________________
52
ધરતીએ હાશ કર્યું !
પોતાની જાતને તેરમા ચક્રવર્તી માનતા-મનાવતા અજાતશત્રુએ ફરી નગારે ઘા દીધો. એણે જાહેર કર્યું કે શત્રુમાત્રના છેદ માટે અમે યુદ્ધે ચઢીએ છીએ. જેઓ અમારી તાબેદારી સ્વીકારવા ઇચ્છતા હોય તેઓ અમારે શરણે આવીને અમને મળી જાય; એમને અમે અમારા મિત્ર લેખીશું. અને જે ઓ સ્વતંત્ર રહેવા માગતા હોય એ લડવા તૈયાર થઈ જાય, પીઠ પાછળના ઘાની કોઈ વાત નથી.’
ફરીને આખા દેશમાં યુદ્ધનાં રણદુંદુભિ વાગી રહ્યાં , યોદ્ધાઓના જખમો હજી માંડ રુઝાયા હતા; અશ્વોની ને હાથીઓની નવી ઓલાદ મહામહેનતે તૈયાર થઈ હતી; નીરનવાણ ને ખેતર ફરી ધીરે ધીરે જનોપયોગી થઈ રહ્યાં હતાં, ત્યાં લડાઈનો આ નાદ પડ્યો. ભયંકર નાદ. સ્વયં કાળદેવને નોતરું ! થાકેલી સેનાનો થાક પણ હજી પૂરો ઊતર્યો ન હતો, ને પરિયાણનાં એલાન !
પણ આ તો રાજા અજાતશત્રુનો નાદ !
મહેલમાં, ઘરમાં કે ઝૂંપડીમાં કોઈ સ્થિર રહી ન શકે, સશક્ત હોય એણે સમરાંગણ પ્રતિ દોડી જવાનું. સેનામાં નામ લખાવવાનું ને શસ્ત્રસજ્જ થઈને આવી પહોંચવાનું ! નહિ તો યુદ્ધમાં તો જ્યારે મોત આવે ત્યારે મરવાનું, પણ સામે રાજાની સજા તો તૈયાર ! પૃથ્વી જાણે ફરી ચાક પર ચઢી.
આ તરફ ભગવાન બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુ પર યુદ્ધનાં વાદળો વર્ષાનાં વાદળની જેમ તૂટી પડ્યાં હતાં. એનું મૂળ કારણ જાતિનું જ હતું. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ જાતિનું જન્મજાત મહત્ત્વ ઉખેડીને ફેંકી દીધું હતું, છતાં એ વસ્તુ માનવમનમાં એટલી ઘર કરી ગયેલી હતી કે છોડી છૂટતી નહોતી. ખુદ ભગવાન બુદ્ધનાં સગાંવહાલાં – શાક્ય કુળો પણ એ ન છોડી શક્યાં !
એ વાત આગળ આવી ગઈ છે કે, કોશલનો રાજા પસેનદિ, જેને શાક્ય કુળની
કન્યા કહીને શાક્યોએ દાસી કન્યા પરણાવી હતી, એ દાસી કન્યાના પુત્ર વિડભની જ્યારે પોતાના મોસાળમાં જ દાસીપુત્ર કહીને મકરી થવા માંડી, ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી હતી કે મારું કલંક ગર્વિષ્ઠ શાક્ય લોકોના લોહીથી ધોઈશ.
વિડુડભ મહાબળવાન પાક્યો. એણે શાક્યોના રાજ્યને મિટાવી દેવા, અજાતશત્રુની જેમ, પ્રથમ પોતાના પિતા પસેનદીને શ્રાવસ્તીની ગાદી પરથી ઉઠાડી મૂક્યો. પિતા અજાતશત્રુની મદદ લઈને પુત્ર સામે લડવા આવ્યો, પણ પરિશ્રમથી માર્ગની ધર્મશાળામાં જ અકાળે મૃત્યુ પામ્યો !
| પિતા જેવો મહાકંટક દૂર થતાં વિડુડલ્મ શાક્યો પર ચઢાઈ કરી. ત્યાં ગણતંત્રીય રાજ હતું. ચારે કોર બેજવાબદારી ને વિલાસનું વાતાવરણ જામેલું હતું ! કોઈ એકના માથે મોડ નહોતો. સહુ પોતાની જવાબદારીનો મોડ બીજાને માથે પહોંચતો કરવામાં માનતા.
વિડુડભે ભયંકર ધસારો કર્યો. એણે કપિલવસ્તુને મૂળથી ઉખેડી નાખી. શાક્યોને અનિચ્છા છતાં લડાઈમાં ઊતરવું પડ્યું. એક વાર વિડુડભને ભગવાન બુદ્ધ વાર્યો, ભગવાનનું વચન રાખવા એ પાછો ફરી ગયો, પણ શાક્યો બગડેલી બાજી સુધારી ન શક્યા. ફરી યમ જેવો વિકરાળ વિવુડભ અકાળે મેઘ ગાજે એમ ગાજ્યો. શાક્યોને ફરી અનિચ્છાએ રણમેદાનમાં આવવું પડયું. તેઓએ ભગવાનને કહેવરાવ્યું કે આપ અહિંસાનો સંદેશ પાઠવો.
પણ વિડુડભ કૃતનિશ્ચય હતો. એણે શાક્યોને દીઠચા ન મૂક્યો; એમની જાતિશ્રેષ્ઠતાની સજા પૂરેપૂરી કરી. એમની લોહીની નદીઓમાં વિડુડભે પોતાની જાતિહીનતાનું કલંક ધોયું. શાક્યસુંદરીઓ ન જાણે ક્યાંની ક્યાં વેચાઈ ! શાક્યસંતાનો હીનમાં હીનને ત્યાં ચાકરીએ રહી પેટ ભરવા લાગ્યાં. ભગવાન બુદ્ધને આ સમાચાર મળ્યા ત્યારે તેઓને અપાર દુઃખ થયું. જાતિઅભિમાનની કરુણતા એમણે નજરોનજર નિહાળી.
પણ આ ભયંકર નરમેધ કર્યા પછી પણ રાજા વિડુડભ એનો સંતોષ ન લઈ શક્યો.
અચિરવતી (રાવી)ને કાંઠે શ્રાવતી નગરીની બહાર એ પડાવ નાખીને પડ્યો હતો, નગરપ્રવેશના સારા મુહૂર્તની રાહ જોઈ રહ્યો હતો, ને એ રાતે એકાએક વરસાદ વરસ્યો.
વરસાદ તે કેવો ? મુશલધાર ! જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા. વરસાદ ભેગો વંટોળ જાગ્યો.. | નદીમાં એકાએક ઘોડાપૂર આવ્યું. એવું ભારે પૂર આવ્યું કે કોશલની સેનાની કુશલતા ભયમાં આવી ગઈ.
ધરતીએ હાશ કર્યું !D 389