________________
ઉઠાવતી પણ નીરખી હતી : જરૂર એ શબોને લઈ જઈને મિજબાની કરશે !
રાત એમ સમસમાનાર વીતી. સૂર્યોદય થયો ત્યારે મગધપતિ ખુદ રણમેદાન ખૂંદી રહ્યા, ને જે જીવતા હતા, તેઓને ઉઠાવી ઉઠાવીને છાવણી તરફ લઈ ગયા.
રાતે અર્ધ ભાનવાળા લોકો સવારે વાતો કરવા લાગ્યા, ‘મધરાતે કોઈ દેવતાઈ જાનવર એકાએક આવી પડ્યું ને શીંગડાં વીંઝવા માંડ્યું !'
એ તો દેવ હતા દેવ !' મગધપતિએ કહ્યું. ‘આપણી લડાઈમાં દેવ મદદે આવ્યા હતા ?'
‘કાં ન આવે ? દેવ-દાનવના યુદ્ધમાં અમે દેવપક્ષે લડવા જઈએ છીએ.” રાજાએ અતિ વિશ્વાસ સાથે કહ્યું,
અરે ! રાતે બે ચુડેલોને ફરતી અમે જોયેલી !'
‘દેવ અને ચુડેલ તો શું, મગધના તો બીજા પણ ઘણા ઘણા મિત્રો છે, નિશ્ચિત રહેજો. આપણી કુરબાની નિરર્થક નહિ જાય. વિજય મગધના ભાલે જ લખાયેલો છે.' મહામંત્રી વર્ણકારે પાછળથી આવીને કહ્યું.
વૈશાલીમાંથી પણ પરિવાર કો આવ્યા હતા, અને તેઓ પણ ઘાયલ સૈનિકોને ઉઠાવી રહ્યા હતા. પણ તેના મુખ પર કર્તવ્યભાન કરતાં કંટાળો વધુ હતો.
એ કહેતા : ‘અરે, આ લોકોએ મહાન વૈશાલીની શિસ્તનો ભંગ કર્યો છે. મર્યા એ છૂટ્યાં, જીવતા સાજા થશે એટલે કચેરીમાં એમની તપાસ ચાલશે, અને શિસ્તભંગ માટે એ સજા પામશે.”
ઘાયલ યોદ્ધાઓ કંઈ ન બોલતા.
આ તરફ ઘાયલોની પરિચર્યાનું કામ ચાલતું હતું, ત્યારે બીજી તરફ વૈશાલીનું સંથાગાર હેકડેઠઠ ભરાઈ ગયું હતું. મગધ સાથેના યુદ્ધ પર ભારે મૌખિક કુસ્તી ચાલી રહી હતી. સંસ્કૃતિ, શિસ્ત, સમર્પણ, સમાધાન વગેરે મોટા મોટા શબ્દોના પોપટિયા પોકારો વારંવાર સંભળાતા હતા.
કાન પડ્યું સંભળાય તેમ નહોતું.
આખરે ગણનાયકે કાંસ્યઘંટા પર ઉપરાઉપરી પ્રહાર કર્યા. થોડી વારે બધે કંઈક શાંતિ પ્રસરી.
ગણનાયક બોલવા માટે ઊભા થયા, ત્યાં એક જણાએ કહ્યું: ‘મગધની મૈત્રીમાં દેવો છે, ને ભરમાં ચુડેલો છે. દેવોએ આપણું સત્યાનાશ વાળ્યું, ચુડેલોએ વૈશાલીવાસીઓને શોધી શોધીને ઝેર પાયાં; અર્ધ મરેલાં એ રીતે પૂરાં થયાં !” ‘ભન્ત પ્રજાજનો ! જો વૈશાલીનો દરેક માણસ કર્તવ્યબુદ્ધિથી તૈયાર થાય તો
346 D શત્રુ કે અજાતશત્રુ
દેવ અને ચુડેલોની મદદની આપણને જરૂર નથી. આપણું બળ આપણે પોતે જ છીએ. પણ આપણે આપણાપણું ભૂલ્યા છીએ. મોટાઈ, સ્વાર્થ, આળસ ને જીવતરનો મોહ આપણાં મન-ચિત્તને આવરી બેઠો છે. તમામ ગણરાજ્યો પર ભય વધી રહ્યો છે. હવે વિવાદો છોડી જાગ્રત થવાની વિશેષ જરૂર છે. આપણાં તન, મન અને ધન...'
