________________
છેલ્લે છેલ્લે ન્યાયદેવતાએ એવાં શસ્ત્રો વિશે પ્રવચન કર્યાં હતાં, ને ભયંકર માહિતી આપી હતી.
ગાંડો લોહરથ ! ન બળદ કે ન ઘોડા જોડવાના ! માત્ર ચાવી આપીને છૂટો મૂકી દેવાનો ! જે દિશામાં એનું મોં ફેરવો, એ દિશામાં દોડવાનો. એનું મોં હાથી જેવું. હાથીને સુંઢ હોય એમ આને આગળ સાંબેલાં.
સાંબેલાં સાવ લોઢાનાં ! એ ચક્કર ચક્કર ફરે. સામે કે વચ્ચે જે આવે - પથ્થર, પાણો કે માણસ - એ ભૂદોસ્ત !
જમ મળવો સારો પણ આ યંત્ર મળવું ભૂંડું !
આટલું વિવેચન કરી આખરે પોતાના તરફથી એમણે ઉમેર્યું હતું કે મગધ જો એવાં શસ્ત્રો વાપરશે, તો એના નામ પર બટ્ટો લાગશે, ને અસંભવ અનીતિ વાપરી લેખાશે.
એક ગાંડો માણસ એ વખતે ત્યાં હાજર હતો, એણે કહ્યું, ‘મંત્રીરાજ ! પ્રેમમાં ને યુદ્ધમાં નીતિ-અનીતિ જોવાતી નથી. બંને એક પ્રકારે અંધ હોય છે.' - ન્યાયદેવતા એ વખતે ગર્જીને બોલ્યા હતા : ‘પણ મારું વૈશાલી અંધ નથી, એ તો પ્રકાશમાન સૂરજ છે.”
આજે સેનામાં જ્યારે રથમુશલ યંત્રના સમાચાર પ્રસર્યા ત્યારે ન્યાયદેવતાના છેલ્લા શબ્દો ભુલાઈ ગયા, પણ એ યંત્રની કામગીરીના પહેલા શબ્દો યાદ આવવા લાગ્યા.
કેટલાક લોકોને આ વાતોએ ઢીલા કરી નાખ્યા, પણ એ વખતે સમાચાર આવ્યા કે કાશી-કોશલના અઢાર ગણરાજાઓ આપણી મદદે આવી રહ્યા છે. ફરી વાતાવરણમાં વિદ્યુતનો ઝબકારો આવ્યો. જાણે સૌને હિંમત આવી કે આ અઢાર રાજાઓ જ મગધસેનાના દાંત ખાટા કરી નાખશે..
‘પણ ન્યાયદેવતા ક્યાં ?’ ફરી પોકાર પડ્યા. લોકોને મહામંત્રીએ એવી મોહિની લગાડી હતી કે બધા એમના નામની જ માળા જપતા હતા.
| ‘અમે હમણાં જ ખબર કાઢીને આવીએ છીએ.” વૈશાલીના મોટા જૂથના નાયક કચે બીડું ઝડપ્યું.
કચ ભરી જુવાનીમાં હતો. એનું રૂપ સૂરજ જેવું તેજ વેરતું હતું, ને મુખ ચંદ્ર જેવું સોહામણું હતું. તલવાર, ગજ ને ભાલાના યુદ્ધમાં એને ટપી જાય એવો કોઈ મહારથી ભારતભરમાં નહોતો. પણ છેલ્લા એક નાટકમાં ફાલ્ગનીને જોયા પછી એ દીવાનો બન્યો હતો, ને બધું છોડી નાટ્યશાસ્ત્રનો પારંગત બનીને નટરાજ તરીકે વિખ્યાત બન્યો હતો. ફાલ્ગની જે નાટકમાં પાત્ર ભજવતી એમાં કચરાજ અચૂક નાયક થતો . કહેવાતું કે કચરાજની આવી વર્તણૂક તરફ તેનાં માતા-પિતા ને સ્ત્રી-બાંધવો
296 1 શત્રુ કે એ જીતશત્રુ
