________________
26
બે અહતો.
“ફાલ્ગની પૂનમની ભૂલને પિછાની ગઈ. વાતને વાળી લેતી એ બોલી, ‘મગધરિયા મગધની રાજ ગણિકા છે. રોહિણેય ચોર” ત્યાં ઘણી વાર આવતો. માણસના મનનાં આરામસ્થળો બે : કાં શાસ્ત્ર ? કાં સૌંદર્ય ? થાકેલો હારેલો માનવી ત્યાં જ તાજગી અનુભવે.’
‘દેવી ! એ રોહિણેય ચોરને પ્રતિજ્ઞા હતી કે ભગવાન મહાવીરની વાણી કદી ન સાંભળવી, એ વાણી આ ભવ અને પરભવને બગાડનારી છે. એક વાર નિરુપાયે એ વાણી એના કાને પડી; એ માટે એને ખૂબ પસ્તાવો થયો, પણ એક વાર એ વાણીના પ્રતાપે એ રાજ્યના સકંજામાંથી છૂટી ગયો. અને એને મહાવીર પર વિશ્વાસ થયો, ને એના આ ભવ અને પરભવ બંનેનો ઉદ્ધાર થઈ ગયો. એ ચોર મટી સંત બની ગયો.’
ધન્ય છે મહાપ્રભુને ! ધન્ય એ લૂંટારાને !' ફાલ્ગનીએ આ વાતનો પ્રવાહ રોકવા કહ્યું. એને ડર હતો કે જો આ વિચારશ્રેણી વધુ ઉન્નત થઈ, તો એના સૌંદર્યનો નશો ઊતરી જ છે ને દિવસોની મહેનત એળે જશે.
| ‘અરે ચાલો, આપણે પણ એવા પતિતપાવન ભગવાનનાં દર્શન કરવા જઈએ. એ ક નહિ પણ બન્ને અરિહંત !' ફાલ્ગનીએ કહ્યું .
ફાલ્ગની ! અરિહંતે તો એક જ હોય, બે નહિ.” તો શું આર્ય ગોશાલક અરિહંત નહિ ?'
‘બિલકુલ નહિ, ત્રાટક વિઘાથી સામાને હેરાન કરી શકે, જ્યોતિષ વિદ્યાથી ભાવિ ભાખી શકે, એટલે અરિહંત ન કહેવાય. એમ તો મારી શક્તિ પણ ક્યાં ઓછી છે ? હું આંખથી પથ્થરની શિલા તોડી શકું છું. ઇશારાથી તોફાની નદીને નાથી શકું છું, છતાં અરિહંત નથી.’
સાચી વાત છે. અરિહંત તો પ્રેમાવતાર હોય.' ફાગુનીએ વાતનો બંધ વાળવા પ્રયત્ન કર્યો. એને મહાવીર વિશેની વધુ વાતો પોતે ખડી કરેલી ઇમારતની નીચે સુરંગ ચાંપવા સમી ભાસતી હતી.
સાંજે રથ જોડાયા. બધા શ્રાવસ્તી તરફ ઊપડી ગયાં.
શ્રાવસ્તીમાં ખરેખર ભયંકર યુદ્ધ જેવી દશા પ્રવર્તતી હતી. રાગ-દ્વેષમાંથી છોડાવનાર બે અહંતોએ જાણે સામસામા યુદ્ધમાં ઝુકાવ્યું હતું.
આર્ય ગોશાલ કે ભરી સભામાં પડકાર કર્યો હતો, ‘હું મહાવીરનો શિષ્ય હતો, એવી વાતો હવે બંધ થવી ઘટે . કોઈ વાર હું શિષ્ય હઈશ પણ એ પછી તો મારા સાત ભવ થઈ ગયા. હું અહંત છું, ને સ્પષ્ટ રીતે ચેતવણી આપું છું કે મહાવીર મારી બદબોઈ કરશે તો એને બાળીને ભસ્મ કરી દઈશ.'
વાતાવરણમાં ભારે ઉશ્કેરણી ભરી હતી.
આખી શ્રાવસ્તી નગરી જાણે યુદ્ધની બે પરસ્પરવિરોધી છાવણીઓમાં પલટાઈ ગઈ હતી. એક છાવણીનો નેતા આર્ય ગોશાલક હતો, બીજી છાવણીમાં ભગવાન મહાવીર હતા. કેટલાક લોકો જૂની વાતો ઉખેળવાના રસિયા હતા. તેઓ જૂની વાતો યાદ કરીને આશ્ચર્ય સાથે કહેતા કે અતિ પ્રેમની બીજી બાજુ અતિ દ્વેષ છે. એક વાર આર્ય ગોશાલક ભગવાન મહાવીરનો અનન્ય શિષ્ય હતો, એની ગુરુપ્રીતિ અન્યને ઉદાહરણરૂપ હતી.
એ વાતને વર્ષો વીતી ગયાં. ભગવાન મહાવીર એ વખતે રાજગૃહી નગરીની નાલંદાપાડાની વણકરશાળામાં ચોમાસુ રહ્યા હતા, અને મંખલીપુત્ર ગોશાલક આવીને ધરાર શિષ્ય થઈ બેઠો હતો. મહાવીરે એક-બે વાર ઇન્કાર કર્યા છતાં એણે શિષ્ય થવાનો આગ્રહ ચાલુ રાખ્યો અને એણે ગુરુચરણે સર્વસ્વ અર્પણ કરી દીધું. ગુરુએ પણ આખરે કર્તવ્યનિષ્ઠ શિષ્ય સાથે સ્નેહ સાંધ્યો.
શિષ્ય એકદા પૂછવું : “ગુરુદેવ ! ભિક્ષા માટે જાઉં છું. કેવો આહાર મને મળશે ?”
* આજ લેખ કનું સંસારસેતુ વાંચો.
182 D શત્રુ કે અજાતશત્રુ