________________
પ્રહારની સાથે ભયંકર ધડાકો થયો, અને અંદરથી અનેક કમાનો છટકી. એ કમાનોએ કચરાજના દેહના ટુકડે ટુકડા કરી આકાશમાં વેરી દીધા, પણ યંત્ર કામ કરતું અટકી ગયું ને વૈશાલીના મૂઠીભર વીરો રણહાક કરીને આગળ વધ્યા. ગણનાયક ચેટકરાજે મોખરો સંભાળ્યો.
સામેથી ફરીને સંદેશો આવ્યો, ‘નિરર્થક આત્મહત્યા કે આપઘાત ન કરો. લડવાથી કંઈ નહિ વળે. શરણે થાઓ !'
પણ એ સંદેશનો જવાબ વૈશાલીના વીરોએ આગળ વધીને આપ્યો. મૂઠીભર વીરોએ અદ્ભુત સંગ્રામ ખેલ્યો, પણ પરિણામ નિષ્ફળતામાં આવ્યું.
| ‘ગણનાયકને પકડો. એને મગધની બજારમાં વિદૂષકનાં કપડાં પહેરાવીને ફેરવીશું. ગણતંત્ર પણ એક વિદૂષકની હાસ્ય કલ્પના જ છે ને !' અજાતશત્રુએ આજ્ઞા કરી.
પણ એ આજ્ઞા વૈશાલીના વીરોને હવે પાછા પાડી શકે તેમ નહોતી. ગણનાયકે પોતાનું ચાપ સંભાળ્યું ને આગળ વધ્યા.
એક તીર અને એક ભોગ ! ભોગ તે કેવો ? ઉત્તમ રાજભોગ !
ચેટ કરાજના પહેલે તીરે મગધના રાજ કુમાર કાલને લઈ લીધો. બીજા તીરે બીજા રાજ કુમાર મહાકાલને ભરખી લીધો, ગણનાયકે ચાર તીર છોડ્યો ને એ ચાર અમોઘ તીરથી મગધના ચાર રાજ કુમારને ઉપાડી લીધા. પણ એમનું આખું બખ્તર સામેથી થતી તીરવથી વીંધાઈને તૂટું તૂટું થઈ રહ્યું હતું.
ત્યાં અજાતશત્રુએ ફરીથી કહેણ મોકલ્યું : ‘હથિયાર હેઠાં મૂકો ! વૈશાલીના વિજયની આશા હવે આથમી ગઈ છે. નહિ માનો તો વૈશાલીને જમીનદોસ્ત કરી એના ઉપર ગર્દભોથી હળ હંકાવીને ખેતી કરીશ.'
પણ ગણનાયકે પાંચમું તીર ચલાવી મગધના પાંચમા રાજ કુમારને ઉપાડી લઈને અજાતશત્રુના હુંકારનો જવાબ આપ્યો. પણ આ સમય દરમિયાન વૈશાલીની સેના લગભગ ખતમ થઈ ચૂકી હતી.
છઠ્ઠ તીર ને છઠ્ઠો રાજ કુમાર !
સાતમું ને આઠમું તીર છૂટયું ને બીજા બે રાજ કુમારો ખતમ ! મગધના હજાર સૈનિકો રણમાં રોળાઈ જાય તો ય આવી ખોટ લાગે તેમ નહોતું. આ આઠ રાજકુમારો તો મગધની શોભા ને મગધનું અભિમાન હતા.
આખરે મગધપતિએ આખી મગધ સેના છૂટી મૂકી દીધી. એણે આજ્ઞા આપી : ‘લૂંટો, બાળો, કાપો, ગણનાયકને કેદ કરો ! અથવા એના રાઈ રાઈ જેવા કકડા કરો !” મહાસાગરનાં મોજાં સમી મગધની સેના બધે પ્રસરી ગઈ. વૈશાલીનું જે કોઈ
354 3 શત્રુ કે અજાતશત્રુ
મળ્યું તેનો એણે સંહાર કર્યો. થોડી વારમાં વૈશાલી તરફથી સામનો કરનાર કોઈ ન રહ્યા. ગણનાયક તો ન જાણે ક્યાંય ગુમ થઈ ગયા હતા !
