________________
આ આશ્ચર્ય જોવા નોતર્યાં. પછી આ મહાઅર્હત ને મહાસર્વજ્ઞની પોતાના ઘેર પધરામણી કરાવવા સામૈયું લઈને આવી અને આર્ય ગોશાલકને હાલાહલા પોતાને ત્યાં તેડી ગઈ. આખી નગરીમાં આર્ય ગોશાલકની વાહવાહ થઈ રહી.
આર્ય ગોશાલકે એક ધર્મસંસ્થાપકની રીતે પોતાનો મત ચલાવ્યો. એણે કહ્યું, “માણસનાં બલ, વીર્ય, પરાક્રમ બધાં નકામાં છે. થવાનું હોય તે થાય છે, ભવિતવ્યતા-નિયતિ હોનહાર મોટી વાત છે. કર્મ-બર્મ જખ મારે છે.’
લોકોએ આ સંદેશ ઝીલી લીધો. માણસને અકર્મણ્યતા ગમતી હતી, પુરુષાર્થની તીક્ષ્ણ ધાર પર ચાલવું ન ગમતું. એ ભાવનાને વેગ મળ્યો.
મહાસર્વજ્ઞ ગોશાલકે બીજો સંદેશ આપ્યો શ્રદ્ધાનો, અડગ નિર્ણયનો. અરે, બળતો દાવાગ્નિ પણ તમારા પગ પાસે આવીને બુઝાઈ જશે, જો તમારામાં શ્રદ્ધાઆત્મશ્રદ્ધા હશે તો.
ગોશાલકના ચમત્કારોએ અને સિદ્ધાંતોએ જનતાને ઘેલી કરી મૂકી. સ્વાર્થી જગત એના દ્વાર પર આંટા મારવા લાગ્યું. શહેરના નામાંકિત શ્રીમંતો, અધિકારીઓ અને વિધવા શેઠાણીઓ ત્યાં પડવાં-પાથર્યાં રહેવા લાગ્યાં.
આમ ગોશાલકે ભવ્ય કીર્તિમંદિર રચીને એમાં મહાપ્રભુ તરીકે પોતાની સ્થાપના કરી.
એ કીર્તિમંદિર પર આજે કલશ ચઢ્યો. મગધના મહારાજ અજાતશત્રુ પોતાના મહામંત્રી વસકાર અને રાજગુરુ ભિખ્ખુ દેવદત્ત સાથે વંદન કરવા આવ્યા.
મગધરાજ અજાતશત્રુએ બધા બનાવોનું વિહંગાવલોકન કરતાં કહ્યું, ‘યોગસિદ્ધ મહાભિખ્ખુ દેવદત્ત એક દિવસ મને મળ્યા. એમણે મને કર્તવ્ય-કર્મમાં જાગ્રત કર્યો. મેં કઠિન હૃદય ને કઠોર હાથે કર્તવ્યકર્મ અપનાવ્યાં. એમ કરતાં મારા પિતા શ્રેણિકબિંબિસારનું અપમૃત્યુ થયું. પિતાના મૃત્યુનો મન પર આઘાત છે. મનનો ભાર હળવા કરે તેવો કોઈ મનનો વૈદ બતાવો.'
આર્ય ગોશાલકે કહ્યું : ‘રે ભદ્રરાજવી ! હું કરું છું, મિથ્યાભાસ છે. આ કામ મારા બલ, વીર્ય ને પરાક્રમથી થયું એ તો બધું ભવિતવ્યતા-નિયતિ પ્રમાણે થાય છે.'
‘એટલે પિતાના મૃત્યુની ભવિતવ્યતા હતી અને થયું પણ એમ જ ને. ગુરુદેવ ?’ મગધરાજે કહ્યું.
‘અવશ્ય.’
‘તો એનું પાપ કોને લાગે ?'
188 ] શત્રુ કે અજાતશત્રુ
તું કરે છે, આ બધો એમ માનવું ભ્રમણા છે.
