂર કરી અંદર જોઈ લીધું. અરે, આશ્ચર્ય! મદાલસા !” સુંદરીએ બૂમ મારી. મદાલસાને બોલાવવાની જરૂર નથી. મેં જ એણે સજાવેલો થાળ પાછો લઈને આ નવો થાળ મોકલાવ્યો છે. આમાં અડદના બાકળા છે.' “બેટા ! એ તો બત્રીસ પકવાનનો જ મનારો છે. એને આ ભાવશે ?’ સુંદરીએ કંઈ અર્થ સરે તેમ નથી.” સુંદરીએ વાક્ય પૂરું કર્યું અને ઊભી થઈ. કાજળની શલાકા લઈને આંખના ખૂણાથી તે ઠેઠ કાન સુધી એણે પણછ ખેંચી-જાણે ગોરો ગોરો કામદેવ કામિનીના ગોરા ગાલ પર ઊભો રહી, શરસંધાન કરી રહ્યો ! પ્રેમમૂર્તિ, શ્રદ્ધામૂર્તિ ને સાથે સાથે વેદનામૂર્તિ સુંદરી અજબ સૌંદર્યમૂર્તિ બની રહી. છતાં પગ એના ઊપડતા નહોતા. ઝાંઝર એના રણકતાં નહોતાં. જ્યાં દિલમાં જ રણકો ન હોય, પછી એ બિચારાં શું રણકે ? ‘મા ! મિલનવેળા વહી જાય છે, પછી રાજ કાજમાં કોઈની શરમ નહિ રખાય.” દૂરના ખંડમાંથી અવાજ આવ્યો. નગારા પર દાંડી પડે ને જે ઘોષ થાય એવો એ નિર્દોષ હતો. ‘રાજ કાજ માં માતાનો પણ અપવાદ નહિ ?' સુંદરીએ વગર વિચાર્યું સામો પ્રશ્ન કર્યો. ‘ના, મા ! આજ અપવાદની વાત ન કરીશ. મેં આભને નીચે ઉતાર્યું છે. અસ્તિત્વનું યુદ્ધ જગાડ્યું છે. ઝટ કરો, ગોરજ સમય તમારી મુલાકાતનો સમય છે.” બોલનાર નજીક આવ્યો હતો. એ નમણો યુવાન હતો. શંકરસૂત કાર્તિકેય જેવો છટાદાર ને સોહામણો યુવાન હતો. શરીરે ઊંચો, પહોળો; એના હાથ ઠીક ઠીક લાંબા હતા. એની કમરે લટકતી તલવાર ઘરેણાં જે વી શોભતી હતી. રૂપાળા-રઢિયાળા આ યુવાનની જાગતી જુવાનીને જોઈ રહીએ એટલી એ દિલભર હતી. આવો રસિયો જીવ તો વેણુ લઈને કોઈ કાનનબાળા સાથે વનકુંજોમાં ભટકતો હોય, એવું લાગે. રાજકારણના અટપટા રંગોથી આઘો ભાગતો હોય, એવું ભાસે. દિલહર એનું યૌવન હતું ! દિલભર એની વાતો હતી ! પણ આ બધો અભિપ્રાય એની આંખો સાથે આંખો ન મિલાવીએ ત્યાં સુધી જ અખંડિત રહેતો. એનાં નયન જોનારને એ હિમાલય પહાડ જેવો દુર્ઘર્ષ લાગતો; બાકરી બાંધે તો યમરાજને પણ એક વાર પાછો વાળે એનો દુર્જય લાગતો. પણ એ તો એનાં નયનમાં નયન પરોવો ત્યારે જ; નહિ તો નરી સરલતાની મૂર્તિ ને પ્રેમનો જીવંત અવતાર જ લાગતો. - “મા !ઝડપ કર !” એ યુવાને ફરી સૂચના કરી, અને સિગાર કરતી માતાને જોઈ રહ્યો. એની એક આંખમાં તિરસ્કાર અને બીજી આંખમાં ભાવ ઊભરાતો હતો. વિવિધ રાગ અને વિધવિધ ભાવોનાં ઢંઢોમાંથી બનેલો આ યુવાન તપાવેલા ગજવેલ જેવો ભાસ્યો. 6 D શત્રુ કે અજાતશત્રુ ‘આર્ય ગુરુ કહે છે કે ન ભાવતું ભાવતું કરીએ તો જ ભવ સુધરે. મેં નાનપણથી ન-ભાવતું ભાવતું કર્યું હતું, અને મારા પિતાએ મને ભાવતું ન-ભાવતું કર્યું હતું. આજ એમાં મેં એમની જગ્યાએ મને અને મારી જગ્યાએ એમને મૂક્યા છે. મા ! આર્ય ગુરુ તો કહે છે કે આત્મા અને દેહ જુદા છે ! આત્મા સાચો છે. દેહ જૂઠો છે ! આત્મા રક્ષવા જેવો ને દેહ ફગાવી દેવા જેવો છે. મારા પિતા તો પાકા ગુરુભક્ત છે.” જુવાન બોલ્યો. એનો એક એક શબ્દ જાણે છરીની ગરજ સારતો હતો. વત્સ ! જખમમાં મીઠું ન ભર.' ‘ન ભરું તો શું કરું ? મા, તારો આ સિંગાર જોઈ મને અચરજ થાય છે. મારા બાપના ઠંડા પડેલા લોહીને ફરી ગરમ કરવાની...' વત્સ ! આજ સવારથી સ્વજનો અને પરિજનોની ગાળો સાંભળી રહી છું. પણ પેટના દીકરાની આ ગાળ તો શૂળી જેવી લાગે ! ઓહ ! સૂળી પર સેજ હમારી!” સુંદરી અધ્યાત્મમાં ઊતરી ગઈ. એ ક્ષણવાર થોભી ને વળી પાછી બોલી, ‘તારો પિતા વીર, શૃંગાર અને ધર્મ રસનો ભોગી રાજવી છે. જે જળમાં આજ સુધી એ જીવ્યો છે, એ જ જળ એને કાજે લઈ જાઉં છું. આજે એને માટે લડવા મેદાન રહ્યું નથી, ધર્મ સાંભળવા ધર્મગૃહ શક્ય નથી, એવે કાળે એને કોઈ પણ જિવાડે તો એકલો સિંગાર જ જિવાડે. વત્સ બે આજ્ઞા તેં ત્યાં આપી દીધી છે ને?” હા, બે આજ્ઞા આપી દીધી છે : પહેલી આજ્ઞા રોજ એક પ્રહરની મુલાકાતની ને બીજી આજ્ઞા અડધો પ્રહર એકાંતની. પણ મા, આ આજ્ઞાનો અનાદર ન કરશો, મારા બાપને સદ્બુદ્ધિ આપજો.’ “અજબ જમાનો આવ્યો. બાપને ઉપદેશ આપે બેટા ! બેટાને વળી કોણ ઉપદેશ આપશે ? જે આપે તે, ભવિષ્યની ચિંતાનો આજ અર્થ નથી. વત્સ ! રાજ મહેલની રાણી સુખી નથી D 7 Page #16 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચિત રહેજે , મારે તો હા અને ના બંને સરખાં છે. હા કહેતાં હાથ કપાય, ના કહેતાં નાક કપાયે ! પણ વત્સ ! આટલું માગું છું. એની અંતિમ ઘડીઓ સુધરે એવું કંઈક કરજે ! સાધુ-સંગ એના જીવનનો રંગ છે.' માતાએ પુત્રને કહ્યું. બધે વીનવ્યો. પુત્રે કહ્યું, “મા ! મારા બાપના કલ્યાણ માટે જ આ બધો યત્ન છે. પણ અસાધ્ય રોગના દરદીને વૈદ જરા જલદ ઔષધ આપે છે, એટલું જ . મેં પૂર્વ દિશામાં આવેલી સાધુ કુટિર જોઈ શકાય ને ત્યાંના શબ્દો સાંભળી શકાય, એવી એક બારી પાડવાનો હુકમ આપી દીધો છે.' ધન્ય છે વત્સ ! હું માનતી હતી કે મારો પુત્ર કાળમીંઢ પથ્થરનો બનેલો અભેદ્ય કિલ્લો છે, એની કાંકરી હજાર યત્ન પણ ખેરવી શકાશે નહિ, પણ આજ જાણું છું કે એમાંય બારી પડી શકે છે ખરી. આ જાણી અંતરમાં આનંદ આનંદ વ્યાપે છે. તો વિદાય લઉં ?' સુંદરીએ થાળ ઉપાડી ચાલતાં કહ્યું. ‘હા મા, મારા પિતાને મારા વતી ખેમકુશળ પૂછજો.’ માના દિલ પર વળી એક ઘા થયો, પણ એ મુંગી મૂંગી ચાલતી થઈ; અને જતાં જતાં જાણે સ્વગત બોલી : ‘લોકોને કોણ સમજાવશે કે રાજમહેલમાં રહેતી રાણી પણ સુખી નથી !' કારાગારમાં રાજા દુઃખી નથી. રાજમહેલમાં રહેતી રાણી સુખી નથી. ભલે એ સાચી વાત હોય, પણ આ વાત પણ એટલી જ સાચી છે કે કારાગારમાં રહેતો રાજા દુ:ખી નથી ! એ જ ગોરજનો સમય છે. એ જ સંધ્યા અહીં ખીલી છે. આકાશમાં એ જ સોનેરી રૂપેરી ને લીલાપીળા રંગોની રંગોળી પુરાઈ રહી છે. જાણે અંધકારરૂપી ચામાચીડિયું એના માળામાંથી પાંખ પસારીને ઊડવાની તૈયારીમાં છે, જે પ્રકાશનું પંખી પોતાના માળામાં ધીરે ધીરે લપાઈ રહ્યું છે. પહાડી નદી સદાનીરાનાં જળમાં સંધ્યાના પડછાયા ઘેરાતા જતા હતા. એના તટ પરના ઊંચા ઊંચા પહાડોની ગોદમાં આ નગરી વસેલી હતી. વાદળોમાં વસેલી અલકાપુરી જેવી એ લાગતી. ભારતના કુશળ શિલ્પીઓએ જાણે આ નગરીને પોતાની કલા-હરીફાઈનું કેન્દ્ર બનાવી ન હોય, એમ મહેલો, પ્રાસાદો, હર્યો રચ્યાં હતાં. એકને જોઈએ અને એકને ભૂલીએ તેવાં એ રમ્ય હતાં. લોકો એને રાજ ગૃહી કહેતા. વાદળને અડતી આ નગરી પાંચ પહાડોની ઉપચકાઓમાં વસી હતી-જાણે હેતાળ માતાની ગોદમાં સુંદર બાળક રમતું હતું ! હવા ત્યાં આખો દિવસ મંદ મંદ વહેતી. દૂર દૂરનાં ઉપવનોની સુગંધ એની લહેરોમાં ભરેલી હતી. વાદળને અડતી આ રાજગૃહી નગરીમાં ગગનચુંબી મહાલયો હતાં; ને ગગનચુંબી મહાલયોને એક છેડે ગગનભેદતો કિલ્લો હતો. આ કિલ્લામાં દેવોને પણ દેખવું દુર્લભ એવું એક કારાગૃહ હતું. કારાગૃહ એકાંતમાં હતું. એની કાળમીંઢ દીવાલ પર કીડીને પણ ચઢવું મુશ્કેલ હતું. અને એના લોહદ્વારમાંથી પવનને પણ પ્રવેશ મળવો અશક્ય હતો. 8 | શત્રુ કે અજાતશત્રુ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગગનવિહારી પંખીઓ પણ અહીં વિસામો લેવા ન થોભતાં, કારણ કે અહીં કોઈ વસતી નહોતી, જેથી શ્રમથી જાગેલી યુધાને નિવારવા કંઈક ખાનપાન જડી રહે. કોઈ વાર રાતે ઘુવડ આવતાં, પણ એ પણ એકાદ પ્રહરથી વધુ અહીં રહી ન શકતાં. એમનાં ભા માટે ઉંદરો કે કીટ અહીં ન મળતાં. સ્વાર્થ વિના જીવ ક્યાંય ઠેરતો નથી ! રાજગૃહીના કારાગૃહમાં એક કેદી હમણાં નવો નવો આવ્યો હતો; અને એણે અહીંની મૃત શાંતિમાં ચેતન રેડ્યું હતું. એના આગમન પછી કારાગારમાં અવરજવર વધી હતી. રસ્તાઓ સ્વચ્છ થયા હતા. અહીંની ચોકીદારી કરતા વૃદ્ધ થઈ ગયેલા રખેવાળો વર્ષો પછી બદલાયા હતા, જૂના રખેવાળોને નગરમાં લઈ જવામાં આવ્યા હતા; નવા રખેવાળોને અહીં મૂકવામાં આવ્યા હતા, એકનું ભલું એ બીજાનું ભૂંડું ને એકનું ભૂંડે એ બીજાનું ભલુ એ તો દુનિયાનો દસ્તૂર છે. કંટાળેલા ચોકીદારોને આ ભૂંડા કારાગૃહ પર પણ માયા થઈ હતી. મસાણમાં માણસ રહે તો મસાણ પ્રત્યે પણ મોહ થાય, એવી મનની રચના છે. જૂના ગયા ને નવા આવ્યા. હવે અસૂર સવારે કોઈ લહેરી રખેવાળ નાનકડું ગીત ગાતો. એમાં માશુકને એ યાદ કરતો. એનાં જુલફાંને એ સંભારતો. એનાં નયનને એ વખાણતો, માયાનું યાદ કરવાનો જ અહીં આનંદ હતો; જોવાનું તો કંઈ હતું નહીં. આ રીતે પણ કારાગારનો મરી જતો સંસાર પુનર્જીવિત થતો. અહીં ઊંડા પાતાળ કૂવા હતા. એનાં પાણી વગર વપરાશે ઝેર જેવાં થઈ ગયાં હતાં, નીચે તળપ્રદેશમાં થઈને વહેતી સ્વચ્છ સંદાનીરાનાં જળ કાવડોમાં ભરાઈને અહીં આવતાં. કાવડવાળાઓ ચાલતા ચાલતા ઉતાવળે વાતો કરતા. પહાડો એના પડઘા પાડતા. કાવડવાળાને એ પડઘા વાતો કરવા ઉત્તેજિત કરતા. એ જેટલી વાતો કરતા એનાથી વધુ હસતી, એ કહેતા કે અમને ચોકીદારો મૂંગા મરવાનું કહે છે, પણ અર્ધમૃત જેવી આ જિ દગીમાં વાતો ન કરીએ કે હસીએ નહિ તો અમે પણ આ પથ્થર જેવા જ થઈ જઈએ. | સિંહદ્વારના ગુંબજ પર પહેરો ભરતા સૈનિકો આ માટે જ શુક, સારિકા અને કપોતનાં પાંજરા રાખતા. એકલવાયું જીવવું તો ભારે દુઃખદાયક છે, વાતો ન કરીએ તો એના ભારથી પેટ ફાટી જાય ! કિલ્લોલ કરવો કે કકળાટ કરવો, એ બંને હૈયાને સાબૂત રાખવાનાં સાધનો છે. સાચી વાત છે, ભાઈ તમારી ! 10 1 શત્રુ કે અજાતશત્રુ પણ જેના કારણે આ કારાગારમાં નવું ચેતન આવ્યું, એ કેદી તો વારંવાર બોલ્યા કરે છે : ‘અવનિમાં હું તો સાવ એકલો છું ! ‘આવ્યો એ કલો, જઈશ એકલો ! ‘નહિ કોઈ સાથી, નહિ કોઈ સંગાથી ! ‘સંગાથી છે મારાં પુણ્ય અને પાપ !” ભારે અજબ કેદી ! કારાગારનું નામ પડતાં ભલભલા લોકો સૂધબૂધ ખોઈ નાખે છે. એ રોજ આખા ગામને ડહાપણ આપતા હોય છે, પણ એવે વખતે એમનું ડહાપણ ખોવાઈ જાય છે. એ પોકારી ઊઠે છે, હાય બાપ, આ તો કારાગાર ! જીતવું નરક ! મારી નાખ્યા ! પણ આ કેદી તો કારાગારને બાપનું ઘર કહે છે. શાંતિથી, સંતોષથી, વિશ્વાસથી એ અહીં આવીને રહ્યો છે. અને કેદી પણ સામાન્ય નથી લાગતો. એનો દેખાવ અસામાન્ય છે. પંજા વાઘના છે. પગ હાથીના છે. અવાજ કેસરીનો છે, આંખો બાજની છે ને હાથ વજની ભોગળના છે ! ફક્ત દેહ પર બુઢાપો આવ્યો છે. પણ જાણે બુઢાપો પણ એનાથી ડરે છે. એ જરા ખોંખારો ખાય છે કે જાણે રણશીંગડું ગાજી ઊઠે છે. ખોંખારો સાંભળી બુઢાપો બિચારો ઊભી પૂંછડીએ ભાગવા માગે છે. એની ધોળી ધોળી મૂછોના આંકડા નીચા નમેલા છે. જાણે ક્ષત્રિય થઈને એ વૈશ્ય બન્યો છે. કહે છે કે ભાઈ! વાણિયા મૂછ નીચી ! એમ લાગે છે કે એ કદી બુઢાપાને બિચારો ગણીને આશ્રય આપી રહ્યો છે. આવેલા મહેમાનોને કંઈ ધક્કો દેવાય ? - ચાર વીશી જેટલી ઉંમર થવા આવી છે; પણ કેદીમાં હજી બે વીશી કાઢે એટલી તાકાત દેખાય છે. એના દેહ પર ક્યાંય કરચલી નથી, અંગમાં ક્યાંય કોઈ ખોડ નથી. કાને પૂરું સંભળાય છે. ચક્ષુથી પૂરું દેખાય છે. ઠેકવું હોય તો લંકાનો ગઢ ઠેકી જાય એટલી તાકાત દેહમાં ભરી છે. હાથમાં તલવાર હોય તો પચાસ જુવાનિયા વચ્ચેથી મારગ કરી લે, એવી એની સ્કૂર્તિ છે. કેદી કોઈ દુઃખિયો આ ગરીબ જીવ દેખાતો નથી. સુખી લાગે છે. એના રંગઢંગ તો રાજવંશીના લાગે છે. કેદી છે છતાં દેહ પર અલંકાર છે. કેદી છે છતાં રેશમના વાઘા પહેરેલા છે. એનાં પગરખાંની જોડી જેવી જોડી આખા રાજ ગૃહમાં કારાગારમાં રાજા દુ:ખી નથી !! II Page #18 -------------------------------------------------------------------------- ________________ કે મગધ દેશમાં બીજો પહેરનાર મળવો મુશ્કેલ છે. એના મોં પરનું તેજ અને શ્રીમંત શ્રેષ્ઠી કરતાં કોઈ રાજવંશી ઠરાવે એવું છે. કેદીએ પોતાનાં રૂપેરી જુલફાં ઊંચાં કરતાં ચારે તરફ જોયું. સંધ્યાના રંગો ચારે તરફ પથરાતા હતાં. સંધ્યા ! જીવનસંધ્યા ! કેદી અધ્યાત્મમાં ઊતરી ગયો. એ ફિલસૂફ લાગ્યો. એ બબડ્યો, ‘દરેક સંધ્યાને સવાર છે. દરેક સવારને મધ્યાહ્ન છે. દરેક મધ્યાહ્નને વળી સંધ્યા છે. પછી સંધ્યાથી કે સવારથી ડરવું શા માટે ?” ‘સંધ્યાનું પણ સ્નેહથી સ્વાગત કરવું. સવારને પણ એ જ ભાવથી સત્કારવી.' અને આવા વિચારોમાં મહાલતું કેદીનું મન આનંદમાં આવી ગયું. એણે મોંએથી એક શ્લોકપક્તિ લલકારી : ‘પ્રિયે ! તારાં નયન ! ‘મૃત્યુ ! તારાં ચરણ ! ‘બંને લાલ છે, બંને કસુંબલ છે. કસુંબલ રંગને વધાવું છું. દરેક સંધ્યાને પ્રભાત છે, એમ દરેક મૃત્યુને જીવન છે. હર્ષને શોક છે-શોકને હર્ષ છે તેમ !' ને કૈદી ઊભો થઈને ખંડમાં આંટા મારવા લાગ્યો. થોડી વારે એ ખડખડાટ હસ્યો. ખંડની છત ગુંજી રહી. બહાર પહેરો ભરતા સૈનિકોએ માન્યું કે કેદીનું ચિત્ત ડામાડોળ થઈ રહ્યું છે. એક સૈનિકે બીજા સાથીદારને જાણ કરી. સાથી સૈનિક બોલ્યો, ‘ડામાડોળ કેમ ન થાય ? હજી ગઈ કાલે તો એ આખા મગધ રાજ્યનો સ્વામી હતો, ધણીરણી હતો. એના પ્રેમ-શૃંગાર ને વીર-ધર્મ ચારે તરફ વખણાતાં. એની હાક પાસે ભલભલા રાજાઓ ધ્રૂજતા, આવો ભલો રાજા બીજો જોયો નથી, હોં !' ‘ભલાઈ-બલાઈની વાતો ન કરતો, મારા ભાઈ ! કોઈ સાંભળી જશે તો તલવારને ઘાટ ઉતારશે. સહૃદયતા એ સૈનિક માટે દોષ છે. હૃદય મૂકીને ઉપરીના ઈશારા પર નાચવું એનું નામ નોકરી.' બીજા સાથીદારે કહ્યું. ‘આપણો કોઈ અવાજ નહિ ? ‘ના, રાજતંત્રમાં બિલકુલ નહિ. અલબત્ત, ગણતંત્રમાં, કહે છે કે, દરેક માણસને પોતાનો મત હોય છે.” બીજા સાથીદારે કહ્યું. 12 D શત્રુ કે અજાતશત્રુ ‘ભલા મામસ ! ગણતંત્રનાં વખાણની તો આ મોંકાણ છે. મગધરાજ બિંબિસાર આત્માની મહત્તામાં માનતા, વાણીના સ્વાતંત્ર્યમાં માનતા, વર્તનની સ્વતંત્રતામાં માનતા. સમદૃષ્ટિ જીવને સર્વ સમાન એમ ગણી અહીંના રાજતંત્રમાં ગણતંત્રના સારા અંશ ભેળવવા માગતા હતા. પણ એના દીકરા અશોકચંદ્રને લાગ્યું કે બાપ જો ગણતંત્ર સ્થાપશે તો મારું યુવરાજપદ નષ્ટ થશે. હું દેશનો સ્વામી મટી રસ્તાનો ભિખારી થઈ જઈશ. એણે બાપને કેદ કર્યો. કાળની ગતિ તો જુઓ ! ગઈકાલનો મહાન રાજવી આજ કેદી બન્યો છે !' ‘કેદી પણ કેવો મહાન ! કર્મની ગતિ ગહન છે. અજબ ફિલસૂફ લાગે છે!' બીજા સાથીદારે કહ્યું. નહિ તો રોવા ટાણે કોઈ હસે ખરો ? પણ ઓહ ! પેલું કોણ ચાલ્યું આવે છે ?! બંને પહેરેગીરો સામેથી આવતી એક આકૃતિ સામે જોઈ રહ્યા. અંધારપછેડો ઓઢીને કોઈ ઊંચી પડછંદ આકૃતિ ચાલી આવતી હતી. એની કમર પર મોટું પાણ હતું. હાથમાં લાંબો મગરના ચામડામાંથી બનાવેલો ચાબુક હતો. નરકભૂમિ ચીરીને આવતો કોઈ પાતાળનિવાસી દૈત્ય હોય એવો એ લાગ્યો. એ દરવાજા નજીક આવી ગયો. એણે રાજમુદ્રિકા સૈનિકો સામે ધરી. બંને સૈનિકો રાજમુદ્રિકા જોઈને અદબથી બાજુમાં ખસી ગયા. કારાગારનાં લોહદ્વાર પાસે જવાની અનુમતિ આપવી એટલી જ આ સૈનિકોની કામગીરી હતી. લોહદ્વારની ચાવીઓ તો વળી બીજે રહેતી; બેવડે દોરે કામ લેવાયું હતું. આગંતુક વ્યક્તિએ પોતાના અંચળામાં હાથ નાખ્યો. એણે ચાવી જેવું કંઈક કાઢવું. દ્વારના એક છિદ્રમાં એ નાખીને દબાવ્યું. ઘંટડીનો આછો રણકાર ચારે તરફ વ્યાપી રહ્યો. એ રણકારનો જાણે જવાબ ન હોય તેમ, પળવારમાં ચાર સૈનિકો જમણી બાજુથી ને ચાર સૈનિકો ડાબી બાજુથી આવીને દ્વારની બંને બાજુ ઊભા રહી ગયા. દ્વાર ઉપરના ગવાક્ષમાંથી આકાશમાંથી ઊતરતી હોય એવી એક વ્યક્તિ ઊતરી આવી. એણે ધીરેથી દ્વારના તોતિંગ દરવાજાને બીજી કળ લાગુ કરીને ખોલી નાખ્યો. સહુએ પ્રવેશ કર્યો. અંદરથી હાસ્યના રણકાર આવ્યા. ‘રે હજીય ખુમારી નથી ઊતરી ? હવે તો ફક્ત બે પળની વાર છે.’ આટલું બોલી પેલો ચાબુકવાળો માણસ અંદર ગયો ત્યારે દ્વાર આપોઆપ બંધ થઈ ગયું. અંદરથી ફરી વાર હાસ્ય સંભળાયું. કારાગારમાં રાજા દુઃખી નથી ! E 13 Page #19 -------------------------------------------------------------------------- ________________ હાસ્યના બદલે રુદનના સ્વરો જાગે ત્યાં સુધી અહીં થોભું . રાજાજી ઘણું હસ્યા, હવે ૨ડતાં શીખો !' ગવાક્ષમાંથી ઊતરનાર વ્યક્તિએ કહ્યું. એ વખતે અંદરથી સ્વરો આવ્યા, ‘ભાઈ વયિક ! હસ્યો ઘણું; શું હવે તું મને રડતાં શીખવીશ ?” વધિક બોલ્યો, ‘મને આપની સાથે બીજી કોઈ વાત કરવાની મનાઈ છે. મરજી પડે તો હસો, મરજી પડે તો રડો. મારે તો મારી ફરજ પૂરી કરવાની છે.' ‘તારી ફરજ ? ઓહ રાજાઓએ સેવકોનો આત્મા જ હણી લીધો છે. સેવક થયો એટલે પગ ચાટનારો કૂતરો !” કેદી બોલ્યો. ‘આપ મને ગાળો દેશો, તેથી હું ઢીલો નહિ પડી જાઉં. અમે માણસના નહિ, સિંહાસનના તાબેદાર છીએ.' ‘સિંહાસન તો જડ છે. શું ચેતન જડનો તાબેદાર ?' કેદી બોલ્યો. ‘ભૂમિ, સુવર્ણ, રીય જડ છે. શું માણસો એની પાસે પ્રભુને ભૂલી નથી જતા? પણ મહાશય ! આપ મને વાતોએ ચડાવો છો. મારી ફરજ માં અટકાયત કરો છો.’ વધિકે કહ્યું. ‘ના, ભાઈ વધિક, ના ! તારી ફરજ તું સુંદર રીતે બજાવ. હું તને જડતાનો. સેવક કહું છું, પણ હું ય એક દિવસ એવો હતો; ચેતન-આત્માને દેહનો ગુલામ બનાવી બેઠો હતો. વારુ ! શું મારે વસ્ત્રો કાઢવાં પડશે ?' કેદીએ પૂછવું. ‘આપ જાતે ઉતારશો તો બે લાભ થશે. મારે બળનો પ્રયોગ કરવો નહિ પડે અને આપને પછી એ રીતે ફાટેલાં વસ્ત્રો પહેરવાં નહિ પડે.” વધિકે કહ્યું. | ‘બળમાંથી તો મારી શ્રદ્ધા જ ઊઠી ગઈ છે. વારુ ! એક અધોવસ્ત્ર તો રાખી શકું ને ?” કેદીએ કહ્યું. ના, એ જ ભાગ ચાબુક વીંઝવા માટે સર્વોત્તમ છે. આપે માત્ર લંગોટી પહેરવી, એવી મારા રાજાની આજ્ઞા છે.’ વધિવે કહ્યું, એના મુખ પરના ભાવો વારંવાર પલટાતા જતા હતા, પણ એ ભાવ છુપાવવામાં કુશળ હંશોએના અવાજમાં એ કસરખો રણકો હતો. ‘વારુ ! આજ તો જેવો તું પ્રજાજન છે, એવો જ હું પણ પ્રજાજન છું. રાજાની આજ્ઞા મારે પણ શિરોધાર્ય છે. વધિક ! કહે, હું કેવી રીતે ઊભો રહું કે તને ફરજ બજાવવામાં સરળતા પડે ?” આપ દીવાલને હાથનો ટેકો દઈ, છોકરાં થોડીદાવની રમત રમે એ જ રીતે ઊભા રહો.” એમ જ ઊભો રહું છું ભાઈ વધિક ! તારું કામ શરૂ કર.” કેદી વસ્ત્રો ઉતારી લંગોટ પહેરી દીવાલ પર બે હાથનો ટેકો દઈ બરાબર ઘોડીની જેમ ઊભો રહ્યો. વધિ કે પોતાનું કામ શરૂ કર્યું. એણે પોતાનો લાંબો કોરડો ખુલ્લો કર્યો, ઊંચો કરી હવામાં વીંક્યો કેદીની દેહ પર ફટકો લગાવ્યો. ચાબુકના સાટકાથી આખો ખંડ ગાજી રહ્યો. વધિકે ફરી ચાબુક સમેટ્યો, ફરી વીંટટ્યો, ફરી વીંજ્યો ને લગાવ્યો. આખો ખંડ ફરી એના અવાજથી ધણધણી રહ્યો. બીજા પછી ત્રીજો ! હવે તો શરીરમાંથી લોહીના ટશિયા ફૂટ્યા હતા, છતાં કેદી તો હતો તેમ જ સ્થિર ઊભો હતો. ચોથો ને પાંચમો ફટકો ! ફટકાના અવાજ દિલ હલાવી નાખવા લાગ્યા, પણ કેદી તો નિર્જીવ કાષ્ઠ જેવો જ ખડો હતો. શું આપને મારા ચાબુકના ફટકા વાગતા નથી ?' વધિને શંકામાં આવી જઈ પૂછયું. ‘ચોરને જરૂ૨ વાગે છે. શળાહુ કાર સહીસલામત બેઠો છે.” કેદીએ એમ ને એમ ઊભા રહેતાં કહ્યું. કોણ ચોર ? કોણ શાહુકાર ?' વધિથી પ્રશ્ન થઈ ગયો. ‘ચોર જે બીજાનો માલ ચોરી લાવ્યો હોય તે. જગતમાં તો ધર્મવીર બનીને ફર્યા ને ધંધા ચોરના કર્યા. શું કહ્યું ભાઈ વધિક ! આઠ વર્ષની એક રૂપકળી જેવી બાળા જોઈ. લઈ આવીને એને પત્ની બનાવી. એ દિવસના એના દરદ પાસે આ દરદ તો સાવ હસવાલાયક છે. ભાઈ ! તું તારે ચોરને સજા કરવી ચાલુ રાખે !” કેદીએ કહ્યું. વધિક આશ્ચર્યમાં પડી ગયો. એણે બીજા બે ચાબુ કે પૂરા બળથી લગાવ્યો. પણ કેદી તો એવો ને એવો જ સ્થિર રહ્યો હતો. પોતાના બળને નિષ્ફળ જતું જોઈ બળવાન નિર્બળ બની જાય છે. વધિકને થાક લાગ્યો. ઓહ ! મારા મારથી તમને દુઃખ નથી થતું ?” - ‘જે માર (કામદેવ)થી આજ સુધી સુખનો સ્વાદ લીધો, એ મારથી કાં ડરું? જે ગોળ ખાય એ ચોકડાં પણ ખમે. ભાઈ વધિક ! તને એક વાત કહું. લોકો એમ સમજતા હશે કે રાજા કારાગારમાં દુઃખી છે, ને એ કારણે મને કારાગારમાં પૂરનાર મારા દીકરાને કંઈ કંઈ કહેતા હશે. પણ તું સાક્ષીભૂત થજે ને એ બધાને કહેજે કે 14 D શત્રુ કે અજાતશત્રુ કારાગારમાં રાજા દુ:ખી નથી ! [ 5 Page #20 -------------------------------------------------------------------------- ________________ રાજા તો કારાગારમાં સુખી છે. મહેલ કરતાં પણ વધારે સુખી છે ! મારા દીકરાને કોઈ ઠપકો ન આપે !' કેદીએ સ્વસ્થતાથી કહ્યું. ઓહ !' વર્ધિકથી ઉચ્ચાર થઈ ગયો. એણે ફરી ચાબુક વીંઝયો, પણ ફટકો બરાબર ન પડ્યો. તરત ક્રોધથી ધમધમતી પેલી વ્યક્તિ અંદર ધસી આવી. એણે વધિકને બહાર ધકેલી દીધો, ને ચાબુક લઈને કેદીને સજા આપવાનું કામ પોતે કરવા માંડ્યું! સાધુ રાજકારણમાં રાજી છે આગંતુકે કોરડો ઉપાડ્યો, જોરથી વીંઝયો ને ફટકો લગાવ્યો. રાજ કેદીનવી દેહનું ચામડું ચરર કરતું ચિરાઈ ગયું. પણ મોંમાથી જ રાય અરેકારો ન નીકળ્યો ! પોતાનો પ્રહાર નિરર્થક ગયો જોતાં આગંતુકે ફરી ચાબુક વયો, ફરી ફટકો લગાવ્યો. પણ કેદી તો જડની જેમ ઊભો જ રહ્યો. અલબત્ત, એની સુકોમળ દેહમાંથી રક્તના રેલા અને માંસના લોચા બહાર ધસી આવ્યા હતા, પણ જાણે કોઈ બીજાને માર પડતો હોય અથવા મારા ખાવાને લાયક પોતાના દુશમનને કોઈ મારતું હોય અને પોતે પ્રસન્ન થતો નીરખતો હોય એવું આછું સ્મિત એના મુખ પર રમતું હતું. | ફટકાબાજના ફટકા કંઈ પરિણામ નિપજાવી ન શક્યા. એ થાકી ગયો. એણે ચાબુક નીચે મૂકી દીધો. ‘ભાઈ, તું થોડી વિશ્રાંતિ લે ! ખરેખર ! દુશ્મનનો દુશમન સહેજે મિત્ર! મારે પણ એવું બન્યું છે.” કેદીએ કહ્યું. ‘કોણ દુશ્મનનો દુશ્મન !' ફટકાબાજથી આશ્ચર્યમાં પ્રશ્ન થઈ ગયો. કેદી સાથે ન બોલવું, એ નિયમ આમ એકાએક સહજ રીતે એ તોડી બેઠો અને પ્રથમના ફૂટકાબાજ જેટલો જ ગુનો પોતે પણ કરી બેઠો. મારો જે દુશ્મન, એનો તું દુશ્મન !' કેદીએ ખુલાસો કર્યો. ‘રાજા ! તારો દુશ્મન છે આજે તારો પુત્ર. એનો હું દુશ્મન નથી. દુનિયામાં સત્યવાદી તરીકેની નામના ધરાવે છે, છતાં તું ખોટું બોલે છે ?’ ફટકાબાજ બોલ્યો. ‘તમે જુવાનો સહસામાં-ઉતાવળમાં માનો છો, પણ મારી વાત જરા સમજો.’ કેદીએ નિશ્ચિતતાથી કહ્યું. એની બોલવાની છટા અપૂર્વ હતી. ના, રાજા ! તારી દુર્ગતિ થવી હજી બાકી છે. તું મને તારા દુશ્મનનો દુશ્મન 16 | શત્રુ કે અજાતશત્રુ Page #21 -------------------------------------------------------------------------- ________________ ન માનતો; હું તો તારા દુશ્મનનો પાકો મિત્ર છું. એને મારે રાજ ગાદી પર બેસાડવો છે ને મારે પોતાને ધર્મની ગાદી હાંસલ કરવી છે.' ફટકાબાજ બોલ્યો ને તરત એને ભાન થયું કે પોતે ઉપરાઉપરી ગુનો કરી રહ્યો છે, ને પહેલા ફટકાબાજની જેમ પોતે પણ સજાને પાત્ર ઠરે છે ! કેદી તો એટલી ને એવી જ સ્વસ્થતાથી બોલ્યો, ‘તું અને ધર્મ ? રાત અને વળી સૂરજ ? અશક્ય, પણ હું તને ભ્રમમાં રાખવા નથી માગતો; તારો ભ્રમ ભાંગવા માગું છું. ભ્રમ જ આ સંસારમાં ઝઘડાનું મૂળ છે. મારા આનંદનું મૂળ તને બતાવું. મને યાદ આવે છે, ચેલા રાણીના અપહરણના એ દિવસો. સુંદરીઓને ગમે ત્યાંથી હરી લાવવી એ ક્ષત્રિયોનો ધર્મ. એ વખતે મેં ભૂલ કરી. મારે એની મોટી બહેનને લઈ આવવાની હતી. મોટી બહેન મોડી પડી ને એની નાની બહેન ચેલા હાથ આવી ગઈ. ચેલા ભગિની-પ્રેમથી એની બહેન સાથે આવવા નીકળી હતી. સ્ત્રીની સમાધાન વૃત્તિ અજબ છે. એક વાર ન ગમતું સ્વીકારી લે, પછી એને ગમતું કરવામાં જિંદગી ખર્ચી નાખે. ચેલાએ કર્મની અકલ ગતિને માન આપી એને પતિ તરીકે સ્વીકાર્યો, મારે તો રૂપનો ખપ હતો. મને રૂપ મળ્યું એટલે હું તૃપ્ત થઈ ગયો. પણ સદા અતૃપ્ત રહેતી રૂપતૃષ્ણા શંકિત રહ્યા કરે છે. મેં રાણી ચેલા પર અવિશ્વાસ કર્યો. સામાન્ય શંકામાં મેં એને એકદંડિયા મહેલમાં કેદ કરી. એનો પુત્ર આ અશોકચંદ્ર! મારા જ ગુણ-દુર્ગુણનો એ અંશ ! એટલે ભાઈ દેવદત્ત ! આ દેહને રૂપ જોઈતું હતું. એ દેહ મારા આત્માનો દુશ્મન બન્યો. એટલે દેહ મારો દુશ્મન. એ દુશ્મનનો દુમને તું. એટલે પછી મારો મિત્ર ખરો ને ?' કેદીએ પોતાની લાંબી વાત પૂરી કરી. ‘હું દેવદત્ત ! તમે કેમ કરી જાણ્યું ?” ફટકાબાજ પોતાનું નામ રાજા પાસેથી સાંભળીને ચકિત થઈ ગયો. અરે, કેટકેટલો વેશપલટો કર્યો હતો, છતાં આ રાજા પોતાને ઓળખી ગયો ! એમ કેવી રીતે બન્યું ? ‘હા, તું જ મહાભિમ્મુ દેવદત્ત ! ભાઈ, વાંદરો ઘરડો થાય તોપણ ઠેક ન ચૂકે. મેંય રાજ કારણના રંગો પેટ ભરીને જાણ્યા છે ને માણ્યા છે. પણ આજ તું મારા દુશ્મનનો દુશ્મન છે, માટે મારો મિત્ર છે. અને બને તો અશોકચંદ્રને કહેજે , રાજા તારા પર નારાજ નથી. પુત્રથી પિતા કદી નારાજ થાય ખરો ? વૃક્ષ પોતાનાં કડવાંમીઠાં ફળથી નાખુશ રહે ખરું ? પોતાના સત્ત્વનો જ આ બધો પરિપાક છે ને ?” રાજા ધીરે ધીરે જાણે અંતરમાં ઊતરી ગયો. દેવદત્ત થોડી વાર ઝાંખો પડ્યો. પોતાનું પોત પ્રગટ થઈ ગયું એનો એને ભારે આંચકો લાગ્યો. પણ થોડી વારમાં સ્વસ્થ થઈને એ બોલ્યો, ‘રાજન્ ! દરિયાના પાણી ઘણાં વહી ગયાં છે. આખું રાજ તમારા પુત્રની આધીનતામાં છે. તમે મારી પ્રશંસા કરીને કશું હાંસલ કરવા માગતા હો તો એ અશક્ય છે. રાજકારણી પુરુષો પરિસ્થિતિ પ્રમાણે ફરે છે. એ કદી શુગાલ બની નિર્દોષનો પાઠ ભજવે છે, તો કદી સિંહ બની શત્રુઓનો શિકાર ખેલે છે. આજ તમે શિયાળના પાઠમાં છો !” ‘દેવદત્ત ! તને લાગે છે, એમ મને નથી લાગતું. જ્યારે મને હું સિંહ જેવો લાગતો ત્યારે ખરેખર શિયાળ હતો. આજે તમને શિયાળ જેવો લાગતો હોઈશ, પણ ખરેખર, હું સિંહ છું. સિંહ એકલો હોય છે. એનું પરિભ્રમણ એકાકી હોય છે. એ કદી નમતો નથી. એ કદી કોઈથી ડરતો નથી અને કોઈને ડરાવતો નથી. હું પહેલાં ખોટો હતો, આજ સાચો છું. સાચો સિંહ છું !' કેદીએ કહ્યું. ‘હા, હા,” દેવદત્તે ખડખડાટ હાસ્ય કર્યું, અને બોલ્યો, ‘તેં મને ઓળખી લીધો, તો હવે વધુ ઓળખી લે. હું તારી અને બુદ્ધ-મહાવીરની અહિંસાની જગતમાં ચીંથરાં જેવી હાલત કરવા માગું છું. અહિંસા અને પ્રેમની પોપટિયા વાણીએ લોકોને નબળા કરી નાખ્યા. આજ તમારી નબળાઈ ખુલ્લી પાડવા અમે મેદાને પડ્યા છીએ.” | ‘સારુ ભાઈ ! સોનું અગ્નિપરીક્ષા વગર કે કસોટીએ ચડ્યા વગર પોતાનો કસ કેમ બતાવી શકે ? તમે તો અહિંસા પ્રેમની કસોટીના પથ્થર, એટલે મારે મન વધુ મિત્ર સમાન !' કેદીએ કહ્યું. અને તમે સોનું, એમ કે ?’ ગુસ્સે થતો હોય તેમ દેવદત્ત બોલ્યો, “હજી જૂની મગરૂરી જતી નથી. કાં મહારાજ ? ધોળે દિવસે આભના તારા ભાળ્યા તોય અભિમાન જતું નથી ? સીંદરી બળી છતાં વળ છોડતી નથી ?” ‘આ અભિમાન નથી, ભાઈ દેવદત્ત ! હું જાણું છું કે તું, મારો પુત્ર અશોકચંદ્ર, મહામંત્રી વર્ધકાર, રાણી પદ્મા બધાં મારા અત્મકુંદન માટે કસોટીના પથ્થર બન્યાં છો. હું તમને હલકા ચીતરતો નથી. સોનું અને પથ્થર બંને મારે મન સમાન છે. આ તો તને સમજાવવા માટે ઉપમા આપી બાકી તારા જીવને ભૂંડું લગાડવાની કોઈ ઇચ્છા નથી.' ‘આ કંઈ ભૂંડું લગાડવાની નહિ પણ ભૂંડું કરવાની વાત છે. તમે આખા મગધનું ભૂંડું કરવા ઊભા થયા હતા. તમને બુદ્ધ અને મહાવીર પર પ્યાર હતો, એટલે તમને એમની ભૂમિ વૈશાલી પર પ્યાર હતો, અને તેથી વૈશાલીના ગણતંત્ર પર પ્યાર હતો; એટલે તો રાજતંત્રના આગેવાન રાજવી હોવા છતાં તમે અંદરથી ગણતંત્રને વખાણતા હતા, એની સાથે સંબંધ રાખતા હતા. એના કાયદા-કાનૂનો અહીં દાખલ કરવા માગતા હતા. લોકાપવાદ છે કે તમે મગધને પણ એવું તંત્ર બક્ષવા ચાહતા હતા.” દેવદત્ત થોડીવાર થોભ્ય. 18 | શત્રુ કે અજાતશત્રુ સાધુ રાજ કારણમાં રાજી છે 19 Page #22 -------------------------------------------------------------------------- ________________ ‘તો એમાં અનુચિત શું હતું ?” કેદીએ પૂછયું. ‘ઘણું અનુચિત હતું. આજ તમે ધોળે દહાડે તારા ભાગ્યો, એ વખતે તમારા પુત્રને અને સામંતોને એવા તારા ભાળવાનો વખત આવત. અમે જો વખતસર ચેત્યા ન હોત તો એનાં પરિણામો ભયંકર આવત. પણ હે રાજા ! લ્યો, આ બકરાની ચામડીનો કોટ પહેરી લ્યો, એથી તમારા ઘ નહિ વકરે.” દેવદત્તે બકરાની સુંવાળી ચામડીનો કોટ સામે ધરતાં કહ્યું. ‘વકરવા દે ને ! જે દેહને કીંમતી મરીમસાલા ગમતા હતા, જેને યુવાન સુંદરીઓની સોડ ગમતી હતી, એ દેહને આ ચાબુકના જખમ પણ મીઠી મોજ આપશે. ગોળ ખાય એ ચોકડાં ખમે.” કેદીએ કહ્યું. એનો દેહ રક્ત-માંસથી ભરાયેલો હતો, પણ જાણે એની એને કશી તમા નહોતી. દેહ જાણે પારકો હોય એમ એ બેપરવાઈથી વર્તતો હતો. | ‘રાજા ! હું તારી ચાલાકી જાણું છું. આ ઘા વકરે તો આવતી કાલની સજામાંથી તને માફી મળે, એ માટે તું આ કરી રહ્યો છે.’ અપમાન કરવાની દૃષ્ટિએ દેવદત્તે તોછડી ભાષાનો આશરો લીધો. ‘દેવદત્ત ! ચાબુકના ઘા તો કાલે રૂઝાઈ જશે, પણ વાણીના ઘા તો વખત જશે એમ વકરશે. એક વખતનો ચક્રવર્તી રાજા, જેના શબ્દથી ધરતી ધ્રુજતી હતી, એને ગમે તેવાં માણસો તું કે તાં કરે, એનાથી વધુ આકરી સજા કઈ કહેવાય ? શું કાલે પણ મને ચાબુકનો માર મારવાનો છે ?' ‘હા, અનિશ્ચિત મુદત સુધી તારા અહિંસા-પ્રેમની પરીક્ષા લેવાનો મગધના રાજપુરુષોનો નિર્ણય છે.” ‘તો લાવ ભાઈ ! તારો એ કોટ પહેરી લઉં. જે વસ્તુ રોજ મળતી હોય એને સંઘરવાથી શું ? કાલે નવા જખમ મળવાના જ છે તો જૂના જખમને સંઘરીને શું ‘તું આમ્રપાલીની વાત કરે છે ને ?” | ‘હા, એ ભૂંડા લોકોએ જેમ લોકોની મિલકત સાર્વજનિક ઠરાવી એમ રૂપને પણ સાર્વજનિક મિલકત બનાવ્યું ! શું ઝાઝા ભૂંડા માણસો એક નિર્ણય કરે, એટલે થોડા સારા માણસોએ એને તાબે થવું ? એ નિર્ણયને કાયદો માની લેવો ? દુનિયામાં વધુ કોણ છે ? સારા કે ખરાબ ?” કેદી ચિંતનમાં ઊતરી ગયો; એણે જવાબ ન વાળ્યો. ‘કેમ બોલતા નથી, રાજન ! શું હું જૂઠું બોલું છું ?” દેવદત્તે ફરી પ્રશ્ન કર્યો. એ આવેશમાં આવી ગયો હતો. | ‘ના, જરા પણ નહિ, આમ્રપાલીના રૂ૫-મધુને હું પણ ચાખી આવ્યો હતો, દેવદત્ત ! અસત્ય વદવાનો કે અસત્યની તરફદારી કરવાનો મેં કદી પ્રયત્ન કર્યો નથી. ભૂલ કરવી ને એ ભૂલને છાવરવી એ હું કદી શીખ્યો નથી. મારી નાની એવી ભૂલ પણ મેં નાનામાં નાના માણસ આગળ પ્રગટ કરી છે. આમ્રપાલીને તો ખરેખ૨, વૈશાલીના ગણતંત્રે અન્યાય કર્યો છે. વ્યક્તિની મૂળગત સ્વતંત્રતા કોઈથી હણી નું શકાય. ઘણી સારી વસ્તુમાં પણ ખૂણે ખાંચરે કંઈક ખરાબી રહી હોય છે. પણ એ તો ખોજીને દૂર કરવી ઘટે; એથી સારી વસ્તુને ફગાવી ન દેવાય, મગધમાં ગણતંત્ર આવ્યું હોત તો આ અન્યાય ન થાત. કૌમાર્ય, યૌવન અને વાર્ધક્ય એ ત્રિવિધ અવસ્થામાં પિતા, પતિ અને પુત્રની ત્રિવિધ કેદમાં રહેલી સ્ત્રીઓને ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલી વાર સ્વતંત્રતા આપી છે, એ તો તું જાણે છે ને ?' ‘એમાં તો ચેલા ચેલકીનાં જૂથ જમાવવાનો એમનો ઇરાદો છે. પતિત, ભ્રષ્ટ, અનાચારી, ઉદ્ધત સ્ત્રીઓને સંઘમાં સંઘરી તેઓ જાસૂસી કરાવવા ઇચ્છતા હતા. રાજન, તમે ભલે પીળું એટલું સોનું માનો, અમે એમ નથી માનતા !' ‘એમ ન બોલ દેવદત્ત, કોઈના સદાશયને વિકૃત ચીતરવા જેવું મોટું બીજું કોઈ પાપ નથી. કહેવત છે ને, ભાઈ ! કમળાવાળાને બધું પીળું દેખાય; સ્વચ્છ-શુભ વસ્ત્ર પણ રંગરંગીન લાગે, વારુ, મગધમાં ગણતંત્ર સ્થપાયું હોત તો બીજું શું અનિષ્ટ થાત ?” ‘યુવરાજનું યુવરાજ પદ ચાલ્યું જાત અને બધા સુંઠના ગાંગડે ગાંધી બનવા ચાલી નીકળત. રાજ સંચાલન એ છોકરાંનાં ખેલ નથી. જરાક મૂછો ફૂટી કે ગમે તેવા માણસો ગણતંત્રના રાજકારણમાં દખલ કરવા આવી પહોંચત અને મગધમાં ટોળાશાહી જામી જાત. ટોળાં તો શિયાળનાં હોય; સિંહનાં ટોળાં ક્યાંય જોયાં છે ? આ અવિચારી ટોળાશાહી યુવરાજ અશોકચંદ્રને પણ પડકાર કરત; એ એને કહેત કે તમે રાજાને ત્યાં જન્મ્યા એથી શું રાજા થઈ શકો ? ઊતરો હેઠા !' દેવદત્તે સાધુ રાજકારણમાં રાજી છે 21 કેદીએ માગીને કોટ પહેરી લીધો અને એ ભોંય પર બેસી ગયો. એક તૂટેલી સાદડી ત્યાં પડી હતી. એ આગળ કરતાં એણે કહ્યું, ‘દેવદત્ત ! આ સાદડી પર બેસ અને મારી વાત સાંભળ. મને તો આ ભૂમિ બહુ ભાવે છે. વારુ, મને કહે કે ગણતંત્ર અહીં આવ્યું હોત તો શું અનિષ્ટ પરિણામ આવત ?” ‘ગણતંત્ર અહીં આવ્યું હોત તો નગરની સૌદર્યવતી કુમારિકાઓને નગરવધુ બનીને રહેવું પડત ! જે સુવર્ણ આપે એને દેહ ભેટ ધરવો પડત !” દેવદત્ત જોશમાં કહ્યું. 20 | શત્રુ કે અજાતશત્રુ Page #23 -------------------------------------------------------------------------- ________________ ખુમારીમાં કેદી રાજાને કહ્યું, ને જવાબ માગતો હોય એમ એ ડોળા ઘુમાવી રહ્યો. જે રાજ કરવાને નાલાયક હોય એને ગમે તે વ્યક્તિ કે ટોળું હંમેશાં પડકાર કરે જ. એ પડકાર તો રાજકારણને જાગ્રત અને તંદુરસ્ત રાખવાનું એક ઉત્તમ સાધન છે.” ‘તમારી વાત જુઠ્ઠી છે. સાચું કહું તો કેટલાક ભામટાઓનું સિંહાસનના ભાવિ માલિકને ભિખારી બનાવવાનું ને રસ્તાના ભિખારીને રાજા બનાવવાનું આ કાવતરું છે. રાજા તો દેવનો અંશ છે. રાજા જન્મે છે, રાજા કંઈ બનતો નથી.” દેવદત્ત આવેશમાં હતો.. ‘દોષ તો બધામાં રહેલા છે. ગણતંત્ર તો સિંહાસનના ભાવિ માલિકને ભિખારી બનાવે ત્યારે ખરું, પણ રાજ તંત્રે તો સિંહાસનના વર્તમાન માલિકને ભિખારીથીય નપાવટ કેદી બનાવી દીધો છે !' કેદીએ ટોણો માર્યો. ‘હરગિજ નહીં. રાજતંત્ર હકનો સ્વીકાર કરનાર તંત્ર છે. બાપદાદાએ પરાક્રમથી મેળવેલી જમીન, એ મેળવનારની ઇચ્છા મુજબ એના વારસોને મળે છે. લીલાં માથાં વાઢીને પ્રજાનું રક્ષણ કરનાર વીરોને ઇનામમાં મળેલી જાગીર ઘરમાં બેસીને મોજ ઉડાવનારના વંશજોને કંઈ બક્ષિસ થતી નથી, યાદ રાખો, સહુને રાજસુખની લાલચ આપશો તો એક વખત એવો આવશે કે ગણતંત્રમાં કોઈ લડવા આગળ નહિ આવે. પેલું સુભાષિત તો જાણો છો ને ? કદી પણ ગણ એટલે કે ટોળાને મોખરે ન જ ઈએ. હેરાન થવાનું આવે તો આગળ થનાર હેરાન થાય. અને મોજ ઉડાવવાની આવે તો બધા ભાગીદાર થાય.” દેવદત્ત ઉશ્કેરાઈને બોલ્યો. ‘દેવદત્ત ! ભાઈ ! તારી વાતનો જીવતો જવાબ તારી સામે છે. મારી સાથે તમે શું કર્યું ? શું રાજ્ય મારા બાહુબળનો પ્રતાપ નથી ? આ સમૃદ્ધિ મારી રાજસંચાલન-શક્તિને આભારી નથી ? ગણતંત્ર હોત તો કદાચ તમે મારી સમૃદ્ધિ લૂંટી લેત, મારું સિંહાસન ઝૂંટવી લેત, મને રસ્તાનો ભિખારી બનાવત, પણ આમ એક તુચ્છ કેદીના જીવનની બક્ષિસ ન આપી શકત ! એમાં મારો ન્યાય થાત. મને દિલની સફાઈ કરવાનો સમય મળત. ગણતંત્ર કાયદાની કલમથી કામ લે, તમે સ્વેચ્છાની તલવારથી કામ લો. ટોળાબંધી અહીં પણ છે જ ને ! નહિ તો સિંહને આટલાં શિયાળિયાં.....” રાજ કેદી જરાક આવેશમાં આવીને બોલ્યો. ‘ફરી અમને ગાળ ?” ‘ગાળ નહીં, ભાઈ ! ગાળ તો હવે મારી જાત સિવાય બીજા કોઈને આપવાની ઇચ્છા નથી. છતાં મારા શબ્દો ગાળ જેવા લાગે તો માફી માગું છું તારી.’ રાજ કેદીએ સાધુને શોભતી નમ્રતાથી કહ્યું. 22 | શત્રુ કે અજાતશત્રુ ‘વાહ ! શું સમય આવ્યો છે ! માફીની વાત કરો છો ? પણ માત્ર વચનની માફીથી શું થાય ? મુખમાં રામ ને બગલમાં છૂરી એનું નામ રાજ કારણી પૂરી!” ‘દેવદત્ત ! એક દહાડો મારા દિલમાં આવી વસેલી ક્ષમાની તને પરીક્ષા થશે. મારા ભગવાનનું વચન છે, કે સંસારમાં તારા કોઈ શત્રુ નથી. તારા કર્મ જ તારા શત્રુ ને મિત્ર છે; માણસ તો નિમિત્ત છે. મારાં પાપ મોટાં હતાં. એક રાજા પ્રકૃતિએ યોગી હોવો ઘટે, મેં જોગી તરીકે મારી પ્રખ્યાતિ કરી. આહ, હવે મને એકલો રહેવા દે, ભાઈ ! કાલે પણ તું જ આવીશ ને મારી મુલાકાતે?' “કાં ?” ‘સારો માણસ આપને સજા કરે, એય સદ્ભાગ્યની નિશાની છે.” ‘હું સારો ? રોજ તો મને ભાંડતા હતા !' એની જ સજા ભોગવું છું. માણસે માણસની વૃત્તિઓની નિંદા કરવી જોઈએ . પણ માણસને તો ચાહવો જોઈએ. વૃત્તિઓ ભૂંડી છે, માણસ નહિ.” આકાશમાંથી સંધ્યા હવે ઓસરતી જતી હતી. રંગ બધા શ્યામ પડતા જતા હતા, એકલદોકલ રેઢિયાળ પંખી હવે માળા તરફ પૂરઝડપે ધસતું હતું. ને માર્ગમાં બેઠેલાં નિશાચર પંખીઓ એનો શિકાર કરવા યોગ્ય તકની રાહમાં હતાં. કારાગારમાં દીવાઓ નહોતા. માત્ર રાજ કેદીના ખંડમાં એક નાનો દીવો પેટાવવામાં આવ્યો હતો, જેથી દૂર ઊભેલો પહેરેગીર રાજાના અસ્તિત્વની ખાતરી કરતો રહે. આ વખતે દૂર પગદંડી પર ઝાંઝરનો ઝણકાર સંભળાયો. પહેરેગીરો સાવધ થઈ ગયા. દેવદત્ત એ તરફ નજર કરી અને બોલ્યો, ‘માણસ તો મગધરાજ અશોકચંદ્ર, બાકી બધી વાતો.' ‘બં ?* ‘રાજમાતાને અહીં મોકલ્યાં.” “કોણ રાજમાતા ?” કેદીને સમજાયું નહિ. ‘રાણી ચેલા.” શું ચેલા અહીં આવે છે ?” કેદીએ પ્રશ્ન કર્યો. હા.' ‘શા માટે ?” ‘વિકારીને વિકારનું ભોજન કરાવવા. વિલાસીને વિલાસનાં જળ પાવાં. સાધુ રાજ કારણમાં રાજી છે 23 Page #24 -------------------------------------------------------------------------- ________________ જુઓને, કેવો શણગાર સજ્યો છે એમણે !' | દેવદત્ત ! મશ્કરી ન કર. આજ મારો વારો, કાલ તારો. માણસ ક્યારે લાચાર બને છે, એ કહેવાતું નથી.” ‘મશ્કરી નથી કરતો. ખોટું નથી કહેતો. જરા ઊભા થાઓ ને સગી આંખે તમામ રંગ નિહાળો.” દેવદત્તે કહ્યું. કેદીને જખમની પીડા વધી હતી. ઊભા થયા પછી બેસવું કઠિન હતું. બેઠા પછી ઊભા થવું મુશ્કેલ હતું. દેવદત્તે નજીક જઈને હાથનો ટેકો આપ્યો. કેદીએ ઊભા થઈને નજર નાખી, “ઓહ ! આકાશની સંધ્યા સુંદરી શું મારી મુલાકાતે આવે છે ?” કારાગારની કઠોર ભૂમિ પર પોતાના રૂપનાં ચાંદરણાં પાથરતી એક નવયૌવના આવી રહેલી દેખાઈ ! અપ્સરા શું અમી લઈને આવી ? રાજ કેદીએ સંધ્યાના તેજવિહીન બનતા આકાશ સામે જોયું. પ્રકાશ ઝડપથી ચાલ્યો જતો હતો; પણ, એ ચાલ્યા જતા પ્રકાશમાંથી સર્જાયેલી હોય એમ, એક સુંદરી કારાગારના કાળા પથ્થર પર રૂમઝૂમ કરતી ચાલી આવતી હતી. સુંદરીના શણગાર એવા હતા કે જાણે કોઈ નવવધૂ પહેલું આણું વળીને પિયુને પહેલી વાર ભેટવા આવતી હતી. પગ એટલા તાલબદ્ધ પડતા હતા કે પગનાં પાયલ આપોઆપ સંગીત સરજી રહ્યાં હતાં. રે ! આ કઠોર કારાગારમાં અપ્સરા કાં ભૂલી પડી ? એ સ્ત્રીના પગ પડતા ને કઠોર પથ્થર પણ જાણે મીણ બની જતા. એ રમણીને ઓળખતાં રાજ કેદીને વાર ન લાગી. પરિચયની જરાય જરૂર નહોતી. મદારી ખેલ પૂરો કરી પોતાનો સાજ સામાન સંભાળે એમ દેવદત્ત પોતાનું બધું સંભાળીને ચાલવાની તૈયારી કરી રહ્યો હતો. ‘ભાઈ દેવદત્ત ! જરા કહીશ કે શું ખરેખર, રાણી ચેલા આવી રહ્યાં છે? આંખે થોડી ઝાંખપ આવતી જાય છે.” રાજ કેદીએ પ્રશ્ન કર્યો. | ‘હા, આપનાં પ્રિય રાણી અને રાજા અશોકચંદ્રનાં માતુશ્રી રાણી ચેલણા જ આવી રહ્યાં છે. વાત પૂરી સમજાવું. પુત્ર પાસેથી એમણે બે પ્રકારની રજા મેળવી છે. એક પ્રહરની મુલાકાતની અને થોડી પળો આપની સાથે એકાંતમાં રહેવાની.' દેવદત્તે કટાક્ષમાં કહ્યું. સામેથી ચેલા રાણી સ્વસ્થ ગતિએ ચાલ્યાં આવતાં હતાં. સંસારનો પાર પામેલો સિદ્ધપુરુષ જેમ માત્ર સિદ્ધિને જ લા કરીને ચાલે એમ એ ચાલતાં હતાં. ‘દેવદત્ત ! ટાઢા ડામ ન દઈશ. આ સ્ત્રીના સતીત્વને હું વંદુ છું.’ રાજ કેદીએ અહોભાવના વેણ ઉચ્ચાર્યા. 24 | શત્રુ કે અજાતશત્રુ Page #25 -------------------------------------------------------------------------- ________________ ‘સતીઓનાં સત પર તો પૃથ્વી ટકી રહી છે, નહિ તો આપણાં પાપ તો આથીય વધુ સજાને યોગ્ય છે !” દેવદત્ત બોલ્યો. એની વાણીમાં મર્મભેદી વ્યંગ હતો. ‘દેવદત્ત ! સંસારમાં સૂરજ પ્રકાશે છે, તે આવી કોઈ સતી સ્ત્રીના પ્રતાપે! તું અને હું તો નકામા પૃથ્વીને ભારરૂપ છીએ. ભાઈ ! રાણી ચેલાના સ્ત્રીત્વને પણ વંદું છું, મર્યાદાને પણ વંદું છું, યૌવનને પણ વંદું છું. રૂપને પણ વંદું છું, દેહને પણ નમું છું. સહુને કહું છું કે સદાચરણની સદેહ માનવમૂર્તિ જોવી હોય તો રાણી ચેલાને જોજો.’ રાજ કેદીએ રાણી ચેલાની આપોઆપ પ્રશંસા કરવા માંડી. ‘દેવદત્ત ! કર્તવ્યમૂર્તિ રાણી ચેલાનો વિચાર કરું છું ત્યારે ખાંડાની ધાર પર ચાલતો નટ યાદ આવે છે. પત્નીધર્મ તો એનો, માતૃધર્મ તો એનો, સંતાનધર્મ તો એનો, કુટુંબધર્મ પણ એનો. સંસારની પ્રત્યેક સ્ત્રી એક અર્થમાં તપસ્વિની છે.” ‘જૂઠું બોલો છો, રાજવી ! તમે તો રૂપની શેતરંજ પર રૂપભરી સ્ત્રીઓને સોગઠી બનાવી સદા રમતા રહ્યા છો. સ્ત્રીને તો તમે શયનગૃહની મોજ માની છે.’ દેવદત્તે રાજવીના ભૂતકાળને ઉખેળ્યો. કેદીને જાણે કોઈ વીંછીએ ડંખ માર્યો. પળવાર એ વેદના અનુભવી રહ્યો. થોડી વારે સ્વસ્થ થતાં એણે કહ્યું, ‘દેવદત્ત ! તને આ મીઠા પાયેલા કોરડા કરતાં શબ્દના કોરડા મારતાં બહુ ફાવે છે. દિલ પર જે જખમ પડ્યા છે, એમાં તું મીઠું ભભરાવે છે. પણ હવે તો મને એ મલમપટા જેવા લાગે છે. તારી વાત સાચી છે. સ્ત્રીને મેં શયનગૃહની જ મોજ માની. પરિણામ તું જુએ છે. મારી મગધની પ્રજા મારા જેવા ભ્રષ્ટ રાજવીની સહાનુભૂતિ માટે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી !' તો હું રજા લઉં.” દેવદત્ત રજા માગી. જરા રાણીને મળતો જા ! એ પણ એક વિભૂતિ છે. ભગવાન મહાવીરનો હું જૂનો ઉપાસક, પણ ભગવાને વખાણી તો રાણી ચેલાને !” કેદીએ કહ્યું. ઓહ ! રાજતંત્રના શત્રુઓનાં નામ મારી પાસે ન લેશો. ચેલાને તો મહાવીર વખાણે જ ને ! એક તો ગણતંત્રની રાજકુંવરી અને બીજી પોતાના મામાની દીકરી! ભારે કારસ્તાન રચ્યું છે તમે બધાએ. ચારે તરફથી રાજાશાહી મિટાવવાનો તમારો નિરધાર છે. હકવાળાને બાવા બનાવવા ને બાવાને રાજા બનાવવા, એવી તમારી તરકીબ છે. રાજા અશોકચંદ્ર આટલા બાહોશ ન હોત તો, મગધ ક્યારનું વૈશાલીનું ખંડિયું રાજ્ય બની ગયું હોત !” દેવદત્તે જરા ક્રોધમાં કહ્યું. ‘દેવદત્ત ! જરા વાતને સમજ, વસ્તુને સમજ , આદર્શ રાજતંત્ર એનું બીજું નામ જ ગણતંત્ર ! અમને તમે મારી શકશો, પણ વૈશાલી મોજૂદ છે ત્યાં સુધી 26 | શત્રુ કે અજાતશત્રુ ગણતંત્રને તમે મારી નહિ શકો.' રાજ કેદીએ કહ્યું. ‘ઓ બૂઢા રાજા !” દેવદત્તે દાંત કચકચાવ્યા, ‘આજ તો તને એ ખાનગી વાત કરવામાં હવે જોખમ નથી. મગધના નવા રાજાએ, રાજકુમારોએ, સામંતોએ, શ્રેષ્ઠીઓએ, લોહીના અક્ષરે પ્રતિજ્ઞા લીધી છે કે વૈશાલીને જમીનદોસ્ત કરીને જ જંપીશું. વિદ્વાન બ્રાહ્મણોએ અને સુપ્રસિદ્ધ ક્ષત્રિય કુળોએ પણ આમાં સાથ આપવાનો નિરધાર જાહેર કર્યો છે. ગણતંત્રના ટેકેદાર મહાવીર અને બુદ્ધ ચારે વર્ણને સમાને જાહેર કરી એમની મહત્તા ધૂળધાણી કરી નાખી છે, યશને નષ્ટ કર્યા છે, શિકાર અને યુદ્ધ બંધ કરાવ્યાં છે. એમણે શસ્ત્રોની ને યુદ્ધોની છડેચોક નિંદા કરવા માંડી છે, કારણ કે માણસ નિઃશસ્ત્ર બને તો તમે એને ઘેટાંની જેમ એક લાકડીએ હાંક્યા કરો. તમારાં આ કાવતરાં હવે ખુલ્લાં થઈ ગયાં છે !' ‘સિંહાસન પર માણસની સ્થાપના એ કાવતરાં ? માણસાઈનો વહીવટ એ કારસ્તાન ?' રાજ કેદીએ પૂછવું. રાણી ચેલા નજીક આવી ગયાં હતાં. એમના હાથમાં સુવર્ણ થાળ હતો. ‘પધારો રાજમાતા ! સુખી તો છો ને ?” દેવદત્તે રાણીનું સ્વાગત કરતાં કહ્યું . રાજમહેલમાં રહેનારું કોણ સુખી હોય છે ? ભલે પછી હું હોઉં કે તમે હો કે અશોક હોય !' રાણીએ શાંત સ્વરે કહ્યું; એમાં વીણાના મધુર ઝંકાર ભર્યા હતા ને સંસારનું સાચું સ્વરૂપે પ્રગટ થતું હતું. દેવદત્ત રાણીના જવાબનો જવાબ ન વાળી શક્યો. ‘ઘણું જીવો રાણી ! રાજમહેલમાં રહેનાર કોણ સુખી હોય ? નહિ તો મારા પ્રભુએ રાજમહેલ શું કામ છોડ્યો હોત ?” રાજ કેદીએ કહ્યું. ‘ઘણું જીવવાના શાપ આપો છો કે વરદાન, સ્વામી ? લાંબું આયુષ્ય એ તો જીવનનો શાપ છે.” રાણીએ કહ્યું. ‘રાણી ! મારે તો શાપ અને વરદાન બંને સમાન છે. જુઓ ને. કારાગારમાં કેદી કેવો સુખી છે, ને રાજમહેલમાં રહેતાં રાણી કેવાં દુઃખી છે !' રાજ કેદીએ હસતા મુખે કહ્યું. એણે પહેરેલો બકરાની ખાલનો ડગલો ઠીક કર્યો. દેવદત્તે ચાબુક પેટીમાં મૂકી દીધો હતો. અને વિદાય લેતાં કહ્યું, ‘હું જાઉં છું. આપને આપના પુત્રનું ને મારા શિષ્ય રાજા અશોકચંદ્રનું હંમેશાં શુભ ઇચ્છવાની પ્રાર્થના કરું છું. કારણ કે તમારા પુત્રનું રાજ છે, તો અમારા જેવા સાધુઓને લોકો ભિક્ષા આપે છે. નહિ તો ગણતંત્રમાં તો કહેશે કે માણસમાત્ર સમાન, બીજાં લાકડાં ફાડે તો તમેય લાકડાં ફાડો. ફિલસૂફી છાંડી દો, મુર્ખ ભેગા મુર્ખ બની રહો. સંન્યાસીઓને તો અહીં સ્થાન જ ક્યાં હતું ?' અપ્સરા શું અમી લઈને આવી ?L 27, Page #26 -------------------------------------------------------------------------- ________________ રાણી ચેલા બે પળ વિષાદમાં પડી ગઈ. થોડીવારે એ બોલી, ‘દેવદત્ત ! હું સર્પિણી નથી કે પોતાનાં બચ્ચાંને પોતે ખાઈ જઈશ, ઘણું જીવો અશોક ! ભગવાન મહાવીર કહેતા કે રાજ કથા બંધ કરો. મેં રાજ કથા બંધ કરી છે. ઓહ! મગધરાજ બિંબિસાર એક સાદા ગૃહસ્થ હોત અને હું એમની સામાન્ય ગૃહિણી હોત, અને અશોક અમારો દીકરો હોત તો અમારું જીવન કેવું સુંદર, કેવું રસભર્યું, કેવું સુખી હોત !રાજા થઈને તો રેજનો પાર ન રહ્યો.' ‘પણ ગણતંત્રમાં રાજ જ ક્યાં રહેવાનાં છે ?' એમ કેમ બોલો છો, દેવદત્ત ? વૈશાલીમાં નવસો નવાણુ રાજા છે. શાક્ય દેશમાં પણ મહાજનસત્તા છે, ને ત્યાં પણ ઘણા રાજા છે.” રાજ કેદી જે મગધરાજ બિંબિસાર પોતે હતા, એમણે કહ્યું. “કાલે આ નવસો નવાણુ રાજામાંથી નવ્વાણું હજાર ને નવ રાજા થશે, ને એક દહાડો તમામ રાજા થઈ જવાના, પછી તો પ્રજા જ નહિ મળે ! અહીં જે રાણીના પેટે જન્મ્યા હોય, એ રાજ મેળવવા કાવતરાં કરે; ત્યાં તો શંખીણી કે શિખંડીને પેટે જન્મેલો પ્રજાજન પણ રાજપદ મેળવવા કાવતરાં કરવાનો. હરેક ઘર રાજમહેલ, અને હરેક માણસ રાજા ! રાણી, ગોળ અને ખોળમાં સમાન દૃષ્ટિ ધરાવનારા તમારા ગણતંત્રને તો હજાર વાર નમસ્કાર !' ‘દેવદત્ત ! મેં તમને કહ્યું કે હું રાજ કથા કરવા આવી નથી. મેં રાજ કથા ન કરવાની પ્રતિજ્ઞા કરી છે. હું તો મગધરાજની ખબર લેવા આવી છું.’ રાણી ચેલાએ ‘મનના રાજા થઈ ગયા કે શું ?” ચેલાએ પ્રશ્ન કર્યો. હા. પ્યારા પુત્રનો કેટલો ઉપકાર માનું, ચેલા ! જો પુત્રે મને ચેતવ્યો ન હોત તો આ ભવમાં તો હું જરા પણ સુધરત નહિ. ૨ શમનો કીડો ખદબદતા પાણીમાં પડીને બફાઈ જાય, ત્યારે એને મોડા મોડા એના સુખદુ:ખની ગમ પડત!રાજાના બોલવામાં સ્વસ્થતા હતી. છાની વેદના થતી હોય એમ કોઈ કોઈવાર એ જરાક ધ્રુજારી અનુભવતા.. કુશળ રાણી ચેલાની નજર બહાર આ સ્થિતિ ન રહી. એ આગળ વધી. એણે રાજાનો ડગલો ખેંચ્યો. રાજાથી ભયંકર ચીસ નીકળી ગઈ. એનું મોં વિકૃત થઈ ગયું. પણ એક પળમાં તો એ સ્વસ્થ થઈ ગયો ને બોલ્યો, ‘રાણી ! આ કેવી બાલચેષ્ટા !' | ‘બાલચેષ્ટા નથી. મારા મનમાં જે કલ્પના હતી, તે સત્ય છે એની ખાતરી કરવી હતી. મને ખબર મળી છે કે દેવદત્તે તેમને રોજ કોરડાનો માર મારીને નરમ કરવાની પરવાનગી મેળવી છે.' રાણીએ વાત પ્રગટ કરી. ‘પરવાનગી તમને એક રીતની મળી, એને બીજી રીતની મળી. હરેક પરવાનગી સાથે કંઈક વાનગી હોય છે, પણ તેથી શું થયું ? જેણે દેહમાંથી મમત્વભાવ કાઢી નાખ્યો હોય અને સુખ-દુઃખની ચિંતા કેવી ? દેવદત્ત મારા તનને અડી શકે, બાકી મારા મનને અડવાની તાકાત એની પાસે નથી. નચિંત રહેજો રાણી, ખૂબ શાંતિમાં છું. સો દેવદત્ત પણ હવે મને હેરાન કરી શકશે નહિ.' “મને જખમ જોવા દો ! મારે પેટ... પથરો ' રાણીથી બોલતાં બોલતાં ડુસકું નંખાઈ ગયું. ‘રાણી ! મારા દીકરાને ગાળો આપવી હોય તો સત્વરે અહીંથી ચાલ્યાં જાઓ. મારી શાંતિ હરવા આવ્યાં છો કે શું ?' મને જોવા દો !' રાણીની આંખમાંથી આંસુ વહી નીકળ્યાં. | ‘જોવા દઉં છું રાણી ! મારા બધા જખમથી તમે પરિચિત છો. આ જખમ પણ ભલે જુઓ, પણ વચન આપો કે બહાર એક અક્ષર પણ નહિ બોલો. મારા દીકરાને જઈને ભાવથી કહેજો કે વત્સ, તારો પિતા સુખી છે.' રાજાના આ શબ્દોમાં વ્યંગ્ય નહોતો, તિરસ્કાર નહોતો; એમાં રાજ કેદીનું મહાન હૃદય બોલતું હતું. વાહ સ્વામી, વાહ ! મનમાં શંકા હતી, એ ટળી ગઈ. હું એક મહાન આત્માને વરી, એનો મને આજે સંતોષ થયો. ચાલો, અંદર એકાંતમાં બે ઘડી બેસીએ.’ તો મગધરાજની ખબર લીધી. હવે તમે ખબર લો.' દેવદત્ત આટલું બોલી અટ્ટહાસ્ય કરતો ચાલ્યો ગયો. સુંદરી આગળ વધી. નાનોશો દીપ એના સૌંદર્યને વધુ ચમકાવી રહ્યો હતો. એણે થાળ નીચે મૂક્યો. મૂકતાં મૂકતાં કટી પરની મેખલાની ઘંટડીઓ રણઝણી રહી, હાથનાં વલય રણકાર કરી રહ્યાં, પરવાળા જેવા ઓષ્ઠ મરકી રહ્યા. રાણીના કંકુની દીવી જેવા હાથ લંબાયા. રાજ કેદીના બકરાની ખાલના ડગલાને એ સ્પર્શી રહ્યા. ‘રાણી, એને અડશો નહિ.” મહધરાજે નિષેધ કર્યો. કાં ?” ‘એનાથી મને સુખ ઊપજે છે.’ ‘બકરાની ખાલના ડગલાથી સુખ ?' ચેલાને આશ્ચર્ય થયું. ડગલાથી નહિ, આ પ્રાપ્ત સ્થિતિથી સુખ છે ! સુખ તો મનમાં વસે છે રાણી!” 28 D શત્રુ કે અજાતશત્રુ અપ્સરા શું અમી લઈને આવી ? 1 29. Page #27 -------------------------------------------------------------------------- ________________ એકાંત ક્યાંય રહ્યું નથી, તેમ છતાં બધે એકાંત છે રાણીજી ! છતાં ચાલો બેસીએ. માણસ ગમે તેટલો કઠોર થાય, પણ એના મમત્વને સર્વથા મારી ન શકે.” રાજ કેદી અને રાણી અંદરના ભાગમાં ગયાં. પહેરેગીર બહાર ચાલ્યો ગયો. રાણીએ એકાંતમાં જતાં જ રાજાનો ડગલો ધીરેથી ખેંચી લીધો, “ઓહ ! આ શું ? આટલો બધો માર !' ચેલા રાણી બેભાન જેવાં બની ગયાં. થોડીવારે સાવધ થતાં એ બોલ્યાં : ‘હું અશોકને ફરિયાદ કરીશ, ઠપકો આપીશ, આવો જુલમ!” ‘તો હું તમને ફરી મુલાકાત આપીશ નહિ. સુશીલ દીકરો મારો પરલોક સુધારી રહ્યો છે. શું હજીય આ લોકના લહાવા લેવા બાકી છે ? તમે શા માટે આડે આવો છો ?' ‘પણ આટલી નરાધમતા ' ‘નરાધમ તરફ નરાધમતા જ શોભે રાણી ! યાદ કરો એ નરાધમને, જે તમારા જેવી સતી તરફ શંકાની નજરે જોતો થયો હતો ને જેણે તમને એકદંડિયા મહેલમાં પૂર્યા હતાં ! શું હું રાજા થયો એટલે કર્મદેવ મને માફ કરે ? યાદ છે તમને ? આપણા પ્રભુએ એકવાર છડેચોક મને કહ્યું હતું કે તમારું નરકેસરીપણું નરકેશ્વરીપણાને જન્માવશે.’ મગધરાજે જૂની વાતો ઉખેળવા માંડી. “ઓહ ! પણ આ તમારા જખમ ! અરે, હું તો એ જોઈ પણ નથી શકતી. આજ હું અશોકની પાસે મા થઈને ભિક્ષા માગીશ; કાં કોરડાનો માર બંધ કરે, કાં એ માર મને મારે. હું પણ તમારું અર્ધાગ જ છું ને !' ચેલાના શબ્દોમાં પુણ્યપ્રકોપ હતો. ઓહ ! સ્ત્રીહૃદય ક્યાંય થવું નથી. પણ રાણી ! તમારા સતીનાં ચરણમાં પડું છું. ભલાં થઈને મારા દીકરાને કંઈ કહેશો નહિ. કદાચ તમારું આવવું બંધ કરી દે! તમને જોઉં છું ત્યારે મને પ્રભુ યાદ આવે છે !' મગધરાજે કહ્યું. ‘પણ આ માર ? કોઈ પોતાના આંગણાનાં પશુને પણ આ રીતે તો ન પીટે.’ રાણીની વાણીમાં વેદના ભરી હતી. ‘એમાં આપણા દીકરાનો વાંક શોધવો ખોટો છે. એ તો સંસારનો નિયમ છે, કે રાજા સેવકોને ઝાડ પરથી બે ફળ લેવાનો હુકમ કરે, તો સેવકો આખું ઝાડ પાડી નાખે. દેવદત્ત માને છે કે હું ગણતંત્રનો હિમાયતી છું. રાજતંત્ર ચલાવનારની આ બેવફાઈ ભયંકર છે. ‘તમને એ કાવતરાખોર મનાવે છે, દુ:ત્યાં થાય છે.' ‘મને શું કામ, રાણી, મારા પ્રભુને પણ તેઓ ગણતંત્રના છૂપા પ્રચારક લેખે છે. સર્વ વર્ણ સમાન-એ સંદેશમાં તેઓ ભયંકર ઉકાપાત ભરેલો માને છે. ભગવાન 30 1 શત્રુ કે અજાતશત્રુ મહાવીર અને ભગવાન બુદ્ધને પણ એમાં સામેલ લેખે છે. મારો જીવ તો કદાચ લેશે, પણ દેવદત્ત તો તેઓનો પણ જીવ લેવા માગે છે. ગણતંત્રનું હિમાયતી એક પંખી પણ જીવવું ન જોઈએ, એ એમની પ્રતિજ્ઞા છે.’ મગધરાજે સ્થિતિ સ્પષ્ટ કરી. ‘દેવદત્તનો બધો ઇતિહાસ હું જાણું છું. એ લોકગુરુ ભગવાન બુદ્ધનો સગો છે. શાક્ય કુળનો છે. શાક્ય રાજતંત્ર મહાજનસત્તાક છે.’ ‘રાણી ! ત્યારે આ તો મૂળનો વિરોધી છે.' ‘હા. તે પહેલાં એ બુદ્ધનો શિષ્ય હતો. ભારે મહત્ત્વાકાંક્ષી છે. એની મહત્તાની આડે આવનાર કોઈને એ સહી શકતો નથી. એની ઇચ્છા બૌદ્ધ સંઘના નેતા થવાની હતી. એક દહાડો એણે તથાગત પાસે માગણી મૂકી. તથાગત એનો ઇન્કાર કર્યો. ત્યારથી એ તથાગતનો દ્વેષી બની રહ્યો. વળી દેવદત્ત જ્યાં ત્યાં રાજાઓમાં ફરતો અને યોગસિદ્ધિના ચમત્કાર દેખાડતો. એણે રાજ ગૃહીમાં આવી યુવરાજ અશોકને કંઈ કંઈ સિદ્ધિઓ બતાવી વશ કર્યો.’ ‘રાણી ! હું કેટલો બેખબર રહ્યો ! મને તો બે વાતની રઢ લાગી હતી. એક ભગવાનનો ઉપદેશ સાંભળવો અને બીજું અંતઃપુરમાં યૌવનાઓ સાથે રમવું.’ મગધરાજ પોતાના અપરાધનો સ્પષ્ટ એકરાર કરી રહ્યા. *પ્રથમ એણે ભગવાન બુદ્ધ પાસે નેતાગીરી માગી, એ મળી ગઈ હોત તો એની મહત્ત્વાકાંક્ષા પૂરી થાત, પણ નેતાગીરી આપવાને બદલે તથાગતે ધર્મપરિષદમાં કહ્યું, ‘ભિખુઓ ! દેવદત્ત ખોટે માર્ગે છે. કેળાં કેળનો નાશ કરે છે, વાંસનાં ફળો વાંસનો નાશ કરે છે, અને લૌકિક સિદ્ધિઓ વડે મેળવેલો લાભ મૂર્ખ મનુષ્યોનો નાશ કરે છે.બસ, ત્યારથી દેવદત્તને ખાટી ગઈ અને એ તથાગતનો દુશ્મન બની ગયો. અને તથાગત પ્રત્યેના વેરભાવને કારણે અહિંસા, ગણતંત્ર ને મહાજનસત્તાક, એ બધાં એનાં વેરી બની ગયાં.' રાણી ચેલાએ વાત વિસ્તારથી કહી. | ‘રાણી ! આજે વાત નીકળી છે, માટે વાત કરું છું, પણ એથી મારા પુત્રને લેશ પણ ઉપાલંભ ન દેશો.’ ‘લૂણ અને પાણી ભળી ગયાં છે; કંઈ જુદું પડી શકે તેમ નથી. રાજતંત્રમાં આપણો અવાજ ક્ષીણ થઈ ગયો છે, ને દેવદત્ત જેવાનો પ્રબળ થઈ પડ્યો છે! હું કહું તોય કશું વળે તેમ લાગતું નથી.' રાણીએ કહ્યું. ‘તો સાંભળો ! એક રાતે હું સૂતો હતો; અચાનક કોલાહલથી જાગી ગયો; જોયું તો મારા શયનખંડના પહેરેગીરોએ અશોકને પકડેલો. અશોકના હાથમાં ઉઘાડી તલવાર ચમકતી હતી. પૂછવું, ‘વત્સ ! આમ કેમ ? શા કાજે ?' ‘અશોક બોલ્યો, ‘હું રાજસંચાલન માટે ઉત્સુક બન્યો છું, અને તમે...' અપ્સરા શું અમી લઈને આવી ? 1 31 Page #28 -------------------------------------------------------------------------- ________________ મેં પૂછ્યું “વત્સ ! આ તારા વિચાર ન હોય, તને કોઈએ પ્રેરણા આપી હશે’ રાણી ! મારો અશોક ભોળિયો છે. એ બોલ્યો, ‘આપણે ત્યાં મહાભિખ્ખુ દેવદત્ત આવ્યા છે. તથાગતનું તો ખાલી નામ છે, બાકી બધી સિદ્ધિઓ એની પાસે છે. એક દહાડો એણે મને કહ્યું, ‘પૂર્વનાં માણસોની જેમ આજકાલનાં માણસો દીર્ઘાયુષી થતાં નથી. ક્યારે કોને મરણ આવશે, કંઈ કહેવાય તેમ નથી. તારા પિતાની પૂર્વે રાજસુખનો આસ્વાદ લીધા વિના તને મૃત્યુ આવવાની સંભાવના છે. માટે, હું કહું છું કે તારા પિતા શ્રેણિક બિંબિસારને હણીને રાજા થા ! હું બુદ્ધને હણીને મહાબુદ્ધ થઈશ ‘રાણી ! કેવો ભોળો દીકરો ! બધી વાત હતી તેવી કહી દીધી.' ‘છતાં તમે દેવદત્તને ન પકડ્યો ?' ‘પકડીને શું કરું ? એને મારી નાખું ? અને મારી નાખું તોય એણે દીકરાના અંતરમાં વાવેલું બીજ કંઈ નષ્ટ થોડું થાય ? ત્યારે દીકરાને કંઈ મારી શકાય ? રાણી, લોહી રેડવાથી તો ઊલટું એ બીજ હજાર રીતે પ્રફુલ્લે. સાચો માર્ગ મેં લીધો. તાબડતોબ મંત્રીમંડળને બોલાવી અશોકને તમામ રાજકારભાર સોંપી દીધો.' રાજા વાત કરતાં થોભ્યો. ‘એનું પરિણામ આ કૈદ ! કેદ પણ ઠીક, પણ કેવું અપમાન ! કેવી ભયંકર યાતના !' ‘અભિમાનનું તો સદા અપમાન જ હોય.' મગધરાજ બોલીને અંતર્મુખ બની ગયા. થોડી વારે વળી એ બોલ્યા, ‘અને રાણી ! આ લોકો વૈશાલીનો સર્વનાશ કરવાની પેરવીઓ કરી રહ્યા છે. વૈશાલી તીર્થસમું છે. જો એ નાશ પામ્યું તો ગણતંત્રનું સ્વપ્ન નષ્ટ થઈ જશે, માનવતાનો વિકાસ રૂંધાઈ જશે, રાજા વરૃ થશે અને પ્રજા ઘેટું લેખાશે.' ‘કોઈનું કર્યું કંઈ થતું નથી; સમય જ બધું કરે છે. કોઈ જાણતું હતું કે મગધરાજ શ્રેણિક જેવા સિંહને થોડાંક શિયાળિયાં પાંજરામાં પૂરી જશે. વૈશાલીનો સમય પાક્યો નહિ હોય તો સો અશોક કે સો દેવદત્ત પણ ત્યાં નકામા નીવડશે.' મહામંત્રી વસ્યકારનું વલણ જાણો છો, રાણી ?' રાજા પ્રશ્ન કરી બેઠો. ‘મુત્સદ્દીઓનું વલણ તો સમયે સમજાય. પણ મારા દેવ ! મેં રાજકથા ન કરવાની અશોકને ખાતરી આપી છે.' રાણી ચેલાએ રાજકથા તરફ જતા પતિને રોક્યો, અને પોતાનું ઉત્તરીય ઉતારીને રાજાને પડખામાં ખેંચ્યો. * બુદ્ધલીલાસારસંગ્રહ, ધર્માનંદ કોસંબી 32 D શત્રુ કે અજાતશત્રુ ‘અહા ! કેટલી શાંતિ !' રાજાએ પડખામાં ભરાતાં કહ્યું. રાણીએ બેઠાં બેઠાં પોતાનો અંબોડો છોડ્યો ને એને વિચોવીને રાજાના મુખમાં એનાં ટીપાં પાડવા માંડ્યાં. રાજાના મુખમાં થોડાંક ટીપાં જતાં, એના દેહનું કળતર ચાલ્યું ગયું. રાજા સતેજ થઈ ગયો. એ બીજાં ટીપાં મોંમાં લેતો બોલ્યો, ‘જન્મીને માનો પ્યાર તો નથી માણ્યો રાણી ! આજ તમે એનો સાક્ષાત્કાર કરાવી રહ્યાં છો. શાસ્ત્રમાં પણ કહ્યું છે, કે પત્ની ભોજ્યેષુ માતા ! પણ રાણી, તમને પૂછું છું કે આ રીતે તમે મને શું વધુ જિવાડવા માગો છો ?' ‘હા મારા નાથ! હું તમને આવા પ્રયત્નો દ્વારા જિવાડવા ચાહું છું. તમારો આ લોક બગડ્યો, પણ પરલોક ન બગડે એની મને ચિંતા છે. તમે શાંતિભર્યું જીવન જીવો, તમારાં કર્મોને ખપાવી નાખો, હળવા થઈને પરલોકમાં સંચરો, બસ, એ જ ઇચ્છું છું.' રાણીએ પોતાની મનોભાવના પ્રગટ કરી. ‘ઓહ ! રાણી ! તમે મારા દેહ કરતાં મારા આત્માની વધુ ચિંતા કરો છો, કાં ? હું પણ આત્માની જ ઓળખ સાધી રહ્યો છું. જુઓને, દેવદત્ત બિચારો કોરડાના મારથી પોતે હેરાન થઈ ગયો. પણ મને તો આનંદ જ રહ્યો. જૂનું દેવું જાણે ઓછું થતું લાગે છે ! સુખમાં છું, હોં રાણી ! આ કારાગાર જેવું એકાંતસાધનાનું સ્થળ બીજે ક્યાં મળે ?' ‘પ્રભુના ઉપદેશને તો યાદ કરો છો ને ?' ‘માત્ર યાદ કરતો નથી, પ્રત્યક્ષ કરું છું. અશોકમાં જેમ મેં ઉપકારીનાં દર્શન કર્યાં, દેવદત્તમાં સહાયક મિત્રના સ્વરૂપને નિહાળ્યું. એમ આજે હું તમારામાં જનનીભાવ જોઉં છું. બીજી કોઈ સ્ત્રી આટલો સ્નેહભાવ ન દર્શાવી શકે, સિવાય કે માતા !’ ‘આ મધુગોલક લો !’ રાણીએ અંબોડાની અંદર ગૂંથેલ મોદક કાઢીને રાજાના મોંમાં મૂક્યો. રાજા પ્રેમથી ખાઈ રહ્યો. ચાબુકના મારથી ચિરાયેલા રાજાના હાથ રાણીની સુંદર દેહ પર અને સુંવાળા અંગો પર ફરી રહ્યાં પણ એમાં પત્નીભાવ નહોતો, જનનીભાવ હતો. રાજા સ્વર્ગ, પાતાળ ને પૃથ્વી એમ ત્રિવિધ જીવન જીવી રહ્યો. દિવસો એમ વીતવા લાગ્યા. કાળ કોઈ દિવસ કોઈ માટે થોભ્યો છે કે આજે થોભશે ? * અજાતશત્રુનું મૂળ નામ અશોક હતું. અપ્સરા શું અમી લઈને આવી ? I 33 Page #29 -------------------------------------------------------------------------- ________________ 5 રાજકેદીની ગઈકાલ એ દિવસે ચેલા રાણી કારાગારમાંથી વહેલાં પાછાં વળ્યાં, ને પોતાના પુત્રના મહેલે જઈ પહોંચ્યાં. રાજા અશોકચંદ્ર ત્યારે જમવા બેસવાની તૈયારી કરતો હતો. એનો બાલપુત્ર ઉદાયી પાસે રમતો હતો. રાણી પદ્મા વીંઝણો લઈને બેઠી હતી. ઘણા દિવસે જુવાન રાજા આજે નવરો પડ્યો હતો. રાજનીતિના જીવોના નસીબમાં નિરાંત ક્યાંથી ? હમણાં આખો દિવસ મંત્રણાઓ ચાલ્યા કરતી, કાસદો દોડ્યા કરતા, અને જાસૂસોએ તો દિવસ-રાત એક કર્યાં હતાં. કોઈ ભયંકર કટોકટીનો સમય ચાલતો હતો તેમ જણાતું હતું. મહામંત્રી વસ્યકાર હમણાં જ ખૂબ ખાનગી મંત્રણાઓ કરી વિદાય થયા હતા. મહાભિખ્ખુ દેવદત્ત પણ એમાં ભાગ લેવા આવ્યા હતા, અને તેઓની ચાખડીઓના રણકાર હજી શમ્યા ન હતા. આખું રાજ જાણે આજ ભૂકંપની પથારી પર સૂતું હતું. યુવાન રાજાએ રાજતંત્રના દુશ્મન ગણતંત્રોને મિટાવી દેવાની દેવ સાખે, ગુરુ સાખે, આત્મ સાખે પ્રતિજ્ઞા કરી હતી, અને એની શરૂઆત ઘરથી કરી હતી. પહેલા પગલા તરીકે એણે પોતાના વૃદ્ધ પિતાને કેદ કર્યો હતો. એનું નામ રાજા શ્રેણિક બિંબિસાર. આખા ભારતવર્ષમાં એના નામ પર ફૂલ મુકાતાં. જેવો વીર એવો જ શોખીન, જેવો ભક્ત એવો જ ભોગી. એના દરબારમાં જાતજાતનાં રત્નો એકઠાં થતાં. એ રત્નશોખીન રાજવી હતો. એના દરબારમાં જેમ શુરવીરો, સુંદર ગણિકાઓ ને શ્રેષ્ઠીસોદાગરો સન્માન પામતાં એમ સાધુશ્રેષ્ઠો પણ સન્માન પામતા. આ વખતે ક્ષત્રિયકુંડ ગ્રામના શ્રી વર્ધમાન અને કપિલવસ્તુના ગૌતમ નામના બે ક્ષત્રિય રાજકુમારોએ યુદ્ધનો મારગ છાંડી ક્ષમાનો ધર્મ સ્વીકાર્યો; લોહી લેવાનો માર્ગ મૂકી જરૂર પડ્યે પોતાનું લોહી છાંટી જગતની અમાપ લોહીતૃષા બુઝાવવાનો રાહ પકડ્યો. જમીનના ટુકડા માટે, ક્ષણિક મોટાઈ માટે, સ્ત્રી માટે, સુવર્ણ માટે સદોદિત જીવસટોસટની લડાઈ ખેલતાં રાજ્યોએ એક નવો ધક્કો અનુભવ્યો. આ બંને રાજસંન્યાસીઓને મગધના મહાન રાજવી બિંબિસાર શ્રેણિકે સત્કાર્યા. આ વિરાગી રાજકુમારોની સહુથી વધુ અસર વૈશાલી પર પડી. આમેય વૈશાલીના વજ્જિ, લિચ્છવી વગેરે અષ્ટકુલના ક્ષત્રિયોની નામના દેશભરમાં હતી. એમના જેવું ચાપસંચાલન કે અસિખેલન બીજાની પાસે દુર્લભ હતું. એમાં આ વિરાગનું તેજ ઉમેરાયું. આખા ભારતવર્ષમાં વૈશાલીના ગણતંત્રની બોલબાલા થઈ રહી હતી. એની સંસ્કારિતા અને સુવાસે બધા રાજ્યોને પ્રભાવિત કર્યાં હતાં. પણ મગધનું મહારાજ્ય બધા ગણતંત્રો સામેનો કિલ્લો હતું. મગધના યુવરાજ, મગધના સામંતો, મગધના શ્રેષ્ઠીઓ પોતાના શક્તિ-સામર્થ્યના બળે બધાં ગણતંત્રોથી નચિંત સૂતા હતા. ત્યાં એકાએક રાજમંડળમાં નવા સમાચાર આવ્યા : પ્રજાનું વલણ ગણતંત્ર તરફ વિશેષ થતું જતું હતું. વૈશાલીના રાજસંચાલનના સમાચારો પ્રજાજનો માટે ઉત્સુક્તાનો વિષય બન્યા હતા. દરેક મગધવાસી એક વાર વૈશાલીની યાત્રા જરૂર કરતો. ત્યાંના જીવનસ્વાતંત્ર્યની મોહિની લોકોનાં મન પર કબજો કરી રહી હતી. કોઈ વાર એ સ્વાતંત્ર્યની ઝંખના ભડકો બની જતી. લોકો જાગીરદારોને પડકાર કરી બેસતા. સામંતોને પોતાના જ પ્રદેશોમાં ધીરે ધીરે વિપરીતભાવ પ્રવર્તતો નજરે પડતો. રાજ સામે પણ પ્રજા કોઈ વાર પોતાનાં શિંગડાં માંડતી. લોકો ખુલ્લેખુલ્લું કહેતા કે રાજકારણમાં પ્રજાના મતનો પડઘો હોવો ઘટે ! કારણ કે રાજસંસ્થા આખરે તો પ્રજાનાં સુખ, સગવડ ને સુવ્યવસ્થા માટે જ સરજાયેલી છે. આ નાની નાની અથડામણો ઘણી વાર ન્યાયના સિંહાસન સુધી પહોંચતી. એક તરફ જાગીરદારો, સામંતો, મંત્રીઓ અને બીજી તરફ પ્રજાવર્ગ; ભિખારીઓ અને શ્રેષ્ઠીઓ કે સામંતો ને ખેડૂતો સામસામે આવી જતા. પહેલાં ન્યાયનો પ્રકાર જુદો હતો. જાગીરદારોના અમુક હક માન્ય હતા, સામંતોની અમુક સત્તાઓ સ્વીકાર્ય હતી, અને પ્રજા એની સામે કંઈ વિસાતમાં ન લેખાતી. ન્યાય બનતાં સુધી સમર્થને સાથ આપતો. હવે એમાં પરિવર્તન આવ્યું હતું. મગધના સર્વસત્તાધીશ તો એના રાજા શ્રેણિક બિંબિસાર હતા, પણ હવે એમનો ન્યાય જુદો બન્યો હતો. એ ગણતંત્રના નીતિનિયમો પ્રમાણે ન્યાય જોખતા, પ્રજાનો પક્ષ લેતા, સામંતો કે જાગીરદારોના અધિકાર સામે પ્રજાનો અધિકાર પણ સ્વીકારાતો. રાજકેદીની ગઈકાલ D 35 Page #30 -------------------------------------------------------------------------- ________________ એમ તો પ્રજાના અધિકારો રાજતંત્રમાં પણ હતા. પણ જ્યાં સુધી એ કોઈ સ્થાપિત હકવાળા સાથે અથડામણમાં ન આવે ત્યાં સુધી જ જળવાતા. પણ હવે તો એક જ કાટલે પ્રજા અને રાજકર્તા વર્ગ જોખાતો હતો. છેલ્લા વખતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર મગધમાં વધુ ઘૂમતા થયા હતા. ને લોકોને વહેમ હતો કે તેઓ ધર્મચર્ચાની આડમાં ગણતંત્રના સિદ્ધાંતોનો પ્રચાર કરે છે. તે બંને રાજસંન્યાસીઓ વ્યક્તિસ્વાતંત્ર્યમાં માનતા. યજ્ઞ કે જેનાથી શ્રીમંતો ને રાજાઓ પોતાનો વૈભવ દેખાડી શકતા, તેનો તેઓ વિરોધ કરતા. જોકે યજ્ઞનો વિરોધ તો આ પહેલાં પણ હતો, એટલે એ કંઈ સાવ નવી વાત ન હતી; પણ એમનો ચારે વર્ણ સમાન હોવાનો સિદ્ધાંત ભારે ભયંકર હતો; એમની એ વાત કોઈ રીતે ગળે ન ઊતરતી. એની સામે સજ્જડ વિરોધ જાગ્યો હતો. લોકો તો માનતા કે નક્કી, ગણતંત્રના લોકોનો આ પ્રચાર છે. તથાગતે ‘બહુજનસુખાય ને બહુજનહિતાય'નું સૂત્ર પ્રસાર્યું, એમાં રાજાના સુખ માટે, સામંતના સુખ માટે એવો કોઈ ઉલ્લેખ નહોતો. ભગવાન મહાવીરે ‘સવી જીવ કરું શાસનરસી'ની હાકલ કરી. સહુ જીવને સમાનતા મળે તો જ શાસનપ્રેમ જાગે. અરે, શું તમારા શાસનમાં શુદ્ર, હીન, અંત્યજ બધાને સમાવશો? સહુને એક આરે પાણી પાશો ? એક વાર વર્ધમાન આવ્યા કે રાજા બિંબિસાર ભગવાન બુદ્ધના અનુયાયી બન્યા છે, અને એમણે હિંસક યજ્ઞો બંધ કર્યા છે. વાત તો સામાન્ય હતી, પણ એક યજ્ઞ જતાં અનેકના હક પર તરાપ પડતી હતી, અનેકના પેટ પર પાટું પડતું હતું. બ્રાહ્મણો, જે આમાં સાર્વભોમ સત્તા જમાવતા, તેઓની સત્તા ચાલી ગઈ. પશુપાલકો ને બીજી સામગ્રીનો વેપાર કરનારાઓને પણ આમાં બહુ સહન કરવાનું આવ્યું. યજ્ઞ પછી યુદ્ધ પ્રત્યે પણ નારાજગી દેખાવા માંડી. એક દહાડો બિંબિસાર ભગવાન મહાવીરના અનુયાયી બન્યા ને યુદ્ધને દેશવટો મળ્યો. શત્રુ સાથે પહેલાં વાત કરવામાં પણ અપમાન લેખાતું, હવે છડેચોક વાટાઘાટો ચાલતી. ને થોડુંઘણું આપીને પણ યુદ્ધ રોકી શકાય તો રોકવામાં સહુ માનતા. યુદ્ધ ગયું એટલે સામંતવર્ગનાં અને સેનાનાં લાડ પણ ઓછાં થયાં. પહેલાં બ્રાહ્મણોનું વર્ચસ્વ ગયું હતું; હવે ક્ષત્રિયોનું વર્ચસ્વ ઓછું થયું. ઓછામાં પૂરું એક શૂદ્ર પાસેથી રાજાએ વિદ્યા લીધી. એ શૂદ્ર દૂર બેઠો બેઠો રાજબાગની કેરીઓ મંગાવતો. રાજા કહે, આ વિદ્યા મને બતાવ. શૂદ્ર કહે, શિષ્ય બનો તો શિખાય. રાજા નીચે બેઠો, ને શૂદ્ર સિંહાસને બેઠો. વિદ્યા લીધી. પણ આથી એક સામાન્ય સિદ્ધાંત પ્રચલિત થયો કે ગા વાળે તે ગોવાળ; લડે તે ક્ષત્રિય; વિદ્યા 36 D શત્રુ કે અજાતશત્રુ આપે તે બ્રાહ્મણ; વેપાર કરે તે વૈશ્ય અને સેવા કરે એ શૂદ્ર ! સહુ કામ સરખાં. એમાં ઊંચ-નીચ કોઈ નહિ. સહુ સમાન. મગધમાં આ બધી વાતોએ એક પક્ષમાં આનંદ ને બીજા પક્ષમાં ચિંતા પેદા કરી હતી. અને મોટી ચિંતા તો એ હતી કે મગધરાજ શ્રેણિક ખુદ નવી હવાના પક્ષમાં હતા. વાડ ચીભડાં ગળે એવો ઘાટ લાગતો હતો. આખરે, રાજકારણમાં સદા બનતું આવ્યું છે એમ, સેનાપતિઓ, સામંતો ને સ્થાપિત હિતવાળાઓનું એક મંડળ એકત્ર થયું . એ મંડળને મહાન જ્ઞાની અને મહાન વૈજ્ઞાનિક સંન્યાસી દેવદત્તે સંબોધ્યું. એણે છેલ્લે છેલ્લે સહુને રહસ્ય આપતાં કહ્યું, ‘ચિંતા ન કરશો. મહારાણી પદ્મા, મહામંત્રી વસકાર અને યુવરાજ અશોક આપણી સાથે છે !' બધેથી ખુશાલીના પોકારો થયા, અને આ કાર્ય માટે એક સમિતિ નીમવામાં આવી. સમિતિના મુખ્ય નિયામકો યુવરાજ અશોક અને મહામંત્રી વસકાર વચ્ચે ખૂબ ગુપ્ત રીતે ચર્ચાઓ ચાલી. યુવરાજ અશોકે કહ્યું, ‘મારા સિંહપાદ સૈનિકો તૈયાર છે. મૂળને ડામવા સિવાય આ વિષવૃક્ષને ઊગતું કોઈ રોકી શકે નહિ.' સંન્યાસી દેવદત્તે કહ્યું, ‘મૂળમાં આપના પિતા છે, એનો આપને ખ્યાલ હશે જ. યુવરાજે માથું ધુણાવ્યું ને કહ્યું, ‘મારી પ્રતિજ્ઞા છે કે વૈશાલીને ખંડેર બનાવીને છોડીશ. ગણતંત્ર મરકીના રોગ કરતાં પણ ભયંકર છે. રોગથી એક માણસ જ મરે છે. આમાં તો કુળનાં કુળ ભિખારી થઈ ભૂખે મરતાં થાય છે.’ મહામંત્રી વસકાર જે અત્યાર સુધી શાંત હતા, એ ધીરેથી બોલ્યા, ‘મેં મારા જીવનના અંતિમ દિવસો આ માટે જ ખર્ચવાનો નિર્ણય કર્યો છે. કિલ્લો તોડવા માટે આડા ઊંટ ઊભા રાખી હાથીને છોડવામાં આવે છે. હાથી જોરથી ધક્કો મારે છે. ઊંટ દરવાજાના ખીલામાં વીંધાઈને મૃત્યુ પામે છે, ને દરવાજો તૂટે છે. વિજય ગજરાજના નામ પર અંકાય છે. રાજકારણમાં મંત્રીનું સ્થાન ઊંટનું છે.' ‘હાથી પણ પાછા નહીં પડે મંત્રીરાજ ! આપ અને મહાભિખ્ખુ દેવદત્ત મારા ગુરુસ્થાને છો.' યુવરાજે કહ્યું. ‘અહીં માત્ર બળનું કામ નથી, કળનું પણ કામ છે. જો પ્રજા સવેળા જાગી ગઈ તો કામ મુશ્કેલ છે.' મહામંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપી. “આપ અને મહાસંન્યાસી દેવદત્ત જે આજ્ઞા આપો એ મારે શિરોધાર્ય છે. રાજકૈદીની ગઈકાલ D 37 Page #31 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય કરી લઉં તો મને દુષ્કર નથી. મારા મૂઠીભર સિંહપાદ સૈનિકો આખા રાજમહેલને કબજે રાખી શકે એવા છે.” યુવરાજ અશોક થોડી વાર શાંત બેસી રહ્યો. એના મનમાં જબરું મંથન જાગ્યું અશોકચંદ્ર નમ્રતાથી કહ્યું. “પ્રથમ વાત તો એ કે તમે સિંહાસન હાથ કરો.’ મહામંત્રીએ કહ્યું. | ‘સિંહાસનના સ્વામી પિતાશ્રી હયાત છે ને ?” યુવરાજે પ્રશ્ન કર્યો. ‘જરૂર. અમે તો ક્યારના એમના મોતની રાહ જોઈ રહ્યા છીએ, પણ સંસારનો નિયમ છે કે જેનું મોત વાંછીએ એ લાંબુ જીવે છે. એટલે એ બાબતનો ગંભીરતાથી વિચાર કરવો પડશે.’ સંન્યાસી દેવદત્તે કહ્યું. ‘જો સામ્રાજ્યને બચાવવું હોય તો અગ્નિ સાથે રમત રમવાની છે.' મહામંત્રીએ કહ્યું અને થોડીવારે ધીરા અવાજે ઉમેર્યું, ‘કદાચ પિતાશ્રીને જેલરૂપી મહેલમાં રાખવા પડે.' અચાનક હિમ પડે અને છોડ ઠીંગરાઈ જાય, એમ બધા થોડી વાર સ્તબ્ધ બની રહ્યા; કોઈ કંઈ ન બોલ્યું. મંત્રણાગૃહની દીવાલો જાણે સહુને ભીંસતી લાગી. - “મારા યોગસિદ્ધિના ચમત્કારો દર્શાવ્યા ત્યારે જ મેં ભવિષ્યવાણી ભાખી છે. જીવન અલ્પ છે, ને કાર્યસિદ્ધિ મોંઘી છે. મોંઘી ચીજ માટે સોંઘીનો ભોગ આપો. પિતાના આયુષ્યદપના નિર્વાણની રાહ જોશો તો એ પહેલાં તમારો દીપ પણ બુઝાઈ જવાની સંભાવના છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વધર્મ આડે પિતા કોણ, માતા કોણ ? લૌકિક સગાઈ અલૌકિક કાર્યસાધનાની વચ્ચે ન આવવી જોઈએ. નીતિજ્ઞ મહામંત્રી આ બાબતમાં શું કહે છે ?' ભિખુ દેવદત્તે પોતાનું વક્તવ્ય સ્પષ્ટ કરવા સાથે મહામંત્રીનો મત જાણવા માગ્યો. ‘રાજકાજનું સંચાલન મોટે ભાગે આજે તમારા હાથમાં છે. રાજકારણમાં તો જેના હાથમાં તેના બાથમાં. વળી પ્રજાને હું સંભાળી લઈશ.' મહામંત્રીએ કહ્યું ને આગળ ચલાવ્યું, ‘છેલ્લા કેટલાક વખતથી પાણી પહેલાં પાળ બાંધવા માટે મેં આ બભક્ત રાજાના શૃંગારી જીવનની વાતો પ્રજામાં વહેતી મૂકી છે. રાણી ચેલા પર પણ અવિશ્વાસ, એક રબારીની આઠ વર્ષની છોકરી સાથે સમાગમ, ભગવાન મહાવીરના ભક્ત થઈને પણ માંસભોજન તરફનો પ્રેમ વગેરે વાતો લોકોમાં પ્રચલિત કરી છે. વૈશાલીની વારવનિતા, જનપદકલ્યાણી, નગરવધુ આમ્રપાલી સાથેના ગુપ્ત પ્યારની અને એનાથી થયેલ પુત્રને મગધનો ભાવિ રાજા બનાવવાની વાતો પણ ચાલતી કરી છે. આ પ્રચાર છે. પ્રજા તો પાણીના વાસણ જેવી છે. જેવો રંગ નાખો એવો રંગ પકડી લે. પ્રજા છૂટથી દ્વિરંગી ચારિત્ર્યની ચર્ચા કરતી થઈ છે.' | ‘અને સેના તથા સામંતો મારા હાથમાં છે. ચકલું પણ આ ઘટના સામે ચૂં કે ચાં નહિ કરે.” યુવરાજ અશોકચંદ્ર પોતાના તરફથી ખાતરી આપતાં કહ્યું, ‘મન સાથે 38 શત્રુ કે અજાતશત્રુ થોડી વારે એણે કહ્યું, ‘મહારાજને અવશ્ય કેદ કરી લઈએ, પણ હમણાં હું રાજગાદી પર ન બેસું તો ?' ‘રાજા વગર હુકમ કોણ કાઢશે ? રાજા વગર કોણ કોનો હુકમ માનશે? પ્રજાના લોહીમાં રાજભક્તિ વહેતી હોય છે. એ તમને રાજા તરીકે સિંહાસન પર જોશે, એટલે વગર કહ્યું તમારી ભક્તિ કરવા લાગશે.' મહામંત્રી વચ્ચે કારે કહ્યું. રાજા અશોકચંદ્ર થોડી વારે દૃઢતાપૂર્વક કહ્યું, “બહુ સારુ. તમારો નિર્ણય વધાવી લઉં છું. હવે કાર્યક્રમ કેવી રીતે પાર પાડવો તેની રૂપરેખા દોરીએ.” ફરી બધા ઊંડા વિચારમાં પડી ગયા. થોડી વાર કોઈ કંઈ ન બોલ્યું. પરિસ્થિતિની ભીષણતા સહુને ડારી રહી હતી. રાજા બિંબિસારનું જીવન સોનાની થાળી જેવું હતું. અલબત્ત, એમાં થોડીક લોઢાની મેખ હતી, પણ કોનાં જીવન સર્વથા નિષ્કલંક ભાળ્યાં, ને એમાંય ખાસ કરીને રાજકારણી પુરુષોનાં? રાજા બિંબિસાર શ્રેણિક આખરે સિંહપુરુષ હતો. એની એક હાકલે પ્રજા જાગી જાય તેમ હતી. ‘શસ્ત્ર જેવી કોઈ વસ્તુ પાસે ન હોય ત્યારે મહારાજા બિંબિસારને કેદ કરવા જોઈએ.’ ભિખુ દેવદત્તે કહ્યું, ‘બૂઢા રાજામાં જુવાનને શરમાવે એવું દૈવત છે. એના હાથમાં તલવાર હશે તો ભયંકર રક્તપાત થયા વગર નહીં રહે.” | ‘ભગવાન મહાવીરના દર્શને જતાં અથવા ધર્મચર્ચાની પરિષદોમાં એ નિઃશસ્ત્ર હોય છે, ત્યાંથી એમને પકડી લઈએ. વળી ધર્મપરિદામાં એમના હૃદયમાં વિરાગ રમતો હોય છે.” યુવરાજે કહ્યું. ‘જોજો, ધર્મમાં દખલ કરતા ના. ધર્મના નામે તો પ્રજા તરત મરવા-મારવા તૈયાર થઈ જશે. આપણે આ કાર્ય પૂરી સાવધાનીથી કરીએ. આ કાર્ય કર્યા પછી હું પોતે શ્રમણોનો અનુયાયી બનવાનો છું.' મહામંત્રીએ કહ્યું. ‘રાજાજી હમણાં નવી રાણી દુર્ગધાના મહેલે વધુ રહે છે. આપણે એને સાધીએ. એ રાજાને ખૂબ પ્યાર દેખાડે, છોકરવાદ કરે, હઠ લે, રાજાજી ઘોડા થાય, રાણી પોતે એના પર બેસે, અને બસ...' ભિખુ દેવદત્તે માર્ગ બતાવ્યો. નિર્ણય લેવાઈ ગયો ને એ રાતે નવાં રાણી દુર્ગધાનો આવાસ કાવતરાબાજોથી ભરાઈ ગયો. સિંહપાદ સૈનિકો દરવાજે દરવાજે વેશ બદલીને બેઠા. સમય થયો અને મગધરાજ શ્રેણિક નવાં રાણીને મહેલે પધાર્યા.. રાજ કેદીની ગઈકાલ 39 Page #32 -------------------------------------------------------------------------- ________________ નવ વર્ષની રાણી આજે રતિરૂપ ધારીને બેઠી હતી. વાળના ગુચ્છા હોળીને એમાં રંગરંગનાં ફૂલ નાખ્યાં હતાં. હાથે મધુર ૨૦ કરતાં વલય અને પગે પાયલ બાંધ્યાં હતાં. રોજ મગધરાજને જોતાં ત્રાસ અનુભવતાં નવાં રાણી આજે હસીને સામે આવ્યાં; વૃદ્ધ રાજાના કંઠમાં હાર થઈને લટકી રહ્યાં. રાજાએ રાણીને આખી ને આખી ઊંચકી લીધી, રાણી ફૂલદડો થઈને રાજાના ઉલ્લંગમાં રમી રહી. અને રમતાં રમતાં રાણીએ હઠ લીધી : ‘આજે તમે થોડા થાઓ, અને હું સવારી કરું.’ રાજાએ આ બાલચેષ્ટા માટે ના કહી. રાણી રિસાઈ ગઈ. હોઠ ફુલાવી, નાકનું ટીચકું ચઢાવી એ બોલી, “ઘોડા થાવ તો હા, નહિ તો ના ! મારે અસવાર થયું છે.' મગધરાજ જેવા મગધરાજ એક ત્રણ ટકાની છોકરીના ઘોડા થાય ! અરે, એ તે કેમ બને ? પણ રાણીએ હઠ લીધી. વૃદ્ધ રાજાને એ કન્યકાના મનને તરછોડવું ન ગમ્યું. બાળહઠ છે ! સ્ત્રીહઠ છે ! રાજી કરવી ઘટે . જેના બોજ થી આખું મગધરાજ થરથરતું એ રાજવી પોતે ઘોડો બન્યો ! રાણી પોતાનો નાનોશો ચાબુક વીંઝતી રાજ -ઘોડા ઉપર ચઢી બેઠી અને ડચ ડચ કરતી બોલવા લાગી. ‘ઘોડો રવત, ઘોડો અવત. ચાલ, ઘોડા ચાલ ! નગરી વૈશાલી જઈએ, નર્તકી અંબપાલીને ઘેર રહીએ. મજા કરીએ !' વૃદ્ધ રાજા રાણીની વાતોને હસતો હસતો સાંભળી રહ્યો, અને ફૂલકળી જેવાં રાણીનો બોજ ઊંચકીને ચાલી રહ્યો. થોડી વારે રાણીની માખણ જેવી પીંડીઓને દાબતો રાજા બોલ્યો, ‘રાણી ! હવે ઊતરો !' પણ રાણી તો ન માની. બેસી જ રહી. થોડી વારે રાણીનો અવાજ ન આવ્યો. વજન કંઈક ભારે લાગ્યું. રાજા ઊંચે જુએ છે તો કોઈ બીજું . અરે ! આ તો યુવરાજ અશોકચંદ્રનો અંગરક્ષક, મગધનો મલ્લ પરશુરામ! વૃદ્ધ રાજા ખડો થવા ગયો ત્યાં એના પગ ખેંચાયા. કોઈએ પાછળથી તાણીને એના પગ બાંધી લીધા. ત્યાં હાથ ખેંચાયા. કોઈએ હાથ તાણીને બાંધ્યા. રાજા તરત જ દોરડાથી મુશ્કેટાટ બંધાઈ ગયો. એને તરત એક લોહપિંજરમાં પૂરવામાં આવ્યો. થોડીવારમાં કેદી રાજાએ શેરીઓમાં પહડ વાગતો સાંભળ્યો. ‘ગણતંત્રના પક્ષપાતીઓને દેશવટો દેવાનો આજે મગધના શાણા હિતચિંતકોએ નિર્ણય કર્યો છે. એ મુજબ ગણતંત્રના પહેલા પક્ષપાતી રાજાને ગિરફતાર કરવામાં આવ્યો છે, ને સર્વ સામંતોની સંમતિથી યુવરાજ અશોકચંદ્રને સિહાસનાધિપતિ 40 શત્રુ કે અજાતશત્રુ બનાવવામાં આવ્યા છે. યશ અને યુદ્ધ બંનેના રોકેલા પ્રચારને ફરી મુક્ત કરવામાં આવે છે. મગધ કોઈથી નહિ દબાય, મગધ કોઈનું ગુલામ નહિ થાય. મગધ અવિજેય છે, અને અવિજેય જ રહેશે.' અને શેરીઓમાં સેનિકો ખુલ્લા શસ્ત્ર ફરવા લાગ્યા. કેવું આશ્ચર્ય ! કેસરીસિંહ સમા રાજા શ્રેણિકની ગિરફતારી સાથે મગધમાં તે દિવસે એક ચકલું પણ ચીં ન કરી શક્યું ! ઘરમાંથી જૂનો કચરો કાઢી સાફ કરવામાં આવે, એમ મગધમાંથી વૃદ્ધ રાજાના તરફદારોને બરતરફ કરવામાં આવ્યા. દુર્ગધા રાણીએ નવા રાજા પાસે ફરિયાદ કરી : ‘આવા વૃદ્ધ રાજાને મારું, સૌભાગ્ય રોળવાનો કયો અધિકાર ?' નવા રાજાએ ન્યાયશાસન પર ચઢીને પોકાર કર્યો, ‘મગધનું રાજતંત્ર પરમ ન્યાયી છે. એ પિતા, માતા કે પુત્રના ભેદને જોતું નથી. રાજાજીનો ગુનો સામાજિક તેમ જ ધાર્મિક બંને રીતે ભયંકર છે. નવ વર્ષની બાળા પ્રત્યે કામુક દૃષ્ટિ રાખવી એ પ્રજાની તંદુરસ્તી માટે ભારે ભયંકર વસ્તુ છે. વૃદ્ધ મહારાજને એમના આ ગુના બદલ રોજ સો કોરડાની સજા થશે.' લોકોએ આ ન્યાયને વખાણ્યો, પણ આ ન્યાયે વૃદ્ધ રાજાનાં રાણી અને હાલનાં રાજમાતા ચેલાને વ્યાકુળ કરી નાખ્યાં. એમણે પુત્રને જખમ પર મીઠું ભભરાવવાની ના કહી, પણ પુત્ર ન માન્યો. એણે કહ્યું કે ન્યાયની વચ્ચે કોઈની દખલ નહિ ચાલે. આખરે માતાએ પતિને નવા દુ:ખમાં આશ્વાસનરૂપ થવા રોજ પતિ સાથેની મુલાકાતની મંજૂરી માગી. એ મંજૂરી મળી. ચેલા રાણી રોજ રાજ કેદી બનેલા પતિની મુલાકાત લેવા લાગ્યાં. પણ આજે પતિને મળીને એ વહેલાં વહેલાં પાછાં વળ્યાં હતાં. એમના અંતરમાં પરમ વિષાદ અને દુ:ખનું ઘમ્મરવલોણું ઘૂમતું થયું હતું, અને એ પુત્રને કહેવાની અનિચ્છા છતાં બે શબ્દ કહેવા માગતાં હતાં. જ્યારે એ પુત્રના મહેલે પહોંચ્યા ત્યારે પુત્ર જમવા બેસવાની તૈયારીમાં હતો. # રાજા શ્રેણિક અને અભયકુમારના જીવન માટે આ લેખકનું ‘નર કેસરી કે નરકેશ્વરી* જુઓ. રાજ કેદીની ગઈકાલ D 41 Page #33 -------------------------------------------------------------------------- ________________ રાજાને સુજન કોણ રહેવા દે ? રાજા અશોકચંદ્ર ઘણે દિવસે આજે નિરાંત અનુભવતો હતો. રાજકારણી જીવોના જીવનમાં ક્યારે આંધી, વાવંટોળ કે ભૂકંપ આવીને ખડાં થઈ જશે, એ કંઈ કહેવાતું નથી. એમનાં બેસણાં જ્વાલામુખી પર જ હોય છે. એટલે રાજાઓ આવી ક્વચિત્ લાધતી નિરાંતની ઘડીને વિવિધ રીતે રળિયામણી કરી લેતાં હોય છે. આ માટે જ રાજાના એક રાત્રિના વિલાસ પાછળ કેટલીય સુંદરીઓને જીવનભર વિધવા જેવું જીવન વેઠવું પડે છે. પતિરાજ સાથેની એક રાત્રિ જ કેટલીય સુંદરીઓની જીવનભરની સૌભાગ્યરાત્રિ બની જાય છે. રાજાને અનેક પત્નીઓ રહેતી, ઉપપત્નીઓ રહેતી, વાટેઘાટે પણ કાળઅકાળે પ્રેમ કરવા પ્રેમિકાઓ સાંપડતી. એમાં ન જાણે કોને કોને પોતાનાથી પુત્રપુત્રી પેદા થતાં એનીય રાજાને જાણ ન રહેતી. ઔરસ કે અનૌરસ પુત્ર-પુત્રીનો ભારે શંભુમેળો થઈ રહેતો. ફક્ત પીરાણીના પેટે જન્મતા પુત્રનો આનંદ કદીક ઉરે વસતો, ક્યારેક એ પણ વિસ્મરણ પામતો. પણ રાજા અશોકે પોતાની પ્રિય પટરાણી પદ્માએ જ્યારે પુત્રરત્નને જન્મ આપ્યો ત્યારે આખા રાજ્યમાં ઉત્સવ ઊજવ્યો હતો ને પુત્રનું નામ ઉદય રાખ્યું હતું. ઉદય ખરેખર સુંદર હતો. પણ એની પાસેથી એનો પિતા દિવસોથી ખોવાયેલો હતો. પુત્રના જન્મ વખતે પિતા મુખદર્શન કરીને ગયો તે ગયો, તે ઘણે દિવસે આજે આવી શક્યો હતો. અલબત્ત, એથી એને પોતાના પુત્ર પર પ્રેમ નહોતો, એમ નહોતું. પણ રાજ કારણની વિટંબનાઓ એવી હોય છે કે બાળક તો શું, માણસથી પોતાની જાત પણ ભુલાઈ જાય છે. ઘણે દિવસે આજે એ કૌટુંબિક જીવન માણતો હતો. રાણી પદ્મા સોળ શૃંગાર કરીને બેઠી હતી. એનું સૌંદર્ય વાસંતી વેલ પર ખીલી ઊઠેલી ફૂલોની જેમ સૌરભ પ્રસારી રહ્યું હતું. ગુલાબના ગોટા જેવો બાળક હીરચીરનાં પાથરણાં પર પડ્યો પડયો નાના નાના હાથ-પગ ઉછાળી રહ્યો હતો. રાજા અશોકે એક વાર પત્નીના સૌંદર્યને આંખોથી પી લીધું. બીજી વાર એ પુત્રને આંખથી નિહાળી રહ્યો. અને હાથી જેમ ફૂલને ઊંચકી લે એમ એણે બાળકને ઊંચકી લીધો. એના ગોરા ગોરા ગાલને ચૂમી લીધા, એક વાર, બે વાર, અનેક વાર, પણ એને ધરવ ન થયો. પુત્ર તરફના વાત્સલ્ય ભાવમાં હૈયા પર બંધાયેલા રાજ -પ્રપંચના બંધ છૂટી ગયા, એ માણસ બની રહ્યો. માનવીના દિલમાં રહેલા કુટુંબવાત્સલ્યના ધોધમાં એ નાહી રહ્યો. રાણી પદ્મા નીચે મુખે ભોજનનો થાળ સજાવી રહ્યાં હતાં. માથા પરથી મલીર ખસી ગયું હતું અને ગુંથેલો કલામય અંબોડો જોનારની નજરને જાણે પોતાનામાં ગુંથી રહ્યો હતો. આ સૌંદર્યની મીઠાશ વધુ કે આ ભોજનની મીઠાશ વધુ. રાજાના દિલમાં એકાએક પ્રશ્ન જાગી ગયો. એ પોતાની જાતને ભૂલી ગયો. પોતાના પદને ભૂલી ગયો; રાજા માનવ બની ગયો, સાદો-સીધો ગૃહસ્થ બની ગયો. પદ્મારાણી થોડી વારે ભોજનનો થાળ વિધવિધ વાનીઓથી સજાવી માથું ઊંચું કરીને પતિને જોઈ રહી. એ દૃષ્ટિમાં સ્પષ્ટ બે ભાવ હતા : એક ગમાનો, બીજો અણગમાનો. એ રાણી હતી, રાજાને પરણી હતી, પણ રાજા અશોક એને ગમતો નહિ; માણસ અશોક પર એને અવશ્ય પ્યાર હતો. અશોક જ્યારે રાજાની ભૂમિકામાં જીવતો, ત્યારે રાણીને આલિંગન આપતાં ડરતો – રખેને કોઈ કાવતરાબાજોએ એનાં વસ્ત્રોમાં વિષ ભેળવ્યું હોય. અથવા તો બધી ભૂતાવળો ભૂલવા રાણીના સૌંદર્યમધુને રાજકારણી પ્રપંચથી થાકેલો રાજા પાગલની જેમ આસ્વાદતો. ઘડીમાં એને કચડી નાખતો, ઘડીમાં એને ઉપાડીને ફેંકી દેતો. આજ અશોક માનવ હતો; દેવ ન હતો, દાનવ ન હતો. રાણી પદ્મા આનંદમાં નિમગ્ન બની ગઈ. એના જીવનનો આ સુમધુર દિવસ હતો. અને એ દિવસની યાદમાં જ એને બીજા કઠિન દિવસો ગુજારવાના હતા. દિવસો પણ કેવા કઠિન ! ત્યક્તાના નઠારા નસીબ જેવા ! રાણી પદ્માની નજર સામે એની સાસુ રાણી ચેલાના દિવસો આવી ગયા. રાજાને સુજન કોણ રહેવા દે ? | 43 Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરિષદમાં અગ્રેસર થઈને બેસનાર રાજાએ પ્રભુને ખુલાસો પૂછયો. પ્રભુએ કહ્યું, ‘ચેલા તો સંસારના જળમાં રહેલ કમળ છે. એ દેહથી રાણી છે, પણ મનથી સાધ્વી છે. એણે ટાઢમાં થરથરતા સુકોમળ મુનિ જોયેલા. રાતે એની ચિંતા એ કરી રહી હતી.” રાજાનો ભ્રમ ભાંગ્યો ને દોડીને રાણીને એકદંડિયા મહેલમાંથી લઈ આવ્યો, એના ચરણ ચાંપવા બેઠો. મહામના રાણી ચેલા કંઈ ન બોલ્યાં. એમણે ફક્ત એટલું ક્ષત્રિય કન્યાની કેવી વર પસંદગી ! વૈશાલીના ગણનાયકની સાતમી પુત્રી ચેલા નાનપણમાં ખૂબ જ સાત્ત્વિક વિચારની હતી, પણ ભગિનીના પ્રેમમાં ભૂલ કરી બેઠી. ચેલાની ભગિની કુમારી સુજ્યેષ્ઠા એક સુંદર છબી પર મોહી ગઈ, એ છબી હતી રસિક રાજવી શ્રેણિક બિંબિસારની. સુજ્યેષ્ઠા મનોમન રાજા શ્રેણિકને વરી ચૂકી. એણે રાજા શ્રેણિકને પોતાને હરી જવા સામે મોંએ કહેણ પણ મોકલ્યું હતું. એ વખતે ચેલાએ પોતાની ભગિનીને કહ્યું, | ‘રાજ કુંવરી રાજાને વરે, એ આપણું ભાવિ. એ રાજા તો સ્વર્ગના ઇંદ્ર જેવો. એને તો હજારો ઇંદ્રાણીઓ હોય. એમાં એક ઇંદ્રાણીના ભાગમાં શું આવે? આવા જીવનમાં પતિનો સહારો ન હોય, પણ ભગિની સાથે હોય તો સહારો બની રહે.' પોતે સહારો બનવાના આશયથી પિતાના ઘરમાંથી ભાગી ! પણ નસીબ તો જુઓ, જે ભગિની સાથે એને ભાગવાનું હતું, જે મનથી રાજા શ્રેણિકને વરી ચૂકી હતી, એ રહી ગઈ અને જેણે માત્ર ભગિનીનો જ વિચાર કર્યો હતો, એ પરણી ગઈ! ઘટના એવી બની કે બંને બહેનો સાથે નીકળી; એમાં ચેલાની ભગિની સુજ્યેષ્ઠા ઘરેણાંની પેટી ભૂલી ગયેલી, તે પાછી લેવા ગઈ. એટલામાં બધે ખબર પડી ગઈ. સુભટો સામનો કરવા આવી પહોંચ્યા. રાજા રથમાં બેઠેલી સુંદરીને ઉઠાવીને ભાગ્યો. એ સુંદરી તે રાણી ચેલા ! રાણી ચેલા વિધિને વશ બની, પતિને પરમેશ્વર માનીને ચાલી, પણ એના દિલમાં સંસારનો રંગ નહોતો, વૈરાગ્યનો રંગ હતો. સાધુઓના સત્સંગની એ શોખીન હતી. રાજા શ્રેણિક મધુકર હતો. મધુ દેખતો ત્યાં રાચતો. પણ રાણી ચેલાને એની કશી પડી નહોતી. એ તો હંમેશાં સાધુઓના સંગમાં રાચતી. એક વાર ચેલાએ કડકડતી ઠંડીમાં તપ કરતા સાધુને જોયા. શાલ-દુશાલા ઓઢચા છતાં પોતાનાં અંગ થરથરતાં હતાં, ત્યારે આ તો ખુલ્લી કુદરતમાં તપ કરતા નગ્ન સાધુ ! ચેલાના હૃદયમાં સાધુનું તપ બેસી ગયું. એ રાતે એ બબડી, ‘અરે, એમને કેમ હશે ?' પાસે સૂતેલા ભોગી ભ્રમર જેવો રાજા જાગતો હતો. એણે નિદ્રાધીન પત્નીના મુખમાંથી સરતા શબ્દો સાંભળ્યા. એણે વિચાર્યું કે ચેલા પાપિની છે. એનું મન બીજામાં છે. તરત દરવાનને બોલાવ્યો. ન પૂછગાછ, ન ખુલાસો. તરત એકદંડિયા મહેલમાં એને કેદ કરાવી. પણ રાણી શરદ ઋતુનું સ્વચ્છ જળ ! એ વખતે ભગવાન મહાવીર ત્યાં આવ્યા, ને ચેલાના ચારિત્ર્યને એમણે ભરસભામાં વખાયું. 44 D શત્રુ કે અજાતશત્રુ માણસનું ખરાબ કે સારું એનાં કર્મ જ કરે છે. માણસ માણસને કંઈ કરી શકતો નથી. એ તો નિમિત્ત માત્ર છે.' રાણી ચેલા પર રાજા મુગ્ધ થઈ ગયો. પણ એ પવિત્ર સદર્ય એના મનને ભરી ન શક્યું. કામના કાગડાને મિષ્ટાન્ન ન ભાવે, એ ન્યાયે રાજા વૃદ્ધ ઉંમરે નવા નવા શોખ જગાવતો ગયો. દુર્ગધા નામની એક ગોપકન્યા પર એ આસક્ત થયો. રાજાને કોણ ના કહે ? એ નવ વર્ષની કોમળ કળીને વરી લાવ્યો. ને આખરે એ શોખે એને કેદમાં નંખાવ્યો. રાણી દુર્ગધાને એણે સુગંધા માની, પણ એ દુર્ગધા જ નીકળી. છતાં ચેલા રાણી એનાં એ રહ્યાં. પતિના કારાગારની કાળરાત્રિઓમાં એ કૌમુદી બનીને વરસી રહ્યાં. કેશમાં આસવ ભરીને, અંબોડામાં મધુગોલ ક લઈને એ પતિને આશ્વાસનરૂપ બની રહ્યાં. કોઈક ફૂલ કાંટા ખમીને પણ સુગંધ આપવા સરજાયાં હોય છે. - એ સાસુ-રાણી ચેલાની પોતે પુત્રવધૂ રાણી પદ્મા ! પદ્મારાણી ભૂતકાળના વિચારમાંથી જાગી. એ આજ રાજરાણી હતી; યુવરાજને જન્મ આપનારી રાજી માતા હતી. પુત્રની સાથે ગેલ કરતા પતિને વારંવાર જોતી એ બત્રીસ ભોજનનો થાળ ગોઠવી રહી. આ વખતે રાણી ચેલા પણ ન જાણે કેમ પણ કારાગારમાંથી વહેલાં ત્યાં આવી પહોંચ્યાં. પદ્મા રાણીએ ઊઠીને સાસુનો સત્કાર કર્યો. રાજ કારણી જીવોના અંતરમાં એટલાં ભીતિ અને વહેમ હોય છે કે સાચો નેહસાગર સુકાઈ જાય છે. કોઈ વાર કોઈ નેહવાદળી વરસે તોય સૂકું સાગરનું તળ એને શોષી જાય છે. પણ રાણી ચેલા તો નેહની જીવંત સરિતા હતાં. સહુ કોઈ એમની મહાનુભાવતા તરફ માન રાખતાં. રાજા અશોક માતાને જોઈ પુત્રને રમાડવો મૂકી, જમવા બેઠો. જમતાં જમતાં એનું જાગેલું કવિહૃદય ખીલી ઊઠ્યું. રાજાને સુજન કોણ રહેવા દે ? D 45 Page #35 -------------------------------------------------------------------------- ________________ મા ! તારું હૃદય ખરેખર મહાન છે. તે અનેક દોષોથી ભરેલા મારા પિતાનું નામ કદી નીચું પડવા દેતી નથી, ઓહ ! મને ગર્વ છે, મારે મહાન પિતા ભલે ન હોય, મહાન માતા તો જરૂર છે.' રાજા અશોકે માતાના ગુણ પર મુગ્ધ થતાં કહ્યું. કોઈ રાજા મહાન નથી, કોઈ રાજા હીન નથી. સંજોગને સમજે-જીતે તે મહાન. સંજોગમાં દબાય તે હીન. હું રાજકારણની ચર્ચાથી અળગી રહી છું. પણ બેટા ! આ વાતમાં તારા પિતાથી બધા હેઠ છે.” શી રીતે મા ?” ‘જૂની વાત છે, જૂના જખમ છે.” ‘એ જખમ ઉખેળીને મને બતાવ મા !' અશોક આજે રાજા નહોતો, માણસ હતો, માણસ ભાવનો ભૂખ્યો હોય છે ! ચેલા રાણી બોલ્યાં, “વત્સ, એ વખતે હજી તું મારા પેટમાં ગર્ભ રૂપે આવ્યો હતો. તારા પિતા મારી ખૂબ કાળજી લેતા હતા. પણ ન જાણે કેમ, મને તારા પિતાના કાળજાનું માંસ ખાવાના દોહદ થયા કરતા. ઘણી વાર પ્રેમ કરતાં કરતાં હું અજાણ્ય તારા પિતાના વક્ષસ્થળ પર બટકું ભરી લેતી.” મા ! હું તારામાં આવી દુષ્ટ વૃત્તિનો સંભવ કલ્પી શક્તો નથી.’ રાજા અશોકે કહ્યું. ‘તો હું જૂઠું બોલું છું, એમ માની લે.” ચેલા રાણીએ કહ્યું. ના, આભ પૃથ્વી પર આવે કે સુરજ પશ્ચિમમાં ઊગે તોપણ મારી મા જૂઠું ન બોલે.’ અશોકે માતા તરફનું પોતાનું મંતવ્ય પ્રગટ કર્યું. ‘તો વત્સ ! એક વાર બધું સાંભળી લે. અબત્ત, આજે એ સમજવાસમજાવવાનો કોઈ અર્થ નથી; પણ વાત નીકળી છે તો કહું છું. કદાચ એ સાંભળી તું ઉશ્કેરાઈ જા અને મને જેલમાં પૂરે તોપણ –' “મા, તું મને એવો અધમ માને છે ? મારા પિતાને મેં જેલમાં કેમ પૂર્યા છે, એ તું શું જાણે ? હજારો ને લાખો લોકોના ભલા માટે મેં મારા પિતૃપ્રેમનો ભોગ આપ્યો છે. કહે, તારે જે કહેવું હોય તે શાંતિથી કહે, મા !' રાજા અશોક લાગણીમાં આવી ગયો હતો. ‘સાસુરાણી ! તમે માતા છો. એ તમારા પુત્ર છે. ગમે તેવા ગરમ જળમાંથી પણ અગ્નિ ન પ્રગટે.’ પદ્મારાણી પતિનો પક્ષ લેતી વચ્ચે બોલી. “સાગરમાં જ વડવાનલ હોય છે વહુરાણી ! સાંભળી લો મારી વાત. અશોક મારા ઉદરમાં આવ્યો ત્યારથી મને પતિનું માંસ ખાવાના ભાવ થતા હતા. ગર્ભિણી સ્ત્રીના ભાવા એ પુત્રના ભવિષ્યના દ્યોતક હોય છે. મેં એક વાર ગર્ભપાત માટે પણ પ્રયત્ન કર્યો હતો !' 46 | શત્રુ કે અજાતશત્રુ રાજા અશોક પુત્રને બાજુમાં મૂકી પાટલે બેઠો. પણ બાળક પણ પ્યારનું ભૂખ્યું હોય છે. એ રડવા લાગ્યો. પિતાની તરફ નાના નાના હાથે લાંબા કરવા લાગ્યો. પિતાએ હાથ લાંબો કરી પુત્રને ફરી તેડી લીધો. સાથળ પર બેસાડી ભોજનનો આરંભ કર્યો. સામે મમતાના સાગર જેવી પત્ની, અને ખોળામાં સ્નેહસાગર જેવો પુત્ર, આ રીતે જમતા ગૃહસ્થનું જીવન તો ધન્ય થઈ જાય ! માનવ બનેલો રાજા પણ ધન્યજીવન માણી રહ્યો. રાજા એક કોળિયો મોંમાં મૂકે ને પુત્રના મોં સામે જુએ. ચંદ્રને જોતાં ચાતક ધરાય નહિ એમ એનું મન તૃપ્ત થાય જ નહિ ! રાજા પુત્રના મુખ તરફ જોઈ રહ્યો હતો. ત્યાં પુત્રે મૂત્રોત્સર્ગ કર્યો. અરે! મૂત્રના છોટા ભોજનના થાળમાં ! રાણી પદ્મા પુત્રને લેવા ઊભી થઈ. પણ રાજાએ હાથથી એને રોકી લીધી. એમ કરતાં રખેને પુત્રના મૂત્રોત્સર્ગનો વેગ થંભી જાય. પુત્ર મૂત્રોત્સર્ગ પૂરો કર્યો. થાળીમાં એના છાંટા ઊડ્યા. રાજાએ થોડોક ભાગ દૂર કરી ભોજન ફરી શરૂ કર્યું. એને પોતાના આ કાર્યની ગ્લાનિ નહીં પણ ગૌરવનો અનુભવ થઈ રહ્યો. એ બોલ્યો, “મારે મન ગૌમૂત્ર જેટલું જ આ મૂત્ર પવિત્ર છે.' ને થોડીવારે પોતાની માતા ચેલા સામે જોઈને એણે કહ્યું. “મા ! પુત્ર તરીકે અશોક ગમે તેવો હોય, પિતા તરીકે તો અજોડ છે ! આવું પિતૃવાત્સલ્ય બીજે ક્યાંય નીરખ્યું છે, માડી ?” ચેલા બે ઘડી બોલી. શું બોલવું, કેમ બોલવું એની દ્વિધામાં જાણે એ પડી ગઈ. | ‘મા ! કેમ બોલતી નથી ? મારો પુત્રપ્રેમ જોઈ સ્તબ્ધ થઈ ગઈ કે શું ? પિતા તરીકે હું પ્રેમમાં અજોડ ખરો ને ?” રાજા અશોક ભાવાવેશમાં હતો. એ સિંહાસન, રાજકારણ, ષડયંત્ર, ખટપટ બધું ભૂલી ગયો હતો. રાણી ચેલાને એ વારંવાર પ્રશ્ન કરી રહ્યો. ચેલારાણી પહેલાં તો મુંગાં રહ્યાં, પણ આખરે અકળાઈને બોલ્યાં, ‘વત્સ ! નકામો ગર્વ ન કર. પિતૃવાત્સલ્યમાં તો બધા તારા પિતાથી હઠ છે?” રાણી ચેલા આટલું બોલી થંભી ગયાં.. - “મા ! શું તારી પતિભક્તિ ! સ્ત્રીનાં અનેક ધર્મો-માતા, ભગિની, દુહિતા તરીકેના - પણ એ બધામાં પત્નીધર્મ મોટો. એ તેં સાર્થક કર્યો. પછી ગર્ભનું પતન રાજાને સુજન કોણ રહેવા દે ? | 47. Page #36 -------------------------------------------------------------------------- ________________ થયું ખરું ?' અશોક વાતનો તંતુ સાધતો નાના બાળકની જેમ પ્રશ્ન કરી રહ્યો. અશોક ખરેખર હૃદયથી મહાન હતો. પણ રાજકારણની જળો એની મહત્તા શોષી ગઈ હતી. ‘ઔષધ લીધું, પણ કારી ન ફાવી. મારું શરીર બગડવા માંડ્યું. મેં વિચાર કર્યો કે એક રાણી માટે સૌંદર્ય અનિવાર્ય છે, એટલે બીજો નિર્ણય કર્યો. એક દાસીને એ માટે તૈયાર કરી રાખી. એને કહી દીધું કે માતાનું દિલ છે. હું કદાચ આનાકાની કરું, પણ તું તો એ બાળકને જન્મતાં જ ઉપાડી જજે. લઈ જઈને કોઈ ઉકરડાના એકાંત ખૂણે મૂકી દેજે ! જીવવાનો હશે તો કોઈ લઈ જનાર નીકળશે, નહિ તો જે થાય તે ખરું !' ‘મા ! કેવો ભયંકર તારો ત્યાગ ! કોઈ માતા આવો ભોગ આપી ન શકે. મા, તમને નમન છે.’ રાજા અશોક પર આ વાતની જુદી અસર થઈ રહી હતી. ‘વત્સ ! તને રોષ ચઢવાને બદલે મારા પર ભાવ જન્મે છે ? હું પાપિણી ચેલા!' ચેલારાણી બોલી. ‘મારી મહાન માતાને ગાળ ન દે મા !' અશોકે કહ્યું. ‘હું ગાળ નથી દેતી. તારા પિતાએ મને કહ્યું, ‘રે પાપિણી ! કોઈ આવી દુષ્ટ સ્ત્રી હતી હશે, જે પોતાના પુત્રને જન્મતાંની સાથે ઉકરડા પર ફગાવી દે. અરે, પુત્રથી પિતાને ચિંતા કેવી ? પુત્ર તો પિતાની લાકડી છે. ઓહ ! જો આ મારો પુત્ર અભય છે, પણ કેવો પુત્ર છે ? પુત્રના પિતા થવાનું પણ ભાગ્યમાં લખાયું હોય તો જ બને છે. ચેલારાણી બોલતાં થંભ્યાં. વાહ રે પિતા ! ધન્ય છે તમને !' રાજા અશોકથી આપોઆપ બોલાઈ ગયું. ‘તારા પિતા મહાન છે. મહાન ગુણો સાથે થોડાક મહાન દોષો હોય તો ભલે હોય. વત્સ ! રાજાને સુજન કોણ રહેવા દે છે ?” ‘મા, આગળ વાત કહે . તેં પછી શું કર્યું ? જન્મેલા બાળકનું શું થયું ?' અશોક પ્રશ્ન પૂછી રહ્યો. રાજગૃહીના મિનારાઓ પર સંધ્યાની છેલ્લી છટા પ્રસરી રહી હતી. દેવાલયોમાં આરતીની ઝાલર બજી ઊઠવાની તૈયારીમાં હતી. 48 D શત્રુ કે અજાતશત્રુ 7 માતાને વખાણું કે પિતાને વંદુ ? માણસના હૃદયમાં પ્રસરતા સ્વાર્થના અંધકારની જેમ રાતનો અંધકાર આખી પાટનગરી પર પ્રસરતો જતો હતો. ને એ અંધકારને ફેડવા કર્તવ્યનાં નાનાંશાં કોડિયાં જ્યાં ત્યાં જગવવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. આવું એક નાનુંશું કોડિયું જલાવીને રાણી ચેલા પોતાના પુત્ર અને મગધના સર્વસત્તાધીશ રાજરાજેશ્વર અશોક પાસે આવ્યાં હતાં. શંકા તો હતી જ કે આટલું નાનુંશું કોડિયું મગધમાં પ્રસરેલા નિબિડ અંધકારમાં પ્રકાશ પાથરી શકશે ખરું ? છતાં પ્રયત્નમાં પુરુષાર્થી આત્મા હાર માનતો નથી. રાણી ચેલાએ વાત આગળ વધારતાં પુત્રને કહ્યું, ‘વત્સ ! આખરે તારો જન્મ થયો. હું તો પ્રસૂતિની પીડામાં હતી ને મારી વિશ્વાસુ દાસીએ તને ઉઠાવ્યો. એક રેશમી ગોદડીમાં તને વીંટ્યો, અને અંધકારમાં બહાર સરી ગઈ. દરવાનોએ એને રોકી નહિ. એ બધાની જાણીતી વિશ્વાસુ દાસી હતી. એ તને એક ઉકરડા પર મૂકીને ઝડપથી પાછી ફરી, ત્યારે મારી પીડા ઓછી થઈ હતી. મેં દાસીને એટલુંય ન પૂછ્યું કે પુત્ર હતો કે પુત્રી? રૂપાળો હતો કે કદરૂપો? કોના જેવો હતો, મારા જેવો કે એના બાપ જેવો? યજ્ઞમાં કોઈ સમિધ હોમાતું હોય એવી મારે હૈયે વેદના હતી. ને ભાવિની શુભ સંભાવનાની કોઈ આશામાં વર્તમાનકાળની વેદના વેઠી રહી. સંસારનો એકાદ જ્વાળામુખી પણ મારા આટલા ત્યાગથી બુઝાઈ જાય તોય બસ હતું.' એ વખતે અશોક ! તારા પિતા ધસમસતા આવ્યા. આવે વખતે કોઈ પુરુષ પત્ની પાસે ન જાય, પણ તારા પિતા તો પ્રેમમાં ને યુદ્ધમાં હંમેશાં આગળ રહેનારા હતા. મનમાં ધાર્યું, પછી સંકોચ સેવનારા નહોતા. બીજા રાજાઓની જેમ સૌ ઉંદર મારી મીનીબાઈ પાટલે બેસે, એવા મતના એ નહોતા, એ કહેતા કે માણસથી ભૂલ Page #37 -------------------------------------------------------------------------- ________________ થાય, દોષ થાય. એ ભૂલને કે દોષને છુપાવવાથી એ ભૂલ ફરી વાર થાય. ફરી વાર ભૂલ સંતાડીએ, ફરી ભૂલ કરીએ. આમ જીવનનું ત્રાજવું નાહક ભારે થઈ જાય. માટે બધી વાત ખુલ્લેખુલ્લી કરવી. દોષ હોય તો દોષ અને પરાક્રમ હોય તો પરાક્રમ ! તેઓએ દાસીને પૂછયું, “કોના પક્ષકારનો જન્મ થયો ? રાણીજીના કે મારા ?” બિચારી દાસી શું બોલે ? એના મોઢા પર મેં તાળું માર્યું હતું. પણ તારા પિતા તો લીધી વાત મૂકે તેવા નહિ, એમણે તો આંખ કાઢીને દાસીને કહ્યું, | ‘કેમ બોલતી નથી ? મોંમાં મગ ભર્યા છે ?” પણ દાસી શું જવાબ આપે ? હા કહે તો હાથ કપાય, ના કહે તો નાક કપાય. શું કરવું ? હું અંદર સૂતી સૂતી બધું સાંભળતી હતી, અશોક ! તારા પિતાને આ પહેલાં એક પુત્ર થયેલો અને એ અભયકુમાર. પણ એ વૈશ્યમાતાનો પુત્ર હતો, ક્ષત્રિયાણીનો નહિ, અને મગધના સિંહાસનના ટેકેદારો યુવરાજ તરીકે ક્ષત્રિયપુત્ર ઇચ્છતા હતા. તારા પિતા આગળ વધ્યા. દાસીને હાથ ઝાલીને હડબડાવી. દાસી તો બોલું કે ન બોલું એ મૂંઝવણમાં બેહોશ બની ગઈ. તારા પિતા એને જમીન પર પડતી મૂકી અંદર ધસી આવ્યા. એમણે મને પૂછયું, ‘ચેલા રાણી ! નથી આનંદ, નથી ઉલ્લાસ ! મરેલો જીવ સમત્વબુદ્ધિ રાખવી જોઈએ.’ હું શું જવાબ દઉં ! હું તો પતિને પ્રભુનું બીજું રૂપ માનતી હતી. હું ભક્ત હતી, એ મારા ભગવાન હતા. ભગવાન રીઝે કે ન રીઝે, ભક્ત એને રીઝવવાનો પ્રયત્ન ન છાંડે. મને ચૂપ જોઈ તારા પિતા બોલ્યા, રાણી ! પતિથી પુત્રને હીન ન ગણો. અને તમારે માટે તો પતિ-પુત્ર બંને લાલન-પાલન કરવા યોગ્ય છે. અને મનની નબળાઈમાં એક આત્માનો આ રીતે અવરોધ કરવો ભયંકર છે. પુત્રથી પિતાને ભય કેવો ? પુત્ર તો પિતાનો હૃદયાંશ છે. રાણી, ક્યાં છે એ નવજાત શિશુ ?” મેં કહ્યું, ‘આ દાસી જાણે છે.” ‘દાસી ! ચાલ, આગળ થા. મને બતાવ કે બાળક ક્યાં છે ?” તારા પિતા આવેશમાં હતા. દાસી બાપડી ચુપ બેઠી હતી. એ અજ્ઞાત ભયથી કંપતી હતી. રાજાનો હુકમ સાંભળી એણે એક વાર મારી સામે જોયું. મારા મુખ પર સંમતિનો ભાવ હતો. દાસી આગળ ચાલી, તારા પિતા પાછળ, અશોક ! એ વખતે હજી રાત્રિનો અંધકાર શેષ હતો-નહિ તો દાસીને અને રાજાને આમ જતા જોઈને હજારો લોકો એકઠાં થાત અને મારું આ કઠોર કર્મ જાણીને મને ચંડાલણીનું બિરુદ આપત. ‘હું જરાક સ્વસ્થ થાઉં-ત્યાં તો તારા પિતા તને લઈને આવી પહોંચ્યા. મારા ખોળામાં તને મૂકતાં બોલ્યા, ‘પુત્ર પિતાનો દ્વિતીય આત્મા છે. અંગથી એ ઉત્પન્ન થયેલો છે. હૃદયથી એ પોષણ પામેલો છે. મનથી એ મારો બનેલો છે. એવો પિતાનાં નયનોનો આનંદ પુત્ર સો વર્ષ જીવો !' ‘રાણી ! પાણીના પરપોટા જેવા નવજાત શિશુને ગોદમાં લો. ધાયી આવે એટલી વાર તમારું દુગ્ધ એને પાઓ. અરે ! કેવી હિમાળી હવામાં એક ફૂલને તમે કરમાવા મૂકી દીધું હતું ! ખરેખર, સ્ત્રીઓને ફૂલથી કોમળ અને વજ થી કઠોર કહી છે તે આ કારણે જ.’ રાણી ચેલા વાત થંભાવતાં બોલ્યાં, ‘અશોક ! આ વાત સાંભળતાં તને તારી મા પર ખીજ નથી ચડતી ? તને જન્મતાં આ રીતે દુ:ખી કરનાર માતાને કંઈ કહેવાનું મન પણ નથી થતું ?” “મા ! હું તારી પતિભક્તિને વંદી રહ્યો છું. કેટલી સ્ત્રીઓ મારા પિતા જેવા રસિક ભ્રમરને મનથી ને તનથી ચાહી શકતી હશે ? માતા-પુત્ર તો અવિભક્ત માતાને વખાણું કે પિતાને વંદુ ?51 મેં કહ્યું, “કેટલાકનો જન્મ થાય છે, પણ એ જન્મ મૃત્યુથી પણ હીન હોય છે.' તારા પિતા સીધો ને સ્પષ્ટ જવાબ ન મળવાથી અકળાયેલા હતા. એ મહાચતુર હતા. તેઓ સમજી ગયા કે દાળમાં કંઈક કાળું છે.” એમણે કહ્યું, ‘રાણી ! સાચું ન કહો તો તમને મારા સમ છે.' જેને માટે આ બધું કરી રહી હતી, સહી રહી હતી, એના સમ મળ્યા. મારાથી ખાનગી ન રાખી શકાયું, મેં કહ્યું, ‘જન્મ થયો બાળકનો !' ‘ક્યાં છે ? કેમ બાળક રોતું નથી ? કેમ કોઈ દાઈ અહીં દેખાતી નથી?' એ બાળક મને અપલક્ષણવાળો લાગ્યો હતો. મેં તમને વાત કરી હતી. માંસ ખાવાની ઇચ્છાથી તો તમારી છાતી પર ભરેલા બટકાંનાં ચિહ્નો હજી મોજુદ છે. આર્યપુત્ર ! ભગવાન મહાવીરની શિષ્યાને માંસ ખાવાનું મન કરાવે એ ગર્ભ-એ આત્મા-કેવો હોય ? અને માંસ પણ તે સગા જનકનું - પિતાનું ! આ કારણે મેં એનો જન્મતાંની સાથે ત્યાગ કર્યો છે !' ઓહ રાણી ! કેવાં ઘાતકી છો તમે ! ખરેખર, સ્ત્રીની બુદ્ધિ પાનીએ. તમારી પતિમાં કેટલી સ્વાર્થબુદ્ધિ કે પુત્રને તજી દીધો ! તમારે તો પતિ અને પુત્રમાં 50 | શત્રુ કે અજાતશત્રુ Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્માઓ છે. હું તો તારું તન હતો. એ તન તેં મારા પિતાની સલામતી માટે ન્યોછાવર કર્યું. મારા પિતાએ તને કેટલું સુખ આપ્યું છે, તે હું જાણું છું. તેં મારા પિતા માટે કેટલું દુ:ખ વેઠ્યું છે, તે પણ જાણું છું. મા, તને પુનઃ પુનઃ વંદન છે.' રાજા અશોકે લાગણીભર્યા સ્વરે કહ્યું. ‘વત્સ ! વાત હજી અધૂરી છે. તારી બધી સાચવણી ત્યારથી તારા પિતાએ કરવા માંડી. તને રોતો સાંભળે કે દોડતા આવે. હું ઘણી વાર કહું કે તમે તમારા શાણા પુત્ર અભયને તો કદી આટલા લાડ લડાવ્યા નથી, ને આ કજિયાળાનું આટલું માન શા માટે કરો છો ? તારા પિતા મને હસતાં હસતાં કહે, ‘અભય ઠાવકો દીકરો છે, એ ચાલે તો પગે ન વાગે એમ ચાલે. એ કૂદે તો ઠોકર ન વાગે એમ કુદે. એ જબરો ગણતરીબાજ છે. એ કહે છે કે લોકો કહે છે કે રાજા થવામાં સુખ છે; પણ હું કહું છું કે રાજા થવા કરતાં સંન્યાસી થવામાં વધુ સુખ છે. રાજાએ સહુની ચિંતા કરવાની; અને સંન્યાસીની તો સહુ ચિંતા કરે. અને આ અશોક જુદા મિજાજનો છે. એ તો બૂમ પાડે કે તલવાર ખેંચે, દોડે, ઘા કરે, બીજાને વગાડે અને પોતાનેય વગાડી બેસે. અશોકમાં ક્ષત્રિયની ઉતાવળ ને ક્ષત્રિયની એક ઘા ને બે કટકા કરવાની આદત છે. રાણી, હું ક્ષત્રિય છું. મને કજિયાળો, ઝઘડાળુ અશોક બહુ વહાલો લાગે છે.' રાણી ચેલા વાત કરતાં થોભ્યાં. બાળક ઉદય રમતો રમતો બહાર ચાલ્યો ગયો હતો, અને રાણી પદ્મા પોતાનાં સાસુની પતિભક્તિની વાતો મન દઈને સાંભળી રહી હતી. એ વિચારતી હતી, ‘અરે ! કેટલીક લતાઓ મરુભૂમિમાં ઊગનારી હોય છે, મરુભૂમિને શણગારનારી હોય છે ને મરુભૂમિમાં પોતાનાં બીજ નાખીને અલોપ થઈ જનારી હોય છે.’ ‘મા ! દરેક બાપને તોફાની છોકરાં વધુ વહાલાં લાગે છે.’ અશોકે કહ્યું. ‘અશોક !’ ચેલા રાણીએ વાત આગળ ચલાવતાં કહ્યું, ‘એક રાતે તું એવો રડે, એવો રડે કે કેમે કરતાં છાનો જ ન રહે. દાસી મિગાર ઘણું કરે, પણ તું છાનો ન રહે . મેં તને લીધો, તને રમાડવા માંડ્યો, પણ તું ચૂપ જ ન રહે. મેં તને સ્તનપાન કરાવવા માંડ્યું. અશોક !રાજાની રાણીઓ પુત્રને જન્મ જરૂર આપે છે, પણ હૈયાના દૂધ નથી આપતી.નોકર તરીકે રાખેલી તંદુરસ્ત ધાઈઓ એને ધવરાવે છે.’ ‘એટલે જ મા !રાજાના કુંવરોમાં પિતાની આકાંક્ષાઓ સળગતી હોય છે, પણ માતાનું સમર્પણ એનામાં પાંગરતું નથી.' અશોકે પોતાની જાતને ઉદ્દેશીને કહેતો હોય તેમ કહ્યું. પદ્મારાણી આ સાંભળીને શરમાઈ રહ્યાં. આ કટાક્ષ એમના પર પણ હતો. 52 D શત્રુ કે અજાતશત્રુ એ ધીરેથી બોલ્યાં, ‘અમે તો તૈયાર હોઈએ છીએ. કો જાને પીડ પરાઈ-માતાની પીડા બીજા શું જાણે ? નવજાત શિશુને ધવરાવ્યા વગર અમે શરૂ શરૂમાં આકુળવ્યાકુળ બની રહીએ છીએ. પણ અમને અંતઃપુરના વડીલો સમજાવે છે કે પુત્રને ધવરાવવાથી યૌવનના તેજમાં ઘટાડો થશે, રાજાને તમારું ઢીલું થયેલું સૌંદર્ય ગમશે નહિ. નવી રાણી લાવશે.' ‘પદ્મા રાણીની વાત બિલકુલ સાચી છે. મેં અશોકને ધવરાવવા છાતીએ લીધો કે ધાવ બૂમ પાડતી આવી, ‘અરે રાણીમા ! આ આત્મઘાતક કામ ન કરો. બાળક જો આપનાથી ટેવાઈ જશે તો પછી મને અડશે પણ નહિ. ને આપ આપનું નિર્મળ અરીસા જેવું યૌવન-તેજ ગુમાવી બેસશો. સ્વાભાવિક રીતે પુત્રજન્મથી કેટલાંક કોમળ અંગોને હાનિ પહોંચી હોય છે, પણ શેક, તાપ ને ઓસડિયાંની માલીશથી એ હાનિની પૂર્તિ થઈ જાય છે. પણ હવે આ કાર્ય કરશો તો અંગ કર્કશ થઈ જશે; ગાલ પર ઝૂરી પડી જશે.’ છતાં મેં અશોકને છાતીથી દૂર ન કર્યો. પણ અશોક કોનું નામ ? લીધી લત છોડે જ નહિ !' ‘સાચી વાત છે સાસુમા !' પદ્મારાણીએ ઘા ભેગો ઘસરકો કર્યો, ‘તમને પુત્ર તરીકે એમને પાળતાં જે વીત્યું એનાં કરતાં પતિ તરીકે વેઠતાં મને વધુ વીતે છે હોં. કોઈ દિવસ સુખ-શાંતિથી સાથે બેસી હસ્યા-રમ્યા નહિ હોઈએ. આપણા કરતાં તો ગરીબ ઘરની ગૃહવધૂઓ સારી.’ ‘પદ્મા રાણી ! તમે રાજા થયાં હોત તો સમજ પડત કે કેટલી વીસે સો થાય છે. દુનિયામાં શું ચાલે છે, એની તમને શી ખબર ? રાજાનું વિશેષણ અવંધ્યકોપ છે. એ જેના પર ક્રોધ કરે એ ઊભું ને ઊભું બળી મરવું જોઈએ; તો જ રાજા બની શકાય. દૃઢતા વિનાનો ને મિજાજ વગરનો રાજા દસ દિવસ પણ રાજા રહી ન શકે. કેટલીક વાર રાજાનું જીવન તો બળતી ચિંતા જેવું હોય છે. જે એને સ્પર્શે ને બાળે ને પોતે પણ બળે.હાં મા પછી શું થયું ? હું રોતો જ રહ્યો કે કોઈએ મને છાનો રાખ્યો, કે પછી થાકીને મારી મેળે છાનો રહ્યો?’ મગધરાજ અશોકે જિજ્ઞાસાથી આગળ જાણવા ઇચ્છું. મગધમાં લોહપુરુષ લેખાતો રાજા અત્યારે મીણની મૂર્તિ જેમ પીગળવા લાગ્યો હતો. આ બધી વાતો એના હૃદય પર અસર કરી રહી હતી. મારાથી તો તું છાનો ન રહ્યો, બલ્કે છાનો રાખવા ગઈ તો મારી છાતીએ ધાવતાં ધાવતાં તેં બટકું ભરી લીધું. મને દાઝ ચડી. મેં તારા પડખામાં ચૂંટિયો ખણ્યો. તું બમણા જોરથી રડવા લાગ્યો. આ વખતે તારા પિતાશ્રી દોડતા આવ્યા ને મારી ગોદમાંથી તને ખેંચીને લઈ લીધો. મારા પર ગુસ્સે થઈ ગયા, બોલ્યા કે તમને માતાને વખાણું કે પિતાને વંદુ ? I 53 Page #39 -------------------------------------------------------------------------- ________________ રાજ રાણીઓને રૂપ પાળતાં આવડે, સંતાન પાળતાં ન આવડે ! વિલાસઘેલા રાજાઓને રમાડતાં તમને સારું આવડે, સંતાનને રમાડતાં ન ફાવે, કાં ?” શાબાશ પિતાજી !! અશોકથી એકાએક બોલાઈ ગયું. એ આગળ બોલ્યો, “મા હું માનતો હતો કે પ્રેમ તો માતાનો, પિતા તો ઠીક, પણ અહીં તો જુદું જોઉં છું.” ‘ખુલ્લા દિલે કહું છું, કબૂલ કરું છું, કે પ્રેમ તો તારા પિતાનો, અશોક! તારા પિતા તને તેડીને ગાતા ગાતા નાચવા લાગ્યા. કંઈ કંઈ બાલચેષ્ઠી કરવા લાગ્યા, પણ તું એમ કંઈ માને ? મેં તારા પિતાને નિષ્ફળ જતાં જોઈ કહ્યું, ‘મૂકો ને હેઠો. રડતો રડતો થાકશે ત્યારે આપમેળે છાનો રહી જશે. હઠીલો હનુમાન છે.” | ‘પણ તારા પિતા કોનું નામ ? એમણે તને ફેરવી ફેરવીને જોવા માંડ્યો, પંપાળવા માંડ્યો. અંગે અંગે ચુંબન ચોડવા માંડ્યાં. એમણે તારા પગ જોયા, માથું સુંવ્યું, હાથ જોયા ને તરત બૂમ પાડી : “અરે ! કુમાર છાનો કઈ રીતે રહે ? આ એની આંગળી તો જુઓ, પાકીને પરુથી ભરાઈ ગઈ છે !' - “અમે બધાં દોડી ગયાં. ને આંગળી જોવા લાગ્યાં. મિગાર બોલી, ‘હું જ હૈયાફૂટી છું, નહિ તો મને આ વાતનો તરત ખ્યાલ આવવો જોઈતો હતો. કુમારને અમે જ્યારે લેવા ગયાં ત્યારે ત્યાં ઉકરડામાં પડેલાં દાણા ને જીવાતે કૂકડાં ચૂગતાં હતાં. એક કૂકડું કુમારની આંગળીને ચાંચમાં લેતું હતું ને મૂકતું હતું. એ ચાંચ લાગી હશે, ઘાનું ધ્યાન ન રહેવાથી પાકીને પરુ થયું હશે.' | ‘તરત રાજવંઘને તેડાવવામાં આવ્યા. એમણે આવીને ઘા સાફ કર્યો, કંઈક ઔષધ લગાડ્યું ને પાટો બાંધ્યો. તરત તું છાનો રહી ગયો.” | ‘મારા પિતાની સૂઝ જબરી ! નહિ તો હું તો રોતો રોતો અડધો થઈ જાત!” રાજા અશોકે કહ્યું. એ જાણે ભૂતકાળને વર્તમાનકાળ રૂપે નીરખી રહ્યો હોય એમ ભાવાવેશમાં આવી ગયો હતો, ‘મા ! તારા કહેવાનો ભાવાર્થ એવો છે કે મારા પર મા કરતાં બાપનો વધુ પ્યાર હતો. મા ! જો હું રાજા ન હોત, આટલા મોટા દેશની જવાબદારી મારે માથે ન હોત અને ગણતંત્ર વૈશાલી મારું વિરોધી ન હોત તો તો મારા પિતાને પરમેશ્વરની જેમ જ પૂજત !' કંઈ કહેતી નથી. મારો ધર્મ તો અરીસાધર્મ છે. જેવો માણસ છે એવો બતાવું છું. વત્સ ! એટલેથી તારું રૂદન-પુરાણ પૂરું થતું નથી. એ વખતે તો તું શાંત થઈ ગયો. પણ રોજ રાતે તું રડવા લાગ્યો. મને ઊંઘમાં ખલેલ બહુ ન ગમે, પણ તારા પિતા તો તરત જાગે, તને લે. તારી આંગળીમાં હજી થોડું થોડું પરુ થયા કરે. એના લપકારા થાય, એ કારણે તું રડે !” 