________________
આવ્યા, પણ એમાં વળ્યું શું ? હું પૂછવા માગું છું કે આપણે વૈશાલી સામે જે જંગ છેડવા ચાહીએ છીએ - ખરી રીતે જે જંગ છેડી બેઠા છીએ - એ માટે એમણે ત્યાંથી શું હાંસલ કર્યું ?”
બીજો કોઈ સામાન્ય માણસ હોત તો ગુસ્સે થઈ જાત, પણ મહામંત્રીએ તો શાંત ચિત્તે અને સ્વસ્થ અવાજે પૂછયું, “આપ ધીમાનને મારી મુલાકાતના કેવા હેવાલ મળ્યા છે ?* પ્રશ્નમાં ધીમાન શબ્દમાં વ્યંગ હતો.
‘તમારી મુલાકાતના રજેરજ હેવાલ અમને મળ્યા છે. મહાધૂર્ત તથાગતને (ભગવાન બુદ્ધને) તમે પ્રશ્નો કર્યા, ને તમારું બહાનું દઈને તથાગતે વૈશાલીનાં વખાણ કર્યા, એનાં વખાણમાં એનાં પોતાનાં વખાણ પણ આવી ગયાં ! એનો કહેવાનો ભાવાર્થ એવો કે અમે અહીં ખેડીએ તે વૈશાલીની સંસ્કાર-ખેતી જુઓ. અહીં પિતા પૂજાય. ત્યાં પિતાને કમોતે મારવામાં આવે. મહામંત્રી ! આ તો તમે જઈને વૈશાલીને વધુ પ્રોત્સાહન આપ્યું; એની કીર્તિધજામાં એક ચાંદ વધુ ટાંકી દીધો. અરે, નીકળતી વખતે વૈશાલીનો વિયોગ તમને અસહ્ય બન્યો, તમે આંસુ પાડ્યાં.'
‘મહાભિખુ ! મુસદીઓનાં આંસુ મગરનાં આંસુ હોય છે. તમે જેને વૈશાલીનાં વખાણ કહો છો, એમાં જ વૈશાલીના નાશના ઉપાયો છુપાયેલા છે.' મહામંત્રીએ શાંત ભાવે કહ્યું. દેવદત્તની વર્તણૂક ઉશ્કેરાઈ જવાય તેવી હતી, પણે વસ્યકારને તો જાણે પાંદડાં પર તુષાળ જળ હતું.
‘મહામંત્રી ! મને બનાવશો મા. તથાગત પાસે કોણ કોણ જાય છે, ને કેવા કેવા પ્રશ્નો થાય છે, તેવા વિગતવાર અહેવાલ મારી પાસે આવે છે.’
‘પૂછેલા પ્રશ્નો અને તથાગતે આપેલા જવાબો તમે કહી શકશો ?” મહામંત્રીએ કહ્યું.
અવશ્ય. તમારો પહેલો પ્રશ્ન એ હતો કે વૈશાલીના રાજ કર્તાઓ જેય છે કે અજેય ? ત્યારે તથાગતને તેમનો શિષ્ય આનંદ પંખો નાખતો હતો. બુદ્ધ આનંદ તરફ ફરીને પૂછયું, “આજ કાલ વર્જાિ ઓ એકત્ર થઈ રાજ કારણનો વિચાર કરે છે ?” આનંદે હા પાડી. તમારા પ્રશ્નનો આ જવાબ થયો.” દેવદત્તે વિગતથી વાત કરતાં કહ્યું ને ઉમેર્યું, ‘આમાં તમે મગધને હિતાવહ માહિતી શી મેળવી ?”
