________________
આગળ એક કુંવારો હતો, અને એની બાજુ માં હોજ હતો. પ્રાસાદની રચના એવી હતી કે સૂરજનાં સવારનાં પહેલાં અને સાંજનાં છેલ્લાં કિરણો એ પાણીમાં પડે - સવારે કમળ ખીલે ત્યારે, સાંજે પોયણી ખીલે ત્યારે.
ન્યાયદેવતા અહીં નાહવા ને નિત્ય જાપ કરવા આવતા. હોજના કાંઠે પૂજાનાં તરભાણાં ને પૂજાપો એમ ને એમ પડ્યાં હતાં, ને પૂજા કરનાર જાણે વચ્ચેથી ઊભો થઈ ગયો હતો.
| ‘અરે ! ન્યાયદેવતા નાસી ગયા લાગે છે ! કાગડો કાગડાની જમાતમાં ચાલ્યો ગયો લાગે છે !' તપાસ કરતાં સુરશર્માએ રોષમાં કહ્યું.
| ‘અરે દેવ ! કાગડા કાશીમાં હજાર વર્ષ રહે, તોપણ છેવટે કાળા ને કાળા જ રહે, એ સાચું. પણ વૈશાલીનો વિવેક વખણાય છે. માત્ર દેશ કે પ્રાંત પરથી કોઈને માટે – અને ખાસ કરીને ન્યાયદેવતાને માટે – આમ ધારવું નિરર્થક છે. કમળાવાળો બધે પીળું જ ભાળે, એવું ન કરો !'
‘તમે ગમે તે કહો, માણસ જે માટીમાંથી પેદા થયો, એ માટી તરફનું એનું ખેંચાણું જતું નથી. જાતિ કે દેશ માણસના જીવનમાં મોટો ભાગ ભજવે છે. હું એમ કહું છું કે વિંધ્યાચલમાં હાથી થાય છે ને મરુભોમમાં ઊંટ થાય છે, તેનું શું કારણ ? કાગડો કદી ઘુવડના કુળમાં આશાયેશથી જીવી નહીં શકે, અને ઘુવડ કાગડાના કુળમાં રહી નહીં શકે !” સુરશર્માએ પોતાની ફિલસૂફી આગળ હાંકી.
| ‘શર્માજી ! વિવેક ન મૂકો. વૈશાલી કરતાં વિવેક મહાન છે. દેહ કરતાં પ્રાણ મહાન છે. હજાર વર્ષકાર લાખ લાખ દગા કરે, પણ વૈશાલીની કીર્તિનાં કોટડા કોઈનાં પડ્યાં નહિ પડે, એટલી હૈયાધારણ રાખો.”
‘આવી સાર વગરની મિથ્યા વાણી ન ઉચ્ચારો. દેહ નહિ હોય તો પ્રાણ ક્યાં રહેશે ? અને દેહ છે તો આ બધી માથાકૂટ છે. મર્યા પછી તો મગધમાં નહિ જન્મીએ એની શી ખાતરી ?” શર્માજીને જેમ જેમ સંદેહ વધતો જતો હતો, એમ એમ વિવેકના ખીલે બંધાયેલી એમની જીભ છૂટી થતી જતી હતી.
મને લાગે છે કે ક્યાંક મગધનો કોઈ છદ્મવેશી મંત્રીદેવનું હરણ કરી ગયો ન હોય.’ સામંતે છેલ્લે નવું અનુમાન તારવી કાઢ્યું. એ કોઈ રીતે ન્યાય- દેવતા પર અવિશ્વાસ આણી શકતો નહોતો.
અરે ! આ ફુવારા નીચે કંઈક ભોંયરા જેવું લાગે છે.” શર્માજીએ તીણ નજર નાખતાં કહ્યું.
બધા એકદમ એ તરફ ધસી ગયા, અને જોયું તો ગુપ્ત માર્ગ ! ભૂગર્ભનુંભોંયરાનું મુખ કોઈએ બંધ કરવા પ્રયત્ન કરેલો, પણ અડધું જ બંધ થઈ શકેલું.