54 | શત્રુ કે અજાતશત્રુ | ‘તારા પિતા તારી આંગળીની આગળ-પાછળ પંપાળે, પણ તને ખાસ કંઈ આરામ લાગે નહિ, આખરે તારા પિતાએ મોંમાં આંગળી લઈને ચૂસી. મેં આનાકાની કરી, પણ એ તો ચૂસવા લાગ્યા-કંઈ પણ સંકોચ વગર, કંઈ પણ ધૃણા વગર !!* “ઓહ માં ! આ તું શું કહે છે ?” અશોક વચ્ચે વ્યગ્ર થઈને બોલી ઊઠ્યો, ઓહ, મારા માટે મારા પિતા જેવું પ્રેમાળ આ સંસારમાં બીજું કોણ હશે ?” ‘વત્સ ! માતૃપ્રેમનાં જે ઘણાં ગુણગાન કરવામાં આવે છે, એ માટે બીજા પિતાઓની વાત તો નથી કરતી, પણ તારા પિતાના પુત્ર-પ્રેમ પાસે તો બીજા ફિક્કા લાગે છે. આવું એક દિવસ નહિ, અનેક દિવસ ચાલ્યું, તું રડવા લાગે કે તારી આંગળી એ મોંમાં લે ! તારી આંગળી પરુથી ગંધ મારે. પણ તારા પિતા લેશ પણ સંકોચ ન કરે; બલ્ક કહે, ‘રાણી માણસનું થંક એ મોટી ઔષધિ છે. જીભ દાઝી જાય તો આપણે મલમ લગાડતાં નથી, ઘૂંક જ એને રૂઝ લાવી દે છે. કુમારની આંગળી જુ ઓ ને, કેવી સરસ થતી જાય છે ! વત્સ ! જે દહાડે તારી આંગળી સારી થઈ ગઈ તે દિવસે તો એમણે મોટો ઉત્સવ કર્યો.' મા ! હું હમણાં ને હમણાં જાઉં છું, પરમેશ્વર જેવા મારા પિતાને મુક્ત કરીને એમના ચરણમાં પડીને માફી માગું છું. એ મને માફી આપશે ને ?” રાજા અશોક ગળગળો થઈ ગયો. ક્ષમાધર્મના તો એ પૂજારી છે. ગમે તેવા જન્મજાત વેરીને માફી આપવી એ એમનો ધર્મ બન્યો છે. પોતાના કોઈ કૃત્યથી તારે પિતાને કેદ કરી જગફજેતી વહોરવી પડી, એ કારણે તેઓ પોતે જ દુઃખી છે.' રાણી ચેલાએ કહ્યું. ‘હમણાં જ ચાલ્યો, મા ! મારા પિતાને લાવીને ફરી ગાદીએ બેસાડીશ. અને હું એમનાં ચરણ સેવીશ.’ અશોક પૂરું જમ્યા વગર ઊઠ્યો. ત્યાં દ્વારમાંથી કોઈએ પ્રવેશ કરતાં કહ્યું, ‘નીતિશાસ્ત્ર કહે છે કે રાજાએ સહસા કર્મ ન કરવું. આઠ પ્રહર, ચોવીસ પ્રહર કે અડતાલીસ પ્રહર એનો વિચાર કરવો.” કોણ, મહામંત્રી વસ્યકાર ? શું છે ? હમણાં ને હમણાં હું કારાગારમાં જવા માગું છું.” રાજા અશોક હજુ ભાવાવેશમાં હતો. એણે બીજું કંઈ ન સાંભળ્યું. ‘હમણાં ને હમણાં નિવેદન કરવા ચાહું છું.’ મહામંત્રી વાસ્યકાર આગળ આવ્યા. એમની પાછળ એક તેજસ્વી સ્ત્રી હતી. એ વૃદ્ધા હતી, સંન્યાસીની હતી, પણ એનું રૂપ-લાવણ્ય અનેરો ઇતિહાસ કહેતું હતું. - થુંક એ પણ ઔષધી છે . માતાને વખાણું કે પિતાને વંદુ ?T 55 Page #40 -------------------------------------------------------------------------- ________________ ‘તમારું નિવેદન પછી, મંત્રીરાજ ! હું મારા પિતાને આ ઘડીએ જ ગાદીએ બેસાડવા માગું છું.” ‘રાજન ! એ બની શકે એમ નથી.' મહામંત્રીએ જરાક દઢતાથી કહ્યું. ‘કાં ? મને અટકાવનાર તમે કોણ ?' રાજાએ કહ્યું. એની વાણીમાં તેજીલા મિજાજનો ટંકાર હતો. ‘હું કોણ છું એ આર્યા ભુજંગી તમને કહેશે.' મહામંત્રીએ કહ્યું, “આવેશમાં ગૃહકલેશ ન થવા દો.’ ‘આર્યા ભુજંગી ! તમારે જે કહેવું હોય તે જલદી કહો. હું વધુ થોભી શકું તેમ નથી.' રાજા અશોકે કહ્યું. ‘મારે કંઈ કહેવું નથી. એટલું જાણી લે કે જેવો તું રાજા બિંબિસારનો પુત્ર છે, એવો જ વસકાર પણ એનો જ પુત્ર છે. ઉપરાંત એ મગધનો મહામંત્રી પણ છે !’ ‘શું કહો છો તમે આ !' ઈશ્વરને સામે રાખીને કહું છું,' સંન્યાસિનીએ કહ્યું. રહ્યા. ‘કઈ રાણીના પુત્ર છે, વસ્યકાર ?' બધા આશ્ચર્યમાં ડૂબી ગયા ને પ્રશ્નના જવાબ માટે આર્યા ભુજંગી સામે તાકી 56 ] શત્રુ કે અજાતશત્રુ 8 રંગીન પડદા પાછળ આર્યભુજંગી બધાની ઉત્સુકતાનો જવાબ આપવાને બદલે મૌન ઊભાં રહ્યાં. રાજા અશોકે જરા ક્રોધ અને થોડી કુતૂહલભરી નજરે આર્યા ભુજંગીને નખથી શિખા સુધી નિહાળી લીધાં. ખૂબ પાકીને પચકાઈ ગયેલ આમફળ જેવી એ દેહયષ્ટિ લાગતી હતી; છતાં કોઈ કાળે આ સુંદરીનું રૂપ-યૌવન અસાધારણ હશે, એ વાતની પ્રથમ દર્શને ખાતરી થઈ જતી હતી. આર્યાના હોઠ હજીય ધનુષ્યની પણછ જેવા ખેંચાયેલા હતા અને કોઈના રક્તમાં રંગાયેલા હોય એટલા લાલ હતા. હજીય જો એ ઇચ્છે તો સાજ-સિંગારથી કોઈ નવયેવનાને પણ પાછી પાડી શકે એવી એ હતી. રાજા અશોકે થોડીવારે આર્યા ભુજંગી પરથી નજર ફેરવીને મહામંત્રી વસકાર પર નાખી. વસ્યકાર પોતાના પિતા બિંબિસાર શ્રેણિકના વિશ્વાસુ મંત્રી હતા; અને મહામંત્રી અભયકુમારે દીક્ષા લઈને મંત્રીપદ તજ્યું ત્યારથી તો એ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓએ રાજનીતિનો બહુ ઊંડો અભ્યાસ કર્યો હતો, અને પોતાની પ્રતિભા ને મેધાથી રાજકાજમાં કંઈક કરી બતાવવાની ઇચ્છા એમને પહેલેથી રહ્યા કરતી હતી. પણ ન જાણે કેમ, રાજા બિંબિસારે એમને બહુ આગળ આવવા દીધા નહોતા. મહામંત્રી વસકાર અસાધારણ શક્તિશાળી માણસ હતા, પણ જેમ સૂરજના અજવાળામાં ગમે તેવો મોટો દીપક પણ ઝાંખો લાગે એવું એમનું થયું હતું. ત્યાગમૂર્તિ, તેજમૂર્તિ ને મહાન મુત્સદ્દી અભયકુમારની સામે એ ઝાંખા લાગતા. અભયકુમારે દીક્ષા લીધી અને એમનો માર્ગ સરળ થયો. પાછળના સમયમાં મગધરાજ બિંબિસાર અને મહામંત્રી વસ્યકાર વચ્ચે કંઈક મતભેદ જેવું પણ સંભળાતું હતું. એ મતભેદ વૈશાલીની રાજનીતિ મગધમાં પ્રચાર પામે તે બાબતમાં હતો. Page #41 -------------------------------------------------------------------------- ________________ વૈશાલીનું બહુ પંકાયેલું રાજ્ય તો એમને આંખના કણા જેવું ખૂંચતું. તેઓ વારંવાર કહેતા, “મહારાજ ! આ ગણતંત્રો તો મહામારીના રોગ જેવાં છે. જે દિવસે એ અહીં આવ્યાં તે દિવસથી તમારાં છોકરાં ભીખ માંગતાં થશે અને તમારી રાણીઓ તુચ્છ દાસી થઈને દળણાં દળશે. ઝટ ચેતો. રાજ કુળોને માથે ભયંકર જોખમ તોળાઈ રહ્યું મગધરાજ બિંબિસાર કહેતા, ‘મહામંત્રી ! રાજ કુળોનું આંતરજીવન દ્વેષ, ઈર્ષ્યા, વિષય ને રાગરંગથી એટલું ક્યુપિત થઈ ગયું છે કે એને ધોવા માટે ગણતંત્ર જેવી મહામારી જરૂરી છે. રાજા દુનિયા આખીના દોષનો ન્યાય કરે, પણ એના દોષોનો ન્યાય કોણ કરે ? આવવા જો ગણતંત્રોને ! રાજ કુળોની ગયેલી તંદુરસ્તી એ જ રસ્તે આવશે. રાજા અને રાજ્ય તો જ નિષ્પાપ ને નિષ્કલંક બનશે.” મહામંત્રી વસ્સ કાર ઓ વાતો ધીરજ થી સાંભળી ન શકતા ને કહેતા : ‘હાથે કરીને પોતાને, પોતાના વંશને પોતાના કુટુંબ-કબીલાને ગરીબ અને બેહાલ બનાવનાર આપણા જેવા મૂર્ખ બીજા કોણ હશે ?' | ‘ઘણા છે વસ્સ કાર ! ક્ષત્રિયકુંડ ગ્રામના ભગવાન મહાવીરને અને કપિલવસ્તુના ભગવાન બુદ્ધને તો તમે જાણો છો ને ? એ પણ રાજાના પુત્રો હતા. સાચું રાજ્ય તો આત્માનું છે. મહામંત્રી અભયે એ પ્રાપ્ત કર્યું. તમે અને હું વૃદ્ધ થયા છીએ. હવે આપણે બંને એ પ્રાપ્ત કરીએ !' આ શબ્દોથી વીંધાયેલા વસ્યકારે મગધ સમ્રાટને સૂતા મૂક્યા અને યુવરાજ અશોકચંદ્રને બધી વાતથી વાકેફ કર્યા; મોત કરતાંય ભયંકર ગણતંત્રને મગધમાં પગપેસારો કરતાં અટકાવવા સમજાવ્યા. રાજા અશોકચંદ્ર એમાં આખી રાજ સંસ્થાનો મૃત્યુઘંટ વાગતો સાંભળ્યો, ને મગધ તરફથી કર્તવ્યનિષ્ઠાથી પ્રેરાઈને પોતે ગાદી સંભાળી લીધી. વૃદ્ધ પિતાને પદભ્રષ્ટ કરીને કેદ કર્યા, અને કેદ કરીને એમને ન્યાયની પવિત્રતા ખાતર કોરડાની સજા કરી. આ ઘટના પાછળ એક ન્યાયી રાજવી તરીકેનું એને અરમાન હતું કે રાજા અશોક તો પ્રજાના કલ્યાણ પાછળ પિતા, પુત્ર કે પત્નીને પણ જોતો નથી ! એ પછી રાજા અશોકચંદ્રના ભાવનાઘેલા હૈયાને માતા ચેલાએ ડોલાવી દીધું. રાજા અશોકનો પિતૃભક્તિનો આવેગ ઊછળી આવ્યો ને જેવો એ પિતાને મુક્ત કરવા તૈયાર થયો તેવાં જ આર્યા ભુજંગી મંત્રી વસ્યકાર સાથે આવીને વચ્ચે ખડાં થયાં. એ આવીને ખડાં થયાં એટલું જ નહિ, પણ સાંભળીને મસ્તિષ્કમાં ભૂકંપના આંચકા લાગે એવી વાત એમણે કરી, ‘તું જેવો રાજાનો પુત્ર છે એવો મહામંત્રી વસ્યકાર પણ રાજ કુમાર છે.’ 58 1 શત્રુ કે અજાતશત્રુ અને આટલું બોલીને એ મૌન રહ્યાં. રાજા અશોક ઘડીમાં આર્યા ભુજંગી સામે જુવે, ઘડીમાં મહામંત્રી વસ્યકાર સામે જુવે, પણ ઉપરનાં વાક્યોનો ખુલાસો કશો ન મળે ! એ વ્યગ્ર થઈ ગયો. થોડીવારે એનાં ભવાં ક્રોધમાં ધનુષ્યની જેમ ખેંચાણાં. એણે આર્યા ભુજંગી સામે નજર ઠેરવતાં કહ્યું, ‘રાજાને બાપ બનાવવા કોણ ચાહતું નથી ? પછી મહામંત્રી વસ્યકાર જેવો રાજ કારણી જીવ રાજ કુમાર થવા માગે એમાં નવાઈ શી ? અને તમેય આર્યા, તમારી જાતને રાજ કુંવરી કાં ઠરાવતાં નથી ? ગણતંત્રમાં તો રાજપદ લાયકાતને વરે છે, પણ અહીં તો એ કાવતરાબાજને વિશેષ રીતે વરે છે !' આર્યા ભુજંગી આ શબ્દોથી લેશ પણ વિચલિત ન થયાં. એ બોલ્યાં, ‘ખરેખર રાજન ! હું રાજ કુમારી જ છું.’ ‘ચોક્કસ હશો; નહિ હો તો થશો. કઈ છોકરીને રાજાની રાણી થવાનાં સ્વપ્ન નહીં આવ્યાં હોય ? કહો, આ પછી તમારે બીજું કંઈ વિશેષ કહેવું છે ? ની વાતનો નિર્ણય કરનાર તો અત્યારે કેદમાં છે. હવે તમે શું ભાઈએ ભાગ માગવા આવ્યાં છો?” રાજા અશોક વ્યગ્રતાથી બોલ્યો. આર્યા ભુજંગી જરા નજીક સર્યો. એક બાજોઠ ખેંચીને એ પર એ બેઠાં ને બોલ્યાં, ‘રાજા થવું એ તો માણસને પૂર્વભવના પાપની સજા મળવા બરાબર છે. વસ્યકાર રાજા ન થાય, રાજા થવાની લાલસા ન કરે, એ માટે તો એનો એક અંગૂઠો બાળપણથી ખંડિત કરવામાં આવ્યો છે, ખંડિત અંગવાળો કુમાર રાજા ન થઈ શકે.” તેઓ થોડીવારે આગળ બોલ્યા, ‘એક રાજા એટલે અજાયબીનો ભંડાર ! કંઈ કેટલું લશ્કર ! કંઈ કેટલાં હથિયાર ! કંઈ કેટલો ખજાનો ! ખજાનામાં કંઈ કેટલાં જરજવાહર ! અને રાજાનું અંતઃપુર તો જાણે જીવતાં ઝવેરાતનો ખજાનો! કંઈ કેટલી રાણીઓ ! વિવાહિત-અવિવાહિત કંઈ કેટલી રૂપવતીઓ! અને કંઈ કેટલી દાસીઓ! અને એમાંથી નિષ્પક્ષ શું થાય ? અનેક પુત્ર-પુત્રીઓ! કેટલાંકને જન્મતાં જ હણી નાખવાનાં ! કેટલાંકને ફેંકી દેવાનાં ! જાણે સર્પિણીનો સંસાર ! કારણ કે એવાં પુત્રપુત્રીઓને જિવાડવામાં ભારે જોખમ !' આર્યા ભુજંગીનો વાણીપ્રવાહ પળવાર થંભીને આગળ વહી રહ્યો, ‘એક પુત્ર એટલે એક પયંત્ર. જરાક સમજતો થયો કે હક માગતો થાય. ફરજની તો વાત જ કેવી ? કોઈ રાજાનો જુવાન પુત્ર ઘરડાં બાપની લાકડી બન્યો જાણ્યો નથી.’ આર્યા ભુજંગીના છેલ્લા શબ્દોએ રાજા અશોકચંદ્રને ગરમ કરી દીધો. એણે ઉગ્રતાથી કહ્યું, ‘તમે બંને જણાં મને ગાળો દેવા આવ્યાં છો કે શું ? મારા માથેથી રંગીન પડદા પાછળ 0 59. Page #42 -------------------------------------------------------------------------- ________________ પિતાનું શિરછત્ર હેઠાવી લઈને હવે તમે તમારો કયો આશય સિદ્ધ કરવા તૈયાર થયાં છો ?' ‘ના રાજન્ ! અમે તો માત્ર એક સત્ય ઘટનાથી તમને વાકેફ કરવા આવ્યાં છીએ. અમે તમારાં આત્મીય છીએ. આપણી જનેતા ભલે જુદી હશે, પણ આપણી કાયામાં એક જ બાપનું રુધિર વહે છે !' આર્યા બોલ્યાં. ‘આ તમે શું કહો છો, આર્યા ! રાજ કુળમાં લોહીનો જ વધુ ડર ! તમારી જાતથી તો હવે મને ડર લાગે છે !' રાજા અશોકે કહ્યું. એ આજે ગભરાઈ ગયો હતો. ‘તો રાજન, ભીંતે ઝૂલે છે તલવાર ! ઉઠાવો તલવાર અને અમારાં બેનાં મસ્તક જુદાં કરો. તમારો ડર ચાલ્યો જશે અને અમને હંમેશની શાંતિ થશે.” મહામંત્રી વસ્યકારે કહ્યું, રાજા અશોકે આ વાતે વિશેષ અસર કરી. આર્યા ભુજંગી મસ્તક નીચું રાખતાં બોલ્યા, ‘અમારી માતાએ અમને પ્રશ્ન કરેલો. ‘તમે કોને વફાદાર રહેશો ?' અમે કહ્યું, ‘સમ્રાટને.’ માતાએ ફરી પૂછયું, સમ્રાટ અને સામ્રાજ્ય વચ્ચે પસંદગી કરવાની આવે તો શું કરશો ?” અમે કહ્યું, ‘સામ્રાજ્યને.” માતાએ ફરી પ્રશ્ન કર્યો, ‘સામ્રાજ્ય અને મગધજનપદ વચ્ચે પસંદગી કરવાની આવે તો ?' રાજન ! એ સવાલનો અમે જવાબ આપી ન શક્યાં. માતાએ કહ્યું, ‘એ વખતે જનપદને વફાદાર રહેજોરાજ કુળોમાંથી પરમેશ્વર ચાલ્યો ગયો છે; થોડોઘણો જનતા વચ્ચે વસે છે. બાકી તો એનું સ્થાન ઋષિઓની ઝૂંપડીઓમાં છે.” રાજા અશોક આ સાંભળી આગળ વધ્યો, અને બંનેનાં મસ્તક ઊંચાં ઉઠાવી એમને પોતાની પડખે બેસાડ્યાં. આ વખતે રાણી ચેલા બહાર જવા તૈયાર થયાં. રાજા અશોકે તેમને બેસવા કહ્યું. રાણી ચેલા બોલ્યાં, ‘વત્સ ! રાજ કથા ને દેશકથા મેં તજી દીધી છે. વળી આર્યા ભુજં ગીની વાતો પરથી હું એટલું સમજી છું કે એમાં તારા પિતાની કંઈક નિંદા જરૂર હશે. આજે મને લાગે છે કે જ્ઞાતપુત્ર મહાવીરે રાજત્યાગ કર્યો, એ ખરેખર ડહાપણનું કામ કર્યું. તેઓએ જાણી લીધું કે રાજા કરતાં સંન્યાસી સંસારને વધુ સુખી કરી શકે છે. પુત્ર ! વિદાય લઉં .’ ‘પ્રણામ માતા ! હવે મારા પિતાની ચિંતા ન કરશો.’ રાજા અશોકે માતાને ભાવભરી વિદાય આપી. 60 શત્રુ કે અજાતશત્રુ રાણી ચેલા ચાલ્યાં જતાં આર્યા ભુજંગી ઉત્સાહમાં આવીને બોલ્યા, રાજનું ! અમારી માતા કોણ હતી, એનું એમને પૂરેપૂરું ભાન નહોતું. પણ અમે જ્યારે એને જોઈ ત્યારે એ પવિત્ર સ્ત્રી હતી. પણ લોકો કહેતા કે યુવાનીમાં એના દરવાજે અનેક શ્રીમંતો ને રાજાઓ આવતા. મહાપુરોહિત સાથે એ સંબંધમાં હતી. રાજા બિંબિસાર પણ એ રૂપમાધુરી પાસે જતા-આવતા. રાજાઓના આવા સ્વૈરવિહાર સામે એ કાળે લોકોને કંઈ કહેવાનું નહોતું. એમાં લોકો પોતાના રાજાની રસજ્ઞતાને બિરદાવતા. આવી લીલા મોટા ન કરે, તો શું નાના કરશે ?' | ‘એ માતાની પુત્રી હઈશ, એની મને ઘણા વખત સુધી ખબર નહોતી. એક આશ્રમમાં હું ઊછરતી હતી. મારું રૂપ જોઈને બધા કહેતા કે શકુંતલાની જેમ આ કંઈ ઋષિકન્યા નથી. એક વાર મગધરાજ બિંબિસાર ત્યાં શિકાર કરતા આવ્યા. એ રસરા રાજવીની શુશ્રુષામાં હું રહી, મગધરાજે કહ્યું કે આશ્રમ જેમ પવિત્ર ભૂમિ છે એમ આશ્રમકન્યા પણ અસ્પર્ય છે. હું તેડાં મોકલીશ. રાજગૃહીમાં આવજે . ત્યાં લગ્ન કરીશું. હું તો હજી ચૌદમાં વર્ષમાં પ્રવેશી નહોતી ને મગધરાજ તો પાંત્રીસેક વર્ષના હતા. છતાં હું આકર્ષાઈ અને એમનાં તેડાંની રાહ જોવા લાગી.’ ‘એક દહાડો તેડાં આવ્યાં. તે દિવસે મારી મા દેવદત્તા પણ ત્યાં આવી. ઋષિઓએ મારી મા સાથે મારી ઓળખાણ કરાવી. અને મને રાજગૃહી નગરીથી આવેલાં તેડાંની વાત કરી. મારી મા પ્રસન્ન થવાને બદલે ગંભીર થઈ ગઈ. એ રાતે અમે મા-દીકરી સાથે સૂતાં. બીજે દિવસે તો મારે રાજગૃહીના રથમાં બેસીને ઊપડવાનું હતું. રાજન્ ! તમે સાચું જ કહ્યું કે કઈ છોકરીને રાજાની રાણી થવાનાં વખાં નહિ આવ્યાં હોય ? હું એ સ્વપ્નમાં મગ્ન હતી ને મારી માએ મને પૂછવું, ‘દીકરી, તું કોને વરવાની છે ?' ‘મગધસમ્રાટને.’ દીકરી ! આજીવન કારાગાર જેવી અંતઃપુરની સ્થિતિ તને ગમશે ખરી? તું તો આશ્રમમાં ઊછરેલી હરિણી છે.” ‘એ પુરુષ એટલો મનોહર છે કે એની સાથેના પળવારના સંપર્ક પાછળ આખું જીવન ન્યોછાવર કરી દઈશ.’ મારી માએ કહ્યું, ‘દીકરી ! માના પતિને કોઈ પુત્રી પોતાનો પતિ કરે ખરી?” મેં આશ્ચર્યથી કહ્યું, ‘માનો પતિ તો બાપ થાય ! મા, આ તું શું કહે છે?* માએ કહ્યું, ‘મગધસમ્રાટની તું પુત્રી છે ! રાજા બિંબિસાર તારા જનક છે.” મેં પૂછવું, અને તું મારી જનની છે ?” રંગીન પડા પાછળ [ 6] Page #43 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ છું. એ પદની પ્રતિષ્ઠા કોઈ હણે એ ન ચાલે. શ્રમણ બનેલા આ બે રાજકુમારો તો વર્ણ તોડવાની વાત કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર-બધાંને સમાન કહે છે; સહુને સમાન રીતે શાસ્ત્ર વંચાવે છે. શું શુદ્ર બ્રાહ્મણ થઈ શકે ? ભગવાન રામચંદ્રના રામરાજ્યમાંથી શુદ્ર તપસ્વીની ગરદન ઉડાવી દેવામાં આવી નહોતી ?”. માતા પોતાના પુત્રની તેજસ્વિતાને જોઈ રહી. એણે કહ્યું, ‘મગધનો મહામંત્રી થજે બેટા ! ધર્મને ઉજાળજે. ધર્મ જ દુનિયામાં સાચી વસ્તુ છે.’ | ‘અને એણે અમારી ઓળખાણ કરાવી. હું પ્રેમમાં ભગ્ન થયેલી બહેન, શક્તિના પુંજ સમા ભાઈનું આલંબન લઈ રહી.” ‘હા, પુત્રી !' મેં કહ્યું, ‘મા ! તો તો મારું જીવન વેરાન બની જશે. તેં મને આ વાત પહેલાં કેમ ન કહી ?” માએ કહ્યું, ‘તને રાજ કુંવરી બનવાનો અભરખો જાગે એ માટે. તારો એક ભાઈ પણ આ આશ્રમમાં છે.' મેં કહ્યું, ‘મા ! તુંય ભારે ભેદભરમવાળી છે ! બતાવ, ક્યાં છે મારો ભાઈ? આ આશ્રમ આવાં તેજાયેલાં સંતાનોથી જ ભરેલો લાગે છે.' માતા બોલી, ‘દુનિયામાં જેનો કોઈ આધાર નહિ, એનો આધાર આ આશ્રમો. મેં તમને બંનેને જન્મ આપી દૂધપીતાં કરવાનો દાસીને હુકમ આવ્યો હતો; પેટનાં જણ્યાં હીન કુળનાં થઈને જીવે એના કરતાં મરે એ સારાં ! પણ મગધસમ્રાટ હોંશીલા હતા. એમણે હત્યા કરવાની ના કહીં. યોગ્ય ઉમરના થાય ત્યારે રાજપદમાં મોકલી આપવાની મને ભલામણ કરી.’ મેં કહ્યું, ‘મા ! મારો ભાઈ મને બતાવ.” મા મને આશ્રમના કુલપતિ પાસે લઈ ગઈ. મારી માને જોતાં જ એ સામે આવ્યા ને બોલ્યા, “કહો દેવદત્તે !' ‘મારી માએ પૂછયું, ‘વર્ષ ક્યાં છે ? કેમ છે ? શું ભણે છે ?' ‘કુલપતિ કહે, “કોઈ વાતમાં ખામી નથી આવવા દેતો. શાસ્ત્રમાંય નિપુણ બન્યો ને શસ્ત્રમાંય નિપુણ છે. અને આશ્રમની વ્યવસ્થાની ગૂંચ એવી રીતે ઉકેલે છે કે ન પૂછો વાત. એનું ભેજું તો મગધસમ્રાટના મહામંત્રી થવા જેવું છે.” કુલપતિ પોતાનું વક્તવ્ય પૂરું કરી રહે, એ પહેલાં તો વર્ષ ત્યાં આવીને ઊભો રહ્યો. માતાને એના આગમનની જાણ નહોતી. એ બોલી, “મંત્રી થાય એનો વાંધો નથી, પણ ભૂલેચૂકે એ રાજા ન બને. એ માટે તો મેં એની એક આંગળી કાપી લીધી છે. અંગખંડિત પુરુષ રાજપદનો અનધિકારી છે.' ‘પણ ગણતંત્રમાં તો લાયકાતવાળો ગમે તે માણસ રાજા થઈ શકે છે.” કુલપતિ બોલ્યા, ‘હવે એ રાજમાં જવા ઇચ્છે છે. એ કહે છે કે મગધના બે રાજ કુમારોએ શ્રમણ બનીને બ્રાહ્મણનો અને યજ્ઞનો વિરોધ કરવા માંડ્યો છે. એ બેય રાજયોગીઓ વૈશાલીના ગણતંત્ર રાજ્યના ભારે પ્રશંસકો છે. મારે એ આખા ગણતંત્રરાજ્યને મિટાવી દેવું છે ? અરર ! આખા રાજ્ય પર ક્રોધ !? મારી માતાએ કહ્યું. વર્ષ ત્યાં હાજર જ હતો. એ વચ્ચે બોલી ઊઠ્યો, ‘નહિ તો બીજું શું કરું? હું 62 | શત્રુ કે અજાતશત્રુ રંગીન પડદા પાછળ 63 Page #44 -------------------------------------------------------------------------- ________________ 9 મહાભિખ્ખુ દેવદત્ત ‘મને તેડવા આવેલા રથમાં બેસીને મારી મા રાજગૃહી ગઈ. થોડી વારમાં થ ભાઈ વર્ષને તેડવા આવ્યો. એ મને ત્યાં લઈ જવા ઇચ્છતો હતો, પણ મારું મન વ્યગ્ર હતું. સ્ત્રી સમર્પણ કરેલું દિલ એકદમ પાછું ખેંચી શકતી નથી. વર્ષને વૈશાલીનો નાશ કરવાની ધૂન હતી. એ રાજગૃહીના રથમાં બેસીને ચાલ્યો ગયો.’ આર્યા ભુજંગીએ કહ્યું. ‘અને તમે ક્યારે રાજગૃહીમાં આવ્યાં ?' કોઈ કહાણી જેવી આ વાત સાંભળી રહેલ રાજા અશોકે પ્રશ્ન કર્યો. એ આર્યા ભુજંગીની વિચિત્ર વાત સાંભળીને વ્યાકુળ થઈ ગયો અને પિતાને કેદમાંથી મુક્ત કરવાની વાત પળવાર વીસરી ગયો. એ વિચારી રહ્યો, ‘આહ ! અભયકુમાર મારો ભાઈ, એણે સાધુજીવન સ્વીકાર્યું અને મારા મારગમાંથી એક લપ ટળી. મારા બીજા બે નાનાભાઈ હલ્લ ને વિહલ્લ ભારે તોફાની છે, ઊંચાનીચા થયા કરે છે. ઘડીકમાં એ રાજહાથી સેચનકને બથાવી પાડે છે, અને ઘડીકમાં પિતાજીએ સિંધુ-સૌવીરના મહાન સુવર્ણકાર પાસે બનાવરાવેલો દિવ્ય હાર પોતાનો છે, એમ કહે છે. પણ એમને તો વખતે સમજાવી લેવાશે. પણ આ મહામંત્રી વળી નવી વાત લઈને આવ્યા.’ ‘મહામંત્રી વસકાર મારા ભાઈ ! આર્યા ભુજંગી મારી બહેન !’ રાજાની વિચારસરણી ઉદાસીનતામાંથી જરા વાસ્તવ તરફ વળી. રાજાને જગ આખઞનો ડર ! કારણ, સંપત્તિ કોણ ચાહતું નથી ? સંપત્તિ લેવા પ્રયત્ન કોણ કરતું નથી ? અને એ માટે રાજાનાં ભાઈ-ભાંડુ થવા કોણ ચાહતું નથી ? અને વખત આવ્યે રાજાને છેહ પણ કોણ દેતું નથી ? રાજા અશોકે કહ્યું, ‘આર્યા ! હું તમારી વાત પૂરેપૂરી સાંભળવા ઉત્સુક છું.” ‘મારી વાત હું પૂરેપૂરી સંભળાવીશ, પણ રાજન્, તમે જે પગલું લેવા તૈયાર થયા છો એ છોડી દો. હવે એ બૂઢા રાજવીને કારાગારમાં જ સુખે મરવા દો. મેં જિંદગીભર એની સાથે પ્રેમમાંથી પેદા થયેલો દ્વેષ સેવ્યો છે. એણે મારી જુવાની વેડફી નાખી. પિતાને પતિ કરવો - આ પ્રશ્ન સતત મને પીવા કર્યો છે ને એમાંથી રાજકુળોના ગંદા વિલાસો તરફ મને તિરસ્કાર છૂટચો છે. હું તમારા પિતાશ્રી તરફ દ્વેષ કરી રહી છું. એ દ્વેષથી પ્રેરાઈને મેં ગણતંત્રના એના પ્રવાસો અને એની પ્રેમકથાઓ પ્રજા પાસે પ્રગટ કરી છે. પણ જુવાનીને જાળવવી મુશ્કેલ છે. ચિત્તની શાંતિની શોધમાં હું દેશ-વિદેશનો પ્રવાસ કરવા લાગી. એક વખતે હું શાક્યોના ગણસત્તાક રાજ્યમાં ગઈ. મને હતું કે શ્રમણો ચિત્તને શાંતિ પમાડે તેવા મંત્રો જાણે છે. ' ‘અરે ! મહાભિખ્ખુ દેવદત્ત પણ ત્યાંના જ છે ને ?' રાજા અશોકે કહ્યું. “હા રાજન્ ! જે વાત હું કહેવા માગું છું, તે હવે આવે છે. એ દેવદત્ત એ વખતે ગૃહસ્થ અને જુવાન હતા. હું ભિક્ષુસંઘમાં જતી; એ પણ ભિક્ષુસંઘમાં આવતા. વેશ બદલ્યો, પણ કંઈ અંતર થોડું બદલાઈ જાય છે ? હું વાસનાની ભૂખી હતી. મારી નજર એમના પર પડી, અને મારો વૈરાગ્ય ઓસરી ગયો. હું દેવદત્તને મળી. પણ એ તો મહત્ત્વાકાંક્ષી નર હતા. એમણે મને કહ્યું, ‘રાજ્ય તરફ મારું ચિત્ત નથી. રાજા કરતાં સાધુ મહાન છે. સાધુ કરતાં બુદ્ધ મહાન છે. હું બુદ્ધ બનીશ. જગત મારું માનપાન કરશે. હું દેશપૂજ્ય નહિ, જગપૂજ્ય બનવા માગું છું.' ‘મેં દેવદત્તને લોભાવવા ઘણો પ્રયત્ન કર્યો. એ જે સરોવરોમાં ખેલવા જતા, ત્યાં નવસ્ત્રી બનીને હું નહાવા ગઈ. એ જ્યાં વિશ્રામ કરતા ત્યાં પારદર્શક વસ્ત્રો પહેરી અપ્સરા બનીને હું વિહરી, પણ દેવદત્તનું એક રૂંવાડુંય વિકારથી ન ફરક્યું.' અને એક દિવસ મેં સાંભળ્યું કે દેવદત્ત તો બધી માયા-મમતા છોડી, સાધુ થવા ઘરમાંથી નીકળી ગયો છે.' ‘હું રોતી કકળતી એની પાછળ ગઈ. મેં આંસુ વહાવતાં ને મારાં અંગોને પ્રગટ કરતાં કહ્યું, ‘દેવદત્ત, પહેલી અવસ્થા ગૃહસ્થાશ્રમની છે. મારો સ્વીકાર કરી તું ગૃહસ્થ બની જા. પછી ભલે સંન્યાસ લેજે. હું પણ સંન્યાસિની બનીને તારી પાછળ ચાલી નીકળીશ.’ ‘પણ મારી વાત એને ન રુચી. એ બુદ્ધ પાસે ગયા ને સાધુ થયા. પણ પહેલે પગલે જ એમને મારા શાપ નડ્યા. ઉપાલી નામનો એક હજામ એના પહેલાં સાધુ થયો હતો. દેવદત્તના માથે એને વંદન કરવાનું આવ્યું. સાધુમાં જન્મવય કરતાં દીક્ષાવય વધુ જોવામાં આવે છે.’ ‘દેવદત્તને આથી જરા ખિન્નતા થઈ, પણ એ એની મહત્ત્વાકાંક્ષા પાછળ ઘેલો મહાભિખ્ખુ દેવદત્ત ] 65 Page #45 -------------------------------------------------------------------------- ________________ હતો. એણે એક દિવસ ભગવાન બુદ્ધને કહી દીધું, ‘આપ હવે વૃદ્ધ થયા છો એટલે નિવૃત્ત થાઓ અને ભિક્ષુસંઘનું નાયકપણું મને આપો.” ભગવાન બુદ્ધે કહ્યું, ‘દેવદત્ત ! તારા કરતાં વધુ સારા સાધકો સંઘ પાસે છે. તું કીર્તિલોભી અને મહત્ત્વાકાંક્ષી છે. સાધુ માટે આવી આકાંક્ષા અનર્થકારી છે.' - ‘દેવદત્તને જાણે માથામાં કોઈએ સાંગ મારી હોય એવું વસમું લાગ્યું. એણે શ્રમણધર્મની ઉપાસના છોડી દીધી. એ મંત્રતંત્રની પાછળ પડી ગયો. યૌગિક સિદ્ધિઓ એણે ઠીકઠીક મેળવી લીધી. એ યુદ્ધને માટે ઉપયોગી યંત્રો બનાવવાનું શીખ્યો છે. એના ઘવાયેલા હૃદયને મેં આશ્વાસન આપ્યું. એને થોડીવાર પંપાળ્યો. પણ બીજી ક્ષણે એણે મને તરછોડીને ધક્કો માર્યો. એ બોલ્યો, ‘હું તો સાધુ છું !” ‘કબૂલ ! પણ તું મહાન થવા ઇચ્છે છે કે નહીં ?' | ‘રે ભુજંગી ! મહત્તા વિના મને જીવન નીરસ લાગે છે. મારે મહત્તા મેળવવી છે, જગત્પર્ય થવું છે, બુદ્ધ કરતાં મહાન થવું છે.' ‘તો તારી પાસે શક્તિ છે, ચમત્કાર છે, તું કોઈ રાજ કુમારને પ્રસન્ન કરી લે. તારી મહત્તા તો જ સિદ્ધ થશે.' ‘દેવદત્તે મારી વાત સાંભળી અને રાજી થઈ ગયો. એ બોલ્યો, ‘રાજપદ તો દુઃખનું નિધાન છે.' | ‘કહ્યું, ‘વાત સાચી છે. મારી માએ પણ કહ્યું હતું કે રાજા ન થશો. રાજમંત્રી કે રાજગુરુ થવામાં જ સાચો આનંદ છે.' ‘દેવદત્ત બોલ્યો, ‘તો કહે, હું ક્યાં જાઉં ?' કહ્યું, ‘હું ઠેકાણું બતાવું; પણ એક પ્રતિજ્ઞા તારે કરવાની કે હું જ્યારે તારા દર્શને આવું ત્યારે તું કે તારા બીજા કોઈ મને રોકી ન શકે, એકાંતમાં પણ હું તને મળી શકું .” ‘દેવદત્ત બોલ્યો, ‘ભુજંગી ! જા, મને તારી માગણી કબૂલ છે. પણ બે વાતનો નિયમ તું કર; એક તો તારે વસ્ત્રહીન દશામાં ન આવવું. બીજું , મારા માટે ભોજન ન લાવવું. મને સ્ત્રી કદી ગમી નથી. સ્ત્રી તો સાધનાના માર્ગનો કાંટો છે; વાગ્યા પછી કાઢવો મુશ્કેલ છે.’ મેં કહ્યું, ‘હું જાણું છું કે સ્ત્રી કરતાં કીર્તિ તને વધુ વહાલી છે. અસ્તુ, તારા બે નિયમો મને કબૂલ છે. ઇચ્છો તો એવી શરત મૂકવાની હતી કે દર પૂનમે આપણે સરિતાની સાથે જમીએ.’ ‘દેવદત્ત બોલ્યો, ‘ભુજંગી ! મારી કીર્તિની ઇચ્છા એટલી બલવતી છે કે એની પાસે કામેચ્છા સાવ નાશ પામી છે. તું ઘણા ઘણા પ્રયત્નો પછી પણ મને તારો પ્રેમમાં નહિ પાડી શકે.” ‘સાચી વાત છે. અને મારું નસીબ પણ એવું છે કે મારા પ્રેમના વનમાં બહાર આવવાની થાય છે ને એમાં દાવાગ્નિ લાગે છે. પણ અત્યારે હું પ્રેમની નહીં પણ તારી મહત્ત્વાકાંક્ષાની જ વાત કરું. રાજા બિંબિસારનો પુત્ર અજાતશત્રુ ભારે મહત્ત્વાકાંક્ષી નર છે, તું એને સાધી લે.” રાજન ! આ પછીનો ઇતિહાસ હવે તમે જ કહી શકશો. મને કહો કે દેવદત્ત ક્યારે આવ્યા અને શું થયું ?” રાજા અશોકે કહ્યું, ‘મહાભિખુ દેવદત્તને લઈને એક રાતે મહામંત્રી વસ્યકાર મારી પાસે આવ્યા. વસ્યકારને તેઓ ક્યારે મળ્યા એની મને ખબર નથી.” એટલી વાત વચ્ચે બાકી રહી ગઈ.’ આર્યા ભુજંગીએ વચ્ચે કહ્યું, ‘રાજા! કોઈ વાત અસત્ય નહિ કહું, કારણ કે પ્રેમનાં સ્મશાનમાં જીવી હું પણ મડદું બની ગઈ છું. મને જીવન વિશે કંઈ ચિંતા પણ નથી. આ તરફ મારો ભાઈ વસ્યકાર યજ્ઞવિરોધી ને બ્રાહ્મણષી શ્રમણને મિટાવવા અને રાજગૃહીમાં એમનો પગપેસારો થતો અટકાવવા તનતોડ પ્રયાસ કરી રહ્યો હતો. પણ રાજા બિંબિસાર એને ફાવવા દેતા નહિ. મેં દેવદત્તને લઈ જઈને એની પાસે રજૂ કર્યો ને કહ્યું, અરે મુસદી ! તમે લંકાનો ગઢ તોડવા ગમે તેટલો પ્રયત્ન કરો, પણ વિભીષણ વગર કાંકરી ન ખરે આજ એવા વિભીષણને લઈને આવી છું. ભગવાન બુદ્ધના પરમ સેવક મહાભિખ્ખું દેવદત્તને અહીં લાવી છું. અલોકિક સિદ્ધિઓમાં એ કુશળ છે. સાથે લૌકિક શક્તિઓ પણ એમને વરેલી છે.” રાજા અશોકે વાતનો દોર સાંધતાં કહ્યું, ‘મંત્રી વરસકાર મને જૂના રાજધરમ અને રાજયન્નો વિશે બહુ કહેતા, પણ મારા મનમાં એની સત્યતા માટે શંકા રહેતી. પણ જ્યારે ભગવાન બુદ્ધની ખૂબ નિંદા કરીને દેવદત્તે કહ્યું કે યજ્ઞ વિના વરસાદ નથી, યુદ્ધ વિના મહારાજ્ય નથી, બ્રાહ્મણ વિના મંત્ર નથી ને ગાય વિના પવિત્રતા નથી, ત્યારે મારા મનમાં વિશ્વાસ બેઠો ને મને પિતાના પ્રયત્નો તરફ અણગમો થવા લાગ્યો. એક દિવસ દેવદત્તે મને વનમાં લઈ ગયો. એમણે મને યોગસિદ્ધિના અજબ ચમત્કાર બતાવ્યો, માટી લઈને સુંઘાડી, સુગંધી લાગી; પાન લઈને ખવડાવ્યું, મઘ પીવા જેવું લાગ્યું, આકાશમાં એક બગલો ઊડતો હતો, એના પર નજર નોંધી નીચે ઢાળી દીધો; એક તાંબાનો તવો બાંધી એક યંત્રમાં કાંકરી મૂકીને છોડી તવાને આરપાર વીંધી નાખ્યો. હું મહત્ત્વાકાંક્ષી તો હતો જ. એમણે મને કહ્યું, ‘મારા જોશ કહે છે કે થોડા દિવસમાં તમારા માર્ગની મોટી આડખીલી દૂર થશે.” મહાભિમ્મુ દેવદત્ત | 67 66 | શત્રુ કે અજાતશત્રુ Page #46 -------------------------------------------------------------------------- ________________ ને આર્યા ! શું કહું તમને ? થોડા દિવસમાં મોટા ભાઈ અભયકુમાર દીક્ષા લઈને ચાલી નીકળ્યા. હું યુવરાજ બની ગયો. મેં દેવદત્તને મારા મહાગુરુ બનાવ્યા.” | ‘મહાગુરુએ મને એક દહાડો કહ્યું, ‘હે રાજપુત્ર ! પૂર્વના માણસોની જેમ આજનાં માણસો દીર્ઘજીવી હોતાં નથી. ક્યારે કોને મરણ આવશે એનો કંઈ નિયમ નથી. માતાર બાપના પૂર્વે તમારા મરણની સંભાવના છે. ને બાપ પછી જીવન રહ્યું તો રાજ્યની સંભાવના નથી, માટે કહું છું કે ઝટ રાજપદ ગ્રહી લો. સંસારમાં સૌ સ્વાર્થનાં સગાં છે, ને અકસ્માતથી ભેગાં મળ્યાં છે.' - “બસ, મહામંત્રી વસ્યકાર આ વાત કહ્યા જ કરતા હતા ને એમાં મારા ધર્મગુરુએ મને આદેશ આપ્યો. અને મેં પિતાજીને કેદ કર્યા. આર્યા ભુજંગી, મેં પાપ કર્યું કે પુણ્ય ? તમારું જીવન સાંભળ્યા પછી પાપપુણ્યના મારા ખ્યાલો પલટાઈ જાય 10 એક ડાળનાં અમે પંખી. સાચું પૂછતાં હો તો કહું છું કે આપના પિતાની હત્યા આપને માટે ધર્ખ બની છે !' મહાભિખુ દેવદત્તે એકાએક અંદર પ્રવેશ કરતાં કહ્યું. મારા પિતાની હત્યા યા મુક્તિ ? મહામંત્રી વસ્સ કાર તમે આ બાબતમાં શું કહો છો ?' | ‘પરાર્થે પ્રાણત્યાગ એ મહાપુરુષોનો ધર્મ છે. આપના પિતા મહાપુરુષ છે.’ વસ્યકારે શાંતિથી કહ્યું.. અને ગુરુદેવ તમે શું કહો છો ?' એ વખતે રાણી ચેલા અંદર આવ્યાં. માતાએ કહ્યું, ‘બેટા ! પિતૃદેવો ભવ” આહ ! અબઘડી જ જાઉં છું, મારા પિતા પાસે.' અને રાજા અશોકે આ બધાને મૂકીને દોટ દીધી. ઘણે દિવસે મળેલી નિરાંત એ આજે માણી ન શક્યો. રાજા અશોકચંદ્ર કારાગાર તરફ ઝડપથી પગલાં ભર્યાં. વહાલભર્યા પિતાની મુક્તિમાં થતો કાળક્ષેપ હવે અસહ્ય બન્યો હતો. આજે એ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતો. આર્યા ભુજં ગી પાછળ હતાં. એ બોલતાં હતાં : ‘રાજા ! પહેલાં જાત સંભાળો; બીજું બધું પછી.’ મહામંત્રી વસ્સ કાર પાછળ હતા. એ કહેતા હતા : ‘રાજા ! મંત્રીને હુકમ કરો. રાજા તો પ્રસાદનો સ્વામી, પરિશ્રમનો નહિ, તમે શા માટે આ પરિશ્રમ સેવો છો ?” મહાભિખ્ખું દેવદત્ત પણ પાછળ દોડી રહ્યા હતા. ‘રાજા ! એક ઘા ને બે કટકા! એ જ તારો ક્ષત્રિય ધર્મ ! એમાં લવલેશ ચૂકીશ મા ! મારી યોગસિદ્ધિઓ તને અજેય બનાવશે; અજાતશત્રુ સરજ છે.’ રાણી ચેલા પાછળ જ હતાં. એ બોલતાં હતાં : વત્સ ! સુકા સાગરની માછલી જેવો તું છે. અનેક બગભગતો સાગરની પાળે વિચિત્ર વાણી કાઢતા બેઠા છે. જોજે, તારી અને તારા બાપની દુર્ગતિ ન કરતો.” - રાણી પદ્મા પણ પાલખીમાં બેસીને પાછળ આવ્યાં હતાં. એમણે હમણાં પાનીએ અલતાનો નવો રંગ લગાડ્યો હતો. પગે ચાલતાં રંગ ફીટી જાય તેમ હતો. અને પાલખી કેડી પર ઝડેઝટ જઈ શકતી નહોતી. રાજા અશોકને તો આજ ખરેખર ભૂત ભરાયું હતું. એના હૃદયમાં ક્રોધની ભરતી થઈ હતી કે કરુણાની એ કોઈ કહી શકે તેમ નહોતું, કલ્પી શકે તેમ નહોતું. કારાગારના પહેરેગીરો પોતાની કોઈક ભૂલ માટે શિક્ષા કરવા ખુદ રાજાજી આવી રહ્યા છે, એવી શંકાથી ધ્રૂજી રહ્યા. ભૂલ તો શોધી જડતી નહોતી, પણ 68 D શત્રુ કે અજાતશત્રુ Page #47 -------------------------------------------------------------------------- ________________ રાજનીતિમાં ભૂલ શોધી કાઢવી સાવ સહેલી વાત હતી. અહીં તો ઘણી વાર વરુ અને ઘેટાનો ઘાટ રચાતો હતો. રાજા કારાગારને દરવાજે આવી ઊભો. શ્વાસ એટલો ચાલતો હતો કે પૂરું બોલાતું નહોતું. એણે પહેરેગીરો સામે જોયું. પહેરેગીરો કંઈ ન સમજ્યા. પાસે જ એક કુહાડી હતી. રાજાએ કુહાડી ઉપાડી અને કારાગારના દરવાજા પર ફટકારી. નિર્જન પ્રદેશમાં આ ફટકાએ મોટો રવ પેદા કર્યો. ‘સ્વામી ! આજ્ઞા હોય તો દ્વાર હમણાં જ ખોલી દઈએ. આ શ્રમ શા માટે?’ કારાગારનો આગેવાન ધ્રૂજતો ધ્રૂજતો સામે આવી હાજર થયો. રાજાએ કંઈ ન સાંભળ્યું. ઉપાડીને બીજો ફટકો માર્યો, ત્રીજો ફટકો માર્યો. પછી તો કારાગારના દરવાજા પર કુહાડાના ફટકા પર ફટકા પડવા લાગ્યા; પણ ત્યારે અંદર રહેલો રાજકેદી અગમનિગમના ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો. ફટકાના એ ભયંકર અવાજો એના શૂન્યમનસ્ક કાન પર અથડાઈને પાછા ફરતા હતા. રણક્ષેત્રમાં આગેકૂચ કરતા યોદ્ધાને પાછળથી જીવલેણ ઘા થાય અને જેમ એ પાછળ ફરીને બધી પરિસ્થિતિ નીરખે. એવું જ સંસારના રિસક લોકોનું હોય છે. એવા માણસ માથે દુઃખ પડે, એના સદાવિજયી પગલાંને પરાજયનાં પાણી પછડાટ આપે ત્યારે એ ભૂતકાળમાં ડોકિયાં કરવા લાગે છે. કેટલીક વાર વર્તમાનકાળ ભયંકર થઈને ઊભો રહે . અને ભવિષ્ય અંધકારથી ઘેરાઈ જાય, ત્યારે પણ માણસને ભૂતકાળમાં ડોકિયું કરવાનું દિલ થઈ જાય છે. કેદમાં પડેલા રાજા બિંબિસાર શ્રેણિકનું પણ આજે એમ જ થયું હતું. એ ભૂતકાળની સ્મૃતિમાં જાણે ખોવાઈ ગયા હતા. એમને યાદ આવતા હતા પોતાના બાળપણના દૂર દૂરના એ ઝાંખા દિવસો! પોતાના પિતા પ્રસેનજિત ભારે વિવેકી, પણ સ્ત્રીની બાબતમાં ભારે ઢીલા ! રૂપ જોયું કે પાગલ ! પછી રૂપપ્રાપ્તિથી જ જંપે ! વળી એ મૃગયા ખેલનારા પણ જબરા, મૃગયામાં સિંહ, સૂવર ને મૃગને હશે, પણ રોજ પશુને હણનારો એક દહાડો પોતે હણાઈ ગયો. એક સિંહકટીવાળી મૃગાક્ષી એમનો શિકાર કરી ગઈ. વગડાનું એ ફૂલ, વગડાનું એ મસ્ત બદન, વગડાનું એ નિખાલસ રૂપ અતિ આળપંપાળથી ઢીલા ઢીલા બનેલા રાજકુળના અંતઃપુરમાં ક્યાં મળે ? પોતાના પિતાનું મન એ સુંદરીમાં ખોવાઈ ગયું. કેદી રાજાએ ભૂતકાળમાં વળી દૂર દૂર ડોકિયું કર્યું. અરે ! રાજકુળોમાં સ્ત્રીસૌંદર્યની ઘેલછા જાણે અનંતકાળથી ચાલી આવી છે ! સહુ એક દરદના દરદી. રૂપ જોયું કે ગમે તેવો ડાહ્યો રાજા પણ દીવાનો ! 70 ] શત્રુ કે અજાતશત્રુ અરે ! પિતાના અંતઃપુરમાં કઈ વાતની ખામી હતી ? કુરુ, કુશાવર્ત, કલિંગ, વિદેહ, વત્સ ને ચેદી દેશનાં ખટમીઠાં ને મધુરાં સૌંદર્ય એમાં હતાં. એ પતંગિયા જેવી ચંચળ, સિંહલની સુંદરીઓ લઈ આવ્યા હતા; કાળાં ભમ્મર નેણવાળી ને નાગરાજના જેવી લાંબી વેણીવાળી પારસની પૂતળીઓ વરી લાવ્યા હતા; ચંદન જેવાં શીતળ અંગોવાળી મલયની માનુનીઓ પણ એમાં હતી, ને ભૂરા નયનવાળી મિલ દેશની યૌવનાઓ પણ હતી; નાનાં નાજુક અવયવોવાળી ચિત્રલેખાશી કેકય દેશની કામિનીઓ પણ લાવીને સંગૃહીત કરી હતી. આમ રૂપ, રંગ ને રસભર્યાં ફૂલડાંની સુગંધથી અંતઃપુર સભર હતું, ત્યાં વનફૂલની ચાહ જાગી ગઈ. રાજાને આ પરદેશી ફૂલની સોડમ વધુ ગમી ગઈ. ખરેખર ! મહર્ષિઓ સાચું જ કહે છે કે અગ્નિમાં ગમે તેટલું ઘી નાખો, પણ એ શાંત થતો નથી, બલ્કે વધુ ભભકે છે. પિતાનું પણ એમ જ થયું. એમને ભીલકન્યા તિલકાની રઢ લાગી. પણ એનો બાપ પાકો મુસદ્દી હતો. એ વનજંગલના વિહારે આવતા અનેક રાજપુરુષોના સંસર્ગમાં આવ્યો હતો. શિકારના શોખીનો જંગલમાં આ ભીલબાળાને જોઈને ઘેલા થઈ જતા; બાળાના શિકારે સજ્જ થતા. તેઓ માનતા કે ગરીબ લોકોને વળી સત્ત્વ કેવું ? એ ત્યાં ધામા નાખતા, તિલકા માટે યત્ન કરતા, પણ તિલકા એમ કોઈના હાથમાં રમે એવું પતંગિયું નહોતી. વળી એના બાપની પાકી ચોકીમાં પુત્રીનો દેહ પણ નજર ફેરવીને આપઘેલા થવા સિવાય બીજો લહાવો કોઈને સાંપડતો પણ ન હતો. કારણ કે તિલકાના બાપ પાસે પલ્લીના પાંચસો નવજવાનો ઝેર પાયેલાં ધનુષબાણ સાથે સજ્જ હતા. એક વાર તો એ ગમે તેવા ભડવીરને પણ પોતાની ભૂમિમાં તળ રાખી દે એવા હતા. તિલકાને પણ નરને ભ્રમર બનાવવામાં મોજ પડતી. એણે વનની એકાંતમાં, વનફૂલોના ઉન્માદમાં ને વનપંખીઓના સંગીતમાં ઘણાને ઘેલા બનાવી દીધા હતા, છતાં એ પોતે કોઈના પર ઘેલી થઈ નહોતી. નગરસુંદરીઓની જેમ જલદી ઘેલી થઈ જાય તેવી સુંવાળી લાગણીઓવાળી એ નહોતી. તિલકા પોતાના પ્રભાવશાળી રૂપથી સુજ્ઞાત હતી. બ્રાહ્મણો સાથે જે રીતે એ યજ્ઞ માટેનાં અરણીકાષ્ઠોનો સોદો કરતી, એ રીતે એના લગ્નનો સોદો કરવા માગતી હતી. રાજા પ્રસેનજિતે તિલકાના બાપને કહ્યું, ‘તમારી પુત્રીને હું ધન્ય કરવા માગું ‘કેવી રીતે ?' ‘એનો મારા અંતઃપુરમાં પ્રવેશ કરાવીને. એક ડાળનાં અમે પંખી C 71 Page #48 -------------------------------------------------------------------------- ________________ ‘રાજાનું અંતઃપુર... ?” તિલકાનો બાપ હસ્યો. ‘અંતઃપુર જેવી સડેલી જગ્યા સંસાર પર બીજી કોઈ નહિ હોય ! પુરાણીજી કહેતા હતા કે કરાગારના ઉપરીઓ અને કસાઈઓ થોડું પુણ્ય કરે ત્યારે એ અંતઃપુરની રાણી બને છે !' પિતા પ્રસેનજિત આ ભીલ રાજાની વાત પાસે હારી ગયા. એમણે કહ્યું, “શું કરું તો તિલકી મને પરણાવો ?' | ‘તિલકાના પુત્રને ગાદી મળે તો. રાજન ! તિલકા સમ્રાજ્ઞી છે-કાં તો નગરની, કાં તો વનની. એને અન્ય પદ ઓપતું નથી.' પિતા પ્રસેનજિત એ વનફૂલ પાછળ પાગલ બની ગયા હતા. એમણે વચન આપ્યું ને તિલકાને અંતઃપુરમાં તેડી લાવ્યા. તિલકી સમજતી હતી કે ફૂલ તો બે ઘડી સુંઘવાનું હોય, પછી એ વાસી થઈ જાય અને વળી નવા ફૂલની શોધ શરૂ થાય ! અને ફૂલ વાસી થયા પહેલાં ને એની વાસ ઊી ગયા પહેલાં વાત પાકી કરી લેવી જોઈએ. તિલકાએ પોતાના સૌંદર્યને એવી રીતે જાળવ્યું કે એ કદી વાસી ન થયું. પિતાજી એની ખુશબોમાં મગ્ન રહ્યા. એમણે નવું નગર - ગિરિવ્રજનગર-વસાવ્યું. એમાં આમોદપ્રમોદનાં સાધનો સરજાવ્યાં. પણ જેમ અગ્નિ બુઝાઈ જાય અને કાળા કોલસા મૂકતો જાય, એમ કામરાજા પણ એવો છે, એ ચાલ્યો જાય છે પણ પાછળ સંતાનોની પરંપરા સરજતો જાય છે, માણસ જેટલો ભોગી એટલો જે જાળી. માણસ એક-બે દીકરા વાંછે, બહુ બહુ તો ચાર વાંછે, પણ ચૌદ, ચાલીસ કે સો તો ન જ વાંછે. પિતા પ્રસેનજિતના પુત્રોનો સરવાળો જ્યારે મુકાયો ત્યારે આંકડો સો પર પહોંચ્યો હતો. એ સોમાંનો એક હું; મારું નામ ભંભાસાર-બિંબિસાર ! અને વૃદ્ધ રાજકેદી પોતાની જુવાની યાદ કરી રહ્યો. તિલકાના પુત્રને ગાદી આપવા માટે પિતાએ પોતાને અન્યાય કર્યો, પોતાનું અપમાન કર્યું. હું એ અપમાનની સામે થયો, તો મને દેશનિકાલ કર્યો.. રાજ્યમાં હંમેશાં યોગ્ય ઉંમરના પુત્ર સાથે પિતાને ઝઘડો થાય જ છે ! શું હું કે શું અશોક ! રાજ કેદીનું મન ઉદારભાવે વિચારી રહ્યું. કારાગારના દ્વાર પર હજી કુહાડાના વજપ્રહારો ચાલુ હતા. પોતે પિતાથી રિસામણે ચઢયો, અને સંપત્તિમાં માત્ર રણમાં વગાડવા યોગ્ય એક ભંભા-શંખ લઈને હું નીકળી ગયો; ફરતો ફરતો બેનાતટના બંદરે પહોંચ્યો. ક્ષત્રિયો સ્વભાવથી પરાક્રમી અને સાહસી હોય છે. એમના પરાક્રમ ને સાહસને સારું ક્ષેત્ર મળે તો એ સારા બને છે, ને ખોટું ક્ષેત્ર મળે તો ખોટા બને છે. મારું નામ મેં ગોપાળ રાખ્યું ! ત્યાંના શ્રેષ્ઠીને ત્યાં ચાકરીએ રહ્યો. ચાકરીમાં ધન તો લીધું પણ એની પુત્રીને પણ પરણ્યો. હું ભૂલી ગયો કે દેશાવરમાં ને વનવાસમાં માણસે બ્રહ્મચારી રહેવું ઘટે. શ્રેષ્ઠીપુત્રી સુનંદા સૌંદર્યશીલા અને સમર્પણની મૂર્તિ હતી. સુનંદા તે મહામંત્રી અભયકુમારની માતા. હું મારા પિતા જેવો જ થયો. અભય એની માતાના જેવો થયો. આ તરફ વૃદ્ધ પિતા પર યુવતી તિલકાનો ત્રાસ વધી ગયો. તિલકાએ રાજમહેલ પર પોતાની જાળ પાથરી દીધી. એક તરફ પત્નીનો પારાવાર ત્રાસ અને બીજી તરફ નવાણું પુત્રો નવાણું નાગ થઈને પિતા સામે ફૂંફાડા નાખવા લાગ્યા. | પિતા અશરણ થઈ ગયા. એમના મંત્રીઓ ફરી ગયા. એ પલંગવશ બન્યા. એમને એ વખતે હું યાદ આવ્યો. કોઈ મુસાફરે મારી ભાળ આપી, પિતાએ સંકેત કરતા શ્લોકોમાં એક પત્ર લખ્યો. પોતાની મદદે આવવા પુત્રને (મને) વિનંતી કરી. હું ગળગળો થઈ ગયો અને ગર્ભવતી સુનંદાને મૂકીને ગિરિત્રજનગરમાં આવ્યો. પિતા ત્યારે રાજમહેલમાં હતા, પણ એમને માટે ખરેખર એ કારાગાર હતું. એ એક મોટા કેદી બન્યા હતા ! એ સ્થિતિમાં એ મૃત્યુ પામ્યા, મૃત્યુ નહિ અપમૃત્યુ પામ્યા ! મેં બળ કરીને રાજ ગાદી સંભાળી લીધી અને મારા નવાણુ ભાઈઓને નમાવ્યા. પિતાના જીવનની હું અનેક આલોચનાઓ કરતો, એમાંથી બોધપાઠ તારવતો; માનતો કે મારા પિતાએ આત્મહત્યા કર્યા જેવું જ કર્યું ગણાય અથવા આ બધાંએ ભેગાં મળીને એમની હત્યા કરી. પિતાના શોખ મેં છોડ્યા. પણ રાજા પોતે સાધુ રહેવા માગે તોય આજુ બાજુ ના લોકો એને સાધુ રહેવા દે એવાં હોતા નથી. એ તો સદા બળની, રૂપની કે યુદ્ધની જ વાતો એને સંભળાવતા રહે છે. ધીરે ધીરે પિતા જે દોષોમાં પડ્યા હતા એ તરફ હું ખેંચાવા લાગ્યો. વૈશાલીની આમ્રપાલીની ખ્યાતિ સાંભળીને મેં વૈશીલીની અવરવર વધારી દીધી અને એ રૂપ ખરીધું. લોકોએ મને ચઢાવ્યો, ‘વૈશાલીના રાજ કર્તા મગધપતિઓને હલકા ગણે છે, એક ડાળનાં અમે પંખી 173 72 D શત્રુ કે અજાતશત્રુ Page #49 -------------------------------------------------------------------------- ________________ માટે એમની છોકરી મગધપતિએ પરણવી.' વાહ વાહ ! કેવી સુંદર વાત ! એક તો નવું રૂપ અંતઃપુરમાં આવે અને વળી લોકો વાહવાહ કરે ! એ વખતે સુનંદા અને અભય પાટનગરમાં આવી ગયાં હતાં. મેં નવી નગરી રાજગૃહી વસાવી હતી; ગિરિત્રજ જૂનું લાગતું હતું. રાજગૃહી તો એક નમૂનારૂપ નગરી બની. વિલાસ-વૈભવની ત્યાં છોળો ઊડી રહી. રાજકુમારીઓ પણ નવરી બેઠી વરની શોધમાં જ ફરતી હોય છે. વૈશાલીના ગણનાયક ચેટકની બે પુત્રીઓ સુજ્યેષ્ઠા ને ચેલા કુંવારી હતી. મહામંત્રી અભયને આ કામ સોંપ્યું. એણે એકના બદલે બેયને તૈયાર કરી. બિનઅનુભવી છોકરીઓને પહેલાં ચિત્ર અને ભેટોથી ભોળવવી અને પછી ઉપાડી જવી, લગ્ન કરવાં અને પછી સદા જલતી રહેવા માટે પતિવ્રતાધર્મના પાઠ ભણાવવા એ ક્ષત્રિયોનું કાર્ય બન્યું હતું. એક દહાડો મેં વૈશાલીની બજારમાં રથ દોર્યો, સુરંગ વાટે બંને કુંવરીઓને દોરી, પણ એક પાછળ રહી ગઈ ને એકને લઈને મારે ભાગવું પડ્યું ! આમાં મેં કેટલાય નરવીરોનો ભોગ આવ્યો. નાગરથિકની પત્ની સુલસાના બત્રીસ પુત્રો એમાં હણાયા. પણ બધા મને પોરસ ચઢાવતા હતા, ‘શાબાશ રાજવી! ભારે પરાક્રમ કર્યું.' ચેલા રાણી આવી અને સુનંદા ભુલાઈ ગઈ; સુનંદા સાધ્વી બની ગઈ. અભય પણ રાજકુળોનાં આ પાપથી છૂટવા સાધુ બન્યો. મારા મનમાં કુશંકા જાગી. ‘અરે ! આટલી સ્ત્રીઓથી મા૨ો કામ સંતુષ્ટ થતો નથી તો આ નવજુવાન કામિનીઓનો કામ મારા જેવા ઘરડાથી કેમ સંતુષ્ટ થતો હશે ?' આ ભ્રમણામાં રાણી ચેલા પર જ હું વહેમાયો. અને એ સતીને મેં એકદંડિયા મહેલમાં પૂરી - જીવતાં મરવા ! એક દહાડો મેં સતી રાણી ચેલાને એના સાચા સ્વરૂપમાં ઓળખી અને સન્માની. એ તો ગમે તે સ્થિતિમાં રાજી હતી; પણ એના પુત્ર અશોકને લાગ્યું કે રાજકારણની આ કોઈ રમત જ લાગે છે. મારી માને કલંકિની ઠરાવી મને ગાદીવારસ તરીકે ભ્રષ્ટ કરવાનો પેંતરો રચાયો છે. અભયકુમાર ગાદીવારસ હતો, પણ એની માતા વૈશ્યપુત્રી હતી. રાજસિંહાસન તો ક્ષત્રિયાણીના સંતાનને જ વરે. ક્ષત્રિયાણીનું સંતાન અશોક. ૨૪વાડામાં કોઈ કોઈનું હોતું નથી. બધાં જ તકસાધુ. અશોકે માન્યું કે અભયકુમારે આ કાવતરું કર્યું છે અને મારી માને કલંકિત બનાવી છે. 74 D શત્રુ કે અજાતશત્રુ ઓહ ! જીવનની આ વિષમતાઓમાં બહારથી સુખી પણ અંતરથી દુ:ખી અવસ્થામાં - ભગવાન બુદ્ધ મારે આંગણે આવ્યા. એમણે યજ્ઞ-હિંસાને નિરર્થક કહી. યજ્ઞ કરો તો પશુના બદલે આત્માનાં પશુ કામ, ક્રોધ, મોહ, લોભને હણો એમ કહ્યું. મને દુ:ખીને એમની આ વાત ઠીક લાગી. દીવે દીવો પેટાય. અંતરમાં દીવો પેટાયો હતો એને વધુ વેગ ભગવાન મહાવીરથી મળ્યો. હું તપ કરવા લાગ્યો, વ્રત રાખવા લાગ્યો. ધર્મોપદેશ સાંભળવા લાગ્યો. રાજતંત્રનાં દૂષણો મારી નજર સામે સાક્ષાત્ થવા લાગ્યાં. રાજા થઈને પ્રજાનું ભલું કરવાનું કર્તવ્ય ક્યાં કર્યું ? પ્રજા રાજા માટે કે રાજા પ્રજા માટે? આ બધો વિચાર કરતાં મને વૈશાલીનું ગણતંત્ર ગમ્યું. હું વૈશાલી તરફ આકર્ષાયો. એનાં સારાં તત્ત્વો અહીં લાવવા મથવા લાગ્યો. પણ મારું સારાપણું જ મારા અનિષ્ટનું કારણ બન્યું. ચોર સાધુ થાય તો લોક એને છદ્મવેશી સમજી ગૂડી નાખે. એવામાં એક આઠ-નવ વર્ષની સુંદર છોકરી મેં જોઈ. રાજાઓના પાપની કાલિમા ક્યાં જઈને અટકી જતી હતી, તે શું કહું ? રાજવૈદ્યોએ એક ભ્રમણા ઊભી કરી હતી કે કિશોર કન્યાઓ સાથે પાણિગ્રહણ કરવાથી રાજાઓનું યૌવન ટકી રહે છે ને આયુષ્ય વધે છે. મારા પિતા જેમ ભીલકન્યા તિલકા પાછળ ગાંડા બન્યા હતા, એમ હું આ ગોપકન્યા દુર્ગંધા પાછળ ઘેલો બન્યો. તિલકા પિતાના કરુણ મોતનું નિમિત્ત બની, દુર્ગંધા મારી કેદનું નિમિત્ત બની. રાજાઓ સંસારમાં બધાને જીતી શક્યા, પણ મદનને કદી જીતી ન શક્યા! દુર્ગંધાને રાજમહેલમાં આણવાનો કાર્યબોજ પુત્ર અભયકુમારને માથે મેં મૂક્યો હતો. અભય રાજકાજમાં પડ્યો હતો, પણ એ વૈરાગ્યસાગરનું કમળ હતો. એણે મારી કામના પૂરી કરી, પણ રાજકાજથી એને તિરસ્કાર આવી ગયો અને મને રાજી કરીને એ સાધુ થઈ ગયો. જુવાન દીકરો સાધુ થયો ને બૂઢો બાપ એક કિશોર કન્યા સાથે રમવા અંતઃપુરમાં ગયો ! કોઈ વિચાર વહિ, કોઈ આચાર નહિ. કોઈ શરમ નહિ. કોઈ લાજ નહિ ! અભય પછી વસ્તકાર મહામંત્રી થયો. મને એ ગમતો નહોતો. પણ મારાં કૃત્યોની સજા માટે જાણે કુદરતે જ અને તૈયાર કર્યો હતો. બીજી તરફ સાધુ દેવદત્ત રાજગૃહીમાં આવ્યો. એ બહારથી બુદ્ધનો અનુયાયી કહેવાતો, પણ અંદરથી બુદ્ધનો દ્વેષી હતો. એને શ્રમણમાત્ર સામે દ્વેષ હતો. આ બધા મળ્યા અને તપેલા લોઢા સાથે બીજું તપ્ત લોહ જલદી મળી ગયું. અશોક મારા પર તાક રાખીને બેઠો હતો; બૂઢા બાપની બુદ્ધિને ઠેકાણે લાવવા એક ડાળનાં અમે પંખી D 75 Page #50 -------------------------------------------------------------------------- ________________ દેહનું દાન ને પ્રેમનું ગાન રાહ જોતો હતો. હું અને મારો પિતા-બધા એક જ ડાળના પંખી હતાં. એમની તિલકાવતીએ અને મારી દુર્ગધાએ દુર્ગતિ કરી. વત્સ અશોક ! તેં મારી સાન ઠેકાણે આણી. ભગવાન મહાવીરના ઉપદેશો સાંભળ્યા હતા અનેક, પણ હૃદયમાં સચોટ ઊતર્યા આ કારાગારમાં. અશોક !તું મારો ઉદ્ધારક બન્યો, મારો ઉપકારી બન્યો ! પિતાના જેવો પુત્ર થાય, એ ઉક્તિને તેં નિરર્થક કરી. ઓહ ! શું કર્મરાજાના ખેલ ! અને રાજ કેદી મગધપતિએ દૂર દૂર નજર નાખી. સામે દેખાતા ગૃધ્રકૂટ વિહારમાં શ્રમણો હમણાં આવીને નિત્યક્રિયામાં ગૂંથાયા હતા. આ કારાગારમાંથી એ વિહાર પર નજર નાખી શકાય એવી બારી પુત્રે પિતાના કલ્યાણ માટે યોજી હતી. ભગવાન બુદ્ધ થોડા દહાડા પહેલાં ત્યાં આવી ગયા હતા. ભગવાન મહાવીરના શબ્દો પણ એ રસ્તેથી જ અહીં આવ્યા હતા. રાજ કેદીની વિચારમાળા થંભી ગઈ. ધડીમ્ ધડીમ્ ! આખા કારાગારને ધ્રુજાવે તેવા ધડાકાઓએ રાજ કેદીનું એકાએક ધ્યાન ખેંચ્યું. જોયું તો કારાગારના સળિયા પર ધડાધડ પ્રહારો થતા હતા. એકાંત શાંતિ ખળભળી ઊઠી હતી. નિરાંતે ચણતાં પંખીઓએ કાગારોળ શરૂ કરી દીધી હતી. રાજ કેદીએ પોતાની નજ૨ દ્વાર પર ઠેરવી, અરે કોણ આવ્યું આ ? કોના હાથમાં કુહાડી છે ? અરે આ તો અશોક લાગે છે ! ભલા,અશોક શા માટે આવ્યો હશે? મને ખતમ કરવા ? ખતમ થવાનો તો કંઈ ભય નથી, પણ મને ખતમ કરવાથી એના માથે કેટલી મોટી કલંકની કાલિમા બેસશે ! અરે ! જીવતાં તો એનું કંઈ સારું ન કરી શક્યો પણ મરતાંય હું પુત્રનું ભૂરું કરીશ ? એનું ભલું ન કરી શકું ? રાજા વિચાર કરી રહ્યો. સિંહે જાણે સિંહાવલોકન કર્યું. દરવાજા પર હજીય કુહાડાના ભયંકર પ્રહારો જોર જોરથી થઈ રહ્યા હતા. પવનની પાંખે ચડીને મધુર સ્વરો ચોમેર રેલાઈ રહ્યા હતા. ગીતનો સાર એવો હતો કે જીવનને એ જ સમજે છે, જે પ્રેમ કરે છે અને દાન કરે છે. કુહાડીના ફટકા કારાગારના લોખંડી સળિયા ઉપર ઉપરાઉપરી પડી રહ્યા હતા. વાતાવરણ હચમચી ઊઠડ્યું હતું. એ ખળભળાટ ગૃધ્રફૂટી પાસેથી પસાર થતા શ્રમણોના મુખમાંથી સરતા શબ્દો રાજ કેદીના શ્રવણ પટ પર અથડાયા : ‘જીવનને એ જ સમજે છે, જે પ્રેમ કરે છે ને દાન કરે છે.* આ શબ્દો તો અનેકવાર સાંભળ્યા હતા; શ્રમણો તો એને વારંવાર બોલીને પ્રગટ કરતા હતા; પણ પ્રેમ અને દાન શું એની સમજ બહુ ઓછાને પડતી. વાઘની ગુફામાં જઈને ઊભા રહેવું - અને તે પણ દ્વેષથી, ક્રોધથી કે કીર્તિની લાલસાથી નહિ પણ માત્ર પ્રેમભાવ વ્યક્ત કરવા અને પોતાના સર્વસ્વ સમા દેહનું દાન કરવા ઊભા રહેવું - એ સંસારનું વિરલમાં વિરલ વીરત્વ હતું, અદ્ભુત સમર્પણ હતું; પણ શું આ કીમતી જીવન એટલા માટે જ હતું ? ઘણા પ્રશ્નો અને ઘણી શંકાઓ આ સિદ્ધાંતની સામે થયા કરતાં હતાં. એક વાર ભગવાન બુદ્ધ ગાંડા હાથીની સામે જઈને ઊભા રહ્યા - માત્ર પ્રેમભરી વાત કરવા-ત્યારે રાજા શ્રેણિકે પોતે જ ઠપકો આપ્યો હતો. ‘પશુને પ્રેમ અને દાનની સમજ શી પડે ? એને તો પારધી કે પ્રભુ બંને સમાન છે !' અને આવા જ એક પ્રસંગે ભગવાન મહાવીર ચંડકૌશિક નાગની સમક્ષ જઈને ઊભા રહ્યા. નાગ તો મૃત્યુનો બીજો અવતાર હતો. એના ડંખમાં કાતિલ વિષ ભર્યું હતું. એ વિષ એણે મહાવીરની દેહમાં નાખ્યું. પણ મહાવીર તો પ્રેમ-દાન કરતા જ રહ્યા. એ નાગનો ઉદ્ધાર કરવા પોતાની કાયાની પણ પરવા ન કરી. એ વાત જ્યારે 76 D શત્રુ કે અજાતશત્રુ Page #51 -------------------------------------------------------------------------- ________________ સાંભળી ત્યારે પ્રભુના પરમ ભક્ત એવા પોતે પ્રભુને કહ્યું હતું કે, ‘આપને એમ નથી લાગતું કે કાંટો કાઢવા માટે આપે સોયના બદલે ફૂલને વાપર્યું ? એ વિષધર પ્રાણીને શું ગારુડી કે શું મહાવીર, બંને સમાન હતા! પ્રેમ અને દાનને એ બિચારો શું સમજે!' ભગવાન મહાવીર એ વખતે બોલેલા : ‘ચિતા ક્ષણભંગુરની કરવી કે અમરની ? દેહ નાશવંત છે. પ્રેમ અને દાન ચિરંજીવ છે. નાશવંતના નાશની ચિંતા કેવી ? ગમે તેટલો દેહને જાળવશો તોય એ પ્રૌઢ થશે, વૃદ્ધ થશે, રોગી થશે, સડો, ગળશે ને છેવટે નાશ પામશે. આત્મા દેહને કાર્યસિદ્ધિ માટે ધારણ કરે છે. યોદ્ધો જેમ બખ્તરને લડાઈ માટે ધારણ કરે છે અને લડાઈ પૂરી થયા, પછી ગમે તેવું સારું બખ્તર હોય તોપણ યોદ્ધો એનો ત્યાગ કરે છે, એ જ રીતે આત્માને પણ દેહનો ઉપયોગ કાર્યસિદ્ધિ પૂરતો જ હોય છે. પછી એ ભાર વેંઢારવો શા કામનો ? આત્મા એક જ છે. દેહ એને માટે બંને વાતની ગરજ સારે છે. એ એને બંધનમાં નાખે છે અને મુક્ત પણ બનાવે છે. મુક્તિ માટે દેહનો ઉપયોગ એ સાચો ઉપયોગ છે. રાજ! માણસમાં પ્રેમ અને દાન ન હોય તો એનામાં ને પશુમાં શું ફેર ?” રાજ કેદીના અંતરમાં શબ્દોની સ્મૃતિના દીપ આપોઆપ ઝગી ઊઠ્યા. પછી રાજ કેદીએ અંતરીક્ષમાં ઘૂમતી નજરને ફરી દરવાજા પર સ્થિર કરી. જોયું તો દરવાજા પર પોતાનો પુત્ર અશોક હાથમાં કુહાડો લઈને ઊભો હતો. કુહાડો જોરજોરથી સળિયા સાથે અથડાઈ રહ્યો હતો, એમાંથી તણખા ઝરતા હતા. એ કુહાડાના ઘાથીય વિશેષ આકરા ઘા રાજ કેદીના મસ્તકમાં થઈ રહ્યા હતા. આજ આખા જીવનનું સરવૈયું નીકળી રહ્યું હતું, કર્મનો અર્ક નિચોવાઈ રહ્યો હતો. જેના સિંહાસનનો ન્યાય જગતભરમાં પંકાયેલો, જેને ત્યાં રંક અને રાય સમાન છાબડે તોળાય, એ જ પોતે પોતાના કર્મનો ન્યાય વિચારી ન શક્યો ! કર્મના કાન દયાથી અપરિચિત છે. કર્યું કર્મ ભોગવ્યે જ છૂટકો, એ સમજ બીજાને આપી. પણ પોતે ન લીધી; દીવાએ જગતને અજવાળું આપ્યું, પણ પોતાની નીચે તો અંધારું જ જાળવી રાખ્યું ! ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, એ બન્ને યુગપ્રવર્તકોને પોતાને આંગણે લાવ્યો. એ પ્રેમ અને દાનની મહાન સરિતાઓમાં જગત નાહ્યું પણ પોતે સાવ શૂન્ય રહ્યો ! ભગવાન મહાવીરને મારા કલ્યાણની ભારે ખેવના. જગતમાં મારું અંતર કોઈ સમક્યું હોય તો થોડુંઘણું ભગવાન બુદ્ધ અને પૂરેપૂરું ભગવાન મહાવીર. એ જાણતા હતા કે મારો વિચારપ્રદેશ કેટલો ઉત્તમ હતો ને આચારપ્રદેશ કેટલો નબળો હતો. તેઓએ એક વાર ઉપદેશ આપતાં કહ્યું, ‘રાજન ! જે ઓ સ્ત્રીની કામના છોડી શક્યા છે, તેઓને બીજી બધી કામના છોડવી સહેલી છે.” એ વખતે મેં ગળગળા થઈને કહ્યું, ‘પ્રભુ ! વિચાર જેટલા આચાર બળવાન નથી. સિંહ જેવું મન કોઈક વાર શિયાળ થઈ જાય છે. એમ લાગ્યા કરે છે કે જાણે આ દેહના એક ભાગમાં દેવનો વાસ છે, અને બીજા ભાગમાં દાનવનો વાસ છે. બંને જણા સતત યુદ્ધ કર્યા કરે છે. કોઈ વાર દેવનો પ્રકાશ પથરાય છે, કોઈ વાર દાનવનો મહિમા ગવાય છે. નિરાશ થઈ જાઉં છું આ સતત યુદ્ધથી ! અવની પર અનેક યુદ્ધ લડતાં જે થાક ન જાણ્યો, એ અંતરના શુભ-અશુભના યુદ્ધમાં લાગે છે. પ્રભુ ! મને લાગે છે કે મારી અવનતિ નિર્માયેલી છે; મારો ઉદ્ધાર નથી !' પ્રભુ હસ્યા અને બોલ્યા, ‘રાતનો ગાઢ અંધકાર જોઈ પ્રભાતના અસ્તિત્વ પર અશ્રદ્ધા થાય તેવું તને થયું છે, પણ નિશ્ચય રાખો કે ગાઢ અંધકારમાંથી જ પ્રભાતનું પહેલું કિરણ પ્રગટે છે.’ | ‘પ્રભુ ! તો મારી ગતિ કેવી હશે ?” પ્રશ્ન કર્યો. ભવિષ્ય જાણવાની ઉત્કંઠા સહુ કોઈને હોય છે. એ માટે તો આખું જ્યોતિષશાસ્ત્ર રચાયું છે. મને હતું કે પ્રભુએ જેમ પ્રથમ મારા ઉદ્ધારનું આશ્વાસન આપ્યું એમ આમાં પણ મને મનગમતું કહેશે. પણ તેઓએ તો મારા રાજ પદની લેશ પણ તમા રાખ્યા વગર કહ્યું, ‘નરકગતિ.” ‘નરકગતિ ?' મારાં બારે વહાણ જાણે એકસાથે ડૂબી ગયાં. ‘પણ એ નરક જ તારા ભાગ્યનું નિર્માણ કરશે; અંતે તું મારા જેવો તીર્થંકર થઈશ ને મુક્તિપદને વરીશ.' પ્રભુના શબ્દોએ મારા દર્દની દવા કરી. હું નાચી ઊઠયો. ઉજ્વળ ભાવિના એ બોલ મારા ધ્રુવતારક બન્યા. ઓહ, મનની તે કેવી અજબ ગતિ ! પળ-વિપળમાં કેટકેટલી વિચારધારાઓ વહી નીકળી ! કારાગાર હજીય કુહાડાના ઘાથી ધણધણી રહ્યું હતું. રાજ કેદીએ ફરી દરવાજા તરફ જોયું. ત્યાં અશોક કુહાડો લઈને ખડો હતો. પાછળ મહામંત્રી વસ્સ કાર ખડો હતો. ને એની પાછળ મહાભિખ્ખું દેવદત્ત ખડો હતો. સહુને પોતાની સ્વાર્થસાધના છે-નાની કે મોટી. મહાભિખ્ખને બુદ્ધના સમોવડિયા થવું છે; અને એ માટે એને રાજ્યાશ્રય જોઈએ છે; શ્રમણમાત્રનો એ હૃષી બન્યો છે. રાજ્યાશ્રય મેળવવા એ શું શું પાપ નહીં કરે ? અશોકને હાથમાં લેવા અને રાજી કરવા એ મારું ખૂન પણ કરે ! મારું જીવન એના માર્ગનો કાંટો છે. પાછળ આર્યા ભુજંગી છે. મારા માટે તો એ કાળી નાગણ કરતાંય વધુ ઝેરી છે. આ બધાં મળીને દેહનું દાન ને પ્રેમનું ગાને 79. 78 D શત્રુ કે અજાતશત્રુ Page #52 -------------------------------------------------------------------------- ________________ અહીં શા માટે આવ્યાં હશે ? મારા સન્માન માટે ? ના, ના. હું તો એમને માટે કાળો નાગ છું. નાગને કોઈ લાંબો કાળ જીવવા ન દે. ભલે એના ગળામાંથી ગરલ વિશ્વની કોથળી કાઢી લીધી હોય, પણ સાપ જીવતો હોય તો નવા વિષને પેદા થતાં વાર કેટલી ? નક્કી નાગને સંહારવા માટે જ આ બધાં આવ્યાં છે. અને એ માટે જ આટલી ઉતાવળ કરે છે ! તો શું તેઓને મારી હત્યા કરવા દેવી ? એ હત્યાનું કલંક એમને માથે ચઢવા દેવું ? રાજ કેદી વિચારમાં પડી ગયો. એણે બારી વાટે આકાશભણી જોયું. આકાશમાં સંખ્યાના રંગો ઘેરાતા જતા હતા. પંખીઓ માળા ભણી જતાં જતાં ગાતાં હતાં. શું એ પ્રેમનાં ગીત ગાતાં હશે ? કે શું દાનનો મહિમા સમજાવતાં હશે? જાણે કેટલાંય પંખીઓ પારધીની જાળમાં સપડાઈ દેહનાં દાન કરી બેઠાં હશે. એનાં આ સ્વજનો હશે, પણ શોક જરાય નથી ! ક્ષણભંગુર દેહ કોઈને કામ આવે, એનાં ગીત એ ગાતાં કેવાં નફકરાં ચાલ્યાં જાય છે ! રાજાની નજર ફરી કારાગારની નાનીશી બારીની નીચે આવેલ ગૃધ્રકુટી પર પડી. બે જુવાન શ્રમણો બેઠા તપ તપી રહ્યા હતા. રે ! આ તપસ્વીઓની દશામાં અને મૃત્યુમાં શું ફેર ? એમણે સંસારના મોહમાત્રને ત્યાગ કરીને મૃત્યુને ચરણસેવક બનાવ્યું છે. મૃત્યુને જાણે તપ દ્વારા પડકાર કરી રહ્યા છે કે અહીં તારાથી ડરે છે કોણ ? કાલ આવતું હોય તો આજે આવ ! ઓહ ! જગત આટલું બધું સજ્જ છે, ત્યારે ગાફેલ માત્ર હું જ છું ? નહિ, નહિ ! આજ હું દેહનું દાન આપીશ, પ્રેમનો મંત્ર આપીશ; નહિ ચઢવા દઉં કલંક નવા મગધપતિને માથે, મગધના મહામંત્રીને માથે કે મહાભિખુ દેવદત્તને માથે! રાજ કેદીની અંતરધારા ભરપેટ વહી નીકળી. એ મનમાં બોલ્યો, ‘રે તમે કોઈ તમારા ગુનાની ક્ષમા ન માગશો. સામે આવીને હું ક્ષમા આપી દઉં છું. માગ્યું આવું એમાં શી મોટાઈ ? અને જાણે રાજા પ્રેમમૂર્તિ બની રહ્યો. છોરું કછોરું થાય; એમાં નવાઈ શી ? પણ હું તો બાપ !' વસ્યકાર ! તારો શો વાંક ? હું જ ગુનેગાર છું. મારા ગુનાની હું માફી માગું છું. અનેકોને મેં આતાપના પહોંચાડી છે. અનેકોનું ભલું કર્યું છે, ભૂંડું કર્યું છે. જાણીને ભૂંડું કર્યું હશે-અજાણ્યા પણ ભૂંડું કર્યું હશે ! એ બધાની પાસે હું મગધનાથ-ના, ના, એક પરપોટો, એક બુદબુદ – ક્ષમા યાચું છું. સહુ મને ક્ષમા આપજો. મને કોઈ પર રીસ નથી. બેઠેલો રાજા ઊભો થયો, ઘૂંટણીએ પડ્યો, બોલ્યો : ‘મહાપ્રેમ અને મહાક્ષમાં 80 D શત્રુ કે અજાતશત્રુ મારું કલ્યાણ કરો. હું દેહનું દાન કરું છું ને પ્રેમનું ગાન કરું છું. સંસારમાં મારો કોઈ શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી. સર્વ પર હું પ્રેમ વરસાવું છું. બધાં મારા પર પ્રેમ વરસાવો.' ને જાણે અંતિમ નિર્ણય કરી લીધો હોય એમ રાજ કેદીએ પોતાના હાથ પર રહેલ અંગૂઠીની નીચેનું ગુપ્ત ઢાંકણું ખોલ્યું. એ અંગુઠી પર પ્રભુ મહાવીરની છબી અંકિત હતી. પુત્રે પિતાને કેદ કરતાં સંપત્તિમાં એટલી સંપત્તિ હાથ પર રહેવા દીધી હતી ને કહ્યું હતું, ‘આ છબીના દર્શનથી જો તમારા વિષયી દિલમાં વૈરાગ્યનો દીપ જલે તો સારું. એ માટે આ છબીવાળી અંગૂઠી રહેવા દઉં છું.” પિતાએ કહ્યું હતું, “વત્સ, પ્રયત્ન જરૂર કરીશ. જોઉં છું કે વારંવાર તૂટતા તારને સાંધી સાંધીને ઉપર ચઢનાર કરોળિયા જેટલાં ખંત કે ઉત્સાહ મારામાં છે કે નહિ ?” એ અંગૂઠીમાં તો ભારેમાં ભારે ઇતિહાસ ભંડારેલો હતો. પોતે શ્રમણોના સંસર્ગમાં આવ્યા પછી રાજ્યમાં રાખવામાં આવતી, પોતાના સૌંદર્ય-સમર્પણથી શત્રુરાજાને હણનારી વિષકન્યાઓને રૂખસદ આપવામાં આવી હતી. પણ એ પછી ખ્યાલ આવ્યો હતો કે ભંડારમાં એક હીરો પણ કાલકૂટ વિષનો પટ આપીને રાખવામાં આવેલો છે. શત્રુરાજાને મિત્ર બનાવ્યાનો દંભ કરીને એ હીરો ભેટ આપવાનો અને રાજા એ પહેરીને જમે ત્યારે હીરાનું વિષ ભોજનમાં ભળી જાય અને ત્યાં ને ત્યાં રાજાનું મોત નીપજે. એ કાલકૂટ વિષ પાયેલો હીરો પોતે મંગાવીને પોતાની મંજૂષામાં રાખી મૂક્યો હતો, પણ ત્યાંય ડર રહેતો હતો. પોતાની ગેરહાજરીમાં રખને કોઈના પર કોઈ પ્રયોગ કરી બેસે ! આખરે એક કુશળ શિલ્પકાર પાસે અંગૂઠી બનાવી એમાં એ મુકાવી દીધો ને ઉપર પ્રભુની છબી ગોઠવી. આજ એ અંગૂઠીમાં સંઘરેલો વિષ પાયેલો હીરો યાદ આવ્યો. રાજ કેદીના મુખ પર આનંદની રેખા તરી આવી. એ વખતે ગૃધ્રકુટી પાસેથી પસાર થતા શ્રમણોનો સંવાદ સંભળાયો. ‘એક પળનો પણ પ્રમાદ ન કરીશ, ગૌતમ ! પળ જ માણસની ગતિ-દુર્ગતિનું નિર્માણ કરે છે. પળમાં રંકને રાજા કરે છે, પળમાં રાજાને રંક !' રાજ કેદીને લાગ્યું કે આ ઉપદેશ પોતાને જ અપાય છે. એણે પળનો પણ પ્રમાદ કર્યા વગર અંગૂઠીનું ચાંપવાળું ઢાંકણું ખોલ્યું. કાલકૂટ હીરો કાઢંચો. અને બાળક મોંમાં સાકરનો ટુકડો મૂકે એમ મોંમાં મૂકી દીધો. રાજ કેદીના મુખ પર દિવ્ય પ્રસન્નતા છવાઈ રહી, આનંદ ! આનંદ ! આનંદ ! દેહનું દાન ને પ્રેમનું ગાન 81 Page #53 -------------------------------------------------------------------------- ________________ વાવાઝોડું દૂર થતાં નિર્વાત દીવો જે રીતે પ્રકાશી રહે એ રીતે રાજકેદીનું મોં પ્રકાશી રહ્યું. રાજકેદી જાણે મુક્તિ મેળવતો હોય એવા આનંદથી ઊભો થયો. એણે અંગૂઠીવાળી ચાંપ બંધ કરી, પોતાના પ્યારા પ્રભુની છબીને નિહાળી, અને આંખો બંધ કરીને કહ્યું, “ભવે ભવે તુમ્હેં ચલણાણું- પ્રભુ, ભવોભવ તમારા ચરણમાં મારો વાસ હજો !' અને રાજા સહેજ માથું નમાવી આગળ વધ્યો, જાણે પુત્ર, મંત્રી અને સાધુના સ્વાગતે ચાલ્યો. એ બોલ્યો, ‘આવ અશોક ! ચિરાયુ થા !નિર્ધમ અગ્નિ જેવો તારો યશ સર્વત્ર વિસ્તરો !' ‘આવ વસકાર ! મધુમાખની જેમ તારું જીલન પરમાર્થી થજો. મધુના ભંડાર આત્મકાજે તને મળજો.’ ‘દેવદત્ત ! ભુજંગી ! તમે બંને કલ્યાણને પંથે પળજો. સંસાર તો જેમ કમળનું વન છે, તેમ કાંટાનું જંગલ પણ છે !' ‘સહુ મારું દાન સ્વીકારજો ! મારો પ્રેમ અંગીકાર કરજો ! સંસારના જીવમાત્ર મારા મિત્ર છે, અને મારું દુશ્મન કોઈ નથી – પ્રભુએ આપેલો એ મહામંત્રબ્રિો ભૈ ષવ્વબૂષ, વૈરું ભ્રજ્જાદા ઢાઈ. પણ છેલ્લાં શબ્દો રાજાથી પૂરા ન બોલાયા. જીભ થોથરાઈ ગઈ. શરીર થરથરી ગયું અને રાજા ભોંય પર પડી ગયો. બરાબર એ જ પળે કારાગારનું દ્વાર ઊઘડ્યું – જાણે રાજાના દેહની મુક્તિનું દ્વાર ઊઘડતું હોય એમ. રાજાને પડતો જોઈ અશોક દોડ્યો, ‘પિતાજી ! પિતાજી !' ‘કોણ પિતા ? કોણ માતા ? મતલબકી સબ બાજી !' ભૂમિ પર પડેલા રાજકેદીએ તૂટક તૂટક સ્વરે કહ્યું, પિતાજી ! કંઈક તો બોલો !' ‘શું બોલે તારા પિતા ?’ વ્યગ્રતાથી રાણી ચેલા દોડતી આવી. ‘ઓહ ! એમની અંગૂઠીમાં રહેલ કાળકૂટ વિષે પાયેલો હીરો એ ચૂસી ગયા ! હવે બે પળના મહેમાન છે !' એટલું બોલી રાણી ચેલા રાજા તરફ વળ્યાં. ને અંતિમ વાણી સંભળાવતાં હોય તેમ બોલ્યાં, ‘આ બધી મોહમાયા જૂઠી છે. સ્વામી, એમાં જીવ ન રાખશો. હવે તો અરિહંતનું શરણ, સિદ્ધાત્માનું શરણ, સાધુ-સંતોનું શરણ અને ધર્મભાવનાનું શરણ, એ જ સાચું શરણ છે. નાથ તમારું કલ્યાણ થાય એવું સ્વસ્થ અને નિર્મળ ચિત્ત રાખજો!' ‘ચેલા ! મેં તને માફ કરી છે, તું મને માફ કર !' 82 ] શત્રુ કે અજાતશત્રુ ‘માફ કર્યા મારા દેવ ! તમારા જ ચરણમાં મારી ગતિ છે.' રાણી ચેલા રોતી રોતી બોલી. ‘ચેલા, મને પરણીને તું માત્ર તપ જ તપી છે. તું તો તપસ્વિની છે. તું માફ કરીશ, કેમ કે તું માતાની જાત છે, પણ અશોક મને માફ કરશે ?' રાજકેદી મહામહેનતે બોલ્યા. ‘હું ક્ષમા માગું છું પિતાજી ! મારી માતા પાસેથી મારા તરફના તમારા અસીમ પ્રેમની કથા સાંભળી તમને મુક્ત કરીને સિંહાસને બેસાડવા આવ્યો હતો. પણ ભવિતવ્યતાએ સાથ ન આપ્યો.' અશોક આંસુભીની આંખો બોલ્યો. દેવદત્ત પાછળથી આવીને કહ્યું, ધારે ત્યારે આંસુ પાડે અને પડાવી જાણે એનું નામ જ રાજકારણી જીવ ! ગમે તેવા દુઃખદ બનાવમાંથી પણ સુખદ લાભ ખેંચતાં આવડવું જોઈએ.’ અશોકે એના પર લક્ષ્ય ન આપ્યું, ‘પિતાજી, હું તમારો શત્રુ નથી.' ‘મારે કોઈ શત્રુ નથી. અને વત્સ ! તું પણ અજાતશત્રુ બનજે ! વિદાય! દેવદત્ત. વસકાર, ભુજંગી ! તમારી સહુની માફી માગું છું. ભિૌ ભૈ ષવ્વબૂષુ ને રાજાનું પ્રાણપંખેરું પળમાં અનન્તને માર્ગે ઊડી ગયું !' ‘અશોક ! તારા પિતાનો આત્મા દેહનું અને રાજનું કારાગાર છોડી સ્વર્ગભણી સંચરી ગયો.' રાણી ચેલાએ કહ્યું. ન ‘એમ સ્વર્ગમાં તમારા કહ્યું કોઈ જઈ ન શકે. કરેલાં કર્મ તો ભોગવવાં જ પડશે.’ રાણી પદ્મા પાલખીમાંથી ઊતરતાં બોલ્યા, એના સ્વરમાં ભારોભાર કટુતા ભરી હતી. ‘રાણી મુએલાનું ભૂંડું ન બોલો !' દેવદત્ત સાધુની ભાષામાં કહ્યું. ‘જેણે અમારા માટે ભાલા વાવ્યા હોય, એનું ભૂંડું ન બોલું તો શું કરું ? રસ્તામાં દાસીએ જ ખબર આપ્યા કે હલ્લકુમારે સેચનક હાથી પચાવી પાડ્યો છે, ને વિહલ્લકુમાર દિવ્ય હારના માલિક બની બેઠા છે. મેં એ બંને પાછાં મંગાવ્યાં તો કહે છે કે અમને પિતાજીએ આપ્યા છે.' ‘સાચી વાત છે. ભાઈ જેવો દુશ્મન જગતમાં બીજો કોઈ નથી !' દેવદત્તે તત્ત્વજ્ઞાનીની રીતે કહ્યું. એનો ઇશારો ભગવાન બુદ્ધ અને પોતાના તરફ હતો. ‘આખરે આવી વેદનાની પળે પણ કાગડાઓએ વિષ્ટા ખાવા માંડી કે શું?” રાણી ચેલાનો કોપ સળગી ઊઠ્યો. દેહનું દાન ને પ્રેમનું ગાન I 83 Page #54 -------------------------------------------------------------------------- ________________ 12 અગ્નિદાહ અને અંતરદાહ સંસાર પણ કેવો શંભુમેળો છે ! એક તરફ લાખોમાં પણ શોધ્યા ન જડે એવા માનવી હોય છે, તો બીજી બાજુ રાખ કરતાંય હલકા ગણાય એવા માનવી લાખોની સંખ્યામાં ઊભરાતાં હોય છે. સંસારમાં રાણી ચેલા પણ છે, અને એ જ સંસારમાં રાણી પદ્મા પણ છે. જાણે સારું ને નરસું. પ્રેમ અને દ્વેષ એક જ સિક્કાની બે બાજુ છે. જેને પ્રેમ મળવાનો એને હેપ પણ મળવાનો જ! માણસમાં જેમ અપાર પ્રેમ ભર્યો પડ્યો છે, એમ અનવધિ ષ પણ ભર્યો પડ્યો છે. મગધરાજ બિંબિસારનું શબ હજી તો સામે જ પડેલું છે. રાણી ચેલા હજીય અર્ધબેભાન છે. પુત્ર અશોક પણ શોકની છાયા નીચે છે. મહામુસદી વસ્તકારને હૈયે પણ જેના જીવન સાથે પોતાના જન્મની અનેક દંત કથાઓ જોડાયેલી છે, એના મૃત્યુની ગમગીની છે. મહાસાધુ દેવદત્ત જેવા વૈરાગીની જ બાન પણ ભાર અનુભવી રહી છે. પણ રાણી પદ્માના અંતર ઉપર આ કરુણ ઘટનાની કશી અસર નથી. સ્ત્રી જેમ સંસારનું કમળફૂલ છે, એમ એ નર્યું વજ પણ છે. એણે પોતાના મુખ પરનું અવગુંઠન જરાક દૂર કરતાં કહ્યું, ‘મરનારનું મરવું સુખદ બન્યું છે, પણ જીવનારની વિટંબનાઓનો તો કોઈ આરો-ઓવારો નથી !' શું છે રાણી ?” રાજા અશોકે આશ્ચર્ય પામીને પૂછવું. અપમાન સહન કરવા કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે. મુસદીઓ પોતે મરતા જાય છે. સાથે બીજાને મારતા જાય છે !' રાણી પદ્માનું ફૂલગુલાબી મોં કેસૂડાંનો રંગ પકડી બેઠું હતું. એના પરવાળા જેવા હોઠ ક્રોધમાં આછા આછા ધ્રુજતા હતા. કોણે તમારું અપમાન કર્યું, રાણી ?” ‘ કોણે શું ? અહીં તો ગણતંત્રની હવા ચાલે છે ને ! કાલે રસ્તે જતો ભિખારી પણ કહેશે કે હું રાજા, તમે ભિખારી !' રાણી પદ્માએ તિરસ્કારથી કહ્યું. રાજા અશોકમાં પિતાનો કેટલો વારસો ઊતર્યો હતો, એ તો આપણે કહી શક્તા નથી. પણ અંતઃપુરને મોટું ને મોટું બનાવવાનો વારસો નહોતો જ ઊતર્યો! એટલી એક વાતમાં તો એણે રાણી ચેલા જેવી સંયમી માતાના વારસાને શોભાવ્યો હતો. એણે વ્યગ્ર બનીને રાણીને પૂછવું, ‘પણ રાણી, બચું શું છે એ તો કંઈ કહો!' પદ્મા તો વાત કરતાં કરતાં રડી પડી, રુદન એ તો સ્ત્રી અને બાળકનું શસ્ત્ર છે, બળ છે. એ બોલી ‘કાલે હલ્લ અને વિહેલ્લ રાજના શ્રેષ્ઠ હાથી સેચનક પર બેસીને ફરવા નીકળ્યા હતા. વિહલ્લના ગળામાં અઢાર વાંકવાળો રનહાર હતો. બાળક કોને કહે છે ? યુવરાજ ઉદયે હઠ લીધી કે મારે એ હાથી પર બેસવું છે ને એ હાર જોઈએ છે.” તે એમાં શું ? બાળક હોય તે હઠ કરે, અને કાકા હોય તે હઠ પૂરી કરે.’ રાજા અશોકે ભોળે ભાવે કહ્યું. ‘પૂરી વાત તો સાંભળો. તમે હંમેશાં ભાઈ-ભાંડુના ને કુટુંબના પ્રેમના ઘેલા છો. એક દહાડો દુઃખી ન થાઓ તો મને સંભારજો. હું પણ કહું છું કે બાળક હઠ લે ને કાકા એ હઠ પૂરી કરે. પણ અહીં તો ઊંધું બન્યું !' ‘શું બન્યું રાણી ? આવી વાતો પછી કરી હોત તો ? કંઈ વેળા-કવેળા તો સમજો.” રાણી ચેલાએ વચ્ચે રોષથી કહ્યું. ‘પ્રસંગ તો બધો સમજું છું. સાસુમા ! કરે કોઈ ને ભોગવે કોઈ ! સામે શબ પડવું છે; શબનો લાજ મલાજો જરૂર સાચવવાનો હોય. પણ આજે તો મેં નિશ્ચય કર્યો છે, કે ભલે ભૂંડી દેખાઉં કે ભલી દેખાઉં, પણ આ શબને દેન દેવાય તે પહેલાં મારી વાતનો ખુલાસો થઈ જવો જોઈએ.’ પદ્મા રાણીએ શરમ છોડીને વાત કરી. ‘અને ન થાય તો ?' રાણી ચેલાથી જરાક રોષ પ્રગટ થઈ ગયો. એને મન રાજા બિંબિસાર પૂજનીય દેવતા હતા. ‘નહિ તો શબ પડ્યું રહેશે !' રાણી પદ્માએ એટલા જ રોષથી જવાબ આપ્યો. અરે ! તમે બંને નાહકનાં લડો છો. જરા કહો તો ખરો કે તમારે શાનો ખુલાસો જોઈએ છે ?' રાજા અશોકે કહ્યું. એ જેટલો પત્નીભક્ત હતો, એટલો માતૃભક્ત પણ હતો. * આ ઉદય તે ભવિષ્યના પાટલીપુત્ર વસાવનાર રાજવી ઉદાયી અગ્નિદાહ અને અંતરદાહ 85 Page #55 -------------------------------------------------------------------------- ________________ વાત એવી છે કે મેં ઉદયનના બંને કાકાઓને કહ્યું કે બાળકને થોડી વાર હાર અને હાથી આપો; બે ઘડી રમીને પાછા આપી દેશે.' રાણી બોલીને થોભી, હાં, પછી ?* વાતને ઝટ છેડો લાવવા રાજાએ કહ્યું , બંને કાકા બોલ્યા કે આ રાજ માં હવે આપવા-લેવાનો વિશ્વાસ જ ક્યાં છે ? જેના હાથમાં એની બાથમાં. અમને આ બંને વસ્તુ અમારા પિતાએ પોતે આપી છે.’ મેં કહ્યું કે, “એક રાજહાથી છે, બીજો મગધના ભંડારનો રનહાર છે. બંને પર પહેલો દાવો વર્તમાન રાજવીનો છે. તમારી પાસે જે માગે છે, તે રાજાનો અને રાજ્યનો ઉત્તરાધિકારી છે. એ આખે જ તમારો છૂટકો છે. આગળ રાજા અશોક છે.” આટલું બોલીને પદ્મારાણી થોભ્યાં. ‘તમારે ઠીક ઝપાઝપી થઈ લાગે છે.' રાજા અશોકે વાતને હળવી બનાવવા જરા મજાકમાં કહ્યું. ‘ઝપાઝપી તો કેવી ? સમજે એને હૈયાસોંસરો ભાલો વાગે તેવી ! મેં આમ કહ્યું એટલે બંને કાકા બોલ્યા, ‘જુઓ, હવે અહીં તો ગણતંત્ર આવવાનું છે. કોઈ રાજા નહિ અને ગણો તો બધા રાજા” મેં કહ્યું, ‘તો તો ઝાઝી રાંડે વેતર વંઠશે' ત્યારે તમારા ભાઈઓ બોલ્યા, ‘ભાભી ! એક વાર નવું વૈશાલી જોઈ આવો. આ તમારો થનગનાટ ઊતરી ન જાય તો કહેજો , પટરાણીને પેટે જન્મે એ પાટવીકુંવર, એ દિવસો હવે વહી ગયા ’ આમ કહીને બંને હસતા હસતા ચાલ્યા ગયા, અને હું કાપો તોય લોહી ન નીકળે એવી ભોંઠી પડીને ઊભી રહી. અને ઉદયન રોતો રહ્યો.' | ‘મૂર્ખ છે હલ્લ-વિહલ્લ ! અરે, છે કોઈ ? એ બે જણાને અહીં બોલાવી લાવો.' રાજા અશોકે આજ્ઞા કરી. બોલાવશો તોય નહિ આવે. એ રાજા-બાજાને કંઈ જાણતા નથી. વાત વાતમાં બોલી ગયા કે મગધના છેલ્લા રાજા બિંબિસાર, હવે કોઈ રાજા નહિ, કાં સહુ કોઈ રાજા !” રાણી પદ્માનો કોપ સાતમા આસમાને ચડ્યો હતો. અને એમનું એકએક વચન બરછીની ગરજ સારતું હતું. ‘નાની વાતને મોટી કરવી એ તો સ્ત્રીઓનો સ્વભાવ જ હોય છે !' રાજાએ કહ્યું; જોકે એના હૃદયમાં ભાઈઓની આ તુચ્છ મનોભાવના ડંખી રહી હતી. યાદ રાખો ! લોકમાં કહેવત છે કે ‘દુશમન વસતો વાસ, સદાય માના પેટમાં ભાઈથી ભૂંડો જમ પણ નથી. જમ એક વાર હણે છે, પણ ભાઈ તો હજાર વાર હણે છે.” રાણીએ પોતાના દુન્યવી ડહાપણનો ભંડાર ખુલ્લો મૂક્યો, ને એજ બ અજબ મોતી કાઢી કાઢીને ધારવા માંડ્યાં. અરે ! હમણાં ને હમણાં હલ્લ-વિહલ્લને બોલાવી લાવો.” રાજાએ તાકીદનો ફરી હુકમ કર્યો. અનુચરો તરત રવાના થયા. પછી રાજાએ રાણી તરફ જોતાં કહ્યું, ‘હવે તો અગ્નિસંસ્કારની રજા છે ને ?' રાણીએ ક્રોધમાં કહ્યું, ‘પહેલા ખુલાસો, પછી અગ્નિદાહ !' ‘રાણી !' રાજાએ જરા ઉગ્ર થઈને ઉચ્ચ સ્વરે કહ્યું. ‘હું સમજી. તો પહેલી મને બાળો, પછી બૂઢા બાપની સદ્ગતિ કરજો.’ રાણીના મિજાજનો પારો ઊંચો હતો. વસ્યકારે વચ્ચે પડતાં કહ્યું, ‘રાજન્ ! સ્ત્રીહઠ ભૂંડી છે, એને પહેલાં સંતોષ આપો. હવે માણસના મર્યા પછી બે ઘડી કે ચાર ઘડીના વિલંબનો ઝાઝો અર્થ નથી.’ પિતા અસંતોષમાં ગયા; પત્નીને અસંતોષમાં ન ખોઈશ, વત્સ ! મોડા ભેગું મોડું !' ચેલા રાણીએ વાતાવરણને ઉગ્ર થતું અટકાવતાં કહ્યું, પુત્ર માતાના મોટા મનને મનમાં વંદી રહ્યો, ને ચેલા અને પદ્મા વચ્ચે તુલના કરી રહ્યો. ગયેલો અનુચર જવાબ લઈને આવે એની રાહમાં બધા ચૂપચાપ ઊભાં રહ્યાં. સામે રાજા બિંબિસાર શ્રેણિકનું શબ પડયું હતું. મોત જાણે એના મુખમ કળને ખિલાવી ગયું હતું. ‘ઓહ ! મરજીવાઓ તો મોતમાંય શોભે છે ! જાણે કોઈ નવવધૂ વરવા જવાની મનોભાવનામાં ન હોય, એમ રાજા શ્રેણિકનું મુખડું કેવું મરકે છે !' મહાભિખુ દેવદત્તે કહ્યું. આમાં પ્રશંસા હતી કે નિંદા એ ઝટ ન સમજાયું. ગયેલો અનુચર જલદી પાછો ન આવ્યો. બીજા બે અનુચરને પાછળ રવાના કરવામાં આવ્યા. એમને પણ વિલંબ થયો. ફરી બીજા બે અનુચરો ગયા. ઘણી વારે બધા દોડતા આવ્યા અને બોલ્યા, ‘મહારાજ, હલ્લકુમાર અને વિહેલ્લકુમાર તો રાજગૃહી નગરી છોડી ગયા છે.' ‘શા માટે ?” રાજાએ કારણ જાણવા માગ્યું. ‘અમે એમને આપના તેડાની વાત કરી. ‘હાર અને હાથી વિશેની ચર્ચા ચાલે છે ને ?’ એમ સામેથી તેઓએ પ્રશ્ન કર્યો. પણ અમે કંઈ જવાબ ન આપ્યો. ત્યાં તો પિતાશ્રીના મૃત્યુના સમાચાર એમને મળ્યા. બંને ભાઈઓએ પરસ્પર થોડીવાર વિચાર કર્યો ને પછી બોલ્યા, ‘તમે જાઓ અમે આવીએ છીએ.” અમે બહાર નીકળીને એમની રાહ જોતા થોભ્યા તો થોડીવારમાં હાથીના આવવાનો અવાજ સંભળાયો ને સેચનક આવતો નજરે પડ્યો. ઉપર હલ્લ ને વિહલ્લ બંને બેઠા હતા. અમે કહ્યું કે *મહારાજ પાસે જાઓ છો ને !” ના રે ના ! તમારા રાજાને અમારા જુહાર કહેજો અગ્નિદાહ અને અંતરદાહ D 87 86 D શત્રુ કે અજાતશત્રુ Page #56 -------------------------------------------------------------------------- ________________ હવે અમે મોસાળમાં જઈએ છીએ.' ‘અમે કહ્યું, ‘અત્યારે મોસાળ કાં ?' ‘કહે, તાકીદનો સંદેશ છે, ગયા વગર ચાલે તેમ નથી. ‘અમે કહ્યું, ‘ભાઈને ભેગા થતા જાઓ !' ને તેઓએ સેચનકને જોરથી હાંક્યો. થોડી વારમાં તો એ અદશ્ય થઈ ગયા.’ અનુચરોએ પોતાની વાત પૂરી કરી. રાજા અશોકે આ સાંભળી ખૂબ ક્રોધાવેશમાં આવી ગયો. એણે ગર્જના જેવા સ્વરે કહ્યું, ‘જાઓ ! એ અવિનયી કુમારોને હમણાં ને હમણાં પકડી લાવો!' તરત અનુચરો પાછા ફર્યા. થોડી વારમાં શસ્ત્રથી સજ્જ થઈને હાથી, ઘોડી ને ઊંટની ટુકડીઓ હલ્લ-વિહલ્લની પાછળ રવાના થઈ. આખા નગરમાં હોહા મચી ગઈ. લોકોનાં ટોળેટોળાં શેરીઓમાં ઘૂમવા લાગ્યા. એવામાં રાજા બિબિસારના મૃત્યુના સમાચાર બધે પ્રસરી વળ્યા. લોકોમાં એક અજબ ઉશ્કેરાટ પ્રસરી ગયો. તેઓ બોલ્યા, ‘રાજાએ આમ કરવું જોઈતું નહોતું. રાજા કરે તેમ પ્રજા અનુસરે. ખુદ રાજા પોતે જ જો બાપને મારીને ગાદીએ બેસે, તો પછી સામાન્યજનનો શો હિસાબ ?’ બીજા બોલવા લાગ્યા, ‘અરે ! હવે તો રાજકુળ સર્પકુળ જેવાં બન્યાં છે! બાપને તો ખાધો, હવે ભાઈને ખાવાની તૈયારી કરી. હવે તો રાજાઓનું બીટ જાય તો સારું. થાક્યા ભાઈ આ રાજાઓની જોહુકમીથી અને ખટપટોથી.' આખું રાજગૃહી ઉપરતળે થઈ રહ્યું. ગુપ્તચરો સમાચાર લઈને આવ્યા. ‘લોકોનો જુવાળ અવળો છે. જલદી લોકલાગણીના ઉછાળાને દાબી દેવાની જરૂર છે.’ રાજાએ અગ્નિદાહ દેવાની આજ્ઞા કરી, ત્યાં તો રાણી પદ્મા આગળ આવ્યાં અને બોલ્યાં, ‘મને બાળો, કાં ખુલાસો આપો; એ પહેલાં આ શબને દેન નહિ દેવાય!' ‘રાણી ! લોકલાગણી બીજે માર્ગે જઈ રહી છે. જલદી કરવાની જરૂર છે. બધાએ મને પિતૃહત્યારો માની લીધો છે. હું તમને ખાતરી આપું છું કે આની પૂરેપૂરી તપાસ કર્યા વિના હું જંપીશ નહીં.' રાજા અશોકે લાચારી બતાવી. ‘એમ નહિ. તમે ભોળા ને કુટુંબઘેલા છો. એ ઘેલછામાં તો સ્ત્રીપુત્રને પણ ભૂલી જાઓ એવા છો. તમે, મહામંત્રી અને સાધુ દેવદત્ત ત્રણે ખાતરી આપો તો માનું !' રજા બોલ્યો, ‘મારા પૂજનીય પિતાના શબને મારી આ તલવારનો સ્પર્શ કરાવીને કહું છું કે હલ્લ-વિહલ્લ પાસેથી હાર અને હાથી પાછાં મેળવીને તમને આપીશ; નહિ આપે તો યુદ્ધ કરીશ. ત્યાં સુધી આ તલવાર મ્યાન નહિ કરું.” 88 D શત્રુ કે અજાતશત્રુ ‘સમજો કે હલ્લ-વિહલ્લ એના મોસાળમાં જઈને રહ્યા, અને તમને કંઈ જવાબ ન આપ્યો તો શું કરશો ?' રાણી પદ્મા મળેલી તકનો પૂરેપૂરો લાભ લઈ રહ્યાં. ‘તો વૈશાલીનો દુર્ગ તોડીને પણ હાર અને હાથી લઈ આવીશ અને વૃદ્ધ માતામહની પણ ખબર લેવામાં પાછી પાની નહીં કરું.' રાજા અશોકે આવેશમાં કહ્યું. “હવે મહામંત્રી વસકાર તમે શું કહો છો ?' ‘હું આ શિખા છોડીને પ્રતિજ્ઞા કરું છું કે આ ગણતંત્રો સીધા નહિ થાય ત્યાં સુધી એ શિખા હું બાંધીશ નહિ.' ‘અને મહાલ્ગુિ દેવદત્ત, તમે શું કહો છો ?' ‘હું પ્રતિજ્ઞા કરું છું કે શ્રમણોની સાન અને વૈશાલીના લોકોનો મિજાજ ઠેકાણે આણવાની જરૂર છે. શાંતિને સમાનતાની વાતો કરતા બુદ્ધ અને મહાવીરને પાઠ પણ ભણાવવાની જરૂર છે. માટે જ્યાં સુધી એમ નહિ થાય ત્યાં સુધી હું પાત્રમાં ભિક્ષા નહિ લઉં. ભોજન હાથમાં લઈને આરોગીશ. કો રાણીજીને હવે તો શાંતિ થશે ને ?' રાણી પદ્મા પાલખીમાં જઈને બેઠાં. રાણી ચેલા આ દરમિયાન ચાલ્યાં ગયાં હતાં. રાજા અશોકે પિતાના ભવ્ય અગ્નિસંસ્કારની જાહેરાત કરી, અને ત્યાં સ્મારક રચવાનો નિર્ણય જાહેર થયો. થોડી વારમાં ગામમાં ઢોલ વાગ્યો, સાથે જાહેરાત કરવામાં આવી કે ‘મહારાજા બિંબિસારે આત્મહત્યા કરી લીધી છે. કર્મની ગતિ અતિ ગહન છે. એમના અગ્નિસંસ્કારમાં તમામ પ્રજાજનો ભાગ લે. મુખથી ધર્મવચન સિવાય બીજું કંઈ ન ઉચ્ચારે ! શ્રમણોને પણ એકત્ર કરે !’ આ જાહેરાતની પાછળ નગરની શેરીઓમાં એક લશ્કરી ટુકડી ફરવા નીકળી. એની પાછળ મોટો અવાજ કરતું રથમુશલ નામનું વૈજ્ઞાનિક યંત્ર ચાલતું હતું. આ યંત્ર યુદ્ધનું હતું. એની ખૂબી એ હતી કે એને ચલાવનારની જરૂર ન પડતી; પોતાની મેળે જ એ ચાલતું; દોડતું અને એના પર ભેરવેલાં લોઢાનાં લાંબાં મુશલ એટલા વેગથી ફેરવતું કે વચ્ચે આવ્યો એનો કચ્ચરઘાણ | આ યંત્રથી બચવા લોકો આડાંઅવળાં થઈ ગયાં, અને ભયના માર્યા ધર્મવચનો ઉચ્ચારવા લાગ્યાં; નવા રાજાની કંઈ કંઈ ખૂબીઓ ને મરેલા રાજાની કંઈ કંઈ ખામીઓ શોધવા લાગ્યા ! ‘રાજા કુશળ ખરો પણ ભારે કામી ! સ્ત્રીઓમાંથી ઊંચો જ ન આવ્યો ! અતિ કામનું તો આવું જ પરિણામ આવે ને ! વળી વૈશલીના જાસૂસો રાજગૃહીમાં ઊભરાઈ ગયા છે. ઘર તો સાબૂત રાખવું જોઈએ ને ?' જાણે ભયંકર ૨થમુશલ યંત્ર અગ્નિદાહ અને અંતરદાહ – 89 Page #57 -------------------------------------------------------------------------- ________________ જોઈને સહુનો બંડખોર આત્મા દબાઈ ગયો. ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. ચંદનકાષ્ઠની ચિતામાં રાજા શ્રેણિકના દેહને દાહ દેવાયો. બધાએ આંસુ વહાવ્યાં. પણ હજી એ આંસુ સુકાય તે પહેલાં તો હલ્લ-વિહલ્લને પકડવા ગયેલા સૈનિકો વીલે મોંએ પાછા આવ્યા. તેઓએ કહ્યું, ‘બંને કુમારો ખૂબ જ આગળ નીકળી ગયા છે. તેઓએ એક તીરથી સંદેશો પાઠવ્યો છે કે જેને સગા બાપને હણતાં સંકોચ ન થયો, એને ભાઈઓને હણતાં શી વાર ? બસ, હવે છેલ્લા જુહાર !' ‘એમ કે ?” રાજા અશોકનો કોપાનલ ફાટ્યો. એણે ગર્જના કરતાં કહ્યું, અત્યારે ને અત્યારે વૈશાલીમાં સંદેશો મોકલો કે હલ્લ ને વિહલ્લ અમારા ગુનેગારો છે, માટે એમને તાકીદે સોંપી દો, નહિ તો લડવા તૈયાર થઈ જાઓ.’ રાજા અશોકનો સંદેશો લઈ અનુચરો તરત રવાના થયા. 13 મગધના દરબારમાં વૈશાલીની વાત શું આનું જ નામ સંસાર હશે ? એક સળગેલી ચિતા બુઝાઈ, ત્યાં બીજી સળગી ઊઠી. ‘તલવાર મ્યાન કર્યા વગરની જ રહી. શિખા બાંધ્યા વગરની જ રહી. સાધુને કરપાત્રમાં જ ભિક્ષા લેવાની રહી.” મગધના અનુચરો ભલે હલ્લકુમાર અને વિહલ્લકુમારને પકડી ન શક્યા, કારણ કે એમની પાસે સેચનક હાથીનું બળ હતું, પણ ઠેઠ વૈશાલી પહોંચીને ગણનાયક ચેટકરાજને સંદેશો પહોંચાડીને વીજળીની ઝડપે પાછા આવ્યા. રાજ ક્રાંતિ પછી મગધનો દરબાર કંઈક શાંતિ અનુભવતો હતો, ત્યાં ફરી વજ ચમકી. કુશળ સંદેશવાહકોએ નિવેદન કરતાં કહ્યું, “હે મગધપતિ ! અમે વૈશાલીના દરબારમાં પહોંચ્યા ત્યારે અડધા રાજાઓ બેઠા હતા, ને અડધા આવી પહોંચવાની તૈયારીમાં હતા. તેઓએ અમારું સ્વાગત કર્યું. અમને તો અપાર ક્રોધ હતો, પણ ગણનાયકે કહ્યું, ‘મગધના સેવકો ! બેસો, જલપાન કરો, જરા તમારો શ્વાસ હેઠો બેસવા દો, પછી તમારું કથન કરો.” ‘અમે કહ્યું : “અમારું કામ થયા પહેલાં વૈશાલીનું પાણી પણ અમારે હરામ ‘ગણનાયક બોલ્યા, “અરે ! વૈશાલીની સુરા તો મગધરાજ હોંશે હોંશે પીતા. તમને પાણીમાં શું વાંધો આવ્યો ?” “અમે કહ્યું, ‘મગધમાં રાજ ક્રાંતિ થઈ છે. યુવરાજ અશોક ગાદીએ આવ્યા છે. એમણે નવા નિયમો પ્રવર્તાવ્યા છે. વૈશાલીની સુરા અને સુંદરીનો મગધવાસી માટે પ્રતિબંધ કર્યો છે. પણ ગણનાયકજી ! અમારું કથન ભિન્ન છે.” 90 | શત્રુ કે અજાતશત્રુ Page #58 -------------------------------------------------------------------------- ________________ ‘ગણનાયક ચેટક બોલ્યા, ‘જરા થોભો. થોડીવારમાં રાજાગણ આવી જશે.' ‘અને થોડીવારમાં વૈશાલીની એ સભા ઇન્દ્રસભા જેવી થઈ ગઈ.' ‘એકને જોઈએ અને એકને ભૂલીએ એવા રાજાઓ આવીને બેસી ગયા. તેઓ પવિત્ર પુષ્કરણીમાં સ્નાન કરી અને સ્વચ્છ ચીવર ધારણ કરીને આવ્યા હતા. માથે જો મુગટ ન હોત તો એ સાધુઓ તરીકે જ ઓળખાત ! તેઓ રાજ કર્મને ધર્મનો એક ભાગ લેખે છે. તેઓના આવી ગયા પછી ગણનાયકે એમને અમારું નિવેદન રજૂ કરવા કહ્યું.' | ‘અમે ઊભા થઈને કહ્યું, ‘ગણરાજવીઓ ! અમે મહાન મગધપતિ અશોકચંદ્રના અનુચરો છીએ.” | ‘અરે ! અશોકચંદ્ર એ જ કે જેણે પોતાના પિતાને કેદમાં પૂરીને રોજ કોરડાનો માર મારી, આત્મહત્યા કરવા પ્રેર્યો ? ક્યાં મગધની વાત્ય સંસ્કૃતિ અને ક્યાં વૈશાલીની આર્ય સંસ્કૃતિ ! અહીં વૈશાલીમાં પિતા, માતા ને ગુરુ દેવસમાન પૂજ્ય છે.’ એક વૃદ્ધ ગણરાજાએ કહ્યું. ‘અમે કહ્યું : શું હતું, શું થયું એની સાથે અમને લાગતું વળગતું નથી. વૈશાલીના કોણ દેવ છે અને કોણ દાવન છે, એની સાથે કે સંસ્કૃતિની ચર્ચા સાથે પણ અમને અત્યારે સંબંધ નથી, અમારે જે વાત નિવેદિત કરવાની છે, તે જુદી છે. ‘અમારું કથન સાંભળી ગણનાયક ચેટકે સહુ રાજાઓને વચ્ચે ચર્ચા ન કરવાની સૂચના આપતાં અમને કહ્યું, રાજદૂતો, નિઃશંક રીતે તમે તમારી વાત કહો.' અમે કહ્યું, ‘હે ગણદેવો ! અમારા મહાન મગધપતિએ વૈશાલી જોગ સંદેશો પાઠવ્યો છે, તે અમારા બે ગુનેગારો તમારે ત્યાં આવીને સપરિવાર આશરો લઈ રહ્યા છે. એકનું નામ હલ્લકુમાર છે, બીજાનું નામ વિહલ્લકુમાર છે. બંને જણાએ મગધના રાજ કોષનાં બે રત્નો ચોર્યા છે. એક રત્ન છે રાજહસ્તી સેચનક, બીજું રત્ન છે દિવ્ય હાર, મગધરાજ અશોકચંદ્રનો સંદેશ છે કે મગધના રાજ કોષનાં બંને રત્નો અપરાધી રાજ કુમારોની સાથે અમને સોંપી દો.' | ‘અમે આટલું નિવેદન કર્યું, એટલે ગણનાયકે રાજસભાને સંબોધીને કહ્યું, ‘મગધના અનુચરો જે નિવેદન કરે છે તે વિશે હું આપને મારા તરફથી વિગતો આપી દઉં.’ અને ગણનાયક વિગતો આપતાં આગળ બોલ્યા, ‘આપ જાણો છો કે સ્વર્ગસ્થ મગધરાજ બિંબિસાર મારી પુત્રી ચેલાના સ્વામી હતા. તેઓ મારી સગીર પુત્રીને ભોળવીને એનું અપહરણ કરી શક્યા, પણ વૈશાલીના ગણતંત્રના પ્રજાજનો પોતાની આગવી સંસ્કૃતિ ને સંસ્કાર ધરાવે છે. એટલે મારી પુત્રી ચેલાએ સ્વર્ગસ્થ મગધરાજને આપણી સંસ્કૃતિના ઉપાસક બનાવ્યા. 92 1 શત્રુ કે અજાતશત્રુ મગધરાજ બિંબિસાર પોતે રાજતંત્રના સ્વામી હતા, પણ અંદરથી ગણતંત્રના ઉપાસક બન્યા હતા. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના એ પરમ પૂજારી હતા.' | ‘સભાજનો ! મગધમાં ગણતંત્રની હવા જોરથી ફૂંકાઈ રહી હતી; એવામાં સ્થાપિત શાસનઈ કવાળા યુવરાજ, મહામંત્રી અને સામંતો જાગ્યા. જો એમને ત્યાં ગણતંત્ર પ્રચાર પામે તો જે પ્રજારૂપી ઘેટાંઓ વચ્ચે વાળ થઈને તેઓ નિર્ભય રીતે વિહરે છે, એ બંધ થઈ જાય; પ્રજા પણ એમની સારી-નરસી પ્રવૃત્તિનો જવાબ માગે અને એમના એશઆરામ અટકાવી દે. એમના ભંડારોમાં ભાગ પડે. આ માટે ગણતંત્રના આવતા વાવંટોળને રોકવા એક એક કાવતરું કરી રાજાને કેદ કર્યો. એ મહાન રાજાને માથે હલકા આક્ષેપો મૂકી એને બદનામ કર્યા, છતાં કહેવું જોઈએ કે એ નરોમાં નરસિંહ હતા. એ મહાન રાજાને વગોવવામાં કંઈ મણા ન રાખી. એક નાનકડી ગોપકન્યાને દરબારમાં રજૂ કરી એના મોંએ કહેવરાવ્યું કે એનું શીલ રાજાએ ખરીદ કર્યું છે, ને એ માટે એને કોરડાની સજા નક્કી કરી, તેઓએ કહ્યું કે ન્યાય માટે ગણતંત્રો કરતાં રાજતંત્રો ઝડપી અને જલદ છે. અહીં રાજા અને રંકના ભેદ નથી.” ‘મહાન વૃદ્ધ રાજવી બિંબિસારને રોજ કારાગારમાં કોરડાના માર પડવા લાગ્યા. એમનો ગુનો માત્ર એ હતો કે તેઓ ગણતંત્ર તરફ પક્ષપાત ધરાવતા હતા. આખરે પોતાને પડતાં અમાનુષી દુઃખોથી ત્રાસીને અને માનસિક અવહેલનાથી થાકીને એ મહાન ભક્ત અને વૃદ્ધ રાજાએ આત્મહત્યા કરી ! માજી રાજાના મૃત્યુ સાથે નવા રાજા અશોકચંદ્ર પોતાનાં ભાઈ-ભાંડુઓમાંથી જે પિતાતરફી હતા, અને પોતાના કાર્યની ટીકા કરતા હતા, તેમને જડમૂળમાંથી ઉખેડી નાખવા નવો પેંતરો રચ્યો. ત્યાં પિતાને હેરાન કરવા જેમ પેલી ગોપકન્યાને હાજર કરી, એમ અહીં પોતાની રાણી પદ્માને હાજર કરી અને એની પાસે કહેવરાવ્યું કે એના દિયર હલ્લ અને વિહલ્લે એનું અપમાન કર્યું, હાર અને હાથી માગ્યાં, પણ ન આપ્યા. રાજાએ તરત બંનેને પકડી લાવવાનું ફરમાન કર્યું.’ સભાજનો ! આટલી લાંબી કહાની પછી મુખ્ય વાત હવે આવે છે. મગધના દૂત કહે છે તે પ્રમાણે હલ્લકુમાર અને વિહલ્લકુમાર અહીં આવ્યા છે. જે હાથી અને હારની માગણી કરવામાં આવી છે, તે પણ એમની સાથે જ છે.” ‘ભને ગણરાજ ! હલ્લ અને વિહલ્લ કોના પુત્રો છે ? એમની માતા કોણ છે? પિતાની તો અમને જાણ છે.” રાજસભાના એક સભ્ય પ્રશ્ન કર્યો. ‘એ મારી પુત્રી ચેલાના પુત્રો છે.” ‘રાજા અશોક પણ ચેલારાણીનો જ પુત્ર છે ને ?' એક બીજા રાજસભ્ય પ્રશ્ન મગધના દરબારમાં વૈશાલીની વાત D 93 Page #59 -------------------------------------------------------------------------- ________________ ‘હા, પણ રાજતંત્રમાં ખરો ભય ભાઈઓનો જ હોય છે, કારણ કે ત્યાં રાજા ચૂંટાતો નથી; રાજગાદી ત્યાં વારસામાં ઊતરે છે. રાજા અશોક કરતાં રાજકુમાર અભયનો સિંહાસન પર વધુ હક હતો; એ પણ ગણતંત્રોમાં ફરેલો ને ઉદારચિત્ત હતો. એ વૈશ્યપુત્ર છે ને સિંહાસન ક્ષત્રિયપુત્રને મળે, એવો આક્ષેપ એને માટે તૈયાર થયો હતો. પણ એ તો દેવાંશી જીવ હતો. એ રાજતંત્રની ખટપટોથી ત્રાસીને સાધુ થઈ ગયો. હવે આપણે મગધના દૂતોને કંઈ જવાબ આપીએ તે પહેલાં આપ સર્વે મગધના બંને રાજકુમારોને નીરખી લો. એમનાં કયિતવ્યને સાંભળો અને પછી વૈશાલીમાં આશ્રય આપવો કે નહીં, તેનો નિર્ણય પ્રગટ કરો.' અમે ગમે તે નિર્ણય લઈએ, પણ તમે તો એના માતામહ છો. આ એમનું મોસાળ છે. મોસાળમાં વસવાનો ભાણેજનો જન્મસિદ્ધ હક્ક ગણાય.' એક સભાજને કહ્યું . ગણતંત્રના નિયમો એવા છે, કે એમાં સગાંસ્વજનો જોવાતાં નથી. ગણતંત્રીય દેશનાં પ્રજાજનો જ એકબીજાનાં સ્વજનો છે. સંપ-સંબંધ ગણતંત્રનો પ્રાણ છે. એ સંપસંબંધ તૂટ્યો અને કુસંપ વધ્યો એ વખતે ગણતંત્રનો વિનાશ છે. ગણતંત્રમાં વ્યક્તિની નજરે જોવાતું નથી; સમષ્ટિની રીતે જોવાનું છે. એટલે આપે સહુએ મારી નજરે નહિ, દેશની નજરે આ પ્રશ્નનો વિચારવાનો છે.' ગણરાજ ચેટકે અનુચરને બંને રાજકુમારોને હાજર કરવા સૂચન કર્યું. ‘થઓડીવારમાં બંને રાજકુમારો રાજસભામાં હાજર થયા. આખી રાજસભા ચાંદા-સૂરજ જેવી આ જોડીને નીરખી રહી. ગણરાજ ચેટકે તેઓને પોતાનું નિવેદન રજૂ કરવા સૂચના કરી.' ‘હલ્લકુમારે ઊભા થઈને સર્વ સભાને નમસ્કાર કરતાં કહ્યું, “ભન્ને ગણરાજ ! અમે મગધના પૂજનીય રાજવી બિંબિસાર શ્રેણિકના પુત્રો છીએ. અમારી માતાનું નામ ચેલા છે. ગણનાયક ચેટક અમારા માતામહ છે અમે ગણતંત્રના હિમાયતી છીએ. અમારા પૂજ્ય પિતા પણ એના હિમાયતી હતા, માટે યુવરાજ અશોક અને એમની ખૂની મંડળીએ મળીને એમને આત્મહત્યા કરવાની ફરજ પાડી અલબત્ત, રાજતંત્રો એટલાં કુટિલ હોય છે કે આત્મહત્યા હતી કે ખૂન હતું એ વિશે કંઈ પણ સ્પષ્ટ નથી. આ બાબતમાં તેઓએ કહેલું અમે કહીએ છીએ. અમારા પૂજનીય પિતા તરફની ભક્તિએ એ ખૂની રાજમંડળીને શંક્તિ કરી કે અમે પણ ગણતંત્રના હિમાયતી છીએ. તેઓએ નવું પર્યંત્ર રચ્યું. હવે તેઓ અમારી હત્યા કરવા તૈયાર થયા છે. રાજકાજમાં તો ‘ નાચવું નહિ તો આંગણું વાંકું.' એ ન્યાય ચાલે છે. તેઓએ હાર અને હાથીની ખોટી વાત આગળ કરી છે. પણ રત્નહાર અને સેચનક ગજરાજ બંને અમારા સ્વર્ગસ્થ પિતાએ પોતે જ અમને ભેટ આપ્યાં હતાં. 94 D શત્રુ કે અજાતશત્રુ ‘તમે ગણતંત્રને ચાહો છો ?' સિહ સેનાપતિએ સીધો પ્રશ્ન કર્યો. વૈશાલીનો એ વિખ્યાત સેનાપતિ હતો. ‘ભત્તે ગણપતિ ! અમે ઇષ્ટદેવની સાખે કહીએ છીએ કે ગણતંત્રમાં અમે માનીએ છીએ.’ “એ માટે તમે આત્મભોગ આપવા તૈયાર છો ?' ‘શંકા વિના.’ રાજકુમારે કહ્યું. ‘તમે વૈશાલીના નગરજન બનવા માર્ગો છો ?' ‘નિશ્ચય. અમે સંસ્કારી નાગરિકતાના હિમાયતી છીએ. અમે વૈશાલીની નાગરિકતા માગીએ છીએ.' ‘પછી સિંહ સેનાપતિએ રાજસભામાં બોલતાં જણાવ્યું કે ‘હવે આ વાતનો નિર્ણય સર્વ રાજગણ કરે. સાથે સાથે એ યાદ રાખે કે રાજતંત્રો આપણને ગળી જવા તૈયાર છે. અહીંનું રાજ્ય સાર્વજનિક સંપત્તિ છે અને મગધનું રાજ્ય અંગત સંપત્તિ છે. અંગતથી અંગતની ખોટ કદી સહન થતી નથી. ગણતંત્રના હિમાયતી બે રાજકુમારોને વૈશાલીનું સંથાગાર આશ્રય આપે. નાગરિકતા આપે એમાં વૈશાલીનું ગૌરવ છે. પણ માત્ર ગૌરવનો જ ખ્યાલ કરવો ન જોઈએ. કાલે આ બહાના નીચે લડાઈનાં વાદળો પણ વૈશાલી પર વરસે, માટે વિચાર કરીને નિર્ણય આપજો.' ‘સભા એક પળ મૌન રહીને પછી બોલી. ‘નાગરિકતા આપો. મગધ ગરબડ કરશે, તો વૈશાલીના બહાદુર યોદ્ધાઓ એને ડાહ્યું બનાવી દેશે.' સભામાં થોડીવાર ચર્ચા થઈ અને એકમતે સંથાગારે નિર્ણય આપ્યો, બંને રાજકુમારોને આશ્રય આપવો અને ગણતંત્રની નાગરિકતા બક્ષવી. આ નિર્ણયના આધારે મગધને જવાબ આપવાની અને ભવિષ્યમાં કંઈ હલચલ થાય તો તેને યોગ્ય સામનો કરવાની બધી સત્તા ગણરાજ ચેટકને અને ગણપતિ સિંહને આપવામાં આવે છે.' ‘આ પછી રાજસભા વિસર્જન થઈ. અને ગણરાજ અમને ઉત્તર લખી દેવા બેઠા. મહારાજ ! આ રહ્યો એ ઉત્તર.’ આટલુ વિગતવાર વર્ણન કરીને સંદેશાવાહકોએ ગણરાજ ચેટકનો ઉત્તરપત્ર દરબાર સમક્ષ રજૂ કર્યો. મહામંત્રી વસકારે એ પત્ર હાથમાં લીધો, ને એક વાર મનમાં વાંચી લઈ, પછી સભા સાંભળે તેમ વાંચવા માંડ્યો. માનનીય મગધરાજ' ‘તમારા સંદેશાવાહકો દ્વારા તમારો સંદેશ મળ્યો. અમારી રાજસભામાં એ મુકાર્યો. તમારા સંદેશાવાહકોને એ વખતે ઉપસ્થિત રહેવા દેવામાં આવ્યા હતા, મગધના દરબારમાં વૈશાલીની વાત D 95 Page #60 -------------------------------------------------------------------------- ________________ કારણ કે અહીં ગણતંત્રોમાં જેમ અંગત કંઈ હોતું નથી તેમ ગોપનીય પણ કંઈ હોતું નથી.’ ‘તમારા કુશળ સંદેશાવાહકો તમને બધી વિગતો રૂબરૂ કહેશે. પણ અમારો સ્પષ્ટ નિર્ણય તમને જણાવવો જોઈએ. ‘બોલો ભલે સો વાર પણ લખો એક વાર’ એ નીતિસૂત્ર હોવા છતાં તમને આ પત્ર દ્વારા એ સંદેશ પાઠવીએ છીએ. પહેલી વાત તો એ કે હલ્લ અને વિહલ્લ અમારા ગણનાયકના દોહિત્રો છે. એટલે મોસાળમાં આવીને રહેવાનો એમને સહજ હક છે. છતાંય, દોહિત્ર હોવા છતાં ગણતંત્રના કલ્યાણરાજમાં ગુનેગાર પુત્રને પણ પિતા આશ્રય આપતો નથી. ન્યાય માટે એને રાજદેવડી પણ સગે હાથે એ હાજર કરે છે. જો તેઓ ગુનેગાર હોત તો અમે સ્વયં તમને સોંપી દેત.' ‘પણ હલ્લ-વિહલ્લની ગુનેગારીનાં જે કારણો તમે આપ્યાં છે, તે તદ્દન અર્થહીન છે. સેચનક હાથી અને દિવ્યહાર તેઓની પાસે છે જરૂર, પણ એ તો તેઓને તેમના સ્વર્ગસ્થ પિતાએ ભેટ આપેલાં છે. સામાન્ય નિયમ અવો છે કે ભેટ આપેલી ચીજ પર ભેટ આપનારનો પણ હક રહેતો નથી, તો પછી તમારો તો ક્યાંથી રહે ?' ‘વળી મગધનું આખું રાજ્ય તમને મળ્યું છે - જોકે એક વ્યક્તિને આ રીતે આટલી સંપત્તિ અને સત્તા મળવી અયોગ્ય છે. એથી વ્યક્તિનું માનસ ગર્વિષ્ઠ થાય છે અને વાતવાતમાં એ શક્તિનું પ્રદર્શન કરે છે અને એમ કરતાં યુદ્ધને નોતરી લાવે છે, જેમાં નજીવા અંગત કારણોસર અનેક નવલોહિયાના બલિ ચડે છે. રાજતંત્રો યુદ્ધને જિવાડવામાં માને છે. છતાં તમને રાજ્ય મળ્યું તો તે તમે સુખે ભોગવો, પણ તમારા ભાઈઓ પાસે જે યત્કિંચિત હોય, તે પડાવી લેવાનો પ્રયત્ન કરો એ ઠીક નથી. માટે સંતોષ ધારણ કરો.' ‘પ્રાન્તે એક વાત અમારે તમને જણાવી દેવી જોઈએ કે અમે હલ્લકુમાર અને વિહલ્લકુમારને વૈશાલીની નાગરિકતા બક્ષી છે, એટલે વૈશાલીના નાગરિકને કોઈ નિરર્થક હાનિ કરવાનો વિચાર કરે, એ વૈશાલીના ગણતંત્રને હાનિ કરવાનો પ્રયત્ન કરે છે, એમ સમજવામાં આવશે.' ‘અમારે જે કહેવાનું છે તે અહીં સમાપ્ત થાય છે. હવે આમાંથી જે સમજવાનું હોય તે સમજજો. અમે જાણીએ છીએ કે ગણતંત્રના હિમાયતી તમારા પિતાને દૂર કરી તમે કંઈક વિશિષ્ઠ તૈયારીમાં છો, પણ અમે ખાતરી આપીએ છીએ કે અમને જ્યાં સુધી તમે છંછેડશો નહિ, ત્યાં સુધી અમે તમને લેશ પણ હાનિ નહિ પહોંચાડીએ.’ 96 શત્રુ કે અજાતશત્રુ મહામંત્રીએ પત્ર પૂરો કરતાં કહ્યું, ‘પત્રની નીચે ગણરાજ ચેટક અને ગણપતિસિંહ સેનાપતિની સહીઓ છે.’ પત્ર સાંભળીને મગધરાજ અશોકે સિંહાસન પરથી ગંજારવ કરતાં કહ્યું, ‘સભાજનો ! હાથી, હાર અને બંને કુમારોને અહીં ઉપસ્થિત કરવા માટે પૂજનીય પિતાજીની ચિતા સમક્ષ મહામંત્રી વસકારે શિખાબંધીની અને મહાભિખ્ખુ દેવદત્તે કરપાત્રની પ્રતિજ્ઞા કરી છે. આજે જ વૈશાલી ગણરાજને સંદેશો મોકલો. ‘કાં અમારા ગુનેગારોને ચોરીના માલ સાથે તાકીદે સોંપી દો, નહિ તો અનિષ્ટ પરિણામ માટે તૈયાર રહો !' મહામંત્રીએ સંદેશો લખીને સંદેશાવાહકોને સોંપ્યો. સંદેશાવાહકો હવે થાક ખાવા માગતા હતા, પણ એમનું જીવન રાજકૃપા પર નિર્ભર હતું. રાજ્યની સહેજ પણ અવકૃપા એમની જીવનભરની સેવાને ક્ષણમાં સ્વાહા કરવાને શક્તિમાન હતી. અને એમને થયેલા રાજકીય અન્યાયનો ઇન્સાફ પૃથ્વી પર કોઈ કરી શકે તેમ નહોતું. એટલે સંદેશાવાહકોએ ફરી ઘોડા પલાણ્યા અને મોં પર ખુશી ને હૈયામાં નાખુશી લઈને પોતાના અશ્વોને વૈશાલીની દિશામાં હાંક્યા. મગધરાજ અશોકે આ વખતે સેનાપતિ કર્ણદેવને સંબોધીને કહ્યું, ‘ગણતંત્રના મિથ્યાભિમાની લોકો કેવો જવાબ વાળશે તેની મને ખાતરી છે. અહીં જે એક નિર્ણય એક પળમાં લેવાય છે ત્યાં એવો એક નિર્ણય લેતાં દિવસો વીતી જાય છે. અને એ જ રીતે એક વાર લીધેલો નિર્ણય બદલતાં પણ દિવસો વીતી જાય છે. ત્યાં તો ઝાઝી રાંડે વૈતર વંઠે જેવો પ્રકાર ચાલે છે ! માટે વૈશાલીનો જવાબ ‘ના માં સમજી તમારી તૈયારીઓમાં રહેજો. પછી વિલંબ ન થાય.’ સેનાપતિ કર્ણરાજે શિર નમાવ્યું. મગધના દરબારમાં વૈશાલીની વાત – 97 Page #61 -------------------------------------------------------------------------- ________________ 14 નગરી વૈશાલી જેના નામમાત્રથી રાજતંત્રો ભીતિ અનુભવતાં અને આવેશમાં આવી જતાં એ ગણનગરી વૈશાલી ગંડકી નદીને તીરે વસેલી હતી. ગંડકી એ વખતે મિહીને નામે ઓળખાતી. વૈશાલી રાજકીય, ઔદ્યોગિક અને સંસ્કારિતાની દૃષ્ટિએ ખૂબ જ આગળ પડતી નગરી હતી. અને અષ્ટ કુલના નેતાઓ, જેઓ રાજાને નામે ઓળખાતા, તેઓ રાજ્ય કરતા હતા. આવા રાજા નવસો નવ્વાણુ રહેતા. અષ્ટ કુલોમાં વિદેહ, લિચ્છવી, જ્ઞાત્રિક, વજ્જિ, ઉગ્ર, ભોજ, ઇક્ષ્વાકુ ને રાજન્ય એમ આઠ કુળોમાં વિદેહ, લિચ્છવી, જ્ઞાત્રિક અને વજ્જિ એ ચાર મુખ્ય કુળો લેખાતાં. વિદેહની સુપ્રસિદ્ધ રાજધાની મિથિલા હતી. જ્ઞાત્રિકની કુંડપુર નગર (ક્ષત્રિયકુંડ ને બ્રાહ્મણકુંડ) અને કોલાગ્ગ મુખ્ય હતું. લિચ્છવીઓની રાજધાની વૈશાલી હતી. અને સંઘનગરી પણ એ હતી. આ સંઘનગરીનું શાસન વિજ્જ સંઘશાસન કહેવાતું. અંગ, બંગ, કલિંગ, ચંપા, કાશી, કોશલ, તામ્રપર્ણી ને રાજગૃહી જેવાં પ્રસિદ્ધ શાસનો આની પાસે ઝાંખાં પડતાં હતાં. વૈશાલીના નેતાઓ એનો પ્રાણ હતા. એની સામંતશક્તિ એનું જીવન હતી. એની નગરસુંદરીઓ એની શોભા હતી. વૈશાલીમાં એકને જોઈએ અને એકને ભૂલીએ એવા સાત હજાર સાતસો સાત પ્રાસાદો, કૂટાગરો, આરામો હતા અને એનો ભોગવટો વૈશાલી જનપદોને હાથ હતો. વૈશાલી શ્રાવસ્તીથી રાજગૃહીના માર્ગ પર આવેલું હતું, ને વત્સ, કાશી, કૌશલ અને મગધની વચ્ચે ઘેરાયેલું હતું. આ ભૌગોલિક સ્થિતિનો એને લાભ પણ હતો ને હાનિ પણ હતી. સાર્થવાહો અને નાવિકોને માટે આ મુખ્ય નગર હતું. અહીંથી સાર્થવાહો માહિષ્મતી, પ્રતિષ્ઠાન, ઉજ્જૈન, વિદિશા, કોશાંબી અને સાકેત સુધી જતા. અહીંથી માલ લઈને કપિલવસ્તુ, કુશિનારા, પાવા ને હસ્તિગ્રામ સુધી ફેરિયાઓ ફરતા. વૈશાલીથી મિથિલાના રસ્તે ગાંધાર જવાતું. રાજગૃહીના રસ્તે થઈ સિંધસૌવીર જવાતું. અહીંથી ચંપા થઈને તામ્રપર્ણી, સ્વર્ણદ્વીપ ને યવદ્વીપ વગેરે દૂરદૂરનાં દ્વીપે જવાતું. અહીં રાજા નહોતા, રાજમહેલ નહોતા. હજારો અંગનાઓથી શાપિત અંતઃપુરો નહોતાં કહો તો અહીં એક રાજાઓ-નેતાઓ હતા; ગણો તો દરેક મકાન રાજમહેલ હતું. અહીં કેન્દ્રીય એકહથ્થુ સત્તા નહોતી, એટલે દરેક માણસ શાસન માટે પોતાને જવાબદાર લેખતો. દરેક સ્ત્રી પોતાને સમ્રાજ્ઞી લેખી નગરકલ્યાણ માટે પ્રાણ અર્પણ કરતી. આવા અનેક રાજાઓ અને અનેક રાણીઓ ઇન્દ્ર-ઇંદ્રાણીની શોભા ધરાવતાં, અને નગરને દેવનગરી બનાવતાં. અહીંના નવસો નવ્વાણુ રાજાઓની ચૂંટણી દર સાત વર્ષે સંથાગારમાં ગણસંનિપાત (પાર્લમેન્ટ) દ્વારા થતી. એ વખતે એકસો આઠ સ્થંભવાળા સંથાગારને અદ્ભુત રીતે સુસજ્જિત કરવામાં આવતું. નગરપુરુષો ને નગરસ્ત્રીઓ અને અજબ રીતે શણગારતાં. મત્સ્ય દેશના અરીસાઓ જેવા આરસપહાણ પર અનેકરંગી વસ્ત્રોથી સુસજ્જિત એ સુંદરીઓના પડછાયા જોવા હજારો માઈલોનો પંથ ખેડીને પ્રવાસીઓ આવતા. અહીં નવસો નવ્વાણુ હાથીદાંતનાં મંત્રપૂત સિંહાસનો રહેતાં અને આગળ ગણરાજ્યની પવિત્ર નદીઓનાં પાણીથી ભરેલાં સુવર્ણપાત્રો મુકાતાં. એના પર પૂર્ણ કમળનું પ્રતીક રહેતું અને બંને બાજુ કાળી અને લાલ રંગની છંદશલાકાઓ રહેતી. નેતાઓના નિર્વાચનની ક્રિયા ઘણા દિવસ સુધી ચાલતી. ને એટલા દિવસો સુધી આખા પ્રદેશમાં એક મહોત્સવ ઊજવાતો. ગણસદસ્યો વિરુદ્ધ અને તરફેણની શલાકાઓ લઈ વેદી પરના પાત્રમાં નાખતા. એ વેદી પર ચૂંટણીના ઉમેદવારનું નામ રહેતું. સંગ્રાહક અને પ્રથમથી જાહેર કરી દેતા. આ કાળી ને લાલ છંદ-શલાકાઓને (મત લાકડીઓને) ગણશાસનના ચાર નગરી વૈશાલી D 99 Page #62 -------------------------------------------------------------------------- ________________ ચૂંટાયેલા અધિકારીઓ ગણતા. એક અધિકારી સામન્ત પક્ષનો રહેતો; એક અધિકારી સેટ્ટી પક્ષનો રહેતો; એક અધિકારી શ્રેણી-શિલ્પી પક્ષનો રહેતો અને એક અધિકારી નાગરિક પક્ષનો રહેતો. આ ચારે જણા છંદ-શલાકાઓ લેખતા અને વધુ છંદ-શલાકાઓવાળા રાજાનું નામ ચૂંટાયેલું જાહેર કરતા. નિર્વાચિત નેતાનું નામ પ્રગટ થતાં ગણસમાજ એને ઊંચા જયજય નાદોથી વધાવતો અને પવિત્ર પુષકરણી તરફ દોરી જતો. આ પુષકરણીનું જળ પવિત્ર લેખાતું અને સામાન્ય ગણને એ જળનો સ્પર્શ પણ દુષ્કર રહેતો. પુષ્કરણી-વાવમાં સ્નાન કર્યા પછી નેતાને સંથાગારમાં ફરી દોરી જવાતો અને હાથીદાંતના સિંહાસન પર એનો અભિષેક થતો. પંચરિતાનાં જળમાં સુવર્ણ પાત્રમાંથી જળ લઈ મસ્તકે, નેત્ર, ઉદરે, પગે લગાડી એ નેતા પોતાની વફાદારી જાહેર કરતો. એ જાહેરમાં પ્રતિજ્ઞા લેતો. ‘ગણતંત્રમાં હું પરમ શ્રદ્ધા ધરાવું છું. ગણવિધાન શ્રેષ્ઠ વિધાન છે, એમ માનું છું. હું રાજપદે નિયુક્ત થઈને ગણચૈત્યો, ગણસમાજ અને ગણસંઘને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરું છું. ગણસન્નિપાત (સર્વ પરિષદ) અને ગણપરિષદના નિર્ણયો મને માન્ય છે. જનપદોની મુક્ત સ્વાધીનતા એ મારો ધર્મસિદ્ધાંત છે. એની રક્ષા માટે હું હંમેશાં તન, મન અને ધન અર્પણ કરીશ.' ચૂંટાયેલા એક નેતાની વરણ-ક્રિયા ચાલતી, એ દરમિયાન બીજા નેતાને ચૂંટાવાની ક્રિયા ચાલુ રહેતી; ને દરેક નિર્વાચિત નેતા વરણ-ક્રિયામાં પ્રવેશ પામતો. એ વખતે આ ગ્રામ-નગરોનો પ્રવાસ અદ્ભુત રહેતો. ઠેર-ઠેર ખાનપાન ચાલતાં. નૃત્ય, ગીત ને વાઘ સ્થળે સ્થળે દેખાતાં. પુરુષો પોતાના સભામંડપો યોજતા. સ્ત્રીઓ આખો દિવસ ગીતિ, પ્રહેલિકા ને છંદમાં રાચ્યા કરતી. એક અકલ્પ્ય આનંદમાં જનપદો ડોલ્યાં કરતાં. ક્યાંક રથ, અશ્વ કે ગજની શરતો રમાતી. ક્યાંય શરસંધાનનૈપુણ્યની સભાઓ યોજાતી. આ ચૂંટાયેલા રાજાઓ ગણશાસન શરૂ કરતા. અને એ ચૂંટાયેલા રાજાઓ પછી પોતે એકત્ર થઈ ગણ રાજ અને ગણપતિને ચૂંટતાં. ગણરાજ સેટ્ટીઓના અને શિલ્પીઓના જથ્થાઓની વ્યવસ્થા કરતા. સેટ્ટીઓનો સંઘ નિગમ કહેવાતો. નિગમોનો ઉપરી નગરશેઠ કહેવાતો. શિલ્પીઓનો સંઘ શ્રેણી કહેવાતો. શ્રેણીનો ઉપરી જ્યેષ્ઠક કહેવાતો. શ્રેણીવાર શિલ્પોની એ રચના કરતો અને એ પ્રમાણે શિલ્પનગર વસાવતો. 100 7 શત્રુ કે અજાતશત્રુ રાજગૃહીના રાજા બિભિસારે ગણતંત્રની આ પ્રથા પોતાના રાજતંત્રમાં અપનાવેલી, એટલે લોકોએ એને શ્રેણિકનું ઉપનામ આપ્યું હતું. એ ઉપનામ એને આખરે ગણતંત્રનો છૂપો હિમાયતી ઠરાવી ગયું, અને એ માટે એને પોતાના પ્રાણ આપી દેવા પડ્યા. પણ એ વાત તો આજે જૂની થઈ ગઈ. વૈશાલીમાં અંતરાયણ અને શ્રેષ્ઠીચત્વર એ બે મુખ્ય વેપારનાં મથકો હતાં. અંતરાયણમાં શિલ્પીઓનો જ્યેષ્ઠક માલ લઈને આવતો. દરેક શિલ્પી વી જ્યેષ્ઠક જ સોદા કરતો. જેથી કોઈ શિલ્પી છેતરાય નહિ. છેતરવું ને છેતરાવું બંને અહીં હીન કર્મ લેખતાં. આ અંતરાયણમાં સેટ્ટીઓના નિગમનો વડો-નગરશેઠ આવતો, અને જે સેટ્ટીઓને માલ ખપતો હોય એની યાદી મેળવતો અને એ પ્રમાણે યોગ્ય મૂલ્યે માલ ખરીદ કરતો. દરેક વસ્તુના વેપારમાં લાભના ટકા નક્કી રહેતા. ગણરાજ આ બંને પક્ષો તરફ પૂરતી ને સમભાવભરી દેખરેખ રાખતો. ગણપતિ (સેનાપતિ) કૃષિકાર અને સામંતવર્ગ પર ખાસ લક્ષ રાખતો. એને માથે યુદ્ધસંચાલનનું ઉત્તરદાયિત્વ રહેતું. એટલે સામંતવર્ગનાં બાળકો અને યુવાનોની કેળવણી પર એ ખાસ ધ્યાન આપતો. સેટ્ટીવર્ગમાં અને શિલ્પીવર્ગમાં નાનપણમાં લગ્ન થતાં, પણ આ વર્ગમાં વીસ વર્ષ સુધી સુંદરીઓનો સંપર્ક નિષિદ્ધ હતો. માયકાંગલાં બાળકોને આ સમાજમાંથી છૂટા પાડી દેવામાં આવતાં અને ભયંકર કે ચેપી રોગવાળાંને બહિષ્કૃત કરવામાં આવતાં. સામંતપુત્રોને શસ્ત્રની વિવિધ પ્રકારની કેળવણી અપાતી. નકલી યુદ્ધો રચાતાં એમને પ્રવાસે મોકલવામાં આવતા, જીવનની પ્રત્યેક કઠિનાઈમાંથી પસાર કરવામાં આવતા. કૃષિકારવર્ગ મોટે ભાગે ખેતી કરતો, પણ એના પર સેનાપતિનું ખાતું લક્ષ આપતું, કારણ કે યુદ્ધના સમયે પ્રત્યેક કૃષિકાર સેનામાં જોડાતો. આ વર્ગ એક તરફ અન્નનું ઉત્પાદન કરી દેશનું પાલન કરે, અને બીજી તરફ, જરૂર ઊભી થતાં, યુદ્ધમાં દેહ આપી દેશની રક્ષા કરે. એટલે આ વર્ગ તરફ સૌનો અત્યંત ચાહ રહેતો. આ વર્ગ નાગરિકપક્ષ કહેવાતો. અને આ નાગરિકોનું મુખ્ય ધન ગાય ને બળદ હતાં. હિરણ્ય (સોનું) કરતાં વ્રજ (ગોકળ)ની કિંમત વધુ લેખાતી. એટલે ગણપતિ આ વર્ગની ખાસ રક્ષા કરતો. શ્રેષ્ઠીચત્વર – શેઠનો ચોરો-એ ઝવેરીઓનું બજાર હતું. આ બજારમાં દેશદેશના નગરી વૈશાલી Ī 101 Page #63 -------------------------------------------------------------------------- ________________ શાહસોદાગરો અને રાજા-રાણી હીરા, મોતી, માણેક, ગોમેદ વગેરે ખરીદતાં. ગણતંત્રનું ન્યાયખાતું ગણરાજના હાથમાં રહેતું અને એ રીતે ગણરાજ ગણપતિ કરતાં મોટો લેખાતો. ન્યાય કચેરીઓમાં એક જ ન્યાયાધીશ ન્યાય ન આપતો; અપરાધની યોગ્યતા પ્રમાણે પંચ નીમવામાં આવતાં. જુદા જુદા વર્ગના પાંચ આગેવાનો ઇન્સાફ તોળવા બેસતા; તેઓ અપરાધ જ્યાં થયો હોય ત્યાં જઈને પોતાની કાર્યવાહી શરૂ કરતાં. આ માટે ગણરાજ પાસે દરેક નગરના કે ગામના સત્ય માટે, પ્રમાણિકતા માટે, ઉદારતા માટે પંકાયેલા પુરુષોની યાદી રહેતી. વૈશાલીના ગણતંત્ર વિશે આટલું કહ્યા પછી એટલું નોંધવું જરૂરી છે કે આ સિવાય આ ગણરાજ્યોમાં ત્રણ વ્યક્તિઓ વધુ વિખ્યાત હતી. એમાં બે મહાત્મા હતા, અને એક સુંદરી હતી. બે મહાત્માઓના નામ હતાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર. ભગવાન મહાવીર કપિલવસ્તુના શાક્ય ગણરાજ્યના રાજા શુદ્ધોધનના પુત્ર હતા, ને સર્વ સંપત્તિ જનતા જનાર્દનને આપી સંન્યાસી થઈ ગયા હતા. ભગવાન મહાવીર જ્ઞાત્રિક કુળના વૈશાલીના શાખાનગર ક્ષત્રિયકુંડગ્રામના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા. એ બંને જણા પોતાની સર્વ સંપત્તિનું દાન કરીને ત્યાગી બન્યા હતા. બંને પુરુષો બીજાનું લોહી લેવાને બદલે ખુદનું લોહી દેવાનું વ્રત લઈને જગતને તારવા દીક્ષિત બન્યા હતા. બંને જણા ભર્યા મેઘ જેવા હતા. બંને જણા અહિંસામાં માનતા, યુદ્ધમાં ન માનતા, પ્રેમમાં માનતા. રૂપમાં ન માનતા, ત્યાગમાં માનતા, પરિગ્રહમાં ન માનતા, અને સંસાર એક-બે જણની નહિ, જનસામાન્યની જાગીર છે, એમ ઉપદેશ આપતા. સંસારમાં ઊંચ-નીચ કોઈ નથી, જે જેવાં કર્મ કરે તે તેવો થાય. બ્રાહ્મણ, શ્રમણ, મુનિ ને શૂદ્ર - એ ચારે જન્મથી સમાન; અલબત્ત, સારાં-ખોટાં કર્મથી સૌ કોઈ નાના-મોટા થઈ શકે છે. સાચા યજ્ઞ પશુહિંસાથી થતા નથી. પણ મનમાં રહેલાં માન અને માયા રૂપ પશુઓને હોમવાથી થાય છે. આ વાતો નાની લાગતી, પણ એ નાની વાતોમાં મોટા ભૂકંપ જેવા આંચકા હતા. ને એ આંચકાઓથી ભારતવર્ષ ખળભળી ઊઠ્યું હતું. પણ ગણરાજ્યો આ ઉપદેશને જલદી સ્વીકારવા લાગ્યાં, કારણ કે ધર્મની ઉદાર નીતિમાં તેઓ માનનારાં અને જનસમૂહને સમાન નજરે જોનારાં હતાં. આ બે મહાત્માઓ જેટલું વૈશાલીની પ્રસિદ્ધ સુંદરી અંબપાલીનું આકર્ષણ હતું. 