‘મહાભિખુ ! પૂરેપૂરા આદર સાથે તમને કહેવું જોઈએ કે આ બાબતમાં તમારી ગતિ-મતિ જરા પણ ચાલતી નથી. આ પ્રશ્ન એક વાતનો ખુલાસો કર્યો કે વઓિ એકત્ર થઈને રાજકારણનો વિચાર ન કરી શકે તેવી પરિસ્થિતિ પેદા થાય તો વૈશાલી જીતી શકાય, મારો બીજો પ્રશ્ન અને એનો જવાબ !' મહામંત્રીએ
14 D શત્રુ કે અજાતશત્રુ
પોતાના જમણા હાથની અંગૂઠીને ડાબા હાથની આંગળીઓથી ફેરવતાં કહેવા માડ્યું,
| ‘ભગવાન તથાગતે આનંદને પૂછયું કે વૈશાલીના નાયકો જ્યારે એકત્ર થાય છે ને પછી ઘેર જાય છે. ત્યારે તેમનામાં એકસરખો સંપ હોય છે ?” આનંદે એનો હામાં જવાબ આપ્યો. પણ મેં તેથી તારવ્યું કે ગણતંત્રમાં ગૃહકલેશ પણ મોટો ભાગ ભજવી શકે છે. ગૃહકલેશ પેદા કરવો એ ગણતંત્રોના નાશ માટેનું પ્રાથમિક પગલું છે. ઘરનો કલહ રાજ માં કામ કરી શકે છે. બુદ્ધ માનતા હતા કે હું વર્જાિઓનાં વખાણ કરું છું. પણ હું તો એમાં એમના વિનાશના ઉપાયો જોતો હતો. મુસદીઓની આંખ જુવે જુદું, સમજે જુદું.’
| ‘તમે તો બધી વાતોને નવી રીતે જ સમજો છો.’ મહાભિખુએ જરાક ઢીલા પડતાં કહ્યું.
‘ભિખુરાજ ! ત્રીજો પ્રશ્ન કાયદાનો હતો. જ્યારે કોઈપણ ગણતંત્રની પ્રજા પોતે કરેલ કાયદાનો પોતે જ ભંગ કરે, પોતે જ એનો ભળતો અર્થ કરે, અથવા કાયદાથી ઊલટી રીતે વર્તે ત્યારે એનો નાશ થાય છે. ગણતંત્રમાં અત્યારે કાયદારૂપી રાજાની વિષમ સ્થિતિ છે. ને દરેક જણ કાયદાનો પોતાની રીતે અર્થ તારવે છે. શિયાળ અને કૂતરા જેવા બે પક્ષો છે. શિયાળ સીમ ભણી ખેંચે છે. અને કૂતરાં ગામ ભણી. આમ્રપાલી અંગેનો કાયદો તો જાણો છો ને?'
કાયદા દરે ક તંત્રમાં હોય, એમાં જાણવાનું શું ?'
‘જરૂર જાણવાનું. રાજતંત્રમાં કાયદો જરૂરી છે, પણ એથીય વધુ રાજા જરૂરી છે. પણ રાજા વગરના તંત્રમાં - ગણતંત્રમાં-નો કાયદો જ રાજા છે.'
‘શાબાશ, મહામંત્રી ! એક રાજ્યના વિનાશ માટે તમે ઠીક ઠીક સંશોધન કર્યું છે. હું આગળ જાણવા માગું છું.' મહાભિખુ દેવદત્ત પોતાની ટીકાઓ ભૂલી જઈને ઉત્સાહમાં આવતાં કહ્યું.
મહામંત્રીએ કહ્યું, ‘મેં તથાગત બુદ્ધને એક વધુ પ્રશ્ન કર્યો અને એમણે જવાબ આપ્યો કે જ્યાં સુધી પ્રજા વૃદ્ધ રાજકારણી પુરુષોને માન આપે છે, ત્યાં સુધી અજેય છે. અને વિવાહિત કે અવિવાહિત પર બળાત્કાર નથી થતો, ત્યાં સુધી દુર્જેય છે, સાધુ-સંતો અને દેવસ્થાનો પર શ્રદ્ધા રાખે ત્યાં સુધી અપરાજેય છે. ભગવાન બુદ્ધની વાણીમાંથી મેં પ્રતિવિધેય વાતોનો સાર તારવ્યો. હવે હું આ બધાં પ્રતિવિધેયો વૈશાલીની પ્રજામાં પ્રસરી રહે, તેમ ઇચ્છું છું.'
અને મહામંત્રીએ મગધપ્રિયા તરફ દૃષ્ટિ કરી. ‘માનનીય મહામંત્રીજી, મને કંઈ પણ કાર્ય સોંપે એવી મારી યાચના છે. મારી
મુસદીઓની નજરે D 45