________________
18
માનસૂપ
અજાતશત્રુને પૂછવું, ‘હે રાજન્ ! એકાદ દાસ પોતાની સ્થિતિથી કંટાળી સાધુ થઈ જાય અને ભારે સાધુતાથી વર્તે તો એવા માણસને તું પકડીશ ખરો ? કામ કરાવીશ ખરો ?”
‘સભાજનો ! ભગવાનનો પ્રશ્ન ભારે વિચક્ષણ હતો, પણ સામે વિચક્ષણ રાજા અજાતશત્રુ હતા. તેઓએ જવાબ આપતાં કહ્યું, “ના, એવા માણસને હું મારી પાસે આસન આપું. એને સાધુતાના પાલન માટે સગવડ કરી આપું. એશની તાણ ન પડે તેમ કરી આપું. તેને નિત્ય વંદન કરું.’
મહામંત્રી વસ્યકારે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. વૈશાલીના નગરજનોએ ફરી હર્ષના પોકાર કર્યા.
| ‘અરે, આ બુદ્ધિમાન મંત્રી બીજી રીતે આ કુમારોને કહે છે કે હવે સાધુપણામાં રહેજો; ત્યાં સુધી તમારું સન્માન થશે. નહિ તો પછી મગધરાજ અજાતશત્રુની તલવાર તૈયાર છે.' એક મુસદી મગધના માણસે તારણ કાઢતાં કહ્યું.
અરે, તમે કાગડાઓ તો ચાંદાં જ જુઓ !' લોકોએ એનો તિરસ્કાર કર્યો, ‘જરાક તો હંસવૃત્તિ શીખો !'
પણ આ તો નગારખાનામાં તૂતીનો અવાજ હતો. મહામંત્રી વસ્યકાર સીધા ભગવાન બુદ્ધના દર્શને ચાલ્યા.
ભગવાન બુદ્ધ થોડે દૂર એક વિહારમાં વિશ્રામ કરી કહ્યા હતા. એમનો પ્રિય શિષ્ય આનંદ પાસે બેઠો હતો.
મહામંત્રી વસ્યકારની ધર્મભાવના તરફ ભગવાન બુદ્ધ સારો ભાવ ધરાવતા હતો.
મગધના મહામંત્રી વસ્યકાર ભગવાન બુદ્ધની વાણીને મસ્તક નમાવી અભિનંદી રહ્યા. ભગવાન અનિમેષ નયને જોઈ રહ્યા કે મગધના અધિનાયકોની પોતાના તરફ કેવી અપાર પ્રીતિ છે ! વૈશાલી તો પોતાનું છે, અને પોતાને વંદે એમાં નવાઈ કેવી?
‘મહામંત્રી ! હું માનું છું કે તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળી ગયો. કાં?' ભગવાન બુદ્ધ પોતાના કરુણાભર્યા નયન નીચાં ઢાળતાં કહ્યું.
‘હા મહાગુરુ ! વૈશાલીની અભ્યશતિના આપે જે નિયમો કહ્યા, તે મેં સુચારુરૂપે ગ્રહણ કર્યા, હવે સેવકને રજા મળે.'
| ‘વસ્યકાર, ખુશીથી વિદાય લઈ શકો છો. ઇચ્છું છું કે બહુ જનોના સુખ માટે અને બહુ જનોના હિત માટે તમે સદા યત્ન કરતા રહેશો.'
‘જેવી પ્રભુની ઇચ્છા !' મહામંત્રી વસ્યકારે ભગવાન બુદ્ધને વંદન કર્યા. એમની ઇચ્છા માથે ચઢાવી અને રજા લીધી,
બહાર નગરજનોનો મોટો સમુદાય એકત્ર થઈ રહ્યો હતો. તેઓ મગધના આ વિચક્ષણ મહામંત્રીને જોવા માગતા હતા - જેણે પોતાની બુદ્ધિથી મહાન હાથી સેચનક જેવાને પણ ધગધગતી ખાઈનો ભોગ બનાવ્યો હતો. અને હલ્લ-વિહલ્લ જેવા રાજકુમારોને નાસીપાસ કરી દીક્ષા લેવરાવી હતી. મગધના મંત્રીપદે આ પહેલાં બુદ્ધિનિધાન અભયકુમાર હતા, અને એમના સ્થાને મંત્રી વસ્યકાર આવ્યા હતા. આ બુદ્ધિધન મહામંત્રીએ આખી વૈશાલીને બેવકૂફ બનાવી પોતના શત્રુઓનો કેટલી આસાનીથી નિકાલ કર્યો હતો !
વૈશાલીમાં એક એકને આંટે એવા વીરો હતા, પણ આટલી કૂટનીતિ કોઈમાં નહોતી. વૈશાલીના નગરજનોને આ મંત્રીમાં અભુત રસ જાગ્યો હતો. ફરી રથ ખેંચવા નવયુવાનો આવી પહોંચ્યા. આ વખતે કેટલીક સુંદરીઓએ પણ સાથ આપ્યો
126 1 શત્રુ કે અજાતશત્રુ