________________
હતો. એણે એક દિવસ ભગવાન બુદ્ધને કહી દીધું, ‘આપ હવે વૃદ્ધ થયા છો એટલે નિવૃત્ત થાઓ અને ભિક્ષુસંઘનું નાયકપણું મને આપો.”
ભગવાન બુદ્ધે કહ્યું, ‘દેવદત્ત ! તારા કરતાં વધુ સારા સાધકો સંઘ પાસે છે. તું કીર્તિલોભી અને મહત્ત્વાકાંક્ષી છે. સાધુ માટે આવી આકાંક્ષા અનર્થકારી છે.'
- ‘દેવદત્તને જાણે માથામાં કોઈએ સાંગ મારી હોય એવું વસમું લાગ્યું. એણે શ્રમણધર્મની ઉપાસના છોડી દીધી. એ મંત્રતંત્રની પાછળ પડી ગયો. યૌગિક સિદ્ધિઓ એણે ઠીકઠીક મેળવી લીધી. એ યુદ્ધને માટે ઉપયોગી યંત્રો બનાવવાનું શીખ્યો છે. એના ઘવાયેલા હૃદયને મેં આશ્વાસન આપ્યું. એને થોડીવાર પંપાળ્યો. પણ બીજી ક્ષણે એણે મને તરછોડીને ધક્કો માર્યો. એ બોલ્યો, ‘હું તો સાધુ છું !”
‘કબૂલ ! પણ તું મહાન થવા ઇચ્છે છે કે નહીં ?' | ‘રે ભુજંગી ! મહત્તા વિના મને જીવન નીરસ લાગે છે. મારે મહત્તા મેળવવી છે, જગત્પર્ય થવું છે, બુદ્ધ કરતાં મહાન થવું છે.'
‘તો તારી પાસે શક્તિ છે, ચમત્કાર છે, તું કોઈ રાજ કુમારને પ્રસન્ન કરી લે. તારી મહત્તા તો જ સિદ્ધ થશે.'
‘દેવદત્તે મારી વાત સાંભળી અને રાજી થઈ ગયો. એ બોલ્યો, ‘રાજપદ તો દુઃખનું નિધાન છે.'
| ‘કહ્યું, ‘વાત સાચી છે. મારી માએ પણ કહ્યું હતું કે રાજા ન થશો. રાજમંત્રી કે રાજગુરુ થવામાં જ સાચો આનંદ છે.' ‘દેવદત્ત બોલ્યો, ‘તો કહે, હું ક્યાં જાઉં ?'
કહ્યું, ‘હું ઠેકાણું બતાવું; પણ એક પ્રતિજ્ઞા તારે કરવાની કે હું જ્યારે તારા દર્શને આવું ત્યારે તું કે તારા બીજા કોઈ મને રોકી ન શકે, એકાંતમાં પણ હું તને મળી શકું .”
‘દેવદત્ત બોલ્યો, ‘ભુજંગી ! જા, મને તારી માગણી કબૂલ છે. પણ બે વાતનો નિયમ તું કર; એક તો તારે વસ્ત્રહીન દશામાં ન આવવું. બીજું , મારા માટે ભોજન ન લાવવું. મને સ્ત્રી કદી ગમી નથી. સ્ત્રી તો સાધનાના માર્ગનો કાંટો છે; વાગ્યા પછી કાઢવો મુશ્કેલ છે.’
મેં કહ્યું, ‘હું જાણું છું કે સ્ત્રી કરતાં કીર્તિ તને વધુ વહાલી છે. અસ્તુ, તારા બે નિયમો મને કબૂલ છે. ઇચ્છો તો એવી શરત મૂકવાની હતી કે દર પૂનમે આપણે સરિતાની સાથે જમીએ.’
‘દેવદત્ત બોલ્યો, ‘ભુજંગી ! મારી કીર્તિની ઇચ્છા એટલી બલવતી છે કે એની
પાસે કામેચ્છા સાવ નાશ પામી છે. તું ઘણા ઘણા પ્રયત્નો પછી પણ મને તારો પ્રેમમાં નહિ પાડી શકે.”
