________________
આવ્યો.
“બુદ્ધ, મહાવીર ને ગોશાલકના શિષ્ય થઈને તમે પોતે આમ બોલો છો ?”
‘રાજકારણમાં ધર્મનું સ્થાન સગવડિયું છે. મગધપ્રિયે ! પાછી ફર. માગીશ તે મળશે.”
‘હું મુનિને માગું છું.”
મુનિ ! લુચ્ચો, લફંગો, સ્વાર્થી, નગુરો !” ‘તોય તમારા માટે ઘણો ઉપયોગી, તમને અર્થો વિજય આણી આપનાર તો
‘ના, ના, તું અને મહામંત્રી છો. મુનિ તો ગયો. વિશ્વાસઘાતી, મહાકામી !' ‘તો મને પણ જવા દો ! હુંય વિશ્વાસઘાતી ! મહાકામી !' ને ફાલ્ગની દોડી. અને રસ્તે વેરાયેલાં શબોની ફૂલવાડીને કચરતી મગધપ્રિયા દોડી !
‘રોકો ! રોકો ! એ નારીને રોકી રાખો ' મહામંત્રીએ આજ્ઞા કરી. પણ ફાલ્ગનીની દોડ ગજ બની હતી.
સૈનિકો દોડ્યા, પણ ફાલ્ગની ઘણી આગળ હતી.
‘હું જ મારો શત્રુ, હું જ મારો મિત્ર !' “અંતરમાં ખોજું છું – મારા આત્માને’ જગત આખું વિસ્મૃતિમાં મળી ગયું છે !'
બંને તરફ ઉગ્રતા હતી : મુનિમાં અંતરની શુદ્ધતાની ઉગ્રતા, યંત્રમાં ફૂલ ફેંકવાની ઉગ્રતા.
એક મોટો કાંકરો મુનિના મસ્તક પર આવ્યો. વેગ એવો હતો કે પહાડ હોત તોય ઘૂજી જાત; પણ મુનિ મેરુશિખર જેવા અચલ રહ્યા. ફક્ત મસ્તકની એક બાજુની એમની ખોપરી તૂટીને નીચે પડી !
મુનિનું આખું શરીર રક્તવણું બની ગયું. કોઈ ઘનઘોર જંગલમાં નાનું શું ખાખરાનું ઝાડ કેસૂડાનાં ફૂલે જાણે લૂંબી-ઝૂંબી રહ્યું : શી શોભા ને શો ઠાઠ !
ખુદ યંત્રના નિર્દય સંચાલકોને પણ અનુકંપા આવી ગઈ. તેઓએ યંત્ર બંધ કરી દીધું.
અરે ! આ મુનિએ જ આપણા યુદ્ધસંચાલનને સફળ કરી દીધું ! થંભાવો ! થંભાવેલું રાખજો.' ને આટલું બોલતી એ સ્ત્રી દોડી, એણે સૈનિકનો વેશ સજ્યો હતો, પણ એનાં રૂપાળાં ને પુષ્ટ અંગો એના સ્ત્રીત્વની ચાડી ખાતાં હતાં.
એ બોલતી હતી : ‘એક મુસાફર મારી પાસે આવ્યો. મેં એને તૃષાતુર કર્યો ને જળને બદલે ઝેર પાયાં !'
એ સ્ત્રીને પડકારતો અવાજ આવ્યો, કર્કશ, બિહામણો : ‘ફાલ્ગની ! મગધપ્રિયે ! રણમેદાનમાં આગળ ન જા.'
‘શા માટે નહીં ?’ ફાલ્ગની બાળકની જેમ પૂછી રહી. ‘તારું સ્ત્રીહૃદય ફાટી પડશે !'
‘મારે વળી સ્ત્રીહૃદય કેવું ? હૃદયવાળી સ્ત્રી તો આગ ઠારે. અને મેં તો આગ જગાવી. મારી પાસે તો રાવણહૃદય છે
ફાલ્ગની ! મૂર્ખ ન થા ! પ્રેમના અને યુદ્ધના માર્ગો સાવ જુદા છે.'
ના, બન્નેમાં સંગ્રામ છે, સ્વાર્પણ છે. હું મુનિને બચાવીશ. રે નગુરાઓ ! એણે તમારું ઘણું ભલું કર્યું છે. એનો આ બદલો ?”
મગધરિયે ! રાજનીતિ ગુણને નથી પિછાણતી કે વિશ્વાસને જોતી નથી, એ તો સદા લાભાલાભને જ જુએ છે. એ નીતિને વળગતી નથી, એ તે સદા વિજયને જ વળગી રહે છે ?' મહામંત્રી વર્ધકારનો એ અવાજ હતો.
હું તો મહાવીર અને બુદ્ધની રાજનીતિમાં માનું છું.' ‘એ નીતિ સંસાર પર અસફળ થવા સરજાયેલી છે.' અજાતશત્રુનો અવાજ
334 શત્રુ કે અજાતશત્રુ
મુનિનું સમર્પણ D 335