________________
ને આર્યા ! શું કહું તમને ? થોડા દિવસમાં મોટા ભાઈ અભયકુમાર દીક્ષા લઈને ચાલી નીકળ્યા. હું યુવરાજ બની ગયો. મેં દેવદત્તને મારા મહાગુરુ બનાવ્યા.”
| ‘મહાગુરુએ મને એક દહાડો કહ્યું, ‘હે રાજપુત્ર ! પૂર્વના માણસોની જેમ આજનાં માણસો દીર્ઘજીવી હોતાં નથી. ક્યારે કોને મરણ આવશે એનો કંઈ નિયમ નથી. માતાર બાપના પૂર્વે તમારા મરણની સંભાવના છે. ને બાપ પછી જીવન રહ્યું તો રાજ્યની સંભાવના નથી, માટે કહું છું કે ઝટ રાજપદ ગ્રહી લો. સંસારમાં સૌ સ્વાર્થનાં સગાં છે, ને અકસ્માતથી ભેગાં મળ્યાં છે.'
- “બસ, મહામંત્રી વસ્યકાર આ વાત કહ્યા જ કરતા હતા ને એમાં મારા ધર્મગુરુએ મને આદેશ આપ્યો. અને મેં પિતાજીને કેદ કર્યા. આર્યા ભુજંગી, મેં પાપ કર્યું કે પુણ્ય ? તમારું જીવન સાંભળ્યા પછી પાપપુણ્યના મારા ખ્યાલો પલટાઈ જાય
10
એક ડાળનાં અમે પંખી.
સાચું પૂછતાં હો તો કહું છું કે આપના પિતાની હત્યા આપને માટે ધર્ખ બની છે !' મહાભિખુ દેવદત્તે એકાએક અંદર પ્રવેશ કરતાં કહ્યું.
મારા પિતાની હત્યા યા મુક્તિ ? મહામંત્રી વસ્સ કાર તમે આ બાબતમાં શું કહો છો ?'
| ‘પરાર્થે પ્રાણત્યાગ એ મહાપુરુષોનો ધર્મ છે. આપના પિતા મહાપુરુષ છે.’ વસ્યકારે શાંતિથી કહ્યું..
અને ગુરુદેવ તમે શું કહો છો ?'
એ વખતે રાણી ચેલા અંદર આવ્યાં. માતાએ કહ્યું, ‘બેટા ! પિતૃદેવો ભવ” આહ ! અબઘડી જ જાઉં છું, મારા પિતા પાસે.'
અને રાજા અશોકે આ બધાને મૂકીને દોટ દીધી. ઘણે દિવસે મળેલી નિરાંત એ આજે માણી ન શક્યો.
રાજા અશોકચંદ્ર કારાગાર તરફ ઝડપથી પગલાં ભર્યાં. વહાલભર્યા પિતાની મુક્તિમાં થતો કાળક્ષેપ હવે અસહ્ય બન્યો હતો. આજે એ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતો.
આર્યા ભુજં ગી પાછળ હતાં. એ બોલતાં હતાં : ‘રાજા ! પહેલાં જાત સંભાળો; બીજું બધું પછી.’
મહામંત્રી વસ્સ કાર પાછળ હતા. એ કહેતા હતા : ‘રાજા ! મંત્રીને હુકમ કરો. રાજા તો પ્રસાદનો સ્વામી, પરિશ્રમનો નહિ, તમે શા માટે આ પરિશ્રમ સેવો છો ?”
મહાભિખ્ખું દેવદત્ત પણ પાછળ દોડી રહ્યા હતા. ‘રાજા ! એક ઘા ને બે કટકા! એ જ તારો ક્ષત્રિય ધર્મ ! એમાં લવલેશ ચૂકીશ મા ! મારી યોગસિદ્ધિઓ તને અજેય બનાવશે; અજાતશત્રુ સરજ છે.’
રાણી ચેલા પાછળ જ હતાં. એ બોલતાં હતાં : વત્સ ! સુકા સાગરની માછલી જેવો તું છે. અનેક બગભગતો સાગરની પાળે વિચિત્ર વાણી કાઢતા બેઠા છે. જોજે, તારી અને તારા બાપની દુર્ગતિ ન કરતો.”
- રાણી પદ્મા પણ પાલખીમાં બેસીને પાછળ આવ્યાં હતાં. એમણે હમણાં પાનીએ અલતાનો નવો રંગ લગાડ્યો હતો. પગે ચાલતાં રંગ ફીટી જાય તેમ હતો. અને પાલખી કેડી પર ઝડેઝટ જઈ શકતી નહોતી.
રાજા અશોકને તો આજ ખરેખર ભૂત ભરાયું હતું. એના હૃદયમાં ક્રોધની ભરતી થઈ હતી કે કરુણાની એ કોઈ કહી શકે તેમ નહોતું, કલ્પી શકે તેમ નહોતું.
કારાગારના પહેરેગીરો પોતાની કોઈક ભૂલ માટે શિક્ષા કરવા ખુદ રાજાજી આવી રહ્યા છે, એવી શંકાથી ધ્રૂજી રહ્યા. ભૂલ તો શોધી જડતી નહોતી, પણ
68 D શત્રુ કે અજાતશત્રુ