________________
અરે, શીતળ જળ લાવો ! આ ગરમ રસ કેમ પેટમાં રેડાય ?” ગોશાલકે કહ્યું.
પાસે ઊભેલા ભક્તજનોએ પ્રશંસા કરી, “અરે, તપની કેવી ગરમી ! આંગળી અડતાંની સાથે પાણી પણ ગરમ ! સારું થયું કે વધુ ચડસાચડસી ન થઈ, મહાવીરે વાત વાળી લીધી; નહિ તો એ બધાંનો આજ કચ્ચરઘાણ હતો !'
‘હું, હું !' ગોશાલકે વેદનામાં પોકાર નાખ્યો. | ‘ખમૈયા કરો ગુરુદેવ !' ભક્ત સ્ત્રીઓએ હાથ જોડ્યા : ‘હવે મહાવીર પર દયા કરજો. એનાં કર્યાં એ ભોગવશે.'
ચંદનનાં કચોળાં આવ્યાં. આખા દેહે એનો લેપ કર્યો, પણ જાણે શાંતિનો છાંટો પણ નહિ !
હાલાહલા કુંભારણે લોકોને વિદાય આપી. અને કહ્યું, “કાલે પ્રભાતે પ્રવચનમાં આવજો. આર્ય ગુરુ કાયાકલ્પ કરીને દર્શન દેશે.’
લોકો જયજયકાર બોલાવતા વિદાય થયા. ફાગુની અને મુનિ વેલા ફૂલ પણ એ જ સમુદાયમાં હતાં, વેલા ફૂલે કહ્યું. 'ચોલ, હવે પતી ગયું.'
શું પતી ગયું ?' ફાલ્ગનીએ પ્રશ્ન કર્યો. ‘ગોશાલક સાત દહાડાનો મહેમાન .” જાઓ, જાઓ હવે ! આવા મહાસિદ્ધો તો આખી ને આખી કાયા બદલી શકે છે.” ‘હવે તો નવા ભવે બદલાય એ સાચું.’
‘મુનિ ! તમે મહાવીરના ભક્ત છો પણ હું કોઈની ભક્ત નથી, એટલે તટસ્થ દૃષ્ટિથી વિચારી શકું છું. કાલે પ્રભાતકાલે પ્રવચન સાંભળી આગળ વધીશું.’
‘તને ભગવાન મહાવીરની વાણીમાં શ્રદ્ધા નથી ?'
‘ના. ગોશાલકે તો અમારા મગધના રાજ માન્ય ગુરુ છે. શ્રદ્ધા હોય તો એમનામાં હોય, પણ હું એક પ્રશ્ન પૂછું ?'
‘પૂછને !' ‘તમને ભગવાનની વાણીમાં શ્રદ્ધા છે ?” ‘અવશ્ય.’ ‘તો તે પ્રમાણે વર્તન કેમ રાખતા નથી ?”
શ્રદ્ધા અને વર્તન - બે જુદી વસ્તુ છે. એક વસ્તુ આપણે માનતા હોઈએ, પણ આચરી શકતા ન પણ હોઈએ.’
માનવું કંઈ અને ચાલવું કંઈ એવું તે કંઈ ચાલે ? દૂધ-દહીંમાં પગ ન રખાય.” ફાલ્ગની ભારે ચતુર લાગી. વૈશાલીના મહા વિદ્વાન મુનિને પણ એ બાંધી રહી.
200 g શત્રુ કે એ જીતેશનું
ફાલ્ગની ! આપણે માનીએ છીએ કે સર્વસ્વનું દાન કરવું એ ભારે પરોપકારનું કામ છે, પણ એથી કંઈ આપણે આપણું સર્વસ્વ લૂંટાવી નથી દેતા ! સાધુ થવું સારું એમ બધા માને છે પણ બધાથી કંઈ સાધુ થવાય છે ?”
