________________
સુંદરીએ ઝડપથી આભૂષણ સજવા માંડ્યાં. દાસીઓ દોડીદોડીને આભૂષણોની નવી નવી મંજૂષાઓ લાવવા લાગી.
આખરે સિંગાર પૂરો થયો અને સુંદરીએ પાસે પડેલો થાળ ઉપાડ્યો. એણે થાળ હાથમાં લેતાં પહેલાં ઉપરનું આવરણ દૂર કરી અંદર જોઈ લીધું. અરે, આશ્ચર્ય!
મદાલસા !” સુંદરીએ બૂમ મારી.
મદાલસાને બોલાવવાની જરૂર નથી. મેં જ એણે સજાવેલો થાળ પાછો લઈને આ નવો થાળ મોકલાવ્યો છે. આમાં અડદના બાકળા છે.'
“બેટા ! એ તો બત્રીસ પકવાનનો જ મનારો છે. એને આ ભાવશે ?’ સુંદરીએ
કંઈ અર્થ સરે તેમ નથી.” સુંદરીએ વાક્ય પૂરું કર્યું અને ઊભી થઈ. કાજળની શલાકા લઈને આંખના ખૂણાથી તે ઠેઠ કાન સુધી એણે પણછ ખેંચી-જાણે ગોરો ગોરો કામદેવ કામિનીના ગોરા ગાલ પર ઊભો રહી, શરસંધાન કરી રહ્યો !
પ્રેમમૂર્તિ, શ્રદ્ધામૂર્તિ ને સાથે સાથે વેદનામૂર્તિ સુંદરી અજબ સૌંદર્યમૂર્તિ બની રહી. છતાં પગ એના ઊપડતા નહોતા. ઝાંઝર એના રણકતાં નહોતાં. જ્યાં દિલમાં જ રણકો ન હોય, પછી એ બિચારાં શું રણકે ?
‘મા ! મિલનવેળા વહી જાય છે, પછી રાજ કાજમાં કોઈની શરમ નહિ રખાય.” દૂરના ખંડમાંથી અવાજ આવ્યો. નગારા પર દાંડી પડે ને જે ઘોષ થાય એવો એ નિર્દોષ હતો.
‘રાજ કાજ માં માતાનો પણ અપવાદ નહિ ?' સુંદરીએ વગર વિચાર્યું સામો પ્રશ્ન કર્યો.
‘ના, મા ! આજ અપવાદની વાત ન કરીશ. મેં આભને નીચે ઉતાર્યું છે. અસ્તિત્વનું યુદ્ધ જગાડ્યું છે. ઝટ કરો, ગોરજ સમય તમારી મુલાકાતનો સમય છે.” બોલનાર નજીક આવ્યો હતો.
એ નમણો યુવાન હતો. શંકરસૂત કાર્તિકેય જેવો છટાદાર ને સોહામણો યુવાન હતો. શરીરે ઊંચો, પહોળો; એના હાથ ઠીક ઠીક લાંબા હતા. એની કમરે લટકતી તલવાર ઘરેણાં જે વી શોભતી હતી. રૂપાળા-રઢિયાળા આ યુવાનની જાગતી જુવાનીને જોઈ રહીએ એટલી એ દિલભર હતી.
આવો રસિયો જીવ તો વેણુ લઈને કોઈ કાનનબાળા સાથે વનકુંજોમાં ભટકતો હોય, એવું લાગે. રાજકારણના અટપટા રંગોથી આઘો ભાગતો હોય, એવું ભાસે. દિલહર એનું યૌવન હતું ! દિલભર એની વાતો હતી !
પણ આ બધો અભિપ્રાય એની આંખો સાથે આંખો ન મિલાવીએ ત્યાં સુધી જ અખંડિત રહેતો.
એનાં નયન જોનારને એ હિમાલય પહાડ જેવો દુર્ઘર્ષ લાગતો; બાકરી બાંધે તો યમરાજને પણ એક વાર પાછો વાળે એનો દુર્જય લાગતો.
પણ એ તો એનાં નયનમાં નયન પરોવો ત્યારે જ; નહિ તો નરી સરલતાની મૂર્તિ ને પ્રેમનો જીવંત અવતાર જ લાગતો.
- “મા !ઝડપ કર !” એ યુવાને ફરી સૂચના કરી, અને સિગાર કરતી માતાને જોઈ રહ્યો. એની એક આંખમાં તિરસ્કાર અને બીજી આંખમાં ભાવ ઊભરાતો હતો. વિવિધ રાગ અને વિધવિધ ભાવોનાં ઢંઢોમાંથી બનેલો આ યુવાન તપાવેલા ગજવેલ જેવો ભાસ્યો.
6 D શત્રુ કે અજાતશત્રુ
‘આર્ય ગુરુ કહે છે કે ન ભાવતું ભાવતું કરીએ તો જ ભવ સુધરે. મેં નાનપણથી ન-ભાવતું ભાવતું કર્યું હતું, અને મારા પિતાએ મને ભાવતું ન-ભાવતું કર્યું હતું. આજ એમાં મેં એમની જગ્યાએ મને અને મારી જગ્યાએ એમને મૂક્યા છે. મા ! આર્ય ગુરુ તો કહે છે કે આત્મા અને દેહ જુદા છે ! આત્મા સાચો છે. દેહ જૂઠો છે ! આત્મા રક્ષવા જેવો ને દેહ ફગાવી દેવા જેવો છે. મારા પિતા તો પાકા ગુરુભક્ત છે.” જુવાન બોલ્યો. એનો એક એક શબ્દ જાણે છરીની ગરજ સારતો હતો.
વત્સ ! જખમમાં મીઠું ન ભર.'
‘ન ભરું તો શું કરું ? મા, તારો આ સિંગાર જોઈ મને અચરજ થાય છે. મારા બાપના ઠંડા પડેલા લોહીને ફરી ગરમ કરવાની...'
વત્સ ! આજ સવારથી સ્વજનો અને પરિજનોની ગાળો સાંભળી રહી છું. પણ પેટના દીકરાની આ ગાળ તો શૂળી જેવી લાગે ! ઓહ ! સૂળી પર સેજ હમારી!” સુંદરી અધ્યાત્મમાં ઊતરી ગઈ. એ ક્ષણવાર થોભી ને વળી પાછી બોલી,
‘તારો પિતા વીર, શૃંગાર અને ધર્મ રસનો ભોગી રાજવી છે. જે જળમાં આજ સુધી એ જીવ્યો છે, એ જ જળ એને કાજે લઈ જાઉં છું. આજે એને માટે લડવા મેદાન રહ્યું નથી, ધર્મ સાંભળવા ધર્મગૃહ શક્ય નથી, એવે કાળે એને કોઈ પણ જિવાડે તો એકલો સિંગાર જ જિવાડે. વત્સ બે આજ્ઞા તેં ત્યાં આપી દીધી છે ને?”
હા, બે આજ્ઞા આપી દીધી છે : પહેલી આજ્ઞા રોજ એક પ્રહરની મુલાકાતની ને બીજી આજ્ઞા અડધો પ્રહર એકાંતની. પણ મા, આ આજ્ઞાનો અનાદર ન કરશો, મારા બાપને સદ્બુદ્ધિ આપજો.’
“અજબ જમાનો આવ્યો. બાપને ઉપદેશ આપે બેટા ! બેટાને વળી કોણ ઉપદેશ આપશે ? જે આપે તે, ભવિષ્યની ચિંતાનો આજ અર્થ નથી. વત્સ !
રાજ મહેલની રાણી સુખી નથી D 7