નારાજી બતાવતાં. તેઓએ ન્યાયદેવતા વર્ષકાર પાસે આનો ન્યાય પણ માગ્યો હતો. ન્યાયમંત્રીએ લંબાણથી બધી વિગતો જાણ્યા બાદ, સર્વની અંગત મુલાકાતો લીધા પછી, ચુકાદો આપ્યો હતો કે, ‘વ્યક્તિસ્વાતંત્ર્યનો મૂળભૂત મુદો એવો છે કે એનાથી કોઈની પણ લાગણી દુભાવી ન જોઈએ. ફાલ્ગની પણ વૈશાલીના ગણરાજ્યની એક વ્યક્તિ છે. કચદેવ પણ એવી જ એક વ્યક્તિ છે. સ્વતંત્રતાના સિદ્ધાંતે બંને સ્વતંત્ર છે, બંને સમાન છે, પ્રેમ-વેરના હકદાર છે. આમાં કોઈ પણ કોઈએ બળનો પ્રયોગ ર્યો નથી એટલે હિંસા પણ થતી નથી. ફાગુનીને કચ પરના પ્રેમથી રોકવામાં આવે તો એની સ્વતંત્રતા રૂંધી કહેવાય. અને કચને એના કુટુંબ તરફ જબરજસ્તીથી પ્રેમ બતાવવાનું કહેવામાં આવે તો એનું મન દુ:ખી થાય; એ પણ એક પ્રકારની હિંસા કહેવાય. અલબત્ત, એટલી ભલામણ થઈ શકે કે જો કુટુંબીઓ ફાલ્ગનીને પોતાનામાં સમાવવા માગે તો અમે ભલામણ કરીએ છીએ કે ફાલ્ગની જરૂર વિચાર કરે !”
જે વેળા આ ન્યાય ચૂકવાયો ત્યારે ભારે વિવાદ પેદા થયો. મહોલ્લા મહોલ્લામાં બે ભેદ પડી ગયા. કુટુંબ કુટુંબ વચ્ચે ભાગલા પડી ગયા. ગણિકાવિહાર એ સામાન્ય બની ગયો. ગણિકાઓ પણ આવા ન્યાયને વધાવ્યા વગર રહે ખરી ? એમણે મોટો સમારંભ યોજીને ગણરાજ્યના સ્તંભોને નિમંત્રણ આપ્યું ! મોટા મોટા ધર્માવતારો એમાં ભાગ લેવા આવ્યા.
ગણિકાઓએ સૂત્રો પોકાર્યો : ‘ગણિકાઓ પણ માનવ છે અને ગણરાજ્યમાં માનવમાત્ર સમાન છે. અમને સમાન હક આપો. ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધ સમાનતાનો જે સંદેશ આપે છે, એ અમે ચરિતાર્થ કરીએ છીએ. પ્રજાજનો પણ ઊંચ-નીચના ભેદને દૂર કરીને એનો અમલ કરી બતાવે ! ગણરાજ્યનો વિજય હો !?
એ દહાડે, કહેવાય છે કે, વૈશાલીના સૂરજ , ચંદ્ર અને સિતારાઓએ આ જુવાન અને ઘરડી ગધેડીઓ સાથે ભોજન લીધું, પાન લીધું ને નૃત્ય કર્યું ! માનવમાત્રની સમાનતાનો ભારે આદર થયો.
કચરાજ ત્યારથી વૈશાલીમાં વિશિષ્ટ વ્યક્તિ લેખાયો. એની અદાકારી નવા નવા નમૂના પેશ કરતી ચાલી, ને છેવટે એણે કુટુંબનો ત્યાગ કરી નૃત્યપ્રવૃત્તિના વિકાસ માટે ભેખ લીધો. તાન, તબલા ને તાનારીરી એ એના પ્રણવમંત્રો બની ગયા. એ જ્યાં જ્યાં જાય ત્યાં લાખો લોકો એનું સન્માન કરવા લાગ્યા.
આ નૃત્યપ્રવૃત્તિનો ભેખધારી આજે રણભેરી સાંભળી રણમેદાનમાં આવ્યો હતો. યુદ્ધના સમાચાર મળ્યા ત્યારથી ગણિકામંડળે એ ક ઠરાવ પસાર કરી દરબારમાં મોકલ્યો હતો કે અમે નાટક દ્વારા અજાતશત્રુને જીતવા માગીએ છીએ. યુદ્ધના ઘોર વિનાશને પ્રગટ કરતું કરુણરસનું એવું નાટક બતાવીએ કે મગધરાજ તલવાર તજી દે અને, એનામાં માનવતા જીવતી હોય તો, એ વૈશાલીના ચરણે પડે.
ચોયદેવતા એશ્ય !D 297