‘હું તો શ્રદ્ધાનો અર્થ એ માનું કે જે માનવું તે પ્રમાણે ચાલવું.”
‘તું તો ઘેલી છે ! તું મગધની છે. ને મગધનું જ દૃષ્ટાંત ભૂલી જાય છે. રાજા શ્રેણિકનબિંબિસારને તું જાણે છે ને ! એ ભગવાન મહાવીરના પ્રથમ પંક્તિના શિષ્ય . તમામ ઉપદેશો પચાવેલા પણ એમાંનું કંઈ પાળી ન શકે, વૈરાગ્યમાં માને, યાગમાં માને, પણ આચરણની વાત આવી ત્યાં ઢીલા ઢસ ! માન જોઈએ, માયા ગમે, માનુનીનું પડખું છોડવું ન રુચે.’ | ‘એવાને તમારા મહાવીર જ શિષ્ય કરે !' ફાલ્ગની ચડસમાં બોલી, ‘આર્ય ગુરુ ગોશાલક તો એવાને તગડી મૂકે, અરે, તગડી ન મૂકે તો મોઢામોઢ સંભળાવી દે.”
‘હવે મૂક વાત તારા ગુરુની ! બાપનું ખૂન કરીને બેટો આવે, અને એને પોતાના પક્ષમાં લેવા તારા ગુરુ ગોશાલક એમ કહે કે માણસ કંઈ કરતો નથી, એ તો ભવિતવ્યતાથી બધું થાય છે. ખૂન શું ? ખૂન કરે કોણ ? ખૂન થાય કોનું ?’ મુનિ વેલાકુલ આવેશમાં આવી ગયા હતા ! | ‘અરે મુનિ ! એ તો મોટાની ખુશામદ સહુ કરે, તમારા મહાવીરે વર્તનમાં ઢીલા રાજા શ્રેણિક-બિંબિસારને કોઈ દહાડો બે કડવાં વેણ કહેલાં ખરાં ? એ તો આપકી લાપસી લાગે, પરાઈ કુસકી લાગે.’ ફાલ્ગની જાણે પાકી પક્ષકાર બની ગઈ હતી.
“અરે સુંદરી ! ખરી વાત તેં પૂછી. મારે તને કહેવું જોઈએ અને તારે કાન ખોલીને સાંભળી લેવું જોઈએ કે એ પરમ શ્રદ્ધાવાન મહારાજ બિંબિસારે જ ભગવાનને એક દહાડો પ્રશ્ન કરેલો કે હે પ્રભુ ! મારી કઈ ગતિ થશે ? ભગવાને લેશમાત્ર ખચ કાયા વગર કહી દીધું કે તમારી નરકગતિ થશે.'
‘એ તો મહાવીરની ઉપાસના એટલે નરકગતિ જ થાય ! અમારા ગોશાલક ગુરુને એ જ રાજાના પુત્ર અજાતશત્રુએ પ્રશ્ન કર્યો ત્યારે એમણે જવાબ વાળ્યો કે, રાજન ! ચિંતા ન કરશો, તમારો મોક્ષ જ થશે. દોરીનો દડો ઊકલવા માંડ્યો, એટલે ઊકશે છૂટકો ! કહો, કહેવા કહેવામાં કેટલો ફેર ! જીભમાં જ અમૃત વસે છે, ને જીભમાં જ ઝેર વસે છે !' ફાલ્ગની ચબરાક હતી. બોલે બંધાય તેવી નહોતી. મુનિ સાથે ભારે વિવાદ પર ચઢી ગઈ હતી.
‘પોતાનો શિષ્ય હોય કે ગમે તે હોય, પણ મહાવીર કદી ખોટું કહેતા નથી, જો ખોટું કહેતાં આવડ્યું હોય તો ગોશાલકે હજી એમના ચરણ ચાંપતો હોત.” મુનિ વેલાકુલ ખૂબ જ દૃઢ સ્વરે બોલ્યા.
તેજોલેશ્યા ! 201