102 7 શત્રુ કે અજાતશત્રુ આ બે મહાત્માઓના ધર્મોપદેશ સાંભળવા આવનાર ઘણા લોકો એક વાર સુકર્મના ફળરૂપ આ સુંદરી અંબાપાલીનો સુંદર દેહ અને એનું નૃત્ય જોવાની લાલસા છોડી ન શકતા. અંબાપાલી વિશ્વની યૌવનશ્રી લેખાતી. એનું શરદની ચાંદની જેવું રૂપ, પુષ્પની કુમાશને ભુલાવે તેવો સ્પર્શ ને મનને કામણ કરે તેવો કંઠ લોકવિખ્યાત હતાં. આ રૂપર્યાવના ક્યાંથી, કઈ રીતે, કેમ આવી એ સર્વ વાતો દંતકથા જેવી બની ગઈ હતી. કહેવાતું કે એક નિવૃત્ત પ્રતિહારની એ પાલિતા પુત્રી હતી અને આંબાના ઝાડ નીચેની મળી આવી હતી. અંબપાલી ગામડામાં જન્મી અને યોગ્ય સમયે વૈશાલીમાં આવી. વૈશાલીમાં આવીને એણે ભારે ધમાલ મચાવી દીધી. જ્યાંથી એ નીકળતી ત્યાં ભીડ જામી જતી. વૃદ્ધો પણ એના અનિંદ્ય સૌંદર્યને એક નજરે નીરખી રહેતા ને ઘેલાઘેલા થઈ જતા. આ સૌંદર્યફૂલ કોને વરશે ? એ વિષય મોટી પ્રતિસ્પર્ધાનો બની ગયો. જો વૈશાલીમાં રાજા હોત તો તો એ અંબપાલીને પોતાના અંતઃપુરમાં પૂરી દેત અને ઝઘડો શાંત થઈ જાત. પણ આ તો ગણતંત્ર હતું. અંબપાલી આખરે વૈશાલીનો એક કોયડો બની ગઈ. એટલા બધા માણસો એને મેળવવા તત્પર થઈ ગયા કે આંતરવિગ્રહ ફાટી નીકળે એવું થયું. આખરે પ્રશ્ન સંથાગાર પાસે આવ્યો. સંથાગારમાં વધુમતીએ આ પ્રશ્નનો નિકાલ આવ્યો. વધુમતીનો નિર્ણય એવો હતો કે અંબપાલી ગણની થઈને રહે, ગણિકાધર્મ પાળે. એનું બિરુદ ‘જનપદકલ્યાણી !! અંબપાલી માટે બીજો કોઈ માર્ગ નહોતો. એ પદ્મિનીએ પોતાને કારણે રાજ્યમાં આંતરકલહ ઇષ્ટ ન ગણ્યો. આ બનાવ અંબપાલીને દેશદેશમાં વિખ્યાત કરી. પણ એના સૌંદર્ય કરતાં એના શીલે એને બેવડી જગજાહેર કરી. વૈશાલીમાં એક વાર ભગવાન બુદ્ધ આવ્યા. આમ્રપાલી એમના દર્શને ગઈ અને એણે પ્રશ્ન કર્યો, મહારાજ, ધર્મની વધુ જરૂર સામાન્ય માણસને કે ઉત્તમ માણસને ?' ભગવાન બુદ્ધે કહ્યું, ‘સામાન્યને પ્રથમ જરૂર. ધર્મ તો ઔષધ છે.’ ‘તો મહારાજ! આપ મારે ઘેર પધારો. હું સામાન્ય છું. મારો ઉદ્ધાર કરો!' ‘જરૂર આવીશ. ગણનાયકનો અને ગણિકાનો આત્મા એક રીતે સમાન છે.’ ભગવાન બુદ્ધે કહ્યું ને અંબપાલીના આમંત્રણનો સ્વીકાર કર્યો. થોડીવારે લિચ્છવીઓ બુદ્ધના દર્શને જતા હતા. માર્ગમાં અંબપાલી મળી. એનો ઠાઠ તો અજબ રહેતો, પણ આજ એનું તેજ અજબ હતું. લિચ્છવી જુવાનોએ પૂછ્યું, રે અંબ ! ક્યાં જઈ આવી?' નગરી વૈશાલી C 103 Page #64 -------------------------------------------------------------------------- ________________ ‘હે આર્યપુત્રો ! હું ભગવાન તથાગતના દર્શને ગઈ હતી.’ અંબપાલી બોલી, ‘આવતીકાલે ભગવાન બુદ્ધ ભિક્ષુસંઘ સાથે મારે ત્યાં ભોજન લેશે.” એક ગણિકાને ત્યાં ?' ‘હા, આત્માની દૃષ્ટિએ તમે અને હું સમાન છીએ.' ‘રે પ્રિયે ! આ તારું કામ નહિ, તારો મહેલ તો ભોગી માટે છે, યોગી માટે નહિ. ભગવાનને ભોજન અમે કરાવીશું અને તેના બદલામાં તને એક લાખ કાર્યાપણ (સિક્કા) આપીશું.’ લિચ્છવી યુવાનોએ કહ્યું. એક લાખ કાર્દાપણું તો શું, આખું વૈશાલી આપો તોપણે આ આમંત્રણ તમને આપી શકું તેમ નથી.” આ વાતે અંબપાલીને વધુ જાહેર કરી. અને તેનું માન ખૂબ વધાર્યું. આ અંબપાલી વૈશાલીની શિક્ષણમૂર્તિ, સૌંદર્યમૂર્તિ ને કલામૂર્તિ બની ગઈ હતી. આવા વૈશાલી નગરનાં ગોપુરોમાં રાજગૃહીના સંદેશવાહકો પ્રવેશ્યા ત્યારે મધ્યાહ્નના બીજા પ્રહરને સૂચવતો તુરીસ્વર હવામાં ગુંજતો હતો. 15 મગધ વૈશાલીની મૂઠભેડ મગધરાજના સંદેશવાહકો વૈશાલીની અપાર શોભા નિહાળતા રાજ પ્રાસાદ તરફ ચાલ્યા. પ્રભાતનો રવિ વૈશાલીને સુવર્ણ રંગે રંગી રહ્યો હતો. વૈશાલીની નગરસુંદરીઓ ઉદ્યાનોમાં કંદૂક ક્રીડા કરીને પાછી ફરતી હતી. નવયુવાનો વહેલી સવારથી વનક્રીડા કરીને એશ્વ પર પાછા આવી રહ્યા હતા. સ્વર્ગનાં દેવ-દેવીને નિહાળવાનું સદ્ભાગ્ય માણસને વર્યું નથી, પણ વૈશાલીનાં સ્વાતંત્ર્યપ્રેમી નર-નારને નીરખ્યા પછી માણસને દેવ-દેવીને જોવાની તૃષ્ણા આપોઆપ શાંત થઈ જતી. નિર્ભયતા અહીંનાં નર-નારનો પ્રથમ ગુણ હતો. એમને રાજનો ડર નહિ, રાજસેવકોની ભીતિ નહિ; પોતે રચેલી દુનિયામાં પોતે સ્વાધીન રીતે જીવી રહ્યાં હોય, એવી દરેકના મોં પર ખુમારી હતી. અતિ લક્ષ્મી એ જેમ શાપ છે, એમ અતિ સત્તા - એકહથ્થુ સત્તા-માનવ માથે પડેલો મહાશાપ છે, એ વાતની પ્રતીતિ મગધના શાણી સંદેશવાહકો મનોમન કરી રહ્યા. એકહથ્થુ સત્તા-રાજા જ સર્વસ્વ એ નીતિ-પોતાનો જ ઘાત કરનારી છે. મહારાજ બિંબિસાર શ્રેણિકે જો ગણતંત્ર રચ્યું હોત-રાજસત્તામાં પ્રજાસત્તાને સ્થાન આપ્યું હોત તો એમને આમ નિરાધાર બની, કારાગારમાં બંદીવાન બની આત્મઘાત કરવો ન પડત. રાજતંત્રમાં એક સિંહ અને બાકી બધા અનુચરો ! ગણતંત્રમાં બધાય સિહો; અનુચરતામાં કોઈ માને નહિ ! રાજતંત્રમાં લાખું મરો, પણ લાખનો પાલનહાર ન મરો; ત્યારે ગણતંત્રમાં એક ભલે મરો, લાખ જીવવા જોઈએ. બહુજનહિતાય, બહુજનસુખાય, બહુમતિનું અહીં રાજ; આવા અનેક તર્કવિતર્કો કરતા સંદેશવાહકો 1041 શત્રુ કે અજાતશત્રુ Page #65 -------------------------------------------------------------------------- ________________ ગણપતિ ચેટકના આવાસે પહોંચ્યા, ત્યારે પ્રથમ પ્રહરના ચોઘડિયાં વાગતાં હતાં. ગણપતિ ચેટક રાજ પ્રાસાદના ગવાક્ષમાં ઊભા રહી ગંડકીના નીરમાં નહાતા ગજરાજોને અને ગજરાજો સાથે કુસ્તી કરતા નવયુવાનોને નીરખી રહ્યા હતા. આ બધા ગજ સમૂહમાં એક ગજરાજ જુદો તરી આવતો હતો. એની છલાંગ, એનો અવાજ, એનું ખેલ-નૈપુણ્ય અજબ હતું. ગણરાજ ચેટકની ચક્ષુઓ એના પર મંડાયેલી હતી, ત્યાં પ્રતીહારે હાજર થઈને નિવેદન કર્યું. ‘સ્વામી ! મગધના સંદેશવાહકો ફરી આવ્યા છે.' “સંદેશ લઈને આવ્યા છે ?” કેટલી ઝડપથી પાછા આવ્યા ! કર્મચારીઓના કાર્યશ્રમનો વિચાર આ રાજતંત્રો કદી કરતાં નથી. એ તો પશુ, યંત્ર અને માનવ ત્રણેને સમાન લેખે છે. રાજતંત્રો માણસ કરતાં કાર્યને વધુ મહત્ત્વ આપે છે. અંગત કાર્યસિદ્ધિ માટે હજારોનો ભોગ એ રાજતંત્ર ઉચિત લેખે છે; જ્યારે ગણતંત્રો માણસને મહત્ત્વ આપે છે, અને કાર્યસિદ્ધિ ગૌણ ગણે છે.’ ગણરાજ વાત કરતાં કરતાં કંઈક વિચારમાં પડી ગયા. છેલ્લા કેટલાક વખતથી એ સંચિત રહેતા હતા, વૈશાલીનું રાજ્ય અત્યારે કીર્તિના અંતિમ શિખરે હતું, પણ દીર્ઘદ્રષ્ટા ગણરાજ વિચારતા કે શિખર ઉપર ચઢવ્યા પછી ત્યાં સ્થિર થતાં ન આવડવું તો નીચે ઊતરવું જ પડે છે, અધગમન અનિવાર્ય બને છે. ગણરાજને વિચારમાં પડેલા જોઈ પ્રતિહારીએ ખોંખારો ખાધો. ગણરાજે પ્રતિહારી તરફ જોતાં કહ્યું, ‘હું જાણું છું તું શા માટે ઊભો છે.” ગણરાજ આટલું બોલ્યા અને વળી પાછા વિચારમાં પડી ગયા. ‘જાણું છું, મગધના દૂતો શું લઈને આવ્યા હશે તે! રાજાઓ મોટાઈ સ્થાપિત કરવા મહાયુદ્ધ જગાડતાં જરાય વિચાર કરતા નથી. દેશ યુદ્ધમાં રહે, નવજુવાનો કામમાં રહે, વિરોધીઓ ચિંતામાં રહે, અને આબાદી આઝાદીના મૂંઝવતા પ્રશ્નો ઊભા ન થાય, પણ મને યુદ્ધ ગમતું નથી. યુદ્ધ તો સંસારની માનવમાનવ વચ્ચેની પ્રેમશ્રદ્ધાનું દેવાળું છે. છતાંય, કોઈ સંજોગો એવા પણ આવે છે કે લોહી લેવા કરતાં લોહી દેવું ઉત્તમ છે. મારવા કરતાં મરવું ઉત્તમ છે. પણ એ દિવસો તો દૂર છે ! શક્તિમાં માનનારાં સામ્રાજ્યો ભક્તિમાં ન સમજે .” ગણરાજ થોડી વાર આવા વિચારોમાં અટવાયા અને પછી એમણે પ્રતિહારીને આદેશ કર્યો, ‘જાઓ, સંદેશવાહ કોને હાજર કરો.’ સંદેશવાહકો હાજર થયા. પ્રણિપાત કરીને એમણે રાજપત્ર રજૂ કર્યો. ગણરાજે 106 ] શત્રુ કે અજાતશત્રુ પત્ર લીધો, ખોલ્યો ને વાંચ્યો. ટૂંકું ને ટચ લખાણ હતું. | ‘મગધના અપરાધીઓને ચોરીના માલ સાથે તાકીદે અમારા હવાલે કરો, નહી તો પરિણામ માટે તૈયાર રહો.’ ‘પહેલાંની ના છે, બીજાની હા છે.' ગણરાજે પણ સાવ સ્વાભાવિકતાથી કહ્યું. એમના પર જાણે આ પત્રની કંઈ અસર થઈ નહોતી. એટલે ભત્તે ગણરાજ ! મગધના અપરાધીઓને ચોરીના માલ સાથે મગધને હવાલે કરવાની આપ ના ભણો છો, એમ જ અમારે માનવું રહ્યું ને ?' મગધના મુખ્ય દૂત મયૂરધ્વજે વાત સ્પષ્ટ કરતાં કહ્યું. | ‘અવશ્ય.’ ગણરાજે સ્વાભાવિકતાથી જવાબ આપ્યો. ‘અને ભત્તે ગણરાજ, પરિણામ માટે યુદ્ધ - માટે-તૈયાર છે. એમ અમારે માનવું ને ?” મગધના દૂતે વાત વધુ સ્પષ્ટ કરી લીધી. ‘અવશ્ય , પણ એ સાથે તમારા રાજાને એટલું કહેજો કે ગણરાજ્યો યુદ્ધને અપ્રિય કાર્ય લેખે છે. યુદ્ધને તેઓ માનવજાત માથે રાજાશાહીએ વેરેલો શાપ લેખે છે. પણ એ અનિવાર્ય થઈ જતાં ગણરાજ્યો એમાં નિઃસંકોચપણે ભાગ લે છે. મને ખ્યાલ તો હતો જ કે મગધના નવા રાજાએ અનેક ભૂલો કરી છે. મહાદોષો આચર્યા છે, એ દોષ અને ભૂલોને છાવરવા માટે એ યુદ્ધનો આશ્રય જરૂર લેશે.' ગણરાજે પોતાના મનની વાત ખુલ્લી કરી. ‘ભજો ! અમને તો માત્ર હા-ના જાણવાની આજ્ઞા છે. સંદેશવાહક ચર્ચા ન કરી શકે.” દૂતે કહ્યું, સંદેશવાબક એટલે શું એ હું જાણું છું. હંમેશાં સંદેશાની આપ-લે-ના બહાને પીઠ પાછળ સૈન્યની તૈયારી થતી હોય છે. એ બહાને કાળવ્યય કરી પ્રતિસ્પર્ધીને ગાફેલ રાખી યા શાંતિનો લાલચુ બનાવી પીઠ પાછળ ઘા મારવા ઝડપથી કૂચ થતી હોય છે.’ ગણરાજે કહ્યું. સંદેશવાહકોએ કંઈ પ્રત્યુત્તર ન વાળ્યો. તેઓ નમન કરીને બહાર નીકળ્યા. પ્રતિહારી એમને વિદાય આપી રહ્યો, ત્યાં વૈશાલીનો ગુપ્તચર મારતે ઘોડે આવીને હાજર થયો. પ્રતિહારી તરત ગણરાજને ખબર કરવા અંદર ગયો. થોડી વારમાં એ અનુજ્ઞા મેળવીને ગુપ્તચરને અંદર લઈ ગયો. ગુપ્તચરે ખબર કરી કે વૈશાલીની સીમાથી થોડે દૂર સેનાનો જમાવ થઈ રહ્યો દેખાય છે. બે ગુપ્તચરોને ગુપ્ત રીતે મોકલ્યા, પણ તેઓ પાછા ફરી શક્યા નથી.” મગધ વૈશાલીની મૂઠભેડ 107 Page #66 -------------------------------------------------------------------------- ________________ ‘વારુ ! ગણપતિ સિંહને મારું નિમંત્રણ પાઠવો કે શીધ્ર અહીં આવે.” વૈશાલીનો ગુપ્તચર નમન કરીને પાછો ફર્યો. ગણરાજ ચેટક ફરી ગંડકી નદીમાં જલક્રીડા કરતા હાથીગણ તરફ નીરખી રહ્યા. ગંડકીનાં ઊંડાં જળમાં કીડા કરીને હવે તેઓ પાછા ફરતા હતા. આ બધા હાથીઓમાં તારાઓમાં ચંદ્ર દીપે એમ ગજરાજ સેચનક દીપતો હતો. એના પર આરૂઢ થયેલા હલ્લકુમાર અને વિહલ્લકુમાર દેવકુમાર જેવા શોભતા હતા. ગવાક્ષની નીચે આવતાં સેચનકે સૂંઢ ઊંચી કરી ગણરાજને અભિવાદન કર્યા. ગણરાજે એ અભિવાદન ઝીલ્યાં. હલ્લકુમારે માતામહને ઉદ્દેશીને કહ્યું, ‘શું મગધના સંદેશાવાહકો ફરી આવ્યા હતા ?” ‘તેં ક્યાંથી જાણ્યું ?' ‘તેઓ ઘોડાઓને પાણી પાવા નદી પર ઊભા હતા. ત્યારે મેં જોયા. મગધના સંદેશવાહક મયૂરધ્વજને હું નાનપણથી ઓળખું છું, પણ દાદા ! આ અમારા હાર અને હાથી અંગેનું યુદ્ધ અમે પોતે જ લડીશું.’ હલ્લકુમારે કહ્યું. સારુ, ગણપતિ સિંહને બોલાવ્યા છે. તમે પણ તૈયાર થઈને આવી પહોંચો. પછી નિર્ણય લઈએ.’ ગણરાજે કહ્યું. હલ્લકુમાર વગેરે આગળ વધી ગયા ગણરાજ ચેટક ગવાક્ષ પર ક્યાંય સુધી ઊભા રહ્યા - ન જાણે એ નગરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા કે પોતાની જાતનું ! થોડી વારમાં પ્રતિહારીએ આવીને ખબર આપ્યા કે ગણપતિ સિહ પધાર્યા છે. ગણરાજ ત્યાંથી ઊઠીને મંત્રણાગૃહમાં ગયા. બંને જણા હસ્તિદેતના સિંહાસન પર બેઠા અને પરિસ્થિતિ વિશે ઊંડી ચર્ચા કરી રહ્યા. ગણપતિએ કહ્યું, ‘આ તો મગધની બાલિશતા છે. દાણો ચંપી જોવા માગે છે. ભલે ચાંપી જુએ.’ ‘મગધ પોતાની પાસે અજોડ મુસદીઓ રાખે છે. બાલચેષ્ટા જેવું પ્રારંભમાં લાગે, પણ એની પાછળ ઊંડી રમત પણ હોય, ગણરાજ્યોની કીર્તિ રાજાઓની ઊંઘ બગાડી રહી છે.’ ગણરાજે પોતાની સમજનો નિષ્કર્ષ રજૂ કર્યો. એટલી વારમાં મંત્રણાગૃહની ઘંટડી રણઝણી. મંત્રણાગૃહમાં પ્રતિહારીનો પ્રવેશ નિષિદ્ધ હતો. એ બહાર ઊભો રહીને ઘંટડીની દોરી ખેંચીને આગંતુકની જાહેરાત કરતો. ગણપતિ ઊઠીને બહાર આવ્યા. હલ્લકુમાર અને વિહલ્લકુમાર પ્રવેશની અનુમતિ માગતા ઊભા હતા. ગણપતિ સિંહ તેમને અંદર દોરી ગયા. ગણરાજે દૌહિત્રોને સામે આસન પર બેસવાની સંજ્ઞા કરતાં કહ્યું, ‘આખરે યુદ્ધ આવ્યું.’ ‘અમારા કારણે નાહક વૈશાલી સંડોવાય તે ઠીક નથી. અમને...” વિહલ્લકુમારને આગળ બોલતો રોકીને ગણરાજ બોલ્યા, ‘હવે તમે વૈશાલીના નાગરિક છો. પોતાનાં ર્યા પછી કષ્ટ પડતાં પારકાં કરવાની નીતિ વૈશાલીની નથી. વળી તમારું તો માત્ર બહાનું છે. બધા રાજાઓની દાઢમાં ગણરાજ્યો છે જ. વૈશાલી બધાનું શિરમોર છે, એટલે વૈશાલી પર તેઓની કૂડી નજર છે, આજ તમારું બહાનું છે; તમને સોંપી દઈએ તો કાલે નવું બહાનું શોધીને લડવામાં આવશે. રોગ અને શત્રુને તો ઊભા થતાં જ દાબવા સારા.' ‘તો અમારી વિનંતી છે કે, આ કામ અમને સોંપવામાં આવે.’ હલ્લકુમારે કહ્યું. ‘તમે શું કરશો ?' | ‘અમે અમારા તમામ બળથી મગધની સેનાને વૈશાલીની સીમાને સ્પર્શ કરતી રોકીશું. મહારાજ , અમારી ચાપવિદ્યા અને ગજ રાજ સેચનકની યુદ્ધ કળાની પરીક્ષા તો લઈ જુઓ.’ ‘એમ કરીને યુદ્ધનો પ્રથમ વિજય તમારા નામે લખાવવો છે ?' ગણપતિ સિંહે કહ્યું. | ‘અવશ્ય. અમને નિઃસ્વાર્થભાવે આશ્રય આપનાર માટે પ્રાણની ભેટ પણ કંઈ વિસાતમાં નથી અને આજે તો અમે ગણતંત્રના નાગરિકો છીએ.’ વિહલ્લકુમારે કહ્યું સારું, તો કરો પ્રસ્થાન, તમારા કાર્યમાં તમને સફળતા વરો !' ગણરાજ અને ગણપતિએ આશીર્વાદ આપ્યા. હલ્લકુમાર અને વિહલ્લકુમાર તરત જ નમન કરીને વિદાય થયા. આ પછી ગણપતિ સિંહ અને ગણરાજ ચેટક લાંબા વખત સુધી ચર્ચા કરતા બેઠા. મગધપતિ અશોકની ખુલ્લી તલવાર રાખવાની પ્રતિજ્ઞા, મહામંત્રી વસ્યકારના શિખાબંધનના શપથ ને મહાભિખ્ખું દેવદત્તનું કરપાત્ર ભોજનનું નીમ ભાવિમાં મહાપરિણામ લાવે તેમ હતું. એમ બંનેને ચર્ચા કરતાં જણાયું. પ્રતિજ્ઞાઓ દ્વારા પ્રચાર કાર્ય કરવાના ને લોકલાગણી ઉશ્કેરવાના અખતરાનું તેઓએ પૂરેપૂરું મૂલ્ય આંક્યું. આ ચર્ચાઓ કરતાં મધ્યાહ્ન થઈ ગયો. ત્યાં ફરી મંત્રણાગૃહની ઘંટડીઓ રણઝણી. બંને બહાર આવ્યા. પ્રતિહારે નિવેદન કર્યું કે હલ્લકુમાર અને વિહલ્લ કુમાર સમરાંગણ પ્રતિ મગધ વૈશાલીની મૂઠભેડ 1 109 108 | શત્રુ કે અજાતશત્રુ Page #67 -------------------------------------------------------------------------- ________________ સંચરવા માટે સજ્જ થઈને ગવાક્ષ નીચે ખડા છે. આપના આશીર્વાદ યાચે છે. ગણતંત્રના બંને મહારથીઓ ગવાક્ષમાં ગયા, અને એમણે હલ્લકુમાર અને વિહલ્લ કુમારને સફળતા ઇચ્છતા આશીર્વાદ આપ્યા. હલ્લકુમારે સેચનકને પગથી ઇશારો કર્યો, અને એ ચાલી નીકળ્યો. વૈશાલીની ભરી બજારમાં એની રણઘંટાએ લોકોમાં કુતુહલ જગાવ્યું. પણ એ કુતૂહલ ક્ષણિક હતું. લોકોમાં દૃઢ શ્રદ્ધા હતી કે વૈશાલીની સામે આંખ ઊંચી કરવાની ખુદ સ્વર્ગના અધિપતિ ઇંદ્રની પણ તાકાત નથી, તો પૃથ્વીનાં રાજ્યોનું તો શું ગજું ! કોઈ ચઢાઈ કરે, એ સંભાવના પણ હાસ્યાસ્પદ ઠરતી. સેચનક રણઘંટા વગાડતો દૂર દૂર ચાલ્યો ગયો અને એ રાતે જ પોતાના કાર્યનો આરંભ કરવા માટે એણે મગધની સેના પર એકાએક હલ્લો કરી દીધો. મગધની સેના રાત્રિની શાંતિમાં હતી. તેઓ માનતા હતા કે હજી સંદેશવાહકો પાછા આવ્યા નથી, વિષ્ટિકાર ગયા નથી, ત્યાં સુધી યુદ્ધની સંભાવના કેવી? એટલી વારમાં મગધની બીજી ટુકડી પણ મદદે આવી પહોંચશે. પછી વીજળ, હલ્લો કરી દઈશું. પણ ગણતરી ખોટી પડી; તેઓ હલ્લો કરે તે પહેલાં જ તેમના પર હલ્લો થઈ ગયો. ચારે તરફથી અગ્નિબાણોની વર્ષા થઈ રહી. શિબિરનાં કિંમતી કાપડમાં આગ લાગી. અશ્વોના ખાવાના ઘાસમાં આગ લાગી. ભાલા, બરછી ને કુહાડીના હાથા સળગ્યા. પથારીઓ સળગી. શય્યામાં સૂતેલા જાણે અગ્નિશયામાં સૂતા હોય તેમ સફાળા જાગ્યા. એકદમ જે હાથમાં આવ્યું તે લઈને બધા બહાર નીકળી આવ્યા. ત્યાં તો ભયંકર રણગર્જના સંભળાઈ. અને એક મહાપશુ ચારે પગે ઊછળતું ધસી આવ્યું. જે ભાગ્યા તે ઘોડા સાથે, રથ સાથે, હાથી સાથે અથડાયા. અને જે લડવા આવ્યા તે તરત હણાઈ ગયા. અગ્નિદેવે પોતાનું ભયંકર તાંડવ શરૂ કર્યું. સૈનિકો પોકાર કરવા લાગ્યા, “અરે ! યમરાજ લડવા આવ્યા લાગે છે, પણ આશ્ચર્ય તો જુઓ, હંમેશાં પાડા પર બેસીને આવતા, આજે હાથી પર બેસીને આવ્યા લાગે છે !' ચારે પગે ઉછળતા હાથીએ સત્યાનાશ વાળવામાં સીમા ન રાખી. એની સુંઢે ભલભલા મહારથીઓને ભોં ભેગા કર્યા. એના ગંડસ્થળના આઘાતથી ડુંગરા પણ ઊખડી ગયા. રાતના એક પ્રહરમાં તો ભારે વિનાશ વરસી ગયો. પ્રભાતકાળે જ્યારે સુરજ દેવે અજવાળાં પ્રસાર્યા ત્યારે રણસ્થળીનું દૃશ્ય બિભીષણ હતું. એક પણ સૈનિક, એક પણ શિબિર કે એક પણ વાહન સહીસલામત 110 શત્રુ કે અજાતશત્રુ નહોતું; બધે સર્વનાશ પછીનો ભંગાર પડ્યો હતો. શિયાળિયાં ધોળે દહાડે શબ ખેંચતાં હતાં ને ગીધ જ્યાફત ઉડાવતાં હતાં. એ દિવસ ભારે વીત્યો. ગણતરી હતી કે બીજી રાતે મગધની બીજી સેના આવી પહોંચશે અને વેરનો બદલો લેશે. પણ , ન જાણે કેમ, ધારેલા સમયે મગધની સેના પહોંચી ન શકી. મગધની મદદે આવી રહેલી સેના હજી એક પડાવ દૂર હતી. એ રાતે હજી પૂરી વીતી નહિ ને કાળું વાદળ ધસી આવ્યું. અગ્નિબાણોથી વર્ષા થઈ ગઈ. શિબિરો સળગી; શય્યા સળગી; સૈનિકો આંધળુકિયા કરીને ભાગ્યા; પણ બહાર યમ-જાળ બિછાઈ ગઈ હતી; ટપોટપ સંહાર થવા લાગ્યો. એવામાં આકાશનું એક વાદળ ધસી આવ્યું. એણે ચારેકોર દોડધામ શરૂ કરી દીધી. જે એની છાયામાં આવ્યું એ ખતમ થઈ ગયું. મગધના સૈનિકો પરિસ્થિતિ પારખે એ પહેલાં સર્વનાશ વળી ગયો ! માંડમાંડ મૃત્યુના ભંગારમાંથી ભાગી છૂટેલા એક સૈનિકે ત્રીજું સેના-જૂથ લઈને આવતા મગધના સેનાપતિ કર્ણદેવને ખબર આપી. વિષ્ટિકાર રણચતુર હજી એમની સાથે હતો. રણચતુર આવતી કાલે ઊપડવાનો હતો; અને એના આવ્યા પછી જ યુદ્ધ આરંભાવાનું હતું. અને આ યુદ્ધ પણે ખરેખરું યુદ્ધ નહોતું, ઘેરાનો એક પ્રકાર હતો, કારણ કે યુદ્ધ તો બીજા મિત્રરાજાઓની કુમક સેનાઓ આવ્યા પછી આરંભવાનું હતું. ગણતરી લાંબી હતી. વૈશાલી એમ સહજમાં ઢીલું મૂકે નમી પડે એવી કલ્પના કોઈ મૂર્ખ પણ કરતું નહિ ! સંધ્યાનો સૂરજ આભમાં ઢળતો હતો ને મગધનો જખમ સનિક સમાચાર લઈને આવ્યો. પણ એ સમાચાર પૂરા કહી રહે તે પહેલાં આકાશમાંથી જાણે નિશાદેવી ઊતર્યો અને એકદમ અંધારપછેડો પથરાઈ ગયો, ને પછી અગ્નિબાણની વર્ષા થઈ. કર્ણરાજ મૂંઝાણા. સામનો કરવાની આજ્ઞા આપી. પણ આગંતુક લોકોએ બૂહ એવા લીધા હતા કે કંઈ ન થઈ શક્યું ! છેવટે કર્ણરાજે મગધના નામીચા ગજ છોડ્યા. મગધની ગજસેના ખૂબ પ્રખ્યાત હતી, પણ આજે એની પ્રખ્યાતિ પાણીમાં મળી ગઈ. સામેથી સેચનક હાથી એવો હલ્લો લાવ્યો કે આખી ગજ સેના પૂંઠ ફેરવી ગઈ ! ‘આ તો સેચનક ! લાખમાં એક !' મગધના સેનાપતિએ કફોડી હાલત પારખી મગધ વૈશાલીની મૂઠભેડ I lll Page #68 -------------------------------------------------------------------------- ________________ અને પીછે કૂચ માટે આજ્ઞા કરી. જેનામાં જેટલું બળ હતું એટલું એકઠું કરીને સૌ ભાગ્યા. એ રાતે વિજયલેખ વૈશાલીના નામે લખાયા; પરાજય મગધના પક્ષમાં ગયો! | વિજયી ગજરાજ સેચનકે એ સ્થળ પરથી શત્રુનું જડાબીટ કાઢી નાખ્યું! મગધનો માણસ તો શું, મગધનું પંખી પણ હવે ત્યાં ટૂંકી ન શકે ! વૈશાલીમાં આ સમાચાર વિજયદીપ પ્રગટ્યા. 16 સેચનકનું સમર્પણ સંસારમાં અતિ વખાણે ખોટાં છે; એમાં આખરે વખાણી ખીચડી દાંતે ચોંટે દિવસો ઝડપથી વીતતા ચાલ્યા. ગજરાજ સેચનકના બળ પર હલ્લકુમાર અને વિહલ્લકુમારે મગધ સાથે બાકરી બાંધવાની જાહેરાત કરી હતી. કાર્ય પણ એવું અપૂર્વ પરાક્રમનું કર્યું. એમાં સેચનકે અભુત રણકુશળતા બતાવી. અત્યાર સુધીના વિજયોનો મૂળ પાયો સેચનક હાથી જ હતો. વૈશીલીમાં તો એ હવે શાપભ્રષ્ટ દેવતા લેખાતો હતો. લોકો સેચનકને જયમંગળવાળો દેવતાથી ગણી એનાં શુકન લેતા, એની બાધામાનતા રાખતા, એક સેચનક બરાબર એક સહસ યોદ્ધા લેખાતા. ધીરે ધીરે વૈશાલીમાં સેચનકની આરતીઓ ઊતરવા લાગી હતી. અરે, આવો જીવ થયો નથી ને થવાનો નથી ! અને મગધવાળા માથા કૂટીને મરી જાય, તોય આવો હાથી વૈશાલીને આંગણેથી દૂર કરવાનો નથી. કોઈ સારા નસીબે એ આવ્યો હતો, સારાં પગલાંનો એ આવ્યો હતો, હવે મગધનો ક્ષય અને મગધના શત્રુઓનો જય ! સેચનક જ્યાં સુધી વૈશાલીમાં છે, ત્યાં સુધી વૈશાલીનું એક કાંગારું પણ ખરવાનું નથી. લોકોમાં સેચનક હાથીની અપૂર્વ પરાક્રમગાથાઓ ગવાવા લાગી હતી. અને સેચનકે પણ એવાં એવાં પરાક્રમ કરવા માંડ્યાં હતાં કે આજની પરાક્રમગાથા બીજે દિવસે વાસી ને ફિક્કી લાગતી. વૈશાલીની સીમામાં શત્રુ નામનું પંખી પણ પ્રવેશી ન શકે. એવું વીરત્વ એણે દાખવ્યું હતું. બધે જય સેચનક, જય ગજરાજ થઈ રહ્યું. છતાંય, જેમ ચોરાનો નિર્વશ જતો નથી એમ, શરૂ થયેલી લડાઈ એમ જલદી T12 શત્રુ કે અજાતશત્રુ Page #69 -------------------------------------------------------------------------- ________________ પૂરી થતી નથી. છેલ્લા કેટલાક દિવસોથી મગધ-વૈશાલીની સીમા-રેખા પર કંઈક હલચલ થતી હતી. ઘણી વાર રાતે મશાલોનું વન ઝગી ઊઠતું. ઘણી વાર કંઈક અવાજો આવતા. ગુપ્તચરો સમાચાર લાવ્યા કે શત્રુની યુદ્ધશિબિરો સીમાહરોળની પેલી તરફ રચાઈ રહી છે. સીમાહરોળ ઓળંગીને એ શિબિરો નષ્ટભ્રષ્ટ કરવી ઘટે. હલ્લકુમારે એક દહાડો એ સીમાહરોળ ઓળંગવા પ્રયત્ન કર્યો, પણ ગજરાજ સેચનક જરા પણ આગળ ન વધ્યો. જાણે એ કહેતો હોય કે યુદ્ધ વગર શત્રુની સીમામાં પ્રવેશ થાય નહીં. આમસમુદાયની નજર લાંબે પહોંચતી નથી. એ બધા શત્રુ-શિબિરોનો ગમે તે રીતે સર્વનાશ માગતા હતા. નીતિ-અનીતિ પર વિચારવા ચાહતા નહોતા. પણ સેચનકે આખર સુધી લોકોની આ ચાહનાને ફળીભૂત ન કરી. સીમાહરોળ આવી કે સેચનક પાછો ફરી જાય ! પણ આ જયજયકારને ઝાંખો પાડે તેવા વર્તમાન વૈશાલીની શેરીઓમાં હવે ચર્ચાતા હતા. લોકો કહેતા : ‘સેચનકની શૂરવીરતાને બહુ વખાણવી ખોટી છે. એ વૈશાલી-મગધની સીમા-રેખાથી થોડે દૂર રહે છે, આગળ વધવાની આનાકાની કરે છે. આ એની શુરવીરતાને ઝાંખપ લગાડે તેવું છે. પોતાની શેરીમાં તો કૂતરું પણ સિંહ બનીને ફરે.' સેચનકની આ નિંદા હલ્લકુમાર અને વિહલ્લકુમારને કાને પણ પહોંચી ગઈ. એમણે નિર્ણય કર્યો કે સેચનકને લઈને રોજ એક વાર મગધ-વૈશાલીની સીમારેખા ઓળંગી આવવી ! અને બીજે દિવસે બંને કુમારો સેચન કને લઈને રણપ્રદેશ તરફ ચાલી નીકળ્યા. હલ્લકુમારે કહ્યું, ‘સેચનકભાઈ ! આજ સીમા ઓળંગજો !? માણસ પશુની ભાષા સમજે, એમ પશુ પણ માણસની ભાષા સમજે છે. સેચનક પોતાના રાજ કીય રૂઆબથી સીમા નજીક પહોંચી ગયો; કુમારોને લઈને હમણાં સીમા વળોટી ગયો સમજો ! હલકુમારે વૈશાલીના ઘણા નગરજનોને પોતાની વાતની વ્યર્થતા નજરે નિહાળવા આમંત્ર્યા હતા. યુદ્ધનો ભય ટળી ગયો હતો, એટલે નગરની ઘણી સુંદરીઓ પોતાના રેશમી રથો અને મખમલી અશ્વોને લઈને આવી હતી. આ સુંદરીઓ જ વૈશાલીનું એક વિશિષ્ટ આકર્ષણ હતી; એમના મુખકમળના એક ધન્યવચન માટે યોદ્ધાઓ આખું જીવન હોડમાં મૂક્તા. સુંદરીઓ અનિમિષ નેત્રે સેચનકને નિહાળી રહી. સેચનક પણ આજ પોતાની પરિસ્થિતિથી જ્ઞાત હતો. એને વીરત્વની ફૂલમાળાઓ આ ગજ ગામિનીઓના હાથે 114 D શત્રુ કે અજાતશત્રુ પહેરવી હતી. પણ જેમ બહુ ખાધેલાને ખાવા પર અરુચિ થઈ જાય, બહુ કીર્તિવંતને કીર્તિ ખાલી ખોખા જેવી લાગે, એમ સેચનકે આજ રંગમાં ભંગ પાડ્યો ! વૈશાલીની સીમા-રેખા આવી અને એ પાછો ફરી ગયો. હલ્લકુમારે એને ઘણો સમજાવ્યો. પણ ન માન્યો. ‘સેચનક ભઈલા ! ભવની કમાણી આજ પાણીમાં જાય છે.' વિહલ્લકુમારે જાણે આજીજી કરી. ‘ગજરાજ ! આવી અપકીર્તિ કરતાં તો મરવું સારું.’ હલ્લકુમારે કહ્યું, પણ સેચનક ન માન્યો તે ન જ માન્યો. એ પાછો ફર્યો, અને આવીને ગજ શાળામાં ઊભો રહી ગયો. હલ્લકુમાર અને વિહલ્લકુમારને તો એ દહાડે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું. લોકોને શું મોં બતાવે ? સાથે સાથે તેઓએ નિશ્ચય કર્યો કે આવતી કાલે ગમે તેમ થાય પણ એને મંગધ-વૈશાલીની સરહદથી આગળ હાંકવો. આ અપકીર્તિ સાથે વૈશાલીમાં જીવવું અશક્ય છે. પણ એ દિવસનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. સેચનકે આગળ ડગ ન દીધા તે ન જ દીધા, તીક્ષ્ણ અંકુશ, જે કદી અત્યાર સુધી નહોતા ભોંકાયા એ ભોંકાયા, તેથી પણ કંઈ ન વળ્યું. અંકુશના મારથી લોહી ટપકતો સેચનક પાછો વળી ગયો. એ દિવસે વૈશાલીમાં હલ્લ-વિહલ્લની અપકીર્તિના ધોળે દડા ધજાગરા બંધાયા. ત્રીજો દિવસ ભારે નિશ્ચય સાથે ઊગ્યો. આજ તો હાથી રહે કે ન રહે. અને પ્રયત્નમાં પોતે રહે કે ન રહે, પણ આ કલંક તો ધોયે જ છૂટકો હતો. એ વખતે માણસ જેટલો જ શમાં માનતો એટલો જીવનમાં ન માનતો. તેઓએ મદદમાં ગરમાગરમ ભાલા લઈને પરિચારકોને તૈયાર રાખ્યા, મોદકના થાળ પણ રાખ્યા ને ગજ શાળાની એક જુવાન હાથણી પણ તૈયાર રાખી. સવારે સેચનકની ભવ્ય સવારી ઊપડી. થોડા સમય માટે તો નગરજનો મગધની ચઢાઈને ભૂલી ગયા. રસ્તામાં કોઈ મિત્ર સાથે વાતો કરતા હોય તેમ હલ્લકુમારે હાથી સાથે વાતો કરવા માંડી : “સેચનકભાઈ ! આગળ વધવામાં કશોય ભય નથી. ભય હોય તો તમ જેવા લાખેણા જીવને અમે આગળ લઈ ન જઈએ, હોં !' વિહલ્લકુમારે ભાઈની વાત ઉપાડી લેતાં કહ્યું, ‘ઓ અમારી વીરતાની ધજાને ધૂળમાં મેળવનાર ગજરાજ ! નિરાંતે આગળ વધજો. તમને કાંટો પણ વાગે તો અમારી જવાબદારી. નાહકના ડરો છો શું કામ ?' સેચનકનું સમર્પણ I 115 Page #70 -------------------------------------------------------------------------- ________________ આમ બંને ભાઈઓ પ્રેમ, ભય, ડહાપણ વગેરેથી આખે રસ્તે ગજરાજને શિખામણ આપ્યા કરી, અને ગજરાજે જાણે શાંતિથી ચાલતાં ચાલતાં એ સાંભળ્યા કરી ! સીમારેખા નજીક હતી અને આજ બધા કૃતનિશ્ચયી હતા. વિહલ્લકુમારે રૂપાળી હાથણીને આગળ કરી, પણ સેચનકની ભયંકર સુંઢના એક જ સપાટે એ દૂર ભાગી ગઈ ! ગુસ્સા ભરેલી ઝીણી આંખે ગજરાજ જાણે કહી રહ્યા કે તું બજારના સુખડા જેવી નારી મને શું લોભાવી શકતી હતી ! હું કામ કરીશ તો કર્તવ્ય સમજીને કરીશ. તારી લાલચે મને નથી. હાથણી તો જાણે ભૂસેટીને જાય ભાગી. વિહલ્લ કુમારે જોયું કે મામલો વીફરી જાય તેમ છે, એટલે એણે આગળ મોદકના થાળ મુકાવ્યો, આહાર, નિદ્રા, ભય અને કામ - આ ચાર માણસમાં ને પશુમાં સમાન હોય છે. ગજરાજે એક લાડવો લીધો, હલ્લ કુમારને આપ્યો, બીજો લાડવો લીધો વિહલ્લકુમારને આપ્યો અને પછી મોદકના થાળ પર પોતાનો પગ મૂકી એ આગળ વધ્યો. હલ્લકુમારે નાજુક પરિસ્થિતિ પરખી લીધી, એણે પાછળ ચાલતા ભાલાવાળાઓને તૈયાર રહેવા ઇશારો કર્યો. માવતોએ સાથે રાખેલા મશાલવાળાઓની મશાલોમાં ભાલાનાં તીણ ફેણાં તપાવીને તૈયાર કર્યા. સીમા રેખા હવે સાવ નજીક હતી અને એ રેખાની પાર સુંદર ઘાસવાળી બિછાત હતી. પાણીનું એક ઝરણ પાસેથી વહેતું હતું. હલ્લ કુમારે શિખામણ આપતાં કહ્યું, ‘ભઈલા ! મગધમાં આપણી હાંસી થાય છે ! કહે છે કે વૈશાલીમાં જઈને સેચનકનું વીરત્વ ખોવાઈ ગયું !' હલ્લકુમાર પોતાની વાત પૂરી કરી રહે ન રહે, ત્યાં તો સેચનક વાવાઝોડાની જેમ ધૂણી ઊડ્યો, એણે પીઠ પર બેઠેલા હલ્લ કુમારને સુંઢથી ઉપાડ્યા ને દૂર ફેંકી દીધા ! એક પળ વીતી ન વીતી ત્યાં વિહલ્લકુમારની પણ એ જ દશા થઈ. બધે હોહા થઈ ગઈ. હલકા માણસને ઉપદેશ ન આપવો : શાસ્ત્રકારોની આ શિખામણને લોકો ભૂલી જાય છે, એટલે ગોથા ખાય છે. ભાલાવાળા આગળ વધી ગયા, પણ હવે તો જાણે શિવનું તાંડવ નૃત્ય આરંભાયું ! સેચનક એક વાર ચારે તરફ ફર્યો. નજીક ચાલતા લોકો દૂર ખસી ગયા. મદદ 116 1 શત્રુ કે અજાતશત્રુ માટે હોહા શરૂ થઈ રહી. નવી મદદ આવે, એ પહેલાં સેચનક આગળ વધ્યો. એણે વૈશાલીની સીમાને સ્પર્શ કર્યો અને ભયંકર ઝનૂનથી વેગ વધાર્યો. સૌને થયું નક્કી આ મગધવાસી જીવ મગધ તરફ ચાલ્યો જશે; જાનવરને પોતાની ભૂમિ બહુ ભાવે ! સીમાને સ્પર્શતો સેચનક આગળ વધ્યો, પણ ત્યાં તો એકદમ ગબડ્યો ! જમીન ફાટે, ભૂકંપ થાય અને માણસ અંદર ઊતરી જાય, એમ સેચનક જોતજોતામાં પૃથ્વીમાં સમાઈ ગયો ! અંદરથી ભડભડ કરતી અગ્નિની જ્વાળાઓ બહાર નીકળી આવી. લોકો દોડ્યા. કેટલાક ભાગ્યા. કેટલાકે બૂમ પાડી : ‘અરે પૃથ્વીમાં રહેલો જવાળામુખી ફાટયો છે, સંભાળો !' હલ્લકુમાર અને વિહલ્લકુમાર અગ્નિની જ્વાળાઓ જોઈ પાછા ન ભાગ્યા. એ ત્યાં ગયા ને જોયું તો લીલા ઘાસની નીચે ઊંડી ખાઈ ખોદાયેલ હતી અને તેમાં ધગધગતા ખેરના અંગારા પાથર્યા હતા. લીલા કાષ્ઠની જેમ ગજરાજ સેચનક એમાં શાંતિથી જલતો હતો. એના મુખ પર વીરત્વ હતું. એના કંઠમાંથી ભયની કે વેદનાની એક ચીસ પણ સરતી નહોતી. અરે, આ કેઈ ભૂકંપ નથ. આ તે દુશ્મને ખોદેલી ખાઈ છે.’ હલ્લ કુમારે કહ્યું. વિહલ્લકુમારે વધુ ખાતરી કરતાં કહ્યું, ‘ખાઈ ખોદીને ઉપર માટી છાવરી દેવામાં આવી છે; એની ભાળ સેચનકને આવી ગઈ હશે, માટે જ એ આગળ વધતો નહિ હોય.' કોઈ દિવસ આજ્ઞાવિરુદ્ધ ન વર્તનારો આજે અમને ઉઠાવીને ફેંકી દે, એ અમારા તરફની એની નિમકહલાલી જ હશે.’ હલ્લ કુમારે ધીરે ધીરે પરિસ્થિતિનો તાગ મેળવતાં કહ્યું, જાનવરને માટીની અને હવાની પણ ગંધ આવી જાય, આપણને ખબર ન પડી કે દુશ્મનોએ સુરંગ પાથરી છે. સેચનક એ બધું સમજી ગયો. પણ આપણે આપણા મમતમાં જ રહ્યા ને અણમોલ રત્ન હાથે કરીને ખોયું ' વૈશાલીના નગરનાયકે વચ્ચે કહ્યું. અરે, સેચનક અમારો પરમ ઉપકારી થયો. એને અમે ન કહેવાનું કહ્યું, ન દેવા જેવાં મેણાં દીધાં, લાખેણા જીવને કોડીનો કરીને મૂક્યો, પણ મોટા મનના એ જીવે કશુંય મનમાં ન આણ્યું. અને આખરે અમને એજબ રીતે બચાવી પોતાના પ્રાણ અર્પણ કરી દીધા. ધિક્કાર હજો અમને ! ધન્ય ધન્ય એ ગજરાજ ! વિહલ્લ કુમારની આંખોમાંથી આંસુનો વરસાદ વરસી રહ્યો. સેચનકનું સમર્પણ D 117 Page #71 -------------------------------------------------------------------------- ________________ પરાક્રમી સેચનક ખાઈમાં ભડભડતી જ્વાલાઓમાં જલી રહ્યો હતો. એના મુખમાંથી એક ચીસ પણ નીકળતી નહોતી. બધા લોકો એને ભાવથી નીરખી રહ્યા. પુરુષ તો આવો અર્પણભાવ ભાગ્યે જ બતાવે, પણ સતી થનારી આર્ય રમણીઓના ચિતાસ્નાનની પવિત્રતાને પણ ભુલાવે એવો આ પ્રસંગ હતો. વૈશાલીમાં આ વાતની વાયુવેગે ખબર પડી ગઈ. અને વૈશાલીના રાજાઓ પાલખીઓમાં બેસીને ત્યાં આવી પહોંચ્યા. નગરસુંદરીઓ પણ શોકપૂર્ણ વદને ત્યાં આવી પહોંચી. કોઈ મહાન પુરુષની સ્મશાનયાત્રામાં નગરલોકના ટોળેટોળાં ઊમટે એવુ દૃશ્ય રચાઈ ગયું. વા ફરી ગયો, અને જાણે વાત પણ ફરી ગઈ. ગઈ કાલે સેચનકની નિંદા કરતાં નગરલોકો આજ એનાં બબ્બે મોંએ વખાણ કરી રહ્યાં. ‘અરે, એક પશુએ માનવજાતને સ્વામીભક્તિની શિખામણ આપી. આવા આત્માઓ માટે તો મૃત્યુ-ઉત્સવ ઊજવવો જોઈએ.’ થોડી વારમાં સુરંગમાં પાણી છંટાયા, દોરડાં નાંખવામાં આવ્યા, ને ગજરાજનાં અસ્થિફૂલ એકત્ર કરવામાં આવ્યાં. નગરસુંદરીઓએ એ ફૂલને સુવર્ણકલશમાં મૂક્યાં. નગરવધૂઓએ ગીત આરંભ્યાં. વૈશાલીની સેના સલામીએ આવી. વૈશાલીના રાજાઓ મૂક વદને આગળ ચાલ્યા. સરઘસ વૈશાલીની શેરીઓમાં ફર્યું. ફરીને એક ચત્વરમાં ઊતર્યું. ત્યાં એકત્ર થયેલી માનવમેદનીએ સ્તૂપની રચના કરી અને અસ્થિને એમાં પધરાવી દીધાં. વૈશાલીમાં આવા સ્તૂપો અનેક હતા. દેશ માટે અર્પણ થનાર વીરોનાં એ સ્મારક હતાં. એ સ્તૂપ વૈશાલીના ગૌરવનાં સીમાચિહ્નો લેખાતાં. હલ્લકુમારે આ પ્રસંગે પ્રવચન આપતાં કહ્યું, ‘ગજરાજ સેચનક સામાન્ય આત્મા નહોતો. એ દેવતાઈ હાથી હતો. જે લડાઈમાં એ જતો, એ લડાઈ ફતેહ થતી. મગધરાજે એને રાજહાથી તરીકે સન્માન્યો હતો.' વિહલ્લકુમાર વાત કરતાં થોભ્યા. એમનું મન હવે આગળની વાત કહેતાં આર્દ્ર થયું હતું. લોકો બોલ્યા, ‘તમને એ હાથી કેવી રીતે મળ્યો, તેની કથા અમને કહો.' ‘અમને સેચનક કેવી રીતે મળ્યો, અને તે લડાઈનું નિમિત્ત કેવી રીતે બન્યો, તે સઘળું કહું છું. મગધરાજ શ્રેણિક બિંબિસારને અનેક પુત્રો હતા. એમાં અભયકુમાર વડા હતા, પણ તે વૈશ્ય માતાનું સંતાન હતા. ક્ષત્રિયજાયો જ ગાદી પર આવે, એવી રાજતંત્રોમાં રૂઢ માન્યતા છે. આ કારણે અમારા ભાઈ અશોકચંદ્ર, જેમનું બીજું નામ કુણિક છે, એ ભારે વિવાદ કરતા. પણ અભયકુમાર તો સહુને વિવાદ કરતા રાખી 118 D શત્રુ કે અજાતશત્રુ પોતે વૈરાગી બની ચાલતા થયા. ‘આ વખતે અમારા પિતા શ્રેણિક બિંબિસાર જીવતા હતા. તેઓએ વિચાર્યું કે અભયકુમાર પછી રાજગાદી ઉપર જેનો હક્ક લાગે એવો યુવરાજ અશોકચંદ્ર અતિ મહત્ત્વાકાંક્ષી છે. કાલે બીજા પુત્રોને કંઈ લાગ-ભાગ ન પણ આપે-એ શંકાથી એમણે બધા કુમારોને કંઈ ને કંઈ વહેંચી આપ્યું. તેમાં અમને બંને ભાઈઓને થોડી જાગીર આપવાની સાથે ગજરાજ સેચનક અને એક દિવ્ય હાર આપ્યો. પણ જેમ નદી નાનાં નાનાં ઝરણાંથી પુલકિત રહે છે ને સાગર હજાર હજાર નદીઓનો સંગમ પામીને પણ ખારોધ રહે છે, એમ રાજા અશોકચંદ્રને અમને મળેલી આ વસ્તુઓ ખટકવા લાગી. ‘પિતાજી વૃદ્ધ થયા હતા. યુવરાજ અશોકચંદ્ર જ મોટે ભાગે રાજકાજ કરતા. તેઓએ રાજમંડળને પોતાનું કરી પિતાજીને કેદમાં નાખ્યા ને પોતે ગાદીપતિ બન્યા. પિતાજીનું ન કળી શકાય તે રીતે મૃત્યુ થયું ને રાજા અશોકચંદ્ર નિર્ભય થયા. તેઓએ પહેલો પંજો અમારા પર ઉગામ્યો. એમાં નિમિત્ત બન્યાં પદ્મારાણી. એમણે હાથી અને હારની માગણી કરી. સંભવ છે, એમણે એ નિર્દોષ ભાવે માગ્યાં હશે, પણ રાજકારણમાં અનેક શંકા-ચુડેલો રાસડા લેતી ફરે છે. અમને લાગ્યું કે અમારી પાસેથી બધું પડાવી લેવાનો આ દાવ છે ! અમે બંને વસ્તુ લઈને ભાગ્યા ને અહીં આવ્યા.' ‘અમારું મોસાળ વૈશાલી છે, પણ અમને તો આ આખો પ્રદેશ મોસાળ જેવો વહાલો લાગ્યો. અમે વૈશાલીની નાગરિકતા સ્વીકારી. ને બીજી તરફથી મગધે અમને ચોર ઠરાવી ચોરીના માલ સાથે સુપરત કરવાની માગણી કરી; નહિ તો યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું. પરિણામે હાથી સેચનકને કારણે વૈશાલીને યુદ્ધ જાહેર કરવું પડ્યું. અને સેચનક યુદ્ધ લડતાં ખપી ગયો ! શત્રુ જ્યારે શૌર્યથી ફાવતો નથી ત્યારે ષત્ર્યંત્રનો આશ્રય લે છે. રાજગૃહી પાસે એવા મહાન ષડયંત્રકારીઓ છે. હવે સમજ પડે છે કે તેઓએ આ ખાડો ખોદી એમાં અગ્નિ પાથર્યો હશે, પણ સર્ચનક તો આવી ખાઈઓથી નાનપણથી જ જાણીતો હતો. એ ખાઈથી દૂર રહેવા લાગ્યો, પણ આપણે એનું રહસ્ય ન સમજી શક્યા. કેટલાક ભયોને જાનવર જાતસંજ્ઞાથી પારખે છે. આપણે એ વસ્તુને એની કાયરતા માની. આખરે આપણા સત્યાગ્રહ સામે એણે આત્મસમર્પણ કર્યું. આહ, આવા જાનવરને જનસમૂહની વંદના હજો !’ વિહલ્લકુમાર આટલું બોલતા બોલતા ઢીલા થઈ ગયા, ને બાળકની જેમ રડી પડ્યા. હલ્લકુમાર તો આ કથાશ્રવણની સાથે જ આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસાવી સેચનકનું સમર્પણ – 119 Page #72 -------------------------------------------------------------------------- ________________ રહ્યા હતા. તે બોલ્યા, ‘હવે અમે ત્યાગમાર્ગ સ્વીકારીશું. સેચનક જેવા વીરનું આત્મસમર્પણ જો અમને આટલું પણ ન શિખવાડે, તો અમે પશુથીય હલકા ગણાઈશું. અમે દીક્ષિત થવા માગીએ છીએ. રાજગૃહીમાં ખબર કહેવરાવો કે લડાઈનાં નિમિત્ત દૂર થયાં છે; હાથી ગયો ને અમે પણ જઈએ છીએ. માટે યુદ્ધનો માર્ગ છોડીને શાંતિ સ્થાપો !' હલ્લકુમાર ને વિહલ્લકુમારે પોતાનાં વસ્ત્રાભૂષણોનો ત્યાગ કર્યો, માથા પરના મુગટ ઉતાર્યા, પગના ઉપાનાં કાઢી નાખ્યા, ને એ વન તરફ ચાલતા થયા. 17 સાચું શું ? રાગ શું અને દ્વેષ શું ? વેર શું અને વિરાગ શું ? થોડાએક દિવસો વીત્યા. હવે હાથી સેચનકની વાતો જૂની અને ચર્વિતચર્વણ જેવી બની ગઈ હતી. ત્યાં સમાચાર આવ્યા કે મગધના મહામંત્રી વસ્યકાર વૈશાલીમાં પધારેલા ભગવાન તથાગતનાં દર્શને આવી રહ્યા છે. ‘અરે ! વૈશાલી સાથે તો મગધને ભારે કડવાશ છે. મગધ અને વૈશાલી વેરી બની રહ્યાં છે. અને એના મહામંત્રી નિર્ભયપણે વૈશાલીમાં આવે છે !' લોકોએ ભારે આશ્ચર્ય અનુભવતાં કહ્યું. વૈશાલીમાં એક નવો ઉત્સાહનું મોજું પ્રસરી રહ્યું. એક જણાએ જવાબ વાળ્યો, ‘વૈશાલીનું ગણતંત્ર વેરીને વધુ આદરમાન આપે છે. જોજો , વરૂકારનું સંથાગારમાં સ્વાગત કરશે ! વૈશાલી ક્યાં કોઈથી ડરે છે ?” વૈશાલી અને મગધ વચ્ચે છેલ્લા થોડા વખતથી સારા સંબંધો નહોતા. છેલ્લે હલ્લ કુમાર અને વિહલ્લકુમાર આવ્યા અને રાજા અશોકચંદ્ર પાસેથી હાથી અને હારની માગણી આવી. લાખેણો હાથી મગધની કૂટનીતિથી ખલાસ થઈ ગયો. રાગ અને દ્વેષ, વેર અને વિરાગ : કષાય થોડીવાર ઝગમગી રહ્યા, પણ શાંત રસના મહાને નદ એ ભૂમિને પરિપ્લાવિત કરતા હતા, ત્યાં કષાયના કાચા રંગ ક્યાં સુધી ટકે ? મગધના મહામંત્રી વસકારનું વૈશાલીમાં - શત્રુની નગરીમાં – આમ એકાએક આવવું બહુ જોખમકારક હતું. પણ વસ્યકાર મહાજ્ઞાની હતા. એ જાણતા હતા કે બનતાં સુધી વૈશાલીના શાંતિચાહક પ્રજાજનો પોતાનું સન્માન જ કરશે, અને કદાચ 120 | શત્રુ કે અજાતશત્રુ Page #73 -------------------------------------------------------------------------- ________________ પોતાને કારાગારમાં પૂરે તોય પોતાના અપરાધનો નિકાલ કરતાં સંથાગારને વરસો વીતી જશે. મગધના મહામંત્રી વસકારે પોતાના આગમનનું નિમિત્તે વળી બીજું દર્શાવ્યું. રાજા અશોકચંદ્રને પિતા બિંબિસારની હત્યા પછી મનમાં ખૂબ લાગ્યા કરતું હતું. એમને કોઈ બોલાવે તોય ન ગમતું. અંતરમાં પ્રેમાળ પિતાની સ્મૃતિ જાગી ઊઠતી. તેઓ કહેતા : ‘મને અજાત કહો હું જન્મ્યો જ ન હોત તો સારું થાત !' : એ વખતે મહામંત્રી વસકાર અને મહાભિખ્ખુ દેવદત્ત એ ભાવનાનો વિરોધ કરતાં કહ્યું, ‘દરેક વસ્તુ કર્માનુસાર બને છે; આપણે તો માત્ર નિમિત્ત છીએ. આપની ઇચ્છા છે તો આપનું નામ બદલીએ, પણ અજાત તો નહિ, બલ્કે અજાતશત્રુ રાખીએ. આપના જેવા પ્રેમાવતારનો શત્રુ અજાત-અજન્મ- જ હોય, અર્થાત્ હોય જ નહિ !' મગધપતિને ગમે તેમ કરીને પોતાનું નામ બદલવું હતું. એમણે અજાતશત્રુ નામ સ્વીકારી લીધું ને સમસ્ત રાજ્યમાં એ નામની ઘોષણા કરાવી. થોડા દિવસ શાંતિમાં વીત્યા, ત્યાં મનની પીડા ફરી જાગી. તેઓએ કહ્યું, ‘આ દુર્ગ, આ મહાલય, આ આરામ, આ વાટિકાઓ બધે મને પૂજ્ય પિતાજીના પડછાયા હરતા-ફરતા દેખાય છે. હું સુખપૂર્વક ખાઈ શક્તો નથી. મારી પ્રાણપ્રિય રાણીઓ સાથે વિહાર કરી શકતો નથી. તો પછી રાજકાજમાં તો ચિત્ત ક્યાંથી રહે ? અરે, મને રાતે પડઘા પડે છે, પિતાજી જાણે કારાગારમાં સળિયા ખખડાવતા પોકાર પાડતા કહે છે, ‘અજાત ! બેટા ! અશોક બેટા ! અને એ શબ્દો મારી ઊંઘ ઉડાડી દે છે. મને બીજે લઈ જાઓ.' ફરી મહામંત્રી વિચારમાં પડયા અને તેઓએ રાજાને ભગવાન બુદ્ધ પાસે મોકલ્યા. ભગવાન બુદ્ધનો પરમ વૈરી મહાભિખ્ખુ દેવદત્ત મગધમાં આશ્રય લઈ રહ્યો હતો. ભગવાન બુદ્ધ આવકાર આપશે કે નહિ, તેની શંકા હતી. પણ કૂટનીતિજ્ઞો સજ્જનની સજ્જનતા વિશે શંકાશીલ હોતા નથી. તે વખતે મહામંત્રીએ કહ્યું, ‘આવા માણસો જૂનાં વેર યાદ કરતા નથી ! તમે નિશ્ચિતપણે ત્યાં જાઓ; મહાવૈદ્ય જીવક તમને લઈ જશે.’ અજાતશત્રુ ભગવાન બુદ્ધનાં દર્શને ચાલ્યો. એના મનમાં બીક હતી, પણ ભિખ્ખુઓને શાંત જોઈ તેનો ઉત્સાહ વધ્યો. એ બુદ્ધના ચરણમાં જઈને પડ્યો ને બોલ્યો, ‘ભગવાન, મારા ચિત્તને શાંતિ થાય એવું કંઈક કહો.' ભગવાન બુદ્ધ બોલ્યા, ‘હે રાજા ! તું પૂરણકાશ્યપને મળ્યો ? એણે તને શું કહ્યું?” 122 ] શત્રુ કે અજાતશત્રુ રાજા બોલ્યો, ‘હું પુરણકાશ્યપને મળ્યો. એણે કહ્યું કે કરનાર ને કરાવનાર, મારનાર ને મરાવનાર, પરસ્ત્રી ગમન કરનારને, ખોટું બોલનારને કે અન્ય કોઈપણ કર્મ કરનારને તે કર્મથી પાપ લાગતું નથી. સારું કૃત્ય કરવાથી પુણ્ય થાય છે. એ વાત પણ ખોટી છે !' ‘વારુ તેથી તારું મન શાંત થયું ?' ભગવાને પૂછ્યું. ‘ના, મહાગુરુ !’ રાજાએ જવાબ આપ્યો. ‘વારુ, તું મંખિલ ગોશાલને મળ્યો ?' ‘હા, મહાગુરુ, એમણે મને કહ્યું કે પ્રાણીની સંશુદ્ધિ કે સંકલેશને કાંઈ કારણ લાગતું નથી. પોતાના પ્રયત્નથી માણસ મુક્ત થાય છે, એ વાત જ ખોટી છે. સઘળી યોનિઓ વટાવ્યા વિના માણસનો મોક્ષ થતો નથી. મૂર્ખ કે ડાહ્યા, પુણ્યવાન કે પાપી, દરેકને સર્વ યોનિમાં જન્મ લીધા વિના મોક્ષ થતો નથી. ‘વારુ, તેથી તારું મન શાંત થયું ?' મહાગુરુએ પ્રશ્ન કર્યો. ‘ના.’ રાજાએ કહ્યું. ‘તું અજિત કેશબલને મળ્યો ? ‘હા, મહાગુરુ ! એમણે તો કહ્યું કે ચાર મહાભૂતમાંથી દેહ બન્યો છે. મનુષ્ય મૃત્યુ પામ્યા પછી પૃથ્વીનો અંશ પૃથ્વીમાં વાયુનો વાયુમાં, પાણીનો પાણીમાં ને અગ્નિનો અગ્નિમાં જાય છે, મરણ પછી કંઈ શેષ રહેતું નથી.’ વારુ, તેથી તારું મન શાંત થયું ?’ ‘ના.’રાજાએ કહ્યું. ‘તું કૃધકાત્યાયનને મળ્યો ? હા. તેઓએ તો પૃથ્વી, ઉદક, તેજ, વાયુ, દુઃખ, સુખ અને જીવ-આ સાત પદાર્થ નિત્ય છે. એ કોઈએ ઉત્પન્ન કર્યા નથી, કોઈ મારતું નથી, મરાવતું નથી, એમ કહ્યું.’ ‘વારુ તેથી તારું મન શાંત થયું ?' ‘ના.’ ‘તો પછી તું સંજયવેલઠ્ઠીપુત્રને મળ્યો ?' ‘હા. તેઓએ કહ્યું કે પરલોક છે એવું હું માનતો નથી. પરલોક છે એવું હું જાણતો નથી. પ્રાણીને કર્મ પ્રમાણે ફળ મળે છે, એ પણ હું કહી શકતો નથી.' ‘વારુ, તેથી તારું મન શાંત થયું ?' ભગવાને પૂછ્યું. ‘ના.’ પરમોપાસક બનેલા રાજાએ કહ્યું. સાચું શું ? D 123 Page #74 -------------------------------------------------------------------------- ________________ તો પછી તું નિગ્રંથ નાતપુત્રને મળ્યો ?' | ‘હા. તેઓએ ચતુર્યામ સંવરવાદ ર્યો. પણ એમાં મને સમજ ન પડી. એક પહાડ ઊતરવા માટે બીજો પહાડ ચડવા જેવું મને તો એ બધું લાગ્યું.’ “તો પછી તું મારી પાસેથી શું ઇચ્છે છે ?' ભગવાન બુદ્ધ કહ્યું. ‘શાંતિ. ચિત્તની શાંતિ. હે ભગવાન, મેં મહાન અપરાધ કર્યો છે. હું મૂર્ણપણે મારા ધાર્મિક પિતાના મરણનું કારણ થયો, તે બદલ મને પશ્ચાત્તાપ થાય છે. આ અપરાધથી મારા મનને શાંતિ થાય તેવું કંઈક કરો.' મહાગુરુ બુદ્ધ બોલ્યા, ‘પિતાજીના મૃત્યુનો તારાથી અપરાધ થયો, તેમાં સંશય નથી. આ અપરાધ બદલ તને પશ્ચાત્તાપ થાય છે, તે સમાધાનકારક છે. પોતાના હાથે થયેલા પાપનો પશ્ચાત્તાપ થવો ને ફરી તેવું પાપ ન થવા દેવું એ તારું કર્તવ્ય છે. આ કરીશ તો તને ચિરશાંતિ પ્રાપ્ત થશે.’ રાજા બોલ્યો, ‘પ્રભુ, મારા ચિત્તને શાંતિ થઈ. હવે હું જાઉં. રાજાની જંજાળ મોટી હોય છે.’ અજાતશત્રુ વંદન કરીને પાછો વળ્યો. ભગવાન બુદ્ધ આ ઉચ્ચ આત્માને જોઈને બોલ્યા, ‘આ રાજાને હાથે પિતૃહત્યાનું પાપ ન થયું હોત તો તે અહીં ને અહીં ઊંચા સ્વર્ગને પ્રાપ્ત કરી લેત!' પણ રાજાની આ ચિત્તશાંતિ થોડા દિવસ ટકી અને પાછો એ વ્યાકુળ રહેવા લાગ્યો, એને રાતે પાછા પડઘા સંભળાવા લાગ્યા, વળી ખાન, પાન ને ઊંઘ ખોવાઈ ગયાં ! આખરે એને ગંગાને કાંઠે નવું પાટનગર વસાવવાનો નિર્ણય કર્યો અને ચંપા નામના નગરનો જન્મ થયો. આ નગરરચના માટે મહામંત્રી વસ્સ કાર ને સેનાપતિ સુનિધને નીમ્યા. આ વખતે ભગવાન બુદ્ધ ત્યાંથી નીકળ્યા અને આ પ્રસંગનો લાભ મહામંત્રીએ લીધો. એણે મહાગુરુને નિમંત્રણ આપ્યું. મહાગુરુ ભિક્ષુસંઘ સાથે ત્યાં ગયા. સર્વ સંઘને દાન તથા ભોજનથી તૃપ્ત કર્યો. ભગવાન બુદ્ધ બેઉ દાનનું અનુમોદન કર્યું, અને ટૂંક સમય માટે ત્યાં થોભી કોટિગ્રામ જવા નીકળ્યા. જે નગરદ્વારમાંથી ભગવાન બુદ્ધ બહાર નીકળ્ય, એ દ્વારનું નામ ‘ગતમદ્વાર' રાખવામાં આવ્યું. આમ મગધ પાછું ભગવાન બુદ્ધનું પરમ ભક્ત થઈને ખડું રહ્યું. ને એ રીતે વૈશાલી માનતું થયું કે હવે યુદ્ધ થવું અસંભવ છે. થોડી ખેંચાખેંચ થાય, એ જુદી વાત છે. અને સમાધાન માટે જરૂર પડી તો ભગવાન તો છે જ ને ! 14 U ક એ જીતેશનું અલબત્ત, જે લોકો મુસદી હતા, એ કહેતા હતા કે આ બધી મુસદીઓની ચાલબાજી છે. આમાં ઊંડી ને ભયંકર રમત રમાઈ રહી છે. રાજાએ બદલેલું નામ પ્રજા પર પ્રભાવ પાડવા માટે છે, અને બદલેલી રાજધાની વર્જાિ લોકો મગધ પર ચડાઈ કરે તો એમને દૂર રોકી શકાય એ માટે છે. અને ભગવાન બુદ્ધ પર જે ભાવ બતાવવામાં આવે છે. એ વૈશાલીના બુદ્ધભક્ત લોકો પર પ્રભાવ પાડવા માટે છે. રાજ કારણમાં ધર્મનો હંમેશાં સગવડિયો ઉપયોગ થતો રહે છે. પણ વૈશાલીના ગણતંત્રમાં આ દૃષ્ટિ ઓછા પાસે હતી. અને યુદ્ધ રોકવાની મનોવૃત્તિ પ્રબળ બનવા લાગી હતી, એટલે આવા પ્રસંગોને ખૂબ વધાવી લેવામાં આવતા. મહામંત્રી વચ્ચે કારનું વૈશાલીના નગરદ્વાર પર ભવ્ય સ્વાગત થયું. સ્વાગતના જવાબમાં વસ્યકારે વૈશાલીના ગણતંત્રને અંજલિ આપી અને પોતાની મિત્રતા જાહેર કરી. સાથે સાથે વૈશાલીના મુખ્ય નેતાઓ અને મગધના રાજાઓ કૌટુંબિક સંબંધથી જોડાયેલા છે, એમ કહ્યું. પ્રાન્ત શિખ આપી કે અંતરના સંદેશાઓ કાઢી ખતરપ્રીત સાંધવી જોઈએ. પ્રજાએ આ ભાવનાનો જયજયકાર બોલાવ્યો. મહામંત્રી માટેના સુવર્ણરથને ઘોડા જોડેલા હતા. એ ઘોડા છોડી દેવામાં આવ્યા, ને ઉત્સાહી લોકોએ હાથે રથ ખેંચ્યો, અરે, દુમન પણ ભલે આપણી દાનાઈ જોઈ જાય ! સંઘારામના દ્વાર નજીક જતાં મહામંત્રીએ કહ્યું, ‘મેં સમાચાર સાંભળ્યા છે કે હલ્લકુમાર અને વિહલ્લકુમારે દીક્ષા લીધી છે ? શું આ સાચું છે ?” હાજી, હાથી સેચનકના અપમૃત્યુનો ઘા ગંભીર છે.’ વૈશાલીના નગરજનોએ કહ્યું. | ‘તેઓનાં દર્શને જવા ઇચ્છું છું. સાધુ સદા વંદનીય છે.' લોકોએ મહામંત્રીની ભાવનાનો જયજયકાર દ્વારા પ્રતિઘોષ પાડવો. તરત રથ વન તરફ હાંકવામાં આવ્યો. વનમાં વડલાની છાયામાં હલ્લ કુમાર અને વિહલ્લકુમાર બેઠા હતા. માથા પર કેશ નહોતા, પગમાં ઉપાનહ નહોતાં. એક વસ્ત્ર કમર પર ને એક ખભા પર હતું. અલંકાર ને આભૂષણ તો કેવાં ? મહામંત્રીએ ત્યાં જતાની સાથે મુનિઓને વંદન કયાં ને એમની ચરણરજ માથે ચડાવી. આવા વૃદ્ધ બ્રાહ્મણ મંત્રીને નવજુવાન સાધુઓને નમસ્કાર કરતા જોઈ સહુને આશ્ચર્ય થયું. મહામંત્રી વસ્યકારે આ વખતે સર્વ અનુગામી જનોને ઉદ્દેશીને કહ્યું, ‘અમારા રાજ્યમાં લિંગ કે વય પૂજાતાં નથી. આ માટે મગધરાજ અજાતશત્રુને ભગવાન બુદ્ધ સાતે પડેલા એક પ્રસંગની તેમને વાત કરીશ.' ‘એ વેળા વૈઘના આમ્રવનમાં ભગવાન બુદ્ધ ઊતરેલા હતા. તેઓએ મહારાજ સાચું શું ? | 125 Page #75 -------------------------------------------------------------------------- ________________ 18 માનસૂપ અજાતશત્રુને પૂછવું, ‘હે રાજન્ ! એકાદ દાસ પોતાની સ્થિતિથી કંટાળી સાધુ થઈ જાય અને ભારે સાધુતાથી વર્તે તો એવા માણસને તું પકડીશ ખરો ? કામ કરાવીશ ખરો ?” ‘સભાજનો ! ભગવાનનો પ્રશ્ન ભારે વિચક્ષણ હતો, પણ સામે વિચક્ષણ રાજા અજાતશત્રુ હતા. તેઓએ જવાબ આપતાં કહ્યું, “ના, એવા માણસને હું મારી પાસે આસન આપું. એને સાધુતાના પાલન માટે સગવડ કરી આપું. એશની તાણ ન પડે તેમ કરી આપું. તેને નિત્ય વંદન કરું.’ મહામંત્રી વસ્યકારે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. વૈશાલીના નગરજનોએ ફરી હર્ષના પોકાર કર્યા. | ‘અરે, આ બુદ્ધિમાન મંત્રી બીજી રીતે આ કુમારોને કહે છે કે હવે સાધુપણામાં રહેજો; ત્યાં સુધી તમારું સન્માન થશે. નહિ તો પછી મગધરાજ અજાતશત્રુની તલવાર તૈયાર છે.' એક મુસદી મગધના માણસે તારણ કાઢતાં કહ્યું. અરે, તમે કાગડાઓ તો ચાંદાં જ જુઓ !' લોકોએ એનો તિરસ્કાર કર્યો, ‘જરાક તો હંસવૃત્તિ શીખો !' પણ આ તો નગારખાનામાં તૂતીનો અવાજ હતો. મહામંત્રી વસ્યકાર સીધા ભગવાન બુદ્ધના દર્શને ચાલ્યા. ભગવાન બુદ્ધ થોડે દૂર એક વિહારમાં વિશ્રામ કરી કહ્યા હતા. એમનો પ્રિય શિષ્ય આનંદ પાસે બેઠો હતો. મહામંત્રી વસ્યકારની ધર્મભાવના તરફ ભગવાન બુદ્ધ સારો ભાવ ધરાવતા હતો. મગધના મહામંત્રી વસ્યકાર ભગવાન બુદ્ધની વાણીને મસ્તક નમાવી અભિનંદી રહ્યા. ભગવાન અનિમેષ નયને જોઈ રહ્યા કે મગધના અધિનાયકોની પોતાના તરફ કેવી અપાર પ્રીતિ છે ! વૈશાલી તો પોતાનું છે, અને પોતાને વંદે એમાં નવાઈ કેવી? ‘મહામંત્રી ! હું માનું છું કે તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળી ગયો. કાં?' ભગવાન બુદ્ધ પોતાના કરુણાભર્યા નયન નીચાં ઢાળતાં કહ્યું. ‘હા મહાગુરુ ! વૈશાલીની અભ્યશતિના આપે જે નિયમો કહ્યા, તે મેં સુચારુરૂપે ગ્રહણ કર્યા, હવે સેવકને રજા મળે.' | ‘વસ્યકાર, ખુશીથી વિદાય લઈ શકો છો. ઇચ્છું છું કે બહુ જનોના સુખ માટે અને બહુ જનોના હિત માટે તમે સદા યત્ન કરતા રહેશો.' ‘જેવી પ્રભુની ઇચ્છા !' મહામંત્રી વસ્યકારે ભગવાન બુદ્ધને વંદન કર્યા. એમની ઇચ્છા માથે ચઢાવી અને રજા લીધી, બહાર નગરજનોનો મોટો સમુદાય એકત્ર થઈ રહ્યો હતો. તેઓ મગધના આ વિચક્ષણ મહામંત્રીને જોવા માગતા હતા - જેણે પોતાની બુદ્ધિથી મહાન હાથી સેચનક જેવાને પણ ધગધગતી ખાઈનો ભોગ બનાવ્યો હતો. અને હલ્લ-વિહલ્લ જેવા રાજકુમારોને નાસીપાસ કરી દીક્ષા લેવરાવી હતી. મગધના મંત્રીપદે આ પહેલાં બુદ્ધિનિધાન અભયકુમાર હતા, અને એમના સ્થાને મંત્રી વસ્યકાર આવ્યા હતા. આ બુદ્ધિધન મહામંત્રીએ આખી વૈશાલીને બેવકૂફ બનાવી પોતના શત્રુઓનો કેટલી આસાનીથી નિકાલ કર્યો હતો ! વૈશાલીમાં એક એકને આંટે એવા વીરો હતા, પણ આટલી કૂટનીતિ કોઈમાં નહોતી. વૈશાલીના નગરજનોને આ મંત્રીમાં અભુત રસ જાગ્યો હતો. ફરી રથ ખેંચવા નવયુવાનો આવી પહોંચ્યા. આ વખતે કેટલીક સુંદરીઓએ પણ સાથ આપ્યો 126 1 શત્રુ કે અજાતશત્રુ Page #76 -------------------------------------------------------------------------- ________________ ‘વારુ, ઘણું જ સુંદર, જગત સાધુ થઈ જાય પછી રાજ્ય, સેના, દંડ, કારાગાર એ બધાની કશી જ જરૂર ન રહે. એ સાધુઓ મુખ્યત્વે શું પ્રબોધે છે?” ‘તેઓ કહે છે કે, કેઈને દ્વેષી ન માનો. આપણા અંતરમાં જે દ્વેષ બેઠો છે, એને હણો એટલે સંસારમાં તમારું દ્વેષી કોઈ નહિ હોય. તમારા દિલને ચોખ્ખાં કરો. વેર ત્યાં બેઠાં છે, એ વેર જ વેરી ખડાં કરે છે.” “ઓહ ! તમારી વાતો સાંભળી મને સાધુ થઈ જવાનું મન થઈ જાય છે! ભલા, તમે સાધુ કેમ થતા નથી, એ જ આશ્ચર્ય છે.’ મહામંત્રી વાસ્સ કાર વાતનો ભારે રંગ જમાવ્યો હતો. એને વૈશાલીના લોકો વાતકુશળ વધુ લાગ્યા. ‘એનું કારણ મંત્રીરાજ , વૈશાલીની સુંદરીઓ છે. અહીંનું વાતાવરણ પ્રેમભર્યું છે.” હતો. તેઓ બતાવવા માગતા હતા કે અમે મગધની મૈત્રી માગીએ છીએ. મહામંત્રી વસ્સ કારે સહુને પ્રેમભાવે સંબોધતાં કહ્યું, ‘વૈશાલીના વીર-દ્ધ નગરજનો ! મગધ પ્રથમથી મૈત્રીમાં માને છે. યુદ્ધ તો અનિવાર્ય હોય ત્યારે જ એ ખેલે છે. એના અવિજેય સિહપાદ સૈનિકો યુદ્ધ ખાળવા માટે સતત સજજ હોય છે, યુદ્ધ લડવા માટે નહિ. અમારાં રાજતંત્રોનું પહેલું સૂત્ર એ છે કે ભય વિના પ્રીત નહિ, દંડ વિના રાજ નહિ.” | ‘મહામંત્રી !' એક નગરજને એનો પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની સંસ્કૃતિના અમે પૂજારી છીએ, અમને પાપ પ્રત્યે દ્વેષ છે, પાપી પ્રત્યે નહિ; અમને વૃત્તિ સામે વિરોધ છે. વ્યક્તિ સામે નહિ. માટે તો અમે તમારું સ્નેહભીનું સ્વાગત કરીએ છીએ.’ ‘હું જાણું છું, વીરભદ્ર વૈશાલીજનો ! એ શ્રદ્ધાથી તો હું અહીં આવ્યો છું. અમારું રાજતંત્ર પ્રાચીન પ્રણાલિકા પર ચાલે છે. તમે જગતને નવી વિચારસરણી આપવા ઇચ્છો છો.' અવશ્ય, મંત્રીરાજ !' વૈશાલીના એક મહાજને કહ્યું, ‘અમે ભય અને દંડ બંને કાઢી નાખવા માગીએ છીએ. ભૂખ્યો માણસ જે મ ખાવા તરફ ઉત્સુક થાય, એમ વૈશાલીનો ગમે તે પ્રજાજન સ્વાભાવિક રીતે નિષ્ઠાવાન બને, કાયદાપાલક બને, એને એ માટે દંડ કે ભયની જરૂર ન રહે, એ માટે અમે યત્ન કરી રહ્યા છીએ.” ‘સુંદર ! અતિસુંદર ! પણ અમે હજી માણસમાં પશુનો અંશ માની રહ્યા છીએ; તમે એને દેવ માની લીધો છે.મહામંત્રીને આ વાતમાં રસ પડ્યો હોય એમ લાગ્યું. ‘આપને જાણીને આશ્ચર્ય થશે કે અમે કારાગારોને કિલ્લામાંથી ખસેડ્યાં છે, ને એની દીવાલો તોડી પાડવા માંડી છે. માણસ જાણી-ભુજીને દોષ કરતો નથી; એની અંદર રહેલા કામ, ક્રોધ, મદ, મોહ એ બધું કરાવે છે.' વૈશાલીના એક સામંતે કહ્યું. એ ક્ષત્રિય હતો, પણ એણે શૂરવીરતાને શોભતું એ કે ચિત્ર રાખ્યું નહોતું. હમણાં તથાગત ભગવાનને ચરણે તલવાર મૂકી, યુદ્ધમાં ભાગ ન લેવાની એણે પ્રતિજ્ઞા કરી હતી. ‘અભુત ! અભુત ! તમે રાજ કારણ નહીં પણ ધર્મકારણ ચલાવો છો. અરે, કામ, ક્રોધ, મદ, મોહ કે જેને લીધે અપરાધ જન્મે છે, એ કષાયોને દૂર કરવા કંઈ યત્ન કરો ખરા કે નહીં ?” અવશ્ય. એ માટે બધા નગરજનો તેમજ રાજપુરુષો અને કારાગારના કેદીઓ માટે સાધુઓનો ઉપદેશ એક વાર સાંભળવો અનિવાર્ય છે. અહીંના કેટલાક મલ્લકુસ્તીના અખાડાઓમાં ઉપદેશકો અખંડ ધારાએ ઉપદેશ આપે છે.’ 128 D શત્રુ કે અજાતશત્રુ | ‘હોઈ શકે છે. જે પ્રજામાંથી દ્વેષ અને વેર ચાલ્યાં ગયાં હોય, એ પ્રજામાં પ્રેમનો અંશ જ શેષ રહે. પણ એક પ્રશ્ન પૂછું ?' મહામંત્રી વાસકારે કહ્યું. ‘એક શું કામ , અનેક પ્રશ્નો પૂછો. પ્રશ્ન અને ઉત્તરની કલામાં ગણતંત્રના લોકો કુશળ હોય છે.’ | ‘અમારે ત્યાં સૌંદર્યભરી નારીને જલદી લગ્નબંધનમાં નાખવામાં આવે છે. એમ માનીને કે એના નિમિત્તે નિરર્થક કલેશ થતાં અટકે , તમારે ત્યાં...' ‘મંત્રીરાજ ! તમે મહાન વૈશાલીના કાયદાઓથી અજાણ્યા લાગો છો. અહીંનાં પ્રેમપાત્રો એ અક્ષયપાત્રો છે. અમારા સંથાગારે એક નિયમ કર્યો છે કે જેમ સિંહાસન કોઈ એકની માલિકીનું નહિ, એમ આ પ્રદેશની અજબ સુંદરીઓ પર પણ કોઈ એકની માલિકી નહિ. આમ્રપાલીનો કિસ્સો તો તમે જાણતા જ હશો !' વૈશાલીના નગરજનો મગધના મંત્રીને પોતાના દેશની વાતોમાં રસ લેતા જોઈ ખૂબ હોંશમાં આવી ગયા હતા, અને જરૂરી-બિનજરૂરી બધી વાતો હોંશે હોંશે કરી રહ્યા હતા. રથ ધીરે ધીરે ખેંચાતો જતો હતો. વાતો પણ ધીમે ધીમે આગળ વધતી હતી. પાછળથી જયજયનાદ ઊઠતો હતો. નગરસુંદરીઓ પોતાના મંજુલ કંઠરવથી વાતાવરણને મુખરિત કરી રહી હતી. આખે રસ્તે આનંદના અતિરેકનું એક મોજું પથરાઈ ગયું હતું. આનંદ શા માટે, એ પ્રશ્નનો જવાબ આ લોકો પાસે કદાચ નહોતો, પણ તેઓ ગમે તે પ્રસંગમાંથી આનંદ ખેંચી લેવાના સ્વભાવવાળાં હતાં. કોણ, પેલી વેશ્યા આમ્રપાલી ?' વસ્યકારે કહ્યું, “અમારે ત્યાં આવી સુંદરીઓનો દરજ્જો હલકો ગણાય છે.' માનસ્તુપ D 129 Page #77 -------------------------------------------------------------------------- ________________ ‘એનું કારણ એ છે કે તમારે ત્યાં ઊંચનીચની ભાવના હજીય જીવે છે. ગણિકા ગણિકાનો સ્વધર્મ પાળે, એટલે એ ઊંચ. અમે સારી રીતે પોતાનો સ્વધર્મ આચરતા કોઈ પણ નગરજનને હલકો લેખતા નથી.’ ‘એટલે શું ઘરની કુલવધૂઓ અને આ નગરવધૂઓ સમાન ?' મહામંત્રીએ પ્રશ્ન કર્યો. ‘કુલવધૂનું મહત્ત્વ કુટુંબ પૂરતું. આ નગરવધૂઓનું મહત્ત્વ નગર પૂરતું. મહામંત્રી ! માણસના આત્માને જોતાં શીખો. આત્મા ઉચ્ચ નથી, નીચ નથી. ભારે નથી, હલકો નથી !' વાત કરનારે કોઈ સાધુએ શીખવેલાં સૂત્રો બોલવા માંડ્યાં. એ ન જાણે પોપટની જેમ કંઈનું કંઈ કેટલીયવાર રટત. પણ મહામંત્રીએ તેને રોકતાં પ્રશ્ન કર્યો, નથી સમજાતી મારાથી તમારી આવી બધી વિચિત્ર વાતો ! શું આત્માની રીતે વૈશાલીનો એક શુદ્ર માનવી અને વૈશાલીનો શાસનપતિ સરખા ?' ‘અવશ્ય, અમારે ત્યાં માટી ખોદનાર, મોતી પરોવનાર કે સોનાનું સંચાલન કરનાર બધા સરખા. તમે જાણો છો, ભગવાન બુદ્ધે હમણાં વૈશાલીનાં નગરજનોના આમંત્રણનો અસ્વીકાર કરી આમ્રપાલીના ભોજનનો સ્વીકાર કર્યો હતો તે?' ‘તો અહીં મોટા થવાની કોઈને પ્રેરણા નહીં થતી હોય, ખરું ને ?' મહામંત્રી વસકાર બરાબર ખીલ્યા હતા. ‘સુંદરીને રીઝવવા ખાતર એવી પ્રેરણા જાગે, બાકી જ્યાં સહુ સમાન ત્યાં મહત્ત્વાકાંક્ષા કેવી ? જાણો છો, આ મહત્ત્વાકાંક્ષાઓએ તો પૃથ્વીને સમરાંગણ બનાવી મૂકી છે ?’ ‘જરૂર, આવી સુંદર ભૂમિમાં સુંદરીઓના પ્રેમપાશમાં જીવનારાઓને યુદ્ધભૂમિમાં મરવું કેમ ગમે ?' ‘અવશ્ય. મનુષ્ય કંઈ માખી નથી, કે ગમે ત્યારે તેને હણી શકાય. અરે, અમે માખીને પણ જીવની દૃષ્ટિએ મહત્ત્વ આપીએ છીએ. એટલા માટે તો અમે એમાં જીવહાનિ અનિવાર્ય છે એવા યુદ્ધને તિરસ્કારીએ છીએ.’ ‘અને કોઈ લડવા આવે તો ?' ‘તો અમે એને સન્માનીએ. દિલભર દિલમાં અમે માનીએ છીએ. અમે મૈત્રી માગતા હોઈશું તો તાકાત નથી કે કોઈ યુદ્ધ માગે.' ‘ધન્ય ! ધન્ય ! આજ અહોભાગ્ય મારાં છે, કે મેં ઘડી પહેલાં ભગવાન તથાગતનાં દર્શન કર્યાં, તેઓની સુધા જેવી વાણી સાંભળી અને અત્યારે તમારી 130 ] શત્રુ કે અજાતશત્રુ વાણી અને તમારી સંસ્કૃતિનાં દર્શન કર્યાં. મને સદાકાળ તમારો માનજો.' પછી મહામંત્રીએ નગરજનોના આગેવાન જેવા આગળ ચાલતા એક વયોવૃદ્ધને વંદન કરતાં કહ્યું, ‘તમારો મૈત્રીનો સંદેશો મારા રાજા અજાતશત્રુ પાસે લઈ જઈશ. અમારે ત્યાં એક જણનું મહત્ત્વ લાખનું નહિ, એકની પાછળ લાખ ઘસડાય. એક સમજ્યો એટલે બધા સમજી જાય.' ‘એક જણનું મહત્ત્વ એટલે સર્વ જનની બુદ્ધિ અને તર્કની હસ્તીનું દેવાળું? મંત્રીરાજ, અમારા સંથાગારમાં એક વાર આવો. એક નાના પ્રશ્ન પર પણ દિવસો સુધી બુદ્ધિ અને તર્કની દલીલો ચાલે છે, એ જોવા જેવી હોય છે.' ‘ખરેખર, તમને જોતાં ભગવાને મુખ, બુદ્ધિ ને તર્ક નકામાં નથી સરજ્યાં, એ વાતની ખાતરી થાય છે.' જય હો ગણતંત્રનો ! અરે, મંત્રીરાજ! અમારા માનસ્તૂપના દર્શને તો ચાલો. તમામ પરદેશી યાત્રીઓ ત્યાં જાય છે, ને એનું સન્માન કરે છે.' નગરજનોએ કહ્યું. ‘હું એના જ વિચારમાં હતો. ભત્તે ગણનાયકની મુલાકાત લીધા પછી મારે ત્યાં જવું હતું. પણ હવે અત્યારે જ જઈ આવીએ. વૈશાલીના માનસ્તૂપ વિશે ઘણું સાંભળ્યું છે.’ નગરજનોએ રથને બીજી દિશામાં વાળ્યો. થોડીવારમાં ઊંચો, ગગનથી વાતો કરતો માનસ્તંભ દેખાયો. એ સુંદરી નકશીથી કંડારેલો હતો, અને એમાં વિદેહના પ્રતાપી અને પવિત્ર પુરુષોની પ્રતિમાઓ મૂકેલી હતી. એની ચારે તરફ સુંદર ઉદ્યાનો વિસ્તરેલાં હતાં. અને નાના નાના જલપ્રવાહો વાળીને રમ્ય કુંજો બનાવી હતી. રંગબેરંગી પંખીઓ ત્યાં રમતાં, અને ઠેર ઠેર હરણાં ચરતાં, ફરતાં આખું ઉદ્યાન નરનારીઓથી ભરેલું હતું. સ્ત્રી-પુરુષોનાં સુંદર યુગલોની હારની હાર એ તરફ આવતી - જતી દેખાતી હતી. મહામંત્રીએ થોડે દૂરથી રથમાંથી નીચે ઊતરી ચાલવા માંડ્યું. ને પાસે આવતાં નીચા નમી ધૂળ માથે ચડાવી. કંઠમાંનો હાર કાઢી એનાં મોતી અલગ કર્યાં. ને એ મોતીડે સ્તુપને વધાવ્યો : “પૂજાનો બંદોબસ્ત તો રાજ્ય તરફથી થતો હશે ?' ‘હા. હમણાં પ્રજામાં થોડોક વિવાદ જાગ્યો છે, એટલે અનિવાર્ય રીતે રાજ્ય પૂજન-અર્ચન સંભાળે છે.’ ‘શું વિવાદ ?’ મહામંત્રીએ ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો. ‘કેટલાક બુદ્ધિશાળી લોકોએ હમણાં વાદિવવાદ ઉઠાવ્યો છે. એ કહે છે કે અતિ પરાક્રમી લોકો એટલે જેણે વધુ સંહાર કર્યો હોય તે. આવા લોહિયાળ રીતભાતવાળા નરોની મૂર્તિઓ પૂજવાથી આપણી ભાવિ પ્રજા પર ખરાબ અસર માનસ્તુપ D 131 Page #78 -------------------------------------------------------------------------- ________________ પડે, અને યુદ્ધ તરફ આકર્ષણ થાય ! આ નરસિંહો કરતાં તો જંગલના સિંહા સારા, કે જેઓ પેટ કાજે હિંસા કરે છે. આ નરસિંહોએ તો જગતમાં નિરર્થક હિંસા ઓદરી હતી ? “ઓહ ! ગણતંત્રની પ્રજાનો બૌદ્ધિક ને માનસિક વિકાસ અજબ છે ! પણ આમાં તો પુરુષ સાથે સ્ત્રીઓની પણ પ્રતિમાઓ છે, એ સતીઓના સન્માનમાં શું વાંધો છે ? મંત્રીરાજ ! અમારાં કેટલાંક તર્કશુદ્ધ પુરુષો અને સ્ત્રીઓ માને છે, કે આ સતીઓએ માત્ર એક પુરુષ પાછળ જ ભોગ આપ્યો; જે સહન કર્યું તે એક વ્યક્તિ માટે જ કર્યું. તેઓએ દેશનો ખ્યાલ રાખ્યો હોત તો સતી થવાને બદલે જીવિત રહીને વધુ સેવા કરી શકત. આવી સ્ત્રીઓને આજની નવયુવતીઓ પૂજે તો જ તે દહાડે એ માત્ર એક વ્યક્તિને જ ભજે અને વ્યક્તિવાદનું અનિષ્ટ પ્રવેશ કરી જાય, અને સમષ્ટિ માટે સહન કરવાની વાત વીસરાઈ જાય. અહીં તો સમષ્ટિની પૂજા છે.' નગરજનોએ ઉત્તર વાળ્યો. ‘બહુ, ‘વધુ’ એ તમારા ઉપાસ્ય દેવ છે. પણ અહીં તો અને સ્ત્રી-પુરુષોનાં યુગલો આવે છે ને જાય છે.' મહામંત્રી વાસકારે ચારે તરફ નજર નાખતાં કહ્યું. ‘એ કંઈ પૂજા માટે નથી આવતાં, પ્રેમ માટે આવે છે. અહીંનાં ઉદ્યાનોમાં એ હરશે, ફરશે, ગીત ગુંજ શે, ઝૂલે ઝૂલશે ને રસામૃતનું પાન કરશે. પ્રેમ અમારો પ્રભુ પ્રતિમાઓ છે. આપણા ભૂતકાળનો એ ઇતિહાસ છે. પણ એ ઇતિહાસ વાંચીએ છીએ ત્યારે મનમાં શ્રેષના અંકુર જાગે છે. અમુક રાજાએ વૈશાલીના વીરને હણેલા. અમુક રાજાએ અમુક વીરની હત્યા કરી. એટલે એની પત્ની સતી થઈ. આવું આવું વાંચી આંખમાં કરકરી ને મનમાં વેર જાગી જાય છે. માટે આ સ્તુપ મિટાવવો એ ચિત્તને નિર્દેશ ને સ્વચ્છ બનાવવા બરાબર છે.” - ‘ખરેખર ! સાચો માણસ વર્તમાનમાં જીવે છે. ભૂતકાળ નિરર્થક છે. પછી શું થયું ? જુવાનોનું કહેવું પણ ન સાંભળવામાં આવ્યું ?' વસ્યકારે આગળ પૂછ્યું. ‘જુવાનોથી લડાયક લોકોને નારાજ ન કરી શકાય. આ લોકો તો સામા થઈ જાય. ને જુવાનોને હાથ ચલાવવા ન ગમે. એટલે ‘તુષ્યતુ દુર્જન’ ન્યાયે એ માનસ્તંભ ટકી રહ્યો, કહેનારાઓએ તો ત્યાં સુધી કહ્યું કે આવી જુ નવાણી ભાવના જાળવી રાખવા કરતાં તો વૈશાલી નાશ પામે એ સારું. બહારની દુનિયામાં આપણે કેવા જુનવાણી દેખાઈએ છીએ ! છતાં સ્તૂપ રહ્યો એ હકીકત છે.” મહામંત્રીએ હવે જલદી કરવા માંડી. સમય ઘણો થઈ ગયો હતો. અને હજી ગણનાયકને મળવાનું શેષ હતું. ત્યાં તો દિશાઓને ભરી દેતો જયજયકાર સંભળાયો, વસ્યકારની તીણ દૃષ્ટિએ જોયું તો સામેથી એક મુનિ ચાલ્યા આવતા હતા. એમના મોં પર તેજ હતું, મુખમાં સરસ્વતી હતી, ચાલમાં સાધુનું નહિ-સિંહનું શહુર ભર્યું હતું. ‘આ કોણ છે ?” આ દેશના મહાન લોકસેવક સાધુ.” ‘નામ ?” ‘મહાન મુનિ વેલાકુલ. પણ “મુનિ’ શબ્દથી છેતરાશો નહિ. તેઓએ દેશને પોતાનો પ્રભુ માન્યો છે ને નવજુવાનોને પોતાના ભક્ત માન્યા છે. એ માને છે કે દેશ છે તો ધર્મ છે. અહીંના રાજકારણમાં તેઓ અગ્ર ભાગ લે છે. સંથાગારમાં એમના નિર્ણયને સહુ ઝીલે છે.” તો હું એ મહામુનિને વંદન કરી લઉં.” મહામંત્રી આગળ વધી મુનિના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરી રહ્યા. મુનિએ આશીર્વાદ આપીને કહ્યું, ‘મગધના છો ને ? મગધ તો યુદ્ધમાં માને છે ! પ્રેમમાં એને શ્રદ્ધા નથી.”, | ‘મહારાજ ! મગધ હજી ઘણું પછાત છે. એ હજી અહીંના જેવા પ્રેમવ્યાપારથી અજાણ છે.” ‘જેમ જેમ તમારી વાતો સાંભળું છું, તેમ તેમ મુગ્ધ થતો જાઉં છું. તમે સહુ જે સંસ્કૃતિમાં જીવો છો, એ સંસ્કૃતિનું સ્વપ્ન પણ અમારી પાસે નથી. હું એ જાણવા માગું છું કે તો પછી આ માનસ્તંભ અહીંથી ખસેડી કેમ લેતા નથી? નિરર્થક ભૂમિ રોકે છે.' | ‘વાત સાચી છે. સંથાગારમાં પ્રસ્તાવ પણ આવ્યો હતો, પણ વૈશાલીનો લડાયક ક્ષત્રિય વર્ગ એમાં શ્રદ્ધા ધરાવે છે. એ કહે છે કે જ્યાં સુધી આ માનસ્તૂપ છે, ત્યાં સુધી આપણું માન છે. એ છે તો વૈશાલીને ઊની આંચ નહિ આવે. માટે આ માનસ્તંભ સાથે કંઈ અટકચાળાં ન કરશો. આ તલવારના ખેલાડીઓનાં મગજ તેજ હોય છે. એટલે એમને કોઈ છંછેડતું નથી. ને તેથી આ અળખામણો સ્તૂપ હજુ ઊભો છે. છતાં જૂનાં પૂજન-અર્ચન તો ઓછાં થઈ ગયાં છે.” બોલવામાં કુશળ અને બીજાંને બોલતાં કરવાની ચતુરાઈમાં પારંગત મહામંત્રીએ વાત આગળ ચલાવી : ‘એનો પ્રતિવાદ કોઈ જુવાનોએ કેમ ન કર્યો?' ‘જુવાનોએ તો કહ્યું કે આ સ્તંભમાં આપણા પરાક્રમી પુરુષો અને સતીઓની 132 શત્રુ કે અજાતશત્રુ માનસ્તુપ B 133 Page #79 -------------------------------------------------------------------------- ________________ 19. મગધપ્રિયા. એટલામાં મુનિની પાસે એક યુવક અને યુવતી આવ્યાં. ને એમના ચરણમાં ઝૂકીને બોલ્યા, ‘મુનિવર ! અમે સ્વતંત્રતાના ઉપાસક તરીકે લગ્નની બેડી નાપસંદ કરીએ છીએ.' ‘આવી બેડીઓ તો તોડવી જ ઘટે. મનની અને દેશની બેડી તોડો. અને આત્માની બેડી આપોઆપ તૂટી જશે.' ‘અમે મિત્ર તરીકે સાથે રહી શકીએ ખરા ?” અવશ્ય. પ્રેમદેવના પૂજારીને શું અશક્ય છે ?” ‘આવા અમર્યાદ કે સ્વછંદ પ્રેમમાં વ્યભિચાર નહિ જાગે ?' મહામંત્રી વચ્ચે બોલી ઊઠ્યા. એવા શબ્દો અહીં બોલવા અસ્થાને છે. જુવાનોના નિર્મળ ચારિત્ર પર અશ્રદ્ધા કરવા બરાબર છે. મહામંત્રી ! વૈશાલીની હવા માણવા માટે મનની ઘણી તૈયારી જોઈએ.’ | ‘અમારું નીતિશાસ્ત્ર જાડધારું છે. અમે તો ઘી અને અગ્નિ- યુવાન અને યુવતીને પાસે ન રહેવા દેવામાં સલામતી માનીએ છીએ.’ વસ્યકારે કહ્યું. ‘તમે હજી ઘણાં વર્ષ પાછળ છો.’ ‘વિદાય લઉં મુનિરાજ , આશીર્વાદ આપો ! કોઈવાર મગધને પણ પવિત્ર કરજો.’ ‘જેવા સંજોગ.’ મુનિએ કહ્યું. મહામંત્રીએ મુનિને નખથી શીખ સુધી નિહાળી લીધા, અહીં મુનિનું ખૂબ જ સન્માન દેખાયું. લોકોના ટોળેટોળાં એકત્ર થઈને મુનિનો જયજયનાદ ગજાવી રહ્યાં હતાં. ઘણા વખતથી આપણે મગધભૂમિની બહાર છીએ. રાજા અશોકચંદ્ર અજાતશત્રુનું મહામહિમાવાળું બિરુદ લીધું, તોય આપણે એમને મળ્યા નથી. ઘણે દિવસે આપણે મગધના સપ્તમંજિલ રાજપ્રાસાદનાં પગથિયાં ચઢીએ છીએ; અને તે ખરેખર શુભ શુકને ચઢીએ છીએ. કારણ, આપણી આગળ મગધનું સૌંદર્ય એ પગથિયાંને પોતાની કુમકુમવરણી પગલીઓથી શોભાવી રહેલ જોઈએ છીએ, આપણી યાત્રા સૌદર્યયાત્રા બનશે, એની પ્રથમ દર્શને આપણને ખાતરી થાય એ પગથિયાં ચઢનારી ચતુરા મગધની મહાસૌંદર્યવતી ગણિકા મગધરિયા છે. પરાગની પૂતળી જેવી એ પોતાની પાનીએ અડતું ઉત્તરીય અને અંતરવાસક એક હાથે ઊંચકીને પગથિયાં ચડી રહી છે. અંતરવાસકે પ્રગટ કરેલો એના પગની પિંડીનો નિગ્ધ ભાગ દૃષ્ટાની નજરને મુગ્ધ કરી ત્યાં ચોંટાડી રાખે છે. એ કવિને કાવ્યની પ્રેરણા આપે છે. કામીને કુરબાનીનો સંદેશ આપે છે, સૌંદર્યભોક્તાને વગર, છરીએ જખમી બનાવી પછાડે છે. કેળના જેવી સુકોમળા ને હાથીદાંતના જેવી સ્નિગ્ધા એ પિંડી પર મન બહાવરું બની ફૂલ પર ભ્રમર ચોંટે તેમ ચોટી જાય છે! પગમાં રહેલાં ઘૂઘરીઓવાળાં નૂપુર મીઠો ઝંકાર કરી રહ્યાં છે, ને હાથનાં વલય મીઠું સંગીત સરજી રહ્યાં છે. ચાલતાં એના કંચુકીના બંધ તૂટતાં હોય એમ જોરથી શ્વાસ ચાલે છે. લાજ ભરી મોટી મોટી આંખો, યૌવનના પાત્રમાં મધુરસને છલકાવતી હોય એમ, ચમકી રહી એણે બૌદ્ધ ભિક્ષુની જેમ ત્રણ ચીવર ધારણ કર્યા છે. અંતરવાસક, ઉત્તરીય ને કંચુકી ! 134 1 શત્રુ કે અજાતશત્રુ Page #80 -------------------------------------------------------------------------- ________________ કંચુકીના બંધ એવાં છે કે એ જોઈને હાથીના બંધ ઢીલા પડી જાય. અને તાજાં ફૂલોથી ગુંથેલો કુંતલ કેશકલાપ એવો છે કે યોગીની સમાધિ ચળી જાય. એના સુડોલ ગ્રીવા-ભંગમાં, ડોકના હલનચલનમાં એક નૃપતિના રાજ દંડ જે ટલો પ્રભાવ છે. ગમે તેવા નઠોર પુરુષ પાસેથી એ ધારે તે કામ કરાવી શકે તેમ એ નારીના હોઠ પર હાસ્ય છે. એ ચંચલાની અલક પર વિલાસ છે. પગથિયાં ચઢવાના શ્રમથી એની ગોરી કાયા કંકુવરણી બની ગઈ છે અને ગુલાબની પાંખડી જેવા અધખુલ્લા એના હોઠોમાંથી માદક ગંધ ફુરે છે . એના મગજ પર આસવની આછી ખુમારી છે અને દેહ પર અંતરાગ, ઇત્ર અને ગંધસાર મહેંકે છે. આ નગરનાં શ્રેષ્ઠીકુલો ને રાજકુલોનાં ધૂત, નૃત્ય પાન અને માનની આ અધિષ્ઠાત્રી છે. સામાન્યજનો માટે તો જીવતા સ્વર્ગની અસરાની જેમ એનાં દર્શન પણ દુર્લભ છે ! મગધરાજ મધ્યાહ્નનો આરામ પૂરો કરી, હમણાં આ એકાંત મંત્રણાગૃહમાં આવ્યા હતા, ને એમણે વાતાવરણને સુરભિત કરતી અને મુખરિત કરતી ઘંટડીઓના મધુર રણકાર સાંભળ્યા. મંત્રણાગૃહની પશ્ચિમે સ્ફટિકની પાળવાળું એક કાસારતળાવ આવેલું હતું. એ તળાવની પાળ જુઈ, ચંપક ને માલતીની કુંજ-નિકુંજ આવેલી હતી. ગ્રીષ્મનો વાયુ એમાંથી ચળાઈને શીતળ થઈને પ્રાસાદનાં વાતાયનો વાટે અંદર પ્રવેશ પામતો હતો. મંત્રણાખંડની દક્ષિણ દિશાએ સુગંધી કુંવારા ઊડતા હતા અને એના કાંઠે આવેલા પંખીઘરમાં શુક, સારિકા, મયૂર, હંસ, કરડ, સારસ જેવાં પંખીઓ મધુર મધુર ટહુકા કરી વાતાવરણને મુખરિત કરી રહ્યાં હતાં. વાતાવરણમાં એક જાતની અપાર્થિવતા વ્યાપી હતી. માણસ અહીં આવીને માણસ મટી જતો. આ ભૂમિને સ્વર્ગ, સ્ત્રી-માત્રને દેવાંગના અને પોતાની જાતને જાણે દેવ કલ્પતો. આખાય ચિત્રમાં મગધપ્રિયાના આગમને પ્રાણ પૂરી દીધો. કોઈની રાહમાં ખોવાઈ ગયેલા જેવા લાગતા મહારાજ અજાતશત્રુ ઉત્સાહથી આગળ આવ્યા. એમણે મગધપ્રિયાનું સ્વાગત કર્યા, ‘આવ રે મગધપ્રિયે ! અત્યારે અસૂરી કાં?” ‘મારા માટે સમયનો પ્રતિબંધ ક્યાં છે ?’ મગધપ્રિયાએ પોતાનાં નયનો નચાવતાં કહ્યું. 136 | શત્રુ કે અજાતશત્રુ ‘મગધના મહારાજ્યની ભવ્ય ઇમારતના સ્તંભોમાં તું પણ એક છે. અમારાં પાણ જે કાર્ય ન સાધી શકે એ તારા કૃપાકટાક્ષ કરી શકે.” મગધરાજ અજાતશત્રુએ કહ્યું. એમને મગધપ્રિયાના દેહ, બુદ્ધિ અને મનના સૌંદર્ય માટે તો માન હતું જ, પણ એથીય વધુ એની રાજભક્તિ માટે હતું. મગધરિયા મગધના કલ્યાણ માટે ગમે ત્યારે પોતાનો પ્રાણ પાથરી દે તેવી હતી. ઘણાં કઠણ કામ એણે સરલ કરી દીધાં હતાં. “મનમાં ધૂન આવી અને નીકળી આવી. મહાઅમાત્ય વસ્યકારને પાછા વળતાં ઠીક ઠીક મોડું થયું, કાં ?” ‘થાય, માગધિકે ! આ તો રાજકાજ છે.” મહારાજ પોતે જ એની ચિંતામાં હતા, છતાં મગધપ્રિયાને આશ્વાસન આપ્યું. આવી સુંદરી પાસે હોય, સુંદર સુષ્ટિ હોય અને વળી સત્તા અને એકાંત હોય ત્યારે પુરુષને રાજ કાજ પણ ભુલાઈ જાય. પણ અહીં અજાતશત્રુ કામરોગના રોગી નહોતા; અને માગધિકાને કામ પ્રજાળતો નહોતો. બંને સ્વસ્થ હતાં. અલબત્ત, મહારાજની ખીલતી જુવાની અને મગધપ્રિયાની ખીલેલી જુવાનીની સોડમ એકબીજાંને જરૂચ ભાવી રહી હતી. કંઈ અશુભ તો નહીં થયું હોય ને ? આખરે તો શત્રુનો દેશ છે.” મગધપ્રિયાએ કહ્યું. | ‘એમ તો વૈશાલીનું ગણતંત્ર નીતિના પાયા પર રચાયેલું છે. એ બીજું ગમે કરે પણ દગો ન કરે, પીઠ પાછળ ઘા ન મારે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની સીંચેલી એ સંસ્કારધારા છે. મગધપ્રિયે ! એ લોકો જો ગણતંત્રની પ્રથા તજી દે, તો આવતીકાલે હું એની મિત્રતા કરવા, અરે, મિત્રતાને માથે ચડાવવા તૈયાર છું.' | ‘જે જેને અભિમત એ એને પ્રિય. રાજાજી, વૈશાલી ગણતંત્ર વગર જીવવા ન માગે, મગધ ગણતંત્રને ઘડીભર નભાવવા ન ઇચ્છે. ગધેડા અને સાકર જેવી વાત છે.’ મગધપ્રિયાએ કહ્યું. કોણ ગધેડો અને કોણ સાકર ?” મગધરાજ અજાતશત્રુએ પૂછયું. આવી નારી સાથે બેસીને ગોઠડી કરવી એય જીવનનો લહાવો છે. ‘ગણતંત્રની અપેક્ષામાં આપણે ગધેડા ને એ સાકર; રાજતંત્રની અપેક્ષામાં આપણે સાકર અને એ ગધેડા.’ મગધપ્રિયા લેશ પણ ભીતિ વગર બોલી રહી હતી. ‘શાબાશ !' મગધરાજે કહ્યું. એ એની મોહક કાયાને નખશિખ નિહાળી રહ્યા. મગધપ્રિયા તો સ્વયં મોહિની હતી; માણસને રાજપાટ છોડી એની પાછળ ભેખ લેવા મન થાય તેવી હતી. મગધપ્રિયા 137 Page #81 -------------------------------------------------------------------------- ________________ ‘પણ મહારાજ! મંત્રીશ્વર એમની પેલી યશ-યષ્ટિકા (યશ અપાવનારી લાકડી) તો સાથે લેતા ગયા છે ને ? એ છે ત્યાં સુધી ચિંતા કેવી ?’ મગધપ્રિયા બોલી. ‘જેષ્ઠિકા તો સાથે જ હોય ને !' મગધરાજે કહ્યું ને વાતને વાળતાં બોલ્યા, ‘વારુ મગધપ્રિયે ! શું રાજકારણીઓને હેલિકા-પ્રહેલિકા કે અંગરાગ શીખવવા અત્યારે આવી છે ?’ ‘ના. હમણાં એ તરફ મારું મન નથી.’ મગધપ્રિયાએ કહ્યું. ‘તો, તારું મન ક્યાં છે ?' ‘મહારાજ ! વગર કારણે મંત્રણાગૃહમાં આ સમયે આવી તે કંઈ નિરર્થક નથી આવી. ગઈકાલે એક સ્ત્રી જોઈ. મેં એને યુવાનીમાં જોયેલી. અલબત્ત, મારી જેમ એ રાજગણિકા નહોતી, છતાં રાજા કે શ્રેષ્ઠીના પુત્રો સિવાય બીજાને એ ઊભા પણ રહેવા ન દેતી. શું એનું રૂપ હતું ! દીપમાં પતંગ પડે એમ માણસો દીવાના થઈને એની પાછળ જીવ કાઢી નાખતા. કાલે મેં એને જોઈ. સાવ કૂબડી, કમરથી વળી ગયેલી ! મોં પર તો જાણે મેશ ચોપડી ન હોય ! મેં પૂછ્યું’, ‘રે વલ્લભા ! આ કમરથી વળીને શું શોધો છો ?' ‘દીકરી ! જુવાનીને શોધું છું.' જુવાનીને શું કરવી છે ?' જુવાની છે તો જિંદગી છે, બેટી ! આખી જિંદગી જાણે નર-વાનરોને રમાડવામાં કાઢી. સારું-નરસું આપણા જીવનમાં પણ છે, હોં ! પેલી અંબપાલીની વાત સાંભળીને ? ભગવાન બુદ્ધને એણે પોતાને ત્યાં જમાડ્યા ને લાખનો બાગ દાનમાં આપ્યો. રે માગધિકે ! આ દેહથી રાજસેવા, દેશસેવા કે ધર્મસેવા ન કરી તો જિંદગી ને જુવાની મળ્યાં ન મળ્યાં બરાબર છે ! આ ભિખ્ખુઓ કહે છે કે આ જન્મનાં કર્મ પ્રમાણે મર્યા પછીનો જન્મ મળે છે. રે મગધપ્રિયા ! બળ્યાં આપણાં કર્મ ને બળ્યો આપણો જન્મ !' મગધરાજે વચ્ચે જ પ્રશ્ન કર્યો, ‘એટલે તું તારી જિંદગી અને જુવાનીનો ઉપયોગ કરવા ઇચ્છે છે ?' ‘હા. હું રાજસેવા કરવા ચાહું છું ને એ માટે જ અત્યારે આપને મળવા આવી છું. તન, ધન અને જોબન, એ તો ડુંગર પર વરસેલા પાણી જેવાં ઉતાવળે વહી જનારાં છે, એમ એક સાધુએ મને કહ્યું છે.' ‘સુંદરી ! રાજસેવામાં તારો ઉપયોગ મુત્સદ્દીઓ કરી શકે, મને તો સંગ્રામ ખેલતાં આવડે સંગ્રામમાં સુંદરીઓ નકામી ! અલબત્ત, ધર્મસેવામાં તારો ઉપયોગ મહાભિખ્ખુ દેવદત્ત કરી શકે.’ 138 ] શત્રુ કે અજાતશત્રુ ‘મહાભિખ્ખુ દેવદત્તની વાત ન કરો. મારે રાજસેવા કરવી છે. એવા ભિખ્ખુ તો મારી દેવડીએ રોજ બાર આવે છે, અને આંટા મારતા ને આટો ફાકતા નાસી જાય છે !' ‘મગધપ્રિયે ! કોઈ શુભ કાર્ય તારા માટે નિર્માણ થયેલું લાગે છે. મહામંત્રી વસ્તકાર વૈશાલીનું નિરીક્ષણ કરવા જ ગયા છે, એ હવે આવવામાં જ છે. પ્રણિધિ ગુપ્તચર કહી ગયો છે કે નજીકમાં જ છે. તું થોડી વાર અહીં બેસ !' ‘હું અંતઃપુરમાં રાજકુંવરીઓ સાથે થોડી વાર ખેલું છું. મહામંત્રી આવે ત્યારે મને બોલાવજો.' ‘રાજા ઉદયનનું વીણાવાદન વખણાય છે. આપણી કુંવરીઓને એ શીખવવાનો પ્રબંધ કરજે !' મગધરાજે કહ્યું. ‘મહારાજ ! આવા વીણાકારો ભારે ઉસ્તાદ હોય છે. એણે તો વાસવદત્તાને વીણા શીખવતાં આખી વાસવદત્તાને જ ઉપાડી !' મગધપ્રિયાએ કહ્યું. ‘એ તને ન શિખવાડે ? પછી તું કુંવરીઓને શિખવાડ.’ ‘એ વળી કયા ખેતની મૂળી ! તારો ક્યાંક મને જ ધૂતી જાય, તો મગધમાંથી ટળી જાઉં ? આવા પુરુષો સ્ત્રીના ચિત્તને માછીમારની જેમ પકડી લે છે અને પછી સ્ત્રી માટે તો મનની લગન ભયંકર છે.’ ‘ના, ના ! મગધ પાસે બીજી રાજગણિકા નથી. એવું જોખમ ન ખેડતી. તને આવડે એવી વીણા શિખવાડજે ! અત્યારે રાજકુમારોને વીણા વગાડતી કુંવરીઓનું ઘેલું લાગ્યું છે !' ‘એ વાતે નિશ્ચિંત રહેજો, મહારાજ ! મારું શિક્ષણ એવું છે કે સો દેશની રાજકુમારીઓમાં મગધની કુંવરીઓ સાચા હીરાની જેમ ચમકી ઊઠે. મહારાજ! ગર્વ નથી કરતી પણ એક કેવિન્યાસકળા જ એવી શીખવી છે કે બિચારા રાજકુમારો એ કેશજાળમાં જ કેદી થઈ જાય. ને રાજકુમારી ભલે દેહે કુરૂપ હોય તોય માગું મૂકી દે.’ ‘મગધપ્રિયા !શિક્ષણની બાબતમાં મને તારો પૂરો ભરોસો છે. વારું, જવું હોય તો જઈ આવ !' મગધપ્રિયા મંત્રણાગૃહમાં આવેલ ગુપ્ત માર્ગ વાટે અંતઃપુરમાં જવા તૈયાર થઈ. ત્યાં તો નીચે ગજઘંટા સંભળાઈ. એ વખતની ગણિકાઓ આજના જેવી નહોતી, એ શિક્ષિકાનું કામ પણ કરતી. એ સંસ્કારમૂર્તિ પણ હતી. ‘અરે માગધ ! મંત્રીરાજ આવી જ ગયા !' હર્ષાવેશમાં મગધરાજે બૂમ પાડી. ‘તમે પહેલાં તમારી વાતચીત પતાવી લો, પછી હું આવું !' મગધપ્રિયાએ મગધપ્રિયા C 139 Page #82 -------------------------------------------------------------------------- ________________ આગળ પગલાં ભરતાં કહ્યું. મગધરાજ એનો કંઈ જવાબ આપ્યા વગર મહામંત્રી વસકારને આવતા જોઈ રહ્યા. વૃદ્ધત્વ આવી ગયું હતું, પણ મહામંત્રીનું શરીરબળ હજી એવું ને એવું હતું. વાળ બધા પાકીને શ્વેત થઈ ગયા હતા, પણ પગમાં જરાય કંપ નહોતો. હિમાલયનું કોઈ ભવ્ય શિખર પૃથ્વી પર ચાલ્યું આવતું હોય એવો એમનો દેખાવ હતો. રાજકાજ એમનો પ્રિય વિષય હતો ને મગધ તો એમના હૃદયનો ટુકડો હતું. મગધ માટે જરૂર પડે તો યમ સાથે પણ બાખડે તેવા હતા. એમના હોઠ દૃઢ હતા ને સત્તા દાખવતા હતા. પગમાં લોહસ્તંભની અડગતા હતી. બાહુમાં અગાધ તાકાત દેખાતી. ને એમની મોટી પાંપણોવાળી આંખો સાથે આંખ મિલાવનારને ખાતરી થઈ જતી કે આ લોહને પિગાળવું સહેલ નથી. મંત્રીશ્વરે વયસૂચક એક સીસમની ચાંદીની ખોળવાળી લાકડી હાથમાં રાખી હતી. એ લાકડી માટે કંઈ કંઈ કહેવાતું. એમાં, કહે છે કે લાખેણા હીરા રહેતા અને એમાં જ વિષ પાયેલાં હાથે ફેંકવાનાં તીર રહેતાં. કેટલાક કહેતા કે સિદ્ધો પાસેથી મળેલી મંત્રપૂત આ યષ્ટિકા છે. એ યષ્ટિકા પાસે હોય ત્યારે મંત્રીશ્વરને પરાસ્ત કરવા શક્ય નથી. એ લાકડી ધાર્યું સિદ્ધ કરાવે એવી છે. વેરી પણ વશ થઈ જાય. અને એનો તાજો પુરાવો એમની વૈશાલીની મુલાકાત હતી. હાથી સેચનકને જીવતો શેકી નાખ્યો અને અન્યાયી બહાનું લઈને યુદ્ધ આદર્યું તોય મહામંત્રીને જોતાં વૈશાલીના નગરજનો મુગ્ધ કેવા થઈ ગયા ! કેટલું સ્વાગત કર્યું ! અરે, છેલ્લે ગણનાયક ચેટકની મુલાકાતમાં તો ગણનાયક ખુશ ખુશ થઈ ગયા. એ પોતે એમને વોટાવા નીકળ્યા. ઘણા દહાડાની ઓળખાણ હોય અને જુદા પડતાં અંતર ચિરાતાં હોય એમ વર્ત્યા. વૈશાલીની પ્રજા એક વાર મગધની જય બોલાવી રહી, ને કડવો ભૂતકાળ મીઠો કરી રહી. સાચો મુસદ્દી એનું નામ, જે ધાર્યાં આંસુ પડાવે અને પાડે. ભલે એ આંસુ મગરનાં હોય, ખોટાં હોય, ક્ષણજીવી હોય. સંસારમાં અમર છે પણ શું ? મહામંત્રી વસ્તકારે વિદાય વખતે વૈશાલીની પ્રજાનો જે આભાર માન્યો, એની સંસ્કૃતિને જે રીતે બિરદાવી એથી ગણતંત્રના લોકો ખરેખર ગાંડા થઈ ગયા. તેઓ છડેચોક કહેવા લાગ્યા, જોઈ આપણી સંસ્કૃતિ ! અરે, વેરી પણ એનાં વખાણ કરે છે ! આમ રંગ જમાવી. ભગવાન બુદ્ધને મળી નવા ઉત્સાહ સાથે પાછા વળેલા મહામંત્રી મંત્રણાગૃહનાં પગથિયાં ચઢીને આવી રહ્યા હતા. જુવાન રાજા બેએક પગથિયાં ઊતરી સ્વાગતે સામો ધસ્યો. મંત્રીશ્વરને નમ્યો. 140 ] શત્રુ કે અજાતશત્રુ મંત્રીશ્વરે સામા નમન કર્યાં. ખાનગીમાં રાજા મહામંત્રીને ભાવથી પૂજતો એ તેમને આદર્શ બ્રાહ્મણ અને નિસ્વાર્થી મુસદ્દી માનતો. ‘યાત્રા તો કુશળ થઈને ?' “એકદમ કુશળ. ‘ભગવાન બુદ્ધને મળ્યા ?' રાજાએ પૂછ્યું. મળ્યો પણ ખરો અને નિરાંતે જે પૂછવું હતું તે પૂછ્યું પણ ખરું. ભગવાન બુદ્ધને મગધ પર પ્રેમ છે. વૈશાલી મગધની મૈત્રી ચાહે છે.' મંત્રીશ્વરે આસન લેતાં કહ્યું. ‘એ તો આ જેષ્ઠિકા(લાકડી)નું જાદુ જ એવું છે ! તો તમે મૈત્રી આપી ?’ મગધરાજે પૂછ્યું. એણે દાણો ચાંપી જોયો. રાજા આખરે રાજા હતો. મંત્રી આખરે મંત્રી હતો. રાજાને લાગ્યું કે કદાચ મંત્રીશ્વર વૃદ્ધ થયા છે, ને બહુ સ્વાગત-ભાવથી શત્રુદેશ તરફ હૃદય કૂણું થયું હોય ને મત-પરિવર્તન પણ થયું હોય. ‘મૈત્રી લીધી જરૂ૨, પણ આપી નહિ ! મૈત્રી આપવાનું મન તો જરૂર થાય. આવી ભોળી ને પ્રેમાળ પ્રજા, આવો સંસ્કારી દેશ, માર્દવની મૂર્તિ જેવા રાજસંચાલકો, એ બધુંય ગમે; પણ મૈત્રીનો કૉલ આપું તો મગધને માટે હાથે કરીને પગ પર કુહાડો મારવા જેવું થાય. તો તો પછી મગધનો પ્રાચીન રાજવંશ નષ્ટભ્રષ્ટ કરવાની પેરવી ચાલે અને શિયાળિયાં આવીને સિંહને કહે કે આ બોડ ખાલી કરો. અને મંત્રી પણ એમનો દાસાનુદાસ બની રહે ! એટલે મગધરાજ, એ તો વાત જ કરવાની ન હોય. ગણતંત્રની સાથે મૈત્રી એટલે રાજતંત્રનો મૃત્યુઘંટ ! મગધ માટે તો યુદ્ધ એ જ યુગધર્મ ! કાં તો વૈશાલીના રાજતંત્રનો પલટો થાય અને નહીં તો એનો વિનાશ થાય!! ‘તો આજ્ઞા આપો. શું નિર્ણય કર્યો આપે ?' મગધરાજને મહાઅમાત્યના લોહવચનોથી ઉત્સાહ વધ્યો. ‘પછી વાત કરીએ. પ્રથમ મહાભિખ્ખુ દેવદત્તને બોલાવો. એમની હાજરી જરૂરી છે.' મહારાજે પ્રતિહારીને મહાભિખ્ખુ દેવદત્તને તાબડતોબ બોલાવી લાવવાની આજ્ઞા કરી. ‘મહાભિખ્ખુ એમાં ઉપયોગી છે ?' મગધરાજે પૂછ્યું. ‘હા. વૈશાલીમાં વેલાકુલ નામના એક લોકપ્રિય મુનિ છે. પ્રજા પર એની ખૂબ પકડ છે. એને ગમે તે રીતે વશ કરવો છે. લડાઈ માત્ર લશ્કરથી જિતાતી નથી. અડધી લડાઈ તો આવા એક જ માણસને વશ કરતાં જિતાઈ જાય તેમ છે.' મહામંત્રીએ કહ્યું. મગધપ્રિયા C 141 Page #83 -------------------------------------------------------------------------- ________________ 20 મુસદ્દીઓની નજરે ભલે, આપને રુચે તેમ કરો. પણ હા, એક જણ આપને મળવાની રાહ જોઈને અંતઃપુરમાં બેઠું છે, હોં.’ મગધરાજે હળવી રીતે કહ્યું. ‘કોણ છે ?” મહામંત્રીએ આશ્ચર્યથી દાખવ્યું. ‘રાજ ગણિકા મગધપ્રિયાં.” ‘શા માટે ?’ મહામંત્રીએ આશ્ચર્ય દાખવ્યું. ‘એ કહે છે કે મારે રાજ સેવા કરી મારી જિંદગી અને મારી જુવાનીને સફળ કરવી છે !' મગધરાજે કહ્યું. | ‘સો ઉદર મારીને બિલ્લીબાઈ પાટે બેઠાં ! આવી સ્ત્રીઓ એ કંઈ રાણી ચેલા હોતી નથી. એ શા માટે શું કરતી હોય છે, એ કંઈ ન કળાય. એ તો એક ઉંદર માટે આખો ડુંગર પણ ખોદે.” મહામંત્રીએ સ્ત્રીસ્વભાવ વિશેનો પોતાનો અનુભવ આપ્યો. સાથે સાથે ચેલા રાણીને અપવાદમાં રાખ્યાં. ‘તો એને હમણાં જવાનું કહું ?' રાજાએ કહ્યું. મંત્રીશ્વર થોડીવાર વિચારમાં પડ્યા, ને પછી ઉત્સાહમાં આવીને બોલ્યા, ‘રાજકારણમાં તો સંઘરેલા સાપનો પણ ઉપયોગ છે. બોલાવો એને, કદાચ મહાભિખ્ખ પાછી પાની કરે તો મગધપ્રિયા ઉપયોગી નીવડશે.” મગધરાજે દાસીને ફરી આજ્ઞા કરી, ‘જા, મગધપ્રિયાને અહીં સત્વર મોકલ.’ દાસી મસ્તક નમાવી આજ્ઞા લઈને ચાલી ગઈ. થોડીવારમાં મગધપ્રિયા હાજર થઈ. જે નારી મગધરાજને ખુલ્લે મસ્તકે મળી હતી, એ નારીએ મંત્રીશ્વર જેવા વૃદ્ધની આમન્યા માટે ઉત્તરીય માથા પર નાખ્યું હતું. પણ પારદર્શક ઉત્તરીયની આડમાં એના મુખચંદ્રની શોભા ઓર વધી ગઈ. અલૌકિક રૂપમાધુરી વહાવતી મગધપ્રિયા આવીને એક ખૂણામાં બેસી ગઈ. વાતાવરણમાં એની સુષમા પ્રસરી રહી. થોડી વારમાં મહાભિખ્ખું દેવદત્તની પણ પધરામણી થઈ. એના દેહ પર વૈરાગ્યનાં પીળાં વસ્ત્ર હતાં. પણ એની આંખમાં શંકરના ત્રિનેત્રનો અગ્નિ હતો. મગધરિયા દૂર બેઠી જાણે દાઝવા લાગી. મહાભિમ્મુએ આવતાવેંત કહ્યું, ‘મુત્સદીઓ દળે આખી રાત, પણ ઉધરાવે ઓછું. કહો, મંત્રીરાજ ! વૈશાલી કંઈ બહુ ગમી ગયું !” સંસારની ચાર મહાશક્તિઓ એક એક ખૂણે બેસી ગઈ હતી. પોતાની અલૌકિક રૂપમાધુરી વહાવતી મગધરિયા પોતાના ચંદ્ર જેવા મુખ પર ઉત્તરીય નાખીને બેઠી હતી. એ જાણે કહેતી હતી કે બીજલી અંબરમાં છુપાયેલી સારી. બીજી તરફ મુસદ્દવટથી જગતને હથેલીમાં નચાવવાની તાકાત ધરાવનાર મહામંત્રી વસ્તકાર બેઠા હતા. જાણે એ કહેતા હતા કે મુસદ્દીઓના બુદ્ધિચાતુર્યથી જગત બચે તેટલું સારું; નહિ તો ભલભલાના ભુક્કા સમજો ! જાણો સંગ્રામનું સાકાર સ્વરૂપ હોય એવા મગધરાજ અજાતશત્રુ સિંહાસન પર બેઠા હતા, એ જાણે એમ દર્શાવતા હતા કે ન છૂટકે મારી તલવારને મ્યાન બહાર કઢાવજો, નહિ તો જગતમાં રક્તની નદીઓ વહેશે. અને સંસારને પોતાના શાપ યા વરદાન દ્વારા બરબાદ યા આબાદ કરવાની શક્તિ ધરાવનાર મહાભિખુ દેવદત્ત એક બાજુ બેસીને જાણે કહેતા હતા કે સંસારમાં બધા બગડ્યી સારા, પણ સંત બગડ્યો ભંડો છે ! આ ચારમાં અજાતશત્રુ અને મહાભિખુ દેવદત્ત બે સાધક હતા. તેઓને ગણતંત્ર અને ગણતંત્રના પુરસ્કર્તાઓને પૃથ્વીને પાટલેથી ઉખેડી નાખવા હતા ને પોતાની પ્રતિષ્ઠા કરવી હતી. આ બે સાધકોએ સાધન તરીકે મહાસુંદરી મગધરિયા અને મહામંત્રી વસ્યકારને સજ્જ કર્યા હતાં. પ્રથમના બે શેતરંજના ખેલાડીઓ હતા અને પછીનાં બે શેતરંજનાં પ્યાદાં હતાં; પોતાની અનુપમ અને કુશળ ચાલથી માલિકને જીત અપાવનાર નિઃસ્વાર્થી મહોરાં હતાં. મહાભિનુ દેવદત્તે આવતાંની સાથે ટોણો માર્યો, ‘મુસદ્દીઓ દળે આખી રાત, પણ ઉધરાવે ખાલીમાં. મહામંત્રી વૈશાલીમાં જઈ આવ્યા ને પ્રશ્નો પૂછી 142 D શત્રુ કે અજાતશત્રુ Page #84 -------------------------------------------------------------------------- ________________ આવ્યા, પણ એમાં વળ્યું શું ? હું પૂછવા માગું છું કે આપણે વૈશાલી સામે જે જંગ છેડવા ચાહીએ છીએ - ખરી રીતે જે જંગ છેડી બેઠા છીએ - એ માટે એમણે ત્યાંથી શું હાંસલ કર્યું ?” બીજો કોઈ સામાન્ય માણસ હોત તો ગુસ્સે થઈ જાત, પણ મહામંત્રીએ તો શાંત ચિત્તે અને સ્વસ્થ અવાજે પૂછયું, “આપ ધીમાનને મારી મુલાકાતના કેવા હેવાલ મળ્યા છે ?* પ્રશ્નમાં ધીમાન શબ્દમાં વ્યંગ હતો. ‘તમારી મુલાકાતના રજેરજ હેવાલ અમને મળ્યા છે. મહાધૂર્ત તથાગતને (ભગવાન બુદ્ધને) તમે પ્રશ્નો કર્યા, ને તમારું બહાનું દઈને તથાગતે વૈશાલીનાં વખાણ કર્યા, એનાં વખાણમાં એનાં પોતાનાં વખાણ પણ આવી ગયાં ! એનો કહેવાનો ભાવાર્થ એવો કે અમે અહીં ખેડીએ તે વૈશાલીની સંસ્કાર-ખેતી જુઓ. અહીં પિતા પૂજાય. ત્યાં પિતાને કમોતે મારવામાં આવે. મહામંત્રી ! આ તો તમે જઈને વૈશાલીને વધુ પ્રોત્સાહન આપ્યું; એની કીર્તિધજામાં એક ચાંદ વધુ ટાંકી દીધો. અરે, નીકળતી વખતે વૈશાલીનો વિયોગ તમને અસહ્ય બન્યો, તમે આંસુ પાડ્યાં.' ‘મહાભિખુ ! મુસદીઓનાં આંસુ મગરનાં આંસુ હોય છે. તમે જેને વૈશાલીનાં વખાણ કહો છો, એમાં જ વૈશાલીના નાશના ઉપાયો છુપાયેલા છે.' મહામંત્રીએ શાંત ભાવે કહ્યું. દેવદત્તની વર્તણૂક ઉશ્કેરાઈ જવાય તેવી હતી, પણે વસ્યકારને તો જાણે પાંદડાં પર તુષાળ જળ હતું. ‘મહામંત્રી ! મને બનાવશો મા. તથાગત પાસે કોણ કોણ જાય છે, ને કેવા કેવા પ્રશ્નો થાય છે, તેવા વિગતવાર અહેવાલ મારી પાસે આવે છે.’ ‘પૂછેલા પ્રશ્નો અને તથાગતે આપેલા જવાબો તમે કહી શકશો ?” મહામંત્રીએ કહ્યું. અવશ્ય. તમારો પહેલો પ્રશ્ન એ હતો કે વૈશાલીના રાજ કર્તાઓ જેય છે કે અજેય ? ત્યારે તથાગતને તેમનો શિષ્ય આનંદ પંખો નાખતો હતો. બુદ્ધ આનંદ તરફ ફરીને પૂછયું, “આજ કાલ વર્જાિ ઓ એકત્ર થઈ રાજ કારણનો વિચાર કરે છે ?” આનંદે હા પાડી. તમારા પ્રશ્નનો આ જવાબ થયો.” દેવદત્તે વિગતથી વાત કરતાં કહ્યું ને ઉમેર્યું, ‘આમાં તમે મગધને હિતાવહ માહિતી શી મેળવી ?” ‘મહાભિખુ ! પૂરેપૂરા આદર સાથે તમને કહેવું જોઈએ કે આ બાબતમાં તમારી ગતિ-મતિ જરા પણ ચાલતી નથી. આ પ્રશ્ન એક વાતનો ખુલાસો કર્યો કે વઓિ એકત્ર થઈને રાજકારણનો વિચાર ન કરી શકે તેવી પરિસ્થિતિ પેદા થાય તો વૈશાલી જીતી શકાય, મારો બીજો પ્રશ્ન અને એનો જવાબ !' મહામંત્રીએ 14 D શત્રુ કે અજાતશત્રુ પોતાના જમણા હાથની અંગૂઠીને ડાબા હાથની આંગળીઓથી ફેરવતાં કહેવા માડ્યું, | ‘ભગવાન તથાગતે આનંદને પૂછયું કે વૈશાલીના નાયકો જ્યારે એકત્ર થાય છે ને પછી ઘેર જાય છે. ત્યારે તેમનામાં એકસરખો સંપ હોય છે ?” આનંદે એનો હામાં જવાબ આપ્યો. પણ મેં તેથી તારવ્યું કે ગણતંત્રમાં ગૃહકલેશ પણ મોટો ભાગ ભજવી શકે છે. ગૃહકલેશ પેદા કરવો એ ગણતંત્રોના નાશ માટેનું પ્રાથમિક પગલું છે. ઘરનો કલહ રાજ માં કામ કરી શકે છે. બુદ્ધ માનતા હતા કે હું વર્જાિઓનાં વખાણ કરું છું. પણ હું તો એમાં એમના વિનાશના ઉપાયો જોતો હતો. મુસદીઓની આંખ જુવે જુદું, સમજે જુદું.’ | ‘તમે તો બધી વાતોને નવી રીતે જ સમજો છો.’ મહાભિખુએ જરાક ઢીલા પડતાં કહ્યું. ‘ભિખુરાજ ! ત્રીજો પ્રશ્ન કાયદાનો હતો. જ્યારે કોઈપણ ગણતંત્રની પ્રજા પોતે કરેલ કાયદાનો પોતે જ ભંગ કરે, પોતે જ એનો ભળતો અર્થ કરે, અથવા કાયદાથી ઊલટી રીતે વર્તે ત્યારે એનો નાશ થાય છે. ગણતંત્રમાં અત્યારે કાયદારૂપી રાજાની વિષમ સ્થિતિ છે. ને દરેક જણ કાયદાનો પોતાની રીતે અર્થ તારવે છે. શિયાળ અને કૂતરા જેવા બે પક્ષો છે. શિયાળ સીમ ભણી ખેંચે છે. અને કૂતરાં ગામ ભણી. આમ્રપાલી અંગેનો કાયદો તો જાણો છો ને?' કાયદા દરે ક તંત્રમાં હોય, એમાં જાણવાનું શું ?' ‘જરૂર જાણવાનું. રાજતંત્રમાં કાયદો જરૂરી છે, પણ એથીય વધુ રાજા જરૂરી છે. પણ રાજા વગરના તંત્રમાં - ગણતંત્રમાં-નો કાયદો જ રાજા છે.' ‘શાબાશ, મહામંત્રી ! એક રાજ્યના વિનાશ માટે તમે ઠીક ઠીક સંશોધન કર્યું છે. હું આગળ જાણવા માગું છું.' મહાભિખુ દેવદત્ત પોતાની ટીકાઓ ભૂલી જઈને ઉત્સાહમાં આવતાં કહ્યું. મહામંત્રીએ કહ્યું, ‘મેં તથાગત બુદ્ધને એક વધુ પ્રશ્ન કર્યો અને એમણે જવાબ આપ્યો કે જ્યાં સુધી પ્રજા વૃદ્ધ રાજકારણી પુરુષોને માન આપે છે, ત્યાં સુધી અજેય છે. અને વિવાહિત કે અવિવાહિત પર બળાત્કાર નથી થતો, ત્યાં સુધી દુર્જેય છે, સાધુ-સંતો અને દેવસ્થાનો પર શ્રદ્ધા રાખે ત્યાં સુધી અપરાજેય છે. ભગવાન બુદ્ધની વાણીમાંથી મેં પ્રતિવિધેય વાતોનો સાર તારવ્યો. હવે હું આ બધાં પ્રતિવિધેયો વૈશાલીની પ્રજામાં પ્રસરી રહે, તેમ ઇચ્છું છું.' અને મહામંત્રીએ મગધપ્રિયા તરફ દૃષ્ટિ કરી. ‘માનનીય મહામંત્રીજી, મને કંઈ પણ કાર્ય સોંપે એવી મારી યાચના છે. મારી મુસદીઓની નજરે D 45 Page #85 -------------------------------------------------------------------------- ________________ જિંદગી અને જુવાની સફળ થાય એવું કાર્ય કરવા ઇચ્છું છું' મગધપ્રિયાએ પોતાના સુંદર મુખને કમલની જેમ વિકસાવતાં કહ્યું. ‘મગધપ્રિયા ! તને જોઈને મેં હમણાં જ તારા માટે એક કાર્ય નિશ્ચિત કરી નાખ્યું છે. વૈશાલીના જાણીતા લોકસેવક મહાત્મા વેલાકુલને તારે વશ કરવાના છે. એ વશ થતાં અડધું વૈશાલી જિતાઈ જાય તેમ છે.’ ‘મને માર્ગ બતાવો. મહામુનિ વેલાકુલ સ્ત્રીસંસર્ગમાં આવે છે ખરા ? સાંભળ્યું છે કે એ મુનિ છે. શ્રમણ છે.' મગધપ્રિયાએ કહ્યું. અને સરસંધાન માટે જેમ ધનુષ્ય મરડાય એમ એ અંગમરોડ રચી રહી. એની અંગશોભા અપૂર્વ બની રહી. એ રૂપ પાસે વિશ્વામિત્ર જેવા તપસ્વી પણ ફરી ચલાયમાન થઈ જાય તેમ હતું. ‘એ મુનિ મહાતાંત્રિક છે. એણે તંત્રવિદ્યાથી નદીના પ્રવાહને વાળી બતાવ્યો હતો. આ શક્તિથી એ મુનિની વાહ વાહ થઈ. અને એક દહાડો એના મનમાં લોકેષણા જાગી. ગુરુએ એ એષણાને ખરાબ કહી, તો એણે પોતાના ગુરુનો અને સમાજનો ત્યાગ કર્યો; એ ધર્મગુરુ મટી લોકગુરુ બન્યો. હવે એ લોકોના પ્રશ્નો ઉકેલવાના કામમાં પડ્યો છે. લોકોને એનામાં પરમ શ્રદ્ધા છે. એના આશ્રમમાં સારી યા નરસી બધી જાતની સ્ત્રીઓ રહે છે. અને એમના ઉદ્ધાર માટે લોકગુરુ બનેલા વેલાકુલ મુનિ સતત પ્રયત્ન કરે છે.' ‘તો હું અવશ્ય ત્યાં જઈશ, મહામુનિની સેવા કરીશ. એને વશ કરીશ અને મગધના લાભમાં એ વર્તે તેમ કરીશ.' મગધપ્રિયાએ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું. ‘સેવાથી જ પારકો માણસ પોતાનો બને છે. મગધપ્રિયા ! હું જાણું છું કે તું પરમ સેવાભાવી છે, તો આવા મહાપુરુષોની સેવા કરતાં કોઈ પ્રકારનો સંકોચ ન કરીશ. એક વાર તારા પર એને દૃષ્ટિરાગ પેદા થઈ જાય, પછી તો પાસા પોબાર છે. સંસારમાં કામરાગ સારો; ભડકો થઈને ભૂંસાઈ જાય, પણ સ્નેહરાગ કે દૃષ્ટિરાગ ભૂંડો; એમાં સપડાયો એની મદારીના વાનર જેવી જ દશા થાય.' ‘આપ નિશ્ચિંત રહેશો. હું મારી માતૃભૂમિ માટે તન, મન અને ધન-ત્રણે અર્પણ કરીશ. આપ મારા યત્નને શુભેચ્છા પાઠવજો.’ અને મગધપ્રિયા રાજસભાની મધ્યમાં આવી. હવામાં જાણે રૂપભર્યું વાદળ તરતું આવ્યું. મહારાજાએ ખુદ ઊભા થઈને મગપ્રિયાને પાનનું બીડું આપ્યું. આ માન અપૂર્વ લેખાતું ને ભલભલાને એની ઈર્ષ્યા થતી. મગધપ્રિયાનું જોબન એની દેહ-પ્યાલીઓમાંથી છલકાઈ રહ્યું હતું. શ્રીમંતને જેમ પોતાની લક્ષ્મીનું અભિમાન હોય, એમ એને પોતાના રૂપનું અભિમાન હતું. પણ અત્યારે એની વિશિષ્ટતા એ હતી કે મગધપ્રિયા એ અભિમાનને કર્તવ્યની વેદી 146 ] શત્રુ કે અજાતશત્રુ પર અર્પણ કરી દેવા તત્પર થઈ હતી. એની નજર સામે હવે કોઈ એક વ્યક્તિ રહી નહોતી, કોઈ એક પુરુષની તૃપ્તિ માટે - પછી એ ભલે રાજા અજાતશત્રુ હોય - આ રૂપાળાં લાલિત્યભર્યાં અંગો હવે અર્પણ થવાનાં નહોતાં. એ સેવા માટે તત્પર એવી સેવિકા બની હતી. જિંદગી અને જુવાનીને એણે પોતાની રીતે હોડમાં મૂકી હતી. મગધની એક સેના પોતાના તીરકમાનથી દેશને જેટલો લાભ કરી શકે. એનાથી એના બે કટાક્ષ વધુ લાભ કરી શકે એમ એ માનતી. એના એક બાહુપાશમાં એના એક ભૂભંગમાં એના એક મધુર સ્મિતમાં ને અંગસ્પર્શમાં સેનાપતિનાં શસ્ત્રોની ને મુસદ્દીઓની કુનેહની શક્તિ હતી. અને જે દુષ્કર કામ માટે એ પ્રયાણ કરવાની હતી, એ કામ માટે તો ખુદ સેના, સેનાપતિ કે મંત્રીઓ સુધ્ધાંને મહામંત્રીએ નકામા ઠેરવ્યા હતા. મહામુનિ વેલાકુલનું હૃદય જીતવાનું હતું, અને એ જીત મગધપ્રિયાથી જ શક્ય બને તેમ હતી. હ્રદય કંઈ કમાન કે તીરથી નહિ, સેવાથી ને સ્નેહથી વીંધાય છે. મગધપ્રિયાએ પોતાની રૂપવલ્લરી જેવી દેહને એક અંગડાઈ આપી. મગધપ્રિયાને આ રાજસભાએ અનેકવાર નીરખી હતી, પણ અત્યારે જે રીતે નિહાળી એ રીતે એમણે કદી જોઈ નહોતી. અત્યારે જોનારને એમ જ લાગે કે આ રૂપ પાસે સૈન્ય, શસ્ત્ર અને બીજાં સાધનો નકામાં છે. મગધપ્રિયાએ આટલી રૂપહવા પ્રસરાવ્યા પછી સભાને સંબોધીને કહ્યું, ‘સ્ત્રીનું રૂપ વિધાતાએ અજબ રીતે સર્જ્યું છે. એ રૂપને સંસારની મહાશક્તિને વ્યક્તિગત ભોગની વસ્તુ માની જગતમાં નારીશક્તિની અવહેલના કરી છે. સ્ત્રીનું રૂપ સંસારમાં બે રીતે કાર્યક્ષમ બને છે; એક સૈન્યોને અને યુદ્ધોને નિરર્થક બનાવવામાં અને બીજી રીતે પૃથ્વી પર વંશવેલ પ્રસરાવવામાં. મગધપ્રિયા આજે જાય છે મગધને વગર યુદ્ધે અથવા અલ્પયુદ્ધે વિજયી બનાવવા.' મહારાજ અજાતશત્રુ સિંહાસન પરથી ઊભા થયા અને મગધપ્રિયાને સંબોધીને બોલ્યા, ‘હે સુંદરી ! વૈશાલીના મહામંદિરોને ખંડેર બનાવવા તારું પ્રયાણ છે. વૈશાલી ઊભું છે એના મહાન માનવો પર. એ મહાનને તું તારી કરામતથી અલ્પ બનાવી દે. લોકોની શ્રદ્ધાનાં મૂળને અને વિવેકની તાકાતને તારા રૂપમદિરાના પાનથી તું ચલાયમાન કરી નાખ. રાજતંત્રો રૂઢિવાદી હોય છે, ત્યાં નવી વાતનો પ્રચાર કરતાં સમય જોઈએ છે. પણ ગણતંત્રો મુક્ત મનનાં હોય છે. ત્યાં નવા મૂલ્યોંની સ્થાપના પ્રચારકની પ્રબલ શક્તિ પર અવલંબે છે. ગણતંત્રમાં પેલા બ્રાહ્મણની જેમ બકરાનું મુસદ્દીઓની નજરે E 147 Page #86 -------------------------------------------------------------------------- ________________ કૂતરું કરવું ઘણું સહેલું કામ છે.' મહારાજ અજાતશત્રુ આટલું બોલીને મગધપ્રિયાને અભિનંદતા હોય તેમ પ્રશંસાભરી નજરથી નીરખી રહ્યા. મોરને જોઈ ઢલ ઓધાન ભરે એમ મગધરાજની પ્રશંસાથી મગધપિયાનું રોમરોમ વિકસિત થઈ રહ્યું. એના કવિતા કરવા જેવા અવયવો રૂપવિદ્યુતની આભા પ્રસારી રહ્યા. | ‘મગધપ્રિયા ! તારી વિદાય કુશળ થાઓ ! સંસારમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જે નહિ કરી શકે, એ તારે કરવાનું છે. વૈશાલીનાં કીર્તિમંદિરો વગર લડાઈએ તારી કરામતથી ખંડેર બની જાઓ ! પ્રજા મગધને વખાણતી થાઓ અને લડાઈમાં લોકો મગધની આધીનતા સમે સૂગ ધરાવતા ન રહો ! મગધના રાજપુરુષો એટલું યાદ રાખે કે મગધ કાયરતાથી પ્રેરાઈને મગધપ્રિયાનો આ રીતે ઉપયોગ નથી કરતાં, પણ એ હિંસા અટકાવવા આતુર છે. મગધનાં બે મહાન યુદ્ધયંત્રો રથમુશલ અને મહાશિલા કંટક સંગ્રામમાં સંહારની તાંડવલીલા રચવા સજ્જ છે. પણ અમે કરુણાનો આશ્રય લઈને ઓછામાં ઓછી હિંસાથી કાર્ય સાધવા ઇચ્છીએ છીએ. મગધપ્રિયા ! તારો જય થાઓ ! મગધની રાજ પ્રણાલીનો વિજય થાઓ ! બુદ્ધ ને મહાવીરની અહિંસા આ રીતે સજીવ થાઓ !' છેલ્લે મહામંત્રી વસ્યકાર ખેડા થયા અને બોલ્યા, ‘મગધપ્રિયે ! તારા કાર્યની થોડીએક રૂપરેખા દોરી આપું, તો તું ચતુરા નાર ખોટું ન લગાડતી, મુનિ વેલાકુલને તારી રૂપજ્યોતનું પતંગિયું બનાવી દેજે . એમની પાસે ગણતંત્રના કાયદાઓના મનમાન્યા અર્થ કરાવજે . પૂર્વ પુરુષોનાં ચરિત્રોની તેમના ચરિત્ર સાથે સરખામણી કરીને એ ચરિત્રોને અલ્પ દર્શાવજે . શ્રદ્ધાનું મૂળ, જે કોઈ પણ રાજકીય કે ધાર્મિક એકતાનું મૂળ છે. એને ઉખેડી નાખજે . ક્રાંતિ કરજે . અને અવનવા મતભેદો જ ગાવી બે મોટા રાજકારણી પુરુષો એકમત ન થઈ શકે, એવા મનભેદો ખડા કરજે . ગણતંત્રનું ભયસ્થાન વિવાદો અને મતભેદો છે. એ વિવાદો વિખવાદો જગવશે. અને એક વાર થર કાણું થયા પછી એને તોડી પાડતાં વિલંબ નહિ લાગે.” રૂપવલ્લરી જેવી મગધપ્રિયાએ ફરી કમળના ડોડા જેવા બે હાથની અંજલિ રચીને મગધના મહાન નરોને નમન કર્યું અને બધા પોતપોતાને સ્થાને જવા વિદાય સૂચન તને કોઈએ કર્યું નથી. પણ હું કરું છું. આત્મિક શક્તિઓના પરાજય પછી ભૌતિક પરાજય સુકર બને છે. બનશે તો વૈશાલીમાં જરૂર મળીશ. મારી રીતે હું પણ યત્ન કરી રહ્યો છું. કદાચ મારી સિદ્ધિ તારા સહયોગથી વિશેષ ઝડપી બને.” “હે મહાભિખ્ખું ! કીર્તિ કરતાં મારે મન કાર્યસિદ્ધિ વિશેષ અગત્યની છે. આપ જો કાર્ય સંપૂર્ણ કરશો, તો હું વિના વિલંબે પાછી ફરી જઈશ.’ મગધપ્રિયાના આ નિરાભિમાની શબ્દોએ મહાભિખુના હૃદયને લજ્જાનો એક ધક્કો માર્યો. પણ એમનાં અંતરમાં મહાત્મા બુદ્ધ કે ભગવાન મહાવીર તરફ એટલી ધૃણા ભરી હતી કે મહાસાગરમાં કાંકરી સમાઈ જાય તેમ એ લજ્જા એ ધૃણાના પૂરમાં સમાઈ ગઈ. મગધપ્રિયાએ આછું ઓઢેલું ચીવર મોટા અંબોડા પર ઢાંકીને ફરી જયભિખુને નમન કર્યું. નમન કરીને મસ્તક ઊંચું કરતાં ફરી ચીવર સરી ગયું ને એનો મોહક કેશપાશ ને ગ્રીવાનો આરક્ત લાલ મખમલી ભાગ પોતાની સુશ્રી પ્રસારીને આંખને આંજી ગયો. થયા. મગધપ્રિયાની ચંદનકાષ્ઠની સુખપાલખી પ્રયાણ માટે સજજ થતી હતી, ત્યાં મહાભિખ્ખું દેવદત્ત પાસે આવીને કહ્યું, ‘માગધે ! માત્ર મહામુનિ વેલાકુલ પર જ તારું લક્ષ કેન્દ્રિત ન કરતી; ગણતંત્રને હરાવવા હોય તો બુદ્ધ અને મહાવીરની પણ ખબર લઈ લેવાની જરૂર છે. એમનો વિનિપાત મગધવિજય માટે જરૂરી છે. એટલું 148 1 શત્રુ કે અજાતશત્રુ મુસદીઓની નજરે D 49. Page #87 -------------------------------------------------------------------------- ________________ એ કહેતા, ‘રે મુનિ ! વીર્યને ગોપવો. પરાક્રમને અંતરમાં સમાવો. મુનિનો અને ગૃહસ્થનો ધર્મ જુદો છે. મુનિ શક્તિને અંદર વાપરે; ગૃહસ્થ શક્તિને બહાર ખરચે . શક્તિ તો બંને ઠેકાણે વપરાયેલી સારી છે, પણ મુનિને તો શક્તિ આત્માર્થે વાપરવી જ ઇષ્ટ છે. અશક્તિમાં જોખમ છે ખરું, પણ ઓછું; શક્તિસંચય મહાભય છે.” ‘ગુરુદેવ ! આપની દૃષ્ટિ જુનવાણી છે. શક્તિ તો અગ્નિ જેવી છે. એ જ્યારે તપે છે ત્યારે પાત્રને જેટલી સારી રીતે અંદરથી ગરમ કરે છે, તેટલી સારી રીતે બહારથી પણ ગરમ કરે છે.’ મુનિ ભટ્ટે કહ્યું, એમની આંતરશક્તિ ભડકા નાખતી હતી. ગુરુએ શાંતિથી કહ્યું, ‘વત્સ ! શક્તિના બાહ્ય ઉપયોગનું અનિવાર્ય પરિણામ ધન, સત્તા અને સૌંદર્યની પ્રાપ્તિ છે. એ ત્રણે વસ્તુ મુનિના ધર્મને હરકત કરનારી 21 મહામુનિ વેલાકુલા ગંડકીને તીરે એક વિખ્યાત આશ્રમ હતો. મહામુનિ, સુપ્રસિદ્ધ લોકસેવક વેલાકુલનો એ આશ્રમ હતો. અહીંના પર્વતોમાં, કંદરાઓમાં, સરિતાતીરે અનેક યોગીઓ વસતા, પણ તેઓ તો માત્ર પોતાના આત્માના કલ્યાણ માટે પોતાની સાધનામાં મસ્ત રહેતા. ખરી રીતે એ પોતાનું ભલું કરવા પાછળ જગતની ઉપેક્ષા કરી બેઠેલા માનવીઓ હતા. તપ અને મોક્ષરૂ પી શેરડીઓ રસભરી બનાવી પકવવામાં તેઓ પડ્યા હતા અને એ સ્વ-અર્થની શેરડીને જ્યારે યોગમંત્રનાં જળ દ્વારા તેઓ ઉછેરવા પ્રયત્ન કરતા ત્યારે ભલે પાસે ઊગેલી એરંડી એનો લાભ પામી જાય. બાકી એમની સાધના તો જગતથી બેપરવા એવા આત્માર્થી મુનિઓની સાધના જેવી જ હતી. મહામુનિ વેલાકુલ પણ પહેલાં તો આવા જ હતા. એ જંગલમાં રહેતા, તપ કરતા, મળ્યું તો ખાતા, નહિ તો નિરાહાર રહીને ગુરુના ચરણમાં મસ્ત થઈને પડ્યા રહેતા. સંસારનાં તમામ સુખોને એ દુ:ખો ગણીને સ્વીકારતા. પછી કંઈક એવું બન્યું કે મહામુનિનું મન પલટાઈ ગયું. તેઓના દેહમાં તપ દ્વારા શક્તિઓનો ભારે આવિર્ભાવ થયો હતો. તેઓને આકાશમાં ઊડવાનાં સ્વપ્ન આવતાં, માટીને સોનું બનાવવાની તાલાવેલી જાગતી. આકાશપાતાળ એક કરવાનું દિલ થઈ આવતું. એ ઘણી વાર બૂમ પાડી ઊઠતા. ‘ગુરુદેવ ! શક્તિના આ ઉન્મેષને ક્યાં સમાવું ? કંઈનું કંઈ કરી નાખવાનું દિલ થઈ જાય છે. જગત આખાને એક સાંકળે બાંધી, એક શાસનમાં ગૂંથી, એક ધર્મનું પાલક બનાવવા ઇચ્છું છું.' ગુરુદેવ શિષ્યની અપૂર્વ યુવાવસ્થા અને તારુણ્યનું ગજબનું તેજ વહાવતું મોં જોઈ આનંદ અનુભવતા. એ મનમાં વિચારતા કે ગુરુ કરતાં ચેલો સવાયો નીકળ્યો! ‘હું ત્રણે વસ્તુને મારા તપસ્ટેજમાં પરાભૂત કરી નાખીશ.' શિષ્ય ભદ્ર જાણે ઉદ્ઘોષણા કરી. ‘વત્સ ! આંબો આવ્યો અને હું કહીશ કે હું એના પર ઇંદ્રવારણાનાં ફળ ઉગાડીશ તો એ અશક્ય છે. તારી શક્તિનો તેં જે પળે આત્મા સિવાય બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ કર્યો તે જ પળે ધન, સત્તા કે સૌંદર્યની સમીપતા અવશ્ય આવી એમ સમજવાનું.’ ‘ગુરુદેવ ! તો મારા દેહમાં વીર્ય ફોરી રહ્યું છે, એને માટે શું કરું ?” ‘બેટા ! એ વીર્યના ખોરાકથી કુંડલિની શક્તિને તૃપ્ત કરે અને જાગ્રત કર. તારા જઠરના નીચે એક મહા સુધાતુર સર્પિણી વસે છે. એ મોં પહોળું કરીને બેઠી છે. તારા તુચ્છ-ખાન-પાનથી એ સંતુષ્ટ નથી થતી, એટલે બન્ને જીભે લપકારા મારે છે અને એક એક લપકારે કામ, ક્રોધ, મદ, મોહની જ્વાળાઓ ફેંકે છે. કૂંડાળું વળીને બેઠેલી એ સર્પિણીને વીર્યનો આહાર ખપે છે. તું તારા દેહમાં ઊછળતા વીર્યના ધોધને યોગક્રિયા દ્વારા એના મોંમાં નાખ. સર્પિણી તૃપ્ત થશે. ને એમાંથી અદ્ભુત સિદ્ધિઓ તને પ્રાપ્ત થશે.’ ‘કેવી સિદ્ધિઓ ?' શિષ્ય ઉત્સાહમાં આવી ગયો. | ‘અભુત સિદ્ધિઓ ! આખો દેહ રસાયન બની જાય. ઘૂંકમાં ઔષધિની શક્તિ. વચનમાં સંકલ્પની સિદ્ધિ ને મન તો જેમ પારદર્શક કાચની આડે રહેલો પદાર્થ દેખાય તેમ, આખા જગતને જુવે ! એવો યોગી પછી કદાચ સંસારમાં જઈને વસે, ત્યાં ધનમાં આળોટે, હજારો નગ્ન કામિનીઓની વચ્ચે નાચે, રાજાનાં સિંહાસનો એને સાંપડે તોય એ સાવ અલિપ્ત રહે, એને કશુંય ન વળગે, જલકમલવત્ રહે.” મહામુનિ વેલાકુલ 1 151 Page #88 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પૂરા વેગમાં હતા. શિષ્યને એ અંતર્મુખ બનાવવા ચાહતા હતા. શિષ્ય ભદ્ર પણ એવી જ ભાવના ભાવી રહ્યો : અરે, મારે કુંડલિની શક્તિ જગાવવી છે. મારા વીર્યનો આહાર કરાવી એને સતેજ કરવી છે, અને પછી સંસારમાં અવિજેય બનીને લોકકલ્યાણ માટે ઘુમવું છે. મને આત્મકલ્યાણ જેટલું જ લોકકલ્યાણ વહાલું છે. પણ ગુરુદેવ જરા અવ્યવહારુ હતા. તેઓ શિષ્યને હિતકારક છતાં અપ્રિય વચનો કહેતાં ન અચકાતા. એ માનતા કે મીઠું સત્ય સંસારીઓને મુબારક. અમે તો અપ્રિય છતાં નગ્ન સત્યના હિમાયતી ! તેઓએ કહ્યું, ‘બેટા! લોકકલ્યાણ માટે યત્નની જરૂર નથી. આત્મકલ્યાણ કર લે. પછી તારા મૌન પાસે વાણી પણ પાણી ભરશે.' શિષ્યને આ વાત ન રુચી, પણ એને સંસારવિજયી બનવું હતું. એ ફરી સાધનામાં બસી ગયો. દિવસો વીતતા ચાલ્યા. દીવો થાય અને પથારીમાં રહેલાં માંકડ અલોપ થઈ જાય. દીવો બુઝાઈ જાય અને જેમ ફરી પાછા એ ચટકા દેવા લાગે, એમ મુનિ ભદ્રનું થયું. ગુરુની સમીપતા એને શાંત રાખતી, પણ શક્તિ જેમ જેમ વધવા લાગી, એમ એમ એને સંઘરવી મુશ્કેલ પડવા લાગી, ચટકા દેવા લાગી. એક દહાડો એણે ગુરુને કહ્યું, ‘મારો ધર્મ મને કહે છે કે પહેલાં પારકાનું ભલું કરવું. પછી પોતાનું ભલું કરવું; અથવા પારકાના ભલામાં પોતાનું ભલું પણ આવી જાય છે. ‘ના રે વત્સ !' ગુરુ બોલ્યા, ‘પહેલાં પોતાનું ભલું, પછી બીજાનું. ભુખ્યો સદાવ્રતમાં શું આપે ?' ‘તમારી ભાવના સ્વાર્થી છે. અને હું સમષ્ટિનો હિમાયતી છું, વ્યક્તિનો નહિ, હું તો લોકકલ્યાણની ઝંખના કરું છું. અને એ માર્ગે જ આગળ વધવા ચાહું છું. લોકકલ્યાણ કરતાં કરતાં આત્મકલ્યાણ સ્વયં સાધ્ય થઈ જશે. અને નહિ થાય તોય હૈયે એટલો સંતોષ હશે કે હું સ્વાર્થી તો નથી જ.' ‘પણ વત્સ ! તું ભૂલે છે. કાચો ઘડો ક્યાં સુધી જળને સંઘરી શકશે ? પહેલાં પાકો ઘડો થા.' ગુરુનાં આ વચનોએ શીષ્યનો ક્રોધ વધારી દીધો : ‘ગુરુદેવ, તમે ભારે હોશિયાર છો. તમારાથી તમારા શિષ્યની કીર્તિ સવાઈ થાય, એ તમે ઇચ્છતા નથી.’ અને શિષ્યની આંખો લાલ હીંગળા જેવી થઈ ગઈ. એક પર્વતની તળેટીમાં બંને બેઠા હતા. શિષ્યે પોતાની ક્રોધભરી દૃષ્ટિ પહાડ પર ફેંકી. હજારો મણની એક ભયંકર શિલા ઊંચે અધ્ધર તોળાઈ રહી અને ભયંકર કડાકા સાથે ત્યાંથી છૂટી પડી ગઈ. 152 ] શત્રુ કે અજાતશત્રુ ઓહ ! શિષ્યની નેત્રશક્તિએ પહાડનું કઠણ કાળજું પણ કોરી નાખ્યું. ગુરુદેવ શિષ્યની શક્તિને જાણે મનોમન અભિનંદી રહ્યા. શાબાશ રે વત્સ ! શિષ્ય જીવ બતાવવા દોડીને દૂર જઈને ઊભો રહ્યો, પણ ગુરુ તો ત્યાં ને ત્યાં જ બેસી રહ્યા. શિલા ભયંકર વેગ સાથે પહાડમાંથી છૂટી પડીને આવી રહી હતી, પણ ગુરુ તો સાવ શાંત અને સ્વસ્થ બેઠા હતા. કાયાની માયા એમણે ક્યારની તજી દીધી હતી. એમને મન દેહ તો સાધન માત્ર હતું. દેહને છોડવા એ એમને માટે જૂનાં વસ્ત્રો છોડવા જેટલું સહેલું કામ હતું. ભયંકર વેગથી શિલા ગુરુ પર ત્રાટકી. ચેલો તો મૂઠીઓ વાળીને નાઠો-ગુરુની છેલ્લી મૃત્યુચીસો સાંભળીને કદાચ પોતાનું હૈયું થરથરી જાય ! ભદ્ર તો ત્યાંથી એવો ભાગ્યો કે પાછું વાળીને જોવા પણ ન શોભ્યો; દોડતો આવ્યો ગંડકીને તીરે ! ગંડકીને સામે કાંઠે મહાનગરી વૈશાલી વસેલી હતી. મુનિ ભદ્ર આ કાંઠે પોતાને હાથે જ પોતા કાજે પર્ણકુટી બાંધીને રહ્યો. આજ સુધી બીજાએ બંધેલી કુટીઓમાં એ રહ્યો હતો પણ હવે એ સ્વાશ્રયી બન્યો હતો. ત્યાં એણે રોજ સવાર-સાંજ ઘટાદાર વૃક્ષોની નીચે ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરવી શરૂ કરી. અત્યાર સુધી પ્રાર્થના સમયે કાં તો ઓષ્ઠ ફફડતા યા બહુ જ મંદ સ્વરે એ બોલાતી; લગભગ મૌન પ્રાર્થના જ સમજો. પણ મુનિ ભદ્રે હવે લોકકલ્યાણ કાજે પ્રાર્થનાના સ્વરો પ્રગટ કર્યા. સરિતા ગાત, પંખી ગાતાં, કાંઠાની ખેડૂત કન્યાઓ ગાતી, આમ્રડાળે કોયલ ગાતી. એમાં આ પ્રાર્થનાગીતના સૂરો ભારે સંવાદી લાગ્યા. એનું બધે આકર્ષણ પ્રસરવા લાગ્યું. ધીરે ધીરે વધુ ને વધુ ભાવિકો ભેગા થવા લાગ્યા. સવારે ભાત લઈને જતી ભતવારણો હવે ત્યાં ઘડી અધઘડી થોભવા લાગી. હળ જોડીને ખેતરે જતા ખેડૂતો એ પ્રાર્થનામાં ભાગ લેવા રોકાવા લાગ્યા, નાવિકો પોતાની નૌકા છોડીને પણ એ સમયે અચૂક ત્યાં હજર થતા. જે દિવસે તેઓ પ્રાર્થનામાં ભાગ લેતા. એ દિવસ એમનો સારો જતો. આવો લાભ મળવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માનતા. હવે તો વહેલી સવારે હવાનો આસ્વાદ લેવા નીકળેલાં થોડાંઘણાં નગરજનો પણ અહીં આવવા લાગ્યાં. તેઓ સંસારના તાપથી શેકાતાં સ્ત્રી-પુરુષો હતાં. હજાર જંજાળો અને ઝઘડાથી તેઓ ત્રસ્ત હતા. બહારથી એ પરમ સુખી દેખાતાં, પણ અંદરથી મહાદુઃખી હતાં. કોઈનો પુત્ર અમર્યાદાવાન બન્યો હતો, કોઈનો પતિ નિર્દય મહામુનિ વેલાકુલ D 153 Page #89 -------------------------------------------------------------------------- ________________ રાજાઓના રથ આશ્રમમાં લાંગરવા લાગ્યા. શ્રીમંતોની પાલખીઓની આવેજાથી રસ્તો ધમધમી રહ્યો. વૈશાલીના શ્રેષ્ઠ નગરજનોના પ્રવાહો હવે બે બાજુ વહી રહ્યા, એક વૈશાલીની મહાગણિકા આમ્રપાલીના આવાસ તરફ; બીજો ગંડકી તટના મહાત્મા વેલાકુલના આશ્રમ ભણી. સૌંદર્ય અને ભક્તિની ગંગા-યમુના ત્યાં ભરપૂર વહી રહી. સંથાગારમાં બંનેની ચર્ચાઓ થવા લાગી. ધીરે ધીરે મહાત્મા વેલાકુલ એટલે વૈશાલીનું સમર્થ પ્રતિનિધિત્વએવી માન્યતા પ્રચલિત થઈ ગઈ અને મુનિ વૈશાલીથી નહિ, પણ વૈશાલી મુનિ વેલાકુલથી વિખ્યાત બની રહી. અને સર્વત્ર લોકસેવક વેલાકુલની વાહ વાહ થઈ રહી. એમણે પણ સ્વકલ્યાણ કરતાં પરકલ્યાણ-પ્રજાકલ્યાણ પર વિશેષ લક્ષ આપવા માંડ્યું. એમનો આશ્રમ જાણે લોકકલ્યાણની યજ્ઞશાળા બની રહ્યો. યોગીઓને પણ અગમ્ય એવો સેવાનો માર્ગ સ્વીકારીને પરમાર્થે પ્રાણ આપનાર મહામુનિ અલ્પ સમયમાં જ લોકહૃદયમાં ઊંચા આસને બિરાજી રહ્યા. હતો, વળી કોઈને રાજાની કરચોરીની ભીતિ કોરી ખાતી. સૌને લોભ એવો વળગ્યો રહેતો કે સહેજે કરચોરી થઈ જતી, એટલે જેમ કરચોરી છોડાતી નહિ, એમ ભીતિ પણ છૂટતી નહિ. અને એથી કમજોર બનેલું હૈયું પીપળાની ટોચ પર રહેલા પાનની જેમ થરથર ધ્રૂજ્યા કરતું. ન માલુમ ક્યારે શું મુસીબત આવી પડે. આવા હૈયાને અહીં કંઈક આશ્વાસન મળતું. કોઈને રૂપનું દુઃખ, કોઈને સત્તાનું શુળ ને કોઈને ધનની વેદના - એમ ત્રિવિધ તાપથી સંતપ્ત થયેલા લોકો અહીં આવતા. એમને અર્દીનું વાતાવરણ ખૂબ શાંતિ પમાડતું. તેઓને હંમેશાં એક વાતનું આશ્વાસન રહેતું કે જો પોતે પાપના આચરનાર છે, તો એ પાપથી છોડાવનાર પણ કોઈક છે ખરા ! એકદા પ્રાર્થના ચાલતી હતી ને એકાએક નદીમાં ઘોડાપૂર આવ્યું. જોતજોતામાં બે કાંઠા તો છલકાઈ ગયા, પણ હવે કાંઠા ભેદીને પૂર આગળ વધવા માંડયું. સૌને થયું. હમણાં તણાઈ ગયા સમજો ! લોકો ગભરાઈ ગયા અને ઊઠી ઊઠીને ચારેકોર નાસભાગ કરવા લાગ્યા. આ વખતે મુનિ ભટ્ટે કહ્યું, ‘કોઈ પોતાનું સ્થાન ન છોડે, કોઈ પોતાની પ્રાર્થના ન તજે , જળ પણ જીવ છે. હું જળને આજ્ઞા કરું છું કે પોતાની મર્યાદામાં રહે. દરેક જીવ મર્યાદામાં રહ્યો જ શોભે છે.’ જળના તરંગો તો રાક્ષસી રીતે ઊછળતા હતા. પણ મહામુનિની આજ્ઞા થતાં એ કંઈક શાંત થયાં. પૂરનો ભયંકર ઘોષ શમતો લાગ્યો. ઊછળતાં-કૂદતાં જળ થોડી વારમાં ધરતી પર શાંતિથી વહી રહ્યાં. ને છેવટે બે કાંઠામાં જઈને સમાઈ ગયાં. બે કાંઠા વચ્ચેનું તાણ જબરું હતું. પણ હવે એ કુળવધૂની જેમ કાંઠાની મર્યાદા લોપતાં નહોતાં. પળવારમાં તો જાણે એમ જ લાગ્યું કે પૂર આવ્યું જ નહોતું. લોકોએ મુનિ ભદ્રનો જયજયકાર વર્તાવ્યો. તેઓએ મુનિ સામે જોયું તો તેમનાં નેત્રો હજીય જનતરંગો પર સ્થિર થઈ રહ્યાં હતાં. જાણે પૂરની શેષ શક્તિને નાથવા ત્રાટક કરતાં ન હોય ! લોકોએ ફરી જયજયકાર ઉચ્ચાર્યો : જય હો મહામુનિ વેલાકુલનો !' ‘જય હો પાણીને મર્યાદામાં મૂકનાર મહામુનિનો !' ત્યારથી મહામુનિ ભદ્ર વેલાકુલને નામે વિખ્યાત થઈ ગયા અને ગણ્યાગાંઠયા દિવસોમાં એમની પર્ણકૂટી આશ્રમમાં પલટાઈ ગઈ. મહામુનિ ભદ્ર હવે મહામુનિ વેલા કુલને નામે એક ચમત્કારી મહાત્મા લેખાવા લાગ્યા. અને ચમત્કારને નમસ્કાર કરવા ટેવાયેલા લોકોને એમને આંગણે જાણે મેળો જામવા લાગ્યો. 154 | શત્રુ કે અજાતશત્રુ મહામુનિ વેલાકુલ 1 155 Page #90 -------------------------------------------------------------------------- ________________ 22 સતી ફાગુની મહામુનિ વેલાકુલના આશ્રમમાં આજ પ્રાતઃકાલે એક રથ આવીને ઊભો રહ્યો. રથ કીંમતી હતો, બળદ અદ્દભુત હતા, અને એથીય અદ્દભુત હતાં અંદર બેસનારાં ! રથમાંથી એક સુંદરી નીચે ઊતરી. જાણે આકાશના આંગણેથી ઉષાદેવી પૃથ્વી પર અવતરી. એના પગની પાનીનો રંગ રક્ત કમળને શરમાવતો હતો અને એની સુપુષ્ટ દેહવલ્લરી દાડમના વૃક્ષને શરમાવતી હતી, એનાં નેત્રોમાં સૌંદર્યસુધાના ભંડાર ભર્યા હતા, ને એ વિશાળ મખમલી પાંપણોની નીચે ઢંકાયેલા હતા. કાળાં ભવાં એની ખડી ચોકી કરતાં હતાં. એ નેત્ર એક દિશામાંથી બીજી દિશામાં વળતાં ને તમામ પરિસ્થિતિ પર જાણે જાદુ વેરતાં. એ સુંદરીનો સુદીર્ઘ કેશકલાપ અમાવસ્યાની અંધારી રાતના અવશેષ જેવો હતો. અને એ અંધારા આભમાં એનો મુખચંદ્ર પૂર્ણ તેજે પ્રકાશતો. આ સુંદરીએ આશ્રમની પૃથ્વી પર પગ મૂક્યો ને એની પાછળ એક રુષ્ણ પુરુષ ઊતર્યો. એની તરુણાવસ્થાનો વિચ્છેદ થયેલો દેખાતો હતો. ને અનેક પ્રકારના રોગોએ એની દેહમાં ઘર કર્યું હતું. લોકો આશ્ચર્યચકિત નેત્રે આ યુગલને જોઈ રહ્યાં ! એકલું સૌંદર્ય હોત તો આટલી કુતૂહલવૃત્તિથી કોઈ ન નીરખત, પણ સૌંદર્યની સાથે કુસ્સૌંદર્ય પણ હતું. પુરુષ આ સુંદરીનો સ્વામી લાગતો હતો. વાહ રે વંકાયેલી વિધાતા ! તું તો અજબ યોગ કરાવનારી છે ! કોયલને કાળી અને બગલાને ધોળો તું જ બનાવે છે! કેવી સુંદર સ્ત્રી ! આવી નારી તો વૈશાલીમાંય વિરલ છે. ને કેવો અસુંદર રોગી પતિ ! ભવોભવમાં પિતા, પુત્ર કે મિત્ર તરીકે પણ ન મળજો ! પતિ તરીકે તો મહાપાપ જાગ્યાં હોય તો જ મળે ! એની પાસે બેસવું દુષ્કર, અને એને સ્પર્શ કરતો તો એથીય ભયંકર ! એવાને પતિ તરીકે ભજવો, એ જીવતે જીવ રૌરવ નરકમાં નિવાસ કરવા બરાબર છે ! સુંદરીનાં નેત્રોમાં ખેદ હતો. એ પુરુષની બાંહ્ય પકડી, ધીરે ધીરે મહામુનિ વેલાકુલની પર્ણકુટી તરફ ચાલી. મહામુનિ લોકકલ્યાણનાં કામોમાં ગૂંથાયેલા હતા, ત્યાં એમણે દૂરથી આ સુંદરીને આવતી જોઈ : કેવું અભિનંઘ રૂપ ! પણ એનું યોગીને શું ? આવાં રૂપ તો રોજ અહીં ઘણાં આવતાં, પણ આ રૂપની સાથે મહાકુરૂપ ચાલતું હતું. એ વાતે મહામુનિનું ખાસ લક્ષ ખેંચ્યું. સંસારમાં સરસ તત્ત્વો કરતાં પરસ્પરવિરોધી લાગતાં તત્ત્વો સવિશેષ ધ્યાન ખેંચે છે. કુરૂપ પાસે રૂ૫, સ્થૂલ પાસે કુશ, શ્વેત પાસે શ્યામ જોનારનાં નજરો અને ચિત્તને તરત પકડી લે છે. અંધારામાં અજવાળાં કરે તેવી સુંદરી, અને સંસારના સારને અસાર કરી દેખાડે તેવો પુરુષ : આવાં સ્ત્રી-પુરુષના મિલનયોગે મુનિ વેલાકુલનું લક્ષ ખેંચ્યું. તેઓએ સુંદરી પાસે આવતાં તેના તરફ જોઈને પૂછયું, “કોણ છો તમે, સુંદરી?' હું ફાલ્ગની છું, મહારાજ !' સુંદરીએ કહ્યું. અને આ કોણ છે ?’ પુરુષ તરફ આંગળી ચીંધીને મુનિ વેલાકુલે પ્રશ્ન કર્યો. ‘એ મારા સ્વામી છે.' ‘એમનું નામ ?' ‘પૂનમરાજ !' ‘પૂનમરાજને અમાસે ગ્રસ્યા લાગે છે.’ મુનિએ જરા આલંકારિક ભાષામાં પ્રશ્ન ક્ય ‘એ તો જેવો જેનો પ્રારબ્ધયોગ. સંસારની આખી રચના પ્રારબ્ધ પર થયેલી છે. કોઈનું મિલન, કોઈનો વિયોગ એ બધાય - પ્રારબ્ધ જાદુગરના ખેલ છે, મહારાજ !' ફાલ્ગનીએ મોતી જેવા શબ્દોમાં નમ્રતાથી કહ્યું. આ શબ્દોમાં વિષાદ અને દુ:ખગૌરવ બંને હતાં. મુનિને સુંદરી ભક્તહૃદયા લાગી. એમણે કહ્યું, ‘તમારી વાત તો ધર્મચિંતનથી ભરેલી છે, સુંદરી !' ‘હા, મહારાજ ! દુઃખી સંસારમાં ધર્મ જ મારા માટે તરવાનો ત્રાપો છે.” સતી ફાલ્ગની D 157 Page #91 -------------------------------------------------------------------------- ________________ આટલું બોલતાં બોલતાં સુંદરીનાં નેત્રોમાં ક્યાંયથી આવીને એક આંસુ મોતી બનીને ટપકી રહ્યું. સ્ત્રી-સૌંદર્યની નિરાધારતા ગમે તેવા નરને આકર્ષે છે. મુનિનું મન કરુણાભીનું બની ગયું. ‘રે, આવું અનોખું રૂપ અને સંસારમાં એને માથે આ ત્રાસ! પ્રારબ્ધ સામે પણ બળવો પોકારવો જોઈએ.’ આવી રૂ૫ભરી પત્ની અને કાળો કદરૂપો પતિ જોઈ, પોતાને કંઈ લાગતુંવળગતું ન હોવા છતાં, સંસાર અડધો અડધો થઈ જાય છે. અને જાણે એ સુંદરીને પતિ ગમતો નથી એમ સ્વયં માની એને માટે કંઈક કરી છૂટવા પુરુષો આગળ આવે છે; એમાંય બ્રહ્મચારી અને સંસારરસથી બિનઅનુભવી લોકો પર તો આ વસ્તુ કંઈની કંઈ અસર કરે છે. એ એની તન, મન, ધનથી સેવા કરવા દોડી જાય છે, એ રૂપની કદમબોસી પણ કરે છે, પણ જ્યારે કંદોઈ જેમ મીઠાઈ ખાવા ઇચ્છતો નથી એમ, એ રૂપ અન્ય રૂપને ચાહતું ન હોવાનો અનુભવ થાય છે, ત્યારે એ આશ્ચર્યના અજબ આઘાત અનુભવે છે. મહામુનિ વેલાકુલે બે ઘડી મૂકભાવે સંદરીને અને એના પતિને નિરખ્યા કર્યા. પછી એમણે પોતાની પૂછપરછ આગળ વધારી, ‘દેવી ફાલ્ગની ! ક્યા દેશનાં રહેવાસી છો ?” આત્મા તો આમ ધર્મનગરનો રહેવાસી છે. બાકી દેહ ચંપાનગરમાં વસે છે.' ‘ચંપાનો રાજા કોણ છે ? અજાતશત્રુ મહારાજ; મહારાજ બિંબિસાર શ્રેણિકના પુત્ર, એમની માતાનું નામ ચેલા રાણી.' | ‘જેને ઘણા અશોકચંદ્ર કહે છે તે જ ને ? હા. આપને સર્વ વિદિત છે. હું માનું છું કે આપ મુનિને તો સર્વ દેશ સમાન હશે.” | ‘અવશ્ય. પણ વૈશાલીનાં ભોળાં ને શુરવીર નગરજનો પર મારો વિશેષ રાગ છે. રાણી ચેલા પણ વૈશાલીનાં દીકરી જ છે ને !' ‘પણ એથી મુનિને બીજાં પ્રજાજનો સાથે દ્વેષ હોવાની સંભાવના હું કલ્પી શકતી નથી. ભેદ તો રાજકારણી પુરુષોએ રચેલી માયા છે. એ માયા મુનિને ન હોય. મુનિને તો આખી વસુધા કુટુંબ સમાન હોય.” સુંદરીએ સુંદર ભાષામાં વાતો કરતાં કહ્યું. આવી સુંદરીઓ સાથે વાર્તાલાપ કરવો એ પણ રસિક નરના ભાગ્યનો વિરલ પ્રસંગ લેખાય છે. મુનિ જેવા મુનિને પણ એ વાર્તાલાપમાં રસ આવ્યો : ‘રે સુંદરી ફાલ્ગની! દેવે 158 1 શત્રુ કે અજાતશત્રુ પૂનમરાજ સાથે તમારો યોગ કઈ રીતે સાધી આપ્યો ?' - “એજ નથી સમજાતું, મુનિરાજ ! પણ એમ કહેવાય છે કે સંસારમાં ફૂલોની સ્થિતિ બે પ્રકારની હોય છે : કાં તો મહાદેવના મસ્તકે ચઢી પૂજાવું, કાં તો વનવગડે ખીલીને કરમાઈ જવું. એમાં મારી સ્થિતિ બીજી છે.' ‘પ્રારબ્ધની કેવી ભયંકર પંચના !' મુનિ વેલાકુલ સહાનુભૂતિના મારગ તરફ દોરવાઈ રહ્યા હતા, ‘આવા પ્રારબ્ધ સામે મારા જેવા મુનિને પણ બળવો કરવાનું દિલ થઈ આવે.” ‘આપ તો કરુણાના અવતાર છો, આ સરિતાનાં જ ળ કરતાંય આપની કરુણા મને વધુ શીતળ લાગે છે !' | મુનિ વેલાકુલ પહેલી તકે આ નારીના વાર્તાલાપમાં એવા પરોવાઈ ગયા કે સેવાની વિવિધ કામગીરી લઈ આવેલા સેવકોને અડધી વાતે ઉઠાડી મૂક્યા, ને ફરી મળવા કહ્યું. મહાશક્તિઓની અસર અજબ હોય છે. આ સુંદરી કોઈ મહાશક્તિવાળી લાગી. લોકસેવક મહામુનિ પર પણ એ પહેલી મુલાકાતે જ અસર કરી ગઈ. એટલામાં એનો પતિ કંઈક ગુસ્સે થઈ બબડતો જણાય. સુંદરી એની પાસે દોડી. પણ એની કંઈ સંભાળ લે, એ પહેલાં એ બડબડ કરતો ઊભો થયો, પોતાની લાલ લાલ આંખો ઘુમાવવા લાગ્યો, અને જાણે પોતાની રૂપાળી પત્ની સાથે લાંબો વખત વાત કરનાર મુનિ પર કોપ્યો હોય તેમ મૂઠીઓ વાળીને હાથ લાંબો કરી રહ્યો. એ સુંદરીએ એને બાથમાં લઈ નીચે બેસાડ્યો. પણ એ જેમ જેમ એને શાંત પાડવા પ્રયત્ન કરવા લાગી, તેમ તેમ પૂનમરાજ વધુ ઉશ્કેરાવા લાગ્યો. એણે એક મુઠીનો પ્રહાર ફાલ્યુનીના વક્ષસ્થળ પર કર્યો. અરર !' મુનિના મોંમાંથી અરે કાર નીકળી ગયો. તરત જ એક તમાચો સુંદરીના ગાલ પર આવ્યો. રક્તવર્ણા ગાલ હિંગળોકિયાની આભા ધરી રહ્યા. મુનિને આ પૂનમરાજના અનાડીપણા વિશે તિરસ્કાર થયો. પુરુષને વધુ પ્રહાર કરતો રોકવા એ આગળ વધ્યા, પણ સુંદરીનો સમતાભાવભર્યો હાથ ઊંચો થયેલો જોઈ ત્યાં ને ત્યાં ઠરી ગયા. સુંદરીએ એક ગાલની જગ્યાએ બીજો ગાલ ધર્યો હતો, ને કોઈ ઉષારાણી અંધકારને ઉછરંગમાં લે એમ એને ખોળામાં લેવા પ્રયત્ન કરતી હતી. બીજો ગાલ પણ પ્રસાદીથી વંચિત ન રહ્યો. પુરુષે બીજા ગાલને પણ એક તમાચાથી કંકુવર્ણા કરી દીધો. સતી ફાલ્ગની D 159 Page #92 -------------------------------------------------------------------------- ________________ હવે મુનિથી ન રહેવાયું. સેવાનાં અનેક ક્ષેત્રો અને વિવિધ પ્રકારો એમણે જોયાં, જાણ્યાં ને અનુભવ્યાં હતાં, પણ આ પ્રકાર સાવેસાવ નવો હતો. મુનિએ આગળ વધીને પુરુષનો હાથ જરા જોરથી પકડી લીધો. અંતરમાં રોષ હતો એ આંખો વાટે પ્રગટ થઈ રહ્યો. આ સાધક મુનિની આંખોનો અગ્નિ પહાડની શિલાને તોડી નાખે, પૂરથી ઊભરાતી નદીને બે કાંઠામાં સમાવી દે, તો આ બિચારા રોગી પુરુષનું શું ગજું ? સ્ત્રી સાવ ઓશિયાળી બની ગઈ. મુનિ બોલ્યા, ‘હે દૈવ ! કેવો તારો દુર્વિપાક !' અરે કર્ણાવતાર ! દેવને શા માટે દોષ આપો છો ? જાણો છો કે દેવની પ્રેરણા વિના એક પાંદડું પણ ચાલતું નથી. આપની મારા પર વરસી રહેલી આ કરુણા આ દૈવનો જ પ્રસાદ છે ને ! માત્ર ઇષ્ટનો સ્વીકાર અને અનિષ્ટનો તિરસ્કાર, એ સુજ્ઞાનીને કેમ શોભે ?' મુનિ સુંદરીની ચતુરાઈભરી અને ઊંડા ધર્મતત્ત્વવાળી વાત સાંભળી આશ્ચર્ય અનુભવી રહ્યા, અને થોડીવારના સંસર્ગમાં એ જાણે એના આત્મીય બની ગયા. | ‘મુનિરાજ ! આપ તો શાસ્ત્રપારગામી છો. અને સંસાર તો જલ કાષ્ઠનો સંયોગ છે. દૈવનાં મેળવ્યાં બે કાષ્ઠ મળે છે, સાથે રહે છે, ને પછી જુદાં પડી જાય છે. પૂનમરાજ સાથેનો સંબંધ એવો જ જલકાષ્ઠનો સંયોગ છે, આપનો સંયોગ પણ એવો જ છે. પ્રારબ્ધ આવી રીતે બેય બાજુ ઢોલ વગાડે છે. એ જ્યારે જેવી રીતે ઢોલ વગાડે, એ રીતે આપણે નાચવું રહ્યું !' ધન્ય છે સુંદરી તારી સમજને. ખરેખર, દુઃખની વાડીમાં દુર્દવના કાંટાળા છોડ પર ખીલેલું તું ગુલાબ છે.' | ‘મુનિરાજ ! આશાભરી આવી છું. કોઈ હિતચિંતકે કહ્યું કે, તારું દુ:ખ અગર કોઈ ફેડે તો મુનિ વેલાકુલ ફેડે. જે મુનિએ પથ્થરની અધ્ધરશિલાને આંખોને અણસારે તોડી પાડી, જેણે નદીનાં ધસમસતાં પૂરને આંખની મહાશક્તિથી નિયંત્રિત કરી નાખ્યાં, એ મુનિ તારા પતિનો રોગ અને તારો શોક-સંતાપ અવશ્ય દૂર કરશે. આશાભરી આવી છું.” | ‘અવશ્ય ફાલ્ગની ! શું થશે અને શું નહિ થાય. એ તો કંઈ કહેતો નથી, પણ તારું દુઃખ દૂર કરવા માટે મારી શક્તિનો તમામ અંશ તારી સેવામાં હાજર કરીશ.” | ‘મહામુનિ છો, મહાદયાળુ છો, મહામંત્રધર છો, એ બધું કબૂલ કરું છું, પણ આખરે તમે નર છો. નરનું દાન ક્ષણિક હોય છે; એની ઉદારતા પણ સમય પર અવલંબતી હોય છે. નારી જેવો સ્નેહનો સ્થિરભાવ પુરુષમાં ભાગ્યે જ જોવામાં આવે 16) D શત્રુ કે અજાતશત્રુ છે.” સુંદરી જાણે સ્વગત કહેતી હોય તેમ બોલી. મને બીજા નર જેવો ન કલ્પતી, ફાલ્ગની !' ‘એનો મને વિવાદ નથી. સારું-નરસું સમભાવે વેદવું એટલું ધર્મ ચર્ચામાંથી શીખી છું. મારી એક વિનંતી છે. ક્યારેક સામેથી મારી સેવા લેવાનો પ્રસંગ આવે ત્યારે દુનિયાદારીનાં બહાનાં બતાવી આ દાસીને અળગી ન રાખશો.’ ‘સંકોચ ન કર, શંકા ન કર, સુંદરી ! સેવા લેવી અને દેવી, એ તો જીવનના આનંદની વિરલ ઘડીઓ છે.’ મુનિ લાગણીના અપૂર્વ વેગમાં તણાઈ રહ્યા હતા. ‘તો આપ પૂનમરાજના મસ્તકે હાથ મૂકી, શાંતિપ્રસાદનો મંત્ર ભણો. આપે તો ઘણાને જિવાડ્યા છે તો આજે આંગણે આવેલાને આશીર્વાદનાં અમૃત પાઈ ઊભાં કરો.' ‘તથાસ્તુ ફાલ્ગની ! શાંતિપ્રસાદનો મંત્ર ભણું છું. વિશ્વાસ રાખજે કે સંસારની કોઈ અધમમાં અધમ અમાવાસ્યા પણ તારા પૂનમને ગ્રસી શકશે નહિ.' અને મુનિએ મંત્ર ભણવો શરૂ કર્યો. પોતાનો હાથ પૂનમના કપોલ પ્રદેશ પર ફેરવવા માંડ્યો. પૂનમે ધીરે ધીરે આંખો ઉઘાડી. મંત્રાલરનો કેવો અવર્ણનીય પ્રભાવ ! સુંદરીના મોં પર જ્યાં અમાવાસ્યાનાં અંધારાં ઘેરાયાં હતાં, ત્યાં પૂર્ણિમાના ચંદ્રની આભા ઝળકી રહી. મુનિરાજ એ ઊજળી ચંદ્રઆભા માટે જ પૂનમના માથે મંત્રનો શાંતિ-પ્રસાદ વેરી રહ્યા હતા. સંસારમાં કોણ કોનું કરે છે, ને શા માટે કરે છે, એ કોયડો છે. ધરતીનાં કઠણ ઢેફાંને પોચાં કરતો ખેડૂત ધરતીને કોઈ પરમ ઉપકારી જીવ ભાસે છે, પણ પૃથ્વી કરતાં અન્નના પાક તરફની એની સવિશેષ ઝંખના જોઈ ફરી ધરતી હૈયું કઠણ કરી લે છે ! અને વળી પાછી એ સમયે આળપંપાળ જોઈ છેતરાય છે ! પૂનમરાજને ધીરે ધીરે કળ વળતી લાગી. વિષાદપૂર્ણ બનેલા એના મુખ પર સંતોષની એકદા રેખા તરી આવી. એણે પૂરેપૂરી આંખો ખોલી-પ્રથમ ચારે કોરની પરિસ્થિતિની એણે જાણે ભાળ લીધી અને મૂંડિયા મુનિને રૂપમધુથી છલકાતી પોતાની પત્ની પાસે જઈ એની આંખમાં વળી કર કરી આવી; એની આંખના ખૂણા લાલ થઈ ગયા. ‘પ્રિય પૂનમ !' ફાગુની પૂનમની આંખ પર પોતાનો કમળના ડોડા જેવો હાથ મૂકતાં બોલી, “આ મુનિરાજ તો આપણા પણ ઉપકારી છે. તારી સુશ્રુષા માટે જેઓનું ધન્યનામ અનેક જનોનાં મુખેથી વારંવાર સાંભળ્યું હતું, તે પોતે જ આ છે. તેઓએ શાંતિપ્રસાદ મંત્ર ભણ્યો, ને તને શાંતિ લાધી; તારા પર રોગનો હુમલો ક્ષણિક નીવડ્યો. હવે આપણે થોડા દિવસ અહીંના અતિથિ બનીને રહીશું. મુનિપુંગવે સતી ફાલ્ગની 161 Page #93 -------------------------------------------------------------------------- ________________ રોજ આપણા નિવાસે આવી મંત્રબળથી તારા ઉપર પ્રયોગ કરીને તારા રોગને હણી નાખશે.” ‘એમ કરતાં ક્યાંક મને તો હણી નહિ નાખે ને ? ‘અવિશ્વાસ અને એમાંય ઉત્તમ પુરુષોમાં અવિશ્વાસ એ સર્વ પાપનું મૂળ છે. જો, એક વાત તને કહું, આ સિદ્ધયોગી છે. સ્ત્રી-પુરુષ એમને સમાન છે. કદાચ મને મુનિના ખોળામાં બેઠેલી જુએ તોપણ કોઈ કુભાવનાની કલ્પના ન સેવીશ. એ મુનિના પિંડમાં તું, હું ને આખું બ્રહ્માંડ સમાનભાવે સમાયેલું છે. આ તો સિદ્ધયોગી!' ‘ઓહ ! ફાલ્ગુની ! ત્યારે મારો રોગ નક્કી જશે, કાં ?' અવશ્ય. શંકારૂપી મનનો રોગ પહેલાં દૂર કરજે, પછી તારો દેહનો રોગ ઊભી પૂંછડીએ ભાગ્યો સમજજે.' મુનિએ વચ્ચે કહ્યું. ‘ફાલ્ગુનીને તમારા ખોળામાં જોઈશ, તોય કશી કુશંકા નહિ કરું મુનિરાજ. આ જ સુધી તળાવે બેસવા છતાં તરસ્યો રહ્યો છું બાપજી !' આ જ વાક્ય ફાલ્ગુની બોલી ત્યારે મુનિ વેલાકુલને જરાક અજુકતું લાગ્યું હતું, એમાં કુત્સિતતા લાગી હતી. એના એ જ શબ્દો જ્યારે પૂનમે ઉચ્ચાર્યા ત્યારે એ અજુગતા ન લાગ્યા, કુત્સિત પણ ન લાગ્યા. ‘ફાલ્ગુની ખોળામાં’ આ શબ્દોમાં જ કંઈક આકર્ષણ ભર્યું હતું. શબ્દોનાં તીર મર્મભેદી હોય છે. એ વાગે છે ત્યારે ખબર પડતી નથી, પણ થોડે ગાળે એના જખમ પડ્યા વગર રહેતા નથી. મુનિ વેલાકુલ એ નિયમમાં અપવાદ બની ન શક્યા. એમણે તરત જ આશ્રમના પ્રબંધકર્તાને બોલાવ્યો, ને નીરવ એકાંતમાં એક સુસજ્જ ખંડ કાઢી આપવા આજ્ઞા કરી. 162 ] શત્રુ કે અજાતશત્રુ 23 સેવામૂર્તિ મુનિ વેલાકુલ પ્રભાતમાં જે રસ્તે સરિતાકાંઠે ફરવા જતા, એ રસ્તે આવેલા નિવાસસ્થાનમાં પૂનમરાજ અને ફાલ્ગુનીને ઉતારો અપાયો. ફાલ્ગુનીએ થોડા વખતમાં આખા આશ્રમનો રંગ પલટી નાખ્યો. સવારની પ્રાર્થનામાં એના કંઠસ્વરો કામણ કરી રહેતાં. વૈશાલી નગરી આમેય સંગીતપ્રિય અને પ્રાર્થનાપ્રિય હતી. તેમાંય ફાલ્ગુનીને મધુરસ્વરે પ્રાર્થના કરતી સાંભળવી એ તો જીવનની ધન્ય ક્ષણ લેખાતી હતી. મુનિ વેલાકુલનું આશ્રમમાં આધિપત્ય હતું. સુંદરી ફાલ્ગુનીનું આશ્રમમાં આકર્ષણ હતું. રોજ પ્રાર્થના પછી, પ્રભાતી પ્રકાશમાં ફરીને પાછા આવતા મુનિ વેલાકુલ ફાલ્ગુનીના નિવાસસ્થાને થોભતા. રોગગ્રસ્ત પૂનમ એમની રાહ જોઈને બેસી રહેતો. મુનિ આવતાં, શાંતિ-પ્રસાદનો મંત્ર જપતા, અને ઝાંખો બનેલો પૂનમનો મુખચંદ્ર દ્વિગુણ તેજ ઝગમગી ઊઠતો. આમ દિવસો અને રાત્રિઓ આનંદમાં વ્યતીત થવા લાગ્યાં. ત્રિવેણીસંગમની જેમ ફાલ્ગુની, પૂનમ અને મુનિ વેલાકુલ એકએકમાં ઓતપ્રોત બની રહ્યાં હતાં. શંકાશીલ પૂનમ શ્રદ્ધાધન બની ગયો હતો. ફાલ્ગુની રોજ મુનિ સાથે હોંશભેર તત્ત્વચર્ચા કરતી અને એ ચર્ચા લાંબી ચાલતી ત્યારે પૂનમ લાંબો થઈને ઘસઘસાટ ઊંઘી જતો. ઋતુ શિશિરની આવી ને ઠંડી કાયાને કંપાવવા લાગી. આ વખતે સંસારી જીવોને પૌષ્ટિક ખાનપાનનો મહિમા ભારે હોય છે. ફાલ્ગુનીએ ત્રણ દિવસની પૂરી જહેમત લઈને હેમંતમોદક તૈયાર કર્યા, અને મુનિરાજને એ લેવા માટે આગ્રહ કર્યો. Page #94 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે પચવામાં એ ભારે છે, પણ પચ્યા તો રસાયન છે, જરાને જેર કરનારા છે. | મુનિને રસાયનમાં રસ નહોતો. ફાલ્ગનીમાં રસ હતો; એ ઝેર આપે તોય લેવામાં આનાકાની કરે તેમ નહોતા. તેઓએ હેમંત-મોદક લીધા, ને આરોગ્યા. ભારે મીઠા લાગ્યા. એ રાત સારી ગઈ. બીજે દિવસે શરીરમાં સ્કૂર્તિ લાગી. એમણે કહ્યું, ‘વાહ ફાલ્ગની, અપૂર્વ તારા મોદક !' અને મુનિરાજે બપોરે નિત્યના ક્રમ પ્રમાણે ભોજનમાં દૂધ લીધું. દૂધ લેતાની સાથે કાચનો ઘડો ફૂટે ને પ્રવાહી વહી જાય એમ, મુનિને અતિસાર થઈ ગયો, ઝાડા થવા લાગ્યા ! માણસનાં તપ, ધ્યાન અને તિતિક્ષાની કસોટી જ્યારે દેહ પર કંઈ અવ્યવસ્થા કે ઉપાધિ આવી પડે ત્યારે થાય છે. એ વખતે આખા સંસારને અસાર લેખવતા મહાત્માઓ પણ પોતાના દેહને જગત માત્રના સારરૂપ લેખી એની સારસંભાળમાં અને આળપંપાળમાં પડી જાય છે, દેહ અનિત્ય છે. અશુચિ છે, એ શિખામણ એ ટાણે ભુલાઈ જાય છે. એમ કહેવાય છે, કે દેહની આળપંપાળને લીધે જ વિક્રમ જેવા વિવેકી રાજાએ પણ મોતને જીતવા કાગડાનું માંસ ખાધું હતું ! મુનિરાજ ચાર-છ વાર શૌચ ગયા, એટલી વારમાં તો સાવ થાકી ગયા. એમને ચક્કર આવવા લાગ્યા. આંખે લાલપીળાં દેખાવા લાગ્યાં. રાજવૈદને તરત નોતરું ગયું. બીજા નાનામોટા વૈદો પણ ઔષધો ને વૈતરાં સાથે આવી પહોંચ્યા. મુનિ વેલાકુલની સેવામાં કોણ ઉપસ્થિત ન થાય ? અરે પ્રથમ રોગનું નિદાન કરો, પછી દવા કરો !' મુનિરાજે કહ્યું. વૈદ્યરાજે ખૂબ કાળજીથી તપાસવા માંડ્યું - હોઠ, હૈયું ને હાથ, પણ એટલી વાર માં તો ઉપરાઉપરી બે-ચાર વાર શૌચ જવું પડ્યું. મુનિરાજ હાંફી ગયા. એ બોલ્યા, ‘વૈદ્યરાજ ! તમે નિદાન કરી લેશો એ પહેલાં તો મારો આત્મા દેહ છોડીને ચાલ્યો ગયો હશે, ઝટ કરો !' ‘મુનિજી ! આપ તો આત્માના હિમાયતી છો, તો દેહની આટલી ચિંતા કાં?” ‘વૈદ્યરાજ ! તમને શું ખબર હોય ? કેટલાં કામની જવાબદારી આ દેહને માથે આવી પડેલી છે. દેહ છે તો ધર્મ છે, દેહ જ ધર્મનું સાધન છે. આત્મા તો પંગુ છે.” ‘નવો ભવ, નવો દેહ ને નવી જવાબદારી !' વૈદરાજે જરા હાસ્ય વેર્યું અને પછી પોતાનું કથન સ્પષ્ટ કરતાં કહ્યું, ‘આપને અતિસારનો વ્યાધિ થયો લાગે છે.” ‘તો એનો ઉપચાર શો ?” સુંદરી ફાલ્ગનીએ પૂછયું. ‘વૈશાલીના જનો ભલે વિવેકબૃહસ્પતિ ગણાતા હોય, પણ રોગીની શુશ્રુષાનું એમને લેશ પણ જ્ઞાન નથી. 164 શત્રુ કે અજાતશત્રુ દરદીને લેશમાત્ર બોલવું ન જોઈએ. આટલાં બધાં માણસોએ એકત્ર થવું ન જોઈએ. અંતેવાસી જનોએ ઉપચારનો ભાર ઉઠાવી લેવો જોઈએ. કૃપયા આ શુશ્રુષાનો ભાર મને સોંપશો, તો આભારી થઈશ. મુનિરાજ માત્ર વૈશાલીનું જ ધન નથી, એ તો આખા જગતની મૂડી છે. એ મૂડી પર અમારો પણ તમારા જેટલો જ હક છે.” ને ફાગુની એકદમ સાહસ કરી આગળ વધી. એણે મુનિરાજને પોતાના મૃણાલદંડ જેવા બાહુઓમાં લઈને પથારી પર સુવાડવા. આમ કરતાં એનો મોટો કેશપાશ ઢીલો પડી ગયો, ને એમાં ગૂંથેલી વેણીના ફૂલો છૂટાં પડીને ખાખી પથારીને ફૂલની બિછાત બનાવી રહ્યાં ! એક મોટું પુણ્ય મુનિરાજની છાતી પર જઈને પડ્યું! - “આહ ! ખુલ્લા વક્ષસ્થળ પર કમળનું ફૂલ પૂજનીય દેવપ્રતિમાનું ભાન કરાવે છે.' ફાલ્ગનીએ કહ્યું. ‘ફાલ્ગની ! મુનિરાજને દેવ સમજીને પૂજન કરજે . મુનિજી તો સિદ્ધપુરુષ છે.” ફાલ્ગનીના રોગિષ્ટ પતિએ કહ્યું. - ફાલ્ગનીની થોડી વારની સુશ્રુષામાં પણ મુનિરાજને કંઈક સાંત્વન મળ્યું. તેમને માટે સ્ત્રી-સ્પર્શનો આ પહેલો પ્રસંગ હતો. ને લુચ્ચો સંસાર ગમે તે કહે, પણ સ્ત્રીપુરુષોના સ્પર્શમાં જે તાકાત રહી છે, એનો વહેલામોડાં સ્વીકાર કર્યા વગર કોઈનો છૂટકો નથી. અને એ તાકાત કોઈનો પરાભવ ન કરી શકે એ માટે પૂર્વ પુરુષોએ બ્રહ્મચારી સ્ત્રી-પુરુષોના શીલની આડે એક-બે નહિ, પણ નવ નવ વાડો બાંધી છે. પરદેહનો સ્પર્શ તો શું, પણ એ કજણે સ્પર્શેલા આસન-બિછાનાનો સ્પર્શ પણ વર્જ્ય ગણ્યો છે ! બ્રહ્મચર્ય તો લજામણીના છોડ જેવું છે. જરાક સ્પર્શ થયો કે કરમાયું જ સમજો ! પણ શીલ-સદાચારની એ વાડોને આજે ફાલ્ગનીએ એક ઠોકરે ઉડાવી દીધી. એણે કહ્યું, ‘મને લાગે છે કે મુનિરાજની પિચોટી ખસી ગઈ છે, નહિ તો ત્યાગી પુરુષને થોડું આઘુંપાછું ખાવાથી કંઈ ન થાય, મુનિજી અનુજ્ઞા આપે તો એમની પિચોટી ચોળી દઉં, મારી માએ મને એ શીખવ્યું છે.' મુનિએ પોતાનું મુખ હલાવીને એ માગણીનો સ્વીકાર કરી લીધો. ફાલ્ગની આગળ વધી. એણે પોતાના રંગીન ઉત્તરીયના છૂટા પાલવને કમર પર ખોસી દીધો, ને પોતાના નાજુક હાથથી મુનિનું પેટ મસળવા માંડ્યું. | ‘કંઈક આરામ લાગે છે ?’ ફાલ્ગનીએ મોં પરનાં પરસેવાનાં ટીપાં લૂછતાં પ્રશ્ન કર્યો. એક તરફ આટલાં બધાં લોકોની મમતા હતી તોય ફાળુનીની મમતાનું ત્રાજવું નમી જતું હતું. કોઈક સંબંધો પળના હોય છે ને ચિરંજીવી બની રહે છે; ત્યારે વળી જીવનભરના કોઈક સંબંધો મૂલ્યવત્તાના મેદાનમાં પળના થઈને ઊભા રહે છે. સેવામૂર્તિ 165 Page #95 -------------------------------------------------------------------------- ________________ ફાલ્ગનીનું પણ એમ જ બન્યું. એક પળમાં એ સેવકોમાં અગ્રેસર બની ગઈ. વૈદરાજ જુવાન-સ્ત્રી પુરુષોના સંબંધની અને એમાંય નવા નવા પાંગરતા આકર્ષણ-છોડોની શક્તિને જાણતા હતા. તેઓએ ચાલતી ગાડીએ ચડી જઈ, પોતાના મહત્ત્વની રક્ષા કરવા માંડી, ‘સેવામૂર્તિ ફાલ્ગની મારા ઔષધની જવાબદારી અને યોગ્ય ખાનપાનની કાળજી લેવાનું સ્વીકારે તો મુનિજીનો ભારે લાગતો રોગ પણ તરતમાં હળવો થવા લાગે. બાકી રોગ આવે છે હાથીના વેગે અને જાય છે કીડીની ગતિએ.’ ‘સાચી વાત છે. મુનિજીની સુશ્રુષાનું કાર્ય સર્વથા મને સુપરત કરવામાં આવે તો જ એ જવાબદારી લેવાની મારી મનોભાવના છે. અધું કામ આખા કામને હણે ‘મુનિજી સંમતિ આપે તો અમને એમાં લેશ પણ હરકત નથી.’ મુનિજીના અંગત સેવકોએ મંજૂરી આપી. - “ઓહ ! મને સારું થતું જણાય છે. શું કર્મસંજોગ છે ! સંસાર તો જલ-કાષ્ઠનો સંયોગ છે. આમ મળ્યાં, કાલે છૂટાં પડ્યાં, પણ એમાંય કોઈ મિલનજોગ અપૂર્વ છે. દેવી ફાલ્ગની અને મહાશય પૂનમ કોઈ ઋણાનુબંધથી મને આવી મળ્યાં છે. મારી દેહ તેઓને સુપરત કરે છે. અલબત્ત, સેવકોએ અન્યની સેવા લેવી એ સર્વથા નિષિદ્ધ છે, પણ આ દેહ જનતા-જનાર્દનની સેવામાં મૂકીને મેં પોતાનું કે પારકું કંઈ રાખ્યું નથી.’ મુનિએ જરાક આસાયેશ લાગતાં કહ્યું. ‘સ્ત્રીનું સાચું ઘરેણું શીલ અને સેવા છે.' ફાલ્ગનીએ કહ્યું, સેવા’ કરતાં ‘શીલ’ શબ્દ બધા સમુદાય પર વધારે અસર પાડી. અરે, આટલું ભારે સૌંદર્ય અને એની સાથે શીલનો આવો સમન્વય, સંસારમાં એક ચમત્કાર જ છે! પોતાને મનગમતી વ્યવસ્થાની કોઈ ટીકા ન કરે તે માટે ધર્મની ઢાલ આગળ ધરતાં મુનિએ કહ્યું, ‘શાસ્ત્રમાં સ્ત્રીને દશ ધર્મવાળી કહી છે. સ્ત્રી માતા છે, ભગિની છે, દાસી છે, મિત્ર છે, મંત્રી છે....' મુનિજીને બોલતાં રોકીને ફાગુનીએ કહ્યું, ‘હમણાં હું આપની સેવાદાસી છું. દાસીની મંજૂરી વિના આપે ધર્મોપદેશનો શ્રમ ન લેવો ઘટે !' ઉપદેશ દેવાનો ધર્મ મારો છે, ફાલ્ગની ! મારું જે થાય તે, પણ સંસારનું સારું કરવાનો ધર્મ મારો છે. એ અદા કર્યા વગર મારા ચિત્તને શાંતિ ન વળે.’ કેટલાક માણસો એમ માનતા હોય છે કે શીલ, સદાચાર કે મૌનની પ્રવૃત્તિ કરતાં ઉપદેશની અસર વિશેષ થાય છે. અને એથી હંમેશાં એ બોલવામાં જ રાચતા હોય છે. ધન્ય છે મુનિવર્ય, આપની મહાન કલ્યાણભાવનાને ! પણ અમે એટલું 16 D શત્રુ કે અજાતશત્રુ પ્રાર્થીએ છીએ કે આપ સેવામૂર્તિ દેવી ફાલ્ગનીના આદેશને માન્ય કરશો. આપનો દેહ અમારે મન લાખેણો છે. ધર્મ, રૂઢિ કે લોકાચાર સામે ન જોશો.’ દેવી ફાલ્ગની પોતાની ઉત્કટ સેવાભાવનાના બળે થોડા વખતમાં આશ્રમમાં એક અગ્રગણ્ય વ્યક્તિ બની ગઈ. સૌંદર્યની પાસે એક અવ્યક્ત સત્તા હોય છે. જે મૂંગી મૂંગી બધે પોતાનો અધિકાર ચલાવે છે. ફાલ્ગનીની સત્તાએ બધે પોતાની અસર જમાવી. અલબત્ત, ઘઉંમાં કાંકરા હોય એમ, કેટલાક લોકો આ વાતાવરણની વિરુદ્ધ હતા, પણ લોકો એમને બિનવ્યવહારુ કહીને હસી કાઢતા. મુનિજીને બીજા કોઈ કડવી વખ દવાના ઉકાળા આપવા જતા તો મુનિ કહેતા, “દેહ તો વસ્ત્ર છે, જૂનું થયું છે. હવે એને આવી ઝેર જેવી દવાઓથી સાંધવાનો પ્રયત્ન ન કરો. હું તો નવો દેહ અને નવું જીવન ઝંખી રહ્યો છું.” અને પરિણામે મુનિરાજ દવા ન પીતા. પણ દેવી ફાલ્ગનીના સ્પર્શમાં અમૃત ભર્યું હતું. એના હાથમાં રહેલા પ્યાલામાંનું કટું ઔષધ પણ જાણે મધુર બની ગયું હોય એમ એ હોંશથી પી જતા. અને એ દવા કંઈક ગુણ પણ કરતી. છતાં પણ આશ્ચર્ય એ હતું કે આ દવાની પ્રક્રિયા દિવસો સુધી ચાલી. અનએ એની થોડીક સારી અસર પણ થઈ, પણ દરદ મૂળથી ન ગયું ! એક દિવસ વૈદરાજે કહ્યું, ‘હવે રોગ નિર્મળ થયો છે. દવાની જરૂર નથી.’ અને બીજે દિવસે દરદ ઉછાળો માર્યો. બિચારા મુનિજી ભારે દરદમાં ફસાઈ ગયા. કમળાવાળી આંખોવાળા કહેતા કે હવે તો મુનિજીને એક જ દરદ રહ્યું છે અને તે દરદનું નામ છે ફાલ્ગની ! આ દરદ મટે પણ ખરું, ન પણ મટે. ત્યાં તો એક દિવસ આ ટીકાકારોની જબાનને ચૂપ કરે એવો બનાવ બની ગયો. મુનિજીને ફરી ઝાડા થઈ ગયા. ઝાડા સંખ્યામાં તો વધુ નહોતા, પણ એની દુર્ગધ અસહ્ય હતી. પાસે જવું પણ મુશ્કેલ બની ગયું હતું. પરિચારો નાક દબાવીને ભાગ્યાં. આખો આશ્રમ ગંધાઈ ઊઠયો. કોઈ મહામારી, મરકી કે એવો કોઈ ભયંકર રોગ આવ્યો એમ સમજી માંદા શ્રીમંતો, જે તંદુરસ્તી મેળવવા ત્યાં આવીને વસ્યા હતા, તે ભાગી છૂટ્યા. સ્વસ્થ રહ્યા બે જણ. એક ફાલ્ગની અને બીજો પૂનમ. પૂનમ અલબત્ત ભાગી છૂટ્યો નહોતો, પણ એ દુર્ગધ એ સહન કરી શકતો નહોતો. નાકે ડૂચો દઈને ઊભો હતો. પણ ફાલ્ગની તો ફાલ્ગની જ હતી. એ સેવામૂર્તિને ન દુર્ગધ સતાવતી, ન ચીતરી ચઢતી. એ તો તરત સેવામાં હાજર થઈ ગઈ. મુનિ તો બેહોશ જેવા પડ્યા સેવામૂર્તિ 1 167 Page #96 -------------------------------------------------------------------------- ________________ હતા. ધીરે ધીરે એમણે એમનું આખું શરીર સ્વચ્છ કરી નાખ્યું ને પોતાની પાસે રહેલું ઔષધ પિવડાવ્યું. મુનિ કંઈક ભાનમાં આવ્યા અને સ્વસ્થ થયા. પછી ફાલ્ગુની દોડીને સુગંધી જળ લઈ આવી. અને મુનિના આખે શરીરે ઘસવા માંડી. એક સ્ત્રી પોતાનાં અંગોને સ્વચ્છ કરે. ચોળે એમાં મુનિને લજ્જા આવવા માંડી, પણ ફાલ્ગુનીએ પોતાનું કામ સતત ચાલુ રાખ્યું. ‘આપત્તિ કાળે આચાર ફેરવી શકાય છે.’ ફાલ્ગુનીએ પોતાના કાર્યના ટેકામાં શાસ્ત્રવાક્ય ટાંક્યું. મુનિજી આ મમતાળુ સ્ત્રીને એક નજરે નીરખી રહ્યા. અરે, કોઈ પણ રાજાના મહેલમાં પોતાના અનુપમ સૌંદર્યથી સહેલાઈથી સ્થાન મેળવી શકે એવી સ્ત્રી પોતાના જેવા માણસ પાછળ કેવી ઘેલી છે ! નક્કી, ધર્મનું જ આ ફળ છે. ધર્મની શક્તિ અચિંત્ય છે, લોહને સોનું કરે છે. મુનિરાજ મનોમન આ સૌંદર્યવતી નારીના દાસ બની ગયા. અરે, જન્મ પુનર્જન્મ ને પૂર્વજન્મ માનનાર આપણે આ ભવનું સગપણ જોવા જઈએ છીએ અને બધો મેળ મેળવવા મથીએ છીએ, પણ ભૂલી જઈએ છીએ કે ઘણી પ્રીતિ તો જન્મોજન્મની હોય છે. પૂર્વભવના અધૂરા પ્રેમયોગ આ ભવમાં પૂરા કરવાના હોય છે, ને આ ભવે ન કરીએ તો પરભવે પૂરા કરવા પડે જ છે. પછી ફાલ્ગુની મુનિના આગ્રહને વશ થઈ સ્વચ્છ થવા ગઈ. પણ ન જાણે કેમ ફાલ્ગુનીને ઠીક ઠીક વાર લાગી. ને મુનિને ફરી ઝાડા થવા લાગ્યા. પૂનમે ફાલ્ગુનીને હાક મારીને બોલાવી. ફાલ્ગુની દોડતી આવી અને મુનિને ફરી સ્વચ્છ કરવા લાગી. આ વખતે મુનિનો આખો દેહ ખરડાયો હતો. ભારે ચીવટથી એ સાફ કરવા લાગી. ને એ વખતે અજાણતાં એનાં અંગોનો મુનિને રોમાંચકારી સ્પર્શ થવા લાગ્યો. મુનિ મનોમન દરદને અભિનંદી રહ્યા. અરે, દરદ ન આવ્યું હોત તો સંસારના સાર રૂપ આ સૌંદર્યનું સાંનિધ્ય અને સેવા કેમ સાંપડત ? ધર્મશાસ્ત્રની આજ્ઞા સ્પષ્ટ હતી કે સાધુએ કે શીલવાન પુરુષે સ્ત્રીનું રૂપ કદી ન જોવું. કોઈ વાર અચાનક જોવાઈ જાય તો આંખ મીંચી દેવી ને ઈશ્વરનું નામસ્મરણ કરવું. પણ મુનિ વેલાકુલ માટે આજે એ ઊલટું બન્યું. એ આંખ ફાડીને જાણે ફાલ્ગુનીના રૂપને પી રહ્યા. એમણે પોતાના અંતરમાં ઊતરીને જોયું તો એમને લાગ્યું કે ત્યાં, અંધારા આભમાં વાદળને પડદો ચીરીને વીજળી પ્રગટ થઈ જાય એમ, ફાલ્ગુની પ્રગટ થઈ ગઈ હતી અને પોતાનું શાસન ચલાવી રહી હતી. 168 ] શત્રુ કે અજાતશત્રુ 24 રૂપપુજા આકાશના પટલમાં એકાએક ચમકેલી વીજળી જેમ આંખને આંજી દે, એમ ફાલ્ગુનીના રૂપ અને હાવભાવથી મુનિનાં ચિત્ત અને બુદ્ધિ અંજાઈ ગયાં હતાં. ‘અરે ફાલ્ગુની !' મુનિએ ફાલ્ગુનીના સરી જતા ઉત્તરવાસકને સાહી લીધો. મુનિને વારંવાર સ્વચ્છ કરવાના શ્રમમાં ચીવર સરી ગયું હતું ને ફાલ્ગુની એકવસ્ત્રા હતી. ફાલ્ગુની તરત જ સ્વસ્થ થઈ ગઈ. પતનના ઇતિહાસ બહુ રોમાંચકારી છે. માણસ એક વાર પતનની ખીણ તરફ મન-ચિત્તથી ધસવા લાગ્યો, પછી હજાર પ્રયત્ને પણ એ પાછો વળતો નથી; કદાચ એ વળવા માગે તોપણ વળી શકતો નથી. સેંકડો શાસ્ત્રીય ને વ્યવહારુ શિખામણો ત્યાં વ્યર્થ થાય છે, ને બચાવવાનો દરેક યત્ન વિડંબનારૂપ બની જાય છે. શિકારી જેમ પશુને હાથ કરવા માટે હજારો પ્રકારનાં ખાદ્યો, પેયો ને બીજી સગવડો આપે છે તેમ, આવી સ્ત્રીઓનો સ્વભાવ એવો છે કે પુરુષને વશ કરવો હોય, ત્યાં સુધી જરૂર પડે તો એના ચરણમાં આળોટે અને એક વાર પુરુષ પશુ બની ખીલે બંધાઈ ગયો કે પછી સ્ત્રી દૂરની દૂર રહે. આકર્ષણના આ નિયમને એ જાણનારી હોય છે. એ પાસે આવવામાં માનતી નથી; પકડાયેલા પશુને તરફડતું રાખવામાં એ એના આકર્ષણનો વિજય માને છે. સમર્પિત સ્ત્રીથી પુરુષ તરત ધરાઈ જાય છે. એને ચોરીનાં બોર મીઠાં લાગે છે. અસમર્પિત સ્ત્રીનું આકર્ષણ જીવનભર કામ કરે છે. સમર્પિત થવાનો ડોળ કરીને ફાલ્ગુની દૂર ખસી ગઈ. એક દિવસ ન દેખાય, બે દિવસ ન દેખાય. બીજી તરફ મુનિની ઝંખના અજબ જોર કરવા લાગી. બેએક દિવસ ફાલ્ગુનીને ન જુએ કે તરત માંદા પડી જાય. જે ભક્તો રૂ અને અત્તર જેવા આ સંબંધને Page #97 -------------------------------------------------------------------------- ________________ તિરસ્કારતા હોય, એ જ મુનિને બીમાર જોઈ ફાલ્ગુનીને શોધવા દોડે. ફાલ્ગુની જાણે દવા વગર દર્દ મટાડનાર નજરવૈદ હતી. આભમાં વીજળી શરમાતી આવે. એમ ફાલ્ગુની સેવિકાની નવી રૂપછટા લઈને ત્યાં આવે. સાદાં વસ્ત્ર, સાદો અંબોડો ને પગની પાની પર સાદી મોજડીઆવા સાદા વેશમાં એ ઔષધ તૈયાર કરે અને મુનિને પિવડાવે; બીજી દવા લઈને મુનિના અંગે મર્દન કરે. લેણદેણની વાત છે. દરદ અને દરદીનાં પણ ઋણાનુબંધ હોય છે. મુનિને તરત આરામ થવા લાગે. મુનિ પોતાના ભક્તજનોને સદુપદેશ આપતાં કહે, ‘તમે જાણો છો કે એ જ ઉર્વરમિ, એ જ ખેડ, એ જ ખાતર ને પાણી, છતું જ્યારે અશોકનું ઝાડ ખીલતું નથી, ત્યારે રૂપેરંગે રાણી જેવી સ્ત્રીના મોંના પાણીનો કોગળો કે પગની પાનીની ઠોકર એને ખીલવે છે. એમ મારું થયું છે. ફાલ્ગુની વિના આ દેહવલ્લરી સુકાવા લાગે છે. મનમાં થાય છે કે આ મારા જેવા સિદ્ધ કોટીના મહાત્માને વળી આ ઝંઝટ કેવી ? ફેંકી દો આ દેહની વેલને કોઈ ઊંડી ગર્તામાં.' મુનિના શબ્દોમાં વીજળક અસર હતી. આ શબ્દોની તાકાતથી તો એ વૈશાલીનગરીના મહામાન્ય લોકસેવક તરીકે પૂજાતા હતા. એમના શબ્દ પર તો હજારો યુવાનો અને યુવતીઓ પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થતાં. એ મહાન લોકસેવકને આવી વાણી કાઢતાં સંભળી ભક્તજનો કહેતા, ‘આપના અને દેવી ફાલ્ગુનીના સંબંધમાં અમે કશું અનિષ્ટ જોતા નથી. મહામુનિ ભરતની પણ એક વાર જખમી મૃગને જોઈ આવી જ દશા થયેલી. અને આપ તો સિદ્ધવંત પુરુષ છો. આપના દેહને ભલે ફાલ્ગુનીનો સ્પર્શ થાય, આપનો આત્મા તો અસ્પર્ય છે. આપની દેહવારીને આપની ખાતર નહિ તો અમારી ખાતર પણ જાળવો. આપની દેહ આપનો નથી, વૈશાલીના ગણતંત્રની મૂડી છે.' ‘મહાશયો ! એ જ કારણ છે કે આજ સુધી આ દેહને સાચવી રહ્યો છું. નહિ તો ગંદકીના ગાડવા જેવી આ દેહને તો મેં ક્યારનીય ફેંકી દીધી હોત. મારે તો હવે આ છેલ્લો વેશ છે, છેલ્લો દેહ છે.' ‘મુનિજી ! દેહને આપ ધર્મસાધન માનો છો ને ?’ ‘જરૂર, આત્મા ગમે તેવો બળવાન હોય, પણ દેહ વગર પાંગળો છે. શુદ્ધ આત્માને અશુદ્ધિથી ભરેલો દેહ ગમતો નથી-જેમ અંધને કોઈના દોરવાયા દોરવાવું ન ગમે તેમ. કેટલીક વાતો નામરજી છતાં કરવાની હોય છે.' ‘એનું જ નામ સંયમ અને તપ. સંયમી અને તપસ્વીને માથે કંઈ શિંગડાં હોતાં 170 ] શત્રુ કે અજાતશત્રુ નથી.’ એક દોઢડાહ્યા ભક્તે મુનિજીને ઉત્તેજન આપ્યું, ‘અમે આપને વિશે નિઃશંક છીએ. આપનો અને દેવી ફાલ્ગુનીનો સંબંધ જળ અને કમળવત્ નિષ્કલંક છે.’ ‘હું પણ નિઃશંક છું. ફાલ્ગુનીને હું આપની સેવામાં સમર્પે છું. આપ તો દેશનું ધન છો. તન, મન ને ધનથી આપની રક્ષા કરવી, એ પ્રત્યેક નાગરિકની ફરજ છે.’ ફાલ્ગુનીના પતિ પૂનમે કહ્યું. ‘પૂનમ ! ભલે તારો દેહ પાંગળો હોય, અને ભલે તારું બાહ્ય સૌંદર્ય ગમે તેવું કદર્થિત હોય, પણ તારું આત્મસૌંદર્ય અદ્ભુત છે.' મુનિજીએ પૂનમે ફલ્ગુનીને પોતાની સેવામાં રહેવાની રજા આપતાં ખુશ થઈને કહ્યું ને ઉમેર્યું, “આજ મને બધા ભેદની ખબર પડી. વિચારતો હતો કે ફાલ્ગુની જેવી સુંદરી આવા નરને કાં વરી હશે? વાહ ફાલ્ગુની, તારી નરપરીક્ષા ! નર હજો તો આવા હજો !' ‘સેવિકા તરીકે આપે મારો સ્વીકાર કર્યો, એ માટે આભાર. સંસારની માન્યતા છે કે મુનિઓએ એકાકી રહેવું. પણ સંસાર જાણતો નથી કે સ્ત્રી એ શક્તિ છે. ને સેવક શક્તિનો ઉપાસક હોવો ઘટે. ફાલ્ગુનીએ કહ્યું. ‘ગણતંત્રનો સ્થાપના-દિન નિકટ છે. એ દિવસે સ્તૂપપૂજામાં મારી પડખે સેવામૂર્તિ દેવી ફાલ્ગુની રહેશે.’ મુનિજીએ એકાએક પોતાનો નિર્ણય પ્રગટ કર્યો. ‘સ્તૂપ એ તો વૈશાલીનું દૈવી ચિહ્ન છે. એ દિવસે કોઈને મન કંઈક અપ્રિય લાગે કોઈનું મન દુભાય એ ઉચિત નહિ.' ફાલ્ગુનીએ વિવેક કર્યો અને ઉમેર્યું, ‘મારે મન બાહ્ય દેખાવ નિરર્થક છે. મુનિજી દેશની મૂડી છે. એ મૂડીને સાચવવી-૨થવી એ મારી ફરજ છે. અને એ ફરજ હું મારા પ્રાણનો બલિ આપીને પણ બજાવીશ. એ કહેવાની હવે હું જરૂર જોતી નથી.' ‘ગણતંત્રના દૈવી પ્રતીકની પૂજા હું અને દેવી ફાલ્ગુની કરીશું. આત્માની રીતે કોઈ ઊંચ-નીચ નથી. ને મારો ધર્મ તો નીચને પણ નીચ કહેવાની મંજૂરી આપતો નથી. સ્ત્રીઓ પણ પુરુષની સમાન છે, એ રહસ્ય એ દિવસે ભલે પ્રગટ થાય.' મુનિજીએ સાવ નવું વિધાન કર્યું. ભક્તમંડળે એ વાત સહર્ષ વધાવી લીધી. તેઓએ કહ્યું, ‘પૂર્વજન્મનાં કોઈ અધૂરાં પ્રેમઋણ આ રીતે જ ફેડાતાં હશે, નહિં તો ક્યાં મગધની નારી ને ક્યાં વૈશાલીના મુનિ ?' હવે તો ફાલ્ગુનીએ મુનિજીની સેવામાં રાત-દહાડો એક કરી દીધાં. ખાન, પાન, શયન ને આસન દરેકમાં ફાલ્ગુની ભારે ચીવટ રાખતી. અને ફાલ્ગુનીનો સંપર્ક વધતો ગયો, તેમ મુનિજીનું તેજ વધતું ગયું, ઉત્સાહ વધતો ગયો. થોડાએક દિવસોમાં સ્તૂપપૂજાનો દિન આવી પહોંચ્યો. અને વૈશાલીનાં સ્વતંત્ર રૂપપૂજા – 171 Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રજાજનો નાચ-રંગ,ગાનતાન ને હાસ્ય-વિનોદમાં ઝૂમી રહ્યાં. વૈશાલી તો વૈશાલી હતું. એની અદા જુદી હતી. એની ખૂબી અનોખી હતી. એનાં નર-નારને જોવાં એ નયનોનો આનંદ અને જીવનની ધન્યતા હતી. એ દિવસે એના ગણિકા આવાસો હજારો પરદેશીઓથી ઊભરાઈ ગયા. ગણતંત્રમાં ગણિકા અને ગૃહવધૂ સમાન હતાં. દરેકને ગણતંત્રની નાગરિકતાનું અભિમાન હતું; બધે એ અભિમાનમાં ગણિકાઓ વધારે રાચતી. એની સ્વતંત્રતાને જેમ સીમા નહોતી તેમ એના વૈરવિહારોને કોઈ મર્યાદા નહોતી. એક રીતે કહીએ તો ગણતંત્રની ગુપ્ત શક્તિ નૃત્યાંગનાઓ ને ગણિકાઓ હતી. ધનથી તદ્દન નિરપેક્ષ પુરુષોને રીઝવવાનું એ મુખ્ય સાધન હતી. ઘણી ગણિકાઓ આથી પણ વધુ હિંમત ધરાવતી હતી. અને ગણતંત્રના રાજ કાજ માં ભાગ લેવાની ઇચ્છામાં રાચતી, કારણ કે એ એનો વૈયક્તિક અધિકાર હતો. અને રાજ કારણમાં ભાગ લેવાનો અધિકાર મેળવવા માટે થોડીએક છંદશલાકાઓ (મતલાકડી) મેળવવી એ એને માટે કંઈ દુર્લભ નહોતું. પણ, ઘણી ગણિકાઓ રાજ કાજની એ માથાકૂટમાં પડવા ઇચ્છતી નહોતી. કારણ કે પોતાનું ધાર્યું કરાવવા માટે જોઈએ તેટલા રાજપુરુષો એનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતા, અને સુવર્ણ પણ આ માર્ગે જ વધારે મળતું. આ ગણિકાઓ નાટક ૨ચતી, અને પોતાનાં ગીત, નૃત્ય, સંતાપ ને અભિનયથી પ્રેક્ષકોના મન હરતી. આ નાટકો ધર્મસભાઓમાં ને ધર્મમંડપોમાં થતાં, અને અગ્રગણ્ય પુરુષો એને જોતા ને એનો સત્કાર કરતા. આમ્રપાલીએ પોતાનું વન ભગવાન બુદ્ધને ભેટ કર્યું, ને ક્ષત્રિય રાજ કુમારોએ આપેલી ધનની ગમે તેવી લાલચને એ વશ ન થઈ, આ પ્રસંગે આ મહત્તામાં ઠીક ઠીક વધારો કર્યો. લોકો કહેવા લાગ્યા કે જે હરિને ભજે એ હરિનો થાય. ગણિકા, નટી કે નૃત્યાંગના થઈ તેથી શું ? બહુ જનોના સુખ માટે તેઓનું રૂપ યૌવન ને કલા વપરાય છે. હવે તો તેઓને રાજ તરફથી માન-પાને પણ મળવા લાગ્યાં હતાં. મોટા યોદ્ધાઓ જેટલું સન્માન એ ગણિકાઓ પામતી. એ વિચારને સ્તૂપપૂજાના દિવસે મુનિજીએ વધુ વેગ આપ્યો. અલબત્ત, ફાલ્ગની કોઈ ગણિકા નહોતી; એ તો કુલવધુ હતી. અને એના જેવી સેવામૂર્તિને મુનિજી જેવાએ પોતાને પડખે સ્થાન આપીને એક રીતે સ્ત્રીસન્માનને વિશેષ મહત્ત્વ આપ્યું હતું. ફાલ્ગનીએ પ્રથમ સ્તૂપપૂજા કરી. આજ સુધી પવિત્ર સંતો સિવાય એ પૂજા કોઈને પ્રાપ્ત થઈ નહોતી. આજ ફાલ્ગનીને એ પ્રાપ્ત થઈ. મુનિજીએ સ્વયં એની 172 D શત્રુ કે અજાતશત્રુ સેવાને બિરદાવવાને જાહેર પ્રવચન કરતાં કહ્યું, ‘ગણતંત્રની આ પવિત્ર સ્તૂપપૂજા આજે એક દેશસેવિકાના વરદ હસ્તથી થાય છે. એ આપણું સૌભાગ્ય છે. ગણતંત્ર તો સ્ત્રી-પુરુષને પોતાની બે આંખો સમાન માને છે. કઈ આંખ રાખવી અને કઈ ફોડવી, એનો પ્રશ્ન જ ન હોય, છતાંય લોકમાનસમાં સ્ત્રીઓ માટે આજ સુધી સંકુચિત વિચારસરણી સેવાતી હતી. પણ એ સંકુચિત ભાવનાઓની દીવાલો આજે જમીનદોસ્ત થાય છે, એટલું જ નહીં. એથી એક ડગ આગળ વધીને એ પણ સ્પષ્ટ થાય છે કે સ્ત્રીને પોતાનો પતિ એ જ સાથી નહિ, પણ સેવાના ક્ષેત્રમાં જેનું નિર્દોષ આલંબને કારણભૂત થતું હોય તે બધા સાથી !' ‘આ દૈવી સ્તૂપ વૈશાલીના જન્મસિદ્ધ અધિકારોનું પ્રતીક છે. એ સ્તૂપ છે તો વૈશાલી છે. એ સ્તૂપ નહિ હશે ત્યારે વૈશાલી પણ નહિ હોય. એ સ્તૂપ આજની પૂજા પામી ઉન્નત બને છે. બોલો, ગણતંત્રની જય ! વૈશાલીની જય!' મુનિજીએ ફાલ્ગનીને પડખે ઊભા રહી ફરી સ્તૂપનો અભિષેક કર્યો. પ્રજાએ પુષ્પ વર્યા. જયનાદો કર્યા ને પછી સ્ત્રીઓ લલિત કલાઓમાં ને પુરુષો મર્દાનગીની રમતોમાં મશગૂલ બની ગયાં. ફાલ્ગનીએ નીચા નમી સ્તૂપને પોતાના મસ્તકથી સ્પર્શ કર્યો. એકાએક એનો લાંબો કાળોભમ્મર કેશકલાપ છૂટી ગયો અને પાની સુધી ઢળતા કેશ જમીન પર પથરાઈ ગયા. એ માથું નીચું નમાવી રાખીને બોલી : ‘મુનિજી ! આપના ચરણ આ કેશ ઉપર મૂકીને આપ સ્મતને ફરી સ્પર્શ કરો, એની પૂજા કરો અને મને ધન્ય થવા “અરે ફાલ્ગની ! આ તું શું કરે છે ? ફાલ્ગનીની એક એક લટ લાખેણી છે. એના પર પાદસ્પર્શ ન હોય.' મુનિજીએ કહ્યું. એ ફાલ્ગની પર ન્યોછાવર થઈ ગયા હતા. પણ ફાલ્ગની તો નતમસ્તકે ફરી ફરી એનો એ જ આગ્રહ કરી રહી. વૈશાલીની નગરસુંદરીઓ આ ભાવના જોઈ ઝાંખી પડી ગઈ, ને ફાલ્ગનીની મહત્તા ગાઈ રહી. આખરે મુનિએ એ સુગંધિત કેશકલાપ પર પગ મૂકી સ્તૂપની પ્રદક્ષિણા કરી. એ કેશ પર ચાલતાં એમણે ભારે રોમાંચ અનુભવ્યો. રેશમની સુંવાળપ કઠોર લાગે તેમ હતી. વિધિ પત્યા પછી ફાલ્ગની ઊભી થઈ. એણે પોતાના મુખને આવરી રહેલા કેશ ઊંચા કર્યા, ને માનવમેદની પર એક ચંચળ નજર નાખી. બાદલોની આડમાં છુપાયેલો ચંદ્ર શોભી રહે, એમ એનું મુખ શોભી રહ્યું. એ દશ્ય અનેક રૂપવતીઓના ગર્વનું ખંડન કરી નાખ્યું. સૂપપૂજા D i73 Page #99 -------------------------------------------------------------------------- ________________ મુનિજીના હૃદયકમળમાં એ પ્રસન્ન છબી વસી ગઈ. એ દિવસે રૂપપૂજા પતાવીને મુનિજી અને ફાલ્ગુની પાછાં ફર્યાં ત્યારે લોકોએ ધન્યોદ્ગારથી અને પુષ્પ-અક્ષતથી તેઓને વધાવ્યાં. દરેક સેવકના મનમાં આ પ્રસંગનું દશ્ય વસી ગયું. અને એકાદ આવી સેવિકા પડખે આવીને ઊભી રહે તો કોઈ પણ પુરુષ સેવાના ક્ષેત્રમાં પોતાનું જીવન અર્પવા તૈયાર થઈ જાય. પણ બધે ફાલ્ગુની મળવી સહજ નહોતી. આખી વૈશાલીમાં એ વિરલ હતી. આશ્રમ એ દિવસે ધન્ય થઈ ગયો, ને આશ્રમમાં ફાલ્ગુનીનું સ્થાન મુનિજી જેટલું જ સ્થપાઈ ગયું. જતે દિવસે તો એવું થયું કે મુનિજી કરતાં ફાલ્ગુનીના દર્શન અને સ્પર્શનની ભીડ વધી ગઈ - જાણે ગિરધરલાલ ભુલાઈ ગયા ને રાધિકાના ભાવ વધી ગયા ! વૈશાલીની કુમારિકાઓ ટોળે વળીને ફાલ્ગુનીને મળવા આવવા લાગી. પુરવધૂઓ તો ઘરનાં કામ રેઢાં મૂકીને પણ ત્યાં હાજર થતી. જુવાનો પણ કંઈ પાછા પડે તેમ નહોતા. તેઓની મુલાકાતો તો સુકાતી જ નહિ ! પૂનમની ઉદારતા જોઈ સહુ એને અનુસરવા પ્રયત્ન કરતા અને સ્પષ્ટ અભિપ્રાય પ્રગટ કરતા કે હવે સ્ત્રીઓને જોવાની દૃષ્ટિમાં ફેર કરવો પડશે. મંછા ડાકણ ને શંકા ભૂત જેવું હવે નહિ ચાલે. એ દિવસો અપૂર્વ હતા, ભારે કાન્તિકર હતા. વૈશાલીની કીર્તિની પતાકા ઉપર આ મહાનુભાવોએ ચાર ચાંદ લગાવ્યા હતા. તપોમૂર્તિ મુનિજી ! સેવામૂર્તિ ફાલ્ગુની ! ઉદારચિત્ત પૂનમ ! એ સૌ એકમેકમાં એટલાં ઓતપ્રોત થઈ ગયાં કે એમને જુદાં ઓળખવાં અશક્ય થઈ ગયાં. એ ત્રિવેણીસંગમને સૌ અભિવંદી રહ્યાં. 174 ] શત્રુ કે અજાતશત્રુ 25 યોગીનો યોગ એક રાતે આ તપોમૂર્તિ મુનિજીએ સેવામૂર્તિ ફાલ્ગુનીને એકાએક સાદ દીધો. સમાન્ય નિયમ મુજબ આખો દિવસ મુનિજી અને ફાલ્ગુની એકત્ર રહેતાં, પણ રાતે જુદા આવાસોમાં ચાલ્યાં જતાં. પણ આજે મધરાતે એકાએકા ફાલ્ગુનીને તેડું આવ્યું. ફાલ્ગુની વિના વિલંબે ત્યાં પહોંચી ગઈ. આકાશમાં વાદળો હતાં, ને ક્યાંક વરસાદ થયો હોય એવો શીતલ વાયુ વાતો હતો. મુનિજી ધ્રૂજી રહ્યા હતા. ટાઢ ખૂબ ઊપડી હતી ને કેટલીય શાલો ઓઢવા છતાં એ ધ્રુજારી શમતી ન હતી. ‘ફાલ્ગુની !' મુનિજીએ બૂમ પાડી. ‘શું છે ?’ ફાલ્ગુનીએ દોડીને મુનિજીના હૈયા પર હાથ મૂક્યો. ખૂબ ટાઢ ચઢી છે. આ તો યોગીને ચઢેલી ટાઢ છે !' ‘જાણું છું. એનો ઉપાય ?' ‘યોગી સાથે યોગ-શય્યા !' મુનિજીએ નિર્લજ્જ રીતે જવાબ વાળ્યો. ‘આ શું કહો છો તમે ?’ ‘સુંદરી ! ઊર્ધ્વરેતસ યોગીને તું હજી ઓળખતી નથી. એને મન કામિની શું કે કાષ્ઠ શું, બંને સમાન છે. ઓહ ! ટાઢ ખૂબ વ્યાપી ગઈ છે ! એને દૂર કરવાનો ઉપાય તારા હાથમાં છે. યોગીને બચાવી લે. નહિ તો દેશને મોટી ખોટ પડશે. એ ચાલ્યો...' મુનિજી જાણે ટાઢથી ધ્રૂજતાં છેલ્લાં ડચકાં ભરી રહ્યા હોય તેમ બોલ્યા. ફાલ્ગુની બે ઘડી કર્તવ્યવિમૂઢ થઈ ગઈ. એ વિચારી રહી. શું યોગીના યોગની કે એના જળકમળવત્ જીવનની આ કસોટી હશે ? વર્ષાનાં વાદળ આખરે વરસી ગયાં. ઊર્ધ્વરેતસવાળા યોગીની યોગશક્તિનો Page #100 -------------------------------------------------------------------------- ________________ ભેદ ફાલ્ગનીને ઘડીના છઠ્ઠા ભાગમાં મળી ગયો. વર્ષાની એક રાતે અને યોગીની યોગ-શયાએ ભાવિ ઇતિહાસમાં ભૂકંપ જગાવ્યો. મુનિજીએ એકાંતમાં ફાલ્ગનીના રક્તકમળ જેવાં ચરણ પકડી લેતાં કહ્યું. ‘દેવી, હવે હું તારો દાસ છું. કોઈ પ્રકારની કરતાં પહેલાં એટલું યાદ રાખજે કે યોગીનું પતન એના ઉત્થાન જેટલું જ મધુર હોય છે.” ‘એમ કે ?” ફાલ્ગનીએ પોતાનાં માછલી જેવાં ચંચળ નયન નચાવતાં ઉત્સુક ભાવે કહ્યું. એ જાણતી હતી કે હવે માછલું જાળમાં બરાબર સપડાયું હતું. | ‘હા, સુંદરી ! વિશ્વામિત્ર જેવા ઋષિના મેનકા સાથેના સંપર્કનું પરિણામ તપસ્વીની શકુંતલા. અને તપસ્વિની શકુંતલાના સમર્પણનું પરિણામ એ સર્વદમનચક્રવર્તી ભરત !” ‘પણ ઇતિહાસનો મારો અભ્યાસ જુદી રીતનો છે. એવા બધા સમર્પણને અંતે શકુંતલાને શું મળ્યું ?' ફાલ્ગનીએ વચ્ચે પ્રશ્ન કર્યો. ‘સુંદરી ! હું કંઈ દુષ્યન્ત નથી. હું તો તારો દાસ છું. તારે કોઈ ભય કે શંકા સેવવાની જરૂર નથી. તું જે કહીશ તે કરીશ. શક્તિને કોણ નમ્યું નથી?” મુનિ પોતાને અનુકૂલ એવાં જૂનાં દૃષ્ટાંતો આપી રહ્યા. “પુરુષના ચિત્તનો ભરોસો નહિ. એને તો રીઝતાંય વાર નહીં અને ખીજતાંય વાર નહીં. જો તમારી વૃત્તિ સાચી હોય તો મને અત્યારે જ વચન આપો કે મેં જે યોગ્યયોગ્યપણાનો આ ઘડીએ વિચાર ન કર્યો, એમ તમે પણ હું કહું તે ઘડીએ કર્તવ્યમાં યોગ્યયોગ્યપણાની તરાજૂ નહિ પકડો, અને મારી વાતનો સ્વીકાર જરાય શંકા-કુશંકામાં ઊતર્યા વિના કરી લેશો.' ફાલ્ગનીએ મુનિને બરાબર સકંજામાં લેવા માંડ્યા. ‘અવશ્ય, ઇષ્ટદેવના શપથથી કહું છું.' ‘લોકો તમને નુગરા કહે છે. જેને માથે ગુરુ ન હોય એની વાણી વિશ્વાસ કરવા લાયક નહિ.” ફાલ્ગનીએ મુનિને બધી રીતે બાંધવા માંડ્યા, ‘તમારા ઇષ્ટદેવ કોણે, તે તો હું જાણતી નથી, ફક્ત તમારી ઇષ્ટ દેવીનું નામ જાણું છું.” ‘કોમ છે મારી ઇષ્ટદેવી ? નામ આપ.” ‘તમે જ વિચારી લો, “મારી દેવી તો તું જ છે. તું જ મને ઇષ્ટ છે.’ મુનિએ લાગણીભીના સ્વરે કહ્યું, ‘તમને હું ઇષ્ટ નથી. આ ફાલ્ગની ઇષ્ટ નથી. માત્ર ફાળુનીનો આ દેહ ઇષ્ટ છે. મુનિ ! તારી ઉપાસના આત્માની નથી, દેહની છે.” ફાલ્ગની મુનિને તુંકારે બોલાવી રહી. એને જાણે એ અધિકાર વગર માગ્યે મળી ગયો હતો. 176 શત્રુ કે અજાતશત્રુ ફાલ્ગની, આત્માને ઓળખવો કે પારખવો મુશ્કેલ છે. એ તો મોટી સાધનાની અપેક્ષા રાખે છે. પણ હંમેશાં સ્કૂલમાંથી સૂક્ષ્મમાં જવાય છે. સંસાર જેને કદાચ પોપ કહેવાની હિંમત કરે એને હું પુણ્ય કહું છું. હાશ, મારા અંતરમાં ઊછળી રહેલો કામનાનો સાગર તારા વડે પાર થયો. તારી નજરમાં ભલે હું મારા ઇષ્ટદેવનું નામ લેવાનો લાયક ન રહ્યો હોઉં, પણ દરેકના અંતરમાં દેવ વસે છે.” ‘તમારા અંતરના દેવને એક દેવી-ચંડિકા ભરખી ગઈ, કાં ?” ફાલ્ગની જાણે મુનિને ઉશ્કેરી રહી. ના, એ દેવીએ દેવ તરફ જવાનો માર્ગ સુલભ કર્યો. હું યોગી છું, ફોલ્સની ! દૃષ્ટિનો રાગ ભયંકર છે. પોતાની પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટે એક નેહભરી નજરને માટે એ ઝૂર્યા કરે છે. એ કર્મ-ધર્મ બધું વીસરી પ્રિયના સ્મરણમાં મગ્ન બને છે. મારો દૃષ્ટિરાગ આજે પૂરો થયો. ફાલ્ગની અને હું એક થઈ ગયાં. યોગીને યોગ મળ્યો. તારા વિના મારો યોગ ખોવાઈ ગયો હતો, હાશ, હવે ચિત્તમાં શાંતિ વ્યાપી છે. પાપીમાં પાપી ગણાતો મારો દૃષ્ટિરાગ આજે નાશ પામ્યો છે. એક અને એક મળીને આપણે અગિયાર થયાં છીએ. આજ્ઞા કર દેવી ! તારું પ્રિય એવું કયું કાર્ય હું સાદું ?’ મુનિ પૂરેપૂરા પરવશ બની ગયો. મારા રાજા પાસે ચાલો.’ કોણ તારા રાજા ?” મુનિએ કહ્યું. ‘મગધપતિ અજાતશત્રુ.” ઓહ, પેલો પિતૃહત્યારો અજાતશત્રુ !” પારકાના દોષ ન જુઓ, મુનિ, તમને કોઈ ગુરુહત્યારા કહે તો ?” ‘આપણી વચ્ચે હવે વિવાદ ન શોભે. સંવાદ શોભે રે પ્રિય સખી ! તારા રાજા પાસે તો શું, તું કહે તો તારી સાથે રૌરવ નરકમાં પણ ચાલ્યો આવું ! ‘મને વચન આપો છો ?' અરે ઘેલી, કેટકેટલી વાર વચન આપું ?' એમ નહિ, તમે મારા રાજા પાસે આવો, અને તમારા તપસ્તેજથી આકર્ષાઈને એ માગણી કરે કે તમે મગધના ધર્મગુરુ બનો, તો બનશો ?” ફાલ્ગનીએ મુનિને આકરી તાવણીમાં મૂકી દીધા. ‘વૈશાલી અને મગધ વચ્ચે તો વેર છે. એકનો ગુરુ એ બીજાનો ગુરુ કેમ બની શકે ?” ‘જે ન બની શકે તે બનાવવું એનું નામ જ વચનપાલન. યોગીને વળી આ દેશ યોગીનો યોગ 177 Page #101 -------------------------------------------------------------------------- ________________ અને બીજો દેશ કેવો ? હજીય યોગી ખાબોચિયાં ખૂંદે છે કે શું ? હું જે કહું છું તે બરાબર સાંભળો અને સમજો મારા રાજાના ધર્મગુરુ બનવાનું ને એ જે કહે તે કાર્ય કરી આપવાનું.’ ફાલ્ગનીએ આશાવાહી સ્વરે કહ્યું. મુનિ હા-ના કહેતાં પહેલાં ફાલ્ગનીના દેહ પર નજર કરી રહ્યા. મુનિનું અંતર પોકાર પાડતું હતું. આ અનુપમ લાવણ્યને ના કહીને શું આવો અનુપમ યોગ વણસાડાવો ? ના રે ના, યોગીને તો આખી વસુધા કુટુંબ સમાન છે. વૈશાલી પર પ્રેમ અને મગધ પર દ્વેષ-રાગદ્વેષની આ પ્રવૃત્તિ - એક મુનિને ન શોભે. | મુનિએ સહજભાવે કહ્યું, ‘ફાલ્ગનીના દરેક કથનનો મને સ્વીકાર છે, વચનબદ્ધ છું સખી ! હું તારા રાજાને ઓળખતો નથી. હું તો ફાલ્ગનીને- મારી આત્મપ્રિય સખીને- પિછાનું છું. ચાલ સખી ! તું કહે ત્યાં જઈએ, તું કહે તે કરીએ, જીવનનો અપૂર્વ આનંદ લઈએ.” “ચાલો ત્યારે, આજે ને આજે જ ત્વરાથી પ્રસ્થાન કરીએ. મગધની ધરતી બહુ દૂર છે.” અને ફાલ્ગનીએ પોતાના અર્ધખુલ્લા દેહને અંગમરોડ આપીને આખેઆખો દેહ મુનિ પર નાખી દીધો. મુનિ એ મીઠા ભારને વહી રહ્યા. મુનિની શેષ રહેલી વિવેકશક્તિ પણ આ સૌંદર્ય અગ્નિમાં ભસ્મીભૂત બની ગઈ. એ વખતે આશ્રમના કોઈ અંતેવાસીએ બહારથી દ્વાર ખખડાવ્યું. મુનિ જરા ચમકી ગયા, પણ ફાલ્ગની સ્વસ્થ થતાં બોલી, ‘એ તો પૂનમ હશે.' | ‘પૂનમ હશે ?' મુનિનું પાપથી ભીરું બનેલું મન ધ્રુજી ઊઠવું. એને પૂનમનો ડર લાગ્યો. ફાલ્ગનીના દેહ પર પૂનમનો માલિકી હક હતો. ‘નિશ્ચિત રહો. એ આપના યોગ અને શીલને બરાબર પિછાને છે. હું તો યોગીનો યોગ છું. મને ખાતરી છે કે એ તમારા ઉત્સંગમાં મને નિહાળે તોય શંકા નહિ સેવે. ચાલો, હું દ્વાર ઉઘાડું છું.’ ફાલ્ગની અર્ધા પહેરેલાં અને અડધાં ન પહેરેલાં વસ્ત્ર આગળ વધી. ‘થોભી જા, જરા હું સ્વસ્થ થઈ જાઉં. જોને, તારા સેંથાનું સિંદુર મારા કપોલ પર લાગ્યું છે !' મુનિની વાણીમાં ભય અને અસ્વસ્થતાની લાગણી ભરી હતી. “કંઈ વાંધો નહિ. એ તો આપણી આત્મીયતાનું અને તમારી યોગસાધનાનું પ્રતીક બન્યું છે. પૂનમ ઉદાર છે. યોગીના પ્રેમઅંશનો જાણકાર છે.' ને ફાલ્ગનીએ દ્વાર ખોલી નાખ્યું. જોયું તો એક અંતેવાસી સાથે પૂનમ બહાર ઊભો હતો. બંનેએ અંદર પ્રવેશ કર્યો. પૂનમે મુનિના ખંડમાં એક નજર નાખી. ફાલ્ગનીની ચંપાકળી જેવી અર્ધખુલ્લી દેહ જોઈ ન જોઈ અને એણે પોતાની દૃષ્ટિ યોગી તરફ ઠેરવી. | મુનિ મનોમન શંકામાં પડ્યા હતા. હમણાં પૂનમને શંકા પડશે, અને એ હોહા મચાવી મૂકશે ! સ્ત્રીની બાબતમાં લોકોનાં કલેજાં ભારે નાજુક હોય છે. પણ પૂનમ તો પૂનમ નીકળ્યો. એ એકદમ ખડખડાટ હસી પડ્યો ને મુનિની પાસે જઈને એના ચરણમાં પડતો બોલ્યો, ‘વાહ, ઊર્ધ્વરેતસવાળા યોગીની ભાળ આજ મને મળી , ધન્ય મુનિરાજ ! ધન્ય ફાલ્ગની ! ધન્ય હું ! આજે આપણે સૌ કૃતાર્થ બન્યાં ! અરે મુનિજી, હું શ્રાવસ્તી જાઉં છું. તમારે આવવું છે ?' ‘એકાએક શ્રાવસ્તી જવાનો કંઈ ઉદ્દેશ ?’ મુનિએ ઉત્સુકતાથી પૂછવું. આજ સવારે ઢંઢેરો પિટાયો છે કે ત્યાં બે અહંત ભેગા થયા છે ને ખરાખરી સાઠમારી જામી છે.' મુનિના એક અંતેવાસીએ કહ્યું. કોણ બે અદ્વૈત ?” ‘ભગવાન મહાવીર અને આર્ય ગોશાલ ક.’ | ‘મહાભિનું દેવદત્તે હમણાં અહીં સમાચાર કહેવરાવ્યા છે. વાહનનો જોગ તેના તરફથી છે, દર્શનના દર્શન થશે, ને મોજ ની જ મળશે , ચાલો, ચાલો, ખૂબે મજા આવશે.' પૂનમે ખૂબ ભાવપૂર્વક કહ્યું. “અરે, મહાભિખુ દેવદત્તે જ આ બધો ઉપાડો લીધો છે ! એ શ્રમણમાત્રનો શત્રુ બન્યો છે. દેવદત્ત છડેચોક કહે છે કે એમના લાકડે એમને બાળીશ ! એમની અહિંસા અને એમનું અહંતપદ એમને જ ન બાળે તો મને કહેજો.’ | ‘પણ એમ કરવાનું કંઈ કારણ ?” ફાલ્ગની જાણે દેવદત્તને પિછાનતી ન હોય તેમ બોલી. ‘પેટનો બળ્યો ગામ બાળે, એના જેવું. એને કોઈ પણ ધર્મના આચાર્ય બની રાજ ગુરુ ને લોકગુરુ બનવું છે. અત્યારે સહુ કહે છે કે રાજગુરુ, ધર્મગુરુ કે લોકગુરુ બની શકે એવા તો માત્ર બે જ જણા છે. એક ભગવાન બુદ્ધ અને બીજા ભગવાન મહાવીર, બુદ્ધ પર એણે હમણાં એક પ્રયોગ કરેલો, એ તો જાણો છો ને ?” ‘કેવો પ્રયોગ કરેલો ?' ફાગુની જાણે વાત ન જાણતી હોય તેમ બોલી. ‘ભયંકર પ્રયોગ. પ્રથમ તો બુદ્ધ અને મહાવીરના ઉપાસક મહારાજા શ્રેણિક બિંબિસારનો તેણે કાંટો કઢાવ્યો, અને એના પુત્ર અશોકચંદ્ર-અજાતશત્રુનો મિત્ર અને સાથી બની ગયો. રાજાના સાથી તરીકે એણે એક દહાડો રાજા પાસે માગણી મૂકી કે મારાઓને મોકલી બુદ્ધની હત્યા કરો.” 178 D શત્રુ કે અજાતશત્રુ યોગીનો યોગ | 79 Page #102 -------------------------------------------------------------------------- ________________ ‘અરર ! એક ભિખ્ખુ આટલો અધમ થઈ શકે !' ‘મહત્તાની આકાંક્ષા ભારે ભૂંડી હોય છે. એ ભલભલા યોગીને પણ દમે છે.’ અંતેવાસીએ કહ્યું. ‘વારુ, પછી શું થયું ?' ‘મારાઓ હણવા તો ગયા, પણ નજરેનજર મળતાં એ બધા ભગવાન બુદ્ધના ઉપાસક બની ગયા. ને કામ પૂરું કર્યા વગર પાછા ફર્યા. થોડે દહાડે એ સાધુ બની ગયા. જીતની બાજી હારમાં પલટાઈ ગઈ.' ‘ભગવાન મહાવીર માટે તો એવી કંઈ યોજના કરી નથી ને ?' મુનિજીએ વાર્તાનો તંતુ ઝડપી લીધો. ‘કેમ, તમને ભગવાન મહાવીરમાં એવો શો રસ છે ?’ ફાલ્ગુનીએ પ્રશ્ન કર્યો. ‘રે દેવી ! એ તો મારા ઇષ્ટદેવ છે !' ‘તમારા ઇષ્ટદેવ અને તે પણ ભગવાન મહાવીર ? અંધારી રાત અને પૂનમનો ચંદ્ર એનો નાથ, એવી આ વાત છે. દુનિયા પણ શું અજબ છે ! હા..હો...હો...હો.. !' ફાલ્ગુની ખુબ જોરથી હસી રહી. મુનિજી પલભર છોભીલા પડી ગયા. એમને આ ન ગમ્યું. ‘ફાલ્ગુની ! આ તે કેવું વિચિત્ર હાસ્ય ! શું એક પતિત માણસ પવિત્ર માણસનો ઉપાસક ન હોઈ શકે * ‘તમે જાણો છો કે આ ગોશાલક, જે એમની સામે અર્હત બનીને આવ્યો છે, એ એક દહાડો એમનો અનન્ય શિષ્ય હતો.’ અંતેવાસી વચ્ચે વાત કરી રહ્યો. ‘પછી કાઢી કાં મૂક્યો ?' ‘અને ગુરુથી સવાયા થવાનું મન થયું. એને કીર્તિનો લોભ લાગ્યો. કાંચન અને કામિની કરતાંય કીર્તિ ભયંકર વસ્તુ છે. પહેલાં બેથી બચનારો પણ ક્યારેક કીર્તિમાં સપડાઈ જાય છે !' પૂનમે વાત ઉપાડી લીધી. અરે, મારા મનથી એ મારા ઇષ્ટદેવ છે. મને તો એ જાણતા પણ નથી. પણ તેમનાથી અજાણ્યું શું હશે ? ફાલ્ગુની ! મારે શ્રાવસ્તી જવું પડશે. રખેને, આ શ્રમણàષી દેવદત્ત કંઈ હાનિ કરી બેસે. ગોશાલકને હું જાણું છું. એ તપસ્વી છે, પણ ક્રોધમાં આગને પણ ઠંડી કહેવરાવે તેવો છે.' મુનિજીના ચહેરા પર ભક્તિ ઝળકી રહી. ફાલ્ગુની મુનિના ચહેરાનો ફેરફાર કળી ગઈ. જે ઇષ્ટદેવ માટે એ ખૂબ માન ધરાવતા હતા, એ ઇષ્ટદેવ પર અત્યારે આફતનાં વાદળ ઘેરાતાં હતાં. એ વખતે 180 ] શત્રુ કે અજાતશત્રુ પોતે ઘેર કેમ બેસી રહી શકે ? કે અન્યત્ર ભટકી પણ કેમ શકે ? ‘તમારા ઇષ્ટદેવમાં પોતાનું રક્ષણ કરવાની તાકાત હશે કે નહિ ?' ફાલ્ગુનીએ સહજ રીતે પ્રશ્ન કર્યો. ‘હે પ્રિય સખી ! શું કહું તને. એ મારા પ્રેમાવતાર દેવની વાત ! એનું પ્રશમરસ રેલાવતું સૌંદર્ય તું નિહાળ, તો તારું આ કામરસ પ્રસારતું સૌંદર્ય તને કાગડા-કૂતરાને નાખવાનું મન થાય.’ મુનિજીએ કહ્યું. ‘તો દેવ આટલા ઊંચા ને પૂજારી કેમ આટલો....’ ફાલ્ગુનીએ ટકોર કરતાં વાક્ય અડધું રાખ્યું, છતાં કહેવા જોગ બધું કહેવાઈ ગયું હતું. ‘ફાલ્ગુની ! તું કાં ભૂલી ? સૂરજ ગમે તેવો પવિત્ર હોય, એની પૂજા કરનારો એટલો પવિત્ર હોય પણ ખરો, ન પણ હોય. અને પવિત્ર પવિત્રને શું કામ ભજે ? પાપી જ પવિત્રને ભજું - પવિત્ર થવા. ફાલ્ગુની ! એ મારા ઇષ્ટદેવને એક વાર તો નિરખ. એના અંતરમાં સળગતો પ્રેમાગ્નિ ગમે તેવાને પવિત્ર થવા પ્રેરે છે. એની અજબ ધ્યાનશક્તિ પાસે ભૂખ-તરસ, ટાઢ-તડકો, શોક-હર્ષ પોતાનો સ્વભાવ ભૂલી જાય છે. સંસારમાં એને કોઈ શત્રુ નથી, એને કોઈ દ્વેષી નથી. એને કોઈ જીવ તરફ વેર કે પક્ષપાત નથી. એના અંતરાત્માની ઝળહળતી જ્યોતના દર્શનમાં જ આપણાં તન, મન અને વાણી તમામ લીન થઈ જાય છે. એ પ્રેમસાગરને એક વાર તો નયને નિહાળ, રે સખી !' ઘડી પહેલાં ફાલ્ગુનીના રૂપાળા દેહ પર લળી લળીને ઠરતો મુનિનો આત્મા અત્યારે ગગનના ઉચ્ચ અંતરાલે વિહાર કરી રહ્યો-વિષય-કષાયના કીચમાં જાણે એ કદી ગયો જ નથી. ફાલ્ગુનીએ જોયું કે ઇષ્ટદેવના નામનું બહુ જોશ એના કાર્યને હાનિ પહોંચાડે તેમ છે. એ તરત સાવધાન બની ગઈ. એણે વાત બીજે વાળવા ઘણો પ્રયત્ન કર્યો, મુનિજીનું મન અત્યારે અવશ લાગ્યું. મુનિ બોલ્યા, ‘દેવી ! મારા ઇષ્ટદેવની સાધનાથી ભલભલાનાં કલ્યાણ થઈ ગયાં છે. તેં રોહિણેય ચોરનું નામ તો સાંભળ્યું છે ને ?” અરે હા ! વૈભારગિરિનો વાસી ને ?' પૂનમે કહ્યું. ‘તમે એને ઓળખો છો ?' “મુનિજી ! મગધપ્રિયાની સૌંદર્યપરબનાં પાણી કોણ નથી પી ગયું ?' પૂનમે વાતના વેગમાં કહ્યું. ‘મગધપ્રિયા કોણ ?' યોગીનો યોગ C 181 Page #103 -------------------------------------------------------------------------- ________________ 26 બે અહતો. “ફાલ્ગની પૂનમની ભૂલને પિછાની ગઈ. વાતને વાળી લેતી એ બોલી, ‘મગધરિયા મગધની રાજ ગણિકા છે. રોહિણેય ચોર” ત્યાં ઘણી વાર આવતો. માણસના મનનાં આરામસ્થળો બે : કાં શાસ્ત્ર ? કાં સૌંદર્ય ? થાકેલો હારેલો માનવી ત્યાં જ તાજગી અનુભવે.’ ‘દેવી ! એ રોહિણેય ચોરને પ્રતિજ્ઞા હતી કે ભગવાન મહાવીરની વાણી કદી ન સાંભળવી, એ વાણી આ ભવ અને પરભવને બગાડનારી છે. એક વાર નિરુપાયે એ વાણી એના કાને પડી; એ માટે એને ખૂબ પસ્તાવો થયો, પણ એક વાર એ વાણીના પ્રતાપે એ રાજ્યના સકંજામાંથી છૂટી ગયો. અને એને મહાવીર પર વિશ્વાસ થયો, ને એના આ ભવ અને પરભવ બંનેનો ઉદ્ધાર થઈ ગયો. એ ચોર મટી સંત બની ગયો.’ ધન્ય છે મહાપ્રભુને ! ધન્ય એ લૂંટારાને !' ફાલ્ગનીએ આ વાતનો પ્રવાહ રોકવા કહ્યું. એને ડર હતો કે જો આ વિચારશ્રેણી વધુ ઉન્નત થઈ, તો એના સૌંદર્યનો નશો ઊતરી જ છે ને દિવસોની મહેનત એળે જશે. | ‘અરે ચાલો, આપણે પણ એવા પતિતપાવન ભગવાનનાં દર્શન કરવા જઈએ. એ ક નહિ પણ બન્ને અરિહંત !' ફાલ્ગનીએ કહ્યું . ફાલ્ગની ! અરિહંતે તો એક જ હોય, બે નહિ.” તો શું આર્ય ગોશાલક અરિહંત નહિ ?' ‘બિલકુલ નહિ, ત્રાટક વિઘાથી સામાને હેરાન કરી શકે, જ્યોતિષ વિદ્યાથી ભાવિ ભાખી શકે, એટલે અરિહંત ન કહેવાય. એમ તો મારી શક્તિ પણ ક્યાં ઓછી છે ? હું આંખથી પથ્થરની શિલા તોડી શકું છું. ઇશારાથી તોફાની નદીને નાથી શકું છું, છતાં અરિહંત નથી.’ સાચી વાત છે. અરિહંત તો પ્રેમાવતાર હોય.' ફાગુનીએ વાતનો બંધ વાળવા પ્રયત્ન કર્યો. એને મહાવીર વિશેની વધુ વાતો પોતે ખડી કરેલી ઇમારતની નીચે સુરંગ ચાંપવા સમી ભાસતી હતી. સાંજે રથ જોડાયા. બધા શ્રાવસ્તી તરફ ઊપડી ગયાં. શ્રાવસ્તીમાં ખરેખર ભયંકર યુદ્ધ જેવી દશા પ્રવર્તતી હતી. રાગ-દ્વેષમાંથી છોડાવનાર બે અહંતોએ જાણે સામસામા યુદ્ધમાં ઝુકાવ્યું હતું. આર્ય ગોશાલ કે ભરી સભામાં પડકાર કર્યો હતો, ‘હું મહાવીરનો શિષ્ય હતો, એવી વાતો હવે બંધ થવી ઘટે . કોઈ વાર હું શિષ્ય હઈશ પણ એ પછી તો મારા સાત ભવ થઈ ગયા. હું અહંત છું, ને સ્પષ્ટ રીતે ચેતવણી આપું છું કે મહાવીર મારી બદબોઈ કરશે તો એને બાળીને ભસ્મ કરી દઈશ.' વાતાવરણમાં ભારે ઉશ્કેરણી ભરી હતી. આખી શ્રાવસ્તી નગરી જાણે યુદ્ધની બે પરસ્પરવિરોધી છાવણીઓમાં પલટાઈ ગઈ હતી. એક છાવણીનો નેતા આર્ય ગોશાલક હતો, બીજી છાવણીમાં ભગવાન મહાવીર હતા. કેટલાક લોકો જૂની વાતો ઉખેળવાના રસિયા હતા. તેઓ જૂની વાતો યાદ કરીને આશ્ચર્ય સાથે કહેતા કે અતિ પ્રેમની બીજી બાજુ અતિ દ્વેષ છે. એક વાર આર્ય ગોશાલક ભગવાન મહાવીરનો અનન્ય શિષ્ય હતો, એની ગુરુપ્રીતિ અન્યને ઉદાહરણરૂપ હતી. એ વાતને વર્ષો વીતી ગયાં. ભગવાન મહાવીર એ વખતે રાજગૃહી નગરીની નાલંદાપાડાની વણકરશાળામાં ચોમાસુ રહ્યા હતા, અને મંખલીપુત્ર ગોશાલક આવીને ધરાર શિષ્ય થઈ બેઠો હતો. મહાવીરે એક-બે વાર ઇન્કાર કર્યા છતાં એણે શિષ્ય થવાનો આગ્રહ ચાલુ રાખ્યો અને એણે ગુરુચરણે સર્વસ્વ અર્પણ કરી દીધું. ગુરુએ પણ આખરે કર્તવ્યનિષ્ઠ શિષ્ય સાથે સ્નેહ સાંધ્યો. શિષ્ય એકદા પૂછવું : “ગુરુદેવ ! ભિક્ષા માટે જાઉં છું. કેવો આહાર મને મળશે ?” * આજ લેખ કનું સંસારસેતુ વાંચો. 182 D શત્રુ કે અજાતશત્રુ Page #104 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ કહ્યું, ‘ઊતરી ગયેલું ધાન મળશે. દક્ષિણામાં ખોટો તાંબિયો જડશે,' સામાન્ય રીતે ભાવિક્શન ન કરવાની ઇચ્છાવાળા મહાવીરે શિષ્યને પ્રેમથી ભાવિક્શન કર્યું. અને બન્યું પણ એમ જ. વળી એક વાર ગોવાળો ખીર પકાવતા હતા. એમને જોઈને શિષ્યે પૂછ્યું, ‘ગોવાળો પાસેથી ભિક્ષા લઈ આવું ?’ ગુરુએ કહ્યું, ‘વત્સ, મિથ્યા યત્ન ન કરીશ. હાંડલી ફસડાઈ જશે અને ખીર ઢોળાઈ જશે.’ તાપ ખૂબ ભડભડતો હતો. થોડી વારમાં અતિ તાપથી હાંડલી ફસકાઈ ગઈ, અને ખીર ઢોળાઈ ગઈ. ગોશાલક ગુરુની અગમવાણી પર મુગ્ધ થઈ ગયો. ગોશાલક એક વાર એક મહોલ્લામાં ભિક્ષા માટે ગયો. ત્યાં તામસી પ્રકૃતિના એક વેપારીએ ભગવાન મહાવીર માટે હલકા શબ્દો વાપર્યા. ગોશાલકથી ગુરુનિંદા સહન ન થઈ. એણે ક્રોધથી કહ્યું : ‘મારા ગુરુની તું નિદા કરે છે ? જા, મારા ગુરુના બોલથી કહું છું કે તારા હૈયામાં જેવી ઈર્ષ્યાની આગ છે, એવી આગ તારા હાટમાં લાગશે !' વેપારી બોલ્યો : ‘શંખણીના શાપ લાગે નહિ, સતી શાપ દે નહિ !' પણ ન જાણે ક્યાંથી, હાટમાં એકાએક અગ્નિ પ્રગટ થયો. ગોશાલક ગર્વભેર પાછો ફર્યો. એને થયું : આજ એની સમકક્ષ બીજો કોઈ નથી. એને થોડા વખતમાં જ સમજાઈ ગયું કે શબ્દ માત્રમાં મંત્રનો અંશ છુપાયેલો છે, ને વનસ્પતિમાત્ર ઔષધ છે. એને અગમનિગમની સાધના તરફ પ્રીતિ થઈ. હવે તો એ ગુરુના નામના એક બોલ માત્રથી દુનિયાને હાલતીચાલતી થંભાવી શકે તેવો ગર્વ ધરાવતો થયો. એક વાર વળી એના સાધકજીવનમાં નવો જ્ઞાનાનુભવ થયો. રસ્તે જતાં એક અડધો ઉખેડેલો તલનો છોડ મળ્યો. ગોશાલકે પૂછ્યું, ‘આ તલનો છોડ ઊગશે ખરો ?' ‘જરૂર ઊગશે.’ ભગવાન મહાવીરે કહ્યું. ગોશાલકને લાગ્યું કે કેટલીકવાર મોટા માણસો પણ દીધે રાખે છે ! આ છોડ શું ઊગે ? એમ કહી અડધો ઉખડેલો છોડ મૂળ સાથે આખો ઉખેડીને દૂર ફેંકી દીધો. એકાદ ચોમાસાનાં પાણી વહી ગયાં, ને ફરી ગુરુશિષ્ય ત્યાં થઈને નીકળ્યા. ચેલાને પેલા તલના છોડની વાત યાદ આવી. એણે ચારે ત૨ફ જોયું, પણ છોડ ક્યાંય ઊગેલો દેખાતો નહોતો. એણે ગુરુજીને કહ્યું, ‘પેલો તલનો છોડ કરમાઈ ગયો 184 ] શત્રુ કે અજાતશત્રુ લાગે છે.’ ‘ના, ના. આટલામાં ક્યાંક હશે, જરા શોધ કર !' ગોશાલકે ચારે તરફ નજર કરી પણ ક્યાંય ન દેખાયો. એ કહેવા જતો હતો, ત્યાં એક ખૂણા પર લીલાછમ તલના છોડ પર એની નજર પડી. ગોશાલક ગુરુની વાણી પર વારી ગયો. એણે પૂછ્યું : “એનું કારણ ?' ગુરુએ કહ્યું : ‘ભવિતવ્યતા' ગોશાલકે ગુરુનાં આગળનાં વાક્યો ન સાંભળ્યાં. એણે મનમાં નક્કી કર્યું કે ભવિતવ્યતા મોટી વસ્તુ છે, માણસ ગમે તેટલાં બળ, પરાક્રમ, ઉદ્યમ, બુદ્ધિ વાપરે તોય થવાનું હોય તે થાય છે. માણસ મોટો નથી, ભવિતવ્યતા મોટી છે. ગોશાલક તો મહાગુરુનો પડછાયો બની રહ્યો. ગુરુએ ગુરુમંત્ર આપતાં એક વાર કહ્યું, ‘પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા તૂટવી ન જોઈએ. જીવનમાં મહાન વિજયો આત્મશ્રદ્ધાથી હાંસલ થાય છે.” આ વાતનું પારખું તરત થયું. ગુરુ અને શિષ્ય જંગલમાં તપ તપતા હતા, ત્યાં દવ લાગ્યો. ઘાસ અગરબત્તીની જેમ સળગવા લાગ્યાં. ગોશાલકે કહ્યું : ‘ગુરુ, ભાગો !' પણ ગુરુ તો ન હલ્યા કે ન ચાલ્યા. થોડી વારમાં ત્યાં આવીને અગ્નિ બુઝાઈ ગયો. વાહ રે આત્મશ્રદ્ધા ! આત્મશ્રદ્ધા હોય તો દુર્ગની દીવાલો પણ ફાટી જાય. ગુરુએ એક દહાડો શિષ્યને કહ્યું : ‘આપણને દેહ પર મમતા નથી, ને દુશ્મન તરફ પણ દ્વેષ નથી. ચાલો, આ બે વાતનું અનાર્ય-જંગલી દેશોમાં જઈને પારખું કરીએ.’ બંને જણા જંગલી દેશોમાં ગયા. અહીં તો માણસનું માંસ પણ માણસનું ખાદ્ય હતું. ઘણીવાર એ માટે ગુરુ-શિષ્યના દેહમાંથી માંસપિંડ કપાયા. ત્યાંનાં જંગલી જાનવરો તો ભયંકર હતાં, પણ કૂતરાં તો વાઘથીય વિકરાળ હતાં. દોડીને દેહમાંથી બટકાં તોડી લે. યોગ્ય આહાર તો મળે જ ક્યાંથી ? પીવા માટે ચોખ્ખું પાણી પણ ક્યાં મળે ? ગુરુને દેહનાં સુખ-દુઃખ સમાન બન્યાં હતાં. ગુરુનો અનન્ય શિષ્ય ગોશાલક પણ પોતાના ગુરુને મન, વચન ને કાયાથી અનુસરી રહ્યો હતો. એક વાર ઉનાળામાં એમણે એક જટાજૂટવાળો જોગી જોયો. એ સૂર્યમંડળ પર દૃષ્ટિ ઠેરવીને મંત્ર સિદ્ધ કરતો હતો. સૂર્ય અગ્નિ વરસાવતો હતો. અને તાપસ જાણે એ અગ્નિ આંખો વાટે પીતો બે અહંતો C 185 Page #105 -------------------------------------------------------------------------- ________________ હતો. એના માથે ખૂબ મોટી જટા હતી, જટા અસ્વચ્છ રાખવાથી એમાં જૂઓના થર જામ્યા હતા, તાપના લીધે જૂઓ અકળાઈને જમીન પર પડતી હતી. તાપસ એ જૂઓને ઉપાડીને ફરી જ ટામાં મૂકતો હતો. ગોશાલકના ગુરુની સાધના આત્મા વિશેની હતી. ગોશાલકે આ દૈહિત તપ તપતા તાપસની મશ્કરી કરતાં કહ્યું. ‘અલ્યા, તું તો જોગી છે કે, જૂઓનો યજમાન ?' તાપસના કાને આ હાસ્ય અથડાયું. મશ્કરીના શબ્દો કાને પડ્યા. એણે પોતાની નજર ગોશાલક પર મૂકી ને એક પળમાં તો ગોશાલક જાણે ભડભડતી ચિતામાં ઘેરાઈ ગયો. ભયંકર વેદનામાં એ બોલ્યો, ‘અરે ! બળી મૂઆ !' ગોશાલકની આજુબાજુનાં વૃક્ષો બળીને ખાખ થઈ ગયાં, અને હવે ગોશાલક ક્ષણ બે ક્ષણમાં એ દશાને પામ્યો સમજો ! પણ એકાએક આકાશની કોઈ વાદળી આવીને એના દવજ લત્તા દેહ પર જલધારા વરસાવી રહી ! | ‘હાશ, મહાશાંતિ પ્રાપ્ત થઈ. પ્રભુ ! દાવાનલની ગરમી મને કેમ સ્પર્શી અને વર્ષોની શીતલતા મને કેમ પ્રાપ્ત થઈ ? પ્રભુ ! આ તાપસે મને શું કર્યું ?” ‘એણે તારા પર તેજોલેશ્યા નાખી.' અને પછી ઠંડક કોણે કેવી રીતે કરી ?” ‘શીતલેશ્યાથી ઠંડક થઈ.' ઓહ ! સમજ્યો. તાપસે મારા પર તેજલેશ્યા મૂકી, અને આપે તાપસની તેજલેશ્યા સામે શીતલેશ્યા નાખીને તાપસનો ગર્વ ગાળી નાખ્યો, અને મારું જીવન બચાવી લીધું કાં ?' ગોશાલક ગુરુ પર વારી ગયો. થોડી વારે એણે પ્રશ્ન કર્યો : ‘ગુરુદેવ ! સામાન્ય હઠયોગી તાપસને જે સિદ્ધિ સુલભ, તે મારા યોગીને કાં દુર્લભ ?” ‘ચમત્કાર એ તો માત્ર સાધનાની વસ્તુ છે, સાચા સુખ માટેની સિદ્ધિ નથી. બલ્ક કેટલીક વાર ખોટે રસ્તે દોરી જનારી શક્તિ છે. તારા જેવા યોગી માટે આવા ચમત્કારો સાવ સુલભ છે. આવી સિદ્ધિ થોડાક સમયની વિધિસાધનાથી પ્રાપ્ત થાય છે.” મહાગુરુએ નિખાલસ ભાવે કહ્યું. તેઓ શિષ્ય પાસે કંઈ છુપાવતા નહિ. - “મને એ વિધિ-સાધન બતાવો, મારે એ સિદ્ધિ સાધ્ય કરવી છે.” ગોશાલકે આગ્રહ કર્યો. વત્સ ! આવી સિદ્ધિઓ –જેમાં આત્માનું હિત નથી-એ અનુપાસનીય છે. એમાં દેહનું કલ્યાણ નથી, આત્માનો ઉદ્ધાર નથી. કોઈ વાર મનનો મનોબંધ કમજોર થતાં એ પોતાનું અને પારકાનું બન્નેનું અહિત કરે છે.” 186 | શત્રુ કે અજાતશત્રુ ‘ના ગુરુ ! મને યોગીને મન બિચારું શું સતાવશે ? બતાવો વિધિ. મારે ચમત્કારો જાણવા છે.” ગુરુએ અનિચ્છાએ વિધિ બતાવી. બસ, છાંયો જોયો ને ગળિયો બળદ બેસી ગયો. ગોશાલક શ્રાવસ્તીમાં રહી ગયો. ગુરુ આગળ વધી ગયા. ગોશાલકે કેટલીક સિદ્ધિ સાધ્ય કરી લીધી. હવે એ માણસના લાભાલાભ ભાખવા લાગ્યો. લોકો તો આ ભવિષ્યવાણી પર ડોલી ગયા. એણે તો હવે લોકોનાં જીવિત-મૃત્યુ કહેવા માંડ્યાં. અજ્ઞાત લોકો આ જ્ઞાનીપુરુષના ચરણ ચાંપવા લાગ્યા. એણે હવે માણસનાં પ્રારબ્ધમાં રહેલાં સુખદુઃખ કહેવા માંડ્યાં. લોકોએ કહ્યું : ‘જગતમાં આવા જ્ઞાની જોયા નથી. આર્ય ગોશાલક ખરેખર અહંત છે. સાચેસાચ સર્વજ્ઞ છે.” - થોડે દહાડે ભગવાન મહાવીરને ત્રણ માળનું જ્ઞાન-કેવળજ્ઞાન થયાના સમાચાર આવ્યા. લોકોએ સર્વજ્ઞપ્રાપ્તિનો – મહાજ્ઞાનનો ઉત્સવ ઊજવ્યો. આર્ય ગોશાલક પાસે એ સમાચાર આવ્યા. એણે કહ્યું, ‘મૂર્ખ લોકો, સમજ્યા વગરની કેવી માથાકૂટ કરે છે ? જે માણસના જીવનના લાભાલાભ ને જીવિત-મૃત્યુ કહે તે સર્વજ્ઞ. શું હું તમને ક્યારનોય એ કહી રહ્યો નથી ? ભલા માણસો ! સર્વજ્ઞને માથે કંઈ શિંગડાં ઊગતાં હશે ?' | ‘અરે, પણ ભગવાન મહાવીર તો તમારા ગુરુ છે ને !” બે ચાર ભક્તોએ પ્રશ્ન ર્યો. | ‘એથી શું ? સાધનામાં પિતા-પુત્રનો કે ગુરૂ-ચેલાનો સંબંધ જોવાતો નથી. બાપ મુર્ખ હોય કે ઓછું ભણેલો હોય એથી શું દીકરો મુર્ખ રહે કે ઓછું ભણે ? મહાવીર જો સર્વજ્ઞ હોય તો હું સવાઈ સર્વજ્ઞ છું !' આ વખતે એક શ્રીમંત બાઈ સભામાં બેઠી હતી. એ જાતની કુંભાર હતી : એનાં શીતલ અને મજબૂત માટલાં દેશદેશમાં પંકાતાં હતાં. એ બાઈનું નામ હાલાહલા. ગોશાલકે કહ્યું : “બાઈ ! જો મારા જ્ઞાનને નાણી જોવું હોય તો નાણી જો. જા, તેં જે નિંભાડો ચઢાવ્યો છે, તેમાં ૪ સાજાં, ૧૦૦ કાચાં ને બાકીનાં ફૂટેલાં માટલાં નીકળશે.’ હાલાહલા દોડીને ઘેર ગઈ. નિંભાડો તપાસ્યો તો બરાબર એ જ પ્રમાણે સંખ્યા નીકળી. હાલાહલા શ્રીમંત બાઈ હતી. મોટા પરિવારવાળી હતી. એણે સહુ કોઈને બે અહંતો | 187 Page #106 -------------------------------------------------------------------------- ________________ આ આશ્ચર્ય જોવા નોતર્યાં. પછી આ મહાઅર્હત ને મહાસર્વજ્ઞની પોતાના ઘેર પધરામણી કરાવવા સામૈયું લઈને આવી અને આર્ય ગોશાલકને હાલાહલા પોતાને ત્યાં તેડી ગઈ. આખી નગરીમાં આર્ય ગોશાલકની વાહવાહ થઈ રહી. આર્ય ગોશાલકે એક ધર્મસંસ્થાપકની રીતે પોતાનો મત ચલાવ્યો. એણે કહ્યું, “માણસનાં બલ, વીર્ય, પરાક્રમ બધાં નકામાં છે. થવાનું હોય તે થાય છે, ભવિતવ્યતા-નિયતિ હોનહાર મોટી વાત છે. કર્મ-બર્મ જખ મારે છે.’ લોકોએ આ સંદેશ ઝીલી લીધો. માણસને અકર્મણ્યતા ગમતી હતી, પુરુષાર્થની તીક્ષ્ણ ધાર પર ચાલવું ન ગમતું. એ ભાવનાને વેગ મળ્યો. મહાસર્વજ્ઞ ગોશાલકે બીજો સંદેશ આપ્યો શ્રદ્ધાનો, અડગ નિર્ણયનો. અરે, બળતો દાવાગ્નિ પણ તમારા પગ પાસે આવીને બુઝાઈ જશે, જો તમારામાં શ્રદ્ધાઆત્મશ્રદ્ધા હશે તો. ગોશાલકના ચમત્કારોએ અને સિદ્ધાંતોએ જનતાને ઘેલી કરી મૂકી. સ્વાર્થી જગત એના દ્વાર પર આંટા મારવા લાગ્યું. શહેરના નામાંકિત શ્રીમંતો, અધિકારીઓ અને વિધવા શેઠાણીઓ ત્યાં પડવાં-પાથર્યાં રહેવા લાગ્યાં. આમ ગોશાલકે ભવ્ય કીર્તિમંદિર રચીને એમાં મહાપ્રભુ તરીકે પોતાની સ્થાપના કરી. એ કીર્તિમંદિર પર આજે કલશ ચઢ્યો. મગધના મહારાજ અજાતશત્રુ પોતાના મહામંત્રી વસકાર અને રાજગુરુ ભિખ્ખુ દેવદત્ત સાથે વંદન કરવા આવ્યા. મગધરાજ અજાતશત્રુએ બધા બનાવોનું વિહંગાવલોકન કરતાં કહ્યું, ‘યોગસિદ્ધ મહાભિખ્ખુ દેવદત્ત એક દિવસ મને મળ્યા. એમણે મને કર્તવ્ય-કર્મમાં જાગ્રત કર્યો. મેં કઠિન હૃદય ને કઠોર હાથે કર્તવ્યકર્મ અપનાવ્યાં. એમ કરતાં મારા પિતા શ્રેણિકબિંબિસારનું અપમૃત્યુ થયું. પિતાના મૃત્યુનો મન પર આઘાત છે. મનનો ભાર હળવા કરે તેવો કોઈ મનનો વૈદ બતાવો.' આર્ય ગોશાલકે કહ્યું : ‘રે ભદ્રરાજવી ! હું કરું છું, મિથ્યાભાસ છે. આ કામ મારા બલ, વીર્ય ને પરાક્રમથી થયું એ તો બધું ભવિતવ્યતા-નિયતિ પ્રમાણે થાય છે.' ‘એટલે પિતાના મૃત્યુની ભવિતવ્યતા હતી અને થયું પણ એમ જ ને. ગુરુદેવ ?’ મગધરાજે કહ્યું. ‘અવશ્ય.’ ‘તો એનું પાપ કોને લાગે ?' 188 ] શત્રુ કે અજાતશત્રુ તું કરે છે, આ બધો એમ માનવું ભ્રમણા છે. ‘અરે ! જ્યારે ભવિતવ્યતા સહુને દોરી રહી હોય; ત્યારે પાપ શું અને એ કોને વળગે ?' આર્ય ગોશાલકે થોડા શબ્દોમાં રાજવીના હૈયાનો ભાર હળવો કરી નાખ્યો. ‘તો મારો ઉદ્ધાર થશે ને ? મને મોક્ષ મળશે ને !' ‘અવશ્ય રાજન્ ! જે દડો ઊકલવા માંડ્યો, એ ઊકલી ગયે છૂટકો છે. તારી સતિ અવશ્યભાવી છે, નિશ્ચિંત રહેજે.' આર્ય ગોશાલકે મગધરાજ અજાતશત્રુનું મન હળવું કર્યું. તેઓએ આર્ય ગુરુની જય બોલાવી, એમના સંપ્રદાયને રાજમાન્ય કર્યો, અને અનેક બક્ષિસો આપી. શ્રાવસ્તીમાં આર્ય ગોશાલકની બોલબાલા થઈ રહી. પણ આર્ય ગુરુને એક વાત મનમાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેમ ખટકતી હતી – ભૂતકાળમાં પોતે મહાવીરનો શિષ્ય હતો ! પોતે ગમે તેટલું પરાક્રમ બતાવે, પણ નબળા લોકો આ જૂની વાત ઉખેળ્યા વગર ન રહેતા. અલબત્ત, પોતે છડેચોક જાહેર કરી દીધું હતું કે, એ વાત પછી મારા સાત ભવ થઈ ગયા. પણ લોકોના દિલમાં એ વાત કેમે કરી ઊતરતી ન હતી. બેમાંથી એકના મૃત્યુથી જ આ વાત ભુલાવી શક્ય હતી. ગોશાલક પ્રગટ રીતે કહેવા લાગ્યો : ‘હું જિન ! હું અર્હત ! હું કેવલી ! હું સર્વજ્ઞ ! મારા સો અત્યારે કોઈ નથી.’ કેટલાક લોકો શરતના જુગારી જેવા હોય છે. એમને હારજીત વગર ગમતું નથી, હરીફાઈમાં જ રસ આવે છે, ઝઘડામાં જીવન લાગે છે. બે બાજુ ઢોલકી વગાડનારા કેટલાક ભક્તોએ આ વિધાન ભગવાન મહાવીરની સભામાં જઈને રજૂ કર્યું ને મહાવીરને ખુલાસો કરવા વિનંતી કરી. મહાવીરે નિખાલસ રીતે કહ્યું, ‘આર્ય ગોશાલક મારો શિષ્ય હતો. એ ભિક્ષુક જાતિનો છે. એણે તેજોલેશ્યા મારી પાસેથી શીખી છે, ને સિદ્ધ પણ કરી છે. છ દિશાચર મુનિઓ પાસેથી અષ્ટાંગ મહાનિમિત્ત એ ભણ્યો છે. અમૃતને અમૃત અને વિષને વિષે કહેવાનો મારો ધર્મ છે. એટલે લાભઅલાભ, સુખ-દુઃખ, જીવિત-મરણ એ સાચાં ભાખી શકે છે : પણ આ બધાથી એની આત્મસંપદા વધી નથી. એ જિન નથી પણ જ્યોતિષી છે; કેવળી નથી કેવળ કાગવિદ્યા જાણે છે : અને સુપ્રયત્ન કરનાર તમારામાંનો હરકોઈ એ પ્રાપ્ત કરી શકે છે. એ વિદ્યા જરૂર દુસાધ્ય છે, અસાધ્ય નથી.’ સભાના કેટલાક ભક્તો આ વિધાન સાંભળી આર્ય ગોશાલકની સભામાં ગયા. ત્યાં પહોંચીને એમણે પ્રશ્ન કર્યો, ‘આપના વિશે ભગવાન મહાવીર જે વિધાન કરે બે અહંતો D 189 Page #107 -------------------------------------------------------------------------- ________________ છે, તે શું સાચાં છે ?” - આર્ય ગોશાલ કે ગર્જીને કહ્યું, ‘મેં તમને અડોલ શ્રદ્ધા વિશે પ્રથમ પ્રવચન કર્યું છે. મારા વિશે શ્રદ્ધા રાખો ને મને અનુસરો, ‘એ મહાવીરને તો હું માપી લઈશ. એની મોટાઈના દંભનો જરીભરતનો પડદો પળવારમાં ચીરી નાખીશ.” એ વખતે મહાવીરના શિષ્ય આનંદમુનિ ત્યાંથી નીકળ્યા. આર્ય ગોશાલકે તેને બોલાવીને કહ્યું: તારા ગુરુને કહેજે કે મારી બદબોઈ કરવી મૂકી દે, નહિ તો હું એને મારા તપસ્તેજથી બાળીને ભસ્મ કરી નાખીશ.” આખી સભામાં સનસનાટી વ્યાપી રહી. 27 તેજલેશ્યા પાપી અને પુણ્યવાન જેને સરખી રીતે ભજે એનું નામ પ્રભુ ! પાપી અને પુણ્યવાન તરફ એકસરખી નજરે જે જુએ એનું નામ ભગવાન. સ્વર્ગની અપ્સરાની શોભાને દેહરૂપમાં ઝાંખી પાડતી દેવી ફાલ્ગની અને લોકસેવક મુનિ વેલા ફૂલ જ્યારે શ્રાવતી નગરીમાં આવ્યા ત્યારે પ્રભુ મહાવીર ધર્મસભામાં બેઠા હતા. શ્રોતાઓ મુમુક્ષુભાવથી પોતાની શંકાઓ રજૂ કરતા હતા, ને અષાઢી મેઘના મીઠા અવાજથી પ્રભુ એના જવાબ આપતા હતા. પ્રશ્નનો જવાબ આપવામાં કોઈ વચનચાતુરી નહોતી, તર્કજાળ કે તત્ત્વની ગહનતા નહોતી. સાદા ભાવથી સાદી લોકભાષામાં એ જવાબો આપવામાં આવતા. ને એ જવાબો સ્વયં ધર્મસૂત્ર બનીને શ્રોતાના હૈયામાં કોતરાઈ જતા. એક જણાએ પ્રશ્ન પૂછયો, ‘ધર્મ શામાં હોય ?” ભગવાને સાદો જવાબ આપ્યો, ‘ઉપયોગમાં ધર્મ * શ્રોતાએ પૂછ્યું : ‘ઉપયોગ એટલે શું ?” ભગવાને કહ્યું : “જાગૃતિ.” મુનિ વેલાફુલે કહ્યું : “દેવી ! સાંભળ્યો ને મારા પ્રભુનો ઉપદેશ ?” ‘વાહ તમારા પ્રભુ અને વાહ તમે,’ ફાલ્ગનીએ મધુર રીતે પોતાની આંખો નચાવતાં અને પરવાળા જેવા ની ભાવભંગી રચતાં કહ્યું. ફાલ્ગની માનવમનની ભારે પરીક્ષક હતી. એ જાણતી હતી કે આવાં માનવમન તુષારબિંદુ જેવાં ચંચળ હોય છે. આ મુનિ ગઈ કાલ સુધી પોતાના પ્રભુમાં લીન હતો, એ પ્રભુનો અને પ્રભુ એના, એવી ભાવના ભાવતો. રૂપભરી એવી મને જોઈ અને મારામાં લુબ્ધ બન્યો. અમે બે જાણે જનમજનમનાં સાથી, હું એની અને એ મારો. હવે વળી એના પ્રભુને જોયા અને કદાચ નિર્બળ મન એમાં આકર્ષાઈ જાય અને મને ભૂલી જાય. 190 1 શત્રુ કે અજાતશત્રુ Page #108 -------------------------------------------------------------------------- ________________ ફાલ્ગની જરા વધુ નજીક સરી. એણે કહ્યું : ‘તમારા પ્રભુને જો તમારા જેવા બધા રસિક શિષ્યો મળે, તો તો કલ્યાણ જ થઈ જાય એમનું !' એમ ન બોલ, ફાલ્ગની ! હું તો પ્રભુની ચરણરજ છું.' ‘રજ પણ કેવી ? પોતાના પ્રભુના આટઆટલીવાર ચરણસ્પર્શ થયા પછી પણ સાવ કોરીધાકોર !' | ‘ફાલ્ગની ! આકાશમાંથી મેળ એક ભાવે ધરતી પર વરસે છે. ધરતી કોઈ ઠેકાણે એ જળનો સંયોગ પામી ખીલી ઊઠે છે, કોઈ સ્થળે એ પાણી લોકોને માટે અમૃત બને છે. કોઈ સ્થળે એનું એ મેઘજળ કાદવ બની લોકોને લપસાવીને નીચે પાડે છે. એમાં મેઘનો દોષ નથી, દોષ ધરતીનો છે. રે સખી ફાલ્ગની ! ભલભલા પતિતો આ પ્રભુને શરણે આવી પવિત્ર બની ગયા છે, અને ! ફાલ્ગની મેં તો આજ સુધી સેવા જ કરી છે. સંપર્કમાં સંપર્ક ગણો તો તારો સંપર્ક !' ઓહ...મુનિ ! બંધ કર તારી વાતો. જોતો ખરો, પ્રભુની નજર ફરતી ફરતી મારા પર પડી. હવે તારી વાતો મને અપ્રિય લાગે છે, શું કરુણાભરી એ નજર ! ઓળઘોળ થવાનું મન થઈ જાય છે.” ફાલ્ગની કોઈ અદ્રશ્ય પ્રેમભાવ માણી રહી અને પળવાર એ રાજકારણી જીવ મટી દૈવીભાવ અનુભવી રહી. આ વખતે પ્રભુના શિષ્ય આનંદ મુનિએ આવીને આર્ય ગોશાલકે કહેલી તમામ વાત નિવેદિત કરી અને છેલ્લી વાતને બેવડાવતાં બોલ્યા, ‘ગોશાલકે મને છેલ્લી ચેતવણી આપતાં કહ્યું કે, તારા ગુરુને કહેજે કે મારી બદબોઈ કરવી મૂકી દે, નહિ તો હું મારા તપસ્તેજ થી એને બાળીને ભસ્મ કરી નાખીશ.' આખી સભા આ શબ્દો સાંભળી ઉપર-નીચે થઈ રહી. કેટલાકોએ તો ગોશાલકની સાન ઠેકાણે આવે એવું કરી બતાવવું જોઈએ, એમ સ્પષ્ટ જાહેર કર્યું. કેટલાકોએ કહ્યું કે, લાતથી માનનારાં ભૂત વાતથી નથી માનતાં. અમે અમારા દંડનો મહા ચમત્કાર એને દેખાડીશું. સબકા પેગંબર દેડા ! બરાબર છે, બરાબર છે. મહાપ્રભુને આવું કહેનારો ત્રણ ટકાનો ગોશાળો કોણ ?” સભામાંથી એક અવાજ આવ્યો. આ અવાજ નવો હતો, પોતાની મુખમુદ્રા છુપાવીને બેઠેલા માણસનો હતો, પણ આવેશ એવો વ્યાપેલો હતો કે આ કોણ બોલ્યું, ભક્તિથી બોલ્યું કે અગ્નિ ભભુકાવવા બોલ્યું, એની કોઈએ ખાતરી ન કરી. કોઈની પાસે ખાતરી કરવા જેટલી સ્વસ્થતા જ નહોતી. સભામાંથી પંદરેક જણા ખડા થઈ ગયા. પણ સહુને છેલ્લા પડકારથી 192 D શત્રુ કે અજાતશત્રુ પ્રોત્સાહન આપનાર પેલી વ્યક્તિ હજી નીચે બેઠી હતી. ઊભા થયેલા લોકોએ આવેશમાં એનો હાથ પકડ્યો ને ઊંચો કરતાં કહ્યું, ‘કાં મહેરબાન ! વાણીશુર જ છો ને ?* ‘મને ભગવાનની આજ્ઞા ખપે. હું ભગવાનનો આજ્ઞાંકિત સેવક છું.” પેલા માણસે ઊભા ન થતાં જવાબ આપ્યો. એ હજી પોતાની મુખમુદ્રા છુપાવવા પ્રયત્ન કરતો હતો, પણ ઊંચી-પહોળી એની દેહદૃષ્ટિ દૃષ્ટિથી છાની ન રહેતી. મહાનુભાવો ' વરસતી લૂમાં જાણે વર્ષાનો છંટકાવ થાય, એવા શબ્દો પરિષદામાં ગાજ્યા. ઊભા થયેલા બધા બેસી ગયા. એકદમ શાંતિ છવાઈ ગઈ. પેલા શબ્દો આગળ વધ્યા : ‘મહાનુભાવો ! ગોશાલક એ ક સાધક છે.” સિદ્ધ નથી ?’ સભામાંથી વળી પ્રશ્ન આવ્યો. આવી રીતે વચમાં પ્રશ્ન કરનાર સભાને ન ગમ્યો. ‘ના. એ તપસ્વી છે, તપસ્વેજવાળો છે.' ભગવાને કહ્યું, એના તપસ્તેજથી એ શું કરી શકે ?' પ્રશ્ન આવ્યો. ‘તમને ભસ્મ કરી શકે.' ભગવાને કહ્યું. | ‘અને આપને ભસ્મ કરી શકે ખરો ?' વળી પ્રશ્ન આવ્યો. સભાને પ્રશ્નકારની પ્રશ્ન કરવાની આ રીત ન ગમી. પણ વાતાવરણ એવું હતું કે એમાં કંઈ થઈ શકે તેમ નહોતું. મને ભસ્મ ન કરી શકે.” ભગવાન બોલ્યા. ‘આપને કંઈ હાનિ કે પરિતાપ નિપજાવી શકે ખરો ?' વળી પ્રશનકારે પ્રશ્ન કર્યો. અવશ્ય. અગ્નિ પોતાનો સ્વભાવ ન મૂકે, માટીની આ કાયાને એ દુ:ખ કે પરિતાપ જરૂર પહોંચાડી શકે.’ પ્રભુના જવાબમાં સત્યનો રણકાર હતો. ‘એનો અર્થ કે એનું તપસ્તેજ આપનાથી વિશેષ.’ પ્રશ્નકારે વળી પ્રશ્ન કર્યો. હવે સભા આ પ્રશ્નકાર પર છેડાઈ ગઈ હતી, પણ પ્રશ્ન કાર પરિસ્થિતિ સમજી ગયો હતો, ને તરત પરિષદાની બહાર સરકી ગયો. સભાજનોનાં મોં પ્રભુની તરફ હતાં. એને જતો કોઈએ જોયો નહિ. પ્રભુએ તો જરાપણ આવેગ વગર જવાબ વાળ્યો. ‘ગોશાલકનું જેટલું તપસ્વેજ છે, એથી અનંતગણું તપસ્તેજ અનગાર અરિહંત પાસે છે. વળી ગોશાલકનું બળ ક્રોધ-હિંસામાં છે, જ્યારે અહંતનું બળ ક્ષમામાં-અહિંસામાં છે.’ ‘શું ભગવંત ! ક્રોધ કરતાં ક્ષમામાં બળ વિશેષ હોય છે ?' ભગવાને પણ એટલી જ સ્વસ્થતાથી જવાબ આપ્યો. ‘હા, ક્રોધ કરતાં ક્ષમામાં તેજલેશ્યા 1 193 Page #109 -------------------------------------------------------------------------- ________________ વિશેષ બળ છે, અને હું મારા તમામ સાધુઓને સલાહ આપું છું કે ગોશાલક શું બોલે છે, તે ન જોવું, એની સાથે વાદ-વિવાદમાં ન ઊતરવું. તેમજ તેના સંપ્રદાય વિશે કંઈ હીણું પણ ન કહેવું. તમે સત્ય હો, પછી અસત્યની ચિંતા કેવી !' પ્રભુ ! એ ગમે તેમ બોલે તોય ?' શિષ્યોએ ભદ્રિકતાથી પૂછ્યું : “હા. બાળક રમતમાં તમને તમાચો મારે, તમારી મૂછ ખેંચે, તો તમે શું કરો ?” ‘ગોશાલક બાળક છે ?' ‘એ અજ્ઞાની છે અને અજ્ઞાનીમાત્ર બાળક છે. જેમ બાળકની ભૂલ આપણે ક્રોધથી નહિ પણ પ્રેમથી સુધારીએ, એમ ગોશાલકની બાબતમાં સમજવું.' પ્રભુ મહાવીરે કહ્યું. ‘ગમે તેમ તોય એ એક વારનો આપનો શિષ્ય ખરોને ?” સભામાંથી એક જણાએ કહ્યું. મારો શિષ્ય હતો, એની ક્યાં ના છે ?' મહાવીરે નિખાલસતાથી કહ્યું. આ શબ્દોમાં મુમુક્ષુ જીવો તરફની એમની સહૃદયતા ગુંજતી હતી. એ જ વખતે એકાએક સભામંડપની બહાર કોલાહલ સંભળાયો. સાગરનાં મોજાં ધસ્યાં આવતાં હોય, એવો એ જનરવ હતો. થોડી વારમાં ‘અરિહંત ગોશાલકની જય'ના અવાજો આવ્યા. ને એ સાથે ભભૂકતી જવાલા જેમ ઘરમાં પ્રવેશ કરે એમ આર્ય ગોશાલકે પરિષદામાં પ્રવેશ કર્યો. આ આવ્યો તમારો ચેલો !” આટલી ટીકા કરતી પરિષદા ખડી થઈ ગઈ. ‘કોનો ચેલો છું ?’ ગોશાલકે સર્પના જેવો હુંકાર કર્યો. એ શબ્દોએ જાણે સભાને દઝાડી. કોઈએ સામો પ્રતિવાદ ન કર્યો, પણ ગોશાલકની પાછળ નમીને ઊભેલી એક વ્યક્તિએ કહ્યું. “મહાવીર કહે છે, ભરસભામાં કહે છે – મંખલીપુત્ર ગોશાલક મારો ધર્મસંબંધી શિષ્ય છે ! આજ એ વાતનો નિર્ણય થવો ઘટે !' ‘રે મહાવીર ! એક અહંતનું આવું અપમાન ? અરે સભાજનો ! હું મહાવીરનો ચેલો હતો એવી જે કિંવદન્તી છે એ જૂની છે. આજે તો મારો આઠમો ભવ ચાલે છે : ને આ ભવે હું મોક્ષે જઈશ. મેં જે રહસ્ય શોધી કાઢયું છે, અને જે અનુસરશે, એ પણ મોક્ષે જશે.' ‘તમારા સાત ભવ ક્યા ?’ સભામાંથી પ્રશ્ન આવ્યો. મારા સાત ભવ સાંભળવા છે ? સાંભળો. કુમાર અવસ્થામાં મારા કાન પણ વીંધ્યા નહોતા ત્યારે મેં પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને બ્રહ્મચર્ય ધારણ કર્યું. એ મારો પહેલો ભવ.’ વાહ, વાહ, આપનું નામ એ વખતે ?” | ‘ઉદાયી. હવે મારો બીજો ભવ રાજગૃહ નગરીની બહાર મંડિકુક્ષી ચત્ય વિશે વીત્યો. એ વખતે મારું નામ ઐણેયક હતું. બાવીસ વર્ષ જેટલી અવધિમાં એ ભવ પૂરો થયો.” વાહ, ધન્ય આર્ય ગુરુ ગોશાલક ! વાહ અરિહંત.” એક અવાજ આવ્યો. અરિહંત શબ્દ સભામાં સભાજનો વચ્ચે પરસ્પર વિવાદ જગાડ્યો. | ‘અરે, અરિહંત તો એક જ છે !' સામેથી પ્રતિવાદ થવા માંડ્યો અને વાતાવરણમાં ગરમીનો પારો વધવા લાગ્યો. ગોશાલકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “મારો ત્રીજો ભવ ઉંદડપુરનગરની બહાર, ચંદ્રાવરણ ચૈત્ય વિશે વીત્યો; મલ્લરામ એ વખતનું મારું નામ !' વાહ રે મલ્લરામજી !' સભામાંથી અવાજ આવ્યો. સભા અને આગંતુક લોકો એકમેકમાં એટલા ભેળસેળ થઈ ગયા હતા કે અવાજ કોણ કરે છે ને ક્યાંથી આવે છે, તેની કલ્પના પણ થઈ શકતી નહોતી. આ અવાજો ગરમીનો પારો વધુ ને વધુ ઊંચે ચઢાવતા હતા. ગોશાલકે પોતાનો ચાલુ અવાજ વિશેષ તીવ્ર કરતાં કહ્યું, ‘મલ્લરામનો મારો ભવે ૨૧ વર્ષનો હતો. અને એનાથી એક વર્ષ ઓછો મારો ભવ મંડિરનો હતો. ચંપાનગરીની બહાર અંગમંદિર ચૈત્યમાં હું વસતો હતો. પાંચમો મારો ભવ વારાણસી નગરીની બહાર મહાકાળવન વિશે હતો. રોહ, મારું નામ !' ‘ગંગાકાંઠે રહ્યા તોય ન સુધર્યા ?’ સભામાંથી અવાજ આવ્યો. ‘ગંગાકાંઠે તો દેડકાંય રહે છે !બીજો અવાજ આવ્યો. | ‘અરે મૂર્ખ લોકો ! મહાન અહંતનું આવું અપમાન !' સામો અવાજ આવ્યો. એ ગોશાલકનો હતો, પણ એ સાવ ફેરવાઈ ગયો હતો. વાતાવરણ વિષભર્યું બની ગયું ! ગોશાલકે અવાજને વિશેષ તીવ્ર બનાવ્યો, આકાશમાં જાણે મેઘ બાખડ્યા ! ‘ભારદ્વાજ નામ, અલાભિકા નગરી ને પ્રાપ્તકાલ ચૈત્ય એ મારો છઠ્ઠો ભવ અને સાતમો ભવ વૈશાલી નગરીની બહાર કુડિપાયન ચૈત્ય. ગૌતમપુત્ર અર્જુન મારું નામ. માત્ર ૧૭ વર્ષનો આ ભવ. અને છેલ્લો ભવ-શ્રાવસ્તી નગરીમાં હાલાહલા પ્રજાપતિના ત્યાં મંખલિપુત્ર અહંત ગોશાલકના નામથી.’ પ્રભુ મહાવીર આ વખતે ધીરેથી બોલ્યા. ‘સત્યનો એક ભવ, અસત્યના હજાર ભવ. ચોર જેમ છુપાવા માટે ખૂણાખાંચરા ખોળે, નવા નવા વેશ પરિધાન કરે, નવાં 194 | શત્રુ કે અજાતશત્રુ તેજોવેશ્યા 1 195 Page #110 -------------------------------------------------------------------------- ________________ નવાં નામ બદલે, અને લોકો એને ઓળખી જાય, છતાં એ માને કે પોતાને કોઈ ઓળખતું નથી, એવી તારી દશા છે ! તું સત્ય નથી વદતો, છતાં સત્ય દેખાડવાનો પ્રયત્ન કરે છે. પણ એમાં નવું કંઈ નથી. આ તારી પ્રકૃતિ છે.' પ્રભુ મહાવીરનાં આ વચનોએ ગોશાલકના મુખને અગ્નિકુંડ જેવું બનાવી નાખ્યું, અને એણે ભયંકર સ્વરે કહ્યું, ‘ઓહ ! એક અહંતની આ અવજ્ઞા ! આહ ! મારો ક્રોધ હવે મારા કાબૂની બહાર જાય છે. આજ આ મહાવીર મારા હાથે નષ્ટવિનષ્ટ થાય, તો હવે મને દોષ દેશો નહિ !! ને ગોશાલક ગુસ્સામાં બે ડગ પાછો હઠ્યો. વળી એક ડગ આગળ વધ્યો. વળી ચાર ડગ પાછો હઠ્યો. વળી બે ડગ આગળ વધ્યો. એનું અગ્નિકુંડ જેવું મોં ઊઘડતું ને બંધ થતું હતું. તેજ-રેખાઓ એ રીતે ચમકતી ને અદૃશ્ય થતી હતી ! હવે ગોશાલક મહાવીરની સામે ઊભો હતો, પણ મહાવીર આ બધી સ્થિતિમાં જલકમલ જેમ ખડા હતા. આ વખતે મહાવીર પર અનુરાગ ધરાવનાર એક સર્વાનુભૂતિ નામના શિષ્ય આગળ આવ્યા : ને બંનેની વચ્ચે ઊભા રહીને બોલ્યા : ‘રે ગોશાલક ! કંઈક તો સમજ . શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ બ્રાહ્મણ કે શ્રમણ પાસે એક પણ આર્યવચન સાંભળ્યું હોય તોપણ તે માનને યોગ્ય ને વંદનને યોગ્ય છે; તો ભગવાન મહાવીરે તો તને દીક્ષા આપી છે, શિક્ષિત કર્યો છે, બહુશ્રુત કર્યો છે, છતાં ભગવાન સામે તે જે અનાર્યપણું આચરવા માંડ્યું છે, તે યોગ્ય નથી. તારું આ કૃત્ય કુશિષ્ય તરીકેની તારી અપકીર્તિને સુવિખ્યાત કરે છે !' | ‘કુશિષ્ય ? ઓહ સાધુડા ! તારો સર્વનાશ થજો !” ને ગોશાલકે જોરથી મંત્રોચ્ચાર કર્યા. મુખમાંથી નાનાં નાનાં તેજ વર્તુલો છૂટ્યાં, ને થોડી વારમાં એની પીંગળી આંખોમાંથી વાલાની રાતી શેડ છૂટી ! એ શેડ સીધી સર્વાનુભૂતિ મુનિ પર જઈને પડી ! વીજળી પડે અને લીલું કંચન વરણું ઝાડ જેમ કાળું ઢીમ થઈ નીચે ઢળી પડે, એમ મુનિ જમીન પર પડી ગયા. એકાદ બે તરફડિયાં મારવાનો પણ અવકાશ ન મળ્યો. એ નિષ્ણાણ વૃક્ષના ટૂંઠા જેવા થઈ ગયા. એક મુનિની હત્યા ? વાતાવરણ વ્યગ્ર બની ગયું ! ભગવાન મહાવીરના સમુદાયના બીજા એક સુનક્ષત્ર નામના નવજુવાન સાધુ 196 શત્રુ કે અજાતશત્રુ આગળ ધસી આવ્યા. એ બોલ્યા : “હે અનાર્ય ! ખૂની ! ગુરુદ્રોહી ! તને કયો મૂર્ખ અહંત કહે છે ? અહંત તો આ ઊભા. હજી પ્રાયશ્ચિત્ત કરી લે. ક્ષમામૂર્તિ મહાવીરના ચરણ ચાંપી લે, હે ચંડકૌશિક !” ‘હું ચંડકૌશિક ?’ અને ગોશાલકની મીંચાયેલી આંખો ફરી ખૂલવા લાગી. એના મુખમાંથી મંત્રોચ્ચારની તેજ કણીઓ વળી વેરાવા લાગી ! ‘સાપને તો મદારી પણ વશ કરી શકે, પણ આ મારા મંત્રાયરને વશ કરે તો તને કે તારા ગુરુને ખરો સમજું !” ને ગોશાલ કે આંખને વિસ્ફારિત કરી. ભયંકર તેજ જ્વાલાની શેડ છૂટી ! મુનિ સુનક્ષત્ર ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. ' લોહીં જોઈને વાઘની તરસ બમણી બને, એમ હવે ગોશાલક વીસેક પગલાં પાછો હઠ્યો. પળવાર આંખ સજ્જડ રીતે મીંચીને ઊભો રહ્યો. વપરાયેલી તેજ શક્તિનો પુનઃસંચય કરતો હોય તેમ લાગ્યું. ‘મહાવીર, ચેતી જજે !' ગોશાલકે ભયંકર ગર્જના કરી. ભલભલાના છક્કા છૂટી જાય એવી એ ગર્જના હતી. પછી ગોશાલક પાછલા પગે ચાલ્યો. અને જેમ વાઘ શિકાર પર છલાંગ મારે એમ આગળ કૂદ્યો. ભગવાન મહાવીર શિષ્યોને હવે પોતાની પીઠ પાછળ રાખી આગળ આવીને ઊભા હતા. હજુ મિષ્ટ સ્વરે કહેતા હતા, ‘બૂઝ , બૂઝ, ઓ બહાવરા !” ‘લે, લેતો જા !' ને ગોશાલકે નેત્ર ખોલ્યાં, જાણે અગ્નિભરેલી ગુફાનું દ્વારા ખૂલ્યું. ભયંકર જ્વાલાઓ નેત્રમાંથી છૂટી ! મેદનીએ આંખો મીંચી લીધી. ભયંકર જ્વાલાઓનું એક વર્તલ આંધીની જેમ ભગવાન મહાવીરના દેહની આજુબાજુ વીંટળાઈ વળ્યું ! ઓહ ! જેઓએ આ દૃશ્ય જોયું તેઓ ભયથી હેબક ખાઈને ભોંય પર પડ્યા, બેહોશ થઈ ગયા ! મહાવીર મર્યો ! ગયો !” ગોશાલકે ભયંકર અટહાસ્ય કર્યું. આખી શ્રાવસ્તીમાં પળવારમાં સમાચાર ફેલાઈ ગયા કે ભગવાન મહાવીર ગોશાલકના ગુસ્સાનો ભોગ બની નિશ્માણ બની ગયા ! એક કાળો બોકાસ બધે વ્યાપી ગયો. મહાવીરના અનુયાયીઓ કિંકર્તવ્યમૂઢ થઈને ખડા હતા. ત્યાં માનવ મેદનીને ગજવતો સ્વર સંભળાયો : ‘મહાવીર ! મારી તેજજ્વાલા ભલે પાછી ફરી, પણ હવે તું વધુમાં વધુ છ મહિનાનો મહેમાન છે !' અને લોકોએ જોયું કે તેજવાદળના પટાની જેમ વીંટાતી જ્વાલાઓ મહાવીર 'તેજોલેશ્યો ! 197 Page #111 -------------------------------------------------------------------------- ________________ પાસેથી ફરી ગોશાલક પાસે સરતી હતી. ગોશાલકના સ્વરોને ઝીલતી ભક્તમંડળીએ ગુરુવચનનો પુનરુચ્ચાર કર્યો : “મહાવીર છ માસનો મહેમાન ! અરિહંતના અપમાનનું ફળ !” મહાવીરની ભક્તમંડળીમાં આ શબ્દોએ ફરી નિરાશાનો સંચાર કર્યો. એ વખતે શાંત આકાશમાં મેઘગર્જનાના સ્વરો પડઘા પાડી રહે એમ મહાવીરના શબ્દો સંભળાયો : ‘રે ગોશાલક ! કોઈનાં જીવિત-મૃત્યુ ભાખવાં વૃથા છે. એમાં કોઈનો ર્યો ઘડી પળનો પણ વિલંબ થતો નથી. પણ તું ચેતી જા માટે કહું છું. કે એ તેજવાલાઓ તારા શરીરમાં સમાઈ ગઈ છે, ફક્ત સાત રાત્રિ-દિન તારા હાથમાં છે. સોનાની જાળ હવે પાણીમાં ન નાખી દે. હજીયે તારું કાર્ય સાધી લે. સાધકને કશું ય અશક્ય નથી !' થોડી વાર એ સ્વર થોભ્યો. લોકોની નજર ગોશાલક પર ઠરી, અને તેઓએ જોયું કે એનો વર્ણ ધીરે ધીરે કોલસાની કાન્તિ ધારણ કરતો જતો હતો. ફરી મહાવીરનો સ્વર ગુંજ્યો : ‘અને સહુ શ્રોતાજનો ચિંતામાં ન રહે તે માટે કહું છું કે મારે આ દેહનો ભાર હજી સોળ વર્ષ વેઠવાનો છે. જીવિત-મૃત્યુ વિના કારણ ભાખવાં, એ મુનિનો ધર્મ નથી. આ દેહ તો માત્ર સાધન છે. ભવસાગર તરવાની નૌકા છે. સાગરપાર કરવા માટે એ અત્યંત જરૂરી છે. પણ સાગરપાર કર્યા પછી એ તદ્દન બિનજરૂરી છે. માટે આત્માને ઉપયોગમાં આવે ત્યાં સુધી દેહ કામનો. આ માટે કહું છું કે, અસારને સાર ન સમજો ! સોળ વર્ષ ટકે કે સાત દિવસ રહે, એમાં મુનિ હર્ષ-શોક ન માને.” વાતાવરણ ઘનઘોર હતું. સંતપ્ત થયેલા વાતાવરણને સ્વાભાવિક મનોવૃત્તિમાં લાવવા ભગવાન મહાવીરે ફરી કહ્યું : “મારા બે સુકુમાર શિષ્યોનાં શબ અહીં પડ્યો છે. એને માટે હું ગોશાલકને હત્યારો કહી શકું, પણ જેમ મારા બે મરનાર શિષ્યોના કલ્યાણની વાંછના મારા શ્વાસોશ્વાસમાં છે, એમ આર્ય ગોશાલક પ્રત્યે પણ મારી કલ્યાણ-ભાવના છે. પારકાનો દ્વેષ કરનારો આખરે પોતાનો દ્વેષ કરે છે ને પારકાને પ્રેમ કરનારો આખરે પોતાને પ્રેમ કરે છે. શ્રોતાજનો ! આર્ય ગોશાલક એક દહાડો મારો અંધભક્ત હતો. મારા માટે કોઈ ઘસાતાં બે વેણ કહે તો એનો કળીએ કળીએ જીવ કપાત. અતિરાગ એ અતિદ્વેષની બીજી બાજુ છે. શાંત થાઓ. સ્વસ્થ ચિત્ત બનો, અને સહુ સહુના ઘેર જાઓ !' મહાવીરની વાણીએ પ્રજાજનો પર ખૂબ અસર કરી, ઘડી પહેલાં જેઓ ગોશાલકની જય બોલાવતા હતા અને હમણાં જ એની મજાક ઉડાવતા, એ હવે શાન્ત થઈને સ્વગૃહ તરફ વળ્યા. અને શિકારીને જોઈ સસલું ભાગે એમ, લોકોની સામે જોતો, લોકોની મશ્કરી સહન કરતો ગોશાલક ભાગ્યે જતો હતો ! બબે મુનિના હત્યારા પર સામાન્ય રીતે કોઈને સહાનુભૂતિ ઊપજે તેમ નહોતી, છતાંય કેટલાક અંધભક્તો હજી ગોશાલકની ગુણગરિમાની ગાથા ગાતા પાછળ પાછળ જતા હતા ને બોલતા હતા, ‘અરે ! મહામુનિઓના ચરિત્રને સમજનારા આપણે કોણ ? એ જેમ કહે તેમ કરવું, એ કરે તેમ ન કરવું, એમાં જ સામાન્ય જનસમાજનું કલ્યાણ છે. આર્ય ગોશાલક તો મહાસિદ્ધિ છે. સિદ્ધોની કરામતને તમે શું સમજો ? મહાવીર મેલી વિદ્યાના જાણકાર છે. એણે મોકલેલી કૃત્યાને મહાગુરુએ બહાર જ થંભાવી દીધી છે. ત્યા ચૌદ રાજલોકને ખળભળાવે તેવી હતી. અમે થોડી અસર કરી છે, પણ મહાગુરુ એક રાતમાં કાયાકલ્પ કરી પ્રભાતકાળે પ્રવચન આપશે.” સંસારમાં બધા માણસો સારાસાર સમજનાર હોતા નથી. ગોશાલકના ભક્તોની આ વાણીથી વળી કેટલાક નિંદા કરનારા પ્રશંસા કરી રહ્યા. ફરી ગોશાલકના ભક્તોની વાણી ગાજી : ‘આર્ય ગોશાલકે તો ધર્મયુદ્ધમાં બે સાધુને પાડી પોતાની મહત્તા સિદ્ધ કરી; પણ મહાવીરથી અમારા પક્ષમાંના કોઈની આંગળી પણ વાંકી થઈ શકી નથી.' લોકોએ વિચાર્યું તો તેઓને લાગ્યું કે વાત સાવ સાચી ! જો ગોશાલકે બે ઢીમ ઢાળ્યાં તો મહાવીરે ચાર ઢોળવાં જોઈતાં હતાં; અને ચાર નહિ તો બે તો ઓછામાં ઓછાં ઢાળવાં હતાં! નક્કી, આર્ય ગોશાલકે મહાસાધક! મહાસિદ્ધ !' સામાન્ય લોકોના મનનો પ્રવાહ પાણીના પ્રવાહ જેવો છે, જ્યાં જરાક નીચાણ જોયું કે વહી જવાનો ! | આર્ય ગોશાલક માંડમાંડ હાલાહલા કુંભારણના દ્વાર પર પહોંચ્યા, પણ ઉંબર ઓળંગતાં દ્વારમાં જ પડી ગયા ! ‘અરે, આર્ય ગુરુ સમાધિમાં આવી ગયા છે.” ને ભક્તજનો તેમને ઉપાડી અંદર લઈ ગયા. પાણી ! પાણી !' પોકાર આવ્યો. વૈદો, આરોગ્યશાસ્ત્રીઓ, અનુભવીઓ કંઈ કંઈ ઔષધો લઈને આવ્યા, પણ ગોશાલકે એ બધી ઔષધિઓ ફેંકી દીધી ને ફરી પોકાર કર્યો, ‘પાણી ! પાણી !' પાણીના ઘડા આવ્યા. ઘડો મોંએ માંડ્યો પણ પાણી ગરમ લાગ્યું. તૃષા શાંત ન થઈ. તેજોવેશ્યા 1 199 198 શત્રુ કે અજાતશત્રુ Page #112 -------------------------------------------------------------------------- ________________ અરે, શીતળ જળ લાવો ! આ ગરમ રસ કેમ પેટમાં રેડાય ?” ગોશાલકે કહ્યું. પાસે ઊભેલા ભક્તજનોએ પ્રશંસા કરી, “અરે, તપની કેવી ગરમી ! આંગળી અડતાંની સાથે પાણી પણ ગરમ ! સારું થયું કે વધુ ચડસાચડસી ન થઈ, મહાવીરે વાત વાળી લીધી; નહિ તો એ બધાંનો આજ કચ્ચરઘાણ હતો !' ‘હું, હું !' ગોશાલકે વેદનામાં પોકાર નાખ્યો. | ‘ખમૈયા કરો ગુરુદેવ !' ભક્ત સ્ત્રીઓએ હાથ જોડ્યા : ‘હવે મહાવીર પર દયા કરજો. એનાં કર્યાં એ ભોગવશે.' ચંદનનાં કચોળાં આવ્યાં. આખા દેહે એનો લેપ કર્યો, પણ જાણે શાંતિનો છાંટો પણ નહિ ! હાલાહલા કુંભારણે લોકોને વિદાય આપી. અને કહ્યું, “કાલે પ્રભાતે પ્રવચનમાં આવજો. આર્ય ગુરુ કાયાકલ્પ કરીને દર્શન દેશે.’ લોકો જયજયકાર બોલાવતા વિદાય થયા. ફાગુની અને મુનિ વેલા ફૂલ પણ એ જ સમુદાયમાં હતાં, વેલા ફૂલે કહ્યું. 'ચોલ, હવે પતી ગયું.' શું પતી ગયું ?' ફાલ્ગનીએ પ્રશ્ન કર્યો. ‘ગોશાલક સાત દહાડાનો મહેમાન .” જાઓ, જાઓ હવે ! આવા મહાસિદ્ધો તો આખી ને આખી કાયા બદલી શકે છે.” ‘હવે તો નવા ભવે બદલાય એ સાચું.’ ‘મુનિ ! તમે મહાવીરના ભક્ત છો પણ હું કોઈની ભક્ત નથી, એટલે તટસ્થ દૃષ્ટિથી વિચારી શકું છું. કાલે પ્રભાતકાલે પ્રવચન સાંભળી આગળ વધીશું.’ ‘તને ભગવાન મહાવીરની વાણીમાં શ્રદ્ધા નથી ?' ‘ના. ગોશાલકે તો અમારા મગધના રાજ માન્ય ગુરુ છે. શ્રદ્ધા હોય તો એમનામાં હોય, પણ હું એક પ્રશ્ન પૂછું ?' ‘પૂછને !' ‘તમને ભગવાનની વાણીમાં શ્રદ્ધા છે ?” ‘અવશ્ય.’ ‘તો તે પ્રમાણે વર્તન કેમ રાખતા નથી ?” શ્રદ્ધા અને વર્તન - બે જુદી વસ્તુ છે. એક વસ્તુ આપણે માનતા હોઈએ, પણ આચરી શકતા ન પણ હોઈએ.’ માનવું કંઈ અને ચાલવું કંઈ એવું તે કંઈ ચાલે ? દૂધ-દહીંમાં પગ ન રખાય.” ફાલ્ગની ભારે ચતુર લાગી. વૈશાલીના મહા વિદ્વાન મુનિને પણ એ બાંધી રહી. 200 g શત્રુ કે એ જીતેશનું ફાલ્ગની ! આપણે માનીએ છીએ કે સર્વસ્વનું દાન કરવું એ ભારે પરોપકારનું કામ છે, પણ એથી કંઈ આપણે આપણું સર્વસ્વ લૂંટાવી નથી દેતા ! સાધુ થવું સારું એમ બધા માને છે પણ બધાથી કંઈ સાધુ થવાય છે ?” ‘હું તો શ્રદ્ધાનો અર્થ એ માનું કે જે માનવું તે પ્રમાણે ચાલવું.” ‘તું તો ઘેલી છે ! તું મગધની છે. ને મગધનું જ દૃષ્ટાંત ભૂલી જાય છે. રાજા શ્રેણિકનબિંબિસારને તું જાણે છે ને ! એ ભગવાન મહાવીરના પ્રથમ પંક્તિના શિષ્ય . તમામ ઉપદેશો પચાવેલા પણ એમાંનું કંઈ પાળી ન શકે, વૈરાગ્યમાં માને, યાગમાં માને, પણ આચરણની વાત આવી ત્યાં ઢીલા ઢસ ! માન જોઈએ, માયા ગમે, માનુનીનું પડખું છોડવું ન રુચે.’ | ‘એવાને તમારા મહાવીર જ શિષ્ય કરે !' ફાલ્ગની ચડસમાં બોલી, ‘આર્ય ગુરુ ગોશાલક તો એવાને તગડી મૂકે, અરે, તગડી ન મૂકે તો મોઢામોઢ સંભળાવી દે.” ‘હવે મૂક વાત તારા ગુરુની ! બાપનું ખૂન કરીને બેટો આવે, અને એને પોતાના પક્ષમાં લેવા તારા ગુરુ ગોશાલક એમ કહે કે માણસ કંઈ કરતો નથી, એ તો ભવિતવ્યતાથી બધું થાય છે. ખૂન શું ? ખૂન કરે કોણ ? ખૂન થાય કોનું ?’ મુનિ વેલાકુલ આવેશમાં આવી ગયા હતા ! | ‘અરે મુનિ ! એ તો મોટાની ખુશામદ સહુ કરે, તમારા મહાવીરે વર્તનમાં ઢીલા રાજા શ્રેણિક-બિંબિસારને કોઈ દહાડો બે કડવાં વેણ કહેલાં ખરાં ? એ તો આપકી લાપસી લાગે, પરાઈ કુસકી લાગે.’ ફાલ્ગની જાણે પાકી પક્ષકાર બની ગઈ હતી. “અરે સુંદરી ! ખરી વાત તેં પૂછી. મારે તને કહેવું જોઈએ અને તારે કાન ખોલીને સાંભળી લેવું જોઈએ કે એ પરમ શ્રદ્ધાવાન મહારાજ બિંબિસારે જ ભગવાનને એક દહાડો પ્રશ્ન કરેલો કે હે પ્રભુ ! મારી કઈ ગતિ થશે ? ભગવાને લેશમાત્ર ખચ કાયા વગર કહી દીધું કે તમારી નરકગતિ થશે.' ‘એ તો મહાવીરની ઉપાસના એટલે નરકગતિ જ થાય ! અમારા ગોશાલક ગુરુને એ જ રાજાના પુત્ર અજાતશત્રુએ પ્રશ્ન કર્યો ત્યારે એમણે જવાબ વાળ્યો કે, રાજન ! ચિંતા ન કરશો, તમારો મોક્ષ જ થશે. દોરીનો દડો ઊકલવા માંડ્યો, એટલે ઊકશે છૂટકો ! કહો, કહેવા કહેવામાં કેટલો ફેર ! જીભમાં જ અમૃત વસે છે, ને જીભમાં જ ઝેર વસે છે !' ફાલ્ગની ચબરાક હતી. બોલે બંધાય તેવી નહોતી. મુનિ સાથે ભારે વિવાદ પર ચઢી ગઈ હતી. ‘પોતાનો શિષ્ય હોય કે ગમે તે હોય, પણ મહાવીર કદી ખોટું કહેતા નથી, જો ખોટું કહેતાં આવડ્યું હોય તો ગોશાલકે હજી એમના ચરણ ચાંપતો હોત.” મુનિ વેલાકુલ ખૂબ જ દૃઢ સ્વરે બોલ્યા. તેજોલેશ્યા ! 