‘અરે ! જ્યારે ભવિતવ્યતા સહુને દોરી રહી હોય; ત્યારે પાપ શું અને એ કોને વળગે ?' આર્ય ગોશાલકે થોડા શબ્દોમાં રાજવીના હૈયાનો ભાર હળવો કરી નાખ્યો. ‘તો મારો ઉદ્ધાર થશે ને ? મને મોક્ષ મળશે ને !'
‘અવશ્ય રાજન્ ! જે દડો ઊકલવા માંડ્યો, એ ઊકલી ગયે છૂટકો છે. તારી સતિ અવશ્યભાવી છે, નિશ્ચિંત રહેજે.'
આર્ય ગોશાલકે મગધરાજ અજાતશત્રુનું મન હળવું કર્યું. તેઓએ આર્ય ગુરુની જય બોલાવી, એમના સંપ્રદાયને રાજમાન્ય કર્યો, અને અનેક બક્ષિસો આપી.
શ્રાવસ્તીમાં આર્ય ગોશાલકની બોલબાલા થઈ રહી. પણ આર્ય ગુરુને એક વાત મનમાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેમ ખટકતી હતી – ભૂતકાળમાં પોતે મહાવીરનો શિષ્ય હતો ! પોતે ગમે તેટલું પરાક્રમ બતાવે, પણ નબળા લોકો આ જૂની વાત ઉખેળ્યા વગર ન રહેતા.
અલબત્ત, પોતે છડેચોક જાહેર કરી દીધું હતું કે, એ વાત પછી મારા સાત ભવ થઈ ગયા. પણ લોકોના દિલમાં એ વાત કેમે કરી ઊતરતી ન હતી. બેમાંથી એકના મૃત્યુથી જ આ વાત ભુલાવી શક્ય હતી.
ગોશાલક પ્રગટ રીતે કહેવા લાગ્યો : ‘હું જિન ! હું અર્હત ! હું કેવલી ! હું સર્વજ્ઞ ! મારા સો અત્યારે કોઈ નથી.’
કેટલાક લોકો શરતના જુગારી જેવા હોય છે. એમને હારજીત વગર ગમતું નથી, હરીફાઈમાં જ રસ આવે છે, ઝઘડામાં જીવન લાગે છે. બે બાજુ ઢોલકી વગાડનારા કેટલાક ભક્તોએ આ વિધાન ભગવાન મહાવીરની સભામાં જઈને રજૂ કર્યું ને મહાવીરને ખુલાસો કરવા વિનંતી કરી.
મહાવીરે નિખાલસ રીતે કહ્યું, ‘આર્ય ગોશાલક મારો શિષ્ય હતો. એ ભિક્ષુક જાતિનો છે. એણે તેજોલેશ્યા મારી પાસેથી શીખી છે, ને સિદ્ધ પણ કરી છે. છ દિશાચર મુનિઓ પાસેથી અષ્ટાંગ મહાનિમિત્ત એ ભણ્યો છે.
અમૃતને અમૃત અને વિષને વિષે કહેવાનો મારો ધર્મ છે. એટલે લાભઅલાભ, સુખ-દુઃખ, જીવિત-મરણ એ સાચાં ભાખી શકે છે : પણ આ બધાથી એની આત્મસંપદા વધી નથી. એ જિન નથી પણ જ્યોતિષી છે; કેવળી નથી કેવળ કાગવિદ્યા જાણે છે : અને સુપ્રયત્ન કરનાર તમારામાંનો હરકોઈ એ પ્રાપ્ત કરી શકે છે. એ વિદ્યા જરૂર દુસાધ્ય છે, અસાધ્ય નથી.’
સભાના કેટલાક ભક્તો આ વિધાન સાંભળી આર્ય ગોશાલકની સભામાં ગયા. ત્યાં પહોંચીને એમણે પ્રશ્ન કર્યો, ‘આપના વિશે ભગવાન મહાવીર જે વિધાન કરે બે અહંતો D 189