________________
વાવાઝોડું દૂર થતાં નિર્વાત દીવો જે રીતે પ્રકાશી રહે એ રીતે રાજકેદીનું મોં પ્રકાશી રહ્યું. રાજકેદી જાણે મુક્તિ મેળવતો હોય એવા આનંદથી ઊભો થયો. એણે અંગૂઠીવાળી ચાંપ બંધ કરી, પોતાના પ્યારા પ્રભુની છબીને નિહાળી, અને આંખો બંધ કરીને કહ્યું, “ભવે ભવે તુમ્હેં ચલણાણું- પ્રભુ, ભવોભવ તમારા ચરણમાં મારો વાસ હજો !'
અને રાજા સહેજ માથું નમાવી આગળ વધ્યો, જાણે પુત્ર, મંત્રી અને સાધુના સ્વાગતે ચાલ્યો.
એ બોલ્યો, ‘આવ અશોક ! ચિરાયુ થા !નિર્ધમ અગ્નિ જેવો તારો યશ સર્વત્ર વિસ્તરો !'
‘આવ વસકાર ! મધુમાખની જેમ તારું જીલન પરમાર્થી થજો. મધુના ભંડાર આત્મકાજે તને મળજો.’
‘દેવદત્ત ! ભુજંગી ! તમે બંને કલ્યાણને પંથે પળજો. સંસાર તો જેમ કમળનું વન છે, તેમ કાંટાનું જંગલ પણ છે !'
‘સહુ મારું દાન સ્વીકારજો ! મારો પ્રેમ અંગીકાર કરજો ! સંસારના જીવમાત્ર મારા મિત્ર છે, અને મારું દુશ્મન કોઈ નથી – પ્રભુએ આપેલો એ મહામંત્રબ્રિો ભૈ ષવ્વબૂષ, વૈરું ભ્રજ્જાદા ઢાઈ.
પણ છેલ્લાં શબ્દો રાજાથી પૂરા ન બોલાયા. જીભ થોથરાઈ ગઈ. શરીર થરથરી ગયું અને રાજા ભોંય પર પડી ગયો. બરાબર એ જ પળે કારાગારનું દ્વાર ઊઘડ્યું – જાણે રાજાના દેહની મુક્તિનું દ્વાર ઊઘડતું હોય એમ.
રાજાને પડતો જોઈ અશોક દોડ્યો, ‘પિતાજી ! પિતાજી !'
‘કોણ પિતા ? કોણ માતા ? મતલબકી સબ બાજી !' ભૂમિ પર પડેલા રાજકેદીએ તૂટક તૂટક સ્વરે કહ્યું,
પિતાજી ! કંઈક તો બોલો !'
‘શું બોલે તારા પિતા ?’ વ્યગ્રતાથી રાણી ચેલા દોડતી આવી. ‘ઓહ ! એમની અંગૂઠીમાં રહેલ કાળકૂટ વિષે પાયેલો હીરો એ ચૂસી ગયા ! હવે બે પળના મહેમાન છે !' એટલું બોલી રાણી ચેલા રાજા તરફ વળ્યાં. ને અંતિમ વાણી સંભળાવતાં હોય તેમ બોલ્યાં, ‘આ બધી મોહમાયા જૂઠી છે. સ્વામી, એમાં જીવ ન રાખશો. હવે તો અરિહંતનું શરણ, સિદ્ધાત્માનું શરણ, સાધુ-સંતોનું શરણ અને ધર્મભાવનાનું શરણ, એ જ સાચું શરણ છે. નાથ તમારું કલ્યાણ થાય એવું સ્વસ્થ અને નિર્મળ ચિત્ત રાખજો!'
‘ચેલા ! મેં તને માફ કરી છે, તું મને માફ કર !' 82 ] શત્રુ કે અજાતશત્રુ
‘માફ કર્યા મારા દેવ ! તમારા જ ચરણમાં મારી ગતિ છે.' રાણી ચેલા રોતી રોતી બોલી.
‘ચેલા, મને પરણીને તું માત્ર તપ જ તપી છે. તું તો તપસ્વિની છે. તું માફ કરીશ, કેમ કે તું માતાની જાત છે, પણ અશોક મને માફ કરશે ?' રાજકેદી મહામહેનતે બોલ્યા.
‘હું ક્ષમા માગું છું પિતાજી ! મારી માતા પાસેથી મારા તરફના તમારા અસીમ પ્રેમની કથા સાંભળી તમને મુક્ત કરીને સિંહાસને બેસાડવા આવ્યો હતો. પણ ભવિતવ્યતાએ સાથ ન આપ્યો.' અશોક આંસુભીની આંખો બોલ્યો.
દેવદત્ત પાછળથી આવીને કહ્યું, ધારે ત્યારે આંસુ પાડે અને પડાવી જાણે એનું નામ જ રાજકારણી જીવ ! ગમે તેવા દુઃખદ બનાવમાંથી પણ સુખદ લાભ ખેંચતાં આવડવું જોઈએ.’
અશોકે એના પર લક્ષ્ય ન આપ્યું, ‘પિતાજી, હું તમારો શત્રુ નથી.'
‘મારે કોઈ શત્રુ નથી. અને વત્સ ! તું પણ અજાતશત્રુ બનજે ! વિદાય! દેવદત્ત. વસકાર, ભુજંગી ! તમારી સહુની માફી માગું છું. ભિૌ ભૈ ષવ્વબૂષુ ને રાજાનું પ્રાણપંખેરું પળમાં અનન્તને માર્ગે ઊડી ગયું !'
‘અશોક ! તારા પિતાનો આત્મા દેહનું અને રાજનું કારાગાર છોડી સ્વર્ગભણી સંચરી ગયો.' રાણી ચેલાએ કહ્યું.
ન
‘એમ સ્વર્ગમાં તમારા કહ્યું કોઈ જઈ ન શકે. કરેલાં કર્મ તો ભોગવવાં જ પડશે.’ રાણી પદ્મા પાલખીમાંથી ઊતરતાં બોલ્યા, એના સ્વરમાં ભારોભાર કટુતા ભરી હતી.
‘રાણી મુએલાનું ભૂંડું ન બોલો !' દેવદત્ત સાધુની ભાષામાં કહ્યું.
‘જેણે અમારા માટે ભાલા વાવ્યા હોય, એનું ભૂંડું ન બોલું તો શું કરું ? રસ્તામાં દાસીએ જ ખબર આપ્યા કે હલ્લકુમારે સેચનક હાથી પચાવી પાડ્યો છે, ને વિહલ્લકુમાર દિવ્ય હારના માલિક બની બેઠા છે. મેં એ બંને પાછાં મંગાવ્યાં તો કહે છે કે અમને પિતાજીએ આપ્યા છે.'
‘સાચી વાત છે. ભાઈ જેવો દુશ્મન જગતમાં બીજો કોઈ નથી !' દેવદત્તે તત્ત્વજ્ઞાનીની રીતે કહ્યું. એનો ઇશારો ભગવાન બુદ્ધ અને પોતાના તરફ હતો. ‘આખરે આવી વેદનાની પળે પણ કાગડાઓએ વિષ્ટા ખાવા માંડી કે શું?” રાણી ચેલાનો કોપ સળગી ઊઠ્યો.
દેહનું દાન ને પ્રેમનું ગાન I 83