201 Page #113 -------------------------------------------------------------------------- ________________ ‘તો શું ગોશાલક મહાવીરના કહેવા મુજબ સાત દહાડાનો મહેમાન છે ?” ‘અવશ્ય. એની સ્થિતિ ન જોઈ ?’ ‘એ તો સિદ્ધ પુરુષ છે. કાલે પ્રભાતે એનું પારખું કરી લેજો, મુનિ !' ‘સારું. કાલે પ્રભાતે પારખું !' મુનિ વેલાકૂલ એટલું બોલી નિવાસસ્થાન તરફ ચાલી નીકળ્યા. એમને અતિપ્રિય ફાલ્ગુની અત્યારે જરાક બટક-બોલી અને કડવી લાગી. 202 ] શત્રુ કે અજાતશત્રુ 28 પ્રભાતે પારખું ક્યારેક દુનિયામાં અંધેરી નગરી અને ગંડુરાજા જેવો તમાશો જોવા મળે છે. અહીં સારાની પણ પૂજા થાય છે, સાથે ખરાબ પણ પૂજાય છે. ગોળ અને ખોળ બંને સરખે ભાવે વેચાય છે. આ બધી વાતો પૂજનીય કરતાં પૂજારીની તાકાત અને મરજી પર વિશેષ અવલંબે છે. હાલાહલા કુંભારણ દુનિયાના આ અંધેરને જાણતી હતી; અને એને માટે જગતના તમામ પૂજનીયોમાં આર્ય ગોશાલક અધિક પૂજનીય હતા. અને પૂજ્ય પુરુષ જ્યારે પોતાનો અંતેવાસી બને છે ત્યારે એની આત્મીયતા જામે છે. આત્મીયતા દોષને દેખતી નથી અને અંધશ્રદ્ધાને પોષે છે; સારું એ મારું નહિ, પણ મારું એ સારું એમ માનવા પ્રેરે છે. હજી સોનાનાં નળિયાં થવાને વાર હતી, ત્યાં તો લોકો આર્ય ગોશાલકનું પ્રવચન સાંભળવા હાલાહલાની હવેલીએ એકઠાં થઈ ગયાં. પ્રભાતની મીઠી હવા વહેતી હતી; ને ઋષિ-મુનિઓ જે સમયને માટે તલસતા હોય છે, એ બ્રાહ્મમુહૂર્ત વહી જતું હતું. હવા જેમ નિર્મળ હતી, આકાશ જેમ સ્વચ્છ હતું, એમ અત્રે એકત્ર થયેલાં માનવ-હૃદયો પણ સ્વચ્છ હતાં. સામાન્ય રીતે લોકો સત્તાને વ્યાવહારિક રીતે પૂજતાં, પણ ધર્મને તો અંતરની અંજલિ આપતાં. પહેલાં ધર્મ સાદો હતો : પારકાનું ભલું એ પુણ્ય, પરને પીડા એ પાપ; ઘર ન હોય એને ઘર આપવું, તરસ્યો હોય એને પાણી આપવું, ભૂખ્યાને ખાવા આપવું, દુઃખીને દિલાસો આપવો-આ મુખ્યત્વે ધર્મનાં સૂત્રો હતાં અને એ સૂત્રોની ટીકા કોઈ ન રચતું. પણ હમણાં હમણાં કોરા જ્ઞાનનો મહિમા વધ્યો હતો; પંડિતોની સંખ્યા ખૂબ Page #114 -------------------------------------------------------------------------- ________________ જોવાતી હતી ને ત્યારથી ધર્મનાં સ્થળો વાદવિવાદના કીચડમાં ખેંચી ગયાં હતાં. પહેલાં અહીંના મલ્લોના અખાડામાં મલ્લોની કુસ્તી ચાલતી. કુસ્તીના વિવિધ પ્રકારોની તાલીમ આપવામાં આવતી. એનાં ખાસ નિયમો ને બંધનો પણ નક્કી કરેલાં હતાં. હવે અહીં ધર્મનાં સ્થાનો મલ્લોના અખાડાથી અધિક કુસ્તીદંગલવાળાં બન્યાં હતાં. મલ્લો હજી ઉદારતાથી ને નિયમથી કુસ્તી કરતા, પણ આ ધર્મ-મલ્લોનું ઝનૂન અજબ હતું. કાગડો ઉડાડવા થેલો માણસ જેમ હીરો ફગાવી દે એમ, આ વાદસભાઓમાં વર્ચસ્વ મેળવવા આત્મિક સિદ્ધિઓનો પણ જુગાર ખેલાતો. ગઈ કાલે એવું જ થયું હતું. શ્રાવસ્તીના વિચક્ષણ લોકો ધર્મપ્રચારના આ પ્રકારથી વિસામણમાં પડી ગયા. પણ આવા મૂઠીભર લોકોને હવે પ્રજા પૂછતી નહોતી ! એને તો આ હરીફાઈમાં રસ પડી ગયો હતો. આકાશમાં પ્રકાશના દોરા ફૂટત્યા ન ફૂટવ્યા અને શ્રાવસ્તીના લોકોએ આર્ય ગોશાલકની જયથી વાતાવરણ ગજવી મૂક્યું. તેઓ દરવાજા તરફ મીટ માંડીને બેઠા હતા. દરવાજાની અંદર માટલાં સૂકવવા માટે મોટું પ્રાંગણ હતું. એ પ્રાંગણ સાફ કરીને સજાવવામાં આવ્યું હતું. અને ગોશાલક જે ખંડમાં હતા, ત્યાંથી આવવાના રસ્તે એક ધર્માસન ગોઠવવામાં આવ્યું હતું. ગઈ કાલે પોતાની જ તેજવાલાઓથી જખમી થયેલા આર્ય ગોશાલક, પોતાની સિદ્ધિથી કાયાકલ્પ કરીને, નીરોગી કાયાથી એ ધર્માસન પર આવીને બિરાજવાના હતા ને પોતાની પ્રવચન-સુધા વહાવવાના હતા. આપણી ચિરપરિચિત દેવી ફાલ્ગની પણ આ ટોળામાં સામેલ હતી. અને એની પાછળ મુનિ વેલાકૂલ અને ફાલ્ગનીનો પતિ પૂનમ પણ હાજર હતા. પાછળ ભીડ વધતી હતી અને આગળ ધક્કા આવતા હતા. મુનિ વેલાકુલ સુંદરી ફાલ્ગનીને આ ધક્કાઓથી રક્ષણ આપવામાં સતત ગૂંથાયેલા હતા. જમણી બાજુની રક્ષા તેઓ કરતા હતા, અને ડાબી બાજુની રક્ષા પૂનમ કરતો હતો. ફાલ્ગનીના મુખમંડળ પર સ્વદબિંદુઓ બાયાં હતાં. અને એ પગની પાની ટેકવી, દેહને ઊંચી કરી, હાલાહલાના દરવાજાને નિહાળી રહી હતી, અને વારેવારે વૈદબિંદુઓ લૂછતાં થાકી જતી હતી. મુનિ વેલાકુલે સુંદરીના આ શ્રમને જોયો ને એને રોકતાં કહ્યું : “દેવી ! તમે શ્રમ ન લેશો. હું પોતે જ એ વેદબિંદુ નિખારી નાખીશ.’ અને મુનિએ ફાલ્ગનીના કપોલ અને ઓષ્ઠ પરનાં વેદબિંદુઓ લૂછડ્યાં. લૂછતાં લૂછતાં મુનિના નખ એના આરક્ત ગાલ પર ઘસારો પાડી રહ્યા, ફાલ્ગની મુનિનો હાથ દૂર કરતાં બોલી : ‘મુનિ, જોઈ તમારી સેવા-કેવળ 204 D શત્રુ કે અજાતશત્રુ મેવાની જ દરકાર રાખે એવી !' ‘રે ફાલ્ગની ! જ્યારે આપણે વિશ્વ વાત્સલ્યનો સ્વદેહમાં પરિપાક જોતાં હોઈએ, ત્યારે સેવા અને મેવાની આ કેવી વાત ! અમારા જેવા લોકસેવકોને તો શૂળી પણ મખમલી સેજની ગરજ સારે !' | ‘મુનિરાજ ! એ તમારી વિશ્વવાત્સલ્યની ભાવના પર હું વારી ગઈ છું. પણ જુઓ તો, આ અનેક લોકોનાં મુખ પર વેદબિંદુઓ બાળ્યાં છે. એ તો જરા લૂછી નાખો.” ‘ફાલ્યુની પૂનમે વચ્ચે પડતાં કહ્યું, ‘તું ભારે કલહપ્રિયા છે. સેવા માટે પણ પાત્ર જોવાનું હોય છે. કૃપાત્રની સેવા તો વિનાશ કરે. માંદા સાપને કોઈ દૂધ પાઈને સાજો કરે, એ સેવા ન લેખાય. તારી જ વાત લે ને !' કેવી મારી વાત ? તમે બે જણા એક થઈ ગયા છો.’ ફાલ્ગનીએ કહ્યું. અમે જરૂર એક થઈ ગયા છીએ. મારું એ એમનું, એમનું એ મારું.’ પૂનમના આ શબ્દોમાં અશ્લીલતા ભરી હતી, પણ બગસ્વભાવના મુનિને એ ગમી ગઈ. એમણે ડોકું ધુણાવીને વાતને સમર્થન આપ્યું. થોડી વાર ચૂપ રહીને પૂનમે પોતાની વાત આગળ વધારી : “મહામુનિ વેલાકુલનાં મળમૂત્ર પણ તેં ચંદન માનીને સ્વચ્છ કર્યાં હતાં, મારી તો જરા જેટલી પણ સેવા કરી નથી. અને, તારા જેવી રૂપાભિમાની સ્ત્રીઓ આવી સેવા તરફ ધૃણા દાખવતી હોય છે. એ તો પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ હશે ! હવે કહે, તારા માટે મુનિ વેલાકુલ શું ન કરે ?” મુનિ વેલાકુલ બોલી ઊઠડ્યા : “અરે પૂનમ ! શું શું કહું ? મેં ગુરુને માન્યા નથી, બલ્ક પેટછૂટી વાત કરું તો ગુરુ કે સમાજ મને બંધનકારક લાગ્યા છે. આ આખી ભૂમિ અને એનાં આ સહુ રહેવાસી; સહુ સાથે રહેવું વિશ્વાસથી ! એમાં ભેદભાવ કેવા ? હું એકનો હતો તે એકનો મટી અનેકનો થઈ રહ્યો. અને એ અનેકની સેવામાં મેં દેવી ફાલ્ગનીનો અપૂર્વ સંપર્ક પ્રાપ્ત કર્યો. ભક્તહૃદયા દેવીને ચરણે મેં મારાં મન, વચન ને કાયા ત્રણે અર્પણ કર્યા છે.’ | ‘તો દેવી ફાલ્ગની મરી જાય તો તમે મંદિર બાંધી એની દેવી તરીકે સ્થાપના કરશો, કાં ?” પૂનમ ખીલ્યો હતો. સામાન્ય રીતે વચનચાતુરી એને ફાવતી નહોતી, પણ આજે એ પાછો પડવા માગતો નહોતો. “આજે શું કહેવું, વખત આવ્યે કરી બતાવવું, એ જ સાચું. અમારે માટે મંદિરો ખડાં કરવાં, સમાજ એકત્ર કરવો, કોઈને દેવ-દેવી તરીકે બેસાડવાં, એની વિવિધતાવાળી પૂજાઓ ચલાવવી, ચમત્કારો ફેલાવવા એ એક વેપારીની પેઢી સ્થાપવા જેટલું સુકર પ્રભાતે પારખું 205 Page #115 -------------------------------------------------------------------------- ________________ ‘જેવી દેવીની આજ્ઞા ! આંખો વાત કરી લેશે.” મુનિના આ શબ્દોને પોતાના દેહસ્પર્શથી વધાવતી ફાલ્ગની વળી દરવાજા તરફ અનિમેષ નયને જોવા લાગી. એટલામાં તો દરવાજો કિચૂડ કરતો ઊઘડ્યો. જય મગધગુરુ !' ફાલ્ગનીથી બોલાઈ ગયું. અરે ફાલ્ગની ! તારી દુનિયાનું સર્વસ્વ મગધ જ છે ! મગધની વાત આવી છે. સંસારમાં આપમતલબી લોકો છે, ત્યાં સુધી આ બધું ચાલવાનું જ છે.” મુનિ જોશમાં હતા. એમણે ફાલ્ગની તર ફની પોતાની ભક્તિ પ્રગટ કરી. | ‘તો તમે અને પૂનમ મારી સ્પષ્ટ વાત સાંભળી લ્યો,' ફાલ્ગની આવેશમાં હોય તેમ બોલી : ‘પૂનમ મારો પતિ ખરો, પણ મારા દેવ તો મુનિ વેલાકુલ.’ અને આપણા બધાના દેવ ભગવાન મહાવીર,’ મુનિએ કહ્યું. ‘વળી આપણી વાતમાં મહાવીરને ક્યાં વચ્ચે લાવ્યા ? હજી તો આપણા ગુરુ કોણ એ નક્કી કરવાનું બાકી છે. કાયાકલ્પવાળા આ મહાગુરુ ગોશાલનાં દર્શન આપણા ચિત્ત પર ન જાણે કેવી છાપ પાડશે !' ‘ફાલ્ગની ! મારા મહાવીર તો પતિતપાવન છે. એમણે ગુલામ ચંદનાને ઉદ્ધારી, ચંડકૌશિક સાપને તાર્યો, સંગમ દેવને સુધાર્યો. જય મહાવીર !” ‘જુઓ પ્રિય ! મને આ અંધશ્રદ્ધા પસંદ નથી. મેં આવા ઘણા બધાનાં ચરણ સેવ્યાં છે. પણ હું તો ચતુરની સેવિકા ! જુઓ, હવે તમારે એક પ્રતિજ્ઞા લેવી પડશે.’ ફાલ્ગનીએ મીઠો રોષ દર્શાવતાં કહ્યું. કેવી પ્રતિજ્ઞા ?' કાલે જ મગધ માટે રવાના થવાનું. અને હવે મગધ જતાં પહેલાં મહાવીરને મળવાનું નહિ.' ‘એ કેમ બને ? મારા વિષથી દિલનો એ વિરામ છે.' ‘ન બને તો પછી અમને છોડી દો ! કાં, પૂનમ ?” હા, દહીં-દૂધમાં પગ રાખવા સારા નહિ. તમે જાઓ મહાવીર પાસે, અને અમે અમારા ગુરુ ગોશાલકનાં દર્શન કરી અમારે પંથે પડી જઈશું.’ પૂનમે રુક્ષતાથી કહ્યું. એણે એ કાએક પોતાનો પક્ષ બદલ્યો. અરે ! આટલી નાની વાતમાં શું રૂઠી જાઓ છો ? હવે હું અને તમે ક્યાં જુઘં છીએ ? અને મગધના દરબારમાં આવવાનું મેં વચન આપ્યું છે, એ શી રીતે તોડાશે ?” ફાલ્ગનીની રૂઠેલી વાતો સાંભળી મુનિ નરમ થઈને બોલ્યા. | ‘તો કહો, પહેલાં મહાવીર કે પહેલી હું ?' ‘તું તો મારી છે. દેવની પ્રતિમા મંદિરમાં રખાય, કંઈ ઘરમાં ન લેવાય. ફાલૂની ! મંદિરમાં એ દેવ, અને ઘરમાં તું. પણ મહાવીરનાં આપણે છેલ્લી વાર દર્શન કરીને કાલે સવારે જ નીકળી જઈએ તો ?' “કંઈ વાતચીત નહીં કરી શકાય, હોં.' ફાલ્ગની મુનિના રાગ-વિરાગભર્યા હૈયાને તાવી રહી. 206 D શત્રુ કે અજાતશત્રુ ‘જગતમાં ઘણી માતાઓ સારી, શાણી ને રૂપાળી હોય છે, પણ આપણે આપણી માતાને કાં માતા કહીએ છીએ ?' ‘સારું. તારી સાથે વિવાદ બંધ. તું કહે તે આજ્ઞા.' ગમે તેવો વિરાગ આ રાગમૂર્તિ પાસે ભૂકંપ અનુભવે તેમ હતું. અને સૌ ચૂપ થઈને પ્રતીક્ષા કરી રહ્યાં. ત્યાં તો મેદનીને ચીરતો હાલાહલા કુંભારણનો અવાજ આવ્યો. ‘આર્ય અરિહંત ગોપાલક સમાધિમાંથી હજુ જાગ્યા નથી. મને એમ લાગે છે કે આપણી દર્શનતૃષા તૃપ્ત કરવા એમને ત્રાસ ન આપવો. હું તમને શુભ વધામણી આપું છું કે તેમના દેહનો કાળો રંગ નીલ સુવર્ણના રંગમાં ફેરવાઈ ગયો છે. મોં પાછળનું ભામંડળ ઝગારા મારી રહ્યું છે. આંખો નીલમણિની હોય તેવી ચમકે છે. ને વાણી ?.... ઓહ ! જેણે જેણે એ સાંભળી તેના કાન મીઠાશથી એટલા ભરાઈ ગયા છે, કે ભમરાઓ એ મીઠાશ ચૂસવા તલપી રહ્યા છે ! પણ હજી એકાંતવાસની આવશ્યકતા છે. તેઓએ કહ્યું છે કે જનતા જોગ મારો સંદેશો કહેજો કે ઇચ્છાઓનું દમન એ પણ તપ છે. આશા છે કે બે દિવસની નિર્જન શાંતિ માટે તમે સહુ અનુકૂળ થશો ને મને અનુમતિ આપશો.' અનુમતિ છે.” ચારે તરફથી પોકારો થયા. ગુરુકૃપા જ અમારું સર્વસ્વ છે. ગુરદર્શનની ઝંખના નથી. અમારાં સહસ વંદન પાઠવશો.’ પ્રેક્ષકોએ વળી કહ્યું. “ધન્ય ભક્તજનો, ધન્ય તમારી ભક્તિ ' હાલાહલા કુંભારણ ધન્યવાદ આપી રહી – જાણે ગુરુનું પ્રતિનિધિત્વ એની પાસે આવી ગયું હતું, ને ગુરુ પ્રતિભાનો. અજાણ્યો અભિષેક એના પર થઈ ગયો હતો. ધન્ય ધન્ય દેવી હાલાહલા ‘મને-આર્યગુરુની ચરણરજને મસ્તકે ન ચઢાવશો.' હાલાહલાએ નમ્રતા દાખવી. પણ લોકોએ તો એ નમ્રતાને દિવ્યતા બનાવી દીધી ; “અરિહંતની સંદેશવાહિકા હાલાહલા ! ધન્ય હાલાહલા !' ચાલો ત્યારે દેવી ફાલ્ગની ! હવે શરત પ્રમાણે કાલે સવારે ભગવાન પ્રભાતે પારખું t 207 Page #116 -------------------------------------------------------------------------- ________________ મહાવીરનાં દર્શન કરી શ્રાવસ્તી છોડવું પડશે.' મુનિએ વ્યંગમાં કહ્યું. અમારા ટાંટિયા અમારા જ ગળામાં ! મુનિજી, એમાં લવલેશ શંકા ન રાખશો. અમે વળી ફરીવાર યાત્રાએ આવીશું. ‘શરત એ શરત.' ફાલ્ગુનીએ શાંતિથી જવાબ વાળ્યો. ‘અરે, મન ગંગા તો કથરોટમેં ગંગા !' પૂનમે કહ્યું. તો ચાલો, આ ભીડરૂપી ગાંડો હાથી પાછો ફરે એ પહેલાં વિરામસ્થાને પહોંચી જઈએ.' મુનિએ કહ્યું. ત્રણે જણાં જલદી જલદી પાછાં ફર્યાં, ને પોતાના વિરામસ્થાને પહોંચી ગયાં. ફાલ્ગુની તો પોતાની પુરાણી ચાલ મુજબ ચાલતી હતી; એને તો ફક્ત એટલી સંભાળ રાખવાની હતી કે જાળનું ફસાયેલું માછલું જાળ બહાર સરકી ન જાય. એ રાતે તેઓએ આગામી પ્રવાસની તૈયારીઓ કરી, અને શીઘ્ર પહોંચી જવા માટે એક અશ્વરથની આયોજના કરી લીધી. આમ છતાં પૂનમ તો પોતે અશ્વ પર જ પ્રવાસ કરવાનો હતો. એ કહેતો કે રથમાં ઘણી વાર અશ્વો સારા ન હોય તો, એમની વાછૂટની દુર્ગંધથી મને વમન થઈ જાય છે ! મુનિને આ મનગમતું લાગ્યું. યદ્યપિ પૂનમ સમર્પિત આત્મા હતો, પણ ઘણી વાર પતિદેવોના મિજાજના પારા સહેજ ગરમીએ ઊંચો આંક જોતા હોય છે ! રથમાં મખમલી બિછાત હતી ને ચીનાંશુકથી મઢેલા તકિયા હતા. ચારે તરફ વેલબુટાવાળી ચીનની જાળીઓ લટકતી હતી. આ જાળીઓમાં એ ખૂબી હતી કે અંદર બેઠેલો માણસ બહારની વ્યક્તિને જોઈ શકે, પણ બહારનો માણસ રથની અંદર ચાલતો વ્યાપાર ન જોઈ શકે. સવાર થતાં જ ફાલ્ગુનીએ મુનિને કહ્યું, “તમે અને પૂનમ જાઓ, મહાવીરનાં દર્શન કરી આવો.' ‘અને તું ગોશાલકનાં દર્શને જઈશ ?' ના રે ના, હું તો આ અશ્વનાં દર્શન કરીશ. આપણા ખરા ઉદ્ધારક તો એ છે. બિચારા તમને રથમાં બેસાડી દેશ-દેશની યાત્રા કરાવશે, અને ધારેલ મુકામે પહોંચાડશે.’ “અરે ! મને ડર છે કે તું અશ્વના પ્રેમમાં પડી ન જા !' ‘હવે વધુ વિવાદમાં ઊતર્યા વગર કામ પતાવો. મધ્યાહ્ન પહેલાં તો આલભિકા નગરી વટાવી દેવી છે.' ‘ફાલ્ગુની, તું પણ ચાલ ને !' ‘હું આવીશ તો તમારાથી એક પણ પ્રશ્ન નહીં પૂછી શકાય.' ફાલ્ગુનીએ 208 | શત્રુ કે અજાતશત્રુ દમદાટી દેતાં કહ્યું. એની ભ્રમરો ઊંચી-નીચી થતી હતી, ને જાણે પુષ્પધન્વા એ ભ્રમરોના રથ પર ચઢી કોઈ સંગ્રામ ખેલતો હોય તેમ લાગતું હતું. ‘કોઈ પ્રશ્ન પૂછતો હશે તો સાંભળીશું. એમાં તો તને વાંધો નથી ને ?’ ‘ભારે રાગ-વિરાગભર્યું તમારું દિલ છે.’ ફાલ્ગુનીને સહજ સ્નેહ થયો. “એ તો ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ !' પૂનમે સહેજ ટકોર કરી. “જે કહો તે, જેવો કહો તેવો. ફાલ્ગુની, વિલંબ નહીં કરું હોં. મને પણ હવે મગધના દરબારનાં સ્વપ્ન આવે છે ! મારા પ્રભુની એ પણ ઉપદેશભૂમિ છે.’ મુનિ આટલું બોલી આગળ વધ્યા. ફાલ્ગુની ને પૂનમ તેની પાછળ ચાલ્યાં. મુનિનો ચાલવાનો વેગ અપૂર્વ હતો. એ ઠીક ઠીક આગળ નીકળી ગયા. ‘ફાલ્ગુની ! આ માણસ તો શક્તિનો ભંડાર છે, દુનિયાને ડોલાવે તેવો છે, ફક્ત એની ધરી મજબૂત નથી એટલી જ ચિંતાની વાત છે.’ પૂનમે ધીરેથી કહ્યું. ‘અજબ છે. જ્યારે મને પ્રેમ કરે છે ત્યારે એમ બતાવે છે કે મારા સિવાય એનું કોઈ નથી, પ્રભુ પણ નહિ ! ને જ્યારે મહાવીર પાસે જાય છે ત્યારે જાણે આપણે એનાં કોઈ નહીં !' ફાલ્ગુનીએ કહ્યું. ‘પણ તેં વાંદરાને બરાબર કબજે કર્યો છે !! ‘બિચારો વાંદરો ચપટી ચણાને મોતીનો થાળ માની બેઠો છે !' ફાલ્ગુનીએ ધીરેથી કહ્યું . મીણ અને પોલાદ મૂળમાં એક જ પદાર્થ છે. ગરમી લાગ્યે ઓગળે એ મીણ; ગરમી લાગવા છતાં જરા પણ દ્રવીભૂત ન થાય એ પોલાદ. મુનિ વેલાકુલ આમ તો પોલાદના બનેલા લાગતા, પણ મૂળ તો મીણ હતા. અત્યાર સુધી ગરમી લાગી નહોતી. એટલે, અથવા ગરમીથી એ ઇરાદાપૂર્વક દૂર રહ્યા હતા એટલે, પોલાદની પ્રતિમા લાગતા હતા. આ મીણ હવે ભગવાન મહાવીર પાસે કે માનુની ફાલ્ગુની પાસે સરખી રીતે પીગળી રહ્યું હતું. પ્રભાતે પારખું C 209 Page #117 -------------------------------------------------------------------------- ________________ 29 ફાલ્યુનીનું સાચું રૂપ સવારનો સમય હતો. આકાશ થોડાંક રૂપાળાં વાદળો સિવાય સ્વચ્છ હતું. સુંદર સ્ત્રી ઘૂંઘટથી અતિ સુંદર લાગે એમ સૂર્યનું પણ હતું. ઘડીક વાદળોની ઓટમાં ભરાઈ રંગીન કિરણાવલી પ્રગટ કરતો અને ઘડીક વાદળદળને ભેદીને શુભ્ર રીતે પ્રગટ થતો સૂર્ય ખૂબ સોહામણો લાગતો હતો. સૂર્યે તેજસ્વી બનાવેલી ધરાને પંખીઓ પોતાનાં ગાનથી વિશેષ સુંદર બનાવતાં હતાં. શ્રાવસ્તીનો આ પ્રાન્તભાગ મુનિઓના જવા-આવવાથી વિશેષ પાવન થતો લાગતો હતો. ભગવાન મહાવીર આ વખતે દેશના દેવા બેસતા. દૂર દૂરના રાજાઓ, શ્રીમંતો, રાણીઓ ને ગણિકાઓ એ સાંભળવા આવતી. અહીં કોઈ ભેદભાવ નહોતા. અસાડની જલવર્ષાની જેમ એ ઉપદેશધારા અવિરત વહેતી; અને જેવું જેનું પાત્ર- એ રીતે જનહૃદયમાં એ સંચિત થઈ રહેતી. કોઈ સાગર, તો કોઈ તડાગ તો કોઈ કૂપ તો કોઈ ખાબોચિયું બની એ ઉપદેશધારા સંગ્રહી લેતું. ધર્મપરિષદા ભરપુર હતી. એમાં મુનિ વેલાકુલ આવીને ભળી ગયા. ફાલ્ગની અને પૂનમ પણ આવીને એક ખૂણે બેઠાં. છતાં ફાલ્ગની નિર્લેપ હતી. એણે પૂનમને ઊભો કરતાં કહ્યું, ‘તું રથ અને અશ્વને લઈને પાણી દરવાજે તૈયાર રહે, ભગવાનની વાણી સાંભળી ને ! એ કહે છે, “ગૌતમ ! એક પળનો પણ પ્રમાદ ન સેવીશ.’ હું પણ કહું છું કે પૂનમ ! પળવારનો પણ પ્રમાદ સેવવો ઉચિત નથી.’ થોડાંક વચનો સાંભળતો જાઉં તો ?” પૂનમે કહ્યું. | ‘ભલા માણસ ! ગધેડાને સાકર ઝેરનું કામ કરે. આપણે બે વચન સાંભળીએ તોય શું ને ન સાંભળીએ તોય શું ? આપણે તો વેચાયેલો જેવાં છીએ ને !' કોઈ થાક્યું માણસ કંટાળાપૂર્વક બોલતું હોય એમ ફાલ્ગની બોલતી હતી. | ‘રે મગધપ્રિયે ! પૂરો ઉપદેશ સાંભળ્યા વિના તારા પર આ કેવી અસર થઈ !' પૂનમે કહ્યું. ‘વાતાવરણ અજબ ચીજ છે. આપણી પ્રવૃત્તિમાત્ર અહીં નિવૃત્તિ બની જાય છે. પણ તું જા ! હું તો મનને વશ કરવાની કળા જાણું છું. તારે માટે ...’ ‘મોટા માણસો હંમેશાં પોતાની જાત માટે એમ જ માનતા હોય છે.' પૂનમે કહ્યું. અલ્યા, તું મોટો કે હું ? મારો સ્વામી તો બનાવ્યો...' ‘પણ એથી શું ? દેખવું ને વળી દાઝવું જ ને !' આટલું બોલતો પૂનમ અટકી ગયો, એની જીભને ચાલતાં ચાલતાં જાણે કાંટો લાગી ગયો. અરે, એવું અહીં બોલાય ? - પૂનમ એક અજાણી શરમ અનુભવતો ચાલ્યો ગયો. આ દેશનામાં સ્ત્રી-પુરુષો અલગ અલગ બેઠાં હતાં. એમાં મુનિઓનું સ્થાન અગ્ર ભાગમાં હતું. પણ મુનિ વેલાકૂલ અગ્રભાગે પોતાનું સ્થાન ન લખી પાછળ જનતા વચ્ચે બેસી ગયા હતા. એમણે એક-બે વાર ફાલ્ગનીને ખોજવો દૃષ્ટિ દોડાવી, પણ એ એમની નજરમાં ઝટ ન ચડી. આ તરફ એક સંભાજને ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો : ‘પ્રભુ ! ગુરુ દ્રોહી ગોશાલકની કેવી ગતિ થશે ?” ‘સારી ગતિ.’ મહાવીરે ટૂંકો જવાબ વાળ્યો. એનું કારણ ?' આશ્ચર્યથી શ્રોતાએ ફરી પૂછ્યું. ‘છેવટે એને મારી શિખામણ સમજાશે. એ સત્યને અનુસરશે અને જીવનની છેલ્લી પળો એ ઉજમાળ કરશે.’ ‘પણ આપના નિંદકને માટે...' મહાનુભાવો ! ધર્મમાં સ્નેહ કે સંબંધ જોવાતા નથી. ત્યાં સ્નેહ કરતાં સાધનાની વધુ કિંમત છે. શિષ્ય પણ નરકે જાય, અને શત્રુ પણ સ્વર્ગે જાય. જો કે મારા માટે તો શત્રુ અને મિત્ર સમાન છે.' “વાહ મહાગુરુ ! સત્ય એ જ આપની ભાષા છે.” આખી પરિષદાએ જય જયકાર કર્યો, ને સભા વિસર્જન થઈ. મુનિ વેલાકુલ બહાર નીકળ્યા. ફાલ્ગની દ્વાર પર રાહ જોઈને પડી હતી. એણે કહ્યું: આપણે અહીં જ થોભવાનું છે. પૂનમ રથ લઈને અહીં આવશે.' ‘શું પૂનમ સભામાં બેઠો નહોતો ?” ફાલ્ગનીનું સાચુ રૂપ 211 Page #118 -------------------------------------------------------------------------- ________________ ‘કામ માથે હોય ત્યારે આવી વાતોમાં વખત કાઢવો કેમ પાલવે ?’ ફાલ્ગુનીએ કહ્યું. ‘આવી વાતો કેમ ? તેં ન સાંભળ્યું ? મહાપ્રભુએ કેવી નિખાલસ વાણી કાઢી !' 'ઠીક, ઠીક ! હજુ તમે જગતના પ્રપંચો જોયા નથી. મહાભિખ્ખુ દેવદત્તને જોશો અને બે એક વાર એમને સાંભળશો, ત્યારે ખબર પડશે.’ ‘વાહ રે પ્રપંચોની મહાજ્ઞાત્રી ! અરે, ફાલ્ગુની ! મગજમાં ફાંકો ન રાખતી. તારા જેવી તો મેં સત્તર જોઈ નાખી છે, હોં !' ‘મુનિજી ! મારા જેવી એકને પણ તમે હજુ પૂરી જોઈ નથી. ફાલ્ગુનીનું સાચું રૂપ હજુ તમે જાણ્યું નથી.' ફાલ્ગુની મીઠાશથી ને મનભર રીતે બોલી રહી. ‘જાણ્યું છે.’ મુનિએ દૃઢતાથી કહ્યું. ‘નથી જાણ્યું.’ ફાલ્ગુનીએ એટલી જ દૃઢતાથી કહ્યું. ‘અરે, એમાં શું જાણવાનું છે ! એક સ્ત્રીને જાણવી એમાં શું ? જાણેલું છે.” ‘હજુ કંઈ જાણેલું નથી. સ્ત્રીને જાણો એ આખા સંસારને જાણ્યા બરાબર. મને પૂરેપૂરી જાણશો, ત્યારે આશ્ચર્યના આઘાત લાગ્યા વિના નહીં રહે.' ‘એ બીજા !’ ‘ખરેખર ?’ ફાલ્ગુની મુનિને વધુ દૃઢ કરી રહી. ‘ખરેખર.’ મુનિએ કહ્યું. ‘તો હું ફાલ્ગુની નથી.’ ‘ભલે ન હો.’ મુનિ સહજભાવે બોલ્યા. ‘હું મગધપ્રિયા છું.’ ‘એથી સ્નેહભાવભર્યા હૃદયમાં ફેર પડતો નથી.’ ‘અને પુનમ મારો પતિ નથી.’ ‘ન હો.’ મુનિ હવે અંતરમાં આઘાત અનુભવતા હતા, પણ બહાર સ્વસ્થતા પ્રગટ કરી રહ્યા. ‘એ મગધના અનુચર છે.' હો. એથી પણ હૃદયમાં ફેર પડતો નથી. નામથી કંઈ વિશેષતા પેદા થતી નથી. સુંદરી ! ત્યારે હવે તું પણ સાંભળી લે, મારું નામ વેલાકુલ નથી.' ‘ન હો.’ ફાલ્ગુની બોલી રહી. ‘હું લોકસેવક નથી, મારી પાસે કોઈ સિદ્ધિ નથી; બાંધી મૂઠી લાખની !' ‘ન હો, પણ માણસ તો છો ને ? માણસાઈનું પહેલું લક્ષણ વચનપાલન. એ તો તમારી પાસે છે ને ?' 212 ] શત્રુ કે અજાતશત્રુ ‘અવશ્ય.’ ‘તો આપણે નવે નામે એકબીજાંને ઓળખીએ.' ફાલ્ગુનીએ કહ્યું. ‘મને તો ફાલ્ગુની નામ જ ગમશે.' “તો હું શા માટે બીજી માથાકૂટ કરું ?' ફાલ્ગુની બોલી. થોડીવારમાં સામેથી પૂનમ આવતો દેખાયો. એ અશ્વ પર હતો. સાથે રથ હતો. મુનિએ પૂછ્યું, ‘અરે ! આવા સુંદર અશ્વ અહીં ભાડે મળે છે ?' ‘દરેક વાતનું સાચું રૂપ તમારે જાણવું છે ને ?' ‘હા,’ મુનિએ ડોકું ધુણાવીને કહ્યું. આ અશ્વ મગધની અશ્વશાળાનો છે.' ફાલ્ગુની બોલી. ‘કોણે કહ્યું ?' પૂનમ જાણે ભૂલ સુધારતો હોય તેમ બોલ્યો. ‘પૂનમ ! હવે ખેલ પૂરો થયો છે; પડદા બધા ખેંચી લીધા છે.’ ફાલ્ગુનીએ કહ્યું. ‘શું કહો છો ?’ જેને તન મન લીધાં-દીધાં એની સાથે પડદો કેવો ? પહેલાંના વખતમાં પહેલાં મન અપાતાં, પછી તન અપાતાં. આજે તો તન-મન સાથે અપાય છે. મુનિ અને આપણે સહુ એક છીએ.’ ‘એટલે શું હું તમારો પતિ પૂનમ નથી ?' ‘ના, તું મારો પતિ નથી. હું તારી પત્ની નથી !' ફાલ્ગુની જોશમાં હતી. ‘ઓહ ! સાદું સત્ય સ્વીકારતાં કેવો આંચકો લાગે છે !’ પૂનમે કહ્યું, ‘શું આપણી માયાનગરી સમેટાઈ ગઈ ?' ‘હા, મુનિ પાસે મેં સાચું રૂપ પ્રગટ કરી દીધું.' ‘મુનિજી ! મને માફ કરજો' પૂનમ મુનિને નમી રહ્યો. ‘પૂનમ !માફ કોણ કોને કરશે ? મારી બુદ્ધિ ભ્રમમાં પડી ગઈ છે.’ મુનિ બોલ્યા. અજબ-ગજબની આ મેનકા છે, મહારાજ ! પૃથ્વી, પાતાલ ને સ્વર્ગ ત્રણે એની પાસે તુચ્છ છે.’ પૂનમ બોલ્યો. ધારે તેને સ્વર્ગમાં લઈ જાય. ચાહે તેને પૃથ્વી પર રમવા મૂકી દે. પણ અડધે સુધી ખેંચાયા પછી હવે કોસ કાપવો મારે માટે ઉચિત નથી.' મુનિ બોલ્યા. એમને આશ્ચર્યના આઘાત હજુ સહ્ય થયા નહોતા. ‘અવશ્ય.’ અને ધારે તેને પાતાળમાં પણ ચાંપી દે !' ‘જી હા.' ફાલ્ગુનીનું સાચુ રૂપ – 213 Page #119 -------------------------------------------------------------------------- ________________ ‘હવે બંને જણા નિરર્થક વાતો કર્યા વગર પ્રસ્થાનની તૈયારીઓ કરો.' ફાલ્ગુની બોલી. પૂનમ, જે અત્યાર સુધી પોતાને રોગિષ્ઠ, ઢીલો અને વાણિયા જેવો દેખાડતો હતો, એ એક સશક્ત, સ્નાયુબદ્ધ અવયવોવાળો સૈનિક દેખાયો. એ કૂદીને અશ્વ પર ચઢી ગયો. ‘અરે પૂનમ ! એક પળમાં આટલો બદલાઈ ગયો ! શું ફાંકડો નર છે !' મુનિએ કહ્યું . ‘એ મગધનો સિંહપાદ સૈનિક છે. સિંહપાદ સૈનિકોને બે વાત નાનપણથી શીખવવામાં આવે છે : સિંહ જેવું બળ કેળવવું ને પોતાના દેશ ખાતર જ્યારે જરૂર પડે ત્યારે અર્પણ થઈ જવું. એનું નામ મહાસેન. વૈશાલીના સો સૈનિકોને એ એકલો પૂરો પડી શકે તેવો છે !’ ફાલ્ગુનીએ પૂનમનો તાદેશ ચિતાર દોરતાં કહ્યું. ‘ભારે ખેલ રચ્યો તમે તો ! અરે, મને સાવ મૂર્ખ બનાવી નાખ્યો.’ ‘મહાત્માઓને લોભાવવા યુગે યુગે અપ્સરાઓ આવી છે. મુનિરાજ ! તમને મૂર્ખ નહિ પણ મહાન બનાવવા આ કાવતરું કર્યું છે. સામ, દામ, દંડ, ભેદ જેમ યુદ્ધમાં જરૂરી છે, એમ વ્યવહારમાં પણ આવશ્યક છે. મગધને એક પ્રબલ રાજગુરુ જોઈએ છે.’ ‘દેવદત્ત છે ને !' મગધપતિને એ પસંદ નથી. એમ તો મગધપતિને ગોશાલક ક્યાં નથી ? રાજા કરતાં રાજગુરુ મહાન હોવો ઘટે. રાજ્યની શક્તિ જ્યાં નાસીપાસ થાય ત્યાં ગુરુનું દૈવત ફતેહ કરી જાય.’ ‘તારો રાજા મને એવો માને છે ?' મુનિએ પૂછ્યું. ‘હા. તમે હો તો મગધપતિની ચક્રવર્તીપદની આકાંક્ષા પૂરી થાય; અને ચક્રવર્તી બનેલા મગધપતિને પછી નર અને દેવો જેની ચરણસેવા કરે તેવા સમર્થ રાજગુરુ શોધવા જવું ન પડે !” મુનિ આ સાંભળી રહ્યા. એમણે કંઈ જવાબ ન વાળ્યો. ફાલ્ગુની એમને મોટા સિંહાસને બેસાડી રહી હતી, પણ પોતાના ડહાપણ વિશે આજે તેમને અશ્રદ્ધા થઈ ગઈ હતી. એમને અંતરમાં એમ લાગતું હતું કે બે ન બગાડવાં. મર્યા પછીના સ્વર્ગને હાનિ પહોંચતી હોય તો ભલે પહોંચે, પણ પૃથ્વી પરના સ્વર્ગને હાથમાંથી સરી જવા ન દેવું. બૂડચા પર બે વાંસ. હવે મારા ભવરથની સારથિ ફાલ્ગુની ! એ કહે તેમ કરવું; એને રાજી રાખવી. ધીરેથી બન્ને રથમાં આરૂઢ થયાં. રથ ભવ્ય હતો. ઘોડા હરણ જેવા સ્ફૂર્તિમાન હતા. રથ વેગપૂર્વક ચાલ્યો. 214 | શત્રુ કે અજાતશત્રુ મુનિ ઘડીકમાં વિચારમગ્ન બની જતા, ઘડીકમાં ફાલ્ગુની સામે જોઈ રહેતા ને ધીરેથી કહેતા : ‘ઓહ ! ભાવિનો કેવો ઊંડો ભેદ ! શું માન્યું ને શું નીકળ્યું !' આ રથ તો હરણ-૨થ છે.' ફાલ્ગુનીએ મુનિને બીજી વાતે વળવા પ્રયત્ન કર્યો. એ એક ભારે મુશ્કેલ કામગીરીના છેડા પર હતી. એણે આરંભેલું સુદીર્ઘ નાટક હવે ત્રીજા અને છેલ્લા અંક પર પહોંચી ગયું હતું. ‘હરણ-રથનો અર્થ હરણ જેવા ઝડપી અશ્વો જેમાં જોડાયા હોય તે ને ?' મુનિએ અન્યમનસ્ક રીતે પૂછ્યું. ‘ના રે, ના. આ તો શોખીન રાજાઓને માટે કોઈ સુંદરીનું અપહરણ કરવા માટેનો ગ્રંથ છે.' ‘એટલે ?’ ‘આ રથમાં એવી કારીગરી છે કે અંદર બેઠેલાં ન દેખાય, અને જે દેખાય તે ખોટાં હોય.’ ‘એ ન સમજાયું !' મુનિની નિરાશામાં વળી તેજી આવી. ‘અરે રથિક ! જરા ૨થ થોભાવ !' ૨થ થોભ્યો. બંને જણાં નીચે ઊતર્યાં, ને રથ ચલાવવાનું કહી પોતે બાજુમાં ચાલવા લાગ્યાં. ખરેખર ! રથમાં કોઈ નહોતું, પણ કોઈ બે સ્ત્રીઓ બેઠેલી દેખાતી હતી : એક રાણી જેવી સ્ત્રી તકિયાને અઢેલીને બેઠી હતી, ને બીજી દાસી જેવી સ્ત્રી એના પગ દાખતી હતી ! ‘અરે ! ૨થ તો સાવ ખાલી છે, ને આ શું ?' મુનિ આ ચતુરાઈ પર વારી ગયા. ‘એ જ કરામત છે ને ! આ પડદાનાં યાંત્રિક ચિત્રોમાં એ ખૂબી છે. જે બાજુથી જુવો એ બાજુથી આ જ દશ્ય દેખાશે.' ફાલ્ગુની મુનિને બીજી બાજુ લઈ ગઈ. ‘મગધનું વિજ્ઞાન ખૂબ આગળ વધેલું લાગે છે.’ મુનિએ કહ્યું, ‘અમે ગણતંત્રનાં રાજ્યોને આગળ વધેલાં કહીએ છીએ, પણ ખરી રીતે રાજતંત્રોની સ્થિતિ જુદી છે.’ ‘ગણતંત્રનો વિચાર સુંદર છે, પણ એનો આચાર કઠિન. યંત્રવિજ્ઞાનની તો તમને શું વાત કહું ? જો આપણે મગધપતિની પૂરી કૃપા પામીશું તો હું તમને યુદ્ધ માટેનાં બે નવાં અદ્ભુત યંત્રો બતાવીશ.' ‘ઓહ સખી ! પણ યુદ્ધનો વિચાર જ નિરર્થક છે !' ‘જેઓના મનમાં યુદ્ધ ઘૂમી રહ્યું છે તેઓ જ એની નિરર્થકતાની ખોટી ખોટી વાતો કરે છે !' ફાલ્ગુનીનું સાચુ રૂપ D 215 Page #120 -------------------------------------------------------------------------- ________________ કોના મનમાં યુદ્ધ ઘૂમે છે ?” ‘વૈશાલીના મનમાં.’ ‘જૂઠી વાત. વૈશાલીનો હરએક પ્રજાજન સ્વતંત્રતાનો સૈનિક છે. એ માતૃભૂમિ માટે મરવું ધર્મી લેખે છે. અને આટલા વિશાળ સૈન્યવાળાને અન્ય દેશની ચિંતા શી ?' ‘ભૂલો છો. માણસ કરતાં યંત્ર મહાન છે. આ એક યંત્ર પાંચ હજાર સૈનિકોની ગરજ સારે તેમ છે. મગધ તો ચુનંદા સૈનિકોમાં જ માને છે. એ બળમાં માને છે, સંખ્યામાં નહિ.” ‘અરે, એ યંત્રો હું જરૂર જોઈશ.’ ‘પણ એ પહેલાં મગધના રાજગુરુ બનવું પડશે.’ ‘આવાં અદ્ભુત યંત્રો જોવા ખાતર, અરે, તારા ખાતર, હવે મારે શું ન થવાનું બાકી છે ફાલ્ગુની ? મેં તો મારી નાવ તારા હાથમાં સોંપી છે.’ ‘નિશ્ચિંત રહેજો.’ ને ફાલ્ગુનીએ રથ ઊભો રખાવ્યો. બંને એમાં આરૂઢ થઈ ગયાં. રથ ઝડપથી આગળ વધ્યો. ‘આ રથની એક બીજી કરામત હજુ તમે નથી જાણી,' ફાલ્ગુનીએ મુનિને વધુ મુગ્ધ બનાવવા કહ્યું. ‘કેવી કરામત ?’ ‘આ રથમાં કોઈ સુંદરીને રાજા જ્યારે હરણ કરીને લઈ જતો હોય, ત્યારે જો પરિચિત હોય તો તો ગીતસંગીતથી મજા કરે, અને જો અપરિચિત હોય તો નાસી છૂટવા પ્રયત્ન કરે. રાજા પણ એને જલદી કૌમાર્યભ્રષ્ટ કરવાની ઇચ્છામાં હોય, એટલે ખૂબ ધમાલ ચાલે. એ ધમાલ બહાર ન સંભળાય માટે અંદર યાંત્રિક સંગીતશાળા ગોઠવેલી છે.' ને ફાલ્ગુનીએ અંદર લટકતી એક દોરી ખેંચી. તરત વિવિધ પ્રકારનાં વાદ્યો વાગવા લાગ્યાં, ને એના સ્વરો દિશાને ભરી રહ્યા. ‘વાહ, અજબ કરામત !' મુનિ આશ્ચર્યમાં બોલી રહ્યા. ૨થે ઝડપ કરી હતી. ફાલ્ગુની મુનિના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. સંગીત ચાલુ હતું. ફાલ્ગુનીએ એમાં ધીરેથી પોતાનો સૂર પૂર્યો. માછલું પૂરેપૂરું જાળમાં ફસાઈ ગયું હતું. કુશળ માછીમાર ચાહે તો તેને આંગણાના જલકુંડમાં રાખે, ચાહે તો બજારમાં વેચી દામ ખડા કરે ! 216 ] શત્રુ કે અજાતશત્રુ 30 અજાતશત્રુની નગરીમાં સમયનાં નીર કેટલાં વહી ગયાં ! આપણે ઘણે સમયે મગધના પાટનગરમાં પાછા ફરી રહ્યા છીએ. પાટનગર પણ એ રહ્યું નથી અને માણસો પણ એ રહ્યા નથી. મહાપુરુષો ને મહાસાર્થવાહો પણ હવે અહીં બહુ આવતા-જતા નથી. ચંપાનગરી ચંપાના વૃક્ષ જેવી છે. એમાં રૂપ, રસ, ગંધ ને સ્પર્શ બધું છે, પણ કોઈ ભ્રમર એની પાસે ફરકતો નથી ! જાણે સિંહોએ આ માર્ગે સંચરવું છોડી દીધું છે. ન જાણે ક્યાં ક્યાંથી આવીને ખૂની વરુઓએ અહીં બોડો નાખી છે. ને પંચતંત્રના બે પ્રપંચી શિયાળો-દમનક ને કરટક જેવાં શૃગાલો-અહીં સ્વાર્થ સાધના માટે આંટાફેરા મારી રહ્યા છે ! પણ એ શૃગાલોમાં હજી બે ચાર સિંહ બેઠા છે, એમ કહેવાતું. એક સિંહ તે રાજા અજાતશત્રુ; બીજા, કૂટનીતિજ્ઞ મહામંત્રી વસકાર; ત્રીજા, યોગસિદ્ધિવાળા મહાભિખ્ખુ દેવદત્ત ! અને ટોળાં તો ઘેટાંનાં હોય, સિંહનાં નહિ ! આ સિંહોએ સુપ્રસિદ્ધ ગણતંત્રો સામે જેહાદ જગાવી છે, ને એ જેહાદ માટે જેમ રાજગૃહીથી રાજધાની બદલી ચંપાનગરીમાં આણી છે, તેમ મગધપતિએ પોતાનું નામ અશોકચંદ્ર બદલીને પોતાનું બિરુદ ‘અજાતશત્રુ' રાખ્યું છે ! અજાતશત્રુના નામમાં જ શત્રુને પડકારનો ઘોષ છે ! મગધપ્રિયા મહામુનિ વેલાકુલને લઈને પોતાના અરીસાભવનમાં આવી, ત્યારે એનો ઠસ્સો જુદો જ થઈ ગયો. જાણે વન-જંગલની એ હરિણી મહાનગરની મેના બની ગઈ. મુનિને પહેલી તકે લાગ્યું કે પોતે કોઈ મહા સમ્રાજ્ઞીના અંતરભવનમાં પ્રવેશ્યા છે. લોકસેવક મુનિએ વૈશાલીનાં મહાલયો નીરખ્યાં હતાં, પણ આ ઠાઠ અને આ ભપકો ત્યાં પણ જોયો નહોતો. અનેક દાસ-દાસીઓ ત્યાં હાજર હતાં, પણ ક્યાંય રવ નહોતો. એમના Page #121 -------------------------------------------------------------------------- ________________ ચાલવાનો અવાજ પણ સંભળાતો ન હતો. સહુ સંચાની પૂતળીઓની જેમ દેવી મગધપ્રિયાના ઇશારા પર કામ કરનારાં હતાં. મુનિએ વૈશાલીનાં ગણતંત્રોમાં પરિચારિકાઓ ને પરિચારકો ઘણાં જોયાં હતાં, પણ તેઓ આટલાં નમ્ર થઈને, બેજબાન થઈને કામ ન કરતાં, અહીં એક માણસ માટે જાણે બધું હતું, ત્યાં બધા માટે બધું. એટલે અહીં કુંજા અનેક અને પીનાર એક હતા, જે પીએ તે ધરાઈને પીવે; ત્યાં જાણે એક નાના કુંજા તરફ અનેક મુખ લંબાયાં હતાં, એટલે સહુના ભાગમાં પાણી એટલું મળે કે એકેયની તૃષા શાન્ત ન થાય ! અહીં અત્તરની સુગંધથી મઘમઘતા સ્નાનના કુંડો હતા. એની પાળ સોનેરી ને રૂપેરી વરખથી ચીતરેલી હતી. પણ પાણી ભરનારાઓના નસીબમાં એનો સ્પર્શ સુધ્ધાં લખાયેલો નહોતો. રૂપેરી કસબ કરનારાઓને એ કારીગરી કરીને ઊઠી જવાનું હતું. અહીં કરનાર કોઈ અને ભોગવનાર કોઈ, એવી વ્યવસ્થા હતી. પણ ન જાણે કેમ, મુનિ વેલાકુલને આ વ્યવસ્થા સુંદર લાગવા માંડી. ગણતંત્રોની ઢીલી નીતિ તરફ એમને અણગમો થવા લાગ્યો. આવા અનેક કુંડો ત્યાં હતા, પણ આટલી સ્વતંત્રતા કે આટલી સુંદરતા ત્યાં નહોતી ! એક વસ્તુના ભોક્તા અનેક બને ત્યારે એની સ્વચ્છતા અને સુંદરતા જરૂર હણાય. આપ અમારી વાપીના પ્રભાતજળથી સ્નાન કરી લો.’ એક પરિચારિકાએ આવીને મુનિને કહ્યું. ‘હું મારી મેળે સ્નાન કરી લઈશ.' મુનિએ કહ્યું. ‘ના, અમારાં રાણીની આજ્ઞા છે કે અમારે તમને સ્નાન કરાવવું.' ‘હું બાળક નથી.’ મુનિ બોલ્યા. ‘જે હો તે. અમે વિવાદમાં માનતાં નથી, આજ્ઞામાં માનીએ છીએ.' પરિચારિકા બોલી. ‘અને હું ના પાડું તો તમે જબરજસ્તી.... ‘ના, ના. આપ અમારાં રાણીના મહેમાન છો. અમારાં રાણીએ આપને દિલના અને દેહના અતિથિ બનાવ્યા છે. જો આપ નિષેધ કરશો તો અમે રાણીને ખબર આપીશું.' ‘અને તેઓ આવીને શું કરશે ?' મુનિને જાણે રાણીનો ભય લાગ્યો. ‘આપને સ્નાન કરાવશે.’ ‘હું નહિ ઇચ્છું તોપણ ?' 218 ] શત્રુ કે અજાતશત્રુ હા. એમની ઇચ્છા પાસે કોઈની ઇચ્છા ચાલી નથી.’ ‘એ હું કબૂલ કરું છું. મને પણ એવો અનુભવ છે. હું તૈયાર છું. પણ કૃપયા મને મારે હાથે સ્નાન કરવા દો.' મુનિ સ્ત્રીસ્પર્શથી હજી ધ્રૂજતા હતા અને ફાલ્ગુની સિવાય બીજી કોઈ સ્ત્રી પાસે આવી છૂટ લેવા તૈયાર નહોતા. અમે તમને શ્રમ કરવાની સલાહ આપતાં નથી. રાણીજી સાથે આંખમિચૌલીના ખેલમાં, દ્યૂતમાં, આસવસેવનમાં તમારે શક્તિનો ઘણો ખપ પડશે. અહીંની ચતુરાનનાઓ પાસે સિંહપાદ સૈનિકો પણ ત્રાસ પોકારે છે.’ ‘ઓહ !આ દેશની પરિચારિકાઓ પણ કેવી સભ્ય ને સૌમ્ય છે ! મીઠી એમની વાણી છે, મોહક એમનો વ્યવહાર છે.' ‘અને તમારા દેશમાં ?’ ‘અમારા દેશમાં તો સેવક-સ્વામી જેવું જ બહુ રહ્યું નથી. જેની શલાકા બળવાન એ સ્વામી !’ મુનિને ફાલ્ગુની જેવો જ આ પરિચારિકાઓનો સૌંદર્યગંધ રુઓ. ‘શલાકા વળી શું ?” ‘મતની લાકડી. જેને મતની વધુ લાકડીઓ મળે એ મોટો. ભલે પછી એ ઢોરાં ચારતો હોય કે બેવકૂફોનો બાદશાહ અને મૂરખનો સરદાર હોય. ‘તો ત્યાં મોટાને ઘેર જન્મે એ મોટો, એમ નહિ ? મોટા વંશો, મોટાં ખાનદાનો જેવું તમારે ત્યાં કંઈ જ નહિ ?” ‘ના. ત્યાં એવું કંઈ નહિ.' રાજાનો દીકરો રાજા નહિ ?’ ‘ના.’ ‘તો તો રાજા બનવા માટે દરેક માણસ કાવતરાં કરતો હશે, કાં ? અહીં એક રાજાના બે વારસદાર હોય, અને મોટાને ગાદી મળે એ નિશ્ચય હોય, છતાં ભારે ખટપટો ચાલ્યા કરે છે, તો ન જાણે તમારે ત્યાં શું થતું હશે ! ગાદી એક અને બેસનાર અનેક ! ખટપટ, ખટપટ ને નરી ખટપટ ! એમાંથી કોઈ ઊંચું આવે ત્યારે કંઈ કામ કરે ને !' મુનિ વેલાકુલને આ સુંદર પરિચારિકાની વાતો સાંભળી વૈશાલીના સૂત્રધારો વચ્ચે ચાલતી ખટપટો યાદ આવી. તો પછી તમે રાજાને દેવ નહિ માનતા હો !' ‘ના.’ તો પછી તમે બધા કોની આજ્ઞા માનતા હશો ?’ અજાતશત્રુની નગરીમાં D 219 Page #122 -------------------------------------------------------------------------- ________________ ‘સંઘની આજ્ઞા.' પણ સંઘની વાતમાં પરિચારિકાને લાંબી સમજ ન પડી. વાત અગમ્ય બની હતી. બધી વાત સમજવી, એવો આગ્રહ પણ એને નહોતો. ખોટી માથાકૂટ છોડી એ તો સ્નાન કરાવવાની તૈયારીમાં ગૂંથાઈ. એણે મુનિને પહેરવા એક અંતરવાસક આપ્યું. પોતે પણ સ્નાન દરમિયાન પહેરવા માટેનું અંતરવાસક પહેરવાના પ્રયત્નમાં ગૂંથાઈ. | ‘રે પરિચારિકા !રાજકારણની બાબતમાં તને આટલો ઓછો રસ કાં ? અમારે ત્યાં તો રસ્તે જતો માણસ પણ પોતાની રીતે રાજ કારણ ચર્ચે છે.’ ‘એ તો દીવાન ડાહ્યો પણ દીવાનના ઘરના ઉંદર પણ ડાહ્યા જેવું કહેવાય !” મુનિ પ્રયત્નપૂર્વક પોતાની નજરને એની દેહ પરથી દૂર રાખી રહ્યો. ત્યાં તો ફાલ્ગનીનો અવાજ આવ્યો : “અરે કુંતી ! હજી મુનિજીને તૈયાર કર્યા નથી ?' | ‘ના બા ! એ તો તમારા સિવાય કોઈને ગાંઠે તેવા નથી. મને વાતોમાં નાખી ઊલટું મોડું કર્યું.’ પરિચારિકાએ કહ્યું. ‘રાજાજીને ત્યાંથી પાલખી અને પોશાક આવી ગયાં છે. હજી ભોજન, વામકુક્ષી બધું બાકી છે.’ ફાલ્ગનીએ કહ્યું, થોડી વારમાં મુનિ સ્નાન કરીને બહાર નીકળ્યા. અને બન્ને ભોજનખંડમાં ગયાં. ફાલ્ગનીનો ભોજનખંડ પણ અપૂર્વ હતો. એનાં આસનો, પીઠફલકો ને ભોજનપાત્રો નવા નવા પ્રકારનાં હતાં. વાનગીની ઉત્કટ સુગંધ એનો સ્વાદ કેવો અપૂર્વ હશે એનું ભાન કરાવતી હતી, ફાલ્ગનીએ મગધની કેટલીક પ્રસિદ્ધ સ્ત્રીઓને અને કેટલાક રસિક જનોને આમંત્ર્યાં હતાં. અને સહુ સમક્ષ એણે પ્રગટ કર્યું હતું કે ‘મહામુનિ વેલાકુલ સમર્થ ઊર્ધ્વરેતસ યોગી છે. એ પોતાની નજરમાત્રથી પંચભૂત પર કાબૂ ધરાવી શકે છે. તેઓએ એક ઘોડાપૂરવાળી નદીને દૃષ્ટિપાત માત્રથી શાંત કરીને દૂર ખસેડી દીધી હતી. વૈશાલીમાં એમનો પડ્યો બોલ ઝિલાય છે ! પણ તેઓ મુનિ છે. મુનિધર્મ પ્રમાણે એ આખી વસુધાને પોતાનું કુટુંબ માને છે. વિશ્વવાત્સલ્ય એ એમનો જીવનમંત્ર છે !' બધાં મુનિજીનાં વખાણ કરી રહ્યાં. ભોજન પહેલાં મગધપ્રિયાએ એક નૃત્ય પીરસ્યું. નૃત્ય તે કેવું ? એના આસ્વાદ પછી ભોજનનો આસ્વાદ ઓછો થઈ ગયો ! ભોજન પૂરું થયું ને બંને વામકુક્ષી માટે શયન ખંડમાં ગયાં. ત્યાં દીવાલોમાં ગોઠવેલાં વાજિંત્રો વાગવા લાગ્યાં. ઠંડી હવાની લહરીઓ ચારે બાજુથી આવવા લાગી. પિંજરમાં રહેલાં પંખીઓ વિવિધ રીતે આલાપ-સંલાપ કરવા લાગ્યાં. બન્ને મોટી મખમલી ગાદી પર બેઠાં. 220 D શત્રુ કે અજાતશત્રુ ‘રે ફાલ્ગની ! આવાં સ્વર્ગીય સુખોમાં મહાલનારી તું મારા આશ્રમમાં તો તપસ્વિની બનીને રહી હતી ! શું તને સાદાં આસનો, કઠણ પીઠિકાઓએ દુ:ખ નહોતું આપ્યું ?” કાર્યસિદ્ધિ માટે કંઈ પણ કઠિન લાગતું નથી. એટલું તપ ન કર્યું હોત તો આવડી સિદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થાત ?’ ફાલ્ગનીએ મુનિના દેહ તરફ આંગળી ચીંધતાં કહ્યું. ‘તું સ્વયં સિદ્ધિસ્વરૂપા છે; તારા માટે તો મોટા મોટા યોગીઓ પણ તપ કરે.” મુનિ ફાલ્ગની પર વારી ગયા હતા, ‘વારુ ફાલ્ગની ! તારા રાજાએ અજાતશત્રુનું બિરદ શા માટે ધાર્યું છે ?' ‘એમને હરાવનાર કોઈ જન્મે ત્યારે, એ દર્શાવવા, પૃથ્વી પર એમનો શત્રુ હજી જભ્યો જ નથી, એ ભાવનાનો તેઓ પ્રચાર કરવા માગે છે. રાજપુરુષો ભાવનાના પ્રચારમાં ખાસ માને છે : યુદ્ધ કરવું હોય તો યુદ્ધની ભાવનાનો અને શાંતિ કરવી હોય તો શાંતિની ભાવનાનો તેઓ પ્રથમ પ્રચાર કરે છે.' આ તો કેવળ મિથ્યાભિમાન જેવી વાત છે. ખરા અજાતશત્રુ તો ભગવાન મહાવીર જેવા કહેવાય, શત્રુ તરફ પણ કે મિત્રભાવ !' | ‘હવે એ ચર્ચા જવા દો. આપણે નામથી શું કામ છે ? કોઈ ચંદ્રસિંહ નામ રાખે એટલે કંઈ ચંદ્રની શીતલતા ને સિંહની ઉગ્રતા એનામાં થોડી પ્રગટ થઈ જાય છે ?” હજી આ વાત ચાલતી હતી, ત્યાં દ્વાર પરની નાની રૂપેરી ઘંટડી રણકવા લાગી. ફાલ્ગનીએ પાસે પડેલી નાની સુવર્ણ ઝાલરને રૂપેરી દેડથી વગાડી. દાસીએ અંદર પ્રવેશ કર્યો. એણે કહ્યું : “મહાભિખુ દેવદત્ત મુનિ વેલાકુલને મળવા આવ્યા છે.” ફાલ્ગની એકદમ બેઠી થઈ ગઈ. પોતાનાં વસ્ત્ર ઠીક કરી એ બોલી : “મુનિએ મુનિ જરૂર મળે. જ્ઞાનીની વાતોમાંથી આપણા જેવાને ઘણો બોધ જાણવા મળશે. જા, મહાગુરુને કહીએ કે મિલનખંડમાં પધારે.’ - દાસી બહાર ચાલી ગઈ. મુનિ અને ફાલ્ગની ઝટઝટ મુખપ્રક્ષાલન કરી તૈયાર થઈ ગયાં. કુંતી આવીને એક પારદર્શક શ્વેત દુકુલ ફાળુનીને ઓઢાડી ગઈ. | વાહ રે ગોરી, તારો ઘૂંઘટપટ " મુનિ ફાગુનીના નવા બહેકતા યૌવનને નીરખી રહ્યા. આજ સુધી એમણે સૌંદર્યભરી નારી તરીકે એને નીરખી હતી, પણ અગ્નિના સ્કૂલિંગ જેવી જ્વલંત રૂપભરી સ્ત્રી તરીકે એને પ્રથમ પિછાની ! શ્વેત પારદર્શક દુકૂલમાંથી ફાલ્ગનીની આંખો શુક્રના તારક જેવી ચમકતી હતી. એની સુડોળ નાસિકા બેવડી મોહિની ધારણ કરી બેઠી હતી, ને કપોલ તો કમલગુચ્છની શોભાને ઝાંખા પાડતા હતા. ફાલ્ગની જેવી સેવિકા પોતાને વશવર્તી અજાતશત્રુની નગરીમાં D 221 Page #123 -------------------------------------------------------------------------- ________________ હોવાનો ગર્વ મુનિને ક્ષણવાર સ્પર્શી રહ્યો. કુંતી આગળ ચાલતી બંનેને દોરી રહી. મિલનખંડમાં પ્રવેશતાં જ ફાલ્ગનીએ નમન કર્યું. મહાભિનુ દેવદત્તે ગર્જના જેવા સ્વરે કહ્યું : “સ્વાગત ભો મગધપ્રિયે ! અને અતિથિવર, મગધનાં વંદન તમને.’ | મુનિ વેલાકુલે જવાબમાં સામો હાથ ઊંચો કરી કહ્યું : “આત્મપ્રિય મુનિ ! આપને મારાં અભિનંદન.' બધાં યોગ્ય આસને ગોઠવાયાં. મુનિને મહાભિનુ દેવદત્ત વિશે ફાલ્ગનીએ વારંવાર કહ્યું હતું અને ખરેખર, એ સાચું હતું. એ ભિખુ બુદ્ધથી પણ રૂપાળો ને ભગવાન મહાવીરથી પણ પડછંદ ને ગૌરવર્ણવાળો હતો. એના હાથ ભોગળ જેવા લાંબા હતા, ને કપાળ વિશાળ હતું. આંખોમાં ગરુડ જેવી વેધકતા ને હોઠ પર તીર જેવી તીણતા હતી. એ એક નજર ફેરવતો ને જાણે બધું પોતાનું કરી લેતો. ‘આપે યોગસિદ્ધિથી અશોકચંદ્ર જેવા રાજાને વશ કર્યા, એ મેં જાણ્યું છે.’ ‘યોગસિદ્ધિના ચમત્કાર વિશે તો આપના માટે મેં ઘણું સાંભળ્યું છે. યોગી બનીને તો હમણાં ઘણા હાલી નીકળ્યા છે. મારી વિશેષતા ખાસ યંત્રસિદ્ધિમાં છે.’ ‘યંત્રસિદ્ધિ વળી કેવી ?* ‘યંત્ર એટલે મંત્રમાં વપરાય છે તે કાગળિયા પરનું ચિત્ર નહિ. યંત્ર એટલે થોડા શ્રમે મોટા સંહારનું સાધન !' | ‘સંહાર એ તો હિંસા થઈ. મુનિને બુદ્ધ મુનિને-તે વળી હિંસા શોભે ?' મુનિ વેલકૂલે ભોળાભાવે કહ્યું. | ‘મુનિવર ! તમે આખી વસુધાના છો, છતાં વૈશાલીમાં વસ્યા છો, એટલે બુદ્ધ અને મહાવીરની અહિંસા વિશે જ જાણો છો અને એમાં જ આસ્થા ધરાવો છો, પણ હું પૂછું છું કે તમે વિષધર હિંસક નાગને કેવી રીતે અહિંસક બનાવશો ?' | મુનિ વેલાકુલ આ પ્રશ્નનો તત્કાલ જવાબ ન આપી શક્યા : નાગને કઈ રીતે અહિંસા સમજાવવી ? | મુનિ દેવદત્ત પ્રસન્નતાભરી નજરે નીરખી રહ્યા, ને બોલ્યા : ‘તમારા બુદ્ધમહાવીર કહેશે કે સાપને દૂધ પાઈ તુષ્ટ કરી અહિંસાનો ઉપદેશ આપવો. અને જેને એ કરડ્યો હોય એ માણસે એને ક્ષમા આપી જીવતો જવા દેવો !' ‘ના, ના, એ ન બને, પણ મહાવીરે તો ચંડકૌશિક સર્પને કરડવા દઈ પછી ઉપદેશ દીધેલો.’ 22 શત્રુ કે અજાતશત્રુ ‘એ તો ઠીક, પણ હું પૂછું છું કે તમે કે હું એ રીતે સાપને કરડવા દેવા તૈયાર છીએ ? અને તમને કહું કે કેટલાક ઉસ્તાદ લોકો જળમાં થળ બતાવનારા હોય છે. છ દિવસે તપાસ કરવા ગયો ત્યારે બિચારો ચંડ કૌશિક મરેલો પડ્યો હતો. કોણે જાણ્યું કે એ અહિંસક થયો હશે ? અને મર્યા પછી તો કોણ અહિંસક નથી ?” દેવદત્ત એક શંકિત વાતાવરણ ઊભું કર્યું. ફાલ્ગનીએ વચ્ચે બોલવાની રજા માગતાં કહ્યું, ‘નાને મોઢે મોટી વાત કરું તો માફ કરજો. એક યોગી સોનામહોરો લઈને મારે ત્યાં રાત રહ્યો. સવારે એણે જાહેર કર્યું કે હું અને ફાલ્ગની આખી રાત એક શયામાં સૂતાં, છતાં મને રોમાંચ સુધ્ધાં ન થયો. આ જાહેરાત હજી પણ એ કરતો ફરે છે. ને મને એના અવેજમાં દર વર્ષે સોનામહોરની એક થેલી મોકલે છે.’ મુનિ વેલાકુલે આનો કંઈ જવાબ ન આપ્યો. ભિખુ દેવદત્તે આગળ ચલાવ્યું : ‘શાક્ય છું, મહાને ઇષવાકુ છું, બુદ્ધ નો સગો છું. બુદ્ધ મને આજે પણ પોતાના સાધુસંઘનો નેતા બનાવવા માગે છે, પણ મારી અને એની માન્યતા જુદી છે. એ કહે છે કે હિંસા અહિંસાથી શમે; મારી માન્યતા છે કે હિંસાનો નાશ માહિંસાથી જ થાય.” ‘મહાહિંસા એટલે ?” ‘હિંસાનું એવું સ્વરૂપ દાખવવું કે માણસ એનો ફરી વિચાર પણ ન કરે.' * એટલે ?” ‘મેં મગધના વિજ્ઞાનીઓ સાથે મળીને એવાં બે યંત્રો નિર્માણ કરાવ્યાં છે, કે યુદ્ધમાં દુમનનાં દળોને ચપટીમાં ચોળી નાખે, એક યંત્રમાં કાંકરો નાખીને ફેંકો એટલે તીરની જેમ કે પાષાણની શિલાની જેમ વાગે. એનું નામ શિલાકંટક યંત્ર. બીજું યંત્ર એવું છે, કે એને ચાલુ કરીને મૂકે એટલે એની આગળ વળગાડેલાં લોહખુશલો ચારે તરફ વીંઝાઈને શત્રુનો સર્વનાશ કરે. એનું નામ રથમુશલ યંત્ર.’ ઓહ ! કેવાં ભયંકર યંત્રો ! હું આજે જ આ સાંભળું છું. હવે સમજ્યો કે આ મહાન યંત્રોના જોર પર જ તમારા મહારાજાએ ‘અજાતશત્રુનું બિરુદ ધારણ કર્યું હશે.' ‘હા. આ યંત્રોનાં અમે પ્રદર્શન કરીએ છીએ. જે જે રાજ્યોએ એ જોયાં તેઓ મગધને નમતાં-ભજતાં થઈ ગયાં. ઝેરનું ઓસડ ઝેર, એમ હિંસાનું ઓસડ મહાહિંસા. એક દહાડો ભારતભરમાં મારો સિદ્ધાંત જ સર્વમાન્ય થશે, અને એ દહાડે બુદ્ધમહાવીરને લોક પાખંડી ગણી પથ્થર મારશે.” દેવદત્ત કોઈ મહાન ભાવિ ભાખતો હોય તેમ બોલ્યો. અજાતશત્રુની નગરીમાં 1233 Page #124 -------------------------------------------------------------------------- ________________ મુનિ વેલકૂલ મગધની આ મહાન વ્યક્તિઓને જોઈ રહ્યા : એક પરમ રાગની મૂર્તિ ! એક પરમ તેજની મૂર્તિ ! પોતે માને એ સાચું, પોતે કરે એ સાચું, પોતે કહે તે સાચું, એવી દૃઢનિશ્ચયી એ વ્યક્તિઓ. એમાં કોઈથી શંકા ઉઠાવાય નહીં, સંદેહ કરાય નહીં કે ઢીલાપચાપણું દાખવાય નહીં. જાણે મગધની અજેય શક્તિ. 31 અહિંસાની સાધના મહાભિખુ દેવદત્તે જે બતાવ્યું એ મુનિ વેલકૂલે ભારે રસપૂર્વક જોયું અને એમના સિદ્ધાંતો આંચકા ખાવા લાગ્યા. એમને થયું : અરે ! હિંસાના નાશ માટે મહાહિંસા જ જરૂરી છે. પ્રેમભાવનું ત્રાજવું ભારે કમજોર છે; એના ભરોસે મહારાજ્યો ન ચાલે. ભય ? અરે, ભય એ જ માણસને નિયંત્રણમાં રાખનાર જડીબુટ્ટી છે ! લાકડી ન હોય તો બિલાડી સંસારનાં તમામ દૂધ બગાડી નાખે. સારા થવામાં હંમેશાં મહેનત પડે છે, ને મહેનતનું કામ કરવાની ઇચ્છા સંસારમાં સરવાળે ઓછી જોવા મળે છે. કાયદા એ પણ એક પ્રકારનો ભય જ છે ને ! કાયદા કાઢી નાખો, કેદ કાઢી નાખો, ન્યાય-કચેરીઓ ખોદી નાખો અને પછી જુઓ કે સંસાર નરકાગાર બની રહે છે કે નહિ ? માણસ તો પશુતાનો પડોશી છે. સૌ માણસના જૂથમાં કદાચ પાંચ માણસ પ્રેમથી સ્વકર્મ કરે, પણ પંચાણું જણા તો શાસનથી જ કામ કરે. અને કાયદો તો નવાણુ જણાને લક્ષમાં રાખીને જ થાય ! એટલા માટે જ રાજ્યશાસન માટે દંડશક્તિ અનિવાર્ય ગણાય છે ! મહાભિખ્ખું દેવદત્તે બતાવેલાં બે યુદ્ધોપયોગી યંત્રો દંડશક્તિનાં જ પ્રતીક હતાં. એકનું નામ શિલા કંટક હતું. ઉપરાઉપરી બે ઊંટ ઊભાં કરીએ એટલું તો એ યંત્ર ઊંચું હતું. એ આખું યંત્ર નકરું ગજવેલનું હતું. ગજવેલની ઊંચી દીવાલો પર એક મોટું ચકરડું ગોઠવેલું હતું. એ ચકરડામાં નાની નાની કાંકરીઓ, લોઢાની નાની નાની ખીલીઓ ને ગોળીઓ ભરવામાં આવતી. પછી એ ચકરડાને એક લોઢાની સાંકળથી ખૂબ ફેરવવામાં આવતું. ચક્કર ગોળ ગોળ ફરતું ને સાંકળ એને વીંટાઈ જતી. આ પછી એને યુદ્ધના મેદાનમાં ખેંચી જવામાં આવતું. અને ત્યાં સાંકળનો છેડો છૂટો મૂકવામાં આવતો. સાંકળ છૂટી થતાંની સાથે ચક્કર ગોળ ગોળ ઘૂમવો 224 | શત્રુ કે અજાતશત્રુ Page #125 -------------------------------------------------------------------------- ________________ છે.’ મુનિજીએ કહ્યું. ‘વિચારજો અને મહાવીરને કહેજો કે, વિશ્વશાન્તિની સાધના તો મગધ કરી રહ્યું છે.” દેવદત્ત એવી ભાષામાં વાત કરતો હતો કે જાણે એ જગતનો સર્વોપરી માણસ હોય, બધાં તત્ત્વોના નિર્ણયો એણે લઈ લીધા હોય અને બુદ્ધ-મહાવીર તો એની પાસે કોઈ વિસાતમાં ન હોય. ‘મહાવીર અજાતશત્રુ છે, એમાં મને લેશ પણ સંદેહ રહ્યો નથી. છેલ્લે ગોપાલક વિશે એમણે જે પોતાનો સુંદર મત પ્રગટ કર્યો તે અભુત હતો. માણસ જગતનું રણક્ષેત્ર છોડી શકે, બાહ્ય રીતે અહિંસા આચરી શકે, પણ મનનું રણક્ષેત્ર કોઈ છોડી શકતું નથી. અંતરની અહિંસા ભારે મુશ્કેલ છે.’ મુનિએ ફરી પોતાના મનની વાત પ્રગટ કરી. ‘તમે મુનિઓ થોડાક જડ હો છો. જે વાત એક વાર સ્વીકારી, એ ઝટ છોડી શકતા નથી. હું તમને કહું છું કે આ દેશમાં અમારા જેટલું કામ કોઈ નહિ કરી શકે. બુદ્ધ અને મહાવીરના અહિંસા પ્રયોગને અમારો પડકાર છે. અરે, આર્ય ગોશાલક અને મહાવીરને અમે કેવા રમતવાતમાં લડાવી દીધા ! એ આખું કાવતરું અમારું જ લાગતું. એમાં પૂરેલી નાની નાની કાંકરીઓ થોડી વારમાં બહાર નીકળવા માંડતી. એ કાંકરી વંટોળના વેગથી વહી જતી ને સામે ઊભેલા દુશમનના માથામાં, કપાળમાં કે આંખમાં એવા વેગપૂર્વક વાગતી કે આરપાર ઊતરી જતી ! કાંકરીનો અજબ વેગ રહેતો – જાણે પહાડ પરથી આખી એક શિલા ઉપાડીને ઝીકી ન હોય ! એ માટે આ યંત્રનું નામ શિલાકંટક હતું. માણસ એ કાંકરીનો આઘાત સહી ન શકતો, અને પૃથ્વી પર પટકાઈ જતો. કોઈ વાર આ ચક્કરમાં તલવારો કે છરીઓ ભરાવીને ફેંકવામાં આવતી, ત્યારે તો હાહાકાર વર્તી જતો. આખું દુશ્મનદળ કીડીના દળની જેમ છુંદાઈ જતું. - બીજા યંત્રનું નામ રથમુશલ હતું. કાષ્ઠના સામાન્ય રથ જેવો આ રથ લોહનો બનેલો હતો, અને યંત્રની સાંકળો ને યંત્રનાં પૈડાં ગોઠવી શકાય તેવી એક પેટી એની વચ્ચે ગોઠવેલી હતી. એમાં ચાર ચાર ભાગમાં આડાઅવળાં લોહખુશળો ગોઠવેલાં હતાં. એક ચાવી ચઢાવવાથી રથ સ્વયં ચાલવા લાગતો. અને બીજી ચાવી ચઢાવવાથી એ મુશળો વેગમાં ઘૂમવા લાગતાં. આ રથ આગળ વધતો ને વચ્ચે દીવાલ આવી તો દીવાલ તૂટી પડતી, દરવાજો આવ્યો તો દરવાજો ભૂમિસાત થતો, ને માણસ આવ્યો તો એના તો બિચારાના ભુક્કા બોલી જતા, એના મારથી ભલભલાં લકરો ભૂમિસાત થતાં, ભાગી છૂટતાં ! આ બંને યંત્રો બતાવીને મહાભિનુ દેવદત્તે પ્રશ્ન કર્યો : ‘મુનિજી ! આ બેની સાથે મગધપતિના સિંહપાદ સૈનિકોને ઉમરો ! તમે પૂનમને તો જોયો છે ને ! કેવો શિસ્તવાળો અને શક્તિશાળી છે ! હવે કહો કે સાચો અજાતશત્રુ કોણ ? બુદ્ધ અને મહાવીર કે મગધપતિ ?' મુનિ વિચારસાગરમાં ડૂબી ગયા : ખરેખર ! આવાં ભયંકર શસ્ત્રો જેની પાસે હોય એ જ અજાતશત્રુ હોય ! કોઈ બુદ્ધિશાળી એવાનો શત્રુ થવાનો વિચાર પણ ન સેવે ! અને મુનિજી !' દેવદત્ત મુનિને વિચારમાં પડેલા જોઈ આગળ કહ્યું, ‘આ મહાહિંસા દ્વારા જગતમાં અમે વિશ્વમૈત્રી કેળવીશું, વિશ્વશાંતિ સ્થાપીશું.’ ‘હિંસાથી વિશ્વમૈત્રી ? સંહારથી વિશ્વશાંતિ ?” મુનિજીએ વિચારમગ્ન દશામાં જ પૂછ્યું. ‘હા, હા. આ શસ્ત્રો જોઈને કોની હિંમત થશે કે યુદ્ધ કરવું ! યુદ્ધ થશે નહિ, એટલે હિંસા આપોઆપ અટકી જશે અને અહિંસાનો જન્મ થશે.” દેવદત્તે મગરૂરીમાં કહ્યું, અને આગળ ઉમેર્યું : “એ કહે છે કે પ્રેમના પાયા પર અહિંસા સ્થપાય, હું કહું છું કે ભયના પાયા પર, એ માણસને મૂળ દેવ સમજે છે, હું મૂળે પશુ સમજું છું.’ ‘તમારી વાત પર શ્રદ્ધા નથી બેસતી, છતાં એ વાત જરૂર વિચારણીય લાગે 226 D શત્રુ કે અજાતશત્રુ મુનિને મહાવીરની નિંદા થાય તે રુચતું નહોતું. વિશેષ સવાલ-જવાબ કરવા એમને ન ગમ્યા. દેવદત્ત પણ મનુષ્યપરીક્ષ કે હતો. એણે એ વાત ત્યાં થોભાવી દીધી અને કહ્યું, ચાલો, મગધપ્રિયા આપણી રાહ જોતી હશે, અને રાજસભાનો સમય પણ થતો. આવે છે. અહીં રાજસભામાં વિલંબ એ દોષ લેખાય છે.” ‘ચાલો.’ મુનિએ કહ્યું. એમના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ જાગ્યું હતું. જેટલી મગધરિયાની સોડ સુંવાળી લાગી હતી, એટલું આ ભિખુનું પડખું એને કઠોર લાગતું હતું. છતાં એના તેજ માં અભિભૂત થયા વગર ભાગ્યે જ રહેવાતું હતું. બંને એ કે શીધ્ર ગતિવાળા રથમાં બેસીને મગધપ્રિયાના આવાસે પાછા ફર્યા. અહીં મગધપ્રિયા સજ્જ થઈ રહી હતી. એ પ્રારંભમાં રાજસભામાં નૃત્ય કરવાની હતી. એના નૃત્ય વગર લાંબા સમયથી રાજસભા શુષ્ક લાગતી હતી. એના આગમનના સમાચારથી આજે રાજ સભા હેકડેઠઠ ભરાઈ ગઈ હતી. મગધપ્રિયાનો રથ હાથીદાંતનો બનેલો હતો, અને સોના-રૂપાની દોરીઓથી શણગારેલો હતો. બીજો રથ ચંદન કાષ્ઠનો હતો, એમાં મુનિજીને બેસવાનું હતું. મહાભિનુ દેવદત્ત પાલખીમાં જવાના હતા. મુનિના આગમનના સમાચાર મળતાં મગધપ્રિયા બહાર દોડી આવી. આજ અહિંસાની સાધના D 227 Page #126 -------------------------------------------------------------------------- ________________ વળી એણે અનોખું રૂપ ધારણ કર્યું હતું. પળે પળે જેમાં અવનવો પરાવર્ત આવે એનું નામ જ પરમ રૂપ. મહાભિખ્ખુ દેવદત્ત, જેમને મન ખટપટ ને મહત્ત્વાકાંક્ષા સિવાય બીજાની કશી કિંમત નહોતી, અપ્સરાઓ પણ જેને લોભાવી શકતી નહિ, એ મહાભિષ્ણુએ પણ એક વાર મગધપ્રિયા સામે જોયું, અને હસતાં હસતાં એ બોલ્યા : ‘મગધપ્રિયા ! તું વૈશાલીમાં જન્મી હોત અને આવી અલૌકિક રૂપછબી હોત તો તારું શું થાત, એ ખબર છે ? તારે જનસામાન્યની પ્રિયા બનીને જીવવું પડત !' મગધપ્રિયાએ કંઈ જવાબ ન આપ્યો. થોડી વારમાં બધાં પોતપોતાનાં વાહનોમાં ગોઠવાઈ ગયાં, ને વાહનો ત્વરિત ગતિએ ચાલ્યાં. સહુ પોતપોતાના વિચારોમાં મગ્ન હતાં. મગધપ્રિયા આજે પોતાને સોંપેલ કામગીરીનો અંદાજ આપવાની હતી. એણે જે ફતેહ હાંસલ કરી હતી, તે આજે સ્પષ્ટ કરી દેવાની હતી. રાજસભા બરાબર ભરાઈ હતી. કાંકરી પડે તોપણ અવાજ સંભળાય એવી શાંતિ વ્યાપી હતી. મુનિજીને વૈશાલીનું સંથાગાર સહેજે યાદ આવી ગયું : ત્યાં કેવો કોલાહલ, કેવી અવિનયી રીત-ભાતો, કેવો મિથ્યા ઘમંડ ! અને સાચી વાત ખોટી ઠરાવવા અને ખોટી વાતને સાચી ઠરાવવા કેટકેટલા અનંત વાદવિવાદો ! ત્યાં દરેક પોતાની જાતને રાજા લેખતો. અહીં દરેક વ્યક્તિ એક જ રાજાને વશવર્તી હોવાનો ભાવ પ્રસરેલો હતો. અહીં એક નેતા ને બાકી બધાં ઘેટાં હતાં; ત્યાં અનેક નેતા હતા અને બધા પોતાને સિંહ માનતાં હતાં. અને સંસારનો નિયમ તો એવો છે કે એક વનમાં બે સિંહ સુખે રાજ્ય ન કરી શકે. તો પછી આ બે વચ્ચે સારું શું ? – મુનિ મૂંઝવણમાં પડી ગયા. મુનિ પોતાના વિચારોના મંથનમાં પડ્યા હતા, ત્યાં જયધ્વનિ સંભળાયો અને સામેથી મગધપતિ આવતા દેખાયા. યુદ્ધની સજીવ મૂર્તિ ચાલી આવતી હોય એવું, આંખને આંજી નાખનારું પ્રકાશવર્તુલ એની આજુબાજુ ફેલાઈ રહ્યું હતું. પ્રચંડ ને સીધો સોટા જેવો એનો દેહ હતો. કછોટો લગાવીને છલાંગ મારે તો લંકાનો ગઢ ઠેકી જાય, એવો એનો તનમનાટ હતો ! એનું ગરુડ જેવું નાક એની જગતને આવરી લેવાની મહત્ત્વાકાંક્ષાને બતાવતું હતું ! એના લાંબી ભૌગળ જેવા બે હાથ વરદાન અને શાપની પ્રતિમૂર્તિ જેવા હતા. એ જેને વરદાન આપે, એને નિહાલ કરી નાખે; શાપ આપે એને સર્પદંશથી વધુ વ્યથા પહોંચાડે. એની ચાલમાં ધરતીને ચાંપવાનો ઉત્સાહ અને એના ઉન્નત મસ્તક પર જગતમાં કોઈનીય પરવા નથી એમ બતાવનારી દુર્ઘર્ષતા હતી. 228 D શત્રુ કે અજાતશત્રુ ઓષ્ઠ પર અમૃત હતું અને આંખમાં વીજળી હતી. અમૃત જ્યાં અસફળ થતું, ત્યાં વીજળી કામ પૂરું કરતી. એ ઘડીમાં માનવ લાગતો, ઘડીમાં દેવ લાગતો, ઘડીમાં દાનવ લાગતો. મુનિજીએ આખી વૈશાલીમાં આટલો તેજસ્વી માણસ નીરખ્યો નહોતો. પૃથ્વી પર સૂર્ય આવે ને અંધકાર ચાલ્યો જાય, એમ આ રાજાનાં દર્શન થતાં જ રાજદ્રોહના કે બીજા બંડખોર વિચારો આપોઆપ દબાઈ જતા. મુનિ આ મહામહિમ માનવદેહને જોઈ રહ્યા, ને આંખની કૃતકૃત્યતા અનુભવી રહ્યા. સૂર્ય આવીને મેરુ પર વિરાજમાન થાય, એમ મગધપતિએ સિંહાસન પર સ્થાન લીધું અને આજ્ઞા કરી : ‘પુરોહિતજી ! પ્રારંભે દેવોનું ગાન કરો અને દેવોનું દાન વર્ણવો.. પુરોહિતજી તરત ઊભા થયા, ને એમણે બુલંદ સ્વરે દેવોનું ગાન શરૂ કર્યું. એ ગાન પૂરું કરતાં તેઓ બોલ્યા : ‘દાન-પૂજન રાજા માટે ધર્મ છે. ટૂંકમાં એ કહું-છું - ‘સૂર્યનું પૂજન શક્તિ માટે છે; રાજા શક્તિમાન હોવો ઘટે,' ‘અગ્નિનું પૂજન અંતઃપુર માટે છે; રાજાનું અંતઃપુર નિષ્કલંક હોવું ઘટે.’ ‘સોમનું પૂજન વનના રક્ષણ માટે છે; વનરક્ષા એ રાજા માટે જરૂરી છે.' ‘બૃહસ્પતિનું પૂજન લોકશક્તિ માટે છે; રાજા પંડિત હોવો ઘટે. ‘રુદ્રનું પૂજન પશુસંપત્તિના રક્ષણ માટે છે; પશુસંપત્તિ એ રાજાની મહત્ત્વની સંપત્તિ છે.' ‘મિત્રનું પૂજન સત્ય માટે છે; રાજા સત્યવાદી હોવો ઘટે.' ‘ઇંદ્રનું પૂજન રાજ-સંચાલનની શક્તિ માટે છે; રાજા સત્યવાદી હોવો ઘટે.’ ‘વર્ણનું પૂજન ન્યાય માટે છે; રાજા ન્યાયી હોવો ઘટે.' દેવોનું સ્તુતિગાન અને દાન-પૂજન સાંભળવા માટે મગધપતિ હાથ જોડીને બેઠા, અને આખી સભા એમનું અનુકરણ કરી રહી. સભાના પ્રારંભનો આ નિત્યક્રમ હતો. મુનિને આ દશ્ય બહુ પાવનકારી લાગ્યું. જો રાજ્યો ધર્મથી સંચાલિત થતાં હોય તો ધર્મને માર્ગે ચાલવા પ્રયત્ન કરતાં હોય તો પછી એ ગણતંત્ર હોય કે રાજતંત્ર હોય એની શી ચિંતા ? ગણતંત્રની મોહિની એમના મન પરથી તુષારબિંદુની જેમ સરી જવા લાગી. - મહામંત્રી વસકાર, જે અત્યાર સુધી પાછળ ઊભા હતા, તેઓ આગળ આવ્યા ને સભાને સંબોધીને બોલ્યા : ‘સભાજનો ! મગધ માટે આજનો પ્રસંગ અનેક અહિંસાની સાધના – 239 Page #127 -------------------------------------------------------------------------- ________________ રીતે અવર્ણનીય છે. વૈશાલીના લોકસેવક મહામુનિ વેલાકુલ આજે મગધમાં પધાર્યા છે ને મગધના આપ્તજન બન્યા છે. મુનિને તો આ દેશ શું કે પરદેશ શું, બધું સમાન જ હોય.’ આ વર્તમાનને અમે ઉમળકાથી વધાવીએ છીએ.’ સભાજનો બોલ્યા. ‘મુનિરાજને પહેલું મારું વંદન છે.' મગધપતિએ ઊભા થઈને મુનિરાજની પાસે જઈને એમને અભિવાદન કર્યું. આખી સભાએ ધન્યતાનું પુનરુચ્ચારણ કર્યું. મુનિઓ વિશ્વમૈત્રીમાં માનનારા હોય છે. આશા છે કે આપ મગધની મૈત્રી સ્વીકારશો.’ મગધપતિએ કહ્યું, અવશ્ય. લોકસેવા એ મારું ધ્યેય છે. હું વિશ્વબંધુત્વનો પૂજારી છું. આજ થી હું મગધનો મિત્ર બનું છું.' મુનિજીએ કહ્યું. - “બસ, એટલું જ અમારા માટે ઘણું છે. આ માટે અમે આપના ખૂબ આભારી છીએ.’ મહામંત્રી વસ્સ કાર બોલ્યા. એ માટે તો આપે દેવી મગધપ્રિયાનો આભાર માનવો રહ્યો. નદીતટ પર રહેતો મારા જેવા શુષ્ક સાધુને એણે તમારા આ અદ્ભુત રાજતંત્રનાં દર્શન કરાવ્યાં.' | ‘મગધપ્રિયા માટે અમારે પણ પ્રશંસાના બે શબ્દો કહેવાના હતા, પણ આપનું સ્વાગત પૂરું કર્યા પછી કહેવા હતા.’ મહામંત્રી બોલ્યા. ‘મગધપ્રિયા તો મગધની જ છે અને રહેશે; એટલે પછી એની પ્રશંસા કેવી ?” મગધરિયાએ પાછળથી સ્ત્રીઓની બેઠકમાં બેઠાં બેઠાં જ કહ્યું. મગધપતિ એકાએક ઊભા થયા ને બોલ્યા, ‘એ વાત સાચી છે. પણ મગધપ્રિયાને આજે સવિશેષ માન મળવું ઘટે. મગધરિયાને આજ થી રાજ ગણિકા નહિ, પણ રાજ કુમારીનું પદ મળે છે, અને એ સર્વતંત્રસ્વતંત્ર છે. કદાચ એ કોઈની સાથે લગ્નબંધનથી જોડાવા ઇચ્છશે, તો રાજ્ય તરફથી કરિયાવર અપાશે, ને એ પુરુષ રાજ જમાઈનું પદ પ્રાપ્ત કરશે. મગધને માટે જે મરવા તૈયાર હોય છે, મગધ એને માટે વિના સંકોચે મરી ફીટવા તૈયાર છે.’ આ જાહેરાતને સભાજનોએ ધન્યવાદથી વધાવી લીધી. મુનિ લોકસાગરના ઉન્મત્ત ને આનંદી તરંગોમાં આકંઠ સ્નાન કરી રહ્યા. આટલો ઉમંગ, આટલી એક્તા ને આટલી આજ્ઞાધીનતા એમણે વૈશાલીના સંથાગારોમાં અનુભવી નહોતી; ત્યાં તો કેવળ વાદવિવાદ, ખટપટ ને મોટાઈની ઈર્ષ્યાનું જ વર્ચસ્વ જોવાતું. એમને એક શાસ્ત્રવચન યાદ આવ્યું : માણસ પશુ છે; એને નિયંત્રણ જોઈએ. એમને બીજું વાક્ય સાંભર્યું : માણસ દેવ છે; એનું ધાર્યું કરવાની છૂટ જોઈએ. પહેલા વાક્યમાં રાજ્યતંત્રનો ઘોષ હતો; બીજામાં ગણતંત્રનો નાદ ગાજતો 230 1 શત્રુ કે અજાતશત્રુ હતો. મુનિ પોતાના ત્રાજવામાં બંનેની તુલના કરી રહ્યા. એમના વિચારસાગરમાં વળી એક વમળ જાગ્યું : ‘અરે ! આ રાજા તો પોતાની પ્રજાને ઘેટાં જેવી જ માને છે. એક ગણિકા એક મુનિને લોભાવીને મગધમાં લાવી, એમાં એણે શું મહાન કાર્ય કર્યું ? વૈશાલીમાં હોત તો આ ધન્યવાદના વસ્ત્રના ચીરચીરા કરી, તંતુએ તંતુ અલગ કરી નાખ્યો હોત; અને મગધપ્રિયાએ જે છૂપો વેશ સજ્યો, ચામડીનું આકર્ષણ જમાવ્યું એની નિંદા કરી હોત; આવા મુનિને તું અહીં શું કામ લાવી એનો પ્રશ્ન કરત. અને મુનિ કેવા ગુણવાળો હોય એની ઉગ્ર શાસ્ત્રીય ચર્ચા થાત ! અને અહીં એક ઘેટું જે રીતે પોતાનું ડોકું હલાવે એમ બીજાં ઘેટાં પોતાનાં ડોકાં હલાવે – એવી ગતિ હતી. પણ આ વિચારવમળો આગળ ચાલે તે પહેલાં તૂટ્યાં, મહાભિનુ દેવદત્ત ઊભા થયા ને બોલ્યા, ‘મગધપતિ ! વિશ્વમૈત્રીના પ્રચારનાં આપણાં સાધનો મુનિએ જોયાં છે, અને એમણે આપનું અજાતશત્રુનું બિરુદ સ્વીકાર્યું છે.' ‘આ શસ્ત્રો જોયાં અને એમની સાન ઠેકાણે આવી, કાં ? નહિ તો એ અજાતશત્રુ બિરુદનો નિષેધ કરતા હતા, ખરું ને ?” કેટલાક સામંતોએ મૂછે વળ દેતાં કહ્યું. મુનિના હૃદયમાં ભયની કંપારી વ્યાપી ગઈ. મગધના સામંતોના કુદ્ધ ચહેરા જોવા એય હૃદયબળની સાચી પરીક્ષા છે, એમ એમને લાગ્યું. ઇંદ્રસભા જેવો મગધનો દરબાર દીપતો હતો; અને મગધપતિ ઇંદ્રનું તેજ અને વરુણનું પરાક્રમ લઈને બેઠા હતા. મહામંત્રી વસ્યકાર મુસદીવટના અવતાર જેવા લાગતા હતા. એની નીચી વળેલી મૂછો નીચે જાણે કાર્યસિદ્ધિના સંકલ્પનો ભારેલો અગ્નિ છુપાયો હતો. મહાભિનુ દેવદત્ત સંસારમાં પોતાની જીદને સિદ્ધાન્ત તરીકે સ્થાપવા આકાશપાતાળ એક કરે તેવો મહાપુરુષ હતો. એની વિદ્વત્તા, વૈરાગ્ય ને જીવનનો આનંદ એક અઠંગ જુગારીની જેમ ખોટા મહોરાની પાછળ એ હોડમાં મૂકી દેતો. રાજગણિકા મગધરિયા જાણે પોતાનું જીવન અને સર્વસ્વ રાજા માટે હોય, અને રાજઆજ્ઞા પાળતાં પ્રાણ ન્યોછાવર કરી દેવા પડે તોપણ કરી દે તેવી હતી. વૈશાલીમાં મોટા વર્ગમાં હું પહેલો અને તું પછી એમ જોવાતું. મગધમાં હું પછી અને તું પહેલો એમ અનુભવ થયો. મગધના સિહપાદ સૈનિકો ને સરદારો તો જાણે દેવોની લડાયક સેનાની જેમ જોયા જ કરીએ અને છતાં આંખ ધરાય નહિ, એવા હતા. આવા રાજ્યના રાજ ગુરુ અહિંસાની સાધના 1331 Page #128 -------------------------------------------------------------------------- ________________ થવામાં પોતાની શક્તિનું સન્માન હતું. મુનિ વેલાકુલ ભરસભામાં ઊભા થયા. આખી સભા આ પ્રતાપી મુનિને જોઈ રહી; એ પછી દેવદત્ત તરફ વળી. દેવદત્તના મનમાં અભિમાન હતું. એ કોઈ વાર કહેતા : ‘હું તો સિંહને તાબે કરવામાં માનું છું. એક સિંહને વશ કર્યો, એટલે સો ઘેટાં આપોઆપ અનુસરવાનાં છે !’ મુનિ વેલાકુલના અંતરમાં આમજનતાની સાથે ભળવાની ભાવના હતી. સામાન્ય લોકોનાં સુખદુઃખ સાથે સમભાગી થનારું એનું દિલ હતું. ને દુનિયામાં તો દિલભર દિલ છે. મુનિ વેલાકુલ આખી સભાને ભાવી ગયા. સભાએ આ નવા મુનિનો જય જયકાર ઉચ્ચાર્યો. મુનિ પોતાના આ સ્વાગતથી વધુ હર્ષાવેશમાં આવ્યા, ને બોલ્યા : ‘મુનિમાત્ર વિશ્વમિત્ર હોય. વિશ્વમિત્રની અજાતશત્રુ સાથે મિત્રતા સ્વાભાવિક છે. હું મગધને મારું માનું છું.’ મુનિ આટલું બોલીને બેસી ગયા કે તરત મગધપતિ ખડા થયા ને બોલ્યા : “મુનિનું પદ આજથી રાજગુરુનું છે !’ ‘રાજગુરુપદ તો મહાભિખ્ખુ દેવદત્તને શોભે. મને આપ લોકગુરુનું પદ આપો. રાજના તેજથી હું અંજાઈ જાઉં છું. અંજાઈ જનારો હંમેશાં અકસ્માત કરી બેસે છે. લોક મને ગમે છે. લોકમાં ભળવું મને રુચે છે. એમનાં સુખદુઃખ સાથે તલ્લીન થતાં મારું અંતઃકરણ આનંદ અનુભવે છે !’ ‘જય હો લોકગુરુનો !’ સભાજનોએ કહ્યું. અલબત્ત, આ અભિપ્રાય ઉચ્ચારતી વખતે બધા મગધપતિના ચહેરાની રેખાઓ ઝીણવટથી નિહાળી રહ્યા હતા. એ રેખાઓમાં કચવાટનાં ગૂંચળાં નહોતાં, સંમતિસૂચક સરળતા હતી. ‘મહાભિખ્ખુ પોતે જ આ વાતનો નિર્ણય આપે.' મગધપતિએ આખો બોજો દેવદત્ત પર નાખી દીધો. યોગવિદ્યા ને યંત્રવિદ્યાના પરમ જ્ઞાતા દેવદત્તની નાખુશી કોઈ ઇચ્છતું નહોતું. મગધપતિને અજાતશત્રુનું બિરુદ ધારણ કરાવનાર એ મહાભિખ્ખુ જ હતા. ‘મહાનુભાવો ! કોઈ સાધુ સુરજ સમા હોય છે – પોતાના સ્થાને રહી જગત અજવાળે છે. કોઈ મુનિ દીપસમા હોય છે – એ ઘેર ઘેર ફરીને અજવાળું વેરે છે. મહામુનિ વેલાકુલ બીજા પ્રકારના મુનિ છે. એમને લોકગુરુનું પદ વિશેષ સોહે .’ ‘યોગ્ય કથન છે આપનું.’ મહામંત્રીએ ખડા થઈને ભિખ્ખુ દેવદત્તના વિધાનને ટેકો આપ્યો. ‘લોકગુરુ મુનિ વેલાલનો જય !' સભાએ ફરી હર્ષના પોકારો કર્યા ને વિનંતી 232 ] શત્રુ કે અજાતશત્રુ કરતાં કહ્યું, ‘આપ અમારાં ઘર પાવન કરજો. અમે આપનું દિલથી સ્વાગત કરીશું.’ ‘મહાનુભાવો ! મારો અંતરનો આનંદ લોકોમાં વસે છે. એ લોકસેવા માટે મેં ગુરુચરણ તજ્યાં, સાધુને યોગ્ય એકાંત તજી, લોકસેવા માટે બહાર પડ્યો. પ્રવૃત્તિ મુનિ માટે ભયંકર છે, પણ એ ભયંકરતાને મેં આનંદથી સ્વીકારી. લોકગુરુ એ મારું મહત્ત્વાકાંક્ષાનું પદ છે.’ મુનિ વેલાકુલે કહ્યું. તેમને ભિખ્ખુ દેવદત્તની સૂરજ અને દીપની ઉપમામાં કશુંય અયોગ્ય ન લાગ્યું. આપણે જેવા હોઈએ એવા કોઈ વર્ણવે તો એમાં અજુગતું શું ? પણ મગધપ્રિયાના મનને એ ઉપમા ન રુચી. પણ એ કંઈ ન બોલી. રાજસભાનું કામ થોડુંક ચાલ્યું અને પછી સભા વિસર્જન થઈ. બધા વીખરાય એ પહેલાં મહામંત્રી તરફથી મગધપ્રિયાને મુનિ વેલાકૂલ સાથે મંત્રણાખંડમાં ઉપસ્થિત થવાનો સંદેશ મળી ગયો હતો. મુનિ અને મગધપ્રિયા જનસમુદાયથી અલગ થઈને મંત્રણાખંડ તરફ ચાલ્યાં. અહિંસાની સાધના D 233 Page #129 -------------------------------------------------------------------------- ________________ 32 મંત્રણાખંડ મંત્રણાખંડ રાજમહેલના એક અલગ વિભાગમાં આવેલો હતો, અને ત્યાં કોઈનીય અવરજવર ન રહેતી. મંત્રણાખંડમાં એક મોટા ભોંયરાનું મુખ નીકળતું હતું, જે ભોંયરા વાટે ગુપ્તચરો અને પરદેશના મંત્રીઓ આવતા. ગુપ્તતા એ રાજ સંચાલનની મોટી ચાવી છે, એમ રાજતંત્રો માનતાં. અને ચાર કાનેથી ચાલે તો છ કાન સુધી કોઈ રહસ્યવાર્તા જવા ન દેતાં. કોણ ક્યારે ગયું, ક્યારે આવ્યું, શું ચર્ચાયું, તે સાવ ખાનગી રહેતું. મંત્રણાગૃહમાં પહોંચતાં મુનિને ઘણું આશ્ચર્ય થયું. વિદેહના લિચ્છવી રાજ માં આવું કંઈ નહોતું. માણસ ત્યાં આવી વાતમાં ખૂબ સ્પષ્ટ અને સરલતાની મૂર્તિ બનીને જીવતો. મુનિને જે મ લાગ્યું હતું કે રાજ સભા તો મગધની એમ મંત્રણાગૃહ તો વૈશાલીનું એમ પણ લાગ્યું; બધું જાહેર, કશુંય ખાનગી નહિ. ત્યાં બધાં આસનો હાથીદાંતનાં હતાં, ને દરેક આસન પાસે એક એક જ લપાત્ર મૂકેલું હતું. આજુબાજુ નાનાં નાનાં સસલાં રમતાં હતાં. એ સસલાં બહુ ઉપયોગી હતાં. આગંતુક પરદેશીને પોતાને પીરસેલ ખાદ્યપદાર્થ વિશે વહેમ પડે તો, પ્રથમ ભોજન સસલાંને અપાતું. જો સસલાં શાંતિથી ખાઈ જાય ને થોડી વાર ફરતાં ફરે તો આગંતુક મહેમાન નિશ્ચિત મને ભોજન લેતો. મુનિએ આસન લીધું ને તરત મહામંત્રીએ પ્રવેશ કર્યો. તેઓના ચહેરા પર અત્યારે સ્વજન જેવા ભાવ હતા. એમણે કહ્યું : “મુનિજી ! મગધપ્રિયા હવે રાજ ગણિકા નથી રહી, રાજ કુમારી બની ગઈ છે.’ અવશ્ય.’ મુનિ બોલ્યા : ‘એનું મૂલ્ય રાજપુત્રીથીય અધિક છે. જન્મ કે વર્ણને ગુણ સાથે સંબંધ નથી.” | ‘કબૂલ કરું છું, મગધપ્રિયા રાજ કુમારી છે, અને એ સગપણે તમે અમારા શું થાઓ ?* મહામંત્રીએ માર્મિક પ્રશ્નો કરવા માંડ્યા. ‘હું શું થાઉં ?’ મુનિ મૂંઝાઈ ગયા. ‘કેમ, શું થાઉં ? તમે રાજ કુમારી મગધપ્રિયાને શું થાઓ ?' મહામંત્રીએ આંખ ઝીણી કરીને કહ્યું. મગધરિયાને હું શું થાઉં ?મુનિ જવાબ આપવામાં જાણે મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા. ‘તમે કેમ મારા પ્રશ્નને ઉડાવી દો છો, લોકગુરુ ? સરળતા ને સ્પષ્ટતા એ તો તમારાં સૂત્ર છે.” મહામંત્રી વાતને વધુ વળ ચઢાવવા લાગ્યા. ‘હું ઉડાવતો નથી. મને સમજ પડતી નથી.' ‘સમજ ન પડતી હોય તો હું પાડું : તમે અમારા રાજ જ માઈ ગણાઓ : ‘હું રાજ જમાઈ ?’ મુનિ ઊછળી પડ્યા. ‘હા, હા, મારા માનનીય ! તમે રાજ ના જમાઈ ! તમને આ વાત કેવી રીતે સમજાવું ?' ગમે તે રીતે સમજાવો.’ મુનિ મૂંઝવણમાં બોલ્યા. ‘તમે અમારી મગધપ્રિયા ને તમારી ફાલ્ગનીના સ્વામી છો એ તો ખરું છે ને ? એણે પોતાનાં મન, વચન અને કાયા તમને નથી સમર્પણ કર્યાં ?' કોણે કહ્યું ?” મુનિ જાણે બાળક હોય તેમ બોલ્યા. ખુદ મગધરિયાને પૂછો.’ મગધપ્રિયા શરમાઈને ચૂપ રહી. શરમના શેરડા એના ગુલાબના ગોટા જેવા ગાલો પર ભાત પાડી રહ્યા. ‘મગધના મુસદીઓ પાસે બધા સમાચાર સાચા હોય છે. હું એના પર કોઈ ટીકા કરવા માગતો નથી. આ સ્થિતિને અમે અભિનંદીએ છીએ. પણ એક મગધસુંદરીના હૃદયસ્વામી થવા માટે તમારે મગધને પ્રિય એવું કોઈ કામ કરવું ઘટે.' મહામંત્રી વસ્ત્રકારની વાત કરવાની ઢબ નિરાળી હતી. શબ્દ શબ્દ અવનવા ભાવોની પ્રતીતિ થતી. કહો, હું એવું શું કામ કરું ?' મુનિએ બીજી ચર્ચાઓથી ઊગરી જવા કહ્યું. ‘વૈશાલીના દેવતૂપને જમીનદોસ્ત કરી નાખો.' ‘અરે, આવું વિચિત્ર કાર્ય શા માટે ? દેવપને જમીનદોસ્ત કરવાથી મગધને શો ફાયદો ?” ‘મુનિજી ! અમે ચીંધીએ એ કાર્ય તમારે કરવાનું. અમે વધુ ચર્ચામાં માનનારા નથી.’ મંત્રણાખંડ 1235 Page #130 -------------------------------------------------------------------------- ________________ ‘પણ વૈશાલીના નિવાસીઓ એ દેવરતૃપમાં અજબ શ્રદ્ધા ધરાવે છે.” મુનિએ કહ્યું, ‘એ સ્તૂપ છે ત્યાં સુધી વૈશાલી અજેય છે, એવી એમની માન્યતા છે.” ‘કેવી બુદ્ધિહીન વાત ! જો સ્તુપથી વૈશાલી અજેય હોય તો પછી એના યોદ્ધાઓના વીરત્વની કંઈ કિંમત જ નહિ ને ? તો પછી વૈશાલીની વિશાળ સેનાને વિખેરી નાખો. મારા મતથી તો એ સ્તૂપ એ વૈશાલીના યોદ્ધાઓની શરમ છે – ઝૂઝે. કોઈ, અને જશ કોઈને !' મહામંત્રીની વાતોમાં મુનિ વૈશાલીમાં ઉપયોગ કરી શકે તેવી દલીલો હતી. જે મહામંત્રીને પોતે એક પ્રૌઢ રાજસેવક લખતા હતા, એ માણસ ઘણો ઊંડો લાગ્યો. ‘પણ સ્તૂપને ધ્વસ્ત કરવાનું કાર્ય એ કોઈ મહત્ત્વનું કાર્ય મને લાગતું નથી. બીજું કોઈ કામ સોંપો,’ મુનિએ કહ્યું. ‘અમે બધા ધૂની માણસો છીએ. કરવું હોય તો આ કામ કરો, અમારા માનવંતા રાજમાઈ !' મહામંત્રીએ દૃઢતાથી કહ્યું. એમના શબ્દોમાં એવી તાકાત ભરી હતી કે માણસ જીભને બદલે હાથપગ ચલાવવા લાગી જાય. મગધપ્રિયા નખથી જમીન ખોતરી રહી હતી. ‘મુનિજી ! તો હવે જાઉં છું. કામ તમને સોંપ્યું. મગધપ્રિયા ! હવે તું જાણે અને લોકગુરુ જાણે !” ને મહામંત્રી વસકાર બારણું બંધ કરીને ચાલ્યા ગયા. આજ સુધી મુનિ ઘણા રાજપુરુષોને મળ્યા હતા, પણ આ માણસ અજ બ લાગ્યો. એની આંખની ચમક નજરમાંથી ન ખસે તેવી હતી. એ જાણે સર્વજ્ઞ હતો, સર્વશક્તિમાન હતો. એને ચીંધેલું કામ કરવાની અનિચ્છા હોય છતાં કરવું પડે એવું એનામાં આધિપત્ય ભર્યું હતું. મનમાં ને મનમાં મુંઝાઈ રહેલા મુનિ થોડી વાર તો એની ગેરહાજરીમાંય એની હાજરી અનુભવી રહ્યા. મનમાં ને મનમાં જાણે એના વશવર્તી થઈ રહ્યા. આખરે વ્યાકુળતામાં એમનાથી બોલાઈ ગયું : “ફાલ્ગની !” બોલો મારા દેવ !' હું તારો દેવ ?” “માત્ર આ ભવના જ નહિ, ભવોભવના.’ મગધપ્રિયાએ કહ્યું ને એક મોહક અંગભંગી રચી. જાણે મગધપ્રિયાના સૌંદર્ય સાગરમાં ફરી ભરતી આવી રહી હતી. ઓહ ! જગતવિજયી આ રૂપનો હું સ્વામી ? -- એક વાર મુનિને આ ગર્વ સ્પર્શી ગયો. અરે, પૃથ્વી પર સ્વર્ગની સુંદરી મને મળી, તો હવે સ્વર્ગ માટે યત્ન કરવો એ નરી મૂર્ખતા જ છે. આ સૌંદર્યસાગરમાં આકંઠ રનાન કરીશ, અને એનાથી તૃપ્ત થઈ જઈશ, પછી મારો મોક્ષ છે જ ! 236 | શત્રુ કે અજાતશત્રુ ‘ફાલ્યુની ! મહામંત્રીનો આગ્રહ મને કદાગ્રહ જેવો લાગ્યો.” મુનિ બોલ્યા. ‘આગ્રહ લાગે કે કદાગ્રહ, પણ એ પૂરો કરવામાં જ આપણું શ્રેય છે. મારા માટે અનેક રાજાઓ ઝૂરે છે; અનેક રાજકુમારો મને ક્ષત્રિયકન્યા બનાવી અંતઃપુરમાં લઈ જવા તૈયાર છે; મારે તો એક નહિ, અનેક છે. રાજ કાજમાં પણ મારા સૌંદર્ય અને મારી ચતુરાઈનો મોટો ખપ છે. આ બધું છતાં તમને રાજજમાઈ અને મને રાજ કુંવરી બનાવવાં એ કંઈ નાની-સુની વાત નથી. આપણે તો તરી ગયાં.' ‘પણ સ્તૂપ ઉખાડવાનો કંઈ અર્થ ?” ‘શાસ્ત્રમાં નથી કહ્યું કે ગુરુની આજ્ઞા અવિચારણીયા હોય છે ? મેં કદી મગધના મંત્રી કે રાજાને સામો પ્રશ્ન કર્યો નથી. રાજા કે મંત્રી આજ્ઞા કરે, અને બધા એના જવાબો માગવા લાગે, તો પછી કાર્ય થઈ રહ્યું. હું તો લાખ વાતની એક વાત સમજું : મહામંત્રીની ઇચ્છા પૂર્ણ કરવી.' ‘તો આપણે વૈશાલી જવું પડે.’ ‘હું તૈયાર છું.’ અને ફરી આશ્રમ વસાવવો પડે.' ‘એ આશ્રમને હવે આપણે વૈશાલી પૂરતો મર્યાદિત નહીં રાખીએ.’ ‘એટલે ?” ‘એને આપણે વિશ્વ-આશ્રમ બનાવીશું.” ‘પણ નામથી કંઈ ફાયદો ?” ‘નામથી એ જ ફાયદો કે ત્યાં આખા ભારતવર્ષના નિવૃત્તિ જીવન જીવવા ઇચ્છતા લોકો આવશે.’ મગધપ્રિયાએ કહ્યું. એના આ સૂચનમાં ગંભીર રહેલો અર્થ હતો. | ‘વિશ્વઆશ્રમ ? કલ્પના તો ખરેખર, ખૂબ સુંદર છે. પણ આ તમારો મહામંત્રી ત્યાં આવે તો એ આશ્રમ દેશભરના જાસૂસોનું ધામ બની જાય.’ | ‘તમે નિરર્થક વહેમાયા છો. મહામંત્રી વસ્યકાર જેવો ત્યાગી ને વફાદાર પુરુષ આજે બીજો જડે તેમ નથી.’ મગધપ્રિયા મહામંત્રીને અંજલિ આપી રહી. મુનિ ફરી પાછા વિચારમાં પડી ગયા. પણ મુનિ બહુ વિચાર કરે એ મગધપ્રિયા ઇચ્છતી નહોતી. એણે આસનની બાજુની એક ખીલી દાબી અને મંત્રણાગૃહમાં આવેલા ભોંયરાનું મોં આપોઆપ ખૂલી ગયું. પારદર્શક પથ્થરોવાળો એક માર્ગ લાંબે સુધી ચાલ્યો જતો હતો. આ માર્ગે માણસ ઘોડા ઉપર સવાર થઈને સહેલાઈથી જઈ શકે તેમ હતું. બંને જણાં પગપાળા ચાલ્યાં. મંત્રણાખંડ D 237 Page #131 -------------------------------------------------------------------------- ________________ મુનિ તો જિંદગીમાં આવી અભુતતા આજે પહેલી જ વાર જોતા હતા. અહીં બધું અનોખું હતું. એમને બોલવા કરતાં મૌન વધુ ગમ્યું. મગધપ્રિયાએ મૌન તોડતાં ‘સ્તુપ તોડવાના કાર્યથી તમે નાહક શંકામાં પડી ગયા છો. મહામંત્રી કોઈક વાર કોઈની પરીક્ષા આવી વિચિત્ર રીતે પણ લે છે. સ્તુપ કાઢવાથી મગધનો કોઈ મહાવિજય થવાનો નથી ને વૈશાલીનું સત્યાનાશ વળી જવાનું નથી. છતાં જો તમારી નામરજી હોય તો...' મગધપ્રિયા એટલે અટકી. ‘મારી નામરજી હોય તો...?” મુનિએ પ્રશ્ન કર્યો. તો આ કાર્યની જવાબદારીમાંથી તેઓ તમને મુક્ત કરશે. પણ સાથે...' મગધરિયા વળી અટકી. શું સાથે સાથે...?” મુનિએ પ્રશ્ન કર્યો. ‘મારો અને તમારો ચિરવિયોગ થશે. હું મગધની રાજગણિકા નથી રહી – જોકે રાજગણિકા પણ રાજઆજ્ઞાથી બંધાયેલી છે – હું તો હવે રાજકુમારી બની છું; ને મારો સ્વામી મગધનો મિત્ર ને સેવક હોવો જોઈએ. ઓછામાં ઓછું એકાદ કાર્ય તો મગધને ઉપકારક એણે કરવું જોઈએ. ઓહ...” ને કોઈ ભયંકર વેદનામાં મગધપ્રિયા ડૂબી ગઈ હોય તેમ, એનો ચહેરો શોકાકુલ બની ગયો. મુનિ કંઈ જવાબ આપવા જતા હતા, ત્યાં એ બોલી : મુનિ ! એક સ્ત્રીના શીલનો તો તમારે વિચાર કરવો જોઈએ ને ! ‘સ્ત્રીનું શીલ ? આમાં એ ક્યાં વચ્ચે આવ્યું ?” * કેમ વચ્ચે ન આવ્યું ? મારે તમારો ત્યાગ કરવો પડે; તમારે મને છોડી દેવી પડે; ને મારે ફરી મગધપતિ કહે એ પુરુષને દેહનાં મધુ અર્પણ કરવાં પડે.” મગંધપ્રિયા આંખોમાં આંસુ ટપકાવતી બોલી. દેહનાં મધુ બીજાને ? એ ન બને.’ મુનિ ચીસ પાડી રહ્યા. ‘બને જ. અશક્ય વાત આ લોકો જાણતા નથી. મારે તો ગણિકામાંથી સતી ને હવે સતીમાંથી ફરી પાછું ગણિકા બનવાનું !' મગધપ્રિયાના શબ્દો વેધક હતા. બસ ફાલ્ગની, હવે આગળ ન બોલીશ' મુનિ સામે આવીને ઊભા રહ્યા. એમણે મગધપ્રિયાના મોં પર હાથ દાબી એને આગળ બોલતી અટકાવી. મને છેલ્લી વાર અંતરની વરાળ કાઢી લેવા દો.’ મગધપ્રિયાએ પોતાના હાથથી મુનિનો હાથ મોં પરથી ખસેડીને પોતાના હાથમાં દાબી રાખ્યો. એ સ્પર્શમાં વીજળી હતી; ને સ્ત્રીસંપર્કના રસિયા માટે વશીકરણ હતું. ફાલ્ગની ! ચાલો વૈશાલી ! સ્તૂપ તોડવાથી કંઈ વૈશાલીનું સત્યાનાશ નથી 238 | શત્રુ કે અજાતશત્રુ વળી જવાનું; ભલે મગધના મહારથીઓની એક ધૂન પૂરી થાય.’ મુનિ દૃઢ નિશ્ચયથી બોલ્યા.. ચાલો વહાલા ! આજ તમે એક સ્ત્રીનો ઉદ્ધાર કર્યો ! નહિ તો ન જાણે કોણ હાથી આ પુષ્પને છૂંદી નાખવા ધસી આવત.' મગધપ્રિયા ગદ્ગદ્ બનીને બોલી. ‘નિશ્ચિત રહે ફાલ્ગની ! ગમે તે ભોગે પણ તને નહિ તજું . મગધના મહારથીઓ કહેશે તો આકાશના તારા તોડીને ધરતી પર લાવી દઈશ.’ ‘ના વહાલા ! મગધના મહારથીઓ એવા મુર્ખ નથી. આ તો પરીક્ષા માત્ર છે, અને તે પણ સામાન્ય.’ “કબૂલ છે, ફાલ્ગની ! તારા માટે હું શું ન કરું ?” ને મુનિએ પોતાનો હાથ ફાલ્ગનીના ખભા પર મૂક્યો. બન્ને ભૂગૃહના છેડે પહોંચ્યા, ત્યારે દ્વાર આપોઆપ ખૂલી ગયું; ત્યાં દ્વાર પર ફરી જૂનો પૂનમ ખડો હતો. ‘ફરી મને સેવામાં મોકલ્યો છે,’ એ બોલ્યો. ‘પૂનમ ! પ્રવાસને યોગ્ય તૈયારી કરો.’ ફાલ્ગની બોલી. ‘બધું તૈયાર છે.” ‘કાલે સવારે પ્રસ્થાન કરીશું.” મુનિ બોલ્યા. અને એટલું કહી મગધપ્રિયા ને મુનિ એક રથમાં બેસી ગયાં. પૂનમ એમને જતાં જોઈ રહ્યો. મંત્રણોખંડ 239 Page #132 -------------------------------------------------------------------------- ________________ 33 જૂના દેવ ગયા ! . વૈશાલીનો ગગનચુંબતો માનતૂપ એક દર્શનીય વસ્તુ હતી. દેશદેશના લોકો એ જોવા આવતા. આ માનતૂપમાં અનેક ગોખલાઓ હતા, અને પ્રત્યેક ગોખલામાં વિદેહમાં થયેલા મહાન સ્ત્રી-પુરુષોની પ્રતિમાઓ હતી. આ પ્રતિમાઓ શીલની, સત્યની, વ્રતની ને ટેકની હતી. અને વૈશાલીનાં સર્વ જનો એમાંથી બોધ લેતાં. સારા દિવસોએ અહીં મેળા ભરાતા, અને દૂરદૂરથી લોકો અહીં આવતા, અને કેટલાક દિવસો સાથે રહી, આનંદમાં વ્યતીત કરતા. કોઈ ગીત-પ્રહેલિકા રચતા. કોઈ કવિઓ પોતાની કાવ્યરચનાઓ રજૂ કરતા. કોઈ ગરબે રમતા. કોઈ ઝૂલે ઝૂલતા. આ સાર્વજનિક આનંદનો મેળો રહેતો અને આખો પ્રદેશ એક વાર એકાકાર થઈ જતો. વૈશાલીની ખ્યાતિ જેમ જેમ પ્રસરતી ગઈ, એમ એમ એને કંઈક નવું નવું કરવાની ચાહના જાગવા લાગી, વાતમાં, વર્તનમાં, વિચારમાં નવીનતા એ એનું સૂત્ર થઈ ગયું. નવીનતા તો વૈશાલીની - આ સુત્ર લગભગ સર્વત્ર પ્રચલિત બની ગયું. અને એ પ્રતિષ્ઠા જાળવવા વૈશાલીને કંઈ ને કંઈ નવીનતા રોજ પ્રગટ કરવી અનિવાર્ય થઈ ગઈ. એક દિવસ મુનિ વેલાકુલે ભરસભામાં કહ્યું, ‘અમે હવે જૂના દેવો અને જૂના માણસોનાં પરાક્રમની ગાથાઓથી કંટાળ્યા છીએ, અને “મર્યા એ મહાન' – એ સૂત્રને છોડી દેવા માગીએ છીએ. વૈશાલી પાસે નવા દેવો અને નવા માનવો ક્યાં ઓછા છે ? એમની વીરગાથાઓ ક્યાં ઓછી છે ?” ‘બિલકુલ નવો વિચાર છે. અરે, આ વિચારના પ્રચાર સાથે વૈશાલીની નવીનતા ને આધુનિકતા ખૂબ જ પ્રશંસાપાત્ર ઠરશે.’ લોકોએ મુનિના વિચારને વધાવી લીધો. ‘વૈશાલીનો પ્રત્યેક માનવ દેવનું બીજું સ્વરૂપ છે, કાલ્પનિક મેનકા અને ઉર્વશીઓનાં રૂપની પ્રશંસાની શી જરૂર છે ? વૈશાલીની અનેક નારીઓ દેવીઓની સમકક્ષ છે. એનામાં શું નથી ? રૂ૫, તેજ , પ્રેરણા બધું છે. આ પ્રતિમાઓને સ્થાને નવી પ્રતિમાઓ મૂકવી પડશે.’ મુનિએ આટલા શબ્દો કહ્યા ને ચારે તરફથી ધન્ય ધન્યના પોકારો જાગ્યા. દુનિયામાં સહુથી મીઠામાં મીઠી વસ્તુ આપપ્રશંસા છે. જૂનાં દેવળો તજી દો અને નવાં ઊભાં કરો.” યોદ્ધાઓના વર્તુળમાંથી અવાજ આવ્યો. | ‘અમે આજે અહીંથી જ એનો પ્રારંભ કરવા માગીએ છીએ.’ એક સામંતે કહ્યું ને એની પાછળ એ વાતનું સમર્થન કરવા અનેક અવાજો આવ્યા. ‘જરા શાંત થાઓ. થોડો વખત વિચાર કરો. સંથાગારને નિર્ણય લેવા છે.” મુનિએ વચ્ચે કહ્યું, ‘ગણતંત્ર એની પ્રણાલિકા તજીને કામ કરે એમ હું ઇચ્છતો નથી.’ ‘તો આવતી કાલે સંથાગારમાં સભાને આમંત્રો !' ગણપતિદેવ નામના એક વૃદ્ધ સામંતે કહ્યું. એ વીરત્વની મૂર્તિ હતો. એણે અનેક યુદ્ધોમાં આગળ પડતો ભાગ લીધો હતો. એનો આખો દેહ રૂઝાયેલા ઘાનાં ચિહ્નોથી શોભતો હતો. | ‘અમે ગણપતિદેવની પ્રતિમાની સ્થાપના કરવા માટે પહેલો પ્રસ્તાવ મૂકીશું. વૈશાલીની વીરશ્રીનું એ પ્રતીક છે.' સુમિત્રસેન નામના સેનાપતિએ કહ્યું. ‘વીરશ્રી તો સ્ત્રી હોય. એ માટે દેવી આમ્રપાલીની પ્રતિમા મુકાવી જોઈએ.” સ્ત્રીવર્ગમાંથી એક અવાજ આવ્યો. અને દેવી ચેલા...?” ‘ કોણ, મગધની મહારાણી ચેલા ? અજાતશત્રુની માતા ? ભલે એ વૈશાલીના ગણનાયકની પુત્રી હોય, તેથી શું ? સાવ જુનવાણી ! દેવી આમ્રપાલી જેવો આત્મભાવ કોનો છે ?' અને પછી આવા આવા અનેક અભિપ્રાયો પ્રગટ થવા લાગ્યા. ધીરે ધીરે કોલાહલ વધતો ચાલ્યો. કોઈ કોઈની પ્રતિમા મૂકવાનું કહે, તો કોઈ કોઈની. આખરે મુનિ વેલાકુલે આ બધાનો નિવેડો આણતાં કહ્યું, ‘આ પ્રકારની મનોદશા યોગ્ય નથી. આપણે ગણતંત્રનાં પ્રજાજનો છીએ, ગણતંત્ર મહાન વસ્તુ છે. એની છંદશલાકા (મત લેવાની સળી) મહાન છે. એનું સંથાગાર મહાન છે, એની સન્નિપાતસભા મહાન છે. એને નિર્ણય લેવા દો. એ માટે તમે તમારી પ્રજ્ઞા અને બળ વાપરો. પહેલા જ પ્રસ્તાવે જૂના દેવો જવા જોઈએ, જૂનાં દેવસ્થાનો ને સ્તૂપો જવાં જોઈએ. નવી પ્રતિમાઓ માટે પછી વિચારીશું.” પછી કેવી રીતે વિચાર થશે ?' જૂના દેવ ગયા ! | 241 Page #133 -------------------------------------------------------------------------- ________________ | ‘ગમે તેવી મુશ્કેલ સ્થિતિનો તોડ કાઢનાર લાલ છંદશલાકાઓ છે, ત્યાં સુધી શી ચિંતા છે ? જ્યારે આપણી બુદ્ધિ ડગી જાય ત્યારે એ શલાકા તૈયાર છે.’ સામંત ગણપતિદેવે કહ્યું. તેઓ છંદશલાકાઓ વધુમાં વધુ કેવી રીતે મેળવી શકાય, તે આવડત માટે વિખ્યાત હતા. એમની આંખમાં તલવારનું પાણી હતું, અને એ પાણીના તેજ પાસે વિપક્ષીની મત-લાકડી પણ એમના પક્ષમાં સરી જતી. ‘પણ નવી પ્રતિમાઓનું ધોરણ સર્વમાન્ય હોવું ઘટે.’ એક વયોવૃદ્ધ નાગરિકે કહ્યું, ‘નહિ તો એ પ્રતિમાઓ વૈશાલીમાં પક્ષાપક્ષી રચશે.’ ‘અમે તો કહીએ છીએ કે સમાધાનકારી જૂના દેવો શા ખોટા છે ? પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, નવો કલહ નોતરવો શા માટે ?' એક નાગરિકે કહ્યું. ઓહ ! શું તમારા પુરુષાર્થની અલ્પતા છે ! અરે, વૈશાલી તો હંમેશાં નવીન રીતે આધુનિક છે. નવીનતાના રાહમાં કાંટા હોય છે જ. શું એ કાંટાથી ડરીને વૈશાલીની કીર્તિને તમારે ઝાંખી પાડવી છે ? અને ગણતંત્રોમાં પક્ષ એ તો જરૂરી વસ્તુ છે.’ ના, ના. વૈશાલી કોઈથી ડરતું નથી.' પોકારો પડ્યા. ‘વૈશાલીના યોદ્ધાઓ નિર્ણય કરે તો આભના તારાઓને જમીનના તારા બનાવી શકે તેમ છે !' મુનિએ ફરી ઉત્સાહ આપવા કહ્યું. બરાબર છે.' બધેથી અવાજ આવ્યા. ‘તો સંથાગારમાં સન્નિપાતસભા બોલાવી કાયદેસર નિર્ણય લેવરાવો કે જૂના દેવોની પ્રતિમાની પ્રશસ્તિ એ વૈશાલીના વર્તમાન સમર્થ માનવદેવોની નિંદા છે. ન જોઈએ જૂના દેવો !' મુનિએ ઉત્તેજક ભાષામાં કહ્યું. શું દેવોનો બહિષ્કાર કરશો ? દેવ એ સાંખી લેશે ?” એક પુરાણીએ કહ્યું. ‘જૈનો અને બૌદ્ધો ઈશ્વરનો બહિષ્કાર કરે છે. શું થયું એમને ? ખુદ ઈશ્વરનો બહિષ્કાર થતો હોય ત્યાં દેવોની કોણ ગણતરી ! બસ, વૈશાલીને ખપે નવા દેવો અને નવાં દેવળો. અને દેવો પણ એક વાર માનવ જ હતા ને ! માનવમાંથી દેવ થવાય છે.” એક શ્રેષ્ઠીએ કહ્યું. એનાં કેટલાંય વહાણો દરિયામાં વેપાર કરતાં હતાં. એમની પેઢી દેવળો માટે ઇમારતી લાકડાં ને હાથીદાંત પૂરો પાડનારી હતી. ‘નવા દેવમાં ઝઘડા થશે.” ‘તો નવા અને જૂના બન્ને જશે. પણ અત્યારે બીજા વિચારો માંડી વાળો. સંથાગારનો વિચાર કરો. પ્રસ્તાવ પસાર કરાવો.” મુનિએ ચર્ચા સમેટી લીધી. ગણપતિદેવે ઊભા થઈ સહુને શાંત પાડતાં કહ્યું, ‘સદસ્યો ! મુનિજીની વાત સાચી છે. આપણે ઠરાવ પસાર કરાવીએ. પછી નવા દેવની યોજનાનો ભાર મુનિજી પર મૂકી દઈએ. એ તો સમસ્ત વસુધાને પોતાનું કુટુંબ માનનારા છે. હમણાં 242 | શત્રુ કે અજાતશત્રુ મગધમાં જઈને એવી ઉદાર વાતો કરી આવ્યા, કે ત્યાં વૈશાલીની ઉદાત્ત સંસ્કૃતિની વાહવાહ બોલાઈ ગઈ. મગધ ભલે કૂવાનું દેડકું હોય, વૈશાલી તો વિશ્વની પર કમાં કરતો ગરુડરાજ છે. સભાએ આ વાતને વધાવી લીધી, પણ મુનિ પોતાના પરની આ જવાબદારી લેવાને અશક્ત હોય એવી મુખમુદ્રા કરતાં બોલ્યા : “મેં જે કંઈ કર્યું તે તમે જે કરો છો એનાથી વિશેષ કર્યું નથી. ગણતંત્રમાં સહુ સમાન છે.' શું મુર્ખ અને ડાહ્યા બન્ને સમાન છે ?” એક અવાજ આવ્યો. કેટલાક અવાજો ક્યાંથી આવતા, તે જણાતું નહિ. ‘હું એમ નથી કહેતો. મારું કહેવાનું તાત્પર્ય એ છે, કે આટલી મોટી જવાબદારી હું એકલો ઉઠાવી ન શકું. અને એક માણસનો નિર્ણય એ સર્વનો નિર્ણય, એ રીત પણ બરાબર નથી. દરેક નિર્ણય સંથાગાર અને સન્નિપાત-સભાથી મંજૂર થયેલો હોવો જોઈએ.’ મુનિ વાતમાં વિશેષ મોણ નાખી રહ્યા. | ‘ભલે. સંથાગારમાં બીજા છે પણ કોણ ? અમે જ છીએ. ગણતંત્રની રાહે નિર્ણય પસાર કરાવીશું. પછી તો તમે તૈયાર છો ને ?” વૈશાલીના શ્રેષ્ઠી સુવર્ણ તક જોઈને તીર ફેંક્યું. એ મુનિ વેલાકૂલનો વિરોધ કરતા હતા, પણ ફાવતા નહોતા. જૂના દેવને ઉખાડી નવા દેવને સ્થાપવાનો આખો અવસર હાથમાંથી જતો જોઈ તેમણે પાઘડી બદલી. શ્રેષ્ઠી સુવર્ણ દરેક દેવળના પૂજારી સાથે સંબંધ રાખતા. એ મંદિરોનું સોનું પોતે સંગ્રહતા. એમણે ખોટા સોનાનો પ્રયોગ પણ અજમાવ્યો હતો અને દરેક ગૃહસ્થના ઘરમાંથી સામાન્ય સોનું નીકળી એના બદલે ખોટું સોનું ઘૂસી ગયું હતું. ‘શ્રેષ્ઠી સુવર્ણની વાત યથાયોગ્ય છે. પક્ષપાત મારાથી નહિ થાય. ગુણવાન વિરોધી હશે તોય પૂજાશે. દેવ બદલાશે, તેમ દેવના અલંકારો બદલાશે. એ બાબતમાં શ્રેષ્ઠી સુવર્ણ મને સહાયક થશે.’ મુનિ વેલાકુલે આટલું કહી સુવર્ણ શેઠને પોતાના સહકારની ખાતરી આપી દીધી. ‘ચાલો, ગણનાયક અને ગણપતિને આ વાતની ખબર કરીએ.’ ટોળાએ જાહેર કર્યું ને સૌ વીખરાઈ ગયા. મુનિ પણ પોતાને આવાસે આવ્યા. પણ તેઓ આવાસે પહોંચે તે પહેલાં નવા માનવદેવો પોતાની પ્રતિમા માટે પરામર્શ કરવા આવી ગયા હતા; સાથે પોતાની વીરતા, ધીરતા ને વિક્રમશીલતાની પ્રશંસાના પુલ બાંધનાર પંડિતોને પણ લાવ્યા હતા. વાત તો નાની હતી, સામાન્ય હતી, નગણ્ય હતી, પણ એણે એક તોફાન મચાવી દીધું. ગરીબની ઝૂંપડીથી લઈને ગણપતિના મહેલ સુધી ઝંઝાવાત પ્રસરી જૂના દેવ ગયા ! | 243 Page #134 -------------------------------------------------------------------------- ________________ ગયો. દરેક પક્ષ પોતાના વળના માનવદેવોની પ્રતિમા માટે સજાગ થઈ ગયો. ઠેરઠેર લોકોનાં ટોળાં છૂટથી ચર્ચા કરવા લાગ્યાં. ચર્ચાને અહીં કોઈ બંધ નહોતો કે બંધન નહોતું. જૂના દેવ તો જાણે ગયા – એમનો પક્ષ લેવાનું તો બધા ભૂલી ગયા ! જાણે એ દેવની હયાતી એ તો આજના દેવોનું અપમાન હતું. પ્રજ્ઞા, શીલ કે સત્યની આધુનિક પ્રતિમાઓના હક્ક પર તરાપ છે, એમ સૌને લાગવા લાગ્યું. કોઈ રડ્યુંખડ્યું જૂના દેવનો પક્ષ લેતું તો તરત બધા, જાણે હડકાયા કૂતરાને હાંકવા નીકળ્યા હોય એમ, હોંકારા કરીને કહેતા : ‘અરે, કેવા મૂર્ખ છો ! આ જમાનામાં આવી વાતો ! નવા પ્રકાશનું એક પણ કિરણ તમારા જેવા ઘુવડોને લાધ્યું નથી ! છી છી ! તમે અમારી સાથે ચર્ચા કરવાને પણ લાયક નથી !' બોલનારો બિચારો ભાગી છૂટતો. બીજે દિવસે શેરીઓમાં દુંદુભિનાદ ગુંજી રહ્યો. એમાં જાહેરાત હતી કે પ્રજાના મનને ચકડોળે ચડાવી દેનાર એક મહાપ્રશ્નની ચર્ચા આવતી કાલે સંથાગારમાં થશે. સહુ સદસ્યોએ સમયસર સંથાગારમાં હાજર થઈ જવું. એ આખી રાત યુદ્ધની રાત જેવી વીતી. કેટલીક સંપીલી શેરીઓમાં એ રાતે બે ભાગ થઈ ગયા : એક કહે, અમુક શ્રેષ્ઠીની પ્રતિમા મૂકો; બીજો કહે, અમુક સામંતની પ્રતિમા મૂકો. કોઈએ એના શીલની બાજુ આગળ કરી, તો કોઈએ એના નબળા સત્યને આગળ કરી શીલને તોડી નાખ્યું. કોઈએ એની અહિંસાની બાજુ આગળ ધરી, તો કોઈએ એનો પરિગ્રહ આગળ કરી એને મહાહિંસક ઠરાવ્યો. સવાર થતાં તો આખી વૈશાલી વિભક્ત થઈ ગઈ. સુખડના વેપારીઓએ કહ્યું કે પ્રતિમા આપણા પક્ષની ન મૂકે તો સુખડ ન આપવું. પથ્થરવાળાઓએ પણ એ જ પ્રમાણે ઠરાવ કર્યો. અને આ પછી સુતાર અને કડિયા પણ શા માટે પાછળ રહે ? ખાણના ખોદનારાએ કહ્યું કે જો અમારામાંથી એકની પ્રતિમા નહીં મૂકો તો તમારી વાતો દંભ લેખાશે, માનવમાત્ર સમાન એ સૂત્ર પોલો ગોળો લાગશે. આ સિવાય બીજી પ્રક્રિયા એ થઈ કે સુવર્ણના વેપારીઓએ સુવર્ણકારોને દબાવ્યા કે તમારે અમારી કહેલી પ્રતિમાને સ્થાપવામાં મત આપો; નહિ તો અમે તમને સુવર્ણ નહિ આપીએ. આવું આવું ઘણું થયું. પણ ખરી રીતે તો આજની સભામાં એનો આખરી નિર્ણય થવાનો નહોતો. છાબડું કઈ બાજુ નમશે તે કંઈ કહેવાય તેમ નહોતું. તર્ક, દલીલ, વિવાદની આજ કસોટી હતી. એક જાદુગર પોતાનાં કરામતી કબૂતરોને હવામાં લહેરાતાં જોઈ રહે, એમ મુનિ પોતાની વિચારસરણીનો પ્રભાવ જોઈ રહ્યા, અને એ વિચાર સરણીના જનક 244 ] શત્રુ કે અજાતશત્રુ મહામંત્રી વસકારની બુદ્ધિને વંદી રહ્યા. એમને થયું કે સાચી મુસદ્દીવટ તો એ મહામંત્રીને ચરણે બેસીને સહુએ શીખવાની હજી બાકી હતી. પરમાણુમાંથી પહાડ ખડો કરનાર મહામંત્રીને પુનઃ પુનઃ વંદન ! સંસ્થાગારનાં દ્વાર ખૂલ્યાં કે લોકોનો જબ્બર ધસારો થયો. સમય પહેલાં તમામ સ્થાન ભરાઈ ગયાં, ને આલતુ ફાલતુને રોકવા સૈન્ય ગોઠવવું પડ્યું. ગણનાયક સંથાગારમાં આવ્યા કે હોહા મચી રહી. એમના હાથમાં બે લખોટા હતા. અને એમને કોઈની વતી કંઈ કહેવાનું હતું. તેઓએ પોતાના આસન પર સ્થાન લીધું, અને કોલાહલને રોકવા પાસે પડેલી કાસ્ય ઘંટા વગાડી. સભા એકદમ શાંત થઈ ગઈ. ગણનાયકે પોતાના હાથના બંને લખોટા ખોલીને બતાવતાં કહ્યું : ‘સભાજનો ! તમારો ઠરાવ મને મળ્યો છે. એની ચર્ચા શરૂ થાય અને એના માટે છંદશલાકાથી નિર્ણય લેવાય એ પહેલાં એક વાત તમારા ધ્યાન પર લાવવા માગું છું : આજે જ ચંપાનગરીથી સમાચાર છે કે મગધરાજ અજાતશત્રુ વૈશાલી જીતવા ચઢી આવે છે. સૈન્યનો પહેલો ભાગ તો ૨વાના પણ થઈ ચૂક્યો છે.’ ગણનાયક આટલી વાત કરીને પળવાર થોભ્યા, ત્યાં પ્રજામાંના એક મહાનિગમે ઊભા થઈને કહ્યું, ‘યુદ્ધની વાત અત્યારે ઠરાવ બહારની છે; એની ચર્ચા આ સમયે ન થઈ શકે. એ માટે તમારે ફરી સભા બોલાવવી ઘટે.' ‘પણ વાત યુદ્ધની છે.’ ગણનાયકે ફરી ભારથી કહ્યું. ‘કાયદા બહારની વાત ગમે તેવી મહત્ત્વની હોય તોપણ અમને એ સ્વીકાર્ય નથી. કાયદા વિરુદ્ધની કોઈ વાત અમે સહન કરી નહીં શકીએ. આપ આજના ઠરાવ વિશે કહો.' ‘ઠરાવ વિશે એટલું કહેવાનું છે કે, આપણા વિદેહના વિખ્યાત જ્યોતિષીઓએ એક નિવેદન મોકલ્યું છે. નિવેદનમાં એમણે જણાવ્યું છે કે અમારે માત્ર વૈશાલીના માનસ્તૂપ વિશે કહેવાનું છે. એ સ્તૂપની પ્રતિષ્ઠા વખતના લગ્નયોગો જોતાં એમાં ઉત્તમ યોગો પડેલા છે. શેષનાગને માથે ખીલી મારી હોય એવા ઉત્તમ એ યોગો હતા. આ સ્તૂપને કારણે જ આ રાજ્યની આબાદી છે. માટે એ સ્તૂપને જરા પણ હાનિ પહોંચાડવામાં કે એ માટે સ્પર્શ કરવામાં ન આવે એવી અમારી વિનંતી છે. જો એને જરા પણ હાનિ કરવામાં આવશે તો દેશ પર વિપત્તિનાં વાદળ વરસી જશે.’ સભા પણ ક્ષણભર વિચારમાં પડી ગઈ. મુનિ તરફ સહુની નજર જવા લાગી. મુનિ થોડી વારે ઊભા થયા ને બોલ્યા : ‘મારી આખી ઉંમરમાં અને જાત-જાતના અનુભવોમાં કોઈ પણ જ્યોતિષીને સર્વાંગે જૂના દેવ ગયા ! D 245 Page #135 -------------------------------------------------------------------------- ________________ 34 વર્ષકાર વૈશાલીમાં સાચો જોયો નથી. જો એમનું જ્યોતિષ સાચું હોય તો એમની દીકરીઓ એવા વરને કાં પરણાવે છે કે એ વિધવા થાય ?' ‘સાચી વાત છે. જ્યોતિષ જૂઠું છે. આધુનિક વૈશાલી એવી વિદ્યાને નિંદે છે.’ કેટલાકોએ સૂર પુરાવ્યો. | ‘પોતે નજીકના ભવિષ્યમાં એવો કાયદો લાવવા માગું છું કે જ્યોતિષીઓ એમના જ્ઞાનની સવશે પરીક્ષા કરાવે. જૂઠું ઠરે તો દેવોની જેમ આ જુનવાણી જ્યોતિષીઓ પણ હદપાર.’ ગણપતિદેવે ખૂબ મક્કમતાથી કહ્યું. એક વૃદ્ધ જ્યોતિષી ઊભા થયા ને બોલ્યા : “અમારા જ્ઞાનની ખાતરી માટે અમે કહીએ છીએ કે સ્તૂપ ઉખાડવાની વાત થઈ અને ચઢાઈની વાત આવી. બંનેની સમાનતાથી શું કંઈ કલ્પના થઈ શકતી નથી ?' “ચઢાઈ એ કંઈ આપત્તિ નથી. વૈશાલીના યોદ્ધાઓ યુદ્ધને હોળી-દિવાળીના તહેવાર સમજે છે.” મહાશ્રેષ્ઠી સુવર્ણે કહ્યું. સંભામાં સનસનાટી વ્યાપી રહી; થોડીક હોહા પણ થઈ રહી. મુનિ આજની સભાના ધ્રુવતારક હતા, એ ફરી ઊભા થયા ને બોલ્યા : * કેટલાંક જુનવાણી તત્ત્વો દેશની પ્રગતિને થંભાવી રહ્યાં છે. એમાં આ જ્યોતિષ પણ છે. હું પૂછું છું કે આ નિર્ણય બે દિવસ પહેલાં લેવાય. અને ચઢાઈના સમાચાર તો સપ્તાહ પહેલાંના છે, તેનું કેમ ? આ સભા આવાં પ્રગતિરોધક બળોનો સર્વ સામર્થ્યથી સામનો કરે, નવપ્રગતિના પ્રથમ સોપાને આવો વિરોધ અક્ષમ્ય છે. એ તો સારું છે કે વૈશાલીની પ્રજા આધુનિક વિચારોમાં માનનારી છે, નહિ તો શું થાય ? હવે એક જ તક આપવામાં આવે છે : જ્યોતિષીઓ પોતાનું નિવેદન પાછું ખેંચે, નહિ તો...' મુનિની વાત આખરી ફેંસલા જેવી હતી. લોકપ્રવાહ વિરોધમાં હતો. એ પ્રવાહની સામે થતાં જ્યોતિષીઓની રોજની આજીવિકા તૂટતી હતી. થોડી વારે વૃદ્ધ જ્યોતિષીએ ખડા થઈને કહ્યું : “અમે અમારું નિવેદન પાછું ખેંચી લઈએ છીએ.' ‘એમ નહિ. આ પ્રસ્તાવને ટેકો આપો છો કે નહિ ?” સાપ બરાબર સાણસામાં સપડાયો હતો. જ્યોતિષીઓના મંડળે કહ્યું, ‘એને અમારો ટેકો છે.' સારું.. તો હવે આગળ કામ ચલાવો.’ ને સભાનું કામ આગળ ચાલ્યું. બહુમતીએ ઠરાવ પસાર કર્યો કે જૂના દેવો અને જૂનાં દેવળો દૂર કરવાં. 0 246 1 શત્રુ કે અજાતશત્રુ માનસ્તૂપ આખરે ખંડિત થયો, નામશેષ થયો - એના પૂજારીઓના પોતાના જ હાથે ! દેવ અને દેરાની બીજી કંઈ ઉપયોગિતા હો કે ન હો, પણ શ્રદ્ધાનું બળ અને નીતિનો દોર સાચવવામાં તો એ અજોડ પુરવાર થયાં છે, પથ્થરમાં શ્રદ્ધા હોય તો એમાંથી દેવ જાગે; ન હોય તો પથરો લમણામાં વાગે ! શ્રદ્ધા એક એવું બળ છે, કે હજાર નિરાશાનો વંટોળોમાં આશાના દીપને અણબૂજ્યો રાખે છે ! એ શ્રદ્ધા હણાઈ. સ્તૂપ પડ્યો ! અને વધુ ખૂબી તો એ બની કે જે ઓ સ્તૂપને ઉત્તમ યોગોમાં ખોવાયેલો માનતા હતા, જેની ખીલી શેષનાગને માથે ઠોકાયેલી કહેતા હતા, એ વૈશાલીના મહાન જ્યોતિષીઓએ પોતે જ સ્તૂપને તોડવાનું મુહૂર્ત કાઢી આપ્યું ! વિરોધીઓ જ અનુરોધક બની ગયા ! પહેલો હથોડો પડયો ને ફાલ્ગની બબડી રહી : એ વાક્યો ભગવાન બુદ્ધ પોતાના સ્વમુખે ઉચ્ચારેલાં હતાં ; ‘હે આનંદ ! વૈશાલીના લોકો જ્યાં સુધી પોતાના આત્યંતર અને બાહ્ય ચેત્યોને શ્રદ્ધાથી માને છે, પૂજે છે ને એની રક્ષા કરે છે, ત્યાં સુધી વર્જાિસંઘ અજેય છે !' ‘ઓહ ! આ તો મહાગુરુ બુદ્ધનાં પવિત્ર વચનો 'રે ફાલ્ગની ! વિશેષ કંઈક કહે” ફાલ્ગની સાથે રહેલા પૂનમે કહ્યું. ‘રે પૂનમ ! ભગવાન બુદ્ધે એમ પણ કહ્યું હતું કે વૈશાલીના લોકો જ્યાં સુધી મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતા, પૂર્વજોના કુલધર્મનું પાલન કરે છે, પૂજ્યોની પૂજા કરે છે ને જ્યષ્ઠોની આજ્ઞા માને છે, ત્યાં સુધી અજેય રહેવાનું છે તેમનું શાસન !' ‘તો દેવી ! અહીં તો ઊલટો પ્રકાર ચાલે છે !' ‘ચાલે જ ને ! આ તો જાણે વર્તમાન ભાવિને ઘડી રહ્યો છે. ઊલટી વાત માટે Page #136 -------------------------------------------------------------------------- ________________ ઊલટો પ્રકાર જરૂરી છે.” અને ફાલ્ગની ઘણના ઘાને શાંત ચિત્તથી શ્રવણ કરી રહી. વૈશાલીના પ્રજાજનો આજે અપૂર્વ ઉત્સાહ ધરાવી રહ્યાં હતાં, અને આ યુગને છાજે તેવું પ્રેરણાદાયી પગલું ભરાતું હોય તેમ તેમની હર્ષાન્વિત મુખમુદ્રા પરથી લાગતું હતું. જ્યોતિષીઓના વડાએ ઊભા થઈને ભાષણ કર્યું : ‘તમારા આ નવપ્રસ્થાનને હું આશીર્વાદ-મંત્રોથી વધાવી લઉં છું. વૈશાલી પોતાની ભૂતકાળની મૂડી પર રાચતું નથી; એની પાસે પોતાની મૂડી છે, અને યાદ રાખો કે માણસ એ જ દેવ છે ; જૂઠા દેવને જુહારવાની જરૂર નથી. જૂઠા ને જૂના દેવોની વાતો બાળકને ગળથુથીમાં પાવાથી એની બુદ્ધિ કુંઠિત બને છે, ને એનું માનસ નાનામોટા પૂર્વગ્રહોથી ભરાઈ જાય છે ! દેવ દિલમાં છે, બાહુમાં છે, મસ્તિષ્કમાં છે.” બધેથી હર્ષના પોકારો થયા. સરિતાને પાળ, સાગરને કાંઠો અને માણસને મર્યાદા હોવી જોઈએ.’ ટોળામાંથી એક અવાજ આવ્યો. સામે સિહના હું કાર જેમ અવાજો ગાજ્યા : “કોણ છે એ જુનવાણી માનસનો આત્મા ?' | ‘માણસમાત્ર જુનવાણી છે, તમારો દેહ રોજ જૂનો થતો જાય છે. તજી દો ને એને !૨, નવાના મોહમાં જૂનાને ન ભૂલો.” બોલનાર પણ ગાંજ્યો જાય એવો ન હતો. પણ અવાજ કરનાર માણસની ગરદન તરત પકડાઈ ગઈ : ‘રે, આટલા લોકો જે વાતનો સ્વીકાર કરે છે, એનો ઇન્કાર કરનાર કોરડુ મગ જેવો તું છે કોણ ?” જુનવાણી વાતો કરનાર જો ભૂસેટીને ભાગ્યો ન હોત તો ત્યાં ને ત્યાં તેનો બલિ દેવાઈ જાત. તૂપ પ્રાચીન હતો, છતાં એને તોડતાં ઘણી વાર લાગી. પ્રજાજનો આજુબાજુની હરિયાળીમાં બેસીને આનંદ કરી રહ્યાં હતાં; આજની ઘડી રળિયામણી કરનાર આ લોકો હતા; છતાં કેટલાંકના મુખ પર ચિંતા પણ હતી. સમાચાર હતા કે મગધના રાજા અજાતશત્રુએ વૈશાલી પર ચઢાઈ કરી છે. યુદ્ધ ? અરે, યુદ્ધ તો વૈશાલીનો જીવનધર્મ હતો. પણ હમણાં શાંતિની વાતો વિશેષ પસંદ પડતી હતી, અને તે પણ અહિંસાની. અહિંસા આ યુગનો જીવનમંત્ર હતો. અહિંસામાં ખૂબ સગવડ હતી. એક વાર વસ્તુ પ્રાપ્ત કરી લેવી. પછી કોઈ પડાવવા આવે તો એને હિંસા કહીને અહિંસાના નામે પોતે માલિકી ભોગવવી. યુદ્ધ 248 શત્રુ કે અજાતશત્રુ તો જુગારના પાસા જેવું હતું; એમાં તો હાર પણ મળે ને જીત પણ મળે. વળી એમાં મૃત્યુય પ્રથમ ને માલિકીસુખ પછી હતું. અહિંસામાં તો જે જેના હાથમાં તે તેના બાથમાં ! અહિંસાનો જન્મ ત્યાગ અને અપરિગ્રહમાંથી થાય છે, એવી વાતો કરનારા સામે જીવંત હતા, તોય લોકો શાંતિની આળપંપાળમાં એ ઉપદેશ ભૂલી ગયા હતા. જો ન ભૂલે અને ત્યાગ કરે તો એમની સાત સાત પત્નીઓની રક્ષા કોણ કરે ? દાસ, દાસી, ભૂમિ ને પશુને કોણ જાળવે ? દુકાળે પણ ઓછા ન થનારા ધનધાન્યના ભંડારો કોણ ભોગવે ? માટે ત્યાગની વાત નહિ પણ અહિંસાના પાલનનો આગ્રહ જરૂરી લેખાતો. એટલે લોકોમાં અજાતશત્રુની ચઢાઈ એ ઘોર હિંસાપ્રવૃત્તિ લેખાઈ અને એની છડેચોક નિંદા થવા માંડી. અરે, કેવા કુસંસ્કાર ! આ જમાનામાં યુદ્ધનું નામ પણ લેવામાં અસંસ્કારિતા પ્રગટ થાય છે. અરે, રણમેદાનમાં શસ્ત્રની સામે અશસ્ત્ર, સેનાની સામે અસેના જોશે એટલે બિચારો શરમાઈને પાછો ચાલ્યો જશે, નહિ તો, અરે, જાઓ, બુદ્ધ કે મહાવીરને અહીં તેડી લાવો. એમની હાજરીમાં યુદ્ધની વાતો કરનારા સ્વયં શરમાઈ જશે ! મુનિ વેલાકૂલે આ વાતને વધાવી લેતાં કહ્યું : ‘સૂરજનો પ્રકાશ જોઈ ઘુવડો ભાગી જાય, તેમ એ બધા ભાગી જશે.' આ વખતે એક ઘોડેસવાર દોડતો ત્યાં આવ્યો. એના ઘોડાના મોંમાંથી ફીણ છૂટતાં હતાં અને સવારના મુખ પર પણ રજ ભરાયેલી હતી. છતાં ઘોડેસવારનો ચહેરો ખિન્ન નહોતો. ત્યાં એકત્ર થયેલા પ્રજાજનોનાં હૈયાં પળવાર ચિત્રવિચિત્ર આશંકાઓમાં, વાવંટોળમાં ઝાડનાં પાન થથરી રહે એમ, થથરી રહ્યાં. ‘સુકાલસેન ! કેવા સમાચાર છે ? આનંદની આ પળોને વધારનારા કે ઘટાડનારા ?' લોકોનાં હૈયાં એવાં આળાં થઈ ગયાં હતાં કે એમને કઠોર વાતો સાંભળવી પણ ન રુચતી. ‘વધારનારા.' ને સવાર નીચે ઊતર્યો. એ આગળ આવ્યો ને બોલ્યો, ‘હું અત્યારે જ ગણનાયકને ત્યાં જાઉં છું. જેને સમાચાર જાણવાની ઇચ્છા હોય તે મારી પાછળ આવે.' ‘રે સુકાલ ! વૈશાલીમાં કશું ગુપ્ત નથી, કંઈ ગુપ્ત રહેતું નથી, કંઈ ગુપ્ત રખાતું નથી. તારા સમાચારનો સાર કહી અમારા આજના પ્રગતિકામી આનંદમાં વૃદ્ધિ કર !” ‘રે પ્રજાજનો ! મગધના અમાત્ય અને મગધના મહારાજા વચ્ચે તીવ્ર મતભેદ થયો છે !' વર્ષકાર વૈશાલીમાં 249. Page #137 -------------------------------------------------------------------------- ________________ જય વૈશાલી ! જય ગણતંત્ર !' બધેથી પોકારો ઊઠ્યા : ‘આ રાજવીઓના માંડવા પોતાના જ ભારથી બેસી જશે, એમ ને એમ ખતમ થશે ! અરે સુકાલ ! સંદેશ તો સુંદર છે, પણ થોડી વિશેષ વિગત આપ !' લોકો બોલ્યા. મગધરાજ અજાતશત્રુ વૈશાલી પર યુદ્ધ લાદવા માગતા હતા, પણ મહામંત્રી વર્ષકારે એમાં નકાર ભણ્યો.' દૂતે કહ્યું. વર્ષકાર વૈશાલી નિહાળી ગયા છે. એના યોદ્ધાઓને, અને એના શૌર્યને એ પિછાણે છે. અરે, એ તો ભગવાન બુદ્ધની મુલાકાત પણ લઈ ગયા છે. એમના શ્રીમુખે વૈશાલીની અજેયતા જાણી છે. વાજબી છે એમનું વલણ. હાં પછી ?...’ કેટલાક અગ્રગણ્ય પ્રજાજનો આમાં રસ લઈ રહ્યા. સુકાલ આગળ બોલ્યો, ‘પછી મંત્રી વર્ષકારે મહારાજાને કહ્યું – મગધરાજ તો કંઈ સાંભળવા ઇચ્છતા નહોતા તોય કહ્યું – કે, હું મંત્રી છું. મંત્રીએ પૂછ્યા વગર પણ પ્રિય કે અપ્રિય વાત કહેવી ને પૂછે ત્યારે ત્વરાથી કહેવી. જે મંત્રી રાજાને અપ્રિય કહેતો નથી ને માત્ર મીઠું બોલે છે, એ મંત્રી નથી, રાજનો શત્રુ છે !’ સુકાલસેન વાત કરતો થોભ્યો. કેટલાકોએ કહ્યું, ‘વાહ મહામંત્રી, વાહ ! આપણે ત્યાં પણ આવા થોડાક ડાહ્યા મંત્રીઓ હોય તો...' ‘તો શું આપણે ત્યાં ડાહ્યા મંત્રીઓ નથી ?' સામેથી પ્રશ્ન આવ્યો. અહીં અભિપ્રાય સહેલાઈથી આપી શકાતો, ને અભિપ્રાય આપનારને પોતાના બોલનો તોલ કરી આપવાની જરૂર ન રહેતી; ઘણી વાર બોલવા ખાતર જ બોલાતું. અહીં વચન રતન રહ્યું નહોતું ને મુખ કોટડી રહી નહોતી; મેદાનની ધૂળ બન્યું હતું – ઉડાડો જેટલી ઉડાડાય તેટલી. ‘ભાઈઓ ! આવા સારા સમાચાર સાંભળતી વખતે આ વિવાદ ન શોભે.’ કેટલાકોએ વચ્ચે કહ્યું. ‘આપણે ત્યાં વિવાદ કે વિરોધમાં જરાય જોખમ નથી, પણ રાજાશાહીમાં તો પૂરેપૂરું જીવનું જોખમ છે. મહામંત્રી વર્ષકારે રાજાને જાનની પણ ફિકર કર્યા વગર કહ્યું કે બળવાનની સાથે વિગ્રહ ન કરવો જોઈએ. અને વળી હમણાં અહિંસાથી પુષ્ટ થયેલો એ દેશ છે. હિંસામાં કુશળ લોકોના દેહ ભલે મજબૂત હોય છે, પણ મસ્તિષ્ક તો અહિંસાવાળાનાં જ મજબૂત હોય છે. અને છેવટે તો મસ્તિષ્ક જ મેદાન મારી જાય છે. માટે વૈશાલી સાથે સંધિ રાખવી યોગ્ય છે. એ દેશ લડાઈ આપ્યા વગર પણ બીજા દેશોને જીતી શકે છે. અને એને જીતનારને ગર્વ નહિ પણ શરમ મળે છે !' ‘શાબાશ વર્ષકાર ! ખરો સત્યવાદી મંત્રી !' બધેથી ધન્યવાદના પોકારો 250 7 શત્રુ કે અજાતશત્રુ ઊઠ્યા, ‘પછી રાજાએ શું કહ્યું ?' ‘રાજા બિચારો શું કહે ? રાજા જેવું જ કહે ને ! રાજાએ પૂછ્યું કે વૈશાલી પરના યુદ્ધને કોણે થંભાવ્યું ?” મંત્રી કહે,’ ‘મેં’ રાજા કહે, ‘કોની આજ્ઞાથી ? મંત્રી કહે, ‘રાજનીતિની આજ્ઞાથી; રાજ્યના ભલા માટે.’ રાજા કહે, ‘પણ રાજનો માલિક તો હું છું.’ વર્ષકારે કહ્યું : “પણ તેથી રાજ્યને હાનિ પહોંચે એવું કોઈ કામ તમે કરી શક્તા નથી.’ રાજા કહે, ‘અરે, રાજ્ય મારું અને તું તો મારો નોકર !' મંત્રીએ કહ્યું : ‘આપનો નોકર એ સાચું, પણ આપ અને હું બન્ને રાજ્યના નોકર. સામ્રાજ્યના અહિતમાં મારાથી જેમ વર્તી ન શકાય, એમ આપનાથી પણ વર્તી ન શકાય.' ‘વાહ ભાઈ, વાહ ! ખરી જામી ! અરે, રાજાશાહીના આ પોલા માંડવા પોતાના ભારથી જ આખરે નમી જવાના.’ વૈશાલીના લોકોએ વચ્ચે પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો. સુકાલસેને કહ્યું : ‘પછી કોપિત રાજાએ કહ્યું : ‘અરે ! પગાર મારો ખાય છે ને મારા સામે બોલે છે ?' વર્ષકારે કહ્યું, ‘રાજન્ ! હું અને તમે, આપણે બન્ને રાજ્યનું ખાઈએ છીએ. એક રીતે આપ અને હું બંને રાજ્યના અને પ્રજાના નોકર એટલે કે સેવક જ છીએ !’ રાજા કહે, ‘મને સેવક કહે છે ? હું સેવક નથી, હું તો રાજા છું.' વર્ષકારે હિંમતથી કહ્યું, ‘રાજા તો અનેક આવ્યા અને અનેક ગયા. રાજા નશ્વર છે. રાજ્ય અનશ્વર છે.’ ‘જય મહામંત્રી વર્ષકારનો !' વૈશાલીના પ્રજાજનોમાંથી જયજયકાર ઊઠ્યો. સુકાલર્સને પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું : ‘આ સાંભળીને રાજા તો આગનો ભડકો થઈ ગયો. એણે કહ્યું, રે દુષ્ટ ! મારા રાજ્યમાં રહેવું ને મારું જ અપમાન ! તને મેં ભગવાન બુદ્ધ પાસે મોકલ્યો એ જ ભૂલ કરી. ભગવાન બુદ્ધે વૈશાલીને અજેય કહી, એટલે તેં અજેય માની લીધી. પણ વીરો તો પોતાની વીરતાથી વસુધાને તો શું, સ્વર્ગને પણ જીતે છે. હે વર્ષકાર ! તું બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ અવધ્ય છે એટલે શું કરું ? બીજો કોઈ હોત તો અહીં ને અહીં એનું માથું ધડથી અલગ થયું હોત.' વર્ષકાર વૈશાલીમાં – 251 Page #138 -------------------------------------------------------------------------- ________________ અજાતશત્રુએ પછી મહામંત્રીને શું કર્યું ?” બધેથી આતુરતાપૂર્વક પ્રશ્ન થયો. સુકાલે વાત આગળ ચલાવી : ‘વર્ષકાર મંત્રીનું શું થયું, એ પછી જણાવીશ. પણ એ વખતે મહામંત્રી વર્ણકારે જે કહ્યું તે કહું. વર્ષકાર તો અડોલ પહાડ જેવા ઊભા રહ્યા ને બોલ્યા, ‘ભૂમિ, મિત્ર ને સુવર્ણયુદ્ધનાં ત્રણ ફળ છે. મિત્રતા માગો ત્યારે મળે તે માટે ઉદાર વૈશાલીના હાથ લંબાયેલા જ છે. અને યુદ્ધથી વૈશાલીનાં ભૂમિ કે સુવર્ણ મેળવવાં દુર્લભ છે. યાદ રાખો કે ડુંગરમાં રહેલું ઉદરનું દર શોધતાં સિહ જેવાના નખ પણ તૂટી જાય છે.' ‘આ સાંભળી અજાતશત્રુ રાજાનો મિજાજ ગયો. એણે હુકમ કર્યો કે મહામંત્રીને એના પદેથી હું પદભ્રષ્ટ કરું છું. એનાં ઘરબાર લૂંટી લો, અને એ મરી ન જાય ત્યાં સુધી એને માર મારીને આપણી હદની બહાર ફેંકી આવો !' ‘ને ખરેખર, તેમ કર્યું ?” ચારે તરફથી પ્રશ્નો થયા. ‘હા. પછી વર્ષ કાર પાસેથી રાજ મુદ્રા લઈ લીધી, એને સભામાંથી ઘસડ્યો ને મારવા લીધો. પણ આ વખતે બીજા લોકો વચ્ચે પડ્યા ને બોલ્યા : ‘માથે મુંડો કરાવી, શિખા કાપી લઈ, મોંએ કાજળ ચોપડી, અવળે ગધેડે બેસાડી એને હાંકી મૂકો. એટલી સજા પૂરતી છે. સ્વમાનીને સ્વમાનભંગ મૃત્યુદંડ બરાબર છે. અને તે પ્રમાણે કરીને મહામંત્રીને આપણી હદની સમીપમાં નાખી ગયો છે !' ‘આપણી હદમાં ? વાહ, વાહ ! શું ઉત્તમ યોગ મળ્યો છે ! અરે ! ચાલો, આપણે તેમના સ્વાગતે જ ઈએ.' પ્રજાજનોએ પોકાર કર્યો. ફાલ્ગની ! ચાલો મંત્રીના સ્વાગતે જઈએ.' ના, ના. મને એ મંત્રી તરફ ભાવ નથી. એ આપણા સંબંધને હલકી નજરે નિહાળતો હતો. ખાપણું કામ પૂરું થયું. આપણે હવે પાછા ફરીએ. કર્તવ્યદેહમાં જીવતી મને આજ અપૂર્વ સંતોષ પ્રાપ્ત થયો છે.' ફાલ્ગની મુનિની નજીક જઈને બોલી. ફાલ્યુનીનું યૌવન બહારમાં હતું. મુનિ એ બહારમાં બહારની દુનિયા ભૂલી ગયા. પણ પ્રજાજનો વૈશાલીની સીમા તરફ દોડ્યાં હતાં. અરે, વૈશાલીને મન તો આખી વસુધા કુટુંબસમાન છે. આવાં નરરત્નો પાછળ તો વૈશાલી ઘેલી છે ! સુકાલસેનને બધાએ સાથે લેવા પ્રયત્ન કર્યો, પણ એને મોડું થતું હતું, જલદી ખબર પહોંચાડવાના હતા; એણે વર્ષકાર જ્યાં બેહોશ થઈને પડ્યા હતા, એ ઠેકાણું બતાવી દીધું. એક આખો જનપ્રવાહ એ તરફ વહેતો થયો. અને પ્રજાનો મોટો વર્ગ જેમાં રસ લે એમાં વૈશાલીના રાજ કર્તાઓએ પણ રસ લેવો જ પડે. સહુ ત્યાં પહોંચ્યા ત્યારે ખરેખર, મગધના મહામંત્રી વર્ષકાર નિરાશ વદને 252 શત્રુ કે અજાતશત્રુ એક ઝાડની છાયામાં બેઠા હતા. નિદાઘનો સમય હતો. સુર્ય હજાર કળાએ તપતો હતો. મસ્તકનું મુંડન કરતી વખતે નાપિતે પણ દિલની કસર કાઢી હોય એમ લાગતું હતું. વર્ષકારના મંડિત મસ્તકમાં જ્યાં ત્યાં લોહીનાં ટસિયાં ફૂટ્યાં હતાં. મોં પરનું કાજળ લૂછી નાખ્યું હતું, છતાં કાલિમા તો ત્યાં હતી જ. બધાએ ત્યાં પહોંચી જયજયકાર બોલાવ્યો. જયજયકાર તો દેવોનો હોય. હું તો શુદ્ર માનવ છું.’ વર્ષકારે ઘોર નિરાશામાં પડવા હોય તેમ કહ્યું. અમે સ્થાપિત દેવોનો તિરસ્કાર કર્યો છે. અમે તો હવે તમારા જેવા માનવદેવની પ્રતિષ્ઠા કરીએ છીએ. અમે બધી વાતો સાંભળી છે અને અમને ખાતરી થઈ છે કે તમે ખરેખર, દેવ છો. અમે આજે જ જૂના દેવોને ઉખાડવા-મૂળથી ઉખાડ્યા-અને એ સ્થળે સ્થાપનાને યોગ્ય જીવતા દેવ અમને મળી ગયા. ધન્ય અમે ! ધન્ય વૈશાલી !” વર્ષકારે ધીરેથી ઊભા થઈ, બધાને હાથ જોડતાં કહ્યું, ‘ભાઈઓ ! મહાગુરુ બુદ્ધનાં વચનો મને ખૂબ યાદ છે. તેઓ કહેતા હતા કે જેણે દેવ જોયા ન હોય એણે વૈશાલીનાં નગરજનો જોવાં. તમારા દર્શનથી હું કૃતકૃત્ય થયો છું. હવે મને મારા રસ્તે મારું કલ્યાણ સાધવા જવા દો.' ‘ક્યાં જવું છે, મંત્રીરાજ ?” લોકોએ પ્રશ્ન કર્યો. ‘બ્રાહ્મણ બીજે ક્યાં જાય ? ગંગાતીરે જ તો !' ગંગાતીરે જઈને શું કરશો ?” ‘અગ્નિનું પ્રાશન કરી દેહ પાડી દઈશ.’ ‘ કંઈ કારણ ? અધર્મ તો રાજાએ આચર્યો છે, ને પ્રાયશ્ચિત્ત તમે કરો છો ? આવું તે કંઈ હોય ?” ‘તમને એમ લાગે કે રાજાએ મારા પર જુલમ કર્યો, પણ મારું એક જૂનું પાપ છે; અંતરથી વિચારું છું ત્યારે મને સ્પષ્ટ ભાસે છે કે મારા જૂના પાપનું જ આ ફળ છે.” ‘કર્યું જૂનું પાપ ?' મારા મગધના રાજા શ્રેણિક બિંબિસાર વૈશાલીના ગણતંત્રના પરમ ઉપાસક હતા. તમને યાદ હોય તો વૈશાલીની સાથે લોહીનો સંબંધ બાંધવા તેઓ રાજ કુંવરી ચેલાનું અહીંથી હરણ કરી ગયેલા.” ‘અમને બરાબર યાદ છે. એ વેળા મગધની સુલસા નામની સતીના બત્રીસ પુત્રો ઝપાઝપીમાં ખપી ગયેલા, ને એ બાઈએ આંખમાંથી આંસુનું એક ટીપું પણ પાડેલું નહિ.” એક વૃદ્ધ સામંતે વાત કરી. વર્ષ કાર વૈશાલીમાં 1 253 Page #139 -------------------------------------------------------------------------- ________________ 35 ‘એ વાત સાવ સાચી. એ વખતે મેં વિરોધ કર્યો કે મગધના રાજતંત્રમાં ગણતંત્રની દખલ ન જોઈએ. નહિ તો આ બધા રાજકુમારો ભીખ માગશે; એમને કોઈ શેર તાંડુલ પણ નહિ આપે.” એટલે તમારી દયાએ તમને જ ખાધા, કાં ?' શાણા પ્રજાજનોએ વાત અડધેથી પૂરી કરી. | ‘હા, એમ જ થયું. જો રાજતંત્રના બદલે મગધમાં ગણતંત્ર હોય તો રાજાની તાકાત નહોતી કે મને કંઈ કરી શકે, જે સિંહને મેં પાળ્યો, એણે જ મને હણ્યો. ભાઈઓ ! મારા આ પાપનું પ્રાયશ્ચિત્ત મારે કરવું છે.' વર્ષકારની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. વૈશાલીના ભાવનાશીલ લોકો તો ખરેખર પાગલ બની ગયા : “અરે ! આવા નરરત્નને કમોતે મરવા દેવાય ? વૈશાલી તો આવા દેવોની પ્રતિષ્ઠા કરશે; એમનું સન્માન-બહુમાન કરશે.” ને લોકો વર્ષકારને ઊંચકીને, એનો જયજયકાર બોલાવતો, ઝડપથી નગર તરફ વહેતા થયા. જૂથબંધી વૈશાલીની ભરી બજારોમાંથી લોકો મગધના મહામંત્રી વર્ષકારને લઈ ચાલ્યા. વર્ષકારના મોંમાંથી પગલે પગલે રાજાશાહી સામે આક્ષેપો ને ચંગનાં બાણ છૂટતાં હતાં. એ કહેતા હતા : “ઓહ ! રાજા પોતે પરમેશ્વર બની બેઠો, પણ જનતા જ સાચો જનાર્દન છે ! હવે મારી પ્રતિજ્ઞા છે કે ગણતંત્રના પ્રચારમાં આ જીવન સમર્પ દેવું. પણ શું વૈશાલીનાં ઉદાર પ્રજાજનો મુજ પાપીને સ્વીકારશે ખરા ?” ‘શા માટે નહિ ?” પ્રજાજનો બોલ્યા, ‘અમારું ગણતંત્ર તો વસુધાનાં તમામ પ્રજાજનોને પોતાનાં માને છે, એનાં સ્વાતંત્ર્યયુદ્ધો પોતાનાં માને છે. એ તો ઇચ્છે છે કે આખી દુનિયા એક બને; એનું એક તંત્ર બને. એ તંત્રનું બધી પ્રજાઓ સ્વયં સંચાલન કરે ! બસ, અમારું એક જ ધ્યેય છે.’ તો શું તમે મને અપનાવશો ?' ‘અવશ્ય, અવશ્ય, તમે અમારા બન્યા છો; અમે તમારા બન્યા છીએ.” ‘શું હું આ શબ્દો મારા કાનથી સાંભળી રહ્યો છું ?' ‘હા.' પ્રજાજનોએ કહ્યું. આ તો જાણે અમૃતપાન છે !' વર્ષકારે પોતાનો અહોભાવ દેખાડ્યો ને એકાએક ચીસ પાડી. એને કમરમાં દર્દ થતું હોય તેમ લાગ્યું. ભયંકર દર્દ ! એ બેવડ વળી ગયા. લોકોએ એને પાસેના ઓટલા પર સુવાડી દીધા, ને કેટલાક લોકો પંખો નાખવા લાગ્યા, કેટલાક પીઠ પંપાળવા લાગ્યા. વર્ષકારે પંખો દૂર કરતાં અને પંખો નાખનારનો હાથ હઠાવતાં કહ્યું : ‘ભલાં પ્રજાજનો ! મારા તરફ દયા ન દાખવશો. આ બધું મારા પોતાના જ પાપનું પ્રાયશ્ચિત્ત છે. તમને મારા તરફ દયા આવે એ સ્વાભાવિક છે, કારણ કે તમે દયાવાન છો, પણ હું તમારી અનુકંપાને યોગ્ય નથી.” 254 | શત્રુ કે અજાતશત્રુ Page #140 -------------------------------------------------------------------------- ________________ વૈશાલીનાં પ્રજાજનો વર્ષકારની મીઠી મીઠી વાતો પર વારી ગયાં. તેઓએ છડેચોક જાહેર કર્યું કે “અમે તમને અમારા ગણતંત્રમાં માનવંત હોદો અપાવીશું. અમે જૂના દેવોને દૂર કર્યા છે. માનવ એ જ દેવ; બીજો કોઈ ઉપર-નીચે વસનાર દેવ છે જ નહિ; તમે અમારા માનવદેવોમાંના એક !' ‘ના ભાઈઓ ! એવું ન કરશો. મારા જેવો પાપી બીજો કોઈ નથી. હજી મારાં કાર્ય જુઓ, પછી કહો.’ એમાં કંઈ જોવાની જરૂર નથી. આપણે માણસ હોઈએ તો મોં પરથી સામા માણસને પારખી લઈએ.” બે-ચાર જણા ભાવાવેશપૂર્વક બોલ્યા. ‘હા, હા. અમે એમને રાજ્યમાં ઊંચી જગ્યા અપાવીશું.' બીજા પ્રજાજનોએ કહ્યું. વાહ ! શું રાજ છે ! વારી જાઉં છું ! બે વચ્ચે કેટલો બધો-લાખ ગાડાં જેટલોફેર ! અમારે ત્યાં રાજા કહે એ અમારે કરવાનું; તમારા ત્યાં તમે કહો તે રાજાએ કરવાનું !' વર્ષકારે ગણતંત્રનાં વખાણ કર્યાં. ‘ન કરે તો કાલે ઘેર બેસે. અહીં તો જૂથવાળાનું જોર . એ રાત કહે તો રાત કહેવી પડે, ને દિવસ કહે તો દિવસ કહેવો પડે.’ પ્રજાજનોમાંથી એકે જરા ગર્વ કરતાં કહ્યું. ‘ભાઈ ! અમે પણ ખરા બપોરને ચાંદની રાત કહી છે, પણ તે માત્ર એક રાજાને કારણે; માત્ર ગાંડીધેલી એક વ્યક્તિને સંતુષ્ટ કરવા ખાતર.' - “અહીં રાજા કંઈ બિસાતમાં નહિ ! પ્રજા જ સર્વસ્વ ! વ્યક્તિનું જોર નહીં, સમષ્ટિ જ સર્વસ્વ !' વર્ષકારે ગણતંત્રનાં ખૂબ વખાણ કર્યા. પ્રજાજનોએ પણ વખાણથી ફુલાઈને પોતાની પ્રશંસા પોતે જ કરી ! આખરે સહુ રાજ્યની મોટી અતિથિશાળામાં આવી પહોંચ્યાં. આ અતિથિશાળા ખૂબ વિશાલ હતી અને એમાં એક રાજમહેલને ભુલાવે તેવી વ્યવસ્થા ને શણગાર હતાં. અહીં ખાન-પાનના વિશાળ ભંડારો ભર્યા હતા, ને દેશદેશના પાકશાસ્ત્રીઓ અહીં સદાકાળ રોકાયેલા હતા. ગણતંત્રે પોતાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી, અને હવે એને પ્રસિદ્ધિ ખપતી હતી અને એ માટે દેશ-પરદેશના મોટા અતિથિઓને અહીં વારંવાર તેડવામાં આવતા હતા. અહીંનો વિલાસ અપૂર્વ હતો. વૈશાલીની વામાનાં રૂપતેજ અનોખાં હતાં, અને એનાં નયન-નીરથી વીંધાયેલ અનેક રાજદૂતો અહીં દિવસો સુધી પડ્યા-પાથર્યા રહેતા અને ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ કરતા. વક્નત્વ એ અહીં કલા લેખાતું; હૃદય કે સત્ય સાથે એને કંઈ સંબંધ નહોતો. દલીલ સચોટ હોવી ઘટે, સત્યનો અંશ એમાં હોય કે ન પણ હોય. અહીં તો વધે એ તીર, ભલે પછી એ ગમે તેનું કે ગમે તેવું હોય. 256 1 શત્રુ કે અજાતશત્રુ આ અતિથિશાળામાં આમ્રપાલી જેવી ઘણી જનપદ પ્રિયાઓ આવતી-જતીરહેતી. સૌન્દર્યની પરાકાષ્ઠાવાળી આ સુંદરીઓ એક પતિને વરી ન શકતી. જેમ રાજ્યનો ધન-ભંડાર પ્રજામાત્રનો, એમ સૌંદર્યભંડાર પણ સમસ્ત જનતાનો લેખાતો. અલબત્ત, એનો ઉપભોગ તો મોટા મોટા રાજપુરુષો કે ધનપતિઓ જ કરી શકતા, છતાં ક્યારેક ક્યારેક પ્રજાજનોને પણ તેનો થોડોઘણો લાભ મળતો. વર્ષકારને અહીં ઉતારો મળ્યો. એણે ઘણા રાજ મહેલો નીરખ્યા હતા, પણ આનો વૈભવ ઔર હતો. એની આંખો લળીલળીને એ બધાને જોઈ રહી. એના મોંમાંથી વારંવાર ધન્યવાદના સૂરો નીકળતા હતા. એક દિવસ-રાત અહીં પડ્યા રહીને વર્ષકારે પોતાનો થાક ઉતાર્યો. પણ એ વખતમાંય એણે ઘણું ઘણું જાણી લીધું. અતિથિશાળાના પાનાગારમાં અને નૃત્યગૃહમાં મોડી રાતે ગણતંત્રની વિભૂતિઓ એકઠી મળતી, ખૂબ પાન કરતી, ખૂબ નૃત્ય જોતી, અને પછી ભોજન લેતાં લેતાં જગનિંદા કરતી. આ નિંદા સાંભળી વર્મકારને લાગ્યું કે કાગડા બધે કાળા છે ! એકબીજાને પાડવાનાં, પોતાનું જૂથ વધારવાનાં ને સામાનું જૂથ ભાંગવાનાં ષડયંત્ર અહીં પણ સદાકાળ ચાલ્યા કરે છે ! જાણે રાજતંત્ર એ પયંત્રની જ બીજી આવૃત્તિ બની ગયું છે ! ઘણા બધાની ધન તથા રૂપની તૃષા અમાપ હતી, ને એ માટે સત્તા મેળવવાનાં વલખાં પણ ભયંકર હતો. સંથાગારમાં વર્ષકારને રજૂ કરવાના દિવસનો નિર્ણય લેવાઈ ગયો હતો, અને તેની જાહેરાત પણ થઈ ગઈ હતી. વર્ષકારને પણ એની જાણ કરવામાં આવી હતી. આ માટે વર્ષકારને ઘણો સંકોચ થતો હતો, પણ કેટલાક પ્રજાજનોએ એમને વચન આપ્યું હતું કે ‘તમે નિશ્ચિત રહેજો; અમારા નિર્ણયનો સ્વીકાર કર્યા વગર કોઈનો છૂટકો નથી !' ‘પણ જનતા જનાર્દન જો મને ન ઇચ્છે તો હું બીજે ચાલ્યો જવા તૈયાર છું.’ વર્ષકારે વારંવાર વિનંતી કરી.. ‘સાચું કહીએ તમને ? હવે તમારાથી અમારે કંઈ છુપાવવાનું નથી. જનતા જનાર્દન એટલે કોણ ? અમે અમારા જૂથના રાજા. અરે, જનપદપ્રિયાના ઠરાવ વખતે ઘણા એના વિરોધી હતા, પણ અમે ધાર્યું તો ઠરાવ કરાવી દીધો. આજે કોઈ માબાપ અમારી વિરુદ્ધ ગરબડ કરે કે તરત અમે એની દીકરીના કે બહેનના રૂપનાં વખાણ કરવા લાગી જઈએ છીએ. તરત તેઓ સીધા થઈ જાય છે, અને ન માને તો થોડા દહાડામાં એની દીકરીને ગણિકા બનાવી દઈએ છીએ !' જૂથબંધી 257 Page #141 -------------------------------------------------------------------------- ________________ વાહ, વાહ ! ભૂતની ચોટલી ખરી હાથમાં રાખી છે તમે તો !' ‘ગણતંત્રમાં આવાં ભૂતો ઘણાં હોય છે, ને એનો ડર મોટો હોય છે. અમારે વિરોધ પક્ષ તરફ સતત નજર રાખવી પડે છે. તમારે પણ એમાં અમને મદદ કરવી પડશે.’ જરાક ન્યાયપ્રિય છું; બાકી તો મારી ચામડીના જોડાની જરૂર પડે તો તે કાઢી દેવામાં લેશ પણ સંકોચ નહિ અનુભવું. ગણતંત્રનો વિજય એ જ હવેથી મારો જીવનમંત્ર છે !' વર્ષકારે કહ્યું. વર્ષકાર આવા મોટા આદર્શ પાછળ પોતાને નુકસાન કરી ન બેસે એ માટે પ્રજાજનોએ કહ્યું : “ઘણાં લોકો મોટાં મોટાં સૂત્રોથી ભરમાઈ જાય છે. ખરી રીતે ગણતંત્રનો વિજય એ અમારા જૂથના વિજયને આભારી છે. અમે જીત્યા તો ગણતંત્ર જીત્યું; અમે ડૂળ્યા તો એ ડૂળ્યું.' ‘આ વાત ન સમજું એવો હું મૂર્ખ નથી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં મન, વચન ને કાયાથી કંઈ પણ સેવા થઈ શકે એમ હોય તો એ કરવાની મારી મનોભાવના છે.” ‘બોલો ગણતંત્રની જય !' પ્રજાજનો હર્ષાવેશમાં આવી ગયા. તેઓને જે વાત કહેવાની હતી તે કહેવાઈ ગઈ હતી અને જે વચન લેવાનું હતું તે લેવાઈ ગયું હતું. ‘પણ આપણે એક વાત ભૂલી ગયા : અમારા લોકસેવક મુનિ વેલાકુલને ક્યારે મળવું છે ?' પ્રજાજનોએ કહ્યું. ‘સંથાગારના નિર્ણય પછી.' ‘તમે એ નિર્ણયથી આટલા કાં ડરો ?' ‘અમારે ત્યાં એકને જ સમજાવવાનો હોય છે; અહીં અનેકને કાબૂમાં લેવાના હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે મુંડે મુંડે મતિર્ભિન્ના – મગજ મગજની વાત ન્યારી !” ‘એકમાંથી અનેક અને અનેકમાંથી એક મંત્રીરાજ ! તમે ટાઢા છાંયે બેસો. વાદવિવાદ ઘણા થશે. વીજળીઓ ચમકશે, ગર્જનાના ઢોલ પિટાશે, તમને ઘડીભર એમ પણ લાગશે કે વાતનો દોર હાથથી ગયો, પણ એ વખતે મદારી જાદુની લાકડી ફેરવે અને બધું શાન્ત થઈ જાય, એમ અમે મતલાકડી વચ્ચે નાખીશું, મત લેવરાવીશું. માણસનું જૂથ તો અમારું જ મોટું હશે, એટલે આખરે વિજય આપણો જ થશે.” વાહ વાહ ! તમારા મહત્ત્વાકાંક્ષી જૂથનો મને આજીવન નમ્ર સેવક માની લેજો.’ વર્ષકારે ઉપસંહાર કર્યો. પ્રજાજનોના આ જૂથે આખરી વિદાય લીધી. નાન-સંધ્યા પતાવી વર્ષકાર અતિથિગૃહની અગાસીમાં આવ્યા ત્યારે વૈશાલીના ઊંચા મિનારાઓ પાછળ સૂરજ આથમતો હતો અને હર્યો, પ્રસાદો ને ભવનોના તેજવેરતા સુવર્ણકળશો આકાશને ચુંબતા હતા. 258 1 શત્રુ કે અજાતશત્રુ વૈશાલીના સૈનિકો ઘોડા પર ચઢી હવાનો આસ્વાદ લેવા દૂર દૂર ચાલ્યા જતા હતા. એમના મસ્તક પર રહેલી સુવર્ણપિછની કલગીઓ ખૂબ શોભા દેતી. હમણાં હમણાં સ્ત્રી-સેનાનો ઠરાવ પસાર થયો હતો, ને સ્ત્રી-સૈનિકાઓ પણ હવે ચારે તરફ ગણવેશમાં ફરતી દેખાતી હતી. આ વેશમાંય એ ખૂબ મોહક લાગતી. અત્યારે સ્ત્રીસૈનિકાઓ ઘોડે ચઢી બહાર નીકળી હતી. સૌંદર્ય ગમે તેવી અવસ્થામાં સૌંદર્ય જ રહે છે – ઘાટ જુદો, બાકી હેમનું હેમ. વૈશાલીમાં પ્રાચીન નિયમ એવો હતો કે વીસથી પચીસ વર્ષના રાજ કુમારે કે ક્ષત્રિય સાધનાની અવસ્થામાં સ્ત્રીનું મુખ પણ ન જોવું. પણ વૈશાલીના નવજુવાનોએ જેમ જનપદપ્રિયાનો કાયદો કરાવ્યો, પોતાના વીરત્વને અપમાનજનક લાગતા ભૂતકાળના દેવોને ઉખાડી ફેંકાવ્યા, એમ કાયદાથી આ નિયમના પણ ચૂરેચૂરા કરી નાખ્યા હતા. એ કહેતા : આવા નિયમો તો જુવાનોની પામરતાનાં પ્રદર્શન છે ! અને આ નિયમ દૂર થયા પછી ઘણા સૈનિકોને સ્ત્રીસૈનિકો વિના બહાર નીકળવું ન ગમતું. જ્યારે નર સૈનિક અને નારી સૈનિક સાથે નીકળતાં ત્યારે એમનો ઉત્સાહ અપૂર્વ રહેતો. લોકો કહેતાં કે આટલી તાજગી કોઈના મોં પર પહેલાં કદી નથી દેખાઈ ! આ સહચારમાં જીવન જાગે છે, સ્કૂર્તિ આવે છે, કામ કરવાનો ઉછરંગ રહે છે. ભગવાન મહાવીર અને લોકગુરુ બુદ્ધના પ્રભાવથી અહીં ધૂત અને શિકાર બંધ જેવાં થયાં હતાં, પણ કેટલાક મનોવિજ્ઞાનશાસ્ત્રીઓએ સ્પષ્ટ કહ્યું કે આ રીતે મનને અંકુશમાં મૂકવાથી એની સ્વાભાવિક શક્તિઓ કુંઠિત બની જાય છે. વિકૃતિનાં મૂળ નિયમનમાં રહેલાં છે. કેટલાક ઉત્કાન્તિવાદીઓએ તો એ પણ જાહેર કર્યું કે પશુની પશુતા પણ બંધનને આભારી છે, એને મુક્ત કરો અને એ પશુ મટી જશે. કોઈ પણ જાતનું નિયમન ન જોઈએ, નિયમન એ તો એ બંધન છે, અને બંધન તો પશુને ઘટે. - સંથાગારમાં આ ઠરાવ આવ્યો ત્યારે ભારે ઊહાપોહ થયો. ધૃત અને શિકાર સામે ભારે સૂગ પ્રગટ થઈ. આખરે એવો નિર્ણય થયો કે, સંસ્કારિતાની દૃષ્ટિએ છૂટ આપવી યોગ્ય લાગે તો આપવી; અને તે માટે યોગ્ય કરવા-કરાવવા માટે એક સલાહકાર મંડળી નીમી. આ મંડળીએ ઊંચા માણસો સંસ્કારી રીતે હાર-જીત રમી શકે તેવી રમતો શોધી આપી. એ માટે રાજની જરૂરી મંજૂરી લઈ લે ને રમે. એ હાર-જીતના દ્રવ્યમાંથી થોડો હિસ્સો રાજને પણ મળે. સારાંશમાં, ઊંચા સંસ્કારી વર્ગોમાં આ ધૂત રયાયું. પ્રજા જો ધૂત ખેલે તો દંડને પાત્ર બને. એટલે ધૂત ઊંચા પ્રકારની રમત બની ગઈ. અને માત્ર હલકા ને ગરીબ પ્રજાજનો દ્વારા રમાતું ધૂત દંડનીય ઠર્યું. જૂથબંધી 1259 Page #142 -------------------------------------------------------------------------- ________________ વર્ણકારે આ રંગીન વૈશાલી જોઈ, એનું ઊર્મિ અને થનગનાટભર્યું જીવન જોયું; નિત્ય આનંદ, નિત્ય ઓચ્છવ, નિત્ય નંદકુમાર જેવા નરને નીરખવા : આમાં વૈકુંઠ કોને વહાલું લાગે ? મરવું કોને ગમે ? સંધ્યાનો સૂરજ ધીરે ધીરે આથમણા આભમાં ડૂબી ગયો, ને નિશાસુંદરી કાળું ઓઢણું ઓઢીને આવી પહોંચી. તારાઓ સુંદરીના સાળુની ટીપકી બનીને ચમકી રહ્યા, ને વૈશાલી નગરી દીવાઓથી ઝળહળી ઊઠી.. અહીં રોજ દિવાળી હતી. અહીંનું જીવન રાતમાં જ જાગતું. મહત્ત્વના નિર્ણયો રાતે લેવાતા. હમણાં હમણાં શ્રમણ સાધુઓનો પગદંડો આ તરફ વધી ગયો હતો; અને તેઓ વારંવાર લોકજીવનમાં દખલ કરતા હતા, બોધ દેવાની એમને ભારે ચળ રહેતી. મોજીલા લોકો રોજ આ કરવું ને આ ન કરવું સાંભળી સાંભળીને કંટાળી ગયા હતા. આખરે આ કંટાળો સંથાગાર સુધી પહોંચ્યો. સંથાગારમાં આ વિશે ભારે ઊહાપોહ જાગ્યો. સામાન્ય રીતે શ્રમણો સામે કંઈ બોલવાની તેમની હિંમત નહોતી; ગણતંત્રના મૂળ નિયમોમાં તેઓનો મોટો હિસ્સો હતો ને બહારની દુનિયામાં એની પ્રતિષ્ઠા પણ એ કારણે જ હતી. પણ અહીંના મનોવિજ્ઞાનશાસ્ત્રીઓએ જાહેર રીતે કહ્યું કે આ પ્રકારના બોધથી માણસની સ્વાભાવિક બુદ્ધિપ્રતિભા કુંઠિત થઈ જાય છે, અને મનમાં સૂતેલું એક તત્ત્વ એવું વિચિત્ર છે કે, જો એને કહીએ કે આ ન કરવું તો એ કરવા તરફ વધારે પ્રેરાય છે; એને આવા બોધથી પ્રોત્સાહન મળે છે. માટે ભલે ઉપાશ્રયો ને વિહારોમાં બોધપ્રદ ભાષણો થાય, પણ છડેચોક આવું બોધપ્રદ ભાષણ કે લેખન થવું હિતાવહ નથી. ગણતંત્ર તો આદર્શ માનવ ઘડનાર તંત્ર છે. વિશ્વમાંથી યુદ્ધને દેશનિકાલ કરવાની ચળવળ ચાલતી હતી. ‘યુદ્ધ નહિ’ - ની પરિષદો ભરાતી, એમાં મહાવીર કે બુદ્ધને બોલાવાતા, પણ માણસનું અંતર તો જૂથમય બની ગયું હતું. પ્રાંતે પ્રાંત કે દેશદેશનો વિરોધ તો દૂર રહ્યો, પણ અહીં એક મહોલ્લો બીજા મહોલ્લાનો વિરોધી બન્યો હતો ! અને ન જાણે પરસ્પર ક્યારે યુદ્ધમાં ઝંપલાવી દેશે, તે કંઈ કહેવાતું નહોતું ! ભગવાન મહાવીરે એક વાર સૂત્ર આપ્યું : “તું તારી જાત સાથે યુદ્ધ કર ! અંદર યુદ્ધ કર ! બહાર યુદ્ધ કરવાથી શું ?' સહુ આ સૂત્રથી વિરુદ્ધ અર્થ અને આચરણ કરીને બેઠાં હતાં. સૌ પોતાની જાતિ સાથે રોજ સંઘર્ષ કરતા, અંદરોઅંદર લેષભાવ કેળવતા અને બહાર શાંતિનાં રણશીંગાં ફૂંકતા : ‘અમે શાંતિપ્રેમી ' વર્ષકારે આ બધું જોયું. એ વિચક્ષણ પુરુષ વૈશાલીના અંતરંગ રાજ કારણની 260 શત્રુ કે અજાતશત્રુ વિચારણામાં ઊંડો ઊતરી ગયો. અચાનક નૂપુરઝંકારથી એની વિચારમાળા તૂટી. એણે જોયું તો મગધપ્રિયાને બોલાવે તેવી એક નૃત્યાંગના છમ છમ કરતી ત્યાં આવી રહી હતી. વિશ્વામિત્રને ચળાવવા આવતી મેનકા જેવી એની રૂપછબી હતી. માણસને પીધા જ કરવાનું મન થાય તેવી એની સૌંદર્યસુધા હતી. એ ઠમક ઠમક કરતી, કમરથી લચકાતી, અંગમરોડ રચતી વર્ષકાર પાસે આવીને નમી રહી. કવિત્વમય બાનીમાં એ બોલી, ‘નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો.’ ‘રે સુભગ ! તું કોણ છે ?' ‘આપે કેમ જાણ્યું કે મારું નામ સુભગા છે ?' નૃત્યાંગના આશ્ચર્ય અનુભવી રહી. ‘કેમ વળી ?' વર્ષકારે પૂરો જવાબ ન આપ્યો. કાકતાલીય રીતે પ્રાપ્ત થયેલ તકનો એ લાભ લઈ રહ્યા. - ‘આપે વગર કહ્યું મારું નામ જાણી લીધું. ખરેખર, આપ માનવદેવ છો, અમારા પૂજનીય છો. આપના ચરણ ચાંપવાની મને અનુમતિ આપો. અમારા શ્રમણો કહે છે કે સાધુના સંગથી મુક્તિ મળે, તો સાધુના સ્પર્શથી તો ન જાણે શુંયે મળે ?” ને નટી આગળ વધી. એ રાજ ની મહાન નાટ્યશાળાની અધિષ્ઠાત્રી હતી. | ‘રે દેવી ! હું બ્રાહ્મણ છું, સ્ત્રીથી અસ્પૃશ્ય છું, એમાંય નટ-વિટ સ્ત્રીઓથી તો ખાસ.' | તમારા દેશ તરફ અમને તિરસ્કાર છૂટે છે. કલાકારો તરફ આટલું હીન વર્તન ! અહીં નટ અને નદીઓને મહામાન્ય રાજ પુરુષો સાથે સ્થાન મળે છે. જુઓ, ખરું કહીએ તો રાજકારણ અમારા રૂપકલાકારોના હાથમાં છે. સંભળાય છે કે મગધ વૈશાલી પર ચઢી આવ્યું છે. હિંસક યુદ્ધ કરવું કે શાંતિનાં કબૂતર ઉડાડવાં એનો નિર્ણય આજે થવાનો છે. શાંતિવાદી જૂથ યુદ્ધના વિપક્ષમાં છે. એ પક્ષ તરફથી હું અત્રે ઉપસ્થિત થઈ છું.’ નૃત્યાંગના સુભગાએ કહ્યું. ‘તમે શું કરશો ?” ‘હું જૂથનાં તમામ સભ્યોને અહીં એકત્ર કરીશ.” ‘તમે કેવી રીતે એકત્ર કરશો ? એ બધાને તમે નિમંત્રણ મોકલ્યાં છે ખરાં ?” વર્ષકારે પ્રશ્ન કર્યો. કોરાં નિમંત્રણથી કોઈ ન આવે. આ તો જનગણનું કામ. એટલે જો તેઓને કાને મારું નામ જાય, હું થોડુંક નૃત્ય કરીશ, એમ તેઓ જાણે તો આવે. માને કે ચાલો, કર્ણનું અમૃત ને ચક્ષુની સુરા તો મળશે.” જૂથબંધી D 261 Page #143 -------------------------------------------------------------------------- ________________ વાહ વાહ ! આનું નામ કલાપ્રીતિ. વાહ વૈશાલી, વાહ ! અને વાહ દેવી સુભગા ! ધન્ય તમારો રાષ્ટ્રપ્રેમ !' નટીએ વર્ષકાર વિશે ઘણું સાંભળ્યું હતું. એ પોતાનાં વખાણ કરે છે, એ જાણી એ ખૂબ ફુલાઈ ગઈ. એ બોલી : ‘મંત્રરાજ ! કલાકારને દેશ-કાળના સીમાડા હોતા નથી. તમે દેવ છો. તમારી આગળ ખોટું નહિ બોલું. ઘણી વાર મંત્રણા માટે ખાસ ખાસ વ્યક્તિઓને હાજર કરવાની હોય ત્યારે નિમંત્રણ સાથે મારા નગ્ન નૃત્યની જાહેરાત પણ મોકલવી પડે છે.’ ‘નગ્ન નૃત્ય ? એના પર કાયદાનો પ્રતિબંધ નથી ?' ‘જરૂર છે. પણ જ્યાં નિયમ છે, ત્યાં અપવાદ પણ છે. અવસરે કાયદામાં છૂટ મળી રહે છે. કાયદો કોઈ અવિચળ વસ્તુ નથી. સિદ્ધાંત સમય સાથે પલટાય છે.’ ‘વાહ, વાહ ! અમારા જુનવાણી લોકો તો માને છે કે સમય પલટાય, પણ સિદ્ધાંત ન પલટાય.' ને વર્ષકારે મોટેથી હાસ્ય કર્યું. અતિથિશાળાના એક ખંડમાં આમંત્રેલા આગંતુકો ક્યારના આવી ગયા હતા, ને નટીને ન જોતાં આકળા થઈ બૂમાબૂમ કરતા હતા. બાળકોને રડતાં જોઈ માતા દોડે તેમ સુભગા ત્યાં દોડી ગઈ. થોડીવારમાં કોલાહલ શાંત થઈ ગયો. ઘૂંઘરુનો નાદ હવામાં ગુંજી રહ્યો. 262 7 શત્રુ કે અજાતશત્રુ 36 રાજનીતિના પ્રકારો વૈશાલીની રાજનીતિ માટે એ દિવસ ભારે ઉત્સાહજનક હતો. જ્યારે મગધની સેના ધીરે ધીરે વૈશાલીની સરહદો દબાવી રહી હતી, એવે વખતે મગધનો મહામંત્રી દેશનિકાલ થાય, વૈશાલીની સીમામાં આવી આશ્રય માટે યાચના કરે, અને મિત્રતા માટે હાથ લાંબો કરે ત્યારે શું સમજવું ? શું ધારવું ? વૈશાલીનાં પ્રભાવશાળી જૂથો મહામંત્રીને આશ્રય આપવામાં ગણતંત્રની ઉદાર નીતિનો વિજય જોતાં હતાં. લોકસેવક મુનિ વેલાકુલે પોતાના જ્ઞાન દ્વારા જણાવ્યું હતું કે આ પ્રકારે મંત્રીનું મળવું એ માનસ્તૂપને ઉખેડી નાખ્યાનું ફળ છે; નહિ તો મગધમાં આ રીતે અંદરોઅંદર ફાટફૂટ ન પડે. કુસંપ એ સર્વનાશનું પહેલું પગથિયું છે. મગધ પોતાના ભારથી જ ભાંગી પડશે. બીજો પક્ષ હતો તો લઘુમતીમાં, પણ રાજનીતિ વિશે જુદા દૃષ્ટિકોણ-વાળો હતો. એ માનતો હતો કે રાજકારણમાં વિશ્વાસુનો પણ અતિ વિશ્વાસ ન કરવો, એમ કહ્યું છે, તો અવિશ્વાસુનો વિશ્વાસ તો કરાય જ કેવી રીતે ? બંને પક્ષો પોતપોતાની તૈયારીઓ કરીને આવ્યા હતા. બહુમતી પક્ષ પોતે માની લીધેલી વાત માટે વિશેષ વિચારણા કરવા તૈયાર ન હતો. એ માત્ર ગણતંત્રની અપાર કીર્તિને જોતો હતો. એ તો ગુંજતો હતો કે કીર્તિ કેરાં કોટડાં પાડ્યાં નવ પડંત ! ગમે તેમ કરીને કીર્તિ સાચવો ! લઘુમતી પક્ષ કહેતો હતો કે રાજનીતિ કે જેમાં તમામ પક્ષો પોતપોતાના સ્વાર્થની રીતે વિચારે છે, ને આચરે છે, એમાં મનુષ્ય જાગ્રત રહીને વર્તવું ઘટે. રાજનીતિમાં ભોળપણ એ દોષ છે, મૃત્યુ છે, વિનાશ છે ! સંથાગારમાં નિયત સમયે પરિષદા મળી. કાર્ય-સંચાલન શરૂ થયું. આ વખતે Page #144 -------------------------------------------------------------------------- ________________ લઘુમતી પક્ષે પોતાનું નિવેદન રજૂ કર્યું. આ વાત કરનાર વિક્રમંડલના શિરોમણિ સુરશર્મા હતા. એ ‘દેવ’ના ટૂંકા નામે ઓળખાતા. તેઓ હંમેશાં શાસ્ત્રના આધાર લઈને આગળ ચાલતા. તેઓએ શત્રુપક્ષના પંખીને પણ દુર્ગમાં આશ્રય આપવો ન જોઈએ એવું વિધાન કર્યું, અને પોતાના સ્વભાવ મુજબ એના સમર્થનમાં ભારતના પ્રાચીન રાજનીતિશાસ્ત્રની એક વાત રજૂ કરી : xએક પ્રદેશમાં એક ગામ જેવો મોટો વડલો હતો. એ વડલા પર કાગડાઓનો રાજા મેઘવર્ણ પોતાના કાગપરિવાર સાથે રહેતો હતો. જુવાન રૂપાળી કાગડીઓ ને નાનાં કાગબચ્ચાંથી વડલો કિલ્લોલ કરતો. આ વડથી થોડે દૂર પર્વતની ગુફાઓમાં પોતાનું નગર વસાવીને અરિમર્દન નામનો ઘુવડ રાજ કરતો હતો. આ રાતના રાજાની આણ બધે પ્રવર્તતી. ઘુવડ અને કાગડાઓને જૂનાં વેર હતાં, ઘુવડોએ ધીરે ધીરે વડલા પરનાં કાગકુટુંબોને ઓછાં કરી નાખ્યાં. શત્રુ અને રોગની બાબતમાં આળસુ કાગકુટુંબો પોતાનો સર્વનાશ જોઈ મોડાં મોડાં પણ જાગ્યાં. બધાં કામમંડળો એકઠાં થયાં. આ વખતે રાજા મેઘવર્ષે સહુને ઉદ્દેશીને કહ્યું કે “શત્રુનો પ્રતિકાર કરવાની પળ આવી પહોંચી છે, પણ એકદમ તેના દુર્ગ પર આક્રમણ કરી શકાય તેમ નથી. શાસ્ત્રમાં સંધિ, વિગ્રહ, યાન, આસન સંશ્રય ને ઢંધીભાવ, આ પ્રકારે શત્રુના વિનાશના ઉપાયો બતાવ્યા છે. એમાંથી કોનો પ્રયોગ કરવો તે કહો.’ આ વખતે મેઘવર્ણના પાંચ સચિવો હતા. તેઓએ કહ્યું : ‘આ માટે એકાંતમાં બેસીને મંત્રણા કરવાની જરૂર છે.” રાજા પાંચ સચિવ અને એક વૃદ્ધ મંત્રી સ્થિરજીવી સાથે એકાંતમાં મંત્રણા કરવા બેઠો. યુદ્ધમાં જેટલા કાન ઓછા ભેગા થાય તેટલું સારું. રાજાએ કહ્યું, ‘મારા પ્રિય સચિવો ! શત્રુથી આપણી સુરક્ષા કરવા માટે તમે તમારો અભિપ્રાય નિઃસંકોચ દર્શાવો !' પહેલા સચિવે કહ્યું, ‘શત્રુ બળવાન અને સમયે પ્રહાર કરનાર હોય તો તેની સાથે સંધિ યોગ્ય છે. બળવાન સાથે યુદ્ધ યોગ્ય નથી. મેઘ કદી પણ પવનની સામે જતા નથી.* આ પછી બીજા સચિવે કહ્યું, ‘શત્રુ ક્રોધી ને કપટી હોય તો તેની સાથે સંધિ યોગ્ય નથી. કારણ કે પાણીને ગમે તેટલું ગરમ કરીએ, તોય તે અગ્નિને બુઝાવી નાખે છે. આવા શત્રુઓ સાથે યુદ્ધ જ ધર્મ છે. સંધિ કરી હોય તોય તેઓને ફરી બેસતાં વાર લાગતી નથી.' * પંચતંત્રમાંથી. 264 B શત્રુ કે અજાતશત્રુ ત્રીજા સચિવે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું, ‘શત્રુ બળવાન છે, માટે હાલ તુરત સંધિ કે વિગ્રહ કરવા કરતાં યાન જ યોગ્ય છે. બહાદુરીથી પાછા હઠીને પ્રાણની રક્ષા કરવી. રાજા યુધિષ્ઠિરે અને મહારથી શ્રીકૃષ્ણ શત્રુને બળવાન જોઈ દેશનો ત્યાગ કર્યો હતો, અને એ વખતે પ્રાણની રક્ષા કરી ફરી રાજ્ય પ્રાપ્ત કર્યું હતું.' પ્રત્યેક મંત્રીની સલાહ ખૂબ જ કીમતી હતી. આથી રાજાએ ચોથા સચિવને પૂછ્યું, ‘તમારો અભિપ્રાય આપો.' ચોથા મંત્રીએ કહ્યું, ‘દેવ ! હું સંધિ, વિગ્રહ કે યાન એ ત્રણેમાંથી એકેયમાં માનતો નથી. મને તો સને ગમે છે. પોતાના સ્થાનમાં રહેલો મગર મોટા હાથીને પણ ખેંચી જાય છે, અને સ્થાનભ્રષ્ટ થયેલા સિંહને બળવાન કૂતરો પણ પરાભવ પમાડે છે. પાંચમાં મંત્રીએ કહ્યું : “મારા મતે તો આ પ્રસંગ સંશ્રયનો છે. કોઈ પણ રાજાની સહાય મેળવી યુદ્ધ કરવું. એકાકી ઝાડ ગમે તેવું બળવાન હોય તોપણ તોફાની પવન તેનો નાશ કરી શકે છે.' આ વખતે સ્થિરજીવી નામના સકલ નીતિશાસ્ત્ર પારંગત મંત્રી ત્યાં બેઠા હતા. રાજાએ તેમનો અભિપ્રાય પૂછડ્યો. વૃદ્ધ મંત્રી સ્થિરજીવીએ કહ્યું, ‘મારા મત પ્રમાણે આ સમય દ્વૈધીભાવનો છે. શત્રુને વિશ્વાસમાં લઈ, તેનું છિદ્ર જાણી, તેને ઠગવો. કફનો નાશ કરવા માટે જેમ પહેલાં ગોળ ખાઈને કફ વધારવામાં આવે છે, અને પછી તેનો નાશ કરવામાં આવે છે તેમ, શત્રુની પાસે જઈ, તેનામાં વિશ્વાસ કરી, તેના મિત્ર થઈ, તેનો વિશ્વાસ સંપાદન કરી તેને હણવો.” મેઘવર્ણ રાજા કહે, ‘આ કેમ બને ?” સ્થિરજીવી કહે, ‘પોતાનાથી પણ બળવાન શત્રુનો બુદ્ધિ અને વિજ્ઞાનથી નાશ કરી શકાય છે. રાજન ! આ કામ હું ઉપાડી લઈશ, ને આપણા શત્રુનો નાશ કરીશ.” મેઘવર્ણ રાજા કહે, તે કેવા પ્રકારે તે મને કહો. અને એ અંગે અમારે શું શું કરવું તે અમને સૂચવો.” શું શું કરવું તે સ્થિરજીવીએ રાજાના કાનમાં કહ્યું. બીજે દિવસે સભામાં સ્થિરજીવી મંત્રી રાજા સામે આક્ષેપ કરવા લાગ્યો, અને ગમે તેમ બોલવા લાગ્યો. સભામાં બધા ગરમ થઈ ગયા. રાજા મેઘવર્ણ આ વખતે આગળ આવ્યો, અને બોલ્યો, ‘અરે ! આ દ્રોહી ઘરડા કાગડાને મને જ સજા કરવા દો.” અને રાજાએ સ્થિરજીવીને ચાંચના તીવ્ર પ્રહાર કરી ઘાયલ કર્યો; પછી સર્વ રાજનીતિના પ્રકારો 1 265 Page #145 -------------------------------------------------------------------------- ________________ કાગસભ્યોને કહ્યું કે, ‘આપણે હવે આ સ્થાનનો ત્યાગ કરીને ચાલી નીકળવું જોઈએ. ભલે આ લોહીનીંગળતો બદમાશ સ્થિરજીવી અહીં કમોતે મૃત્યુ પામે !' | મેઘવર્ણ સાથે બધા કાગડાઓ ચાલી નીકળ્યા. આ ખબર ઘુવડના રાજા અરિમર્દનને મળતાં એ સાંજ થવાની રાહ જોવા લાગ્યો. ભાગતા શત્રુઓનો નાશ સહેલાઈથી થાય છે. સૂરજ દેવ મેર બેઠા કે અરિમર્દન પોતાની ઘૂડસેના સાથે વડલાને ઘેરી વળ્યો. પણ એક કાગડો તો શું, કાગનું ઈંડું પણ ત્યાં નહોતું. સરસ ! વૂડસેના ડાળે બેસી સંગીત કરવા લાગી. એ વખતે એકાએક રુદનનો અવાજ આવ્યો. સાંભળ્યું તો કાગનું રુદન ! બધા એ દિશામાં ધસી ગયા : અરે ! શત્રુનો શેષ હજી યે અહીં રહી ગયો લાગે છે. ત્યાં તો ઘાયલ પડેલો વૃદ્ધ કાગડો, જેની પાંખો પણ અડધી કપાઈ ગઈ હતી, તે બોલ્યો, “અરે ! હું તમારે આશ્રયે આવ્યો છું. મારી ઓળખાણ તમને આપું. હું કાગરાજ મેઘવર્ણનો મહામંત્રી સ્થિરજીવી છું. મને તમારા રાજા અરિમર્દન સાથે મુલાકાત કરાવી આપ. પછી હું બધી વાતો કહીશ. એ પછી મારું જે કરવું હોય તે કરવા તમે કુલમુખત્યાર છો.' ઘુડસેના પાછી હઠી ને રાજા અરિમર્દનને એણે બધી વાત નિવેદિત કરી. અરિમર્દન તરત એ ઘાયલ કાનમંત્રી પાસે ગયો ને બોલ્યો : “અરે કાગ ! મને કહે કે તારી આ દુર્દશા કઈ રીતે થઈ ?” “શું કહું મારી કથની, રાજ ! મારા હાથે મેં કરી, એમ મારે કહેવું જોઈએ. ગઈ કાલે કાગસેનાનો મોટો વિનાશ સાંભળી કાગરાજ એકદમ આપની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. રણભેરીઓથી દિશાઓ ગુંજી રહી. આ વખતે મેં કહ્યું, ‘રે કાગરાજ ! રાજા અરિમર્દન સાથે યુદ્ધ એ તમારા ગજા બહારની વાત છે. એની સાથે સંધિ કરો. રાજા ઉદાર છે. એ તમને હોંશે હોંશે દિવસની સુબાગીરી સોંપશે. બળવાન શત્રુ સાથે મિત્રતા કરવી એ બુદ્ધિમત્તાનું લક્ષણ છે.” મારાં આ વચનો સાંભળી રાજા અને તેના તમામ નવા મંત્રીઓએ કહ્યું કે ‘સ્થિરજીવી રાજદ્રોહી છે, શત્રુ સાથે ભળેલો છે.' ને પછી તે બધાએ ભેગા મળીને મારી આ વિપરીત દશા કરી. હવે આપના ચરણનું શરણ એ જ મારી છેલ્લી ઇચ્છા છે. જ્યારે હું સ્વસ્થ થઈશ, ત્યારે તમને કાગમંડળમાં દોરી જ ઈશ; અને એ દુષ્ટોનો સમૂલ ઉચ્છેદ કરાવીશ, ત્યારે જ મને જંપ વળશે.’ રાજા અરિમર્દન ઘાયલ કાનમંત્રીના શબ્દો સાંભળી દયાવાન બની ગયો ને બોલ્યો : ‘જે શરણાગતને પાળે છે એ અશ્વમેધ યજ્ઞનું ફળ પામે છે. તમને મારું શરણ છે. નિરાંતે અમારા દુર્ગમાં વસો.’ બીજા એક મંત્રીએ રાજાના વચનને ટેકો આપતાં કહ્યું, ‘રાવણના વિનાશ માટે રામે વિભીષણનો સત્કાર કર્યો જ હતો ને ! ઘુડરાજનું પગલું શાસ્ત્રસંમત છે.” ત્રીજા મંત્રીએ કહ્યું, આપણા કારણે એ કાગ અપમાન પામ્યો, માટે આપણે એને શરણ આપવું જોઈએ. માણસ માટે મોટામાં મોટું પાપ કૃતજ્ઞતા છે, અને મોટામાં મોટી કીર્તિ કૃતજ્ઞતા છે. કર્યાની કદર તો થવી જ જોઈએ.' આ વખતે વક્રનાસ નામના મંત્રીએ કહ્યું, “બધી વાત સાચી, પણ શત્રુને દુર્ગમાં પ્રવેશ ન આપવો. જે રાજાના દુર્ગમાં અજાણ્યા માણસો પ્રવેશ કરે છે, એ રાજા જલદી શત્રુથી વિનાશ પામે છે. રાજનીતિમાં તો વિશ્વાસનો પણ અતિ વિશ્વાસ ને કરવો એમ કહ્યું છે, તો અવિશ્વાસ અને અરિપક્ષનો ભરોસો તો કેવી રીતે થાય ? હું આ વાતનો વિરોધ કરું છું.' આ સાંભળી રાજા નારાજ થયો ને બોલ્યો : ‘બહાદુરોના દુર્ગ પાષાણની દીવાલોમાં નથી હોતા પણ એની ભુજાઓમાં હોય છે. બાકી જેનું દૈવ રૂક્યું એને દુર્ગ હોવા છતાં કોણ રક્ષી શક્યું છે ? કીર્તિ જ એક અવિચળ છે. અરે, નામ તેનો નાશ છે. કેવો મોટો રાવણ રાજા ! ત્રિકુટાચલમાં જેનું સ્થાન, સાગર આખો જેના નગરની આજુબાજુ ખાઈ બનેલો, રાક્ષસ જેવા જેના યોદ્ધાઓ, કુબેર જેવો જેનો ભંડારી અને જેનું નીતિશાસ્ત્ર શુક્રાચાર્ય જેવાએ રચ્યું, એ રાજા કાળને વશ થઈ નાશ પામ્યો, તો આપણે કોણ ? યાદ રાખો કે કાળને પણ કીર્તિ જીતે છે. માટે કીર્તિની રક્ષા કરો !” પછી રાજાએ સ્થિરજીવી મંત્રીને કહ્યું, ‘મારા પરિજનો અસંમત હોવા છતાં હું તારો સ્વીકાર કરું છું. મારા દુર્ગમાં આવે અને યથેચ્છ રહે.’ સ્થિરજીવીએ કહ્યું : “ગમે તેવો તોય હું શત્રુગણનો સદસ્ય છું. મારાથી દુર્ગમાં ન રહેવાય; દુર્ગના દ્વાર પાસે રહીશ.’ સ્થિરજીવી દુર્ગના દ્વાર પર રહ્યો, અને પોતાના ઘરમાં બહારથી કાષ્ઠના કકડા લાવીને ભેગા કરવા લાગ્યો. આ વખતે મહારાજનીતિજ્ઞ વક્રનાએ પોતાના સાથીઓને કહ્યું: ‘જ્યારે કોઈ રાજ્યનું અનિષ્ટ થવાનું હોય છે, ત્યારે એના આગેવાનોની બુદ્ધિમાં ભ્રમ ને ભ્રષ્ટતા પેદા થાય છે. દેવતાઓ ગોવાળિયાની જેમ લાકડી લઈને રક્ષણ કરતા નથી; જેને વૃદ્ધિ પમાડવા છે તેને તેઓ બુદ્ધિસંપન્ન કરે છે. દેવો શસ્ત્ર લઈને ક્રોધ કરીને કોઈને હણતા નથી, જેને હણવા ઇચ્છે છે તેની બુદ્ધિમાં ભ્રમ ઊભો કરે છે. આપણા રાજાની બુદ્ધિમાં ભ્રમ થયો છે, માટે જો આપણે ઉગાર ચાહતા હોઈએ તો અહીંથી જલદી ચાલી નીકળો.” 266 | શત્રુ કે અજાતશત્રુ રાજનીતિના પ્રકારો 1 267 Page #146 -------------------------------------------------------------------------- ________________ અને વક્રનાસ પોતાના સાથી ઘુવડો સાથે ચાલી નીકળ્યો. કાગમંત્રીને તો પોતાના માર્ગનો કાંટો ટળી ગયો લાગ્યો; એને હવે ફાવતું જવું. એણે જ્યાં ત્યાં કાષ્ઠના ટુકડા નાખવા માંડ્યા, ને પોતે મહારાજા અરિમર્દન માટે પલંગ વગેરે બનાવવા લાકડાં ભેગાં કરે છે, તેમ કહેવા લાગ્યો. એક સવારે સૂર્યનારાયણ ઊગું ઊગું થઈ રહ્યા હતા, ને સ્થિરજીવી દુર્ગમાંથી બહાર નીકળ્યો. રોજા અરિમર્દન આખી રાત સુરા ને સૌંદર્યનો રંગ માણ્યા પછી અત્યારે તાજી ઊંઘમાં પડ્યો હતો લાગ જોઈને કાગ મંત્રીએ રાજા મેઘવર્ણને કહ્યું, ‘સળગતો કાષ્ઠનો કટકો લઈને ઘુવડોના દુર્ગમાં ફેંકી આવો ! ધૂડોનો કુંભીપાક કરો !” કાગડાઓ સળગતાં લાકડાં લઈને ઊડ્યા, ચૂડોના દુર્ગમાં નાખ્યાં. એકદમ આગ ફાટી નીકળી. અરિમર્દન સાથે તમામ ઘેડ પ્રજા વિનાશને વરી. રાજા મેઘવર્ષે ફરી પોતાનો રાજ્યાભિષેક કર્યો, અને મંત્રી સ્થિરજીવીને મુખ્ય મંત્રી બનાવ્યો. સ્થિરજીવીએ તમામ સભાને એક નીતિમંત્ર આપતાં કહ્યું, ‘હથિયારથી શત્રુ પૂરેપૂરો હણાતો નથી; બુદ્ધિથી જે હણાય છે, તે ખરેખર હણાય છે. શસ્ત્ર તો માત્ર માણસના દેહને હણે છે, જ્યારે બુદ્ધિથી માણસનાં કુળ, યશ અને વૈભવનો નાશ પણ કરી શકાય છે.' સુરશર્માએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું : “વૈશાલીનાં પ્રજાજનોને હું આ વાર્તાથી ચેતવું છું કે તમારે અરિમર્દનની જેમ આ શત્રુપક્ષના મંત્રીનો વિશ્વાસ કરવો નહિ !' સુરશર્મા વયોવૃદ્ધ બ્રાહ્મણ હતો, અને વૈશાલીની ઉન્નતિમાં એણે ઘણો ભાગ લીધો હતો. પણ એના જુનવાણી વિચારોથી એ હમણાં હમણાં થોડો પાછો પડી ગયો હતો. એ જ્યારે ત્યારે શાસ્ત્રની દુહાઈ દેતો ને પુરાણા નીતિનિયમોની વાતો કરતો. બીજા વિદ્વાન બ્રાહ્મણો એની વાતો સાંભળીને કહેતા, ‘શર્માજી ! જરા સમયને ઓળખતાં શીખો '. પણ શર્માજી સમયને ન ઓળખી શક્યા. છતાં આજની એમની વાર્તા ભલભલાને સંશયમાં નાખી દે તેવી હતી. એક વાર આખું સંથાગાર વિચારમાં પડી ગયું. અંદર અંદર બધા વાતો કરી રહ્યા હતા, એનો સહૃદયતાનો પારો એકદમ નીચે ઊતરવા લાગ્યો. આ વખતે ફાગુની ઊભી થઈ. ફાલ્ગની એના સૌંદર્યને જેટલું બહેકાવી શકાય તેટલું બહેકાવીને આવી હતી. હમણાં એ વૈશાલીના ગણતંત્રની માન્યતા પામી હતી. 268 1 શત્રુ કે અજાતશત્રુ એ જાણતી હતી કે પ્રશંસા ગમે તેટલી જૂઠી હોય, છતાંય માનવમન પર એની અસર થાય છે, એમ રૂપનો ગમે તેટલો તિરસ્કાર થાય પણ પુરુષમન પર તેનો પ્રભાવ પડે જ છે ! ફાલ્ગનીની કલામય દેહયષ્ટિને બધા નીરખી રહ્યા. એ બોલી – જાણે કોઈ સિતાર રણઝણી : ‘સુહદો ! માણસ આખરે તો જુનવાણી પશુ છે, જરાક મુક્ત થયું કે જૂના નિવાસસ્થાને જઈને ઊભું રહેવાનું ! તમે તમારા જૂના દેવોને તજી દીધા, પણ જૂનાં શસ્ત્રો હજી ગળામાં વળગેલાં છે. શાસ્ત્ર તો બે બાજુની ઢોલકી વગાડે છે. ઘડીમાં એ કહે છે કે પુત્ર વિના મુક્તિ નથી; અને ઘડીમાં કહે છે કે નારદ જેવા બ્રહમચારીઓનો સદા સ્વર્ગમાં વાસ છે. હું કહું છું કે, આપણા મન-ત્રાજવાને માપતાં રાખો. જૂનાં કાટલાં ઘસાઈ ગયાં છે, નવાં કાટલાંથી માપો. સમયને ઓળખો. આ કથાના કેટલાક ભાગ ભારે બોધક છે. યાદ રાખો કે દરેક વાદળ વરસાદ લાવતાં નથી, કેટલાંક બફારો પણ કરે છે. હું તો એક સ્ત્રી છું. છતાં આ ઘડીને વધાવી લેવાની ભલામણ કરું છું.’ ફાલ્ગનીના અભિપ્રાયનું જાદુ બધે ફરી વળ્યું. વૈશાલીની મહાગણિકા સુભગા, જે રાજ કારણમાં ઊંડો રસ લેતી થઈ હતી, એણે કહ્યું, ‘હું એમ પૂછું છું કે પેલા વાંદરાની જેમ તમે તમારું કાળજું ઘેર મૂકીને તો નથી આવ્યા ને ? અને મગરની જેમ મૂર્ખ બનીને વાંદરાની વાત માનવા તૈયાર તો નથી થયા ને ?' ફાલ્ગની કરતાં સુભગા બાજી મારી ગઈ. એણે નીતિની વાત કરનાર પેલા સુરશમોને સાવ હલકો પાડી દીધો, “હવે વધુ માથાકૂટ નહિ, છંદશલા કાઓનો આદર કર, ગણનાયક !' વધુ મતવાળા પક્ષે છેલ્લું હથિયાર ફેંક્યું. ‘છંદશલાકા !' બીજે થી પોકાર આવ્યો. ‘જરા થોભો વૈશાલીનાં દેવ-દેવીઓ ! આ વૃદ્ધની થોડીક વાત સાંભળી ને પછી જે ઠીક લાગે તે કરો !” એકાએક વૃદ્ધ મંત્રી વર્ષકારે વચ્ચે ભાગ લેતાં કહ્યું. ‘એમાં બીજું કરવા જેવું શું છે ?” મુનિ વેલાકૂલ, જેમણે હજી સુધી ચર્ચામાં ભાગ નહોતો લીધો, તેઓએ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું, ‘સંસારમાં અઢી અક્ષરનું રત્ન મિત્ર છે ! મિત્ર જેમ આપત્તિમાં તરવાનું સાધન છે, એમ આનંદવિહારની હોડી પણ છે. નખ અને માંસના જેવી મૈત્રી એ વૈશાલીની વિશિષ્ટતા છે.” | ‘કબૂલ કરું છું.’ મહામંત્રી વર્ષકારે કહ્યું, ‘ભગવાન બુદ્ધે જ્યારથી વૈશાલીનાં ભાવના શીલ અને ભલાં-ભોળાં નરનારને દેવ-દેવીનાં નમૂનારૂપ કહ્યાં, ત્યારથી મારી પૂજામાં પહેલું સ્મરણ એ પામે છે !' રાજનીતિના પ્રકારો n 269 Page #147 -------------------------------------------------------------------------- ________________ આ શબ્દોએ સંથાગારના ઘુમ્મટને ધન્યવાદના ગબારાઓથી ભરી દીધો. ‘શાંત થાઓ, દેવોનાં પ્રિયો !' વર્ષકારે આગળ ચલાવ્યું, ‘હું અહીં આશ્રય માટે આવ્યો છું, કોઈ આપત્તિ ઊભી કરવા આવ્યો નથી. સર્વાનુમતે જો નિર્ણય થાય તો જ અહીં રહીશ. હું તો તમારા પ્રેમનો યાચક બનીને આવ્યો છું. વિદ્વાન બંધુ સુરશર્માએ જેવી નીતિકથા કહી, તેવી એક કથા કહી છેવટનો તમારો અભિપ્રાય માગીશ. અને તમે જેવો આપશો તેવો અભિપ્રાય સ્વીકારી લઈશ.' સૌ વર્ષકારની વાણી સાંભળવા એકકાન થઈ રહ્યા. 37 દરેક વાતને બે બાજુ હોય છે. મહામંત્રી વર્ણકારે પોતાની વાત રજૂ કરતાં કહ્યું : ‘કથા અને દૃષ્ટાંતો માનવજીવનમાં મોટો ભાગ ભજવે છે. અને એથી હજારો વર્ષોથી આપણી આર્ષપુરુષોએ કથાઓ કહી છે. ભગવાન મહાવીરના ઉપદેશમાં કથાતત્ત્વ મુખ્ય હોય છે. લોકગુરુ બુદ્ધ પણ એનો આશ્રય લે છે.” ‘દરેક વાતને બે પક્ષ હોય છે, બે બાજુ હોય છે, બે પાસાં હોય છે. ભગવાન મહાવીર જેને અનેકાન્તસિદ્ધાંત કહે છે, એ વાત સમજવા જેવી છે.' ઓહ ! આ માણસ તો ધર્મસિદ્ધાંતોનો પણ જાણકાર છે, ને વૈશાલીના પ્રિય પુરુષોનું નામ પણ વારંવાર લે છે.” સંથાગારના એક પક્ષે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો. ‘વૈશાલીના પ્રિય પુરુષો ! મિત્રો ! આપણે આ પ્રમાણે બોલીને સૂરજને છાબડાથી ઢાંકીએ છીએ, અથવા આપણા પાત્રમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબને જ ચંદ્ર માનવાની ભૂલ કરીએ છીએ. એ પુરુષો માત્ર વૈશાલીના નહિ, વિશ્વના પુરુષો છે.' વર્ષકારે આખી સભાને આ વચનોથી આંજી દીધી. એણે વાત આગળ ચલાવી : “દૃષ્ટાંત કંઈ સર્વથા સ્વીકાર્ય હોતાં નથી; એનું એક પડખું જ સ્વીકાર્ય હોય છે. હું જે દૃષ્ટાંત કહીશ, તે પણ તે રીતે જ તમે સ્વીકારશો. તમે જે કથા સાંભળી તે પણ એ રીતે જ વિચારશો. જે શાસ્ત્રમાંથી સુરશર્માજીએ દૃષ્ટાંત આપ્યું. એ શાસ્ત્રનું જ આ દૃષ્ટાંત છે, એટલે લગીર પણ પ્રામાણ્યભેદ થવાને કારણ નથી.' વર્ષકાર આટલું બોલી થોભ્યો, અને એક વાર તમામ પરિષદા પર વિજયી દૃષ્ટિ ફેરવી રહ્યા. સભા બરાબર કાબૂમાં આવી ગયેલી જણાઈ. વશીકરણની વિદ્યા જાણનારો જેમ સભાને વશીભૂત કરી આગળ વધે, તેમ તે સભાને વચનચાતુરીથી કાબુમાં લઈને પોતાના વક્તવ્યમાં આગળ વધ્યા : 270 | શત્રુ કે અજાતશત્રુ Page #148 -------------------------------------------------------------------------- ________________ આ માનવી અને આ પશુ, એ તો સંસ્કારભેદ છે. બાકી તો જીવમાત્ર મૂળે પશુ છે, પશુપતિનાથને પ્રણામ કરી પશુના નામથી જ આપણા પ્રાચીન પુરુષોએ કથાઓ કહી છે. સમજનાર એનું રહસ્ય સમજી લે.' અને મંત્રી વર્ષકારે પોતાની કથાનો આરંભ કર્યો : મારી કથામાં પણ શર્માજીના વડલાની જેમ વડ આવે છે. સુંદર અને વિશાળ એવો વડ છે. હજારો વટેમાર્ગુ ત્યાં વિશ્રાંતિ લે છે. વાનર, પંખી ને જીવજંતુ ત્યાં આવીને નિરાંતે નિવાસ કરે છે – જાણે નાનું શું નગર જ જોઈ લો ! આ વટનગર પર એક વાયસરાજ વાસો વસતો હતો. એ વાયસ કહેતાં કાગડાનું નામ ‘લઘુપતનક’ હતું. એક દહાડો પ્રાતઃકાળની મીઠી હવામાં તે લહેરી જીવ આમતેમ પરિભ્રમણ કરતો હતો, ત્યાં એણે એક વિકરાળ પંખીમારને આવતો જોયો. એ પંખીમારના એક ખભે જાળ હતી અને બીજે ખભે ઝોળી હતી, જેમાં સફેદ બાસ્તા જેવા ચોખા ભર્યા હતા. - ‘કાગરાજ કુશળ બુદ્ધિવાળો હતો. એણે જોયું કે આ પારધી પંખીઓનો મહાકાળ છે ને વટનગર તરફ જાય છે. નકી આજે એ મહાસંહાર કરશે. આમ વિચારી કાગડો જલદી વડ તરફ ગયો, અને એણે સહુ પંખીઓને ચેતવી દીધાં કે આ ચોખા નથી, પણ હળાહળ વિષ છે. ખાવાનો લોભ કરશો તો પ્રાણ ખોશો. આ પારધી છે. એની પાસે જાળ છે. ચેતતા રહેજો, નહિ તો પ્રાણનું સાટું થશે. વડ પરનાં તમામ પંખીઓ સાવધ થઈ ગયાં. પેલા પારધીએ થોડીવારે ત્યાં આવીને જાળ બિછાવી અને ચોખા વેર્યા. અને પોતે એક ઝાડની ઓથે જઈને સંતાઈ રહ્યો. આ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા, પોતાનાં હજાર કબૂતરો સાથે, ત્યાંથી આકાશમાર્ગે નીકળ્યો. પેલા લહેરી કાગડાએ તેમને પોતાની ભાષામાં આગળ રહેલું જોખમ સમજાવ્યું, પણ કબૂતર કોને કહે ? સાવ ભોળા ! બિચારાં દુષ્ટોની ચાલબાજી ન સમજ્યાં ને ચોખા ખાવા ધસી ગયાં ! એક પળમાં હજારેહજાર ભોળાં પંખી બંદીવાન બની ગયાં. વડ પર રહેલાં તમામ પંખીઓ એમને ઠપકો આપવા લાગ્યાં, ત્યારે લઘુપતનક કાગડાએ તેઓને વારતાં કહ્યું, | ‘જેવું બનવાનું હોય છે, એવી બુદ્ધિ થાય છે. પરસ્ત્રીનું હરણ કરવામાં પાપ છે, એ જાણવા છતાં રાવણે સીતાનું હરણ શા માટે કર્યું ? સોનાના મૃગ કદી પેદા થતા નથી, એટલું પણ મહાન રામના ખ્યાલમાં કેમ ન આવ્યું ને એ મૃગમાં કેમ લોભાણા ? જુગાર રમવામાં ભારે અનર્થ છે, એમ જાણનાર સત્યવાદી યુધિષ્ઠિર શા 272 D શત્રુ કે અજાતશત્રુ માટે જુગાર રમ્યા ? અને રમ્યા તો રમ્યા, પણ દ્રૌપદી અને રાજ બંનેને હોડમાં શા માટે મૂક્યાં ? માટે ભાઈઓ ! જેને માથે આફત તોળાતી હોય, એ ડાહ્યા માણસોની બુદ્ધિમાં પણ ભ્રમ પેદા થાય છે.” પારધીએ આ દૃશ્ય જોયું અને એ હરખભેર દોડ્યો. આજ આટલો બધો શિકાર હાથ આવ્યાથી એ ભગવાનને હજાર વાર ધન્યવાદ આપતો હતો : વાહ રે પ્રભુ ! તારી કળા ! આ વખતે કબૂતરોના રાજાએ પોતાનાં કબૂતરોને કહ્યું, ‘વિપત્તિ જોઈને મૂંઝાઈ ને જવું. પણ ધીરજથી માર્ગ ખોળી કાઢવો. સંપ કરો ને સંગઠનથી ઊડો. મુક્તિ તમારા હાથમાં છે. અને એણે બધાં કબૂતરોને એકસરખા જોરથી ઊડવા કહ્યું. બધાં કબૂતરો પાંખ ફફડાવી જોરથી ઊડ્યાં ને જાળના ખીલા જમીનમાંથી નીકળી ગયો, જાળ સાથે કબૂતરો ઊંચે આકાશમાં વિહરવા લાગ્યાં આ જોઈ પારધી પાછળ પાછળ દોડ્યો. એણે વિચાર્યું કે ભલભલા માણસો પણ સંપ રાખી શકતા નથી, તો આ પંખી ક્યાં સુધી સંપ જાળવશે ? થોડાંક કબૂતર ઢીલાં પડશે, એટલે બધાં જાળ સાથે નીચાં આવશે, અને પછી તો મારા હાથમાં જ છે ને ! એકેએકની અહીં ને અહીં ડોક મરડી નાખીશ. પણ પારધીની આશા નિરાશામાં પરિણમી. કબૂતરો થોડી વારમાં ઊડતાં ઊડતાં નજર બહાર ચાલ્યાં ગયાં, પારધી જાળ ગુમાવીને પાછો ફર્યો. આજનો એનો દહાડો નિષ્ફળ ગયો ! એ ભગવાનને ઠપકો આપવા લાગ્યો. હવે દૂર દૂર નીકળી ગયેલાં કબૂતરોને રાજા ચિત્રગ્રીવે કહ્યું, ‘અહીંથી થોડે દૂર મારો મિત્ર હિરણ્યક નામનો ઉંદર રહે છે. ત્યાં ચાલો, એ આપણને મુક્ત કરશે.” બધાં કબૂતરો તે તરફ ઊડ્યાં. અહીં હિરણ્યક સો દ્વારવાળા અભેદ્ય દુર્ગમાં નિવાસ કરતો હતો. એણે કબૂતરોનો અવાજ સાંભળ્યો, ને એ બહાર આવ્યો. પોતાના મિત્ર ચિત્રગ્રીવને જોઈને બોલ્યો, ‘રે ! આ કેવું સંકટ ! લાવ, તારો પાશ કાપી નાખું.” ચિત્રગ્રીવ કહે, ‘દૈવ બલવાન છે. જલદી અમારા પાશ કાપી નાખો !? હિરણ્યક ઉદર પ્રથમ ચિત્રગ્રીવના પાશ કાપવા આગળ વધ્યો, ત્યારે તેને રોકીને ચિત્રગ્રીવ બોલ્યો : ‘રે મિત્ર ! પહેલાં મારા સેવકોના પાશ છેદ, પછી મારા.” ઉંદર કહે, “અરે ! પહેલાં સ્વામી હોય અને પછી સેવક હોય.' ચિત્રગ્રીવ કહે, ‘એમ ન બોલ, મિત્ર ! આ બધાં પોતાનાં ઘરબાર અને પ્રાણ મારા ચરણે ધરીને બેઠેલાં છે. જે રાજા સેવકોનું સન્માન કરે છે, એની ખરાબ દશામાં દરેક વાતને બે બાજુ હોય છે 273 Page #149 -------------------------------------------------------------------------- ________________ સેવકો અને તજતા નથી. કદાચ પાશ તોડતાં દાંત પડી જાય, અને પારધી આવી પહોંચે તો ભલે હું રહી જાઉં, પણ મારા તમામ અનુયાયીઓ તો મુક્ત થવા જ ઘટે ! માટે પહેલાં મારા સેવકોના પાશ છેદી નાખ, પછી મારો વારો !' ઉંદર કહે, “અરે ! હું તો તારા રાજા તરીકેના ધર્મની પરીક્ષા કરતો હતો. પ્રથમ તારા સેવકોની જ જાળ છેદીશ.' અને ઉંદરે પોતાનું કામ શરૂ કર્યું. ધીરે ધીરે બધાં કબૂતરો મુક્ત થયાં. રાજા ચિત્રગ્રીવ પણ મુક્ત થયો. સહુએ ઉંદરનો આભાર માન્યો, ને સમી સાંજ થતાં બધાં પોતાનાં ઘર તરફ ગીત ગાતાં પાછાં ફર્યાં. ગીતમાં સંપનાં ને મિત્રતાનાં વર્ણન ભર્યાં હતાં. લઘુપતનક કાગડો પાછળ પાછળ આવ્યો હતો. આ બધો ખેલ જોતો જોતો એ એટલામાં જ ફરતો હતો. એ ઉંદરની મિત્રતા પર વારી ગયો : વાહ મિત્ર, વાહ ! અરે, આવો મિત્ર મને મળે તો મારું જીવન ધન્ય થાય. મિત્ર નામનું રત્ન જેની પાસે નથી, એ રાજાઓનો રાજા પણ ગરીબમાં ગરીબ છે. કાગડો ઊડીને ઉંદરના દુર્ગ પાસે આવ્યો અને ત્યાંથી ચિત્રગ્રીવ જેવો અવાજ કાઢીને તેને બોલાવવા લાગ્યો. ઉંદરે દરમાંથી જ પ્રશ્ન કર્યો, ‘અરે ! તું કોણ છે ?’ કાગડો કહે, ‘હું લઘુપતનક નામે કાગડો છું. કબૂતરોની તારી સેવા મેં નજરોનજર જોઈ છે. હું તારો મિત્ર થવા માગું છું. મને મિત્ર કરવા તારો હાથ લંબાવ.' ઉંદર દરમાંથી જ બોલ્યો : ‘આપણી વચ્ચે સ્વાભાવિક વેર છે. વૈર બે પ્રકારનાં છે : સ્વાભાવિક અને કારણથી પેદા થયેલું. કારણથી પેદા થયેલું વેર ઉપકાર કરવાથી શમી જાય છે, પણ સ્વભાવથી પ્રાપ્ત થયેલું જન્મજાત વેર કોઈ રીતે દૂર થતું નથી. તું જાણે છે કે જેમ નોળિયા અને સાપનું વેર, ઘાસ ખાનારા ને માંસાહારી જીવોનું વેર, જળ અને અગ્નિનું વેર, દેવ અને દૈત્યનું વેર, કૂતરા અને બિલાડાનું વેર, ધનવાન અને દરિદ્રોનું વેર, સિંહ અને હાથીનું વેર, બે શોક્યોનું વેર, સજ્જન અને દુર્જનનું વેર, આમાં કોઈએ કોઈનું કંઈ બગાડ્યું હોતું નથી, છતાં એકબીજાના પ્રાણને પીડ્યા કરે છે. માટે આપણી વચ્ચે સ્વાભાવિક શત્રુતા છે, તેથી મિત્રતા ન સંભવે. હું ભક્ષ્ય છું, તું ભક્ષક છે.' ઉંદરની આ પ્રકારે વાત સાંભળી કાગડો ગદ્ગદકંઠ થઈ ગયો, ને બોલ્યો, ‘રે ભલાભાઈ ! દરેક નિયમમાં અપવાદ હોય છે. હું તારા દુર્ગદ્વાર પાસે બેઠો છું. તું મારો મિત્ર તરીકે સ્વીકાર કરીશ, તો હું ચારો ચરીશ, નહિ તો અહીં જ પ્રાણ તજી 274 D શત્રુ કે અજાતશત્રુ દઈશ. હું સોગન ખાઈને વાત કરું છું.’ ઉંદર કહે, ‘શત્રુના સોગનનો કદી વિશ્વાસ ન કરવો. મિત્રતાના સોગન લીધા પછી પણ ઇન્દ્રે વૃત્રાસુરનો નાશ કર્યો હતો, એ તું જાણે છે ? વિશ્વાસ પેદા કરીને જ ઇન્દ્રે દિતિના ગર્ભને ચીરી નાખ્યો હતો. કાગડો કહે, ‘રે ઉંદર ! તું નીતિશાસ્ત્રનો ભારે જાણકાર છે, વળી ગુણવાળો છે. સંસારમાં ગુણવાન પૂજાય છે.’ ઉંદર બોલ્યો, ‘એવું ન કરીશ. ગુણવાન હોવાથી કોઈ વેર નહિ લે, એમ ન માનવું. મહાન વ્યાકરણી પાણિનીના પ્રાણ શું સિંહે હર્યા નહોતા ? મીમાંસા શાસ્ત્રના કર્તા જૈમિનીના પ્રાણ હાથીએ હર્યા નહોતા ? છંદશાસ્ત્રના અનુપમ જ્ઞાતા પિંગલને સમુદ્રના તટ પર મગરે સંહાર્યા નહોતા ? વેરમાં ગુણ જોવાતા નથી, બલ્કે વેરમાં ગુણ અવગુણ ભાસે છે.' આખા સભાગૃહે આ વાત પર તાળીઓ પાડી. આખી વાર્તા અદ્ભુત રીતે જામી હતી. ને આ વૃદ્ધ મંત્રી પોતાના પક્ષને યોગ્ય વાત કહેતો હતો કે વિપક્ષને યોગ્ય એ સમજાતું નહોતું. સુરશર્મા આ વાર્તા પોતાની વાતને પુષ્ટિ આપનાર માનતા હતા. વર્ષકારે વાત આગળ ચલાવી : કાગડાએ કહ્યું, ‘રે મહાબુદ્ધિશાળી ઉંદર ! હું તો મિત્ર થવાનો નિર્ણય કરીને આવ્યો છું. આપવું અને લેવું, છાની વાત કહેવી અને પૂછવી, ખાવું અને ખવરાવવું આ પ્રીતિનાં છ લક્ષણો છે. એનું હું પાલન કરીશ. - અને મહાનુભાવો ! કાગડો તો એ દર પાસે બેઠો. થોડા દિવસમાં દિલભર દિલ સમજાઈ ગયું, ને બંને વચ્ચે દોસ્તી જામી ગઈ ! હવે તો કાગડાની પાંખ પર બેસીને ઉંદર આકાશમાં ઊડવા લાગ્યો. આમ થોડો વખત આનંદમાં પસાર થયો, ત્યાં એક દહાડો કાગડાએ કહ્યું, ‘ભાઈ ! હવે હું તારી વિદાય લઈશ. અનાવૃષ્ટિથી દેશ વેરાન થઈ ગયો છે. લોકો કાગ-બલિ આપતા નથી, બલ્કે પંખીઓ માટે ઘર ઘર ઉપર પાશ ગોઠવ્યા છે. દક્ષિણ દિશામાં આવેલા સરોવરે હું જઈશ. ત્યાં મંથરક નામે એક કાચબો મારો મિત્ર રહે છે.' ઉંદર કહે, ‘રે મિત્ર ! જ્યાં તું ત્યાં હું, મને પણ અહીં બહુ દુ:ખ છે.' આખરે બંનેએ એકસાથે જવાનો નિર્ણય કર્યો. અને એક દહાડો બંને જણા ઊડ્યા. ઉંદર કાગડાની પાંખ પર બેઠો હતો. ઊડતા ઊડતા બન્ને સરોવરે આવી પહોંચ્યા. મંથરક સરોવરના કાંઠે બેઠો હતો. ઉંદરને એક વૃક્ષ પર ઉતારી કાગડો કાચબા પાસે આવ્યો. દરેક વાતને બે બાજુ હોય છે I 275 Page #150 -------------------------------------------------------------------------- ________________ કાચબો દોડીને કાગડાને ભેટી પડ્યો ને બોલ્યો : ‘મિત્રનું આલિંગન અમૃતાસ્વાદથી પણ અધિક શીતલ છે.’ આ પછી બંને મિત્રો મળ્યા ને વાતચીત કરવા લાગ્યા. વાત કરતાં પોતાનો એક મિત્ર પોતાની સાથે છે, એ વાત કાગડાએ જણાવી ને બનેલી બધી બીના કહી. મંથરક કાચબાએ કહ્યું, રે ! તમારી મિત્રતા જગતને પાઠ પઢાવનારી છે. નિઃસ્વાર્થી મિત્રતા તે આનું નામ. ઉદર સાચી વાત કહેનારો છે, માટે સાચો મિત્ર છે. મિત્રતા પ્રાણનો ગુણ છે. આ જગતમાં જે મનુષ્યોને અપ્રિય છતાં હિતકારી વચનો કહે છે, તેઓને જ મિત્ર કહેવા.' પછી એમણે ઉંદરને બોલાવ્યો. ત્રણે મિત્રો બનીને સુખે દિવસો નિર્ગમન કરે છે, ખાય છે, પીવે છે ને વાતો કરે છે, ત્યાં એક દિવસ ચિત્રાંગ નામનો મૃગ દોડતો દોડતો ત્યાં આવ્યો. મંથર કે કહ્યું, ‘નક્કી, એને માથે ભય તોળાય છે.” એટલામાં ચિત્રાંગ ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, ‘મિત્ર મંથરક ! મને બચાવ. પારધીઓએ મારો પીછો પકડ્યો છે.' મંથરકે કહ્યું, ‘ગાઢ વનમાં ચાલ્યો જા !” કાગડો આકાશમાં ઊડ્યો અને થોડીવારમાં ખબર લાવ્યો કે પારધીઓને પૂરતું માંસ મળી જવાથી તેઓ પોતાની પત્નીઓ સાથે આનંદવિનોદ કરી રહ્યા છે, માટે હવે બધા નિર્ભય થાઓ.’ આ પછી ચારે મિત્રો – મૃગ, કાચબો, કાગડો અને ઉંદર - એક સાથે રહ્યા અને રોજ જાંબુ વૃક્ષ નીચે મળવા લાગ્યા ને ગોષ્ઠિ કરવા લાગ્યા. દિવસો આમ ખૂબ આનંદમાં વ્યતીત થવા લાગ્યા. એક દિવસ બધા મિત્રો મળ્યા, પણ મૃગ ચિત્રાંગ ન આવ્યો. ત્રણે જણાને ખૂબ ચિતા થવા લાગી. આ વખતે ઉંદર અને કાચબાએ કાગડાને વિનંતી કરી, ‘અમે મંદ ગતિવાળા છીએ, માટે તું જા અને તપાસ કર !' કાગડો આકાશમાં ઊડ્યો ને થોડીવારમાં ખબર લાગ્યો કે ચિત્રાંગ એક શિકારીની જાળમાં ફસાયો છે. આ વખતે ઉંદરે કહ્યું : “મને ત્યાં લઈ જાઓ.' કાગડાએ ઉંદરને પોતાની પાંખમાં લીધો, ને ચિત્રાંગ પાસે પહોંચ્યો. ઉંદર શીવ્રતાથી પાશ કાપી નાખી, મૃગને છૂટો કર્યો. આ વખતે ધીરે ધીરે કાચબો પણ ત્યાં આવી પહોંચ્યો. કાગડાએ કહ્યું કે ‘જેને જવા-આવવામાં વિલંબ થાય એવા પ્રાણીએ આ સ્થળે ન આવવું જોઈએ.’ કાચબો કહે, ‘મારું મન રોક્યું ન રોકાયું, માટે અહીં આવ્યો. મિત્રને વિપત્તિમાં 276 શત્રુ કે એ જાતશત્રુ પડેલો સાંભળી ધીરજ કેમ ધરાય ?' આ વખતે પારધી દોડતો ત્યાં આવ્યો. એને જોઈને મૃગ ઠેકીને જંગલમાં ચાલ્યો ગયો. કાગડો ઝાડ પર બેસી ગયો. ઉંદર દરમાં ભરાઈ ગયો. કાચબો ઘાસમાં જઈ બેઠો. પારધીએ મૃગને નાસતો જોઈ પોતાની મહેનત એળે ગયેલી જાણી. આ વખતે એની નજર કાચબા પર પડી. એને થયું કે જે મળ્યું તે, કાચબો તો કાચબો ! પારધીએ કાચબાને બાંધ્યો ને ઘર તરફ રવાના થયો. કાગડો આ જોઈ કલ્પાંત કરવા લાગ્યો. ઉંદરે કહ્યું, “ભાઈ ! રોવાથી વિપત્તિ દૂર નથી થતી, ઊલટી ગળે વળગે છે. દરેક વાતના ઉપાય છે. આનો ઉપાય વિચારો.' કાગડો કહે, ‘એ ઉપાય તું જ કહે, ઘણી વાર સાદી નીતિ આગળ કૂટ નીતિ જીતી જાય છે.” ઉંદરે કહ્યું, ‘મિત્ર મૃગને કહે કે કોઈ જળાશયના કાંઠે જઈને મરેલાની જેમ પડ્યો રહે, તું જઈને તેના પર બેસજે , પારધી મૃગને મરેલો માની, કાચબાને નીચે મૂકી, નિરાંતે એને લેવા જશેએ વખતે એના પાશ હું છેદી નાખીશ.' ઉંદરની સલાહ સહુને બરાબર લાગી. મૃગ એક સરોવરના કાંઠે જઈને લાંબોપાટ થઈને પડ્યો. કાગડો તેના પર બેસીને ચાંચો મારવા લાગ્યો. પારધીએ વિચાર્યું કે આખરે મનમાન્યો શિકાર મળ્યો ખરો ! આજ આખું કુળ જમાડીશ. બધાને કાચબાના બદલે મૃગનું મિષ્ટ ભોજન મળશે. અરે ! બાળબચ્ચાં કેવાં ખુશ થશે ! અને કાચબાને નીચે મૂકીને એ મૃગ લેવા ચાલ્યો. તરત ઉંદરે કાચબાના પાશ છેદી નાખ્યા. પેલી તરફ મૃગ ઊઠીને છલાંગ ભરતો નાસી ગયો. પારધી બિચારો હાથ ઘસતો રહ્યો. ઉંદરે આ વખતે એક નીતિવચન કહ્યું, વિવેકી પુરુષે મિત્રતાની ઇચ્છાવાળાને મિત્ર કરવા, અને નિષ્કપટભાવે વર્તવું. જે ખરેખર મિત્રતા સાધે છે, અને નિષ્કપટપણે વર્તે છે, એ કદી હારતો નથી. મિત્ર તો જગતનું મહારત્ન છે, ઇંદ્રને પણ દુર્લભ છે.' વર્ણકારે પોતાની વાત પૂરી કરતાં કહ્યું : “હવે હું આપનો નિર્ણય માગું છું.’ ‘અમે વર્ષકારને મિત્ર બનાવવા ચાહીએ છીએ.” ચારે તરફથી પોકારી ઊઠ્યા. દરેક વાતને બે બાજુ હોય છે D 277 Page #151 -------------------------------------------------------------------------- ________________ સુરશર્માના પક્ષના સૂરો એ પોકારોમાં ડૂબી ગયા. ‘યાદ રાખો, મહાનુભાવો ! મગધ વૈશાલી પર ચઢાઈ લઈને આવી રહ્યું છે. હું મગધનો છું. કારણિક વેર આપણી વચ્ચે છે, એ ન ભૂલશો.” ના, ના, તમે તો સત્યના સાથી છો ! હે મિત્રરત્ન ! અમે તમને ન્યાય ખાતું સોંપીએ છીએ.” લોકસમૂહ ધન્યવચન ઉચ્ચારી રહ્યો. સંથાગાર પાસે લોકસમૂહને અનુસર્યા વગર કોઈ આરો નહોતો. તેઓએ એ નિર્ણય કર્યો, ને વૈશાલીના ન્યાયાસન પરથી મહામંત્રી વર્ષકાર ન્યાય આપવા લાગ્યા. ન્યાય તે કેવો ! કદી ન સાંભળ્યો હોય એવો અદ્ભુત ! એ ન્યાય ખૂબ વખણાયો. 38 ભેદનીતિ વૈશાલીમાં ચૌટે ને ચકલે એક વાતની ચર્ચા થઈ રહી કે ન્યાય તો મંત્રી વર્ષકારનો ! પછી તો ચોરમંડળોએ સામે ચાલીને મંત્રી વર્ધકારની પાસે ગુનાઓ કબુલ કરી લેવા માંડ્યા. મંત્રી વર્ષકાર કહેતા, ‘ગુનો જોવાનો નહિ, ગુનાનું કારણ અને એનો ઇરાદો જોવાનો. દરેક ખૂન ખૂન નથી, દરેક ગુનો ગુનો નથી ! ચોર ચોરી કરે છે, એને ધંધો નથી મળતો માટે, એની જીવનની જરૂરિયાતો પૂરી નથી થતી માટે ! એક જણ સો મણ રૂની સેજમાં સૂએ અને બીજાને ભાંગીતૂટી ખાટલી પણ ન મળે, એ ન્યાય ક્યાંનો ?” આનું પરિણામ એ આવ્યું કે ચોર જેટલા જલદી ગુનો કબૂલ કરી લેતા, એટલી જ ઝડપથી પાછા નવો ગુનો કરતા. ધીરે ધીરે તેઓ વૈશાલીના મહાસામંતો, મહાગણિકાઓ અને શાહસોદાગરોના દ્વાર પર હલ્લો લઈ જવા લાગ્યા, સ્ત્રીઓની છડેચોક છેડતી કરવા લાગ્યા; ને પકડાઈ જતાં નિઃશંકભાવે ગુનો કબૂલ કરી લેવા લાગ્યા. આ ગુના અંગે કોઈ વાર સજા થતી, તો એ મજાના રૂપાંતર જેવી હતી. ધનની જેમ રૂપ પર પણ કોઈ એકનો કબજો હોવો ન જોઈએ, અને વૈશાલીના ગણતંત્રમાં તો સુંદર કન્યાને અવિવાહિતા રાખીને જનપદ-કલ્યાણી કરવાનો કાયદો જ હતો ! અને જો ધન અને રૂપ પર સહુનો સરખો દાવો હોય, તો સત્તામાં શા માટે સરખી ભાગીદારી ન હોવી જોઈએ ? નાનામાં નાનો માણસ પણ જો હોશિયારી બતાવે તો શા માટે મોટામાં મોટો થવો ન જોઈએ ? એટલે વૈશાલીના ગણતંત્રમાં સત્તાની સાઠમારી જૂના વખતથી ચાલતી હતી. આમ ધન, રૂ૫ અને સત્તાની ખુલ્લા બજારમાં સ્પર્ધા ચાલવા લાગી. એ સ્પર્ધા ધીરે ધીરે તંદુરસ્ત રૂપ મૂકીને નિંદા, વિકથા અને પક્ષષમાં પરિણમી; અને દળબંધી એ આજનો મુખ્ય વ્યાપાર-વ્યવસાય બની ગયો. ગમે તેવું ખરાબ કામ બહુમતીનો પાસ પામીને સારું થઈ જતું. ગમે તેવું સારું કામ લઘુમતીને પામીને લઘુતા પામી જતું. 278 | શત્રુ કે અજાતશત્રુ Page #152 -------------------------------------------------------------------------- ________________ વર્ષકારનો ન્યાય અગમ્ય બની ગયો. પણ એ ન્યાય સમર્થ લોકોમાં ભારે ખટભળાટ મચાવતો. એક સામંત પર આક્ષેપ આવ્યો કે એણે રાજનિધિમાં કંઈક કપટ કર્યું છે. રાજનિધિમાં કપટ કરવું, એ ભયંકર ગુનો હતો. સંથાગારમાં એની ઉગ્ર ચર્ચા ચાલી. કપટ કરનારના પક્ષકારોનું એક જૂથ જામ્યું. અને કપટ કરનારના પ્રતિપક્ષીઓનું બીજું જૂથ જામ્યું. બંને જૂથ બળવાન હતાં. એમનો ન્યાય કોણ કરે ? વૈશાલીના ભદ્રજનોનું એમાં ગજું ન રહ્યું ! છેવટે એનો ન્યાય તોળવાનું કામ મહામંત્રી વર્ષકારને સોંપાયું. બીજું ગમે તે હો, પણ એટલું નક્કી હતું કે વર્ષકાર વૈશાલીના નહોતા, એટલે એમને કોઈ પક્ષ સાથે અંગત સંબંધ નહોતો; નિષ્પક્ષ ન્યાય જો કોઈ તોળી શકે તો વર્ષકાર જ તોળી શકે ! પણ, ન જાણે કેમ, વર્ષકારને ન્યાય તોળવામાં ખૂબ જ લાંબો સમય લાગ્યો; પણ છેવટે ચુકાદો અદ્ભુત આપ્યો. મંત્રી વર્ષકારે ચુકાદો આપતાં કહ્યું : ‘રાજ્યનો ખજાનો એ પ્રજાનો છે. એ નિષ્કારણ ઓછોવત્તો ન થાય, એની ચોકીદારી કરવી એ દરેક પ્રજાજનની ફરજ છે. એવી ફરજ જેણે બજાવી એ ધન્યવાદને પાત્ર છે. તેઓને આ રકમમાંથી થોડીક રકમ બક્ષિસ કરવી. ‘અને રાજ્યનો ખજાનો પોતાનો સમજી જેણે થોડા સમય માટે પોતાની પાસે રાખ્યો ને પછી વ્યાજ સાથે પાછો આપ્યો, એ કંઈ અપરાધી ન લેખાય. અલબત્ત, એણે એ ખજાનો પોતાનો ધારી પોતાના માટે વાપર્યો, એ સાચું છે. પણ હવે એ પાછો સોંપે છે. એટલે આમાં એક વિશાળ રાજકીય ભાવના જ સમાયેલી છે.’ આ ચુકાદા પછી બંને પક્ષો વર્ષકારને પોતાનો સમજવા લાગ્યા. તેઓ તેને પોતાના બધા પ્રસંગોમાં નોતરવા લાગ્યા; પોતાના કજિયાઓમાં મધ્યસ્થ કરવા લાગ્યા. પોતાના મહાજનમાં, પોતાના પંચમાં, પોતાના ન્યાયમાં વૈશાલીજનોનો વિશ્વાસ ન રહ્યો અને દરેક સ્થળે વૈશાલી બહારની વ્યક્તિની નિમણૂક થવા લાગી. અને જુદાં જુદાં જૂથો વચ્ચે એ વ્યક્તિઓ માનભરી રીતે સ્થાન પામી રહી. ન વર્ષકારે બહારના જુદા જુદા બુદ્ધિવાળા પુરુષોનું એક મંડળ સ્થાપ્યું. ને વૈશાલીના ગણતંત્રની ખ્યાતિ સાંભળીને રાજકુમારો અને શ્રેષ્ઠીકુમારો અભ્યાસ માટે ત્યાં આવવા લાગ્યા ! વૈશાલીએ જૂના દેવો સાથે કેટલીક જૂની આર્ય વિદ્યાઓનો તિરસ્કાર કર્યો હતો; એ વિદ્યાઓનું અધ્યયન-અધ્યાપન કરવાનું ફરી શરૂ કરવામાં આવ્યું. મુનિ વેલાલે એક મોટો પ્રેમીસમાજ સ્થાપ્યો હતો, જે સંસારમાં પ્રેમને જ મહત્ત્વ આપતો હતો. એ સમાજનું મુખ્ય સૂત્ર હતું, ‘શિર લેવામાં નહિ પણ શિર દેવામાં મહત્તા છે.’ અને આ સમાજના અનુયાયીઓ ક્ષમાશીલ ને ઉદાર ભાવનાવાળા રહેતા; જે બીજાને જોઈએ એ પોતાને ન જોઈએ – એ સિદ્ધાંતમાં માનનારા હતા. 280 D શત્રુ કે અજાતશત્રુ જો કોઈ કૂતરું કરડવા આવે તો તેઓ દૂર નાસી જવાને બદલે સામો પગ કે હાથ ધરી દેતા ! આ સમાજને એક સાધુએ ખૂબ મહત્ત્વ આપ્યું. એ સાધુ મુનિ વેલાલના આશ્રમનો હતો. એ એક વાર જંગલમાં થઈને પસાર થતો હતો, ત્યારે એક ભૂખ્યો વાઘ તેના પર કૂદી આવ્યો. સાધુએ કહ્યું, ‘રે પ્રેમી જીવ ! તું ભૂખ્યો છે; એટલે જો મારો દેહ તારા આહારનું-તારા પ્રત્યે પ્રેમ દાખવવાનું કારણ બની શકતો હોય તો લે, સુખે સ્વીકાર !'' સાધુ પૂરા શબ્દો બોલી રહે, એ પહેલાં તો વાઘે એના દેહને જડબામાં પકડી લીધો ને નિરાંતે એના લોહીનું પાન કર્યું. લોહીના પાન સુધી તો સાધુ જીવતો હતો અને ખૂબી તો એ હતી કે તેના મોંમાંથી અરેકારનો ઉચ્ચાર સરખો પણ નીકળ્યો નહોતો, બલ્કે મુખ પર જીવનની સાર્થકતાનો આછો મલકાટ પ્રસરી રહ્યો. આ ઘટનાએ આખી વૈશાલી પર ગંભીર પ્રકારની છાયા પ્રસારી. લોકો છડેચોક કહેવા લાગ્યા, રક્ત લે તે પશુ. રક્ત આપે તે દેવ ! યુદ્ધસંઘમાં જોડાઈને પશુ બનવાથી શું વળ્યું ? અમે પ્રેમીસમાજના સભ્ય થઈશું. અમે તો અમારી દેહ શત્રુને સમર્પીને દેવ થઈશું !' વાઘની ક્ષુધા તૃપ્ત કરનાર મુનિની ઠેર ઠેર મૂર્તિઓ મૂકવામાં આવી, અને મુનિ વેલાલે એ મૂર્તિઓનું સ્થાપન કર્યું ! મૂર્તિઓનું ઉત્થાપન કરનારે જ આ મૂર્તિઓ સ્થાપન કરી. આ મહિમા સહુને અગમ્ય રહ્યો, ને જે અગમ્ય રહે તેનું આકર્ષણ હંમેશાં વધારે હોય છે. પ્રેમીસમાજની સર્વશ્રેષ્ઠ એક ફરજ : શત્રુની સામે હિંસાનું એક વચન પણ કાઢવાનું નહિ ! શત્રુને પોતાનો દેહ સસ્મિત સમર્પી દેવાનો, આત્મસમર્પણ દ્વારા વિજય હાંસલ કરવાનો. મરીને માળવો લેવાનો અદ્ભુત મંત્રી ! વૈશાલીમાં આમ અનેક અવનવા જોરદાર પ્રવાહો હસ્તીમાં આવી ગયા. ત્યાં મંત્રી વર્ષકારે એક દહાડો પ્રગટ કર્યું કે વીરભોગ્યા વૈશાલીની કીર્તિગાથાનું પુસ્તક પોતે આલેખશે અને એ રીતે જગતના ચોકમાં આ મહાનગરી અને આ મહાપ્રજાનાં ગુણગાન કરશે ! આ કાર્ય સાવ નવીન હતું. આજ સુધી બધાંને કર્તવ્ય કરવું અને કીર્તિ ન લેવી, એ ગમતું; પણ હવે જાણે સૌને કીર્તિનો મોહ વળગ્યો : કર્યા કાર્યની કીર્તિ આ રીતે થતી હોય તો જગવિખ્યાત થવું કોને ન ગમે ?’ પણ કીર્તિગાથાની રચનામાં થોડા દહાડામાં એક મહાવિક્ષેપ આવીને ઊભો થયો. અષ્ટ કુળના ક્ષત્રિયો આવી આવીને વર્ષકારને પોતપોતાની વીરગાથાઓ કહેવા લાગ્યા. * વ્યાપ્રજાતક ભેદનીતિ D 281 Page #153 -------------------------------------------------------------------------- ________________ વિજ્જઓ કહે, ‘અમારા પરાક્રમનું જ એ ફળ છે, કે અંગ સામેના યુદ્ધમાં વૈશાલીને વિજય મળ્યો. લિચ્છવીઓ તો ખોટો જશ ખાટી જાય છે !! લિચ્છવીઓ વળી લાંબા-પહોળા પુરાવા લઈને આવ્યા ને કહેવા લાગ્યા : વજ્જુિઓ તો ખોટા શેખીખોર છે ! લિચ્છવી ન હોત તો તેમને ખબર પડી જાત કે કેટલી વીસે સો થાય છે !' આમ ઇતિહાસ તો રચાય ત્યારે ખરો, પણ અષ્ટકુલોમાં પરસ્પર ભેદ પડી ગયો. વજ્જિ-લિચ્છવી કાલે મિત્ર હતા, આજે એમની આંખો લડવા લાગી. સહુ જાણે બીજાને સંભળાવવા માટે કહેવા લાગ્યા, ‘અરે, આજ યુદ્ધ નથી, એટલે ગમે તેટલી બડાશ ચાલે, એક વાર યુદ્ધ આવે તો બધી શેખી નીકળી જાય !' મંત્રી વર્ષકાર આઠે કુલના હિતસ્વી થઈને એકબીજાના સમુદાયમાં જવાઆવવા લાગ્યા. પણ ન જાણે કેમ, સમાધાનનાં શીતળ જળ વહેવાને બદલે વૈશાલીની રંગભૂમિ પર ઈર્ષ્યાના અંગારા ઝગમગવા લાગ્યા. ‘કયું કુળ મોટું ?’ આ પ્રશ્ન ઘરઘરનો થઈ ગયો. દરેક માણસ પોતાના કુળને, પોતાના કુળની સેવાઓને મહત્ત્વ આપવા લાગ્યો, એની જ કીર્તિગાથાઓ ગાતો ફરવા લાગ્યો. એક તરફ પ્રેમીસમાજનો વિસ્તાર વધતો હતો, બીજી તરફ અષ્ટ કુળોના જુદા જુદા વર્ગસમાજ સ્થપાતા હતા. વૈશાલીના એકતાના પ્રવાહોમાં અલગતાનાં જોરદાર વહેણ ભળતાં જતાં હતાં. વૈશાલીના અગ્રગણ્ય રાજપુરુષો આ પ્રેમી સમાજ કે વર્ગસમાજથી વેગળા રહેવા માગતા હતા, પણ ધીરે ધીરે આ સમાજોએ એમની શાન્તિ ને સમાધાનવૃત્તિ બગાડવા માંડી. કોઈ દિવસ વહેલી સવારે પ્રેમભાવભર્યાં ભજનોની ધૂન મચાવતું એક ટોળું આવતું અને અગ્રગણ્ય રાજપુરુષોને પોતાના પ્રેમીસમાજના સભ્ય થઈ જવા વીનવતું. વિનંતી ન માન્ય થાય તો આગ્રહ કરતું; આગ્રહનો સ્વીકાર ન થાય તો આવેશ પ્રગટ થતો; અને છતાં પણ ન ફાવે તો પ્રેમી સમાજના સભ્યો ભારે ધમાલ મચાવી મૂકતા. થોડે વખતે આ પ્રવૃત્તિઓ વધુ વેગમાં આવી અને પ્રેમ અહિંસાના ઊંડા અર્થો તારવવા લાગી. હિંસાનાં સાધનોને એ જડમૂળથી ઉખેડી નાખવા લાગી અને શસ્ત્રભંડારો પર પ્રતિબંધ મુકાવવા લાગી – રખેને પાસે શસ્ત્ર હોય તો હિંસા કરવાનું મન થાય ! શસ્ત્રહીન સેનાને કયો શત્રુ પરાજિત કરી શકવાનો છે ? અને ભલા, એ પરાજય પરાજય થોડો જ છે ! એ તો સવાર્યો વિજય છે ! સંથાગારોમાં આ પ્રશ્નો આવ્યા. પ્રેમીસમાજની બહુમતી હતી. વૈશાલીના બેચાર શસ્ત્રભંડારો બંધ કરવાનો ન છૂટકે નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયને એક વિશાલ પરિષદમાં પ્રસંશાથી વધાવતાં મહામુનિ વેલાકુલે 282 ] શત્રુ કે અજાતશત્રુ અને મંત્રી વર્ષકારે આ કાર્યને જગતભરમાં અદ્વિતીય કાર્ય લેખવતાં કહ્યું : ‘અરે ! સંસારમાં પ્રેમનો મહાદીપ અગર કોઈ ઝળહળતો રાખશે તો વૈશાલી જ રાખશે. વૈશાલી ! જગદ્ગુરુ વૈશાલી ! પ્રેમ, દયા અને સમર્પણનું ઝંડાધારી વૈશાલી ! બીજી તરફ વર્ગીય સમાજ પણ પ્રબલ બન્યો હતો. વજ્જિ કુલના આગેવાનો લિચ્છવી કુલ તરફ જરાય સહાનુભૂતિ દાખવી ન શકતા. જે કુળના જે, એ કુળના એ તરફદાર ! સાચા અને સમભાવી પુરુષો માટે કામ કરવું મુશ્કેલ બની ગયું. કેટલાક સારા માણસો ક્ષેત્રસંન્યાસ સ્વીકારીને ઘેર બેઠા, અને રસ્તે જનારા ધણીરણી કે નેતા થઈ બેઠા ! અષ્ટકુલવર્ગોનો સમાજ રોજ ભરાતો, અને રોજ એકબીજા સામે જુદા જુદા આક્ષેપો ઘડી કઢાતા. સામાન્ય રીતે સર્વાનુમતિથી થતાં રાજકાજ થંભી ગયાં. કામ કરવું કે ન કરવા દેવું – એનું નામ કામ કર્યું, એવી નવી વ્યાખ્યા પ્રચલિત થઈ ગઈ. નેતાઓ થોડીએક ધીરજ અને સમજશક્તિથી કામ લઈ રહ્યા, પણ તેઓ માટેકપરી કસોટી આવીને ખડી રહી : એક જકુળના નેતા, અને એમાંય ભેદ ! એક દહાડો વર્ષકાર લિચ્છવીઓના મહોલ્લામાં જઈ ચઢવા. ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી ! આવો મહાપુરુષ આપણે આંગણે ક્યાંથી ? સહુએ એમનું ભારે સન્માન કર્યું. વિદાય લેતી વખતે એક વૃદ્ધ લિચ્છવીને પાસે બોલાવીને વર્ષકારે ધીરેથી કાનમાં પૂછ્યું, “ખેતી કેમ ચાલે છે ?' ‘સારી’ વૃદ્ધ લિચ્છવીએ જવાબ આપ્યો. ‘કેટલા બળદ છે ?' ‘બે’. પેલાએ આંગળી ઊંચી કરતાં કહ્યું. ‘બે બળદ, એમ ને ?’ વર્ષકારે ધીમે બોલતાં ને બે આંગળી ઊંચી કરતાં કહ્યું. ‘હા, પ્રભુ !’ ને વૃદ્ધ લિચ્છવીએ મસ્તક નમાવ્યું. વર્ષકારે એના મસ્તકે હાથ મૂકી વિદાય લીધી. થોડે દૂર ઊભેલા જનસમાજમાં આ વાતચીત કેવા પ્રકારની હતી તે જાણવાની ઉત્કંઠા જાગી હતી. તેઓએ પૂછ્યું, ‘રે ! પૂજનીય મંત્રી વર્ષકારે તમને શું કહ્યું ?’ *ખાસ કંઈ નહિ !' “અરે, ખાસ કંઈ નહિ કેમ ?’ એક જણાએ શંકા કરી. આવો માણસ વાત કરે, અને વાત ખાસ ન હોય, એ કેમ બને ?' બીજાએ ટેકો આપ્યો. ભેદનીતિ D 283 Page #154 -------------------------------------------------------------------------- ________________ અરે ભાઈ ! ખાસ વાત નહોતી. તમને મારા પર શ્રદ્ધા નથી ?” પેલા વૃદ્ધે કહ્યું. ‘આમાં શ્રદ્ધાની વાત જ ક્યાં છે ? વાત પૂછીએ છીએ ત્યારે કહેતાં તમને શું થાય છે ?” જુવાન લિચ્છવીએ કહ્યું. ‘બે આંગળીની સંજ્ઞા કંઈક મહત્ત્વની વાત બતાવે છે.' ‘તમે બધા તો વાતનું વતંગડ કરો છો. અમારે ખેતી વિશે વાત થઈ. ‘સાવ જૂઠ. ખેતી વિશે વાત હોય તો બે આંગળીની શી જરૂર ?' અરે ! એમણે કહ્યું, કેટલા બળદ છે ? મેં કહ્યું, બે !' | ‘હવે આવો મોટો માણસ આવા પ્રશ્નો કદી પૂછે ખરો ? બળદ તો બે જ હોય - અને તે બે આંગળી ઊંચી કરી એ તો બરાબર: પણ એમણે શા માટે સામે તેમ કર્યું ?' અરે ! તમને બધાને શંકાડાકણ વળગી લાગે છે !” વૃદ્ધ ગુસ્સે થઈને કહ્યું. ના, ના. ખાનગીમાં તમે અમારી વિરુદ્ધ કંઈ કાર્યવાહી કરી રહ્યા છો. અમારાથી છૂપું રાખવા ચાહો છો.' ને ધીરે ધીરે વાત વિવાદ પર ને પછી વિખવાદ પર ચઢી ગઈ. એકબીજા તરફ છૂટથી આક્ષેપો થવા લાગ્યા. જુવાન લિચ્છવીઓએ ખુલ્લો આક્ષેપ કર્યો : ‘તમે વૃદ્ધ લોકો અંતરથી વર્જાિઓ તરફ ચાહ રાખો છો, અને મંત્રી દ્વારા વાટાઘાટો ચલાવો છો, પણ અમે એ સાંખી નહિ લઈએ.’ વૃદ્ધો ખોટા આરોપથી છંછેડાઈ ઊઠ્યા. અને મારામારી જામી ગઈ. પરિણામ એ આવ્યું કે લિચ્છવીઓના સંઘમાં પણ ભેદ પડ્યો. એકબીજા એકબીજાનાં છિદ્ર જોવા લાગ્યા. થોડે દિવસે વર્જાિઓના સમાજમાં પણ વિખવાદ થવાના સમાચાર આવ્યા. મંત્રી વર્ષકાર ત્યાં ગયા હતા, અને એક સજ્જન સાથે ખાનગીમાં થોડી વાત કરી આવ્યા હતા. અને વાત વિશે પુછાયું તો એ વર્જાિ એ કહ્યું કે મંત્રીએ મને પૂછ્યું કે આજે શાક કયું ખાધું ?” સાવ દંભ ! આવો મોટો માણસ આવો પ્રશ્ન તે પૂછતો હશે ? નક્કી કંઈક સ્વાર્થસાધના ચાલતી લાગે છે !' અને વધુ એક ઝઘડો ઝગી ઊઠડ્યો. વર્ષકાર મંત્રી હમણાં હમણાં સ્થળે સ્થળે ફરતા. તેઓનું આગમન આમ તો સૌને આનંદજનક ભાસતું, પણ એમાંથી મોટા ઝઘડાઓ જાગી જતા. હમણાં હમણાં એ નવસો નવાણું રાજાઓમાં ફરવા લાગ્યા હતા. અને પોતાના સ્વભાવ મુજબ સહુને વિવિધ પ્રશ્નો કરતા. એક રાજાને એમણે પ્રશ્ન કર્યો : 284 ] શત્રુ કે અજાતશત્રુ ‘શું તમારી સ્થિતિ સામાન્ય છે ?” રાજાએ સામો પ્રશ્ન કર્યો : “આપને કોણે કહ્યું ?' વર્ષકાર કહે : ‘અમુક રાજાએ મને કહ્યું.” બસ, રાજાઓમાં ખટપટ પ્રવેશી. આ પછી પરસ્પર પ્રશ્નો થતા, ઉત્તરો થતા, ખુલાસા થતા ને એમાંથી દૈષ વધતો. મન મેલાં થયા પછી નિખાલસ વાત અશક્ય થતી. એક વાર એક મહાપરાક્રમી રાજા મળ્યો. વર્ષમારે એને પૂછ્યું, “અંદરખાનેથી તમે ગંડકી કાંઠાના રાજાઓથી કંઈક ડરો છો, ખરું ને ? કોણે કહ્યું ?' ‘ગંડકી કાંઠાના રાજાએ.” | ‘અરે, જોય ગંડકીનો ગંડુ રાજા ! એના બાપને લડવાના દાવપેચ તો મેં શીખવ્યા હતા !! અને બંને વચ્ચે વેર ઝગી ઊઠ્યું. ધીરે ધીરે વૈશાલીના પ્રદેશમાં અનેક જૂથો પડી ગયાં. એક જૂથ બીજા જૂથની સતત નિંદામાં રાચવા લાગ્યું. એક સાથે મળીને નાનું શું કામ કરવું પણ મુશ્કેલ બની ગયું. અગ્રગણ્ય નેતાઓમાં તો કડવાશ એટલી વધી ગઈ કે એક રસ્તા પર બે જણા સાથે ચાલી જ ન શકે. એક દેખાય તો બીજો પાછો ફરી જાય ! એકબીજાનાં મોં જોવામાં જાણે પાપ મનાવા લાગ્યું. ને કાતરના જેવી લોકજીભ પ્રજાઓમાં પડેલા ભાગલાને વિસ્તારતી ચાલી. છેલ્લે છેલ્લે એક નાનકડી પરિષદ પણ મળવી મુશ્કેલ બની ગઈ; એકાદ સામાન્ય ઠરાવ પસાર કરવો એ પણ આકાશને પૃથ્વી પર લાવવા જેવું મુશ્કેલ કામ બન્યું ! અને આ તરફ મગધપતિ અજાતશત્રુ પોતાની પાછી વાળેલી સેના લઈને વૈશાલીની નજીક આવી પહોંચ્યો. શત્રુ આવ્યાના સમાચારે દરેક જૂથમાં ઉત્તેજના તો ફેલાવી, પણ પાછા સૌ અંદરોઅંદર સલાહ કરવા લાગ્યા, “અરે, હમણાં આપણે મેદાને નથી પડવું. જેઓ પોતાના પરાક્રમની ગુણગાથાઓ ગાતાં થાકતા નથી, તેઓને જ પહેલાં જવા દો ! જોઈએ તો ખરા કે એ કેવી ધાડ મારે છે ! પછી આપણે તો બેઠા જ છીએ ને !' અને વૈશાલીનો ઘેરો ધીરે ધીરે સખત બન્યો. ભેદનીતિ 285 Page #155 -------------------------------------------------------------------------- ________________ 39 વિખવાદ મગધનો બળિયો રાજા અજાતશત્રુ ધીરે ધીરે વૈશાલીના તમામ પ્રદેશોને પોતાની નાગચૂડમાં લઈ રહ્યો હતો. એના ભૂહ અપૂર્વ હતા. એના યોદ્ધાઓ અજબ હતા અને એની સિંહપાદ સેના સ્વામીભક્તિમાં ને સમરાંગણ ખેડવામાં અજોડ હતી. વૈશાલી પણ કોઈ રીતે ઊતરે તેમ નહોતું. એની સેના બળવાન હતી. વર્જિ ને લિચ્છવી યોદ્ધાઓની શૂરવીરતાની કથાઓ હજીય ભારત માતા પોતાનાં બાળકોને ગળથુથીમાં પાતી, અને પોતાના ઇષ્ટદેવોને પ્રાર્થતી કે અમારાં બાળકો થજો તો લિચ્છવી કે વર્જાિ જેવાં થજો ! વૈશાલીની ગૃહનારીઓ તો પોતાનાં કર્મધર્મમાં કુશળ હતી જ, પણ અહીંની ગણિકાઓ પણ કોઈ રીતે ગૃહરાજ્ઞીઓ કરતાં ઓછી ઊતરે એવી ન હતી. સંસ્કારિતાની એક સુવાસ આખા વૈશાલી રાજ્યમાં ફેલાયેલી હતી. ગરીબ તવંગરના ભેદ અહીં ભુલાઈ ગયા હતા. ને બળવાનને બે ભાગ મળે, એ ન્યાય અહીં ભૂતકાળની વસ્તુ બની ગયો હતો. આમ વૈશાલીનું રાજ્ય આદર્શ રાજ્ય બન્યું હતું ' પણ છેલ્લે છેલ્લે એની ભાવુકતાનો લાભ લઈ, ધીરે ધીરે બળવાન અને નિષ્ઠાવાન લોકોને પાછળ નાખી, બળ અને નિષ્ઠાની પદે પદે મોટે અવાજે દુહાઈ દેતા તકસાધુઓ ગણતંત્રમાં આગળ આવી ગયા હતા. બળને તો તેઓએ પશુતા લેખી તિરસ્કૃત કરી દીધું હતું. બળવાન લોકોને જે બળ માટે ગર્વ હતો, એ બળ માટે બળવાન લોકો શરમ અનુભવતા. નાજુ કાઈમાં સંસ્કારિતા સમજાતી થઈ હતી. | નાટક અને નૃત્યગીતનો તો જાણે એક આખો યુગ સરજાઈ ગયો હતો. મેદાની રમતો જોવા જનાર અજ્ઞાન અને ગુંડા લેખાતા. રાજ કારણી પુરુષો નર્તિકાઓ સાથે હરવાફરવામાં ગૌરવ અનુભવતા. એમનો સંપર્ક એ સંસ્કારિતાની પારાશીશી બન્યો હતો ! વૈશાલી પર દુશ્મનો ચઢી આવ્યા છે, એ વાત બધે પ્રસરી ગઈ હતી, અને સંથાગારમાં એ અંગે સભા યોજવામાં આવી હતી. બીજી તરફ મગધપ્રિયા દેવી ફાલ્ગનીએ એક પખવાડિયાનો રસોત્સવ યોજ્યો હતો, અને હમણાં વિશિષ્ટ પ્રકારનાં મંડળોને વિશિષ્ટ પ્રકારનો અધિકાર અપાયો હતો. દેવી ફાલ્થનીનાં નૃત્યોમાં નગ્ન નૃત્યોનો સમાવેશ થતો હતો. ને માત્ર રાજકારણી પુરુષો ને પરદેશી મહેમાનોને જ એમાં પ્રવેશ મળતો. સંથાગારમાં જે વખતે મંત્રણાસભા યોજાતી એ જ વખતે દેવી ફાલ્ગનીનો ૨સોત્સવ યોજાતો. રસિક પુરુષો માટે આ ખરેખરી કસોટી યોજાઈ હતી. ભારે વિમાસણ પેદા થઈ ગઈ હતી. પણ બુદ્ધિશાળી માણસોએ તેનો તરત તોડ કાઢયો હતો : યુદ્ધ કરતાં નૃત્ય નિર્દોષ છે; નૃત્ય પ્રથમ, યુદ્ધ પછી ! મંત્રણાગૃહોમાં ગણનાયક અને ગણનાપતિ સિવાય ઘણા ઓછા નિષ્ણાત રાજકારણી પુરુષો હાજરી આપવા આવતા, આવતા તે પણ જૂથબંધીવાળા આવતા અને એ એકબીજાના ભૂતકાળના દોષોની ચર્ચામાં વધુ રાચતા, ને એક જ ફરિયાદ કરતા : ‘અત્યાર સુધી જે ઓ વૈશાલીને અપરાજિત રાખ્યાનો ગર્વ લેતા રહ્યા છે, તેઓને યુદ્ધ મોકલો. ભલે એ જીતે, આ વખતે અમે ઘેર રહીશું.’ સંથાગારમાં આ રીતે વાતો થતી, ત્યારે સંથાગારની બહાર પ્રેમીસમાજ પોતાનો પક્ષ લઈને ખડો હતો. એ કહેતો હતો કે ‘ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધની અહિંસાને અભડાવશો મા ! અમે શસ્ત્ર મૂકીને શત્રુ સામે જવા માગીએ છીએ. યુદ્ધ એ તો નરી પશુતા છે ! અને પ્રેમીસમાજ પશુતાનો વિરોધી છે ! અરે, સાચા શુરવીરો તો એ છે કે જે પોતે બીજાને હણતા નથી, પણ પોતાની જાતને હણાવા દે છે ! સાચા સિદ્ધાંતપાલક એ છે કે જે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે, પણ સિદ્ધાંતથી ચલિત થતા નથી. વૈશાલીની સંસ્કારિતાની આજે સાચી પરીક્ષા છે. તજી દો શસ્ત્રો અને નિઃશસ્ત્ર સેનાને મેદાને મોકલો !' આ પક્ષમાં વેગથી ભરતી થઈ રહી હતી. તેઓની ટુકડીઓ તૈયાર થવા લાગી હતી, પણ આમાં ગણનાયક ચેટકે વિરોધ દાખવ્યો. એમણે કહ્યું: ‘તમે યુદ્ધ છોડી દો છો, પણ મનમાં કાયરતા સ્વીકારીને ! જેમ ગૃહસ્થ અને સાધુના ધર્મો જુદા છે, એમ ધર્મકારણ અને રાજકારણની અહિંસા પણ જુદી છે. યુદ્ર સ્વાર્થ માટેની લડાઈ તજી દો, અને દેશ માટે સ્વાર્પણ કરવા તૈયાર થાઓ.’ ચેટકની આવી વાતોએ પ્રેમીસમાજમાં ખળભળાટ મચાવી મૂક્યો. મુનિ વેલાલે પ્રેમીસમાજમાંથી રાજીનામું મૂક્યું : “કાં, ચેટક, કાં હું; સિદ્ધાંતદ્રોહ નહીં ચાલે.” અને મુનિ વેલાકૂલ પ્રેમીસમાજથી છૂટા થઈ સાધના માટે ક્યાંય ચાલ્યા ગયા. વિખવાદ D 287 Page #156 -------------------------------------------------------------------------- ________________ જતી વખતે તેઓએ કહ્યું કે, ‘ત્યાં બેઠો બેઠો હું પ્રાર્થના કરીશ કે જેઓ માર્ગ ભૂલ્યા છે, તે સાચા માર્ગે આવી જાય, ગણનાયકે અહિંસાનું ખૂન કર્યું છે. યુદ્ધને આવકારવું એનું નામ જો અહિંસાધર્મ હોય તો પછી હિંસા ધર્મ કેવો ? પણ મહામુનિ વેલાકુલથી ગણનાયક ચેટકનો પૂરો પ્રતિકાર ન થઈ શક્યો. પ્રેમીસમાજની માન્યતા એ હતી કે છેવટે ચેટક યુદ્ધ માટે મંદોત્સાહ થઈ જશે; પણ તેમ ન બન્યું. એટલે આવેશમાં આવીને તેઓએ પડકાર સાથે કહ્યું: ‘અમે બીજાના ભૂમિભાગને લેશ પણ દબાવવા ઇચ્છતા નથી. અમે યુદ્ધ પણ ઇચ્છતા નથી. અમે તો માત્ર અમારું સંરક્ષણ ઇચ્છીએ છીએ. અને એ સંરક્ષણ માટે સન્માનભર્યું કોઈ કામ કરવાનું અમે બાકી નહિ મૂકીએ.’ આ નિવેદનના વિવિધ પડઘા પડ્યા. સંથાગારોમાં ગણનાયક અને ગણપતિએ પોતાનાં કામ ચાલુ રાખ્યાં. મંત્રણામાં પહેલો પ્રશ્ન એ આવ્યો કે ‘આપણે સામે જઈને યુદ્ધ આદરવું, કે આવી પડે ત્યારે યુદ્ધ આપવું ? સામાન્ય રીતે નિયમ એવો છે કે, દુશ્મનને આપણી સીમાઓથી દૂર રોકવો સારો. જો આપણી ભૂમિ પર યુદ્ધ આવે અને ફતેહ આપણને મળે તોય ઘણું નુકસાન સહેવું પડે.” યુદ્ધની દૃષ્ટિથી આ વાત બરાબર હતી, પણ સિદ્ધાન્તની રીતે એ નીતિવિરુદ્ધ હતું. આપણે યુદ્ધ આરંભીએ એનો અર્થ એ કે આપણે સામે ચાલીને યુદ્ધ આપીએ છીએ અને આપણી અહિંસા પોથીમાના રીંગણ જેવી ઠરે. સંથાગારના સભ્ય રાજાઓને આક્રમણની વાત મનમાં યોગ્ય લાગી, પણ એથી વૈશાલી આક્રમક લેખાઈ જાય એમ હતું. અને તો વૈશાલીનું ઊભું કરેલું કીર્તિમંદિર નષ્ટ થઈ જાય. આખરે એક યુદ્ધ પરિષદ યોજવામાં આવી, અને ગુપ્તચરોને સમાચારો લાવીને તેઓને પહોંચાડવાનું કહેવામાં આવ્યું. આમાં ગણનાયક અને ગણપતિ મુખ્ય રહ્યા. ગુપ્તચરોએ પોતાનું કામ ઉપાડી લીધું ને અગત્યની માહિતી લાવી લાવીને પહોંચાડવા માંડી. સમાચારો બહુ અવનવીન આવતા હતા. એક સમાચાર એવા હતા કે, *અજાતશત્રુ પોતાના રાજ્યની આવક કોષમાં એકત્ર કરી રહ્યા છે. અને મગધ અને અંગના યુદ્ધ સિવાયનાં બીજાં બધાં કામો સ્થગિત કરી દેવામાં આવ્યાં છે.' આ સમાચારો ખાસ અસરકારક ન નીવડ્યા. વૈશાલીનો રાજ કોષ છલોછલ હતો. બીજા સમાચાર આવ્યા, ‘ગંગા અને સોન નદી પરના કિલ્લાઓમાં સમારકામ ચાલી રહ્યું છે. મુખ્ય મથકે નવા સોળ દુર્ગો ખડા કરવામાં આવ્યા છે, જે દરેક દુર્ગને પાયદળ, સવાર, રથ ને હાથીથી સંપૂર્ણ સજ્જ કરવામાં આવ્યા છે. અનાજ અને 288 D શત્રુ કે અજાતશત્રુ પાણી પણ પૂરતાં ભરેલાં છે.' વૈશાલીમાં નવા દુર્ગો ખડા કરવા એ પણ એની આક્રમક નીતિ લાગે, એ માટે તે પર ખાસ લક્ષ આપવામાં ન આવ્યું. વળી શત્રુદળના વિષેશ સમાચાર આવ્યા : અજાતશત્રુએ નૌકાસૈન્ય પણ તૈયાર કર્યું છે. દરેક નૌકામાં કુશળ તીરંદાજોનો બેડો ગોઠવવામાં આવ્યો છે. ને અંદર ફેંકી શકાય તેવા સળગતા અગ્નિગોળા ભર્યા છે. નૌકાની આગળ ખીલા રાખ્યા છે, જે શત્રુનૌકા સાથે ભટકાય તો શત્રુનૌકાને જ નુકસાન કરે.” - ‘આપણું નૌકાસૈન્ય ક્યારનું સંપૂર્ણ રીતે સજ્જ છે. બાકી કેટલીક કૂટનીતિઓ અજમાવવામાં વૈશાલી માનતું નથી.’ યુદ્ધપરિષદે નિર્ણય આપ્યો. ‘યુદ્ધને અને પ્રેમને કોઈ નિયમ સ્પર્શતા નથી.' એકે કહ્યું. પણ તે પર કોઈએ લક્ષ ન આપ્યું. ગુપ્તચરો વળી સમાચાર લાવ્યા કે ‘રાજા અજાતશત્રુએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે, અને વેણુવન ભગવાન બુદ્ધને ભેટ આપ્યું છે, અને જ્યારે ભગવાન બુદ્ધ આવે છે, ત્યારે ગૃદ્ધ ફૂટ સુધી જઈ તેમનો ઉપદેશ સાંભળે છે. રાજા આ રીતે પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે.” ‘વૈશાલીને હવે નવો પ્રભાવ વધારવાનો નથી.’ યુદ્ધ પરિષદે અભિપ્રાય આપ્યો. આ અભિપ્રાય પાછળ બહુમતી હતી. અહીં તો બહુજન કહે, એ સિદ્ધાંત જ સાચો ! ગુપ્તચરોએ કહ્યું : ‘મગધ અને અંગ અત્યારે એક બનીને રહ્યાં છે. અંગને મગધે જીત્યું છે પણ અંદરથી અંગ મગધને ચાહતું નથી, જો અંગ અને મગધ વચ્ચે ભેદ પડાવવામાં આવે તો....' ‘એ કૂટનીતિ અમે ઇરછતા નથી,’ યુદ્ધપરિષદના કેટલાક સભ્યોએ કહ્યું, ‘રાજ્ય નશ્વર છે. કીર્તિ અનશ્વર છે. ભલે વૈશાલી ભાંગીને ભુક્કો થઈ જાય, પણ એનું કીર્તિમંદિર ઢળવા ન દેશો.* કૂટનીતિ એ રાજ્ય માટે મહાનીતિ છે. મહાન્યાયમૂર્તિ મગધના મહામંત્રી વર્ષકારને પૂછો.” એકે વાત કરી. ‘ફૂટનીતિજ્ઞ લેખાતા મહામંત્રી વર્ષકારની સ્થિતિ શું થઈ તે તો તમે જાણો છો ને ?’ સામેથી જવાબ આવ્યો. ‘ખુદ ન્યાયદેવતા વર્ષમાર કહે છે, કે ધર્મનીતિ એ જ સાચી નીતિ છે. જે ધર્મનીતિ પાળશે, એનો જ છેવટે વિજય છે.” | ‘પોપટિયાં વાક્યો ન રટો.’ ગણપતિએ વાતને અટકાવી. એ ક્ષણે ક્ષણે આવતા શત્રુના સમાચારથી વ્યગ્ર બની ગયા હતા. એ બોલ્યા, ‘ધર્મ જીતશે એ સૂત્ર સાચું છે. પણ મહાભારતના યુદ્ધમાં વિજય માટે શું બન્યું તે જાણો છો ? મહારથી ભીમને વિખવાદ D 289 Page #157 -------------------------------------------------------------------------- ________________ કેવી રીતે હણ્યા ? વચ્ચે શિખંડીને ખડો કરીને ! સહુ જાણતા હતા કે શિખંડી સામે ભીષ્મ હથિયાર નહીં વાપરે. ને શિખંડીને વચ્ચે મૂકી શિષ્ય ગુરુને હણ્યા !' આ વાતે સભામાં ઘણા સભ્યો પર પ્રભાવ પાડ્યો. ગણપતિએ આગળ ચલાવ્યું : કૂટનીતિ એ રાજનીતિ છે ને યુદ્ધનીતિ પણ છે. એનાથી લાંબું ચાલતું યુદ્ધ ટૂંકું થાય છે, ને વિશાળ સંહાર અલ્પ થાય છે. દ્રોણને સત્યવાદી યુધિષ્ઠિરે શું કહીને હણ્યા ? નરો વા કુંજરો વા ! સત્યનો ક્યાં કેટલો ઉપયોગ કરવો એ એક સમજવા જેવી વાત છે. કસાઈવાડેથી છૂટેલી ગાયને શોધતા કસાઈને શું તમે બતાવશો કે ગાય અહીં છુપાણી છે ?' ગણપતિના શબ્દોમાં જાણે શંખનાદ ગાજતો હતો. ‘સાચું છે, અમે કૂટનીતિમાં માનીએ છીએ. યુદ્ધ પરિષદે કૂટનીતિનો આશ્રય લેવો.' પરિષદના કેટલાક સભાસદોએ કહ્યું. ‘હું તમને શ્રીકૃષ્ણનો દાખલો આપવા માગું છું. કર્ણ અને અર્જુનના યુદ્ધમાં એમણે જ કહેલું કે ‘શઠં પ્રતિ શાઠ્યમ્' વાપરો. એ તો જેવાની સાથે તેવા. શસ્ત્ર નહિ ગ્રહણ કરું, એવી પ્રતિજ્ઞા છતાં શ્રીકૃષ્ણ રથનું પૈડું લઈને યુદ્ધમાં ઊતરી નહોતા પડ્યા !! આ વાતે યુદ્ધપરિષદનું આખું માનસ પલટાવી દીધું. પણ એ વખતે એક સભ્યે ઊભા થઈને કહ્યું : ‘વૈશાલી પોતે નવો ઇતિહાસ અને નવી વિભૂતિઓ સરજી શકે છે; એણે જૂના દેવોનો બહિષ્કાર કર્યો છે. આજ આખા જગતને નવો પાઠ ભણાવવાની વેળાએ શું મહાન વૈશાલી પોતાનો રાહ આવાં જુનવાણી દૃષ્ટાંતોથી નક્કી કરશે ? એથી વૈશાલી કદાચ થોડો લાભ મેળવી જશે, પણ એથી શું એની કીર્તિ પર કાયમને માટે કલંક નહિ લાગે ? આ બોલનાર ફાલ્ગુનીના પતિ તરીકે જાણીતો પૂનમ હતો. એણે વૈશાલીના નગરજનનું પદ મેળવ્યું હતું, ને અત્યારે વૈશાલીના મૂળ નિવાસીઓ કરતાં એની વૈશાલીભક્તિ અપૂર્વ ગણાતી હતી. એના કરતાંય મહાદેવી ફાલ્ગુનીનો સુંવાળો સંપર્ક મેળવવાનું એ અજોડ સાધન હતું. નિરાંતે ફાલ્ગુનીનાં નૃત્ય જોવાનું સદ્ભાગ્ય સામાન્ય રાજપુરુષોને પૂનમ દ્વારા જ સાંપડતું ! પૂનમ ખરેખર અમીવર્ષણ પૂનમનો ચાંદ હતો. અને વૈશાલીએ સ્વીકારેલા સિદ્ધાંતો તરફની એની નિષ્ઠા અપૂર્વ હતી. વળી મગધના ભૂપ્રદેશથી એ સુપરિચિત હતો. આ બધી ચર્ચાઓ ચાલતી હતી ત્યાં એકાએક રાસ્થલીની ભેરી શેરીઓમાં ગાજતી સંભળાઈ. ‘અરે, આ તો યુદ્ધનાદ ! યુદ્ધ માટે એકત્ર થવાનું ફરમાન ! અરે, શું યુદ્ધ 290 ] શત્રુ કે અજાતશત્રુ આંગણે આવીને ઊભું રહ્યું છે ?' રણભેરી કહેતી હતી કે વૈશાલીના મુખ્ય મેદાનમાં સહુ યોદ્ધાઓ સજ્જ થઈને આવી પહોંચજો ! આ સાદ જ્યાં જ્યાં પહોંચ્યો ત્યાં ત્યાંથી સહુ સજ્જ થઈને આવી પહોંચ્યા. યુદ્ધ પરિષદ વીખરાઈ ગઈ. નૃત્યો ટપોટપ બંધ થઈ ગયાં. બજારો સમેટાઈ ગયાં. ખેડૂતો ખેતર મૂકીને દોડ્યા. રથ, હાથી ને ઘોડાના અવાજો ગાજી રહ્યા. પદાતિ સૈનિકો ઉતાવળે ઉતાવળે સાજ સજી રહ્યા, શસ્ત્રો ખોળી રહ્યા. સૈનિકોમાં હમણાં એશઆરામની હવા ઠીકઠીક જામી હતી, એટલે શસ્ત્રો તૈયાર નહોતાં. ગણવેશ પણ રેશમના ચીનાંશુક્રના બનાવેલા હતા. તેઓ માનતા હતા કે વૈશાલી કદી યુદ્ધ આપે નહિ, અને શસ્ત્રો તો ગયાં ! અને યુદ્ધો પણ ગયાં જ સમજો ! આપણે તો શોભાના હાથી જેવા. રાજ્યને આંગણે શોભા આપ્યા કરવાની. અહિંસાનો ધર્મ એ આપણો ધર્મ. લોકો દોડ્યા મેદાન તરફ. રણભેરી જોર જોરથી ભજી રહી હતી. વૈશાલીનું આ મહાન મેદાન હતું, ને અહીં સૈન્યો આવીને એકત્ર થતાં. ને એ વખતે સૈન્ય સંખ્યા જોઈ વૈશાલીનાં સૂત્રધારોનાં મન હર્ષ અને ઉત્સાહથી ડોલી ઊઠતાં. રથમાં બેસીને ગણનાયક ઝડપથી એ મેદાન પર આવ્યા. પાછળ બીજા રથમાં ગણસેનાપતિ આવ્યા અને પછી યુદ્ધ પરિષદના સભ્યો આવ્યા. પ્રેમીસમાજના અસંખ્ય પ્રેમવીરો આવીને એક બાજુ ગોઠવાઈ ગયા. તેઓ બૂમ પાડતા હતા : ‘અમને યુદ્ધ ન જોઈએ. યુદ્ધ અનિવાર્ય હોય તો આગેવાન વેલાકુલ જોઈએ.’ પણ આ મેદાનમાં ખાસ લડનારાં જૂથો ગેરહાજર હતાં. જે જૂથો પર વૈશાલીના ખરા યુદ્ધનો આધાર હતો, એ જૂથો હજી ન દેખાયાં ! રે ! રણભેરીનો સાદ પડે કે હાથમાં હથિયાર પકડી શકે એ તમામ આબાલવૃદ્ધને ઉપસ્થિત થવાનો નિયમ; અને એ નિયમનો આજે છડેચોક ભંગ ? ગણનાયકે દૂર દૂર નજર ફેરવી. એમની ચકોર નજરે જોઈ લીધું કે મેદાન ખાલી હતું, પણ શેરીઓ સૈનિકોથી ભરેલી હતી. તરત રાજદૂતો તપાસ માટે રવાના થયા. થોડી વારમાં એ ખબર લાવ્યા; એમણે કહ્યું : ‘મહારાજ ! આપણાં લડાયક જૂથો વચ્ચે મતભેદ જાગ્યો છે. મહાનામનું દળ કહે છે કે કાર્તિકનું દળ અભિમાન લેતું હતું કે અમે વૈશાલીની સુરક્ષા કરીએ છીએ, તો એ જાય પહેલું લડવા. લડીએ અમે અને જશ લે બીજા, એ દિવસો ગયા. વિખવાદ – 391 Page #158 -------------------------------------------------------------------------- ________________ 40 ન્યાયદેવતા અદશ્ય ! ગણનાયકે આ વાત સાંભળીને ઊંડો નિશ્વાસ નાખ્યો : “અરે ! આ તો સૈનિકધર્મનો વિનિપાત છે ! લડે સૈનિક અને જશ તો સેનાપતિને મળે !' ના, મહારાજ ! દેવવર્માનું જાણીતું જૂથ એ વાત પર યુદ્ધમાંથી અળગું રહ્યું છે કે બીજાં જૂથોને મોજ શોખની સર્વ સામગ્રી રાજ પહોંચાડતું રહ્યું છે, ને અમને હંમેશાં પાછળ રાખ્યા છે. તો હવે પહેલા એ લડે ! જેણે ગોળ ખાધો એ ચોકડાં ખમે !' ‘ઓહ ! શું વૈશાલીના પાયા આટલા પોલા થઈ ગયા છે ! અંગત વિરોધ અત્યારે સામુદાયિક આપત્તિના પ્રસંગે ન શોભે.' ગણસેનાપતિએ કહ્યું. | ‘મહારાજ !' વધુ ખબર મેળવીને આવતા એક રાજ દૂતે કહ્યું: ‘આપના સેનાપતિપદ સામે જ વિરોધ કરીને પદ્મનાભ લિચ્છવીનું દળ મેદાન પર આવ્યું નથી. એ કહે છે કે ગંગાની ઉપરધારનું અમૃત જેવું પાણી સેનાપતિએ પોતાનાં ખેતરોમાં લીધું છે, ને નીચલા ઢાળનું પાણી અમને મળ્યું છે ! આ તે ક્યાંનો ન્યાય ?' યુદ્ધ પરિષદના આગેવાનો બધા ત્યાં એકત્ર થઈ ગયા, ને મેદાનનો મોટો ભાગ ખાલી જોઈ વિમાસણમાં પડી ગયા : ‘રે રાષ્ટ્રભાવના તરફની આ ઉપેક્ષા તો દેશને ખુવાર કરશે !' વિષાદનું મોટું વાદળ બધે ઘેરાઈ રહ્યું. એકાએક ગણનાયકને વિચાર આવ્યો અને એમણે ફરમાવ્યું : આ રણભેરી કોણે વગાડી, એ તો જાણો !' સહુએ કહ્યું કે “અરે, એ વાત તો આપણે પૂછી જ નહિ કે ભય ક્યાં આવ્યો ને રણભેરી કોણે વગાડી ?” આ વાતની તરત ખોજ ચાલી. એક કહે, અમે જાણતા નથી, બીજો કહે, અમને શી ખબર ? જવાબદારી કરતાં બેજવાબદારીમાં સહુ વધુ રાચતા. પોતાના ગળાનો ગાળિયો બીજાના ગળા પર કેમ મૂકવો, એમાં સૌ નિષ્ણાત લાગ્યા. તપાસ કરતાં કરતાં આખરે જાણવા મળ્યું કે ન્યાયદેવતા મહામંત્રી વર્ષકારે આ રણભેરી બજાવી છે ! નથી શત્રુ આવ્યા, નથી યુદ્ધ આવ્યું ! અરે ! ક્યાં છે મહામંત્રી વર્ષકાર ? તેડાવો અહીં ! શા કાજે વજ ડાવી રણભેરી ? રણભેરી એ શું છોકરાંનું રમકડું ‘ન્યાયદેવતા !' પડઘો પડ્યો ને ફરી અવાજ ગાજ્યો, ‘ન્યાયદેવતા મહામંત્રી વર્ષકાર !' પણ સામેથી કોઈ ઘોષ ન આવ્યો ફરી નિષ્ફળ અવાજનાં વર્તુલો રચાયાં. રાત પડી ચૂકી હતી ને વૈશાલીની શેરીઓ સૂની લાગતી હતી. વર્ષકારનો નવદીપ પ્રાસાદ સાવ ખાલી હતો. પ્રાણ ચાલ્યો જાય અને દેહ પડ્યો રહે, એવી એની હાલત હતી, વિરામાસનો એમ ને એમ પડ્યાં હતાં. એક આસન ઉપર વૈશાલીનો તૂટેલો ન્યાય દંડ પડ્યો હતો. આ ન્યાયદેડને ગ્રહણ કરીને વૈશાલીના ન્યાયદેવનું પદ એમણે શોભાવ્યું હતું. નવદીપ પ્રાસાદના મધ્ય ખંડમાં ન્યાયદેવતાની મૂર્તિ બિરાજતી હતી. વર્જાિ કારીગરોએ પ્રેમથી એને ઘડી હતી, ને સુવર્ણકારોએ મબલખ સુવર્ણથી એને મઢી હતી. મૂર્તિ પર સોનું તો પૂરેપૂરું હતું, અધવાલ જેટલું પણ ઓછું થયું નહોતું, પણ આશ્ચર્ય એ વાતનું હતું કે મૂર્તિની નાસિકાનું છેદન થઈ ગયું હતું. લિચ્છવી યોદ્ધાઓએ ન્યાયદેવતાના નામના ઉપરાઉપરી પોકારો કરીને આખા પ્રાસાદને ગજાવી દીધો. પ્રાસાદના મંત્રણાગૃહના દીવા પણ હજી એમ ને એમ જલી રહ્યા હતા, ને એમાંથી અત્તરની ફોરમ છૂટતી હતી. પણ આગળ વધતાં માલૂમ પડ્યું કે સામે જ વિસ્ફોટક પદાર્થોનો ઢગ પડ્યો હતો, અને દીવાની અને એની વચ્ચે એક સીંદરીથી જોડાણ સધાયેલું હતું. પાસે સીંદરી બળતી હતી. યોજના એવી ભાસતી હતી કે ધીરે ધીરે જલી રહેલી એ દોરી વિસ્ફોટક પદાર્થ પાસે પહોંચે, એ પદાર્થ સળગી ઊઠે અને એક ભડાકા ભેગો આખો પ્રાસાદ નષ્ટભ્રષ્ટ ! બળતી સીંદરી તત્કાલ બુઝાવી દેવામાં આવી. અને એક ઘોડેસવાર મારતે ઘોડે મંત્રીશ્વર વર્ષકારને તેડવા દોડી ગયો. 292 | શત્રુ કે અજાતશત્રુ Page #159 -------------------------------------------------------------------------- ________________ આગળ એક કુંવારો હતો, અને એની બાજુ માં હોજ હતો. પ્રાસાદની રચના એવી હતી કે સૂરજનાં સવારનાં પહેલાં અને સાંજનાં છેલ્લાં કિરણો એ પાણીમાં પડે - સવારે કમળ ખીલે ત્યારે, સાંજે પોયણી ખીલે ત્યારે. ન્યાયદેવતા અહીં નાહવા ને નિત્ય જાપ કરવા આવતા. હોજના કાંઠે પૂજાનાં તરભાણાં ને પૂજાપો એમ ને એમ પડ્યાં હતાં, ને પૂજા કરનાર જાણે વચ્ચેથી ઊભો થઈ ગયો હતો. | ‘અરે ! ન્યાયદેવતા નાસી ગયા લાગે છે ! કાગડો કાગડાની જમાતમાં ચાલ્યો ગયો લાગે છે !' તપાસ કરતાં સુરશર્માએ રોષમાં કહ્યું. | ‘અરે દેવ ! કાગડા કાશીમાં હજાર વર્ષ રહે, તોપણ છેવટે કાળા ને કાળા જ રહે, એ સાચું. પણ વૈશાલીનો વિવેક વખણાય છે. માત્ર દેશ કે પ્રાંત પરથી કોઈને માટે – અને ખાસ કરીને ન્યાયદેવતાને માટે – આમ ધારવું નિરર્થક છે. કમળાવાળો બધે પીળું જ ભાળે, એવું ન કરો !' ‘તમે ગમે તે કહો, માણસ જે માટીમાંથી પેદા થયો, એ માટી તરફનું એનું ખેંચાણું જતું નથી. જાતિ કે દેશ માણસના જીવનમાં મોટો ભાગ ભજવે છે. હું એમ કહું છું કે વિંધ્યાચલમાં હાથી થાય છે ને મરુભોમમાં ઊંટ થાય છે, તેનું શું કારણ ? કાગડો કદી ઘુવડના કુળમાં આશાયેશથી જીવી નહીં શકે, અને ઘુવડ કાગડાના કુળમાં રહી નહીં શકે !” સુરશર્માએ પોતાની ફિલસૂફી આગળ હાંકી. | ‘શર્માજી ! વિવેક ન મૂકો. વૈશાલી કરતાં વિવેક મહાન છે. દેહ કરતાં પ્રાણ મહાન છે. હજાર વર્ષકાર લાખ લાખ દગા કરે, પણ વૈશાલીની કીર્તિનાં કોટડા કોઈનાં પડ્યાં નહિ પડે, એટલી હૈયાધારણ રાખો.” ‘આવી સાર વગરની મિથ્યા વાણી ન ઉચ્ચારો. દેહ નહિ હોય તો પ્રાણ ક્યાં રહેશે ? અને દેહ છે તો આ બધી માથાકૂટ છે. મર્યા પછી તો મગધમાં નહિ જન્મીએ એની શી ખાતરી ?” શર્માજીને જેમ જેમ સંદેહ વધતો જતો હતો, એમ એમ વિવેકના ખીલે બંધાયેલી એમની જીભ છૂટી થતી જતી હતી. મને લાગે છે કે ક્યાંક મગધનો કોઈ છદ્મવેશી મંત્રીદેવનું હરણ કરી ગયો ન હોય.’ સામંતે છેલ્લે નવું અનુમાન તારવી કાઢ્યું. એ કોઈ રીતે ન્યાય- દેવતા પર અવિશ્વાસ આણી શકતો નહોતો. અરે ! આ ફુવારા નીચે કંઈક ભોંયરા જેવું લાગે છે.” શર્માજીએ તીણ નજર નાખતાં કહ્યું. બધા એકદમ એ તરફ ધસી ગયા, અને જોયું તો ગુપ્ત માર્ગ ! ભૂગર્ભનુંભોંયરાનું મુખ કોઈએ બંધ કરવા પ્રયત્ન કરેલો, પણ અડધું જ બંધ થઈ શકેલું. 294 | શત્રુ કે અજાતશત્રુ સામંત એકદમ આગળ ધસ્યો. એણે બારણું જોરથી આખું ખોલી નાખ્યું. બારણાની પાછળ મોટો ખીલો હોય તેમ લાગ્યું. એ ખીલો બાજુની દીવાલ સાથે જોરથી ભટકાયો, ને એકાએક કંઈક પ્રત્યવાય દૂર થતો હોય એમ થયું. થોડી વારમાં જલાગારનું પાણી એમાં વેગથી ધસી આવ્યું ! એ વેગ જબરો હતો. એ વેગમાં ખેંચાઈને ન્યાયદેવતાની તપાસ કરવા આવેલા બધા ભોંયરામાં જઈને પટકાયા, ને ક્યાંય સુધી તણાઈ ગયો ! અને કુંડ ખાલી ન થયો ત્યાં સુધી પાણી ભુખભખ કરતું એમાં વચ્ચે જ ગયું ! આખો મહેલ ફરી હતો તેવો શાન્ત બની ગયો. આ તરફ ગણનાયક અને ગણપતિ ન્યાયદેવતાના આગમનની રાહ જોતા રણમેદાન પર ઊભા હતા. રણભેરીનો નાદ શેરીઓ ગજવતો હતો. પણ પહેલાં જે નાદ સાંભળી લડવૈયાનાં તમામ જૂથો ટપોટપ હાજર થઈ જતાં એ જૂથમાંના ઘણા ગેરહાજર હતા, અને કેટલાક હાજર હતા તો અંદરોઅંદર વિખવાદ લઈને બેઠા હતા. એ એકબીજાને કહેતા હતા, ‘ન્યાયદેવતા પાસે તમે વૈશાલીની અજેયતાનો જશ ખાટતા હતા, તો હવે ઊભા છો કેમ ? ઝટ આગળ વધો !' ગણનાયકે આ પરિસ્થિતિ ચિંતાભરી રીતે નિહાળી ને ખેદ તથા ઠપકાભરી નજર ચારે તરફ ફેરવી : ‘રે વૈશાલી ! શું શુરાઓનું વૈશાલી આથમી ગયું ?' ચારે તરફ ભારે કોલાહલ થઈ રહ્યો હતો. બોલ્યું કાને પડતું નહોતું. ગણનાયક વિચારી રહ્યા : “અરે ! પરિસ્થિતિમાં કેવો પલટો નજરે પડે છે ! અહીં પહેલાં બધા કામમાં માનતા; જબાને તો કોઈ ચલાવતું જ નહિ, આજ જબાનનું જોર ખૂબ ખૂબ વધી ગયું છે. એથી વાગીશ્વરીની સેવા સારી થાય પણ સમરાંગણ તો ન જ ખેડાય.’ પણ અત્યારે એ ચિંતા વ્યર્થ હતી. તેઓ ન્યાય-દેવતાને તેડવા ગયેલા લોકોની રાહ જોઈ રહ્યા. બહુ વાર રાહ જોવા છતાં કોઈ આવતું ન દેખાયું તેમ જ એમના તરફથી કંઈ સંદેશ પણ ન સાંપડ્યો, એટલે બીજી ટુકડીને તાકીદે ખબર લાવવા રવાના કરી. દૂતો બહારથી ચિંતાજનક સમાચાર લાવતા હતા. મગધની સેનાની આગળ રથમુશલ નામનું યુદ્ધયંત્ર દેખાયું હતું. આજ સુધી એની વાતો સાંભળી હતી ને વૈશાલીના લોકોએ રૂમઝૂમતા ઘૂંઘરુના અને કામણગારા કંઠોના આસ્વાદમાં એને કાલ્પનિક વાત લખી હતી. આજ એ યંત્ર પ્રત્યક્ષ થયું હતું. એની કામગીરી જેણે જેણે સાંભળી હતી એ છક થઈ ગયા હતા. ન્યાયદેવતા અદૃશ્ય !D 295 Page #160 -------------------------------------------------------------------------- ________________ છેલ્લે છેલ્લે ન્યાયદેવતાએ એવાં શસ્ત્રો વિશે પ્રવચન કર્યાં હતાં, ને ભયંકર માહિતી આપી હતી. ગાંડો લોહરથ ! ન બળદ કે ન ઘોડા જોડવાના ! માત્ર ચાવી આપીને છૂટો મૂકી દેવાનો ! જે દિશામાં એનું મોં ફેરવો, એ દિશામાં દોડવાનો. એનું મોં હાથી જેવું. હાથીને સુંઢ હોય એમ આને આગળ સાંબેલાં. સાંબેલાં સાવ લોઢાનાં ! એ ચક્કર ચક્કર ફરે. સામે કે વચ્ચે જે આવે - પથ્થર, પાણો કે માણસ - એ ભૂદોસ્ત ! જમ મળવો સારો પણ આ યંત્ર મળવું ભૂંડું ! આટલું વિવેચન કરી આખરે પોતાના તરફથી એમણે ઉમેર્યું હતું કે મગધ જો એવાં શસ્ત્રો વાપરશે, તો એના નામ પર બટ્ટો લાગશે, ને અસંભવ અનીતિ વાપરી લેખાશે. એક ગાંડો માણસ એ વખતે ત્યાં હાજર હતો, એણે કહ્યું, ‘મંત્રીરાજ ! પ્રેમમાં ને યુદ્ધમાં નીતિ-અનીતિ જોવાતી નથી. બંને એક પ્રકારે અંધ હોય છે.' - ન્યાયદેવતા એ વખતે ગર્જીને બોલ્યા હતા : ‘પણ મારું વૈશાલી અંધ નથી, એ તો પ્રકાશમાન સૂરજ છે.” આજે સેનામાં જ્યારે રથમુશલ યંત્રના સમાચાર પ્રસર્યા ત્યારે ન્યાયદેવતાના છેલ્લા શબ્દો ભુલાઈ ગયા, પણ એ યંત્રની કામગીરીના પહેલા શબ્દો યાદ આવવા લાગ્યા. કેટલાક લોકોને આ વાતોએ ઢીલા કરી નાખ્યા, પણ એ વખતે સમાચાર આવ્યા કે કાશી-કોશલના અઢાર ગણરાજાઓ આપણી મદદે આવી રહ્યા છે. ફરી વાતાવરણમાં વિદ્યુતનો ઝબકારો આવ્યો. જાણે સૌને હિંમત આવી કે આ અઢાર રાજાઓ જ મગધસેનાના દાંત ખાટા કરી નાખશે.. ‘પણ ન્યાયદેવતા ક્યાં ?’ ફરી પોકાર પડ્યા. લોકોને મહામંત્રીએ એવી મોહિની લગાડી હતી કે બધા એમના નામની જ માળા જપતા હતા. | ‘અમે હમણાં જ ખબર કાઢીને આવીએ છીએ.” વૈશાલીના મોટા જૂથના નાયક કચે બીડું ઝડપ્યું. કચ ભરી જુવાનીમાં હતો. એનું રૂપ સૂરજ જેવું તેજ વેરતું હતું, ને મુખ ચંદ્ર જેવું સોહામણું હતું. તલવાર, ગજ ને ભાલાના યુદ્ધમાં એને ટપી જાય એવો કોઈ મહારથી ભારતભરમાં નહોતો. પણ છેલ્લા એક નાટકમાં ફાલ્ગનીને જોયા પછી એ દીવાનો બન્યો હતો, ને બધું છોડી નાટ્યશાસ્ત્રનો પારંગત બનીને નટરાજ તરીકે વિખ્યાત બન્યો હતો. ફાલ્ગની જે નાટકમાં પાત્ર ભજવતી એમાં કચરાજ અચૂક નાયક થતો . કહેવાતું કે કચરાજની આવી વર્તણૂક તરફ તેનાં માતા-પિતા ને સ્ત્રી-બાંધવો 296 1 શત્રુ કે એ જીતશત્રુ નારાજી બતાવતાં. તેઓએ ન્યાયદેવતા વર્ષકાર પાસે આનો ન્યાય પણ માગ્યો હતો. ન્યાયમંત્રીએ લંબાણથી બધી વિગતો જાણ્યા બાદ, સર્વની અંગત મુલાકાતો લીધા પછી, ચુકાદો આપ્યો હતો કે, ‘વ્યક્તિસ્વાતંત્ર્યનો મૂળભૂત મુદો એવો છે કે એનાથી કોઈની પણ લાગણી દુભાવી ન જોઈએ. ફાલ્ગની પણ વૈશાલીના ગણરાજ્યની એક વ્યક્તિ છે. કચદેવ પણ એવી જ એક વ્યક્તિ છે. સ્વતંત્રતાના સિદ્ધાંતે બંને સ્વતંત્ર છે, બંને સમાન છે, પ્રેમ-વેરના હકદાર છે. આમાં કોઈ પણ કોઈએ બળનો પ્રયોગ ર્યો નથી એટલે હિંસા પણ થતી નથી. ફાગુનીને કચ પરના પ્રેમથી રોકવામાં આવે તો એની સ્વતંત્રતા રૂંધી કહેવાય. અને કચને એના કુટુંબ તરફ જબરજસ્તીથી પ્રેમ બતાવવાનું કહેવામાં આવે તો એનું મન દુ:ખી થાય; એ પણ એક પ્રકારની હિંસા કહેવાય. અલબત્ત, એટલી ભલામણ થઈ શકે કે જો કુટુંબીઓ ફાલ્ગનીને પોતાનામાં સમાવવા માગે તો અમે ભલામણ કરીએ છીએ કે ફાલ્ગની જરૂર વિચાર કરે !” જે વેળા આ ન્યાય ચૂકવાયો ત્યારે ભારે વિવાદ પેદા થયો. મહોલ્લા મહોલ્લામાં બે ભેદ પડી ગયા. કુટુંબ કુટુંબ વચ્ચે ભાગલા પડી ગયા. ગણિકાવિહાર એ સામાન્ય બની ગયો. ગણિકાઓ પણ આવા ન્યાયને વધાવ્યા વગર રહે ખરી ? એમણે મોટો સમારંભ યોજીને ગણરાજ્યના સ્તંભોને નિમંત્રણ આપ્યું ! મોટા મોટા ધર્માવતારો એમાં ભાગ લેવા આવ્યા. ગણિકાઓએ સૂત્રો પોકાર્યો : ‘ગણિકાઓ પણ માનવ છે અને ગણરાજ્યમાં માનવમાત્ર સમાન છે. અમને સમાન હક આપો. ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધ સમાનતાનો જે સંદેશ આપે છે, એ અમે ચરિતાર્થ કરીએ છીએ. પ્રજાજનો પણ ઊંચ-નીચના ભેદને દૂર કરીને એનો અમલ કરી બતાવે ! ગણરાજ્યનો વિજય હો !? એ દહાડે, કહેવાય છે કે, વૈશાલીના સૂરજ , ચંદ્ર અને સિતારાઓએ આ જુવાન અને ઘરડી ગધેડીઓ સાથે ભોજન લીધું, પાન લીધું ને નૃત્ય કર્યું ! માનવમાત્રની સમાનતાનો ભારે આદર થયો. કચરાજ ત્યારથી વૈશાલીમાં વિશિષ્ટ વ્યક્તિ લેખાયો. એની અદાકારી નવા નવા નમૂના પેશ કરતી ચાલી, ને છેવટે એણે કુટુંબનો ત્યાગ કરી નૃત્યપ્રવૃત્તિના વિકાસ માટે ભેખ લીધો. તાન, તબલા ને તાનારીરી એ એના પ્રણવમંત્રો બની ગયા. એ જ્યાં જ્યાં જાય ત્યાં લાખો લોકો એનું સન્માન કરવા લાગ્યા. આ નૃત્યપ્રવૃત્તિનો ભેખધારી આજે રણભેરી સાંભળી રણમેદાનમાં આવ્યો હતો. યુદ્ધના સમાચાર મળ્યા ત્યારથી ગણિકામંડળે એ ક ઠરાવ પસાર કરી દરબારમાં મોકલ્યો હતો કે અમે નાટક દ્વારા અજાતશત્રુને જીતવા માગીએ છીએ. યુદ્ધના ઘોર વિનાશને પ્રગટ કરતું કરુણરસનું એવું નાટક બતાવીએ કે મગધરાજ તલવાર તજી દે અને, એનામાં માનવતા જીવતી હોય તો, એ વૈશાલીના ચરણે પડે. ચોયદેવતા એશ્ય !D 297 Page #161 -------------------------------------------------------------------------- ________________ આ માગણી આગેવાનો તરફથી કાને ધરવામાં તો ન આવી, પણ બધે ઠેકાણેથી તલવાર તરફ ઘૃણા દાખવવામાં આવી ને લોકો છડેચોક બોલવા લાગ્યા કે લડવું એ તો નરી વનેચર-સંસ્કૃતિ ! સહુનો લાડકવાયો કચરાજી જ્યારે ન્યાયદેવતાના પ્રાસાદે પહોંચ્યો ત્યારે દરવાને એને કહ્યું : ‘અંદર ગયેલા હજી પાછા આવ્યા નથી. અનેકને દાખલ કરવાની મંત્રીરાજની મના છે.' ‘તો જા, અનુમતિ લઈને આવ !’ દરવાન અનુમતિ લેવા અંદર ગયો અને કચરાજ બહાર ઊભો રહ્યો. ઊભા ઊભા એ નવા નાટકમાં ફાલ્ગુની માટે અને પોતાના માટે યોગ્ય પોશાકની પોતાના મંત્રી સાથે ચર્ચા કરી રહ્યો. દેશદેશની સંસ્કૃતિનો એ જાણકાર હતો. ચર્ચા ઠીક ઠીક લાંબી ચાલી, અને ઘણી વાર થઈ છતાં દરવાન અનુમતિ લઈને પાછો ન આવ્યો. ‘અરે ! હજીય અનુમતિ ન આવી ?' કચરાજે જરા ઉતાવળ બતાવી, પણ છેલ્લા નાટકની બે ગીતપંક્તિઓ યાદ આવતાં એ મોજથી ગણગણી રહ્યો ! ‘વાહ કવિ, વાહ ! તલવારથી પણ વધુ તેજસ્વી ! લવિંગથી પણ વધુ તીખી ! કેળથી પણ વધુ મુલાયમ !' મહારાજ ! કીમતી સમય ચાલ્યો જાય છે !' સાથીદારે કહ્યું. ‘રે મૂર્ખ ! એથીય વધુ કીમતી ગીતપંક્તિઓ સરી જાય છે ! તમને બધાને યુદ્ધે જડ બનાવ્યા છે, અસંસ્કારી બનાવ્યા છે. વારુ, અનુમતિ હજી નથી આવી, તો શું કરીશું ? ‘પ્રવેશ કરીએ.’ એક યોદ્ધાએ કહ્યું. ‘અનુમતિ વગર પ્રવેશ એ તો વનેચરસંસ્કૃતિ લેખાય !' ‘મહારાજ ! ઘર બળતું હોય ત્યારે બુઝાવવાની મંજૂરી ન મંગાવાય. કેટલાક ધર્મ આપોઆપ સમજાય અને પળાય.' ‘ન્યાયદેવતાના પ્રાસાદમાં વગર અનુમતિએ પ્રવેશ મને રુચિકર નથી.' કચરાજે એ જ વાત ફરી ફરીને કરી. પણ અમને આમાં દાળમાં કાળું લાગે છે ! આપ ઊભા રહો, અમે અંદર જઈએ અને તપાસ કરી આપના માટે અનુમતિ લઈ આવીએ.’ ‘સારું.’ કચરાજ ફરી નવા નાટકની પંક્તિઓ ગણગણી રહ્યો ને સ્વગત બોલ્યો, ‘વૈશાલીમાં હજી વર્નચર-સંસ્કૃતિના અવશેષો પડ્યા છે. ભૂતકાળની દેવસૃષ્ટિની જેમ એને પણ હાંકી કાઢવી પડશે. રણભૂમિ રંગભૂમિ બને તો જ સંસ્કારિતાનો વિજય થાય ! વિના નાટક નહિ ઉદ્ધાર... 298 ] શત્રુ કે અજાતશત્રુ કચરાજ આમ વિચારતા હતા, ત્યાં એમના સેવકો પાછા આવ્યા, ને બોલ્યા : ‘રાજેશ્રી ! અંદર દરવાન નથી કે કોઈ નથી. ન્યાય-દેવતા પણ ક્યાંય શોધ્યા જડતા નથી. દેવી ફાલ્ગુનીને ત્યાં તો નહિ ગયા હોય ને ?' ‘હા, હા, ચાલો ચાલો, દેવી ફાલ્ગુનીના જલમહેલે ઘોડા હાંકો.' કચરાજને ફાલ્ગુનીનું નામ આવતાં ભારે ઉત્સાહ આવી ગયો. વિશેષ વિચાર કર્યા વગર ઘોડા ઝડપથી જલપ્રાસાદ તરફ વાળ્યા ! કચરાજના મોં પર ભારે ખુશાલી હતી. પણ જલપ્રાસાદના દરવાજા પર દરવાન નહોતો, અને પ્રવેશની અનુમતિ માગવા માટે દરવાન જરૂરી હતો. દરવાનની શોધ ચાલી. પણ કચરાજ અહીં ધૈર્ય ધારી શક્યા નહીં. તેમણે સીધો ઘોડો અંદર હાંક્યો. એક બટકબોલા સામંતે કહ્યું, ‘સામંતરાજ ! અનુમતિ ?' ‘અહીં અનુમતિની જરૂર નથી.’ “મહારાજ ! શાસ્ત્રમાં અન્ય સ્ત્રીના ઘરમાં પ્રવેશ કરતાં અનુમતિ આવશ્યક લેખી છે.' સામંતથી ન રહેવાયું. આ અન્ય સ્ત્રી નથી; અમે તો અવિભક્ત આત્માઓ છીએ. હું અને તું ના ભેદો અહીં વિરામ પામ્યા છે.’ જાદુ તો જુઓ. ગણિકાઓ સાથે ન જાણે કેમ બધા અવિભક્ત આત્માઓ થઈ જાય છે, ને ઘરની સ્ત્રીને જુવે એટલે પાછા વિભક્ત !' એક વૃદ્ધ સામંતે ધીરેથી કહ્યું. ફાલ્ગુનીનો આ જલપ્રાસાદ સ્ફટિકનો બનેલો હતો અને એમાં જલવાહિનીઓ, જલખંડો ને જલપ્રપાતો એટલાં હતાં કે એ જલનો બનેલો હતો, એમ પણ કહી શકાય. કેટલાક કુંડોમાં સભર પાણી ભર્યાં હતાં ને એમાં મોટા મોટા તરંગો ઊઠ્યા કરતા હતા. તરંગોમાં વાજિંત્રો એવી રીતે ગોઠવ્યાં હતાં કે આખો દિવસ જલતરંગ બજ્યા કરતું હતું. પાસે જ કિનારા પર મનોહર પંખીઓ ફરતાં હતાં. એ પાળેલાં હતાં ને છૂટાં ફરતાં. અલબત્ત, કોઈ પંખી ગમે તેવા પણ સોનાના પિંજરમાં રહેવા ન ઇચ્છે. અહીં ઝીણી જાળ ગૂંથી મોટાં પિંજર રચ્યાં હતાં. આ જલના પડદાઓ પાછળ ખંડોની હારમાળા હતી. એ ખંડોમાંથી ફાલ્ગુની કયા ખંડમાં મળી શકે, એ માત્ર પૂનમ જ જાણતો. આ ખંડો ખુબ ઉષ્માવાળા રહેતા ને સુગંધી ધૂપ ત્યાં ગૂંચળા વળ્યા કરતા. પાસે જ કાષ્ઠમંજૂષાઓમાં મદ્યના શીશા રહેતા. દરેક ખંડને ઉપખંડ હતો. એ ઉપખંડમાં ફાલ્ગુનીની સખીઓ આજ્ઞા ઉઠાવવા સદા સજ્જ બેસી રહેતી. ‘રે વૈદેહી !’ કચરાજે બૂમ પાડી. એ ઉત્સુકતાથી ફાલ્ગુનીને શોધી રહ્યો. ‘અરે ! વૈદેહી નહિ માગધિકે કહો.’ પેલા બટકબોલા સામંતે કહ્યું. ન્યાયદેવતા અદશ્ય ! – 299 Page #162 -------------------------------------------------------------------------- ________________ 41 વૈશાલી ઠગાયું ‘માગધિકે શા માટે ? ઓહ ! તમારા મનમાંથી હજી પણ ભૂમિના ભેદ નથી જતા ! ફાલ્ગની પરમ વૈશાલિની છે, પરમ વૈદેહી છે.' કચ આવેગમાં બોલ્યો. | ‘વૈશાલીમાં હવે આવાને પરમપદ મળશે, એટલે વૈશાલીના દહાડા વાંકા સમજ વા !' સામંતે કહ્યું. ‘તમારી સાથે વાદ કરવા માગતો નથી; ફાલ્ગનીને શોધી કાઢો.’ કચ જરા ઉગ્ર બની ગયો. અને ફરી શોધ શરૂ થઈ. પણ આખો મહેલ એમ ને એમ ખાલી પડ્યો હતો. ખીલી પણ પોતાના સ્થાનથી ખસી નહોતી, ફક્ત દેવી ફાલ્ગની જ ત્યાં નહોતી ! ઓહ ! જેમ પ્રાણ વગર દેહ લાગે, ચંદ્ર વિના રાત્રિ લાગે, હરિયાળી વિના પૃથ્વી લાગે, તેજ વિના અગ્નિ લાગે, મોતી વિના છીપ લાગે, મણિ વિના સર્પ ભાસે, તિલક વિના તરુણી લાગે....!' કચરાજ જાણે કાવ્ય સર્જી રહ્યા. મહારાજ ! કાવ્ય ને અલંકાર મૂકી દો. સાહિત્ય સર્જવાનો હવે સમય રહ્યો લાગતો નથી. સમરાંગણમાં ચાલો. મગધસેના નજીક આવી લાગે છે. મગધનાં ગુપ્તચર પંખી વૈશાલીની ગુપ્ત વાતો લઈ ઊડી ગયાં છે !” સુરશર્મા હાથમાં તલવાર લઈને ખોડંગતો ત્યાં આવ્યો, ને બોલ્યો. ‘રે બૂઢા ! વૈશાલીના વિશાળ દિલને સાંકડું કરનારી વાતો ન કર !” કચનું મન જાણે હજીય માનતું ન હતું. ‘કચરાજ ! મને દેવી હોય એટલી ગાળ દે. પણ વૈશાલી ભયંકર વિપત્તિમાં ઘેરાઈ રહ્યું છે, એમાં સંદેહ નથી. અંદરના ભેદનો પૂરો પત્તો મળી ગયો છે. વૈશાલી વગર લડ્યું હણાઈ ગયું, કાણું થઈ ગયું !” ને બધા પર જાણે વીજળી પડી. મહામંત્રી વર્ષકાર ગુમ ! દેવી ફાલ્ગની બેપત્તા ! આખા વૈશાલીને આ વર્તમાન મળતાં એક પ્રકારનો ધક્કો લાગ્યો : અરે, આ બન્ને જણાં તો વૈશાલીનાં બની એની સેના, એનો ખજાનો, એની આંતરિક સમરસ્થિતિ એ બધાંનો તાગ લઈ ગયાં ! | ‘જલદી જાઓ ! ઉતાવળા અશ્વ દોડાવો ! પીછો લો ! ધનુર્ધરોને કોટ પર ચઢાવો ! અને જ્યાં હોય ત્યાં તેઓને વીંધી નાખો !” જોરશોરથી હુકમો છૂટવા લાગ્યા. વૈશાલી ભયમાં છે. કોટનાં દ્વાર બંધ કરો. ખાઈમાં પાણી ભરી દો અને રણભેરી ફરી બજવા દો !! બધેથી બૂમો પડવા લાગી, પણ બૂમ પાડનારા ખુદ ઊભા હતા; સાંભળનારા પણ ઊભા હતા; જાણે સહુ બોલવામાં જ કર્તવ્યની ઇતિશ્રી માનતા હતા. મહાન સંધિ-વિગ્રહિકે કહ્યું : “અરે ! આપણે અત્યાર સુધી ભ્રમમાં જ રહ્યા ! અંગ અને મગધ વચ્ચે સંધાન થઈ ગયું છે, ને અંગની રાજધાની ચંપાનગરનો આખો રાજ કોષ મગધને મળ્યો છે, ને વેપારમાં વધુ સગવડ મળશે, એવું વચન મળવાથી ત્યાંના શેઠોએ સત્તર કોટિ ભાર સુવર્ણ મગધને આપ્યું છે !” - ‘આપણા શેઠિયાઓને બોલાવો, અને કહો કે રાજ્યને સુવર્ણ આપે !' એક સામંતે કહ્યું. “શેઠિયા સોનું આપે, પણ તમારાં સોનાનું શું ? ગણિકાઓના ગળાના એ હાર બનશે, કાં ?” એક શેઠ જેનું નામ ભદ્ર હતું. તેણે કહ્યું. “અરે, અમે અમારાં માથાં દઈશું.’ મહાવીર નામના સામંતે કહ્યું. બકરાંની જેમ હલાલ થવાથી શું વળ્યું ? જ્યારે જાગવા જેવું હતું ત્યારે ન જાગ્યા, ઘર કરતાં બહારનો પ્રેમ વધુ રાખ્યો, ઘરનાં છોકરાંને ઘંટી ચાટતાં રાખ્યાં ને 300 | શત્રુ કે અજાતશત્રુ Page #163 -------------------------------------------------------------------------- ________________ બહારના માટે આટાની જોગવાઈ રાખી ! હવે જાઓ, મરો, અને હાથે કર્યાનું ફળ ભોગવો ! મગધની સેના આગના ભડકાની જેમ આગળ વધી રહી છે.' ભદ્ર શેઠથી આવેગમાં પૂરું બોલાતું પણ નહોતું. ‘અમે પતંગિયાની જેમ એ આગ પર પડીને એને બુઝાવી દઈશું.' સામંતે કહ્યું. ‘શું રાખ બુઝાવશો ? તમે બધા નૃત્ય, નાટક ને ગીતમાં મગ્ન રહ્યા ને એ મગધના લોકોએ જંગલમાં માર્ગ બનાવ્યા, પાણી પર પુલ બનાવ્યા, પર્વતોમાં ઘાટ બનાવ્યા, નાનામોટા કિલ્લા રસ્તા પર ચણાવી લીધા; ને તમે આજે જાગ્યા !' ભદ્ર શેઠના મિત્ર ધન શેઠે કહ્યું. ‘હવે શેઠ, આડીઅવળી વાતો પડતી મૂકીને સોનું કાઢો છો કે રાજકીય તાકાત અજમાવીએ ?' મહાવીરે કહ્યું. ‘તમારા જેવા સોનાના ચોરો માટે અમે ગૃહ-સૈન્ય વસાવ્યું છે. આવજો તમે એ સોનું લેવા ! તમારું પૂરેપૂરું સ્વાગત થશે.' ધન શેઠે કહ્યું. ‘એ સૈન્ય લડવા દુર્ગ પર નહિ જાય ?’ ‘એ શા માટે જશે ? એમને પણ તમારા જીવ જેવો જ જીવ છે ! પહેલાં તમે લડો, ફતેહ મેળવો, પછી અમે સુવર્ણ આપીશું; બાકી તો સુવર્ણનાં સ્વપ્નાં પણ ન જોશો.' ભદ્ર શેઠે કહ્યું . જોઈએ છીએ, ના કહેનાર તમે છો કોણ ?” જોઈએ છીએ, લેનાર તમે છો કોણ ? સોનું લેવા અમારા પ્રાસાદો પર આવો એ પહેલાં બૈરી-છોકરાંની અને એથીય પ્રિય તમારી ગણિકાઓની રજા લેતા આવજો ! ફરી મળાયું કે ન મળાયું !! વૈશાલીના વીરોને આજે આ સાવ નવો અનુભવ થયો. તેઓને લાગ્યું કે, આ તો શિયાળિયાં સિંહને દબાવે છે ! એટલામાં સેનાપતિ આવતા દેખાયા. તેઓ કિલ્લાનાં દ્વાર બંધ કરવાનો હુકમ આપીને નીકળ્યા હતા. ખાઈમાં પાણી વાળવાનો હુકમ કર્યો હતો. એ સહુને આશ્વાસન આપતા હતા કે નિશ્ચિંત રહો. ખાઈમાં પાણી આવ્યું કે જાણે દરિયાદેવ તમારી રક્ષાએ આવ્યા ! વૈશાલી અજેય છે, ને અજેય જ રહેશે.' એ વખતે એક ઘોડેસવાર દોડતો ત્યાં આવ્યો. એણે કહ્યું, ‘મહારાજ ! ખાઈ તો પુરાઈ ગઈ છે.’ ખાઈ પુરાઈ ગઈ છે ?' સેનાપતિએ પ્રશ્ન કર્યો. ‘હા મહારાજ ! એને પૂરી દેવામાં આવી છે.’ ‘શા માટે ?' 302 D શત્રુ કે અજાતશત્રુ ‘વિશેષ અન્ન-ઉત્પાદન માટે.” ‘કોના હુકમથી ?’ ‘સંથાગારના હુકમથી. રાજઆજ્ઞા હતી કે આપણે હવે યુદ્ધ ઇચ્છતા નથી, યુદ્ધ આવે તોય લડવાનું નથી.... ‘તો શું મરવાનું છે ?’ વચ્ચે રાજદૂતને બોલતો રોકીને સેનાપતિએ પ્રશ્ન કર્યો. ‘સ્વામી ! જેમ આપ સમજો તેમ. મારું મોં નાનું; મારાથી મોટી વાત ન થાય. પણ એ વખતે આ વાત સારી રીતે ચર્ચાયેલી, અને એનો કેટલાક લોકોએ વિરોધ પણ કરેલો. છેવટે આખો મામલો ન્યાયદેવતા પાસે ગયેલો.' ‘કોણ ન્યાયદેવતા ?' મહામંત્રી વર્ષકાર જ તો – જેનું વૈશાલીના રાજમાં સહુથી વધુ માન હતું તે ! અહીં ગૃહવધૂ કરતાં ગણિકાનાં માન વિશેષ છે. તેમ જ આપણે ત્યાં ઘાયલનો ડબલ પગાર છે. દેવી ફાલ્ગુની પાછળ તમે આમ્રપાલી જેવી ગણિકાને પણ તુચ્છ માની હતી. અમે જાણ્યું છે કે પરદેશના રાજાઓ અને શ્રેષ્ઠીઓએ ફાલ્ગુનીના ઘરને પોતાનો કિલ્લો બનાવ્યો છે.’ ‘અરે ! ટૂંકી વાત કરો ! ન્યાયદેવતાએ શું ચુકાદો આપ્યો હતો ?' સેનાપતિએ પ્રશ્ન કર્યો. ન્યાયદેવતાએ ચુકાદો આપ્યો હતો કે વૈશાલીએ અહિંસાનું શીલ લીધું છે. સાધુ અગર શસ્ત્ર હાથમાં લઈ પ્રેમનો ઉપદેશ આપે તો કેવું વરવું લાગે ? વૈશાલીએ યુદ્ધોપયોગી તમામ ચીજો અલગ કરવી જોઈએ.' ‘ઓહ ! ત્યારે તો આપણા શસ્ત્રભંડારમાં પણ એ જ સ્થિતિ હશે !’ સેનાપતિને ચિંતા ઘેરી વળી. ‘શું આપને ખબર નથી ?' ‘અરે ! એ બાજુ ગયું છે જ કોણ ? શસ્ત્ર તરફ તો બિલકુલ અરુચિ થઈ ગઈ હતી !' ‘હું જાણું છું. આપ શ્રીમાન શાસ્ત્ર, કાવ્ય, ચંપૂ ને નૃત્યશાસ્ત્રના અધ્યયનમાં ડૂબી ગયા હતા. શાસ્ત્રીય રીતે એ ખાઈને ફરી ખોદવાનો કોઈ ઇલાજ ખરો ? અંબપાલીનો પિતા મહાનમન બોલ્યો. એની વાણીમાં કચવાટ ભર્યો હતો. સેનાપતિ અત્યંત ગુસ્સે થઈ ગયા. તલવાર આપોઆપ ખેંચાઈ ગઈ. ‘ખેંચો તલવાર ! વખત આવી ગયો છે. શત્રુ કદમ-બ-કદમ આગળ વધી રહ્યો છે. કરો મારાથી શ્રીગણેશ !' મહાન મનના આ શબ્દોએ સેનાપતિનો ક્રોધ ઓછો વૈશાલી ઠગાયું D 303 Page #164 -------------------------------------------------------------------------- ________________ કરી નાખ્યો. એમણે કિલ્લા તરફ ઘોડો દોડાવ્યો. ખાઈ પાણીથી પૂરી ન શકાય, તોપણ દ્વાર તો તત્કાળ બંધ થવાં જ જોઈએ. આ વખતે કચરાજ મારતે ઘોડે નીકળ્યો. એની વીરહાકથી જાણે આખું વ્યોમમંડળ ગાજતું હતું. કચરાજની પાછળ સુરશર્મા ખોડંગતો ખોડંગતો ચાલતો હતો. એ જોર જોરથી પોકારો પાડતો હતો, “અરે, દગો થયો છે ! શત્રુ ઘરની ભાળ મેળવી ગયા છે ! જલદી શસ્ત્ર એકઠાં કરો ! જલદી સેના સંગઠિત કરો ! મગધરાજ દડમજલ યુદ્ધ કરવા આવી રહ્યો છે !' | ‘અરે મહાશય ! દેવી ફાલ્ગનીનો પત્તો મળ્યો છે !' એક સૈનિકે કચરાજને જોઈને મંગલસૂચક ખબર આપ્યા. ‘ક્યાં છે એ ?' કચરાજનાં યુદ્ધ માટે ઉત્તેજિત થયેલાં ભવાં ઢીલાં પડી ગયાં. ‘પ્રેમદરવાજે !” સૈનિકે કહ્યું. ચાલો, દોડો, પકડો એને !' કચરાજ દરવાજા તરફ દોડ્યો. ફાલ્ગનીના નામે ફરી એનામાં ઉત્સાહ પ્રેર્યો હતો. - “શું પકડશો, કચરાજ ?' સંદેશ લાવનાર અશ્વારોહીએ પાછળ ઘોડો હાંકતાં કહ્યું, ‘એ તો આકાશની પરી જેવી ક્યારની સરી ગઈ, ને પૂનમ એકલો પાછળ રહી ગય.’ | ‘પૂનમ ? પેલો વ્યંઢળ ?” કચરાજે કહ્યું, પાછળ આવતા અસવારે કચની બાજુ માં જ ઈને કહ્યું: ‘પૂનમ વ્યંઢળ નથી; એ તો ભારે વીર છે. એ એકલાએ વૈશાલીના સો સૈનિકોને તસુભર પણ આગળ વધતા રોકી રાખ્યા અને વૈશાલીને વ્યંઢળ બનાવી દીધું !' શું કહે છે ? પૂનમ વ્યંઢળ નહોતો ?' ના, ના, કચરાજ ! એ તો હમણાં જ ખબર પડી કે મગધની સિંહપાદ સેનાનો એ નામીચો સેનિક છે. એણે ફાલ્ગનીના ઘોડાને એડી મારી અને દોડાવ્યો. ફાલ્ગનીએ કહ્યું કે, ‘પૂનમ, જ્યાં તું ત્યાં હું !' પણ પૂનમે કહ્યું : ‘વૈશાલીની પ્રજાનો, રાજ્યનો, સેનાનો તમને જેટલો અભ્યાસ છે, એટલો મને નથી; મેં તો માત્ર તમારી રક્ષાનું ધ્યાન રાખ્યું છે. તમે જાઓ, મગધરાજને મારો વંદન કહેજો !' કચરાજ ! ફાલ્ગની એ પછી આગળ વધી – પણ અનિચ્છાએ ! ને પૂનમે ધનુષ-બાણ સંભાળ્યાં ! આપણા સૈનિકોનું આખું જૂથ એની સામે થયું, પણ એણે અદ્ભુત બાણવિદ્યા બતાવીને મેઘની ધારાની જેમ તીરો વર્ષાવ્યાં ! આપણી સેના તીરોથી બચવા આઘીપાછી થઈ ગઈ. સૌએ વિચાર્યું : નાહક મરવાથી શો લાભ ? ફૂટનીતિથી કામ લો. છોડીછોડીને કેટલાં તીર છોડશે ? છેવટે તીરો ખૂટી જશે - 304 D શત્રુ કે જીતશત્રુ એટલે આપણે હલ્લો કરી દઈશું.’ વાહ રે વૈશાલીના વીરો, તમારો લાભાલાભ ! તમારી કૂટનીતિ ! કૂટનીતિ તો મહામંત્રી વર્ધકારની ' કચરાજે નિસાસો નાખતાં કહ્યું. પણ એમને અચાનક એક વહેમ પડ્યો : “અરે, પણ તુંય મગધમાં ભળેલો તો નથી ને ?' કાં ?” સૈનિકે કહ્યું. મને વહેમ પડે છે. અત્યારે દોસ્ત કે દુશ્મન કોણ તે પારખવું મુશ્કેલ છે. વારુ, આગળ વાત કહે.' કચરાજે કહ્યું. ‘આપને વાત કરવાની પણ જરૂર નથી. આપ બધું નજરે જોઈ લેજો.’ સૈનિકને લેણ કરતાં દેણ થતાં ખોટું લાગ્યું. ‘આ તો મેં એક શંકા કહી. નાહક તું...' ‘તમને શંકા ઘરમાં જ કરવી કાં ગમી ? જેના પર શંકા કરવા જેવી હતી એના પર તો વિશ્વાસ મૂક્યો !' કચરાજ આવા જવાબ માટે ટેવાયેલા નહોતા, પણ ગણતંત્રમાં તો સામાન્ય સૈનિક પણ આવા સવાલ-જવાબ કરવાની હિંમત ધરી શકતા. બંને જણા ઘોડા દોડાવતા પ્રેમદરવાજે પહોંચ્યા. એક ટોળું ત્યાં એકત્ર થયેલું હતું, ને વચ્ચે લોહીના ખાબોચિયામાં પૂનમ પડેલો હતો. એ નિમ્પ્રાણ હતો, તોય એનું મોં અને ભરાવદાર દાઢીમૂછ હજીય ભયકારક લાગતાં હતાં. અરે ! કચરાજ આવ્યા !' એ ક જણાએ કહ્યું ને ટોળાએ ખસીને માર્ગ આપ્યો. કચરાજ ઘોડા પરથી નીચે ઊતર્યો ને પૂનમ પાસે ગયો. “અરે ! એશ્વ આ બાજુ લાવો !' એક જણાએ કહ્યું. ‘રહેવા દો, એમને દોસ્ત-દુમનમાં સમજણ પડતી નથી. હું ડાહ્યો થઈને વાત કહેવા ગયો તો મારા પર જ શંકા લાવ્યા !' પહેલાં ખબર આપવા ગયેલ સૈનિકે ખીજમાં કહ્યું. ‘તે અલ્યા, કરતા હોય એ કરીએ ને છાશની દોણી ભરીએ ! નાહકનો દોઢ ડાહ્યો થઈને દોડ્યો હતો તે ! આ તો મહાજનનાં કામ ! આમાં ક્યાં કોઈને ઘેર વિવાહ હતો ! આપણે લડીશું ને એ જીતશે તો ફરી એ બધા અમન-ચમન કરશે, ને આપણાં બાળબચ્ચાં ભૂખે મરશે.’ કેટલાક લોકોએ એને ઉપદેશ આપવા માંડ્યો. ‘પૂનમને અહીં તળ કોણે રાખ્યો ?' કચરાજે પૂછવું. અમે... અમે... અમે...” ચારે તરફથી આવજો થયા. ‘બાણથી કે તલવારથી ?” વૈશાલી ઠગાયું 1 305 Page #165 -------------------------------------------------------------------------- ________________ ‘તલવારથી.’ ‘કોની તલવારથી ?' ફરી ‘અમારી... અમારી... અમારી...' થઈ રહ્યું. એક વૃદ્ધ સૈનિક શાંત ઊભો હતો, એના હાથ-મોં પર ઠીક ઠીક ઘા થયેલા હતા, ને એમાંથી હજુ લોહી ટપકતું હતું. ‘ભત્તે સુમંત્રજી ! પૂનમ કેવી રીતે મરાયો ?’ ‘અમારા જેવાને ઈર્ષ્યા આવે એવી અદ્ભુત રીતે. એને અમે માર્યો નથી, એ જાતે જ મરાયો છે.’ ‘કાં ?' ‘ફાલ્ગુની અને એના સમુદાયને દૂર દૂર વહી જવા દેવાં હતાં. એટલા માટે પૂનમ એકલો અહીં કિલ્લો બનીને ખડો રહ્યો. પથ્થરના કિલ્લા તો તોડવા સહેલા છે, પણ આ હાડમાંસનો કિલ્લો અજબ નીકળ્યો. એ કિલ્લા પાસે પહોંચતાં અમને ભારે થઈ. એની પાસે તીર હતાં ત્યાં સુધી તો પાસે પણ કોણ ટૂંકી શકે ? છેલ્લે એણે સળગતાં તીર નાખ્યાં. અમે જ્યાં આગ લાગી ત્યાં બુઝાવી નાખી, પણ પાસે ન જઈ શક્યા. અમે ગણતરી કરી કે હમણાં તીર ખૂટશે, પછી આપણો વારો ! ને ખરેખર તીર ખૂટ્યાં ! અમે દોડ્યા. એ એક અને અમે સો-બસો. ધાર્યું હતું કે એક પળમાં પ્રાણ લઈ લઈશું, પણ શું વજનો એનો દેહ ! શું એની પટાબાજી ! ફરી જાણે શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર લઈને મેદાને આવ્યા !' સુમંત્રજી યોદ્ધા મટીને જાણે કવિ બની ગયા. ‘અરે, પણ તમારામાંથી અડધા લોકોએ ફાલ્ગુનીનો પીછો પકડવો હતો ને ?’ કચરાજે વચ્ચે પ્રશ્ન કર્યો. એમને પૂનમના મૃત્યુ કરતાં ફાલ્ગુનીનું છટકી જવું વધારે ખટકતું હતું. ‘પીછો પકડે કેવી રીતે ? મગધનો આ સિંહપાદ સૈનિક કિલ્લાનાં દ્વાર વચ્ચે ઘેરૈયાની જેમ ઘૂમતો હતો. કોઈ પાસે ગયો કે જાણે વીજળી પડી સમજો !' થઈ થઈને કેટલાં ખલાસ થાત ? બે ચાર જણ ! પણ બીજા બાર જણ પીછો પકડી શક્ત ને ?' કચરાજે કહ્યું. ‘ખલાસ થવા હું ગયો, પણ એકલો જ. પૂનમને જખમી કરી પછાડ્યો પણ મેં જ !' સુમંત્રજીએ કહ્યું. એમના બૂઢા ચહેરા પર જુવાનીનું તેજ રમતું હતું, ‘પણ મેં એને પાડ્યો કે બધા આવીને તૂટી પડ્યા. હું રોકવા ઘણું મથ્યો; મેં કહ્યું કે આવા વીરના પ્રાણ ન લેવા જોઈએ. પણ આપણા વીરોએ ખેતરના મોલ વાઢે એમ એને વાઢી નાખ્યો.' સુમંત્રજી બોલતાં બોલતાં ગળગળા થઈ ગયા. 306 – શત્રુ કે અજાતશત્રુ આ બુઢા લોકો જશ પોતે જ ખાટવા ઇચ્છતા હોય છે. અરે, અમે પાછળ જ હતા. અમારા પીઠબળ વગર તમે શું લડી શક્યા હોત ? પ્રત્યક્ષ લડાઈ કરતાં પરોક્ષ લડાઈ વધુ કાર્યસાધક હોય છે.' એક સૈનિકે સુમંત્રજી સામે ભારે રોષ ઠાલવ્યો. અંદર અંદર ભળી જવા જેવું લાગ્યું. ‘ભાઈબાપુ ! આ તો મને પૂછ્યું એટલે મેં જે બન્યું તે કહ્યું. બાકી જશ બધો તમને. અમારે મન તો વૈશાલી પ્રાણ સમાન છે.' સુમંત્રજીએ કહ્યું. ‘તો શું અમારે વૈશાલી દેહ સમાન છે ? આ વડીલો હંમેશાં સારું પોતાના નામ પર ખતવે છે, ને ભૂંડું જુવાનોના નામ પર ! મગધ સામેના યુદ્ધમાં તમે વડીલો ઘેર રહેજો અને બાળકોનાં ઘોડિયાં હીંચોળજો !' એક મોં ફાડ્યા જુવાને વિવેક ભૂલીને નિર્લજ્જ રીતે કહ્યું. ‘સાચી વાત છે તમારી, અમારે હવે વિલાસથી તે મિથ્યાભિમાનથી અસ્પૃશ્ય રહેલાં વૈશાલીનાં બાળકોનાં ઘોડિયાં જ હીંચોળવાં છે. એમને ગળથૂથીમાં પાવું છે કે વિલાસ તરફનો પ્રેમ ને વૈભવ પ્રત્યેની પ્રીતિ પ્રજાનાં નખ્ખોદનું નિશાન છે.’ સુમંત્રજીએ બરાબર ઘા માર્યો. કચરાઈ સહુને શાંત પાડતાં ને ઠપકો આપતાં કહ્યું : અરે ! પાછા આપણે આપણી ખાસિયત પર આવી ગયા ! પ્રશ્નોત્તરી ! સવાલ પૂછવા ને તેના જવાબ લેવા ! દાખલા દેવા અને દલીલો કરવી ! અનન્ત તર્ક અને અપાર વિતર્ક ! પણ હવે છોડો એ ખટપટ ! આ પૂનમના શબને અહીંથી ઉપાડો ને માર્ગ સ્વચ્છ કરો !' ‘એ નહિ બને.’ કેટલાક જુવાન આડા ફર્યા, “વૈશાલીને દગો દેનારના શબની દુર્દશા થવી ઘટે.' ખબરદાર, જો મરેલાનું અપમાન કર્યું છે તો ! મર્દાનાં વેર જીવ હોય ત્યાં સુધીનાં, અરે ભલા માણસો ! સાપ તો વાટે અને ઘાટે મોંમાં ઝેરની કોથળી લઈને ફરે છે. તમે શું કામ એના મોંમાં આંગળી આપો છો ? એ તમને છેતરી ગયો, પણ તમે શું કામ છેતરાયા ? તમારા ઘરમાં કોઈ આગ ચાંપવા આવ્યો, પણ તમે ગાફેલ રહી શું કામ આગ ચાંપવા દીધી ? ગુનેગાર તમે પહેલાં.' સુમંત્રજીનું જુનું લોહી આજે ભારે ઉશ્કેરાઈ ગયું હતું. “અમને ગુનેગાર કહેનાર તું ઘરડો ઘુવડ કોણ ?' જુવાન સૈનિકો આમન્યા છાંડી તલવાર તાણીને સુમંત્રજીની સામે આવીને ઊભા રહ્યા. બીજો પૂનમ છું હો ! ભલે બુઢો છું, પણ પાછળ પડ્યો તો બાર ગાઉ તગડી જઈશ !' સુમંત્રજીએ કહ્યું . વૈશાલી ઠગાયું D 307 Page #166 -------------------------------------------------------------------------- ________________ ‘સંથાગારની શક્તિ તો ક્યારની આથમી ગઈ ! જુઓ, પ્રભુનો મોકલ્યો મગધરાજ તમને સજા કરવા આવી રહ્યો છે. પરિત્રાણાય સાધૂનામ્...' મહીનમન શ્લોક બોલવા લાગ્યો. એને અડધે અટકાવતાં જુવાનોએ કહ્યું : પ્રભુ ! કેવી જૂની માન્યતા ! કેવો જૂનો દેવ ! અને આપણું પરિત્રાણ એ છબીના દેવ ઉપર આધાર રાખે ?” પણ એ શબ્દોનો ત્યારે કોઈએ જવાબ ન વાળ્યો. મામલો વીફરી ગયો. કચરાજ પણ વિમાસણમાં પડી ગયા. ફાલ્ગની સાથેના સંપર્ક પછી તેની મહત્તા ઘસાઈ ગઈ હતી. થોડી વારમાં પૂનમની પાસે જ બીજાં શબો પડ્યાં હોત; ત્યાં સદ્ભાગ્ય સેનાપતિ સ્વયં ત્યાં આવી ગયા. વૈશાલીના પ્રજાજનોમાં જે થોડાઘણાનું માન હજુ અખંડિત રહ્યું હતું, તેમાંના આ એક સેનાપતિ હતા. અલબત્ત, એમણે પ્રજાને ગમતા કાયદાઓનું પાલન ચીવટથી કરાવ્યું હતું ને ન ગમતા કાયદાઓનું પાલન ચીવટથી ઢીલું રાખ્યું હતું. એમની લોકપ્રિયતા કદાચ આ કારણે ટકી રહી હતી. જો કે આક્ષેપો તો એમની સામે પણ થતા હતા. અલબત્ત, આ રાજ્યમાં અત્યારે પૂર્ણ કહેવાતા પુરુષોત્તમ જન્મ ધરે, તોપણ તેની અનેક અપૂર્ણતાઓ શોધી બતાવે તેવો યુગ હતો. કહેવાતું કે વૈશાલીની ભૂમિ પર નિષ્કલંક ચંદ્ર તો કોઈ હતું જ નહિ, છતાં ઘણા એમ માનતા કે કલંક વગર ચંદ્રની શોભા પણ ક્યાં છે ? ધોળા પાસે થોડું કાળું હોય તો જ ધોળું શોભે. સંપૂર્ણ તો એક પરમાત્મા છે, કારણ કે એ કલ્પનાની મૂર્તિ છે. સેનાપતિએ કહ્યું : “બહાદુરો ! આજ અંદર અંદર ઝઘડવાનો સમય નથી. આજે મગધને જીતો. પછી તમારા માટે સંથાગાર છે, છંદશલાકાઓ છે.’ ‘હા, અને અમારી રૂપાળી છોકરીઓને ગણિકા બનાવવાનું પણ છે. કાયદાઓ ફરવા ઘટે, નહિ તો, આજે અમે સ્પષ્ટ કહીએ છીએ કે, યુદ્ધ માં અમારો સાથ નહિ હોય.' આમ્રપાલીનો પિતા બોલ્યો. પોતાની પ્રાણપ્યારી પુત્રીની ગણતંત્રે કરેલી હાલત હજુ એનું હૈયું કોરી ખાતી લાગી. કાર્ય પ્રસંગે શરતો રજૂ કરવી હીનતા છે.' ‘એ સિવાય તમે સાંભળો છો પણ ક્યારે ?* સંથાગાર સાંભળવા માટે તૈયાર છે. મહાનમન !” ‘ત્યાં સો ઘેટાં એક સિંહને બનાવી જાય તેવો ખેલ ચાલે છે !' મહાનમનથી ન રહેવાયું. ‘મહાનમન ! તારા ત્યાગને વૈશાલી વંદે છે.” મીઠા શબ્દોના ઝેરથી મને હવે વધુ ન મારો, મારી રૂપવતી પદ્મિની પુત્રીનું જીવન ઝેર કરી નાખ્યું, તે કયા હક્ક ? એ બિચારી આજે સાધ્વી થવા નીકળી છે !” મહાનમને કહ્યું. “આ તો સો ચૂહા મારી બિલ્લીબાઈ પાટે બેઠાં ! એના પર દેશદ્રોહનો આરોપ છે. રોકો, સંથાગાર પર કોઈ શક્તિ છે !! જુવાનોએ પોકાર કર્યો. તેઓ આવા પોકારો કરવાને ટેવાયેલા હતા. પોકારોમાં જ પ્રાણ છે, અને જબાનની જાદુઈ લકડીથી ધાર્યો ફેરફાર થઈ શકે છે, એમ તેઓ માનતા. 308 | શત્રુ કે અજાતશત્રુ વૈશાલી ઠગાયું | 309, Page #167 -------------------------------------------------------------------------- ________________ 42 દીવા નીચેનું અંધારું ભગવાન બુદ્ધ એ વખતે વૈશાલીમાં હતા. આમ્રપાલી ભિખુસંઘમાં પહોંચી ગઈ અને એ ઉપસંપદા યાચી રહી. ભગવાન બુદ્ધ આ વખતે ક્ષત્રિયોના બે પક્ષોને સંબોધી રહ્યા હતા. એ ક્ષત્રિયો ખેતી કરનારા અને યુદ્ધ લડનારા હતા. બન્ને પક્ષો વચ્ચે છેલ્લા કેટલાક વખતથી જબરો વિખવાદ ચાલતો હતો. આ વિખવાદ નદીના પાણી વિશેનો હતો. બે કાંઠે બે પક્ષનાં ખેતરો હતાં, ને કોણ વધુ પાણી પોતાના ખેતરોમાં વાળે છે, એનો ઝઘડો જામ્યો હતો. આ લડાયક પક્ષોને પોતાની વગમાં લેવા રાજકીય નેતાઓ પ્રયત્ન કરતા. જે વખતે જે પક્ષ બળવાન હોય એના પક્ષમાં ચુકાદો આવતો. આ કારણે બન્ને પક્ષ અસંતોષી રહેતા. જેને પાણીનો વિશેષ હક્ક મળતો એની સામે બીજો પક્ષ કહેતો કે આ બધાં લાગવગશાહીનાં કરતૂત છે ! અને જ્યારે બીજો પક્ષ લાભમાં આવતો ત્યારે વળી પ્રથમનો પક્ષ એને ભાંડતો. પરિણામે બંને પક્ષ અંદરથી રાજકીય શાસનને પક્ષપાતી લેખતા, અને એને તિરસ્કારતા ! જેના તડમાં લાડુ એના તડમાં સહુ – એ ન્યાય ચાલતો. થોડાંક વર્ષ પહેલાંની વાત છે. લોકગુરુ બુદ્ધ એક વાર ત્યાંથી પસાર થયા, ત્યારે મામલો બિચકેલો હતો. બંને પક્ષો સામસામા ધનુષ-બાણ લઈ યુદ્ધ માટે સજજ રહેતા દ્ધતા. અહિંસાની પ્રયોગભૂમિમાં આ પ્રકારનું આચરણ શોભાસ્પદ નથી, એમ નેતાઓ કહેતા. શાંતિથી સમાધાન શોધવું જોઈએ અને ત્યાગભાવથી પ્રેમભાવની ભૂમિકા તૈયાર કરવી જોઈએ, એવો ઉપદેશ આપતા. પણ એ ઉપદેશ કમળ પર પડેલા જળની જેમ સરી જતો. બધે લોકો એમ માનતા કે આપણને જે અન્યાય થાય છે એ વધુ પડતા અહિંસક બન્યાનું પરિણામ છે ! થોડોક ચમકારો બતાવવો જોઈએ. એટલે આજે બંને હિંસક સાધનો લઈને સામસામાં આવી ગયા હતા. આ વખતે લોકગુરુ અચાનક ત્યાં આવ્યા. દુનિયામાં ચાર આંખની શરમ ભારે છે. તીરંદાજી કરતા આ બધા ક્ષત્રિયો થંભી ગયા. આ વખતે લોકગુરુએ તેમને ઠપકો ન આપ્યો, બલે કહ્યું : ‘તમારી યુદ્ધપ્રવૃત્તિથી ખોટા શરમાશો નહિ. હું તમારી પ્રવૃત્તિને સાવ વખોડી કાઢતો નથી. અંતરમાં શ્વેષ રાખવો ને મનને સદા લડાઈમાં રાચતું રાખવું એના કરતાં લડી લેવું સારું છે. દ્વેષ કે અસંતોષનો ધુમાડો ગૂંચળાં વળ્યા કરે અને માણસનાં મન, આંખ અને ઇન્દ્રિયોને કંઈ સૂઝવી ન દે, એના કરતાં એક વાર ભડકો થઈ જાય એ સારું.’ બધા ક્ષત્રિયો આ સાંભળી પાસે આવ્યા ને નમ્રભાવે બોલ્યા, ‘પાણીનો પ્રશ્ન અમારો પ્રાણપ્રશ્ન બન્યો છે.' ‘શું વરસાદ નથી આવતો ?' ‘આવે છે, પણ અમારામાં વિખવાદ જાગ્યા પછી વરસાદ પણ અનિયમિત થઈ ગયો છે.’ ‘અને વરસાદ પૂરતો નથી તો નદી પણ કેટલું પાણી આપે ?’ લોકગુરુએ કહ્યું. ‘વાત સાચી છે.” ‘એટલે લોહી કરતાં પાણી મોઘું બન્યું છે, કાં ?' લોકગુરુએ સ્થિતિનું તારણ કાઢતા હોય તેમ કહ્યું. ના, મહાગુરુ !' ક્ષત્રિયો મહાગુરુની વાત કળી ગયા. “ કેમ ના ? એ માટે તમે લોહી વહાવવા ખડા થયા છો ને ! આ દેશમાં પાણી કરતાં લોહી સસ્તાં થયાં છે ! સધવા કરતાં વિધવાઓ સુલભ બની છે ! સનાથ કરતાં અનાથ બાળકો સારાં બન્યાં છે !' ‘ના, મહાગુરુ ! અમે એવું ઇચ્છતા નથી.’ ‘હું કબૂલ કરું છું, તમે એવું ઇચ્છતા નથી, પણ તમે આચરો છો એવું કે જેથી ન ઇરછેલું બની જાય છે.* મહાગુરુનાં આ વચનોથી ક્ષત્રિયો શરમાઈ ગયા અને એ વખતે એકબીજાને સમજૂતી કરી લીધી. દિવસો વીતી ગયા. મોલ પાક્યો. કોઈ ખેતરમાં ઓછો પાક ઊતર્યો, કોઈ ખેતરમાં વધુ પાક ઊતર્યો એટલે વળી ઝઘડો જાગ્યો. ઓછો પાકવાળાએ ફરી વાર પાણી આંતર્યું. દીવા નીચેનું અંધારું 311 Page #168 -------------------------------------------------------------------------- ________________ ફરી આ ઝઘડો જાગ્યો, ને એના પડઘા વૈશાલીના ગણતંત્રમાં પડ્યા. મગધ સાથે મહાયુદ્ધની આગાહી થઈ રહી હતી, ત્યારે બંને પક્ષો ઝઘડવા લાગ્યા ને પરસ્પર કહેવા લાગ્યા કે રાજ્યના તમે માનીતા હતા, હવે જાઓ લડવા ! આમ્રપાલી જ્યારે વિહારમાં આવી ત્યારે મહાગુરુ બુદ્ધ આ ક્ષત્રિયોને ગણતંત્ર વિશે ઉપદેશ આપતા હતા. આ વખતે એક કૌશલ્યા નામની સ્ત્રી ત્યાં આવી અને તેણે પોતાની વાત કહેવા માટે મહાગુરુની અનુજ્ઞા માગી. મહાગુરુ બુદ્ધે કહ્યું : ‘મેં મારો ઉપદેશ સારાંશમાં આપી દીધો છે. સંસારમાં લોહી મહાન છે. અને એ લોહી સ્વાર્થ કાજે નહીં, પણ પરમાર્થ કાજે વહાવવું એ સમર્પણ છે. સમર્પણથી કોઈ ઉચ્ચતર બીજો ધર્મ નથી.’ ક્ષત્રિયો બોલ્યા : ‘અમે આપે કહ્યું તે સમજ્યા. પણ જે પક્ષોએ આજ સુધી ભારે મોટા રાજકીય લાભ ઉઠાવ્યા છે, તે પહેલાં લડવા જાય. અમે પછી લડવા જઈશું.’ મહાગુરુ બોલ્યા : ‘હું યુદ્ધ ખેડવાનું કહેતો નથી. એકબીજાનાં ગળાં રેંસવાં એ કંઈ યુદ્ધ પણ નથી; ને ધર્મ તો નથી, નથી ને નથી જ ! સમર્પણભાવથી કામ કરો, એટલું જ મારું કહેવાનું છે.' આ વખતે કૌશલ્યાએ કહ્યું : ‘ભત્તે ! મારી વાત સાંભળો. આપ વૈશાલીના ગણતંત્રની ચિંતા કર્યા કરો છો, પણ શાક્યોના ગણતંત્ર માથે પણ ભારે ભય ખડો થયો છે.' વળી શું છે ? પાણીમાંથી અગ્નિ કેમ પેદા થયો ?’ ‘આપના કારણે !' ‘મારા કારણે ? અરે, હું તો પ્રેમ-શાસનનો જીવ છું.’ ‘આપ શાક્ય કુલમાં જન્મ્યા. આપ મહાન બન્યા. આપની મહત્તાથી શાક્યોએ પોતાનું મહત્ત્વ વધાર્યું. તેઓ પોતાને ઉચ્ચ અને બીજાને હલકા લેખવા લાગ્યા.' કૌશલ્યાએ વાત વિગતથી કહેવા માંડી. ‘હું તો ઉચ્ચ-નીચપણાનો પણ વિરોધી છું.’ ‘દુનિયાની ખૂબી જ એ છે. આપના નામે ઉચ્ચ-નીચ તત્ત્વનો એમણે પ્રચાર કર્યો. તેઓએ કહ્યું કે અમે ઉચ્ચ ! અમને-શાક્યોને કોઈ ન પહોંચે.’ ‘કુળમદ કર્યો ? અરે, એ મદ એમને ઘણા હેરાન કરશે.' ‘હેરાન કરશે શું, કર્યા છે. ને હું મહામહેનતે આપને તેડવા અહીં આવી શકી છું.' કૌશલ્યાએ કહ્યું. ‘મને વાત વિગતથી કહે. અહિંસાના આટલા પ્રચાર છતાં હિંસા વારંવાર ભૂકંપની જેમ કેમ ભભૂકી ઊઠે છે ?' 312 D શત્રુ કે અજાતશત્રુ ‘મહાગુરુ ! બધી વાત આપને કહીશ. હવે આમાં જો કોઈથી કંઈ થઈ શકે તો આપનાથી જ થઈ શકે. બાકી બાજી બગડી ચૂકી છે. જે કુળમાં ભગવાન બુદ્ધ જન્મ્યા, એ કુળની હસ્તી જાણે ચાલી જવા બેઠી છે !’ ‘કોઈના જન્મથી કોઈ કુળ મોટું થઈ જતું નથી. કુળમાં તો સારા અને નરસા બંને પ્રકારના માણસો થાય છે. શું સંસારની કરુણતા ! પાણીમાંથી જ અગ્નિ જાગે છે ! કુળના મહત્ત્વને બુદ્ધ નકારવા માગે છે, ને સત્કર્મને આગળ આણવા માગે છે. એ બુદ્ઘના પોતાના ગણાતા લોકોનો આ કેવો અહંભાવ !' મહાગુરુ જરા શાંત રહ્યા. કૌશલ્યાએ વાત આગળ ચલાવી : ‘કોસલના રાજા પર્સનદી આપના સાચા સેવક.’ ‘એના જેતવનમાં તો હું ઘણો સમય રહ્યો છું.’ ‘આપના ઉપદેશો સાંભળી, આપના શાક્ય વંશ તરફ એને ચાહ જાગ્યો. એને એમ થયું કે શાક્યો સાથે લોહી સંબંધ બાંધું, અને શાક્યસિંહ બુદ્ધના ઉપદેશોનો જગતમાં પ્રચાર કરું. એટલે કોસલરાત્રે શાક્યો પાસે કન્યા માગી.' કૌશલ્યા વાત કરતાં જરા થોભી. આમ્રપાલી આ વાત રસથી સાંભળી રહી. એ પોતાની મૂંઝવણ વીસરી ગઈ. કૌશલ્યાએ આગળ ચલાવ્યું : ‘કોસલરાજે કહેવરાવ્યું કે હું એ કન્યાને પટરાણી બનાવીશ. શાક્ય અને કોસલનાં મિશ્રિત વીર્યરજનો અંશ મારા પછી ગાદી શોભાવશે. આ માગણી શાક્યો માથે વીજની જેમ પડી. શાક્યો કહેવા લાગ્યા કે ગમે તેમ તોય શાક્ય કુળ ઊંચું અને કોસલરાજનું કુળ નીચું. નીચના ઘેર ઊંચની કન્યા ન જાય – ભલેને પછી એ શાક્યસિંહનો પરમ શિષ્ય હોય કે ભક્ત હોય.' ‘વાહ રે બુદ્ધના અનુયાયીઓ ! દીવા નીચે અંધારું તે આનું નામ !’ મહાગુરુ બોલ્યા. કૌશલ્યાએ આગળ ચલાવ્યું : ‘શાક્યો બધા એકઠા થયા. એમણે વિચાર કર્યો. એક જણાએ કહ્યું, ‘તમે જાણતા નથી કે બળમાં કોસલરાજ આપણાથી અધિક છે.’ બીજા શાક્યો બોલ્યા : બળ તો પશુતા છે. મહાગુરુ બુદ્ધ અને નિગ્રંથ મહાવીરના યુગમાં બળની જરૂર નથી. બળમાં હિંસા છે. કોસલરાજ બુદ્ધભક્ત હોવાથી હિંસાનો લેશમાત્ર આધાર લઈ શકશે નહિ." એક વૃદ્ધ શાક્ય કહ્યું, ‘ના પાડશો તો એ છંડાશે. એમાં એને નામોશી લાગશે, ને એ મિટાવવા એ બધી જાતના હિંસક કે અહિંસક પ્રયત્નો કરશે. અત્યારની આપણી અહિંસા તો હજી પ્રયોગાત્મક છે.” શાક્યોની પરિષદાએ આ પછી ઊંડો વિચાર કર્યો, ને આખો પ્રશ્ન મુસદ્દીઓને સોંપ્યો ! મુસદ્દીઓએ નવો જ ખેલ રચ્યો. તેઓએ કોસલરાજને શાક્ય કન્યા આપવી એવો નિર્ણય આપ્યો. અહિંસા એટલે તનની અહિંસા, મનની હિંસા તો ચાલ્યા કરે ! એ કોણ દેખવા આવવાનું છે ? અને દીવા નીચેનું અંધારું – 313 Page #169 -------------------------------------------------------------------------- ________________ હિંસા-અહિંસાની વ્યાખ્યા પણ છેવટે તો વક્તાને જ આભારી છે ને ! ‘આ નિર્ણય મુજબ કોસલરાજને ખબર આપવામાં આવી. એક સારા દિવસે કોસલના મંત્રીઓ કન્યાને જોવા આવ્યા ! શાક્ય કન્યા તો રૂપ રૂપના અંબાર જેવી ! તેઓએ કન્યા પસંદ કરી, પણ કોસલરાજ અતિ બુદ્ધિમાન હતા. તેમણે મંત્રીઓને સૂચના કરી : ‘જે કન્યા પસંદ થઈ છે, એ મહાનામ શાક્યોની હારમાં બેસી જમે, તો વધુ તરીકે એની પસંદ કરવી.’ ‘કોસલના મંત્રીઓએ આ શરત રજૂ કરી. મહાનામ શાક્ય કહ્યું, ‘અરે, એમાં શી હરકત છે. સાચને આંચ નથી.' કૌશલ્યાએ વાત કરતાં જરાક વિસામો લીધો, ત્યારે શાંત ચિત્તે આખી કથા સાંભળી રહેલા મહાગુરુ બોલ્યા : “એટલે શાક્યોમાં કુળભેદ તો છે જ, પણ ભોજનભેદ પણ પ્રવર્તવો શરૂ થયો છે, કેમ ?’ હા. શાક્યો પોતાનાથી નીચા કુળના લોકો સાથે કદી જમતા નથી.’ “ઓહ ! ત્યારે બુદ્ધ વ્યર્થ કહ્યું છે કે જગતમાં ધર્મનું શાસન સ્થપાયું છે !' મહાગુરુ બોલ્યા. ને પાછા મૌન સેવી રહ્યા. કૌશલ્યાએ કહ્યું : ‘મહાનામ શાક્ય એ કન્યા સાથે બેસીને જમ્યા, ને રંગેચંગે રાજા સાથે એનાં લગ્ન થયાં. એ દિવસે કોસલરાજે વચન આપ્યું કે અમે શાક્યના ગણતંત્રને સ્વીકારશું. શાક્યોએ તો વિશ્વમૈત્રીની વાતો કરી.' ‘કેમ ?’ ‘કારણ કે શાક્યસિંહ ગૌતમ બુદ્ધ જે કુળરૂપી ખાણમાં પેદા થયા હોય એમાં સામાન્ય વાતો તો ન જ ચાલે. શાક્ય કન્યા પટરાણી થઈ. એ ગર્ભવતી થઈ ને અને દીકરો અવતર્યો. ચાંદા-સૂરજ જેવો દીકરો; એનું નામ રાખ્યું વિડુડભ !' ‘વિડુડભ રમે, જમે ને મોટો થાય. સરખેસરખા મિત્રો સાથે હરે, ફરે ને મોજ કરે. ઉત્સવો આવે, બધાં મિત્રોને પોતપોતાના મોસાળથી મીઠાઈ ને રમકડાં આવે, પણ વિડુડભને પોતાના મોસાળથી કંઈ કહેતાં કંઈ ન આવે ! ‘કિશોર માતાને પૂછે : ‘મા ! તારું પિયર તો મહાન એવા શાક્યકુળમાં છે. મારે દાદા કે મામા છે કે નહિ ?' મા કહે, ‘હા બેટા ! તારે તો દરિયા જેવા દાદા અને રાજા જેવા મામા છે.’ કિશોર પૂછે : ‘તો મા, એ પોતાના ભાણેજ માટે કેમ કંઈ રમકડાં કે મેવા મીઠાઈ મોકલતા નથી ?” મા બોલી : ‘દીકરા ! મામાનો દેશ દૂર છે. ત્યાંથી કંઈ પણ અહીં મોકલતાં ભારે અગવડ પડે ! તને આપણે ત્યાં કઈ વાતનો તૂટો છે ?” 314 D શત્રુ કે અજાતશત્રુ કિશોર વિડુડભ કંઈ ન બોલતો. એના મનનું સમાધાન થઈ જતું. વળી થોડા દિવસે એના મિત્રો પોતપોતાને મોસાળ જવા તૈયાર થયા, ત્યારે વિડુડભે માને કહ્યું, ‘જન્મ ધરીને મામાને કે મામીને જોયાં નથી. મા, ચાલ, મારા મોસાળ જઈએ.’ માતાએ કહ્યું, ‘દીકરા ! અત્યારે મારાથી નીકળાય એમ નથી. તારા મામાને સંદેશો કહેવરાવશું. એ તારી મામી સાથે અહીં આવશે અને જાતજાતનાં રમકડાં લાવશે, ભાતભાતનાં મેવા-મીઠાઈ લાવશે.' ‘તો તો ખૂબ મજા આવશે. હું તો મામીના ખોળામાંથી નીચે જ નહિ ઊતરું.' ‘કિશોર રાજી રાજી થઈ ગયો. એ મામા અને મામીનાં આગમનની રાહ જોવા લાગ્યો. ‘વિડુડભ બળમાં ખૂબ આગળ વધ્યો અને પરાક્રમમાં તો તમામ સમોવડિયાને પાછા પાડવા લાગ્યો. રોજ સાંજે આવીને માતાને પોતાનાં પરાક્રમની વાત કરે અને પૂછે, ‘મા, મારાં મામા-મામી ક્યારે આવશે ? મારે મારી રમતો એમને બતાવવી છે. મારી રમતો જોઈને મારાં મામા-મામી એને ન વખાણે તો મને ફટ કહેજે મા !’ મા કહે, ‘ગયા વર્ષે વરસાદ વધુ થવાથી ને રસ્તા ખોદાઈ જવાથી એમને પાછા ફરવું પડ્યું. પણ આ વર્ષે એ જરૂર આવશે.' વર્ષ વીતી ગયું, અને ઘણી ઘણી રાહ જોઈ, પણ મામા-મામી ન આવ્યાં. આખરે જુવાન થતા વિડુડભે એક દહાડો દાદાના દેશમાં જવા પરિયાણ કર્યું ! ‘વાહ ભાણેજ, વાહ !’ આમ્રપાલીથી બોલાઈ ગયું. ‘હા, બહેન ! હોશભર્યો ભાણેજ ટાઢ, તડકો ને વરસાદ વેઠતો શાક્યોની રાજધાની કપિલવસ્તુમાં પહોંચ્યો. માતાએ એક અસવાર સાથે કહેવરાવ્યું કે ‘ભાણેજનું મીઠું સ્વાગત કરો ને મીઠાશથી વહેલો વિદાય કરજો.' ‘ભાણેજ મોસાળમાં પહોંચ્યો. લોકો આદર કરવા દોડી આવ્યા. સહુએ ઓળખ કરાવી : ‘આ તારા દાદા !' ‘જુવાન વિડુડભ દાદાના પગમાં પડચો. દાદાએ સો વરસનો થજે એવા આશીર્વાદ આપ્યા.' ‘આ તારા મામા !’ કોઈકે કહ્યું. ‘મામા મારા મીઠા, જાણે ઘેબરખાજાં દીઠાં !' જુવાને પોતાના મિત્રો ગાતા એ પંક્તિ ગાઈને નમસ્કાર કર્યા. ‘મામીએ તો માયા બતાવવામાં હદ કરી. દીવા નીચેનું અંધારું – 315 Page #170 -------------------------------------------------------------------------- ________________ દરેક વાતે જુવાન રાજી થયો, પણ ત્યાં એના સરખો કિશોર એકેય ન મળે ! વિડુડભે પૂછ્યું, શું તમારે ત્યાં બાળકો જ નથી.’ જવાબ મળ્યો, ‘છે, પણ યાત્રાએ ગયાં છે.’ ‘વિડુડલ્મ મોસાળમાં રોકાયો. પણ સરખેસરખા મિત્રો વગર એને કંઈ ન ગમ્યું. થોડે દિવસે એણે વિદાય લીધી, અને જતાં જતાં કહ્યું, ‘હવે હું શ્રાવસ્તિ જઈશ.’ આજે સંથાગારમાં તમારું સ્વાગત છે. એ પછી જજો.’ ‘વિડુડભ રોકાયો. સંથાગારમાં શાક્યોએ એનું ભવ્ય સ્વાગત કર્યું. આ સ્વાગત પામી, દાદાની અને મામા-મામીની પ્રેમભાવભરી વિદાય લઈ એ નીકળ્યો. એની સાથે દાદાના દેશનાં ખૂબ મીઠાં સ્મરણો હતાં. રસ્તે એ મનોમન મોસાળનાં વખાણ કરતો ચાલ્યો. | ‘આ વખતે એક પરિચારકે ઘોડો પાછો વાળતાં કહ્યું, ‘આપણી એક મંજૂષા રહી ગઈ છે, એ લઈને આવી પહોંચું છું.’ પરિચારક પાછો વળ્યો, ને કપિલવસ્તુ પહોંચ્યો. ‘વિડુડભ તો પ્રવાસે આગળ ધપાવતો હતો, ને દરેક ડગલે એના મોંમાં મોસાળની પ્રશસ્તિ હતી, કેવા દાદા ! કેવા મામા ! કેવી મામી ! અરે, આવું મોસાળ તો કોને મળે ?' ‘થોડી વારે પરિચાર કે પાછો આવ્યો. એ ખાલી હાથે હતો.” | ‘વિડુડભે પૂછયું : “કાં ? મંજૂષા ન મળી ?' ‘મંજૂષા તો મળી, પણ લેવાનું મન ન રહ્યું.” ‘એવું શું બન્યું ?” ‘સો મણ દૂધના ઘડામાં ઝેરનાં ટીપાં પડ્યાં !' અરે, મોસાળ તો અમૃતનું ધામ છે, ત્યાં ઝેર ક્યાંથી ?” | ‘યુવરાજ ! મારી વાત સાંભળો. હું જ્યારે આપણા ઉતારે પહોંચ્યો ત્યારે એક દાસી પાટલા ઉપાડતી હતી. બીજી દાસીએ એને ટપારતાં કહ્યું, ‘અલી ! દાસીપુત્રનો આ એંઠો પાટલો આઘો મૂકજે !' પેલી દાસીએ પૂછયું : “કોણ દાસીપુત્ર ?* અરે, પેલો વિડુડલ્મ ' બીજી દાસીએ જવાબ વાળ્યો. ‘કેવી રીતે દાસીપુત્ર ? તું તે કંઈ ઘેલી થઈ છે કે શું ? જો ને, એને કેટલું બધું માન આપતા હતા !' ‘બધું બનાવટી ! તને ટૂંકામાં કથા કહું. આપણે દાસ-દાસી રાજ મહેલોનાં 316 | શત્રુ કે અજાતશત્રુ જેટલાં રહસ્ય જાણીએ, એટલાં રહસ્ય ખુદ રાજા-રાણી પણ જાણતાં નથી. શાક્યો પોતાને મહાન કુળના માને છે. એક વાર કોશલના રાજાએ શાક્ય કન્યાની માગણી કરી. એની ઇચ્છા લોહીની સગાઈ સાંધવાની હતી, પણ શાક્યોના ગળે એ વાત ઊતરે ખરી ? બીજી તરફ કોસલરાજના બળથી સહુ ડરે. આ માટે તેને સમજાવી દેવા એક કાવતરું કરવામાં આવ્યું. મહાનામ શાક્યની દાસીપુત્રી સંભીને સાચી શાકુંવરી ઠરાવી પરણાવી દીધી. કહે બહેન, વિડુડભ હવે દાસીપુત્ર ખરો કે નહિ ?” પેલી દાસી કહે, ‘ખરો દાસીપુત્ર ! હવે હું પાટલા જરૂ૨ પાણીથી ધોઈ નાખીશ.’ | ‘વિડુડભ આ સાંભળી ચીસ પાડી બોલ્યો : “આહ ! મારું આ અપમાન ! ધુતારાઓ બુદ્ધના અહિંસાપ્રેમની વાતો કરે છે, વિશ્વમંત્રીનાં બણગાં ફૂંકે છે ને મન આટલાં સાંકડાં ?” ‘વિડુડભ આવેશમાં આવી ગયો. ઘોડા પરથી છલાંગ મારીને નીચે ઊતરી ગયો. જાણે એને ભયંકર ભોરિંગ રૂસ્યો.' શું એણે શાક્યોના નિકંદનની પ્રતિજ્ઞા ત્યાં ને ત્યાં લીધી ?' મહાગુરુ વચ્ચે બોલ્યા. સંસારના ધર્માધર્મના નકશા એમની મુખમુદ્રા પર જાણે સાકાર બન્યા હતા. પ્રભુ ! આપે કેવી રીતે જાણ્યું ?' ‘અતિ મોહનું બીજું પાસું અતિ દ્વેષ છે.' મહાગુરુ બોલ્યા, ‘સંસારી લોકો પ્રજ્ઞાથી કામ લઈ શકતા નથી.’ કૌશલ્યા બોલી : “સાચી વાત છે પ્રભુ ! ત્યાં એક નદીને કાંઠે જ ઈ, અંજલિમાં જળ લઈ, સૂરજદેવની સાખે પ્રતિજ્ઞા લેતાં વિડુડલ્મ બોલ્યો : ‘હું બેઠો હતો એ પાટલો શાક્યોએ પાણીથી ધોવડાવ્યો ! અરે, મિત્રો ને પરિચાર કો ! આજે અહીં પ્રતિજ્ઞા કરું, છું કે જો હું રાજા થઈશ, તો એ પાટલા શાક્યોના ઊકળતા ઊના લોહીથી ધોવડાવીશ.' ‘અને મહારાજ ! એ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે વિડુડભને તરતમાં જ સરસ તક મળી ગઈ. કોસલના વૃદ્ધ રાજા અને સેનાપતિ વચ્ચે વિખવાદ થયો. વિડુડભે એ તકનો લાભ લીધો. સેનાપતિને પથમાં લઈ પિતાને પાટનગરમાંથી હાંકી કાઢ્યો, ને પછી સેનાપતિને જેલમાં નાખી પોતે ગાદીએ આવ્યો. એણે ખુલ્લંખુલ્લું કહ્યું કે મોટા માણસોએ નીતિ મૂકી તો મને વળી નીતિ કેવી ને અનીતિ કેવી ? મારે તો શાક્યોનાં લોહી પીવાં છે ! એ લોહી પીવામાં મને જે સહાયક થાય એ નીતિ, બાકી બધી અનીતિ ! સંસારમાં તો અસત્યનો જય અને સત્યનો ક્ષય થાય છે.' ક્રોધનાં તીર તીક્ષ્ણ હોય છે. પછી શું થયું ?' એણે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. વૈશાલી યુદ્ધમાં અટવાય એની રાહ દીવા નીચેનું અંધારું 317 Page #171 -------------------------------------------------------------------------- ________________ જોતો બેઠો હતો. હવે એણે ખરેખરું સમયસંધાન જોઈ શાક્યદેશ પર ચઢાઈની આજ્ઞા કાઢી છે. શાક્ય લોકો આપની ઉપસ્થિતિ ઇચ્છે છે, અહિંસાનો વિજય ચાહે છે.” ‘શાક્યોએ આચરેલી હિંસા અલ્પ નથી. પણ ચાલો, હું આવું છું. જોઉં, વિડુડભ કંઈ માને તો !' ને મહાગુરુ ઊભા થયા. આમ્રપાલી આવીને વચ્ચે ઊભી. 43 પ્રેમધર્મનું પ્રભાત આમ્રપાલી નતમસ્તકે લોકગુરુ પાસે ઉપસંપદા-દીક્ષા યાચી રહી. ભગવાન બુદ્ધ એક વાર ચારે તરફ જોયું, પોતાનું દિલ પણ તપાસ્યું. એમને લાગ્યું કે જગતનો જાતિમદ દૂર કરનારના દિલમાં પણ પોતાની જાતિ વિશે કંઈક અસર છે ! શોક્યદેશે પરની ચઢાઈએ એમના શાંત કદમને ઉત્સાહિત કર્યા હતા. પણ શાક્યો જ કેમ ? આખું જગત મારા માટે સમાન છે ! શાક્ય દેશમાં જ કેમ, સર્વ દેશમાંથી હું યુદ્ધનાં વાદળ દૂર કરવા માગું છું. પછી એમણે આમ્રપાલી સામે જોયું, એક સુંદર સ્મિત કર્યું. એ સ્મિતમાં માણસની દીનતા ને હીનતા ટાળનારું અદ્ભુત રસાયન ભર્યું હતું. આમ્રપાલી ઉત્સાહથી ફરી બોલી : ‘પ્રભો ! મને ઉપસંપદા આપો !' ભગવાન બુદ્ધે કંઈ જવાબ ન આપતાં કૌશલ્યા તરફ મોં ફેરવ્યું ને પૂછ્યું : ‘વિડુડભ શાક્યોના નાશ માટે તત્પર થયો છે, એ સિવાય બીજા કંઈ સમાચાર છે ?” ‘હા, મહાગુરુ !' કૌશલ્યાએ કહ્યું, ‘મહાપ્રજાપતિ ગૌતમી મારી સાથે અહીં આવ્યાં છે.' શા માટે ?” બુદ્ધે પ્રશ્ન કર્યો. ‘એ ભિખુણી થવા આવ્યાં છે. એમની સાથે બીજી અનેક સ્ત્રીઓ છે. સહુએ માથે મુંડન કરાવ્યું છે. તેઓ એક નિર્ણય સાથે આવ્યાં છે. મહાપ્રજાપતિ ગૌતમીએ આપની માતા માયાદેવીના મર્યા પછી પોતાનું દૂધ આપને પાયું છે, એ દૂધની સગાઈએ તેઓ અહીં આવ્યાં છે.’ આ વાત પૂરી થાય ત્યાં તો સામેથી મહાપ્રજાપતિ ગૌતમી અને તેનો સમુદાય આવતો દેખાયો. બધાંએ માથે મુંડન કરાવ્યું હતું, ને સફેદ વસ્ત્ર પહેર્યા હતાં. ભગવાન બુદ્ધના પશિષ્ય આનંદ ત્યાં બેઠા હતા. તેમણે મહાપ્રજાપતિને આવતી જોઈ ટૂંકામાં પતાવવા પ્રશ્ન કર્યો : “દેવી ગૌતમી કપિલવસ્તુથી ચાલીને 318 શત્રુ કે અજાતશત્રુ Page #172 -------------------------------------------------------------------------- ________________ અહીં આવી છે. ચાલવાના શ્રમથી જુઓ ને, એના પગ સુઝીને થાંભલા જેવા થઈ ગયા છે ! આપ તેઓને ભિખુણી બનવાનો અધિકાર આપતા નથી, તેથી તેમને દુ:ખ થાય છે. આપ અનુજ્ઞા આપો એમ એ ઇચ્છે છે. સ્ત્રીઓને શા માટે પાછી પાડો છો ?' બુદ્ધ શાંતિથી બોલ્યા : ‘આનંદ ! આ ભાંજગડમાં પડવા જેવું નથી. વૈશાલી ને મગધ સળગ્યાં છે. કોસલ ને શાક્ય પ્રદેશ સળગ્યાં છે. અજાતશત્રુએ બાપને માર્યો છે ! વિડુડભે બાપને રસ્તાનો ભિખારી બનાવ્યો છે ! ચારે કોર અશાંતિની આગ પ્રસરી ગઈ છે !' આનંદે બે હાથ જોડતાં કહ્યું, ‘પ્રભુ ! એ આગને ઠારવામાં સ્ત્રીઓ વધુ ઉપયોગી થશે. સ્ત્રીઓને સળગાવતાં ને બુઝાવતાં બંને આવડે છે. આપ એ કહો કે ધર્મનો સાક્ષાત્કાર સ્ત્રીને થવો શક્ય છે કે નહિ ?” ‘પુરુષોની જેમ સ્ત્રી માટે પણ એ જરૂર શક્ય છે.’ જવાબ ટૂંકો છતાં સચોટ હતો. ‘તો આપ તેઓને ભિખુણી બનવાની આજ્ઞા આપો.” આપું છું.” ભગવાન બુદ્ધે કહ્યું, ને આગળ બોલ્યા, ‘યુદ્ધની આગ ફરીથી પ્રજ્વલિત થઈ છે. ભિખુણીસંઘ એ માટે કંઈક જરૂર કરે. ખેમા સાધ્વી એ સંઘની અગ્રણી બને. હું અત્યારે કોસલ દેશ તરફ જાઉં છું.” લોકગુરુના આ શબ્દોથી બધે આનંદ આનંદ પ્રસરી રહ્યો. આમ્રપાલીએ કહ્યું : “મને પણ ઉપસંપદા આપો.’ ‘કલ્યાણ હો !' તથાગત બોલ્યા, ને અનુમતિ આપી. આપનો સિદ્ધાંત ટૂંકામાં સમજાવો.” ભિખુણી સંઘે મંગલપ્રવચન કરવા વિનતી કરી. ‘હે ભિખૂઓ, હે ભિખુણીઓ ! કામોપભોગમાં સુખ માનવું એ એક સિદ્ધાંત છે; દેહદમન કરવું એ બીજો સિદ્ધાંત છે. આ બંને સિદ્ધાંતો દુઃખકારક, અનાર્ય અને અનર્થાવહ છે. તપસ્વીઓએ આ બંને સિદ્ધાંતોનું સેવન કરવું નહિ. હું બંનેની વચ્ચેનો માર્ગ કહું છું : શરીરને ન બહુ દુ:ખ દેવું કે ન બહુ સુખ દેવું અને મધ્યમ માર્ગ સ્વીકારવો : એનું નામ ધર્મ !' ‘હૈ તથાગત ! અમે મધ્યમ માર્ગ સ્વીકારીએ છીએ.” બધી સ્ત્રીઓએ કહ્યું. તો તમારું કલ્યાણ થશે. તમે ઘેરી કહેવાશ. થેરી સંઘની વડી ખેમા સાધ્વી થશે. થેરી થઈને જગતને સુખ-દુઃખમાં સ્થિર કરજો. હિંસા ફાટી નીકળી હોય તેમ લાગે છે. બુઝાતો દીપક દ્વિગુણ ભભૂકે, એમ હિંસા બેવડા જોરથી ભભૂકી ઊઠી છે ! પણ ઘનઘોર રાત પછી જ તેજે ઓપતું પ્રભાત પ્રગટે છે, એમ હવે જ અહિંસાની 320 | શત્રુ કે અજાતશત્રુ પ્રતિષ્ઠા થશે. મને એનો ભરોસો છે. હું કોસલ દેશમાં જાઉં છું. આર્ય સત્ય અને આર્ય માર્ગનું અવલંબન કદી લેશ પણ ન છાંડજો.” તથાગત આટલું બોલી રહ્યા ત્યાં કચ પોતાના ઘોડેસવારો સાથે આવી પહોંચ્યો. એણે કહ્યું : ‘તથાગત, ઊભા રહો.' “કોણ, કચ ? અરે, તથાગત તો હંમેશાં ઊભા જ છે, તમે રાજકારણી લોકો સૂતા છો !' લોકગુરુએ કહ્યું. એક વાર આવો જ જવાબ તેમણે લૂંટારા અંગુલિમાલને આપ્યો હતો. ‘અજાતશત્રુ આંગણે આવીને ખડો છે, ને અમે સુતા છીએ ? આ આપ શું કહો છો ? જોકે એક રીતે આપ કહો છો તે સાચું છે. જો અમે સૂતા ન હોત તો આમ્રપાલી જેવી ગણિકાઓ વૈશાલીના શત્રુઓને પોતાને ત્યાં આશરો ન આપત ! કૃપા કરીને આપ એને ઉપસંપદા-દીક્ષા ન આપશો.' ‘કેમ ?” તથાગત પ્રશ્ન કર્યો. ‘આ તો સો ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠાં છો ! એવા અધર્મીઓથી બુદ્ધનો પવિત્ર ધર્મ વગોવાશે.” ધર્મ અધર્મીઓ માટે જ છે. મેલાં લૂગડાં માટે જ સ્વચ્છ જળની જરૂર હોય છે.” તથાગત બોલ્યા. ‘આ મેલાં કપડાં બીજાં કપડાંને અને આ મેલાં જળ બીજાં જળને મેલાં કરશે. હું આમ્રપાલીને પકડવા આવ્યો છું.' કચે સત્તાવાહી સ્વરે કહ્યું. આમ્રપાલી કંઈ ન બોલી, એ દીક્ષાની શિબિરમાં ચાલી ગઈ, અને થોડી વારે પાછી આવી, જેની એક એક અલકલટ પર હજાર જાન કુરબાન થતી, એ તમામ કેશકલાપનું એણે ઉચ્છેદન કરી નાખ્યું હતું. સાધ્વીને શોભતું એક વસ્ત્ર એણે દેહ પર ધારણ કર્યું હતું. અલબત્ત એથી એની મધુરતા અલ્પ થઈ નહોતી. ‘સર્વસ્વીકૃત એક નિયમ છે : તપસ્વીઓને કોઈ સામ્રાજ્ય કદી સ્પર્શી શકતું નથી.’ લોકગુરુએ દૃઢતાથી કહ્યું. ‘તપસ્વી ? કોણ તપસ્વી ? આમ્રપાલી તપસ્વી ? લોકગુરુ ! તપસ્વી તો ધનો અનગાર કહેવાય.’ કચે તિરસ્કારમાં કહ્યું. કોણ ધન્ના અનગાર ?” આનંદે પ્રશ્ન કર્યો. ‘ભગવાન મહાવીરનો ઉપાસક, તમે તો વચલો માર્ગ બતાવો છે, પણ એ તો કહે છે કે પતિત વૃત્તિઓને સર્વથા બાળવા આત્મદમન અને દેહદમન અનિવાર્ય છે. એ માટે છેક છેલ્લી કોટીનાં તપ, ધ્યાન ને અહિંસા સાધન છે.' કચ જાણે ફિલસૂફ બની ગયો હોય તેમ બોલ્યો. પ્રેમધર્મનું પ્રભાત 1 321 Page #173 -------------------------------------------------------------------------- ________________ ધના અનગારની શી વાત છે ?' આનંદે પૂછવું. ‘દહીંમાં ને દૂધમાં રાગમાં ને વિરાગમાં-પગ રાખવાની એની વાત નથી. સાચા તપસ્વીઓ કેવા હોય એનું દૃષ્ટાંત ધનો અનગાર છે. આપના પંથમાં તો ખાવા-પીવાના શોખીનો ભળે છે, પણ મહાવીરનો પંથ તો ખાંડાની ધાર જેવો છે.” કચ મહાવીર કે બુદ્ધ બેમાંથી એકનોય ભક્ત નહોતો, પણ એ અત્યારે પોતાનું ધાર્યું ન કરતા લોકગુરુ બુદ્ધને જરાક નીચા બતાવવા ઇચ્છતો હતો. | ‘કચ ! મારી વાત ન કર, તારી વાત કર. વૈશાલીથી કપિલવસ્તુ પહોંચવાના બે માર્ગ પણ હોઈ શકે.’ લોકગુરુએ શાંતિથી જવાબ દીધો. કચના આક્ષેપ સામે જાણે એ જળ કમળવત હતા, ‘પણ આપનો માર્ગ તો આ સુંવાળી આમ્રપાલીઓને અધિક પ્રિય પડે એવો છે. સંસારમાં રહી પાપ કરવાં, પાપ કરતાં પકડાઈ જવાય, એટલે માથું મુંડાવી લેવું; બસ બધી લપ છૂટી !' કચે આમ્રપાલી તરફ લક્ષ કરતાં કહ્યું. | ‘પહેલાં ધના એનગારની વાત કહો !' લોકોએ કહ્યું. કચે વાત શરૂ કરી ; “ કાકંદી ગામ, ભદ્રા નામની શેઠાણી, ધન્ય નામે પુત્ર. ધન્ય જુવાન થયો એટલે એને બત્રીશ કન્યાઓ સાથે પરણાવ્યો, ને એ માટે બત્રીશ મહેલ બંધાવ્યા. ધન્ય નાટય, ગીત ને નૃત્ય સાથે ઋતુ ઋતુ અનુસાર ભોગ ભોગવવા લાગ્યો. ત્યાં એક વાર એણે ભગવાન મહાવીરની વાણી સાંભળી. ભગવાને કહ્યું કે દરેક જીવિત મૃત્યુથી ને દરેક યુવાની વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલી છે.* ‘રે કચ ! લોકગુરુ પણ એમ જ કહે છે; આમાં નવીન શું છે ?” તથાગતના એક શિષ્ય વચ્ચે કહ્યું. ‘લોકગુરુ તો તમને ખીર-ખાજાં ખાવાનું કહે છે, ને સાથે સાથે તપ કરવાનું કહે છે. અને અહીં તો ધન્યને ભગવાન મહાવીરે દીક્ષા આપી ને તપનો માર્ગ સમજાવ્યો; કહ્યું કે ‘દેહને મુખ્ય ન ગણીશ, આત્માને ઓળખ. વસ્ત્ર એ કંઈ માણસ નથી, માણસ તો અંદર બેઠો છે !' | બસ ! ધન્યને આ વાત રુચી ગઈ. એણે મહાવીરને સ્પષ્ટ કહ્યું, ‘હું મરણ સુધી છ છ ટેકના ઉપવાસ કરવા માગું છું. છ ટેકના ઉપવાસને પારણે હું લૂખું અનાજ મળશે તો લઈશ, અને તે પણ કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ કે યાચકને જરૂર ન હોય તેવું હશે તો જ લઈશ.’ કહો, હવે એવું તમારામાંના કોણ કરશે ?” ‘પછી મહાવીરે મંજૂરી આપી ? વાત તો મન ચાહે તેવી થઈ શકે.’ આમ્રપાલીએ વચ્ચે રસ લીધો. ‘મહાતપસ્વિની દેવી આમ્રપાલીજી !' કચે કટાક્ષમાં કહ્યું, ‘ધન્ય અનગારે તપ 322 D શત્રુ કે અજાતશત્રુ શરૂ કર્યું. કોઈ દહાડો પારણા વખતે પેય મળે તો ખાઘ ન મળે, ખાઘ મળે તો પેય ન મળે. પણ એ તો માત્ર દેહને ભાડું આપી રહ્યા. આ તપકર્મથી ઉનાળામાં કાદવ સુકાય તેમ એમનું માંસ સુકાઈ ગયું, રક્ત તો રહે જ ક્યાંથી ? હાડ અને ચામનો માળો બાકી રહ્યો. ‘અરે ! એમની કરોડરજ્જુનાં હાડકાં માળાના મણકાની જેમ ગણી શકાય છે. છાતીનો ભાગ ગંગાનાં મોજાંની હાર જેવો દેખાય છે. હાથ સુકાઈ ગયેલા સાપ જેવા લટકે છે. પેટ પીઠ સાથે ચોટી ગયું છે. આંગળીઓ મગ-અડદની સુકાઈ ગયેલી સીંગો જેવી બની ગઈ છે. આમ્રપાલી જેવી દેવીઓનાં દિલ ખરેખર જો ધર્મ ને તપ માટે ઉત્સુક હોય તો મારી સાથે ચાલે, ધન્ય અનગારનાં દર્શન કરે, અને આવું વ્રત લે, એવો સંયમ લે. બાકી બધી પોલ.’ - લોકોએ કહ્યું, ‘એ તો બધું ઠીક. ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધ-બેમાંથી જેને જે ગમે તે ભજે . કોઈએ અન્યના ધર્મને હલ કો કહેવો એ પણ અધર્મ છે. બાકી રાજ્ય ધર્મમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. જેણે સંન્યાસ-દીક્ષા લીધી તે સિંહાસનથી પણ અસ્પૃશ્ય ! માટે ચાલ્યા જાઓ. નગરવધૂ આમ્રપાલી તો સમાજની નજરે ક્યારની મરી ચૂકી છે.” કૂટો ત્યારે માથાં ! તો મગધ સામે લડવા જાઉં છું. હવે વૈશાલીના શત્રુઓને ઊંઘમાં ને ઊંઘમાં હણી કાઢવા જોઈશે.' કચે કહ્યું.. તથાગત બોલ્યા : 'વત્સ ! આત્મનિરીક્ષણ કરજે , કેટલીક વાર આપણી જાતે જેવો આપણો બીજો શત્રુ હોતો નથી.' કરો આનો કંઈ જવાબ ન આપ્યો, ને આમ્રપાલી સામે આંખો કાતરતો એ રવાના થઈ ગયો. આ વખતે એક ભક્ત આવ્યો. એણે સમાચાર આપ્યા કે વત્સ અને અવંતી વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની ઘડીઓ ગણાય છે. ભગવાન મહાવીર એ તરફ વિહરે છે. વાહ ! અહિંસાધર્મની કસોટીનો કાળ હવે આવી પહોંચ્યો લાગે છે. ચાલો, આપણે વહેલાસર પ્રસ્થાન કરીએ. બહુજનોના સુખ માટે, બહુ જનોના હિત માટે આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ.’ તથાગતે કહ્યું. | ‘પ્રભુ ! આખો સમાજ પતંગ જેવો બન્યો છે; અને દીપક પર મરી પાડવામાં જ શ્રેય માને છે. આવા લોકોમાં પ્રેમધર્મનો પ્રચાર કઈ રીતે થશે ?’ આનંદના મનમાં વિધવિધ પ્રકારના સમાચારોથી વ્યાકુલતા પ્રસરી હતી. આનંદ ! કદી માનવમાંથી શ્રદ્ધા ન ખોઈશ, અતિ અસત્યમાંથી જ સત્ય અવતાર ધરે છે. કોલસાની ખાણમાંથી જ હીરો નીકળે છે. અતિ હિંસામાંથી જ પ્રેમધર્મનું પ્રભાત 323 Page #174 -------------------------------------------------------------------------- ________________ અહિંસા જન્મશે. આ સમાચારોએ અહિંસા વિશેની મારી શ્રદ્ધા દેઢ કરી છે. હું તો પ્રેમધર્મનું પ્રભાત દૂર દૂર ઊગતું નીરખી રહ્યો છું.’ | ‘પણ પૃથ્વી પર આજે તો રાવણરાજ્ય સ્થપાતું લાગે છે ! અજાતશત્રુ પોતાને હિંસક શક્તિમાં અજેય માને છે. પ્રેમશક્તિમાં માનનાર એના પિતાની કેવી દશા થઈ ! કોસલરાજ વિડુડભ આજે શાક્યોને નહિવત લેખે છે. અવંતીપતિ તો મર્યાદા મૂકીને બેઠો છે; વત્સરાજ શતાનિકની પત્ની મૃગાને પોતે પરણવા ચાહે છે.’ ‘રાવણની સામે સંસારમાં રામ જાગે છે. હિંસાનું જોર અલ્પકાલીન છે, પ્રેમ ચિરંજીવ છે. આનંદ ! આપણે નઠોર પૃથ્વીને ખેડીએ, એક વાર નહિ, અનેક વાર ખેડીએ, અને પ્રેમનું બીજ વાવીએ. એને ત્યાગનું પાણી પાઈએ; એક વાર નહિ, સતત પાયાં કરીએ. એને હિમથી ને ખાઉધરાં જીવજંતુથી રક્ષીએ ! આપણો ખેડૂતધર્મ આપણે સદા સજાગ રહી અદા કરીશું તો જરૂર મોલ સારો ઊતરશે.” લોકગુરુ તથાગતે પોતાનો અટલ વિશ્વાસ વ્યક્ત કર્યો. અને તેઓએ આગળ પ્રસ્થાન કર્યું. વૈશાલીના દરવાજા ધીરે ધીરે ભિડાતા જતા હતા. જનાર-આવનારની રોકટોક થતી હતી; પણ લોકગુરુને કોઈએ ન રોક્યા. એમના ભિખુઓને કોઈએ ને રોક્યા. અને ભિખુણીઓને તો રોકવા જેવું હતું જ શું ? અલબત્ત, એક વાત સ્પષ્ટ હતી કે આજે જેટલી સહેલાઈથી એમને બહાર જવા દેવામાં આવે છે, એટલી સહેલાઈથી હવે એમને પ્રવેશ મળવાનો ન હતો. દ્વારપાલે અડધો દરવાજો ઉઘાડીને બધાને બહાર કર્યા, ને ફરી દરવાજો બંધ કર્યો ને મનમાં બોલ્યો : “દહીં-દૂધિયા નીતિવાળા વૈશાલી છોડી જાય એ જ સારું.’ એટલામાં અશ્વારોહી સંદેશ લઈને આવ્યો કે પ્રેમસમાજ આજે મગધના સૈન્ય સામે પ્રથમ પ્રસ્થાન કરવાનો છે, એટલે એમને માટે દરવાજા ખોલી દેવા. દ્વારપાલે મસ્તક નમાવી સંદેશ સ્વીકારી લીધો. પણ એ પોતાના મનમાં એ સંદેશની ચર્ચા કરી રહ્યો. એને લાગ્યું કે આ લોકો લડાઈનો ઉત્સાહ મંદ બનાવનારા છે. છતાં જોઈએ, એમના પ્રેમધર્મની કેવીક અસર થાય છે ! થોડી વારમાં વળી સમાચાર આવ્યા કે મુનિ વેલકૂલ પ્રેમીસમાજને સમરાંગણે દોરી જવાના છે. ‘આ સાધુ-મહાત્માઓથી તો થાક્યા !' દરવાને ધીરેથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. સંદેશવાહકે કહ્યું, ‘ભાઈ ! મુનિ પાછા મુનિ બની ગયા ! ફાલ્ગની ભાગી ગઈ. સ્તુપ તૂટી ગયો. વર્ષકાર આખું વૈશાલી કાણું કરી ગયો. મુનિને આખરે લાગ્યું કે 324 | શત્રુ કે અજાતશત્રુ એમને મૂર્ખ બનાવવામાં આવ્યા છે. ખરી રીતે હવે તેઓ પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા જાય છે !' શું પાપ ને શું પ્રાયશ્ચિત્ત ! પણ હા, મુનિને બાપડાને બીજું સૂઝે પણ શું ?” આ વાર્તાલાપ ચાલતો હતો, ત્યાં દૂરદૂરથી પોકારો આવવા લાગ્યા : ‘પ્રેમધર્મનો જય હો !' * અહિંસા ધર્મનો વિજય હો !' ‘મુનિ વેલાકુલનો વિજય હો !' ‘વૈશાલી અબાધિત રહો !' દરવાને દરવાજો ખોલી દીધો, ને એ સમાજ પસાર થઈ જાય તેની રાહ જોતો ઊભો. થોડી વારમાં પ્રેમીસમાજની ટુકડીઓ એક પછી એક આવવા લાગી. આગળ પ્રેમધર્મના સૂત્રોવાળા ઝંડા ફરકતા હતા. પાછળ અહિંસાધર્મનો ઉચ્ચાર કરનાર શ્રમણો હતા. એ શ્રમણોમાં ભગવાન મહાવીર અને ભગવાન તથાગતના શ્રમણો એકત્ર મળ્યા હતા. સહુથી આગળ મુનિ વેલાકૂલ ચાલતા હતા. મુનિએ માત્ર એક અધોવસ્ત્ર ને એક ઉત્તરીય ધારણ કર્યું હતું. શાંત એમની મુખમુદ્રા હતી. પ્રતાપી એમનો ચહેરો હતો. અંતરને શોધતા હોય એમ એ પૃથ્વી તરફ નજર રાખીને ચાલતા હતા. આ હતું તો સૈન્ય, પણ કોઈની પાસે એકાદ પણ શસ્ત્ર ન હતું; કારણ કે એ સૈન્યના સૈનિકો પ્રેમીસમાજના સભ્યો હતા; એ શસ્ત્રમાં ન માનતા, સ્નેહમાં શ્રદ્ધા ધરાવતા; પ્રેમની જીત જ એમને ખપતી હતી. પ્રેમધર્મનું પ્રભાત | 325 Page #175 -------------------------------------------------------------------------- ________________ 44 મુનિનું સમર્પણ ‘પ્રેમ ચિરંજીવ હો !' આકાશમાં જયધ્વનિ ગુંજી રહ્યો. આ તો વિના શસ્ત્રની લડાઈ. રક્તદાનની સંપૂર્ણ તૈયારી સાથે પ્રેમીસમાજ મેદાને પડયો હતો. આ સમાચાર મગધના સેનાપતિ પાસે વહેલાં પહોંચી ગયા હતા. વૈશાલીમાં પ્રમુખ અને સેનાપતિ જુદા હતા. મગધમાં જે રાજા એ જ સેનાપતિ હતો, અને એ સેના સાથેના સતત સંપર્કનું મહત્ત્વ બરાબર સમજતો હતો. મગધ તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે પ્રેમીસમાજનો સામનો શસ્ત્રથી નહિ થાય ! અને આ સમાચારથી પ્રેમીસમાજમાં વિશેષ ભરતી થઈ હતી. કેટલાક જાણીતા યોદ્ધાઓ પણ શસ્ત્રો તજી અહિંસા-પ્રેમનો સૂત્રોચ્ચાર કરતા એમાં જોડાઈ ગયા હતા. તેઓને એવી ખાતરી હતી કે બીજું ગમે તે બને, પણ જાનહાનિ તો થવાની નથી જ. જીતશું કે હારશું, બંને સમાન બનશે. અને આમ જ શનો જશ મળશે, ને જાતરાની જાતરા થશે ! અને જ્યાં મહામુનિ વેલાકૂલ આગેવાન હોય, પછી બીજી ચિંતા પણ શી ? એ મંત્રવેત્તા પણ હતા. કોઈ બાબતથી કોઈના ચિત્તમાં સંક્ષોભ નહોતો. પ્રેમીસમાજની સેના ખૂબ ઉત્સાહપૂર્વક આગળ વધી રહી. મગધની સેના હજી દૂર હતી, અને તેની કૂચ ભારે હતી. થોડી વારમાં મગધની સેનાના શિબિરો નજરે પડ્યા. એ શિબિરોમાં સૈનિકો બેઠા હતા, પણ બહાર કોઈ નહોતું. ફક્ત થોડેક દૂર હાથી જેવું એક મોટું મંત્ર ઊભું હતું. રાજા અજાતશત્રુની યુયુત્સાએ જે નવાં નવાં લડાયક સાધનો સર્જાવ્યાં હતાં, એમાં સૌથી અદ્ભુત અને ભયંકર હતાં બે સંહારયંત્રો : એકનું નામ હતું મહાશિલાકંટક અને બીજાનું નામ હતું રથમુશલ. આ યંત્રો નીરખીને એક વાર તો પ્રેમીસમાજના આગેવાનની અહિંસાની શક્તિમાંથી શ્રદ્ધા ડગી ગઈ હતી, ને હિંસાને જ એ મહાશક્તિ માની બેઠા હતા ! એ બે યંત્રોમાંનું એક યંત્ર સામે જ હતું. એનું નામ મહાશિલા કંટક ! મુનિ વેલાકુલે દૂરથી એ જોયું ને અહિંસા-પ્રેમનો જયજયકાર પોકાર્યો. તરત મગધના શિબિરોમાંથી એક ઘોડેસવાર દોડતો આવ્યો ને બોલ્યો : પ્રેમીસમાજે અહીં આ રેખા પાસે થંભી જવાનું છે, ને પોતાની માગણી મૂકવાની છે.’ ‘સારું ભાઈ !' મુનિ વેલાકુલે કહ્યું ને પોતાના સમાજને ત્યાં થંભાવી દીધો. ‘હવે તમારી માંગણી મૂકો !' મગધના સવારે કહ્યું. ‘મગધ પોતાનું લશ્કર લઈને પાછું ફરી જાય. નહિ તો યુદ્ધ કર્યાનું કલંક તેના માથે આવશે.' મુનિ વેલાકુલે અભિમાન સાથે કહ્યું. સવાર સંદેશ લઈ પાછો ફર્યો ને થોડી વારમાં પાછો આવ્યો ને નમ્રતાથી બોલ્યો, ‘યુદ્ધ એ તો ક્ષત્રિયોનો ધર્મ છે, એ કંઈ કલંક નથી !' ‘રે ! શું તારો રાજા હજી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર જેવા કૂતરા-બિલાડી જેવા મુદ્ર ભેદભાવમાં માને છે ?” | ‘દૂત છું. મારાથી સવાલ-જવાબ ન થઈ શકે, પણ મને એવો ખાસ અધિકાર આપ્યો છે માટે કહ્યું છે. માણસના મનમાંથી હલકામોટાપણાની ભાવના નષ્ટ કરી શકાશે ખરી ?” ‘અવશ્ય , અમારો ધર્મ એ જ કહે છે : માનવમાત્ર સમાન.” બુદ્ધિમાન અને મૂર્ખ, રોગી ને નીરોગી, કર્તવ્યભ્રષ્ટ ને કર્તવ્યપાલક, સેનાપતિ ને સિપાઈ, પ્રભુ ને પૂજારી - આ બધા મનુષ્યો સમાન ?' દૂતે હસતાં હસતાં કહ્યું, ‘મારા રાજાએ પુછાવ્યું છે, કે આપનો પ્રેમીસમાજ શું માગે છે ?” ‘યુદ્ધ બંધ કરો ! પૃથ્વી પરથી યુદ્ધ આથમી જવું જોઈએ.’ ‘એ શી રીતે બને ? આપણા મનમાં જે સુર-અસુરનું દ્રુદ્ધ યુદ્ધ ચાલે છે, એ કદી બંધ થયું ખરું ?' દૂત મોટો તત્ત્વવેત્તા લાગ્યો, ‘છતાં યુદ્ધ એક રીતે બંધ થઈ શકે : તમારે વૈશાલીની સત્તા મગધને સોંપી દેવી.' | ‘એમ કેમ બને ? વૈશાલીની સત્તા વૈશાલી પાસે, મગધની સત્તા મગધ પાસે.” મુનિ વેલાકુલે કહ્યું, ‘પ્રેમ તો સહુને સ્વજન લેખે. આ મારું ને આ પારકું એવી ગણતરી તો લઘુચેતસની હોય. શું મગધ લઘુચેતસ છે ?' ‘હા.' “ઓહ ! હીનતા પણ તમને સ્વીકાર્ય છે ?' મુનિ વેલાકુલ બોલ્યા. મુનિનું સમર્પણ 327 Page #176 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય. જો કાર્યસિદ્ધિ થતી હોય તો, એ પણ અમને મંજૂર છે. અમારા રાજા અજાતશત્રુને ચક્રવર્તીપદ મેળવવું છે ને જે કાર્ય મહાવીર કે બુદ્ધ ન કરી શક્યો, તે તેઓને કરવું છે. જગતભરમાં એક શાસન ! પ્રેમશાસન ! શસ્ત્ર ક્યાંય ન જોઈએ.’ | ‘તારા રાજાને હું ઓળખું છું. જા, એમને કહે કે મુનિ વેલાકુલે તમને ઘણી મદદ કરી છે. એના બદલામાં એ આજ શાંતિ-સ્થાપના ચાહે છે. યુદ્ધ આથમી જવું જોઈએ.’ દૂતે કહ્યું : “મહારાજ ! આ સંદેશો વળી મારે મગધરાજને કહેવો પડશે ? મેં પ્રથમ આપના નામ વિના આવી જ વાત કરી હતી.' ‘હા, કહેજે કે મહામુનિ વેલાકુલનો આ સંદેશ છે.' દૂત મગધ-શિબિર તરફ પાછો ફર્યો. પણ થોડી વારમાં પેલું યંત્ર ખળભળતું લાગ્યું. અંદરથી કંઈક ભયંકર અવાજ ઊઠતો સંભળાયો. તૃણ, કાષ્ઠ, પાંદડાં ને કાંકરા એના પેટાળમાં અવાજ સાથે ઘૂમતાં લાગ્યાં. થોડી વારે એના મુખમાંથી ચાર-છ કાંકરા છૂટટ્યા એ કાંકરા આ પ્રેમીસમાજ પર આવીને પડ્યા. એ કાંકરા નહિ પણ પથ્થરની શિલાઓ પડતી હોય તેમ લોકોને લાગ્યા. જેને વાગ્યા એ ઘાયલ થઈને પૃથ્વી પર પટકાઈ પડ્યા ! ઓહ ! આ દુષ્કૃત્ય કોણે કર્યું ? શું મગધને મારે બોધપાઠ ભણાવવો પડશે ? મગધપતિ જાણે છે કે મારા વચનથી ગંડકી નદી પણ દૂર ચાલી ગઈ હતી !' મહામુનિ વેલાકુલે કોપ દર્શાવ્યો. ત્યાં સામેથી અવાજ આવ્યો : ‘રે મુનિ ! સતી શાપ દે નહિ, અને શંખણીના શાપ લાગે નહિ !' મુનિ વેલાકુલે દૂર દૂર બોલનાર તરફ જોયું, તો મહામંત્રી વર્ષકાર ત્યાં ઊભા હતા, અને મુનિને ઇશારાથી પોતાની પાસે બોલાવી રહ્યા હતા. વર્ષકારને બે-ચાર ખરીખરી વાતો સંભળાવવા મુનિ એકદમ ધસી ગયા, પણ જેવા ગયા તેવા પાછા આવ્યા ! પ્રેમીસમાજ આખો એમના મુખ તરફ નિહાળી રહ્યો. ત્યાં અસફળતાનાં ચિહ્નો દેખાતાં હતાં, અને બીજી તરફ મહા શિલાકંટક યંત્રનું મોં ફરી ચાલતું થયું હતું ! કાંકરા કચડાતા હતા. શું એ કાંકરા ! બાપ રે ! એના કરતાં તો પથરા સારા ! પ્રેમીસમાજ અંતરથી ડરી રહ્યો, પણ ગગનભેદી પોકાર કર્યો : ‘પ્રેમ અમર રહો ! અહિંસાનો વિજય હો ! આ પોકારોથી ઘડીભર યંત્ર કાંકરા નાખતું અટકી ગયું. પ્રેમીસમાજે પોતાના પોકારમાં તાકાત જોઈ. તેઓએ ફરીને ગગનભેદી અવાજો કર્યા : “પ્રેમ અમર રહો ! 328 1 શત્રુ કે અજાતશત્રુ માનવ-ભ્રાતૃત્વ અજરઅમર રહો !” આ પોકારો પ્રથમના પોકારો કરતાં પ્રબલ હતા, પણ ન જાણે કેમ, અટકી ગયેલું યંત્ર ફરી શરમહીન રીતે ચાલતું થયું ! કાંકરાઓ જોરજોરથી આવવા લાગ્યા. જેને જેને વાગ્યા, એ તો જાણે પહાડનું શિખર અચાનક પડવાથી ચંપાઈ ગયા હોય એમ ભૂમિશરણ થઈ ગયા. | ‘મુનિરાજ ! હવે શું કરવું ?” પ્રેમીસમાજે પોકાર કર્યો. એ પોકારમાં મુંઝવણ હતી, શહાદતની ભાવના નહોતી. ‘પોતાનાં કૃત્યોનો પશ્ચાત્તાપ, મગધ તો કહે છે કે પ્રેમીસમાજે અમારા તરફ પ્રેમ બતાવવો જોઈએ. આટલે દૂર આવેલા અમને આખું નહિ તો અડધું વૈશાલી બક્ષિસ કરવું જોઈએ. અહિંસા ને પ્રેમના મૂળમાં ત્યાગ રહેલો છે !” મુનિ વેલાકૂલના અવાજમાં વિષાદ ભર્યો હતો. ‘તો શું કરશું ? વૈશાલીમાં મગધને અડધો ભાગ આપણાથી કેમ અપાય ? ગણતંત્ર અને રાજતંત્ર એક જ ધૂંસરીએ કેમ જોડાય ?” પ્રેમીસમાજે પ્રશ્ન કર્યા. | ‘નહીં જોડાય. એક હશે ત્યાં બીજું રહી નહિ શકે. પણ હું ભાવિ અન્યથા જોઉં છું. વૈશાલીનો પ્રબલ ઝંડો ઝૂકેલો જોઈ રહ્યો છું.’ મહામુનિ નિરભ્ર આકાશવાળી પાટી પર લખાયેલા કોઈ લેખ વાંચતા હોય તેમ બોલ્યા. કાં ?” ‘સિંહે પોતાના નહોર ને દાંત કાઢીને ફેંકી દીધા છે; અને વરુનાં ટોળાં દાંત અને નહોર સજ્જ કરીને આવ્યાં છે. એ યુદ્ધે ચઢશે. વિકરાળ યુદ્ધ થશે.” ‘તો શું વૈશાલી પાછું પડશે ?' ‘હા, શાંતિનું ઉપાસક વૈશાલી યુદ્ધની અશાંતિ જીરવી શકવાનું નથી. વિલાસે વૈશાલીના પાયા હચમચાવી નાખ્યા છે. સ્ત્રી એ પુરુષના જીવનનું સર્વસ્વ બની છે. ને પુરુષ એ સ્ત્રીનો આનંદ બન્યો છે. સ્ત્રી અને પુરુષ કેવળ કામદેવનાં બન્યાં છે; જે વિષયના દાસ એ સહુના દાસ.’ મુનિ વેલાકૂલની વાણી જ જાણે બદલાઈ ગઈ. ‘પણ હવે શું થાય ? ઉપદેશ અત્યારે કોને સ્પર્શે ?’ લોકોએ પૂછ્યું. અરે, ઉપદેશ દેનારા અને પ્રજાને દોરનારા આગેવાનો જ જ્યાં કોમળ લાગણીઓના દાસ બન્યા છે, ત્યાં કોઈ કોઈને શું કહે ?” મુનિના શબ્દોમાં આત્મામાં જાગેલા ભૂકંપના આંચકા હતા. ‘તો હવે શું કરશું ?’ સમાજે ફરી પ્રશ્ન કર્યો. ‘જીવન આપીને પ્રાયશ્ચિત્ત ! પાપ ધોવાનો પ્રસંગ આવી પડ્યો છે. જય મુનિનું સમર્પણ | 329 Page #177 -------------------------------------------------------------------------- ________________ અરિહંત ! હવે ઉપદેશથી કોઈ નહિ સુધરે. લોહી આપીને આપણી ભૂલ સુધારવી પડશે.” ને મુનિ ખડક જેવા અડગ થઈને ઊભા રહ્યા. મહાશિલાકંટક યંત્રમાંથી ઉપરાઉપરી કાંકરા આવી રહ્યા હતા. કદીક ધીરા આવતી, કદીક વેગથી આવતા, કદીક થંભી જતા. એ કાંકરા શિલાની જેમ જોશથી વાગતા. એ વખતે પ્રેમસમાજ ધ્રુજી જતો, પાછાં પગલાં ભરતો. વળી કાંકરા થંભી જતા ત્યારે એ વેગમાં આવીને આગળ વધતો. શું જીવન આપી દેવું પડશે ?' ‘હા, નીડર થઈને; બીજો કોઈ માર્ગ નથી.’ એટલે મરી જવું એમ જ ને ?” હા.” મુનિ ખડકની જેમ ખડા રહી ગયા હતા. ‘દીવા ઉપર પતંગિયાંની જેમ ?” એક જણાએ પ્રશ્ન કર્યો. એ પ્રશ્નમાં કંપારી હતી. ‘એથી આ યુદ્ધની ગોઝારી આગ બુઝાઈ જશે ખરી ? આપને ખાતરી છે ?' બોલનારના અવાજ માં અશ્રદ્ધા ગુંજતી હતી. ના, કોઈ ખાતરી આપી શકાય તેમ નથી. કદાચ આગ વધુ પ્રદીપ્ત પણ થાય !” બેપરવાઈથી મુનિ બોલ્યા. ‘તો મરવાનો કંઈ અર્થ ?' ‘પૂછું છું કે હિંસાની પ્રતિષ્ઠામાં, વેરની વસૂલાતમાં ભાગીદાર થઈને હવે જીવવાનો પણ કોઈ અર્થ ?' અરે, જીવ છે તો જગત છે.” જગતનો મોહ છોડી દો. મૃગજળને મહાસાગર માની ઘણા દહાડા દોડવી, હવે સાચી વાત સમજી લેવાની જરૂર છે. સિર આપી દો, સાર સંગ્રહી લો !' અમે પ્રેમ સ્થાપવા માંગીએ છીએ.” ‘પ્રાણ આપવાની તૈયારી વગર પ્રેમસ્થાપન નહિ થાય.’ અમે અહિંસાની પ્રતિષ્ઠા કરવા માગીએ છીએ.” અહિંસા નિખાલસ અર્પણ માગે છે.’ મુનિરાજ અંતર્મુખ બની ગયા હતા. તેઓએ હવે ચારે તરફ જોવાનું છોડી દીધું હતું. મન સાથે કંઈક સંભાષણ ચાલતું હોય, એમ એમની મુખમુદ્રા પરથી લાગતું હતું. અર્પણ ! ધન, ધાન્ય, પદ એ સર્વનું અર્પણ !' પ્રેમીસમાજે કહ્યું, “અમે ઘણું ઘણું અર્પણ કર્યું છે. હવે વિશેષ શું માગો છો ?” આખરે જીવનનું અર્પણ . મંદિર પર શિખર ને શિખર પર કળશ.’ 330 શત્રુ કે અજાતશત્રુ ‘જીવનના અર્પણમાં અમે માનતા નથી. જીવન હશે તો ઘણું ઘણું થઈ શકશે.’ આજની ઘડી એવી છે, કે જીવન અર્પણ કરીશું તો જ જ ગત સુંદર બની શકશે. છૂંદાયેલી વાડીમાં નવા ખાતર વિના ફૂલ નહીં ઊગે.’ મુનિ સાવ અંતર્મુખ બન્યા હતા. ‘અમે તમારી વાત માનતા નથી.’ એકે કહ્યું. ‘માનો કે ન માનો, હું અસત્ય ભાખી શકતો નથી.’ ‘અમે નિર્દોષ છીએ. તમે પાપ કર્યા, તો પ્રાયશ્ચિત્ત પણ તમે જ કરો !” ‘એમ જ થશે.” ને મુનિના શબ્દોનો પડઘો જ ન હોય તેમ એક કાંકરો ભયંકર વેગથી આવ્યો, મુનિની છાતીમાં વાગ્યો. મુનિ પડતા પડતા મહામહેનતે બચ્યા. ‘ફાલ્ગનીની સુંવાળી દેહનો સ્વાદ તમે કર્યો. તમે મહાપાપ કર્યું. એનું પ્રાયશ્ચિત્ત પણ તેમને જ ઘટે.' પ્રેમીસમાજમાંથી નિર્લજ્જ પોકાર આવ્યો. ‘મૂળ સડ્યા વગર વૃક્ષની શાખા, પ્રશાખા કે પાંદડું સડતું નથી. આમાં આપણા સહુનો-આપણી હવાનો પણ-દોષ છે. હવે તો સહુએ સમૂહપ્રાયશ્ચિત્ત કરવાનું છે. જે કરશે એ તરશે.’ મુનિએ કહ્યું. છાતી પરના આઘાતે એમના બોલવામાં થડકારો પેદા કર્યો હતો. અરે , મુનિની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ છે ! એણે આપણો પવિત્ર સ્તૂપ તોડાવ્યો. આપણું માન તોડાવ્યું.’ પ્રેમીસમાજ હવે બહારનું યુદ્ધ કરવાનું ભૂલી અંદરનું યુદ્ધ આદરી બેઠો. ‘તમારા અંતરમાં તો એ સ્તૂપ પ્રથમથી જ તૂટેલો હતો; મેં તો માત્ર તમારી એ લાગણીને આકાર આપ્યો. જેના અંતરમાંથી શ્રદ્ધા ગઈ, એને આંગણે સ્તૂપ રહ્યો તોય શું, ન રહ્યો તોય શું ? તમારું અંતર મક્કમ હોત તો સ્તૂપને કોઈ સ્પર્શ પણ કરી શકત નહીં.” મુનિએ કહ્યું. “અરે ! આ મુનિ તો નગુરો છે. એ આપણને મરાવી નાખશે, ને પ્રતિષ્ઠા પોતે ખાટશે. એવા નેતાઓનો વિશ્વાસ ન કરવો.” પ્રેમીસમાજે હવે પૂરેપૂરો અવિશ્વાસ પ્રગટ કર્યો. ‘નેતામાં નહિ, હવે તમારી જાતમાં વિશ્વાસ ઊભો કરો. નેતાઓએ તમારી નાવને ખરાબે ચઢાવી દીધી છે. માટે ફરી આત્મનિરીક્ષણ કરો. તમારાં ખોવાયેલાં જીવનનાં મૂલ્યોમાં ફરી વિશ્વાસ પ્રસ્થાપિત કરો.” “અરે, ચાલો પાછા, ફોગટ મરવું નથી !' પ્રેમીસમાજ પાછો હટવા લાગ્યો. ‘અહીં મરવું ફોગટ નથી. આ રીતે કરવામાં તમારું જીવન ઉજ્વળ થશે.’ મુનિનું સમર્પણ D 331 Page #178 -------------------------------------------------------------------------- ________________ મુનિ તો એક જ રટણ લઈને બેઠા હતા. ‘તો મરો તમે !” પ્રેમીસમાજનો મોટો ભાગ પાછો વળી ગયો. ‘જેવી પ્રજા-પરમેશ્વરની આજ્ઞા !' મુનિએ કહ્યું, ને એ પલાંઠી વાળીને પદ્માસને નીચે બેસી ગયા. એમણે આંખો સદંતર બંધ કરી. એમના મુખમાંથી થોડાક શબ્દો નીકળ્યા : ‘હે વીતરાગ ! માણસ ભૂલે છે, ભૂલનું પ્રાયશ્ચિત્ત કરે છે. રાજકારણમાં પડી ધર્મકારણ વીસર્યો. મારા દોષનું પ્રાયશ્ચિત્ત ધ્યાનથી ને જીવન-સમર્પણથી કરવા માગું છું.” પ્રેમીસમાજ હવે છિન્નભિન્ન થઈ ગયો હતો. કેટલાક નાસવા લાગ્યા હતા. એક જણાએ પોકાર કર્યો : ‘નગુરો છે આ મુનિ ! મરવા દો એને ભૂંડે મોતે ! દીવા પર પતંગિયા બનવાનો અર્થ નથી. ભાગો ! જીવ છે તો જગત છે, તો પ્રેમ છે, તો અહિંસા છે.' ને પ્રેમીસમાજની ટુકડીઓ પાછી વળીને નાસવા લાગી. પણ મહાશિલાકંટક યંત્રનું મોં ધીરે ધીરે ઊંચું થતું જતું હતું. ને કાંકરાઓ હવે વેગથી દૂર દૂર સુધી જતા હતા. કોઈ ગોફણમાંથી ગોળા છૂટતા હોય એમ એ હવામાં સુસવાટા જગવતા હતા. નાસતા સમાજને જેમ જેમ કાંકરા વાગતા એમ એમ ભૂમિશરણ થતો હતો. સામાન્ય રીતે વહેતી હવામાં એકાએક વંટોળ જાગે એમ યંત્રનો અવાજ વિકસ્વર બન્યો હતો ને કાંકરાઓ મોટા અવાજ સાથે દિશાઓમાં તીરની જેમ વહી જતા હતા. યંત્રના સુસવાટમાં બોલ્યું સંભળાય એવું રહ્યું નહોતું. અને બોલનારા કંઈક બોલવા પ્રયત્ન કરે ત્યાં તો એમની જીભને બંધ કરવા ભયંકર કાંકરા આવીને લમણામાં વાગતા. આવા ભયંકર યંત્રોની વાતો તો ઘણી વાર સાંભળી હતી, પણ એનો વિનાશક પ્રભાવ આજે જ નજરે જોવા મળ્યો. હવે યંત્રમાંથી કાંકરાને બદલે કાંટા છૂટવા લાગ્યા. એ બરછીની જેમ વાગતા. એનાં ફળાં ઝેર પાયેલાં હતાં. માણસ તરત એ ઝેરની અસરથી બેભાન થઈ મૃત્યુ પામતો. આખું મેદાન થોડી વારમાં મડદાં-વાડી જેવું બની ગયું. ભીરુ માણસોનાં મોત ઘણાં કરુણાજનક હોય છે. સિદ્ધાંતની ખાતર શૂળીએ ચઢનારના દિલમાં જે શાંતિ હોય છે, એ શાંતિ સ્વાર્થી ને બીકણ લોકોના મૃત્યુમાં નથી હોતી. કસાઈથી વધેરાતા ઢોર જેવા કરણ તરફાડ ત્યાં હોય છે. મગધનો એક પણ સૈનિક ત્યાં ફરક્યો નહોતો. કોઈની પણ જીભજીભ મળી નહોતી કે હાથેહાથ ઝૂક્યા નહોતા, છતાં મોત ભેટી ગયું હતું ! મહાશિલાકંટક યંત્ર હવે કાંકરા અને કાંટા બંને ફેંકવા લાગ્યું હતું, અને તે પણ ઘડીના વિરામ વગર ! મગધપતિની જાણે એવી ઇચ્છા હોય કે રણક્ષેત્ર પરથી એક પણ યોદ્ધો વૈશાલીમાં આ યંત્રે વેરેલા સંહારની ખબર આપવા પાછો ફરવો ન 332 D શત્રુ કે અજાતશત્રુ જોઈએ. પણ મુનિ વેલાકુલની દશા ખરેખર અજબ હતી. એ તો સમાધિ-અવસ્થામાં બેસી ગયા હતા. હવે એ બોલવા-ચાલવાના નહોતા. એમના હોઠ અવશ્ય કંપતા હતા, પણ ઉચ્ચાર સ્પષ્ટ નહોતો. ધીરે ધીરે પ્રેમીસમાજ અદૃશ્ય થઈ ગયો, અને કાંટા અને કાંકરાની વર્ષા એકલા તેમના પર થવા માંડી હતી. એક કાંકરો આવ્યો, મુનિના માથામાં વાગ્યો; એકદમ લોહીનો ફુવારો છૂટ્યો. મુનિથી ચીસ પડાઈ ગઈ : “જય અરિહંત !' અને એટલી જ ત્વરાથી એક શુળ આવી, અને મુનિની જમણી આંખને ભેદી ગઈ. આંખમાંથી નાનકડી સરવાણી જેવી રક્તધારા વહી રહી, અને મસ્તકમાંથી ઊડતા ફુવારાને એ મળી ગઈ. નાનકડી નદીમાં જાણે પૂર આવ્યાં. ફરી યંત્રમાંથી એક શૂળ આવી, અને બીજી આંખમાં આરપાર પેસી ગઈ. ફરી રક્તધારા વહી રહી ! પણ હવે મુનિના મુખમાંથી વેદનાની અરેકારી પણ નીકળતી નહોતી. એ મેરુશિખર જેવા અડોલ બેઠા હતા. એમણે જે હેત-પ્રીતથી સુંદરી ફાલ્ગનીને સ્વીકારી હતી, એનાથી વધુ હેતથી એ મૃત્યુસુંદરીને આલિંગી રહ્યા હતા. રક્તના ફુવારા એમને મન રંગના ફુવારા બન્યા હતા; અને જાણે એ નવવધૂના સ્વાગત માટે રચવામાં આવ્યા હતા. મુનિએ જાણે અંતરમાં એ સુંદરી માટે એક અજબ શય્યા બિછાવી હતી; ને શુકલધ્યાનની શગ સળગાવી હતી ! મુનિના નેત્રરૂપી બાહ્ય દીપકો બુઝાયા, પણ અંતરદીપ હજાર હજાર જ્યોતોએ ઝળહળી ઊઠ્યા લાગતા હતા. ફરી કાંકરા ! ફરી કંટક ! મુનિનો આખો દેહ ચાળણીની જેમ વીંધાઈ રહ્યો. નવરાત્રિમાં રમતી ગોરીઓ માટે જાણે ગરબો કોરાયો, મુનિના અંતરમાં એક નાદ ઊડ્યો હતો : નથી મને દ્વેષ, નથી મને રાગ.” અંતર મારું અંતરમાં બેઠું છે !' ‘સ્મિત મારું સ્મિતમાં બેઠું છે !' ‘કોઈ શું મારો શત્રુ, કોઈ શું મા મિત્ર ! મુનિનું સમર્પણ H 333 Page #179 -------------------------------------------------------------------------- ________________ આવ્યો. “બુદ્ધ, મહાવીર ને ગોશાલકના શિષ્ય થઈને તમે પોતે આમ બોલો છો ?” ‘રાજકારણમાં ધર્મનું સ્થાન સગવડિયું છે. મગધપ્રિયે ! પાછી ફર. માગીશ તે મળશે.” ‘હું મુનિને માગું છું.” મુનિ ! લુચ્ચો, લફંગો, સ્વાર્થી, નગુરો !” ‘તોય તમારા માટે ઘણો ઉપયોગી, તમને અર્થો વિજય આણી આપનાર તો ‘ના, ના, તું અને મહામંત્રી છો. મુનિ તો ગયો. વિશ્વાસઘાતી, મહાકામી !' ‘તો મને પણ જવા દો ! હુંય વિશ્વાસઘાતી ! મહાકામી !' ને ફાલ્ગની દોડી. અને રસ્તે વેરાયેલાં શબોની ફૂલવાડીને કચરતી મગધપ્રિયા દોડી ! ‘રોકો ! રોકો ! એ નારીને રોકી રાખો ' મહામંત્રીએ આજ્ઞા કરી. પણ ફાલ્ગનીની દોડ ગજ બની હતી. સૈનિકો દોડ્યા, પણ ફાલ્ગની ઘણી આગળ હતી. ‘હું જ મારો શત્રુ, હું જ મારો મિત્ર !' “અંતરમાં ખોજું છું – મારા આત્માને’ જગત આખું વિસ્મૃતિમાં મળી ગયું છે !' બંને તરફ ઉગ્રતા હતી : મુનિમાં અંતરની શુદ્ધતાની ઉગ્રતા, યંત્રમાં ફૂલ ફેંકવાની ઉગ્રતા. એક મોટો કાંકરો મુનિના મસ્તક પર આવ્યો. વેગ એવો હતો કે પહાડ હોત તોય ઘૂજી જાત; પણ મુનિ મેરુશિખર જેવા અચલ રહ્યા. ફક્ત મસ્તકની એક બાજુની એમની ખોપરી તૂટીને નીચે પડી ! મુનિનું આખું શરીર રક્તવણું બની ગયું. કોઈ ઘનઘોર જંગલમાં નાનું શું ખાખરાનું ઝાડ કેસૂડાનાં ફૂલે જાણે લૂંબી-ઝૂંબી રહ્યું : શી શોભા ને શો ઠાઠ ! ખુદ યંત્રના નિર્દય સંચાલકોને પણ અનુકંપા આવી ગઈ. તેઓએ યંત્ર બંધ કરી દીધું. અરે ! આ મુનિએ જ આપણા યુદ્ધસંચાલનને સફળ કરી દીધું ! થંભાવો ! થંભાવેલું રાખજો.' ને આટલું બોલતી એ સ્ત્રી દોડી, એણે સૈનિકનો વેશ સજ્યો હતો, પણ એનાં રૂપાળાં ને પુષ્ટ અંગો એના સ્ત્રીત્વની ચાડી ખાતાં હતાં. એ બોલતી હતી : ‘એક મુસાફર મારી પાસે આવ્યો. મેં એને તૃષાતુર કર્યો ને જળને બદલે ઝેર પાયાં !' એ સ્ત્રીને પડકારતો અવાજ આવ્યો, કર્કશ, બિહામણો : ‘ફાલ્ગની ! મગધપ્રિયે ! રણમેદાનમાં આગળ ન જા.' ‘શા માટે નહીં ?’ ફાલ્ગની બાળકની જેમ પૂછી રહી. ‘તારું સ્ત્રીહૃદય ફાટી પડશે !' ‘મારે વળી સ્ત્રીહૃદય કેવું ? હૃદયવાળી સ્ત્રી તો આગ ઠારે. અને મેં તો આગ જગાવી. મારી પાસે તો રાવણહૃદય છે ફાલ્ગની ! મૂર્ખ ન થા ! પ્રેમના અને યુદ્ધના માર્ગો સાવ જુદા છે.' ના, બન્નેમાં સંગ્રામ છે, સ્વાર્પણ છે. હું મુનિને બચાવીશ. રે નગુરાઓ ! એણે તમારું ઘણું ભલું કર્યું છે. એનો આ બદલો ?” મગધરિયે ! રાજનીતિ ગુણને નથી પિછાણતી કે વિશ્વાસને જોતી નથી, એ તો સદા લાભાલાભને જ જુએ છે. એ નીતિને વળગતી નથી, એ તે સદા વિજયને જ વળગી રહે છે ?' મહામંત્રી વર્ધકારનો એ અવાજ હતો. હું તો મહાવીર અને બુદ્ધની રાજનીતિમાં માનું છું.' ‘એ નીતિ સંસાર પર અસફળ થવા સરજાયેલી છે.' અજાતશત્રુનો અવાજ 334 શત્રુ કે અજાતશત્રુ મુનિનું સમર્પણ D 335 Page #180 -------------------------------------------------------------------------- ________________ 45 સ્ત્રી આખરે સ્ત્રી ફાલ્ગુનીની દોડ આંધળી હતી. ફાલ્ગુનીને પાછી વાળવા શિકાર પાછળ દીપડો દોડે, એમ સૈનિકો દોડ્યા હતા. મહામંત્રી કહેતા હતા : ‘સ્ત્રી આખરે સ્ત્રી નીકળી ! એની લાગણીઓ લક્ષમાં લઈએ તો એ જીતને હારમાં પલટાવી દે. આજ સુધી ફાલ્ગુનીએ કર્યું, એ મગધના લાભમાં હતું. હવે એની દોડ મગધના ગેરલાભમાં છે ! લાભનું લાલન અને ગેરલાભને સજા, એ રાજનીતિનું સૂત્ર છે.’ ફાલ્ગુની-પોયણા જેવી કોમળ ફાલ્ગુની-આજે ભારે વીરત્વ દાખવી રહી હતી. હરિણીની જેમ છલાંગો મારતી અને મારગમાં ખડકાયેલાં પ્રેમીસમાજનાં શબો પર પગ મૂકતી એ આગળ ચાલી જતી હતી. ધીરે ધીરે એનું અને મુનિ વેલાકુલ વચ્ચેનું અંતર ઘટતું જતું હતું. મુનિનો દેહ છિન્નભિન્ન થઈને ભારે વિકરાળ લાગતો હતો. ખોપરીનો અડધો ભાગ તૂટી ગયો હતો, ને દેહ પર લોહીની ધારાઓ વહી રહી હતી. નાક, હોઠ કે હડપચી કશુંયે દેખાતું નહોતું. ફક્ત થોડી થોડી વારે અવાજ આવતો : ‘નમો અરિહંત '' હવે મુનિ ઊઠવાના નહોતા – ન ઊઠવાની પ્રતિજ્ઞા સાથે એ બેઠા હતા. હવે મુનિ જીવન ધારણ કરવાના નહોતા – મૃત્યુની સેજ બિછાવીને એ બેઠા હતા. નિરર્થક હતો ફાલ્ગુનીનો યત્ન ! પણ નારીનું અંતર નેહ પાસે નિષ્ફળતાસફળતાનો વિચાર કર્ય દિવસે કરે છે ? કાર્યની સાધના, કાં દેહનો પાત એ જ એનું સૂત્ર બને છે. ફાલ્ગુની દોડતી રહી, દોડતી જ રહી. રે, કૂટનીતિ ! રે, શબ્દછળ ! શસ્ત્ર ન વાપરવું એ પ્રતિજ્ઞા હતી : મગધવૈશાલી વચ્ચે પ્રેમીસમાજ માટે આ નિયમ સ્વીકારાયો હતો. પણ યંત્ર કંઈ શસ્ત્ર નહોતું ! શસ્ત્રનો યોગિક અર્થ સ્વીકારાયો, અને રૂઢ અર્થ વીસરાયો ! અને આ નમણી નારીના કારણે એ શસ્ત્રની પ્રતિજ્ઞા પણ તૂટી : સૈનિકોએ ફાલ્ગુનીને આગળ વધતી રોકવા ધનુષ પર તીર ચઢાવ્યું, ને એના પગને વીંધી નાખ્યા. તોય શિકારીઓથી દૂર જવા ચાહતી હરિણીની જેમ એણે તીર ખેંચીને હાથમાં લઈ લીધું ને એ વધારે વેગથી દોડી. પણ હવે એ દોડ ઘાયલ અને અશક્ત દેહની હતી. ફાલ્ગુનીની ગતિ મંદ થઈ ગઈ. સૈનિકો લગોલગ પહોંચી ગયા. એણે છૂટવા ઘણું કર્યું, પણ આ તો મગધના સિંહપાદ સૈનિકો ! ઘી, દૂધ, માખણ ને માંસની વાનીઓ ખવરાવી, કુસ્તીનાં મેદાનોમાં કવાયતો કરાવી તૈયાર કરેલા પહેલવાનો ! અને એથીય વધુ, શાળામહાશાળાઓમાં આ આપણો શત્રુ, આ આપણો અનિષ્ટ કર્તા – એવાં એવાં સૂત્રોથી એમનાં મનને ખોટો પાનો ચઢાવી ક્રૂર બનાવ્યાં હતાં, ને રાજાના આજ્ઞાપાલનને મૂળમંત્ર તરીકે સમજાવ્યો હતો. આજ્ઞા એટલે આજ્ઞા. બસ, એનું પાલન થવું જ ઘટે. કર્તવ્યાર્તવ્યની મીમાંસા એમના ગજા બહારની વાત ! કોઈ મીમાંસા કરવા તૈયાર થાય તો એને પદભ્રષ્ટ કરવામાં આવતો ને એને જીવનભર કારાગારમાં ક્રૂર રીતે જીવન ગુજારવું પડતું. અને ઘરનાં માણસો દુઃખી દુઃખી થઈ જતાં એ વધારામાં. એનાં કરતાં આજ્ઞાનું પાલન કરતાં રણમેદાનમાં મરવું સારું લેખાતું. પાછળ ઘરબારની ચિંતા સિંહાસન રાખતું, અને એનાં બાળકોને ફરી સૈનિકપદ મળતું. પિતાએ અધૂરું મૂકેલું કામ પુત્ર કરવાનું રહેતું. લોકો કહેતા કે જે સૈનિકોના બળ પર સિંહાસનના પાયા નિર્ભર રહેતા, એ સૈનિકોને દુનિયાની ઘણી ઉદાર બક્ષિસોથી દૂર રાખવામાં આવતા. કાનૂન એ કંઈ લાકડી કે કૃપાણ નહોતો, પણ એની પાછળ સૈનિક બળ ઊભું હતું. એને લીધે લોકો ડરતા. જે કાનૂન ન માને, એને સૈનિક બળ ધોળે દિવસે તારા બતાવતું. ન્યાયાધીશના ન્યાય પાછળ પણ કયું બળ હતું ? એ જ સૈનિક; નહિ તો એનાં પોથીપાનાંમાં શી તાકાત હતી ? એ સૈનિક બળને મગધના રાજતંત્રે ભારે લગામથી નાચ્યું હતું. અને એને નાથવાનો પ્રકાર પણ અજબ હતો. એક સૈનિક બળથી બીજા સૈનિક બળને નાથવાનું. એ બળને નિયમનમાં રાખવા બીજું એવું જ બળ એની સામે વપરાતું ! પણ આ રીતથી મગધનું સૈન્ય ભારે શિસ્તવાળું ને કઠોર વીરત્વવાળું બન્યું હતું; જ્યારે ગણતંત્રની સેનામાં વિચારસ્વાતંત્ર્યનો નાદ ગાજતો હતો, અને પ્રેમ એના પાયામાં હતો; તેઓ આખા રાજ્યની કાર્યવાહી પર વિચાર ચલાવતા ને પોતે નિર્ણય લેતા. એ નિર્ણય પ્રમાણે ન વર્તે ને રાજનીતિ ખોટી, રાજપુરુષ ખોટા એમ માનતા. એટલે ગણતંત્રનું રાજશાસન સહુના પોતપોતાના નાનકડા ગજથી મપાતું સ્ત્રી આખરે સ્ત્રી C 337 Page #181 -------------------------------------------------------------------------- ________________ હતું. વૈશાલીની વીર સેના ભૂતકાળની બીના બની ગઈ હતી, ને વિવાદથી ખદબદતી ટુકડીઓ ને પક્ષોમાં એનું વિભાજન થઈ ગયું હતું, જ્યારે મગધના સિંહપાદ સૈનિકોની હાકે પૃથ્વીનાં પડ ધ્રુજી ઊઠતાં હતાં. ફાલ્ગનીને એક સૈનિકે ઊંચકી લીધી. એણે ચીસ નાખીને પોતાના હાથના તીરનું તેજસ્વી ફણું વ્યગ્રતામાં પોતાના નાક પર ફેરવી દીધું. નાકનું સુંદર ટેરવું કપાઈ ગયું ! કેમ આ થયું, કોણે આ કર્યું, એની ખબર ન રહી, પણ સિંહપાદ સૈનિકો પોતાની ભૂલ જોઈ રહ્યા. એ ઢીલા પડી ગયા. રે, મગધની અજોડ સૌંદર્યમૂર્તિ પોતાને હાથે ખંડિત થઈ ! પૂજારીના હાથે દેવની પ્રતિમા ખંડિત થાય, એવી વેદના એમના દિલમાં પ્રસરી રહી ! બીજી પળે શ્રમિત સુંદરી સૈનિકોના હાથમાં બેભાન બની ગઈ. એ જ પળે સમાધિ લગાવીને બેઠેલા મુનિ વેલકૂલનો દેહ પણ ઢળી પડ્યો. શબની ફૂલવાડીમાં મુનિનું શબ શોભામાં વધારો કરી રહ્યું. સૈનિકો તરત પાછા ફર્યા. હાથમાં ફૂલની જેમ ફાલ્ગની શોભતી હતી. એના લટકતા માંસલ ગૌર પગ અને અળતાના રંગવાળી પાની હજી પણ અતિ શોભા આપતાં હતાં. એના બાહુ મૃણાલદંડ જેવા લટકતા હતા. કેશકલાપ ભૂમિ પર ઢસરડાતો હતો. પાછળ એક સૈનિક એ કેશકલાપને ઊંચકીને ચાલતો હતો. રાજા અજાતશત્રુ ફાલ્ગનીના સ્વાગત સામે ગયો પણ એ એનું લોહીથી ખરડાયેલું ને નાસિકા છેદાયેલું મોં જોઈ ન શક્યો. એણે આંખ પર હાથ મૂકતાં કહ્યું : ‘રે ! આ કૃત્ય કોણે કર્યું ?' “અમારાથી થઈ ગયું.’ સિંહપાદ સૈનિકો નરમ પડી ગયા. તેઓ સત્ય વાર્તા કરનારા હતા. મગધની મહાદેવીની આ દુર્દશા ! આ માટે તમારે ભયંકર સજા ખમવી પડશે.” અજાતશત્રુના બોલવામાં શરટંકાર હતો, ક્રોધ હતો, કૃતજ્ઞતા હતી. ‘અમે પ્રતિજ્ઞાભ્રષ્ટ પણ થયા છીએ. મહાદેવી ફાલ્ગનીને આગળ વધતાં અટકાવવા અમે તીરનો પણ ઉપયોગ કર્યો છે !' સિંહપાદ સૈનિકો સત્યના પૂજારી લાગ્યા. અનુચિત કાર્ય કર્યું.” અજાતશત્રુએ ક્રોધમાં કહ્યું. | ‘રાજન્ ! પ્રેમમાં ને યુદ્ધમાં એક વાર આગળ વધવાની અનુમતિ આપ્યા પછી ઉચિત-અનુચિત કંઈ જોવાતું નથી !' મહામંત્રીનો એ સ્વર હતો. તેઓએ રાજાને લાગણીવેડામાંથી કર્તવ્યપથ પર લાવવા વચ્ચે દખલ કરી. ‘ફાલ્ગનીની સ્થિતિ તો જુઓ ! શું મગધના દેશસેવકોની આપણે હાથે આવી દશા થશે ?' અજાતશત્રુ બોલ્યો. તમે તમારા પિતાની ભાવુકતા ન દર્શાવો. આ કોઈ ધર્મગૃહના આંગણામાં આપણે ઊભા નથી; સમરાંગણમાં ઊભા છીએ. આ સૈનિકો ભારે વફાદાર છે, ને 338 I શત્રુ કે અજાતશત્રુ મગધની તેઓએ ખરેખરી સેવા કરી છે : પોતાનાની ભૂલ સુધારવા તેઓએ જે કર્યું તે મારે મન મહાપરાક્રમ છે; તમે કે હું આ ન કરી શકત. સ્નેહ કરતાં કર્તવ્ય મહાન છે.’ મહામંત્રીએ કહ્યું, સૈનિકોનાં ઊતરી ગયેલાં મુખ ફરી પ્રફુલિત બન્યાં, મહામંત્રીના શબ્દોથી એમની દબાઈ ગયેલી છાતી ફરી ઊપસી આવી. આ વખતે એક ઝીણો સ્વર સંભળાયો; વગર કહ્યું જાણી શકાય તેમ હતું કે, એ સ્વર દેવી ફાલ્ગનીનો હતો. એણે કહ્યું : ‘નાસિકા તો મેં મારા પોતાના હાથે છેદી છે, માટે બીજા કોઈને દોષ ન દેશો.’ ‘શાબાશ દેવી !' મહામંત્રી બોલ્યા, “મગધનાં સાચાં પ્રજાજનો અપયશ પોતાના માથે વહાલી લે છે, ને જ શ બીજાને અપાવે છે. બોલો, મહાદેવી ફાલ્ગનીનો જય !' ‘મહાદેવીનો જય !' અજાતશત્રુ ધીરેથી બોલ્યો, ફાલ્ગનીના શબ્દો સાંભળ્યા પછી એનો રોષ ઊતરી ગયો હતો. એટલી વારમાં શિબિકા આવી ગઈ. દેવી ફાલ્ગનીને તાત્કાલિક સારવાર આપીને એમાં સુવાડવામાં આવી, અને શિબિકા વિદાય થઈ. પાછળ ચોકી માટે ચાર સશસ્ત્ર સૈનિકો અશ્વારૂઢ થઈને ચાલ્યા. એ સૈનિકોમાંના એકને પાછો બોલાવી મહામંત્રીએ સૂચન કર્યું : ‘નીચે બરાબર બંદોબસ્ત રાખજો , આખરમાં સ્ત્રીનું હૈયું છે, લાગણીપ્રધાન છે, અજવાળી તોય રાતે છે, એમ માનીને ચાલજો. જનપદકલ્યાણી આમ્રપાલીના ઘરમાં મગધવાસીઓ રહી આવ્યા, ને ભેદ લઈ આવ્યા એમ દેવી ફાલ્ગનીના ઘરમાં વૈશાલીના લોકો વાસ કરી ન જાય તે જોજો !' સેનિક આજ્ઞા સ્વીકારીને ઝડપથી પાછો ફરી ગયો. મહામંત્રીએ એક વાર વિશાળ રણમેદાન સામે જોયું, તો રાજા અજાતશત્રુ મહાશિલાકંટક યંત્ર પાસે ઊભો રહી પેલા સાધુને ખોજી રહ્યો હતો – અલબત્ત, એના શબને ! મહામુનિ વેલાકુલ ! વૈશાલીના વિજયસ્તૂપને ઉખેડનાર ! ‘બે મહાન આત્માઓને આજે દૂભવ્યા !' રાજાએ વિષાદભર્યા સ્વરે મહામંત્રીને કહ્યું. ‘દયાના પ્રસંગે દયા શોભે, શિક્ષાના પ્રસંગે શિક્ષા, આજે સડેલા અંગને છેદવાની વેળાએ દયા કેવી ? આપના પિતાની જેમ આપને પણ છેલ્લી ઘડીએ ગણતંત્ર પ્રત્યે ચાહના તો જાગી નથી ને ? ગણતંત્ર તો વિષ્ણુનું મોહિનીરૂપ છે. ભલભલા ભરમાઈ જાય છે.' મહામંત્રીએ ટોણો માર્યો. | ‘ગણતંત્ર ? રાજવંશના કોઈ ભિખારીને પણ એ સ્વપ્ન ન હજો ! મારે દેશનું ભલું કરવું છે – ભૂંડું નથી કરવું.” | તો હવે પ્રાપ્ત પરિસ્થિતિને સ્વીકારો, રાજન્ ! વૈશાલી તમારું મોસાળ છે, સ્ત્રી આખરે સ્ત્રી 1 339 Page #182 -------------------------------------------------------------------------- ________________ મનમાંથી એની માયા-મમતા કાઢી નાખો.” મહામંત્રીએ રાજાને વળમાં આવેલો જોઈ કહ્યું. મામા અને ભાણેજનો વેરભાવ તો જમાનાજૂનો છે. મંત્રીવર, મને ગણતંત્ર પર ભારે છે. એ તંત્ર નહિ મિટાવી દઉં ત્યાં સુધી મોસાળ માટે માયાનો અંકુર ઊગવો અસંભવ છે.” રાજા અજાતશત્રુએ કહ્યું. ‘જય હો મહારાજ અજાતશત્રુનો !' મહામંત્રીએ ઉચ્ચાર કર્યો. પાછળ ઊભેલી સેનાએ ઉચ્ચાર ઝીલી લીધો. ત્યાં સામેથી અવાજ આવ્યો : ‘જય હો વૈશાલીનો !' ને અવાજ સાથે દૂર દૂર દેખાતો દરવાજો ઊઘડ્યો. એમાંથી સૈનિકો બહાર પડ્યા, એ બધા વંટોળના વેગે ધસી આવતા હતા. એમના અશ્વો ઘોડાપૂરને વેગે વહેતા હતા. જબ્બર ધસારો હતો. વૈશાલીના ચુનિંદ્ય સૈનિકો આજે મેદાને પડ્યા હતા. અલબત્ત, એના સેનાપતિઓ તો હજી બજારમાં ઊભા ઊભા પોતપોતાના પક્ષનાં જૂથોને અલગ તારવીને ખડા હતા, ને ચર્ચા કરતા હતા. એક પક્ષ કહેતો હતો: ‘આજ સુધી આગળ બેસી પાનનાં બીડાં તમે લીધાં તો હવે લડવા પણ તમે જ જાઓ !' બીજો પક્ષ કહેતો હતો : ‘વિજયની કલગી આજ સુધી તમે બાંધીને ફર્યા છો, વાતવાતમાં કહેતા કે અમે છીએ તો ગણતંત્ર છે, તો હવે એનો બચાવ કરવા તમે જ દોડો, પડો મેદાને ! કાકો તમારો મોટાં મોટાં યુદ્ધયંત્રો લઈને લડાઈ જીતવા અને તમારી ખબર લેવા તૈયાર ખડો છે !' આ ગોલા-લડાઈમાં મૂળ વાત તો એ હતી કે બેઠાડુ જિંદગી ને એશઆરામ માણ્યા પછી મેદાને સંચરવું દોહ્યલું લાગતું હતું. સુખશાંતિના સમયમાં લોકોએ સંપત્તિના ઢગેઢગ એકઠા કર્યા હતા. અને ચાર ચાર રૂપરમણીઓ સાથે સંબંધ સાંધ્યા હતા; પછી મરવું કોને ગમે ? પહેલાં તો વૈશાલીને પોતાના વિજય માટે શંકા નહોતી, પણ મગધના અતુલ બળના જે સમાચાર આવતા હતા, એ ચિંતા ઉપજાવે એવા હતા. ને છેલ્લા પ્રેમીસમાજના ભયંકર વિનાશના સમાચાર સહુને વ્યગ્ર બનાવ્યા હતા. આમ જ્યારે મુખ્ય આગેવાનો અને સેનાપતિઓ સમયને ભૂલી વાદવિવાદમાં પડ્યા હતા, ત્યારે ગણતંત્રના નાનામાં નાના સૈનિકો ને સામાન્ય નાગરિકોએ બધાને સજ્જ થવા ને રણમેદાને સંચરવા હાકલ આપી હતી. એ હાકલને માન આપી સારા સારા સૈનિકો અને સશક્ત નાગરિકો શત્રુને આગળ વધતો અટકાવવા મેદાને પડ્યા હતા. તેઓએ બખ્તરો સજ્યાં હતાં, ને ધનુષ પર ઝેર પાયેલાં ફણાંવાળાં તીર ચઢાવ્યાં હતાં ! શી મગદૂર હતી મગધની કે વૈશાલીનો વાળ પણ વાંકો કરે ! 340 | શત્રુ કે અજાતશત્રુ રણનો રંગ ચપટીમાં ફેરવી નાખે એવા આ વીરો હતા. એ સમર્પણધર્મ સ્વીકારીને આવ્યા હતા. તેઓએ કારમી કિકિયારી સાથે દોડ દીધી. એમની રાંગમાં રહેલા ઘોડા મૂળ તો રણવિદ્યાના જાણકાર ઘોડા હતા, પણ હમણાં વૈશાલીમાં રમતોત્સવો ને નાટ્યોત્સવો વધી જવાથી એ બધા રમતના ઘોડા જેવા થઈ ગયા હતા ! છતાં આજ એમને ન ધારી દોટ દેવાની હતી. પગથી માથા સુધીનું શિરસ્ત્રાણ પહેરીને બેઠેલા યોદ્ધાઓના ભારથી ઘોડાઓની પીઠ લચકતી હતી, પણ આજ કશુંય વિચારવાનું નહોતું. એક જ હલ્લમાં મગધની મહાસેનાને વેરવિખેર કરી નાખવાની ધારણા હતી. વૈશાલીની સેનાને તીરની જેમ વહી આવતી જોઈને મહાશિલાકંટક યંત્ર તાબડતોબ ચાલુ કરવામાં આવ્યું. ગણતરી હતી કે મહાશિલાકંટક યંત્રનો માર ખાઈને શત્રની કુચે તરત જ થંભી જશે, પણ ગણતંત્રના બહાદુર યોદ્ધાઓની એક ટુકડી તો સીધી સામે મોંએ યંત્ર તરફ આગળ ધસી ગઈ ! એ દૃશ્ય જોઈને શત્રુના મુખમાંથી પણ નીકળી ગયું કે વાહ રે. માડીજાયાઓ ! યંત્રની ગતિ ઔર વધી ! કાંકરા, કાંટા ને કીલ ભયંકર વેગથી આવવા લાગ્યાં, ને બુખારો સાથે ભટકાવા લાગ્યાં. આ બખ્તરો નકરાં ગજવેલનાં રહેતાં, પણ તરત જ માલૂમ પડ્યું કે એની બનાવટમાં દગો થયેલો છે. કેટલીક કડીઓ સાદા લોહની બનેલી છે, ને સાંધણમાં ફક્ત સીસું જ વપરાયું છે ! શસ્ત્ર બનાવનારી વૈશાલીની પેઢીઓએ અમોઘ શસ્ત્ર બનાવવાની પોતાની ખ્યાતિને તિરસ્કારી હતી; ને નબળો માલ આપી જબરો નફો હાંસલ કર્યો હતો. પણ હવે જે હાજર હોય એનાથી સામનો કરવાનો હતો. કોઈને પણ ઉપાલંભ આપવાથી અર્થ સરે તેમ નહોતો. એ બહાદુર ટુકડી યંત્રનો ભયંકર માર ખાતી ખાતી યંત્ર નજીક પહોંચી ગઈ. યંત્ર પર ભરોસો રાખીને બેઠેલા મગધપતિએ વળી વેગ વધાર્યો. વૈશાલીના વીરોએ પહેરેલાં બખ્તરોના ભુક્કા બોલવા લાગ્યા, શરીર છેદાવા લાગ્યાં. પણ વૈશાલીના મરણિયો સૈનિકો પાછો ન ફર્યા. પાછા ફરવાની વાત એમના ચિત્તમાં જ નહોતી. એમના મનમાં તો એક જ સંકલ્પ સ્થિર થઈને બેઠો હતો : કાં ફતેહ, કાં મોત ! તેઓએ કારમી કિકિયારી કરીને યંત્ર પર હલ્લો કરી દીધો. વૈશાલીના પાંચદશ-પંદર સૈનિકો યંત્રના મારથી ત્યાં ને ત્યાં ઢળી પડ્યા ! કાંકરા પર્વતની શિલાઓની જેમ વછૂટતા હતા. શૂળો બરછીની જેમ છૂટતી હતી. એક યંત્ર એક આખી સેનાની ગરજ સારતું હતું. પણ એ યંત્ર પર ધસી જઈને વૈશાલીના આ ગણ્યાગાંઠ્યા હાથ તૂટેલા, પગ સ્ત્રી આખરે સ્ત્રી 1 341 Page #183 -------------------------------------------------------------------------- ________________ 46 રથમુશલ યંત્ર તૂટેલા, ખોપરી ફૂટેલા બહાદુર લડવૈયાઓએ એ યંત્રનું મોં જોર કરીને શત્રુસૈન્યની દિશામાં ફેરવી નાખ્યું ! વાહ, રંગ રાખ્યો, વૈશાલીના પ્રજાજનોએ ! મગધની સેના, જે કૂચની રાહમાં સજજ પડી હતી, તેના પર અચાનક મોતનો મારો શરૂ થયો : પોતાનું યંત્ર ને પોતાનું જ મોત ! જોતજોતામાં મગધના કેટલાય સૈનિકો ભૂમિશરણ થઈ ગયા. ‘સમરવીરો ! આગળ ધસી જાઓ ને યંત્રને થોભાવો !' મહારાજ અજાતશત્રુએ ગર્જના કરી. એ ગર્જનાના જવાબમાં એક મહાયોદ્ધો લેશ પણ ખચકાયા વગર ભૂમિસરસો સૂઈ ગયો. અને સૂતો સૂતો મગરની જેમ પેટવડિયાં ચાલવા લાગ્યો ! યંત્રનું મોં ફરી જતાં વૈશાલીની પાછળ રહેલી સેના વેગ પર આવી હતી, ને ભારે ધસારો કરી રહી હતી. - પેલો મગધનો જોદ્ધો ભૂમિસરસો લપાતોચંપાતો યંત્ર નજીક પહોંચી ગયો. એ સિંહપાદ સૈનિક હતો. કર્તવ્યને મોતથી પણ બજાવવાનો એનો ધર્મ હતો. એ ધર્મ બજાવવા એ ઊછળીને યંત્રમાં જઈ પડ્યો, યંત્રની કળ એના હાથમાં આવી ગઈ. એણે એ દાબી દીધી તો ખરી પણ જોરથી ફરતાં ચક્કરો વચ્ચે એનો દેહ છુંદાઈ ગયો. થોડી વારે યંત્રમાંથી એનો છૂટો પડેલો એક હાથ મહામંત્રીના પગ પાસે આવીને પડ્યો; એક પગ મહારાજ અજાતશત્રુની સમક્ષ જઈ પડ્યો ! પણ ચાલતું યંત્ર શાંત થઈ ગયું ! મગધની સેનાનું મોત થંભી ગયું ! અને યંત્ર શાંત થતાં મહામંત્રીએ શંખ ફૂંકીને આખા સૈન્યને પંખીયૂહ રચવાનો આદેશ આપી દીધો. - પંખીની બે પાંખો પહોળી થઈ જાય તેમ આખું સૈન્ય બે ભાગમાં વહેંચાઈ ગયું. પંખીની ચાંચની જગ્યાએ મહામંત્રી પોતે ગોઠવાઈ ગયા અને સૈન્યને દોરીને ચાલ્યા. સાઠ-પાંસઠ વર્ષના મહામંત્રી અત્યારે યુદ્ધદેવ જેવા શોભી રહ્યા. | ‘મગધવીરો ! વૈશાલીના સાચા નિષ્ઠાવાન સૈનિકો સાથે આજે મૂઠભેદ થવાની છે. આજ વિજય પ્રાપ્ત કરશો, તો આખરી વિજય તમારો છે. આગે બઢો !” અને મગધના ચુનંદા વીરો ભારે ઝનૂન સાથે રણમાં ઝૂકી પડ્યા. ભયંકર ઘમસાણ મચ્યું. રાત્રિ અને દિવસ, જીવન અને મોત એક થઈ ગયાં. વૈશાલી અને મગધ વચ્ચેનું એ ઘમસાણ યુદ્ધ જોવા ખુદ દેવો અને દેવોના રાજા ઇંદ્ર આવ્યા હતા, એમ કોઈ કહે તો ના ન કહી શકાય. એ ભૂમિ પર કર્તવ્ય બજાવતાં પ્રાણ અર્પણ કરનાર વીરોને વરવા દેવાંગનાઓ ફૂલહાર લઈને આવી હતી, એમ કોઈ કહે તો એની પણ ના કહેવાય તેમ નહોતું ! આ વીરોએ એજબ સમર -વીરતા દાખવીને ખરેખર, દેવોના દેવતને ઝાંખું પાડ્યું હતું. રણસ્થલી આખી રણહાકથી ગાજી રહી હતી, ઝઝૂમતા વીરાની ગર્જનાઓ, પડતા અશ્વોના ચિત્કારો ને મરતા માણસોના પોકારોથી આખું આકાશ થરથર કંપી રહ્યું હતું. અને આખી પૃથ્વી રક્ત રંગે રંગાઈ ગઈ હતી. - નાળિયેરીના વનમાં ભયંકર ઝંઝાવાતથી ઠેરઠેર પડેલાં નાળિયેરનાં કાચલ જેવાં માનવમસ્તકો જ્યાં ત્યાં પગમાં આડાં આવતાં હતાં. થોરિયાનાં વન કપાઈને આડાંઅવળાં પડ્યાં હોય તેમ હાથ-પગ જ્યાં ત્યાં રખડતા-રઝળતા પડ્યા હતા. ઘણા બધા કુંભારો ભેગા મળીને પૃથ્વીનો ગારો કરીને ખૂંદતા હોય એમ જમીન રક્તની ધારાથી ને સૈનિકોના સંચાલનથી ગુંદાઈ રહી હતી. માણસની સાદી નજરે દેવો તો નીરખી ન શકાય, પણ દેવનાં વાહન જેવાં ગીધ-સમડાં આકાશમાં ચક્કર લગાવતાં હતાં, અને હાથ મળે તો હાથ, પગ મળે તો પગ અને માથું મળે તો માથું લઈને આકાશમાં ચાલ્યાં જતાં હતાં, અને એ રીતે મરનારાઓને સદેહે સ્વર્ગ મળ્યાનું કહેવાતું હતું. મહાશિલાકંટક યંત્ર નિષ્ફળ નીવડ્યું હતું, અને તેથી વૈશાલીના વીરોનો ઉત્સાહ ઘણો વધી ગયો હતો. તેઓએ જબરજસ્ત મારો ચલાવ્યો હતો અને મગધની સેનાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. 342 D શત્રુ કે અજાતશત્રુ Page #184 -------------------------------------------------------------------------- ________________ પણ મહામંત્રી વર્ધકારનો ત્રિપાંખિયો ધસારો થોડી વારમાં જ ફળીભૂત થયો ને એમણે વૈશાલીની સેનાને ત્રણ તરફથી ઘેરી લીધી, આગળનો મોરચો અજાતશત્રુ અને સિંહપાદ સૈનિકોએ સંભાળી લીધો. અને બૃહનું સંચાલન મહામંત્રી વર્ધકાર પોતે કરી રહ્યા. વૈશાલીના વીરોનું પરાક્રમ પણ અદ્ભુત હતું, પણ તે બધા સૈનિકો હતા, ને એમની પાસે પોતાની સેનાને ભૂહમાં ગોઠવીને સમરમાં દોરી શકે એવો કોઈ સેનાપતિ હાજર નહોતો. સેનાપતિઓ વૈશાલીમાં વિવાદ કરી રહ્યા હતા : અને એ વિવાદમાં સમરાંગણે લડવા ગયેલા વીરોને મદદ મોકલવાની વાત વિસારે પડી ગઈ હતી. વૈશાલીના કાયદાબાજ લોકોએ તો, પોતે લડવા જવાને બદલે, લડવા જનારાઓને પાછા પાડવા એક કાનૂની પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, સંથાગારની મંજૂરી વગર ગમે તેનાથી લડવા કેમ જવાય ? પ્રેમીસમાજે પણ સંથાગારની રજા નહોતી લીધી, પણ તેઓ તો ગુજરી ગયા હોવાથી તેઓને માફ કરવામાં આવે છે; પણ આ લડતા લોકોએ આપણી સંસ્કૃતિને બટ્ટો લગાડ્યો છે ! અહિંસા અને પ્રેમની સંસ્કૃતિમાં શ્રદ્ધા ધરાવતા દેશે યુદ્ધ એવી રીતે ખેલવું જોઈએ કે જેથી જગતને બોધપાઠ મળે ! એના બદલે આપણે તો ધોબીની સામે ધોબી બન્યા ! જગત આપણા માટે શું કહેશે ? તરત દંદુભિનાદ થયો, રણભેરી વગાડવામાં આવી, તાબડતોબ સહુ સભ્યોએ સંથાગારમાં હાજર થવું, એમ જાહેર કરવામાં આવ્યું ત્યાં યુદ્ધ અંગે નિર્ણય લેવાશે. આ રણભેરી જ્યારે વૈશાલીની શેરીઓમાં વાગતી હતી, ત્યારે રણમેદાન પર વૈશાલીના યોદ્ધાઓ જીવસટોસટનું યુદ્ધ ખેલી રહ્યા હતા ! મગધની અનામત સેના પણ હવે સમરાંગણમાં ઊતરી રહી હતી. થાકેલી સેના પાછી હઠતી હતી ને તાજી સેના એનું સ્થાન સંભાળી લેતી હતી. એના બૂહ પ્રત્યેક પળે બદલાતા હતા. અને વૈશાલીની સેના પણ પોતાની સમજ પ્રમાણે સામનો કરી રહી હતી. અલબત્ત, સામનો અપૂર્વ હતો. વજિ, લિચ્છવી વગેરે અષ્ટ કુલના યોદ્ધાઓ આજ પોતાની વીરતા પ્રગટ કરી રહ્યા હતા. એ જોઈને ભારતભરમાં વિખ્યાત મગધના સિંહપાદ સૈનિકો પણ એકવાર મોંમાં આંગળી નાખી ગયા હતા. આવી યુદ્ધછટા હમણાં હમણાં કોઈએ જોઈ નહોતી. મગધની સેના ઘાસની જેમ કપાઈ રહી હતી. યુદ્ધ લંબાયું; રાત પડી તોય ન થંભ્ય ! પણ રાતે ગજ બ કરી નાખ્યો. યુદ્ધ ચાલતું હતું ત્યાં, કોઈ ભયંકર પ્રાણી ધસી આવે તેમ, એક યંત્ર ધસી આવ્યું. એના મુખ પાસે શીંગડાંની જગ્યાએ સાંબેલાં હતાં. 344 D શત્રુ કે અજાતશત્રુ એ સાંબેલાં-મુશલ લોહનાં હતાં અને ભયંકર વેગથી ઘૂમતાં હતાં; અને એના પ્રહારમાં આવનાર હાથી પણ ઘાયલ થઈને ભૂમિ પર ઢળી પડતો. અંધારામાં આ યંત્ર-પ્રાણી આવ્યું ને વૈશાલીના વીરોનો કચ્ચરઘાણ કાઢીને ચાલ્યું ગયું ! એ અજાણ્યું જ આવ્યું હતું; ગુપ્તતા એ મગધના યુદ્ધનો મહામંત્ર હતો. મધરાત થઈ. મેદાન શાંત બન્યું. પણ ભલભલાના હાજાં ગગડી જાય એવું દૈશ્ય હતું. હજી ઘણો ઘાયલો ચિત્કાર કરતા હતા, ને એ ચિત્કારોથી ભલભલાનું હૈયું ફાટી જતું હતું. મરનારા પાણી પાણીના પોકારો કરતા હતા, પણ કોઈ પાણી પાનાર ત્યાં નહોતું ! અંધારામાં કંઈ કળાય તેમ નહોતું; ને મગધવાળા વૈશાલીના વીરોને પાણી પાઈ જિવાડવા તૈયાર નહોતા. સાપને ગમે ત્યારે હણી નાખવો છે, પછી એની આળપંપાળનો કંઈ અર્થ ? છતાં સંસાર કંઈ સાવ શૂન્યહૃદય નથી; એ તો મીણ અને પાષાણ બન્નેનો બનેલો છે. આ ભીષણ સંગ્રામભૂમિમાં, મડદોની લોકોની વચ્ચે પણ, પાણીની મોટી ઝારી લઈને બે સ્ત્રીઓ ફરતી હતી – જાણે ચુડેલો જ હોય ને ! અને તેય રૂપભરી ! | ‘જ્યાં પાણી પાણી 'નો ચિત્કાર થતો, ત્યાં બંને સ્ત્રીઓ દોડી જતી. પણ પાણી પીનારો રણભૂમિમાં આવી રૂપાળી સ્ત્રીઓને જોઈ થડકારો અનુભવતો : ‘નક્કી આ કોઈ ચુડેલો રુધિર પીવા આવી છે !' ને ઘાની વેદનાથી અને ભયની લાગણીથી એ ઘાયલ યોદ્ધો બેહોશ બની જતો. આ સમરાંગણમાં કોઈક ઓછા ઘવાયેલા લાંબા થઈને પડ્યા હતા; જીવન બચાવવું એ રીતે શક્ય હતું. તેઓ પાણી પાનારીને પ્રશ્ન કરતા ; ‘ કોણ છો ? ક્યાંનાં છો ?” ‘એ જાણવાની તમારે શી જરૂર છે ? તમને તો પાણી જ જોઈએ છે ને ?” પાણી ખરું, પણ મગધનું જોઈએ છે !' મરતા માણસને મગધ શું કે વૈશાલી શું ?' ‘મરી જઈશ તોય ફરી મગધમાં જન્મ ધારણ કરીશ અને ફરી વૈશાલી સામે લડીશ, અને ફરી મરીશ. આમ સો વાર કરવું પડશે તોય પાછો હટીશ નહીં; પણ વૈશાલીનો વિનાશ થશે ત્યારે જ મારા આત્માને શાંતિ વળશે.’ બંને સ્ત્રીઓ એકબીજા સામે જોઈ રહેતી ને કંઈ પણ બોલ્યા વગર પોતાના કામે લાગતી. પાછળથી પો કાર આવતો: ‘રાંડ ચુડેલો ! ધરૂ પાઈને બેહોશ બનાવવા આવી છે, જેથી પછી આપણા દેહની નિરાંતે મિજબાની ઉડાવી શકે !” બંને સ્ત્રીઓ ખરેખર મરીને અવગતિને પામેલી ચુડેલો જ હશે, નહિ તો આવી ગાળો શું કામ સાંભળે ? અરે , કેટલાંક માણસોએ એ સ્ત્રીઓને સગી નજરે શબ રથમુશલ યંત્ર 2 345 Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉઠાવતી પણ નીરખી હતી : જરૂર એ શબોને લઈ જઈને મિજબાની કરશે ! રાત એમ સમસમાનાર વીતી. સૂર્યોદય થયો ત્યારે મગધપતિ ખુદ રણમેદાન ખૂંદી રહ્યા, ને જે જીવતા હતા, તેઓને ઉઠાવી ઉઠાવીને છાવણી તરફ લઈ ગયા. રાતે અર્ધ ભાનવાળા લોકો સવારે વાતો કરવા લાગ્યા, ‘મધરાતે કોઈ દેવતાઈ જાનવર એકાએક આવી પડ્યું ને શીંગડાં વીંઝવા માંડ્યું !' એ તો દેવ હતા દેવ !' મગધપતિએ કહ્યું. ‘આપણી લડાઈમાં દેવ મદદે આવ્યા હતા ?' ‘કાં ન આવે ? દેવ-દાનવના યુદ્ધમાં અમે દેવપક્ષે લડવા જઈએ છીએ.” રાજાએ અતિ વિશ્વાસ સાથે કહ્યું, અરે ! રાતે બે ચુડેલોને ફરતી અમે જોયેલી !' ‘દેવ અને ચુડેલ તો શું, મગધના તો બીજા પણ ઘણા ઘણા મિત્રો છે, નિશ્ચિત રહેજો. આપણી કુરબાની નિરર્થક નહિ જાય. વિજય મગધના ભાલે જ લખાયેલો છે.' મહામંત્રી વર્ણકારે પાછળથી આવીને કહ્યું. વૈશાલીમાંથી પણ પરિવાર કો આવ્યા હતા, અને તેઓ પણ ઘાયલ સૈનિકોને ઉઠાવી રહ્યા હતા. પણ તેના મુખ પર કર્તવ્યભાન કરતાં કંટાળો વધુ હતો. એ કહેતા : ‘અરે, આ લોકોએ મહાન વૈશાલીની શિસ્તનો ભંગ કર્યો છે. મર્યા એ છૂટ્યાં, જીવતા સાજા થશે એટલે કચેરીમાં એમની તપાસ ચાલશે, અને શિસ્તભંગ માટે એ સજા પામશે.” ઘાયલ યોદ્ધાઓ કંઈ ન બોલતા. આ તરફ ઘાયલોની પરિચર્યાનું કામ ચાલતું હતું, ત્યારે બીજી તરફ વૈશાલીનું સંથાગાર હેકડેઠઠ ભરાઈ ગયું હતું. મગધ સાથેના યુદ્ધ પર ભારે મૌખિક કુસ્તી ચાલી રહી હતી. સંસ્કૃતિ, શિસ્ત, સમર્પણ, સમાધાન વગેરે મોટા મોટા શબ્દોના પોપટિયા પોકારો વારંવાર સંભળાતા હતા. કાન પડ્યું સંભળાય તેમ નહોતું. આખરે ગણનાયકે કાંસ્યઘંટા પર ઉપરાઉપરી પ્રહાર કર્યા. થોડી વારે બધે કંઈક શાંતિ પ્રસરી. ગણનાયક બોલવા માટે ઊભા થયા, ત્યાં એક જણાએ કહ્યું: ‘મગધની મૈત્રીમાં દેવો છે, ને ભરમાં ચુડેલો છે. દેવોએ આપણું સત્યાનાશ વાળ્યું, ચુડેલોએ વૈશાલીવાસીઓને શોધી શોધીને ઝેર પાયાં; અર્ધ મરેલાં એ રીતે પૂરાં થયાં !” ‘ભન્ત પ્રજાજનો ! જો વૈશાલીનો દરેક માણસ કર્તવ્યબુદ્ધિથી તૈયાર થાય તો 346 D શત્રુ કે અજાતશત્રુ દેવ અને ચુડેલોની મદદની આપણને જરૂર નથી. આપણું બળ આપણે પોતે જ છીએ. પણ આપણે આપણાપણું ભૂલ્યા છીએ. મોટાઈ, સ્વાર્થ, આળસ ને જીવતરનો મોહ આપણાં મન-ચિત્તને આવરી બેઠો છે. તમામ ગણરાજ્યો પર ભય વધી રહ્યો છે. હવે વિવાદો છોડી જાગ્રત થવાની વિશેષ જરૂર છે. આપણાં તન, મન અને ધન...' ગણનાયકને અડધેથી બોલતા રોકીને એક સંદર્ય ઊભા થઈને કહ્યું : ‘વૈશાલીના કેટલાક મહાન ધનપતિઓ ને રાજ કર્મચારીઓએ મહામંત્રી વર્ષકારની સલાહ, સૂચના અને મંજૂરીથી બીજે સ્થળે ધન સંગ્રહ્યું છે, એનું શું ? અમે નિર્ધનો તો અમારું, તન-મન અર્પણ કરવા તૈયાર છીએ, પણ આ ધનવાનોના ધનનું શું ?' ‘સમયે બધું થઈ રહેશે.’ ગણનાયકે કહ્યું. ‘સમય આ જ ઉત્તમ છે. કાલે યુદ્ધ જિતાયા પછી એ દેવ એના એ થઈ જશે !” સદસ્યો ખરેખર અકળાયેલા હતા. તેઓનાં મન તોફાન પર હતાં. * કેટલાક ધનવાનોએ યુદ્ધ ન લડવાની પ્રતિજ્ઞા લીધી છે. કેટલાકોએ એક દિવસનું એક બાણ ફેંકવાના શપથ લીધા છે. એનું શું ?’ ફરી સભામાંથી અવાજ આવ્યો. ‘સહુએ દેશ માટે સંગ્રામ સંચરવું પડશે. એમાં કોઈ બહાનું નહિ ચાલે.” ગણનાયકે કહ્યું. ‘એ સર્વથા નહિ બને. પ્રતિજ્ઞા કદી નહીં તૂટે.’ સામો એક અવાજ આવ્યો. ‘ના કહેનાર એ કોણ છે ?’ ગણનાયકનો પિત્તો ખસ્યો, વૈશાલીના ગણતંત્રને માથે અસ્તિનાસ્તિનો મહાભય ઝઝૂમી રહ્યો છે, છતાં તમે તમારો બાલિશ વાદવિવાદ છોડી શકતા નથી ? પ્રતિજ્ઞા શી ને વાત શી ? પ્રાણ અર્પણની ઘડી દરેક નાગરિક માટે આવીને ખડી છે.’ ‘વરુણ નાગને પ્રથમ યુદ્ધમાં મોકલો.” અવાજ આવ્યો. ‘ભંતે પ્રજાજનો ! મારો પહેલો અને છેલ્લો નિર્ણય સાંભળી લો. વાદવિવાદનો અખાડો બની રહેલ સંથાગારને હું વિસર્જન કરું છું. એક પણ પુખ્ત ઉમરનો સશક્ત માણસ યુદ્ધના મેદાન પર ગયા વગર રહી નહીં શકે. નકારનારને માટે કારાગારનાં દ્વાર ખુલ્લાં કરું છું. આપણા અને આપણા તંત્રના જીવન-મરણના પ્રસંગે તમે તમારા વિખવાદોની બહાર નીકળી શકતા નથી એ ખરેખર, બહુ શોચનીય છે.” ‘આ તો જુલમ કહેવાશે, ઇતિહાસમાં ભૂંડા લાગશો.' વળી એક અવાજ આવ્યો. ‘હું ભંડો કહેવાઈશ ને ? ભલે, પણ હવે હું કોઈનું સાંભળવાનો નથી. મને ભૂંડાથી ભૂંડો કહેજો, પણ આજે આમ કર્યા વિના છૂટકો નથી.’ ગણનાયકે દઢતાથી રથમુશલ યંત્ર | 347 Page #186 -------------------------------------------------------------------------- ________________ કહ્યું. પણ અહીં દઢતા એ ગુનો હતો, કારણ કે રાજકારણમાં કશું જ અપરિવર્તનીય નહોતું. વધુ છંદશલાકા જેના હાથમાં, એના હાથમાં બધું હતું ! આ તો અહિંસા-પ્રેમની સંસ્કૃતિનું ખૂન થાય છે.” | ‘ભલે થાય. નિર્બળોની અહિંસા કરતાં સબળોની હિંસા સારી છે.’ ગણનાયકે દઢતાથી કહ્યું. ‘શું તમે અહિંસાની પ્રતિજ્ઞા નથી લીધી ?” એક પ્રશ્ન આવ્યો. પ્રશ્ન કરનારા એમનો નજીકનો સગો હતો. | ‘લીધી છે. હું માનતો હતો કે હવે નિશ્ચિતતાથી રહી શકાશે, વૈશાલીની પ્રેમસત્તા સંસારમાંથી યુદ્ધ અળગાં કરશે.’ ગણનાયકે એટલી જ દઢતાથી કહ્યું. ‘તો શું તમે પ્રતિજ્ઞાભ્રષ્ટ થશો ? પ્રતિજ્ઞા તો પ્રાણથી પણ કીમતી લેખાય.’ ‘દરેક નિયમને અપવાદ હોય છે. હું સેનાને મોખરે રહીશ. રોજ એક બાણ ચલાવવાનો મારો નિયમ છે. હું રોજ એક મહાન પ્રતિસ્પર્ધીને પૂરો કરીશ.' ગણનાયકનો ચહેરો તપાવેલા તાંબા જેવો થઈ ગયો હતો. એ ચહેરા પર મીટ માંડી શકાતી નહોતી. | ‘અમે અપવાદમાં માનતા નથી.' વળી એક અવાજ આવ્યો, પણ આ અવાજે ગણનાયકને ક્રોધાન્વિત કરી મૂક્યા. ‘તમે માનો કે ન માનો, તમે ચાહો કે ન ચાહો, એ જોવાની ઘડી હવે રહી નથી. લડી શકે તેવો ઉંમરલાયક કોઈ પુરુષ ઘેર રહી નહિ શકે. સહુ માટે બે જ માર્ગ છે : કાં કારાગાર, કાં રણમેદાન.' અમે યુદ્ધને પસંદ નથી કરતા; અમે કારાગાર પસંદ કરીશું; જેલને મહેલ માનીશું.’ ‘ભલે, કારાગારના કેદીઓને યુદ્ધમાં મોખરે રાખવામાં આવશે. એવા દેશદ્રોહીઓને પ્રથમ ખતમ કર્યા પછી જ અમે ખતમ થઈશું.’ ગણનાયકે જોરશોરથી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું, ને સાથે કાંસાની ઘંટા પર પ્રહારો કરતાં કહ્યું, ‘હવે વિજય પામેલાં સંથાગાર નહિ મળે. યુદ્ધમાં વિજય એ વૈશાલીનો આજનો મૂળમંત્ર છે. એનાથી વિરુદ્ધ વર્તનારને કડક સજા થશે. વૈશાલીની કૂચને કોઈ દેવો કે કોઈ ચુડેલો થંભાવી નહિ શકે ! ગણતંત્રનો સિંહ ફરી જાગ્રત થાય છે ! કરો હુંકાર ! જય વૈશાલી !' ને પ્રથમથી તૈયાર કરી રાખેલી સૈનિકોની ટુકડીએ સંથાગારનો તરત કબજો લઈ તેને ખાલી કરાવી નાખ્યું. ચમકતાં શસ્ત્રો જોઈને વાણીશૂરા સિંહો ક્યાંક છુપાઈ ગયા ! ચોકમાં ને ચૌટામાં રણભેરીઓ વાગી રહી. મગધના સૈન્યને નવી કુમક મળે, એ પહેલાં લડાઈ લડી લેવાની હતી. 