________________
સલામત માની લીધું છે કે એને કુદરતી મોત પણ અકારું લાગે છે. હજારો વર્ષ સુધી આ પૃથ્વી પર જીવવાની લાલસાએ ઘણા યોગી થઈ ગયા છે, ને ધ્યાન, ધારણા ને સમાધિમાં બેસી ગયા છે. એવા માટે યુદ્ધ સંજીવની છે. યુદ્ધ માણસને ઓછાં કરે છે, માણસની સંખ્યાનું નિયમન કરે છે, સુકાળ કરે છે, સુભિક્ષ સર્જે છે ?'
| ‘શાબાશ રાજન્ ! માનવતાનું જેમાં દેવાળું નીકળે, એ યુદ્ધને તું આશીર્વાદરૂપ લેખે છે ! અરે, યુદ્ધ તો એવો ભયંકર અગ્નિ છે કે સંસારનાં અસંખ્ય રત્નોને ભરખી જાય છે ને શેષ રત્નોને પાષાણ કરી નાખે છે ! તું પાષાણ બોલે તેવી વાણી કાઢે છે. જ રા સત્તાનો અંચળો ફગાવી, પ્રેમની કંથા ધારણ કરી ઝૂંપડીએ ઝૂંપડીએ ફરીને જો; તારા બોલનો તોલ તરત થઈ જશે.' પ્રભુની વાણીમાં તેજસ્વિતા હતી.
એ વાણીનાં પૂર આગળ વહે તો પ્રજાના હૃદય પર પોતે જે છાપ પાડી હતી, તે લોપ થવાની સંભાવના હતી. રાજાએ વખત જોયો ને વાત બદલી.
એણે પ્રશ્ન કર્યો : ‘પ્રભુ ! આપે મારા પિતાશ્રીની નરકગતિ ભાખી, ચક્રવર્તી માટે પણ આપે એ ગતિ જ કહી, તો આપ મારા વિશે કેવી ગતિ ભાખો છો ?'
‘ચક્રવર્તીને માટે સાતમી નરક, પણ તને છઠ્ઠી.”
સાતમી કેમ નહિ ?” રાજા જરાક ધીટ બન્યો. ‘તું ચક્રવર્તી નથી માટે.’ પ્રભુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. કોણે કહ્યું કે હું ચક્રવર્તી નથી ?'
ટકી રહેવાના છે !' અજાતશત્રુની વાણીમાં ગર્વનો ઊભરો આવ્યો !
‘તું વૈતાઢયગિરિની તમિસા ગુફા પણ વધી શકે ?” ‘હા પ્રભુ ! આપ માત્ર એટલું યાદ રાખો કે હું અજાતશત્રુ છું !'
‘રાજન્ ! મિથ્યા ગર્વ ધારણ ન કર ! મને લાગે છે કે તું અજાતશત્રુ નહિ, પણ તું તારી પોતાની જાતનો જ શત્રુ છે ! જે મિથ્યાભિમાનીઓને જગત હંફાવી શકતું નથી, એને અંદર બેઠેલા મદનમોહરૂપી શત્રુઓ પછાડે છે !'
રાજાએ એ શબ્દો બેવડવી : ‘હું મારી જાતનો શત્રુ ?' ‘હા, રાજન, ચક્રવર્તી થવાની ઘેલછા છોડી દે અને ધર્મસાધન કર !'
‘એ નહિ બને ! ભરત ચક્રવર્તીની જેમ સગા ભાઈઓ પાસેથી સત્તા આંચકી લઈશ, એમની પાસે મારું ચક્રવર્તીપદ કબૂલ કરાવીશ ને પછી ત્યાગી થઈશ.'
અજાતશત્રુ ! આત્મશત્રુ ન થા ! કંઈક સમજ !” ‘મારે સમજવાને હજી વાર છે ! સમજીશ એટલે સંયમ સ્વીકારી લઈશ.'
‘વિલંબ થશે તો એટલી વેળા પણ નહીં રહે. રાજન્ ! પળનો પણ પ્રમાદ કરવો ઠીક નથી.” આટલું કહી ભગવાન ગૌતમ ગણધરને પ્રમાદ વિશે કહેવા લાગ્યા.
અજાતશત્રુ સભામાંથી ઊઠીને ચાલતો થયો !
‘કેવી રીતે ?' ‘ચક્રવર્તી પાસે ચતુરંગ સેના હોય.’
મારી પાસે ચતુરંગ સેના છે.” ‘ચક્રવર્તી પાસે ચક્રાદિ રત્નો હોય.'
મારી પાસે એવાં રત્નો છે. વધારામાં મહાશિલાકંટક અને રથમુશલ નામનાં યુદ્ધયંત્રો પણ છે. આજ પૂર્વે શાસ્ત્રોમાં બાર ચક્રવર્તી થઈ ગયા. તેઓથી સાધનમાં, સામગ્રીમાં, પરાક્રમમાં હું સવાયો ચક્રવર્તી છું. તેરમાં ચક્રવર્તી તરીકે મારી યશોગાથા ઠેર ઠેર ગવાય છે.”
| તું તેરમો ચક્રવર્તી ?” | ‘હા, પ્રભુ ! મેં ઘણું જીત્યું છે. જે જીત્યું નથી તેનું કારણ હું મેદાને સંચર્યો નથી, એ જ છે. એને જીતવા માટે હું મારી આંખ ફેરવું એટલી જ વાર છે. જ્યાં સુધી અજાતશત્રુરૂપી સૂરજ તેમની સમીપ ગયો નથી, ત્યાં સુધી જ એ રાજાઓરૂપી ઘુવડો
386 | શત્રુ કે અજાતશત્રુ
વા ફર્યા, વાદળ ફર્યા 387