________________
‘જેવી દેવીની આજ્ઞા ! આંખો વાત કરી લેશે.”
મુનિના આ શબ્દોને પોતાના દેહસ્પર્શથી વધાવતી ફાલ્ગની વળી દરવાજા તરફ અનિમેષ નયને જોવા લાગી. એટલામાં તો દરવાજો કિચૂડ કરતો ઊઘડ્યો.
જય મગધગુરુ !' ફાલ્ગનીથી બોલાઈ ગયું. અરે ફાલ્ગની ! તારી દુનિયાનું સર્વસ્વ મગધ જ છે ! મગધની વાત આવી
છે. સંસારમાં આપમતલબી લોકો છે, ત્યાં સુધી આ બધું ચાલવાનું જ છે.” મુનિ જોશમાં હતા. એમણે ફાલ્ગની તર ફની પોતાની ભક્તિ પ્રગટ કરી. | ‘તો તમે અને પૂનમ મારી સ્પષ્ટ વાત સાંભળી લ્યો,' ફાલ્ગની આવેશમાં હોય તેમ બોલી : ‘પૂનમ મારો પતિ ખરો, પણ મારા દેવ તો મુનિ વેલાકુલ.’
અને આપણા બધાના દેવ ભગવાન મહાવીર,’ મુનિએ કહ્યું.
‘વળી આપણી વાતમાં મહાવીરને ક્યાં વચ્ચે લાવ્યા ? હજી તો આપણા ગુરુ કોણ એ નક્કી કરવાનું બાકી છે. કાયાકલ્પવાળા આ મહાગુરુ ગોશાલનાં દર્શન આપણા ચિત્ત પર ન જાણે કેવી છાપ પાડશે !'
‘ફાલ્ગની ! મારા મહાવીર તો પતિતપાવન છે. એમણે ગુલામ ચંદનાને ઉદ્ધારી, ચંડકૌશિક સાપને તાર્યો, સંગમ દેવને સુધાર્યો. જય મહાવીર !”
‘જુઓ પ્રિય ! મને આ અંધશ્રદ્ધા પસંદ નથી. મેં આવા ઘણા બધાનાં ચરણ સેવ્યાં છે. પણ હું તો ચતુરની સેવિકા ! જુઓ, હવે તમારે એક પ્રતિજ્ઞા લેવી પડશે.’ ફાલ્ગનીએ મીઠો રોષ દર્શાવતાં કહ્યું.
કેવી પ્રતિજ્ઞા ?'
કાલે જ મગધ માટે રવાના થવાનું. અને હવે મગધ જતાં પહેલાં મહાવીરને મળવાનું નહિ.'
‘એ કેમ બને ? મારા વિષથી દિલનો એ વિરામ છે.' ‘ન બને તો પછી અમને છોડી દો ! કાં, પૂનમ ?”
હા, દહીં-દૂધમાં પગ રાખવા સારા નહિ. તમે જાઓ મહાવીર પાસે, અને અમે અમારા ગુરુ ગોશાલકનાં દર્શન કરી અમારે પંથે પડી જઈશું.’ પૂનમે રુક્ષતાથી કહ્યું. એણે એ કાએક પોતાનો પક્ષ બદલ્યો.
અરે ! આટલી નાની વાતમાં શું રૂઠી જાઓ છો ? હવે હું અને તમે ક્યાં જુઘં છીએ ? અને મગધના દરબારમાં આવવાનું મેં વચન આપ્યું છે, એ શી રીતે તોડાશે ?” ફાલ્ગનીની રૂઠેલી વાતો સાંભળી મુનિ નરમ થઈને બોલ્યા. | ‘તો કહો, પહેલાં મહાવીર કે પહેલી હું ?'
‘તું તો મારી છે. દેવની પ્રતિમા મંદિરમાં રખાય, કંઈ ઘરમાં ન લેવાય. ફાલૂની ! મંદિરમાં એ દેવ, અને ઘરમાં તું. પણ મહાવીરનાં આપણે છેલ્લી વાર દર્શન કરીને કાલે સવારે જ નીકળી જઈએ તો ?'
“કંઈ વાતચીત નહીં કરી શકાય, હોં.' ફાલ્ગની મુનિના રાગ-વિરાગભર્યા હૈયાને તાવી રહી.
206 D શત્રુ કે અજાતશત્રુ
‘જગતમાં ઘણી માતાઓ સારી, શાણી ને રૂપાળી હોય છે, પણ આપણે આપણી માતાને કાં માતા કહીએ છીએ ?'
‘સારું. તારી સાથે વિવાદ બંધ. તું કહે તે આજ્ઞા.' ગમે તેવો વિરાગ આ રાગમૂર્તિ પાસે ભૂકંપ અનુભવે તેમ હતું. અને સૌ ચૂપ થઈને પ્રતીક્ષા કરી રહ્યાં. ત્યાં તો મેદનીને ચીરતો હાલાહલા કુંભારણનો અવાજ આવ્યો.
‘આર્ય અરિહંત ગોપાલક સમાધિમાંથી હજુ જાગ્યા નથી. મને એમ લાગે છે કે આપણી દર્શનતૃષા તૃપ્ત કરવા એમને ત્રાસ ન આપવો. હું તમને શુભ વધામણી આપું છું કે તેમના દેહનો કાળો રંગ નીલ સુવર્ણના રંગમાં ફેરવાઈ ગયો છે. મોં પાછળનું ભામંડળ ઝગારા મારી રહ્યું છે. આંખો નીલમણિની હોય તેવી ચમકે છે. ને વાણી ?.... ઓહ ! જેણે જેણે એ સાંભળી તેના કાન મીઠાશથી એટલા ભરાઈ ગયા છે, કે ભમરાઓ એ મીઠાશ ચૂસવા તલપી રહ્યા છે ! પણ હજી એકાંતવાસની આવશ્યકતા છે. તેઓએ કહ્યું છે કે જનતા જોગ મારો સંદેશો કહેજો કે ઇચ્છાઓનું દમન એ પણ તપ છે. આશા છે કે બે દિવસની નિર્જન શાંતિ માટે તમે સહુ અનુકૂળ થશો ને મને અનુમતિ આપશો.'
અનુમતિ છે.” ચારે તરફથી પોકારો થયા.
ગુરુકૃપા જ અમારું સર્વસ્વ છે. ગુરદર્શનની ઝંખના નથી. અમારાં સહસ વંદન પાઠવશો.’ પ્રેક્ષકોએ વળી કહ્યું.
“ધન્ય ભક્તજનો, ધન્ય તમારી ભક્તિ ' હાલાહલા કુંભારણ ધન્યવાદ આપી રહી – જાણે ગુરુનું પ્રતિનિધિત્વ એની પાસે આવી ગયું હતું, ને ગુરુ પ્રતિભાનો. અજાણ્યો અભિષેક એના પર થઈ ગયો હતો.
ધન્ય ધન્ય દેવી હાલાહલા
‘મને-આર્યગુરુની ચરણરજને મસ્તકે ન ચઢાવશો.' હાલાહલાએ નમ્રતા દાખવી. પણ લોકોએ તો એ નમ્રતાને દિવ્યતા બનાવી દીધી ; “અરિહંતની સંદેશવાહિકા હાલાહલા ! ધન્ય હાલાહલા !' ચાલો ત્યારે દેવી ફાલ્ગની ! હવે શરત પ્રમાણે કાલે સવારે ભગવાન
પ્રભાતે પારખું t 207