‘સાચી વાત છે. અને મારું નસીબ પણ એવું છે કે મારા પ્રેમના વનમાં બહાર આવવાની થાય છે ને એમાં દાવાગ્નિ લાગે છે. પણ અત્યારે હું પ્રેમની નહીં પણ તારી મહત્ત્વાકાંક્ષાની જ વાત કરું. રાજા બિંબિસારનો પુત્ર અજાતશત્રુ ભારે મહત્ત્વાકાંક્ષી નર છે, તું એને સાધી લે.”
રાજન ! આ પછીનો ઇતિહાસ હવે તમે જ કહી શકશો. મને કહો કે દેવદત્ત ક્યારે આવ્યા અને શું થયું ?”
રાજા અશોકે કહ્યું, ‘મહાભિખુ દેવદત્તને લઈને એક રાતે મહામંત્રી વસ્યકાર મારી પાસે આવ્યા. વસ્યકારને તેઓ ક્યારે મળ્યા એની મને ખબર નથી.”
એટલી વાત વચ્ચે બાકી રહી ગઈ.’ આર્યા ભુજંગીએ વચ્ચે કહ્યું, ‘રાજા! કોઈ વાત અસત્ય નહિ કહું, કારણ કે પ્રેમનાં સ્મશાનમાં જીવી હું પણ મડદું બની ગઈ છું. મને જીવન વિશે કંઈ ચિંતા પણ નથી. આ તરફ મારો ભાઈ વસ્યકાર યજ્ઞવિરોધી ને બ્રાહ્મણષી શ્રમણને મિટાવવા અને રાજગૃહીમાં એમનો પગપેસારો થતો અટકાવવા તનતોડ પ્રયાસ કરી રહ્યો હતો. પણ રાજા બિંબિસાર એને ફાવવા દેતા નહિ. મેં દેવદત્તને લઈ જઈને એની પાસે રજૂ કર્યો ને કહ્યું,
અરે મુસદી ! તમે લંકાનો ગઢ તોડવા ગમે તેટલો પ્રયત્ન કરો, પણ વિભીષણ વગર કાંકરી ન ખરે આજ એવા વિભીષણને લઈને આવી છું. ભગવાન બુદ્ધના પરમ સેવક મહાભિખ્ખું દેવદત્તને અહીં લાવી છું. અલોકિક સિદ્ધિઓમાં એ કુશળ છે. સાથે લૌકિક શક્તિઓ પણ એમને વરેલી છે.”
રાજા અશોકે વાતનો દોર સાંધતાં કહ્યું, ‘મંત્રી વરસકાર મને જૂના રાજધરમ અને રાજયન્નો વિશે બહુ કહેતા, પણ મારા મનમાં એની સત્યતા માટે શંકા રહેતી. પણ જ્યારે ભગવાન બુદ્ધની ખૂબ નિંદા કરીને દેવદત્તે કહ્યું કે યજ્ઞ વિના વરસાદ નથી, યુદ્ધ વિના મહારાજ્ય નથી, બ્રાહ્મણ વિના મંત્ર નથી ને ગાય વિના પવિત્રતા નથી, ત્યારે મારા મનમાં વિશ્વાસ બેઠો ને મને પિતાના પ્રયત્નો તરફ અણગમો થવા લાગ્યો. એક દિવસ દેવદત્તે મને વનમાં લઈ ગયો. એમણે મને યોગસિદ્ધિના અજબ ચમત્કાર બતાવ્યો, માટી લઈને સુંઘાડી, સુગંધી લાગી; પાન લઈને ખવડાવ્યું, મઘ પીવા જેવું લાગ્યું, આકાશમાં એક બગલો ઊડતો હતો, એના પર નજર નોંધી નીચે ઢાળી દીધો; એક તાંબાનો તવો બાંધી એક યંત્રમાં કાંકરી મૂકીને છોડી તવાને આરપાર વીંધી નાખ્યો. હું મહત્ત્વાકાંક્ષી તો હતો જ. એમણે મને કહ્યું, ‘મારા જોશ કહે છે કે થોડા દિવસમાં તમારા માર્ગની મોટી આડખીલી દૂર થશે.”
મહાભિમ્મુ દેવદત્ત | 67
66 | શત્રુ કે અજાતશત્રુ