________________
મગધની બાજુની પાંખ પર હાંકી મૂક્યા. મગધની પાંખિયા સેના પર ધસતા, કચ્ચરઘાણ વાળતા એ નીકળી ગયા, મહામંત્રી વર્ષ કાર ત્યાં આગેવાની લઈને ખેડા હતા. એમને જીવ બચાવતાં ભારે મહેનત પડી, અને એ ઠીક ઠીક રીતે ઘવાયા.
- હાથીની સેના પછી અશ્વારોહી સેના હતી. અલબત્ત, ઘણા દિવસથી મેદાને નીકળ્યા ન હોવાથી અશ્વો જરા ગભરાતા હતા. એ નવી પેઢીના હતા, અને અનેક લડાઈ લડનારાં એમનાં માતા-પિતા બિચારાં ખીલે બંધાઈને, એ કળાઈને, નવનવા રોગોના ભોગ થઈને ગુજરી ગયાં હતાં.
અશ્વોની શરત એશ્વની યુદ્ધ શક્તિની વૃદ્ધિ માટે નહિ, પણ દ્રવ્યની વૃદ્ધિ માટે થતી. એટલે અશ્વોની તાકાત માત્ર દોડમાં સમાઈ ગઈ હતી. જેમ પહેલવાનો ફક્ત કુસ્તીમાં દંગલ ખેલી જાણે છે, પણ રણમેદાનમાં અકુશળ નીવડે છે, એવું એમનું બન્યું હતું !
અને આજે તો વજે વજ અથડાયાં હતાં. પશુતા જાણે પોતાનું પૌરુષ દેખાડવા મેદાને પડી હતી.
રથમુશલ યંત્રે પહેલો પ્રહાર કર્યો, ને ઘોડાં બધાં ભૂસેટીને ભાગ્યાં. એને રોકવા માટે લગામો નિરર્થક નીવડી. ઘોડા સ્વચ્છેદે ચર્ચા અને અશ્વારોહી સેના જોતજોતામાં વેરવિખેર થઈ ગઈ. સાચા લડવૈયા ઘોડા પરથી કૂદી પડ્યો, ને તલવાર ખેંચીને શત્રુદળ તરફ ધસ્યા, પણ ત્યાં પણ ૨થમુશળ યંત્ર સામે જ આવીને ખડું હતું ! એનાં યમદંડ જેવાં લોહસાંબેલાં સુદર્શન ચક્રની જેમ ઘૂમતાં હતાં.
જોતજોતામાં સત્યાનાશ વળી ગયું. વૈશાલીના મહારથીઓ છેલ્લી ઘડીએ પોતાની ભૂલ સમજી રહ્યા. પોતે ભલે નિઃશસ્ત્રપણામાં માનતા થયા, પણ સંસારમાં શસ્ત્ર છે, ત્યાં સુધી સાવધ રહેવું જરૂરી હતું, એ વાત એ ભૂલી ગયા હતા ! પશુતા કઈ પળે હુમલો કરી બેસે, એ કંઈ કહેવાય તેમ નહોતું. માણસની માણસાઈ જાળવવા માટે પણ આટલી સાવધાની જરૂરી હતી.
રથમુશળ યંત્રે હાહાકાર વર્તાવી દીધો. ફરી યુદ્ધમેદાન મડદાંઓથી છવાઈ ગયું અને વૈશાલી તરફનો સામનો કમજોર બન્યો. આ વખતે મોટા દુંદુભિનાદ સાથે મગધપતિએ જાહેર કર્યું :
‘વૈશાલીવાસીઓ જો મગધની તાબેદારી સ્વીકારે અને ગણતંત્રની વ્યવસ્થાને ફેંકી દે, તો યુદ્ધ આ ઘડીએ જ બંધ કરવામાં આવશે અને કર્મચારીઓને સારા હોદા આપવામાં આવશે. ને આ દરખાસ્તનો અસ્વીકાર થશે, તો વૈશાલી ઉજડ થઈ જશે. યાદ રાખો કે હું અજાતશત્રુ છું. સંસાર આખો મારો મિત્ર બનવામાં સાર સમજે છે. તમે મને છંછેડીને તમારો શત્રુ ન બનાવો !'
