________________
રાજા અજાતશત્રુ તેઓને મદદ કરવા દોડ્યો; એ મહાબલી પુરુષ હતો. એણે બબ્બે શબોને એક સાથે ઉપાડીને આઘાં મુકવા માંડ્યાં. થોડી વારમાં આ મડદાંના હંગ નીચેથી કપાયેલા હાથ-પગવાળો એક સૈનિક નીકળી આવ્યો. ખૂબ લોહી વહી જવા છતાં એ ઉત્સાહમાં હતો. મોત સામે ઊભું હતું, છતાં એ નિર્ભય હતો.
‘તું કોણ છે ?” ‘હું સૈનિક છું.’
ક્યાંનો છે ?” ‘એ ન પૂછીશ, રાજા ! અમે માણસ છીએ.' ‘તમે એટલે ?'
આ ઢગલાઓમાં સૂતેલા બીજા મારા બંધુઓ, જેને અમે શત્રુ સમજીને સંહાર્યા છે. પણે સંહાર પછી અમે સન્મિત્ર બની શક્યા છીએ. અમે એકબીજાના કોઈ અપરાધી નહોતા. દોષ હતો તો કોઈ અન્ય ભૂમિ પર જન્મવાનો અને એ ભૂમિના માલિકોના કહેવામાં આવી જઈને એક-બીજાને શત્રુ સમજવાનો ! અરે, કુદરતે તમને જે જમીન જન્મવા, જીવવા ને ખાવા આપી એમાં તમે જીવો. અમને જે જમીન જન્મવા અને જીવવા મળી એમાં અમે જીવીએ, શાંતિ સહુનો ધર્મ, સૌખ્ય સહુનો પંથ ! પણ દિગ્વિજયી કેટલાક લોકોએ દુનિયાને ઊંધે રસ્તે ચડાવી, બે મહાત્માઓને એવી રીતે મેં અહીં મરતા જોયા, ને મોડા મોડા અમારી આંખો ઊઘડી ગઈ.”
“અમને એ કથા કહો. અમે આ બીજા ઢગ ઉખેળતાં જ ઈશું ને તમારી વાત સાંભળતાં જઈશું.’ આમ્રપાલીએ કહ્યું.
અમારા જીવનનું અંતિમ કર્તવ્ય પણ હવે વાત કરવાનું જ છે. એક તો વરુણ નાગ, ભારે શ્રમણોપાસક. એમણે આખા વિશ્વને કુટુંબ માનેલું; કોઈની સાથે કોઈ કારણથી પણ વેર ન રાખવાની પ્રતિજ્ઞા લીધેલી. એ વૈશાલીમાં જન્મેલા, પણ વિશ્વમૈત્રીમાં માનનારા. એક દહાડો વૈશાલીમાંથી આજ્ઞા નીકળી : યુદ્ધ સંચરો ! વરુણ નાગ ધર્માત્મા હતા, છતાં એ રાજ આજ્ઞામાં માનતા. રાજ સંસ્થા ધર્મવિચારથી સ્થપાયેલી છે; એ હોય તો નિર્બળને સબળથી રક્ષણ મળે . તેઓએ કહ્યું, ‘રાજ આજ્ઞા માનીશ, પણ મારો કોઈ શત્રુ નથી, જે મને મારશે એને હું મારીશ. મેં સ્કૂલ અહિંસાવ્રત લીધેલું છે. ફક્ત એક બાણની છૂટ છે !”
શાબાશ વરુણ નાગ ! ધર્મ-આજ્ઞા અને રાજ -આજ્ઞા અને રાજ -આજ્ઞા વચ્ચેના તારા વિવેકને ધન્યવાદ ઘટે છે. ફાલ્ગની બોલી.
મડદાના ઢગમાં રહેલા ઘાયલ પુરુષે વાત આગળ ચલાવી : “વરુણ નાગ યુદ્ધના મેદાનમાં આવ્યા. એક જણે તેમની સામે આવ્યો, પણ તેઓએ તીર ન
362 | શત્રુ કે અજાતશત્રુ
ચલાવ્યું, બલકે કહ્યું, ‘પહેલાં તમે ચલાવો.’ સામે મગધનો ભૂખ્યા વાઘ જેવો સિંહપાદ સેનિક હતો. એણે બાણ ચલાવ્યું. વરુણ ઘાયલ થયો. એણે સામે તીર છોડ્યું. સિંહપાદ સૈનિકને બખ્તર સાથે વીંધીને એ ચાલ્યું ગયું ! પછી એણે તીર કમાન નીચે નાખી દીધાં.'
