________________
12
અગ્નિદાહ અને અંતરદાહ
સંસાર પણ કેવો શંભુમેળો છે ! એક તરફ લાખોમાં પણ શોધ્યા ન જડે એવા માનવી હોય છે, તો બીજી બાજુ રાખ કરતાંય હલકા ગણાય એવા માનવી લાખોની સંખ્યામાં ઊભરાતાં હોય છે. સંસારમાં રાણી ચેલા પણ છે, અને એ જ સંસારમાં રાણી પદ્મા પણ છે. જાણે સારું ને નરસું. પ્રેમ અને દ્વેષ એક જ સિક્કાની બે બાજુ છે. જેને પ્રેમ મળવાનો એને હેપ પણ મળવાનો જ!
માણસમાં જેમ અપાર પ્રેમ ભર્યો પડ્યો છે, એમ અનવધિ ષ પણ ભર્યો પડ્યો છે.
મગધરાજ બિંબિસારનું શબ હજી તો સામે જ પડેલું છે. રાણી ચેલા હજીય અર્ધબેભાન છે. પુત્ર અશોક પણ શોકની છાયા નીચે છે. મહામુસદી વસ્તકારને હૈયે પણ જેના જીવન સાથે પોતાના જન્મની અનેક દંત કથાઓ જોડાયેલી છે, એના મૃત્યુની ગમગીની છે. મહાસાધુ દેવદત્ત જેવા વૈરાગીની જ બાન પણ ભાર અનુભવી રહી છે.
પણ રાણી પદ્માના અંતર ઉપર આ કરુણ ઘટનાની કશી અસર નથી. સ્ત્રી જેમ સંસારનું કમળફૂલ છે, એમ એ નર્યું વજ પણ છે. એણે પોતાના મુખ પરનું અવગુંઠન જરાક દૂર કરતાં કહ્યું, ‘મરનારનું મરવું સુખદ બન્યું છે, પણ જીવનારની વિટંબનાઓનો તો કોઈ આરો-ઓવારો નથી !'
શું છે રાણી ?” રાજા અશોકે આશ્ચર્ય પામીને પૂછવું.
અપમાન સહન કરવા કરતાં મૃત્યુ શ્રેયસ્કર છે. મુસદીઓ પોતે મરતા જાય છે. સાથે બીજાને મારતા જાય છે !' રાણી પદ્માનું ફૂલગુલાબી મોં કેસૂડાંનો રંગ પકડી બેઠું હતું. એના પરવાળા જેવા હોઠ ક્રોધમાં આછા આછા ધ્રુજતા હતા.
કોણે તમારું અપમાન કર્યું, રાણી ?”
‘ કોણે શું ? અહીં તો ગણતંત્રની હવા ચાલે છે ને ! કાલે રસ્તે જતો ભિખારી પણ કહેશે કે હું રાજા, તમે ભિખારી !' રાણી પદ્માએ તિરસ્કારથી કહ્યું.
રાજા અશોકમાં પિતાનો કેટલો વારસો ઊતર્યો હતો, એ તો આપણે કહી શક્તા નથી. પણ અંતઃપુરને મોટું ને મોટું બનાવવાનો વારસો નહોતો જ ઊતર્યો! એટલી એક વાતમાં તો એણે રાણી ચેલા જેવી સંયમી માતાના વારસાને શોભાવ્યો હતો.
એણે વ્યગ્ર બનીને રાણીને પૂછવું, ‘પણ રાણી, બચું શું છે એ તો કંઈ કહો!'
પદ્મા તો વાત કરતાં કરતાં રડી પડી, રુદન એ તો સ્ત્રી અને બાળકનું શસ્ત્ર છે, બળ છે. એ બોલી ‘કાલે હલ્લ અને વિહેલ્લ રાજના શ્રેષ્ઠ હાથી સેચનક પર બેસીને ફરવા નીકળ્યા હતા. વિહલ્લના ગળામાં અઢાર વાંકવાળો રનહાર હતો. બાળક કોને કહે છે ? યુવરાજ ઉદયે હઠ લીધી કે મારે એ હાથી પર બેસવું છે ને એ હાર જોઈએ છે.”
તે એમાં શું ? બાળક હોય તે હઠ કરે, અને કાકા હોય તે હઠ પૂરી કરે.’ રાજા અશોકે ભોળે ભાવે કહ્યું.
‘પૂરી વાત તો સાંભળો. તમે હંમેશાં ભાઈ-ભાંડુના ને કુટુંબના પ્રેમના ઘેલા છો. એક દહાડો દુઃખી ન થાઓ તો મને સંભારજો. હું પણ કહું છું કે બાળક હઠ લે ને કાકા એ હઠ પૂરી કરે. પણ અહીં તો ઊંધું બન્યું !'
‘શું બન્યું રાણી ? આવી વાતો પછી કરી હોત તો ? કંઈ વેળા-કવેળા તો સમજો.” રાણી ચેલાએ વચ્ચે રોષથી કહ્યું.
‘પ્રસંગ તો બધો સમજું છું. સાસુમા ! કરે કોઈ ને ભોગવે કોઈ ! સામે શબ પડવું છે; શબનો લાજ મલાજો જરૂર સાચવવાનો હોય. પણ આજે તો મેં નિશ્ચય કર્યો છે, કે ભલે ભૂંડી દેખાઉં કે ભલી દેખાઉં, પણ આ શબને દેન દેવાય તે પહેલાં મારી વાતનો ખુલાસો થઈ જવો જોઈએ.’ પદ્મા રાણીએ શરમ છોડીને વાત કરી.
‘અને ન થાય તો ?' રાણી ચેલાથી જરાક રોષ પ્રગટ થઈ ગયો. એને મન રાજા બિંબિસાર પૂજનીય દેવતા હતા.
‘નહિ તો શબ પડ્યું રહેશે !' રાણી પદ્માએ એટલા જ રોષથી જવાબ આપ્યો.
અરે ! તમે બંને નાહકનાં લડો છો. જરા કહો તો ખરો કે તમારે શાનો ખુલાસો જોઈએ છે ?' રાજા અશોકે કહ્યું. એ જેટલો પત્નીભક્ત હતો, એટલો માતૃભક્ત પણ હતો.
* આ ઉદય તે ભવિષ્યના પાટલીપુત્ર વસાવનાર રાજવી ઉદાયી
અગ્નિદાહ અને અંતરદાહ 85