________________
32
મંત્રણાખંડ
મંત્રણાખંડ રાજમહેલના એક અલગ વિભાગમાં આવેલો હતો, અને ત્યાં કોઈનીય અવરજવર ન રહેતી.
મંત્રણાખંડમાં એક મોટા ભોંયરાનું મુખ નીકળતું હતું, જે ભોંયરા વાટે ગુપ્તચરો અને પરદેશના મંત્રીઓ આવતા. ગુપ્તતા એ રાજ સંચાલનની મોટી ચાવી છે, એમ રાજતંત્રો માનતાં. અને ચાર કાનેથી ચાલે તો છ કાન સુધી કોઈ રહસ્યવાર્તા જવા ન દેતાં. કોણ ક્યારે ગયું, ક્યારે આવ્યું, શું ચર્ચાયું, તે સાવ ખાનગી રહેતું.
મંત્રણાગૃહમાં પહોંચતાં મુનિને ઘણું આશ્ચર્ય થયું. વિદેહના લિચ્છવી રાજ માં આવું કંઈ નહોતું. માણસ ત્યાં આવી વાતમાં ખૂબ સ્પષ્ટ અને સરલતાની મૂર્તિ બનીને જીવતો. મુનિને જે મ લાગ્યું હતું કે રાજ સભા તો મગધની એમ મંત્રણાગૃહ તો વૈશાલીનું એમ પણ લાગ્યું; બધું જાહેર, કશુંય ખાનગી નહિ. ત્યાં બધાં આસનો હાથીદાંતનાં હતાં, ને દરેક આસન પાસે એક એક જ લપાત્ર મૂકેલું હતું.
આજુબાજુ નાનાં નાનાં સસલાં રમતાં હતાં. એ સસલાં બહુ ઉપયોગી હતાં. આગંતુક પરદેશીને પોતાને પીરસેલ ખાદ્યપદાર્થ વિશે વહેમ પડે તો, પ્રથમ ભોજન સસલાંને અપાતું. જો સસલાં શાંતિથી ખાઈ જાય ને થોડી વાર ફરતાં ફરે તો આગંતુક મહેમાન નિશ્ચિત મને ભોજન લેતો.
મુનિએ આસન લીધું ને તરત મહામંત્રીએ પ્રવેશ કર્યો. તેઓના ચહેરા પર અત્યારે સ્વજન જેવા ભાવ હતા.
એમણે કહ્યું : “મુનિજી ! મગધપ્રિયા હવે રાજ ગણિકા નથી રહી, રાજ કુમારી બની ગઈ છે.’
અવશ્ય.’ મુનિ બોલ્યા : ‘એનું મૂલ્ય રાજપુત્રીથીય અધિક છે. જન્મ કે વર્ણને ગુણ સાથે સંબંધ નથી.”
| ‘કબૂલ કરું છું, મગધપ્રિયા રાજ કુમારી છે, અને એ સગપણે તમે અમારા શું થાઓ ?* મહામંત્રીએ માર્મિક પ્રશ્નો કરવા માંડ્યા.
‘હું શું થાઉં ?’ મુનિ મૂંઝાઈ ગયા.
‘કેમ, શું થાઉં ? તમે રાજ કુમારી મગધપ્રિયાને શું થાઓ ?' મહામંત્રીએ આંખ ઝીણી કરીને કહ્યું.
મગધરિયાને હું શું થાઉં ?મુનિ જવાબ આપવામાં જાણે મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા.
‘તમે કેમ મારા પ્રશ્નને ઉડાવી દો છો, લોકગુરુ ? સરળતા ને સ્પષ્ટતા એ તો તમારાં સૂત્ર છે.” મહામંત્રી વાતને વધુ વળ ચઢાવવા લાગ્યા.
‘હું ઉડાવતો નથી. મને સમજ પડતી નથી.' ‘સમજ ન પડતી હોય તો હું પાડું : તમે અમારા રાજ જ માઈ ગણાઓ : ‘હું રાજ જમાઈ ?’ મુનિ ઊછળી પડ્યા.
‘હા, હા, મારા માનનીય ! તમે રાજ ના જમાઈ ! તમને આ વાત કેવી રીતે સમજાવું ?'
ગમે તે રીતે સમજાવો.’ મુનિ મૂંઝવણમાં બોલ્યા.
‘તમે અમારી મગધપ્રિયા ને તમારી ફાલ્ગનીના સ્વામી છો એ તો ખરું છે ને ? એણે પોતાનાં મન, વચન અને કાયા તમને નથી સમર્પણ કર્યાં ?'
કોણે કહ્યું ?” મુનિ જાણે બાળક હોય તેમ બોલ્યા.
ખુદ મગધરિયાને પૂછો.’
મગધપ્રિયા શરમાઈને ચૂપ રહી. શરમના શેરડા એના ગુલાબના ગોટા જેવા ગાલો પર ભાત પાડી રહ્યા.
‘મગધના મુસદીઓ પાસે બધા સમાચાર સાચા હોય છે. હું એના પર કોઈ ટીકા કરવા માગતો નથી. આ સ્થિતિને અમે અભિનંદીએ છીએ. પણ એક મગધસુંદરીના હૃદયસ્વામી થવા માટે તમારે મગધને પ્રિય એવું કોઈ કામ કરવું ઘટે.' મહામંત્રી વસ્ત્રકારની વાત કરવાની ઢબ નિરાળી હતી. શબ્દ શબ્દ અવનવા ભાવોની પ્રતીતિ થતી.
કહો, હું એવું શું કામ કરું ?' મુનિએ બીજી ચર્ચાઓથી ઊગરી જવા કહ્યું. ‘વૈશાલીના દેવતૂપને જમીનદોસ્ત કરી નાખો.'
‘અરે, આવું વિચિત્ર કાર્ય શા માટે ? દેવપને જમીનદોસ્ત કરવાથી મગધને શો ફાયદો ?” ‘મુનિજી ! અમે ચીંધીએ એ કાર્ય તમારે કરવાનું. અમે વધુ ચર્ચામાં માનનારા નથી.’
મંત્રણાખંડ 1235