________________
હમારી’ વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે . તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખ્ખુ’નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે . સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે.
તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર' નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે.
ધર્મ જીવનવ્યાપી હવા છે . તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખ્ખુ’ એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્બેિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રિસક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખ્ખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે.
‘જયભિખ્ખુ’નું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા.
૨૦૦૮
- ધીરુભાઈ ઠાકર
१६
૧.
૨.
૩.
8.
૫.
૬.
૩.
૮.
C.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮. ૧૯.
૨૦.
૨૧.
૨૨.
૨૩.
૨૪.
૨૫.
૨૬.
૨૭.
અનુક્રમણિકા
રાજમહેલમાં રાણી સુખી નથી
કારાગારમાં રાજા દુઃખી નથી
સાધુ રાજકારણમાં રાજી છે
અપ્સરા શું અમી લઈને આવી?
રાજકેદીની ગઈકાલ...
રાજાને સુજન કોણ રહેવા દે
માતાને વખાણું કે પિતાને વંદું?
રંગીન પડદા પાછળ
મહાભિખ્ખુ દેવદત્ત
એક ડાળનાં અમે પંખી
દેહનું દાન ને પ્રેમનું ગાન
અગ્નિદાહ કે અંતરદાહ
મગધના દરબારમાં વૈશાલીની વાતો
નગરી વૈશાલી
મગધ વૈશાલીની મૂઠભેડ
સેચનકનું સમર્પણ સાચું શું ? માનરૂપ મગધપ્રિયા
મુત્સદીઓની નજરે
મહામુનિ વેલાકુલ સતી ફાલ્ગુની
સેવામૂર્તિ
પપૂજા
યોગીનો યોગ
બે અર્હતો
તેજોલેશ્યા
१७
૧
te
૧૭
૨૫
૩૪
૪૨
૪૯
૫૭ ૪
e
のの
૪
૯૧
૯૮.
૧૦૫
૧૧૩
૧૨૧
૧૨૭
૧૩૫
૧૪૩
૧૫૦
૧૫૬
૧૬૩
૧૬૯
૧૭૫
૧૮૩
૧૯૧