________________
વાત એવી છે કે મેં ઉદયનના બંને કાકાઓને કહ્યું કે બાળકને થોડી વાર હાર અને હાથી આપો; બે ઘડી રમીને પાછા આપી દેશે.' રાણી બોલીને થોભી,
હાં, પછી ?* વાતને ઝટ છેડો લાવવા રાજાએ કહ્યું ,
બંને કાકા બોલ્યા કે આ રાજ માં હવે આપવા-લેવાનો વિશ્વાસ જ ક્યાં છે ? જેના હાથમાં એની બાથમાં. અમને આ બંને વસ્તુ અમારા પિતાએ પોતે આપી છે.’ મેં કહ્યું કે, “એક રાજહાથી છે, બીજો મગધના ભંડારનો રનહાર છે. બંને પર પહેલો દાવો વર્તમાન રાજવીનો છે. તમારી પાસે જે માગે છે, તે રાજાનો અને રાજ્યનો ઉત્તરાધિકારી છે. એ આખે જ તમારો છૂટકો છે. આગળ રાજા અશોક છે.”
આટલું બોલીને પદ્મારાણી થોભ્યાં.
‘તમારે ઠીક ઝપાઝપી થઈ લાગે છે.' રાજા અશોકે વાતને હળવી બનાવવા જરા મજાકમાં કહ્યું.
‘ઝપાઝપી તો કેવી ? સમજે એને હૈયાસોંસરો ભાલો વાગે તેવી ! મેં આમ કહ્યું એટલે બંને કાકા બોલ્યા, ‘જુઓ, હવે અહીં તો ગણતંત્ર આવવાનું છે. કોઈ રાજા નહિ અને ગણો તો બધા રાજા” મેં કહ્યું, ‘તો તો ઝાઝી રાંડે વેતર વંઠશે' ત્યારે તમારા ભાઈઓ બોલ્યા, ‘ભાભી ! એક વાર નવું વૈશાલી જોઈ આવો. આ તમારો થનગનાટ ઊતરી ન જાય તો કહેજો , પટરાણીને પેટે જન્મે એ પાટવીકુંવર, એ દિવસો હવે વહી ગયા ’ આમ કહીને બંને હસતા હસતા ચાલ્યા ગયા, અને હું કાપો તોય લોહી ન નીકળે એવી ભોંઠી પડીને ઊભી રહી. અને ઉદયન રોતો રહ્યો.'
| ‘મૂર્ખ છે હલ્લ-વિહલ્લ ! અરે, છે કોઈ ? એ બે જણાને અહીં બોલાવી લાવો.' રાજા અશોકે આજ્ઞા કરી.
બોલાવશો તોય નહિ આવે. એ રાજા-બાજાને કંઈ જાણતા નથી. વાત વાતમાં બોલી ગયા કે મગધના છેલ્લા રાજા બિંબિસાર, હવે કોઈ રાજા નહિ, કાં સહુ કોઈ રાજા !” રાણી પદ્માનો કોપ સાતમા આસમાને ચડ્યો હતો. અને એમનું એકએક વચન બરછીની ગરજ સારતું હતું.
‘નાની વાતને મોટી કરવી એ તો સ્ત્રીઓનો સ્વભાવ જ હોય છે !' રાજાએ કહ્યું; જોકે એના હૃદયમાં ભાઈઓની આ તુચ્છ મનોભાવના ડંખી રહી હતી.
યાદ રાખો ! લોકમાં કહેવત છે કે ‘દુશમન વસતો વાસ, સદાય માના પેટમાં ભાઈથી ભૂંડો જમ પણ નથી. જમ એક વાર હણે છે, પણ ભાઈ તો હજાર વાર હણે છે.” રાણીએ પોતાના દુન્યવી ડહાપણનો ભંડાર ખુલ્લો મૂક્યો, ને એજ બ અજબ મોતી કાઢી કાઢીને ધારવા માંડ્યાં.
અરે ! હમણાં ને હમણાં હલ્લ-વિહલ્લને બોલાવી લાવો.” રાજાએ તાકીદનો ફરી હુકમ કર્યો.
