________________
રાજનીતિમાં ભૂલ શોધી કાઢવી સાવ સહેલી વાત હતી. અહીં તો ઘણી વાર વરુ અને ઘેટાનો ઘાટ રચાતો હતો.
રાજા કારાગારને દરવાજે આવી ઊભો. શ્વાસ એટલો ચાલતો હતો કે પૂરું બોલાતું નહોતું. એણે પહેરેગીરો સામે જોયું. પહેરેગીરો કંઈ ન સમજ્યા.
પાસે જ એક કુહાડી હતી. રાજાએ કુહાડી ઉપાડી અને કારાગારના દરવાજા પર ફટકારી. નિર્જન પ્રદેશમાં આ ફટકાએ મોટો રવ પેદા કર્યો.
‘સ્વામી ! આજ્ઞા હોય તો દ્વાર હમણાં જ ખોલી દઈએ. આ શ્રમ શા માટે?’ કારાગારનો આગેવાન ધ્રૂજતો ધ્રૂજતો સામે આવી હાજર થયો.
રાજાએ કંઈ ન સાંભળ્યું. ઉપાડીને બીજો ફટકો માર્યો, ત્રીજો ફટકો માર્યો. પછી તો કારાગારના દરવાજા પર કુહાડાના ફટકા પર ફટકા પડવા લાગ્યા; પણ ત્યારે અંદર રહેલો રાજકેદી અગમનિગમના ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો હતો. ફટકાના એ ભયંકર અવાજો એના શૂન્યમનસ્ક કાન પર અથડાઈને પાછા ફરતા હતા.
રણક્ષેત્રમાં આગેકૂચ કરતા યોદ્ધાને પાછળથી જીવલેણ ઘા થાય અને જેમ એ પાછળ ફરીને બધી પરિસ્થિતિ નીરખે. એવું જ સંસારના રિસક લોકોનું હોય છે. એવા માણસ માથે દુઃખ પડે, એના સદાવિજયી પગલાંને પરાજયનાં પાણી પછડાટ આપે ત્યારે એ ભૂતકાળમાં ડોકિયાં કરવા લાગે છે.
કેટલીક વાર વર્તમાનકાળ ભયંકર થઈને ઊભો રહે . અને ભવિષ્ય અંધકારથી ઘેરાઈ જાય, ત્યારે પણ માણસને ભૂતકાળમાં ડોકિયું કરવાનું દિલ થઈ જાય છે. કેદમાં પડેલા રાજા બિંબિસાર શ્રેણિકનું પણ આજે એમ જ થયું હતું. એ ભૂતકાળની સ્મૃતિમાં જાણે ખોવાઈ ગયા હતા.
એમને યાદ આવતા હતા પોતાના બાળપણના દૂર દૂરના એ ઝાંખા દિવસો! પોતાના પિતા પ્રસેનજિત ભારે વિવેકી, પણ સ્ત્રીની બાબતમાં ભારે ઢીલા ! રૂપ જોયું કે પાગલ ! પછી રૂપપ્રાપ્તિથી જ જંપે ! વળી એ મૃગયા ખેલનારા પણ જબરા, મૃગયામાં સિંહ, સૂવર ને મૃગને હશે, પણ રોજ પશુને હણનારો એક દહાડો પોતે હણાઈ ગયો. એક સિંહકટીવાળી મૃગાક્ષી એમનો શિકાર કરી ગઈ.
વગડાનું એ ફૂલ, વગડાનું એ મસ્ત બદન, વગડાનું એ નિખાલસ રૂપ અતિ આળપંપાળથી ઢીલા ઢીલા બનેલા રાજકુળના અંતઃપુરમાં ક્યાં મળે ?
પોતાના પિતાનું મન એ સુંદરીમાં ખોવાઈ ગયું.
કેદી રાજાએ ભૂતકાળમાં વળી દૂર દૂર ડોકિયું કર્યું. અરે ! રાજકુળોમાં સ્ત્રીસૌંદર્યની ઘેલછા જાણે અનંતકાળથી ચાલી આવી છે ! સહુ એક દરદના દરદી. રૂપ જોયું કે ગમે તેવો ડાહ્યો રાજા પણ દીવાનો !