ઘાયલ સૈનિક વાત કરતાં થોભ્યો. ‘તીર-કમાન છોડી દેવાં એ તો અસંતવ્ય રાજ્યદ્રોહ ગણાય.' અજાતશત્રુએ કહ્યું.
કેટલાક લોકો રાજ્ય કરતાં ધર્મને વધુ મહત્ત્વ આપે છે. એ વિશ્વમૈત્રીના જીવે હતા. કોને શત્રુ સમજે ને કોને મારે ? એમની વીરતાનો એમણે સ્વાર્થી યુદ્ધોને માટે ઉપયોગ ન કરવાનો નિયમ લીધો હતો.' | ‘હાં, પછી શું થયું ?” દેવી ફાલ્ગનીએ પૂછ્યું, એને આમાં રસ પડ્યો હતો. એ મૂળ શ્રમણોપાસિકા હતી, ને વરુણ નાગ પણ શ્રમણોપાસક હતો.
- “વરુણ નાગ આ પછી એકાંત સ્થાનમાં ગયો. એણે ઘોડાઓને રથથી છૂટા કરી નાખ્યા. ડાભ સાથે હતો. એની પથારી કરી, અને પૂર્વદિશામાં પદ્માસને બેસી બોલ્યો : ‘પહેલાં મેં ભગવાન મહાવીર પાસે જીવનપર્યત સ્થલ હિંસા વગેરે પાંચ મહાપાપોના ત્યાગનો નિયમ લીધો હતો. હવે તો સર્વ પ્રકારનાં સ્થૂલ કે સૂક્ષ્મ પાપોનો ત્યાગ કરું છું. હવે સંસારમાં મારો કોઈ શત્રુ નથી; હું કોઈનો શત્રુ નથી. મારી મૈત્રી સમસ્ત વિશ્વ સાથે છે. જે કંઈ અનુચિત મારાથી થયું હોય તેની હું ક્ષમા માગું છું. આશા છે કે સહુ મને ક્ષમા આપશે.’
‘આ પછી વરુણ નાગ બાણ ખેંચી કાઢવું, બખ્તર છોડી નાખ્યું, ને ઊંચી ભાવના ભાવતો એ મૃત્યુ પામ્યો. એનો એક મિત્ર પણ એ રીતે મૃત્યુને ભેટ્યો.”
‘શાબાશ વરુણ ! સાચો ધર્મ તું પામ્યો. ફાલ્ગનીથી પ્રશંસા થઈ ગઈ.
“અરે ! તમને મરવા સુતેલાને એટલીય ખબર નથી પડતી કે હું શું જાણવા માગું છું ?' રાજાએ આ નિરર્થક વાતોથી કંટાળતાં કહ્યું, ‘વરુણ નાગ વૈશાલીને બદલે મગધમાં હોત તો એને ભયંકર સજા થાત. વારુ ! વૈશાલીના ગણનાયક વિશે કંઈ જાણવા ચાહું છું : એ મરી ગયા, નાસી ગયા કે ઘાયલ થઈ આટલામાં જ પડ્યા છે ?'
ઓહ ! વાતની ઉત્તેજનામાં મારી ઠંડી પડેલી નસો ફરી ગરમ થઈ છે, ને લોહી ફરી વેગપૂર્વક વહેતું થયું છે. મૃત્યુની અંતિમ ઘડી થોડી દૂર ઠેલાણી છે. મને ભગવાન તથાગતનું સ્મરણ કરવા દો.” આટલું કહીને પેલો જખમી જોદ્ધો મૌન થઈ ગયો.
પણ પાસે રહેલા ઢંગમાંથી વળી એક અવાજ આવ્યો : ‘ગણનાયક ચેટકની * ભગવતીસૂત્ર.
અજાતશત્રુ કે જગતશત્રુ D 363