294 | શત્રુ કે અજાતશત્રુ
સામંત એકદમ આગળ ધસ્યો. એણે બારણું જોરથી આખું ખોલી નાખ્યું. બારણાની પાછળ મોટો ખીલો હોય તેમ લાગ્યું. એ ખીલો બાજુની દીવાલ સાથે જોરથી ભટકાયો, ને એકાએક કંઈક પ્રત્યવાય દૂર થતો હોય એમ થયું. થોડી વારમાં જલાગારનું પાણી એમાં વેગથી ધસી આવ્યું !
એ વેગ જબરો હતો. એ વેગમાં ખેંચાઈને ન્યાયદેવતાની તપાસ કરવા આવેલા બધા ભોંયરામાં જઈને પટકાયા, ને ક્યાંય સુધી તણાઈ ગયો ! અને કુંડ ખાલી ન થયો ત્યાં સુધી પાણી ભુખભખ કરતું એમાં વચ્ચે જ ગયું !
આખો મહેલ ફરી હતો તેવો શાન્ત બની ગયો.
આ તરફ ગણનાયક અને ગણપતિ ન્યાયદેવતાના આગમનની રાહ જોતા રણમેદાન પર ઊભા હતા.
રણભેરીનો નાદ શેરીઓ ગજવતો હતો. પણ પહેલાં જે નાદ સાંભળી લડવૈયાનાં તમામ જૂથો ટપોટપ હાજર થઈ જતાં એ જૂથમાંના ઘણા ગેરહાજર હતા, અને કેટલાક હાજર હતા તો અંદરોઅંદર વિખવાદ લઈને બેઠા હતા. એ એકબીજાને કહેતા હતા, ‘ન્યાયદેવતા પાસે તમે વૈશાલીની અજેયતાનો જશ ખાટતા હતા, તો હવે ઊભા છો કેમ ? ઝટ આગળ વધો !'
ગણનાયકે આ પરિસ્થિતિ ચિંતાભરી રીતે નિહાળી ને ખેદ તથા ઠપકાભરી નજર ચારે તરફ ફેરવી : ‘રે વૈશાલી ! શું શુરાઓનું વૈશાલી આથમી ગયું ?'
ચારે તરફ ભારે કોલાહલ થઈ રહ્યો હતો. બોલ્યું કાને પડતું નહોતું.
ગણનાયક વિચારી રહ્યા : “અરે ! પરિસ્થિતિમાં કેવો પલટો નજરે પડે છે ! અહીં પહેલાં બધા કામમાં માનતા; જબાને તો કોઈ ચલાવતું જ નહિ, આજ જબાનનું જોર ખૂબ ખૂબ વધી ગયું છે. એથી વાગીશ્વરીની સેવા સારી થાય પણ સમરાંગણ તો ન જ ખેડાય.’
પણ અત્યારે એ ચિંતા વ્યર્થ હતી. તેઓ ન્યાય-દેવતાને તેડવા ગયેલા લોકોની રાહ જોઈ રહ્યા.
બહુ વાર રાહ જોવા છતાં કોઈ આવતું ન દેખાયું તેમ જ એમના તરફથી કંઈ સંદેશ પણ ન સાંપડ્યો, એટલે બીજી ટુકડીને તાકીદે ખબર લાવવા રવાના કરી.
દૂતો બહારથી ચિંતાજનક સમાચાર લાવતા હતા. મગધની સેનાની આગળ રથમુશલ નામનું યુદ્ધયંત્ર દેખાયું હતું. આજ સુધી એની વાતો સાંભળી હતી ને વૈશાલીના લોકોએ રૂમઝૂમતા ઘૂંઘરુના અને કામણગારા કંઠોના આસ્વાદમાં એને કાલ્પનિક વાત લખી હતી. આજ એ યંત્ર પ્રત્યક્ષ થયું હતું. એની કામગીરી જેણે જેણે સાંભળી હતી એ છક થઈ ગયા હતા.
ન્યાયદેવતા અદૃશ્ય !D 295