348 3 શત્રુ કે અજાતશત્રુ વૈશાલીના રાજ્યમાં તમામ સ્થળે એ નવી આજ્ઞા પહોંચી ગઈ હતી. કેટલાક તો બબે દિવસના ઉપવાસવાળા હતા. પણ આજે કોઈને છૂટ નહોતી; સહુએ રણમેદાનના સાજ સજવાના હતા. રસ્તાઓ પર ફરી સૈનિકોની ટુકડીઓ સતત કૂચ કરતી દેખાવા લાગી, શિથિલતાના દિવસો ચાલ્યા ગયા. આળસુ લોકોમાં પણ ઉમંગનો ફુવારો ફૂટી નીકળ્યો ! વૈશાલીનો મહાધનાઢેત્ર અને પરમ મહાવીરભક્ત વરુણ નાગ, જેનો ઉલ્લેખ સંથાગારમાં છડેચોક થયો હતો, એ આજે રણભૂમિમાં જવા માટે સજ્જ થઈને આવ્યો હતો. ચાર ઘંટાવાળો અશ્વરથ તેણે લીધો હતો. ને બે દિવસના ઉપવાસ વધારી ત્રણ દિવસના કર્યા હતા. એણે જાહેરમાં પ્રતિજ્ઞા લેતાં કહ્યું, ‘હું વરુણ નાગ પ્રતિજ્ઞા લઉં છું કે, આ યુદ્ધમાં પહેલો જે મારા પર ઘા કરશે, એને હું મારીશ.” વરુણ નાગનો ગાઢ મિત્ર વિરોચન નાગ પણ એની સાથે હતો. એણે પણ વરુણ જેવી જ પ્રતિજ્ઞા કરી. આખા નગરમાં આમ સંગ્રામે સંચરવાનો ઉત્સાહ વ્યાપી રહ્યો. ધીરે ધીરે યુદ્ધની પ્રક્રિયા તરફ રસ જાગવા લાગ્યો. પ્રભાતકાલે ગણનાયક આગેવાની લેવાના હતા, ને ગણરાજ્યોની મહાસેના સમરાંગણે સંચરવાની હતી. વૈશાલીમાં એ રાતે કોઈ ન સૂતું. સહુએ કાટ ખાયેલાં શસ્ત્રોને સમાર્યા અને ભુલાયેલી શસ્ત્રવિદ્યાને યાદ કરી. ઘેર ઘેર મહાશિલાકંટક યંત્રને પ્રાણ આપીને પણ નિરર્થક બનાવી નાખનાર મહાવીરોનાં ગીતો જોડાવા લાગ્યાં, ને પ્રેમીસમાજના આગેવાન મહામુનિ વેલાકુલની જાનફેસાનીનાં ગીત ગવાવા લાગ્યાં. પ્રજાને મોડે મોડે સમજાયું કે – સંસારમાં સ્વતંત્રતા માટે, દેશ માટે મરવું એ સર્વોત્તમ પુણ્યકાર્ય છે, અને પરતંત્ર દેશમાં પરતંત્ર પ્રજા તરીકે જીવવું એ મહાપાપ બરાબર છે. આપણા પૂર્વજોએ લોહી રેડીને જે દેશને સ્વતંત્ર કર્યો, એ દેશને પરતંત્ર થતો અટકાવવા આપણું લોહી રેડતાં પણ હવે આપણે પાછા પડીશું નહીં ! હિંસાનું સામર્થ્ય મિટાવવા, સંતાનના પંજા આગળ વધતા અટકાવવા તને, મન, ધનની નિખાલસભાવે કુરબાની એ પણ અહિંસાનો એક પ્રકાર જ છે. જેમ શ્વાસોશ્વાસ લેવામાં વાયુના જીવોની, ભોજન માટે રંધાતા અનાજની, ચેપ ફેલાવતાં જેતુઓને દૂર કરવાની હિંસા અનિવાર્ય છે એમ દેશની સ્વતંત્રતા માટે દુમનની સામે રણમેદાને સંચરવું એ પણ ગૃહસ્થની અનિવાર્ય ફરજ છે. પણ માત્ર મરી જવાથી કાર્ય સરતું નથી. મરે છે તો ઘણા મોતથી, કમોતથી, કકળાટથી, પણ દેશ, ધર્મ ને ભૂમિના કલ્યાણ ખાતર મરવું એ જ અમર મૃત્યુ છે. રથમુશલ યંત્ર D 349 Page #187 -------------------------------------------------------------------------- ________________ 47 લોકોને આ વખતે પોતાનાં પરાક્રમી નર-નારીઓ, દેવ-દેવીઓ ને પૂર્વજો યાદ આવ્યાં. એ સાચા કે ખોટા ગમે તેવા હતા તોપણ એમનાથી રોજ પ્રેરણા મળતી. માત્ર વર્તમાન જ નહિ, પણ ભૂતકાળ પણ માનવજીવનમાં અગત્યનો ભાગ ભજવે છે, એ આજ સમજાયું. હવે સહુને માનસ્તૂપ યાદ આવ્યો. પરાક્રમી દેવોની પ્રતિમાઓ યાદ આવી. રે, આપણે મિથ્યાભિમાની થયા, અને માનસ્તૂપને ખંડિત કર્યો. એ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા ફરી માનસ્તૂપને ઊભો કરો ! આદર્શની ગમે તેવી છબી પણ કોઈ વાર કમજોર થતા માણસને ધારી રાખે છે. લોકોને એ વખતે મુનિ વેલાકૂલ યાદ આવ્યા : ‘અરે, એમણે જ સ્તૂપ તોડવાની પ્રેરણા આપેલી.’ ‘એ નગરા મુનિને....' એક જણ બોલ્યો, ને એ મુનિ માટે વધુ ખરાબ બોલવા પ્રયત્ન કરી રહ્યો. પાછળથી ચાલ્યા આવતા ગણનાયકે કહ્યું, “મુનિ માટે હવે કડવું વેણ ન બોલશો. એણે વૈશાલી માટે પોતાનું સમર્પણ કર્યું છે. એ માન-સ્તૂપમાં બેસવાને લાયક ઠર્યા છે. સવારનો ભૂલેલો સાંજે ઘેર આવે, તો શાણા માણસે એનો ખેદ ન કરવો.’ ‘કરો હુંકાર ! જય વૈશાલી !' પાછળથી પોકાર આવ્યો. ટુકડીઓની ટુકડીઓ રણમેદાન તરફ સંચરી ચૂકી હતી. એમના પદની ઊડેલી રજ આભને ધૂંધળું બનાવીને સૂરજના તેજનેય ઝાંખું પાડતી હતી, સર્વનાશ વૈશાલીએ ભયંકર સામનો કર્યો અને મગધને ખૂબ ભયંકર રીતે વળતો જવાબ આપ્યો. પણ બુંદથી બગડેલી બાજી હજારો સૈનિકોનાં લોહીના હોજ ભરાયા છતાં ન સુધરી ! વૈશાલીનાં વીરોએ મહાશિલા કંટક યંત્રને તો નકામું કરી નાખ્યું હતું. અને શસ્ત્રની લડાઈમાં તો સિંહપદ સૈનિકોને પણ એક વાર પાછા પાડી દે, એવું જોશ બતાવ્યું હતું. ખેતરમાં દાડિયા અનાજના છોડને વાઢીને ખળું કરે, એમ વૈશાલીના વીરોએ મગધના સૈનિકોનું ખળું કરી નાખ્યું. બાજી કંઈક સુધરતી લાગી, ત્યાં તો ભયંકર અવાજ કરતું બીજું યંત્ર મેદાન તરફ ધસી આવ્યું. કેવું ભયંકર યંત્ર ! મહાશિલા કેટક યંત્ર કરતાં સાવ અનોખું. પેલું યંત્ર તો એક સ્થળે સ્થિર રહેતું, ને ત્યાંથી કાંટા-કાંકરાનો પ્રહાર કરતું. આ યંત્ર તો ગાંડા હાથીની જેમ દોડતું હતું, અને ખાડા-ટેકરા કંઈ જોતું નહોતું. ઊંચી-નીચી ભૂમિ એને માટે સમાન હતી. આ યંત્રની આગળ ચાર લોઢાનાં સાંબેલાં જડેલાં હતાં - હનુમાનજીની ગદાઓ જ જોઈ લો. એ ચારે લોહખુશલ જોરથી ચક્કર ચક્કર ફરતાં હતાં, અને જે નજીક આવ્યું અને એક પ્રહાર ભેગો જમીનદોસ્ત કરતાં હતાં. અરે, રથમુશલ યંત્ર આવ્યું !' એક પોકાર આવ્યો. હાથીની સેના ઊભી હતી - વજની દીવાલ રચીને ! એટલામાં રથમુશલ યંત્ર નજીક સર્યું. એણે એક ઝપાટો ચલાવ્યો. કોઈ હાથીને પગે વાગ્યું - એ લંગડો થઈને ભાગ્યો ! કોઈની સૂંઢ વાગ્યું - સુંઢ મોંમાં મૂકીને એ ભાગ્યો. એમને રોકવા માવતોના અંકુશ કંઈ ન કરી શક્યા. બલ્ક વેદનાના જોશમાં હાથીઓએ માવતોને ઉઠાવીને ફેંદ્ર ધધા. અને હાથીઓએ રણમાંથી પીઠ ફેરવી. પણ બચેલા બહાદુર માવતોએ એમને 350 D શત્રુ કે અજાતશત્રુ Page #188 -------------------------------------------------------------------------- ________________ મગધની બાજુની પાંખ પર હાંકી મૂક્યા. મગધની પાંખિયા સેના પર ધસતા, કચ્ચરઘાણ વાળતા એ નીકળી ગયા, મહામંત્રી વર્ષ કાર ત્યાં આગેવાની લઈને ખેડા હતા. એમને જીવ બચાવતાં ભારે મહેનત પડી, અને એ ઠીક ઠીક રીતે ઘવાયા. - હાથીની સેના પછી અશ્વારોહી સેના હતી. અલબત્ત, ઘણા દિવસથી મેદાને નીકળ્યા ન હોવાથી અશ્વો જરા ગભરાતા હતા. એ નવી પેઢીના હતા, અને અનેક લડાઈ લડનારાં એમનાં માતા-પિતા બિચારાં ખીલે બંધાઈને, એ કળાઈને, નવનવા રોગોના ભોગ થઈને ગુજરી ગયાં હતાં. અશ્વોની શરત એશ્વની યુદ્ધ શક્તિની વૃદ્ધિ માટે નહિ, પણ દ્રવ્યની વૃદ્ધિ માટે થતી. એટલે અશ્વોની તાકાત માત્ર દોડમાં સમાઈ ગઈ હતી. જેમ પહેલવાનો ફક્ત કુસ્તીમાં દંગલ ખેલી જાણે છે, પણ રણમેદાનમાં અકુશળ નીવડે છે, એવું એમનું બન્યું હતું ! અને આજે તો વજે વજ અથડાયાં હતાં. પશુતા જાણે પોતાનું પૌરુષ દેખાડવા મેદાને પડી હતી. રથમુશલ યંત્રે પહેલો પ્રહાર કર્યો, ને ઘોડાં બધાં ભૂસેટીને ભાગ્યાં. એને રોકવા માટે લગામો નિરર્થક નીવડી. ઘોડા સ્વચ્છેદે ચર્ચા અને અશ્વારોહી સેના જોતજોતામાં વેરવિખેર થઈ ગઈ. સાચા લડવૈયા ઘોડા પરથી કૂદી પડ્યો, ને તલવાર ખેંચીને શત્રુદળ તરફ ધસ્યા, પણ ત્યાં પણ ૨થમુશળ યંત્ર સામે જ આવીને ખડું હતું ! એનાં યમદંડ જેવાં લોહસાંબેલાં સુદર્શન ચક્રની જેમ ઘૂમતાં હતાં. જોતજોતામાં સત્યાનાશ વળી ગયું. વૈશાલીના મહારથીઓ છેલ્લી ઘડીએ પોતાની ભૂલ સમજી રહ્યા. પોતે ભલે નિઃશસ્ત્રપણામાં માનતા થયા, પણ સંસારમાં શસ્ત્ર છે, ત્યાં સુધી સાવધ રહેવું જરૂરી હતું, એ વાત એ ભૂલી ગયા હતા ! પશુતા કઈ પળે હુમલો કરી બેસે, એ કંઈ કહેવાય તેમ નહોતું. માણસની માણસાઈ જાળવવા માટે પણ આટલી સાવધાની જરૂરી હતી. રથમુશળ યંત્રે હાહાકાર વર્તાવી દીધો. ફરી યુદ્ધમેદાન મડદાંઓથી છવાઈ ગયું અને વૈશાલી તરફનો સામનો કમજોર બન્યો. આ વખતે મોટા દુંદુભિનાદ સાથે મગધપતિએ જાહેર કર્યું : ‘વૈશાલીવાસીઓ જો મગધની તાબેદારી સ્વીકારે અને ગણતંત્રની વ્યવસ્થાને ફેંકી દે, તો યુદ્ધ આ ઘડીએ જ બંધ કરવામાં આવશે અને કર્મચારીઓને સારા હોદા આપવામાં આવશે. ને આ દરખાસ્તનો અસ્વીકાર થશે, તો વૈશાલી ઉજડ થઈ જશે. યાદ રાખો કે હું અજાતશત્રુ છું. સંસાર આખો મારો મિત્ર બનવામાં સાર સમજે છે. તમે મને છંછેડીને તમારો શત્રુ ન બનાવો !' 352 D શત્રુ કે અજાતશત્રુ આ સૂચનનો સામેથી તરત અસ્વીકાર થયો. તેઓએ કહ્યું, ‘ગણતંત્ર એ તો અમારા શ્વાસોશ્વાસ છે. શ્વાસોશ્વાસ બંધ કરીને માણસ કઈ રીતે જીવી શકે ? મિત્રતા માટે અમે સદા તૈયાર છીએ. પણ પરાધીનતા માટે અમે લેશ પણ તૈયાર નથી. ઘણું જીવો ગણતંત્ર ! ઘણું જીવો વૈશાલી !' અને ફરી યુદ્ધ વેગમાં આવ્યું. રથમુશલ યંત્રે જબરો હલ્લો કર્યો. રણમેદાનમાં કોઈથી સામા મોંએ લડી શકાય તેમ ન રહ્યું. યુદ્ધ પ્રત્યેના વધુ પડતા વૈરાગ્યથી વૈશાલી આ યંત્રો તરફ આજ સુધી બેદરકાર રહ્યું હતું. શસ્ત્રોની નીપજ સંગ્રામ તરફનું આપણું વલણ પ્રગટ કરે, એ કાલ્પનિક ભયે એમણે આવાં યંત્રો વિશે વિચાર પણ કર્યો નહોતો. ને વિચાર કરનારને એમ કહીને તરછોડી કાઢચા હતા કે નગરસંસ્કૃતિનો વિકાસ થતો હોય ત્યારે ગ્રામ્ય સંસ્કૃતિની વાતો શા માટે ? ગ્રામમાંથી જ સંગ્રામ આવ્યો હતો. ગ્રામ એટલે જ થ્થા. માણસ એ વખતે જથ્થામાં રહેતો. એક જ થ્થાવાળાની સાથે વિરોધ થતાં જ થ્થાઓ-ગ્રામ ભેગાં થતાં ને સંગ્રામ ખેલતાં. વૈશાલીને એવી ગ્રામસંસ્કૃતિ ન ખપે ! નગરસંસ્કૃતિના ઉપાસકો ઠેઠ ગણતંત્ર સુધી પહોંચ્યા હતા. ને હવે યુદ્ધ જાણે ગઈ ગુજરી બનતું હતું. ત્યાં આવું અણચિંતવ્યું ભયંકર યુદ્ધ આવ્યું. ‘ગણનાયકને કેદ કરો. જે એને જીવતો કેદ કરશે એને મગધપતિ નિહાલ કરશે.’ સામેથી પોકાર આવ્યો. ‘રથમુશલ યંત્રને નિરર્થક કરો !' એક પોકાર આવ્યો. પહેલાં વૈશાલીના વીરોની ટુકડીઓ ઊપડી અને જઈને સીધેસીધી રથમુશલ યંત્ર પર ત્રાટકી, પણ વ્યર્થ ! બધા વીરોના કુચા ઊડી ગયા, વૈશાલીનું બીજું દળકટક આવ્યું. એણે પણ યંત્રને બંધ કરવા માટે પ્રબળ પ્રયાસ કર્યો, પણ નિરર્થક ! પણ વૈશાલીના વીરોની કૂચ એમ થંભી જાય એવી નહોતી. આ યંત્ર છેવટે યંત્ર હતું. એ જેમ ચાલવામાં અપૂર્વ હતું, એમ થોભી જવામાં પણ અપૂર્વ હતું. માત્ર એક જ ખીલી આઘીપાછી થઈ જાય તો યંત્ર સાવ નિરર્થક ! આખરે વૈશાલીનો સેનાપતિ કચરાજ મેદાને પડ્યો. એ પોતાના અશ્વ ઉપર ચડ્યો અને એણે એશ્વને મારી મૂક્યો. યંત્ર તો હજીય નિર્ભયતાથી ઘૂમી રહ્યું હતું. કચરાજનો અશ્વ નજીક ગયો કે કચ એની પીઠ પર આખો ને આખો ઊભો થઈ ગયો. ઊભા થઈને એણે છલાંગ દીધી. એ આકાશમાં ઊછળ્યો ને જઈ પડ્યો યંત્ર પર ! યંત્રનું વજનદાર ઢાંકણ એણે ખૂબ જોર કરીને ખોલી નાંખ્યું ને અંદરની કળ પર ઢાંકણનો જબરો પ્રહાર કર્યો. સર્વનાશ 353 Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રહારની સાથે ભયંકર ધડાકો થયો, અને અંદરથી અનેક કમાનો છટકી. એ કમાનોએ કચરાજના દેહના ટુકડે ટુકડા કરી આકાશમાં વેરી દીધા, પણ યંત્ર કામ કરતું અટકી ગયું ને વૈશાલીના મૂઠીભર વીરો રણહાક કરીને આગળ વધ્યા. ગણનાયક ચેટકરાજે મોખરો સંભાળ્યો. સામેથી ફરીને સંદેશો આવ્યો, ‘નિરર્થક આત્મહત્યા કે આપઘાત ન કરો. લડવાથી કંઈ નહિ વળે. શરણે થાઓ !' પણ એ સંદેશનો જવાબ વૈશાલીના વીરોએ આગળ વધીને આપ્યો. મૂઠીભર વીરોએ અદ્ભુત સંગ્રામ ખેલ્યો, પણ પરિણામ નિષ્ફળતામાં આવ્યું. | ‘ગણનાયકને પકડો. એને મગધની બજારમાં વિદૂષકનાં કપડાં પહેરાવીને ફેરવીશું. ગણતંત્ર પણ એક વિદૂષકની હાસ્ય કલ્પના જ છે ને !' અજાતશત્રુએ આજ્ઞા કરી. પણ એ આજ્ઞા વૈશાલીના વીરોને હવે પાછા પાડી શકે તેમ નહોતી. ગણનાયકે પોતાનું ચાપ સંભાળ્યું ને આગળ વધ્યા. એક તીર અને એક ભોગ ! ભોગ તે કેવો ? ઉત્તમ રાજભોગ ! ચેટ કરાજના પહેલે તીરે મગધના રાજ કુમાર કાલને લઈ લીધો. બીજા તીરે બીજા રાજ કુમાર મહાકાલને ભરખી લીધો, ગણનાયકે ચાર તીર છોડ્યો ને એ ચાર અમોઘ તીરથી મગધના ચાર રાજ કુમારને ઉપાડી લીધા. પણ એમનું આખું બખ્તર સામેથી થતી તીરવથી વીંધાઈને તૂટું તૂટું થઈ રહ્યું હતું. ત્યાં અજાતશત્રુએ ફરીથી કહેણ મોકલ્યું : ‘હથિયાર હેઠાં મૂકો ! વૈશાલીના વિજયની આશા હવે આથમી ગઈ છે. નહિ માનો તો વૈશાલીને જમીનદોસ્ત કરી એના ઉપર ગર્દભોથી હળ હંકાવીને ખેતી કરીશ.' પણ ગણનાયકે પાંચમું તીર ચલાવી મગધના પાંચમા રાજ કુમારને ઉપાડી લઈને અજાતશત્રુના હુંકારનો જવાબ આપ્યો. પણ આ સમય દરમિયાન વૈશાલીની સેના લગભગ ખતમ થઈ ચૂકી હતી. છઠ્ઠ તીર ને છઠ્ઠો રાજ કુમાર ! સાતમું ને આઠમું તીર છૂટયું ને બીજા બે રાજ કુમારો ખતમ ! મગધના હજાર સૈનિકો રણમાં રોળાઈ જાય તો ય આવી ખોટ લાગે તેમ નહોતું. આ આઠ રાજકુમારો તો મગધની શોભા ને મગધનું અભિમાન હતા. આખરે મગધપતિએ આખી મગધ સેના છૂટી મૂકી દીધી. એણે આજ્ઞા આપી : ‘લૂંટો, બાળો, કાપો, ગણનાયકને કેદ કરો ! અથવા એના રાઈ રાઈ જેવા કકડા કરો !” મહાસાગરનાં મોજાં સમી મગધની સેના બધે પ્રસરી ગઈ. વૈશાલીનું જે કોઈ 354 3 શત્રુ કે અજાતશત્રુ મળ્યું તેનો એણે સંહાર કર્યો. થોડી વારમાં વૈશાલી તરફથી સામનો કરનાર કોઈ ન રહ્યા. ગણનાયક તો ન જાણે ક્યાંય ગુમ થઈ ગયા હતા ! મગધના સૈનિકો વૈશાલી તરફ ધસી ગયા. ભયંકર ઝનૂન એમને ઘેરી વળ્યું હતું. વિવેકનો દીપ હૃદયમાંથી સાવ બુઝાઈ ગયો હતો, ને વેરની આગ ભભૂકી ઊઠી હતી. એમણે ખાઈઓ તોડી નાખી, દરવાજા ભાંગી નાખ્યા, રાજમહેલને આગ ચાંપી દીધી : એમાં છુપાયેલા વૈશાલીના સૈનિકો કાં તો બહાર નીકળી આવે કાં બળીને ભસ્મીભૂત થઈ જાય ! વૈશાલીની બજારો લૂંટાઈ. એનાં મદિરાગૃહો ખાલી થયાં, ને મદિરા પી ઉન્મત્ત થયેલી વિજયી મગધસેનાએ સર્વનાશ કરવામાં કંઈ બાકી ન રાખી. આખરે અગ્નિદેવે સુંદર વૈશાલીનો કબજો લીધો. નિઃશસ્ત્ર પ્રજા શરણે થઈને નગરની બહાર નીકળી ગઈ. રાજમહેલ, હર્મો, હવેલીઓ, દેવપ્રાસાદો ભડકે બળવા લાગ્યા. થોડાએક વૃદ્ધોએ શેરીઓમાં યુદ્ધ આપ્યું, પણ એ તો હવે કવેળાનું હતું, ઘણું મોડું હતું. કેટલીએક બહાદુર સ્ત્રીઓએ પણ સામનો કર્યો, પણ એ કંઈ સફળ થવા સરજાયેલો નહોતો. ફક્ત કંઈક કરી છૂટ્યાનો આનંદ આપીને એ સમાપ્ત થયો.. એક તરફ અગ્નિદેવે એક પછી એક મકાનો કબજે લેવા માંડ્યાં, બીજી તરફ મગધની સેનાએ શત્રુમાત્રનો ઉચ્છેદ કરવા માંડ્યો. રોજ સંધ્યા ટાણે દેવાલયોની ઝાલર રણઝણી ઊઠતી. દીવા ને આરતીની જ્યોત પ્રગટી રહેતી. આજે ન એ દીવા પ્રગટ્યા નું એ જ્યોત પ્રગટી કે નું એ ઝાલર રણઝણી, ફક્ત સ્મશાનમાં જલતી ચિતામાં માણસનાં અંગેઅંગ તૂટે ત્યારે જેવા કડાકા-ભડાકા થાય તેવા કડાકા-ભડાકા મકાનોમાંથી સંભળાતા હતા. રાત પડી અને ચુડેલો રમવા નીકળી હોય એમ રણસંગ્રામમાં ભટકનારી પેલી બે સ્ત્રીઓ ફરી દેખાઈ. પણ આ વખતે એમને રોકનાર-ટોકનાર ત્યાં કોઈ નહોતું. બેસુમાર મડદાંઓથી મેદાન ભરાઈ ગયું હતું અને એ મડદાંઓમાં માણસ અને પશુ સેળભેળ થઈ ગયાં હતાં ! કોઈ કોઈને શોધી શકે તેમ નહોતું. ઘણી વિધવાઓ પોતાના પતિના મૃતદેહને શોધવા ફરતી, પણ દૃશ્ય એવું ભયંકર હતું કે એ બિચારી હતાશ થઈને પાછી ફરી જતી ! પથ્થરને પણ પિગળાવે તેવું દૃશ્ય હતું. છતાં મગધપતિ અજાતશત્રુ અત્યારે ખુશમિજાજમાં હતા. પણ એમની એક ઇચ્છા બાકી હતી, અને તે ગણનાયક ચેટકને સર્વનાશ 1 355 Page #190 -------------------------------------------------------------------------- ________________ ખોજવાની. એ કાયર આઠ આઠ રાજકુમારોની હત્યા કરીને આખરે નાસી છૂટ્યો ! અરે, પણ નાસી નાસીને છેવટે જશે ક્યાં ? અજાતશત્રુના હાથ બ્રહ્માંડને વીંટી વળી શકે એવા છે. પણ ગણનાયકનો ક્યાંય પત્તો નહોતો મળતો, અને જેમ જેમ પત્તો નહોતો મળતો એમ એમ મગધપતિનો ક્રોધ બમણો થતો જતો હતો. સામે આઠ રાજ કુમારની એક્યાસી રાણીઓ પોતપોતાના પતિના હત્યારાને જીવતો યા મૂએલો જોવા માગતી હતી, અને ત્યાં સુધી અંતિમ સંસ્કારની ના પાડતી હતી. મગધપતિની તમામ શોધ નિરર્થક થઈ. આખરે વિધવાઓએ શોધ આદરી. એ શોધમાં પણ સફળતા પ્રાપ્ત ન થઈ. ભયંકર બોકાસો બોલી ગયો. મગધરાજે ખાવું-પીવું મૂકી દીધું ને ભમવા માંડ્યું. પણ એ ભ્રમણનો કંઈ અર્થ નહોતો. મરનાર કુમારોની પત્નીઓ ક્રોધે ભરાઈને કહેતી હતી, ‘રે અજાતશત્રુ, તું ખરેખર અમારો શત્રુ નીવડ્યો ! અમને વિધવા બનાવી, હવે તું તારી રાણીઓ સાથે રંગમહેલમાં સુખેથી રંગરાગ માણીશ, કાં ?” મગધપતિ જેવો મગધપતિ આનો જરા સરખો પણ જવાબ ન વાળી શકતો. અને હવે તો પ્રજામાંથી પણ ભયંકર પોકારો આવતા હતા : ‘રે રાજા ! શા કાજે આ યુદ્ધ ને આ આગ ? આનાથી તેં શું હાંસલ કર્યું ? એક મૂઠીભર માનવીઓના સ્વર્ગ કાજે તેં પૃથ્વી પર રૌરવ નરક માં ઉતાર્યું ? ઓ સ્મશાન નગરીના સ્વામી ! જા, અમારા પુત્ર, પતિ ને ભાઈનાં મડદાંનો મહારાજા થા !૨, તારા જેવા પાપિયાનું મોં પણ પ્રાતઃકાલે કોણ જોશે ? એક માણસની હત્યા કરનાર-કરાવનાર ખૂની-હત્યારો લેખાય છે; તેં કેટલી હત્યાઓ કરી ? તને શેનું બિરુદ આપવું ?” અને જાણે આ બોલ અસહ્ય થઈ પડ્યા હોય એમ અજાતશત્રુ સ્મશાનભૂમિ સમી બનેલી સંગ્રામભૂમિ તરફ દોડી ગયો. ત્યાં પેલી બે સ્ત્રીઓ મડદાંઓની દુર્ગધ વચ્ચે, કાળી રાતે ઘૂમતી હતી. તેઓના હાથમાં શીતળ જળના કુંભ હતા અને તેઓના મુખમાં શાંતિનો મંત્ર હતો. અજાતશત્રુએ શાંતિથી એ મંત્ર સાંભળ્યો. અને તરત યાદ આવ્યું કે એક મંત્ર તો ભગવાન બુદ્ધની પરિષદામાં સાંભળ્યો હતો : બહુજનસુખાય, બહુજનહિતાય - - ઝાઝા માણસોને સુખ મળે એ રીતે જીવો ! ઝાઝા માણસોનું હિત થાય એ રીતે જીવો ! અરે, આ વાક્યોમાં તો નરવા ગણતંત્રની હિમાયત છે, ને હું આ શું કરી બેઠો ? પોતાને પહાડ જેવો અડોલ ને વજ જેવો વીર માનનાર અજાતશત્રુ ક્ષણભર વિમાસણમાં પડી ગયો. પછી એ બીજો મંત્ર યાદ કરી રહ્યો : 356 | શત્રુ કે અજાતશત્રુ સર્વે જીવો સુખને ઇચ્છે છે – જેમ તું ઇચ્છે છે તેમ ! સર્વે જીવો જીવનને ઇચ્છે છે – જેમ તું ઇચ્છે છે તેમ ! અન્ય જીવોનું પ્રિય એ તારું પ્રિય બનો ! અરે, આ મંત્ર તો ભગવાન મહાવીરની પરિષદામાં સાંભળ્યો હતો. આવા મંત્રોથી કેવળ લાગણીના વેવલાવેડા વધે છે, એમ કહીને આજ સુધી મેં એનો તિરસ્કાર કર્યો હતો. પણ આજે એ મંત્ર પોતાના વિજયી છતાં વિષાદપૂર્ણ હૈયાને આશ્વાસન આપતો લાગ્યો. તપ્ત હૈયા પર કોઈ શીતળ વાદળી જલવર્ષા કરતી લાગી. એ થોડી વાર ત્યાં ઊભો રહ્યો, પછી ધીરેથી આગળ સર્યો, ને પેલી બે સ્ત્રીઓની નજીક જઈ ઊભો. સ્ત્રીઓનો વેશ વિચિત્ર હતો : કોઈ વાર એ સ્વર્ગની પરી જેવી લાગતી, તો કોઈ વાર સ્મશાનની ડાકણ જેવી લાગતી. બન્નેની પીઠ જોતાં નક્કી ચુડેલ જણાતી. એમની પીઠ પર પાટા, મલમ અને પાણીની બતકો હતી. કોણ છો તમે ?' રાજાએ પૂછવું. ‘અમને પૂછનાર તું કોણ છે ?” ‘હું...' રાજા થંભ્ય ને પછી બોલ્યો, ‘હું અજાતશત્રુ ! મગધપતિ !' ‘તું અજાતશત્રુ ? ના, ના, તું જગતશત્રુ ! તું મગધપતિ ? ના, ના, તું મૃત્યુપતિ યમ ! અમે તને અમારું નામ નહિ આપીએ.” ‘આપવું પડશે.’ મગધરાજે દમ ભિડાવ્યો. ‘નહિ તો...?” ‘નહિ તો... સ્ત્રી છો, એટલે શું કરું ? છતાં નાક કાપી લઈશ.” ‘આટલાં નાક, કાન ને મસ્તક કાપ્યા પછી પણ જો તારા આત્માને શાંતિ ન વળી હોય તો લે કાપી લે !' એક સ્ત્રીએ આગળ વધીને પોતાનું મોં આગળ ધર્યું. રાજા એ મોં જોઈ પાછો હટી ગયો; આશ્ચર્યમાં ધ્રૂજી રહ્યો. સર્વનાશ ! 357 Page #191 -------------------------------------------------------------------------- ________________ 48 અજાતશત્રુ કે જગતશત્રુ અજાતશત્રુ એ અજબ સ્ત્રીને જોઈ ધ્રૂજી રહ્યો. એને નાક જ હતું નહિ, પછી કાપે શું ? ‘કાપી લે રાજા, નાક ! બાકી તારું નાક તો કપાઈ ગયું !' કોણ તું ? દેવી ફાલ્ગની ?' ખોટું છે એ નામ. હવે જ્ઞાતપુત્ર વર્ધમાનની ઉપાસિકા કહે. રે અજાતશત્રુ, તેં જગતશત્રુનું કામ કર્યું.’ એક સ્ત્રી જે ફાલ્ગની તરીકે ઓળખાઈ તે બોલી. હું તારી સાથે વાદ કરવા માગતો નથી. આ બીજી દેવી કોણ છે ?' અજાતશત્રુને અત્યારે પોતાનામાં પણ રસ નહોતો રહ્યો. ‘એ ભગવાન તથાગતનાં ઉપાસિકા છે.' ફાલ્ગનીએ કહ્યું. મને એનું નામ કહો.' ‘નામમાં કંઈ મહત્ત્વ નથી. નામ એ પણ કીર્તિનો જ અંશ છે અને કીર્તિના કોટકાંગરા તરફ અમને ભયંકર તિરસ્કાર છે. કીર્તિ અને મોટાઈ માટે દુનિયા કેવાં કેવાં ભયંકર પાપ આચરે છે ! ભૂખ્યો ખાવા માગે, નાગો પહેરવા માગે, એ મેળવવું એ એનો હક્ક, હક્ક ન સ્વીકારાય તો એ તો ઝુંબેશ જગાવે; એ પણ એનો અધિકાર, પણ હે રાજા, તારા ખજાને કઈ ખોટ હતી ?’ ફાલ્ગની બોલી. ‘ફાલ્ગની ! એ ચર્ચા આજે વ્યર્થ છે. મેં શું ગુમાવ્યું તે હું જ જાણું છું. પણ કૃપા કરીને મને આ મહાદેવીનું નામ કહે.” અજાતશત્રુના સ્વરમાં કાકલૂદી હતી. ‘રાજા ! એ મહાદેવીનો એક દિવસ એવો હતો કે ભારતના ભૂપતિઓ એની ચરણરજ ચૂમવા સર્વસ્વ અર્પણ કરતા. તારા પિતા મગધરાજ તો એની પાછળ ઘેલા હતો.” કોણ, દેવી આમ્રપાલી ?” રાજાએ કલ્પનાથી કહ્યું, હા.” બીજી સ્ત્રી, કે જે આમ્રપાલી હતી, તેણે ડોકું ધુણાવી નામનો સ્વીકાર કર્યો. ‘મહાદેવી આમ્રપાલી !' રાજા અજાતશત્રુએ કહ્યું, ‘ગણતંત્રોએ સ્ત્રીની જે સ્થિતિ કરી હતી, એ ઘોર અપમાનજનક હતી. આજે એવી દુષ્ટ સત્તાને મિટાવ્યાનો મને આનંદ છે.” રાજકારણી પુરુષ ગમે તેવી ઘોર નિરાશામાં ને હતાશામાં પણ આશ્વાસન લેવાનો તરીકો જાણતો હોય છે. | ‘અને તમે પણ મગધપ્રિયાનો બીજો કયો વિશેષ ઉપયોગ કર્યો ?' ફાલ્ગની વચ્ચે બોલી, ‘રાજ કારણે કઈ વસ્તુનો દુરુપયોગ નથી કર્યો ? બ્રાહ્મણની વિદ્યા, સ્ત્રીની ચાતુરી અને મુનિનો વૈરાગ્ય એ બધાનો એણે મેલો ઉપયોગ કર્યો ! પૃથ્વીનો પ્રત્યેક રાજા સારા સંસ્કારોનો અને શક્તિઓનો ખરેખરો રક્ષક હોવો ઘટે, એના બદલે એણે સંસ્કાર અને શક્તિઓના ભક્ષકનું કામ કર્યું છે !! ફાલ્ગનીના શબ્દો સત્ય હકીકતથી ભરેલા હતા. થોડી વાર થોભી એણે આગળ વધતાં કહ્યું : “આજે રાજાઓનો ઘાટ વાંદરાને નીસરણી આપવા જેવો છે. એમને સદા સુંદર પ્રદેશો, મોટો ખજાનો અને રૂપખજાના જેવી સ્ત્રીઓનાં સ્વપ્ન આવ્યા કરે છે. દિગ્વિજયનો દારૂ એમને સદા ઘેનમાં ડોલાવ્યા કરે છે. સીમાડા વધારવા એ તો જાણે એમને વ્યસન થઈ ગયું છે. ‘શાંતિ માટે મથે એ સુરાજ્ય ' એ સિદ્ધાંત તો માત્ર શબ્દોમાં જ રહ્યો છે. તારા કાલ, મહાકાલ જેવા ભાઈઓની હત્યા કરીને, બાપનું મોત નિપજાવીને, હલ્લ-વિહલ્લ જેવાને ત્રસ્ત કરીને અને જેને પેટ તું પાક્યો એ માતાને હડધૂત ને વિધવા બનાવીને બદલામાં તેં શું મેળવ્યું, એનો વિચાર કરી રાજન્ ! કે પછી તારી બુદ્ધિ-શક્તિ આ વિચારણા માટે જડ થઈ ગઈ છે ?' ફાલ્ગનીના શબ્દોમાં ભયંકર સત્ય હતું. અજાતશત્રુએ એનો કંઈ પ્રત્યુત્તર ન વાળ્યો. એને પોતાના ભાઈઓની એ વિધવાઓનાં રુદન સંભળાતાં હતાં. એમનાં રુદન હૈયાં કોરી નાખે તેવાં હતાં. એ રુદનમાં શાપ ભર્યા હતા, નિશ્વાસ ભર્યા હતા, ભડકાઓ હતા. એ વિધવાઓ જાણે આકાશ ગજવીને કહેતી હતી : ‘રે ! અમને થાંભલે બાંધીને શા માટે મારી ? અમારા શીલે. અમારી યુવાનીએ, અમારી મહેચ્છાઓએ તમારું કશું બગાડ્યું નહોતું. અમારી લીલુડી વાડીમાં તમે આગ શા માટે ચાંપી ? શું અમારા હાયકારાઓ તમારાં વજ હૈયાંને નહિ વિદારે ?” અજાતશત્રુ નીચે મોંએ જાણે સાંભળી રહ્યો. એને ત્યાંથી હાલવાનું કે ચાલવાનું મેનું ન થયું. બંને સ્ત્રીઓ રાજાને ત્યાં વિચાર કરતો મૂકી આગળ વધી. તેઓએ કહ્યું : ‘વૈશાલીના અને મગધના ધુરંધર પુરુષોને શોધવાનું અમારું કામ ઘણું બાકી છે. અજાતશત્રુ કે જગતશત્રુ D 359. Page #192 -------------------------------------------------------------------------- ________________ અમને અમારા રસ્તે જવા દો ! ઓહ, જખમીઓના જખમની પીડા અમારાથી જોવાતી નથી ! મરી ગયા એ ખરેખરા સ્વર્ગે ગયા; જીવતા રહ્યા એ નરકની પીડા વેઠી રહ્યા છે !' રાજા પણ મૂઢપણે એમની પાછળ પાછળ ઘસડાયો. એને પેલી રૂપસુંદરીઓનાં રુદન વ્યથિત કરી રહ્યાં હતાં. એ મનમાં ને મનમાં એ બધાને હણનાર વૈશાલીના ગણનાયક ચેટક પર ખીજે બળી રહ્યો હતો. એ ક્રોધમાં બૂમ પાડી ઊઠ્યો : ‘નિશ્ચિત રહેજો , સન્નારીઓ ! વૈશાલીના એ ગણનાયકને મારે હાથે પડવા દો, એનાં નાકકાન કાપી અવળે ગધેડે બેસાડીશ, એની વૈશાલીને પાડીને પાધર કરીશ ને ગધેડો જોડાવીને એ ધરતી ઉપર આદુ વાવીશ." પેલી બે સ્ત્રીઓએ આ શબ્દો કોઈ ચેપી રોગ જેવા હોય તેમ કાને ન ધરતાં આગળ પ્રયાણ કર્યું. એ સમયે મડદાના ગંજમાંથી અટ્ટહાસ્ય સંભળાયું. અરે, મડદાં હસ્યાં !! મહાપરાક્રમી રાજા પળવાર છળી ગયો, અદૃશ્ય અને અગમ્યનો પ્રભાવ હંમેશાં માનવીના માનસ પર અજબ પડે છે ! શું મડદાં હસ્યાં ?” ફરી પોકાર આવ્યો. ‘હા રાજા ! મડદાં તારી મુર્ખતા પર હસ્યાં !” મારી મૂર્ખતા ?” રાજાએ પ્રશ્ન કર્યો. તેણે અવાજ ક્યાંથી આવે છે, એ જોવા મડદાના ગંજ ઉપર એક નજર ફેરવી. | ‘નહિ તો કોની મૂર્ખતા, રાજા ? ગણનાયકને તું સજા કરવા ચાહે છે, ખરું એ પણ એક દહાડો એમના ખૂનનો હિસાબ નહીં માગે ? યાદ રાખજે, એક દહાડો તારી પાસે આ બધાં મડદાં પોતાના ખૂનનો હિસાબ માગશે. યુદ્ધ એ તો તારી પોતાની જ સ્વચ્છેદ સત્તાનું ને કાળી રાત જેવી કીર્તિલાલસાનું સંતાન છે.' ‘રે, હવે બહુ ચબાવલો ન થા !” અજાતશત્રુએ કહ્યું. ‘નહિ તો શું કરીશ ?” મડદાએ કહ્યું ને એ ખડખડાટ હસ્યું. ‘હું શું કરીશ ? રે, તું મગધસમ્રાટ અજાતશત્રુને ઓળખતો નથી ?” ‘હવે મારી અને તારી ઓળખાણ તો સ્મશાનમાં જ થઈ શકશે ! પણ મને ગણનાયક પ્રત્યેના તારા વેર લેવાના નિર્ણય માટે હજીય હસવું આવે છે.” મડદું ફરી બોલ્યું, ફરી હસ્ય. બે-ચાર મડદાંએ એમાં સૂર પુરાવ્યો. અજાતશત્રુએ કમર પર લટકતી તલવાર મ્યાન બહાર કરી, એને હવામાં વીંઝીને કહ્યું, ‘જે હોય તે હાજર થાઓ !' ‘મડદાં કદી માનવી પાસે જતાં નથી. માનવી મડદાં પાસે આવે છે જવાબ આવ્યો. ફાલ્ગની અને આમ્રપાલી આ સવાલ-જવાબ સાંભળી રહી હતી. તે બંને નજીક સરી. આ અવાજ ક્યાંથી આવે છે, તે જાણવા એમણે પ્રયત્ન કર્યો, પણ મરેલા સૈનિકોના દેહ એટલા આડાઅવળા પડેલા હતા કે તરત તે જાણી શકાયું નહિ. ‘ભાઈઓ ! અમે બંને જનસેવિકાઓ છીએ. અમારે મન જન કીમતી છે, જનપદ કીમતી નથી. જનપદ તો એક વ્યવસ્થા છે. વ્યવસ્થા વેરનું કારણ ન બને. તમે ક્યાં છો; તે અમને કહો, જેથી અમે તમને શોધી કાઢીએ.’ ફાલ્ગનીએ મિષ્ટ સ્વરે કહ્યું. જે સ્વરો સિંહાસનોને અને સુખીઓના વિલાસ માટે વપરાતા, એ આજે જનસામાન્ય માટે વપરાતાં એમાં ચરિતાર્થતા લાગી. | રે દેવીઓ ! તમારી સેવાને અમે જાણીએ છીએ. જ્યારે કહેવાતા મોટા લોકોએ નિર્દોષ માણસોની સદોષ કતલ કરી છે, ત્યારે તમે એ માણસોને બચાવ્યા છે. અમે આ મડદાંના ઢગની નીચે પડેલા છીએ. ઇચ્છા હોય તો અમારા ઉપરથી મડદાંનો ઢગ ઓછો કરજો, પણ અમને અડશો મા !' મડદાંના ઢગમાંથી કરાહતો અવાજ આવ્યો. ફાલ્ગની અને આમ્રપાલી એકદમ ત્યાં ધસી ગઈ; અને મડદાંના ઢગમાંથી એકેએકે ઉપાડીને શબ દૂર મૂકવા માંડ્યાં. રાત શીતલ હતી, હવા ઠંડી હતી, પણ આ સ્ત્રીઓની કોમળ દેહ પ્રસ્વેદથી ભીંજાઈ ગઈ હતી. ‘હા, બતાવો, ક્યાં છે એ મહાઅપરાધી ?” રાજાએ કહ્યું. અપરાધી તો અજાતશત્રુની જાત જેવી બીજા કોઈની જાત નથી. ઓ દીવાના રાજા ! રાજા ચેટક તો ક્યારનોય તારી સીમા બહાર પહોંચી ગયો.” અરે ! મારી સીમા એટલે શું ? અજાતશત્રુ હવે તો મગધ, વૈશાલી, કાશી, કોશલ સર્વનો રાજા છે. એ બિચારો મારી સીમા બહાર શું જતો હતો ?” રાજાએ ગર્વથી કહ્યું. | ‘મૂર્ખ રાજા ! મેં તને ખરેખરા અર્થમાં મૂર્ખ કહ્યો ! એ સીમા કે જે સીમાને તું કદી જીવતા જીવે સ્પર્શી ન શકે ત્યાં એ પહોંચી ગયો !” મડદું ફરી બોલ્યું. | ‘એ દુષ્ટ ગણનાયક મરી ગયો હશે તો મરીને પણ હું એને પકડવા માગું છું. મારા બાંધવો મારી પાસે એમના ખૂનનો હિસાબ માગે છે.” રાજાએ કહ્યું. ‘આ બધાં મડદાંને પણ ભાઈ-બાપ, પત્ની-પુત્ર હતાં, એ ભૂલી ગયો, રાજા ? 360 | શત્રુ કે અજાતશત્રુ અજાતશત્રુ કે જગતશત્રુ D 361 Page #193 -------------------------------------------------------------------------- ________________ રાજા અજાતશત્રુ તેઓને મદદ કરવા દોડ્યો; એ મહાબલી પુરુષ હતો. એણે બબ્બે શબોને એક સાથે ઉપાડીને આઘાં મુકવા માંડ્યાં. થોડી વારમાં આ મડદાંના હંગ નીચેથી કપાયેલા હાથ-પગવાળો એક સૈનિક નીકળી આવ્યો. ખૂબ લોહી વહી જવા છતાં એ ઉત્સાહમાં હતો. મોત સામે ઊભું હતું, છતાં એ નિર્ભય હતો. ‘તું કોણ છે ?” ‘હું સૈનિક છું.’ ક્યાંનો છે ?” ‘એ ન પૂછીશ, રાજા ! અમે માણસ છીએ.' ‘તમે એટલે ?' આ ઢગલાઓમાં સૂતેલા બીજા મારા બંધુઓ, જેને અમે શત્રુ સમજીને સંહાર્યા છે. પણે સંહાર પછી અમે સન્મિત્ર બની શક્યા છીએ. અમે એકબીજાના કોઈ અપરાધી નહોતા. દોષ હતો તો કોઈ અન્ય ભૂમિ પર જન્મવાનો અને એ ભૂમિના માલિકોના કહેવામાં આવી જઈને એક-બીજાને શત્રુ સમજવાનો ! અરે, કુદરતે તમને જે જમીન જન્મવા, જીવવા ને ખાવા આપી એમાં તમે જીવો. અમને જે જમીન જન્મવા અને જીવવા મળી એમાં અમે જીવીએ, શાંતિ સહુનો ધર્મ, સૌખ્ય સહુનો પંથ ! પણ દિગ્વિજયી કેટલાક લોકોએ દુનિયાને ઊંધે રસ્તે ચડાવી, બે મહાત્માઓને એવી રીતે મેં અહીં મરતા જોયા, ને મોડા મોડા અમારી આંખો ઊઘડી ગઈ.” “અમને એ કથા કહો. અમે આ બીજા ઢગ ઉખેળતાં જ ઈશું ને તમારી વાત સાંભળતાં જઈશું.’ આમ્રપાલીએ કહ્યું. અમારા જીવનનું અંતિમ કર્તવ્ય પણ હવે વાત કરવાનું જ છે. એક તો વરુણ નાગ, ભારે શ્રમણોપાસક. એમણે આખા વિશ્વને કુટુંબ માનેલું; કોઈની સાથે કોઈ કારણથી પણ વેર ન રાખવાની પ્રતિજ્ઞા લીધેલી. એ વૈશાલીમાં જન્મેલા, પણ વિશ્વમૈત્રીમાં માનનારા. એક દહાડો વૈશાલીમાંથી આજ્ઞા નીકળી : યુદ્ધ સંચરો ! વરુણ નાગ ધર્માત્મા હતા, છતાં એ રાજ આજ્ઞામાં માનતા. રાજ સંસ્થા ધર્મવિચારથી સ્થપાયેલી છે; એ હોય તો નિર્બળને સબળથી રક્ષણ મળે . તેઓએ કહ્યું, ‘રાજ આજ્ઞા માનીશ, પણ મારો કોઈ શત્રુ નથી, જે મને મારશે એને હું મારીશ. મેં સ્કૂલ અહિંસાવ્રત લીધેલું છે. ફક્ત એક બાણની છૂટ છે !” શાબાશ વરુણ નાગ ! ધર્મ-આજ્ઞા અને રાજ -આજ્ઞા અને રાજ -આજ્ઞા વચ્ચેના તારા વિવેકને ધન્યવાદ ઘટે છે. ફાલ્ગની બોલી. મડદાના ઢગમાં રહેલા ઘાયલ પુરુષે વાત આગળ ચલાવી : “વરુણ નાગ યુદ્ધના મેદાનમાં આવ્યા. એક જણે તેમની સામે આવ્યો, પણ તેઓએ તીર ન 362 | શત્રુ કે અજાતશત્રુ ચલાવ્યું, બલકે કહ્યું, ‘પહેલાં તમે ચલાવો.’ સામે મગધનો ભૂખ્યા વાઘ જેવો સિંહપાદ સેનિક હતો. એણે બાણ ચલાવ્યું. વરુણ ઘાયલ થયો. એણે સામે તીર છોડ્યું. સિંહપાદ સૈનિકને બખ્તર સાથે વીંધીને એ ચાલ્યું ગયું ! પછી એણે તીર કમાન નીચે નાખી દીધાં.' ઘાયલ સૈનિક વાત કરતાં થોભ્યો. ‘તીર-કમાન છોડી દેવાં એ તો અસંતવ્ય રાજ્યદ્રોહ ગણાય.' અજાતશત્રુએ કહ્યું. કેટલાક લોકો રાજ્ય કરતાં ધર્મને વધુ મહત્ત્વ આપે છે. એ વિશ્વમૈત્રીના જીવે હતા. કોને શત્રુ સમજે ને કોને મારે ? એમની વીરતાનો એમણે સ્વાર્થી યુદ્ધોને માટે ઉપયોગ ન કરવાનો નિયમ લીધો હતો.' | ‘હાં, પછી શું થયું ?” દેવી ફાલ્ગનીએ પૂછ્યું, એને આમાં રસ પડ્યો હતો. એ મૂળ શ્રમણોપાસિકા હતી, ને વરુણ નાગ પણ શ્રમણોપાસક હતો. - “વરુણ નાગ આ પછી એકાંત સ્થાનમાં ગયો. એણે ઘોડાઓને રથથી છૂટા કરી નાખ્યા. ડાભ સાથે હતો. એની પથારી કરી, અને પૂર્વદિશામાં પદ્માસને બેસી બોલ્યો : ‘પહેલાં મેં ભગવાન મહાવીર પાસે જીવનપર્યત સ્થલ હિંસા વગેરે પાંચ મહાપાપોના ત્યાગનો નિયમ લીધો હતો. હવે તો સર્વ પ્રકારનાં સ્થૂલ કે સૂક્ષ્મ પાપોનો ત્યાગ કરું છું. હવે સંસારમાં મારો કોઈ શત્રુ નથી; હું કોઈનો શત્રુ નથી. મારી મૈત્રી સમસ્ત વિશ્વ સાથે છે. જે કંઈ અનુચિત મારાથી થયું હોય તેની હું ક્ષમા માગું છું. આશા છે કે સહુ મને ક્ષમા આપશે.’ ‘આ પછી વરુણ નાગ બાણ ખેંચી કાઢવું, બખ્તર છોડી નાખ્યું, ને ઊંચી ભાવના ભાવતો એ મૃત્યુ પામ્યો. એનો એક મિત્ર પણ એ રીતે મૃત્યુને ભેટ્યો.” ‘શાબાશ વરુણ ! સાચો ધર્મ તું પામ્યો. ફાલ્ગનીથી પ્રશંસા થઈ ગઈ. “અરે ! તમને મરવા સુતેલાને એટલીય ખબર નથી પડતી કે હું શું જાણવા માગું છું ?' રાજાએ આ નિરર્થક વાતોથી કંટાળતાં કહ્યું, ‘વરુણ નાગ વૈશાલીને બદલે મગધમાં હોત તો એને ભયંકર સજા થાત. વારુ ! વૈશાલીના ગણનાયક વિશે કંઈ જાણવા ચાહું છું : એ મરી ગયા, નાસી ગયા કે ઘાયલ થઈ આટલામાં જ પડ્યા છે ?' ઓહ ! વાતની ઉત્તેજનામાં મારી ઠંડી પડેલી નસો ફરી ગરમ થઈ છે, ને લોહી ફરી વેગપૂર્વક વહેતું થયું છે. મૃત્યુની અંતિમ ઘડી થોડી દૂર ઠેલાણી છે. મને ભગવાન તથાગતનું સ્મરણ કરવા દો.” આટલું કહીને પેલો જખમી જોદ્ધો મૌન થઈ ગયો. પણ પાસે રહેલા ઢંગમાંથી વળી એક અવાજ આવ્યો : ‘ગણનાયક ચેટકની * ભગવતીસૂત્ર. અજાતશત્રુ કે જગતશત્રુ D 363 Page #194 -------------------------------------------------------------------------- ________________ અંતિમ ઘડીની પુણ્ય કથા હું તમને કહીશ. મારે વિદાય લેવાને હજી વાર છે.” ‘જલદી માહિતી આપ ! કદાચ હું તને બચાવી લઈશ.' રાજાએ પોતાનો કૃપાપ્રસાદ પ્રગટ કરતાં કહ્યું. | ‘બચાવનાર તું કોણ ? આવી આપઘાતી દુનિયામાં જીવવાથી અમે કંટાળ્યા છીએ. સિંહોનું સ્વરાજ ગયું. હવે વરુ અને ઘેટાનાં રાજ મંડાશે. ગણતંત્રનો કોઈ જીવ એમાં શ્વાસ પણ ન લઈ શકેમરતા માણસે ધર્મકથા કરવી, એવો નિયમ છે. માટે આ ધર્મકથા જેવી ઘટના તને કહીશ. કેવી એ પુણ્ય કથા ! અમે તને જરૂર બહાર કાઢીશું.’ આમ્રપાલીએ કહ્યું. મને સ્પર્શ કરશો મા ! મને જિવાડવા પ્રયત્ન કરશો મા. અલબત્ત, અમારી વાતો જગતને કહેજો. કદાચ જગત યુદ્ધની લોહીભરી તરસથી શાંત થાય તો ! અમે તો ઇચ્છીએ છીએ કે જગતની પ્રજા એક દહાડો એક થાય, સરખે ભાગે જમીન વહેંચી સમાન ભાવે જીવે ને આ યુદ્ધખોર રાજાઓને દેશનિકાલો આપે !' ‘રે ! મરતા માણસને મેર કહેવાથી શું ? ભાઈ ! તું તારી વાત કહે, મારે ગણનાયક ક્યાં છે એ જાણવાની જરૂર છે.' અજાતશત્રુએ મિશ્ર ભાવે કહ્યું. ‘સાંભળો ત્યારે એ કથા : વૈશાલીના ગણનાયકનો નિયમ હતો કે યુદ્ધને નોતરવું નહિ; આવી પડે તો આદરભાવથી નિભાવવું. તેઓએ જોયું કે ગમે તેટલા સંહાર પછી પણ વૈશાલીનો વિજય અશક્ય છે. એ પછી એમણે ફક્ત દશ તીરની છૂટ રાખી હતી. એ તીરથી એમણે મગધના કાલ, મહાકાલ જેવા પરાક્રમી રાજકુમારોને ઉપાડી લીધા. આટલી હિંસા પછી એમણે જોયું કે વૈશાલીનો ઉગાર નથી, અને પોતે જ્યાં સુધી રણમેદાન પર હશે ત્યાં સુધી થોડા ઘણા સૈનિકો લડાઈ નહિ છોડે, ને બળતી વૈશાલીને બચાવવાની વાત પર કોઈનું લક્ષ કેન્દ્રિત નહિ થાય. એટલે એમણે રથમાંથી તીર-કમાન નીચે નાખી દીધાં અને બોલ્યા : ‘હજી વધુ સૈન્યનો નાશ કરી શકું, પણ એથી વૈશાલીના ઉગારની આશા નિરર્થક છે. હવે તો જેટલું બચતું હોય તેટલું બચાવી લેવું જોઈએ. હું ભગવાન મહાવીરનો ઉપાસક. અહિંસા મારો જીવનમંત્ર. અહિંસાની પ્રતિષ્ઠા એ મારું જીવનકાર્ય. એ કાર્યમાં – કર્તવ્યયજ્ઞમાં હું નિષ્ફળ ગયો ! આશા હતી કે ગણતંત્ર જગતને યુદ્ધખોરીમાંથી ઉગારી લેશે, પણ એય ગફલતથી ન બન્યું. ધર્મનીતિ સામે કૂટનીતિ ફાવી ગઈ. જનકલ્યાણના યજ્ઞમાં હું હિંસાની આહુતિ ન આપી શક્યો તો હવે મારે મારી આહુતિ આપી દેવી જોઈએ, ઘણા કાયરોએ અહિંસાનો અંચળો ઓઢી હિંસાની જ્યોત જલતી રાખી; હું વીરની અહિંસા આચરવા માગું છું. આત્મભોગ !' આત્મભોગ નહિ, આપઘાત કહો. આવા લોકો સત્તાના સિંહાસન પર બેસીને 364 1 શત્રુ કે અજાતશત્રુ સાધુનો અંચળો ઓઢીને ફરતા હોય છે...રાજા અજાતશત્રુએ કહ્યું. ‘રાજા ! તારે જે કહેવું હોય તે પછી કહેજે . આ પછી મહાન ગણનાયકે ભાવના ભાવી : મગધ કે વૈશાલી, મારું કોઈ શત્રુ નથી. વિશ્વમૈત્રી મારું ધ્યેય છે. જગતમાં મૈત્રીભાવ પ્રસરે એ મારું લક્ષ છે.' ને ગણનાયક પાતાલ-કૂવાના કાંઠે જઈને ઊભા રહ્યા. કૂવો તો મડદાંથી ભરાઈ ગયો હતો. અને મડદાં જળની સપાટી પર તરતાં હતાં ! ‘ગણનાયકે વિચાર કર્યો, પોતે એ કૂવામાં જ ઝંપલાવે, અને આત્મસમર્પણ કરે, પણ પાણી ન સંઘરે તો ? પછી એમણે ચારે તરફ જોયું. લોઢાનાં બખ્તરોનો ભંગાર ત્યાં પડ્યો હતો, એ ભંગારને એમણે ગળે બાંધી લીધો ને ફરી પ્રભુનામનું સ્મરણ ક્યું, ફરી અવેરભાવના યાદ કરી, અને પ્રજાતંત્ર માટે વિશ્વમાં શાંતિ સ્થાપવાની ઇચ્છાને પુનઃ પુનઃ ભાવી ! | ‘પ્રયત્નમાં પુરુષાર્થી પાછો પડે, પણ હાર ન સ્વીકારે ! ભગવાન મહાવીરના સિદ્ધાંતો ઠેર ઠેર પ્રચાર પામે, તો જગ કલ્યાણ જરૂર થાય ! ગણનાયકે ફરી પ્રેમમંત્રને યાદ કર્યો ને કૂવામાં ઝંપલાવ્યું. ગળામાં બખ્તરોના ભંગારનો ભાર તો હતો જ , તરત એ કુવાને તળિયે જઈને બેઠા. | ‘કૂવાનાં પાણી થોડાં બડબડિયાં બોલાવી અને થોડાંક વર્તુલો જન્માવીને શાંત થઈ ગયાં. ફરી તરતાં મડદાંએ પાણી પર સ્થાન લઈ લીધું.’ ‘છેવટે કૂવામાં પડીને એ કાયરે આત્મહત્યા જ કરી, ખરું ને ? જીવવાનો મુશ્કેલ માર્ગ એ ન અપનાવી શક્યો !' અજાતશત્રુએ તિરસ્કારભર્યા સ્વરે પૂછ્યું. પણ એના કથનનો કશો જવાબ ન મળ્યો. વાત કરનાર મડદાં ભેગો મડદું થઈ ગયો હતો ! અજાતશત્રુ કે જગતશત્રુ D 365 Page #195 -------------------------------------------------------------------------- ________________ 49 સ્વાર્થ માટે ન રહે । મડદાં બધાં શાંત થઈ ગયાં. રાત્રિ પણ વિરામ પામી રહી. અજાતશત્રુએ આખી રાત ગણનાયકનું શબ શોધવા માથાકૂટ કરી, પણ પ્રયત્ન નિષ્ફળ થયો. કૂવા બધા પાણીથી ભરેલા હતા, અને એની સપાટી પર મડદાં તરતાં હતાં ! અજાતશત્રુને પ્રયત્નમાં નિષ્ફળતા મળતાં એનો ક્રોધ દ્વિગુણ થયો. એ ધસમસતો વૈશાલી તરફ વળ્યો. સોનાની વૈશાલી અત્યારે ભડકે બળતી હતી. એનો ગગનચુંબી સંસ્થાગાર, એનાં હર્યો, પ્રસાદો, ઉદ્યાનો જાણે હતાં જ નહિ, એવાં થઈ રહ્યાં હતાં. જે વીથિકાઓમાં મદભરી માલણો ફૂલ વેચતી, જે મંદિરોમાં રૂપભરી નૃત્યાંગનાઓ નૃત્ય કરતી, જ્યાં મોટા મોટા ઝવેરીઓ નીલમ-માણેકનાં મૂલ કરતા ને જે સંઘારામોમાં ભિખ્ખુઓ ઊતરતા ને ઉપદેશપ્રસાદ છૂટે હાથે વહેંચતા, ત્યાં માત્ર ભડભડતો અગ્નિ અને કાળા કોલસાના ઢગો જ શેષ રહ્યા હતા. સૈનિકને શીલ શું, સ્નેહ શું ને ઔદાર્ય શું ? અને એ બધું હોય તોપણ સ્વદેશ બંધુઓ તરફ; શત્રુ તરફ તો સુંવાળી લાગણી સંભવે જ કેમ ? શત્રુને તો જેટલો સતાવ્યો, એટલો સારો. સોનાં-રૂપાં અને જર-ઝવેરાતની છડેચોક લૂંટ થતી હતી. સુંદર સ્ત્રીઓ કાં તો નાસી છૂટી હતી, કાં તો મોં કાળું કરીને ઘૂમતી હતી, કાં તો અત્યાચારોનો ભોગ બની મૂર્છિત બની હતી ! ‘ઓહ ! હલ્લ ને વિહલ્લ જેવા મારા ગુનેગારોને આશરો આપનાર આ વૈશાલી ! મારી સામે બાકરી બાંધનાર આ મહામૂર્ખ લોકો ! કાયરતાને અહિંસા માની બેસનાર આ બેવકૂફ પ્રજાજનો !બાળો, તોડો, વિનાશ કરો વૈશાલીનો ! – મગધસમ્રાટનો સંદેશ બધે પ્રસરી ગયો. શાંત અગ્નિને જેમ સંકોરીને ફૂંકીને ભડકો કરવામાં આવે, એમ આઘી-પાછી સંભારીને અજાતશત્રુ ક્રોધને દ્વિગુણ કરી રહ્યો. સૈનિકોમાં વિશેષ જોર આવ્યું ને તેઓએ પોતાની કામગીરી ક્રૂરતાપૂર્વક શરૂ કરી. રાજમાર્ગ તૂટી ગયા હતા. ત્યાં મરેલાં માણસો ને જાનવરોનાં શબ રઝળતાં હતાં. ઝરૂખાઓ શૂન્ય થઈ ગયા હતા; ને મગધના સૈનિકો ત્યાં ચઢીને નગરનું નિરીક્ષણ કરી રહ્યા હતા. કોઈ વાર કોઈ ગલીમાં છુપાયેલ માણસ બહાર દોડી આવતો તો મગધના સૈનિકો એને તીરથી વીંધી નાખતા. મોટા પ્રાસાદો ભડકે બળતા હતા, અને લૂંટનું કામ કરનારા એમાં ઝંપલાવીને જે હાથ પડ્યું તે ઉપાડી જતા હતા. પણ તે તેમના હાથમાં કે તેમના અધિકારમાં રહે, તે પણ શક્ય નહોતું. આગળ જતાં વળી કોઈ બલવાન વ્યક્તિ મળતી, તે તેને મારીને લૂંટનો માલ લઈને આગળ વધતી. યુદ્ધ તો માત્ર દશ દિવસ જ ચાલ્યું હતું, પણ એની તૈયારીઓ વર્ષોની હતી. આ માટે દિવસોથી ઘણા લોકોએ ઊંઘ હરામ કરી હતી. ગણતંત્રો ને મહાજનપદો માનતાં હતાં કે મહાવીર અને બુદ્ધે સ્થાપેલી અહિંસા-પ્રેમની હવામાં યુદ્ધ અસંભાવ્ય છે; બધું થાય પણ યુદ્ધ તો ન જ થાય. પણ એ માન્યતા ખોટી ઠરી; અશક્ય શક્ય થયું અને ભયંકર યુદ્ધ ઝગી ઊઠ્યું ! એક ગણતરી મુજબ દશ દિવસમાં ૯૬ લાખ માણસોનો સોથ વળી ગયો ! દુર્ભાગ્ય તો એવું હતું કે ઘાયલ, લૂલા, લંગડા, અંધ ને અપંગ માણસો ચારે તરફ ઊભરાઈ ઊઠ્યાં હતાં. વૈદ્યો ને પરિચારકોની મોટી તૂટ દેખાતી હતી. ઘાયલના થા ગંધાઈ જવાથી ને યોગ્ય શુશ્રુષા ન મળવાથી લોકો મનને મનાવવા સુગંધી અત્તરો વાપરતા હતા, નાકમાં અત્તરના ગાભા ભરતા હતા; પણ એમ છતાંય દુર્ગંધ રોકી રોકાતી નહોતી. સુગંધ જ્યારે દુર્ગંધનું રૂપ લેતી ત્યારે દુર્ગંધ કરતાં હજારગણી એ ભયંકર બની જતી. વૈશાલીની શેરીઓમાં ફરનારને સદા શ્રવણસુખ મળ્યા કરતું. ક્યાંક ગીત, ક્યાંક સંગીત અને ક્યાંક નૃત્યના રણકાર સંભળાતા. આજે એ માર્ગ પરથી પસાર થનારને માત્ર રુદન, ચિત્કાર ને હાયકારા જ સંભળાતા. કોઈ વૃદ્ધ માતાનો પુત્ર સંગ્રામમાં હણાયો હતો, કોઈ વિધવા માતાનો એકનો એક લાલ મોતના બિછાને છેલ્લા શ્વાસ ખેંચતો સૂતો હતો. વૈશાલીમાં રૂપવતીઓની દર વર્ષે ગણના થતી. લોકો એ રૂપવતીઓનાં નામ ને ચિત્ર સ્નેહથી સંઘરતા. એ રૂપવતીઓની શોધમાં મગધના કેટલાય શોખીનો ઘૂમતા હતા. પણ રૂપવતીઓએ આવતા ભયને ઓળખી લીધો હતો. તેઓએ પોતાની રૂપભરી કાયાને મગધના અસુરો જેવા સૈનિકોને હાથે ચુંથાવા દેવાને બદલે વિષ પી લીધાં સ્વાર્થ માટે ન રડો !D 367 Page #196 -------------------------------------------------------------------------- ________________ હતાં. એકાદ બે ગણિકાઓ જીવનનો મોહ છોડી ન શકી, તો કમોતે મરી હતી. વૈશાલીના સામાન્ય માણસની સંસ્કારિતા મગધના શ્રેષ્ઠ માણસની સંસ્કારિતાની તોલે ઊતરતી. ભોજનાલયોમાં ભોજન તૈયાર હતાં, પણ જમનારા નહોતા અને જ્યારે જમનારાઓએ એનો કબજો લીધો, ત્યારે એ ભોજન વિષમિશ્રિત માલૂમ પડ્યાં હતાં. મગધના જેટલા સૈનિકોએ એ ચાખ્યું, એટલા ત્યાં ને ત્યાં ઢળી પડ્યા, ને યમસદન પહોંચ્યા. આ માટે ગુનેગારની શોધ ચાલી, પણ ગુનેગાર મળે ક્યાંથી ? ભોજનાલયના તમામ સેવકવર્ગની કતલ કરવામાં આવી હતી. કેટલાક યોદ્ધાઓએ સંન્યાસ સ્વીકારી લીધો. રાજનિયમ એવો હતો કે સંન્યાસી કે સાધુને કોઈ રાજસત્તા સ્પર્શ ન કરી શકતી, પણ આ સાધુઓની લંગાર એટલી મોટી થઈ ગઈ, કે સાચા-જૂઠાનો વિવેક કરવો શક્ય ન રહ્યો. એટલે સૈનિકો ભયંકર મુખમુદ્રાવાળા સંન્યાસીઓને કેદ કરી લેવા લાગ્યા ને એમને વિવિધ રીતે સતાવવા લાગ્યા. પવિત્ર પુષ્કરણીઓ, જ્યાં ગણતંત્રના રાજાઓ સ્નાન કરીને રાજ કાજ કરવા સંથાગારમાં પધારતા, એમાં પણ સ્ત્રીઓનાં મડદાં તરતાં હતાં. મગધના વિશાલ સૈન્યને પાણી પૂરું પાડવા એ સાફ કરવામાં આવી, તો માલુમ પડ્યું કે એમાં પણ વિષ ભેળવવામાં આવ્યું છે. એ વિષ પણ કેવું ? મહાગરલ ! પીતાંની સાથે પ્રાણ હરી લે એવું ! મગધના થોડાક સૈનિકો સંયમ ન જાળવી શકવાથી મોતનો ભોગ બન્યા, પણ તરત જ રણભેરી દ્વારા જાહેરાત કરવામાં આવી કે મગધના યોદ્ધાઓએ વૈશાલીની પુષ્કરણીઓનું પાણી ન પીવું. ખાવામાં ભય ! પીવામાં જોખમ ! અને હવે તો રહેવામાં પણ જોખમ ઊભું થઈ ગયું હતું. વૈશાલીના ખંડેર પ્રાસાદોમાં મગધના સૈનિકો વિરામ કરતા હતા. તેમનો થાક પણ ગજબ હતો. આવું યુદ્ધ કોઈ સમયમાં લડાયું નહોતું ! થાકેલા સૈનિકોની જરા આંખ મળતી કે નીચેથી આગના ભડકા ઊઠતા. પ્રાસાદો ખુદ સ્મશાન બન્યા હતા. પ્રાસાદમાં અનિચ્છાએ મરેલાં માનવીઓનો છેલ્લો અગ્નિસંસ્કાર કરવા છુપાયેલાં સ્નેહીજનો આખા પ્રાસાદને આગ ચાંપી દેતા. મડદાં ભસ્મ ! પ્રાસાદ પણ ભસ્મ ! પોતે પણ ભસ્મ ! 368 1 શત્રુ કે અજાતશત્રુ શત્રુ પણ ભસ્મ ! શત્રુને અસહાય મરતો જોઈ, કેટલાક દુ:ખથેલા લોકો અટ્ટહાસ્ય કરી ઊઠતા. સૈનિકો અને શિક્ષા કરવા આગળ વધતા, તો ઉપરથી બળતાં પીઢિયાં પડતાં : ત્યાં ને ત્યાં જ સ્વાહા ! યુદ્ધમાં જેટલા હણાયા, એટલા જ અહીં વૈશાલીમાં હણાયા. વેરનો અને અકાળ મૃત્યુનો એક ભયંકર તંતુ બધે વીંટળાઈ વળ્યો. ફરી જાણે પૃથ્વી પર પશુરાજ સ્થપાઈ ગયું. કદાચ પશુઓ વચ્ચે પણ આટલું નિરર્થક વેર નહિ હોય. સૂર્યોદય થયો અને વૈશાલીનાં ખંડેરો પર કિરણો પ્રસરી રહ્યાં. પણ એ તેજ પ્રકાશથી દેશ્ય વિશેષ ભયંકર બની ગયું. આકાશમાં સમડી અને ગીધોનો સમુદાય ચાંચોમાં નરમાંસ ને નર-અસ્થિ લઈને ઘૂમી રહ્યો. ધીરે ધીરે એ સંખ્યા એટલી વધી ગઈ કે સૂરજ ઢંકાઈ ગયો ! નવ લિચ્છવી, નવ મલ્લ ને નવ કાશી-કોશલનાં રાજ્યોની સેના સર્વથા નષ્ટ થઈ ગઈ હતી. સામે પણ મગધના મહાયોદ્ધાઓની મોટી સંખ્યા રણમેદાન પર રહી ગઈ હતી. ફક્ત વિજયની પ્રાપ્તિએ જ એ ઘા સહ્ય બન્યો હતો. તો પણ કાલમહાકાલની પત્નીઓ ભયંકર આવેશમાં હતી, ને અજાતશત્રુને ધાર્યા કાર્યમાં નિષ્ફળ નીવડેલો જોઈ ઝનૂન પર આવી હતી. એ છૂટે કેશે વૈશાલીમાં આવી પહોંચી હતી, ને શેરીએ શેરીએ પોતાના પતિના ઘાતકને શોધી રહી હતી. એ કહેતી હતી કે ‘જૂઠા છે રાજ કારણી પુરુષો ! એ જીવતાને મરેલા બતાવે છે, મરેલાને જીવતો કરે છે ! તમે સહુ જવાબ આપો – અમારાં સૌભાગ્ય શા માટે લૂંટાયાં ?' ઉન્મત્તના જેવો પ્રલાપ અને ભયંકર આક્રંદ કરતું સ્ત્રીવૃંદ ગલીએ ગલીએ ફરવા લાગ્યું ! એ જાણે પૂછતું હતું : “ખેતી કરનારને ખેતી કરવી છે, રાજ જોઈતું નથી. નોકરી કરનારને પેટ ભરવા નોકરી જોઈએ છે, રાજ જોઈતું નથી. જીવનારને જીવવા વ્યવસ્થા ખપે છે, અને વ્યવસ્થા માટે રાજા ખપે છે; તો પછી આ યુદ્ધ શા માટે ? આ વૈધવ્ય શા માટે ? સંસારમાંથી રાજ મિટાવી દો, જે યુદ્ધ લાવે છે !' ‘સંસારમાંથી રાજા હટાવી દો, જે યુદ્ધ લાવે છે.' પણ આ તો કેવળ અરણ્યરુદન હતું. એ સાંભળનાર કોઈ ત્યાં નહોતું. પ્રજા નામનું પંખી પણ હવે ત્યાં પાંખ ફફડાવી શકે તેમ નહોતું. છતાં અજાતશત્રુ આ રુદન સાંભળીને આઘો સરી જતો હતો. એનાથી એ સહન થતું નહોતું. અલબત્ત, છ— લાખ માણસોની હત્યા એ કંઈ સામાન્ય વાત નહોતી, પણ છેવટે વિજય હાંસલ કરવાથી અને એ મૃત્યુ મંગલ રૂપ લાગ્યાં હતાં. અને છતાં એના મન ઉપર સ્વાર્થ માટે ન રડો ! 39. Page #197 -------------------------------------------------------------------------- ________________ ‘તું અહીં શું કરે છે ?” ‘જખમી લોકોની સારવાર કરું છું.” “અરે, અમારા પતિ અમને ન મેળવી આપે ?” ‘એ તો ક્યારના સ્વર્ગમાં પહોંચી ગયા !! એના હત્યારાનો પત્તો ન આપે ?” ‘પત્તો મેળવીને શું કરશો ?” અમે એને અહીં ને અહીં અમારા આ કંકણભર્યા કર પ્રહારથી પૂરો કરીશું.’ એથી તમારા મરેલા પતિ તમને મળશે ખરા ?' પોતાના દેશબંધુઓની હત્યાની અસર ખૂબ થઈ હતી. મરનારની વિધવાઓનાં કલ્પાંત એનાથી સહી શકાતાં નહોતાં. જે જે માર્ગ પરથી આ વિધવા રાણીઓ નીકળતી, એ એ માર્ગો શૂન્ય થઈ જતા, અને રાજા અજાતશત્રુનો અશ્વ પણ બીજી દિશામાં વળી જતો. આ રાણીઓ ખુલ્લંખુલ્લા પોકાર કરતી : ‘અમને અમારા પતિ આપો, અથવા એનો હત્યારો સોંપો ! કદાચ ગુનો અમારા પતિનો હતો; અમને શા માટે વિધવા બનાવી ?” પણ આ પ્રશ્નનો જવાબ કોણ આપે ? એક તો નગર ભડકે બળે, એમાં શાંત અંગારા જેવી આ રાણીઓ નીકળી. એ વિશ, એ દશ, એ પોકારો, એ વેષભૂષા ભલભલાને કમકમાટી ઉપજાવે તેવાં હતાં. એ વેળા એક અવાજ આવ્યો : ‘લાખો સ્ત્રીઓના પતિ ગયા, એનો શોક કોઈને નથી, ને પોતાના પતિનો શોક કરવા આ કોણ નીકળી છે ?” આ અવાજ એક હવેલીમાંથી આવ્યો હતો. એનો આગળનો ભાગ બળી ગયો હતો, પણ અંદરનો ભાગ સલામત હતો. આ શબ્દો સાંભળી રાણીઓ ત્યાં ઊભી રહી ગઈ, પળવાર ક્રોધ કરી રહી, પછી દાંતિયા કાઢી રહી. નજરે જોનારને મસાણમાં વસતી ચુડેલોનો ભાસ થાય એવું એ કાળજા કોરનારું દૃશ્ય હતું. કોણ છે એ બોલનાર ? અબઘડી અમારી સામે હાજર થાય.” રાણીઓએ સાદ દીધો. અંદરથી તરત એક વ્યક્તિ બહાર આવી. એને જોતાં જ રાણીઓના ટોળાએ કહ્યું : ‘રે નાકકટ્ટી ! શું તું જ અમને ઉપદેશ આપતી હતી ?* ‘હા, હું તમને ઉપદેશ આપતી હતી. પેટ માટે કે પતિ માટે છાતી ફૂટતી ભિખારણો તમે જ છો ને ?’ આવનાર સ્ત્રીએ પણ એવી જ કઠોર ભાષામાં કહ્યું. આ તું શું બોલે છે ? અમને રાજાની રાણીઓને તું ભિખારણ કહે છે ?” - “જે સ્વાર્થ માટે રડે તે સહુ ભિખારી !' પેલી સ્ત્રીએ કહ્યું. એના મોં પર એક પટ્ટી હતી, એ કોઈ દરદીની સારવારમાંથી ઊઠીને આવી હોય તેમ લાગતું હતું. એણે આગળ વધીને કહ્યું : ‘તમે મને ઓળખો છો ?' ફાટ્યા ડોળે બધી રાણીઓ એ સ્ત્રી સામે જોઈ રહી. પેલી સ્ત્રીએ મોં પરની પટ્ટી કાઢી નાખી. એકાએક બધી રાણીઓ ચિત્કાર કરી રહી : ‘અરે, મગધપ્રિયા છે. આ તો ! તારું નવું નામ ફાલ્ગની, ખરું ને ?' ‘હા.' ‘તો નિરર્થક એવા પ્રયાસથી શું વળશે ?” ‘અમારા મનને શાંતિ વળશે.’ ‘તમે જાણો છો, આ યુદ્ધમાં કેટલાં માણસ મરાયાં ?' ‘છનું લાખ.” એમાં તમારા જેવી દુર્ભાગ્યવતીઓ કેટલી હશે વારુ ?” ‘અસંખ્ય.’ ‘તેઓ પણ તમારી જેમ પોતાના પતિના હત્યારાને શોધવા અને મારવા નીકળે તો એક નવું યુદ્ધ જાગી ન જાય ?' રાણીઓ તરત જવાબ ન આપી શકી; થોડી વારે બોલી : ‘અવશ્ય ! એટલાં માણસો બીજાં મરાય.' ‘અને એ બીજા મરનારની પત્નીઓ પોતાનું વેર લેવા પાછી નીકળે તો ?” ‘ફરી નવું યુદ્ધ જાગે.’ ‘બહેનો ! તમારું બગડ્યું, એટલે તમારે આખા સંસારને બગાડી નાખવો છે ? તમે અંતઃપુરમાં રહીં છો, તમને શિક્ષણ નહિવત મળ્યું છે. અમે બહાર રહ્યાં છીએ, અમે દુનિયાને જોઈ છે. પણ અમારો ઉપયોગ ખોટી રીતે થયો છે. પુરુષોએ હંમેશાં સ્ત્રીઓનો ખોટી રીતે જ ઉપયોગ કર્યો છે. સ્ત્રી તો શાંતિનો અવતાર છે. સંસારનું પ્રત્યેક સંતાન એની મૂડી છે. અને પુરુષ તો આગનો અવતાર છે ! એ બીજાને હણીને મોટો બનનારો છે. સ્ત્રી પુરુષોની જાળમાં ફસાઈ છે. યુદ્ધમાં એણે એની મદદગારી કરી છે.” - ફાલ્ગનીના શબ્દોમાં જોશ હતું. રાણીઓને એ જોશ સ્પર્શી રહ્યું. એક ચબરાક રાણીએ કહ્યું : “અત્યાર સુધી તમે શું કર્યું ? દેશસેવાને નામે યુદ્ધની જ કામગીરી કરીને ?” સ્વાર્થ માટે ન રડો ! T371 370 | શત્રુ કે અજાતશત્રુ Page #198 -------------------------------------------------------------------------- ________________ ‘સાચી વાત તમારી બહેન ! મારા રૂપનો પણ ખોટો ઉપયોગ થયો. હું દેશસેવાના બહાને સંકુચિત કૂવાની દેડકી બની રહી. મેં થોડા રાજકારણી પુરુષોને દેવ માન્યા, એમની સંકુચિત સીમાઓને સ્વર્ગ માન્યું, એમની સ્વાર્થવૃત્તિઓને દેશોદ્વારની ભાવનાઓ લેખી, વિશ્વબંધુત્વને અશક્ય લેખ્યું. વિશ્વકલ્યાણનો મેં વિચાર ન કર્યો, અને એ વાતની જ્યારે મને ખાતરી થઈ, જ્યારે મારી આંખો ઊઘડી ગઈ, ત્યારે મેં મારા રૂપને મારા હાથે નકામું કર્યું – મારું નાક મારા હાથે જ છેદી નાખ્યું – ન વાંસ રહેશે, ન વાંસળી બજશે !' ‘શાબાશ બહેન ! હવે અમે શું કરીએ, જેથી અમારાં મન શાંત થાય ?' રાણીઓ પર ફાલ્ગુનીના શબ્દોની ધારી અસર થઈ હતી. ‘આ જખમી માનવીઓની સેવા, બહેન ! પોતાનાં જણ્યાંને તો સહુ જાળવે, પણ પારકાં જણ્યાંને જાળવીએ ત્યારે જ આપણે ખરાં !' ફાલ્ગુનીએ કહ્યું. જખમીઓ કોણ છે ?’ ‘મગધના ને વૈશાલીના સૈનિકો ને નાગરિકો. રે, વૈશાલીવાળાઓએ તો અમારા પતિને હણ્યા ! એની સેવા કેમ થાય ?' ફરી જાણે વેરની માદકતા સ્પર્શી રહી. યુદ્ધને જો દેશવટો દેવો હોય તો સહુને માનવની દૃષ્ટિથી જુઓ. ભગવાન મહાવીરની વાણી યાદ કરો. તેઓ કહે છે કે આપણને જેમ સુખ ગમે છે, તેમ સહુ જીવને સુખ ગમે છે. આપણને દુઃખ જેમ અપ્રિય છે, એમ સહુ જીવોને દુઃખ અપ્રિય છે. જીવમાત્રમાં સમાન ભાવ કલ્પો, બહેન ! કીડી ને કુંજર – બન્નેને સમાન રીતે જીવ વહાલો છે.’ ‘પણ આ સમજણથી સંસાર સુખી થશે ખરો ? એ સમજણ ક્યારે થશે ?' ‘ઉદ્યમીને કશું દુર્લભ નથી. ચાલો બહેનો ! આપણાથી આરંભ કરીએ. સ્ત્રીઓની દયા-માયા અપાર હોય છે. જાગશે તો જગત એથી જ જાગશે.’ ને બધી રાણીઓ ફાલ્ગુનીની સાથે એ ખંડેર પ્રાસાદની અંદર પ્રવેશી ગઈ. થોડી વારમાં તો એ જખમી લોકોની સુશ્રુષામાં મગ્ન થઈને ચારેકોર ફરતી નજરે પડી. 372 D શત્રુ કે અજાતશત્રુ 50 કાદવમાં કમળ વૈશાલીનું યુદ્ધ પૂરું થયું. જ્યાં ચોવીસે કલાક આનંદવિલાસનું વાતાવરણ હતું, ત્યાં સ્મશાનની શાંતિ પ્રસરી ગઈ. વૈશાલીએ ભયંકર વિનાશ વેઠ્યો હતો, અને લગભગ એનું અસ્તિત્વ પૃથ્વી પરથી નેસ્તનાબૂદ થઈ ગયું હતું, પણ સામે મગધે પણ ઓછી ખુવારી નહોતી વેઠી. મગધને પણ પોતાના સર્વસ્વની બાજી લગાવી દેવી પડી હતી, પણ જીત પ્રાપ્ત થવાથી એ ખોટ આખરે ભરપાઈ થઈ ગઈ હોય તેમ લાગતી હતી. વૈશાલીનાં મદદગાર અને મગધનાં સાથીદાર રાજ્યોની હાનિ પણ અલ્પ નહોતી. ભારતવર્ષના વિશાળ ભાગ પર દીવો અને દેવતા બંધ થઈ ગયાં હતાં, ને પૂર્ણિમા અમાવાસ્યા બની ગઈ હતી ! દિવસ મેઘલી રાતના જેવા ભયંકર બની ગયા હતા. હજી રસ્તાઓ પર ચાલતાં હાડકાં ને નરમુંડ અડફેટે ચઢતાં, અને દિશાઓમાંથી જ્યારે પવન વહેતો ત્યારે એમાં સડેલાં માંસની ગંધ આવતી. આજુબાજુનાં નગરો, ગામો ને જનપદો સાવ ઉજ્જડ થઈ ગયાં હતાં. ત્યાં ધોળે દહાડે ધાડ પડતી. ધાડ પાડનારાઓને આકડે મધ જેવું થતું. સુવર્ણના ઢગેઢગ એમ ને એમ મળતા. અને સામનો કરનાર કોઈ જોવા ન મળતું. બધે નાનાં બાળકો અને વૃદ્ધ સ્ત્રી-પુરુષોની વસ્તી દેખાતી, અને એ બધાં જાણે મરવાના વાંકે જીવતાં હતાં ! રાજા અજાતશત્રુએ વૈશાલી જીત્યું, પણ આખરે એને એ જીત હાર જેવી લાગી. સારી વસ્તુનો શેષ પણ રહ્યો નહોતો, ને ખરાબ વસ્તુના ઢગ ખડકાયા હતા. પોતાનાં જ સ્વજન, પરિજન ને સ્નેહીજનના વિનાશથી મેળવેલું વૈશાલી એને જીતના આનંદને બદલે હારનો શોક પેદા કરતું હતું. શોક ક્રોધને જન્માવતો હતો. કુંભાર ગધેડાં પર દાઝ કાઢે, એમ એ સૂની વૈશાલી પર પોતાની ખીજ ઉતારી રહ્યો. Page #199 -------------------------------------------------------------------------- ________________ એણે આજ્ઞા આપી : ‘વૈશાલીને જમીનદોસ્ત કરો, ને એનાં ખંડેરો પર ગધેડા જોડી હળ ફેરવો !' રાજા અજાતશત્રુની આજ્ઞાનો તરત અમલ કરવામાં આવ્યો, ને નાનાં નાનાં હળ તૈયાર કરાવીને સપ્તભૂમિ પ્રાસાદ પર ને સંથાગારનાં ખંડેરો પર એ ફેરવવામાં આવ્યાં. જોતજોતામાં હજારો હળ ફરવાથી આખી પૃથ્વી સમતલ થઈ ગઈ, અને અહીં કોઈ વખત કોઈ મહાનગરી હતી, અને મહાન ગણશાસન હતું, એ વાત જાણે પૃથ્વીના પેટાળમાં સમાઈને ગઈગુજરી બની ગઈ ! લોકો પણ આ શાપિત નગરીને છોડીને બીજે હિજરત કરી ગયા; સુકાયેલા સરોવરને જોઈને હંસ ચાલ્યા જાય તેમ થયું ! એક સારા દિવસે રાજા અજાતશત્રુ પોતાના સૈન્ય સાથે રાજધાની તરફ પાછો ફર્યો. પણ એની પાછળ મહામારી પડી ગઈ અને એના બચેલા હજારો સૈનિકો યમને દ્વાર પહોંચી ગયા ! સડેલાં નરકંકાલોના ભાણથી કૂતરાં-બિલાડાં પણ રોગગ્રસ્ત થયાં, ને મચ્છર ને ઉદરથી આખી નગરી વસી ગઈ, ને એમાંથી મહારોગનો પિશાચ આળસ મરડીને ખડો થયો ને બચેલાં માણસો કરાળ કાળનો કોળિયો બની ગયાં ! સહુ નાસભાગ કરી રહ્યાં , મર્દોની હિંમતના છક્કા છૂટી ગયા, પણ આમ્રપાલી અને ફાલ્ગની, આ મહામારીની ખબર પછી પણ, આ યુદ્ધપ્રદેશને ન છોડી ગઈ. જ્યાં વૈદ્યો પણ આવવાની હિંમત ન કરી શકતા, ત્યાં વૈદ્યો પાસેથી ઔષધો ને શુદ્ધ ખાનપાન લઈને આ બંને સ્ત્રીઓ ઘરેઘરમાં ઘૂમી અશક્તોની સુશ્રુષા કરતી. આવી રૂપાળી સ્ત્રીઓ આવા ઘોર પ્રદેશમાં ઘૂમી રહે, એ લોકોને અસંભાવ્ય લાગતું. તેઓ આ બંનેને આકાશની દેવીઓ સમજીને પૂજતા, અથવા મહાસ્મશાનની ચુડેલો માની ભયથી ધ્રુજતા. છતાં રોગ અને ભૂખે તેઓને એવા વિવશ બનાવ્યા હતા કે ચુડેલના હાથનું ખાઈને પણ સહુ જીવ બચાવવા ઇચ્છતા. છતાં સાચી રીતે તો જીવ બચતો જ નહિ. મોત માથા પર આવીને બેસી ગયેલું રહેતું. ઔષધ કે અન્નની પ્રાપ્તિથી મોતને પોતાના હાથ પ્રસારવામાં જરાક વિલંબ લાગતો એટલું જ. ધીરે ધીરે રાજમાર્ગો ઉજ્જડ થઈ ગયા. ન કોઈ સાર્થવાહ અહીંથી પસાર થતા કે ન કોઈ વણઝારાની પોઠોનાં પશુઓના પગરવ અહીં સંભળાતા. આ નિર્જન વનવાટમાં નવું કોઈ વસવાટ કરવા ન આવતું. જે હતા એ શીધ્ર સ્થલપરિત્યાગની પેરવીમાં રહેતા. એવા પ્રદેશમાં પેલી બે સેવાભાવી સ્ત્રીઓએ તો જાણે અડ્ડા નાખ્યા. ધીરે ધીરે 374 | શત્રુ કે અજાતશત્રુ તેઓએ ત્યાં એક આશ્રમ વસાવ્યો, અને નાની નાની ઝૂંપડીઓ બાંધી વસ્તી ખડી કરી. આ આશ્રમમાં મોટા ભાગની સ્ત્રીઓ હતી. એ સ્ત્રીઓ કદી રાજ કથા કે દેશકથા ન કરતી, ફક્ત જીવદયા જ એમનો ધર્મ બની રહી હતી. તેઓ કોઈ અપંગ પશુ મળી આવે તો એને આશ્રમમાં લાવીને એની સેવા કરતી. કોઈ અપંગ માનવી મળે તો એને લાવીને એની સેવા કરતી, જીવદયા એ એમનું ધર્મસૂત્ર અને જીવસેવા એ એમનું મુખ્ય કર્તવ્ય હતું ! કોઈ કહેતું : “અરે ! આ પશુઓને મરવા દો. એની સેવા કેવી ? માનવની સેવા કરો.” - સ્ત્રીઓ કહેતી : ‘અમારે મન જીવમાત્ર સમાન છે. અપંગ રોગીની સારવાર એ અમારો ધર્મ છે. માનવ અમારે મન મોટો છે, પણ માનવે તો ધરતીને નરકાગાર બનાવી મૂકી છે ! પશુઓ યુદ્ધે ચઢે તો પારકાની જાતને કે પોતાની જાતને જખમી કરે, માણસ યુદ્ધે ચઢે તો આખા જનપદનો સંહાર કરે. માણસના હૈયામાં તો ઝેર ભરાઈ બેઠાં છે ! આ ગાયને જુઓ, તમે એને રક્ષો કે ન રહ્યો, એના હૈયામાં હજી દુધધારા વહી રહી છે. આ નરકાગારને ફરી સ્વર્ગ બનાવશે તો આ પશુઓ જ બનાવશે !' આ તત્ત્વવિચારની સામે એ વખતે કોઈ જવાબ ન વાળી શકતું, કારણ કે માનવે વેરેલો ભયંકર વિનાશ નજર સામે તરતો હતો. કેવો અકલ્પનીય સંહાર ! અને એ વિનાશ એક દિવસ આ આશ્રમપદ પર પણ સંહારની હવા લઈને આવ્યો : એક દહાડો ફાલ્ગની જવર આવ્યો. ઘણા વખત સુધી લીધેલા રાતદિવસના શ્રમથી એનું અંગેઅંગ કળતું હતું. થાકનો તાવ હશે, એમ સમજીને બે-એક દિવસ એ પર્ણની પથારીમાં પડી રહી. આશ્રમની બીજી સ્ત્રીઓ સુશ્રુષા કરવા ગઈ, ત્યારે એણે કહ્યું, ‘આ આખો પ્રદેશ જોખમમાં છે. મરકી પોતાનું જોર ફેલાવતી જાય છે. તમે કોઈ મારી પાસે ન રહેશો. આપણું કામ અવિરત રીતે ચાલુ રાખો.' અને ફાલ્ગની માથે ઓઢીને સૂઈ જતી. આશ્રમની બધી સેવિકાઓ, જેમાં મગધ-વૈશાલીની રાણીઓ પણ હતીઆ સાંભળીને જનસેવા માટે ચાલી જતી. ચારેક દિવસે ફાલ્ગનીમાં રોગનાં ઉગ્ર ચિહ્નો દેખાવા લાગ્યાં. એ પ્રભુનું નામ સ્મરીને કહેવા લાગી કે હું કદાચ ન રહું તોપણ પ્રભુ મહાવીર મળે, ત્યારે કહેજો કે ફાલ્ગની મરતી વખતે પણ આપનું ધ્યાન ધરી રહી હતી, અને મહામુનિ વેલકૂલની માફી માગી રહી હતી. સખીઓ ! પાપમાં પાપ મારાથી એ થયું છે. રે ! હું ક્યાં જન્મે છૂટીશ ? કાદવમાં કમળ D 375 Page #200 -------------------------------------------------------------------------- ________________ ફાલ્ગુની આટલું બોલતાં ચોધાર આંસુએ રડી પડતી. આમ્રપાલી આ વખતે એની પાસે જઈને બેસવા યત્ન કરતી, તો અશક્ત ફાલ્ગુની ઇષ્ટદેવના સોગન આપી એને દૂર રાખતી ને કહેતી, ‘ધર્મ તો જીવદયાનો. ધર્મ પાળે એ મહાન. શું મુનિ, કે શું અશ્વ ! મને તો બધાયમાં મહાન આત્મા વસતો લાગે છે. એટલે આપણે માનવને, મુનિને અને રાજાને મોટા કહીને નિરર્થક માથે ચઢાવ્યા છે !’ ફાલ્ગુનીની આ વાતો ઘણાને સમજાતી, ઘણાને ન સમજાતી. આ વખતે મહાકાળ રાજાની રૂપવતી વિધવા રાણીએ બહારથી આવતાં કહ્યું : ‘મોટાં બહેન ! હું હમણાં અપાપાપુરીથી ભગવાન મહાવીરની દેશના સાંભળીને આવી છું.’ ધન્ય બહેન તને ! હું પાપિની, વિશ્વાસઘાતિની એમનાં દર્શન પામી શકું તેમ નથી ! રે, મારો તો રૌરવ નરકમાં વાસ હજો !' ફાલ્ગુની પશ્ચાત્તાપ કરતી બોલી રહી. ‘એમ ન બોલશો, બહેન !’ આમ્રપાલીએ કહ્યું, ‘માણસમાત્રને પાપ સ્વાભાવિક છે. તું તો પાપપંકમાંથી ઊગેલું પંકજ છે. તું દેવી છે, દયાનો અવતાર છે. તારો ઉદ્ગાર અવશ્ય છે.' ‘જાણું છું બહેન ! મરતા માણસને કોઈ મેર ન કહે . પણ જે ગતિ થવાની હોય એ ભલે થાઓ. કર્મનાં ત્રાજવાંને લેશભર દાક્ષિણ્ય રાખવાનું હું કહેતી નથી. કર્યાં કર્મ તો ભોગવવાં જ પડે. અસ્તુ ! પણ બહેન, મરતી વખતે મને પ્રભુની વાણી સંભળાવો. વિલોપા રાણી, મને ભગવાનના ઉપદેશની માંડીને વાત કરો !' ‘બહેન, હું હમણાં આપણા સેવાયજ્ઞના કામે ફરતી ફરતી એક નગરીમાં પહોંચી ત્યારે પાસે જ ભગવાન મહાવીર પધાર્યાના સમાચાર મળ્યા, ને હું ત્યાં પહોંચી ગઈ. વચમાં બે-ચાર નિરાધાર કુટુંબોની ખબર લેવામાં મને વિલંબ થયો, પણ હું જ્યારે ત્યાં પહોંચી ત્યારે હસ્તિપાલ રાજા બે હાથ જોડી પ્રભુને પ્રશ્ન કરી રહ્યા હતા.. ‘બહેન વિલોપા ! ધન્ય એ ઘડી ! ધન્ય તું ને ધન્ય હસ્તિપાલ રાજા ! શું પ્રશ્નો કર્યા એ રાજાએ ?' ફાલ્ગુનીનો બુઝાતો જીવનદીપ ઉત્સાહથી અજવાળાં વેરી રહ્યો. ‘બહેન !હસ્તિપાલ રાજાએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ ! આજે મને સ્વપ્નમાં આઠ વસ્તુઓ દેખાણી. પહેલા સ્વપ્નમાં હાથી દેખાયો, પછી વાંદરો; એ પછી અનુક્રમે મેં ક્ષીરવૃક્ષ, કાકપક્ષી, સિંહ, કમળ, બીજ અને કુંભ જોયાં. આ સ્વપ્નોનું ફળ શું હશે, પ્રભુ ?' ‘વાહ ! સ્વપ્ન પણ કેવાં ! આપણી નિંદ તો નિરર્થક બની છે, પણ આપણાં સ્વપ્ન પણ કેવાં વિકૃત બન્યાં છે ! કોઈ વાર ઠૂંઠો આદમી દેખાય છે, તો કોઈ વાર 376 શત્રુ કે અજાતશત્રુ ધડ વિનાનું મસ્તક દેખાય છે. વારુ, પછી પ્રભુએ એનો શો અર્થ કહ્યો ?' ફાલ્ગુનીએ આગળ જાણવાની ઇંતેજારીમાં કહ્યું. ‘બહેન ! ભગવાને સ્વપ્નનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે હાથીનો અર્થ એ છે કે, હવેના ગૃહસ્થો હાથી જેવા થશે. કાયાથી મહાન છતાં પરાક્રમહીન થશે. તેઓ સંસારથી તરવાની શક્તિ ધરાવતા હશે, છતાં સંસારને તરવાની હિંમત નહિ કરે, દુ:ખી દુ:ખી થશે, યુદ્ધો વિનાશ વેરશે, ખાવાપીવાની સગવડ નહિ રહે, છતાં સંસારમાં કામ, ક્રોધ, મદ, મોહમાં રચ્યાપચ્યા રહેશે. કોઈ વાર બહુ દુઃખ પામી વૈરાગ્ય ધારણ કરશે, પણ પાછા જરાક વિષયની તૃષ્ણા જાગી કે સંસારમાં દોડ્યા આવશે. થાંભલાને વળગશે ને પછી કહેશે કે થાંભલો મને છોડતો નથી !' ‘શાબાશ, વિલોપા રાણી ! ખરેખર, હવે સમય એવો આવશે, જ્યારે માણસનું મન ગણિકાનું હશે, ને વાણી સંતની હશે.' ફાલ્ગુનીએ કહ્યું. વળી એ ધ્યાનથી વાત સાંભળી રહી. વિલોપારાણીએ વાત આગળ ચલાવી, ‘વાંદરો સ્વપ્નમાં દેખાયો, તેનો અર્થ કહેતાં ભગવાને કહ્યું કે ગૃહસ્થો હાથી જેવા થશે ને ધર્માચાર્યો કપિસ્વભાવના થશે. તેઓ મૂળથી શિખા સુધીનું જ્ઞાન પ્રાપ્ત નહિ કરે, પણ આ ડાળથી પેલી ડાળ કૂદશે, ને પોતાનું પાંડિત્ય દર્શાવશે. ચંચળતા એ એમનો સ્વભાવ થશે. કોઈ ધર્મી હશે, પોતાનાથી વિશેષ જાણકાર હશે તો એની વ્યંગ્યથી મશ્કરી કે ટીકા કરશે ને ધર્મતત્ત્વથી અને પાછો પાડશે.' ‘વાહ, ખરું કહ્યું મારા નાથે ! સાધુઓ જ્યારથી રાજદ્વાર પ્રવેશના લોભી થયા ત્યારથી એમણે દંભ સેવવા માંડ્યો, ઉપાસના અલ્પ કરવા માંડી, ને પાંડિત્ય વગરનાં છટાદાર પ્રવચનો કરવા માંડ્યાં.’ ફાલ્ગુની ભગવાનના કથનને મોતના ખાટલે પડી પડી અનુમોદી રહી. એણે આગળ જાણવા માટે પૂછ્યું, ‘રાણી ! ક્ષીરવૃક્ષના સ્વપ્ન વિશે ભગવાને શું કહ્યું ?' ફાલ્ગુની પર રોગ પોતાનો ઘાતક પ્રહાર કરી રહ્યો હતો, પણ ફાલ્ગુનીને એની કંઈ ચિંતા નહોતી. વિલોપા રાણીએ કહ્યું, “ભગવાન બોલ્યા કે ક્ષીરવૃક્ષ જેવા સત્ત્વવાન પુરુષો હશે, પણ તેઓ અસત્ત્વથી બહુ જલ્દી લેપાશે. ટૂંકામાં સત જરૂર પૃથ્વી પર રહેશે, પણ સતનું અસત પર બહુ પરિબળ નહિ રહે, પણ અસતનું સત પર પરિબળ થશે.’ ‘સુંદર ! વાહ પ્રભુ ! તમે સંસાર-રંગના પૂરેપૂરા જાણકાર છો ! બહેન, તમે કેમ ભૂલી ગયાં ? અરે, હું જ એનું દૃષ્ટાંત છું. મુનિ વેલાકુલ જેવા પર મુજ જેવી અસતીનો જ પ્રભાવ પડ્યો ને ?' ફાલ્ગુની પશ્ચાત્તાપ કરતી બોલી. ‘એમ કેમ કહો છો, બહેન ? એ મુનિ છેલ્લી ઘડીએ દેહ અર્પણ કરી હારેલી કાદવમાં કમળ D 377 Page #201 -------------------------------------------------------------------------- ________________ ફાલ્યુનીના બે હાથ જોડાઈ ગયા હતા, આંખો આકાશ સામે સ્થિર થઈ ગઈ હતી. થોડી વારે કમળની પાંદડીઓ જેવા એના ઓષ્ઠ કંઈક બોલી રહ્યા, પછી સહેજ ધ્રુજી રહ્યા અને આખરે સદાને માટે બિડાઈ ગયા ! આશ્રમની તમામ સેવિકાઓ આજુબાજુ ટોળે વળી ગઈ, અને ફાલ્ગનીને વળગી પડી. ફાલ્ગની એમનો આત્મારામ હતી, એ હતી તો આશ્રમ હતો. આમ્રપાલી પોતાની સાથીને આમ સેવા કરતાં મરકીનો ભોગ બનીને ચાલી જતી જોઈ ન શકી. એ રડી પડી. આમ્રપાલી કદી સાચું ૨ડી નહોતી; આજ એ સાચેસાચું રડી; કોઈ વાર નહોતી રડી એટલું રડી. કોઈ એને છાનું ન રાખી શક્યું. રાત પણ ઘોર અંધારી બની ગઈ. આશ્રમપદનાં પશુઓએ પણ એ સાંજે ચારોપાણી ન લીધાં ને ખીલા પર આંસુનો અભિષેક કરી રહ્યાં. આમ્રપાલીએ કહ્યું : ‘આજ આ દેશ અનાથ બની ગયો ! સાચી સેવાનું આજે અવસાન થયું ! ફાલ્ગનીની ચિતાના પ્રકાશે એ દિવસે હજારો હૈયાંની શ્યામલતા ધોઈ નાખી. બાજી જીતી ગયા. અને છેલ્લે છેલ્લે તો એમણે તમારું પણ પરિવર્તન કરી નાખ્યું.’ આમ્રપાલીએ વચ્ચે કહ્યું. વૈશાલીની આ મહાન જનપદ કલ્યાણીના ચહેરામહોરામાં એટલું પરિવર્તન આવ્યું હતું કે આજે એ જલદી ઓળખી શકાય એવી નહોતી રહી. ‘કાક પક્ષી વિશે ભગવાને શો ખુલાસો કર્યો ?' ફાલ્ગનીએ વાતનો દોર સાંધ્યો. ભગવાને કહ્યું કે ધર્માર્થી મુનિઓ પોતાના નિર્ભય સ્થાનને તજી ભયજનક સ્થાનોમાં જશે, અને જેની પોતે અવહેલના કરતા હોય એવું જ આચરણ કરશે. એટલે પરોપદેશે પાંડિત્યનો ઘાટ રચાશે. પછી સિંહ વિશે ખુલાસો કરતાં તેઓએ કહ્યું કે જેમ કેસરીસિંહ એકલો વનમાં રહે છે, પણ અન્ય કોઈ પ્રાણીઓ એનો પરાભવ કરી શકતા નથી, પણ ચાતુર્માસમાં ઘનગર્જના સાંભળી પોતાનો પરાભવ થયો કલ્પી પોતે મનોમન હારી જાય છે, તેમ થશે.' ‘સાચી વાત છે. આપણી દેહના પહેલા શત્રુ આપણે પોતે જ છીએ. મિથ્યાને સત્ય માની એની પાછળ દોડીએ છીએ. રાણી ! આગળ કહો. જીવ અને દેહના બંધ તૂટું તૂટું થઈ રહ્યા લાગે છે.” ફાલ્ગનીએ ઉતાવળ કરવા કહ્યું. વિલોપા રાણીએ વાત આગળ ચલાવી : ‘કમળ, બીજ અને કુંભ - છ, સાત અને આઠ – એ સ્વપ્નોની ચર્ચા કરતાં ભગવાને કહ્યું કે કમળના વંશમાં કમળ જ જન્મ, સુવાસના ઉદરમાં સુવાસનાં જ ઓધાન રહે, એમ આજ સુધી બનતું. હવે સુવાસના પેટે દુર્વાસ અવતાર ધરશે, અને દુર્વાસના પેટે સુવાસ જન્મશે. દુ:ખભવનમાં કૌવચ જન્મ લેશે, પિતાવત પુત્ર નહીં જન્મ, અને પહેલાં જેમ સારા ખેતરમાં સારું બીજ વવાતું, એમ નહિ થાય. બીજ સારું હશે, પણ ખેતર ખોટું હશે. અને વાવનારા વિવેક વગર વાવી દેશે. વાવનારને કોઈ નહિ પૂછે કે, અરે, નિરર્થક બીજ કાં વાપર્યું ? મીઠી વેલ પર કડવાં તુંબીફળ કાં ઉગાડ્યાં ?” “ઓહ ! યુદ્ધ આખો યુગ ફેરવી નાખ્યો. આખા માનવસમાજમાં પરિવર્તન આણી દીધું ! હાં, કુંભ વિશે શું કહ્યું ?’ ફાલ્ગની ખૂબ ઉત્સુકતામાં હતી. ભગવાને કહ્યું કે ક્ષમાદિ ગુણોરૂપી કમળોથી ભરેલ અને સુચરિત્ર જળથી પરિપૂર્ણ કુંભ જેવા કલ્યાણકારી મુનિઓ અલ્પ જોવા મળશે. ક્યાંક જોવા મળશે તો સામે એવા ધુતારા પણ હશે કે જેમાંથી સાચા-ખોટાની તારવણી મુશ્કેલ બનશે. સારાંશમાં સારા અને નરસા વચ્ચે ઓછો ભેદ રહેશે, અને બંને સમાન રીતે પૂજાશે, સારી નાવ અને સાંધેલી નાવ ઓળખાશે નહિ, ને પ્રવાસીઓ તો સરખા દામ આપી યાત્રાએ નીકળશે. સાંધેલી નાવ અધવચ્ચે ડુબાડશે. માણસ ડૂબશે ત્યારે સાચું-ખોટું સમજ શે, પણ તે વ્યર્થ હશે. આ થયો ભગવાને દર્શાવેલો આઠે સ્વપ્નનો સાર.' રાણી વિલોપાએ વાત પૂરી કરી. 378 I શત્રુ કે અજાતશત્રુ કાદવમાં કમળ 1 379. Page #202 -------------------------------------------------------------------------- ________________ વા ફર્યા, વાદળ ફર્યા. અજાતશત્રુને મહારથી અર્જુનના જેવું થયું. પ્રારંભમાં સમરાંગણને કાંઠે ઊભા જ વિષાદ વ્યાપ્યો, અને એ પછી એવો ઉત્સાહ વ્યાપ્યો કે ન પૂછો વાત ! ધર્મથી કે અધર્મથી, ફાવે તે રીતે, શત્રુ બનેલા સ્વજનોને એણે હણ્યા અને રાજ્ય પ્રાપ્ત કર્યું! યુદ્ધ વસ્તુ જ એવી છે, કે ધર્મરાજ જેવા યુધિષ્ઠિર એસત્ય વદ્યા અને યોગેશ્વર શ્રીકૃષ્ણ જેવા પ્રતિજ્ઞાભંગ કરી ભીમને મારવા ચક્ર ચલાવીને દોડ્યા, તો બિચારા અજાતશત્રુનું શું કહેવું ? ધીરે ધીરે યુદ્ધની અંધારી રાતો ઓગળી ગઈ, અને સર્વનાશની ભયંકર ભૂતાવળો પણ શમી ગઈ. દુઃખનું ઓસડ દહાડા, એમ રોતાં અનાથ બાળકો વળી હસતાં થઈ ગયાં, ને વિલાપ કરતી વિધવાઓનાં આંસુ પણ સુકાઈ ગયાં. વૈશાલી વિના કેમ જિવાશે, ગણશાસન સરોવરનાં મીનને રાજ શાસનનાં કટુ જળ કેમ ભાવશે, એમ માનનારાં પ્રજાજનો પણ હવે વાર્તા સિવાય વૈશાલીને સંભારતાં નહિ, અને જે ઓ વૈશાલીના વિનાશક પ્રત્યે પૂરેપૂરું વેર વસૂલ કરવાનું વ્રત લઈ બેઠા હતા, તેઓનું વ્રત પણ ‘બાધા મારી મા, લાડવા પરથી ઊતરી દાળ પર જા,’ એમ ફેરવાઈ ગયું હતું ! કેટલાક અતિ વફાદાર હતા, તેઓ ગુપ્ત રીતે વૈશાલીનાં સુંદર ચિત્રો ઘરમાં રાખી, તેની પૂજા કરી, મગધનાં પ્રજાજન બની સુખે જીવી રહ્યાં. હવાની સાથે આખો યુગ હવા થઈ ગયો ! પ્રજાની સ્મૃતિ ટૂંકી હોય છે; અને જેની સ્મૃતિ ટૂંકી એનાં સુખદુ:ખ પણ ટૂંકાં. જરાક પ્રતાપવિસ્તાર કર્યો કે પ્રજા અધીનની અધીન - જાણે ઘેટું જ જોઈ લ્યો ! વિજેતા મગધરાજ અજાતશત્રુનો ભૂતકાળ કોઈ હવે સંભારતું નહોતું. લોકો કહેતાં કે વાઘના વનમાં પગ કદાચ મૂકી શકાય, પણ વાઘની બોડમાં ન મુકાય. જે સુખી કરે તે આપણો સ્વામી ! વૈશાલી-મગધના ભેદ તો સંકુચિત માનસના છે; વિશ્વ આખું આપણું કુટુંબ છે ! – આજ સુધીમાં માણસે ફિલસૂફીનો વધુમાં વધુ ઉપયોગ પોતાની કમજોરીઓને પંપાળવામાં જ કર્યો છે ! કેટલાક પ્રકૃતિતત્ત્વના મહાન જ્ઞાતા કહેવા લાગ્યા કે જ્યારે બહુ વસ્તી-વધારો થાય ત્યારે સ્વાભાવિક રીતે યુદ્ધ આવીને ઊભું રહે છે. ઉદર માટે બિલાડી, બિલાડી માટે કૂતરું, એમ માણસની સંખ્યા માટે યુદ્ધ નિયામક છે. માટે સ્વાભાવિકનો શોક કેવો ? અને વળી યુદ્ધ શાપ પછી આશીર્વાદ પણ આણે છે. જેમ સાદો છોડ અને કલમી છોડ બન્નેના ખીલવામાં પરિવર્તન દેખાય છે, એમ જગતનું પણ સમજવું. યુદ્ધથી યુગસુખ વધુ પાંગરે. કેટલાક કાયર અહિંસાધર્મીઓ કહેતા હતા કે આ યુદ્ધ તો હિંસાધર્મીઓની સાન ઠેકાણે લાવવા માટે આવ્યું હતું. તેઓએ આજ સુધી બીજાની કતલ કરી, તો હવે તેઓની કતલ બીજાઓએ કરી ! કર્યા કર્મ ભોગવ્યા વિના ક્યાં છૂટકો છે ? હવે હિંસાની વાત કરે તો ખરા ! આમ સહુ પોતાની ઢોલકી અને પોતાનો રાગ બેસાડવામાં મસ્ત હતા, ત્યારે રાજા અજાતશત્રુના ખિન્ન હૃદયમાં ઉત્સાહનાં નવાં પૂર ઊમડતાં હતાં. ધીરે ધીરે તમામ ધર્મોને દાન, માન ને શાસનની બાિસ કરીને એણે પોતાના ખૂની ડગલા પર કિનખાબના રૂપાળા વાઘા ચઢાવવા શરૂ કર્યા હતા, ધર્મમંદિરોએ અને બે બદામથી તુષ્ટ થતા દેવોએ હંમેશાં સતી સોદાગીરી આચરી છે. જમીનનો એક ટુકડો મંદિરને બક્ષિસ મળ્યો, એટલે દાતા ધર્મવીર ને દાનવીર થઈ ગયો ! પછી ભલે આખી દુનિયાની ભૂમિ હકદારોના હક ડુબાડીને આંચકી લીધી હોય ! દેવ-દેવી તો એવાં હરખપદુડાં દેખાયાં છે કે સાત શ્રીફળમાં સાત સોનાના ચરુ ભેટ આપે ! એ ધર્મમંદિરોને અજાતશત્રુએ પોતાની કીર્તિનાં વાહક બનાવ્યાં. દિનદહાડે ન જાણે કંઈ કેટલી દાન-બક્ષિસો અપાવા લાગી અને કેવાં કેવાં બિરુદો એને મળવા લાગ્યાં. અને પછી તો જાણે હરીફાઈ જાગી. કયા ધર્મે ઓછી સખાવત મેળવવા છતાં વધુ સ્તુતિગાન ગાયાં, એની નોંધ થવા લાગી ! અજાતશત્રુ ધર્મવીર રાજવી ગણાયો. પ્રજાઓના મુખ્ય ધર્માચાર્યો તરફથી એને સ્વર્ગના સ્વામી થવાનાં વરદાન મળવા લાગ્યાં ! અને આમ ‘સોંશે ભાડે સિદ્ધપુરની જાત્રા” થતી જોઈ અજાતશત્રુએ પણ રોજ ઊગતા સૂર્યની સાક્ષીએ દાનપત્રો બક્ષવા માંડ્યાં ! આવા દાનવીર, ધર્મવીર રાજવીનું નામ પ્રભાતકાળે પ્રથમ લેવામાં પુણ્ય મનાવા લાગ્યું ! વા ફર્યા, વાદળ ફર્યા 381 Page #203 -------------------------------------------------------------------------- ________________ અને આમ ને આમ રાજાનો હર્ષાતિરેક વધવા લાગ્યો. અને પોતાના ભૂતકાળનાં અપકૃત્યની સ્મૃતિ હૃદયને દંશ દેવાને બદલે હવે એ કૃત્યો યથાયોગ્ય હોવાની ખાતરી આપવા લાગી. પાપ-પુણ્ય પણ છેવટે સંયોગાધીન જ છે ને ! આ નવીન પ્રકારની માનસસૃષ્ટિમાં રાચી રહેલા અજાતશત્રુને એક દહાડો સમાચાર મળ્યા કે જ્ઞાતપુત્ર મહાવીર ચંપાનગરીમાં પધાર્યા છે. રાજ ગૃહીમાં પિતાનું મૃત્યુ થયા પછી અજાતશત્રુએ મગધની રાજધાની ચંપાનગરીમાં ફેરવી હતી. ચંપાનગરી શુકનિયાળ નગરી હતી. કારણ કે એ નગરીને વસાવ્યા પછી એણે ગણરાજ્યો પર વિજય મેળવ્યો હતો અને એનો સ્વામી-પોતે ચક્રવર્તી જેટલો મહાન બન્યો હતો. આજ ચંપાનગરીમાં પ્રભુ પધારે છે, અહિંસાના સિરતાજ આવે છે. આજે એની પાસે પોતાની ભક્તિની મહોર મંજૂર કરાવું તો જગ આખાનો જશ મને મળે અને અપકીર્તિની જૂની કાલિમા ધોવાઈ જાય. વૈશાલી ઉપરના વિજયનો ઉત્સવ ઊજવીને પ્રજા હમણાં જ નિવૃત્ત થઈ હતી, ત્યાં રાજ આજ્ઞા છૂટી કે પ્રભુ મહાવીર પધારે છે, માટે ચંપાનગરીને પ્રભુના સ્વાગતને યોગ્ય શણગાર સજાવજો ! આ આજ્ઞાનું પાલન નિઃશંક રીતે પ્રજા કરતી, કારણ કે રાજ આજ્ઞા અવિચારણીયા અને અનુલ્લંઘનીયા-રાજ શાસનનાં આ બે મહાસૂત્રો હતાં. એના ઉલ્લંઘનનું પરિણામ સીધું તેઓના લાભ પર અસર કરતું. એમાં કોઈ છટકબારી શોધી ન શકાતી. પાણીમાંથી પોરા શોધવાની - કોઈ કામ માટે ન ચઢવા દેવાની – ગણતંત્રીય રીતો આજે જોખમભરી બની હતી. સહુ રાજ આજ્ઞા પ્રત્યે કર્તવ્યતત્પર દેખાતા. આખી નગરીને સુશોભિત કરવામાં આવી. પછી બીજું ફરમાન નીકળ્યું કે યોગ્ય અને સશક્ત તમામ નર-નારીઓએ સ્વાગતને યોગ્ય પોશાક પહેરીને અને ભેટને યોગ્ય દ્રવ્ય લઈને સામૈયામાં સામેલ થવું. ધર્મની કૃપાનો યુગ હવે રહ્યો નહોતો, કારણ કે અનેક ધર્મપયગંબરો મળીને પણ એક યુદ્ધને ખાળી શક્યા નહોતા, ને એક યુદ્ધ જગતમાં ભારે પરિવર્તન આણી દીધું હતું : સહુ માનતાં થયાં હતાં કે જે યુદ્ધમાં જીતે તે જ સાચો અગ્રણી ! ધર્મવાળા પાસે પરલોકનો જાદુ હતો. યુદ્ધવાળા પાસે આ ભૂમિના સ્વર્ગની માલિકી હતી. એ સ્વર્ગના સહુ યાચક હતા, મળવું-ન મળવું નસીબના ખેલ હતા ! આખું નગર સ્વાગત માટે ઊલટું ! પ્રશંસા તો પ્રભુને પણ મારી છે; અને એમ ન હોત તો આટઆટલાં સ્તુતિશ્લોકો જમ્યા જ ન હોત ! 382 | શત્રુ કે અજાતશત્રુ ચંપાનગરીએ જે સ્વાગત કર્યું. એ અભૂતપૂર્વ હતું. રાજ્ય તરફથી સુવર્ણ, રોય ને મોતી-પરવાળાનો વાટે ને ઘાટે વરસાદ વરસાવવામાં આવ્યો. નગરમાં એ દિવસે રંક પણ રાય બની જાય, એટલી સંપત્તિ વરસી હતી ! આખું નગર ધુમાડાબંધ જગ્યું હતું. કોઈના રસોઈઘરમાં આજે અગ્નિ ચેત્યો નહોતો, ને ધુમાડાની એક સેર પણ નીકળી નહોતી. વાહ પ્રભુ, વાહ ! ધન્ય તમારાં પગલાં ! વાહ રાજન વાહ ! ધન્ય તમારાં સ્વાગત ! ચારે તરફ જાણે ચોથો આરો (સુવર્ણયુગ) પ્રવર્તતો લાગ્યો. ઉલ્લાસ, આનંદ અને તૃપ્તિનાં તોરણો ચારે તરફ હવામાં ફરફરી રહેલાં જણાયાં. રાજા અજાતશત્રુના મહાન દાન-શીલથી એના કેટલાક દોષો ચંદ્રમાના કલંકની જેમ શોભાસ્પદ બની ગયા હતા, જ્યારે એના કેટલાક ગુણો તો ખરેખર અમર કીર્તિરૂપ હતા. એ પરસ્ત્રીસહોદર હતો. એને કામ કોઈ દિવસ સતાવી ન શકતો. આ બાબતમાં શંકર કરતાંય એની વિશેષ ખ્યાતિ હતી. ગમે તેવું રૂપ એને લોભાવી ન શકતું. સ્ત્રીઓ એને બંધુ લેખતી. જૂના રાજવીઓથી સુંદરીઓને જે ડર હતો, એ આ રાજવીથી નહોત. વળી એ દાની હતો. ભંડારમાં વરસે દહાડે સંપત્તિ શેષ ન રહે, એમ એ વર્તતા. એ કહેતો કે સંપત્તિનો સંગ્રહ સંગ્રામ કે દુર્મિક્ષ સિવાય શા માટે જોઈએ ? અને દેવોને પણ દુર્લભ આ બે ગુણો જેનામાં હોય, એ પૃથ્વીનો દેવ બની રહે, એમાં નવાઈ પણ શી ? રાજા અજાતશત્રુ ચઢી સવારીએ પ્રભુ મહાવીરને સત્કારવા નીકળ્યો. આખા નગરમાં ભક્તિનું મોજું પ્રસરી રહ્યું. સુંદર સમવસરણ (વ્યાસપીઠ) પર બેઠા પ્રભુ ધર્મદેશના આપી રહ્યા હતા. એ વાણીની મીઠાશ પાસે તો સાકર-શેરડીના સ્વાદ પણ ઓછા લાગતા. અને મનુષ્ય તો શું, મનુષ્યતર જીવોને પણ એ વાણી મોહ પમાડી જતી ! ચારે તરફ દેવપુષ્પોનો પમરાટ હતો. અશોક વૃક્ષની મીઠી છાયા ઢળી હતી. તેજનું એક વર્તુળ ભગવાનના મુખમંડળની પાછળ સુંદર આભા રચતું હતું. આ વ્યાખ્યાન અવસરે રાજા અજાતશત્રુ પણ આવીને બેઠો - નત મસ્તકે, નમ્ર ચહેરે એક ભક્ત રાજવીની જેમ. તૃષાતુર ચાતક જેમ સ્વાતિનાં બુંદેબુંદને ગ્રહે, એમ પ્રભુ-વાણીને એ ગ્રહી રહ્યો. વા ફર્યા, વાદળ ફર્યો [ 383 Page #204 -------------------------------------------------------------------------- ________________ રાજાની મુદ્રા જ અત્યારે એવી હતી કે જોનારને સંસાર પરથી વૈરાગ્ય થઈ જાય : એટલો પશ્ચાત્તાપ ત્યાં અંકિત થયો હતો, એટલી મનોવેદના ત્યાં મૂર્તિમંત બની હતી. જલધોધની જેમ પ્રભુની વાણી વહી રહી અને છેવટે વિરમી. હવામાં એના પડછંદા પડી રહ્યા. શ્રોતાઓ ધીરે ધીરે સ્વસ્થ થયા, અને નિત્યક્રમ મુજબ પ્રશ્નાર્થીઓ પ્રશ્નો પૂછી મનની દુવિધાને ટાળવા લાગ્યા. પ્રશ્ન પૂછનારા નિખાલસ જિજ્ઞાસુ હતા; નિરર્થક તાર્કિક કે શુષ્ક તત્ત્વવાદીઓ નહોતા. પ્રશ્નનો જવાબ દેનાર પણ સીધી શૈલીમાં જવાબ આપતા હતા. એ જવાબ દ્વિઅર્થી કે ગોળગોળ નહોતો. બંને કલ્યાણકામી હતા. રાજા પ્રશ્નોત્તરો સાંભળી રહ્યો હતો. એને પ્રશ્નોત્તરોમાં રસ નહોતો, પણ એમાં વચ્ચે વચ્ચે પોતાના વિશે કંઈ પણ અભિપ્રાય પ્રગટ થાય તેના વિશે મૂળ જિજ્ઞાસા હતી. આ પ્રભુ એવા નિખાલસ હતા, કે વાતવાતમાં સંસારનાં સાચાં માણસનાં વખાણ કરતા. એક વાર અજાતશત્રુની માતા ચેલા પર જ્યારે અનીતિ, અનાચારના આક્ષેપોના ગંજ ખડકાયા હતા, ત્યારે પ્રભુ વીરે જ ભરી પરિષદમાં એનાં વખાણ કરી સત્યના સૂર્યને ઝળહળતો કરી દીધો હતો. રાજા અજાતશત્રુએ વિચાર્યું કે એવું આજ બનશે, જરૂર બનશે. મહાપ્રભુ પર પોતાના ભવ્ય સ્વાગતની અને પ્રજાના આનંદોલ્લાસની અસર જરૂર પડી હશે. પણ રાજાની માન્યતા ખોટી પડી : ઘણા પ્રશ્નોત્તરો થયા, પણ એમાં રાજા વિશે અછડતો ઉલ્લેખ પણ ન આવ્યો. : આખરે રાજાએ પોતે અંજલિ રચીને પ્રશ્ન કર્યો : ‘પ્રભુ ! જેઓ જીવનપર્યંત ભોગ ભોગવતા રહે છે, એવા ચક્રવર્તીઓ અંતે કઈ ગતિને પ્રાપ્ત થતા હશે ?’ પ્રભુએ આ પ્રશ્ન સાંભળ્યો, આખી પરિષદા પર નજર ફેરવી, અને પછી દૃષ્ટિ અંતરમાં સંમિલિત કરતાં કહ્યું : ‘એવા ચક્રવર્તીઓ સાતમી નરકે જાય છે.' ‘તો પ્રભુ ! મહાદાની ને મહાસંયમી એવા મુજની કઈ ગતિ થશે ?' રાજાએ સ્પષ્ટ રીતે પ્રશ્ન કર્યો ને જવાબ માગ્યો. ‘રાજન ! તું પોતાને મહાદાની કહે છે, પણ દાની એટલે શું, એનો અર્થ જાણે છે ?' ‘દાન એટલે આપવું.’ અજાતશત્રુએ કહ્યું. 384 D શત્રુ કે અજાતશત્રુ એરણની ચોરી ને સોયનું દાન એનું નામ તમારે મન દાન હશે, કાં ? મહાનુભાવ ! તળાવનાં જળ શોષી લો, ને પ્યાલું પાણી કોઈને પાઈ દો, એનું નામ દાન નહિ. સાચો દાની તો ખરેખર દાન કરતો નથી, છતાં મહાદાન કરે છે.’ પ્રભુએ નગ્ન સત્ય વદવા માંડ્યું. ‘એવો દાની કોણ ?' ‘જે કોઈનું લેતો નથી, ને જે કોઈને દેતો નથી, પણ સૌનું સૌની પાસે રહેવા દે છે, એ જ ખરો દાની છે. તમે હજારોની ભૂમિ લૂંટી, એમની અઢળક સંપત્તિ સ્વાહા કરી, પછી એ ગરીબોને બે કોડી ધન કે બે તસુ જમીન આપી દાની બનો છો, એ નરી વંચના છે !’ મહાપ્રભુનો એક એક શબ્દ સત્યના તેજથી પરિપૂર્ણ હતો. સભા મંત્રમુગ્ધ બની રહી. રાજા જરાક છોભીલો પડી ગર્યો, પણ એ ધીરજવાન હતો. એ છેલ્લી ઘડી સુધી હિંમત ન હારતો ને આ પ્રકારના અજબ ધૈર્યથી હારની બાજીને જીતમાં પલટી શકતો. રાજાએ ફરી પ્રશ્ન કર્યો, ‘હું મહાસંયમી તો ખરો ને ? આપ જાણો છો ને મારું વિશેષણ ‘પરસ્ત્રીસહોદર’ છે ?’ રાજન, તારા કામવૃત્તિના અંકુશને હું વખાણું છું. જગતમાં બધી કામના છોડનારા અસંખ્ય માણસો મળે છે, પણ સ્ત્રીની કામના છોડનારા વિરલા હોય છે. એ વિષયમાં તને ધન્યવાદ છે, પણ તારા ‘પરસ્ત્રીસહોદર 'પણાને હું સ્વીકારતો નથી.’ પ્રભુએ કહ્યું. ‘કાં, પ્રભુ ?’ રાજા નવાઈ પામ્યો. ‘તું પરસ્ત્રીનો બંધુ કઈ રીતે ? હજારો સ્ત્રીઓને વિધવા બનાવીને તેં એમના સહોદર તરીકેનું નહિ, માત્ર સંહારક તરીકેનું કામ કર્યું છે. સ્ત્રી તરફ કામદૃષ્ટિ ન રાખવી, એટલું જ બસ નથી; સ્ત્રી સંસારની માતા છે, માટે એના પ્રત્યે કલ્યાણદૃષ્ટિ રાખવી એ પણ જરૂરી છે.' ‘યુદ્ધ સ્ત્રીઓને અન્યાય કરતું હશે, પણ સંસારને તો ફાયદો કરે છે ને ?' અજાતશત્રુએ તર્કનો આશ્રય લીધો. ‘કઈ રીતે, મહાનુભાવ ?' પ્રભુએ નિખાલસભાવે કહ્યું. ‘સંસારમાં એક જીવનું ભક્ષણ બીજો જીવ છે. જીવડાંનો શત્રુ પતંગિયું, પતંગિયાનું શત્રુ કૂકડો, કૂકડા માટે બિલાડી, બિલાડી માટે કૂતરો – આમ આખી જીવસૃષ્ટિ વગર યુદ્ધે યુદ્ધનું જીવન જીવી રહી છે અને એથી એની સંખ્યા પર, એની વૃદ્ધિ પર, એના ભક્ષણ પર પૂરતો કાબૂ રહે છે. પણ માણસે પોતાના જીવનને એટલું વા ફર્યા, વાદળ કર્યાં D 385 Page #205 -------------------------------------------------------------------------- ________________ સલામત માની લીધું છે કે એને કુદરતી મોત પણ અકારું લાગે છે. હજારો વર્ષ સુધી આ પૃથ્વી પર જીવવાની લાલસાએ ઘણા યોગી થઈ ગયા છે, ને ધ્યાન, ધારણા ને સમાધિમાં બેસી ગયા છે. એવા માટે યુદ્ધ સંજીવની છે. યુદ્ધ માણસને ઓછાં કરે છે, માણસની સંખ્યાનું નિયમન કરે છે, સુકાળ કરે છે, સુભિક્ષ સર્જે છે ?' | ‘શાબાશ રાજન્ ! માનવતાનું જેમાં દેવાળું નીકળે, એ યુદ્ધને તું આશીર્વાદરૂપ લેખે છે ! અરે, યુદ્ધ તો એવો ભયંકર અગ્નિ છે કે સંસારનાં અસંખ્ય રત્નોને ભરખી જાય છે ને શેષ રત્નોને પાષાણ કરી નાખે છે ! તું પાષાણ બોલે તેવી વાણી કાઢે છે. જ રા સત્તાનો અંચળો ફગાવી, પ્રેમની કંથા ધારણ કરી ઝૂંપડીએ ઝૂંપડીએ ફરીને જો; તારા બોલનો તોલ તરત થઈ જશે.' પ્રભુની વાણીમાં તેજસ્વિતા હતી. એ વાણીનાં પૂર આગળ વહે તો પ્રજાના હૃદય પર પોતે જે છાપ પાડી હતી, તે લોપ થવાની સંભાવના હતી. રાજાએ વખત જોયો ને વાત બદલી. એણે પ્રશ્ન કર્યો : ‘પ્રભુ ! આપે મારા પિતાશ્રીની નરકગતિ ભાખી, ચક્રવર્તી માટે પણ આપે એ ગતિ જ કહી, તો આપ મારા વિશે કેવી ગતિ ભાખો છો ?' ‘ચક્રવર્તીને માટે સાતમી નરક, પણ તને છઠ્ઠી.” સાતમી કેમ નહિ ?” રાજા જરાક ધીટ બન્યો. ‘તું ચક્રવર્તી નથી માટે.’ પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. કોણે કહ્યું કે હું ચક્રવર્તી નથી ?' ટકી રહેવાના છે !' અજાતશત્રુની વાણીમાં ગર્વનો ઊભરો આવ્યો ! ‘તું વૈતાઢયગિરિની તમિસા ગુફા પણ વધી શકે ?” ‘હા પ્રભુ ! આપ માત્ર એટલું યાદ રાખો કે હું અજાતશત્રુ છું !' ‘રાજન્ ! મિથ્યા ગર્વ ધારણ ન કર ! મને લાગે છે કે તું અજાતશત્રુ નહિ, પણ તું તારી પોતાની જાતનો જ શત્રુ છે ! જે મિથ્યાભિમાનીઓને જગત હંફાવી શકતું નથી, એને અંદર બેઠેલા મદનમોહરૂપી શત્રુઓ પછાડે છે !' રાજાએ એ શબ્દો બેવડવી : ‘હું મારી જાતનો શત્રુ ?' ‘હા, રાજન, ચક્રવર્તી થવાની ઘેલછા છોડી દે અને ધર્મસાધન કર !' ‘એ નહિ બને ! ભરત ચક્રવર્તીની જેમ સગા ભાઈઓ પાસેથી સત્તા આંચકી લઈશ, એમની પાસે મારું ચક્રવર્તીપદ કબૂલ કરાવીશ ને પછી ત્યાગી થઈશ.' અજાતશત્રુ ! આત્મશત્રુ ન થા ! કંઈક સમજ !” ‘મારે સમજવાને હજી વાર છે ! સમજીશ એટલે સંયમ સ્વીકારી લઈશ.' ‘વિલંબ થશે તો એટલી વેળા પણ નહીં રહે. રાજન્ ! પળનો પણ પ્રમાદ કરવો ઠીક નથી.” આટલું કહી ભગવાન ગૌતમ ગણધરને પ્રમાદ વિશે કહેવા લાગ્યા. અજાતશત્રુ સભામાંથી ઊઠીને ચાલતો થયો ! ‘કેવી રીતે ?' ‘ચક્રવર્તી પાસે ચતુરંગ સેના હોય.’ મારી પાસે ચતુરંગ સેના છે.” ‘ચક્રવર્તી પાસે ચક્રાદિ રત્નો હોય.' મારી પાસે એવાં રત્નો છે. વધારામાં મહાશિલાકંટક અને રથમુશલ નામનાં યુદ્ધયંત્રો પણ છે. આજ પૂર્વે શાસ્ત્રોમાં બાર ચક્રવર્તી થઈ ગયા. તેઓથી સાધનમાં, સામગ્રીમાં, પરાક્રમમાં હું સવાયો ચક્રવર્તી છું. તેરમાં ચક્રવર્તી તરીકે મારી યશોગાથા ઠેર ઠેર ગવાય છે.” | તું તેરમો ચક્રવર્તી ?” | ‘હા, પ્રભુ ! મેં ઘણું જીત્યું છે. જે જીત્યું નથી તેનું કારણ હું મેદાને સંચર્યો નથી, એ જ છે. એને જીતવા માટે હું મારી આંખ ફેરવું એટલી જ વાર છે. જ્યાં સુધી અજાતશત્રુરૂપી સૂરજ તેમની સમીપ ગયો નથી, ત્યાં સુધી જ એ રાજાઓરૂપી ઘુવડો 386 | શત્રુ કે અજાતશત્રુ વા ફર્યા, વાદળ ફર્યા 387 Page #206 -------------------------------------------------------------------------- ________________ 52 ધરતીએ હાશ કર્યું ! પોતાની જાતને તેરમા ચક્રવર્તી માનતા-મનાવતા અજાતશત્રુએ ફરી નગારે ઘા દીધો. એણે જાહેર કર્યું કે શત્રુમાત્રના છેદ માટે અમે યુદ્ધે ચઢીએ છીએ. જેઓ અમારી તાબેદારી સ્વીકારવા ઇચ્છતા હોય તેઓ અમારે શરણે આવીને અમને મળી જાય; એમને અમે અમારા મિત્ર લેખીશું. અને જે ઓ સ્વતંત્ર રહેવા માગતા હોય એ લડવા તૈયાર થઈ જાય, પીઠ પાછળના ઘાની કોઈ વાત નથી.’ ફરીને આખા દેશમાં યુદ્ધનાં રણદુંદુભિ વાગી રહ્યાં , યોદ્ધાઓના જખમો હજી માંડ રુઝાયા હતા; અશ્વોની ને હાથીઓની નવી ઓલાદ મહામહેનતે તૈયાર થઈ હતી; નીરનવાણ ને ખેતર ફરી ધીરે ધીરે જનોપયોગી થઈ રહ્યાં હતાં, ત્યાં લડાઈનો આ નાદ પડ્યો. ભયંકર નાદ. સ્વયં કાળદેવને નોતરું ! થાકેલી સેનાનો થાક પણ હજી પૂરો ઊતર્યો ન હતો, ને પરિયાણનાં એલાન ! પણ આ તો રાજા અજાતશત્રુનો નાદ ! મહેલમાં, ઘરમાં કે ઝૂંપડીમાં કોઈ સ્થિર રહી ન શકે, સશક્ત હોય એણે સમરાંગણ પ્રતિ દોડી જવાનું. સેનામાં નામ લખાવવાનું ને શસ્ત્રસજ્જ થઈને આવી પહોંચવાનું ! નહિ તો યુદ્ધમાં તો જ્યારે મોત આવે ત્યારે મરવાનું, પણ સામે રાજાની સજા તો તૈયાર ! પૃથ્વી જાણે ફરી ચાક પર ચઢી. આ તરફ ભગવાન બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુ પર યુદ્ધનાં વાદળો વર્ષાનાં વાદળની જેમ તૂટી પડ્યાં હતાં. એનું મૂળ કારણ જાતિનું જ હતું. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ જાતિનું જન્મજાત મહત્ત્વ ઉખેડીને ફેંકી દીધું હતું, છતાં એ વસ્તુ માનવમનમાં એટલી ઘર કરી ગયેલી હતી કે છોડી છૂટતી નહોતી. ખુદ ભગવાન બુદ્ધનાં સગાંવહાલાં – શાક્ય કુળો પણ એ ન છોડી શક્યાં ! એ વાત આગળ આવી ગઈ છે કે, કોશલનો રાજા પસેનદિ, જેને શાક્ય કુળની કન્યા કહીને શાક્યોએ દાસી કન્યા પરણાવી હતી, એ દાસી કન્યાના પુત્ર વિડભની જ્યારે પોતાના મોસાળમાં જ દાસીપુત્ર કહીને મકરી થવા માંડી, ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી હતી કે મારું કલંક ગર્વિષ્ઠ શાક્ય લોકોના લોહીથી ધોઈશ. વિડુડભ મહાબળવાન પાક્યો. એણે શાક્યોના રાજ્યને મિટાવી દેવા, અજાતશત્રુની જેમ, પ્રથમ પોતાના પિતા પસેનદીને શ્રાવસ્તીની ગાદી પરથી ઉઠાડી મૂક્યો. પિતા અજાતશત્રુની મદદ લઈને પુત્ર સામે લડવા આવ્યો, પણ પરિશ્રમથી માર્ગની ધર્મશાળામાં જ અકાળે મૃત્યુ પામ્યો ! | પિતા જેવો મહાકંટક દૂર થતાં વિડુડલ્મ શાક્યો પર ચઢાઈ કરી. ત્યાં ગણતંત્રીય રાજ હતું. ચારે કોર બેજવાબદારી ને વિલાસનું વાતાવરણ જામેલું હતું ! કોઈ એકના માથે મોડ નહોતો. સહુ પોતાની જવાબદારીનો મોડ બીજાને માથે પહોંચતો કરવામાં માનતા. વિડુડભે ભયંકર ધસારો કર્યો. એણે કપિલવસ્તુને મૂળથી ઉખેડી નાખી. શાક્યોને અનિચ્છા છતાં લડાઈમાં ઊતરવું પડ્યું. એક વાર વિડુડભને ભગવાન બુદ્ધ વાર્યો, ભગવાનનું વચન રાખવા એ પાછો ફરી ગયો, પણ શાક્યો બગડેલી બાજી સુધારી ન શક્યા. ફરી યમ જેવો વિકરાળ વિવુડભ અકાળે મેઘ ગાજે એમ ગાજ્યો. શાક્યોને ફરી અનિચ્છાએ રણમેદાનમાં આવવું પડયું. તેઓએ ભગવાનને કહેવરાવ્યું કે આપ અહિંસાનો સંદેશ પાઠવો. પણ વિડુડભ કૃતનિશ્ચય હતો. એણે શાક્યોને દીઠચા ન મૂક્યો; એમની જાતિશ્રેષ્ઠતાની સજા પૂરેપૂરી કરી. એમની લોહીની નદીઓમાં વિડુડભે પોતાની જાતિહીનતાનું કલંક ધોયું. શાક્યસુંદરીઓ ન જાણે ક્યાંની ક્યાં વેચાઈ ! શાક્યસંતાનો હીનમાં હીનને ત્યાં ચાકરીએ રહી પેટ ભરવા લાગ્યાં. ભગવાન બુદ્ધને આ સમાચાર મળ્યા ત્યારે તેઓને અપાર દુઃખ થયું. જાતિઅભિમાનની કરુણતા એમણે નજરોનજર નિહાળી. પણ આ ભયંકર નરમેધ કર્યા પછી પણ રાજા વિડુડભ એનો સંતોષ ન લઈ શક્યો. અચિરવતી (રાવી)ને કાંઠે શ્રાવતી નગરીની બહાર એ પડાવ નાખીને પડ્યો હતો, નગરપ્રવેશના સારા મુહૂર્તની રાહ જોઈ રહ્યો હતો, ને એ રાતે એકાએક વરસાદ વરસ્યો. વરસાદ તે કેવો ? મુશલધાર ! જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા. વરસાદ ભેગો વંટોળ જાગ્યો.. | નદીમાં એકાએક ઘોડાપૂર આવ્યું. એવું ભારે પૂર આવ્યું કે કોશલની સેનાની કુશલતા ભયમાં આવી ગઈ. ધરતીએ હાશ કર્યું !D 389 Page #207 -------------------------------------------------------------------------- ________________ એક ઘોડાપૂર વહી ગયું, ત્યાં તો, જાણે કુદરતે જ કોપ કર્યો હોય કે નિર્દોષ પ્રજાના સર્વનાશની સજા કરવા માટે જ હોય તેમ, સાત સાત ઘોડાપૂર ઉપરાઉપરી આવ્યાં. અને એ પૂરમાં વિડુડભની વીર સેના પીપળાનાં પાનાંની જેમ તણાઈ ગઈ ! હાથી પર બેઠેલો સેનાપતિ હાથી સાથે પૂરમાં ખેંચાયો. દશ દશ હાથી જેને રોકીને ખડા હતા એ તરાપા પર રાજા વિડુડભ બેઠો હતો. પણ જલદેવની સવારી ભયંકર હતી. દશ હાથી, તરાપો અને રાજા વિડુડભ બધાંને પળવારમાં પોતાનાં ઉદરમાં સમાવી એ ચાલ્યો ગયો. જેના નામથી પૃથ્વી કંપતી એનું નામોનિશાન ન રહ્યું. સૂરજદેવ છડી સવારીએ આવ્યા ત્યારે ત્યાં કંઈ નહોતું. નહોતી ત્યાં ચતુરંગ સેના, નહોતા સેનાપતિ કે સામંતો, ને નહોતો રાજા વિડુડભ કે જેની હાકથી પૃથ્વી કંપતી. શ્રાવસ્તી-ભગવાન બુદ્ધની પ્યારી શ્રાવસ્તી માત્ર ખંડેરોમાં ખડી હતી. એના સપ્તભૂમિપ્રાસાદો જળભરી વાવ કે તડાગ જેવા થઈ ગયા હતા. એના ચાર-ચાર પાંચ-પાંચ માળ પાણીથી છલોછલ હતા. દોમંજિલ કે એક મંજિલ હવેલીઓ તો દેખાતી જ નહોતી | જલ, પૃથ્વી, અગ્નિ, તેજ ને વાયુ-પંચભૂતમાંના માત્ર એક ભૂતની કરામતે શ્રાવસ્તીમાં માનવીમાત્રની હસ્તી મિટાવી દીધી ! અને આટલું અધૂરું હોય તેમ સાંજે ઠંડો હિમાળુ વાયુ છૂટ્યો. કેટલાય યોજનની ગતિ સાથે એ વાવા લાગ્યો. ખૂણેખાંચરે ભરાઈ બેઠેલા મનુષ્ય, સર્પ કે પંખી એ હિમવાયુમાં ઠરીને ઢીમ બનીને ઢળી પડ્યાં ! અજાતશત્રુ જ્યારે નવા યુદ્ધપ્રયાણની તૈયારીમાં હતો ત્યારે એને શાક્ય દેશ અને શ્રાવસ્તીના સર્વનાશના આ સમાચાર મળ્યા; પણ ત્યારે તેણે કંઈ ઊંડો વિચાર ન કર્યો. મિથ્યાભિમાન એ દોષ છે, એ વાત એણે હૃદયથી વિચારી નહિ. એણે ફક્ત એટલું જ કહ્યું : ‘ભાગ્યશાળીને ત્યાં તો ભૂત રળે છે ! આ યુદ્ધમાં ગણતંત્રીય શાક્યોનો સંહાર અને બીજી તરફ મહાબળિયા રાજા વિડુડભનું અપમૃત્યુ, આ બધાં મારા ભાવી વિજયનાં એંધાણ છે, મારા ચક્રવર્તીપદના રાહનાં મંગળસૂચકો છે. વૈશાલીની જેમ એ બધા પ્રદેશો મારા બની જશે અને એમાં હું મારી નવી વ્યવસ્થા પ્રસારીશ. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને કહીશ કે હવે આપ એક અખંડ ચક્રવર્તીના રાજ્યમાં નિરાંતે વિહરો અને લોકોને સમજાવો કે કર્મ મોટાં છે, માણસ તો માત્ર નિમિત્ત છે. રાજા થવું કે રંક, એ પણ કર્મનું જ ફળ છે. બનવાનું હોય એ બન્યા કરે છે. માણસ તો વિધિનું રમકડું છે. એ નચાવે તેમ એ નાચે છે. ક્ષમા મોટો 390 C શત્રુ કે અજાતશત્રુ ગુણ છે. દાન અને ઉદારતા, એ બે ગુણ જેનામાં હોય એ જ સાચો માણસ કહેવાય, એ સિવાયના બાકી બધા પશુ ! રાજા અજાતશત્રુ મનમાં જ હસી રહ્યો : શું નસીબની બલિહારી છે ! અરે, જગતમાં મને કોણ પરાસ્ત કરી શકે તેમ છે ? ભગવાન મહાવીર પાસે પણ મારા નામની યથાર્થતા કબૂલ કરાવીશ. યુદ્ધનો ભયંકર નશો અજાતશત્રુના દિલ પર વ્યાપી ગયો. ઠેરઠેર રણભેરીઓ વાગવા લાગી. સેનાઓ એકત્ર થવા લાગી. રાજદૂતોના ઘોડા પણ દોડતા થયા. આજે આ રાજ, કાલે બીજું રાજ ! ભલભલાં રાજ્યો રાજા અજાતશત્રુની કદમબોસી સ્વીકારવા લાગ્યાં. તેઓની શરણાગતિના પત્રો લઈને એલચીઓ દરબારમાં હાજર થયા. પણ કેટલાંક મગતરાંઓ હજી મિથ્યા ગર્વ રાખી રહ્યાં હતાં. એ મગતરાંઓને મસળી નાખવા રાજા અજાતશત્રુએ એક શુભ ઘડીએ પ્રયાણ કર્યું. રાણી પદ્મા આ વખતે એકાએક વચ્ચે આવીને ઊભાં રહ્યાં : ‘ખમૈયા કરો, મારા નાથ ! આ યુદ્ધની આગ હાથી અને હારના બહાના નીચે મેં ચેતાવી હતી. ઓહ ! પણ આજે હું જે જોઉં છું તે મારાથી જોયું જતું નથી ! કેટલો સંહાર ! કેટલી વિધવાઓ ! કેટલાં અનાથો ! નાથ ! મારાં પાપ પોકાર પાડે છે. મને ઊંઘ નથી આવતી.’ ‘રાણી ! પાપ ન કહો, પુણ્ય કહો. નિરાંતે ઊંઘો. ઇતિહાસ કહેશે કે તમારી પ્રેરણા હતી તો હું આજ તેરમો ચક્રવર્તી થવા શક્તિમાન થયો. ઇતિહાસમાં આપણે અમર થઈશું.' રાજા અજાતશત્રુએ રાણીને સાંત્વન આપ્યું. ‘નાથ ! શા માટે આ સંહાર ? દશ કોળિયા અન્ન, દશ ગજ જમીન ને વીસ હાથ વસ્ત્ર, એ માટે આટલો બધો સંહાર ! અતિ ઉગ્ર પુણ્ય-પાપનાં ફળ, કહે છે કે, તરત મળે છે. વિડુડભની ને શાક્યોની વાત તો જાણો જ છો.' ‘રાણી ! કોઈ પોચિયા ઘાસ જેવા સાધુનાં ભક્ત તો બન્યાં નથી ને ? આ સાધુઓનો તો સ્વાર્થ સિદ્ધિને માટે ઉપયોગ કરવો, બાકી એમની બીજી બીજી વાતોને કાને ન ધરવી.’ અજાતશત્રુએ રાણીને સલાહ આપતાં કહ્યું ને પાસે જઈને બોલ્યો, ‘રાણી ! આપણા બંનેનો ચક્રવર્તીના સિંહાસને અભિષેક તરતમાં જ છે. યુદ્ધ તો રમતવાત છે. મારો શત્રુ તો હવે જન્મે ત્યારે ખરો ! હું તો અજાતશત્રુ છું !' રાણી પદ્મા વિચારમાં પડી ગઈ. એ બોલી : “પ્રભુ મહાવીર કહેતા હતા કે ઘણી વાર આપણા શત્રુ આપણે પોતે જ હોઈએ છીએ. વિડુડભ જેવા બળવાનને કયા શત્રુએ હરાવ્યો ? પારકાનું જોઈને આપણે કંઈ બોધપાઠ ન લઈએ તો પશુથીય ધરતીએ હાશ કર્યું !D 391 Page #208 -------------------------------------------------------------------------- ________________ હીન કહેવાઈએ. ઘણું થયું, હવે ખમૈયા કરો નાથ ! સંસારને અધિક યુદ્ધથી સ્મશાન ન બનાવો !' ‘શું કાલ-મહાકાલની પત્નીઓ તને ભેટી ગઈ ? એ ઠેર ઠેર યુદ્ધવિરોધી પ્રચાર આદરી બેઠી છે ! શું કરું ? એ સ્ત્રી છે, અને વળી નાના ભાઈની વહુઓ છે. નહિ તો ક્યારની કારાગારમાં હડસેલી દીધી હોત. રાજદ્રોહ તો અક્ષમ્ય અપરાધ છે.' અજાતશત્રુ બોલ્યો. ‘એવો અક્ષમ્ય ગુનો કરવાનું હવે તો મને પણ મન થયું છે, નાથ ! સંસાર પરથી સંગ્રામ જવા જોઈએ. શા માટે કોઈ પ્રજાને ગુલામ બનાવે ? શા માટે પ્રજાપ્રજા ભાઈ ન બને ? પણ રાજકુમાર કાલની પત્ની સાચું કહેતી હતી કે જ્યાં સુધી રાજાઓ છે, સામંતો છે, સ્થાપિત હકો છે, ત્યાં સુધી સંગ્રામ રહેવાનો જ ! એ કોઈ કદી પ્રજાને એક નહિ થવા દે. એ અસ્મિતાનો દારૂ પાઈ પાઈને એક્બીજાંનાં ગળાં કપાવશે. સંગ્રામ...સંગ્રામ... હવે તો મને એ શબ્દથી જ બીક લાગે છે, સ્વામી !' રાણી પદ્મા બીતી હોય તેમ ધ્રૂજી રહી. ‘ઓહ રાણી ! આટલાં કમજોર ! તમે તો ભારતવર્ષના ચક્રવર્તીનું સ્ત્રીરત્ન છો ! રાણી, યુદ્ધે ચઢનાર પતિને તમારે તો પાનો ચઢાવવો જોઈએ.’ અજાતશત્રુએ રાણીને હિંમત આપવા માંડી. હું રાણી છું, પણ એથી વધુ એક સ્ત્રી છું. સંગ્રામના જોરે રાણીની મહારાણી બની શકું, પણ સંગ્રામમાં ભારે જોખમ છે : સધવાની વિધવા પણ થઈ જાઉં, સનાથની અનાથ પણ બની જાઉં. મારા કુંવર ઉદયનને પિતાની જરૂર છે. એ કહે છે કે મા, મારા પિતાને મારા અને તારા કરતાં સંગ્રામ પર વધુ સ્નેહ લાગે છે ! અરે, સંસારના બીજા પિતાઓ પુત્રને કેવું વહાલ કરે છે ! ઉદયને વહાલ જ મળ્યું નથી. એને પિતા જોઈએ છે, સ્વામી ! અને હું પતિ માગું છું. સ્ત્રીને ચક્રવર્તી સ્વામી ન જોઈએ, સ્નેહાળ પતિ જોઈએ. પણ આપણે આખરે તો માણસ જ છીએ ને ! મને તો તમારાં કાર્યોમાં માણસાઈની નરી વિકૃતિ દેખાય છે.’ ‘રાણી ! જાઓ, રાજમહેલમાં આરામ કરો. તમારું ચિત્ત અત્યારે અસ્વસ્થ છે. સારા વૈદને બોલાવી ઓસડ લો. તમારું ગજું કેટલું ? સ્ત્રી આખરે સ્ત્રી ! દેડકો ગમે તેટલું પેટ ફુલાવે પણ કંઈ હાથીની બરોબરી કરી શકે ?' અજાતશત્રુએ કહ્યું. એ શબ્દોમાં રાણી પદ્માની ઘોર ઉપેક્ષા ભરી હતી. કોઈ ઝાડ મૂળથી ઊખડી પડે, એમ રાણી નીચે ઢળી પડી. મહારાજ મગધેશ્વરે હાકલ કરી : ‘દિલની કમજોરી હું જાણતો નથી. હાથી હાંકો ! રણભેરી વગડાવો !' સેનાની કૂચ શરૂ થઈ. ધરતી પર યુદ્ધનાં વાવંટોળ ફરી છવાઈ ગયા. 392 ] શત્રુ કે અજાતશત્રુ નાસભાગ મારકાપ ચાલુ થઈ. મગધની સેનામાં નિરાશાનું ભયંકર મોજું પ્રસરેલું હતું, પણ કઠોર રાજશાસન સામે એની તો શું, એના સેનાપતિની પણ એક ફૂંકારોય કરવાની હિંમત નહોતી. સેનામાં ઉત્સાહ નહોતો, પણ રાજશાસનના નિયમો એટલા કડક હતા કે કોઈની જબાન હાલીચાલી શકતી નહિ. અંદરના કચવાટનો સુમાર નહોતો, દિલ બળવો પોકારવા માગતું હતું, પણ જૂની શિસ્ત હૈયાને દાબી દેતી. છતાં વિજયો સરળ બન્યા હતા. વગર યુદ્ધે, વગર ખુવારીએ રાજાઓ તાબેદારી સ્વીકારી લેતા અને ભેટ ને ખાદ્યસામગ્રીના ઢગલા કરતા. મગધસેના, જે પહેલાં આ પદાર્થોમાં ખૂબ રુચિ રાખતી, એ હવે આમાં ખાસ ઉત્સાહ ન દાખવતી. હવે તો એને લાગતું કે વૈભવ ગમે તેટલો મળે, પણ ભોગવવાની નિરાંત ન હોય એવા વંધ્ય વૈભવને શું કરવો ? રાજા અજાતશત્રુના ચિત્તમાં તો યુદ્ધ સિવાય બીજું કંઈ હતું જ નહીં. એમાં વૈભવની ઝંખના નહોતી, સ્ત્રીની મોહિની નહોતી, થાક જેવી વસ્તુ નહોતી. પહેલો દરબાર, પછી ઘરબાર, એ એનું સૂત્ર હતું. જે કામ અને અર્થ બીજા રાજાઓનાં દૂષણ બન્યાં હતાં, એ એને માટે ભૂષણ હતાં. એને ભૂખ કેવળ ચક્રવર્તીપદની હતી. એની એકમાત્ર કામના ધરતીના પતિ થવાની હતી. અજાતશત્રુને મન ધરતી જાણે પુંચલી હતી, અને એ ધરતીને પોતે સતી બનાવવા નીકળ્યો હતો ! વૈતાઢ્ય પર્વત, એની ગુફાઓ અને એની પેલી પારનો પ્રદેશ, આટલું જીત્યા પછી યુદ્ધના અશ્વો પાછા ફરવાના હતા. પછી તો ફક્ત ચક્રવર્તીપદનો મહોત્સવ કેમ મહાન રીતે ઊજવવો, એની જ વિચારણા કરવાની હતી. કારણ કે રાજકાજની ધુરા તો આયુષના આરે ઊભેલા મહામંત્રી વસકાર હજીય વેંઢારી રહ્યા હતા. મહામંત્રી વસ્યકાર મહાકૂટનીતિજ્ઞ હતા. જ્યાં હાથી, ઘોડા, તલવાર કે સૈન્ય સફળતા ન મેળવી શકે, ત્યાં પોતે બુદ્ધિથી જીત મેળવી શકતા હતા. પણ આજે તો મહારાજ અજાતશત્રુ આગેવાન હતા. વૈતાઢ્ય પર્વતની તળેટીમાં સેનાએ પડાવ નાખ્યો. એ સાંજે તળેટીનો અધિષ્ઠાતા આવીને ભેટલું મૂકી ગયો, અને ચેતવતો ગયો કે ‘મને તો આપનો સેવક લેખજો, પણ આટલેથી ખમૈયાં કરો ને પાછા વળો તો સારું. અતળના તાગ ન લો. પર્વતની ન વીંધાયેલી ગુફાઓ વીંધતાં ચેતજો ! એવા ઝેરી વાયુ ત્યાં ગૂંચળા વળીને પડ્યા છે, કે બહારના વાયુના સંસર્ગમાત્રથી જોતજોતામાં ભડકો થઈ જશે. એવાં વિચિત્ર જળ છે, કે પીતાંની સાથે અતિસાર થઈ જશે. એવાં વૃક્ષ છે, કે સ્પર્શતાંની સાથે ખણજ ધરતીએ હાશ કર્યું !D 393 Page #209 -------------------------------------------------------------------------- ________________ ઊપડી આવશે. પછી ન એની દવા છે, ન એના ઉપચાર છે.’ રાજા અજાતશત્રુએ કહ્યું : ‘તમે બધા નિર્બળ મનના છો. આજ હું અતળના તાગ લેવા નીકળ્યો છું. કદાચ થોડી ખુવારી થાય તોય મને ચિંતા નથી. પણ હવે પાછા વળવાની વાત ન કરશો. દીનવૃત્તિ કે પલાયનવૃત્તિ અજાતશત્રુના જીવનમાં નથી.' પર્વતનો અધિષ્ઠાતા નમન કરીને ચાલ્યો ગયો, પણ રાજાના અંગરક્ષકોએ જ આ વાત બહાર પાડી. તેઓએ વર્ષોથી ઘરકુટુંબ તજ્યાં હતાં, અને શાંતિ તો સ્વપ્નમાં પણ અનુભવી નહોતી. આ રાજા યુદ્ધમૂર્તિ છે, એ હશે ત્યાં સુધી યુદ્ધ જવાનાં નથી ! પણ હવે યુદ્ધ શા માટે ? તેઓએ અધિષ્ઠાતાએ કહેલી સાવચેતી બહાર પાડી દીધી. સેનામાં આ વર્તમાન પ્રસરતાં સહુએ કહેવા માંડ્યું : ‘અમે તો માણસ સામે લડીએ, કુદરત સામે નહિ.' અજાતશત્રુએ આનો કંઈ જવાબ ન આપ્યો, પણ બીજે દિવસે પ્રભાતે પોતે પહેલો ગુફાપ્રવેશ કરશે, એવી જાહેરાત કરી. રાજાએ સેનામાં પણ પોતાનો પ્રભાવ પાડવાની કળા જાણવી જોઈએ. આવો એકાદ પ્રસંગ એના જીવનની ગૌરવગાથા બની જાય છે. આ નિર્ણય પ્રગટ થતાંની સાથે બધાની જીભ સિવાઈ ગઈ. કેટલાક તો કહેવા લાગ્યા કે શું આપણી જાત કરતાંય રાજાની જાત હલકી ? એને આવા જોખમમાં કેમ જવા દેવાય ? કોઈ વાર કિનારે આવેલાં વહાણ મૂર્ખતામાં ડૂબી જાય ! થાકેલા સૈનિકો નકલી ઉત્સાહ બતાવીને રાજાની પહેલાં ચાલ્યા. કંટાળેલા સેનાપતિઓ વીરતાનાં પોકળ વચનો કાઢતાં રાજાને આગળ ન રહેવા વીનવવા લાગ્યા. પણ રાજાએ કોઈની વાત ન સાંભળી ! સવાર થતાં રાજાએ પોતાના વિજયી અશ્વ પર ચઢી પ્રયાણ કર્યું. પાછળ સૈન્ય ચાલ્યું. અશ્વ, પાલખી અને પાયદળથી આખો ડુંગર ડોલી રહ્યો. જેને ગુફાઓ કહેવામાં આવતી, એ ખરેખર વૈતાઢ્ય પાર કરવાના માર્ગ હતા. એ માર્ગ એક યા બીજી રીતે બંધ કરવામાં આવ્યા હતા; બંધ કર્યાંને વર્ષો વીતી ગયાં હતાં ! આગળ રથપતિઓ, શિલ્પીઓ ને મજૂરો ચાલતા હતા. સાથે ચુનંદા સશસ્ત્ર યોદ્ધાઓ હતા. ગુફાના પ્રથમ દ્વારને થોડીક પળોમાં ઢાળી દેવામાં આવ્યું અને બધા આગળ વધ્યા. અજાતશત્રુનો ઘોડો સહુથી આગળ હતો. પણ એક ગુફાના દ્વારે બધાની પ્રગતિને ખાળી દીધી. રાજા દોડીને ત્યાં 394 D શત્રુ કે અજાતશત્રુ પહોંચી ગયો. એ જાણતો હતો કે સેનામાં ને કામ કરનારાઓમાં કચવાટ છે; એ કચવાટને ખીલવા માટે કોઈ પણ કારણે મેદાન ન મળવું જોઈએ. રાજા એ દ્વાર પાસે સર્યો કે એ લોહદ્વાર ધડાક કરતું ખૂલી ગયું. ભાગ્યશાળીનું નસીબ એની પહેલાં જાય છે ! વિજયી યોદ્ધાની જેમ અજાતશત્રુએ એમાં પ્રવેશ કર્યો. બધેથી જયજયકારનો ધ્વનિ ગુંજી રહ્યો. એ ધ્વનિના સ્વરો ગુફામાં પડઘા પાડી રહ્યા, ત્યાં અંદરથી એક પથ્થર સર્યો ને વંટોળની જેમ હવાનો સામેથી ધક્કો આવ્યો. હવા તે કેવી ! ભયંકર બદબૂવાળી ! એ હવા સાથે બહારની હવા ભળી ! અને એક મોટો ભડકો થયો ! ભડકો તે કેવો ? કાલાગ્નિ જેવો ! અંધારી ગુફામાં અજવાળું અજવાળું થઈ ગયું. જેટલા ગુફામાં હતા, એટલા ત્યાં ને ત્યાં ભડથું થઈને ઢળી પડ્યા. રાજા અજાતશત્રુ પણ એની વચ્ચે શબ થઈને પડ્યો ! કોણ કોને બચાવે ? પછી તો ગુફાના ભડકા બહાર આવવા લાગ્યા. બહાર ઊભેલા પણ જીવ લઈને ભાગ્યા. ઘણાને તો ‘રોતી’તીને પિયરિયા મળ્યાં' જેવું થયું ! શું થયું ને કેમ બન્યું, કોણ ત્યાં તળ રહ્યું ને કોણ સાથે થયું -- કશીય માહિતી જાણવા કોઈ ન રોકાયું. ધીરજનો જર્જરિત બંધ એક પળમાં કડડભૂસ થઈ ગયો. લાંબી વાટ પર વિનાશ વરસી ગયો. વૈશાલી, કપિલવસ્તુ ને શ્રાવસ્તી તો ક્યારનાં સ્મશાન બન્યાં હતાં; હવે બીજાં નગરો પણ સ્મશાન બની રહ્યાં. સ્મશાનમાંથી જાગીને શબ ઘર તરફ પાછાં વળ્યાં હોય તેમ સૈનિકો પાછા ફરતા હતા. ગુફાના ભયંકર અગ્નિએ એમના ચહેરાઓને વિકૃત કરી નાખ્યા હતા, એમના વિશ્વ-વિજયી હાથ પગોને નકામા કરી દીધા હતા ! આખો દેશ જાણે માનવતાના ભંગાર સમો બની ગયો હતો. કોઈ કોઈને કુશળ પૂછતું નહોતું. સહુ કહેતા કે પ્રેમ સાચો મંત્ર, યુદ્ધ મોટો શાપ ! ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધ સાવ સાચા. અજાતશત્રુ પોતાની જાતનો શત્રુ તો ખરી, પણ જગતનો શત્રુ પણ ખરો ! પણ રે ! મરેલા માણસની ગમે તેટલી નિંદા કરો, તેથી મરેલાને શું હાનિ અને જીવતાને શું લાભ ? ભૂલી જાઓ હવે એ બધો ભૂતકાળ ! યુદ્ધે ભરખેલી ભૂમિ પર ધરતીએ હાશ કર્યું !D 395 Page #210 -------------------------------------------------------------------------- ________________ પોયણાં પ્રગટાવવા એકબીજાને પ્રેમ કરો ! ન પૂછો એનો દેશ, ન પૂછો એનો ધર્મ, ન પૂછો એનો સિદ્ધાંત ! સિદ્ધાંત ફક્ત પ્રેમનો; બીજો કોઈ સિદ્ધાન્ત નહિ. અને યંત્રોના લોહમાંથી હળ કરો. ભૂમિ ખેડો. બીજ વાવો. તલવારનાં દાતરડાં કરો, મોલ લણો અને સાથે બેસીને સુખે જમો. અને યુદ્ધ આદર લડાઈ સામે, દુષ્કાળ સામે, રોગ સામે, સામાન્ય જનસમૂહની દીનતા, દરિદ્રતા અને અજ્ઞાનતા સામે ! માણસ નહિ, પણ જાણે મડાં આવી વાતો કરે છે, ને સહુને એ રુચી પણ જાય છે ! એ રાત કાળરાત્રી જેવી ઊગી, મગધના રાજા અને એની સેના સાથે સર્વનાશ વરસી ગયો. જ્યારે ચંપાનગરીથી એક કાફલો શોધખોળ માટે મોકલાયો, ત્યારે મરેલાંના દેહની રાખ પણ અડધી હવામાં ઊડી ગઈ હતી અને અજાતશત્રુનું અંગ તો શું. અસ્થિ તો શું, એની ભસ્મનો કણ પણ ત્યાં શેષ નહોતો. એ તો જાણે માટી સાથે માટી બનીને સદાને માટે લુપ્ત થઈ ગયો હતો : ન કોઈ નામ, ન કોઈ નિશાન ! કેવો બળિયો રાજા અને એનો કેવો કરુણ અંજામ ! એક મહાન પ્રકરણ પર આમ અણધાર્યો પડદો પડ્યો, ને જગત માનવજીવનની પ્રેમસગાઈ પર શ્રદ્ધા રાખતું થઈ ગયું. થોડે વર્ષે રાજા અજાતશત્રુનો ધર્મનિષ્ઠ પુત્ર રાજા ઉદયન ગાદીએ આવ્યો. એણે ગંગાને કાંઠે પાટલીપુત્ર (બિહારમાં આવેલું અત્યારનું પટના) નામે નવું પાટનગર વસાવ્યું. અને એ ભગવાન મહાવીરના અમર ઉપદેશને પાષાણમાં કોતરાવી રહ્યો : માણસનો પોતાની જાત જેવો બીજો કોઈ શત્રુ નથી. માટે જાતને ધર્મથી, ધર્યથી ને ત્યાગથી ઘડજો !? એ શાંતિ-સંદેશના પડઘા સર્વત્ર પ્રસરી રહ્યા. અને પૃથ્વી જાણે ઘણે વર્ષે હાશ કરીને નિરાંતનો શ્વાસ લેવા લાગી. હવામાં પણ એ નિરાંતની મહે કે પરખાતી હતી. 396 | શત્રુ કે અજાતશત્રુ