________________
‘સંઘની આજ્ઞા.'
પણ સંઘની વાતમાં પરિચારિકાને લાંબી સમજ ન પડી. વાત અગમ્ય બની હતી. બધી વાત સમજવી, એવો આગ્રહ પણ એને નહોતો. ખોટી માથાકૂટ છોડી એ તો સ્નાન કરાવવાની તૈયારીમાં ગૂંથાઈ. એણે મુનિને પહેરવા એક અંતરવાસક આપ્યું. પોતે પણ સ્નાન દરમિયાન પહેરવા માટેનું અંતરવાસક પહેરવાના પ્રયત્નમાં ગૂંથાઈ. | ‘રે પરિચારિકા !રાજકારણની બાબતમાં તને આટલો ઓછો રસ કાં ? અમારે ત્યાં તો રસ્તે જતો માણસ પણ પોતાની રીતે રાજ કારણ ચર્ચે છે.’
‘એ તો દીવાન ડાહ્યો પણ દીવાનના ઘરના ઉંદર પણ ડાહ્યા જેવું કહેવાય !”
મુનિ પ્રયત્નપૂર્વક પોતાની નજરને એની દેહ પરથી દૂર રાખી રહ્યો. ત્યાં તો ફાલ્ગનીનો અવાજ આવ્યો : “અરે કુંતી ! હજી મુનિજીને તૈયાર કર્યા નથી ?'
| ‘ના બા ! એ તો તમારા સિવાય કોઈને ગાંઠે તેવા નથી. મને વાતોમાં નાખી ઊલટું મોડું કર્યું.’ પરિચારિકાએ કહ્યું.
‘રાજાજીને ત્યાંથી પાલખી અને પોશાક આવી ગયાં છે. હજી ભોજન, વામકુક્ષી બધું બાકી છે.’ ફાલ્ગનીએ કહ્યું,
થોડી વારમાં મુનિ સ્નાન કરીને બહાર નીકળ્યા. અને બન્ને ભોજનખંડમાં ગયાં. ફાલ્ગનીનો ભોજનખંડ પણ અપૂર્વ હતો. એનાં આસનો, પીઠફલકો ને ભોજનપાત્રો નવા નવા પ્રકારનાં હતાં. વાનગીની ઉત્કટ સુગંધ એનો સ્વાદ કેવો અપૂર્વ હશે એનું ભાન કરાવતી હતી,
ફાલ્ગનીએ મગધની કેટલીક પ્રસિદ્ધ સ્ત્રીઓને અને કેટલાક રસિક જનોને આમંત્ર્યાં હતાં. અને સહુ સમક્ષ એણે પ્રગટ કર્યું હતું કે ‘મહામુનિ વેલાકુલ સમર્થ ઊર્ધ્વરેતસ યોગી છે. એ પોતાની નજરમાત્રથી પંચભૂત પર કાબૂ ધરાવી શકે છે. તેઓએ એક ઘોડાપૂરવાળી નદીને દૃષ્ટિપાત માત્રથી શાંત કરીને દૂર ખસેડી દીધી હતી. વૈશાલીમાં એમનો પડ્યો બોલ ઝિલાય છે ! પણ તેઓ મુનિ છે. મુનિધર્મ પ્રમાણે એ આખી વસુધાને પોતાનું કુટુંબ માને છે. વિશ્વવાત્સલ્ય એ એમનો જીવનમંત્ર છે !'
બધાં મુનિજીનાં વખાણ કરી રહ્યાં. ભોજન પહેલાં મગધપ્રિયાએ એક નૃત્ય પીરસ્યું. નૃત્ય તે કેવું ? એના આસ્વાદ પછી ભોજનનો આસ્વાદ ઓછો થઈ ગયો !
ભોજન પૂરું થયું ને બંને વામકુક્ષી માટે શયન ખંડમાં ગયાં. ત્યાં દીવાલોમાં ગોઠવેલાં વાજિંત્રો વાગવા લાગ્યાં. ઠંડી હવાની લહરીઓ ચારે બાજુથી આવવા લાગી. પિંજરમાં રહેલાં પંખીઓ વિવિધ રીતે આલાપ-સંલાપ કરવા લાગ્યાં. બન્ને મોટી મખમલી ગાદી પર બેઠાં.