70 ] શત્રુ કે અજાતશત્રુ
અરે ! પિતાના અંતઃપુરમાં કઈ વાતની ખામી હતી ? કુરુ, કુશાવર્ત, કલિંગ, વિદેહ, વત્સ ને ચેદી દેશનાં ખટમીઠાં ને મધુરાં સૌંદર્ય એમાં હતાં. એ પતંગિયા જેવી ચંચળ, સિંહલની સુંદરીઓ લઈ આવ્યા હતા; કાળાં ભમ્મર નેણવાળી ને નાગરાજના જેવી લાંબી વેણીવાળી પારસની પૂતળીઓ વરી લાવ્યા હતા; ચંદન જેવાં શીતળ અંગોવાળી મલયની માનુનીઓ પણ એમાં હતી, ને ભૂરા નયનવાળી મિલ દેશની યૌવનાઓ પણ હતી; નાનાં નાજુક અવયવોવાળી ચિત્રલેખાશી કેકય દેશની કામિનીઓ પણ લાવીને સંગૃહીત કરી હતી.
આમ રૂપ, રંગ ને રસભર્યાં ફૂલડાંની સુગંધથી અંતઃપુર સભર હતું, ત્યાં વનફૂલની ચાહ જાગી ગઈ. રાજાને આ પરદેશી ફૂલની સોડમ વધુ ગમી ગઈ.
ખરેખર ! મહર્ષિઓ સાચું જ કહે છે કે અગ્નિમાં ગમે તેટલું ઘી નાખો, પણ એ શાંત થતો નથી, બલ્કે વધુ ભભકે છે. પિતાનું પણ એમ જ થયું. એમને ભીલકન્યા તિલકાની રઢ લાગી. પણ એનો બાપ પાકો મુસદ્દી હતો. એ વનજંગલના વિહારે આવતા અનેક રાજપુરુષોના સંસર્ગમાં આવ્યો હતો. શિકારના શોખીનો જંગલમાં આ ભીલબાળાને જોઈને ઘેલા થઈ જતા; બાળાના શિકારે સજ્જ થતા. તેઓ માનતા કે ગરીબ લોકોને વળી સત્ત્વ કેવું ? એ ત્યાં ધામા નાખતા, તિલકા માટે યત્ન કરતા, પણ તિલકા એમ કોઈના હાથમાં રમે એવું પતંગિયું નહોતી. વળી એના બાપની પાકી ચોકીમાં પુત્રીનો દેહ પણ નજર ફેરવીને આપઘેલા થવા સિવાય બીજો લહાવો કોઈને સાંપડતો પણ ન હતો. કારણ કે તિલકાના બાપ પાસે પલ્લીના પાંચસો નવજવાનો ઝેર પાયેલાં ધનુષબાણ સાથે સજ્જ હતા. એક વાર તો એ ગમે તેવા ભડવીરને પણ પોતાની ભૂમિમાં તળ રાખી દે એવા હતા.
તિલકાને પણ નરને ભ્રમર બનાવવામાં મોજ પડતી. એણે વનની એકાંતમાં, વનફૂલોના ઉન્માદમાં ને વનપંખીઓના સંગીતમાં ઘણાને ઘેલા બનાવી દીધા હતા, છતાં એ પોતે કોઈના પર ઘેલી થઈ નહોતી. નગરસુંદરીઓની જેમ જલદી ઘેલી થઈ જાય તેવી સુંવાળી લાગણીઓવાળી એ નહોતી.
તિલકા પોતાના પ્રભાવશાળી રૂપથી સુજ્ઞાત હતી. બ્રાહ્મણો સાથે જે રીતે એ યજ્ઞ માટેનાં અરણીકાષ્ઠોનો સોદો કરતી, એ રીતે એના લગ્નનો સોદો કરવા માગતી હતી.
રાજા પ્રસેનજિતે તિલકાના બાપને કહ્યું, ‘તમારી પુત્રીને હું ધન્ય કરવા માગું
‘કેવી રીતે ?'
‘એનો મારા અંતઃપુરમાં પ્રવેશ કરાવીને.
એક ડાળનાં અમે પંખી C 71