________________
આમ બંને ભાઈઓ પ્રેમ, ભય, ડહાપણ વગેરેથી આખે રસ્તે ગજરાજને શિખામણ આપ્યા કરી, અને ગજરાજે જાણે શાંતિથી ચાલતાં ચાલતાં એ સાંભળ્યા કરી !
સીમારેખા નજીક હતી અને આજ બધા કૃતનિશ્ચયી હતા.
વિહલ્લકુમારે રૂપાળી હાથણીને આગળ કરી, પણ સેચનકની ભયંકર સુંઢના એક જ સપાટે એ દૂર ભાગી ગઈ !
ગુસ્સા ભરેલી ઝીણી આંખે ગજરાજ જાણે કહી રહ્યા કે તું બજારના સુખડા જેવી નારી મને શું લોભાવી શકતી હતી ! હું કામ કરીશ તો કર્તવ્ય સમજીને કરીશ. તારી લાલચે મને નથી. હાથણી તો જાણે ભૂસેટીને જાય ભાગી.
વિહલ્લ કુમારે જોયું કે મામલો વીફરી જાય તેમ છે, એટલે એણે આગળ મોદકના થાળ મુકાવ્યો, આહાર, નિદ્રા, ભય અને કામ - આ ચાર માણસમાં ને પશુમાં સમાન હોય છે.
ગજરાજે એક લાડવો લીધો, હલ્લ કુમારને આપ્યો, બીજો લાડવો લીધો વિહલ્લકુમારને આપ્યો અને પછી મોદકના થાળ પર પોતાનો પગ મૂકી એ આગળ
વધ્યો.
હલ્લકુમારે નાજુક પરિસ્થિતિ પરખી લીધી, એણે પાછળ ચાલતા ભાલાવાળાઓને તૈયાર રહેવા ઇશારો કર્યો. માવતોએ સાથે રાખેલા મશાલવાળાઓની મશાલોમાં ભાલાનાં તીણ ફેણાં તપાવીને તૈયાર કર્યા.
સીમા રેખા હવે સાવ નજીક હતી અને એ રેખાની પાર સુંદર ઘાસવાળી બિછાત હતી. પાણીનું એક ઝરણ પાસેથી વહેતું હતું. હલ્લ કુમારે શિખામણ આપતાં કહ્યું, ‘ભઈલા ! મગધમાં આપણી હાંસી થાય છે ! કહે છે કે વૈશાલીમાં જઈને સેચનકનું વીરત્વ ખોવાઈ ગયું !'
હલ્લકુમાર પોતાની વાત પૂરી કરી રહે ન રહે, ત્યાં તો સેચનક વાવાઝોડાની જેમ ધૂણી ઊડ્યો, એણે પીઠ પર બેઠેલા હલ્લ કુમારને સુંઢથી ઉપાડ્યા ને દૂર ફેંકી દીધા ! એક પળ વીતી ન વીતી ત્યાં વિહલ્લકુમારની પણ એ જ દશા થઈ. બધે હોહા થઈ ગઈ.
હલકા માણસને ઉપદેશ ન આપવો : શાસ્ત્રકારોની આ શિખામણને લોકો ભૂલી જાય છે, એટલે ગોથા ખાય છે.
ભાલાવાળા આગળ વધી ગયા, પણ હવે તો જાણે શિવનું તાંડવ નૃત્ય આરંભાયું ! સેચનક એક વાર ચારે તરફ ફર્યો. નજીક ચાલતા લોકો દૂર ખસી ગયા. મદદ
116 1 શત્રુ કે અજાતશત્રુ
માટે હોહા શરૂ થઈ રહી. નવી મદદ આવે, એ પહેલાં સેચનક આગળ વધ્યો. એણે વૈશાલીની સીમાને સ્પર્શ કર્યો અને ભયંકર ઝનૂનથી વેગ વધાર્યો.
સૌને થયું નક્કી આ મગધવાસી જીવ મગધ તરફ ચાલ્યો જશે; જાનવરને પોતાની ભૂમિ બહુ ભાવે !
સીમાને સ્પર્શતો સેચનક આગળ વધ્યો, પણ ત્યાં તો એકદમ ગબડ્યો ! જમીન ફાટે, ભૂકંપ થાય અને માણસ અંદર ઊતરી જાય, એમ સેચનક જોતજોતામાં પૃથ્વીમાં સમાઈ ગયો !
અંદરથી ભડભડ કરતી અગ્નિની જ્વાળાઓ બહાર નીકળી આવી.
લોકો દોડ્યા. કેટલાક ભાગ્યા. કેટલાકે બૂમ પાડી : ‘અરે પૃથ્વીમાં રહેલો જવાળામુખી ફાટયો છે, સંભાળો !'
હલ્લકુમાર અને વિહલ્લકુમાર અગ્નિની જ્વાળાઓ જોઈ પાછા ન ભાગ્યા. એ ત્યાં ગયા ને જોયું તો લીલા ઘાસની નીચે ઊંડી ખાઈ ખોદાયેલ હતી અને તેમાં ધગધગતા ખેરના અંગારા પાથર્યા હતા. લીલા કાષ્ઠની જેમ ગજરાજ સેચનક એમાં શાંતિથી જલતો હતો. એના મુખ પર વીરત્વ હતું. એના કંઠમાંથી ભયની કે વેદનાની એક ચીસ પણ સરતી નહોતી.
અરે, આ કેઈ ભૂકંપ નથ. આ તે દુશ્મને ખોદેલી ખાઈ છે.’ હલ્લ કુમારે કહ્યું.
વિહલ્લકુમારે વધુ ખાતરી કરતાં કહ્યું, ‘ખાઈ ખોદીને ઉપર માટી છાવરી દેવામાં આવી છે; એની ભાળ સેચનકને આવી ગઈ હશે, માટે જ એ આગળ વધતો નહિ હોય.'
કોઈ દિવસ આજ્ઞાવિરુદ્ધ ન વર્તનારો આજે અમને ઉઠાવીને ફેંકી દે, એ અમારા તરફની એની નિમકહલાલી જ હશે.’ હલ્લ કુમારે ધીરે ધીરે પરિસ્થિતિનો તાગ મેળવતાં કહ્યું,
જાનવરને માટીની અને હવાની પણ ગંધ આવી જાય, આપણને ખબર ન પડી કે દુશ્મનોએ સુરંગ પાથરી છે. સેચનક એ બધું સમજી ગયો. પણ આપણે આપણા મમતમાં જ રહ્યા ને અણમોલ રત્ન હાથે કરીને ખોયું ' વૈશાલીના નગરનાયકે વચ્ચે કહ્યું.
અરે, સેચનક અમારો પરમ ઉપકારી થયો. એને અમે ન કહેવાનું કહ્યું, ન દેવા જેવાં મેણાં દીધાં, લાખેણા જીવને કોડીનો કરીને મૂક્યો, પણ મોટા મનના એ જીવે કશુંય મનમાં ન આણ્યું. અને આખરે અમને એજબ રીતે બચાવી પોતાના પ્રાણ અર્પણ કરી દીધા. ધિક્કાર હજો અમને ! ધન્ય ધન્ય એ ગજરાજ ! વિહલ્લ કુમારની આંખોમાંથી આંસુનો વરસાદ વરસી રહ્યો.
સેચનકનું સમર્પણ D 117