________________
હાસ્યના બદલે રુદનના સ્વરો જાગે ત્યાં સુધી અહીં થોભું . રાજાજી ઘણું હસ્યા, હવે ૨ડતાં શીખો !' ગવાક્ષમાંથી ઊતરનાર વ્યક્તિએ કહ્યું.
એ વખતે અંદરથી સ્વરો આવ્યા, ‘ભાઈ વયિક ! હસ્યો ઘણું; શું હવે તું મને રડતાં શીખવીશ ?”
વધિક બોલ્યો, ‘મને આપની સાથે બીજી કોઈ વાત કરવાની મનાઈ છે. મરજી પડે તો હસો, મરજી પડે તો રડો. મારે તો મારી ફરજ પૂરી કરવાની છે.'
‘તારી ફરજ ? ઓહ રાજાઓએ સેવકોનો આત્મા જ હણી લીધો છે. સેવક થયો એટલે પગ ચાટનારો કૂતરો !” કેદી બોલ્યો.
‘આપ મને ગાળો દેશો, તેથી હું ઢીલો નહિ પડી જાઉં. અમે માણસના નહિ, સિંહાસનના તાબેદાર છીએ.'
‘સિંહાસન તો જડ છે. શું ચેતન જડનો તાબેદાર ?' કેદી બોલ્યો.
‘ભૂમિ, સુવર્ણ, રીય જડ છે. શું માણસો એની પાસે પ્રભુને ભૂલી નથી જતા? પણ મહાશય ! આપ મને વાતોએ ચડાવો છો. મારી ફરજ માં અટકાયત કરો છો.’ વધિકે કહ્યું.
‘ના, ભાઈ વધિક, ના ! તારી ફરજ તું સુંદર રીતે બજાવ. હું તને જડતાનો. સેવક કહું છું, પણ હું ય એક દિવસ એવો હતો; ચેતન-આત્માને દેહનો ગુલામ બનાવી બેઠો હતો. વારુ ! શું મારે વસ્ત્રો કાઢવાં પડશે ?' કેદીએ પૂછવું.
‘આપ જાતે ઉતારશો તો બે લાભ થશે. મારે બળનો પ્રયોગ કરવો નહિ પડે અને આપને પછી એ રીતે ફાટેલાં વસ્ત્રો પહેરવાં નહિ પડે.” વધિકે કહ્યું.
| ‘બળમાંથી તો મારી શ્રદ્ધા જ ઊઠી ગઈ છે. વારુ ! એક અધોવસ્ત્ર તો રાખી શકું ને ?” કેદીએ કહ્યું.
ના, એ જ ભાગ ચાબુક વીંઝવા માટે સર્વોત્તમ છે. આપે માત્ર લંગોટી પહેરવી, એવી મારા રાજાની આજ્ઞા છે.’ વધિવે કહ્યું, એના મુખ પરના ભાવો વારંવાર પલટાતા જતા હતા, પણ એ ભાવ છુપાવવામાં કુશળ હંશોએના અવાજમાં એ કસરખો રણકો હતો.
‘વારુ ! આજ તો જેવો તું પ્રજાજન છે, એવો જ હું પણ પ્રજાજન છું. રાજાની આજ્ઞા મારે પણ શિરોધાર્ય છે. વધિક ! કહે, હું કેવી રીતે ઊભો રહું કે તને ફરજ બજાવવામાં સરળતા પડે ?”
આપ દીવાલને હાથનો ટેકો દઈ, છોકરાં થોડીદાવની રમત રમે એ જ રીતે ઊભા રહો.”
એમ જ ઊભો રહું છું ભાઈ વધિક ! તારું કામ શરૂ કર.” કેદી વસ્ત્રો ઉતારી લંગોટ પહેરી દીવાલ પર બે હાથનો ટેકો દઈ બરાબર ઘોડીની જેમ ઊભો રહ્યો.
વધિ કે પોતાનું કામ શરૂ કર્યું. એણે પોતાનો લાંબો કોરડો ખુલ્લો કર્યો, ઊંચો કરી હવામાં વીંક્યો કેદીની દેહ પર ફટકો લગાવ્યો.
ચાબુકના સાટકાથી આખો ખંડ ગાજી રહ્યો.
વધિકે ફરી ચાબુક સમેટ્યો, ફરી વીંટટ્યો, ફરી વીંજ્યો ને લગાવ્યો. આખો ખંડ ફરી એના અવાજથી ધણધણી રહ્યો.
બીજા પછી ત્રીજો ! હવે તો શરીરમાંથી લોહીના ટશિયા ફૂટ્યા હતા, છતાં કેદી તો હતો તેમ જ સ્થિર ઊભો હતો.
ચોથો ને પાંચમો ફટકો !
ફટકાના અવાજ દિલ હલાવી નાખવા લાગ્યા, પણ કેદી તો નિર્જીવ કાષ્ઠ જેવો જ ખડો હતો.
શું આપને મારા ચાબુકના ફટકા વાગતા નથી ?' વધિને શંકામાં આવી જઈ પૂછયું.
‘ચોરને જરૂ૨ વાગે છે. શળાહુ કાર સહીસલામત બેઠો છે.” કેદીએ એમ ને એમ ઊભા રહેતાં કહ્યું.
કોણ ચોર ? કોણ શાહુકાર ?' વધિથી પ્રશ્ન થઈ ગયો.
‘ચોર જે બીજાનો માલ ચોરી લાવ્યો હોય તે. જગતમાં તો ધર્મવીર બનીને ફર્યા ને ધંધા ચોરના કર્યા. શું કહ્યું ભાઈ વધિક ! આઠ વર્ષની એક રૂપકળી જેવી બાળા જોઈ. લઈ આવીને એને પત્ની બનાવી. એ દિવસના એના દરદ પાસે આ દરદ તો સાવ હસવાલાયક છે. ભાઈ ! તું તારે ચોરને સજા કરવી ચાલુ રાખે !” કેદીએ કહ્યું.
વધિક આશ્ચર્યમાં પડી ગયો. એણે બીજા બે ચાબુ કે પૂરા બળથી લગાવ્યો. પણ કેદી તો એવો ને એવો જ સ્થિર રહ્યો હતો. પોતાના બળને નિષ્ફળ જતું જોઈ બળવાન નિર્બળ બની જાય છે. વધિકને થાક લાગ્યો.
ઓહ ! મારા મારથી તમને દુઃખ નથી થતું ?” - ‘જે માર (કામદેવ)થી આજ સુધી સુખનો સ્વાદ લીધો, એ મારથી કાં ડરું? જે ગોળ ખાય એ ચોકડાં પણ ખમે. ભાઈ વધિક ! તને એક વાત કહું. લોકો એમ સમજતા હશે કે રાજા કારાગારમાં દુઃખી છે, ને એ કારણે મને કારાગારમાં પૂરનાર મારા દીકરાને કંઈ કંઈ કહેતા હશે. પણ તું સાક્ષીભૂત થજે ને એ બધાને કહેજે કે
14 D શત્રુ કે અજાતશત્રુ
કારાગારમાં રાજા દુ:ખી નથી ! [ 5