________________
બહારના માટે આટાની જોગવાઈ રાખી ! હવે જાઓ, મરો, અને હાથે કર્યાનું ફળ ભોગવો ! મગધની સેના આગના ભડકાની જેમ આગળ વધી રહી છે.' ભદ્ર શેઠથી આવેગમાં પૂરું બોલાતું પણ નહોતું.
‘અમે પતંગિયાની જેમ એ આગ પર પડીને એને બુઝાવી દઈશું.' સામંતે કહ્યું.
‘શું રાખ બુઝાવશો ? તમે બધા નૃત્ય, નાટક ને ગીતમાં મગ્ન રહ્યા ને એ મગધના લોકોએ જંગલમાં માર્ગ બનાવ્યા, પાણી પર પુલ બનાવ્યા, પર્વતોમાં ઘાટ બનાવ્યા, નાનામોટા કિલ્લા રસ્તા પર ચણાવી લીધા; ને તમે આજે જાગ્યા !' ભદ્ર શેઠના મિત્ર ધન શેઠે કહ્યું.
‘હવે શેઠ, આડીઅવળી વાતો પડતી મૂકીને સોનું કાઢો છો કે રાજકીય તાકાત અજમાવીએ ?' મહાવીરે કહ્યું.
‘તમારા જેવા સોનાના ચોરો માટે અમે ગૃહ-સૈન્ય વસાવ્યું છે. આવજો તમે એ સોનું લેવા ! તમારું પૂરેપૂરું સ્વાગત થશે.' ધન શેઠે કહ્યું.
‘એ સૈન્ય લડવા દુર્ગ પર નહિ જાય ?’
‘એ શા માટે જશે ? એમને પણ તમારા જીવ જેવો જ જીવ છે ! પહેલાં તમે લડો, ફતેહ મેળવો, પછી અમે સુવર્ણ આપીશું; બાકી તો સુવર્ણનાં સ્વપ્નાં પણ ન જોશો.' ભદ્ર શેઠે કહ્યું .
જોઈએ છીએ, ના કહેનાર તમે છો કોણ ?”
જોઈએ છીએ, લેનાર તમે છો કોણ ? સોનું લેવા અમારા પ્રાસાદો પર આવો એ પહેલાં બૈરી-છોકરાંની અને એથીય પ્રિય તમારી ગણિકાઓની રજા લેતા આવજો ! ફરી મળાયું કે ન મળાયું !!
વૈશાલીના વીરોને આજે આ સાવ નવો અનુભવ થયો. તેઓને લાગ્યું કે, આ તો શિયાળિયાં સિંહને દબાવે છે !
એટલામાં સેનાપતિ આવતા દેખાયા. તેઓ કિલ્લાનાં દ્વાર બંધ કરવાનો હુકમ આપીને નીકળ્યા હતા. ખાઈમાં પાણી વાળવાનો હુકમ કર્યો હતો. એ સહુને આશ્વાસન આપતા હતા કે નિશ્ચિંત રહો. ખાઈમાં પાણી આવ્યું કે જાણે દરિયાદેવ તમારી રક્ષાએ આવ્યા ! વૈશાલી અજેય છે, ને અજેય જ રહેશે.'
એ વખતે એક ઘોડેસવાર દોડતો ત્યાં આવ્યો. એણે કહ્યું, ‘મહારાજ ! ખાઈ તો પુરાઈ ગઈ છે.’
ખાઈ પુરાઈ ગઈ છે ?' સેનાપતિએ પ્રશ્ન કર્યો. ‘હા મહારાજ ! એને પૂરી દેવામાં આવી છે.’ ‘શા માટે ?'
302 D શત્રુ કે અજાતશત્રુ
‘વિશેષ અન્ન-ઉત્પાદન માટે.”
‘કોના હુકમથી ?’
‘સંથાગારના હુકમથી. રાજઆજ્ઞા હતી કે આપણે હવે યુદ્ધ ઇચ્છતા નથી, યુદ્ધ આવે તોય લડવાનું નથી....
‘તો શું મરવાનું છે ?’ વચ્ચે રાજદૂતને બોલતો રોકીને સેનાપતિએ પ્રશ્ન કર્યો. ‘સ્વામી ! જેમ આપ સમજો તેમ. મારું મોં નાનું; મારાથી મોટી વાત ન થાય. પણ એ વખતે આ વાત સારી રીતે ચર્ચાયેલી, અને એનો કેટલાક લોકોએ વિરોધ પણ કરેલો. છેવટે આખો મામલો ન્યાયદેવતા પાસે ગયેલો.'
‘કોણ ન્યાયદેવતા ?'
મહામંત્રી વર્ષકાર જ તો – જેનું વૈશાલીના રાજમાં સહુથી વધુ માન હતું તે ! અહીં ગૃહવધૂ કરતાં ગણિકાનાં માન વિશેષ છે. તેમ જ આપણે ત્યાં ઘાયલનો ડબલ પગાર છે. દેવી ફાલ્ગુની પાછળ તમે આમ્રપાલી જેવી ગણિકાને પણ તુચ્છ માની હતી. અમે જાણ્યું છે કે પરદેશના રાજાઓ અને શ્રેષ્ઠીઓએ ફાલ્ગુનીના ઘરને પોતાનો કિલ્લો બનાવ્યો છે.’
‘અરે ! ટૂંકી વાત કરો ! ન્યાયદેવતાએ શું ચુકાદો આપ્યો હતો ?' સેનાપતિએ પ્રશ્ન કર્યો.
ન્યાયદેવતાએ ચુકાદો આપ્યો હતો કે વૈશાલીએ અહિંસાનું શીલ લીધું છે. સાધુ અગર શસ્ત્ર હાથમાં લઈ પ્રેમનો ઉપદેશ આપે તો કેવું વરવું લાગે ? વૈશાલીએ યુદ્ધોપયોગી તમામ ચીજો અલગ કરવી જોઈએ.'
‘ઓહ ! ત્યારે તો આપણા શસ્ત્રભંડારમાં પણ એ જ સ્થિતિ હશે !’ સેનાપતિને ચિંતા ઘેરી વળી.
‘શું આપને ખબર નથી ?'
‘અરે ! એ બાજુ ગયું છે જ કોણ ? શસ્ત્ર તરફ તો બિલકુલ અરુચિ થઈ ગઈ હતી !'
‘હું જાણું છું. આપ શ્રીમાન શાસ્ત્ર, કાવ્ય, ચંપૂ ને નૃત્યશાસ્ત્રના અધ્યયનમાં ડૂબી ગયા હતા. શાસ્ત્રીય રીતે એ ખાઈને ફરી ખોદવાનો કોઈ ઇલાજ ખરો ? અંબપાલીનો પિતા મહાનમન બોલ્યો. એની વાણીમાં કચવાટ ભર્યો હતો.
સેનાપતિ અત્યંત ગુસ્સે થઈ ગયા. તલવાર આપોઆપ ખેંચાઈ ગઈ.
‘ખેંચો તલવાર ! વખત આવી ગયો છે. શત્રુ કદમ-બ-કદમ આગળ વધી રહ્યો છે. કરો મારાથી શ્રીગણેશ !' મહાન મનના આ શબ્દોએ સેનાપતિનો ક્રોધ ઓછો
વૈશાલી ઠગાયું D 303