220 D શત્રુ કે અજાતશત્રુ
‘રે ફાલ્ગની ! આવાં સ્વર્ગીય સુખોમાં મહાલનારી તું મારા આશ્રમમાં તો તપસ્વિની બનીને રહી હતી ! શું તને સાદાં આસનો, કઠણ પીઠિકાઓએ દુ:ખ નહોતું આપ્યું ?”
કાર્યસિદ્ધિ માટે કંઈ પણ કઠિન લાગતું નથી. એટલું તપ ન કર્યું હોત તો આવડી સિદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થાત ?’ ફાલ્ગનીએ મુનિના દેહ તરફ આંગળી ચીંધતાં કહ્યું.
‘તું સ્વયં સિદ્ધિસ્વરૂપા છે; તારા માટે તો મોટા મોટા યોગીઓ પણ તપ કરે.” મુનિ ફાલ્ગની પર વારી ગયા હતા, ‘વારુ ફાલ્ગની ! તારા રાજાએ અજાતશત્રુનું બિરદ શા માટે ધાર્યું છે ?'
‘એમને હરાવનાર કોઈ જન્મે ત્યારે, એ દર્શાવવા, પૃથ્વી પર એમનો શત્રુ હજી જભ્યો જ નથી, એ ભાવનાનો તેઓ પ્રચાર કરવા માગે છે. રાજપુરુષો ભાવનાના પ્રચારમાં ખાસ માને છે : યુદ્ધ કરવું હોય તો યુદ્ધની ભાવનાનો અને શાંતિ કરવી હોય તો શાંતિની ભાવનાનો તેઓ પ્રથમ પ્રચાર કરે છે.'
આ તો કેવળ મિથ્યાભિમાન જેવી વાત છે. ખરા અજાતશત્રુ તો ભગવાન મહાવીર જેવા કહેવાય, શત્રુ તરફ પણ કે મિત્રભાવ !'
| ‘હવે એ ચર્ચા જવા દો. આપણે નામથી શું કામ છે ? કોઈ ચંદ્રસિંહ નામ રાખે એટલે કંઈ ચંદ્રની શીતલતા ને સિંહની ઉગ્રતા એનામાં થોડી પ્રગટ થઈ જાય છે ?”
હજી આ વાત ચાલતી હતી, ત્યાં દ્વાર પરની નાની રૂપેરી ઘંટડી રણકવા લાગી. ફાલ્ગનીએ પાસે પડેલી નાની સુવર્ણ ઝાલરને રૂપેરી દેડથી વગાડી.
દાસીએ અંદર પ્રવેશ કર્યો. એણે કહ્યું : “મહાભિખુ દેવદત્ત મુનિ વેલાકુલને મળવા આવ્યા છે.”
ફાલ્ગની એકદમ બેઠી થઈ ગઈ. પોતાનાં વસ્ત્ર ઠીક કરી એ બોલી : “મુનિએ મુનિ જરૂર મળે. જ્ઞાનીની વાતોમાંથી આપણા જેવાને ઘણો બોધ જાણવા મળશે. જા, મહાગુરુને કહીએ કે મિલનખંડમાં પધારે.’
- દાસી બહાર ચાલી ગઈ. મુનિ અને ફાલ્ગની ઝટઝટ મુખપ્રક્ષાલન કરી તૈયાર થઈ ગયાં. કુંતી આવીને એક પારદર્શક શ્વેત દુકુલ ફાળુનીને ઓઢાડી ગઈ. | વાહ રે ગોરી, તારો ઘૂંઘટપટ " મુનિ ફાગુનીના નવા બહેકતા યૌવનને નીરખી રહ્યા. આજ સુધી એમણે સૌંદર્યભરી નારી તરીકે એને નીરખી હતી, પણ અગ્નિના સ્કૂલિંગ જેવી જ્વલંત રૂપભરી સ્ત્રી તરીકે એને પ્રથમ પિછાની !
શ્વેત પારદર્શક દુકૂલમાંથી ફાલ્ગનીની આંખો શુક્રના તારક જેવી ચમકતી હતી. એની સુડોળ નાસિકા બેવડી મોહિની ધારણ કરી બેઠી હતી, ને કપોલ તો કમલગુચ્છની શોભાને ઝાંખા પાડતા હતા. ફાલ્ગની જેવી સેવિકા પોતાને વશવર્તી
અજાતશત્રુની નગરીમાં D 221