________________
અને વક્રનાસ પોતાના સાથી ઘુવડો સાથે ચાલી નીકળ્યો. કાગમંત્રીને તો પોતાના માર્ગનો કાંટો ટળી ગયો લાગ્યો; એને હવે ફાવતું જવું. એણે જ્યાં ત્યાં કાષ્ઠના ટુકડા નાખવા માંડ્યા, ને પોતે મહારાજા અરિમર્દન માટે પલંગ વગેરે બનાવવા લાકડાં ભેગાં કરે છે, તેમ કહેવા લાગ્યો.
એક સવારે સૂર્યનારાયણ ઊગું ઊગું થઈ રહ્યા હતા, ને સ્થિરજીવી દુર્ગમાંથી બહાર નીકળ્યો. રોજા અરિમર્દન આખી રાત સુરા ને સૌંદર્યનો રંગ માણ્યા પછી અત્યારે તાજી ઊંઘમાં પડ્યો હતો
લાગ જોઈને કાગ મંત્રીએ રાજા મેઘવર્ણને કહ્યું, ‘સળગતો કાષ્ઠનો કટકો લઈને ઘુવડોના દુર્ગમાં ફેંકી આવો ! ધૂડોનો કુંભીપાક કરો !”
કાગડાઓ સળગતાં લાકડાં લઈને ઊડ્યા, ચૂડોના દુર્ગમાં નાખ્યાં. એકદમ આગ ફાટી નીકળી.
અરિમર્દન સાથે તમામ ઘેડ પ્રજા વિનાશને વરી.
રાજા મેઘવર્ષે ફરી પોતાનો રાજ્યાભિષેક કર્યો, અને મંત્રી સ્થિરજીવીને મુખ્ય મંત્રી બનાવ્યો.
સ્થિરજીવીએ તમામ સભાને એક નીતિમંત્ર આપતાં કહ્યું, ‘હથિયારથી શત્રુ પૂરેપૂરો હણાતો નથી; બુદ્ધિથી જે હણાય છે, તે ખરેખર હણાય છે. શસ્ત્ર તો માત્ર માણસના દેહને હણે છે, જ્યારે બુદ્ધિથી માણસનાં કુળ, યશ અને વૈભવનો નાશ પણ કરી શકાય છે.'
સુરશર્માએ પોતાની વાત પૂરી કરતાં કહ્યું : “વૈશાલીનાં પ્રજાજનોને હું આ વાર્તાથી ચેતવું છું કે તમારે અરિમર્દનની જેમ આ શત્રુપક્ષના મંત્રીનો વિશ્વાસ કરવો નહિ !'
સુરશર્મા વયોવૃદ્ધ બ્રાહ્મણ હતો, અને વૈશાલીની ઉન્નતિમાં એણે ઘણો ભાગ લીધો હતો. પણ એના જુનવાણી વિચારોથી એ હમણાં હમણાં થોડો પાછો પડી ગયો હતો. એ જ્યારે ત્યારે શાસ્ત્રની દુહાઈ દેતો ને પુરાણા નીતિનિયમોની વાતો કરતો. બીજા વિદ્વાન બ્રાહ્મણો એની વાતો સાંભળીને કહેતા, ‘શર્માજી ! જરા સમયને ઓળખતાં શીખો '.
પણ શર્માજી સમયને ન ઓળખી શક્યા. છતાં આજની એમની વાર્તા ભલભલાને સંશયમાં નાખી દે તેવી હતી. એક વાર આખું સંથાગાર વિચારમાં પડી ગયું. અંદર અંદર બધા વાતો કરી રહ્યા હતા, એનો સહૃદયતાનો પારો એકદમ નીચે ઊતરવા લાગ્યો.
આ વખતે ફાગુની ઊભી થઈ. ફાલ્ગની એના સૌંદર્યને જેટલું બહેકાવી શકાય તેટલું બહેકાવીને આવી હતી. હમણાં એ વૈશાલીના ગણતંત્રની માન્યતા પામી હતી.
