________________
હતો. એના માથે ખૂબ મોટી જટા હતી, જટા અસ્વચ્છ રાખવાથી એમાં જૂઓના થર જામ્યા હતા, તાપના લીધે જૂઓ અકળાઈને જમીન પર પડતી હતી. તાપસ એ જૂઓને ઉપાડીને ફરી જ ટામાં મૂકતો હતો.
ગોશાલકના ગુરુની સાધના આત્મા વિશેની હતી. ગોશાલકે આ દૈહિત તપ તપતા તાપસની મશ્કરી કરતાં કહ્યું. ‘અલ્યા, તું તો જોગી છે કે, જૂઓનો યજમાન ?'
તાપસના કાને આ હાસ્ય અથડાયું. મશ્કરીના શબ્દો કાને પડ્યા. એણે પોતાની નજર ગોશાલક પર મૂકી ને એક પળમાં તો ગોશાલક જાણે ભડભડતી ચિતામાં ઘેરાઈ ગયો. ભયંકર વેદનામાં એ બોલ્યો, ‘અરે ! બળી મૂઆ !'
ગોશાલકની આજુબાજુનાં વૃક્ષો બળીને ખાખ થઈ ગયાં, અને હવે ગોશાલક ક્ષણ બે ક્ષણમાં એ દશાને પામ્યો સમજો ! પણ એકાએક આકાશની કોઈ વાદળી આવીને એના દવજ લત્તા દેહ પર જલધારા વરસાવી રહી !
| ‘હાશ, મહાશાંતિ પ્રાપ્ત થઈ. પ્રભુ ! દાવાનલની ગરમી મને કેમ સ્પર્શી અને વર્ષોની શીતલતા મને કેમ પ્રાપ્ત થઈ ? પ્રભુ ! આ તાપસે મને શું કર્યું ?”
‘એણે તારા પર તેજોલેશ્યા નાખી.'
અને પછી ઠંડક કોણે કેવી રીતે કરી ?” ‘શીતલેશ્યાથી ઠંડક થઈ.'
ઓહ ! સમજ્યો. તાપસે મારા પર તેજલેશ્યા મૂકી, અને આપે તાપસની તેજલેશ્યા સામે શીતલેશ્યા નાખીને તાપસનો ગર્વ ગાળી નાખ્યો, અને મારું જીવન બચાવી લીધું કાં ?' ગોશાલક ગુરુ પર વારી ગયો.
થોડી વારે એણે પ્રશ્ન કર્યો : ‘ગુરુદેવ ! સામાન્ય હઠયોગી તાપસને જે સિદ્ધિ સુલભ, તે મારા યોગીને કાં દુર્લભ ?”
‘ચમત્કાર એ તો માત્ર સાધનાની વસ્તુ છે, સાચા સુખ માટેની સિદ્ધિ નથી. બલ્ક કેટલીક વાર ખોટે રસ્તે દોરી જનારી શક્તિ છે. તારા જેવા યોગી માટે આવા ચમત્કારો સાવ સુલભ છે. આવી સિદ્ધિ થોડાક સમયની વિધિસાધનાથી પ્રાપ્ત થાય છે.” મહાગુરુએ નિખાલસ ભાવે કહ્યું. તેઓ શિષ્ય પાસે કંઈ છુપાવતા નહિ.
- “મને એ વિધિ-સાધન બતાવો, મારે એ સિદ્ધિ સાધ્ય કરવી છે.” ગોશાલકે આગ્રહ કર્યો.
વત્સ ! આવી સિદ્ધિઓ –જેમાં આત્માનું હિત નથી-એ અનુપાસનીય છે. એમાં દેહનું કલ્યાણ નથી, આત્માનો ઉદ્ધાર નથી. કોઈ વાર મનનો મનોબંધ કમજોર થતાં એ પોતાનું અને પારકાનું બન્નેનું અહિત કરે છે.”
186 | શત્રુ કે અજાતશત્રુ
‘ના ગુરુ ! મને યોગીને મન બિચારું શું સતાવશે ? બતાવો વિધિ. મારે ચમત્કારો જાણવા છે.”
ગુરુએ અનિચ્છાએ વિધિ બતાવી.
બસ, છાંયો જોયો ને ગળિયો બળદ બેસી ગયો. ગોશાલક શ્રાવસ્તીમાં રહી ગયો. ગુરુ આગળ વધી ગયા. ગોશાલકે કેટલીક સિદ્ધિ સાધ્ય કરી લીધી. હવે એ માણસના લાભાલાભ ભાખવા લાગ્યો. લોકો તો આ ભવિષ્યવાણી પર ડોલી ગયા.
એણે તો હવે લોકોનાં જીવિત-મૃત્યુ કહેવા માંડ્યાં. અજ્ઞાત લોકો આ જ્ઞાનીપુરુષના ચરણ ચાંપવા લાગ્યા.
એણે હવે માણસનાં પ્રારબ્ધમાં રહેલાં સુખદુઃખ કહેવા માંડ્યાં. લોકોએ કહ્યું : ‘જગતમાં આવા જ્ઞાની જોયા નથી. આર્ય ગોશાલક ખરેખર અહંત છે. સાચેસાચ સર્વજ્ઞ છે.”
- થોડે દહાડે ભગવાન મહાવીરને ત્રણ માળનું જ્ઞાન-કેવળજ્ઞાન થયાના સમાચાર આવ્યા. લોકોએ સર્વજ્ઞપ્રાપ્તિનો – મહાજ્ઞાનનો ઉત્સવ ઊજવ્યો.
આર્ય ગોશાલક પાસે એ સમાચાર આવ્યા. એણે કહ્યું, ‘મૂર્ખ લોકો, સમજ્યા વગરની કેવી માથાકૂટ કરે છે ? જે માણસના જીવનના લાભાલાભ ને જીવિત-મૃત્યુ કહે તે સર્વજ્ઞ. શું હું તમને ક્યારનોય એ કહી રહ્યો નથી ? ભલા માણસો ! સર્વજ્ઞને માથે કંઈ શિંગડાં ઊગતાં હશે ?' | ‘અરે, પણ ભગવાન મહાવીર તો તમારા ગુરુ છે ને !” બે ચાર ભક્તોએ પ્રશ્ન ર્યો. | ‘એથી શું ? સાધનામાં પિતા-પુત્રનો કે ગુરૂ-ચેલાનો સંબંધ જોવાતો નથી. બાપ મુર્ખ હોય કે ઓછું ભણેલો હોય એથી શું દીકરો મુર્ખ રહે કે ઓછું ભણે ? મહાવીર જો સર્વજ્ઞ હોય તો હું સવાઈ સર્વજ્ઞ છું !'
આ વખતે એક શ્રીમંત બાઈ સભામાં બેઠી હતી. એ જાતની કુંભાર હતી : એનાં શીતલ અને મજબૂત માટલાં દેશદેશમાં પંકાતાં હતાં. એ બાઈનું નામ હાલાહલા.
ગોશાલકે કહ્યું : “બાઈ ! જો મારા જ્ઞાનને નાણી જોવું હોય તો નાણી જો. જા, તેં જે નિંભાડો ચઢાવ્યો છે, તેમાં ૪ સાજાં, ૧૦૦ કાચાં ને બાકીનાં ફૂટેલાં માટલાં નીકળશે.’
હાલાહલા દોડીને ઘેર ગઈ. નિંભાડો તપાસ્યો તો બરાબર એ જ પ્રમાણે સંખ્યા નીકળી. હાલાહલા શ્રીમંત બાઈ હતી. મોટા પરિવારવાળી હતી. એણે સહુ કોઈને
બે અહંતો | 187