ગણનાયકને અડધેથી બોલતા રોકીને એક સંદર્ય ઊભા થઈને કહ્યું : ‘વૈશાલીના કેટલાક મહાન ધનપતિઓ ને રાજ કર્મચારીઓએ મહામંત્રી વર્ષકારની સલાહ, સૂચના અને મંજૂરીથી બીજે સ્થળે ધન સંગ્રહ્યું છે, એનું શું ? અમે નિર્ધનો તો અમારું, તન-મન અર્પણ કરવા તૈયાર છીએ, પણ આ ધનવાનોના ધનનું શું ?'
‘સમયે બધું થઈ રહેશે.’ ગણનાયકે કહ્યું.
‘સમય આ જ ઉત્તમ છે. કાલે યુદ્ધ જિતાયા પછી એ દેવ એના એ થઈ જશે !” સદસ્યો ખરેખર અકળાયેલા હતા. તેઓનાં મન તોફાન પર હતાં.
* કેટલાક ધનવાનોએ યુદ્ધ ન લડવાની પ્રતિજ્ઞા લીધી છે. કેટલાકોએ એક દિવસનું એક બાણ ફેંકવાના શપથ લીધા છે. એનું શું ?’ ફરી સભામાંથી અવાજ આવ્યો.
‘સહુએ દેશ માટે સંગ્રામ સંચરવું પડશે. એમાં કોઈ બહાનું નહિ ચાલે.” ગણનાયકે કહ્યું.
‘એ સર્વથા નહિ બને. પ્રતિજ્ઞા કદી નહીં તૂટે.’ સામો એક અવાજ આવ્યો.
‘ના કહેનાર એ કોણ છે ?’ ગણનાયકનો પિત્તો ખસ્યો, વૈશાલીના ગણતંત્રને માથે અસ્તિનાસ્તિનો મહાભય ઝઝૂમી રહ્યો છે, છતાં તમે તમારો બાલિશ વાદવિવાદ છોડી શકતા નથી ? પ્રતિજ્ઞા શી ને વાત શી ? પ્રાણ અર્પણની ઘડી દરેક નાગરિક માટે આવીને ખડી છે.’
‘વરુણ નાગને પ્રથમ યુદ્ધમાં મોકલો.” અવાજ આવ્યો.
‘ભંતે પ્રજાજનો ! મારો પહેલો અને છેલ્લો નિર્ણય સાંભળી લો. વાદવિવાદનો અખાડો બની રહેલ સંથાગારને હું વિસર્જન કરું છું. એક પણ પુખ્ત ઉમરનો સશક્ત માણસ યુદ્ધના મેદાન પર ગયા વગર રહી નહીં શકે. નકારનારને માટે કારાગારનાં દ્વાર ખુલ્લાં કરું છું. આપણા અને આપણા તંત્રના જીવન-મરણના પ્રસંગે તમે તમારા વિખવાદોની બહાર નીકળી શકતા નથી એ ખરેખર, બહુ શોચનીય છે.”
‘આ તો જુલમ કહેવાશે, ઇતિહાસમાં ભૂંડા લાગશો.' વળી એક અવાજ આવ્યો.
‘હું ભંડો કહેવાઈશ ને ? ભલે, પણ હવે હું કોઈનું સાંભળવાનો નથી. મને ભૂંડાથી ભૂંડો કહેજો, પણ આજે આમ કર્યા વિના છૂટકો નથી.’ ગણનાયકે દઢતાથી
રથમુશલ યંત્ર | 347