મગધના સૈનિકો વૈશાલી તરફ ધસી ગયા. ભયંકર ઝનૂન એમને ઘેરી વળ્યું હતું. વિવેકનો દીપ હૃદયમાંથી સાવ બુઝાઈ ગયો હતો, ને વેરની આગ ભભૂકી ઊઠી હતી. એમણે ખાઈઓ તોડી નાખી, દરવાજા ભાંગી નાખ્યા, રાજમહેલને આગ ચાંપી દીધી : એમાં છુપાયેલા વૈશાલીના સૈનિકો કાં તો બહાર નીકળી આવે કાં બળીને ભસ્મીભૂત થઈ જાય !
વૈશાલીની બજારો લૂંટાઈ. એનાં મદિરાગૃહો ખાલી થયાં, ને મદિરા પી ઉન્મત્ત થયેલી વિજયી મગધસેનાએ સર્વનાશ કરવામાં કંઈ બાકી ન રાખી.
આખરે અગ્નિદેવે સુંદર વૈશાલીનો કબજો લીધો. નિઃશસ્ત્ર પ્રજા શરણે થઈને નગરની બહાર નીકળી ગઈ. રાજમહેલ, હર્મો, હવેલીઓ, દેવપ્રાસાદો ભડકે બળવા લાગ્યા.
થોડાએક વૃદ્ધોએ શેરીઓમાં યુદ્ધ આપ્યું, પણ એ તો હવે કવેળાનું હતું, ઘણું મોડું હતું.
કેટલીએક બહાદુર સ્ત્રીઓએ પણ સામનો કર્યો, પણ એ કંઈ સફળ થવા સરજાયેલો નહોતો. ફક્ત કંઈક કરી છૂટ્યાનો આનંદ આપીને એ સમાપ્ત થયો..
એક તરફ અગ્નિદેવે એક પછી એક મકાનો કબજે લેવા માંડ્યાં, બીજી તરફ મગધની સેનાએ શત્રુમાત્રનો ઉચ્છેદ કરવા માંડ્યો.
રોજ સંધ્યા ટાણે દેવાલયોની ઝાલર રણઝણી ઊઠતી. દીવા ને આરતીની જ્યોત પ્રગટી રહેતી. આજે ન એ દીવા પ્રગટ્યા નું એ જ્યોત પ્રગટી કે નું એ ઝાલર રણઝણી, ફક્ત સ્મશાનમાં જલતી ચિતામાં માણસનાં અંગેઅંગ તૂટે ત્યારે જેવા કડાકા-ભડાકા થાય તેવા કડાકા-ભડાકા મકાનોમાંથી સંભળાતા હતા.
રાત પડી અને ચુડેલો રમવા નીકળી હોય એમ રણસંગ્રામમાં ભટકનારી પેલી બે સ્ત્રીઓ ફરી દેખાઈ. પણ આ વખતે એમને રોકનાર-ટોકનાર ત્યાં કોઈ નહોતું. બેસુમાર મડદાંઓથી મેદાન ભરાઈ ગયું હતું અને એ મડદાંઓમાં માણસ અને પશુ સેળભેળ થઈ ગયાં હતાં !
કોઈ કોઈને શોધી શકે તેમ નહોતું. ઘણી વિધવાઓ પોતાના પતિના મૃતદેહને શોધવા ફરતી, પણ દૃશ્ય એવું ભયંકર હતું કે એ બિચારી હતાશ થઈને પાછી ફરી જતી !
પથ્થરને પણ પિગળાવે તેવું દૃશ્ય હતું. છતાં મગધપતિ અજાતશત્રુ અત્યારે ખુશમિજાજમાં હતા. પણ એમની એક ઇચ્છા બાકી હતી, અને તે ગણનાયક ચેટકને
સર્વનાશ 1 355