________________
‘કામ માથે હોય ત્યારે આવી વાતોમાં વખત કાઢવો કેમ પાલવે ?’ ફાલ્ગુનીએ કહ્યું. ‘આવી વાતો કેમ ? તેં ન સાંભળ્યું ? મહાપ્રભુએ કેવી નિખાલસ વાણી કાઢી !' 'ઠીક, ઠીક ! હજુ તમે જગતના પ્રપંચો જોયા નથી. મહાભિખ્ખુ દેવદત્તને જોશો અને બે એક વાર એમને સાંભળશો, ત્યારે ખબર પડશે.’
‘વાહ રે પ્રપંચોની મહાજ્ઞાત્રી ! અરે, ફાલ્ગુની ! મગજમાં ફાંકો ન રાખતી. તારા જેવી તો મેં સત્તર જોઈ નાખી છે, હોં !'
‘મુનિજી ! મારા જેવી એકને પણ તમે હજુ પૂરી જોઈ નથી. ફાલ્ગુનીનું સાચું રૂપ હજુ તમે જાણ્યું નથી.' ફાલ્ગુની મીઠાશથી ને મનભર રીતે બોલી રહી. ‘જાણ્યું છે.’ મુનિએ દૃઢતાથી કહ્યું.
‘નથી જાણ્યું.’ ફાલ્ગુનીએ એટલી જ દૃઢતાથી કહ્યું.
‘અરે, એમાં શું જાણવાનું છે ! એક સ્ત્રીને જાણવી એમાં શું ? જાણેલું છે.”
‘હજુ કંઈ જાણેલું નથી. સ્ત્રીને જાણો એ આખા સંસારને જાણ્યા બરાબર. મને
પૂરેપૂરી જાણશો, ત્યારે આશ્ચર્યના આઘાત લાગ્યા વિના નહીં રહે.'
‘એ બીજા !’
‘ખરેખર ?’ ફાલ્ગુની મુનિને વધુ દૃઢ કરી રહી.
‘ખરેખર.’ મુનિએ કહ્યું.
‘તો હું ફાલ્ગુની નથી.’
‘ભલે ન હો.’ મુનિ સહજભાવે બોલ્યા.
‘હું મગધપ્રિયા છું.’
‘એથી સ્નેહભાવભર્યા હૃદયમાં ફેર પડતો નથી.’
‘અને પુનમ મારો પતિ નથી.’
‘ન હો.’ મુનિ હવે અંતરમાં આઘાત અનુભવતા હતા, પણ બહાર સ્વસ્થતા પ્રગટ કરી રહ્યા.
‘એ મગધના અનુચર છે.'
હો. એથી પણ હૃદયમાં ફેર પડતો નથી. નામથી કંઈ વિશેષતા પેદા થતી નથી. સુંદરી ! ત્યારે હવે તું પણ સાંભળી લે, મારું નામ વેલાકુલ નથી.'
‘ન હો.’ ફાલ્ગુની બોલી રહી.
‘હું લોકસેવક નથી, મારી પાસે કોઈ સિદ્ધિ નથી; બાંધી મૂઠી લાખની !' ‘ન હો, પણ માણસ તો છો ને ? માણસાઈનું પહેલું લક્ષણ વચનપાલન. એ તો તમારી પાસે છે ને ?'
212 ] શત્રુ કે અજાતશત્રુ
‘અવશ્ય.’
‘તો આપણે નવે નામે એકબીજાંને ઓળખીએ.' ફાલ્ગુનીએ કહ્યું. ‘મને તો ફાલ્ગુની નામ જ ગમશે.'
“તો હું શા માટે બીજી માથાકૂટ કરું ?' ફાલ્ગુની બોલી.
થોડીવારમાં સામેથી પૂનમ આવતો દેખાયો. એ અશ્વ પર હતો. સાથે રથ હતો. મુનિએ પૂછ્યું, ‘અરે ! આવા સુંદર અશ્વ અહીં ભાડે મળે છે ?'
‘દરેક વાતનું સાચું રૂપ તમારે જાણવું છે ને ?' ‘હા,’ મુનિએ ડોકું ધુણાવીને કહ્યું.
આ અશ્વ મગધની અશ્વશાળાનો છે.' ફાલ્ગુની બોલી.
‘કોણે કહ્યું ?' પૂનમ જાણે ભૂલ સુધારતો હોય તેમ બોલ્યો.
‘પૂનમ ! હવે ખેલ પૂરો થયો છે; પડદા બધા ખેંચી લીધા છે.’ ફાલ્ગુનીએ કહ્યું. ‘શું કહો છો ?’
જેને તન મન લીધાં-દીધાં એની સાથે પડદો કેવો ? પહેલાંના વખતમાં પહેલાં મન અપાતાં, પછી તન અપાતાં. આજે તો તન-મન સાથે અપાય છે. મુનિ અને આપણે સહુ એક છીએ.’
‘એટલે શું હું તમારો પતિ પૂનમ નથી ?'
‘ના, તું મારો પતિ નથી. હું તારી પત્ની નથી !' ફાલ્ગુની જોશમાં હતી. ‘ઓહ ! સાદું સત્ય સ્વીકારતાં કેવો આંચકો લાગે છે !’ પૂનમે કહ્યું, ‘શું આપણી માયાનગરી સમેટાઈ ગઈ ?'
‘હા, મુનિ પાસે મેં સાચું રૂપ પ્રગટ કરી દીધું.'
‘મુનિજી ! મને માફ કરજો' પૂનમ મુનિને નમી રહ્યો.
‘પૂનમ !માફ કોણ કોને કરશે ? મારી બુદ્ધિ ભ્રમમાં પડી ગઈ છે.’ મુનિ બોલ્યા. અજબ-ગજબની આ મેનકા છે, મહારાજ ! પૃથ્વી, પાતાલ ને સ્વર્ગ ત્રણે એની પાસે તુચ્છ છે.’ પૂનમ બોલ્યો.
ધારે તેને સ્વર્ગમાં લઈ જાય. ચાહે તેને પૃથ્વી પર રમવા મૂકી દે. પણ અડધે સુધી ખેંચાયા પછી હવે કોસ કાપવો મારે માટે ઉચિત નથી.' મુનિ બોલ્યા. એમને આશ્ચર્યના આઘાત હજુ સહ્ય થયા નહોતા.
‘અવશ્ય.’
અને ધારે તેને પાતાળમાં પણ ચાંપી દે !' ‘જી હા.'
ફાલ્ગુનીનું સાચુ રૂપ – 213