352 D શત્રુ કે અજાતશત્રુ
આ સૂચનનો સામેથી તરત અસ્વીકાર થયો. તેઓએ કહ્યું, ‘ગણતંત્ર એ તો અમારા શ્વાસોશ્વાસ છે. શ્વાસોશ્વાસ બંધ કરીને માણસ કઈ રીતે જીવી શકે ? મિત્રતા માટે અમે સદા તૈયાર છીએ. પણ પરાધીનતા માટે અમે લેશ પણ તૈયાર નથી. ઘણું જીવો ગણતંત્ર ! ઘણું જીવો વૈશાલી !'
અને ફરી યુદ્ધ વેગમાં આવ્યું. રથમુશલ યંત્રે જબરો હલ્લો કર્યો. રણમેદાનમાં કોઈથી સામા મોંએ લડી શકાય તેમ ન રહ્યું.
યુદ્ધ પ્રત્યેના વધુ પડતા વૈરાગ્યથી વૈશાલી આ યંત્રો તરફ આજ સુધી બેદરકાર રહ્યું હતું. શસ્ત્રોની નીપજ સંગ્રામ તરફનું આપણું વલણ પ્રગટ કરે, એ કાલ્પનિક ભયે એમણે આવાં યંત્રો વિશે વિચાર પણ કર્યો નહોતો. ને વિચાર કરનારને એમ કહીને તરછોડી કાઢચા હતા કે નગરસંસ્કૃતિનો વિકાસ થતો હોય ત્યારે ગ્રામ્ય સંસ્કૃતિની વાતો શા માટે ?
ગ્રામમાંથી જ સંગ્રામ આવ્યો હતો. ગ્રામ એટલે જ થ્થા. માણસ એ વખતે જથ્થામાં રહેતો. એક જ થ્થાવાળાની સાથે વિરોધ થતાં જ થ્થાઓ-ગ્રામ ભેગાં થતાં ને સંગ્રામ ખેલતાં. વૈશાલીને એવી ગ્રામસંસ્કૃતિ ન ખપે ! નગરસંસ્કૃતિના ઉપાસકો ઠેઠ ગણતંત્ર સુધી પહોંચ્યા હતા. ને હવે યુદ્ધ જાણે ગઈ ગુજરી બનતું હતું. ત્યાં આવું અણચિંતવ્યું ભયંકર યુદ્ધ આવ્યું.
‘ગણનાયકને કેદ કરો. જે એને જીવતો કેદ કરશે એને મગધપતિ નિહાલ કરશે.’ સામેથી પોકાર આવ્યો.
‘રથમુશલ યંત્રને નિરર્થક કરો !' એક પોકાર આવ્યો.
પહેલાં વૈશાલીના વીરોની ટુકડીઓ ઊપડી અને જઈને સીધેસીધી રથમુશલ યંત્ર પર ત્રાટકી, પણ વ્યર્થ ! બધા વીરોના કુચા ઊડી ગયા, વૈશાલીનું બીજું દળકટક આવ્યું. એણે પણ યંત્રને બંધ કરવા માટે પ્રબળ પ્રયાસ કર્યો, પણ નિરર્થક !
પણ વૈશાલીના વીરોની કૂચ એમ થંભી જાય એવી નહોતી. આ યંત્ર છેવટે યંત્ર હતું. એ જેમ ચાલવામાં અપૂર્વ હતું, એમ થોભી જવામાં પણ અપૂર્વ હતું. માત્ર એક જ ખીલી આઘીપાછી થઈ જાય તો યંત્ર સાવ નિરર્થક !
આખરે વૈશાલીનો સેનાપતિ કચરાજ મેદાને પડ્યો. એ પોતાના અશ્વ ઉપર ચડ્યો અને એણે એશ્વને મારી મૂક્યો. યંત્ર તો હજીય નિર્ભયતાથી ઘૂમી રહ્યું હતું.
કચરાજનો અશ્વ નજીક ગયો કે કચ એની પીઠ પર આખો ને આખો ઊભો થઈ ગયો. ઊભા થઈને એણે છલાંગ દીધી. એ આકાશમાં ઊછળ્યો ને જઈ પડ્યો યંત્ર પર !
યંત્રનું વજનદાર ઢાંકણ એણે ખૂબ જોર કરીને ખોલી નાંખ્યું ને અંદરની કળ પર ઢાંકણનો જબરો પ્રહાર કર્યો.
સર્વનાશ 353