________________
‘વારુ ! ગણપતિ સિંહને મારું નિમંત્રણ પાઠવો કે શીધ્ર અહીં આવે.” વૈશાલીનો ગુપ્તચર નમન કરીને પાછો ફર્યો.
ગણરાજ ચેટક ફરી ગંડકી નદીમાં જલક્રીડા કરતા હાથીગણ તરફ નીરખી રહ્યા. ગંડકીનાં ઊંડાં જળમાં કીડા કરીને હવે તેઓ પાછા ફરતા હતા.
આ બધા હાથીઓમાં તારાઓમાં ચંદ્ર દીપે એમ ગજરાજ સેચનક દીપતો હતો. એના પર આરૂઢ થયેલા હલ્લકુમાર અને વિહલ્લકુમાર દેવકુમાર જેવા શોભતા હતા. ગવાક્ષની નીચે આવતાં સેચનકે સૂંઢ ઊંચી કરી ગણરાજને અભિવાદન કર્યા. ગણરાજે એ અભિવાદન ઝીલ્યાં.
હલ્લકુમારે માતામહને ઉદ્દેશીને કહ્યું, ‘શું મગધના સંદેશાવાહકો ફરી આવ્યા હતા ?”
‘તેં ક્યાંથી જાણ્યું ?'
‘તેઓ ઘોડાઓને પાણી પાવા નદી પર ઊભા હતા. ત્યારે મેં જોયા. મગધના સંદેશવાહક મયૂરધ્વજને હું નાનપણથી ઓળખું છું, પણ દાદા ! આ અમારા હાર અને હાથી અંગેનું યુદ્ધ અમે પોતે જ લડીશું.’ હલ્લકુમારે કહ્યું.
સારુ, ગણપતિ સિંહને બોલાવ્યા છે. તમે પણ તૈયાર થઈને આવી પહોંચો. પછી નિર્ણય લઈએ.’ ગણરાજે કહ્યું.
હલ્લકુમાર વગેરે આગળ વધી ગયા
ગણરાજ ચેટક ગવાક્ષ પર ક્યાંય સુધી ઊભા રહ્યા - ન જાણે એ નગરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા કે પોતાની જાતનું ! થોડી વારમાં પ્રતિહારીએ આવીને ખબર આપ્યા કે ગણપતિ સિહ પધાર્યા છે. ગણરાજ ત્યાંથી ઊઠીને મંત્રણાગૃહમાં ગયા. બંને જણા હસ્તિદેતના સિંહાસન પર બેઠા અને પરિસ્થિતિ વિશે ઊંડી ચર્ચા કરી રહ્યા.
ગણપતિએ કહ્યું, ‘આ તો મગધની બાલિશતા છે. દાણો ચંપી જોવા માગે છે. ભલે ચાંપી જુએ.’
‘મગધ પોતાની પાસે અજોડ મુસદીઓ રાખે છે. બાલચેષ્ટા જેવું પ્રારંભમાં લાગે, પણ એની પાછળ ઊંડી રમત પણ હોય, ગણરાજ્યોની કીર્તિ રાજાઓની ઊંઘ બગાડી રહી છે.’ ગણરાજે પોતાની સમજનો નિષ્કર્ષ રજૂ કર્યો.
એટલી વારમાં મંત્રણાગૃહની ઘંટડી રણઝણી.
મંત્રણાગૃહમાં પ્રતિહારીનો પ્રવેશ નિષિદ્ધ હતો. એ બહાર ઊભો રહીને ઘંટડીની દોરી ખેંચીને આગંતુકની જાહેરાત કરતો. ગણપતિ ઊઠીને બહાર આવ્યા.
હલ્લકુમાર અને વિહલ્લકુમાર પ્રવેશની અનુમતિ માગતા ઊભા હતા. ગણપતિ સિંહ તેમને અંદર દોરી ગયા. ગણરાજે દૌહિત્રોને સામે આસન પર બેસવાની સંજ્ઞા કરતાં કહ્યું, ‘આખરે યુદ્ધ આવ્યું.’
‘અમારા કારણે નાહક વૈશાલી સંડોવાય તે ઠીક નથી. અમને...”
વિહલ્લકુમારને આગળ બોલતો રોકીને ગણરાજ બોલ્યા, ‘હવે તમે વૈશાલીના નાગરિક છો. પોતાનાં ર્યા પછી કષ્ટ પડતાં પારકાં કરવાની નીતિ વૈશાલીની નથી. વળી તમારું તો માત્ર બહાનું છે. બધા રાજાઓની દાઢમાં ગણરાજ્યો છે જ. વૈશાલી બધાનું શિરમોર છે, એટલે વૈશાલી પર તેઓની કૂડી નજર છે, આજ તમારું બહાનું છે; તમને સોંપી દઈએ તો કાલે નવું બહાનું શોધીને લડવામાં આવશે. રોગ અને શત્રુને તો ઊભા થતાં જ દાબવા સારા.'
‘તો અમારી વિનંતી છે કે, આ કામ અમને સોંપવામાં આવે.’ હલ્લકુમારે કહ્યું. ‘તમે શું કરશો ?' | ‘અમે અમારા તમામ બળથી મગધની સેનાને વૈશાલીની સીમાને સ્પર્શ કરતી રોકીશું. મહારાજ , અમારી ચાપવિદ્યા અને ગજ રાજ સેચનકની યુદ્ધ કળાની પરીક્ષા તો લઈ જુઓ.’
‘એમ કરીને યુદ્ધનો પ્રથમ વિજય તમારા નામે લખાવવો છે ?' ગણપતિ સિંહે કહ્યું. | ‘અવશ્ય. અમને નિઃસ્વાર્થભાવે આશ્રય આપનાર માટે પ્રાણની ભેટ પણ કંઈ વિસાતમાં નથી અને આજે તો અમે ગણતંત્રના નાગરિકો છીએ.’ વિહલ્લકુમારે કહ્યું
સારું, તો કરો પ્રસ્થાન, તમારા કાર્યમાં તમને સફળતા વરો !' ગણરાજ અને ગણપતિએ આશીર્વાદ આપ્યા.
હલ્લકુમાર અને વિહલ્લકુમાર તરત જ નમન કરીને વિદાય થયા. આ પછી ગણપતિ સિંહ અને ગણરાજ ચેટક લાંબા વખત સુધી ચર્ચા કરતા બેઠા.
મગધપતિ અશોકની ખુલ્લી તલવાર રાખવાની પ્રતિજ્ઞા, મહામંત્રી વસ્યકારના શિખાબંધનના શપથ ને મહાભિખ્ખું દેવદત્તનું કરપાત્ર ભોજનનું નીમ ભાવિમાં મહાપરિણામ લાવે તેમ હતું. એમ બંનેને ચર્ચા કરતાં જણાયું. પ્રતિજ્ઞાઓ દ્વારા પ્રચાર કાર્ય કરવાના ને લોકલાગણી ઉશ્કેરવાના અખતરાનું તેઓએ પૂરેપૂરું મૂલ્ય આંક્યું.
આ ચર્ચાઓ કરતાં મધ્યાહ્ન થઈ ગયો. ત્યાં ફરી મંત્રણાગૃહની ઘંટડીઓ રણઝણી. બંને બહાર આવ્યા. પ્રતિહારે નિવેદન કર્યું કે હલ્લકુમાર અને વિહલ્લ કુમાર સમરાંગણ પ્રતિ
મગધ વૈશાલીની મૂઠભેડ 1 109
108 | શત્રુ કે અજાતશત્રુ