________________
રાજા તો કારાગારમાં સુખી છે. મહેલ કરતાં પણ વધારે સુખી છે ! મારા દીકરાને કોઈ ઠપકો ન આપે !' કેદીએ સ્વસ્થતાથી કહ્યું.
ઓહ !' વર્ધિકથી ઉચ્ચાર થઈ ગયો. એણે ફરી ચાબુક વીંઝયો, પણ ફટકો બરાબર ન પડ્યો.
તરત ક્રોધથી ધમધમતી પેલી વ્યક્તિ અંદર ધસી આવી. એણે વધિકને બહાર ધકેલી દીધો, ને ચાબુક લઈને કેદીને સજા આપવાનું કામ પોતે કરવા માંડ્યું!
સાધુ રાજકારણમાં રાજી છે
આગંતુકે કોરડો ઉપાડ્યો, જોરથી વીંઝયો ને ફટકો લગાવ્યો. રાજ કેદીનવી દેહનું ચામડું ચરર કરતું ચિરાઈ ગયું. પણ મોંમાથી જ રાય અરેકારો ન નીકળ્યો !
પોતાનો પ્રહાર નિરર્થક ગયો જોતાં આગંતુકે ફરી ચાબુક વયો, ફરી ફટકો લગાવ્યો. પણ કેદી તો જડની જેમ ઊભો જ રહ્યો. અલબત્ત, એની સુકોમળ દેહમાંથી રક્તના રેલા અને માંસના લોચા બહાર ધસી આવ્યા હતા, પણ જાણે કોઈ બીજાને માર પડતો હોય અથવા મારા ખાવાને લાયક પોતાના દુશમનને કોઈ મારતું હોય અને પોતે પ્રસન્ન થતો નીરખતો હોય એવું આછું સ્મિત એના મુખ પર રમતું હતું.
| ફટકાબાજના ફટકા કંઈ પરિણામ નિપજાવી ન શક્યા. એ થાકી ગયો. એણે ચાબુક નીચે મૂકી દીધો.
‘ભાઈ, તું થોડી વિશ્રાંતિ લે ! ખરેખર ! દુશ્મનનો દુશમન સહેજે મિત્ર! મારે પણ એવું બન્યું છે.” કેદીએ કહ્યું.
‘કોણ દુશ્મનનો દુશ્મન !' ફટકાબાજથી આશ્ચર્યમાં પ્રશ્ન થઈ ગયો. કેદી સાથે ન બોલવું, એ નિયમ આમ એકાએક સહજ રીતે એ તોડી બેઠો અને પ્રથમના ફૂટકાબાજ જેટલો જ ગુનો પોતે પણ કરી બેઠો.
મારો જે દુશ્મન, એનો તું દુશ્મન !' કેદીએ ખુલાસો કર્યો.
‘રાજા ! તારો દુશ્મન છે આજે તારો પુત્ર. એનો હું દુશ્મન નથી. દુનિયામાં સત્યવાદી તરીકેની નામના ધરાવે છે, છતાં તું ખોટું બોલે છે ?’ ફટકાબાજ બોલ્યો.
‘તમે જુવાનો સહસામાં-ઉતાવળમાં માનો છો, પણ મારી વાત જરા સમજો.’ કેદીએ નિશ્ચિતતાથી કહ્યું. એની બોલવાની છટા અપૂર્વ હતી.
ના, રાજા ! તારી દુર્ગતિ થવી હજી બાકી છે. તું મને તારા દુશ્મનનો દુશ્મન
16 | શત્રુ કે અજાતશત્રુ