________________
29
ફાલ્યુનીનું સાચું રૂપ
સવારનો સમય હતો. આકાશ થોડાંક રૂપાળાં વાદળો સિવાય સ્વચ્છ હતું. સુંદર સ્ત્રી ઘૂંઘટથી અતિ સુંદર લાગે એમ સૂર્યનું પણ હતું. ઘડીક વાદળોની ઓટમાં ભરાઈ રંગીન કિરણાવલી પ્રગટ કરતો અને ઘડીક વાદળદળને ભેદીને શુભ્ર રીતે પ્રગટ થતો સૂર્ય ખૂબ સોહામણો લાગતો હતો.
સૂર્યે તેજસ્વી બનાવેલી ધરાને પંખીઓ પોતાનાં ગાનથી વિશેષ સુંદર બનાવતાં હતાં. શ્રાવસ્તીનો આ પ્રાન્તભાગ મુનિઓના જવા-આવવાથી વિશેષ પાવન થતો લાગતો હતો.
ભગવાન મહાવીર આ વખતે દેશના દેવા બેસતા. દૂર દૂરના રાજાઓ, શ્રીમંતો, રાણીઓ ને ગણિકાઓ એ સાંભળવા આવતી. અહીં કોઈ ભેદભાવ નહોતા.
અસાડની જલવર્ષાની જેમ એ ઉપદેશધારા અવિરત વહેતી; અને જેવું જેનું પાત્ર- એ રીતે જનહૃદયમાં એ સંચિત થઈ રહેતી. કોઈ સાગર, તો કોઈ તડાગ તો કોઈ કૂપ તો કોઈ ખાબોચિયું બની એ ઉપદેશધારા સંગ્રહી લેતું.
ધર્મપરિષદા ભરપુર હતી. એમાં મુનિ વેલાકુલ આવીને ભળી ગયા. ફાલ્ગની અને પૂનમ પણ આવીને એક ખૂણે બેઠાં. છતાં ફાલ્ગની નિર્લેપ હતી. એણે પૂનમને ઊભો કરતાં કહ્યું, ‘તું રથ અને અશ્વને લઈને પાણી દરવાજે તૈયાર રહે, ભગવાનની વાણી સાંભળી ને ! એ કહે છે, “ગૌતમ ! એક પળનો પણ પ્રમાદ ન સેવીશ.’ હું પણ કહું છું કે પૂનમ ! પળવારનો પણ પ્રમાદ સેવવો ઉચિત નથી.’
થોડાંક વચનો સાંભળતો જાઉં તો ?” પૂનમે કહ્યું. | ‘ભલા માણસ ! ગધેડાને સાકર ઝેરનું કામ કરે. આપણે બે વચન સાંભળીએ તોય શું ને ન સાંભળીએ તોય શું ? આપણે તો વેચાયેલો જેવાં છીએ ને !' કોઈ
થાક્યું માણસ કંટાળાપૂર્વક બોલતું હોય એમ ફાલ્ગની બોલતી હતી.
| ‘રે મગધપ્રિયે ! પૂરો ઉપદેશ સાંભળ્યા વિના તારા પર આ કેવી અસર થઈ !' પૂનમે કહ્યું.
‘વાતાવરણ અજબ ચીજ છે. આપણી પ્રવૃત્તિમાત્ર અહીં નિવૃત્તિ બની જાય છે. પણ તું જા ! હું તો મનને વશ કરવાની કળા જાણું છું. તારે માટે ...’
‘મોટા માણસો હંમેશાં પોતાની જાત માટે એમ જ માનતા હોય છે.' પૂનમે કહ્યું. અલ્યા, તું મોટો કે હું ? મારો સ્વામી તો બનાવ્યો...'
‘પણ એથી શું ? દેખવું ને વળી દાઝવું જ ને !' આટલું બોલતો પૂનમ અટકી ગયો, એની જીભને ચાલતાં ચાલતાં જાણે કાંટો લાગી ગયો. અરે, એવું અહીં બોલાય ? - પૂનમ એક અજાણી શરમ અનુભવતો ચાલ્યો ગયો.
આ દેશનામાં સ્ત્રી-પુરુષો અલગ અલગ બેઠાં હતાં. એમાં મુનિઓનું સ્થાન અગ્ર ભાગમાં હતું. પણ મુનિ વેલાકૂલ અગ્રભાગે પોતાનું સ્થાન ન લખી પાછળ જનતા વચ્ચે બેસી ગયા હતા. એમણે એક-બે વાર ફાલ્ગનીને ખોજવો દૃષ્ટિ દોડાવી, પણ એ એમની નજરમાં ઝટ ન ચડી.
આ તરફ એક સંભાજને ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો : ‘પ્રભુ ! ગુરુ દ્રોહી ગોશાલકની કેવી ગતિ થશે ?”
‘સારી ગતિ.’ મહાવીરે ટૂંકો જવાબ વાળ્યો.
એનું કારણ ?' આશ્ચર્યથી શ્રોતાએ ફરી પૂછ્યું.
‘છેવટે એને મારી શિખામણ સમજાશે. એ સત્યને અનુસરશે અને જીવનની છેલ્લી પળો એ ઉજમાળ કરશે.’
‘પણ આપના નિંદકને માટે...'
મહાનુભાવો ! ધર્મમાં સ્નેહ કે સંબંધ જોવાતા નથી. ત્યાં સ્નેહ કરતાં સાધનાની વધુ કિંમત છે. શિષ્ય પણ નરકે જાય, અને શત્રુ પણ સ્વર્ગે જાય. જો કે મારા માટે તો શત્રુ અને મિત્ર સમાન છે.'
“વાહ મહાગુરુ ! સત્ય એ જ આપની ભાષા છે.” આખી પરિષદાએ જય જયકાર કર્યો, ને સભા વિસર્જન થઈ.
મુનિ વેલાકુલ બહાર નીકળ્યા.
ફાલ્ગની દ્વાર પર રાહ જોઈને પડી હતી. એણે કહ્યું: આપણે અહીં જ થોભવાનું છે. પૂનમ રથ લઈને અહીં આવશે.' ‘શું પૂનમ સભામાં બેઠો નહોતો ?”
ફાલ્ગનીનું સાચુ રૂપ 211