268 1 શત્રુ કે અજાતશત્રુ
એ જાણતી હતી કે પ્રશંસા ગમે તેટલી જૂઠી હોય, છતાંય માનવમન પર એની અસર થાય છે, એમ રૂપનો ગમે તેટલો તિરસ્કાર થાય પણ પુરુષમન પર તેનો પ્રભાવ પડે જ છે ! ફાલ્ગનીની કલામય દેહયષ્ટિને બધા નીરખી રહ્યા. એ બોલી – જાણે કોઈ સિતાર રણઝણી :
‘સુહદો ! માણસ આખરે તો જુનવાણી પશુ છે, જરાક મુક્ત થયું કે જૂના નિવાસસ્થાને જઈને ઊભું રહેવાનું ! તમે તમારા જૂના દેવોને તજી દીધા, પણ જૂનાં શસ્ત્રો હજી ગળામાં વળગેલાં છે. શાસ્ત્ર તો બે બાજુની ઢોલકી વગાડે છે. ઘડીમાં એ કહે છે કે પુત્ર વિના મુક્તિ નથી; અને ઘડીમાં કહે છે કે નારદ જેવા બ્રહમચારીઓનો સદા સ્વર્ગમાં વાસ છે. હું કહું છું કે, આપણા મન-ત્રાજવાને માપતાં રાખો. જૂનાં કાટલાં ઘસાઈ ગયાં છે, નવાં કાટલાંથી માપો. સમયને ઓળખો. આ કથાના કેટલાક ભાગ ભારે બોધક છે. યાદ રાખો કે દરેક વાદળ વરસાદ લાવતાં નથી, કેટલાંક બફારો પણ કરે છે. હું તો એક સ્ત્રી છું. છતાં આ ઘડીને વધાવી લેવાની ભલામણ કરું છું.’
ફાલ્ગનીના અભિપ્રાયનું જાદુ બધે ફરી વળ્યું.
વૈશાલીની મહાગણિકા સુભગા, જે રાજ કારણમાં ઊંડો રસ લેતી થઈ હતી, એણે કહ્યું, ‘હું એમ પૂછું છું કે પેલા વાંદરાની જેમ તમે તમારું કાળજું ઘેર મૂકીને તો નથી આવ્યા ને ? અને મગરની જેમ મૂર્ખ બનીને વાંદરાની વાત માનવા તૈયાર તો નથી થયા ને ?'
ફાલ્ગની કરતાં સુભગા બાજી મારી ગઈ. એણે નીતિની વાત કરનાર પેલા સુરશમોને સાવ હલકો પાડી દીધો,
“હવે વધુ માથાકૂટ નહિ, છંદશલા કાઓનો આદર કર, ગણનાયક !' વધુ મતવાળા પક્ષે છેલ્લું હથિયાર ફેંક્યું.
‘છંદશલાકા !' બીજે થી પોકાર આવ્યો.
‘જરા થોભો વૈશાલીનાં દેવ-દેવીઓ ! આ વૃદ્ધની થોડીક વાત સાંભળી ને પછી જે ઠીક લાગે તે કરો !” એકાએક વૃદ્ધ મંત્રી વર્ષકારે વચ્ચે ભાગ લેતાં કહ્યું.
‘એમાં બીજું કરવા જેવું શું છે ?” મુનિ વેલાકૂલ, જેમણે હજી સુધી ચર્ચામાં ભાગ નહોતો લીધો, તેઓએ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું, ‘સંસારમાં અઢી અક્ષરનું રત્ન મિત્ર છે ! મિત્ર જેમ આપત્તિમાં તરવાનું સાધન છે, એમ આનંદવિહારની હોડી પણ છે. નખ અને માંસના જેવી મૈત્રી એ વૈશાલીની વિશિષ્ટતા છે.”
| ‘કબૂલ કરું છું.’ મહામંત્રી વર્ષકારે કહ્યું, ‘ભગવાન બુદ્ધે જ્યારથી વૈશાલીનાં ભાવના શીલ અને ભલાં-ભોળાં નરનારને દેવ-દેવીનાં નમૂનારૂપ કહ્યાં, ત્યારથી મારી પૂજામાં પહેલું સ્મરણ એ પામે છે !'
રાજનીતિના પ્રકારો n 269