અનુચરો તરત રવાના થયા. પછી રાજાએ રાણી તરફ જોતાં કહ્યું, ‘હવે તો અગ્નિસંસ્કારની રજા છે ને ?'
રાણીએ ક્રોધમાં કહ્યું, ‘પહેલા ખુલાસો, પછી અગ્નિદાહ !' ‘રાણી !' રાજાએ જરા ઉગ્ર થઈને ઉચ્ચ સ્વરે કહ્યું.
‘હું સમજી. તો પહેલી મને બાળો, પછી બૂઢા બાપની સદ્ગતિ કરજો.’ રાણીના મિજાજનો પારો ઊંચો હતો.
વસ્યકારે વચ્ચે પડતાં કહ્યું, ‘રાજન્ ! સ્ત્રીહઠ ભૂંડી છે, એને પહેલાં સંતોષ આપો. હવે માણસના મર્યા પછી બે ઘડી કે ચાર ઘડીના વિલંબનો ઝાઝો અર્થ નથી.’
પિતા અસંતોષમાં ગયા; પત્નીને અસંતોષમાં ન ખોઈશ, વત્સ ! મોડા ભેગું મોડું !' ચેલા રાણીએ વાતાવરણને ઉગ્ર થતું અટકાવતાં કહ્યું, પુત્ર માતાના મોટા મનને મનમાં વંદી રહ્યો, ને ચેલા અને પદ્મા વચ્ચે તુલના કરી રહ્યો.
ગયેલો અનુચર જવાબ લઈને આવે એની રાહમાં બધા ચૂપચાપ ઊભાં રહ્યાં. સામે રાજા બિંબિસાર શ્રેણિકનું શબ પડયું હતું. મોત જાણે એના મુખમ કળને ખિલાવી ગયું હતું.
‘ઓહ ! મરજીવાઓ તો મોતમાંય શોભે છે ! જાણે કોઈ નવવધૂ વરવા જવાની મનોભાવનામાં ન હોય, એમ રાજા શ્રેણિકનું મુખડું કેવું મરકે છે !' મહાભિખુ દેવદત્તે કહ્યું. આમાં પ્રશંસા હતી કે નિંદા એ ઝટ ન સમજાયું.
ગયેલો અનુચર જલદી પાછો ન આવ્યો. બીજા બે અનુચરને પાછળ રવાના કરવામાં આવ્યા. એમને પણ વિલંબ થયો. ફરી બીજા બે અનુચરો ગયા. ઘણી વારે બધા દોડતા આવ્યા અને બોલ્યા, ‘મહારાજ, હલ્લકુમાર અને વિહેલ્લકુમાર તો રાજગૃહી નગરી છોડી ગયા છે.'
‘શા માટે ?” રાજાએ કારણ જાણવા માગ્યું.
‘અમે એમને આપના તેડાની વાત કરી. ‘હાર અને હાથી વિશેની ચર્ચા ચાલે છે ને ?’ એમ સામેથી તેઓએ પ્રશ્ન કર્યો. પણ અમે કંઈ જવાબ ન આપ્યો. ત્યાં તો પિતાશ્રીના મૃત્યુના સમાચાર એમને મળ્યા. બંને ભાઈઓએ પરસ્પર થોડીવાર વિચાર કર્યો ને પછી બોલ્યા, ‘તમે જાઓ અમે આવીએ છીએ.” અમે બહાર નીકળીને એમની રાહ જોતા થોભ્યા તો થોડીવારમાં હાથીના આવવાનો અવાજ સંભળાયો ને સેચનક આવતો નજરે પડ્યો. ઉપર હલ્લ ને વિહલ્લ બંને બેઠા હતા. અમે કહ્યું કે *મહારાજ પાસે જાઓ છો ને !” ના રે ના ! તમારા રાજાને અમારા જુહાર કહેજો
અગ્નિદાહ અને અંતરદાહ D 87
86 D શત્રુ કે અજાતશત્રુ