________________
પિતાનું શિરછત્ર હેઠાવી લઈને હવે તમે તમારો કયો આશય સિદ્ધ કરવા તૈયાર થયાં છો ?'
‘ના રાજન્ ! અમે તો માત્ર એક સત્ય ઘટનાથી તમને વાકેફ કરવા આવ્યાં છીએ. અમે તમારાં આત્મીય છીએ. આપણી જનેતા ભલે જુદી હશે, પણ આપણી કાયામાં એક જ બાપનું રુધિર વહે છે !' આર્યા બોલ્યાં.
‘આ તમે શું કહો છો, આર્યા ! રાજ કુળમાં લોહીનો જ વધુ ડર ! તમારી જાતથી તો હવે મને ડર લાગે છે !' રાજા અશોકે કહ્યું. એ આજે ગભરાઈ ગયો હતો.
‘તો રાજન, ભીંતે ઝૂલે છે તલવાર ! ઉઠાવો તલવાર અને અમારાં બેનાં મસ્તક જુદાં કરો. તમારો ડર ચાલ્યો જશે અને અમને હંમેશની શાંતિ થશે.” મહામંત્રી વસ્યકારે કહ્યું,
રાજા અશોકે આ વાતે વિશેષ અસર કરી.
આર્યા ભુજંગી મસ્તક નીચું રાખતાં બોલ્યા, ‘અમારી માતાએ અમને પ્રશ્ન કરેલો. ‘તમે કોને વફાદાર રહેશો ?' અમે કહ્યું, ‘સમ્રાટને.’ માતાએ ફરી પૂછયું, સમ્રાટ અને સામ્રાજ્ય વચ્ચે પસંદગી કરવાની આવે તો શું કરશો ?” અમે કહ્યું, ‘સામ્રાજ્યને.” માતાએ ફરી પ્રશ્ન કર્યો, ‘સામ્રાજ્ય અને મગધજનપદ વચ્ચે પસંદગી કરવાની આવે તો ?'
રાજન ! એ સવાલનો અમે જવાબ આપી ન શક્યાં. માતાએ કહ્યું, ‘એ વખતે જનપદને વફાદાર રહેજોરાજ કુળોમાંથી પરમેશ્વર ચાલ્યો ગયો છે; થોડોઘણો જનતા વચ્ચે વસે છે. બાકી તો એનું સ્થાન ઋષિઓની ઝૂંપડીઓમાં છે.”
રાજા અશોક આ સાંભળી આગળ વધ્યો, અને બંનેનાં મસ્તક ઊંચાં ઉઠાવી એમને પોતાની પડખે બેસાડ્યાં.
આ વખતે રાણી ચેલા બહાર જવા તૈયાર થયાં. રાજા અશોકે તેમને બેસવા કહ્યું.
રાણી ચેલા બોલ્યાં, ‘વત્સ ! રાજ કથા ને દેશકથા મેં તજી દીધી છે. વળી આર્યા ભુજં ગીની વાતો પરથી હું એટલું સમજી છું કે એમાં તારા પિતાની કંઈક નિંદા જરૂર હશે. આજે મને લાગે છે કે જ્ઞાતપુત્ર મહાવીરે રાજત્યાગ કર્યો, એ ખરેખર ડહાપણનું કામ કર્યું. તેઓએ જાણી લીધું કે રાજા કરતાં સંન્યાસી સંસારને વધુ સુખી કરી શકે છે. પુત્ર ! વિદાય લઉં .’
‘પ્રણામ માતા ! હવે મારા પિતાની ચિંતા ન કરશો.’ રાજા અશોકે માતાને ભાવભરી વિદાય આપી.
60 શત્રુ કે અજાતશત્રુ
રાણી ચેલા ચાલ્યાં જતાં આર્યા ભુજંગી ઉત્સાહમાં આવીને બોલ્યા, રાજનું ! અમારી માતા કોણ હતી, એનું એમને પૂરેપૂરું ભાન નહોતું. પણ અમે જ્યારે એને જોઈ ત્યારે એ પવિત્ર સ્ત્રી હતી. પણ લોકો કહેતા કે યુવાનીમાં એના દરવાજે અનેક શ્રીમંતો ને રાજાઓ આવતા. મહાપુરોહિત સાથે એ સંબંધમાં હતી. રાજા બિંબિસાર પણ એ રૂપમાધુરી પાસે જતા-આવતા. રાજાઓના આવા સ્વૈરવિહાર સામે એ કાળે લોકોને કંઈ કહેવાનું નહોતું. એમાં લોકો પોતાના રાજાની રસજ્ઞતાને બિરદાવતા. આવી લીલા મોટા ન કરે, તો શું નાના કરશે ?' | ‘એ માતાની પુત્રી હઈશ, એની મને ઘણા વખત સુધી ખબર નહોતી. એક આશ્રમમાં હું ઊછરતી હતી. મારું રૂપ જોઈને બધા કહેતા કે શકુંતલાની જેમ આ કંઈ ઋષિકન્યા નથી. એક વાર મગધરાજ બિંબિસાર ત્યાં શિકાર કરતા આવ્યા. એ રસરા રાજવીની શુશ્રુષામાં હું રહી, મગધરાજે કહ્યું કે આશ્રમ જેમ પવિત્ર ભૂમિ છે એમ આશ્રમકન્યા પણ અસ્પર્ય છે. હું તેડાં મોકલીશ. રાજગૃહીમાં આવજે . ત્યાં લગ્ન કરીશું. હું તો હજી ચૌદમાં વર્ષમાં પ્રવેશી નહોતી ને મગધરાજ તો પાંત્રીસેક વર્ષના હતા. છતાં હું આકર્ષાઈ અને એમનાં તેડાંની રાહ જોવા લાગી.’
‘એક દહાડો તેડાં આવ્યાં. તે દિવસે મારી મા દેવદત્તા પણ ત્યાં આવી. ઋષિઓએ મારી મા સાથે મારી ઓળખાણ કરાવી. અને મને રાજગૃહી નગરીથી આવેલાં તેડાંની વાત કરી. મારી મા પ્રસન્ન થવાને બદલે ગંભીર થઈ ગઈ. એ રાતે અમે મા-દીકરી સાથે સૂતાં. બીજે દિવસે તો મારે રાજગૃહીના રથમાં બેસીને ઊપડવાનું હતું. રાજન્ ! તમે સાચું જ કહ્યું કે કઈ છોકરીને રાજાની રાણી થવાનાં વખાં નહિ આવ્યાં હોય ? હું એ સ્વપ્નમાં મગ્ન હતી ને મારી માએ મને પૂછવું, ‘દીકરી, તું કોને વરવાની છે ?'
‘મગધસમ્રાટને.’
દીકરી ! આજીવન કારાગાર જેવી અંતઃપુરની સ્થિતિ તને ગમશે ખરી? તું તો આશ્રમમાં ઊછરેલી હરિણી છે.”
‘એ પુરુષ એટલો મનોહર છે કે એની સાથેના પળવારના સંપર્ક પાછળ આખું જીવન ન્યોછાવર કરી દઈશ.’
મારી માએ કહ્યું, ‘દીકરી ! માના પતિને કોઈ પુત્રી પોતાનો પતિ કરે ખરી?” મેં આશ્ચર્યથી કહ્યું, ‘માનો પતિ તો બાપ થાય ! મા, આ તું શું કહે છે?* માએ કહ્યું, ‘મગધસમ્રાટની તું પુત્રી છે ! રાજા બિંબિસાર તારા જનક છે.” મેં પૂછવું, અને તું મારી જનની છે ?”
રંગીન પડા પાછળ [ 6]